અનુયાયીઓ

બુધવાર, 26 ડિસેમ્બર, 2018

વીજચોરો પકડતા નથી ને ખેડૂતોને હેરાન કરે છે ધ્રોલમાં વીજકંપની સુત્રોની ખોટી કનડગત સામે ડેપ્યુટી કલેકટરને ખેડૂતોની રજુઆતો

તંત્રના માણસો અને જુનિયર એન્જીનીયર સામે આક્ષેપો : તાત્કાલિક પગલા ભરવા માંગ

(સંજય ડાંગર) ધ્રોલ તા.૨૬
ધ્રોલ વીજતંત્ર દ્વારા અમુક ગ્રાહકોને જાણીજોઇને હેરાન પરેશાન કરતા હોવાની ફરિયાદ સાથે ગઈકાલે ધ્રોલના ખેડૂતો ડેપ્યુટી કલેકટર કચેરી પર દોડી જઈને આવેદન આપ્યું હતું. અહી મૌખિક ફરિયાદો થઇ હતી કે, સાચા વીજચોરોને પકડવા વીજતંત્ર વામણું સાબિત થાય છે અને જે ખેડૂતો નીતિમતાથી વીજળીનો ઉપયોગ કરે છે તેઓને કનડગત કરાય છે. આવેદનમાં વીજતંત્રનો સ્ટાફ અને જુનિયર એન્જીનીયર રાજા સામે વાણી વિલાસના આક્ષેપો થયા છે.

વિગતો મુજબ ધ્રોલ વાડી વિસ્તારમાં રહેતા નિશાબેન ભરતભાઈ પરમાર આજથી એકાદ મહિના પહેલા તેમના ઘરે એકલા હતા ત્યારે વીજ કંપનીના બે ત્રણ માણસો ચેકિંગના બહાને ઘરમાં ઘુસી જઈને સત્તાનો રોફ બતાવ્યો હતો.





આ બાબતે રજુઆતો કરવામાં આવે છે તો જુનિયર એન્જીનીયર રાજા દ્વારા ખેડૂતો સાથે વાણીવિલાસ કરીને ધમકાવાય છે. ખેડૂતોએ ઉગ્રાવેશે આક્ષેપ કર્યો હતો કે, આ જુનિયર એન્જીનીયરના ત્રાસથી મહિલાઓને એકલી ઘરે મુકીને ખેતીકામે જી શકાતું નથી. તેમની સામે તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરવા ખેડૂતોએ બુલંદ માંગણી કરી હતી.
સંતાનોના લગ્નની અને કર્જની ચિંતામાં ડૂબેલા
મોટા ઈટાળા ગામના પ્રોઢ ખેડૂતનો આપઘાત

(સંજય ડાંગર) ધ્રોલ તા.૨૬

ધ્રોલ પંથકના મોટા ઈટાળા ગામના એક પ્રોઢ ખેડૂતે  ગઈકાલે દેવાના કરજમાં ડૂબી ગયો હોય, સંતાનોના લગ્ન કેમ કરી શકીશ ? તેવી ચિંતામાં આવેશમાં આવી જઈને ગળાફાંસો ખાઈ જીંદગી ટૂંકાવી નાખ્યાની ઘટનાથી ગામમાં શોક ફેલાયો છે. ધ્રોલ પોલીસે ઘટના સ્થળે દોડી જઈને મૃતકની લાશ પીએમ માટે દવાખાને ખસેડાવી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.


પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે ધ્રોલ પંથકના મોટા ઈટાળા ગામે રહેતા રમેશભાઈ નાથાભાઈ મુંગરા નામના ૫૦ વર્ષીય પ્રોઢે ગઈકાલે પોતાની વાડીએ પીપરના વૃક્ષ સાથે દોરડું ભરાવી ગળાફાંસો ખાઈ લેતા ગામમાં ચકચાર જાગી હતી.

બનાવ સ્થળે પહોચેલી ધ્રોલ પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી હતી કે, રમેશભાઈ કરજમાં ડૂબી ગયા હતા. અને સંતાનોના લગ્નની સતત ચિંતામાં રહેતા હોય તેમણે આવું પગલું ભરી લીધાનું મનાય છે. પોલીસે રમેશભાઈના મૃતદેહને પીએમ માટે દવાખાને ખસેડ્યો હતો. પોલીસના કહેવા મુજબ રમેશભાઈ પાસેથી એક સ્યુસાઈડ નોટ મળી છે પણ તેમાં પણ દેવું અને સંતાનોના લગ્ન પ્રશ્નનો ઉલ્લેખ કરાયો છે. બનાવે નાના એવા મોટા ઈટાળા ગામમાં શોક સાથે ચકચાર જગાવી છે.

ધ્રોલ તાલુકા પંચાયત પ્રમુખ સામે વિરોધ વંટોળ સરપંચો સામે ભેદભાવ રખાતો હોવાના આક્ષેપો

જો પરિસ્થિતિ ના સુધરે તો આંદોલન છેડાશે : રાજભા જાડેજા

(સંજય ડાંગર) ધ્રોલ તા.૨૬

ધ્રોલ તાલુકા પંચાયત કચેરીમાં જ્યારથી ભીમજીભાઈ મકવાણાએ પ્રમુખનું સુકાન સંભાળ્યું છે ત્યારથી તેમની નીતિ, રીતી અને કાર્યશૈલી સામે વ્યાપક વિરોધ વંટોળ ઉઠી રહ્યો છે. રાઘવજીભાઈ ના કહ્યાગરા એવા આ તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા યેનકેન પ્રકારે વિકાસના કામોમાં આડો પગ કરવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે.

સરપંચોના આક્ષેપો છે કે તેઓની સાથે આ પ્રમુખ મહાશય ભેદભાવ ભરેલી નીતિ રાખે છે. મનરેગાના કામો લઈને આવતા સરપંચોના બીલો અટકાવાય છે. આ બાબતે ભૂતકાળમાં ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ રાજભા જાડેજા દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રૂબરૂ રજુઆતો કરાતા કહેવાય છે કે જામનગર નિયામક દ્વારા ટીડીઓ પાસે ખુલાસો માંગવામાં આવ્યો હતો. રાજભાએ જણાવ્યું હતું કે તાલુકા પંચાયત પ્રમુખે માત્ર ને માત્ર ભાજપના સરપંચોને હેરાન કરવાને બદલે વિકાસના કામોમાં ધ્યાન આપવું જોઈએ. એટલુજ નહિ કોઈનો હાથો પણ નાં બનવું જોઈએ.

જો ધ્રોલ તાલુકા પંચાયતમાં પ્રમુખની આવી નીતિ અને રોજ બરોજના વિવાદની પરિસ્થિતિ હલ નહિ થાય તો, તેઓ દ્વારા તાલુકા પંચાયત પ્રમુખ અને તાલુકા વિકાસ અધિકારી સામે આંદોલનના મંડાણ કરવામાં આવશે તેવી રાજભા જાડેજાએ ચીમકી આપી છે.


મંગળવાર, 25 ડિસેમ્બર, 2018

પડધરી પંથકમાં અંધશ્રદ્ધાનો કિસ્સો બહાર આવ્યો ખાખડાબેલા ગામે ૪ દિવસના પૌત્રને ઝાડાની તકલીફ દુર કરવા દાદીએ પેટે ધગધગતા સળીયાના દામ દીધાં



બાળક કે.ટી.ચિલ્ડ્રન હોસ્પીટલમાં સારવાર હેઠળ : કુદરતી
તકલીફને દુર કરવા આજે બાળક પર ઓપરેશન ક્રિયા

રાજકોટ તા.૨૫

રાજકોટ જીલ્લાના પડધરી તાલુકાના ખખડાબેલા ગામે એક આદિવાસી વૃદ્ધાએ પોતાના રાજ્યની અંધશ્રદ્ધાને અહી પણ પુરવાર કરવા ૪ દિવસના પૌત્રને ધગધગતા સળીયાના ડામ દીધાની ઘટના બહાર આવતા જાણકારોમાં હાયકારા સાથે અરેરાટી ફેલાઈ છે. જો કે નવજાત બાળકને કુદરતી તકલીફ હોય આજે તેના પર કે.ટી.ચિલ્ડ્રન હોસ્પીટલમાં ઓપરેશન ક્રિયા હાથ ધરાનાર હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ પડધરી તાલુકાના ખાખડાબેલા ખાતે નંદુભાઈ અરવિંદસિંહ દરબારની બાદિયે રહીને ખેત મજુરી કરતા આદિવાસી પરિવારના લક્ષ્મીબેનને ચારેક દિવસ પહેલા બાળકનો જન્મ થયો હતો. જન્મ થયા બાદ બાલકા ગુરુશંકા કરતો ના હોય, ઝાડાની તકલીફ હોવાનું માની લઈને ઇન્દરસિંગ સિંગલાસિંગ આદિવાસીના ૪ દિવસના બાળકને દાદી ગજરબેને ધગધગતા સળીયાના ડામ દેતા બાળકે કાળો કજીયો કરી સીમખેતર વિસ્તાર ગુંજાવી દીધો હતો.

બીજીબાજુ બાળકને આફરો ચડે તો બાળકને ડામ દઈએ તો આફરો ઉતરી જાય તેવી પોતાના પરપ્રાંતીય વિસ્તારની અંધશ્રદ્ધામાં, રીવાજમાં રાચતા દાદીએ અહી પણ આવી અંધશ્રદ્ધા સાથે માત્ર ૪ દિવસના બાળકને દામ દીધાની ઘટના જાણી ગયેલા લોકોમાં હાયકારા સાથે અરેરાટી વ્યાપી હતી. આ બાળકને સારવાર માટે રાજકોટની કે.ટી.ચિલ્ડ્રન હોસ્પીટલમાં લઇ અવાતા આ બાળક કુદરતી થપાટનો ભોગ બન્યો હોય તેમ ગુરુશંકાની જગ્યાજ ના હોવાની વાત બહાર આવતા તબીબી સુત્રો પણ ચોંકી ગયા હતા. હાલ આ બાળક પર આજે ઓપરેશન ક્રિયા કરી ગુરુશંકા માર્ગ ખુલ્લો કરવા તબીબો જહેમત ઉઠાવશે તેવું જાણવા મળે છે.

અત્રે એ નોંધનીય છે કે આજે દેશ અને રાજ્યમાં તેમજ રાજકોટ જીલ્લામાં અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમો સમયાંતરે યોજાતા રહે છે. સરકાર પણ કરોડો રૂપિયાના ખર્ચે જાહેરાતો આપી અંધશ્રદ્ધાથી કાયમી દુર રહેવાની ચેતવણી આપતી હોય છે. પણ નીરક્ષર પરિવારો આવી જાહેરાતોથી બિલકુલ દુર હોય, અંધશ્રદ્ધાના બનાવો બનતા રહે છે. આ બનાવમાં દાદી સામે કોઈ ફરિયાદ નોંધાશે કે કેમ ? તે સમય જ બતાવશે.

જેતપુરને બાનમાં લેતી ભિક્ષુક મહિલાઓની ટોળકી માર્કેટિંગની ઓફિસમાંથી રૂ.૭૪ હજાર ચોરી પલાયન


૧૫ દિવસ થયા જેતપુરમાં મહિલાની ચોર ટોળકીનું સામ્રાજ્ય : પોલીસને સીસી ફૂટેજ આપ્યા હોવા છતાં આ
છેલ્લા ૧૫ દિવસ થયા જેતપુર શહેરમાં આંટાફેરા કરી રહેલી ભિક્ષુક મહિલાઓની ટોળકીએ શહેરના વેપારીઓને બાનમાં લીધા છે. બે દિવસ પહેલા આ ભિક્ષુક મહિલાઓની ચોર ટોળકીના પોલીસને સીસી ફૂટેજ અપાયા હોવા છતાં પોલીસે કઈ નહિ ઉકાળતા ગઈકાલે એક માર્કેટિંગના વેપારી આ ટોળકીનો ભોગ બની રૂપિયા ૭૪ હજાર ગુમાવ્યા હોવાની પોલીસ દફતરે જાણ કરાઈ છે. પોલીસે છરા ગેંગ જેવી લાગતી મહિલા ટોળકી સામે ગુનો નોંધવા કવાયત આદરી છે.


પ્રાપ્ત વિગતો મુજબ જેતપુર શહેરમાં છેલ્લા ૧૫ દિવસ થયા ભિક્ષુક જેવી લાગતી વૃદ્ધા, યુવાન મહિલાઓ અને બાળકો સહિતની એક ગેંગે શહેરના વેપારીઓને રીતસરના બાનમાં લીધ હોય તેમ રોજ બરોજ કોઈને કોઈ દુકાનમાં ઘુસી જાય છે. ગેંગની બે ત્રણ મહિલાઓ ખરીદીના બહાને વેપારીને ધંધે લગાડે છે, બાકીની મહિલાઓ હાથફેરો કરી જતી રહે છે. જો આ ટોળકીની મહિલાઓને વાજબી જવાબ ના દેવાય તો તે વેપારીઓને ગાળો ભાંડવા લાગે છે.

બે દિવસ પહેલા શહેરના અમરનગર રોડ પર એક મહાદેવ મોબાઈલ નામની દુકાનો સહીત અમુક ઓફિસોમાં ઘુસેલી આ ગેંગે તસ્કરીનો પ્રયાસ કર્યો હતો પણ કોઈ રકમ કે વસ્તુ હાથ લાગી નહોતી. બીજીબાજુ અહીના વેપારીઓએ તેમના સીસી ફૂટેજમાં પકડાયેલા મહિલા ગેન્ગના ફોટા પોલીસને આપ્યા હતા. પોલીસ હજુ તો આ બાબતે તપાસ કરે ત્યાં આ ભિક્ષુક જેવી મહિલા ગેંગે ગઈકાલે ખોડપરા વિસ્તારમાં આવેલ આયુષી માર્કેટિંગ નામની દુકાનમાં ઘુસી ટેબલના ખાનામાંથી ૭૪ હજારની રોકડ ચોરી નાશી છૂટી હતી.

બનાવ સમયે ઓફીસ માલિક મુર્તુઝાભાઈ પોટા કુરાન શરીફ પઢતા હતા ત્યારે આ વાતનો મોકો જોઇને મહિલા ચોર ગેંગ પોતાના ઈરાદો સફળ બનાવી નાશી છૂટી હતી. જુનાગઢ રોડ, અમરનગર રોડ, નવાગઢ, સરદાર ચોક વિગેરે વિસ્તારોમાં દુકાનો ઓફિસોમાં ઘુસી જતી ભિક્ષુક મહિલા ગેંગને પોલીસ તાત્કાલિક નહિ પકડે તો આ ટોળકી હજુ અનેક વેપારીઓને શિકાર બનાવશે તેવી વેપારીઓમાં દહેશત છે.

જેતપુરના પેઢલા નજીક ટેન્કર હડફેટે જેતપુરના આશાશ્પદ તબીબનું મૃત્યુ






ગઈકાલે જેતપુરના પેઢલા ચોકડી પાસે ટેન્કર હડફેટે ચડી ગયેલા સ્કુટર ચાલક એવા જેતપુરના આશાસ્પદ ડો. કમલેશ પરમારનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ થતા પરમાર પરિવારમાં શોક વ્યાપ્યો હતો.

મળતી વિગતો મુજબ જેતપુરમાં દાસી જીવણ પરામાં રહેતા અને મોટી મારડ સરકારી દવાખાનામાં ફરજ બજાવતા  કમલેશભાઈ પરમાર ગઈકાલે પોતાની ફરજ પર હાજર થવા જેતપુરથી નીકળ્યા હતા. ત્યારે તેમના સ્કુટરને પેઢલા ચોકડી પાસે એક ટેન્કર ચાલકે હડફેટે લેતા કમલેશભાઈ બુરી દશામાં ડિવાઈડર સાથ અથડાતા માથામાં ગંભીર ઈજા થવાથી તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. અકસ્માત સર્જી ટેન્કર ચાલક ટેન્કર મૂકી નાશી છૂટ્યો હતો.


બનાવની જાણ કરાતા સંબંધિત પોલીસે ઘટના સ્થળે દોડી જઈને ટેન્કર ચાલક સામે ગુનો નોંધી તબીબના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પીટલે ખસેડ્યો હતો. બનાવ બાબતે વધુ મળતી વિગતો મુજબ કમલેશભાઈ(ઉ.વ.૨૩) એ થોડા સમય પહેલાજ એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરી મોટી મારડ ગામે સરકારી દવાખાનામાં ફરજ બજાવતા હતા. તેઓ ત્રણ ભાઈમાના બીજા નંબરના ભાઈ હતા. તેમજ તેમના પિતા ભજન સંગીત ક્ષેત્રે જાણીતા છે. એક એવી પણ વિગત જાણવા મળી હતી કે કમલેશભાઈએ માથા પર હેલ્મેટ પહેરી હતી. પણ ટેન્કરની ટક્કરમાં તેઓ ઉછળીને ડિવાઈડર પર પટકાતા હેલ્મેટ પણ તૂટી જતા માથામાં ગંભીર ઈજા થવાથી મોતને ભેટ્યા હતા. બનાવથી પરમાર પરિવાર અને દાસીજીવણ પરા વિસ્તારમાં શોક ફેલાયો છે

નાફેડના ચેરમેનના સિરામિક એક પર GSTના દરોડા - પ્રાથમિક તબક્કે રૂા.50 લાખની કરચોરી બહાર આવી

નાફેડ (નેશનલ એગ્રિકલ્ચરલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા)ના ચેરમેન વાઘજી બોડાના મોરબી ખાતે આવેલા બે સિરામિક એકમો પર તાજેતરમાં જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. બે-ત્રણ દિવસ સુધી તપાસ કર્યા બાદ પ્રાથમિક તબક્કે રૂપિયા 50 લાખની ટેક્સ રીકવરી કરવામાં આવી હતી. હજુ તપાસ ચાલુ છે અને વધુ કરચોરી બહાર આવવાની આશંકા છે.


દરોડા પાડ્યા બાદ તપાસનીશ અધિકારીઓએ હિસાબી સાહિત્ય કબજે કર્યું હતું અને તેની સઘન ચકાસણી હાથ ધરી હતી. જ્યારે વેટ અને એક્સાઇઝ બે અલગ-અલગ કર હતા ત્યારે સિરામિક એકમોમાં બેફામ કરચોરી થતી હતી. તેના સાથે એક જ કર જીએસટી આવી જતા કરચોરી પર લગામ લાગશે એવી આશા હતી, પરંતુ તેવું કશું થયું નથી.

હજુ પણ સિરામિક ઉદ્યોગોમાં બેફામ કરચોરીનો સિલસિલો ચાલુ છે. તેની સામે લગામ લગાવવામાં વહીવટી તંત્ર નિષ્ફળ નીવડી રહ્યું છે. વાઘજી બોડાના એકમ પર દરોડા પડ્યા બાદ અન્ય કરચોર ઉદ્યોગકારોમાં પણ ભયનું મોજું ફેલાયું હતું.

સૌરાષ્ટ્રના મહુવાના દાંડિયાની દેશ-વિદેશમાં બોલબાલા છે

માતા જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રિમાં તેમજ શુભ પ્રસંગોમાં રાસ રમતી વખતે ઉપયોગમાં લેવાતા મહુવાના દાંડિયાની દેશ-વિદેશમાં બોલબાલા છે. બ્રહ્મક્ષત્રિય સમાજે પરંપરાગત વ્યવસાય સાચવી રાખતા આજે પણ મહુવાના ડિસ્કો સ્ટેપના જમાનામાં પણ સંઘેડા પર બનેલા લાકડાના દાંડિયાની ડિમાન્ડ યથાવત રહીં છે તે બાબત આપણી કલા સંસ્કૃતિનો વારસો જળવાય રહ્યા જેવી છે. ભાવનગર જિલ્લાના મહુવામાં વેસ્ટ લાકડામાંથી બેસ્ટ વસ્તુઓનો વેપાર મોટા પાયે પથરાયેલો છે. દાંડિયાથી લઈ કોઈપણ લાકડાની વસ્તુ સંઘેડા પર ચઢાવીને બનાવાતી હોય બજારનું નામ સંઘેડીયા બજાર છે. મહુવા સંઘેડીયા બજારની કલા કારીગરી એટલી ખ્યાતનામ છે કે અહીં બનતી વસ્તુઓ માત્ર ભારતના મોટા શહેરોમાં જ નહીં પણ વિદેશોમાં પણ નિકાસ થઈ રહીં છે. મહુવાના દાંડિયા દેશ-વિદેશના ગુજરાતીઓના હાથ સુધી પહોંચી ગયા છે. લાકડાના દાંડીયા પર લાખના કલરથી ફેન્સી લૂક આપવામાં આવે છે.


આધુનિકતા તરફ આગળ વળતા યુગમાં મશીનરી પર લાકડાની વસ્તુઓ બનાવવાનું શરૂ થતા ઘણા બ્રહ્મક્ષત્રિય વેપારીઓ પોતાનો પરંપરાગત વેપાર છોડી અન્ય વેપાર તરફ પણ વળી ગયા છે. જો કે હજુ પણ મહુવા સંઘેડીયા બજારની રોનક જળવાઈ રહીં છે અને ત્યાં બનતી વસ્તુઓની માગ પણ યથાવત રહીં છે. જેનો સંપૂર્ણ શ્રેય બ્રહ્મક્ષત્રિય વેપારીઓના ફાળે જાય છે. મહુવાથી માત્ર વિદેશમાં દાંડિયાની નિકાસ થાય છે તેવુ જ નથી. ભાવનગર જિલ્લાની મૂલાકાતે આવતા એનઆરઆઈ અને વિદેશી પ્રવાસીઓ સૌરાષ્ટ્રના કાશ્મીર એવા મહુવાની સુંદરતા જોવા અચૂક પહોંચે છે અને તેઓ પણ સંઘેડીયા બજારમાંથી ખરીદી કરવાની તક ગૂમાવતા નથી. (સૌજન્ય : ગુજરાત સમાચાર)

શનિવાર, 22 ડિસેમ્બર, 2018

જેતપુર બાર એશો.ના પ્રમુખ પદે પ્રકાશભાઈ પારધી ચૂંટાયા



જેતપુર બાર એશો.ની ગઈકાલે વર્ષ ૨૦૧૯ માટેના હોદેદારોની યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ તરીકે પ્રકાશભાઈ પારઘી(નોટરી) ચૂંટાઈ આવ્યા હતા. તેઓ પાંચમી વખત જેતપુર બાર એશો.ના પ્રમુખ તરીકે વિજેતા થયા હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતો મુજબ જેતપુર બાર એશો.ની ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી. જેમાં સેક્રેટરી તરીકે અગાઉ હરેશભાઈ વાઘેલા અને વાઈસ સેક્રેટરી તરીકે જયેશભાઈ ગોહેલ બિનહરીફ થતા આજે પ્રમુખ અને ઉપ પ્રમુખ પદોની જ ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી કમિશ્નર તરીકે ઉમેદસિંહ ગોહિલની સેવા વચ્ચે પ્રમુખ અને ઉપપ્રમુખની દાવેદારી ૪ વકિલમિત્રોએ નોંધાવી હતી.



જેમાં પ્રમુખ તરીકેની દાવેદારીમાં પ્રકાશભાઈ પારધી અને ગોવિંદભાઈ ડોબરીયાએ  તેમજ ઉપપ્રમુખ માટે દિનેશભાઈ વાઘેલા અને મુકેશભાઈ મેરે ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણીમાં મતદાન થયા બાદ ગણતરી કરાતા પ્રમુખ તરીકે પ્રકાશભાઈ પારધી અને ઉપપ્રમુખ તરીકે દિનેશભાઈ વાઘેલા વિજેતા જાહેર કરાયા હતા. અત્રે એ નોંધનીય છે કે, પ્રકાશભાઈ હાલ એડવોકેટ અને નોટરી એમ બંને પ્રકારે સેવા આપી રહ્યા છે. તેઓ અગાઉ પણ જેતપુર બાર એશોશીયેશન ના પ્રમુખ તરીકે ચાર વાર ચૂંટાયા હતા. ગઈકાલે તેમને ૫ મી વાર બાર એશો.નું શુકાન સંભાળતા તેઓને હિતેચ્છુઓ, મિત્રોએ તેમજ બાર એશો.ના અન્ય હોદેદારોએ આવકારી અભિનંદન પાઠવ્યા હતા.
રાજકોટમાં વજનદાર દફ્તર બાબતે  11 શાળાઓમાં  તપાસ
વેબસાઈટ-નોટિસ બોર્ડ પર ફી ન દર્શાવનાર સ્કૂલોમાં તપાસ ક્યારે ?

 રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શહેરમાં દફ્તરનો ભાર ચેક કરવા મુદ્દે 11 સ્કૂલમાં તપાસ કરાઈ હતી. આ તપાસમાં દરેક સ્કૂલમાં દફ્તરનો ભાર કે અન્ય પ્રકાશનો મામલે ઓલ ક્લિઅરનું સર્ટિફિકેટ ડીઈઓ તરફથી આપવામાં આવ્યું હતું. શાળાઓમાં તપાસ શરૂ કરાઈ છે ત્યારે વેબસાઈટ અથવા નોટિસ બોર્ડ પર ફી દર્શાવવા મામલે પણ ઈન્સ્પેક્શન કરવું જોઈએ તેવી માંગ વાલીઓમાંથી ઉઠી રહી છે.

ભણતર અને તેની સાથે દફતરનો ભાર હળવો કરવા શિક્ષણ મંત્રાલય દ્વારા તાજેતરમાં પરિપત્ર બહાર પડાયો હતો. જે પ્રમાણે દરેક શાળામાં વિદ્યાર્થીના વજન કરતા દફતરનું વજન દસ ટકાથી વધવું ન જોઈએ. તેમજ શિક્ષણ બોર્ડ દ્વારા મંજુર કરાયા સિવાયના અન્ય પ્રકાશનોને દફ્તરમાં સ્થાન મળવું ન જોઈએ. આ મુદ્દે સરકારી સૂચના બાદ રાજકોટ ડીઈઓ કચેરી દ્વારા શહેરમાં આઈપી મિશન, નેસ્ટ પ્રાઈમરી, શારદા વિદ્યાલય, લાલબહાદુર શાસ્ત્રી, પી બી કોટક મેમોરીયલ, પી વી મોદી, એચ કે પાઠક, ગૌતમ વિદ્યાલય, ઉત્કર્ષ વિદ્યાલય, ક્રિષ્ના હાયર સેકન્ડરી વગેરે સ્કૂલોમાં એજ્યુકેશન ઈન્સ્પેક્ટરોને દોડાવી તપાસ કરાઈ હતી.
આ અંગે ડીઈઓ સગારકાએ જણાવ્યું હતું કે શૈક્ષણિક કાર્ય ચાલુ હતું ત્યારે તપાસ કરાઈ હતી અને શૈક્ષણિક કાર્યના અંતે જે-તે શાળામાં ચોપડા મુકીને જ છાત્રો જતા હોવાનું પ્રમાણ મળતા શાળાઓ સામે કોઈ પગલા લેવાયા ન હતા.
આગામી દિવસોમાં એફઆરસીએ મંજુર કરેલી ફી શાળાઓએ વેબસાઈટ કે નોટિસ બોર્ડ પર મુકી છે કે કેમ તે બાબતે પણ ઈન્સ્પેક્શન કરવામાં આવશે. જેમાં કસૂરવાન શાળાઓ સામે દંડનીય કાર્યવાહી કરવાની તેમણે અગમચેતી આપી હતી.
‘ડસ્ટબીન’ ન રાખનારા 152 વેપારીને 500-500નો દંડ
મનપાની સેલીડ વેસ્ટ શાખા દ્વારા કુલ રૂ.70,000ની દંડ વસૂલાત : મફત અપાઈ 117 કચરાટોપલી
રાજકોટ તા.21 : મનપા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશના ભાગરૂપે કચરાટોપલી ન રાખનારા 152 વેપારીઓને આજરોજ રૂ.500-500નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ ઝુંબેશ શરૂ કરાઈ છે જેમાં ઘરે-ઘરે કચરો ઉપાડવાની સાથોસાથ સૂકો અને ભીનો કચરો અલગ-અલગ રાખવા માટે લીલી અને વાદળી ડસ્ટબીન રાખવાનો નિયમ ફરજિયાત બનાવવામાં આવ્યો છે ત્યારે શહેરમાં આવેલા 72,000થી વધુ દૂકાનોમાં કચરા ટોપલી ફરજિયાત રાખવા અન્યથા રૂ.500નો દંડ ફટકારવા તાજેતરમાં મનપાએ આદેશ કર્યો છે. દરમિયાન આજરોજ ત્રણેય ઝોનમાં પર્યાવરણ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાતા 152 વેપારીઓને ‘ડસ્ટબીન’ ન રાખવા સબબ કુલ રૂ.71,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.

કમિશનર બંછાનીધિ પાનીના જણાવ્યાનુસાર આજરોજ સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં.2માં 8 વેપારીઓને 3602 રૂ.નો દંડ ફટકારવામાં આવ્યો છે, વોર્ડ નં.3માં 12 વેપારીઓને રૂ.4653, વોર્ડ નં.7માં 10 વેપારીઓને રૂ.5170, વોર્ડ નં.13માં 13 વેપારીઓને 6520, વોર્ડ નં.14માં 11 વેપારીઓને 2850, વોર્ડ નં.17માં 6 વેપારીઓને 3102નો દંડ ફટકારવામાં આવ્યો છે. કુલ 38 વેપારીઓને કચરા ટોપલી આપવામાં આવી છે. વેસ્ટઝોનમાં વોર્ડ નં.1માં 3 વેપારીઓને રૂ.1551, વોર્ડ ન.8માં 27 વેપારીઓને રૂ.11,088, વોર્ડ નં.9માં બે વેપારીઓને 1017, વોર્ડ નં.10માં 12 વેપારીઓને રૂ.6204, વોર્ડ નં.11માં 8 વેપારીઓને 4136, વોર્ડ નં.12માં 8 વેપારીઓને 4136નો દંડ કરાયો છે અને કુલ 47 વેપારીઓને કચરાટોપલી આપવામાં આવી છે.

જૂના રાજકોટમાં વોર્ડ નં.4માં 10 આસામીને 5170, વોર્ડ નં.5માં 8 આસામીને રૂ.4136, વોર્ડ નં.6માં 4 વેપારીને 2271, વોર્ડ નં.2માં બે વેપારીઓને 1034, વોર્ડ નં.6માં 6 વેપારીઓને 3102, વોર્ડ નં. 16માં બે વેપારીઓને 1034નો દંડ ફટકારવામાં આવ્યોછે અને કુલ 32 વેપારીઓને ડસ્ટબીન આપવામાં આવી છે.

સમગ્ર દેશનાં હિંદુ સમાજને જાગૃત કરવા અયોધ્યા બનશે એપી સેન્ટર - રામજન્મભુમિમાં જ રામ મંદિર નિર્માણ:રાજકોટમાં ધર્મસભામાં બુલંદ સુર

સમગ્ર દેશનાં હિંદુ સમાજને જાગૃત કરવા અયોધ્યા બનશે એપી સેન્ટર
- રામજન્મભુમિમાં જ રામ મંદિર નિર્માણ:રાજકોટમાં ધર્મસભામાં બુલંદ સુર

- આરએસએસના વડા ડો. મોહન ભાગવત, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ સહિત દેશની પ્રાચીન ધર્મપીઠોના ધર્માધ્યક્ષોની ઉપસ્થિતિમાં ગહન મનોમંથન
ભગવાન શ્રી રામએ સૈકાઓથી સમગ્ર હિંદુ સમાજના આરાધ્ય દેવ તરીકે પુજાતા રહ્યાં છે. અયોધ્યામાં રામ મંદિરનાં નિર્માણ માટે કાયદાકિય પ્રક્રિયાઓ સુપ્રિમ કોર્ટમાં ચાલી રહી છે. પરંતુ તેમ છતાં રામ મંદિર નિર્માણનું કાર્ય આગળ વધી શક્યું નથી. તેથી આગામી દિવસોમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામનાં ઐતિહાસિક મંદિર નિર્માણ માટે હિંદુ સમાજને જાગૃત કરવાની અનિવાર્યતા ઉપર અહી રાજકોટ ખાતે આયોજિત હિન્દુ આચાર્યસભામાં દેશભરના સાધુ સંતો અને અગ્રણીઓએ ભારમુકી ભારતીય સંસ્કૃતિના જતન માટે મંદિર નિર્માણની કાર્યવાહી માટે આગળ વધવાનો સંકલ્પ જાહેર કર્યો હતો.


રાજકોટમાં આર્ષ વિદ્યામંદિર ખાતે ગઈકાલથી સમગ્ર દેશનાં ૧૦૦ વર્ષથી પ્રાચીન એવી ધર્મપીઠોના આચાર્ય, મહંત અને ધર્માધ્યક્ષોની ઉપસ્થિતિમાં વિરાટ હિન્દુ સભા યોજાઈ હતી. જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ડો. મોહન ભાગવત ઉપરાંત આજે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ, વરીષ્ઠ નેતા ડો. સુબ્રમણ્યમ સ્વામી સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રામ મંદિર નિર્માણ સામે હિન્દુત્વના જાગરણના મુદ્દે મનોમંથન ચાલતુ રહ્યું હતું.

બે દિવસની વિરાટ ધર્મ સભાના નવનીતરૂપ જે ફલશ્રુતિરૂપ તારણો નીકળ્યા હતા તે અંગે યજમાન સુત્રોએ જણાવ્યું હતું કે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર બને તે માટે દેશના જુદા જુદા વિભાગના ધર્મસ્થાનકોમાંથી આવેલા ધર્માધ્યક્ષોએ સંમતિ દર્શાવી હિન્દુ સમાજને આ કામમાં જાગૃત કરવાની જરૂર હોવાનું જણાવ્યું હતું.

બે દિવસ દરમિયાન જુદી જુદી બેઠકોમાં તજજ્ઞાોએ જે અભિપ્રાયો વ્યક્ત કર્યા હતાં તે મુદે જણાવાયું હતું કે, મુસ્લિમ વકફ બોર્ડ દ્વારા રામ જન્મભુમિના મુદ્દે સુપ્રિમ કોર્ટમાં જે રીટ દાખલ કરવામાં આવી છે તે મુદ્દો આજે ઐતિહાસિક મંદિરના અવશેષો મળી આવ્યા બાદ અદાલતમાં ટકે તેમ નથી. તેમ છતાં સમગ્ર હિન્દુ સમાજે એક થઈને મંદિર નિર્માણના મુદ્દે જાગૃત થવાની જરૂર છે હિન્દુત્વના જાગરણ વિના ધર્મસ્થાનકોની રક્ષા ચિંતાજનક છે.

આજે સવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ડો. મોહન ભાગવત સાથે અલગ અલગ તબક્કે બેઠકો મળી હતી. જેમાં રામ મંદિર નિર્માણના મુદ્દે સરકારની ભુમિકા વિશે પણ ચર્ચાઓ થઈ હતી.

રાજકોટનાં આંગણે આયોજિત બે દિવસની હિન્દુ આચાર્ય સભામાં ચેન્નાઈના નાગરાજ સ્વામી, રમણરેતીનાં ધર્મગુરૂ ગુરૂચરણાનંદ મહારાજ રામ માધવજી, વિવેકાનંદ કેન્દ્ર સાઉથના મૈયાજી, અવધેશ આનંદ મહારાજ સહિતના ધરમ ધૂરંધરો હાજર રહ્યા હતાં. અહીથી કેટલાક સંતો મહંતો મોડી સાંજે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા જવા નીકળ્યા હતાં. બે દિવસની આ ઐતિહાસિક ધર્મસભામાં દેશનાં અગ્રીમ હરોળના સાધુ સંતો સહિતના મહાનુભાવો હાજર રહેતા મુંઝકા ગામમાં આવેલા નાના એવા આર્ષ વિદ્યામંદિરમાં હિન્દુત્વ જાગરણનો મંત્ર ગુંજતો રહ્યો હતો.

કાયદાકીય દ્રષ્ટિએ તમામ મુદઓ હિંદુ સમાજની તરફેણમાં હોવા છતાં

રામ મંદિર નિર્માણ ૨૦૧૯ની ચૂંટણી પહેલાં મુશ્કેલ ઃ ડો. સુબ્રમણ્યમસ્વામી

અદાલતે પણ સ્વીકાર્યું છે કે મિલ્કતના અધિકાર કરતા મુળભુત અધિકાર સર્વોપરી છેઃ નમાજ અન્યત્ર પણ પઢી શકાય

રામમંદિરના નિર્માણના મુદ્દે અદાલતી કાર્યવાહી બાદ આજે તમામ મુદ્દાઓ હિંદુ સમાજની તરફેણમાં છે તેમ છતાં અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા થવું મુશ્કેલ છે. તેમ આજરોજ ભાજપના અગ્રણી નેતા અને સાંસદ ડો. સુબ્રમણ્યમસ્વામીએ કહ્યું હતું.

રાજકોટ ખાતે આયોજિત વિશાળ હિન્દુ આર્ય સભામાં રામમંદિર નિર્માણના મુદ્દે આજરોજ ડો. સુબ્રમણ્યમ સ્વામી પ્રવચન આપવા આવી પહોંચ્યા હતાં. તેઓએ જણાવ્યું હતું કે, અયોધ્યામાં મુસ્લિમ વકફ  બોર્ડ દ્વારા અહી  બાબરની મસ્જીદ હોવાથી મિલ્કતનો કબ્જો નમાજ પઢવા માટે વકફ બોર્ડને સોંપવાની માંગણી કરી હતી. તેની સામે વિશાળ હિંદુ સમાજના હૃદયમાં બિરાજમાન ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યા જ હોવાનું ઐતિહાસિક તથ્યો અને પુરાતત્વીય આધારો સાથે પ્રમાણિત થયું હોવાથી હવે સુપ્રિમ કોર્ટે પણ મસ્જીદ અન્યત્ર બનાવી રામમંદિર અયોધ્યામાં હોવું જોઈએ તે સ્વીકાર્યું છે. પરંતુ અદાલતી કાર્યવાહી સુપ્રિમ કોર્ટમાં પેન્ડીંગ હ ોવાથી ૨૦૧૯ની ચુંટણી પહેલાં રામમંદિરનું નિર્માણ થઈ શકશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે.

આજે ઉત્તરાયણ! વર્ષનો સૌથી ટૂંકો દિવસ, લાંબી રાત
- મધરાતથી સૂર્યનો મકર રાશિમાં શરુ થયો પ્રવેશ

આજથી શિશિર ઋતુનો પ્રારંભ, રવિવારથી દિવસ લાંબો થશે સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં ઢળશે

ડિસેમ્બરમાં સૌથી ટૂંકો,જૂનમાં સૌથી લાંબો દિવસ, માર્ચમાં રાત-દિવસ સરખા-ખગોળશાસ્ત્રીય ઘટના



પૃથ્વી ભમરડાંની જેમ સીધી ફરતી નથી પણ ૨૩.૫ ડિગ્રીએ ઝૂકીને સૂર્યનું પરિભ્રમણ કરે છે જેના કારણે દિવસ-રાત લાંબા ટૂંકા અને અને તેના પગલે ઋતુઓ થાય છે. લોકો મકરસંક્રાંતિ કે ઉત્તરાયણનો તહેવાર ૧૪ જાન્યુઆરીએ ઉજવતા રહ્યા છે પણ સૂર્યનો મકરરાશિમાં પ્રવેશ આજે મધરાત્રિ પછી ૩.૫૨ વાગ્યે (આ સમયમાં શહેરવાઈઝ થોડો ફરક હોય છે) પ્રવેશ કર્યો છે અને સૂર્ય ઉત્તર ગોળાર્ધ તરફ ઢળવાનું પણ આ જ સમયે શરુ કરી દે છે. જેને અંગ્રેજીમાં સોલ્સિટસ અર્થાત્ 'અયનકાળ' કે અયનાન્ત કહે છે. આવતીકાલે વર્ષનો સૌથી લાંબામાં લાંબી રાત્રિ અને ટૂંકામાં ટૂંકો દિવસ હશે. જાથાના મતે રાજકોટમાં દિવસ ૧૦ કલાક,૪૨ મિનિટનો તો રાત્રિ ૧૩ કલાક ૧૮ મિનિટની રહેશે.



વર્ષમાં તા.૨૧થી ૨૩ ડિસેમ્બર વચ્ચેના સમયે (એટલા માટે કે લીપ યર આવતું હોય છે) સૌથી ટૂંકો દિવસ,લાંબી રાત્રિ તો જૂનમાં સૌથી લાંબો દિવસ, ટૂંકી રાત્રિ અને ૨૧-૨૨ માર્ચના દિવસ-રાત સરખા થાય છે. રવિવારથી હવે રાત્રિ ટૂંકી થતી જશે અને દિવસ લંબાતો જશે. પેટ્રોલના ભાવની જેમ આ સમય વધારો રોજ એકાદ-બે સેકન્ડમાં હોય છે પણ મહિના પછી સૂર્યાસ્ત આજના દિવસ કરતા વીસેક મિનિટ મોડો થશે.

તા.૨૨ ડિસેમ્બરે એક સાથે ચાર ખગોળીય ઘટના બનશે જેમાં સૌથી લાંબી રાત, સૂર્યનો મકરરાશિમાં પ્રવેશ, ઉત્તર ગોળાર્ધ તરફ જવાની શરુઆત અને શિશિર ઋતુનો આરંભ થશે. આ દિવસને શિયાળાનો 'મધ્ય દિવસ' પણ કહી શકાય છે. વિજ્ઞાાન જાથાના જયંત પંડયાએ જણાવ્યા અનુસાર વિજ્ઞાાનની દ્રષ્ટિએ આથી તા.૨૨ ડિસેમ્બર ઉત્તરાયણ અને સૂર્યનો મકરરાશિ પ્રવેશ હોય છે.

પૃથ્વી ઉત્તર ગોળાર્ધ તરફ ૨૩.૬ અક્ષાંસ સુધી ઢળ્યા બાદ ફરી પરત દક્ષિણ તરફ વળે છે. આ કારણે ધુ્રવ પ્રદેશો પર છ છ માસના દિવસ-રાત હોય છે.

રાજકોટમાં આવતીકાલનો સૂર્યોદય સવારે ૭ ક.૨૨ મિનિટે અને સૂર્યાસ્ત ૬.૦૮ કલાકે થશે. આ સમય દરેક શહેરમાં થોડી મિનિટોનો ફરક હોય છે. પરંતુ, અનુભવ એવો છે કે સૂર્ય આથમ્યા પછી કે ઉગ્યા પહેલા અજવાળુ હોય છે જેને સંધ્યાટાણુ કે સંધિકાળ કહે છે અને રાજકોટમાં પરોઢ સવારે ૬.૦૨ વાગ્યાથી અને સંધ્યા ૭.૨૮ વાગ્યા સુધીની રહેશે
ફરસાણના ધંધાર્થીઓના દાઝ્યા તેલમાંથી બનાવાશે બાયો ડીઝલ
- રાજકોટમાં 57 ફાસ્ટફૂડ ઉત્પાદકો સાથે મનપાની બેઠક

- આવા તેલનો હાલ જનઆરોગ્ય માટે જોખમી ઉપયોગઃ દાઝ્યા તેલનો ઉપયોગ કરનારા સામે કડક પગલા


રાજ્યમાં નફાખોર ફરસાણના ધંધાર્થીઓ દ્વારા અન્ય ચીજવસ્તુની ભેળસેળ ઉપરાંત જે તેલમાં એક વાર ફરસાણ વગેરે તળ્યું હોય તે જ તેલમાં ફરી તે તળવામાં આવે છે જે જનઆરોગ્ય માટે ખૂબ નુક્શાનકારક હોવાનું રાજકોટ મનપાએ વારંવાર જાહેર કરી છૂટાછવાયા પગલા લઈને ક્યારેક આવું તેલ કબજે કરી નાશ કરાતો રહ્યો છે. પરંતુ, હવે આ તેલનું શુ કરવું તેનો વિકલ્પ મનપાએ આપ્યો છે અને ધંધાર્થીઓ પાસેથી આવું તેલ પ્રતિ કિલો રૂ।.૩૦ના ભાવે ખરીદીને તેમાંથી બાયોડીઝલ બનાવવાની સીસ્ટમ ગોઠવી રહ્યાનું આજે મનપાએ જાહેર કર્યું છે.

મ્યુનિ.સૂત્રો અનુસાર આજે રાજકોટમાં મોટાપાયે વેફર્સ,ફ્રાઈમ્સ વગેરે તળેલી વાનગીનું ઉત્પાદન કરતા ૫૭ ઉત્પાદકો સાથે નાયબ કમિશનરની બેઠક યોજાઈ હતીજેમાં એક વાર વપરાયેલું તેલ ફરી નહીં વાપરતા તે ઉત્પાદકોને ત્યાંથી જ લેવા આવતી વાનને આપી દેવા સૂચના અપાઈ હતી અને ઉત્પાદકોથી માંડીને શહેરમાં લત્તે લત્તે આવેલા કંદોઈ,ફરસાણના ધંધાર્થીઓ જો આવું તેલ ફરી વાપરશેતો પેનલ્ટી ઉપરાંત દુકાન સીલકરવા સહિતના પગલા લેવાશે.


દાઝ્યા તેલની ગુણવત્તા ટોટલ પાવર કમ્પાઉન્ડ (ટી.પી.સી.)થી નક્કી થાય છે જે માત્રા ૨૫થી વધારે હોય તો તેલ વાપરવા યોગ્ય નથી. આરોગ્ય અધિકારી ડો.પી.પી.રાઠોડે જણાવ્યું કે દાઝ્યા તેલન નિકાલ ગટરમાં કરવાથી પણ પર્યાવરણને ખૂબ નુક્શાન જાય છે અને આ તેલમાં તળેલી કોઈ પણ ચીજ ખાવાથી હાઈપર ટેન્શન, અલ્ઝાઈમર, હૃદયરોગ, લીવરના રોગ, પેરેલીસીસ અને કેન્સર જેવા રોગ થાય છે.

મનપા સૂત્રો અનુસાર તા.૧૦ જાન્યુઆરીથી આવું તેલ એકત્ર કરવા વ્યવસ્થા ગોઠવાશે અને દરમિયાન ફૂડ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરીને આવું તેલ વાપરતા વેપારીઓ પાસેથી મોટો ચાર્જ વસુલવાથી માંડી દુકાન સીલ કરવા સહિતના પગલા લેવાશે. ઉલ્લેખનીય છે કે મનપાના અધિકારીઓ માત્ર વાતો કરવાને બદલે જ્યારે કડક અમલવારી કરાવે ત્યારે જ નવા નિયમની અસર થતી હોય છે.

રાજકોટ બારની ચુંટણીમાં એકટીવ પેનલ વિજયી બની


- ૨૦૭૩ મતદારોમાંથી ૧૪૫૮ દ્વારા મતદાન

- પ્રમુખ તરીકે બકુલ રાજાણી, ઉપપ્રમુખમાં સિધ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરીમાં જીજ્ઞોષ જોષી અને જો. સેક્રેટરી તરીકે નિલેષ પટેલ ચુટાયા


રાજકોટ બાર એસોસિએશનની આજે ચૂંટણી યોજાઈ હતી. દરમિયાન સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સિવિલના બ ાર એસોસિએશનના રૂમમાં સવારના ૯ વાગ્યાથી જ મતદાન શરૂ થયું હતું. જો કે  બપોરે મતદાન થોડું ધીમું પડયું હતું. રાત્રે પરિણામ જાહેર કરાયું હતું. જેમાં પ્રમુખનો તાજ એકટીવ પેનલ પાસે ગયો હતો.
રાજકોટ બારમાં વનબાર વન વોટ મુજબ ચાલુ વર્ષે નોંદાયેલા કુલ ૨૪૭૨ ઉમેદવારોમાંથી ૧૪૫૮ ઉમેદવારો એ મતદાન કર્યું હતું. દરમિયાન આ અંગે રાત્રે ચૂંટણી અધિકારી મહર્ષિભાઈ પંડયાએ સહિતની ટીમ દ્વારા મતગણતરી હાથ ધરાઈ હતી. જેનું રાત્રે પરિણામ જાહેર કરાયું હતું. જે મુજબ પ્રમુખની જગ્યા માટે ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો. જેમાં સમરસ પેનલના ઉમેદવાર સંજયભાઈ વોરાને ૬૪૮ મત મળ્યા હતાં. જયારે એકટીવ પેનલનાં બકુલ રાજાણીનો ૭૦૯ મત સાથે વિજય થયો હતો. જયારે સ્વતંત્ર ઉમેદવાર હરીસિંહ વાઘેલાને ૧૬ મત મળ્યા હતાં.


ઉપપ્રમુખ પદમાં સમરસ પેનલનાં રાજેશ મહેતાને ૬૪૧ મત મળ્યા હતાં. જયારે એકટીવ પેનલનાં સિધ્ધરાજસિંહ જાડેજાનો ૬૯૧ મત સાથે વિજય થયો હતો. સેક્રેટરી પદમાં સમરસ પેનલનાં પરેશ મરાૃને ૬૬ મત મળ્યા હતાં. જયારે એકટીવ પેનલના જીજ્ઞોશ જોષીનો ૬૪૬ મત સાથે વિજય થયો હતો. આઉપરાંત સ્વતંત્ર ઉમેદવાર વિજય ભટ્ટને ૩૪ અને પ ્રણવ પટેલને ૬૪ મત મળ્યા હતાં. જોઈન્ટ સેક્રેટરીમાં સમરસ પેનલના નિલેષ પટેલનો ૯૩૫ મત સાથે વિજય થયો હતો. જયારે તેના હરીફ એકટીવ પેનલનાં વિકાસ શેઠને ૪૭૩ મત મળ્યા હતાં.
લાયબ્રેરીની જગ્યા માટે સમરસ પેનલના જયેન્દ્રસિંહ રાણાને ૬૩૫ મત મળ્યા હતાં. જયારે એકટીવ પેનલનાં મોનીકા જોષીનો ૭૨૩ મત સાથે વિજય થયો હતો. કારોબારી મહિલા અનામતની જગ્યામાં સમરસ પેનલમાં રેખાબેન પટેલનો ૭૮૫ મત સાથે વિજય થયો હતો. જયારે એકટીવ પેનલના હર્ષાબેન પંડયાને ૫૧૯ મત મળ્યા હતાં.

આ ઉપરાંત કારોબારીની ૯ જગ્યા માટે સમરસ પેનલનાં નિશાંત જોષીને ૮૯૧, સુમીત વોરાને  ૮૦૮, જીતેન્દ્ર પારેખને ૭૨૦, મનીષ આચાર્યને ૬૨૬, પંકજ દોંગાને ૫૬૧, સંદીપ જોષીને ૫૫૨, રીતેશ ટોપીયાને ૫૧, સંજય પંડયાને ૪૯૧, અને રાજેશ ચાવડાને ૪૮૯ મત સાથે વિજય થયો હતો. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ટ્રેઝરરની જગ્યા માટે અમિતભાઈ ભગત બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતાં.

શુક્રવાર, 21 ડિસેમ્બર, 2018

Narendra Modi

રાજકોટની આઈએનજી વૈશ્ય બેંકનાં 3.58 કરોડનાં કૌભાંડમાં વોન્ટેડ મહિલા 16 વર્ષ બાદ ઝડપાઈ


વોન્ટેડ હતી તે દરમિયાન લગ્ન કરી લીધા મુંબઈથી પોલીસે ઝડપી લઈ તા.૨૪ સુધીનાં રીમાન્ડ મેળવ્યા


રામકૃષ્ણનગર મેઈન રોડ પર  આવેલી આઈએનજી વૈશ્ય બેંકમાં ૬૮ જેટલા બોગસ ખાતા ખોલી આચરાયેલા ૩.૫૮ કરોડનાં કૌભાંડમાં છેલ્લા ૧૫ વર્ષથી વોન્ટેડ શિતલ વખારીયાને અંતે એ.ડિવિઝન પોલીસે મુંબઈથી ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરી તા.૨૪ સુધીનાં રિમાન્ડ મેળવ્યા છે.

તાજેતરમાં જ ડીજીપીએ રાજયભરની પોલીસને વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવાની ઝુંબેશ ચલાવવા સુચના આપતા  અચાનક એ.ડિવિઝન પોલીસને શિતલ વખારીયા છેલ્લા ૧૬ વર્ષથી વોન્ટેડ હોવાનું યાદ આવ્યું હતું.
જો કે તેની વિરુધ્ધ પોલીસે સીઆરપીસીની કલમ ૭૦ મુજબનું વોરન્ટ પણ મેળવ્યું હતુ.ં આખરે તેના વિશે માહિતી મળતાં એ.ડિવિઝન પોલીસની ટીમ મુંબઈ પહોંચી હતી અને ત્યાંથી તેને ઝડપી લીધી હતી.

તે મુંબઈમાં બોરીવલીમાં ડોન બોસ્કો સ્કુલ સામે પંચમ એપાર્ટમેન્ટમાં રહેતી હતી. તેનાં પિતાનું નામ રસિકભાઈ વખારીયા છે. તેની વિરૂધ્ધ ૨૦૧૨માં ગુનો નોંધાયો હતો. પોલીસે જણાવ્યું કે ત્યારબાદ તેણે ૨૦૧૩માં લગ્ન કરી લીધા હતા.

એટલે કે ગુનામાં વોન્ટેડ હોવા છતાં મેરેજ કર્યા હતાં અને હાલ એક સંતાનની માતા છે તે કરૂર વૈશ્ય બેંકમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે જે તે વખતે નોકરી કરતી હતી. હાલ તેની ઉંમર ૪૨ વર્ષ છે. આ કૌભાંડમાં આ અગાઉ સાતેક આરોપીઓ પકડાયા છે જેમાંથી મુખ્ય આરોપીમાંની એક બેંકનો સેલ્સ મેનેજર દેવાંગ ખીરા તાજેતરમાં જ આગોતરા જામીન સાથે પોલીસ સમક્ષ હાજર થતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

પુત્રીના જન્મ દિવસે અકસ્માતમાં શિક્ષક પિતાનું મોત, 4 મિત્રોને ઈજા

પુત્રીના જન્મ દિવસ નિમિત્તે ઠેબચડા મિત્રની વાડીએ પાર્ટી ગોઠવી હોય તમામ મિત્રો જમીને પરત ફરી રહ્યા હતા ને અકસ્માત નડયો

રાજકોટ - ભાવનગર હાઈવે પર મહિકાના પુલ પરથી જીપ ઉંડા ખાડામાં ખાબકતાં શિક્ષક પ્રશાંતભાઈ દિલાવરખાન પંજવાણી (ઉ.વ.૩૩ રહે અલિફ એપાર્ટમેન્ટ દુધ સાગર રોડ, રાજકોટ) નું મોત નિપજયું હતું. જયારે તેના ચાર મિત્રોને ઈજા પહોંચી હતી. પુત્રનો જન્મ દિવસ હોવાથી શિક્ષક તેના મિત્રો સાથે ઠેબચડા જમવા ગયા હતાં, જયાંથી પરત ફરતી વખતે અકસ્માત નડયો હતો.
પોલીસ સુત્રોનાં જણાવ્યા મુજબ મુળ ચોટીલાના પ્રશાંતભાઈ પંજવાણી (ઉ.વ.૩૩) પ્રિમીયર સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતાં.તેની પુત્રીનો ગઈકાલે જન્મ દિવસ હોવાથી તે મિત્ર અર્જુનભાઈ મનસુખભાઈ ચાવડા (ઉ.વ.૨૫ રહે. પોલીસ હેડકવાર્ટર), હિતેશગીરી શાંતીગીરી ગોસાઈ (ઉ.વ.૨૫ રહે. પોલીસ કવાર્ટર) ટ્રાન્સપોર્ટર ફિરોઝભાઈ અસરફભાઈ ચૌહાણ ઉ.વ.૩૪ રહે. લાખાજી રાજ શ્રમજીવી સોસાયટી અને મહેશભાઈ રહે. રાજકોટ સાથે ઠેબચડા ગામે રહેતા મિત્રની ાડીએ પાર્ટીનું આયોજન કર્યું હોથી ત્યાં ગયા હતાં.
જયાંથી જમીને તમામ સ્કોર્પીયોમાં પરત રાજકોટ આવવા રવાના થયા હતાં. દરમિયાન રાજકોટ ભાવનગર હાઈવે પર મહિકા પાસે રસ્તાનું કામ ચાલું હોવાથી ચાલક ફિરોઝભાઈએ ર્યવર્ઝન પાસે કાબુ ગુમાવતા જીપ ખાડામાં ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં તમામને ઈજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જયારે પ્રશાંતભાઈનું મોત નિપજયું હતું. જયારે તેનાં મિત્રોને દલીલ કરાયા હતાં. બનાવથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં RMO નિમણુંકના કચવાટને શાંત કરવા 'કુનેહતા" અપનાવશે : સુપ્રિ.ડો.મહેતા





આરોગ્ય કમિશ્નરના આદેશનું પાલન કરવા ત્રણેય મેડીકલ ઓફિસરની બદલી
"નિશ્ચિત" કરવા હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટની કવાયત : તબીબો નિષ્ઠાથી ફરજ બજાવે

રાજકોટ શહેરની સિવિલ હોસ્પીટલમાં એક સાથે ૩ તબીબોની મોરબી ખાતે બદલી થયાની વાતનો કચવાટ હજુ શમ્યો નથી ત્યાં હવે આર.એમ..ની નિમણુંક બાબતે હોસ્પિટલના તબીબોમાં આંતરિક ચણભણાટ શરુ થયો છે. જો કે આવા ચણભણાટને શાંતિથી, એકબીજાની સમજુતી વચ્ચે "કુનેહતા"થી શાંત કરી દેવાની વાત હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. મનિષ મહેતાએ "સાંજસમાચાર" સમક્ષ દોહરાવી હતી. તેઓએ એવું પણ જણાવ્યું છે કે, અહીંથી ૩ મેડીકલ ઓફિસરની બદલીના આદેશો બાદ હાલ ૧ મેડીકલ ઓફિસરની બદલી કરી દેવાઈ છે. બાકીના બે મેડીકલ ઓફિસરની પણ બદલી નિશ્ચિત હોય, આ બાબતે કોઈ ઉહાપોહ કરતુ હોય તો વાજબી નથી.



પ્રાપ્ત વિગતો મુજબ શહેરની સિવિલ હોસ્પીટલમાં એકબાજુ તબીબોના ઘસારાને પહોચી વળવા અહી વધુ તબીબોની જરૂરીયાત વર્તાઈ રહી છે. ત્યારે આવા કઠીન સમયે જ ગાંધીનગર ખાતેથી ડો.અગ્રાવત, ડો.ટાંક, ડો.ચાવડાની મોરબી હોસ્પીટલમાં બદલી કરવાના આદેશ છૂટતા આરોગ્યલક્ષી સેવાઓ માટે સિવિલ હોસ્પીટલમાં "એક સાંધે ત્યાં તેર તૂટે" તેવી પરિસ્થિતિનો તબીબી આલમમાં કચવાટ ફેલાયો છે.

સિવિલ હોસ્પીટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. મનિષ મહેતાએ ટેલીફોનીક મુલાકાત દરમિયાન "સાંજસમાચાર"ને જણાવેલ કે, આરોગ્ય કમિશ્નરના આદેશો બાદ ત્રણેય મેડીકલ ઓફિસરને અહીંથી છુટા કરી ડેપ્યુટેશન ઉપર મોરબી મોકલવાની કાર્યવાહી ચાલી રહી છે. હાલ એક ડો. અગ્રાવતની બદલી કરવામાં આવી છે. આ વાતને લઈને એટલે કે ત્રણમાંથી એક જ મેડીકલ ઓફિસરની બદલી કેમ કરાઈ ? તે વાતને લઈને કોઈ ઉહાપોહ સર્જાવાના પ્રયાસો કરતુ હોત તો તે ગેરવાજબી અને નિરર્થક બની રહેશે.

કારણ બાકી રહેતા ડો.ચાવડા અને ડો. ટાંકની પણ  બદલી પણ  નિશ્ચિત જ છે અને આજે બંનેને છુટા કરશે તેવું કહી આરોગ્ય કમિશનરના આદેશને "રીસ્પેકટ" આપવું તે તેઓની ફરજ થતું હોવાનું ડો.મેહતાએ જણાવ્યું હતું. ટૂંકા ગાળામાં અગાઉ મેડીકલ ઓફિસર ડો.દુસરાની મોરબી બદલી થયા બાદ વધુ ૩ મેડીકલ ઓફિસર ડો.અગ્રાવત, ડો.ટાંક અને ડો. ચાવડાની મોરબી ખાતે બદલીની નોબત સહનાર ડો. મનિષ મહેતા એવું પણ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પીટલમાં ખાલી પડનાર ૩ મેડીકલ ઓફિસરની જગ્યાઓ તાકીદે ભરવા તેઓ દ્વારા ઉચ્ચ આરોગ્ય તંત્રને રજુઆતો કરવામાં આવી રહી છે. 
 RMO નિમણુંકનો વિવાદ શું છે ?
રાજકોટ : સિવિલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. મહેતાએ આર.એમ.ઓ. તરીકે ડો.રોયની નિમણુક કરી ત્યારથી તબીબોમાં આંતરિક ચણભણાટ શરુ થયો છે. આર.એમ.ઓ.ના પદ પર સ્વાભાવિક સિનિયર તબીબોની નિમણુંકો થતી હોય છે. જ્યારે ડો.રોય તો જુનિયર હોવાનું બતાવી અમુક તબીબો વચ્ચે ચર્ચાઓ થઇ રહી છે કે, સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા તેમના નજીકના ડો. રોયને આર.એમ..બનાવ્યા તે વાતમાં શું આશય હોય શકે ? સિવિલ હોસ્પીટલમાં તો ૧૦ જેટલા તબીબ સીનીયરો કે જેઓ 20 થી ૨૩ વર્ષ થયા ફરજ બજાવી રહ્યા છે, તેમાંથી કેમ કોઈની પસંદગી ના કરવામાં આવી ? ડો. રોય તો ૧૦-૧૨ વરસ જ જુના તબીબ છે. ત્યારે આ વાતના વિખવાદના મૂળમાં હકીકત શું છે ? તે જાણવાના પ્રયાસમાં પણ સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. મેહતાએ જણાવેલ કે, આર.એમ..ની નિમણુકમાં જુનિયર-સીનીયરને બદલે સંબંધિત તબીબની કાર્યકુશળતા, તેમની ફરજ, ફરજ પરત્વેની નિષ્ઠા જોવાતી હોય છે. ક્યા તબીબ કેટલી અને કેવી ફરજ બજાવે છે ? વી બાબતોની નોંધ લેવાતી હોય છે. જ્યારે ઘડિયાળના કાટે ફરજ બજાવવા વાળા સંબંધિતોની આપોઆપ બાદબાકી થઇ જતી હોય છે. અને આ માટેના તમામ હક, અધિકારો તેઓની પાસે હોય, વાજબી નિર્ણય લઈને ડો. રોયને આર.એમ..બનાવાયા છે. આર.એમ.. બનવા માટે કોઈ મેડીકલ ઓફિસર ઘસીને નાં પાડી દે તો શું થાય ? તેવા પ્રશ્નના જવાબમાં ડો.મેહતાએ જણાવેલ કે, પ્રત્યેક તબીબની ફરજ જોવાતી હોય છે. આવા પદ માટે કોણ અને ક્યારે યોગ્ય છે ? તે વાત પણ તેઓ દ્વારા નક્કી થતી હોય, જો કોઈ આ મુદ્દે ચણભણાટ ઉભી કરતુ હશે કે તેઓની પાસે આ બાબતે મામલો આવશે તો કુનેહતાથી મામલો થાળે પાડી દેવાનું જણાવ્યુ હતું.


મેંગોપીપલ પરીવાર દ્વારા ઝુપડપટ્ટીમાં પ્રમુખસ્વામીની જન્મ જ્યંતી ની ઉજવણી



તાજેતરમાં નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મેંગોપીપલ પરીવાર દ્વારા તેમના કાર્યરત ઝુપડપટ્ટીના દરેક  ફ્રી એજ્યુકેશન ક્લાસમાં રાજકોટ તથા જામનગરમાં એક જ સાથે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીની જન્મ જ્યંતીની ઉજવણી કરવામાં આવેલ.

સ્વામીજીના ફોટાને તિલક કરી ઝુપડપટ્ટીના બધા બાળકોએ ફુલહાર પહેરાવેલ, શિક્ષકો દ્વારા બાળકો ને સ્વામીજીના જીવન વિશે સુંદર અને સરળ ભાષામાં સમજણ આપેલ અને ત્યાર બાદ બધા બાળકો ને સંસ્થા તરફથી નાસ્તાનું વિતરણ કરવામાં આવેલ.






આ સત્કર્મ ને સાર્થક કરવા માટે નરેન્દ્રભાઈ રાઠોડ, રાજુભાઈ ત્રિવેદી, રશ્મિબેન સગપરીયા, સોનલબેન વિરાણી, શિલ્પાબેન વિગેરે લોકો એ જહેમત ઉઠાવેલી.

અત્રે ઉલ્લેખનીય છે કે મેંગોપીપલ પરીવાર ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારો ના બાળકો માટે છેલ્લા ૫ વર્ષ થી સતત કાર્યશીલ સંસ્થા છે. તે આવા બાળકો માટે રાજકોટ તથા જામનગર માં ફ્રી એજ્યુકેશન ક્લાસ ચલાવી રહી છે. સંસ્થા ની વધુ માહિતી માટે પ્રમુખ મનીષભાઈ રાઠોડ ( મો. ૯૨૭૬૦૦૭૭૮૬/૯૨૨૭૦૦૭૭૮૬ ) નંબર પર સંપર્ક કરવા અનુરોધ છે.

રાજકોટ જિલ્લાની સ્વનિર્ભર શાળાઓને ફી નિર્ધારણ કાયદા અન્વયે એફીડેવીટ કરવા સુચના



રાજકોટ જિલ્લાની તમામ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક  તેમજ રાજકોટ, ઉપલેટા તથા જેતપુર શહેરની પ્રાથમિક શાળાઓના આચાર્ય/સંચાલકશ્રીને જિલ્લા શિક્ષણાધિકારી તેમજ ફિ નિયમન સમિતી રાજકોટ ઝોન દ્વારા જણાવવામાં આવે છે કે, ફિ નિર્ધારણ, કાયદો-૨૦૧૭ હેઠળ દરેક સ્વ નિર્ભર શાળાઓની ફિ, ફિ નિર્ધારણ સમિતી દ્વારા નિર્ધારીત કરેલ હોય તેવી શાળા વર્ષ ૨૦૧૭-૧૮ તથા ૨૦૧૮-૧૯ ના વર્ષો માટે સમિતીના હુકમ મુજબ જ જે તે શાળાએ દરેક વિદ્યાર્થીની ફી લીધેલ છે અને તે હુકમથી વધુ કોઇ ફી ઉઘરાવેલ નથી તે સંબંધે એફીડીવીટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, રાજકોટને તા. ૧૦/૦૧/૨૦૧૯  સુધીમાં મોકલી આપવા જણાવવામાં આવે છે. 

બુધવાર, 19 ડિસેમ્બર, 2018

આજનો વિચાર :

આજનો વિચાર : તુમ જો બિછડે હો જલ્દબાઝી મેં, યાર તુમ રૂઠ ભી તો સકતે થે... - મેહસર અફરીદી

આજનો વિચાર : લગ્નમાં છોકરીવાળા વધુ ડાન્સ કરે તો સમજી લેવાનું કે એના ઘરની માથાકૂટ હવે તમારા ઘરે આવી રહી છે.. અને છોકરાવાળા જોરશોરથી ડાન્સ કરતા દેખાય તો માની લેવાનું કે ભાઈનું માંડમાંડ ગોઠવાણું છે...  - વૉટ્સએપ પર વાંચેલું

આજનો વિચાર : જત જણાવવાનું તને કે છે અજબ વાતાવરણ, એક ક્ષણ તું હોય છે ને એક ક્ષણ તારું સ્મરણ.. - રાજેન્દ્ર શુક્લ

આજનો વિચાર : ખબર નથી પડતી કે કેમ અન્યોને ગમે છે એ, લખાતું હોય છે જે કંઈ ફકત એકાદ જણ માટે... - ડૉ. મુકુલ ચોક્સી

આજનો વિચાર : ઘર તો હતાં અનેક ને ઝાંપા હતા અનેક, તોય આશરાના આપણે ફાંફાં હતા અનેક, એકાદ ડગની દૂર પણ કપી શકાઈ નૈં, એકાદ ડગના માર્ગમાં ફાંટા હતા અનેક... — અનિલ ચાવડા

આજનો વિચાર : દરેક માણસ એની જીભની પાછળ છુપાયેલો હોય છે. જો એને સમજવો હોય તો એને બોલવા દો... - વૉટ્સઍપ પર વાંચેલુ

આજનો વિચાર : ખાઈ પીને ન્હાઈને કવિતા નથી બનતી, એ દોસ્ત.. લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઈએ... - ડૉ. મુકુલ ચોક્સી


એક મિનિટ : બકો : આ વૉટ્સઍપમાં જરૂર જાતજાતનાં વિટામિનો હોવાં જોઈએ.. પકો : કેમ એવું લાગે છે તને..?? બકો : જો તે, એક દિવસ વૉટ્સઍપ ન વાપરીએ તો આખો દિવસ કમજોરી લાગે છે, સુસ્તી જેવું લાગે છે...

એક મિનિટ :  જ્યોતિષ : બકા, તારી કુંડળીમાં અઢળક ધન છે.. બકો : એ બધું ઠીક પણ મહારાજ, એ કહો કે આ ધન કુંડળીમાંથી મારા બૅન્ક અકાઉન્ટમાં ક્યારે ટ્રાન્સફર થશે..??

એક મિનિટ : બકાની વાઈફ : હું આજે સાંજે કંઈ રસોઈ બનાવવાની નથી, થાકી ગઈ છું. થાકી.. બકો : હા, હોં, ન બનાવતી... અમેય થાકી ગયા છીએ...


કાગળ પરના દીવા : અંદર અંદર સળવળતી એક ઘટનાથી શરૂઆત કરું તો તમને એમાં વાંધો છે કંઈ..?? ઠરી ગયેલી ફૂંક ફરી પેટાવી ઝંઝાવાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ..?? - સંજુ વાળા
સાયલન્સ પ્લીઝ : આપણે જે છીએ તે જ બની રહેવાની હિંમત રાખવી જોઈએ...  ભલે પછી એમાં આપણને ડર લાગતો હોય કે બીજાઓને આપણે વિચિત્ર લાગતા હોઈએ... – અજ્ઞાત

પાન બનાર્સવાલા : ઘણી વખત આપણી સહમતી કે અસહમતીનું એકમાત્ર કારણ ગેરસમજણ હોય છે... – વોટ્સએપ પર વાંચેલું

પાન બનાર્સવાલા : જિંદગીમાં સમયનું બહુ મહત્વ છે એવું નથી, જિંદગીમાં સમયનું જ મહત્વ છે... - અજ્ઞાત

  સૌરભ શાહ