જસદણમાંથી જુગાર રમતા ૨ ઝડપાયા : જેતલસર નજીકથી દેશી દારૂ સાથે રીક્ષા ઝડપાઈ : ગોંડલનો શખ્શ ચોકીધાર પાસેથી દારૂની બોટલ સાથે પકડાયો : જેતપુરમાં હોન્ડામાં ધોકા ફટકારી નુકશાન કર્યાની પોલીસમાં ફરિયાદ : વાસાવડમાં વરલી જુગાર
રાજકોટ તા.૧૦
જેતપુર શહેર પોલીસે ગઈકાલે બપોરે ખોડિયાર ધાર નવાગઢ વિસ્તારમાં બાતમીના આધારે જુગાર દરોડો પાડી ૭ સખ્શોને રોકડ રૂપિયા ૧૦૨૭૦/- સાથે તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગતો મુજબ જેતપુર શહેર પોલીસને બાતમી મળી હતી કે નવાગઢના ખોડિયાર ધાર વિસ્તારમાં રોજ મોટાપાયે તીનપત્તીનો જુગાર રમાય છે. આવી બાતમી પરથી ગઈકાલે શહેર પોલીસના પીઆઈ રાણાની સુચનાથી જમાદાર એસ.એન.પરમારે સ્ટાફના લખુભા ગંભીરસિંહ રાઠોડ વિગેરે પોલીસ કાફલાને સાથે રાખી ખોડિયારધાર વિસ્તારમાં જુગાર દરોડો પાડતા ત્યાં જુગાર રમતા ૭ શખ્શો ઝડપાઈ ગયા હતા.
જેમાં સાગર વેલજી સાંગાણી, બહાદુર બચું ચાવડા(સરધારપુર), દિલીપ લાલજી કોળી, યોગેશ ઉર્ફે મન્નો ભીખુ ભાયાણી(સરધારપુર), કિશન ભીમજી માયાણી(જાગૃતીપરા), રણછોડ ગોકળ જીન્જુવાડીયા(બળદેવધાર) તથા મનસુખ વીરા પરમાર(સેન્ટફ્રાન્સીસ સ્કુલ પાસે)નો સમાવેશ થાય છે. પોલીસે દરોડા સમયે રોકડ ૧૦૨૭૦/- કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જસદણમાંથી જુગાર રમતા ૨ પકડાયા
જસદણમાં ચંદ્રકાંત ટોકીઝની સામે, શહેનશાહ પીરની દરગાહની દીવાલ પાસે, ખુલ્લા પ્લોટમાંથી તીનપત્તીનો જુગાર રમતા ૨ ઇસમોને જમાદાર આર.એ.વાકાતરે રોકડ રૂપિયા ૩૪૨૦/- સાથે ઝડપી લીધા હતા. પકડાયેલા શ્ખ્શોમાં સુરેશ ભનુ મકવાણા(જસદણ-વિંછીયા રોડ, બાપા સીતારામના ઓટા પાસે) તથા વીનું રામજી કોળી(વાજસુરપરા શેરી નંબર-૧)નો સમાવેશ થથો હોવાનું પોલીસ જણાવે છે.
જેતલસર નજીકથી દેશી દારૂ ઝડપાયો
જેતપુર તાલુકા પોલીસ જમાદાર ભુરાભાઈ માલીવાડે ગઈકાલે જેતલસર નજીક, જુનાગઢ રોડ પરથી નીકળેલી જીજે ૦૩ ડબ્લ્યુ ૩૬૩ નંબરની અતુલ શક્તિ રીક્ષા રોકાવી હતી. રીક્ષા ચાલક રીક્ષા રેઢી મૂકી નાશી છૂટ્યો હતો. તપાસ દરમિયાન રીક્ષામાંથી રૂપિયા ૪૦૦૦ નો ૦૦ લીટર દેશી દારૂ પકડાવા પામ્યો હતો. પોલીસે રૂપિયા ૨૦ હજારની રીક્ષા પણ કબજે લઇ, રીક્ષા નંબરના આધારે રીક્ષા ચાલક-માલિકની શોધખોળ આદરી છે.
ગોંડલનો શખ્શ ચોકીધાર પાસેથી
દારૂની બોટલ સાથે પકડાયો
ગોંડલમાં જેલચોક, ભોજપરામાં રહેતો રીક્ષા ડ્રાઈવર ગૌરવ અરુણ જેઠવા કારડીયા રાજપૂત યુવાન ગઈકાલે સાંજે પોણા છ વાગ્યે પોતાની ઓટો રીક્ષા લઈને જુનાગઢ રોડ પર ચોકી ધાર પાસેથી નીકળ્યો ત્યારે તેને થોભાવી તપાસ કરાતા તેમની પાસેથી અંગ્રેજી દારૂની એક શીલપેક બોટલ મળી આવી હતી. આ સમયે પોલીસ જમાદાર ભુરાભાઈ માલીવાડે રૂપિયા ૧ લાખની રીક્ષા, રૂપિયા ૩ હજારનો મોબાઈલ અને ૩૦૦ રૂપિયાની દારૂની બોટલ કબજે કરી ગૌરવ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જેતપુરમાં હોન્ડામાં ધોકા ફટકારી
નુકશાન કર્યાની પોલીસમાં ફરિયાદ
જેતપુર શહેરમાં ખોડપરા, શેરી-૬ માં રહેતા દિનેશ રામજી ચાવડા નામના યુવાનના હોન્ડામાં લાકડાના ધોકા ફટકારી મુખ્તાર મુસાણી નામના શખ્શે હોન્ડામાં રૂપિયા ૧૦ હજારનું નુકશાન પહોચાડ્યાની સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તા.૧.૪.ના રોજ લક્ષ્મીનગર, બાવાવાળાપરા વિસ્તારમાં બનેલી આ ઘટનાની વધુ તપાસ એ.એસ.આઈ.એન.વી.સોલંકીએ હાથ ધરી છે.
વાસાવડમાં વરલી જુગાર રમતો ઝડપાયો
હરેશ શંભુ બાવળિયા-કોળી (રહે.ઈશ્વરભાઈ મીયાત્રાની વાડીએ) વાળા શખ્શને ગોંડલ તાલુકા પોલીસના એ.એસ.આઈ. ડી.એ.પાનસેરિયાએ વસાવડ બસસ્ટેન્ડ વિસ્તારમાં જાહેરમાં વરલી ફીચરનો જુગાર રમતો અને રમાડતો રોકડ રૂપિયા ૧૩૧૦/- સાથે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.