રાજ્યના ૫૦ હજાર હોમગાર્ડ જવાનોના
વેતનમાં વધારા બાબતે સરકારની
ઘોર ઉપેક્ષા : મુખ્યમંત્રીને રજૂઆત
શહેરના માજી હોમગાર્ડ ગજેન્દ્રસિંહ ઝાલાનો વસવસો :
બધાના વેતન વધે છે, હોમગાર્ડનું ફદિયું'ય ના વધ્યું
રાજકોટ તા,૬
ગુજરાત રાજ્યના આશરે ૫૦ હજાર હોમગાર્ડ જવાનોના વેતન વધારા બાબતે સરકાર ઓરમાયું વર્તન રાખતી હોવાના આક્ષેપ સાથે શહેરના માજી હોમગાર્ડ જવાન ગજેન્દ્રસિંહ ઝાલાએ મુખ્ય મંત્રી સહિતના સંબંધિતોને લેખિત રજુઆતો કરી છે.
રજુઆતમાં ઝાલાએ જણાવ્યું છે કે રાજ્યના આશરે ૫૦ હજાર હોમગાર્ડ જવાનોને હાલ રૂ.૩૦૪/- ફરજ ભથ્થું અને ૪૦/- રૂપિયા પરેડ ભથ્થું ચૂકવાઈ રહ્યું છે. જે અન્ય રાજ્યો કરતા ખુબ ઓછું છે. આ માનદ વેતનમાં વધારો કરવા અગાઉ અનેક વખત રજુઆતો પછી પણ કોઈ નિરાકરણ આવ્યું નથી.
બીજીબાજુ તાજેતરમાં કોર્પોરેટર, ધારાસભ્યોના વેતનમાં વધારો કરાયો પણ હોમગાર્ડ જવાનોના વેતનમાં ફદિયું'ય વધારાયું નથી. આ સિવાય રાજ્યના અનામત પોલીસદળમાં હાલ લોકરક્ષક દળમાં તાલીમબદ્ધ જવાનો માટે સરકાર દ્વારા અનામત બેઠકો રાખવાની પણ માંગણી કરાઈ છે.
રજુઆતમાં એવું પણ જણાવાયું છે કે, ગુજરાત રાજ્યના ૩૮ જીલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝના મહેકમ સામે ૨૨ જીલ્લામાં નાયબ પોલીસ અધિક્ષક દ્વારા વહીવટ ચલાવાય છે. રાજકોટમાં બંને જગ્યાઓ ઇન્ચાર્જ દ્વારા ચલાવાતી હોય, તાકીદે દરેક જીલ્લામાં જીલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝની નિમણુંકો કરવી જરૂરી છે.