કશ્યપ જોશી જેતપુર
99742 62812
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
રવિવાર, 27 ડિસેમ્બર, 2015
અવસાન નોંધ જેતપુર 27122015
અવસાન નોંધ જેતપુર 27122015
જેતપુર : સ્ટેશન વાવડી નિવાસી શાંતાબેન પોપટભાઈ ભટ્ટી ઉ.વ.101, તે ગિરધરભાઈ, સ્વ.વિનુભાઈ, હરસુખભાઈના માતા તા.26.12.15 નારોજ અવસાન પામ્યા છે....
કશ્યપ જે.જોષી, જેતપુર..99742 62812
શ્રી પરશુરામ મંડળી જેતપુરની વા.સા.સભા મળી..
શ્રી પરશુરામ મંડળી જેતપુરની વા.સા.સભા મળી..
જેતપુર તા.27
આજે રવિવારે બ્રહ્મ સમાજની શ્રી પરશુરામ મંડળી અને ઓમ બચત મંડળીની વા.સાધારણ સભા મળી હતી..જેમાં જયસુખભાઈ પંડયાએ વયમર્યાદાને કારણે નિવૃત થવાની જાહેરાત કરતા તેઓનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.આ તકે મંડળીના મોટા ભાગના સભ્યો હાજર રહ્યા હતા.અને બાદમાં સૌએ સામુહિક ભોજન કર્યું હતું..
ફોટો લાઈન : કશ્યપ જે.જોષી જેતપુર
શનિવાર, 26 ડિસેમ્બર, 2015
જેતપુરના દેવકીગાલોળની સીમમાં ઉઘરાણી પ્રશ્ને પ્રકાશની હત્યા કરનાર વાલુ પકડાયો, 2 દિવસના રિમાન્ડ પર
શુક્રવાર, 25 ડિસેમ્બર, 2015
5-5 દીકરીઓ ધરાવતા ચરેલ ગામના કૈલાશબેનને ત્રેલડું જનમ્યું !! છઠ્ઠી સુપુત્રી બે ભૈલાઓ સાથે અવતરતા પરિવારજનો ખુશખુશાલ !
બુધવાર, 23 ડિસેમ્બર, 2015
જેતપુરમાં વીજપોલ સાથે અથડાતા યુવાનનું મોત
જેતપુરમાં વીજપોલ સાથે અથડાતા યુવાનનું મોત
જેતપુર તા.23
જેતપુરના વડલીચોક વિસ્તારમાં રહેતો સતિષ બાબુ પારધી(ઉ.વ.18) ગત રાત્રીના અહીંના તીનબત્તી ચોકમાં એક વીજપોલ સાથે બાઇક સમેત અથડાતા તેમનું ઘટના સ્થળેજ મોત થયું હતું. બનાવથી મૃતકના વિસ્તારમાં શોક ફેલાયો છે.
સતિષને એક મોટાભાઈ તથા બે બહેનો છે. તેમજ ધોરણ 10 માં નાપાસ થતા પિતા બાબુભાઈને સેન્ટીન્ગના વ્યવસાયમાં મદદ કરતો હતો. અકસ્માતના આ બનાવની શહેર પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
કશ્યપ જે. જોશી, જેતપુર..9974262812
જેતપુરનો યુવાન 15 બોટલ શરાબ સાથે પકડાયો
જેતપુરનો યુવાન 15 બોટલ શરાબ સાથે પકડાયો
જેતપુર તા.23
આજે રાજકોટની લોકલ ફ્રાઇમ બ્રાન્ચના ભુરાભાઈ, નારણભાઇ અને માનીશભાઈએ બાતમીના આધારે અહીંના લક્ષ્મીનગરમાં દારૂ અંગે રેઇડ કરતા રવિ દયારામ નિમાવત નામનો યુવાન રુપીયા 4500 ની કિંમતની, વિલાયતી શરાબની 15 બોટલ સાથે ઝડપાઇ ગયો હતો. પોલીસે રવિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર
અવસાન નોંધ...23.12.2015
અવસાન નોંધ...23.12.2015
જેતપુર: રવજીભાઈ ભુરાભાઈ ધામી(ઉ.વ.79) તે પરસોતમભાઈના ભાઈ, કિશોરભાઈ, હરેશભાઇ, બીપીનભાઈ, યોગેશભાઈના પિતા તા.23.12. ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.26 ના રોજ, તેમના નિવાસ સ્થાન, ટાકુડીપરા શેરી નં.10, જેતપુર ખાતે, સાંજના 4 થી 6, રાખેલ છે.
કશ્યપ જે.જોશી, જેતપુર 99742 62812
મોતમાં ધકેલતો ધંધો
કોચિંગ ક્લાસ એટલે વિદ્યાર્થીઓની આકાંક્ષાને
> મોતમાં ધકેલતો ધંધો ગણાય છે
>
> - નિધિ ભટ્ટ
>
> વિદ્યાર્થીઓનાં જીવનમાં ધોરણ ૧૦ની પરીક્ષાનું પરિણામ બાળકની હોંશિયારી માપવા માટેનું હથિયાર ગણાતું આવ્યું છે. ભારતીય શિક્ષણ પ્રથાએ સમાજના વિવિધ સ્તરના કુટુંબોમાં એવો ભય ફેલાવી દીધો છે કે ધોરણ ૧૦માં સારા માર્ક્સ ન મેળવી શકનાર બાળક જીવનમાં ઉચ્ચ અભ્યાસ માટે સક્ષમ નથી બાળક ધો. ૧૦માં આવે એટલે તેની આઝાદી છીનવી લેવામાં આવે છે. ઘરના સભ્યો પોતાના તેમજ સંતાનનાં મોજશોખ, લગ્ન સમારંભ, સામાજિક મેળાવડા, પર્યટન કે પ્રવાસ ઉપર પ્રતિબંધ મૂકી દેતા હોય છે. સંતાનને ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ માં ફક્ત બે જ કામ કરવાની મંજૂરી આપવામાં આવે છે જેમાં શાળા - કૉલેજ - કોચિંગ ક્લાસમાં હાજરી આપવાની અને વિવિધ પરીક્ષાની તૈયારી કરવાની. દરેક માતા - પિતાની ઈચ્છા હોય છે કે તેમનું બાળક ડૉક્ટર કે એન્જિનિયર જ બને.. આ માટે તેઓ મોંઘીદાટ ફી ચૂકવીને બાળકોને કોચિંગ ક્લાસમાં મોકલે છે. કોચિંગ ક્લાસ એટલે શિક્ષણના મેદાનમાં ચોગ્ગા અને છક્કા મારવાની ટેકનિક શીખવાડતું હથિયાર ગણાય છે.
>
> દેશમાં કોચિંગ ક્લાસનું હબ ગણાતું કોટા શહેર આજકાલ વિદ્યાર્થીઓમાં વધી ગયેલી આત્મહત્યાને કારણે ચર્ચામાં છે. આ વર્ષે કુલ ૨૬ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી ચૂક્યા છે. ગયા વર્ષે ૧૧ વિદ્યાર્થીઓએ આપઘાત ર્ક્યો હતો. ૨૦૧૩માં ૧૩ વિદ્યાર્થીઓએ મોતને વહાલું ર્ક્યું હતું. જીવનમાં સફળતાનાં શિખરો સર કરવાની તાલીમ લેવા અનેક અરમાન સાથે આવેલા વિદ્યાર્થીઓના જીવનમાં કોચિંગ ક્લાસ મૃત્યુનો ઘંટ વગાડી દે છે. આત્મહત્યાની વધતી ઘટનાઓએ કોચિંગ ક્લાસની એક ભયાવહ છબી સમાજ સામે ઊભી કરી છે. માસૂમ બાળકોમાં જાણે કે 'મોતને વહાલું કરવાની સ્પર્ધા' વેગ પકડી રહી છે. હાલમાં તો એવું કહેવાઈ રહ્યું છે કે દર તેરમાં દિવસે એક વિદ્યાર્થી મોતને ભેટી રહ્યો છે! કારણ એકદમ સાફ છે - પરીક્ષાઓમાં સફળ થવાનું ભારે દબાણ, વિવિધ ક્ષેત્રે આગળ વધી શકાય તેવા વિકલ્પનો અભાવ, શાળામાં શિક્ષકોનો ઉપેક્ષા ભરેલ વ્યવહાર જવાબદાર ગણાય છે. માતા - પિતા - સંબધી અને સમાજની માસૂમ બાળકો પાસેથી વધુ પડતી અપેક્ષાઓ અને દેખાદેખીનો માહોલ ઊભો કરાય છે. બાળકોને ફક્ત પરીક્ષાલક્ષી જ્ઞાન અને સૂચનાઓ આપવામાં આવતી હોય છે તેમને જીવનના સાચા રસ્તાથી અજાણ રાખવામાં આવે છે.
>
> આઈઆઈટી, જેઈઈ તથા મેડિકલની પ્રવેશ પરીક્ષાઓની તૈયારી ધોરણ ૧૨ ના અભ્યાસની સાથે જ કરવામાં આવે છે. આઈઆઈએમની પ્રવેશ પરીક્ષા એટલે કે કેટની તૈયારી ગ્રેજ્યુએશન કે તેના સમકક્ષ અંતિમ વર્ષની સાથે કરવામાં આવતી હોય છે જેથી વિદ્યાર્થીઓેનું એક વર્ષ બચાવી શકાય વિદ્યાર્થીઓ બધું જ સાથે કરવા જતાં ગૂંચવાઈ જઈને ભારે મૂંઝવણ અનુભવે છે. નવા નિયમો પ્રમાણે આઈઆઈટીમાં બેની જગ્યાએ ત્રણ મોકા મળશે. આવા નિયમો જ વિદ્યાર્થીઓને માટે જાન લેવા સાબિત થાય છે. પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ૧૭ - ૧૮ વર્ષની કાચી ઉંમરના હોય છે. કોચિંગ ક્લાસ વિદ્યાર્થીઓ પાસેથી ઓછામાં ઓછી બે લાખની ફી વસૂલ કરે છે. બાળકો પણ માતા - પિતાની આર્થિક હાલત અને વધતા ખર્ચના વિચારને કારણે એક પ્રકારની તાણ અનુભવતા હોય છે. કોચિંગ ક્લાસમાં જતા મોટાભાગના વિદ્યાર્થીઓનું કહેવું છે કે કોચિંગ ક્લાસમાં શિખવતા અધ્યાપકો દ્વારા પણ ભેદભાવ રાખવામાં આવે છે. તેજસ્વી વિદ્યાર્થીઓને ક્લાસમાં આગળ બેસાડવામાં આવે છે. ક્યારેક તેમને માટે અલગ કલાસ લેવામાં આવે છે. અભ્યાસમાં સામાન્ય વિદ્યાર્થીઓની અધ્યાપક દ્વારા ચાલુ કલાસમાં હાંસી ઉડાવવામાં આવે છે , તેમને ધિક્કારવામાં આવે છે.
>
> અધ્યાપકો તો છડેચોક કહેતા હોય છે કે જ્યારે માતા - પિતા જાણતા હોય છે કે તેમનું સંતાન શાળામાં પણ સારો દેખાવ કરી શકવા સક્ષમ ન હતું તો સ્પર્ધાત્મક પરીક્ષાની કસોટી માટે તેમણે સંતાનને મોકલવા જ ન જોઈએ. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાને બદલે તેમને નાસીપાસ કરવામાં આવે છે. કોટા શહેર પહેલાં દક્ષિણ ભારત સ્પર્ધાત્મક પરીક્ષાનો ગઢ ગણાતો હતો. કેરળ એક એવું રાજ્ય છે કે જ્યાં સાક્ષરતાની ટકાવારી ૧૦૦ ટકા જોવા મળે છે. તેમ છતાં દક્ષિણ ભારત અને તેમાં પણ કેરાલા તો આત્મહત્યાનું હબ ગણાતું હતું. શાળા - કોલેજના અભ્યાસની સાથે કોચિંગ ક્લાસનું ચલણ દક્ષિણ ભારતમાંથી પૂરા દેશમાં ફેલાયેલું છે. સંસ્થાઓને ફાયદો એ જ છે કે તેમને પરીક્ષાનાં સારાં પરિણામ લાવવાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મળી રહે છે તેથી જ કોચિંગ ક્લાસમાં તગડી રકમ અધ્યાપકો મેળવે છે. વર્ષના ૧૫ થી ૨૦ લાખ રૂપિયા તો સામાન્ય અધ્યાપકો મેળવે છે. ખ્યાતનામ અધ્યાપકો બે કરોડ રૂપિયા જેટલું અધધધ વેતન મેળવે છે. જેમની ઉપર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને સફળ બનાવાવાની જવાબદારી પણ હોય છે જેને માટે તેઓ વિવિધ તરકીબો અપનાવતા રહે છે.
>
> શાળા - કોલેજની જેમ કોચિંગ ક્લાસમાં એવો કોઈ કાયદો અમલમાં હોતો નથી જેનો ઉપયોગ વિદ્યાર્થીઓની તરફેણમાં હોય, કોચિંગ ક્લાસમાં તો ફક્ત એક જ મંત્ર હોય છે કે 'ભણો કે મરો' (પરફોર્મ ઔર પેરિશ). વિદ્યાર્થીઓને શિક્ષણ આપી પ્રગતિના પંથે લઈ જતા કોચિંગ ક્લાસ હવે ધીકતો ઉદ્યોગ ગણાવા લાગ્યો છે. વિદ્યાર્થીઓ દ્વારા વધી ગયેલ આત્મહત્યાની ઘટનાઓને ધ્યાનમાં લઈને જિલ્લા પ્રસાશને ૧૨ સૂત્રી કાર્યક્રમ જાહેર ર્ક્યો છે. કોચિંગ ક્લાસ દ્વારા પણ વિદ્યાર્થીઓને મનોચિકિત્સક અને કરિયર કાઉંન્સેલર દ્વારા યોગ્ય જાણકારી બાદ જ દાખલ કરવામાં આવે તે જરૂરી છે. વિદ્યાર્થીઓને યોગાની સાથે ક્લાસમાંથી ગાયબ રહેતા વિદ્યાર્થીઓને સમજાવટ કરવી અને એક સાથે ફી ભરવાની માગણીને બદલે હપ્તામાં ભરી શકે તેવી સુવિધાઓ આપવામાં આવે તેવી વ્યવસ્થા પણ હોવી જોઈએ. નાણાં છાપવાના કારખાના ફેરવાઈ ગયેલા કોચિંગ ક્લાસ વિદ્યાર્થીઓની મુશ્કેલીઓને ક્યારે સમજશે..? કુદરતી બક્ષિસ મેળવેલ હોશિંયાર વિદ્યાર્થીઓની વાત બાજુ પર રાખીને સામાન્ય વિદ્યાર્થીઓની સમસ્યાઓને સાંભળવાનો સમય કોચિંગ ક્લાસના માલિકો ક્યારે કાઢશે..? તગડું વેતન મેળવતા અધ્યાપકો ક્યારે વિદ્યાર્થીઓની લાગણી સમજશે..? કોચિંગ ક્લાસને જ સર્વસ્વ માનતા વિદ્યાર્થીઓની લાંબી કતારો લાગતી હોય તો વિદ્યાર્થીઓની મુશ્કેલીઓની સામે આંખ આડા કાન જ થાય તે સત્ય સમજવું સમાજ માટે પણ એટલું જ અગત્યનું બની રહે છે... (Courtesy : Mumbai Samachar)
>
મંગળવાર, 22 ડિસેમ્બર, 2015
જેતપુર તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ વરાયા
જેતપુર તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ વરાયા
જેતપુર તા.૨૨(કશ્યપ જોશી દ્વારા)
જેતપુર તાલુકા પંચાયતની આજે ઔપચારિક બની રહેલી ચુંટણી દરમિયાન તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ વરાયા હતા.
આ બાબતે તાલુકા વિકાસ અધિકારી સુત્રોમાંથી મળેલી વિગતો મુજબ જેતપુર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ માટેની તા.૨૨ ડિસેમ્બરના રોજ યોજાનાર ચુંટણી માટે તા.૨૧ ના ફોર્મ ભરવાનો દિવસ હતો. પણ અગાઉથીજ નક્કી થયા મુજબ કોઈએ ફોર્મ નહિ ભરતા અને ઉમેદવારો બિનહરીફ બનાવી દેતા આજે ફોર્માલીટી માટે થયેલી જેતપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વીરપુર બેઠક પરથી વિજેતા થયેલા, સાત ધોરણ પાસ, અને વીરપુર ગ્રામ પંચાયતના ઉપપ્રમુખ રહી ચુકેલા દીનાબેન રાજુભાઈ બારૈયાની નિમણુક જાહેર કરાઈ હતી.
તો ઉપ પ્રમુખ તરીકે ખીરસરા-૧૦ બેઠક પરથી વિજેતા થયેલા ચંદ્રિકાબેન ભરતભાઈ કોરાટની વરણી જાહેર કરાઈ હતી. ચંદ્રિકાબેને રાજારણમાં પ્રથમ વખતજ પ્રવેશ કર્યો છે. જેતપુર તાલુકા પંચાયતના વરાયેલા પ્રમુખ ઉપપ્રમુખ બંને કોંગ્રેસના ઉમેદવારો છે. જેતપુર તાલુકા પંચાયતની હાલની સભ્ય સ્થિતિ જોઈએ તો કોંગ્રેસના ૧૫, ભાજપના ૪ અને એક અપક્ષ ઉમેદવારનો સમાવેશ થતો હોવાનું તાલુકા વિકાસ અધિકારી બગથારીયાએ જણાવ્યું હતું.
આજે પ્રમૂહ, ઉપપ્રમુખ વરાયા બાદ આગામી દિવસોમાં જેતપુર તાલુકા પંચાયતની વિવિધ સમિતિઓની રચના કરવામાં આવશે.
કશ્યપ જે. જોશી જેતપુર
રવિવાર, 20 ડિસેમ્બર, 2015
JETPURNA VIVIDH VARTMAAN BY KASHYAP JOSHI JETPUR 99742 62812
જેતપુરના મહાત્મા ગાંધી રોડ પર
ગટરોના ગંધાતા પાણી કાયમી ઉભરવાની
કાયમી ગંદકીથી વેપારીઓ ભારે ત્રસ્ત !
છ મહિના થયા રજુઆતો કરાતી આવે છે પણ તંત્રને કઈ પડી નથી : વેપારીઓ
જેતપુર તા.૨૦ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરના મહાત્મા ગાંધી રોડ પર આજે ફરી એકવાર ગટરના ગંધાતા પાણી રોડ પર ઉભરાઈ આવાતા વેપારીઓમાં ભારે રોષ ફેલાયો હતો. વેપારીઓ કહે છે કે છેલ્લા છ મહિના થયાની આ સમસ્યા બાબતે અનેક વખતની રજુઆતો પછી પણ જેતપુર નવાગઢ નગરપાલિકાના સત્તાધીશો આ અંગે કંઈ ઘટતું કરાવતા ના હોય, વેપારીઓને જાતે ગટરો ઉલેચવી પડે છે.
આ બાબતે મળતી ફરિયાદો મુજબ જેતપુરના મહાત્મા ગાંધી (એમજી) રોડ પર ડાબી અને જમણી એમ બંને બાજુઓની અનેક દુકાનોના આંગણા સામેથીજ પાલિકા તંત્રની ગટરો વહે છે. આ બંને ગટરો સમયસર સાફ થતી ના હોય, આ વિસ્તારમાં જ્યારે પાલિકા તંત્ર પાણી વિતરણ કરે ત્યારે ગટરોના ગંધાતા પાણી છલકાઈને રોડ ઉપર તેમ આ રોડ પરની ઘણીખરી દુકાનો, જૈન મંદિરોમાં ઘુસી જતા હોય, લાંબા સમય થયાની આ સમસ્યાથી વેપારીઓ ત્રાસી ગયા છે.
આ રોડ પરના વેપારીઓ કહે છે કે આ બાબતે રૂબરૂ તેમજ અનેક વખત લેખિત રજુઆતો પાલિકા કચેરીએ કરાઈ છે, પણ પાલિકાના સંબંધિત તંત્રને વેપારીઓની ફરિયાદ હલ કરવામાં જરાય રસ ના હોય તેમ આજે ફરી ઉભરાયેલી ગટરોના પાણી વેપારીઓને ઉલેચવા પડ્યા હતા. વેપારીઓએ એક એવું પણ દુઃખ વ્યક્ત કર્યું હતું કે પોત પોતાની દુકાનો સામેજ ગંધાતા પાણીના પાટોડા ભરાઈ રહેતા હોય, ગ્રાહકો મોઢે રૂમાલ રાખી અન્ય દુકાનોમાં ચાલ્યા જતા હોય, ગંદકીને લીધે નુકશાની સહવાનો વારો આવે છે.
આ બાબતે જેતપુર પાલિકાના લાગતા વળગતા સત્તાધીશો તાત્કાલિક એમજી રોડ પર બંને સાઈડની ગટરો તાત્કાલિક સાફ કરાવે, પાઈપલાઈન તૂટી હોય તો સંધાવે અને વેપારીઓન આ પરેશાની દુર કરે તેવી માંગ થઇ છે.
ફોટો : અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર
જેતપુરના સ્ટેન્ડચોકમાં ટ્રાફિકની કાયમી સમસ્યા !!
જેતપુર તા. ૨૦ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર શહેરના સ્ટેન્ડચોકમાં રોજ આખો દિવસ અને રાત્રીના ભારે ટ્રાફિક જામ થઇ જતો હોવાની સમસ્યા તાકીદે હલ કરવા માંગ થઇ છે.
મળતી વિગતો મુજબ જેતપુરના શહેરના સ્ટેન્ડચોક શહેરના ચાર રસ્તાઓ(ધોરાજી દરવાજા રોડ, ભીડભંજન રોડ, ફૂલવાડી રોડ અને તીનબત્તી ચોક રોડ) એમ ચારેય રોડ સંલગ્ન હોય અહી સવારથી સાંજ સુધી ભારે ટ્રાફિકની અવર જવર થઇ રહી છે.
દુખની વાત એ છે કે સ્ટેન્ડ ચોકથી બોખલા દરવાજા સુધી ભારે વાહનોની અવર જવર માટે રાજકોટ જીલ્લા કલેકટરનું પ્રતિબંધાત્મક જાહેરનામું હોવા છતાં અહી વેપારીઓના ભારેખમ વાહનો બેરોકટોક ચાલી રહ્યા હોય, ટ્રાફિક સમસ્યાથી રાહદારીઓ વાજ આવી ગયા છે.
આ વાતની પ્રતીતિરૂપ ટ્રાફિક જામની ઘટના શનિવારની રાત્રીના સર્જાતા મયુર સરવૈયા નામના યુવાને ટ્રાફિક પોલીસ અને પત્રકારોને વિગતો આપી હતી કે સતત કલાકેક ટ્રાફિક જામથી રાહદારીઓ અને નાના મોટા વાહન ચાલકોમાં દેકારો બોલી ગયો હતો. સ્ટેન્ડ ચોક પરના વેપારીઓએ તો ત્યાં સુધી કહ્યું હતું કે ટ્રાફિક જામ પ્રશ્ને પોલીસ ચોકીએ બે ત્રણ વાર ફોન કર્યો હોવા છતાં કોઈ ફરક્યું નહોતું.
શહેરના જાગૃત લોકો કહે છે કે અહી ટ્રાફિક પોલીસમેનનો પોઈન્ટ હોવા છતાં કોઈ ફરજ બજાવતું નથી. સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે.વ્યાસે કોઈ ચોક્કસ ટ્રાફિક પોલીસમેનની સ્ટેન્ડ ચોક પર નિમણુક કરી ટ્રાફિક વ્યવસ્થા સંભાળે તે જરૂરી છે.
(ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર )
જેતપુરની મધ્યમ વર્ગની મહિલાઓને આજીવિકા માટે સિલાઈ મશીન સહિતના સાધનોનું વિતરણ કરાયું...
જેતપુર તા.૨૦ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર શહેરમાં વસતી મધ્યમ વર્ગની મહિલાઓ પોતાની રીતે પગભર થાય તે માટે અહીના સેવાભાવી ટ્રસ્ટ આશાપુરા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગાંધીનગર સ્થિત ગ્રામ ટેકનોલોજી દ્વારા સ્ક્રીન પ્રિન્ટીંગ, ફોટો લેમીનેશનની કીટ તેમજ સિલાઈ મશીનોનું વિતરણ ટ્રસ્ટના પ્રમુખ રીનાબેન ગૌત્તમભાઈ દવે અને જેતપુર નગરપાલિકાના વોર્ડ નંબર ૯ ના સદસ્ય અરવિંદ વણઝારા, મયુર સરવૈયા વિગેરેના હસ્તે કરાયું હતું તે તસ્વીરમાં દેખાય છે.
(ફોટો લાઈન : કશ્યપ જોશી જેતપુર )
રાજ્ય મંત્રી જયેશ રાદડિયાના જન્મ દિન ઉજવણી વચ્ચે
જેતપુરમાં યોજાયેલ હૃદય રોગ સારવાર
નિદાન કેમ્પનો લાભ લેતા ૩૦૦ દર્દીઓ..
જેતપુર તા.૨૦
જેતપુરમાં આજે સીટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા માજી ધારાસભ્ય રમણીકભાઈ પટેલની જન્મ તિથી નિમિત્તે, જલારામ રઘુકુલ હોસ્પિટલ રાજકોટ અને સ્થાનિક રાહત સમિતિના સહયોગ વછે યોજાયેલ હૃદય રોગ સારવાર અને નિદાન કેમ્પનો ૩૦૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.
આ કેમ્પનો સુભારંભ સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય મંત્રી જયેશ રાદડિયાના જન્મદિનની કેક કાપીને કરાયો હતો. શહેરના નામી અનામી ઉદ્યોગપતિઓ રાજુભાઈ પટેલ, જયંતીભાઈ રામોલીયા, યાર્ડ ચેરમેન દિનેશ ભુવા, પાલિકા પ્રમુખ, માજી ધારાસભ્ય જસુબેન વિગેરેની હાજરીમા જેતપુર, રાજકોટ સહિતના શહેરોના નામી તબીબી ગણે પોત પોતાની સેવાનું યોગદાન આપ્યું હતું. વણિક જ્ઞાતિની વાડીમાં યોજાયેલ આ કેમ્પને સફળ બનાવવા સંસ્થા પ્રમુખ વિનુભાઈ સીધ્ધપરા, દિનેશભાઈ માલવિયા વિગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.
(ફોટો અને સમાચાર: કશ્યપ જોશી જેતપુર )
જેતપુરના મહાત્મા ગાંધી રોડ પર
ગટરોના ગંધાતા પાણી કાયમી ઉભરવાની
કાયમી ગંદકીથી વેપારીઓ ભારે ત્રસ્ત !
છ મહિના થયા રજુઆતો કરાતી આવે છે પણ તંત્રને કઈ પડી નથી : વેપારીઓ
જેતપુર તા.૨૦ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરના મહાત્મા ગાંધી રોડ પર આજે ફરી એકવાર ગટરના ગંધાતા પાણી રોડ પર ઉભરાઈ આવાતા વેપારીઓમાં ભારે રોષ ફેલાયો હતો. વેપારીઓ કહે છે કે છેલ્લા છ મહિના થયાની આ સમસ્યા બાબતે અનેક વખતની રજુઆતો પછી પણ જેતપુર નવાગઢ નગરપાલિકાના સત્તાધીશો આ અંગે કંઈ ઘટતું કરાવતા ના હોય, વેપારીઓને જાતે ગટરો ઉલેચવી પડે છે.
આ બાબતે મળતી ફરિયાદો મુજબ જેતપુરના મહાત્મા ગાંધી (એમજી) રોડ પર ડાબી અને જમણી એમ બંને બાજુઓની અનેક દુકાનોના આંગણા સામેથીજ પાલિકા તંત્રની ગટરો વહે છે. આ બંને ગટરો સમયસર સાફ થતી ના હોય, આ વિસ્તારમાં જ્યારે પાલિકા તંત્ર પાણી વિતરણ કરે ત્યારે ગટરોના ગંધાતા પાણી છલકાઈને રોડ ઉપર તેમ આ રોડ પરની ઘણીખરી દુકાનો, જૈન મંદિરોમાં ઘુસી જતા હોય, લાંબા સમય થયાની આ સમસ્યાથી વેપારીઓ ત્રાસી ગયા છે.
આ રોડ પરના વેપારીઓ કહે છે કે આ બાબતે રૂબરૂ તેમજ અનેક વખત લેખિત રજુઆતો પાલિકા કચેરીએ કરાઈ છે, પણ પાલિકાના સંબંધિત તંત્રને વેપારીઓની ફરિયાદ હલ કરવામાં જરાય રસ ના હોય તેમ આજે ફરી ઉભરાયેલી ગટરોના પાણી વેપારીઓને ઉલેચવા પડ્યા હતા. વેપારીઓએ એક એવું પણ દુઃખ વ્યક્ત કર્યું હતું કે પોત પોતાની દુકાનો સામેજ ગંધાતા પાણીના પાટોડા ભરાઈ રહેતા હોય, ગ્રાહકો મોઢે રૂમાલ રાખી અન્ય દુકાનોમાં ચાલ્યા જતા હોય, ગંદકીને લીધે નુકશાની સહવાનો વારો આવે છે.
આ બાબતે જેતપુર પાલિકાના લાગતા વળગતા સત્તાધીશો તાત્કાલિક એમજી રોડ પર બંને સાઈડની ગટરો તાત્કાલિક સાફ કરાવે, પાઈપલાઈન તૂટી હોય તો સંધાવે અને વેપારીઓન આ પરેશાની દુર કરે તેવી માંગ થઇ છે.
ફોટો : અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર
જેતપુરના સ્ટેન્ડચોકમાં ટ્રાફિકની કાયમી સમસ્યા !!
જેતપુર તા. ૨૦ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર શહેરના સ્ટેન્ડચોકમાં રોજ આખો દિવસ અને રાત્રીના ભારે ટ્રાફિક જામ થઇ જતો હોવાની સમસ્યા તાકીદે હલ કરવા માંગ થઇ છે.
મળતી વિગતો મુજબ જેતપુરના શહેરના સ્ટેન્ડચોક શહેરના ચાર રસ્તાઓ(ધોરાજી દરવાજા રોડ, ભીડભંજન રોડ, ફૂલવાડી રોડ અને તીનબત્તી ચોક રોડ) એમ ચારેય રોડ સંલગ્ન હોય અહી સવારથી સાંજ સુધી ભારે ટ્રાફિકની અવર જવર થઇ રહી છે.
દુખની વાત એ છે કે સ્ટેન્ડ ચોકથી બોખલા દરવાજા સુધી ભારે વાહનોની અવર જવર માટે રાજકોટ જીલ્લા કલેકટરનું પ્રતિબંધાત્મક જાહેરનામું હોવા છતાં અહી વેપારીઓના ભારેખમ વાહનો બેરોકટોક ચાલી રહ્યા હોય, ટ્રાફિક સમસ્યાથી રાહદારીઓ વાજ આવી ગયા છે.
આ વાતની પ્રતીતિરૂપ ટ્રાફિક જામની ઘટના શનિવારની રાત્રીના સર્જાતા મયુર સરવૈયા નામના યુવાને ટ્રાફિક પોલીસ અને પત્રકારોને વિગતો આપી હતી કે સતત કલાકેક ટ્રાફિક જામથી રાહદારીઓ અને નાના મોટા વાહન ચાલકોમાં દેકારો બોલી ગયો હતો. સ્ટેન્ડ ચોક પરના વેપારીઓએ તો ત્યાં સુધી કહ્યું હતું કે ટ્રાફિક જામ પ્રશ્ને પોલીસ ચોકીએ બે ત્રણ વાર ફોન કર્યો હોવા છતાં કોઈ ફરક્યું નહોતું.
શહેરના જાગૃત લોકો કહે છે કે અહી ટ્રાફિક પોલીસમેનનો પોઈન્ટ હોવા છતાં કોઈ ફરજ બજાવતું નથી. સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે.વ્યાસે કોઈ ચોક્કસ ટ્રાફિક પોલીસમેનની સ્ટેન્ડ ચોક પર નિમણુક કરી ટ્રાફિક વ્યવસ્થા સંભાળે તે જરૂરી છે.
(ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર )
જેતપુરની મધ્યમ વર્ગની મહિલાઓને આજીવિકા માટે સિલાઈ મશીન સહિતના સાધનોનું વિતરણ કરાયું...
જેતપુર તા.૨૦ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર શહેરમાં વસતી મધ્યમ વર્ગની મહિલાઓ પોતાની રીતે પગભર થાય તે માટે અહીના સેવાભાવી ટ્રસ્ટ આશાપુરા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગાંધીનગર સ્થિત ગ્રામ ટેકનોલોજી દ્વારા સ્ક્રીન પ્રિન્ટીંગ, ફોટો લેમીનેશનની કીટ તેમજ સિલાઈ મશીનોનું વિતરણ ટ્રસ્ટના પ્રમુખ રીનાબેન ગૌત્તમભાઈ દવે અને જેતપુર નગરપાલિકાના વોર્ડ નંબર ૯ ના સદસ્ય અરવિંદ વણઝારા, મયુર સરવૈયા વિગેરેના હસ્તે કરાયું હતું તે તસ્વીરમાં દેખાય છે.
(ફોટો લાઈન : કશ્યપ જોશી જેતપુર )
રાજ્ય મંત્રી જયેશ રાદડિયાના જન્મ દિન ઉજવણી વચ્ચે
જેતપુરમાં યોજાયેલ હૃદય રોગ સારવાર
નિદાન કેમ્પનો લાભ લેતા ૩૦૦ દર્દીઓ..
જેતપુર તા.૨૦
જેતપુરમાં આજે સીટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા માજી ધારાસભ્ય રમણીકભાઈ પટેલની જન્મ તિથી નિમિત્તે, જલારામ રઘુકુલ હોસ્પિટલ રાજકોટ અને સ્થાનિક રાહત સમિતિના સહયોગ વછે યોજાયેલ હૃદય રોગ સારવાર અને નિદાન કેમ્પનો ૩૦૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.
આ કેમ્પનો સુભારંભ સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય મંત્રી જયેશ રાદડિયાના જન્મદિનની કેક કાપીને કરાયો હતો. શહેરના નામી અનામી ઉદ્યોગપતિઓ રાજુભાઈ પટેલ, જયંતીભાઈ રામોલીયા, યાર્ડ ચેરમેન દિનેશ ભુવા, પાલિકા પ્રમુખ, માજી ધારાસભ્ય જસુબેન વિગેરેની હાજરીમા જેતપુર, રાજકોટ સહિતના શહેરોના નામી તબીબી ગણે પોત પોતાની સેવાનું યોગદાન આપ્યું હતું. વણિક જ્ઞાતિની વાડીમાં યોજાયેલ આ કેમ્પને સફળ બનાવવા સંસ્થા પ્રમુખ વિનુભાઈ સીધ્ધપરા, દિનેશભાઈ માલવિયા વિગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.
(ફોટો અને સમાચાર: કશ્યપ જોશી જેતપુર )
શનિવાર, 19 ડિસેમ્બર, 2015
અવસાન નોંધ :
અમદાવાદની શ્રી વલ્લભધામ હવેલીમાં પ્રાગટય મહોત્સવ...
શુક્રવાર, 18 ડિસેમ્બર, 2015
જેતપુરમાં આશપુરા એજ્યુ.ટ્રસ્ટ તેમજ ગ્રામ ટેક્નોલોજી દ્વાર લાભાર્થી બહેનોને કીટ વિતરણ..
જેતપુર તા.17
જેતપુરમાં આજે આશપુરા એજ્યુકેશન ટ્રસ્ટ અને ગ્રામ ટેકનોલોજી દ્વારા સ્ક્રીન પ્રિન્ટિંગ તેમજ લેમીનેશન કીટ વિતરણ કરતા જેતપુર પાલિકાના વોર્ડ નંબર 9 ના સદસ્ય અરવિંદભાઈ વણઝારા તથા ટ્રસ્ટના પ્રમુખ રીનાબેન ગાઉત્તમભાઈ દવે તથા જીગ્નેશ સૂચક તસ્વીરમાં દેખાય છે.
ફોટો : કશ્યપ જોશી જેતપુર
ગુરુવાર, 17 ડિસેમ્બર, 2015
જેતપુરમાં રવિવારે હૃદય રોગ નિદાન-સારવાર કેમ્પ યોજાશે...
જેતપુરમાં રવિવારે હૃદય રોગ નિદાન-સારવાર કેમ્પ યોજાશે..
જેતપુર તા.17 (કશ્યપ જોશી દ્વારા)
શહેરની જાણીતી સેવાકીય સંસ્થા સીટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા આગામી રવિવારને તા.20.12. ના રોજ જેતપુરના માજી ધારાસભ્ય સ્વ.રમણી કભાઈ પટેલની જન્મતિથી નિમિત્તે હૃદય રોગ સારવાર અને નિદાન કેમ્પનું આયોજન કરાયું છે.
જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પિટલ રાજકોટ અને રાહત સમિતિ જેતપુરના સહયોગ વચ્ચે અહીંના કણકિયા પ્લોટમાં આવેલ વણિક જ્ઞાત્તિની વાડી ખાતે સવારના 8:30 કલાકે, પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાના હસ્તે ઉદ્ઘાટિત થનાર આ કેમ્પમાં રાજકોટ, જેતપુરના ખ્યાતનામ તબીબો પોતપોતાની સેવાઓ આપશે. જેઓને બિરદાવવા શહેરના નામી અનામી ઉદ્યોગપતિઓ હાજર રહેશે તેવું સંસ્થાના પ્રમુખ વિનુભાઈ સિદ્ધપરા, પ્રોજેક્ટ ચેરમેન મનીષ પંડયા વિગેરેએ જણાવ્યું છે.
કશ્યપ જોશી જેતપુર 9974262812
બુધવાર, 16 ડિસેમ્બર, 2015
સરદારજીને અને સ્વ.સવજીભીની પ્રતિમાઓને હારતોરા કરી, રેલી યોજી જેતપુરમાં પાટીદારોએ હાર્દિક સહિતનાઓએ છોડવા અને કોંગ્રેસે ખેડૂતોને પોષણક્ષમ ભાવો અપાવવા મામલતદારને આપેલા આવેદનો
જેતપુરમાં પાટીદારોએ હાર્દિક સહિતનાઓએ છોડવા અને કોંગ્રેસે
ખેડૂતોને પોષણક્ષમ ભાવો અપાવવા મામલતદારને આપેલા આવેદનો
જેતપુર તા.૧૬ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરમાં આજે પાટીદાર અનામત અંદોલન સમિતિએ હાર્દિક પટેલ સહિતના આગેવાનોને તાકીદે જેલમુક્ત કરવા અને કોંગ્રેસે ખેડૂતોને પોષણક્ષમ ભાવો અપાવવા અહીના મામલતદારને આવેદનો આપ્યા હતા.
પાટીદાર અનામત આંદોલનના આગેવાનો અને કોંગ્રેસના આગેવાનોએ સૌર પ્રથમ અહીના જુનાગઢ રોડ પર સરદાર પટેલની અને સ્થાનિક ધારાસભ્ય સ્વ.સવજીભાઈ કોરાટની પ્રતિમાને હારતોરા કરી, સુત્રોચ્ચાર કરી, રેલી યોજી મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા.
મામલતદાર કચરીએ પહોચેલા પાટીદાર આગેવાનોએ સુપરત કરેલા આવેદનમાં જણાવ્યું હતું કે અનામત આંદોલન દરમિયાન પોલીસ તંત્રએ હાર્દિક પટેલ, ચિરાગ પટેલ, કેતન પટેલ, દિનેશ બાંભણીયા અને નીલેશ એરવાડીયા સામે લગાવેલ રાજદ્રોહના આરોપો પરત ખેંચી આમાંના જે પણ આગેવાનો જેલમાં હોય તેઓને તાત્કાલિક જેલ મુક્ત કરાવો અન્યથા આગામી તા.૨૧/૧૨/૨૦૧૫ થી પાટીદાર અનામત આંદોલન સમિતિ પુનઃ ગામડે ગામડે અને શહેરે શહેર અનશન આંદોલન છેડશે.
જ્યારે જગદીશભાઈ પાંભરની આગેવાની તળે કોંગી કાર્યકરો અને આગેવાનોએ મામલતદારને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ખેતીપ્રધાન દેશ ભારતના ખેડૂતો અત્યારે બીચારવાસ્થામાં પટકાઈ જવા પાછળ ઘણા કારણો છે, જેમાં મુખ્યત્વે કપાસ જેવા ખેત્પાકોના અપૂરતા ભાવો, પાક વિમાની રકમ ના મળવી, અપૂરતો વીજ અને પાણી પુરવઠો, પુર હોનારતમાં વ્યાપક નુકશાની અને વન્ય પ્રાણીઓનો ત્રાસ. આ તમામ પ્રશ્નો તાકીદે મિટાવી સરકારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલ જગતાત આલમને મદદ કરવી જોઈએ.
ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતપુર
જેતપુરના જુના પાંચ પીપળા રોડ વિસ્તારમાં ચોરીના વધેલા બનાવોને નાથવા રાત્રી પેટ્રોલિંગ સધન બનાવવા મહિલાઓની પોલીસને રજુઆતો...
જેતપુરના જુના પાંચ પીપળા રોડ વિસ્તારમાં
ચોરીના વધેલા બનાવોને નાથવા રાત્રી પેટ્રોલિંગ સધન
બનાવવા મહિલાઓની પોલીસને રજુઆતો...
જેતપુર તા.૧૬
જેતપુરના જુના પાંચ પીપળા રોડ પરતની પચાસેક મહિલાઓ આજે જેતપુર શહેર પોલીસ મથકે દોડી આવી તેઓના વિસ્તારમાં માઝા મુકેલી તસ્કરીને નાથવા રાત્રી રોન કડક બનાવાય તેવી માંગ દોહરાવી હતી.
મળતી વિગતો મુજબ જેતપુરના જુના પાંચ પીપળા રોડ વિસ્તારમાં છેલ્લા છ મહિનામાં ૧૫ જેટલી નાની મોટી ચોરીઓ થઇ હોય તેમજ એક પણ ચોરીના પોલીસને સગડ મળ્યા ના હોય ભયભીત બનેલ મહિલાવર્ગ આજે મોટી સંખ્યામાં શહેર પોલીસ મથકે દોડી આવી, તેઓના વિસ્તારમાં દિનપ્રતિદિન વધતા જતા ચોરીના બનાવોને અટકાવવા રાત્રી પેટ્રોલિંગ વધુ પ્રબળ બનાવવાની માંગ દોહરાવી હતી.
આ સમયે શહેર પોલીસના પીએસઆઈ ચૌહાણ, જાડેજા તથા સ્ટાફના કમલેશભાઈ રાવલ વિગેરેએ ઉક્ત લાત્તોની મહિલાઓની માંગ સ્વીકારી આજ્થીજ પેટ્રોલિંગ અસરકારક બનાવવાન અને આ માટે હોમગાર્ડ જવાનોને પણ લત્તામાં ફરીને વ્હીસલ વગાડી રાત્રી રોન કરવા સુચના આપવાની ખાતરી આપી હતી.
ફોટો અને સમાચાર : કશ્યપ જે.જોશી જેતપુર
Fwd: જેતપુરમાં આમ આદમી પાર્ટીના આગેવાનોએ કર્યો વિરોધ
જેતપુરમાં આમ આદમી પાર્ટીના આગેવાનોએ
દિલ્હીના સીએમ કાર્યાલયમાં થયેલી તપાસનો કરાયો વિરોધ...
જેતપુર તા.16
દિલ્હીમાં કેજરીવાલ સરકારના કાર્યાલયમાં થયેલી સીબીઆઇ તપાસનો વિરોધ વ્યક્ત કરવા આજે જેતપુરમાં આમ આદમી પાર્ટીના આગેવાનોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી વર્તમાન કેન્દ્ર સરકારની નીતિને વખોડી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત આમ આદમીના કાર્યકરોએ આક્ષેપો કર્યા હતા કે દેશમાં અનેક પ્રકારનાં મસમોટા કૌભાંડો આંચરાયા છે પણ, કેન્દ્ર સરકાર આવા ગોટાળા બહાર લાવવામાં કે તે અંગે તપાસ કરાવવાનો બદલે દિલ્હીના સીએમ કેજરીવાલ પાછળ પડી હોય, આ વાત લોકશાહી વિરોધી ગણાવી શકાય.
ફોટો લાઈન : કશ્યપ જોશી જેતપુર
સોમવાર, 14 ડિસેમ્બર, 2015
રાજકોટની લોકલ ક્રાઈમ બ્રાંચે નાશતા ફરતા ખૂનના આરોપીને પકડ્યો
વચગાળાના જામીન મેળવ્યા બાદ પુનઃ હાજર થયોજ નહિ !
રાજકોટની લોકલ ક્રાઈમ બ્રાંચે નાશતા
ફરતા ખૂનના આરોપીને પકડ્યો
જેતપુર તા.૧૪ (કશ્યપ જોશી દ્વારા)
ખૂન કેશમાં બે વર્ષથી નાસતા ફરતા ભાણવડ પોલીસ સ્ટેશનના ખૂનના આરોપીને રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે આજે જેતપુર પંથકમાં તેમના જ ઘરેથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બાબતે વિગતો આપતા રાજકોટ એલસીબીના જમાદાર ભુરાભાઈ માલીવાડને એલસીબીના પોકો નારણભાઈ આહિરે બાતમી આપી હતી કે, ભાણવડ પોલીસ સ્ટેશનના ગુના રજી.નંબર ૧૮/૧૩ આઈપીસી કલમ ૩૦૨, ૩૨૩ નો આરોપી દેવીપુજક જેન્તી ઝવેર સોલંકી(રહે. જેપુર, છાપરવાડી ડેમ નજીક, તાલુકો જેતપુર) વાળો હાઈકોર્ટના હુકમથી તા.૨૦/૧૧/૧૪ ના રોજ બે અઠવાડિયાના વચગાળાના જામીન પર મુક્ત થયો હતો.
દરમીયાન મુદત પૂરી થવા છતાં જેન્તીએ હાજર થવાને બદલે નાસતો ફરતો હતો. જેની એલસીબીના નારણભાઈ આહિરને બાતમી મળતા આજે નારણભાઈએ પોતાના ફોજદાર ઉનડકટને જાણ કરતા જમાદાર ભુરાભાઈએ જેન્તીને તેમના જ ઉપરોક્ત સ્થળે આવેલા ઘરે છાપો મારી પકડી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
(ભુરાભાઈ માલીવાડ જમાદાર નો મોબાઈલ નંબર ૯૮૨૫૯ ૯૬૭૧૩
કશ્યપ જે. જોશી જેતપુર
અવસાન નોંધ : જેતપુર : ૧૪-૧૨-૨૦૧૫
જેતપુરમાં ગીરનાર ટ્રાન્સપોર્ટની લોડિંગ ગાડીમાંથી રૂપિયા 11 લાખથી વધુના પાર્સલોની ચોરી થતા ચકચાર.. પોલીસ ફરિયાદની તજવીજ ચાલુ !
જેતપુરમાં ગીરનાર ટ્રાન્સપોર્ટની લોડિંગ ગાડીમાંથી
રૂપિયા 11 લાખથી વધુના પાર્સલોની ચોરી
થતા ચકચાર.. પોલીસ ફરિયાદની તજવીજ ચાલુ !
જેતપુર તા.૧૪ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરમાં શનિવારની રાત્રીએ રબારીકા રોડ પર આબેલ એક ટ્રાન્સપોર્ટની લોડિંગ કરેલી ગાડીમાંથી કોઈ હારામખોર તત્વો રૂપિયા 11 લાખથી વધુના સાડી પાર્સલો સહિતના દાગીના ચોરી જતા ટ્રાન્સપોર્ટ આલમમાં ભય સાથે ચકચાર જાગી છે.
મળતી વિગતો મુજબ અહીના રબારીકા રોડ પર ગીરનાર લોજીસ્ટીક પ્રાઈવેટ લીમીટેડ નામના ટ્રાન્સપોર્ટમાં શનિવારની રાત્રીએ લોડીંગ કરેલી મેટાડોરને રવિવારની સવારે શાપર વેરાવળ ખાતે ક્રોસિંગ સેન્ટર ખાતે મોકલવાની હતી.
જીજે ૧ બી.વી.૧૯૮૮ નંબરની જમ્બો આઈસર ગાડીમાં શનિવારે રાત્રે ટ્રાન્સપોર્ટ બુકિંગ મેનેજર પંડિતે લોડીંગ કરાવી, ટ્રાન્સપોર્ટ ઓફીસ સામે રાબેતા મુજબ આ લોડેડ વાહનને પાર્ક કરાવી પોતાના ધોરાજી રોડ સ્થિત ભાડાના ઘરે ચાલ્યા ગયેલા.
દરમિયાન રવિવારે સવારના કોઈ મજૂરે આ ટ્રાન્સપોર્ટના મેનેજરને ફોન દ્વારા જાણ કરી હતી કે તમારી ગાડીની તાલપત્રી તૂટી ગયેલી જોવા મળતી હોય, કોઈ પાર્સલ ચોરાયા હોવાનું લાગે છે. આવી જાણ થતાજ ટ્રાન્સપોર્ટ મેનેજર ક્રિષ્નકુમાર પંડિત પોતાની ટ્રાન્સપોર્ટની ઓફિસે પહોચી તપાસ કરતા તેમાંથી પાર્સલો ચોરાયા હોવાની શંકા જણાઈ હતી.
બીજીબાજુ પોલીસને જાણ કરી આ આયસર મેટાડોરમાં ભરેલ તમામ પાર્સલો ખાલી કરીને ટ્રાન્સપોર્ટના ચલાન સાથે મેળવાતા ગાડીમાંથી આશરે ૬૮ થી ૭૦ બિલ્ટીઓના (રસીદોના) કુલ ૭૩ દાગીના ચોરાયાનું માલુમ પડ્યું હતું. જેમાં ૬૫ સાડીના પાર્સલ, ૩ ઓટો પાર્ટ્સ અને ૩ કાસ્ટિંગ (લોખંડની મશીનરી)નો સમાવેશ થતો હોવાનું તેમજ આ તમામ દાગીનાની કુલ કીમત રૂપિયા ૧૧,૩૫,૬૬૮-૦૦ થતી હોવાનું ટ્રાન્સપોર્ટરનું કહેવું છે.
આ બાબતે ટ્રાન્સપોર્ટનું બુકિંગ કામકાજ સાંભળતા ક્રિશ્નકુમાર ચિરંજીત શર્મા-પંડિતજી નામમાં મેનેજરે શહેર પોલીસમાં જાણ કરતા પીઆઇ એન.કે.વ્યાસે ઘટના સ્થળે દોડી જઈ વિશેષ પૂછપરછ આદરી હતી. તેઓનું કહેવું છે કે આ ઘટનામાં કોઈ જાણભેદુ લાગે છે. પણ સંબંધિત ટ્રાન્સપોર્ટર ચોરી થયેલા દાગીનાના વજૂદવાળા પાકા બિલ રજુ કરશે તો પોલીસ ફરિયાદ નોંધાશે તેવું પોલીસ કહે છે.
પોલીસની નજર સીસીકેમના ફૂટેજ પર !
જેતપુર: જેતપુર શહેર પોલીસના પીઆઈ એન.કે.વ્યાસે જણાવેલ કે ગીરનાર ટ્રાન્સપોર્ટની બુકિંગ ઓફિસની બાજુમાંજ કૈલાશ ટ્રાન્સપોર્ટની ઓફીસ આવેલી છે. જેમાં સીસી કેમેરાની સુવિધા છે. આ સીસી કેમના ફૂટેજ મેળવી તસ્કરોનો તાગ મેળવવા કવાયત આદરાઈ છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચે પણ બનાવવાળી જગ્યાએ વિજીટ કરી તસ્કરોને શોધવાના પ્રયાસો કર્યા હોવાનું જાણવા મળે છે. ટ્રાન્સપોર્ટ આલમમાં એક એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે જેતપુરમાં ચાલતા અને ચલાવાતા ૮૦ થી ૧૫૦ જેટલા ટ્રાન્સપોર્ટ જગતની આવી ચોરીની પ્રથમ ઘટના ગણાવાઈ રહી છે. કારણ દરેક ટ્રાન્સપોર્ટની લોડીંગ ટ્રકો રાત્રીના કામકાજ આટોપાયા બાદ સવાર સુધી પોત પોતાની ઓફિસો સામે પડી જ રહેતી હોય છે. અને આમ ગાડીમાંથી રાત્રીના ચોરી થવાનો પ્રથમ પ્રયાસ હોય, પોલીસ ફરિયાદ નોધાયા બાદ સધન તપાસ કરી તસ્કરોને જેર કરે તેવી માંગ ઉઠી છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર
રવિવાર, 13 ડિસેમ્બર, 2015
ઘોડીપાસાના ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી ૧૫ પન્ટરો પકડાયા...
જેતપુરના ફૂલવાડી રામજી મંદિર રોડ વિસ્તારમાં ભાડાના મકાનમાં
ઘોડીપાસાના ચાલતા જુગારધામ પર
પોલીસ ત્રાટકી ૧૫ પન્ટરો પકડાયા...
રોકડ રૂ.૨૨૮૦૦, ૧૫ મોબાઈલ, ૪ બાઈક અને એક ઓટોરીક્ષા સહીત રૂ.૨૩૩૮૦૦
નો મુદામાલ કબજે કરતી પોલીસ..પ્રસંગ માટે રૂમ ભાડે રાખ્યો ને ચાલુ કર્યો જુગાર
જેતપુર તા.૧૩ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરના ફૂલવાડી રામજી મંદિર રોડ પર એક મકાનમાં ચાલતા ઘોડીપાસાના જુગાર પર ત્રાટકેલી શહેર પોલીસે ૧૫ શખ્શોને જુગારના સાધનો અને રૂપિયા ૨ લાખ ૩૩ હજાર ૮૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગતો મુજબ જેતપુરના ફૂલવાડી રામજી મંદિર રોડ પર કોઈ પ્રસંગ સબબ મકાન ભાડે રાખી હાજી ઈસ્માઈલ જુનેજાએ બહારથી માણસો બોલાવી ઘોડીપાસાનો જુગાર ચાલુ કર્યો હોવાની બાતમી મળતા પીઆઈ એન.કે.વ્યાસે ગત રાત્રીના ૧-૩૦ વાગ્યે સ્ટાફને સાથે રાખી દરોડો પાડતા ત્યાં ઘોડીપાસાનો જુગાર રમતા ઈસ્માઈલ સહીત સમીર કાસમ(ગોંડલ દરવાજા), સલીમ વાળા(પાંજરાપોળ પાસે), રજા ગોરી(પાંજરાપોળ પાસે), કસમ અબુ(બાપુની વાડી), હનીફ કુરેશી(ફૂલવાડી), ઇમરાન મહમદ(રામજી મંદિર રોડ), હુસેન ઈસ્માઈલ(ફૂલવાડી), શહેઝાદ જુસબ(લાદી રોડ), આરીફ ગફાર(બાપુની વાડી), ઇકબાલ સીદીક(અંકુર પાછળ), હુસેન ઈસ્માઈલ અને યુસુફ ઈસ્માઈલ(બંને ફૂલવાડી), મહમદ ફારુક(પાંજરાપોળ પાસે) અને અસલમ ઈસ્માઈલ(ફૂલવાડી) એમ પંદર શખ્શો ઘોડીપાસા નંગ ૨, રોકડ રૂપિયા ૨૨૮૦૦/-, ૧૫ મોબાઈલ, ૪ બાઈક અને એક ઓટો રીક્ષા સાથે ઝડપાઈ ગયા હતા.
પીઆઈ વ્યાસે તમામ શખ્શો સામે જુગારધારાની કલમો મુજબનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જેતપુરમાં ટ્રાફિક પોલીસની કડક કામગીરી
બેદરકાર વાહન ચાલકોને દંડ ફટકાર્યા !
જેતપુર તા.૧૨ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર શહેરમાં પીઆઈ એન.કે.વ્યાસના માર્ગદર્શન તળે ટ્રાફિક પોલીસમેનોએ કડક કામગીરી શરુ કરી છે. આજે વાહનવ્યવહાર સબબ બેદરકાર ચાલકોને રોકી હાજર દંડ ફટકાર્યા હોવાનું જાણવા મળે છે.
આ બાબતે ટ્રાફિક પોલીસમેન સુરુભા ઝાલાએ જણાવ્યું હતું કે આજે શીટ બેલ્ટના ૧૬, હેલ્મેટ વગરના ૧૦ ચાલકો, ચાલુ બાઈક ઉપર મોબાઈલ પર વાતો કરતા ૩ ચાલકો અને અન્ય આઠ જેટલા ચાલકો કે જેઓ પાસે લાઈસન્સ ના હોવા, ગાડીના કાગળો ના હોવા તેવા આઠ જેટલા ચાલકોને ટ્રાફિક કાયદાના ભાગરૂપે સબક શીખવી તમામ પાસેથી રૂપિયા ૩૨૦૦/- હાજર દંડ વસુલાયો હતો. જયારે ૨ વાહનોને ડીટેઇન કરી તે અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે.
આ તકે પીઆઈ વ્યાસે જણાવેલ કે શહેરમાં હજુ પણ ટ્રાફિક કાયદાઓ પરત્વે બેદરકાર નાના મોટા વાહન ચાલકોને પકડવાની કામગીરી કડક બનાવાશે. ઘોંઘાટીયા હોર્ન વાળા ચાલકો અને ચાલુ ચાર ચક્રીય વાહનોમાં બેફામ સંગીત વગાડતા ચાલકોની ગાડીઓ આરટીઓના કાયદાઓ મુજબ પકડી પાડી સખ્ત કાર્યવાહી હાથ ધરાશે. તેઓએ એમ પણ જણાવેલ કે શહેર સગીર વયના બાળકો, છોકરા, છોકરીઓ બેફામ બાઈક ચલાવતા હોય, વાલીઓ પોતપોતાના બાળકોને સમજાવી વાહનો ચલાવવા ના આપે અન્યથા કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર
શનિવાર, 12 ડિસેમ્બર, 2015
જેતપુર અડવાણ રૂટની બસ બસસ્ટેન્ડમાં ૧૦ મિનીટ મોડી આવતા વિદ્યાર્થીઓએ બસ રોકો અંદોલન છેડી દીધું !
નવાગઢમાં મામાને ત્યાં અભ્યાસાર્થે આવેલ કિશોરને ભાદર કેનાલ ગળી ગઈ ! કરુણ મોત
પુરવઠાના ગોદામમાંથી બારોબાર પગ કરી ગયેલ ઘઉંનો ૧.૩૨ લાખનો જથ્થો પકડાયો....
JETPUR AVSAAN NONDH KASHYAP JOSHI 9974262812
શુક્રવાર, 11 ડિસેમ્બર, 2015
કશ્યપ જોશી જેતપુર જેતલસર ના વિવિધ વર્તમાન
જેતપુરમાં આડેધડ કરાતા વીજ કંપનીના સમારકામ બાબતે 'આપ'ની સંબંધિતોને રજુઆતો
જેતપુર તા.૧૧ (કશ્યપ જોશી)
જેતપુર શહેરમાં લાંબા સમય થયા ઠેર ઠેર પીજીવીસીએલ દ્વારા જુના પોલ દુર કરી નવા પોલ ઉભા કરવાની તેમજ જરૂરી સમારકામની કાર્યવાહી ચાલી રહી છે. પણ આ કામગીરીમાં બેદરકારી દાખવાતી હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના જતીન દેગડા સહિતના આગેવાનોએ સ્થાનિક વીજ કંપનીના કાર્યપાલક ઇજનેરને રજુઆતો કરી યોગ્ય કરવાની માંગણી કરી છે.
રજુઆતમાં જણાવાયું છે કે જેતપુર શહેરમાં ઘણી જગ્યાએ શેરી ગલીઓ સાંકડી હોય, આવા વિસ્તારોમાં ચાલતી વીજ સમારકામની કામગીરી જે તે વિસ્તારના ટ્રાફિકમાં અડચણરૂપ બને તેવી છે. અમુક જાહેર રસ્તાઓ પર ઉભા કરાયેલા વીજપોલની ફરતે કાંટાળી વાડ બનાવાયી હોય, આવી જગ્યાઓનો લાભ લઈને ફેરિયાઓ કાયમી અડીંગો જમા થઈને ટ્રાફિક સમસ્યા ઉભી કરશે.
મુખ્ય જાહેર રસ્તાઓ પર પસાર થતી ૧૧ કેવી લાઈન નીચે ગાર્ડ(પ્રોટેક્શન લાઈન) પણ રાખવામાં આવી ના હોય, હેવી લાઈન તૂટવાનો ભય અને કોઈ મોટા અકસ્માતમાં કોઈના ભોગ લેવાવાની પ્રજામાં દહેશત ફેલાઈ છે. શહેરની મેઈન બઝારમાં તો કરોળિયાના ઝાળાની માફક ઇલેક્ટ્રિક દોરડા લટકતા હોય, તાકીદે આવા વીજ વાયરો વ્યવસ્થિત કરવા જોઈએ.
વડાપ્રધાનનું સ્વપ્ન સ્માર્ટ સીટીનું હોય, વીજકંપનીના ગાઈડલાઈન મુજબ જુનું હટાવીને નવું મરામત કાર્ય હાથ ધરાઈ તેવું 'આપના' આગેવાનોનું કહેવું છે.
((કશ્યપ જોશી- જેતપુર )
રક્તદાન :
સને ૨૦૧૨ થી પ્રતિવર્ષ યોજાતા આવતા રક્તદાન કેમ્પની પ્રણાલીને આ વર્ષે પણ ચાલુ રાખીને આજે જેતપુરમાં એચડીએફસી બેંક દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
(ફોટો : (કશ્યપ જોશી - જેતપુર)
દરજી સમાજના ૧૫ યુગલો લગ્નગ્રંથીથી જોડાયા
જેતપુર : શ્રી સોરઠીયા દરજી જ્ઞાતિ જેતપુર દ્વારા જુનાગઢ ખાતે સનાતન ધર્મશાળામાં ૮ માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જ્ઞાતિના ૧૫ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હોવાનું સંસ્થાના આયોજકો અને લગ્નોત્સવને સફળ બનાવનારા રસિકભાઈ ચૌહાણ, કિરીટભાઈ ગોહેલ, અનુભાઈ સરવૈયા, અમૃતભાઈ મકવાણા, મયુર સરવૈયા, નવીનભાઈ ગોહેલ વેગેરે જણાવ્યું હતું.
(ફોટો : (કશ્યપ જોશી) જેતપુર )
સફાઈ અભિયાન :
જેતલસર: પંથકના ડેડરવા ગામે ગામના સરપંચ સહિતના સમસ્ત ગ્રામજનોએ સ્વચ્છ ભારત અભિયાનને સફળ બનાવવાના ભાગરૂપે સફાઈ અભિયાન હાથ ધાર્યું હોવાનું ભોલાભાઈ અને કિશન બોરીસાણીયાએ જણાવ્યું હતું. (ફોટો : કશ્યપ જોશી-જેતલસર)
પીપળવામાં બળદની સારવાર કરતા ગૌસેવકો
જેતલસર: પંથકના પીપળવા ગામે લાંબા સમય થયા નિરાધાર રખડતા એક બળદને શીગડામાં કેન્સર જેવી ગંભીર બીમારી લાગી હતી. આ કણસતા બળદ અંગે વાત મળતા સ્થાનિક કામધેનું ગૌ રક્ષક ગ્રુપના આગેવાનોએ બળદના શીગડામાં(કામોઈનું) ઓપરેશન કરવાની સરાહનીય સેવા કરી હતી.
(ફોટો : કશ્યપ જોશી જેતલસર)
મહિનાની પ્રતિ અગિયારસે ગૌસેવકો દ્વારા ખોળનું વિતરણ
જેતલસર: કામધેનું ગૌ રક્ષક ગ્રુપ જેતલસરના યુવાનો ગોપાલ ડોબરિયા, સતીશ ગોંડલિયા, કિશોર પરમાર વિગેરે દ્વારા મહિનાની પ્રતિ અગિયારસના દિવસે ગામ ઉપરાંત જેતપુર શહેરમાં રખડતા રેઢીયાર પશુઓને ખોળ ખવડાવવાની સરાહનીય સેવા કરવામાં આવે છે. (કશ્યપ જોશી-જેતલસર)
રેશમડીમાં ખેડૂત શિબિર યોજાઈ
જેતપુર: જમીન સુધારણા,જમીન જાળવણી અને જમીનને લગતા પ્રશ્નોની ચર્ચાઓ અને ઉકેલ માટે તાજેતરમાં જેતપુરના રેશમડી ગાલોળ ગામે એક ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
(ફોટો : (કશ્યપ જોશી) જેતપુર )









































