અનુયાયીઓ

ગુરુવાર, 26 નવેમ્બર, 2015

KASHYAP JOSHI AVSAN NONDH JETALSAR DEDARVA

અવસાન નોંધ : ૨૬-૧૧-૨૦૧૫  

ડેડરવા રામજી મંદિરના પૂજારીનું અવસાન...

જેતલસર: ડેડરવા શ્રી રામજી મંદિરના પુજારી સાધુ દ્વારકાદાસભાઈ કાશીરામભાઈ યોગાનંદ(ઉ.વ.૮૩) તે ગિરધરદાસભાઈના મોટાભાઈ, સેવાદાસભાઈ(જુનાગઢ), રોહિતભાઈ(જેતપુર), ચેતનભાઈ(જુનાગઢ), રઘુવીરદાસભાઈ અને રમેશભાઈ(જેતપુર), વિરેન્દ્રભાઈ(ધોળકા) તથા ગીતાબેન રમેશકુમાર દેવમુરારી(જુનાગઢ)ના પિતા, ગીરીશભાઈ અને શશીકાંતભાઈના મોટાબાપુજી તેમજ મનહરભાઈ નિમાવત(વંથલી)ના મામા તા.૨૬ ના રોજ શ્રીરામશરણ પામેલ છે. બેસણું તા.૨૮ ને શનિવારે, બપોરે ૩ થી ૫, તેમના નિવાસસ્થાને, ડેડરવા ખાતે રાખેલ છે.

કશ્યપ જે. જોશી જેતપુર ૯૯૭૪૨ ૬૨૮૧૨




​ 







જેતપુર તાલુકાના ગામોમાં ફ્લેગ માર્ચ યોજાઈ

જેતપુર તાલુકાના ગામોમાં ફ્લેગ માર્ચ યોજાઈ 

જેતપુર તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની આગામી ૨૯ મી નવેમ્બરે યોજાનાર ચુંટણી અનુસંધાને આજે જેતપુર તાલુકા પોલીસના પીએસઆઈ કરમટીયાના માર્ગદર્શન હેઠળ બીએસએફ, એસઆરપી-પેરામીલીટરી ફોર્સના જવાનોએ તાલુકાના જેતલસર, વાડાસડા, વીરપુર, દેવકીગાલોલ વિગેરે મોટા ગામોમાં ફ્લેગ માર્ચ યોજી મતદારોને કોઈ પણ ભય વગર કીમતી મતદાનનો અવસર ના ચૂકવા અનુરોધ કર્યો હતો અને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.

ફોટો: કશ્યપ જોશી જેતપુર 


અવસાન નોંધ : ૨૬-૧૧-૨૦૧૫ AVSAANNONDH JETPUR




અવસાન નોંધ : ૨૬-૧૧-૨૦૧૫

જેતપુર: મૂળ સ્ટેશનવાવડી(તા.જેતપુર), હાલ સુરત નિવાસી ગીરધરભાઈ ભટ્ટી(અખબારી વિતરક)ના નાનાભાઈ હરસુખભાઈ ભટ્ટીના પત્ની મંજુબેન(ઉ.વ.૫૧) તે નયનભાઈના માતુશ્રી તથા રોહિતભાઈના કાકી તા.૨૫ ના રોજ અવસાન પામ્યા છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર < ૯૯૭૪૨૬૨૮૧૨ 

બુધવાર, 25 નવેમ્બર, 2015

LOKCHARCHA UPDATES 25-11-2015

જેતપુરમાં આજે સ્‍વ.સવજીભાઇ કોરાટની પૂણ્‍યતિથિ નિમિતે વિવિધ કાર્યક્રમો

જેતપુરમાં આજે સ્‍વ.સવજીભાઇ કોરાટની 

પૂણ્‍યતિથિ નિમિતે વિવિધ કાર્યક્રમો

રકતદાન કેમ્‍પ, દંતયજ્ઞ,સ્ત્રીરોગ નિદાન કેમ્‍પ તથા લોકડાયરાનું આયોજન

જેતપુર તા.૨૫ (કશ્યપ જોશી દ્વારા)    

જેતપુરના પુર્વ કેબીનેટ મંત્રી  સ્‍વ.સવજીભાઇ કોરાટની તા.૨૬ મી નવેમ્બરના રોજ  ૧૭મી પુણ્‍યતીથી  નિમિતે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. તેઓની  વિદાય બાદ તેમના ધર્મપત્ની જશુમતીબેન સવજીભાઇના અધુરા કાર્યો પુર્ણ કરવાની નેમ સાથે રાજકારણમાં પદાર્પણ કર્યુ. જસુબેને  પણ મંત્રી તરીકે સેવા આપેલ.

સ્‍વ.સવજીભાઇ કોરાટની અનન્ય સુવાસ આજે  ૧૭ વર્ષ પછી પણ લોકોમાં ગુંજી રહી છે. અને એટલેજ તા.ર૬-૧૧-૧પ ગુરૂવારના રોજ શહેરની સંસ્થાઓ  દ્વારા વિવિધ આયોજન કરવામાં આવેલ છે. જેમાં લાયન્‍સ કલબ દ્વારા વિનામૂલ્‍યે દંત ચિકિત્‍સા સારવાર અને રકતદાન કેમ્‍પ સવારે ૯ થી ૧ દરમિયાન, તેમજ જે.સી. દ્વારા સ્ત્રીરોગ નિદાન કેમ્‍પનું આયોજન સવજીભાઇ કોરાટ હોસ્‍પિટલ (કોઠારી મેટરનીટી કોર્ટની બાજુમાં કરવામાં આવેલ છે. જેમાં જેતપુર મેડીકલ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ બલ્‍ડ બેંકની ટીમ સેવા આપશે. રાત્રીના ૯ કલાકે શ્રી સવજીભાઇ કોરાટ કલ્‍યાણકારી મંડલી દ્વારા સ્વ. સવજીભાઈના માદરે વતન એવા જુની સાંકળી ગામે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્‍યુ છે. જેમાં મનસુખભાઇ વસોયા (ખીલોરીવાળા), પુનીબેન ગોંડલીયા, જાગૃતિબેન ગોહિલ, વિપુલભાઇ પટેલ પોત પોતાની કલા પીરસી ડાયરાપ્રેમી જનતાને ડોલાવશે.

   આ કાર્યક્રમમાં રાજય મંત્રી જયેશભાઇ રાદડીયા, વિઠ્ઠલભાઇ રાદડીયા (સાંસદ), નાગદાનભાઇ ચાવડા (જીલ્લા ભાજપ પ્રમુખ), જેન્‍તીભાઇ ઢોલ, ગોવિંદભાઇ રાણપરીયા, દિલીપભાઇ ગાંધી, ભાનુભાઇ મહેતા, રવિભાઇ આંબલીયા (જેતપુર ચેમ્‍બર્સ પ્રમુખ)શારદાબેન બારોટ (ન.પા.પ્રમુખ), પ્રશાંત કોરાટ, રાજુભાઇ પટેલ, નીતાબેન ગુંદારીયા, દિનેશભાઇ ભુવા (વોર્ડ ચેરમેન)સહિત શહેરના અગ્રણીઓ ઉદ્યોગપતિઓ, રાજકીય આગેવાનો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેશે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 

   


રવિવાર, 22 નવેમ્બર, 2015

અવસાન નોંધ : ૨૨-૧૧-૨૦૧૫

અવસાન નોંધ : ૨૨-૧૧-૨૦૧૫ 
જેતલસર :
               જેતલસર(જંકશન) નિવાસી નિવૃત રેલ કર્મચારી નટવરલાલ ઓધવજીભાઈ જોશીના પત્ની હંસાબેન(ઉ.વ.૭૬) તે ગીતાબેનના માતુશ્રી તા.૨૧ ના રોજ અવસાન પામેલ છે.
                                                    કશ્યપ જે.જોશી જેતપુર જેતલસર

જેતપુરના સ્ટેશનવાવડી ગામે તુલસી વિવાહની ઉજવણી
જેતપુર તા.૨૨
જેતપુર તાલુકાના સ્ટેશન વાવડી ગામે આજે શ્રી ખારેશ્વર મહાદેવ મંદિર ખાતે સમસ્ત ગ્રામજનો દ્વારા શ્રી તુલસીવિવાહ ધામધુમથી ઉજવાયા હોવાનું ગામના સરપંચ શિવલાલભાઈ ભુવાએ જણાવ્યું હતું.
(ફોટો : હિતેશ સાવલિયા જેતપુર ) 
 

જેતપુર તાલુકા-જીલ્લા પંચાયતની ચુંટણીમાં બે બાહુબલીની ટક્કર

મતદારો કહે છે વિઠ્ઠલભાઈ કમળ મુરઝાવા નહિ ધ્યે, જગાભાઇ હાથને નબળો નહિ પડવા ધ્યે !!
જેતપુર તાલુકા-જીલ્લા પંચાયતની ચુંટણીમાં બે બાહુબલીની ટક્કર
જેતપુર તા.૨૨ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર તાલુકા અને જીલ્લા પંચાયતની ચૂંટણીમાં ભલે ઉમેદવારો કાટેકી ટક્કર જેવો જંગ ખેલી રહ્યા હોય, હકીકતમાં ઉમેદવારોને સાઈડમાં રાખીએ તો અહીનો ચુંટણી જંગ ભાજપના વિઠ્ઠલભાઈ રાદડિયા અને કોંગ્રેસના જગદીશભાઈ પાંભર એમ બે બાહુબલીઓ વચ્ચેનું ધમાસાણ હોવાનું રાજકીય આગેવાનો કહે છે. 
બંને રાષ્ટ્રીય પક્ષોના જોરસોરથી થઇ રહેલા પ્રચાર પણ બંને પક્ષોના વજનદાર ઉમેદવારો પક્ષપલટો કરી એકાબીજા પક્ષો સામે બળાપો કાઢી રહ્યા છે.
પોરબંદરના સાંસદ અને રાજ્ય મંત્રી જયેશભાઈના પિતા વિઠ્ઠલભાઈ રાદડિયા એવું કહી રહ્યા છે કે, અનામત મળી જવાની આશાએ મતદારો હાથને મજબુત બનાવવા મથશે તો આ માન્યતા ખોટી પડશે. જયારે શહેરના ઉદ્યોગપતિ અને દાતા જગદીશભાઈ પાંભર કહે છે કે જેતપુર તાલુકામાં સહકારી મંડળીઓમાં થયેલા વ્યાપક ગોટાળાઓ જમીનમાં ધરબી દઈ ખેડૂતો સાથેજ અન્યાયી પગલું ભરાવતી કમળની સરકારને હવે જાકારો આપવાનો સમય પાકી ગયો છે. અને એટલેજ ભાજપને બાય બાય કરી અનેક સહકારી આગેવાનો, hyapકાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસના આ આગેવાને જેતપુર તાલુકાભરમાં રેશમડી ગાલોળ, બોરડી સમઢીયાળા, દેવકી ગાલોળ, કેરાલી વેગેરે ગામોમાં રાત્રીના જઈને સભાઓ યોજતા તેઓના હરીફ પક્ષને માણસોએ રીતસરનો વગોવી હાથને જંગી બહુમતીથી જીતાડવાના કોલ આપ્યા છે. તો ભાજપના આગેવાનો કહે છે કે, જેતપુર તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની બેઠકો પર કમળને મુરઝાવા નહિ દઈએ.

આ લખાય છે ત્યારે રેશમડી ગાલોળમાં સભા દરમિયાન જીલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ જગદીશ પાંભર, નીલેશ પંડયા, ધીરુભાઈ અને ભાનુભાઈ પાઘદાર વિગેરે આગેવાનોની હાજરીમાં થાણાગાલોળ બેઠકના અપક્ષ ઉમેદવાર ભરતભાઈ વઘાસીયાએ  પોતાના સમર્થકોની સાથે કોંગ્રેસના ઉમેદવારોને ટેકો જાહેર કરી દીધો છે. દાવા પ્રતિદાવા સાથે બંને પક્ષના આ બંને બાહુબલીઓએ પોતપોતાની તાકાત કામે લગાડી પોતાના ઉમેદવારોને જીતાડવા કમ્મર કસી રહ્યા છે. ૨૯ મી નવેમ્બરે ચૂંટણી બાદ એવીએમ મશીનમાં કેદ ઉમેદવારોના નશીબ કેવા સાબિત થશે ? કોણ જીતશે કે હારશે ? તે મતગણનાના દિવસે સાબિત થઇ જશે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 



જેતપુર તાલુકાના ૯૭૦૫૮ મતદારો તાલુકા પંચાયતની ૨૦ બેઠકોના ૬૧, જીલ્લા પંચાયતની ૪ બેઠકોના ૧૨ ઉમેદવારોના ભાવિનો કરશે ફેંસલો !

જેતપુર તાલુકાના ૯૭૦૫૮ મતદારો 
તાલુકા પંચાયતની ૨૦ બેઠકોના ૬૧, જીલ્લા પંચાયતની 
૪ બેઠકોના ૧૨ ઉમેદવારોના ભાવિનો કરશે ફેંસલો !
જો કે પાટીદાર અનામત ફેક્ટર કામ કરી જશે તો ખાટશે કોંગ્રેસ, હારશે ભાજપ ??

જેતપુર તા. ૨૨ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર તાલુકા પંચાયતની ૨૦ બેઠકો અને રાજકોટ જીલ્લા પંચાયતની ૪ બેઠકોની આગામી ૨૯ મી નવેમ્બરે યોજાનાર ચુંટણીમાં એકાબીજાને હરાવવા મુખ્ય રાષ્ટ્રીય પક્ષો ઉપરાંત અપક્સ ઉમેદવારોએ મતદારો સમક્ષ રીતસરની કવાયત આદરી પોત પોતાને સૌપ્રથમ વાર અથવા તો વધુ એકવાર તક અને મત આપવાની માંગણીઓ દોહરાવી રહ્યા હોય, મતદારો ઉચાટ ભરેલી હાલતમાં હાલ તો તમામ ઉમેદવારોને મત આપવાની હા પાડી રહ્યા છે. વર્ષો જૂની એક લોકવાયકાને ધ્યાને લઇએ તો '' મતદારો બધા ઉમેદવારોના ગાંઠીયા-ભજીયા ખાય, પણ મત કોને આપશે તે વાત કોઈ ના કળી શકે. આમછતાં બુદ્ધિજીવી રાજકારણીઓના એવા અનુમાનોને અત્યારે પ્રબળ બળ મળી રહ્યું છે કે, અનામતથી નારાઝ પાટીદારો, પોતાનો હક્ક મેળવવા વર્તમાન સરકારથી નારાઝગી જતાવે અને ચમત્કાર સર્જે તો ''પંજો'' ''ફૂલ''ની હાલત બગડી નાંખે તેવી શક્યતાઓ બળવત્તર બની શકે !?

જો કે ચુંટણી પરિણામો દરમિયાન જ આવા તમામ પ્રશ્નાર્થો, જે તે પક્ષની હાર જીતના ઉદ્ગારો કે પૂર્ણવિરામમાં ફેરવાઈ જતા હોવાની વાત પણ મારે, તમારે અને આપણે સૌએ સ્વીકારવા સિવાય પણ છૂટકો નથી. ઉમેદવારો અને મતદારોની ચુંટણી અને મતદાન પરત્વેની આવી માનસિક સ્થિતિ જેતપુર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચુંટણીઓ પર નજર કરીએ તો જેતપુર તાલુકા  જેતપુર તાલુકા પંચાયતની કુલ ૨૦ બેઠકો( જો કે એક બેઠક અમરનગર બિનહરીફ(ભાજપ) થઇ ગઈ છે) ના ૬૧ ઉમેદવારો અને રાજકોટ જીલ્લા પંચાયતની ૪ બેઠકો પર ઉમેદવારી નોંધાવી ચુંટણી લડનારા ૧૨ ઉમેદવારોના હાર જીતનો ફેંસલો આગામી ૨૯-૧૧-૨૦૧૫ નારોજ જેતપુર તાલુકાના ૯૭૦૫૮(સત્તાનું હજાર, અઠ્ઠાવન ) મતદારો કરશે. 

-------------------------------------------
જેતપુર મત વિસ્તારમાં રાજકોટ જીલ્લા પંચાયતની
૪ બેઠકો પર કોણ કોણ લડશે ચુંટણી !
------------------------------------------
૬ - બોરડી સમઢીયાળા બેઠક : 
નીતાબેન રમેશભાઈ રૈયાણી(જેતલસર), 
હંસાબેન વિપુલભાઈ વૈષ્ણવ(જેતલસર)

૩૬ - વીરપુર(જલારમાં) બેઠક : 
ગોરધનભાઈ પોપટભાઈ ધામેલીયા(વીરપુર), 
રામજીભાઈ બચુભાઈ સરવૈયા(ઉમરાળી), 
વિપુલભાઈ ભીખુભાઈ ધડુક(પીઠડીયા), 
જનકભાઈ રવજીભાઈ ડોબરિયા(વીરપુર)

૩૩ - થાણાગાલોળ બેઠક :
ધીરુભાઈ ભગવાનજીભાઈ પાઘદાર(ચારણ સમઢીયાળા)
પ્રવીણભાઈ ગોગનભાઈ કયાડા(દેવકીગાલોળ)

૨૫ - પેઢલા બેઠક : 
કિશોરભાઈ પોપટભાઈ પાદરીયા(મંડલીકપુર ),
શુભાશ્ચન્દ્ર કે.બામ્ભ્રોલીયા(લુણાગરા),
કેશુભાઈ હીરાભાઈ સરવૈયા(મંડલીકપુર ),
ગોવિંદ પ્રાગજી ડોબરિયા(સરધારપુર)
-------------------------------------------------------------------------------------------------------


જેતપુર તાલુકા પંચાયતની ૨૦ બેઠકો પર કોણ કોણ ઉમેદવારો ?
--------------------------------------------------
પેઢલા બેઠક :
અમરાભાઈ દાનાભાઈ સારીખડા(પેઢલા),
અશોક હમીર વાલેરા(પેઢલા)
કાન્તિલાલ દેવાભાઈ બગડા(ટીંબડી),
જગદીશભાઈ ધનજીભાઈ વાલેરા(પેઢલા),
રૂડાભાઈ બધાભાઈ સિંગલ(જૂની સાંકળી),


૫ - ચારણીયા બેઠક :
જાગૃતિબેન ભાવેશભાઈ હિરપરા(ચારણીયા),
નિર્મલાબેન ભાનુભાઈ પાઘદાર(ચારણ સમઢીયાળા)


૬ - દેવકી ગાલોળ બેઠક :
કંચનબેન રઘુભાઈ કયાડા(દેવકી ગાલોળ),
ધારાબેન સુરેશભાઈ કયાડા(દેવકી ગાલોળ),
રેખાબેન કમલેશભાઈ ખુમાણ(ખારચિયા)


૧૦ - ખીરસરા બેઠક :
ચંદ્રિકાબેન ભરતભાઈ કોરાટ(દેરડી),
નીતાબેન દિનકરભાઈ ગુંદણીયા(ખજૂરી ગુંદાળા)


૧૫ - પીઠડીયા બેઠક :
દામજીભાઈ કાનજીભાઈ સખીયા(પીઠડીયા),
નારાદભાઈ શંભુભાઈ દાવરા(પીઠડીયા),
વજુભાઈ ખીમજીભાઈ ધડુક(પીઠડીયા),
શાન્તીરામભાઈ પ્રભુદાસભાઈ ગોન્ડલીયા(સેલુકા)


૧૬ - થાણાગાલોળ બેઠક :
અશોક ભગવાનજી ઉંધાડ(થાણાગાલોળ),
મુકેશ બચું ઉંધાડ(થાણાગાલોળ),
ભરત દામજી વઘાસીયા(રેશમડીગાલોળ),
હીરાલાલ નારણભાઈ મકવાણા(થાણાગાલોળ) 


૧૭ - ઉમરાળી બેઠક :
ગોપાલ હરેશ મકવાણા(ઉમરાળી)
ભાવનાબેન ભુપતભાઈ સોલંકી(વાળાડુંગરા),
ગાંડુ કરશન રાઠોડ(વાળાડુંગરા),
નીલેશ નારણ વિરડીયા(ઉમરાળી)


૧૮ - વાડાસડા બેઠક :
ભરતભાઈ જીલુભાઈ ધાધલ(મોણપર),
મનસુખભાઈ રુખડભાઈ યાદવ(ખજૂરી ગુંદાળા),
સુરેશભાઈ ભીખાભાઈ શિંગાળા(વાડાસડા),
ચંદુભાઈ રવજીભાઈ કરકર(વાડાસડા)


૧૯ - વીરપુર બેઠક :
વેલજીભાઈ જીવાભાઈ સરવૈયા(વીરપુર),
હીનાબેન રાજેશભાઈ બારૈયા(વીરપુર)


૨૦ - વીરપુર બેઠક :
દિનેશભાઈ રવજીભાઈ વઘાસીયા(વીરપુર),
સંજયભાઈ ચંદુભાઈ વઘાસીયા(વીરપુર)


૨ - આરબ ટીંબડી બેઠક :
ઉષાબેન હરસુખભાઈ ગુજરાતી(બાવા પીપળીયા),
લાભુબેન સુરેશભાઈ મોરબીયા(આરબ ટીંબડી)


૩ - બોરડી સમઢીયાળા બેઠક :
કાંતાબેન ભીમાભાઇ ગોહેલ(બોરડી સમઢીયાળા)
હંસાબેન દેવશીભાઈ રાઠોડ(બોરડી સમઢીયાળા)
લાભુબેન માધાભાઈ વેગડા(ચાંપરાજપુર)


૪ - ચાંપરાજપુર બેઠક :
કાનજીભાઈ ભીખાભાઈ મકવાણા(ડેડરવા) 
જયેશભાઈ અરજણભાઈ મકવાણા(ડેડરવા) 
આલિંગભાઈ મેરામભાઇ બસિયા(ચાંપરાજપુર)


૭ - જેતલસર ગામ બેઠક :
કિરણબેન સુરેશભાઈ ભુવા(જેતલસર)
ક્રિષ્નાબેન રાજેશભાઈ ભુવા(જેતલસર)
ઇન્દુબેન મુકેશભાઈ અગ્રાવત,
વિદ્યાબેન બચુભાઈ મુળિયા(પેઢલા),
સોનલબેન દિનેશભાઈ ભુવા(જેતલસર)


૮ - જેતલસર જંકશન બેઠક :
આરતીબેન રોહિતભાઈ સરવૈયા
રસીલાબેન મનસુખભાઈ ડાભી


૯ -કેરાળી બેઠક :
મંજુલાબેન આંબાભાઈ પરમાર(કેરાળી),
સગુણાબેન રમેશભાઈ વામજા(પ્રેમગઢ),
ગીતાબેન ભરતભાઈ ઠોળીયા(પ્રેમગઢ),
દિવાળીબેન પોપટભાઈ મકવાણા(કેરાળી)


૧૧ - મેવાસા બેઠક :
પ્રભાબેન રઘુભાઈ સાવલિયા(મેવાસા),
શિલ્પાબેન કેતનભાઈ હિરપરા(મેવાસા),
લક્ષ્મીબેન ખોડાભાઈ ટાલિયા(મેવાસા),
હીનાબેન પ્રતાપભાઈ લાલુ(રબારીકા),


૧૨ - મોટાગુંદાળા બેઠક :
પ્રિયાબેન ગોપાલભાઈ કોટડીયા(મોટા ગુંદાળા),
સવિતાબેન રમેશભાઈ અમીપરા(મોટાગુંદાળા)
કાંતાબેન રાજેશભાઈ સેંજલિયા(મંડલીકપુર)


૧૩ - પાંચપીપળા બેઠક 
જગદીશભાઈ શંભુભાઈ હિરપરા(પાંચ પીપળા,
રમેશભાઈ નાથાભાઈ મુળિયા(પાંચ પીપળા)
ગોવિંદભાઈ પ્રાગજીભાઈ ડોબરિયા(સરધારપુર)

----------------------------------------------------------------------------------------------------------------


કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 






શુક્રવાર, 20 નવેમ્બર, 2015

અવસાન નોંધ :


અવસાન નોંધ :
જેતપુર : મૂળ પાટણ(ઉ.ગુજ.) હાલ જેતપુર નિવાસી શ્રીમાળી યજુર્વેદી બ્રાહ્મણ 
અશોકભાઈ શુકલ(શુકલઅદા-કોર્ટ નિવૃત કર્મચારી) તે ચિરાગભાઈ, હાર્દીકભાઈના પિતા, 
અનીરુધ્ધભાઈ(રાજકોટ)ના ભત્રીજા, અવનીશભાઈ, બકુલભાઈના મોટાભાઈ તા.૧૯ ના 
રોજ અવસાન પામેલ છે. બેસણું તા.૨૧ ને શનિવારે સાંજે ૪ થી ૬, ત્રિનેત્ર, મહાદેવ મંદિર, 
કોટડીયા વાડી પાસે, બાવાવાળા પરા, જેતપુર ખાતે રાખેલ છે.
                  કશ્યપ જે. જોશી જેતપુર ૯૯૭૪૨ ૬૨૮૧૨ 

જેતપુરના નવાગઢના શ્રી વિષ્ણુ ભગવાનના પીઠડીયાના તુલસીજી સાથે ધામધુમથી વિવાહ

નવાગઢ-પીઠડીયાની ધર્મપ્રેમી જનતામાં પ્રભુ વિવાહ ઉજવવા ભારે થનગનાટ 

જેતપુરના નવાગઢના શ્રી વિષ્ણુ ભગવાનના 

પીઠડીયાના તુલસીજી સાથે ધામધુમથી વિવાહ 

જેતપુર તા.૨૦ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુરના નવાગઢમાંથી કાર્તિક પૂર્ણિમાના શુભ દિને એટલે દેવદિવાળીના પાવન  દિવસે ભગવાન શ્રી વિષ્‍ણુ સોળે સણગાર સજીને  વાજતે ગાજતે જેતપુર પંથકના પીઠડીયા ગામે તુલશીજીના આંગણે  પહોંચશે, પ્રભુના આ અનન્ય  લગ્નની તૈયારીઓ માટે નવાગઢને અદકેરા રૂપથી શણગારાય રહ્યું છે.

   નવાગઢ અત્યારે  શ્રી વિષ્ણુભૂમિમાં  ફેરવાઇ ગયું છે, કારણ અહી કોઈ પામર માનવી નહિ પણ પ્રભુના લગ્ન ઉજવાઈ રહ્યા  છે. આ માટે  નવાગઢ પટેલ ચોકમાં તડામાર તૈયારીઓ  આરંભી દેવાઈ છે.  કંકોત્રીઓ વિતરણ થઇ રહી છે, આ લગ્નની તમામ બાબત વિધીવત કરાય છે. તા.૨૨ના પ્રભુના લગનીયા લેવાશે તે પહેલા તા.૨૧ના સાંજે ૫ થી ૬ શ્રી રામજી મંદિર ખાતે સાંજીના ગીત ગવાશે, તા.૨૨ને સવારે ૯ કલાકે મંડપ મૂર્હત અને બપોરે ૧.૩૦ કલાકે વાજતે ગાજતે ભગવાન શ્રી વિષ્‍ણુજી પાલખીમાં બેસી જાનરૂપે પ્રસ્‍થાન કરશે. ભગવાન શ્રી વિષ્‍ણુજી એટલે કે વરપક્ષે નવાગઢના નેહલબેન તથા કલ્‍પેશભાઇ કિરીટભાઇ જાગાણી રહેશે.

   જ્‍યારે જેતપુર પંથકના પીઠડીયા ગામે ભગવાન શ્રી વિષ્‍ણુની જાનને સત્‍કારવા માતા ભગવતી તુલશીવૃંદાના કન્‍યા પક્ષે રણજીતભાઇ ગીજુભાઇ ધાધલ ખડે પગે રહેશે. નવાગઢના પ્રજાજનો  આ લગ્નને ધામધુમથી ઉજવવા થનગની રહ્યા છે. તો પીઠડીયા ગામપણ આ મહામોંઘી જાનને સત્‍કારવા અધીરા બન્‍યા છે. 

બોક્સ: તુલશીજીનું અનેક રીતે મહાત્‍મય...

   આપણા પુરાણોમાં તુલશીજીને લક્ષ્મીનું રૂપ ગણાવાયું છે, માટે જ કારતક સુદ એકાદશી કે પુનમના દિવસે ભગવાન શ્રી વિષ્‍ણુના લગ્ન તુલશીજી સાથે કરવામાં આવે છે, ધાર્મિક ગ્રંથોમાં પણ તુલશીજીનું વિશીષ્‍ટ મહત્‍વ દર્શાવવામાં આવ્‍યું છે. અને તેમાં કાર્તિકમાસમાં તેનુ મહત્‍વ ઘણું વધારે છે. એવું કહેવાય છે કે, આ માસમાં હંમેશા ભક્‍તિથી જે તુલશીજીનું દર્શન કરે છે, સ્‍થર્શ કરે છે, ધ્‍યાન કરે છે, વાવે છે, જલ પાય છે, કે નમસ્‍કાર કે સ્‍મૃતિ કરે છે એમ આ નવ પ્રકારે જે તુલશીજીની સેવા કરે છે તેવો હજારો યુગો સુધી વૈકુંઠમાં સ્‍થાન મેળવે છે. આથી જ ઘરના આંગણામાં તુલશીજીનો ક્‍યારો રાખવામાં આવે છે.


કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨૬૨૮૧૨ 


ગુરુવાર, 19 નવેમ્બર, 2015

જેતપુરના એસટી વર્કસ ડેપોમાંથી નીકળતી બસે ૨ ને હડફેટે લેતા એક ગંભીર

જેતપુરના એસટી વર્કસ ડેપોમાંથી નીકળતી 
બસે ૨ ને હડફેટે લેતા એક ગંભીર
જેતપુર તા.૧૯ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરના ધોરાજી રોડ પર આજે બપોરે એક એસટી બસ હડફેટે ચાલી ગયેલ બે જણામાના એક યુવાનને ગંભીર હાલતમાં રાજકોટ ખસેડાયો હોવાનું પોલીસ-હોસ્પિટલસુત્રોએ જણાવ્યું હતું.

મળતી વિગતો મુજબ આજે બપોરે અહીના ધોરાજી રોડ પર આવેલ એસટી વર્કસશોપમાંથી નીકળતી એક બસ ચાલકે રોડ પર જઈ રહેલા સંજય ભીખા પરમાર(ઉ.વ.૩૦) તથા દિલીપભાઈ મનજીભાઈ મારું(ઉ.વ.૪૨) રહે. બંને કડિયાવાસ, વણકરવાસ જૂનાગઢને હડફેટે લેતા બંનેને સરકારી એમ્બ્યુલન્સના પાઈલોટ દુર્ગેશ મંગલાણીએ અહીની સરકારી હોસ્પીટલમાં ખસેડ્યા હતા.
જ્યાંથી સંજય પરમારને ગંભીર ઈજાઓ સાથે વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાની હોસ્પીટલના મેડીકલ ઓફિસર નિકિતા પડિયાએ પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(સંજય પરમારનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત થયાની બિન સત્તાવાર વિગતો સંભળાઈ હોય તપાસ કરવા વિનંતી છે. તેમને સિવિલમાં લઇ ગયા હતા.)

ખીરસરા ગામે યુવાન પર પાવડાથી હુમલો
જેતપુર તા.૧૯
જેતપુર તાલુકાના ખીરસરા ગામે પોતાની મજાક કરતા હોવાનું માની લઇ ચના ભૂરા મકવાણા નામના શખ્સે તે જ ગામના જીતેન્દ્ર ગોબર સેન્જલીયા-પટેલ ઉપર પાવડા વતી હુમલો કરી ઈજા કર્યાની જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની વિધિ હાથ ધરી છે. 

દેરડી ગામે ભાદર નદીમાંથી રેતી ભરવા બાબતે
દરબારોના બે જૂથ વચ્ચેની બોલાચાલી 
સશસ્ત્ર ધીંગાણામાં ફેરવાતા ૩ ઘાયલ 
જેતપુર તા.૧૯
જેતપુર તાલુકાના દેરડી ગામે ભાદર નદીમાંથી રેતી ભરવા આવેલા જેતપુરના દરબારોને દેરડીના દરબાર જગુભાઈ આલીન્ગભાઈ દરબારે ટપારતા રામકુભાઈ દરબાર, તેમના બે પુત્રો સહીત પાંચ જણાએ જગુભાઈ ઉપર ધારિયા અને તલવાર વતી હુમલો કરતા જગુભાઈને ગંભીર ઈજાઓ સાથે વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.
જયારે જેતપુરના કિશોરભાઈ રામકુભાઈ દરબારે પોતાના ઉપર સેલારભાઈ રાણીંગભાઈ દરબાર, તેમના ભાઈ જગુભાઈ અને એક અજાણ્યા ઇસમે તલવાર ધારિયા પાઈપ વતી હુમલો કરી ઘાયલ કર્યા હતા. દરબારના બે જૂથો વચ્ચેની આ અથડામણમાં કુલ ૩ જણને ઈજાઓ થઇ હોય, પોલીસે  જગુભાઈ દરબાર અને કિશોરભાઈ દરબાર એમ બંને પક્ષોની ફરિયાદ લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ar
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 

જેતપુરના વીરપુરમાં જલારામબાપાનાં મંદિરને ફૂંકી મારવાનો ધમકી પત્ર મળતા ખળભળાટ

જેતપુરના વીરપુરમાં જલારામબાપાનાં મંદિરને 
ફૂંકી મારવાનો ધમકી પત્ર મળતા ખળભળાટ
જેતપુર તા.૧૯ (કશ્યપ જોશી દ્વારા)
રાજકોટના એસટી બસસ્ટેન્ડ અને વીરપુરમાં જલારામબાપાના મંદિરને ફૂંકી મારવાની ધમકી વ્યક્ત કરતો એક પત્ર આજે રાજકોટ ખાતે એસટી ડેપોસુત્રોને મળતા બંને જગ્યાએ પોલીસ સહિતના સરકારી તંત્રો રીતસરના ધંધે લાગ્યા હોવાની વિગતો મળી રહી છે.

મળતી વિગતો મુજબ આજે રાજકોટ એસટી ડેપોસુત્રોને મળેલા એક ધમકીપત્રમાં રાજકોટના એસટી બસસ્ટેન્ડ અને વિરપુરના જલારામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી દોહરાવતા જેતપુરના ડીવાયએસપી, જેતપુર તાલુકા પોલીસ, વીરપુર પોલીસનો કાફલો જલારામ મંદિરે પહોચી પ્રારંભિક તપાસ ચાલુ કરી ડોગ સ્કવોડ તથા બોમ્બ ડિસ્પોજલ સ્કવોડને બોલાવી લીધી હતી.
વીરપુર પોલીસસુત્રોએ આ લખાય છે ત્યારે સાંજના ૭ વાગ્યે જણાવેલ કે, પોલીસ તેમજ બોમ્બ ડિસ્પોજલ સ્કવોડ વીરપુર આવી પહોચીને સાધન તપાસ હાથ ધરી હતી. પણ કોઈ શંકાસ્પદ પદાર્થ કે ચીજ મળી નથી.  
અત્રે એ નોંધનીય છે કે દિવાળી પહેલા ગોંડલ અને જેતપુરના એસટી બસસ્ટેન્ડને ઉડાવી દેવાની ધમકી પણ ''વા વાયો ને નળિયું  ખસ્યું'' જેવી સાબિત થતા પોલીસે અધ્ધર શ્વાસ જેવી સ્થિતિમાંથી મુક્ત થઇ રાહતનો દમ ખેંચ્યો હતો.

સૌરાષ્ટ્રમાં જેતપુર, ગોંડલ, રાજકોટ, વિગેરે શહેરોમાં આવા ધમકી પત્રો મળી રહ્યા છે. ત્યારે પોલીસ સહિતના સરકારી તંત્રોએ ધમકી પત્રોમાંના હેન્ડરાઈટીંગ કોઈ અસરકારક કચેરીઓમાં તપાસી, ઓળખવાની કવાયત આદરવી જોઈએ કે જેથી પોલીસ સહિતના સરકારી પ્રશાશાનોને હાલતા ચાલતા ધંધે લગાડતા કોઈ ટીખળીખોર પકડાવા પામે. 
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 

જેતપુરના બાવાવાળાપરામાં આવેલ નાની હવેલીમાંથી સેવકે લીધેલી... રૂપિયા ૬૫૧/-ની રાજભોગ પ્રસાદી વાસી નીકળતા ચકચાર..સેવકોમાં હાયકારા સાથે રાવ !!


જેતપુરના બાવાવાળાપરામાં આવેલ નાની હવેલીમાંથી સેવકે લીધેલી...

રૂપિયા ૬૫૧/-ની રાજભોગ પ્રસાદી વાસી નીકળતા 

ચકચાર..સેવકોમાં હાયકારા સાથે રાવ !!

જો કે હવેલીના મુખીયાજીએ કહ્યું કે આ વાત સત્યથી વેગળી છે !!

જેતપુર તા.૧૯ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુરમાં ગુરુવારે અહીની એક નાની હવેલીમાંથી સેવકે મેળવેલ પ્રસાદી વાસી ધાબડી દેવાયાની જેતપુરના મામલતદાર સહિતના સત્તાવાળાઓને લેખિત રજૂઆત કરતા સારાયે શહેરમાં ખળભળાટ મચી ગયો છે. જો કે હવેલી સુત્રોએ આ વાતને સત્યને વેગળી તે વેગળી ગણાવી ધર્મના સ્થાનને

બદનામ કરવાનો કારસો હોવાની વાત જણાવી હતી.

 

આ બાબતે જે હોય તે પણ જેતપુરના શાંતિનગરમાં રહેતા હિતેશભાઈ મોદીના પુત્રી હેમાલીબેન ગુરુવારના રોજ અહીના બાવાવાળાપરા વિસ્તારમાં આવેલ શ્રી મથુરેશજી પુષ્ટિ માર્ગીય હવેલીમાંથી રૂપિયા ૬૫૧/- જમા કરાવી અન્નકૂટભોગની પ્રસાદી મેળવી હતી.

 

ધાર્મિક આસ્થાઓ સાથે પ્રસાદી મળ્યાના આનંદમાં રાચતા મોદી પરિવારની આ દીકરી જ્યારે પોતાના ઘરે લઈને જોયું તો હેમાલીને ધર્મના અંચળા હેઠળ પ્રસાદનો વેપલો થતો હોવાનો અહેસાસ ત્યારે થયો કે હવેલીની ભાષામાં બોલાતી આ રાજભોગ પ્રસાદી બિન ખાવાલાયક નીકળતા હેમાલીના પિતા હિતેશભાઈએ સૌ પ્રથમ સ્થાનિક અખબારનાવેશોને બોલાવી તેઓની સાથે પ્રસાદી બાબતે થયેલ અન્યાય, મજાકશની વિગતો વર્ણવી હતી.

 

દરમિયાન અખાદ્ય પ્રસાદી મેળવનાર મોદી પરિવારે નાની હવેલીના સંબંધિતોની ભયંકર બેદરકારીને તપાસવાની માંગ કરતી એક લેખિત ફરિયાદ, જેતપુર નવાગઢ નગર પાલિકના પ્રમુખ અને ચીફ ઓફિસર, મામલતદાર, રાજકોટ જીલ્લા કલેકટર અને રાજકોટ ગાંધીનગર સ્થિત ફૂડ એન્ડ ડ્રગ ખાતાને જાણ કરતા શહેરભરમાં હવેલીના અનુયાયીઓ, સેવકોના મુખેથી હાયકારો નીકળી ગયો છે.

 

ફરિયાદી હેમાલી હિતેશભાઈ મોદીએ એવું પણ લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે આ બાબતે તેઓએ હવેલીના લાગતા વળગતાઓને રૂબરૂ તેમજ ટેલીફોનીક રજુઆતો કરતા એવા ઉડાઉ જવાબો મળ્યા હતા કે '' પોસાતું હોય તો પ્રસાદી લેવા આવવી, નહીતર નહિ !!'' મતલબ કે લાજવાને બદલે ગાજેલા આ હવેલીના રસોડા વિભાગના સેવકો તેમજ મુખ્યાજીની આંખો ખોલવા મોદી પારવાર મેદાને પડ્યો હોવાની વાત ટોક ઓફ ધી ટાઉન બની છે. બીજીબાજુ શહેરની બે ત્રણ હવેલીઓ સાથે સંકળાયેલા સેવકો, અનુયાયીઓ વિગેરે જણાવેલ કે ફરિયાદીને કોઈ વાતની ગેર સમજ થઇ હોવી જોઈએ હજારો શ્રદ્ધાળુઓનું આસ્થા સ્થાન એવી આ હવેલીમાં પ્રસાદી બાબતે આવું ના બની શકે, કારણ રોજ બરોજ અસંખ્ય સેવકો પ્રસાદી લઇ જતા હોય, એક માત્ર હિતેશભાઈ મોદી સિવાય કોઈની ક્યાંયથી ફરિયાદ મળી નથી.

 

હવેલીના મુખીયાજી શું કહે છે ?

જેતપુર :  જેતપુરના જાગૃત નાગરિક હિતેશભાઈ મોદીએ વાસી પ્રસાદી બાબતે સત્તાધીશોને કરેલી રજૂઆતની સત્યતા ખાળવા હવેલીની લેવાયેલ મુલાકાત દરમિયાન હવેલીના મુખ્યાજી શાલીગ્રામજીએ જણાવેલ કે ફરિયાદીની પ્રસાદી પરત્વેની ફરિયાદ એકદમ ખોટી છે. હવેલીમાં કોઈ દિવસ કોઈ પ્રસાદી કે ભોગ પડતર રખાતો નથી, રોજ બનાવાય છે. સૌ પ્રથમ આવી પ્રસાદી મુખ્યાજી સહિતના સાતેક સેવકો લઈને પછી હવેલી બહારના સેવકોને આ હવેલી સંપ્રદાયના રીત રીવાજ મુજબ પારણા ઝુલાવાયા બાદ પ્રસાદી ભેટ અપાતી હોય છે, આ વાતમાં હિતેશભાઈ મોદીએ રૂપિયા ૬૫૧/- જમા કરાવી રાજભોગ પ્રસાદી ટીફીન મારફતે લીધી હતી. તેમાં દૂધીનું શાક, દાળ, ભાત, પૂરી અને મોહનથાળ નામની મીઠાઈનો સમાવેશ થતો હતો. આ તમામ પ્રસાદી સુવ્યવસ્થિત અને ખાવા લાયકજ હતી. ફરિયાદીના અન્ય એક આક્ષેપ મુજબ પ્રસાદીના પૈસા સ્વીકાર્યાની રસીદ જયારે પ્રસાદી લેવા સેવક આવે ત્યારે એટલા માટે ફાડી નખાય છે કે કોઈ સેવક બીજીવાર પ્રસાદી લેવા ના આવી શકે, રસીદ ફાડવાનો હવેલીનો વર્ષો જુનો રીવાજ છે.

આ હવેલી સાથે સંકળાયેલ ગોરધનભાઈ નામના ચુસ્ત સેવક અને અનુયાયીએ જણાવેલ કે જેતપુરમાં મરઝાદી સેવકો અને અનુયાયીઓ માટે ગૌરવ સમાન બાવાવાળાપરાની માથુરેશજીની હવેલીમાં પ્રસાદી બાબતે આવો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી. ધાર્મિક સ્થળો બને તેટલા ઓછા બદનામ થાય તે જોવાની પ્રત્યેક જેતપુરવાસીઓની ફરજ છે. બાકી તો આ વાતમાં હવેલીમાં બેઠેલા જગદપિતા ઠાકોરજી જાણે !!

 

 

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 

 

ફોટો વિગત : બાવાવાળાપરા વિસ્તારની હવેલી, ફરિયાદી હિતેશ મોદીની પુત્રી હેમાલી પ્રસાદીના ટીફીન સાથે તથા જે પ્રસાદી વાસી હોવાની ફરિયાદ ઉઠી છે તે ખુલા ટીફીનમાં દેખાય છે.

-----------------------------------------------------------------------------------------------

લુણીધાર ખાતે વ્યાસ પરિવારનો યજ્ઞ

જેતલસર : સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ વ્યાસ પરિવાના લુણીધાર ખાતે બિરાજતા કુળદેવીના મંદિરે તા.૨૧ અને ૨૨ નવેમ્બર એમ દિવસ નડિયાદના શાસ્ત્રી ભદ્રેશભાઈ વ્યાસના આચાર્યપદે હોમ હવન, પરિવારનું સ્નેહમિલન, વિદ્યાર્થી સત્કાર સમારંભ એમ ત્રિવિધ કાર્યક્રમોના આયોજનો કરાયા હોય, વ્યાસ પરિવારજનોએ હાજરી આપવા અનુરોધ કરાયો છે. 

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨ ૬૨૮૧૨ 




અવસાન નોંધ :

જેતપુર: પટેલ પાચાભાઈ કરમશીભાઈ સખીયા(ઉ.વ.૭૫) તે જયેશભાઈ બટેટાવાળાના પિતા તથા ક્રિશના દાદા તા.૧૯ ના રોજ અવસાન પામ્યા છે. બેસણું ૨૧ ને શનિવારે, સાંજે ૪ થી ૬, તેમના નિવાસસ્થાન, ડોબરિયા વાડી, મુરલીધર, જેમીનીવાળી શેરી, જેતપુર ખાતે રાખેલ છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨ ૬૨૮૧૨ 











મંગળવાર, 17 નવેમ્બર, 2015

ખજૂરી ગુંદાળા નજીકના સુરવો ડેમમાં ડૂબી જતા કરુણ મોત

જેતપુર તાલુકાના ખીરસરા ગામના ૨ આહીર પિત્રાઈ ભાઈઓ 
ખજૂરી ગુંદાળા નજીકના સુરવો ડેમમાં ડૂબી જતા કરુણ મોત 
મામાનો દીકરો એવો ભાઈ અજય બચી ગયો, પગ લપસતા સર્જાઈ કરુણાંતિકા, ગામમાં શોક સાથે ગમગીની 

જેતપુર તા.૧૭ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર તાલુકાના ખીરસરા ગામે રહેતા આહીર પરિવારના બે પિત્રાઈ ભાઈઓ આજે પોતના ગામ નજીકના સુરવો ડેમમાં ડૂબી જવાથી મોતને ભેટ્યા હોવાની કરુણાંતિકાથી ખીરસરા ગામમાં શોક સાથે અરેરાટી અને ગમગીની ફેલાઈ છે.

મામાના દીકરા એવા અજયભાઈ(રહે.ગમા પીપળીયા, તા.બાબરા) સામેજ બનેલી કરુણાંતિકાની વિગતો જોઈએ તો જેતપુર તાલુકાના ખીરસરા ગામે રહેતા હરસુખભાઈ ભીખાભાઈ ભૂતૈયાનો પુત્ર સુરજીત(ઉ.વ.૧૭), હેવીન બાલુભાઈ ભૂતૈયા(ઉ.વ.૧૫) આજે સાંજે ખીરસરથી ચારેક કિમી દુર આવેલ સુરવો ડેમ પાસે ફરવા ગયા હતા. એક સાથે આનંદ કિલ્લોલ કરતા આ ત્રણેય યુવાનોના આનંદની જાણે ઈશ્વરને ઈર્ષા થઇ હોય તેમ અચાનક સુરજીતનો સુરવો ડેમમાં પાળે પગ લપસતા હેવીને તેમને બચાવવાના લાખ પ્રયાશ કર્યા હતા. પણ આ સમયે હેવીન પણ ડેમમાં ગબડી પડતા બંને જોત જોતામાં ડેમના પાણીમાં ગરક થઇ ગયા હતા.

બનાવ સમયે હાજર હેવીનના મામાનો દીકરો અજય આભો બની દોડતો ખીરસરા ગામમાં પહોંચ્યો હતો અને પરિવારજનો ઉપરાંત ગ્રામજનોને સુરજીત અને હેવીન ડૂબી ગયાની કરુણાંતિકા વર્ણવી હતી. બીજીબાજુ ગામના બે જુવાનજોધ પિત્રાઈ ભાઈઓને સુરવો ડેમના પાણી ગળી ગયાની જાણ થતાજ ગામના બે અચ્છા તરવૈયાઓ કિશોરભાઈ કનુભાઈ ચૌહાણ અને દીપક રવજીભાઈ મોરી સહિતના ગ્રામજનો સુરવો ડેમમાં કુદી પડી, પાણી ફંફોસવા લાગતા આશરે બે થી અઢી કલાકે બંને પિત્રાઈ ભાઈઓ સુરજીત અને હેવીન નશ્વર દેહે પરીવાજનોના હાથ લાગતા ડેમ વિસ્તારમાં પરિવારજનોએ કરેલા હૈયાફાટ રૂદનની જાણે ડેમના પાણી થંભી જાય તેવી કરુણાંતિકા ખડી થઇ હતી.

બોક્સ: બંને તેજસ્વી સાયન્સના છાત્રો હતા !
જેતપુર : જેતપુરની સરકારી હોસ્પીટલે સુરજીત અને હેવીનના મૃતદેહ સાથે આવેલા પરિવારજનોએ ભાંગેલી અવસ્થામાં જણાવેલ કે સુરજીત જૂનાગઢની આલ્ફા સ્કુલમાં ધોરણ ૧૨ સાયન્સનો અભ્યાસ કરતો હતો. જયારે હેનીલ ધો. ૧૧ સાયન્સમાં જુનાગઢના વડાલ નજીકની જ્ઞાનભરતી સ્કૂલનો વિદ્યાર્થી હતો. પરિવારજનોએ વધુ વિગતો આપતા જણાવેલ કે હેનીલ બે ભાઈઓમાનો મોટો ભાઈ હતો. અને નાનો ભાઈ જયદીપ હવે એકલો અટૂલો પડી ગયો છે. જ્યારે સુરજીત પોતાના પિતાનો એકનોએક દીકરો અને કોમલ નામની બેનડીને શોકાવાસ્થામાં છોડી અચાનક લાંબી અનંતની યાત્રાએ નીકળી જતા બંને ખેડૂત પિતાઓ અને સગા ભાઈઓ હરુસુખભાઈ ભીખાભાઈ ભૂતૈયા અને બાલાભાઈ ભીખાભાઈ ભૂતૈયાના પરિવારો પર મોતરૂપી વીજળીઓએ ત્રાટકી બે જુવાનજોધ દીકરાઓને છીનવી ગઈ છે.

બોક્સ: શાળા સંચાલકો અને ગ્રામજનો શોકમાં ગરક
જેતપુર : આ લખાય છે ત્યારે રાત્રીના સુરજીત અને હેનીલના મૃતદેહો પીએમ માટે સરકારી દવાખાને લવાયા ત્યારે ખીરસરાના મોટા ભાગના સેવાભાવી આગેવાનો, ચિરાગભાઈ અમૃતિયા સહિતના પડોશીઓ, ગ્રામજનો અને શાળા સંચાલકોમાં શોક વ્યાપી ગયો હતો. બંને શાળા સંચાલકોએ પોત પોતાની શાળાના તેજસ્વી બાળકો ગુમાવ્યાનો સખેદ વસવસો વ્યક્ત કર્યો હતો.

બોક્સ: બબ્બે જુવાનજોધ પિતરાઈ ભાઈના મોતથી ગામમાં ગમગીની 
જેતપુર : ખીરસરા ગામમાં જ્યારે લટાર મરાઈ ત્યારે સુરજીત અને હેનીલના અવસાનની કરુણાંતિકાએ સમસ્ત ગામમાં શોક વ્યાપી દીધો હતો. કોઈ કોઈને કશું કહેવા તૈયાર નહોતું. બધા ગ્રામજનો બસ એકજ ઉત્તર વાળતા હતા કે ખેડૂતપુત્રોના વહાલસોયા એકીસાથે અનંતની યાત્રાએ નીકળી પરીવારજનોને બેબાકળા બનાવી દે તેનાથી વિશેષ કરુણાંતિકા કઈ હોઈ શકે. દરમિયાન હોસ્પિટલસુત્રોમાંથી જાણવા મળ્યું હતું કે બને તેટલું વહેલું બંને મૃતદેહોનું પીએમ કરી ખીરસરા રવાના કરાશે. સવારના સમયે બંને મૃતક ભાઈઓની સ્મશાન યાત્રા નીકળશે, જેમાં સમસ્ત ગામના લોકો ડાઘુના રૂપમાં જોડાશે.
ફોટો અને સમાચાર કશ્યપ જોશી જેતપુર દ્વારા)

: જેતપુરમાં જલારામ જયંતી ધામધૂમથી ઉજવાશે

ખારચિયાની યુવતી ભેદી સંજોગોમાં ગુમ..

જેતપુર તા.૧૭  (કશ્યપ જોશી દ્વારા)

જેતપુર તાલુકાના ખારચિયા ગામમાંથી રમેશભાઈ મોહનભાઈ ભેડાની ૧૯ વર્ષની સંગીતા ૮ મી નવેમ્બરે કોઈને કહ્યા વગર ઘરેથી ભેદી સંજોગોમાં ગુમ થઇ છે. જે આજ દિન સુધી નહિ મળતા તાલુકા પોલીસમાં જાણ કરાઈ છે.

જેતપુરમાંથી બાઈકની ઉઠાંતરી

જેતપુર તા.૧૭

જેતપુરના ગુજરાતીની વાડી વિસ્તારમાંથી જિજે૩ સી જે ૪૬૯૯ નંબરનું હોન્ડા કોઈ ચોરી કરી લઇ ગયાની મોહનભાઈ પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જેતપુરમાંથી જુગાર રમતા ૪ પકડાયા

જેતપુર તા.૧૭

ચોક્કસ બાતમીના આધારે જેતપુર પોલીસે અહીના ગોપાવાડી વિસ્તારમાં જુગાર દરોડો પાડતા જાહેરમાં જુગાર રમી રહેલા સાહિલ મધુસુદન, હરસુખ ભોવાન, જયેશ નરોત્તમ અને દીપક મનું એમ ચારેયને રોકડ રૂપિયા ૧૦૯૯૦/- સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જેતપુરમાં જલારામ જયંતી ધામધૂમથી ઉજવાશે

જેતપુર તા.૧૭ (કશ્યપ જોશી દ્વારા)

આવતીકાલ જગ વિખ્યાત સંત પૂજ્ય જલારામબાપાની ૨૧૬ મી જન્મ જયંતી ધામધૂમથી ઉજવવા જેતપુરના લોહાણા સમાજ થનગની રહ્યો છે. આ માટે તમામ લોહાણા જ્ઞાતિજનોએ પોતપોતાના રહેણાંક મકાનોના પ્રાંગણમાં જલારામબાપા સહિતની વિવિધ રંગોળીઓ દોરી છે. અહીના જુનાગઢ રોડ પર આવેલ પુજ્ય જલારામબાપના મંદિર ખાતે અનેકવિધ કાર્યક્રમોના આયોજનો થયા છે. શહેરમાંથી શોભાયાત્રા પણ કઢાશે. સામુહિક પ્રસાદ પણ યોજાશે. અનેક લોહાણા પરિજનો જેતપુરમાં તેમજ વીરપુર ખાતે બાપાની જન્મજયંતી ઉજવવા ઉત્સાહી બન્યા છે.

સંત શિરોમણી જલારામ બાપના મુખ્ય મંદિર એવા વીરપુરની વાત કરીએ તો છેલ્લા ચારેક દિવસ થયા સૌરાષ્ટ્રના મોટા ભાગના રસ્તાઓ પરનો રાહદારીઓ ઉપરાંત વાહનોનો પ્રવાહ વીરપુર તરફ વળી રહ્યો છે. આજુબાજુના નાના મોટા શહેરો ઉપરાંત સુરત, બરોડા, અમદાવાદ ખાતેથી સેવકો અને ભક્તોનો સાગર વીરપુરમાં ઘુઘવાટા મારી રહ્યો છે. લાખો ભક્તો વીરપુરમાં ગોઠવાઈ ગયા છે. અહીના એકોએક આરામગૃહો હાઉસફુલ્લ થઇ ગયા છે. માણસોની કીડીયારું જેવી અવસ્થામાં કોઈ ગેરવ્યવસ્થા ના ઉભી થાય તે માટે મંદિર સંચાલકો, સ્થાનિક પોલીસ પ્રશાશન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. લોહાણા જ્ઞાતિજનોની ભાષામાં કહીએ તો તેઓ બધા બીજી દિવાળી જેવી પૂજ્ય બાપાની જન્મજયંતી માટે આનંદ વિભોર બન્યા છે.

''દેને કો ટુકડા ભલા, લેને કો હરી નામ'' જેવી કહાવાતથી વિશ્વભરમાં ભક્તો ધરાવતા પૂજ્ય બાપાની જન્મ જયંતી ઉજવવા જેતપુર, વીરપુરવાસીઓ આવતીકાલ રીતસરના જલારામમય બની જશે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 

 

 


lokcharcha updates-17-11-2015