અનુયાયીઓ

મંગળવાર, 17 જાન્યુઆરી, 2017

ખોડલધામનાં મુખ્ય દાતા તરીકે ચમારડીના ગોપાલભાઇ વસ્તરપરા...

ખોડલધામનાં મુખ્ય દાતા તરીકે ચમારડીના ગોપાલભાઇ વસ્તરપરા...: ખોડલધામનાં મુખ્ય દાતા તરીકે ચમારડીના ગોપાલભાઇ વસ્તરપરા.....

જુનાગઢમાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના તેજસ્વી તારલાઓનું સન્માન...

જુનાગઢમાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના તેજસ્વી તારલાઓનું સન્માન...: જુનાગઢમાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના તેજસ્વી તારલાઓનું સન્માન.....

'આપા ગીગાના ઓટલા'ની સેવા પ્રવૃત્તિઓ નિહાળી શ્રી પ્રેમગીરીજીબાપુએ આશિર્વાદ વરસાવ્યા...

'આપા ગીગાના ઓટલા'ની સેવા પ્રવૃત્તિઓ નિહાળી શ્રી પ્રેમગીરીજીબાપુએ આશિર્વાદ વરસાવ્યા...: 'આપા ગીગાના ઓટલા'ની સેવા પ્રવૃત્તિઓ નિહાળી શ્રી પ્રેમગીરીજીબાપુએ આશિર્વાદ વરસાવ્યા.....

કાગવડ શ્રી ખોડલધામ મંદિરનો અદ્ભૂત નજારો : રાજકોટ -ગોંડલ હાઇ-વે ઉપર કલાત્મક રંગાળી...

કાગવડ શ્રી ખોડલધામ મંદિરનો અદ્ભૂત નજારો : રાજકોટ -ગોંડલ હાઇ-વે ઉપર કલાત્મક રંગાળી...: કાગવડ શ્રી ખોડલધામ મંદિરનો અદ્ભૂત નજારો : રાજકોટ -ગોંડલ હાઇ-વે ઉપર કલાત્મક રંગાળી.....

મવડી ચોકડીએ શોભાયાત્રાની વચ્ચેથી વાહનો નીકળવા માંડ્યાઃ દસેક મિનીટ યાત્રા થંભી ગઇ...

મવડી ચોકડીએ શોભાયાત્રાની વચ્ચેથી વાહનો નીકળવા માંડ્યાઃ દસેક મિનીટ યાત્રા થંભી ગઇ...: મવડી ચોકડીએ શોભાયાત્રાની વચ્ચેથી વાહનો નીકળવા માંડ્યાઃ દસેક મિનીટ યાત્રા થંભી ગઇ.....

રાજકોટ- ગોંડલ હાઇ-વે ઉપર એક તરફ શોભાયાત્રા- બીજી તરફ વાહનવ્યવહાર...

રાજકોટ- ગોંડલ હાઇ-વે ઉપર એક તરફ શોભાયાત્રા- બીજી તરફ વાહનવ્યવહાર...: રાજકોટ- ગોંડલ હાઇ-વે ઉપર એક તરફ શોભાયાત્રા- બીજી તરફ વાહનવ્યવહાર.....

૪૦૦૦ મોટરકાર, ૧૦,૦૦૦ બાઇક માર્ગો પર ખોડિયાર માતાનો જયજયકાર...

૪૦૦૦ મોટરકાર, ૧૦,૦૦૦ બાઇક માર્ગો પર ખોડિયાર માતાનો જયજયકાર...: ૪૦૦૦ મોટરકાર, ૧૦,૦૦૦ બાઇક માર્ગો પર ખોડિયાર માતાનો જયજયકાર.....

ઐતિહાસિક ખોડલધામ મહોત્સવનો મંગલારંભ...

ઐતિહાસિક ખોડલધામ મહોત્સવનો મંગલારંભ...: ઐતિહાસિક ખોડલધામ મહોત્સવનો મંગલારંભ.....

સોમવાર, 16 જાન્યુઆરી, 2017

બગદાણામાં પૂ. બજરંગદાસબાપાની પૂણ્યતિથીઃ દોઢ લાખ ભાવિકો ઉમટ્યા...

બગદાણામાં પૂ. બજરંગદાસબાપાની પૂણ્યતિથીઃ દોઢ લાખ ભાવિકો ઉમટ્યા...: બગદાણામાં પૂ. બજરંગદાસબાપાની પૂણ્યતિથીઃ દોઢ લાખ ભાવિકો ઉમટ્યા.....

પોરબંદર સાન્દીપનીમાં ક્રિકેટ રમતા પૂ.રમેશભાઇ ઓઝા - પૂ. જેન્તીરામબાપા...

પોરબંદર સાન્દીપનીમાં ક્રિકેટ રમતા પૂ.રમેશભાઇ ઓઝા - પૂ. જેન્તીરામબાપા...: પોરબંદર સાન્દીપનીમાં ક્રિકેટ રમતા પૂ.રમેશભાઇ ઓઝા - પૂ. જેન્તીરામબાપા.....

ગોંડલના દેરડી (કુંભાજી) રૂદ્રાક્ષ વિદ્યાલયમાં યુવા દિનની ઉજવણી...

ગોંડલના દેરડી (કુંભાજી) રૂદ્રાક્ષ વિદ્યાલયમાં યુવા દિનની ઉજવણી...: ગોંડલના દેરડી (કુંભાજી) રૂદ્રાક્ષ વિદ્યાલયમાં યુવા દિનની ઉજવણી.....

શુક્રવાર, 13 જાન્યુઆરી, 2017

ખંભાલીડામાં જામ્યો પતંગોત્સવ : કુલ ૩૫ પતંગવીરોએ ગગન રંગબેરંગી પતંગોથી છલકાવી દિધુ : પવન પણ અનુ કૂળ...

ખંભાલીડામાં જામ્યો પતંગોત્સવ : કુલ ૩૫ પતંગવીરોએ ગગન રંગબેરંગી પતંગોથી છલકાવી દિધુ : પવન પણ અનુ કૂળ...: ખંભાલીડામાં જામ્યો પતંગોત્સવ : કુલ ૩૫ પતંગવીરોએ ગગન રંગબેરંગી પતંગોથી છલકાવી દિધુ : પવન પણ અનુ કૂળ.....

જેતલસર આરડીસી બેંકને તાળાબંધી : ગ્રાહકોનો મીજાજ જોઇને બેંકનો સ્ટાફ ભાગી ગયો...

જેતલસર આરડીસી બેંકને તાળાબંધી : ગ્રાહકોનો મીજાજ જોઇને બેંકનો સ્ટાફ ભાગી ગયો...: જેતલસર આરડીસી બેંકને તાળાબંધી : ગ્રાહકોનો મીજાજ જોઇને બેંકનો સ્ટાફ ભાગી ગયો.....

મંગળવાર, 10 જાન્યુઆરી, 2017

ટીબીના કેમ્પેનમાં સહકાર આપવા બદલ બિગ બીને અમેરિકન એમ્બેસીએ એવોર્ડ આપ્યો...

ટીબીના કેમ્પેનમાં સહકાર આપવા બદલ બિગ બીને અમેરિકન એમ્બેસીએ એવોર્ડ આપ્યો...: br /ટીબીના કેમ્પેનમાં સહકાર આપવા બદલ બિગ બીને અમેરિકન એમ્બેસીએ એવોર્ડ આપ્યો.....

ઉપલેટામાં ચોરાઉ બે ટ્રેકટર અને ખેત ઓજારો સાથે બે શખ્સોને ઝડપી લેતી રૂરલ એલસીબી...

ઉપલેટામાં ચોરાઉ બે ટ્રેકટર અને ખેત ઓજારો સાથે બે શખ્સોને ઝડપી લેતી રૂરલ એલસીબી...: ઉપલેટામાં ચોરાઉ બે ટ્રેકટર અને ખેત ઓજારો સાથે બે શખ્સોને ઝડપી લેતી રૂરલ એલસીબી.....

સોમવાર, 9 જાન્યુઆરી, 2017

વડાપ્રધાનનો બે દિ'નો કાર્યક્રમ...

વડાપ્રધાનનો બે દિ'નો કાર્યક્રમ...: વડાપ્રધાનનો બે દિ'નો કાર્યક્રમ.....

આખુ વર્ષ દોરો પાઇને ગુજરાન ચલાવતાં કાનપુરના મિથુનભાઇએ આઠ વર્ષથી ભાવ વધારો નથી કર્યો...

આખુ વર્ષ દોરો પાઇને ગુજરાન ચલાવતાં કાનપુરના મિથુનભાઇએ આઠ વર્ષથી ભાવ વધારો નથી કર્યો...: આખુ વર્ષ દોરો પાઇને ગુજરાન ચલાવતાં કાનપુરના મિથુનભાઇએ આઠ વર્ષથી ભાવ વધારો નથી કર્યો.....

ખોડલધામ કાગવડ ઈતિહાસ બનવા જઈ રહ્યુ છેઃ નરેશભાઈ પટેલ...

ખોડલધામ કાગવડ ઈતિહાસ બનવા જઈ રહ્યુ છેઃ નરેશભાઈ પટેલ...: ખોડલધામ કાગવડ ઈતિહાસ બનવા જઈ રહ્યુ છેઃ નરેશભાઈ પટેલ.....

અકસ્‍માતમાં જેતપુરના પીઠડીયા ગામના મનસુખભાઇ ધડુકના મોતથી અરેરાટી...

અકસ્‍માતમાં જેતપુરના પીઠડીયા ગામના મનસુખભાઇ ધડુકના મોતથી અરેરાટી...: અકસ્‍માતમાં જેતપુરના પીઠડીયા ગામના મનસુખભાઇ ધડુકના મોતથી અરેરાટી.....

બુધવાર, 23 નવેમ્બર, 2016

૮૦ જેટલી ચીજવસ્તુઓ ઉપર નહી લાગે GST...

૮૦ જેટલી ચીજવસ્તુઓ ઉપર નહી લાગે GST...: ૮૦ જેટલી ચીજવસ્તુઓ ઉપર નહી લાગે GST.....

જનધન-નાની બચત ખાતામાં જુની નોટ જમા કરવા ઉપર પ્રતિબંધ...

જનધન-નાની બચત ખાતામાં જુની નોટ જમા કરવા ઉપર પ્રતિબંધ...: જનધન-નાની બચત ખાતામાં જુની નોટ જમા કરવા ઉપર પ્રતિબંધ.....

જેતપુરમાં ઘાતકી શખ્સોએ ૧૦ શ્વાનને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધા...

જેતપુરમાં ઘાતકી શખ્સોએ ૧૦ શ્વાનને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધા...: જેતપુરમાં ઘાતકી શખ્સોએ ૧૦ શ્વાનને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધા.....

ગુરુવાર, 8 સપ્ટેમ્બર, 2016

વિરપુર (જલારામ) નજીકના પીઠડીયા ટોલનાકા પાસે સ્વયંભુ ગણેશજી મંદિરે ઉમટતા ભાવિકો...

વિરપુર (જલારામ) નજીકના પીઠડીયા ટોલનાકા પાસે સ્વયંભુ ગણેશજી મંદિરે ઉમટતા ભાવિકો...: વિરપુર (જલારામ) નજીકના પીઠડીયા ટોલનાકા પાસે સ્વયંભુ ગણેશજી મંદિરે ઉમટતા ભાવિકો.....

જામકંડોરણાના મોટા ભાદરમાં મગફળીના પાકમાં મૂંડાના રોગથી ખેડુતો ચિંતીત...

જામકંડોરણાના મોટા ભાદરમાં મગફળીના પાકમાં મૂંડાના રોગથી ખેડુતો ચિંતીત...: જામકંડોરણાના મોટા ભાદરમાં મગફળીના પાકમાં મૂંડાના રોગથી ખેડુતો ચિંતીત.....

જામકંડોરણાના મોટા ભાદરમાં મગફળીના પાકમાં મૂંડાના રોગથી ખેડુતો ચિંતીત...

જામકંડોરણાના મોટા ભાદરમાં મગફળીના પાકમાં મૂંડાના રોગથી ખેડુતો ચિંતીત...: જામકંડોરણાના મોટા ભાદરમાં મગફળીના પાકમાં મૂંડાના રોગથી ખેડુતો ચિંતીત.....

બુધવાર, 3 ફેબ્રુઆરી, 2016

વીરપુર નજીક વીજપોલ સાથે ટેન્કર અથડાયું બનાવ સ્થળેથી મળી અજાણ્યા યુવાનની લાશ

વીરપુર નજીક વીજપોલ સાથે ટેન્કર અથડાયું 
બનાવ સ્થળેથી મળી અજાણ્યા યુવાનની લાશ 
જેતપુર તા.૩
આજે સવારે જેતપુરના વીરપુર જલારામ નજીક એક ખાલી ટેન્કર વીજપોલ સાથે અથડાયું ત્યારે બનાવ સ્થળેથી એક અજાણ્યા યુવાનની લાશ પણ મળતા વીરપુર પોલીસના ફોજદાર ગોહિલે તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ જેતપુરથી વીરપુર જતા વચ્ચે આવતા શ્રી ગણપતિબાપાનાં મંદિર સામે આજે સવારે રાજકોટ થી જેતપુર તરફ આવતા જીજે૧૮ એક્સ ૩૮૬૫ નંબરનું એક ખાલી ટેન્કર રોડ નીચે ઉતારી જઈ ધડાકાભેર એક વીજપોલ સાથે અથડાતા આજુબાજુનો વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. અને ટેન્કર ચાલક નાશી છૂટ્યો હતો.
બીજીબાજુ બનાવની જાણ થતાજ ઘટના સ્થળે પહોચેલી વીરપુર પોલીસના ધ્યાને એક અજાણ્યા પુરુષની લાશ આવી હતી. બનાવ બાદ વીજશોકથી આ યુવાનનું મોત થયું છે કે ટેન્કર અકસ્માતથી ? મૃતક ટેન્કરનો ક્લીનર છે કે કોઈ રાહદારી ? વિગેરે બાબતોની તપાસ વીરપુર પોલીસના પીએસઆઈ ગોહિલે હાથ ધરી છે. પોલીસના જણાવ્યાં અનુસાર અજાણ્યા મૃતકની લાશ હાલ વિરપુરના સરકારી દવાખાનામાં કોલ્ડ સ્ટોરેજમાં રખાઈ છે. કોઈ વાલી વારસો હોય તો વીરપુર સરકારી દવાખાનાનો સંપર્ક કરવા પોલીસનો અનુરોધ છે.

વીરપુરની પરિણીતાએ એસીડ પી લેતા ગંભીર 
જેતપુર તા.૩
વીરપુરની એક પરિણીતાએ આજે કોઈ અગમ્યો કારણોસર પોતાના ઘરે એસીડ પી લેતા પ્રાથમિક સારવાર વીરપુર અપાવી વધુ સારવાર માટે ગંભીર હાલતમાં રાજકોટની સરકારી હોસ્પીટલે ખસેડાઈ હોવાનું વીરપુર પોલીસે જણાવ્યું હતું.
મળતી વિગતો મુજબ વિરપુરના દેવપરા વિસ્તારમાં રહેતા નીલેશભાઈ બાબુભાઈ દેગામાની પત્ની ભારતીબેન(ઉ.વ.૨૮) એ આજે કોઈ અગમ્યો કારણોસર પોતાના ઘરે એસીડ પી લેતા સારવાર માટે વીરપુર સરકારી હોસ્પીટલમાં ખસેડાઈ હતી. દરમિયાન ત્યાં ભારતીબેનની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. એક વર્ષનો લગ્ન ગાળો ધરાવતી ભારતીએ એસીડ પીવા પાછળ કોઈ ગૃહકંકાશ કારણભૂત છે કે બીજું કોઈ કારણ ? તે અંગે ફોજદાર ગોહિલે વધુ તપાસ હાથ ધરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨૬૨૮૧૨ 

લાયન્સ કલબ રોયલ જેતપુર દ્વારા પશુ રોગ નિદાન કેમ્પ યોજાયો

લાયન્સ કલબ રોયલ જેતપુર દ્વારા
પશુ રોગ નિદાન કેમ્પ યોજાયો 
જેતપુર તા.૩
લાયન્સ કલબ જેતપુર રોયલ દ્વારા તાલુકાના રેશમડી ગાલોળ ગામે પશુરોગ નિદાન અને સારવાર, શસ્ત્રક્રિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સંસ્થાના કાર્યવાહકોની જહેમત વચ્ચે ડો.રૂપાપરા, ડો.અસારી, ડો.સાવલિયા વી વેટરનરી તબીબોની સેવા દ્વારા ગામ તેમજ આજુબાજુના પશુ પાલકો પોત પોતાના બીમાર પશુની સારવાર તેમજ શસ્ત્રક્રિયા કરાવી હોવાનું પ્રમુખ રાણપરીયા, પ્રોજેક્ટ ચેરમેન આંબલીયા, ધીરુભાઈ રાણપરીયા વિગેરે જણાવ્યું હતું.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨ ૬૨૮૧૨ 



અવસાન નોંધ : ૩-૨-૨૦૧૬

અવસાન નોંધ : ૩-૨-૨૦૧૬
જેતપુર : દશા સોરઠિયા વણિક સ્વ.શાંતિલાલ જીવણરામ વિરાણીના પુત્રી દીનાબેન ભાનુરાય બાબરિયા (રાજકોટ-ઉ.વ.૬૪) તે દીપકભાઈ વીરની(સ્ટેટ બેંક-નવાગઢ), કલાબેન(ગોંડલ), અંજનાબેન, કવિતાબેન(મુંબઈ)ના બહેન તા.૨૯ ના રોજ અમદાવાદ ખાતે અવસાન પામ્યા છે. સાદડી તા.૪ ને ગુરુવારે, સાંજે ૪ થી ૬, "શ્રીનાથજી", એ-૫૮, પંચવટી સોસાઈટી, ધોરાજી રોડ, જેતપુર ખાતે રાખેલ છે.
                                                                                                કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨ ૬૨૮૧૨ 

જેતપુર : લાભુબેન તુલસીભાઈ માંડવીયા(ઉ.વ.૯૭) તે કાન્તીભાઈ, ગીરધરભાઈના માતા, જીતુભાઈ, રાજેશભાઈ, યોગેશભાઈના દાદીમાં, ગીરીશભાઈ અને ગોપાલભાઈ હંસરાજભાઈ માંડવીયાના કાકી તા.૩ નારોજ અવસાન પામેલ છે. બેસણું તા.૫ ને શુક્રવારે, સાંજના ૪ થી ૬, તેમના નિવાસ સ્થાન, ડોબરિયવાડી, અમરનગર રોડ, હરીવીલા એપાર્ટમેન્ટની બાજુમાં, જેતપુર ખાતે રાખેલ છે.
                                                                                                 કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨ ૬૨૮૧૨ 




જેતપુરના કણકિયા પ્લોટમાં સત્સંગ હોલ વાળો રોડ બનાવવામાં તંત્રની વ્હાલાદવલાની નીતિ...

જેતપુરના કણકિયા પ્લોટમાં સત્સંગ હોલ વાળો રોડ 
બનાવવામાં તંત્રની વ્હાલાદવલાની નીતિ...
જેતપુર તા.૩(કશ્યપ જોશી દ્વારા) 
જેતપુરના કણકિયા પ્લોટનો એક રોડ બનાવવા પાલિકા તંત્ર વર્ષો થયા જાણે મુહુર્ત શોધતું હોય તેમ તે રોડ બનાવાતો જ ના હોય આ રોડ પરના વેપારીઓ રોષ સાથે અસંતોષની લાગણી ફેલાઈ છે.
મળતી વિગતો મુજબ જેતપુરના કણકિયા પ્લોટમાં બસસ્ટેન્ડ રોડને સંલગ્ન સત્સંગ હોલ વાળો રોડ લાંબા સમય થયા અત્યંત જર્જરિત ને ધૂળિયો બની ગયો હોય મેડીકલવાળા જીતુભાઈ સહિતના વેપારીઓએ અનેક વખત જેતપુર નગર પાલિકાના લાગતા વળગતા સત્તાધીશોને લેખિત, મૌખિક રજુઆતો કરી છે.
પણ સંબંધિત તંત્ર આ સમસ્યા પરત્વે આંખ આડા કાન કરતા હોવાનો વેપારીઓને આક્ષેપ છે. ફરિયાદી વેપારીઓ એમ પણ જણાવે છે કે આ રોડ સામેનો નાગરિક બેંકવાળો રોડ તાજેતરમાં બીજી વખત બનાવીને તંત્રએ સત્સંગ હોલ વાળા રોડ પરના વેપારીઓ, હોસ્પિટલસુત્રો અને ધંધાર્થીઓ  સાથે ઓરમાયું વર્તન દાખવ્યું હોવાનું સાબિત થઇ રહ્યું છે. આ વાતના ફરિયાદી વેપારીઓએ એવી પણ ચીમકી ઉચારી છે પાલિકા તંત્ર આ બાબતે કઈ જલ્દી નિર્ણય નહિ લ્યે તો વેપારીઓને ના છુટકે  આંદોલન
છેડવું પડશે. પ્રસ્તુત તસ્વીરમાં સત્સંગ હોલ વાળો ધૂળિયો રોડ દેખાય છે.
ફોટો : કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 

૩૦૦૦ અને ૧૫૦૦ મીટર દોડમાં રાજ્ય કક્ષાએ પ્રથમ આવેલી નવાગઢની વિપ્ર વિદ્યાર્થીની ખેલ મહાકુંભમાં પણ ઝળકી

૩૦૦૦ અને ૧૫૦૦ મીટર દોડમાં રાજ્ય કક્ષાએ પ્રથમ આવેલી 
નવાગઢની વિપ્ર વિદ્યાર્થીની 
ખેલ મહાકુંભમાં પણ ઝળકી 
કુ.આસ્થા જીલ્લા કક્ષાએ પણ દોડમાં મેદાન માર્યું !
જેતપુર તા.૩
જેતપુરના નવાગઢમાં રહેતી અને અહીની કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ ૧૦ માં અભ્યાસ કરતી કુ.આસ્થા હિતેશભાઈ રાવલે અગાઉ તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભમાં તેજસ્વી દેખાવ કર્યા  બાદ કેન્દ્રીય  વિદ્યાલય સંગઠન દ્વારા યોજાયેલ  દોડ સ્પર્ધામાં ૩૦૦૦ અને ૧૫૦૦ મીટર દોડમાં રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી, ગ્વાલિયર(મધ્યપ્રદેશ) ખાતે રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી બ્રહ્મસમાજ, શાળા અને જેતપુર નવાગઢનું ગૌરવ વધાર્યું હતું.
તો તાજેતરમાં ગોંડલની એશિયાટિક કોલેજ ખાતે જીલ્લા કક્ષાની ૧૫૦૦ મીટર દોડમાં પ્રથમ અને ૮૦૦ મીટર દોડમાં તૃતીય નંબરો મેળવી પુનઃ આગામી ખેલમહાકુંભમાં જોડાવાની પાત્રતા હાંસલ કરતા કેન્દ્રીય વિદ્યાલય તેમજ જેતપુર-નવાગઢ શહેર અને બ્રહ્મસમાજનું ગૌરવ વધાર્યું છે. કુ.આસ્થા રાવલે દોડ સ્પર્ધા ક્ષેત્રે વખતો વખત પોતાની ચિત્તા સ્ટાઈલ દોડ સાબિત કરવાનું ચાલુ રાખતા જેતપુર બ્રહ્મસમાજના ભામાશા વી.આઈ.પંડ્યા, બ્રહ્મસમાજના આગેવાનો કમલેશભાઈ પંડ્યા, કાળુભાઈ જોશી, કશ્યપ જોશી વિગેરેએ આસ્થાને અભિનંદન પાઠવ્યા છે.
ફોટો : કશ્યપ જે.જોશી જેતપુર જેતલસર 

લ્હાવો દરિયાઈ પ્રજાતિઓનો..

લ્હાવો દરિયાઈ પ્રજાતિઓનો..
પંચજન્ય પર્યાવરણ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ મરીન કેમ્પનું આયોજન કરવામાં આવે છે.  જેમાં આ વર્ષે જેતપુરના પેઢલાની ધવલ શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા.અરબી સમુદ્રમાં ડની આઈલેન્ડ પોઈન્ટ પર રાખવામાં આવેલ આ કેમ્પ દરમિયાન વિવિધ દરિયાઈ પ્રજાતિઓ જેવી કે ઓક્ટોપસ, ડોલ્ફિન, કોરલ્સ, શંખ કરપ્સ, લાઈવ શટલફીશએગ અને પફર ફીશ વિગેરેનો નજરોનજર લહાવો લઈને અભ્યાસ કર્યો હતો.
આ  મરીન એક્સપર્ટ અને એનજીઓ ના મેનેજીંગ ડીરેક્ટર રવિ વાઢેરે દરિયાઈ વનસ્પતિ શેવાળ અને પરવાળા વિષે પણ વિસ્તૃત માહિતી આપી હતી. (ફોટો : કશ્યપ જે. જોશી - જેતપુર )

મંગળવાર, 2 ફેબ્રુઆરી, 2016

ભાજપના 13 સભ્યો વિરુદ્ધ ગાંધીનગર ખાતે મોવડી મંડળ સમક્ષ રીપોર્ટ કરતા પાલિકા પ્રમુખ અને શહેર ભાજપના આગેવાનો !

જેતપુર પાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં વિકાસના કામોનો વિરોધ કરનારા 
ભાજપના 13 સભ્યો વિરુદ્ધ ગાંધીનગર ખાતે મોવડી મંડળ સમક્ષ 
રીપોર્ટ કરતા પાલિકા પ્રમુખ અને શહેર ભાજપના આગેવાનો !
પક્ષની જે થાળીમાં સાથે જમવાનું હોય તેમાં પક્ષનોજ માણસ થુંકે તે વાત કેમ ચલાવી લેવાય ? પા.પ્રમુખ બારોટ 
જેતપુર તા.2
થોડા દિવસો પહેલા જેતપુર નવાગઢ નગર પાલિકાની મળેલી જનરલ બોર્ડની બેઠકમાં પાણીની ટાંકી બનાવવા સહિતના પ્રજા વિકાસના કામો સામે વિરોધ કરનારા ભાજપના 13 સભ્યો સામે સ્થાનિક ભાજપ પ્રમુખ અને જેતપુર પાલિકા પ્રમુખ શારદાબેન બારોટે ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપના આગેવાનો(મોવડી મંડળ)ને રીપોર્ટ કર્યાની વાતથી પાલિકાના રાજકારણમાં ઠંડી ઉડાડતો ગરમાવો આવ્યો છે.

મળતી વિગતો મુજબ જેતપુર નવાગઢ નગર પાલીકાની તાજેતરમાં યોજાયેલ જનરલ બોર્ડની બેઠક દરમિયાન બાર-તેર પ્રશ્નોનો ઉપસ્થિત સદસ્યોમાના 13 ભાજપના અને 2 અપક્ષો મળી 15 સદસ્યોએ વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે ભાજપના પાલિકા પ્રમુખ શારદાબેન હરસુરભાઇ બારોટે સમસમી જઈને શહેર ભાજપ કિશોરભાઈ શાહને આ વાત બતાવતા તેઓ પણ મનોમન " જે પક્ષની થાળીમાં સાથે બેસીને જમવું જોઈએ અને પક્ષનો માણસ જ આ થાળીમાં થુંકે" ત્યારે આ વાત સહવી કઠણ સમજીને જેતપુર શહેર ભાજપ પ્રમુખ અને પાલિકા પ્રમુખે ગાંધીનગર ખાતે પ્રદેશ ભાજપના આગેવાનોને રૂબરૂ મળીને રીપોર્ટ કર્યાની વાત શહેરમાં ફરતી થતા પાલિકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
મૌખિક સુચના છતાં સભ્યો વિરુધ્ધમાં ગયા !
જેતપુર : નગર પાલિકાના પ્રમુખે દુખ સાથે જણાવ્યું હતું કે, જનરલ બોર્ડની બેઠક પહેલા રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ સખીયા અને પોરબંદરના સાંસદ રાદડીયાએ ભાજપના પાલિકા સદસ્યોને મૌખિક સૂચનાઓ આપી હતી કે, કોઈ પ્રશ્નનો વિરોધ કરવાનો નથી, તમારા જે પ્રશ્નો હશે તે બેઠક બાદ વિચારશે અને હલ કરવા પ્રયાશો કરાશે.. આમ છતાં પાલિકાના 13 ભાજપના સભ્યોએ તેરેક પ્રશ્નનો વિરોધ કરી જે મતિનું પ્રદર્શન કર્યું તે ભાજપ માટે દુખદ હોવાનું  પાલિકા પ્રમુખે જણાવ્યું હતું.
શિસ્તભંગના પગલા તોળાશે કે કેમ ? મોવડી મંડળ જાણે !!
જેતપુર: જેતપુર પાલિકાના ભાજપના 13 સભ્યોએ વિકાસના કામોમાં આડો પગ કરી પક્ષની પ્રતિભા ખરડાવવા કરેલા પ્રયાસની વાતમાં વિરોધ કરનારા રાજેશ ઉસદડિયા, સુરેશ સખરેલીયા, અરવિંદ વણઝારા, અશોક મંગલાણી, બટુક સાકરિયા, ગોપાલ ડોબરિયા, દિલીપ વડાલીયા, મહેશ ભડેલીયા, રમાબેન મકવાણા, વિજયાબેન બરવાળીયા, પ્રભાબેન આંબલીયા, રમાબેન સરવૈયા, કંચનબેન વોરા, કંચનબેન લુણાગરિયા તથા ગીતાબેન રાઠોડ વિગેરે સામે શું શિસ્તભંગના પગલા તોળાશે કે કેમ ? તેવા પ્રશ્નના જવાબમાં પાલિકા પ્રમુખે જણાવેલ કે અમોએ આ વાત મોવડી મંડળને લેખિત અને મૌખિક બહુ સારી રીતે જણાવી દીધી છે. હવે શું નિર્ણય લેવો ? તે મોવડીમંડળના હાથમાં છે !!
કશ્યપ જે. જોશી જેતપુર 9974262812 

સોમવાર, 1 ફેબ્રુઆરી, 2016

ખજૂરીગુંદાળા ગામના વિદ્યાર્થીનો ગળાફાંસો ખાઈ આપઘાત..

ખજૂરીગુંદાળા ગામના વિદ્યાર્થીનો 
ગળાફાંસો ખાઈ આપઘાત..
જેતપુર તા.૧
જેતપુરની શાળામાં ભણતા અને તાલુકાના ખજૂરીગુંદાળા ગામે રહેતા એક વિદ્યાર્થીએ ગઈકાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધાની ઘટનાથી નાનકડા એવા ગામમાં શોક વ્યાપ્યો છે.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના ખજૂરીગુંદાળા ગામે રહેતા અને જેતપુરની શ્રીજી સ્કુલમાં ધો.૧૨ માં અભ્યાસ કરતા જગદીશ કિશોર સાકરિયા ઉ.વ.૧૮ નામના વિદ્યાર્થીએ પોતાના પિતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતા, લાગી આવતા પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જેતપુર તાલુકા પોલીસના જણાવ્યા ખેતીકામ કરતા કિશોરભાઈ ભીખુભાઈ સાકરીયાને ૨ સંતાનમાં એક જગદીશ મોટો અને એક ૧૫ વર્ષની પુત્રી છે. એકના એક ભાઈના આવા પગલાથી મૃતકની બહેન અને પરિવારજનોના વિલાપે ઉપસ્થીતોની આખો ભીની કરી દીધી હતી. જેતપુર તાલુકા પોલીસે બનાવની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 

અમરનગરમાં કેન્સર નિદાન કેમ્પ યોજાયો

અમરનગરમાં કેન્સર

નિદાન કેમ્પ યોજાયો

જેતપુર તા.૧

જેતપુર તાલુકાના અમરનગર ગામના આરોગ્ય કેન્દ્રમાં તાજેતરમાં રાજકોટ કેન્સર સોસાઈટી દ્વારા મુખ્ય મંત્રી અમૃત્તમ યોજના અને મુખ્ય મંત્રી વાત્સલ્ય યોજના હેઠળ કેન્સર નિંદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરનગરના મેડીકલ ઓફિસર ડો.હેપ્પી અધ્યક્ષ સ્થાને યોજાયેલ અને ડો.સવાણીના હસ્તે ઉદ્ઘાટિત થયેલ આ કેમ્પમાં ઉપસ્થિત દર્દીઓનું નિદાનની સેવા ડો.ડી.કે.પીપળિયાની મળી હોવાનું ગામના સરપંચ જગદીશભાઈ અને આરોગ્ય કેન્દ્રના વાસુદેવભાઈ શીલુએ જણાવ્યું હતું.

                                        ફોટો : કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨૬૨૮૧૨

 

“સાહબ આપકા એટીએમ લોક હો ગયા હૈ, પાસવર્ડ દીજિયે” કહીને... જેતપુરના મુસ્લિમ આધેડના બેંક ખાતામાંથી રૂપિયા ૧૮ હજાર ઉપાડી લેતા ગઠીયાઓ !

"સાહબ આપકા એટીએમ લોક હો ગયા હૈ, પાસવર્ડ દીજિયે" કહીને...

જેતપુરના મુસ્લિમ આધેડના બેંક ખાતામાંથી

રૂપિયા ૧૮ હજાર ઉપાડી લેતા ગઠીયાઓ !

પેટીયું રળવા મજુરી કરી બેંકમાં પૈસા રાખ્યા હતા.પણ હિન્દીભાષી ગઠિયાઓએ  ભોળવીને પૈસા સેરવી લીધા ! બેંકવાળા સતોષકારક જવાબ ના આપતા હોવાની પોલીસમાં રાવ......

જેતપુર તા.૧ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુરના એક મુસ્લિમ આધેડને ફોન ઉપર ભોળવીને પરપ્રાંતીય શખ્શોએ તેમના જેતપુર સ્થિત બેંક ખાતામાંથી રૂપિયા ૧૮ હજાર ઉપાડી લઇ છેત્તરપીંડી કરી હોવાની જેતપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી વિગતો મુજબ જેતપુરના ખીરસરા રોડ પર રહેતા અને મજુરી કરતા હનીફભાઈ ઈસ્માઈલભાઈ શાહમદાર ગત ૨૭-૧-૧૬ ના રોજ તેમના મોબાઈલ નંબર ઉપર એક અજાણ્યા હિન્દીભાસી યુવાનનો કોલ આવ્યો હતો કે "સાબ આપકા એટીએમ કાર્ડ લોક હો ગયા હૈ, પ્લીઝ આપકા એટીએમ કાર્ડ નંબર ઔર પાસવર્ડ દીજિયે, શુરુ કર દેતા હું" આવા સમયે જો એટીએમ કાર્ડ બંધ થઇ જાય તો ધંધે લાગી જઈએ તેવું મનોમન વિચારી હનીફભાઈએ હિન્દીભાષી યુવાનને તેમના એટીએમ કાર્ડ નંબર અને પાસવર્ડ આપી દીધા હતા.

દરમિયાન પાંચ જ મીનીટમાં હિન્દીભાસી શકશે એકવાર રૂપિયા ૯૦૦૦ અને બે વાર રૂપિયા ૫૦૦૦-૫૦૦૦ ઉપાડી લીધાના મેસેજ મળતા આ મુસ્લિમ આધેડ મૂંઝાયા હતા. બીજીબાજુ તેમને અહીના લાદી રોડ સ્થિત ઇન્ડિયન ઓવરસીજ બેંકમાં તપાસ કરતા રૂપિયા ૧૮૦૦૦ ઉપડી ગયાનું અને આ બાબતે બેંકસુત્રોએ કોઈ સંતોષકારક જવાબ નહિ આપતા હનીફભાઈએ આ વાતની જેતપુર શહેર પોલીસ અને રાજકોટ જીલ્લા પોલીસેને લેખિત ફરિયાદ કરી છે. અમુક બેંકસુત્રોએ જણાવેલ કે હિન્દુસ્તાનની કોઈ પણ બેન્કમાંથી એટીએમ કાર્ડ લોક થઇ ગયું તેવો કોઈ દિવસ કોઈ ગ્રાહકને ફોન નથી કરાતો. એક વખત જે તે બેન્કમાંથી એટીએમ કાર્ડ ગ્રાહકને સોંપાઈ કે અપાઈ ગયા પછી એટીએમના નંબર અને પાસવર્ડ સુરક્ષીત રાખવા જે તે ગ્રાહકની જવાબદારી છે. જયારે બેન્કિંગ કામકાજ સાથે સંકળાયેલા અમુક આગેવાનાઓ જણાવે છે કે, હિન્દુસ્તાનમાંથી ગમે તે જગ્યાએથી કોઈ પણ બેંક ખાતામાંથી પૈસા ઉપાડવાનો વહેવાર થાય એટલે સંબંધિત બેન્કને સો ટકા ખબર પડી જાય કે ક્યાંથી પૈસા ઉપડયા ? પણ કામગીરીઓના ભારણમાં કે આળસ નીચે દબાયેલા બેન્ક્સુત્રો આવી રીતે ઘણી વખત છેતરાયેલા ગ્રાહકો સાથે મનસ્વી-ઉડાઉ વર્તન કરતા હોય ઉપરી બેંકસુત્રોએ કોઈ કડક અમલવારી કરાવવી જોઈએ !

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 

 

 

 

રવિવાર, 31 જાન્યુઆરી, 2016

શનિવાર, 30 જાન્યુઆરી, 2016

AVSAN NONDH JETPUR 30-1-2016

અવસાન નોંધ : જેતપુર : 30-1-2016
જેતપુર: રાજગોર બ્રાહ્મણ હરીલાલભાઈ લક્ષ્મણભાઈ મહેતા(નિવૃત શિક્ષક-ઉ.વ.75)
તે સતીષભાઈ, અરુણભાઈ, રૂપાબેનના પિતા, અશોકભાઈ, ભરતભાઈ, દિનેશભાઈના કાકા, જીતેન્દ્રકુમાર રવિયાના સસરા તા.30 ના રોજ અવસાન પામ્યા છે. બેસણું તા.1 ને સોમવારે, સાંજે 4 થી 6, ત્રિનેત્ર મહાદેવ મંદિર, કોટડીયા વાડી, જેતપુર ખાતે રાખેલ છે.                         (કશ્યપ જે. જોશી જેતપુર - જેતલસર )






સાહેબ, ૧૦ પેટી વિદેશી શરાબ ગામના કુવામાં છે પોલીસે આખો કુવો ઉલેચી નાંખ્યો, કંઇ નાં મળ્યું !!

જેતપુર તાલુકા પોલીસને ધંધે લગાડતા બાતમીદારો !?

સાહેબ, ૧૦ પેટી વિદેશી શરાબ ગામના કુવામાં છે

પોલીસે આખો કુવો ઉલેચી નાંખ્યો, કંઇ નાં મળ્યું !!

શરાબના મુખ્ય સુત્રધ્ધારની અન્ય એક બાતમી પણ વાહિયાત નીકળી !!

જેતલસર તા.૩૦

"બાતમીદારનું નામ હંમેશા ગુપ્ત રહેવું જોઈએ" સાંપ્રત સમયમાં બાતમીદારોથીજ (ખાસ કરીને પોલીસને) સંબંધિતોને ઘણીખરી વિગતો મળી જતી હોય કામગીરીમાં ભારે સફળતાઓ મળે છે. પણ બાતમીદારોની બાતમી વાહિયાત નીકળે ત્યારે પોલીસતંત્ર કેવું ધંધે લાગે છે ? તેની સાબિતીરૂપ ઘટના તાજેતરમાં જેતપુર તાલુકા પંથકમાં બની ગઈ.


બનાવની વિગતો કૈક એવી મળી છે કે તાજેતરમાં જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામની સીમમાં કિરીટભાઈ ગોવિંદભાઈ બુટાણીના કબજાવાળા પડતર ખેતરમાં વેંચાણ કરવાના ઈરાદે ગામનાજ સંગ્રામ મંગા વાકાતર નામના ભરવાડ યુવાને વિદેશી શરાબનો મોટો જથ્થો સંઘર્યો હોવાની તાલુકા પોલીસને બાતમી મળતા, જેતલસર આઉટ પોલીસ ચોકીના જમાદાર મજનુભાઈ મનાત, પોલીસ કોન્સ્ટેબલો જયવીરસિંહ રાણા, પંકજસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ વીરડા, ભીખુભાઈ વેગેરે પોલીસ કાફલો બાતમીવાળી જગ્યાએ પહોચી ચોક્કસ જગ્યાએ ખોદકામ કરાવતા પોલીસને રૂપિયા ૨૮૮૦૦ ની વિલાયતી શરાબની ૯૬ બોટલ હાથ લાગી હતી.

 

એક રીતે પોલીસ સફળતા મળી હોવાનો ઓડકાર ખાતી હતી તેવા સમયેજ બાતમીદારોએ વધુ બે બાતમી આપી પોલીસને દોડતી કરી હતી કે આ વાતમાં સંગ્રામ નવો નિશાળીયો છે, હકીકતમાં આ શરાબનો જથ્થો નંદુ નામના શખ્સે ઉતાર્યો છે ?!  પોલીસે આ બાતમી તરફ તપાસનો ચક્રો ગતિમાન કરી ઊંડી તપાસ કરતા આ વાત વાહિયાત નીકળી હોવાનું જમાદાર મજનુભાઈએ જણાવ્યું હતું. જો કે જાણકારોએ કહ્યું કે પાપનો ઘડો આજ નહિ તો કાલે, ફૂટ્યા વગર નહિ રહે !!

 

તો મળેલા શરાબના જથ્થામાની ૧૦ પેટી વિદેશી શરાબની સુત્રધ્ધારે ગામમાં પાણી વિતરણ કરતા જીલ્લા(બંધિયાર કુવો)માં ફેંકી દીધી હોવાની પણ બાતમી મળતા ઉપરોક્ત પોલીસ સ્ટાફ ઉપરાંત ગામડા બીટ જમાદાર રામજીભાઈ બગડાએ આખા જીલ્લાનું પાણી ખાલી કરાવતા તેમાંથી વિદેશી શરાબ તો શું રાતી પાઈ પણ ના નીકળતા પોલીસને અફવા જેવી વાહિયાત બાતમીના લીધે ધંધે લાગવું પડ્યું હોવાનો અહેસાસ થયો હતો.

 

કહેવાનું તાત્પર્ય એ છે કે, બાતમીદારો જ જો પોલીસને અવળે માર્ગે ચડાવતા રહેશે તો એક વખત એવો આવશે કે ખરે સમયે પોલીસ આવી બાતમીઓ તરફથી મોઢું ફેરવી લેશે જે બાતમીદારો તો શું તેમના સમસ્ત ગામને હેરાનગતિ ભોગવવાનો વારો આવશે તેવું પોલીસનું કહેવું છે.                 

(કશ્યપ જે.જોશી જેતલસર જેતપુર )


શુક્રવાર, 29 જાન્યુઆરી, 2016

૧૩૦ કિમીની ઝડપે પીછો કરી પોલીસે કાર રોકી..કારનું ટાયર ફાટ્યું ને પકડાયો દેશી..

જેતપુર તાલુકા પોલીસે મહેનત કરી પણ મળ્યો ૨૫૦ લીટર દેશી દારુ !!

૧૩૦ કિમીની ઝડપે પીછો કરી પોલીસે કાર

રોકી..કારનું ટાયર ફાટ્યું ને પકડાયો દેશી..

જેતલસર નજીકની ઘટના..રોડ પર ફિલ્મી દ્રશ્યો..કાર ચાલક અંતે નાશી છૂટ્યો !

જેતલસર તા.૨૯

આજે સવારના પહોરમાં જેતલસર નજીક ફિલ્મી ઢબે અજાણી કારનો પીછો કરી જેતપુર તાલુકા પોલીસે દેશી દારૂનો ૨૫૦ લીટર જથ્થો પકડી પાડી નાશી છુટેલા કાર ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી વિગતો મુજબ જેતપુર તાલુકા પોલીસના મજનુંભાઈ મનાત. ઈશ્વરસિંહ રાણા, ઘનશ્યામભાઈ વીરડા, અશ્વિનભાઈ, ભીખુભાઈ વિગેરે આજે સવારે જેતલસર નજીક ચેકપોસ્ટ પર હતા ત્યારે જીજે ૧ એચ.એફ.૫૩૬૩ નંબરની શંકાસ્પદ કારને રોકવા પ્રયાસ કરતા કાર ચાલકે કારને બમણી સ્પીડમાં ભગાવી મૂકી હતી.

દરમિયાન તાલુકા પોલીસના ડ્રાઈવર ભીખુભાઈએ ૧૩૦ કિમીની ઝડપે પોલીસ વાન ચલાવી ભાગી રહેલી કારને પકડવા જાનના જોખમે પ્રયાસ કરતા આગળ દોડી રહેલી ઉપરોક્ત કારનું ટાયર અચાનક ફાટતા, કાર ચાલકે ડ્રાઈવિંગ પરનો કાબુ ગુમાવી બેસતા સાંકળીના પાટિયા પાસે કાર રોકાઈ ગઈ હતી અને ચાલક ખેતર વાતે હવામાં ઓગળી ગયો હતો.

બીજીબાજુ કાર ચાલકે શા માટે કાર ભગાવી ? તે વાતની જેતપુર તાલુકા પોલીસે તપાસ કરતા કારમાંથી રૂપિયા ૫૫૦૦ નો ૨૫૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થા સાથે રૂપિયા ૧.૫૦ લાખની કાર કબજે લઇ, દેશી દારૂના ડીલર અને વિક્રેતાને પકડવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું મજનુંભાઈ જણાવે છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨ ૬૨૮૧૨

 

 

જેતપુર નજીક કાર હડફેટે બાઈક સવારનું મોત..

જેતપુર નજીક કાર હડફેટે બાઈક સવારનું મોત..

જેતપુર તા.૨૯

આજે સવારે જેતપુરના પેઢલા નજીક પુરપાટ ઝડપે જતી કાર હડફેટે ચડી ગયેલા ખંભાલીડાના વૃદ્ધનું ઘટના સ્થળેજ કરુણ મોત થયું હતું. જયારે બાઈક ચાલકને નાની મોટી ગંભીર ઈજાઓ સાથે જેતપુરથી સારવાર માટે અન્યત્ર ખસેડેલ છે.

 

મળતી વિગતો મુજબ ગોંડલ તાલુકાના ખંભાલીડા ગામે રહેતો કોળી ભરત પ્રેમજી જાદવ(ઉ.વ.૨૮) આજે સવારે ૧૧ વાગ્યાની આસપાસ ગોંડલથી જેતપુરના પેઢલા ગામ તરફ જવા હાઈવે પરથી પેઢ્લાના રોડ પર જવા ગયો ત્યારે તેમના જીજે૩ એજે ૩૨૧ નંબરના હોન્ડાને રાજકોટથી ધોરાજી તરફ પુરપાટ ઝડપે જતી જીજે ૩ ડીએન ૮૫૮૩ નંબરની કાર ચાલકે હડફેટે લેતા બાઈકમાં ભરતની પાછળ બેઠેલા નરશીભાઈ વાલજીભાઈ સરવૈયા(ઉ.વ.૬૦)નું ઘટના સ્થળેજ કમકમાટીભર્યું મોત થયું હતું.

બનાવની જાણ થતાજ જેતપુર તાલુકા પોલીસના જમાદાર મજનુંભાઈ મનાત, જયવીરસિંહ રાણા, ઘનશ્યામ વીરડા વિગેરે પહોચી જઈ મૃતકની ડેડબોડી પીએમ માટે અત્રેની સરકારી હોસ્પીટલમાં ખસેડેલ.

જ્યારે ચાલક ભરતને ગંભીર ઈજાઓની સારવાર માટે જેતપુરથી અન્યત્ર ખસેડેલ છે. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે એ નોંધનીય છે કે, આ બનાવ બન્યો ત્યારે પેઢલાના સેવાભાવી હકાભાઇ ગઢવી શ્રીફળ અગરબત્તી લઈને મામાદેવના મંદિરે જતા હતા. પણ તેઓએ રાબેતા મુજબની સેવા કરી મૃતકને હોસ્પીટલે પહોચાડવા વધુ એક વખત જહેમત ઉઠાવી હતી તે હોસ્પિટલસૂત્રોમાં સરાહનીય બની હતી...

કશ્યપ જે. જોશી જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨ 


જેતપુર નજીક કાર હડફેટે બાઈક સવારનું મોત..


જેતપુર નજીક કાર હડફેટે બાઈક સવારનું મોત..

જેતપુર તા.૨૯

આજે સવારે જેતપુરના પેઢલા નજીક પુરપાટ ઝડપે જતી કાર હડફેટે ચડી ગયેલા ખંભાલીડાના વૃદ્ધનું ઘટના સ્થળેજ કરુણ મોત થયું હતું. જયારે બાઈક ચાલકને નાની મોટી ગંભીર ઈજાઓ સાથે જેતપુરથી સારવાર માટે અન્યત્ર ખસેડેલ છે.

 

મળતી વિગતો મુજબ ગોંડલ તાલુકાના ખંભાલીડા ગામે રહેતો કોળી ભરત પ્રેમજી જાદવ(ઉ.વ.૨૮) આજે સવારે ૧૧ વાગ્યાની આસપાસ ગોંડલથી જેતપુરના પેઢલા ગામ તરફ જવા હાઈવે પરથી પેઢ્લાના રોડ પર જવા ગયો ત્યારે તેમના જીજે૩ એજે ૩૨૧ નંબરના હોન્ડાને રાજકોટથી ધોરાજી તરફ પુરપાટ ઝડપે જતી જીજે ૩ ડીએન ૮૫૮૩ નંબરની કાર ચાલકે હડફેટે લેતા બાઈકમાં ભરતની પાછળ બેઠેલા નરશીભાઈ વાલજીભાઈ સરવૈયા(ઉ.વ.૬૦)નું ઘટના સ્થળેજ કમકમાટીભર્યું મોત થયું હતું.

બનાવની જાણ થતાજ જેતપુર તાલુકા પોલીસના જમાદાર મજનુંભાઈ મનાત, જયવીરસિંહ રાણા, ઘનશ્યામ વીરડા વિગેરે પહોચી જઈ મૃતકની ડેડબોડી પીએમ માટે અત્રેની સરકારી હોસ્પીટલમાં ખસેડેલ.

જ્યારે ચાલક ભરતને ગંભીર ઈજાઓની સારવાર માટે જેતપુરથી અન્યત્ર ખસેડેલ છે. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે એ નોંધનીય છે કે, આ બનાવ બન્યો ત્યારે પેઢલાના સેવાભાવી હકાભાઇ ગઢવી શ્રીફળ અગરબત્તી લઈને મામાદેવના મંદિરે જતા હતા. પણ તેઓએ રાબેતા મુજબની સેવા કરી મૃતકને હોસ્પીટલે પહોચાડવા વધુ એક વખત જહેમત ઉઠાવી હતી તે હોસ્પિટલસૂત્રોમાં સરાહનીય બની હતી...

ફોટો અને સમાચાર હિતેશ સાવલિયા જેત

જેતપુર પાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં રજુ થયેલ ૬૭ પ્રશ્નોમાંના ૧૩ પ્રશ્નોનો વિરોધ કરતા પાલિકના ૧૫ સદસ્યો ! વિરોધીઓમાં ૧૩ ભાજપના !!

જેતપુર પાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં રજુ થયેલ ૬૭ પ્રશ્નોમાંના

૧૩ પ્રશ્નોનો વિરોધ કરતા પાલિકના ૧૫

સદસ્યો ! વિરોધીઓમાં ૧૩ ભાજપના !!

જેતપુર પાલિકામાં કુલ ૪૨ સભ્યોમાં ૧૮ ભાજપના છે. અને આજે બેઠક દરમિયાન

ભાજપનાજ ૧૩ સહીત ૧૫ સદસ્યોએ ૧૩ પ્રશ્નોનો વિરોધ કરતા પાલિકા પ્રમુખ મુંજવણમાં !?

જેતપુર તા.૨૯ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુર નવાગઢ નગર પાલિકાની આજે શુક્રવારે મળેલી જનરલ બોર્ડની બેઠક દરમિયાન ભાજપના પાલિકાના મહિલા પ્રમુખના સ્થાનેથી રજુ કરાયેલ ૬૭ પ્રશ્નોમાંના ૧૩ પ્રશ્નોનો ભાજપના ૧૩ અને  ૨ અપક્ષ ઉમેદવારો એમ ૧૫ પાલિકા સદસ્યોએ જોરસોરથી વિરોધ ઉઠાવતા ભાજપના પાલિકા પ્રમુખ ઘડી-બેઘડી મુંજવણમાં મુકાઈ ગયા હતા.

 

મળતી વિગતો મુજબ આજે જેતપુર નવાગઢ નગર પાલિકાની જનરલ બોર્ડની મળેલી બેઠકમાં કુલ ૪૨ સદસ્યોમાંના ૩૫/૩૬ સદસ્યો હાજર રહ્યા હતા. બેઠક પહેલા અમુક જાણકાર વર્તુળોએ એવો ઈશારો વ્યક્ત કરેલ કે બેઠક તોફાની બની રહેશે. પણ આવું કઈ જોવા મળ્યું નહોતું.

બીજીબાજુ શહેરમાં હાથ ધરાઈ રહેલ અનેકવિધ વિકાસના કામો, બાકી રહેતા કામો અને અમુક ખર્ચાઓ પરત્વેના રજુ કરાયેલા કુલ ૬૭ પ્રશ્નોમાં ૧૩ પ્રશ્નોનો ભાજપના ૧૩ સહીત ૧૫ સદસ્યોએ ઉગ્ર વિરોધ કર્યો હતો.

જે પ્રશ્નોનો વિરોધ કરાયો તે જોઈએ તો (૧) ધારેશ્વર પાણીનો બળી ગયેલ સબમર્શીબલ પંપ રીપેર કરવા મળેલ રૂ. ૨ લાખ ૪૭૫૦ ના કવોટેશનની વાત, (૨) ભાદર ડેમ ઉપર ખરાબ થયેલ એચપી પંપને રીપેર કરાવવાનો રૂ.૪૬ હજારનો ખર્ચ, (૩) ધોરાજી રોડ પરના સાર્વજનિક પ્લોટ તેમજ બાજુની ફાજલ જગ્યામાં ૫૯૨ ચો.મી. જગ્યામાં ઈ.એસ.આર.(પાણીની ટાંકી) બનાવવા બાબતે, (૪)  નવાગઢમાં પાલિકા હસ્તકની પંચાયતની જમીનમાં પાણીની ટાંકી બનાવવી વિગેરે કામો, (૫) ફિલ્ટર પ્લાન્ટ ઉપર આવેલ ઉજડપ્પા ટાંકી ભરવા માએની ૧૨૦ એચપી મોટર રાખવા માટે ફાઉન્ડેશન કાપી નવા એસએસના નવા બોલ્ટ નાખી નવું ફાઉન્ડેશન ભરવા સહિતના કામો, (૬) ફિલ્ટર પ્લાન્ટ ઉપરના પંપ હાઉસમાં મોટરના ફૂટવાલ અને બેરલ વી. ખર્ચના રૂ.૧૫૦૦૦, (૭) ઊજડપ્પા ટાંકી રીપેરીંગ ના રૂ.૬૦૦૦, (૮) ધારેશ્વરથી નીકળતી ૪૫૦ મીમીની ડાયાની પાઈપલાઈન ઉપર કોન્ક્રીટ કરવાના રૂ.૪૩૮૦૦ નો ખર્ચ, (૯) શહેરી વિસ્તારમાં જુદા જુદા માલસામાન ખરીદવાની જરૂરીયાત હોય રૂપિયા ૧૨૦૦૦ મંજુર કરવા અંગે, (૧૦) આઉટ સોર્સીન્ગથી મેં પાવરની સેવા માટે ત્રીજા પ્રયત્નથી આવેલ ભાવોના પ્રકરણમાં નવેસરથી જાહેરાત આપી ભાવો મેળવવા વી બાબતે. (૧૧) જુના રાજકોટ હાઈવે રોડ પર લોખંડની ૪૫૦ મીમી ની પાઈપલાઈન કાપવા માટેના રૂપિયા ૭૦૦૦ નો ખર્ચ, (૧૨) પાણી પુરવઠાના કામે ફિલ્ટર પ્લાન્ટ ખાતેની મોટર રીપેરીંગ કરવાના રૂ.૭૦૦૦ ના ખર્ચ અંગે, (૧૩) ભાદર ડેમ ઉપર સબમર્શીબલના રીવાઈન્ડીંગ કામના રૂ.૬૫૦૦૦ અને વધારાના ૧૫૦૦૦ ખર્ચ મંજુર કરવા વિગેરે બાબતોનો વિરોધ કરાયો હતો.

વિરોધ કરનારા સદસ્યોમાં કોણ કોણ ?

જેતપુર: આજની બેઠક દરમિયાન રજુ થયેલા પ્રશ્નોમાં ૧૩ પ્રશ્નોનો વિરોધ વ્યક્ત કરનારાઓમાં

રાજેશ ઉસદડિયા, સુરેશ સખરેલીયા, અરવિંદ વણઝારા, અશોક મંગલાણી, બટુક સાકરિયા, ગોપાલ ડોબરિયા, દિલીપ વડાલીયા, મહેશ ભડેલીયા, રમાબેન મકવાણા, વિજયાબેન બરવાળીયા, પ્રભાબેન આંબલીયા, રમાબેન સરવૈયા, કંચનબેન વોરા, કંચનબેન લુણાગરિયા તથા ગીતાબેન રાઠોડનો સમાવેશ થતો હોવાનું સદસ્ય અરવિંદ વણઝારાએ જણાવ્યું હતું.

અન્ય મહત્વના પ્રશ્નો બહાલી માટે રજુ

જેતપુર: પાણી ફી તથા નળ કનેક્શન ડીપોજીટમાં વધારો કરવા અંગે, બંધ પડેલ લોડરને રીપેર કરવાના ખર્ચ અંગે, જાહેરાતો માટેના હોલ્ડીંગ બોર્ડ વિગેરે માટે કરારી કંપનીના રીટર્ન થયેલ ચેકની વાતમાં વકીલ રોકવા અંગે, જન્મ મરણની કામગીરી માટે ચાર કર્મીઓ નક્કી કરવા, સેનિટેશન શાખામાં ખાલી પડેલી જગ્યા ભરવા તેમજ સેટઅપ વધારવા, તેમજ સફાઈ કામદારો તેમજ સફાઈ કોન્ટ્રાકટ આપવા અંગે, ગણેશ ઉત્સવ દરમિયાન તરવૈયા રોકવા અંગે, પાલિકાના ફિલ્ટર પ્લાન્ટની પડી ગયેલી દીવાલ બનાવવા અંગે, મૃત પશુની કામગીરી કરનારને ડીપોજીટ જપ્ત કર્યા બાદ તફાવતની રકમ ચુકવવા અંગે, પાલિકાની વેબસાઈટ ચલાવવાનો ખર્ચ મંજુર કરવા અંગે, ફાયર બ્રિગેડ શાખામાં સુરક્ષાના પ્રસાધનો ખરીદવા અંગે, પાલિકા કચેરીની સુરક્ષા માટે ઉચિત સાધનો ઉપલબ્ધ કરવા અંગે, કારોબારી સમિતિની પસંદગી સમિતિની રચનામાં સુધારો કરવા અંગે, સરદાર પાર્કમાં નાસ્તાગૃહના કરારનો અંત લાવી ચીડિયા ઘર અને એમ્યુંઝન પાર્ક બનાવવા અંગે, દલિત અને હિંદુ સ્મશાનગૃહ વચ્ચેની દીવાલનો ખર્ચ મંજુર કરવા બાબતે, લાઈબ્રેરી માટે રૂપિયા ૧ લાખ મંજુર કરવા બાબતે, હિંદુ સ્મશાનમાં ઓટા બનાવી જુદી જુદી મૂર્તિઓ રાખવાના મળેલા એસીમેન્ટનું કામ મંજુર કરવા, ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ સુત્રોની માંગ મુજબ ઔધોગિક વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો ઉભી કરવા, જેતપુર યાર્ડમાં પાલિકાના એક સભ્યની નિયુક્તિ કરાવવા, બગીચામાં વિવિધ સાધનો ફીટ કાર્ય તે ખર્ચ મંજુર કરવા,ગર્લ્સ સ્કુલમાં શૌચાલય બનાવવા અંગે, બગીચામાં આવારા તત્વોથી બચવા બસ સ્ટેન્ડ બાજુની દીવાલ ઉંચી લેવા, વી પ્રશ્નોને મંજુર કરવા આજની બેઠકમાં મુકાયા હતા.

 

ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર 


ગુરુવાર, 28 જાન્યુઆરી, 2016

અવસાન નોંધ જેતપુર 28-1-2016

અવસાન નોંધ : 28-1-2016
જેતપુર: વરિયા વૈષ્ણવ પ્રજાપતિ સ્વ.મોહનભાઈ ગોવિંદભાઈ સંચાણીયા (કોઠારિયાવાળા)ના પત્ની 
શાંતાબેન (ઉ.વ.87) તે જીવનભાઈ, મનસુખભાઈ અને દિનેશભાઈના માતા, વિપુલભાઈ(જેતપુર શહેર ભાજપ મંત્રી), 
કેતનભાઈ તથા આશિષભાઈના દાદીમાં તા.27 ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.29 ને શુક્રવારે, તેમના નિવાસ્થાને, 
સાંજે 4 થી 6, ધોરાજી રોડ, પંચમીયા હોસ્પિટલ પાછળ, જેતપુર ખાતે રાખેલ છે.
કશ્યપ જે.જોશી જેતપુર 9974262812 



JETPUR SHAHER TALUKANA VIVIDH VARTMAAN : KASHYAP JOSHI JETPUR JETALSAR

લોહાણા સમાજ જેતપુરનું ગૌરવ 

જેતપુર: શહેરની સેવાભાવી સમર્પણ ગ્રુપ દ્વારા તાજેતરમાં તેમના 21 માં 

પ્રવેશોત્સવ દરમિયાન વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં જલારામ ન્યુઝ એજન્સી(નવાગઢ)ની પુત્રી કૃપાલીએ દેશભક્તિ ગીતમાં 

પ્રથમ અને ચિત્ર સ્પર્ધામાં તૃતીય નંબર મેળવી શહેર અને લોહાણા સમાજનું 

ગૌરવ વધાર્યું છે.                   (કૃપાલીનો ફોટો પણ ઈમેઈલમાં સામેલ છે.)

 

પેઢલાની શાળામાં સોશિયલ સાયન્સ 

એક્ઝીબીશન યોજાયું 

જેતલસર  : જેતલસર નજીકના પેઢલાની ધવલ સ્કુલમાં સોશિયલ સાયન્સ એક્ઝીબીશન 

યોજાયું હતું. જેમાં ઉપસ્થિત વિદ્યાર્થી ભાઈ બહેનોને રાજેશભાઈએ વિજ્ઞાન વિશેની વિગતવાર માહિતીઓ પીરસી હતી. તેઓએ વોલ્કેનો બાયોરીજર્વ અને વાઈલ્ડ લાઈફ સેન્ચુરી વિશે પણ સહ્પ્રદર્શન માહિતીઓથી છાત્રોને વાકેફ કર્યા હતા.. (ફોટો : કશ્યપ જોશી - જેતલસર )

 

પેઢલાના છાત્રોનું કુસ્તી સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન 

જેતલસર : જેતલસર નજીકના પેઢલાની ધવલ સ્કુલમાં તાજેતરમાં જીલ્લા કક્ષાની કુસ્તી

સ્પર્ધા યોજાઈ હતી. ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલ સ્પર્ધામાં ધવલ શાળાના નીખીલ 

ચોવટિયા(દ્વિતીય), જયવીર ભુવા, દર્શ માલવિયા અને મિત બંકાએ (તૃતીય) નંબરો મેળવી શાળાનું ગૌરવ વધારતા સંસ્થાના એમડી દિનેશ ભુવા અને  હિતેશભાઈ ભુવા સહિતના શાળા પરિવારે વિજેતાઓને બિરદાવ્યા હતા.                    (ફોટો : કશ્યપ જોશી - જેતલસર )

 

 

જેતપુરમાં આઉટ સોર્સિંગના કામો માટેના ટેન્ડરોમાં 

મળેલા નીચા ભાવો મંજુર કરવા રજુઆતો..

જેતપુર તા.28

જેતપુર નવાગઢ નગર પાલિકા દ્વારા દર વર્ષે આઉટ સોર્સિંગના કામો માટે ટેન્ડર બહાર પડાય છે. વર્ષે પણ બહાર પડાયેલ ટેન્ડરોમાં પાંચ કંપનીના ટેન્ડરો મળ્યા છે. જેમાં સૌથી નીચા ભાવો હોય તે કંપનીના ભાવો મંજુર કરવા પાલિકા સદસ્ય અશોક મંગલાણીએ માંગ દોહરાવી છે.

બાબતે અશોકભાઈનું કહેવું છે કે શહરેમાં આઉટ સોર્સિંગના કામો માટે પ્રતિ વર્ષ બહાર પડાતા ટેન્ડરમાં જેમના નીચા ભાવો હોય તેઓનું ટેન્ડર પાસ કરી, પાલિકાના હિતને ધ્યાનમાં લેવાય તે જરૂરી છે. કારણ વાતમાં ગેરરીતી થઇ શકે છે. તે એટલા માટે કે પાલિકાના ટેન્ડર માટે ભાવો મોકલનાર પાંચ સંસ્થાઓ પૈકીની ગ્રેવમોર, સકસેસ અને સેક્યુરેડ એમ ત્રણેય સંસ્થાઓએ ભાવોમાં ઈએસઆઈ તેમજ પીએફની રકમ ભરેલી નાં હોય ત્રણેય સંસ્થાઓ આપોઆપ ગેરલાયક ઠરાવી શકાય.  (કશ્યપ જોશી જેતપુર )

 

લોકસભાના સ્પીકરનું જેતપુર પાલિકા પ્રમુખે કર્યું સન્માન 

જેતપુર : તાજેતરમાં અમદાવાદ ખાતે સ્માર્ટ સીટી તથા રોડ રસ્તાની સમજ માટે એક કાયક્રમ યોજાયો હતો. જેમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે લોકસભાના સ્પીકર તેમજ અતિથી તરીકે રાજકોટના ધનસુખ ભંડેરી હાજર રહ્યા હતા. તકે રાજ્યબહારની મહાનગર પાલિકાઓના મેયર, ડેપ્યુટી મેયર અને નગરપાલિકાના પ્રમુખોની હાજરીમાં સુમિત્રા મહાજનનું દ્વારકા પાલિકા પ્રમુખ અને જેતપુર પાલિકા પ્રમુખ શારદાબેન બારોટ દ્વારા મોમેન્ટો આપી સન્માન કરાયું હતું.  (ફોટો : કશ્યપ જોશી - જેતપુર  )

 

 જેતપુરની શાળાએ પ્રજાસત્તાક પર્વ સાથે 

રક્તદાન કેમ્પ-ચેસ સ્પર્ધા યોજી 

જેતપુર : શહેરની  અંકુર શાળામાં પ્રજાસત્તાક પર્વની સાથે રક્તદાન કેમ્પ અને ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાબતે વિગતો આપતા શાળાના હર્ષદભાઈ અને ભદ્રેસભાઈ મહેતાએ જણાવેલ કે પ્રતિ વર્ષના આયોજન  વર્ષે પણ પ્રજાસત્તાક પર્વના દિવસે સૌપ્રથમ ધ્વજવંદન બાદ જેતપુર બ્લડ બેંક અને રાજકોટની ફિલ્ડ માર્શલ બ્લડ બેન્કના સહયોગ વચ્ચે રક્તદાન કેમ્પના આયોજનમાં 50 લોકોએ રક્તદાન કર્યું હતું

જયારે શાળાના છાત્રો વચ્ચે યોજાયેલ ચેસ સ્પર્ધામાં હર્ષા ખુહાં અને વિશાલ મકવાણાએ પોતાના તેજસ્વી મગજ સાબિત કરી પ્રથમ નંબરો મેળવ્યા હતા. (ફોટો : કશ્યપ જોશી જેતપુર)

 

ગુજ.પ્રદેશ પિયત સહભાગી 

સહકારી મહાસંઘના હોદેદારો 

જેતલસર: તાજેતરમાં ગુજરાત પ્રદેશ પિયત સહભાગી સહકારી મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ કાનજીભાઈ ગોરધનભાઈ રાદડિયા(અકાળા, જેતલસર પંથક, તા.જેતપુર)ની રાહબારી તળેખેડાના આણંદ ખાતે  એક બેઠકમાં  અરવલ્લી સહિતના 17 જીલાઓને પ્રતિનિધિત્વ અપાયું હતું. જેમાં જામ જસવંતસિંહ નટવરસિંહ(ઉપપ્રમુખ-મધ્ય ગુજરાત), મંત્રી તરીકે ઉત્તર ગુજરાત સાબરકાંઠાના પટેલ બાબુભાઈ મોતીદાસભાઈ,ને તેમજ નટવરસિંહ એસ.પરમાર(સહમંત્રી-.ગુ.) તથા કારોબારી અધ્યક્ષ તરીકે પટેલ કાન્તિલાલ મણીલાલ((સાયરા) વિગેરેની નીમણુંકો કરવામાં આવી હતી. 

(KASHYAP JOSHI)

 

સરધારપુર ગામે નબળા રોડકામની રાવ

જેતપુર : જેતપુર તાલુકાના સરધારપુર ગામે અનુસુચિત જાતી વિસ્તારમાં સીસી રોડ 

નબળો થયો હોવાની જમન દેસા રાઠોડે જેતપુરના ટીડીઓને ફરિયાદ કરી છે. 

(KASHYAP JOSHI)