અનુયાયીઓ

સોમવાર, 18 જાન્યુઆરી, 2016

જેતપુર શહેર દફતરે આજે જુદા જુદા ત્રણ કમોતના બનાવો

જેતપુરના યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત...
અન્ય એક યુવાનનું વીજશોકથી અને પરિણીતાનું દવા પીવાથી મોત થયાની ઘટનાઓ પોલીસ દફતરે 
જેતપુર તા.૧૮
જેતપુર શહેર દફતરે આજે જુદા જુદા ત્રણ કમોતના બનાવો નોંધાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ અહીના ટાકુડીપરા વિસ્તારમાં રહેતા અપરણિત યુવાન કાનજી પરબત ગોહેલ(ઉ.વ.૩૫) એ આજે કોઈ અગમ્યો કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીંદગી ટૂંકાવી નાખ્યાની ઘટના પોલીસ દફતરે નોંધાતા જમાદાર ખરાડીએ તપાસ હાથ ધરી છે.
વંદા મારવાની દવા પી લેનાર પરિણીતાનું મોત
જેતપુર તા.૧૮
અહીના જગાવાલા ચોરા વિસ્તારમાં રહેતા ફર્ઝાનાબેન સલીમભાઈ મકરાણી નામની ૩૪ વર્ષીય પરિણીતાની લાશ આજે અહીના ભાદરના પુલ પાસેથી મળી આવતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ લાશને પીએમ માટે અહીના સરકારી દવાખાને ખસેડી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ ફરઝાનાબેનનું મોત વંદા મારવાની દવા પીવાથી મોત થયાનું પ્રાથમિક તારણ જાહેર કર્યું હતું. આ મુસ્લિમ પરિણીતાને શા માટે દવા પીવી પડી તે અંગે જમાદાર નવીનભાઈએ તપાસ હાથ ધરી છે.
જેતપુરના યુવાનનું વીજશોકથી મોત 
જેતપુર તા.૧૮
અહીના બોખલા દરવાજા વિસ્તારમાં આવેલ કોળી લાઈનમાં રહેતા ગોવિંદ મનસુખ તરવાડીયા(ઉ.વ.૨૫) ને આજે પોતાના ઘરે વીજશોક લાગતા બેભાન હાલતમાં અહીના સરકારી દવાખાને ખસેડેલ. પણ ગોવિદને તબીબોએ મૃત જાહેર કર્યો હતો. બનાવની વધુ તપાસ જમાદાર ખરાડીએ હાથ ધરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨ 

ગરીબોને ભોજન કરાવી ઉજવ્યો જન્મદિન !

ગરીબોને ભોજન કરાવી ઉજવ્યો જન્મદિન !
જેતપુર: જન્મદિવસની વાત આવે એટલે કોઈ પણ યુવાન, કિશોર કે વાલીઓ જન્મદિવસ ઉજવવા કોઈ હોટેલનો સહારો લેતા હોય છે. આ વાતમાં વાંક કિશોર, યુવાન કે વાલીઓનો નથી, બલકે યુગનો છે. સાંપ્રત સમયમાં દેખાદેખી અને અનુકરણ સૌ કરતા આવ્યા છીએ.આવા અનુકરણના પરિણામમાં અંતે વાલીઓએ નુકશાની સહવાનો વારો આવે છે. આવી બધી વાતોને જાકારો આપી અહીની સેવાભાવી સંસ્થા લાયન્સ કલબના ડી.ચેરમેન હરસુખભાઈ ડોબરીયાના પુત્ર કિશનના જન્મ દિવસે ડોબરિયા પરિવારે અન્ય લાયન મિત્રો ડો.જોશી, લા.પ્રમુખ અતુલભાઈ લાલકીયા, અક્ષય પટેલ, જેન્તીભાઈ સાકરીયા, લલીતભાઈ ઠુંમર અને હિતેશ અંટાલા વી.ની હાજરીમાં શહેરના પછાત વિસ્તારમાં જઈ, કેક કાપી, ગરીબોને ભોજન કરાવી જન્મદિન ઉજવતા આ પ્રેરણાદાયી પગલાની શહેરમાં સરાહના થઇ રહી છે. 
કશ્યપ જે. જોશી જેતપુર 

જેતપુરમાં મકરસંક્રાંતિ પર્વ નિમિતે બાળકોને શેરડી-ચિકીનું વિતરણ

જેતપુરમાં મકરસંક્રાંતિ પર્વ નિમિતે બાળકોને શેરડી-ચિકીનું વિતરણ
જેતપુર : જેતપુર રોયલ લાયન્‍સ કલબ તથા સલગ્ન સંસ્‍થા લીયો કલબ દ્વારા  મકરસંક્રાંતિના પાવન દિવસે સંસ્‍થાના પૂવ ડી-ગવર્નર ધીરૂભાઇ રાણપરીયાના માર્ગદર્શન વચ્ચે પછાત વિસ્તારોમાં લાયન્‍સ - લીયો ટીમે મહાકાળી સાડી - મુંબઇના આર્થિક મદદ દ્વારા બાળકોને શેરડી, બીસ્‍કીટ, ચિકી, લાડુનું વિતરણ કરી માનવ સેવા એ જ પ્રભુ સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડયું હતું. ફોટો : કશ્યપ જોશી જેતપુર 

શનિવાર, 16 જાન્યુઆરી, 2016

Expensive Items

The Most Expensive Items in the World
> The International Space Station is the most expensive object ever made by man. Hovering 380 kilometers above us, it is worth about 150 billion dollars.
>
>
>  
> The most expensive Bonsai tree in the world is Over 300 years old and will run you around 1.3 million.
>
>  
> The most expensive book in the world is the Codex Leicester of Leonardo da Vinci, a book of scientific writings by the famous geniuses, will cost you 30.8 million.
>
>  
> The most expensive watch in the world is the A. Lange Sohne Grand Complication. This immensely complicated (876 hand wrought parts, 7 complications and 14 functions) and precise watch can only be made by one man in the whole world, and it takes him a whole year just to make one! It can be yours, with some patience and $2.5 million dollars.
>
>  
> The most expensive jet in the world is the Airbus 318 Elite Private Jet and if you want it you better have 62 million and gas money.
>
>
> The most expensive Cognac in the world is called Henry IV Dudognon Heritage Cognac Grande Champagne (say that 3 times fast!) and a bottle costs no less than $2 million. That would be about $20,000 per sip. 
>
>  
> The most expensive dog in the world is the beautiful, rare and huge Tibetan Mastiff puppy (dog on the right). This gorgeous hound is worth $2 million dollars. 
>
>  
> The most expensive photograph ever sold was this deceptively plain photo of the Rhein II, made by German artist Andreas Gursky and sold for 4.3 million.
>
>  
> The most expensive sword in the world belonged to none other than Napoleon Bonaparte, and will go for about $6.4 million. 
>
>  
> The most expensive car in the world, currently, is the Lamborghini Veneno, costing 4.6 million.
>
> The most expensive champagne in the world is the delicious Gout de Diamants Champagne, which was sold for 1.2 million. However, it is not the liquid that makes this bottle so pricey, but the bottle, which has an 18 carat white gold plate with a 19 carat diamond mounted in the middle of it. 
>  
> The most expensive mushroom in the world is an Italian White Alba Truffle. 1.51 kilograms is worth $160,406. 
>
>  
> The most expensive computer in the world is the huge Milky Way 28243 Supercomputer in Guangzho, China, and would cost about $400 million to recreate.
>
>  
> The most expensive viola in the world, the Stradivarius MacDonald Viola, made in 1719 and one of only 10 surviving violas made by the famous master Luthier. It was recently sold for $45 million.
>
>  
> The most expensive beer in the world is the Antarctic Nail Ale, if you want to try it, you better be prepared to spend $1,815 per bottle, so there better be a darn good reason for celebration.

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
> ________________________________
> સાહિત્યકારો નવનિર્માણ માટે આગળ આવશે
> ધનનો ઉ૫યોગ લોકકલ્યાણમાં કરો
> ધનવાનોને ન્યાય તથા ઔચિત્યની મર્યાદા તોડી
> દોલતનો ખોટો અહંકાર
> ભવિષ્યમાં ધનનો દુરુ૫યોગ અટકશે
>
> સાહિત્યકારો નવનિર્માણ માટે આગળ આવશે
>
> Posted: 14 Jan 2016 07:03 PM PST
>
> સાહિત્યકારો નવનિર્માણ માટે આગળ આવશે  :  આગામી દિવસોમાં સાહિત્યકારો લોક રંજન માટે નહિ લખે. તેમને માતા સરસ્વતી પાસે વેશ્યાવૃત્તિ કરાવવામાં ગલાનિનો અનુભવ થશે અને કલમના ઉ૫યોગ દ્વારા લોકમાનસને પા૫ના કાદવમાં ધકેલતા તેમનો આત્મા રડી ઉઠશે. આત્મગ્લાનિથી વ્યાકુળ સાહિત્યારો હવે દિવસે દિવસે લોકકલ્યાણની દિશામાં આગળ વધશે. કલાકાર, કવિ, ગાયક, વાદક, ચિત્રકાર, મૂર્તિકાર, અભિનેતા વગેરે આજીવિકા માટે […]
>
> ધનનો ઉ૫યોગ લોકકલ્યાણમાં કરો
>
> Posted: 13 Jan 2016 07:50 PM PST
>
> ધનનો ઉ૫યોગ લોકકલ્યાણમાં કરો  :   મારી સલાહ એ છે કે હવે કોઈએ ધનની લાલચ રાખવી ના જોઈએ અને પુત્રપૌત્રો માટે ધન મૂકીને મરવાનો વિચાર ન કરવો જોઈએ. આ બંને પ્રયત્નો નિષ્ફળ જશે. આવતો જમાનો જે ઝડ૫થી બદલાઈ રહ્યો છે તેના હિસાબે આ બંનેથી કોઈને કશો લાભ થવાનો નથી. ઊલટું, લોભ અને મોહની આ દુષ્પ્રવૃત્તિના કારણે […]
>
> ધનવાનોને ન્યાય તથા ઔચિત્યની મર્યાદા તોડી
>
> Posted: 12 Jan 2016 06:30 PM PST
>
> ધનવાનોને ન્યાય તથા ઔચિત્યની મર્યાદા તોડી  :   ધનવાનો સમયને સમજી શકતા નથી અને તેની સાથે બદલાવા તૈયાર ૫ણ નથી. વધારેમાં વધારે સંગ્રહ, વધારેમાં વધારે અ૫વ્યય અને વધારેમાં વધારે અહંકાર પોષવામાં તેઓ એટલાં ઊંડા કાદવમાં ફસાઈ ગયા છે કે એમાંથી પાછાં ફરવું મુશ્કેલ જણાય છે. કોઈ ધનવાન પોતાને નિર્ધન બનાવવા માટે તૈયાર નથી. ૫રમાર્થના નામે પોતાની […]
>
> દોલતનો ખોટો અહંકાર
>
> Posted: 11 Jan 2016 06:30 PM PST
>
> દોલતનો ખોટો અહંકાર  :  ધન, સોનું, ચાંદી અને કાગળની નોટોની એક નિરાળી દુનિયા છે. તે એક હાથ માંથી બીજા હાથમાં અને બીજા માંથી ત્રીજા હાથમાં ફરતી જ રહે છે. લાંબા સમય સુધી તે ક્યાંય રહેતી નથી, એમ છતાં લોકો વિચારે છે કે મારી પાસે આટલું ધન છે, હું આટલાં બધા ધનનો માલિક છું. તિજોરીમાં, બેંકમાં […]
>
> ભવિષ્યમાં ધનનો દુરુ૫યોગ અટકશે
>
> Posted: 10 Jan 2016 06:30 PM PST
>
> ભવિષ્યમાં ધનનો દુરુ૫યોગ અટકશે આજે અર્થતંત્ર વધારે લાભદાયક ઉત્પાદન કરવા માટે સ્વતંત્ર છે. તેની ઉ૫ર નામ માત્રનું નિયંત્રણ છે. લોકોની કુરુચિને વધારીને અને પૈસા કમાતાં તેને નથી જનતા રોકી શકતી કે નથી શાસન રોકી શકતું. લોક માનસને પ્રભાવિત કરનાર સાહિત્ય, ચિત્રો, ફિલ્મો વગેરેમાં કુરુચિ પૂર્ણ સામગ્રી ભરપૂર પ્રમાણમાં પીરસવામાં આવે છે. આગામી દિવસોમાં તેની ૫ર […]
> You are subscribed to email updates from ઋષિ ચિંતનના સાંનિધ્યમાં.
> To stop receiving these emails, you may unsubscribe now.
> Email delivery powered by Google
> Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States

Daily digest for જીવન સંધ્યાનો ઉજાસ, on January 16, 2016

જીવન સંધ્યાનો ઉજાસ. posted: " ન કડવું યાદ રાખો જી, ન કઈ ફરિયાદ રાખો જી, કે સંબંધમાં સહનશીલતા ક્ષમાનો સ્વાદ ચાખોજી. ન કોઈ તંત રાખોજી,ન કોઈ વાત રાખોજી, ભલે ને પોત થાયે પાતળું પણ ભાત રાખોજી, કે સંબંધમાં સહનશીલતા ક્ષમા નો સ્વાદ ચાખો જી. ન કરશો માન મદ હુંસાતુંસી આ યાદ રા"
> New post on જીવન સંધ્યાનો ઉજાસ
> પ્રભુ ને દાદ આપો જી…
> by જીવન સંધ્યાનો ઉજાસ.
>
> ન કડવું યાદ રાખો જી, ન કઈ ફરિયાદ રાખો જી,
>
> કે સંબંધમાં સહનશીલતા ક્ષમાનો સ્વાદ ચાખોજી.
>
> ન કોઈ તંત રાખોજી,ન કોઈ વાત રાખોજી,
>
> ભલે ને પોત થાયે પાતળું પણ ભાત રાખોજી,
>
> કે સંબંધમાં સહનશીલતા ક્ષમા નો સ્વાદ ચાખો જી.
>
> ન કરશો માન મદ હુંસાતુંસી આ યાદ રાખો જી,
>
> નમેલાં વૃક્ષને ફળ ફૂલ અને લાગે છે શાખો જી,
>
> કે સંબંધમાં સહનશીલતા ક્ષમાનો સ્વાદ ચાખો જી.
>
> ક્ષમા માંગે તે ઉંચો છે, વધુ ઉંચો ક્ષમા કરનાર,
>
> મળે માનવજીવન એકવાર પ્રભુને દાદ આપો જી,
>
> કે સંબંધમાં સહનશીલતા ક્ષમાનો સ્વાદ ચાખો જી.
>
> જીવન સંધ્યાનો ઉજાસ. | January 15, 2016 at 7:08 am | Tags: ગમે તો માનજો. | Categories: થોડામાં ઘણું. | URL: http://wp.me/p2sx5K-WA
>
> Comment
>    See all comments
>    Like
>
> Unsubscribe to no longer receive posts from જીવન સંધ્યાનો ઉજાસ.
> Change your email settings at Manage Subscriptions.
>
> Trouble clicking? Copy and paste this URL into your browser:
> https://harshajagdish.wordpress.com/2016/01/15/%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%ad%e0%ab%81-%e0%aa%a8%e0%ab%87-%e0%aa%a6%e0%aa%be%e0%aa%a6-%e0%aa%86%e0%aa%aa%e0%ab%8b-%e0%aa%9c%e0%ab%80/
>
> Thanks for flying with WordPress.com
>

સ્વાસ્થ્ય સુધા

મેડિકલ સારવાર મુઠ્ઠીમાં
>
> - મિતા ઉપાધ્યાય
>
>
> લગભગ એક દાયકા પહેલાં ગામ કે શહેરમાં રહેતી કોઈ વ્યક્તિ બીમાર પડતાં તેને ડૉક્ટરના ક્લિનિક સુધી જવું પડતું હતું. ગામ હોય તો ગામમાં આવેલા આરોગ્ય કેન્દ્રમાં અને શહેર હોય તો ડૉકટરના ક્લિનિક સુધી જવું પડતું હતું. એમાં દરદી અને તેની સાથે જનારાને હાડમારી વેઠવી પડતી તે અલગ. આ સિનારિયો હવે સમૂળગો બદલાઈ ગયો છે. એકવીસમી સદીમાં દુનિયાના કોઈપણ દેશ કે ગામમાં રહેતી વ્યક્તિ બીમારી માટે ડૉક્ટરોનો સંપર્ક સાધી શકે છે. ટૅકનોલોજીના પ્રતાપે દરેક બીમારીનું નિદાન કરાવવાનું અને ડૉક્ટરની સલાહ મેળવવાનું અત્યંત સુલભ બની ગયું છે. આપણા દેશમાં મેડિકલ ફેકલ્ટીમાં ઍલોપેથી, હોમિયોપેથી, આયુર્વેદ, હોલિસ્ટિક ટ્રિટમેન્ટ, નેચરોપેથીમાંથી કોઈ એક ફેકલ્ટીની પસંદગી કરીને કોઈ પણ વ્યક્તિ પોતાને માફક આવે તેવી સારવાર મેળવી શકે છે. સ્માર્ટ ફોન અને વેબસાઈટ્સ પર મેડિકલ સલાહ અને સારવાર માટે સંબંધિત વિસ્તારમાં કાર્યરત ક્લિનિકસના ડૉક્ટરોનો સંપર્ક ઘેર બેઠાં સાધી શકાય છે. મોબાઈલ પર 'પ્રૅક્ટો' ઍપ-અપ્લિકેશનની સહાયથી નજીકના વિસ્તારના ડૉક્ટરનો સંપર્ક સાધીને જરૂર પડ્યે એપોઈન્ટમેન્ટ મેળવીને સારવાર મેળવી શકાય છે. હેલ્થ કૅરની વેબસાઈટ્સ પર ડૉક્ટરોનાં નામ, ફોન નંબર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ ઍપ્સ લોકપ્રિય બની રહ્યું છે. ડૉક્ટર અને પૅશન્ટની દૃષ્ટિએ મોટી સગવડ થઈ છે. વિદેશથી ભારત આવતાં લોકો આ સગવડનો લાભ લેતા થયા છે.
>
> પ્રેક્ટો
>
> મોબાઈલમાં આ ઍપ્સ ડાઉનલોડ કરીને દરદી પોતે જ્યાં રહેતો હોય ત્યાં મેડિકલ ક્લિનિક્સ અથવા ઈમર્જન્સીમાં હોસ્પિટલનો સંપર્ક સાધીને સ્પેશિયાલિસ્ટની સારવાર સમયસર મેળવી શકે છે. ક્રોનિક પેશન્ટ્સ માટે આ સગવડ વરદાન સમી છે. એકવાર એપોઈન્ટમેન્ટ મળે એટલે 'પ્રૅક્ટો' એપોઈન્ટમેન્ટની યાદ કરાવે છે. આ સિવાય લૅબોરેટરી અથવા ક્લિનિક સુધી પહોંચવાના રસ્તાની માહિતી પ્રૅક્ટો ઍપ દ્વારા મેળવી શકાય છે. 'પ્રૅક્ટોની યાદીમાં દેશના ૩૫ શહેરમાં પ્રૅક્ટિસ કરતા બે લાખ ડૉકટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઍપ્લિકેશનના માધ્યમથી દર મહિને બે લાખ દરદીઓને ઍપોઈન્ટમેન્ટ આપવામાં આવે છે. પ્રૅક્ટો કૉમ ઍન્ડ્રોઈડ, આઈઓએસ અને વેબ પર ઉપલબ્ધ છે. મેડિકલ સલાહ અને સારવાર માટે ઝિફી, લિબ્રેટ અને ડાયાબિટો ઍપ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.
>
> ઝિફી
>
> આ ઍપની મદદથી દરદી ડૉક્ટરની એપોઈન્ટમેન્ટ લઈ શકે છે. આ ઉપરાંત ડાયગ્નોસ્ટિક સેન્ટર્સની માહિતી મેળવી શકાય છે. આ ઍપ પર રજિસ્ટ્રેશન કરાવ્યા પછી ડૉક્ટરોનો અનુભવ, તેમના સ્પેશિયલાઈઝેશન, ડૉક્ટરોની ઉપલબ્ધતા, રેટિંગ અને રિવ્યુની માહિતી મળે છે. આ વેબ સર્વિસ પર ૧૯ હજાર ડૉક્ટર્સ, ૬ હજાર ડાયગ્નોસ્ટિક સેન્ટર્સની નોંધ છે.
>
> લિબ્રેટ
>
> આ ઍપની મદદથી ડૉક્ટરોની એપોઈન્ટમેન્ટ મેળવી શકાય છે. આ ઉપરાંત ખાનગી વિડીયો ક્ધસલ્ટેશન કરી શકાય છે. આ ઍપ પર ૪૦ શહેરના ૯૦ હજાર ડૉક્ટરની નોંધણી કરવામાં આવી છે. ઍપના ઓપન ફોરમમાં આરોગ્યના સંદર્ભમાં પોતાનું નામ ગુપ્ત રાખીને સવાલ પૂછવાની સગવડ છે. આ ઉપરાંત મેડિકલ રિપોર્ટ અપલોડ કરીને ડૉક્ટરનો ઓપિનિયન લઈ શકાય છે. ખાનગી ક્ધસલ્ટેશન માટે ફી આપવી પડે છે. અત્યાર સુધીમાં આશરે દસ લાખ લોકોએ આ ઍપ અપલોડ કર્યું છે.
>
> ડાયબિટો
>
> ડાયાબેટીકો માટે આ ઉપયોગી ઍપ છે. આ ઍપની મદદથી દરદીને તેના રોગના સંદર્ભમાં બધા અપડેટ્સ સમયાંતરે મળતા રહે છે. આ સાથે તેને આહાર કયા પ્રકારનો લેવો જોઈએ, કેટલા પ્રમાણમાં લેવો જોઈએ, કેવી કસરત કરી શકે તેનું દરરોજનું રૂટિન વગેરે બાબતે માર્ગદર્શન આપવામાં આવે છે. આ ઍપની મદદથી દરદી સાથે વિડિયો ક્ધસલટેશન કરવામાં આવે છે. આ ઉપરાંત કેટલીક ફાર્મસી તેમના નિયમિત ગ્રાહકોનાં નામ સરનામાં નોંધી રાખીને તેમને કાર્ડ આપે છે. ફાર્મસીમાં ફોન કરો એટલે તમને ઘેરબેઠા દવા પહોંચતી કરવામાં આવે છે. કેટલીક પૅથોલોજિકલ લેબના સંચાલકો પણ મેડિકલ રિપોર્ટ ઘેર પહોંચાડવાની સેવા આપે છે. 'ન કરે નારાયણ ને' અચાનક બીમાર પડી જાવ તો જરાય રાહ જોવાને બદલે ઍપની મદદથી ડૉક્ટરનો સંપર્ક સાધી તરત સારવાર મેળવવાની સગવડનો લાભ લેવાનું તમારા હિતમાં છે. (Courtesy : Mumbai Samachar)

AVSAN NONDH JETPUR KASHYAP JOSHIઅવસાન નોંધ..જેતપુર..16.1.2016

અવસાન નોંધ..જેતપુર..16.1.2016
જેતપુર : બારોટ જેન્તીલાલ કાનજીભાઇ સોલંકી(ઉ.વ.83)  તે પ્રવીણભાઈ(શિક્ષક), હરેશભાઇ(વકીલ), વિજયભાઈ(બેંકર) ના પિતા તા.14 ના રોજ અવસાન પામેલ છે. ઉઠમણું તા.18 ના રોજ તેમના નિવાસસ્થાન,શિવકૃપા, વિવેકાનંદ સ્કુલ પાસે, સાંજના 4 થી 6, જેતપુર ખાતે રાખેલ છે.
                           કશ્યપકુમાર જે.જોષી, પ્રતિનિધિ,
                        જેતપુર,જેતલસર,9974262812

શુક્રવાર, 15 જાન્યુઆરી, 2016

જેતપુરમાં ગુબારાએ ભંગારના ડેલામાં લગાડી આગ.

જેતપુરમાં ગુબારાએ ભંગારના ડેલામાં લગાડી આગ.
જેતપુર તા.15
ગઈકાલે જેતપુરમાં એક ભંગારના ડેલામાં આકાશમાંથી પડેલા એક ગુબારાએ ભયાનક આગ લગાડતા આજુબાજુના લત્તાવાસીઓ અને રાહદારીઓમાં ભયનું મોઝુ ફેલાયું હતું.
મળતી વિગતો મુજબ ગઈકાલે મકારસંકરાતીના દિવસે કોઈએ પતંગ સાથે ઉડાવેલ એક ગુબારો અહીંના ટાકુડીપરા વિસ્તારમાં આવેલ આલ્ફા સ્કુલ નજીકના એક ભંગારના ડેલામાં પડતા ભયાનક આગ લાગી ઉઠી હતી..આગમાં ભંગારના ડેલામાં પડેલો મોટાભાગનો ભંગાર બળીને ખાક થઇ જતા હજારોની નુકસાની અંદાજાઈ રહી છે.
બનાવની જાણ થતા જેતપુર પાલિકાનો ફાયર ફાઇટર સ્ટાફ દોડી જઇ આગને ઠારી હતી. જો કે આ બનાવની કોઈ નોંધ કે જાણ શહેર પોલીસમાં નહિ કરાઈ હોવાની પીએસઓ જયસુખભાઈએ જણાવ્યું હતું.
               ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર

બુધવાર, 13 જાન્યુઆરી, 2016

જેતપુરમાં આજથી ૨ દિવસ પતંગ દોરીથી ઘવાયેલા પક્ષીઓની સારવાર કરશે છાત્ર સંગઠનના આગેવાનો

જેતપુરમાં આજથી ૨ દિવસ પતંગ દોરીથી ઘવાયેલા

પક્ષીઓની સારવાર કરશે છાત્ર સંગઠનના આગેવાનો

જેતપુર તા.૧૩ (કશ્યપ જોશી )

મકરસંક્રાંત પર્વ દરમિયાન મનુષ્યના આનંદ વચ્ચે અનેક અબોલ પક્ષીઓ રીતસરના મોતને ભેટશે, અનેક પક્ષીઓ પતંગની દોરીથી ઘવાઈને છેક  ઉંચેથી જમીન પર પટકાશે, ત્યારે આવા ઘાયલ પક્ષીઓની ભાળ મળ્યે જેતપુરમાં સ્ટુડંટ યુનિયન ગ્રુપના યુવાન આગેવાનો ત્વરિત સારવાર માટે દોડશે. આ બાબતે વિગતો આપતા મયુર સરવૈયા, ભદ્રેશ વ્યાસ અને રવિ વઘાસીયા વી. જણાવ્યું છે કે આજે તા.૧૪ અને ૧૫ એમ બે દિવસ દરમિયાન પતંગોત્સવ દરમિયાન કોઈ ઘાયલ પક્ષીઓની સારવાર કરવાની હોય તો તાત્કાલિક આ સેવાની હેલ્પલાઈન એવા મોબાઈલ નંબરો ૯૦૩૩૭૯૧૨૦૨, ૯૮૨૪૩૮૪૨૮૪, ૯૧૭૩૭૯૧૨૦૨, ૮૧૪૦૯૯૫૬૭૮ ઉપર સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

                                                                               કશ્યપ જે. જોશી જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨ 


જેતપુર પોલીસ કસ્‍ટડીમાં ચોરીના આરોપીનાં મોતના બનાવમાં હત્‍યાનો ગુન્‍હો નોંધાતા ચકચાર

જેતપુર પોલીસ કસ્‍ટડીમાં ચોરીના આરોપીનાં 
મોતના બનાવમાં હત્‍યાનો ગુન્‍હો નોંધાતા ચકચાર 
બનાવના ત્રણ દિ' પૂર્વે માથામાં બોથડ પદાર્થના ઘા થી મોત થયાના ફોરેન્‍સીક પી. એમ. રીપોર્ટના આધારે કાર્યવાહી

જેતપુર તા. ૧૩ (કશ્યપ જોશી )
આજથી સવાએક વર્ષ પહેલા જેતપુરમાં પોલીસ કસ્ટડીમાં મોતને ભેટેલ એક તસ્કરનું મોત માથામાં બોથડ પદાર્થના મારથી મોત થયું હોવાનું ફોરેન્સિક લેબો.ના રીપોર્ટ પરથી શહેર પોલીસે અજાણ્યા શખ્શો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ આદરી છે.
   મળતી વિગત મુજબ શાપરની એક મહિલાની ડોક અળવી (સોનાના ચેનની ચીલઝડપ) કરનાર રસીક ઉર્ફે કાળુ ભીખા સોલંકીને એલસીબીએ ઝડપી લઇ જેતપુર પોલીસને સોંપ્યો હતો. દરમિયાન  તા. ૯-૯-ર૦૧૪ ના રોજ રાત્રીના રસિકને બેભાન હાલતમાં સરકારી હોસ્‍પીટલમાં તપાસ માટે લઇ જવાયો હતો. પણ તે સમયે ફરજ પરના તબીબે  તેને મૃત જાહેર કરી પીએમ વિધિ કરવામાં આવી હતી.
   બીજી બાજુ પોલીસ કસ્‍ટડીમાં રસિકના મોતની વિશેષ તપાસ હાથ ધરી તે વખતના જીલ્લા પોલીસ વડાએ રસિકની બોડી ફોરેન્‍સીક પી. એમ. માટે રાજકોટ મોકલી હતી. જે એફએસએલ રીપોર્ટમાં આરોપીનું મોત બનાવના ૩ દિવસ પહેલા કોઇ પણ સમયે માથામાં બોથડ પદાર્થના ઘા મારવાથી  થયાનું બહાર આવતા ગઈકાલે જેતપુરના ડીવાયએસપી એસ. જી. પાટીલે સરકાર તરફે ફરીયાદી બની અજાણ્‍યા શખ્શો સામે ખુનનો ગુન્‍હો નોંધાવી બનાવની વધુ તપાસ પી. આઇ. એન. કે. વ્‍યાસને સોંપી હોવાનું જાણવા મળે છે.
કશ્યપ જે. જોશી જેતપુર  



જેતપુરનાં મેવાસામાં સમસ્ત ખાંટ રાજપુત સમાજની મળેલી બેઠકમાં મિટીંગમાં હોદેદારોની વરણી

જેતપુરનાં મેવાસામાં સમસ્ત ખાંટ રાજપુત સમાજની મળેલી બેઠકમાં  મિટીંગમાં હોદેદારોની વરણી

જેતપુર તા.૧૩ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુર તાલુકાના મેવાસા ગામે આવેલ ખાંટ રાજપુત સમાજના સંતશિરોમણી ભકતશ્રી રામબાપાની જગ્યામાં  સમસ્ત ખાંટ રાજપુત સમાજની બેઠક મળી હતી. જેમાં સર્વાનુમતે જગ્યાના પ્રમુખ તરીકે ભુપતભાઇ કે. સોલંકી(વાળાડુંગરા)

અને ઉપપ્રમુખ તરીકે રાજુભાઇ એ. સરવૈયા(રાજકોટ)ની નિમણુંક કરવામાં આવી હતી. આ બેઠકમાં   ગુજરાત પછાત વર્ગ વિકાસના ડાયરેકટર વેલજીભાઇ સરવૈયા, રીટાયર્ડ ડી.જી.પી. એન. ડી. મોરી, અખીલ ભારતીય ખાંટ સમાજના પ્રમુખ નરશીભાઇ સરવૈયા, માજી પુરવઠા મામલતદાર કે. પી. ગુજરાતી, માજી જીલ્લા શિક્ષણાધિકારી ભાણજીભાઇ સરવૈયા, યુવા શકિત સંગઠ્ઠનના પ્રમુખ હસમુખભાઇ વાગડીયા, એડવોકેટ દિલીપભાઇ કંડોલીયા, સરવૈયા વિગેરે બહોળી સંખ્યામાં સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

કશ્યપ જોશી જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨ 

 

 

જેતપુર માર્કેટ યાર્ડમાં તમામ ૧૪ બેઠકો કબજે કરી ભાજપે યાર્ડમાં પગપેસારો કરવા માંગતા ઉમેવારોને આપી ભૂંડી હાર !

 કિશાન નેતા વિઠ્ઠલભાઈ રાદડીયાએ રાજકારણમાંથી શન્યાસ લેતા લેતા હરીફોને હંફાવ્યા !
જેતપુર માર્કેટ યાર્ડમાં તમામ ૧૪ બેઠકો કબજે કરી ભાજપે 
યાર્ડમાં પગપેસારો કરવા માંગતા ઉમેવારોને આપી ભૂંડી હાર !
રાજકોટ જીલ્લા પંચાયતમાં મોટા ગજાના ગણાતા સદસ્ય ધીરુભાઈને તો એકી આંકમાં માત્ર ૪ મત મળ્યા !!

જેતપુર તા.૧૩  (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર માર્કેટ યાર્ડની મંગળવારે  યોજાયેલ ચુંટણીની આજે મતગણના દરમિયાન પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા પ્રેરિત તમામ ૧૪ બેઠકો કબજે કરી ભાજપે અહીની યાર્ડમાં અન્યોનો પગપેસારો અટકાવી દેતા કોંગી ઉમેદવારો અને છાવણીમાં સોંપો પડી ગયો છે.
અમે યાર્ડના શાશનમાં આવીશું તો યાર્ડની અનેકવિધ ગેરરીતિઓ ખુલ્લી પાડીશું તેવા નિરાધાર સાથે યાર્ડની ચુંટણીમાં જુંકાવનાર કોંગ્રેસી ઉમેદવારોને તમામ ૧૪ બેઠકો પર કારમો પરાજય અપાવનાર ભાજપના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાએ આજે યાર્ડના વિજેતા ઉમેદવારોની હાજરીમાં પત્રકારોને જણાવ્યું હતું કે ભાઈ જંગ લડતા પહેલાજ તમારી ભાવના સારી ના હોય, તમે પરિણામો ક્યાંથી સારા મેળવી શકો ?! એટલુજ નહિ સૌરાષ્ટ્રબહારની યાર્ડમાં જેતપુર યાર્ડનું નામ ગુંજતું કરવા કાઈ ઓછી મહેનત નથી કરવી પડી !
યાર્ડ ચુંટણીના પરિણામો પર નજર કરીએ તો અહી ત્રણ વિભાગમાં યોજાયેલી ચુંટણીમાં ખેડૂત મત વિભાગની ૮ બેઠકો માટે ૮ કોંગ્રેસ અને ૮ ભાજપના ઉમેદવારોએ ચુંટણીમાં જુંકાવ્યુ હતું. પણ તેમાં કોંગ્રેસના આઠેય ઉમેદવારોને હારની લપડાક આપી આઠેય ભાજપના ઉમેદવારો વિજેતા થયા હતા.જેમાં જયંતીભાઈ ગોરધનભાઈ હીરપરા(૩૮૦), વિનોદભાઈ વલ્લભભાઈ પાઘડાર(૩૭૯),  સુભાષ બાંભરોલીયા(૩૭૩), શિવલાલ બચુભાઈ ભુવા(૩૭૩),હિતેશ વેલજીભાઈ કોટડીયા(૩૭૨), રમેશભાઈ વશરામભાઈ મુળિયા(૩૬૫), બાબુલાલ કરશનભાઈ સાકરિયા(૩૬૫) અને નારદભાઈ શંભુભાઈ દાવરા(૩૫૭)નો સમાવેશ થાય છે. ભાજપના આ આઠેય ઉમેદવારોએ હરીફ કોંગ્રેસના ઉમેદવારોને ત્રણ આંકના મતો સુધી નથી પહોચવા દીધા. ચુંટણી અધિકારી સંગીતાબેન રૈયાણીના કહેવા મુજબ આ પેનલમાં પરાજય પામનાર એક પણ ઉમેદવારની ડીપોજીત જપ્ત(ડુલ) થઇ નથી.

ખરીદ વેચાણ મત વિભાગની બે બેઠકો માટે ત્રણ ઉમેદવારો ચુંટણી સ્પર્ધામા હતા. જેમાં કોંગ્રેસના  જીલ્લા પંચાયત સદસ્ય કે જેઓ જીલ્લા પંચાયતમાં પર પ્રમુખના દાવેદારોની હરોળમાં ગણાતા ચારણ સમઢીયાળાના ધીરુભાઈ પાઘદારની નામોશી ભરેલી હાર થઇ હોય તેમ તેઓને માત્ર ૪ મત જ મળતા તેઓની આબરુનું ધોવાણ થયાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. તો ભાજપના દિનેશભાઈ કેશવભાઈ ભૂવાને ૪૧ મત અને શૈલેશભાઈ ખોડાભાઈ ભંડેરીને ૩૯ મત મળ્યા હતા. આ બેઠકમાં ધીરુભાઈએ ડીપોજીટ પણ ગુમાવી છે.

જયારે વેપારી મત વિભાગમાં ૪ બેઠકો માટે ચુંટણી લડેલા કુલ છ ઉમેદવારોમાંના ચારેય ભાજપના ઉમેદવારોએ પોતપોતાના હરીફોને હરાવી વિજય હાંસલ કર્યો હતો. વિજેતા ભાજપના ઉમેદવારોમાં કુમનભાઈ સાવલિયા(૧૬૬), દિનેશભાઈ ગોંડલિયા(૧૫૫), હરેશભાઈ ગઢિયા(૧૪૪) અને દોલતરામ પારવાણી(૧૨૯)નો સમાવેશ થાય છે. આમ જેતપુર યાર્ડની ચુંટણીમાં ભાજપે તમામ ૧૪ બેઠકો પર વિજય પ્રાપ્ત કરી સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા અને રાજ્યમંત્રી જયેશભાઈ રાદડિયાની પ્રતિષ્ઠાને અકબંધ રાખી છે. આજે મત ગણના બાદ તમામ વિજેતા ઉમેદવારોએ પૈસાની છોળો ઉડાડતા ઉડાડતા વિજય સરઘસ કાઢી પરાસ્ત પામેલા ઉમેદવારોને વધુ ઢીલા કરી દીધા હતા.

વિજેતા આગેવાનો શું કહે છે ?
જેતપુર : જેતપુર યાર્ડમાં વિજય પામનાર માજી ચેરમેન દિનેશ ભુવા સહિતના વિજેતાઓએ જણાવેલ કે તેઓનો વિજય જેતપુર તાલુકા જીલ્લા પંચાયંતમાં થયેલી હારનો બદલો છે. પોતપોતાની જીત પાછળ સાંસદ વિઠ્ઠલભાઈનો સિંહફાળો હોવાની વાત દોહરાવતા દિનેશ ભુવાએ જણાવેલ કે આગામી દિવસોમાં જેતપુર યાર્ડ દ્વારા ખેડૂતો માટે સબયાર્ડ મસાલા માર્કેટ, ડ્રીપ ઈરીગેશનમાં સબસીડી, ઉચ્ચ શિક્ષણ સહાય, ગંભીર બીમારી સબબની અકસ્માત સહાય, કોલ્ડ સ્ટોરેજ વિગેરે સુવિધાઓ ઉપલબ્ધ કરવાના પ્રયાસો ચાલુ છે. અત્રે એ પણ નોંધનીય છે કે વિઠ્ઠલભાઈ રાદડિયા પ્રેરિત પેનલનો જેતપુરની યાર્ડમાં ત્રીજો વિજય છે. અને ચેરમેન પદે પણ દિનેશ ભુવા હેટ્રિક સર્જશે તે નક્કી છે.

કશ્યપ જોશી જેતપુર ૯૯૭૪૨ ૬૨૮૧૨ 


મંગળવાર, 12 જાન્યુઆરી, 2016

જેતપુર યાર્ડ ચૂંટણી ના ફોટો કશ્યપ જોશી જેતપુર

જેતપુર યાર્ડની આજે યોજાયેલ ચૂંટણી દરમિયાન કિશાન નેતા અને.પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઇ રાદડિયા વી આગેવાનો હાજર રહ્યા હતા.
ફોટો..કશ્યપ જોશી જેતપુર

જેતપુર માર્કેટ યાર્ડની યોજાયેલ ચુંટણીનો આજે ફેંસલો ખેડૂત પેનલમાં 99.70 ટકા, વેપારી પેનલમાં 94.67 ટકા અને ખરીદ વેચાણ મંડળીમાં 100 ટકા મતદાન નોંધાયું.. જેતપુર તા.12

જેતપુર માર્કેટ યાર્ડની  યોજાયેલ ચુંટણીનો આજે  ફેંસલો

ખેડૂત પેનલમાં 99.70 ટકા, વેપારી પેનલમાં 94.67 ટકા અને

ખરીદ વેચાણ મંડળીમાં 100 ટકા મતદાન નોંધાયું..

જેતપુર તા.12

જેતપુર માર્કેટ યાર્ડની ગઈકાલ તા.12 ના રોજ યોજાયેલ ચુંટણીનો આજે તા.13 નારોજ ફેંસલો થશે

જેતપુરના જુનાગઢ રોડ પર આવેલ સ્વ.જમનાદાસ વેકરીયા માર્કેટ યાર્ડની આજે યોજાયેલ ચુંટણીમાં સંબંધિત મતદારોએ ભારે ઉત્સાહ દાખવી મતદાન કર્યું હતું..

બાબતે માહિતી આપતા જેતપુર યાર્ડના સેક્રેટરી જયસુખભાઈ ઠુંમરે જણાવેલ કે, આજે યાર્ડની ચુંટણી, ચુંટણી અધિકારી સંગીતાબેન રૈયાણી, રજીસ્ટ્રાર તથા યાર્ડના કાર્યવાહ્કોની હાજરીમાં યોજાયેલ મતદાનમાં કુલ 14 બેઠકોમાં ખેડૂત પેનલની 8 શીટ માટે ઉભા રહેલા 8-8 ભાજપ-કોંગ્રેસ સહીત કુલ 42 ઉમેદવારો માટે કુલ 462 મતદારોમાંથી 459 (99.70 ટકા) મતદારોએ મતદાન કર્યું હતું,

ખરીદ વેચાણ મંડળીની 2 શીટ માટે ઉભેલા 3 ઉમેદવારો માટે 43 તમામ મતદારોએ(100 ટકા) મતદાન કર્યું હતું. જયારે વેપારી પેનલની 4 બેઠક માટે ઉભેલા 6 ઉમેદવારો માટેના સંબંધિત 225 માંથી 213(94.67) મતદારોએ મતદાન કર્યું હતું. યાર્ડની ચુંટણીની રસાકસીની વાત જાણવા મળી છે કે એક બાજુ યાર્ડના જુના જોગી દિનેશ ભુવા સામે કોંગ્રેસના જગદીશ પામ્ભર તાલુકા-જીલ્લા પંચાયતવાળી કરવાના મૂડમાં છે. તો શહેરના એક સિધ્ધાંતવાદી નાગરિક નરેન્દ્ર પટેલ પણ યાર્ડ ચુંટણીના મેદાનમાં ઉતર્યા હોય તેઓ પણ યાર્ડમાં કંઈક નવા જૂની કરવા થનગની રહ્યા છે. એક વાત એવી પણ જાણવા અને અનુભવવા મળી કે, યાર્ડમાં ચેરમેન તરીકે દિનેશ ભુવા પુનઃ સત્તા હાંસલ કરે અને તેમના મતદારો કોઈનાથી ખરીદાય જાય તે પહેલાજ કાંડાબળિયા કિશાન નેતા વિઠ્ઠલભાઈ રાદડીયાએ સાડા પાંચસો જેટલા મતદારોને છેલ્લા ત્રણ દિવસ થયા શ્રીનાથજી(નાથદ્વારા) સહેલગાહે મોકલી દીધા હતા. જે તમામ આજે સવારે પાછા જેતપુર આવી મતદાન કર્યું હોય જુના ચેરમેનું  પલડું ભારે હોવાની વાતે ચર્ચા જગાવી છે.

કશ્યપ જે. જોશી જેતપુર 9974262812

 

 


જેતપુરમાં કારખાનાના કેશીયર પાસેથી 

ત્રણ લાખ લુંટી લેનાર બે શખ્સોની શોધખોળ

જેતપુર, તા.૧ર

ગઈકાલે  જેતપુરમાં છરીની અણીએ કારખાનાના કેશીયરને લુંટી લેનાર બે શખ્સોની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

મળતી વિગતો  મુજબ જેતપુરના થાણાગાલોળ ગામ પાસે આવેલ આર્યન પ્રોસેસમાં કેશીયર તરીકે નોકરી કરતા જીજ્ઞેશ સવજીભાઇ ચાવડા (રહે. ડેડરવા) ગઇકાલે બપોરે જેતપુરના કાણકીયા પ્લોટ વિસ્તારમાં આવેલ આઇસીઆઇસીઆઇ બેંકમાંથી લાખ ઉપાડી બાઇક પર જતો  હતો ત્યારે  ખીરસરા રોડ પર કાચા માર્ગે બે અજાણ્યા શખ્સોએ બાઇક આડુ નાખી છરી દેખાડી લાખની રોકડ ભરેલો થેલો લુંટી નાસી છુટયા હતા. અંગે જીજ્ઞેશભાઇ કારખાને પહોંચી માલીકને જાણ કરતા પોલીસને જાણ કરાતા નાકાબંધી કરાઇ હતી પણ બંન્ને શખ્સોના કોઇ સગડ મળ્યા હતા.

   બાઇક સવાર બે શખ્સો પૈકી એકે કાળા કલરનું જેકેટ અને મોઢે બુકાની બાંધેલ હતું. જયારે બીજાએ ભુરા કલરનું જેકેટ અને માથે મફલર બાંધ્યું હતું. ઘટના બાદ પોલીસે નજીકના સીસીટીવી ફુટેજ ચકાસ્યા હતા પણ બંન્ને લુંટારૂઓના કોઇ સગડ મળ્યા હતા. વધુ તપાસ તાલુકા પોલીસ ચલાવી રહી છે

કશ્યપ જે. જોશી જેતપુર 9974262812