અનુયાયીઓ

રવિવાર, 15 નવેમ્બર, 2015

જેતપુરના નવાગઢમાં લોકલ ક્રાઈમ બ્રાંચ ત્રાટકી વિદેશી શરાબની ૧૦૮ સાથે એકને ઝડપી લીધો

જેતપુરના નવાગઢમાં લોકલ ક્રાઈમ બ્રાંચ ત્રાટકી

વિદેશી શરાબની ૧૦૮ સાથે એકને ઝડપી લીધો 

 

જેતપુર તા.૧૫

         જેતપુરના નવાગઢ વિસ્તારમાં આજે બપોરે રાજકોટની લોકલ ક્રાઈમ બ્રાન્ચના નારણભાઈ આહિરે દરોડો પાડી એક મુસ્લિમ યુવાનના રહેણાંક મકાનમાંથી વિલાયતી શરાબની ૧૦૮ બોટલ સાથે ધરપકડ કરી હતી.

        મળતી વિગતો મુજબ જેતપુરના નવાગઢમાં સાગર ટ્રાન્સપોર્ટ વાળી શેરીમાં રહેતો રાહિલ ઉર્ફે ભૂરો અનવર સુમરા નામનો યુવાન વિલાયતી શરાબ વેંચતો હોવાની બાતમીના આધારે આજે બપોરે એલસીબીના નારણભાઈએ ભુરાના મકાન પર દરોડો પાડતા પોલીસને રૂપિયા ૪૮૦૦૦ ની કિમતની વિદેશી શરાબની ૧૦૮ બોટલ મળી આવી હતી. પોલીસે ભૂરાની  ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી 

               કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર

 

 

 

જેતલસર જંકશનમાં નિવૃત રેલ કર્મીઓનું સ્નેહમિલન મળ્યું...

જેતલસર જંકશનમાં નિવૃત રેલ
કર્મીઓનું સ્નેહમિલન મળ્યું...
જેતલસર તા.૧૫
જેતલસર જંકશન ખાતે નિવૃત રેલ કર્મચારીઓનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં રાજકોટના ભીમજીભાઈ તથા અખેરાજ્ભાઈ, જંકશનના બાબુભાઈ જેઠવા, ડાયાભાઇ, નગીનભાઈ સહિતના નિવૃત રેલ કર્મીઓએ હાજર રહી એકબીજાને નુતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
                                                                                           કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર ૯૯૭૪૨ ૬૨૮૧૨
 


JETALSAR JUNCTION : AVSAAN NONDH 15-11-205

અવસાન નોંધ : ૧૫-૧૧-૧૫

જેતલસર: જેતલસર જંકશન નિવાસી હરસુખભાઈ(ટીલાભાઈ) મણીભાઈ જોટંગીયા(ઉ.વ.૫૯) તે જયેશભાઈ, ભાવેશભાઈ અને સંગીતાબેનના પિતા, જેન્તીભાઈ, દિનેશભાઈ, રાજુભાઈ, વિજયભાઈના મોટાભાઈ, પ્રવીણભાઈના સસરા તા.૧૫ ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.૧૯ ને ગુરુવારે, સાંજે ૪ થી ૬, તેમના નિવાસસ્થાન, જેતલસર જંકશન ખાતે રાખેલ છે.

કશ્યપ જે. જોશી જેતલસર – ૯૯૭૪૨ ૬૨૮૧૨  

 

AVSAAN NONDH 15- 11-2015 JETALAR KASHYAP JOSHI

AVSAAN NONDH 15- 11-2015 JETALAR KASHYAP JOSHI

મંગળવાર, 10 નવેમ્બર, 2015

જેતપુર તાલુકા પંચાયતની બેઠક માટે ભાજપના ૩૯-કોંગ્રેસના ૩૮ સહીત ૯૩ ઉમેદવારોએ ભરેલા ફોર્મ્સની હવે ૧૪મીએ ચકાસણી....

જેતપુર તાલુકા પંચાયતની બેઠક માટે

ભાજપના ૩૯-કોંગ્રેસના ૩૮ સહીત ૯૩ ઉમેદવારોએ

ભરેલા ફોર્મ્સની હવે ૧૪મીએ ચકાસણી....

જેતપુર તા.૧૦

જેતપુર તાલુકા પંચાયતની ૨૦ બેઠકોની આગામી ૨૯ મીએ યોજાનાર ચુંટણી માટે ઉમેદવારી નોંધાવવાના આજે છેલ્લા દિવસે ભાજપમાં વધુ ૧૯ ઉમેવારોએ ફોર્મ ભરતા કુલ ૩૯ ઉમેદવારો, કોંગ્રેસમાં આજે વધુ ૧૮ ઉમેદવારોએ ઝુન્કાવતા ૩૮ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.

 

અ સિવાય ૧૩ અપક્ષ અને ૩ બસપાના ઉમેદવારોએ ફોર્મ ભરતા હાલ કુલ ૯૩ ઉમેદવારોએ પોત પોતાનું રીતસરનું નશીબ અજમાવવા જેતપુર તાલુકા પંચાયતની ચુંટણીમાં ઝુંકાવ્યું છે.

 

આ તમામ ઉમેદવારી ફોર્મ્સ આગામી ૧૪ મી નવેમ્બરે ચકાસાશે. ૧૬ મી તારીખે ફોર્મ પાછા ખેંચવાનું જાહેર થયું છે. ૨૯ મીએ ચુંટણી અને ૨ જી ડિસેમ્બરે મત ગણના હોવાનું સ્થાનિક મામલતદાર સુત્રો અને તાલુકા પંચાયત સુત્રોએ જણાવ્યું હતું.

 

અત્ર્રે એ નોંધનીય છે કે જેતપુર તાલુકા પંચાયતની ચુંટણી સંસદ કે ધારાસભાની હોય તેવું વાતાવરણ ઉમેદવારો અને સમર્થકોએ અહી ખડું કર્યું છે. અહી દરેક ઉમેદવાર હરીફને ભરી પીવા પોતાનાથી બનતા ચોકઠાં ગોઠવી રહ્યા છે. અસદભાઈ બાબી જેવા અનુભવી રાજકીય આગેવાનો કહે છે કે બિહારવાળી જેતપુર તાલુકા પંચાયતની બેઠકોમાં કરવા કોગીજનો મેદાને પડ્યા છે.

 

તો અનામત માંગણી સ્વીકારવાને બદલે સરકારે પાટીદાર નેતા સામે રાષ્ટ્ર-અને રાજદ્રોહના પોલીસ કેઈસો નોંધી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવાની વાતથી ભારે રોષે ભરાયેલા લોકો કમળને ખીલતા પહેલાજ મૂરઝાવી દેવાના તનતોડ પ્રયાસો કરી રહ્યા છે.

 

જો કે જેતપુર તાલુકા પંચાયતની ૨૦ બેઠકો પર ખરેખર કોની કોની વચ્ચે સીધો ચુંટણી જંગ ખેલાશે તે ૧૬ મી નવેમ્બર પછી ચિત્ર સ્પષ્ટ થશે.

 

કશ્યપ જે. જોશી જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨  

સાડી નગરી જેતપુરના પ્રજાજનોમાં દીપોત્સવી પર્વને ઉજવવા થનગનાટ

સાડી નગરી જેતપુરના પ્રજાજનોમાં  
દીપોત્સવી પર્વને ઉજવવા થનગનાટ 
જેતપુર તા.૧૦ (કશ્યપ જોશી દ્વારા)
                                   દેશ વિદેશમાં સાડી ઉદ્યોગથી પ્રચલિત જેતપુર શહેરના પ્રજાજનોએ ધન તેરસની ઉજવણી કર્યા બાદ આજે દીપોત્સવી પર્વને ઉજવવા ભારે થનગની રહ્યા છે. સ્થાનિક ઉદ્યોગપતિઓ પોતપોતાની રીતે ધામધુમથી દિવાળી ઉજવશે. જયારે મધ્યમવર્ગ શ્રીમંત વર્ગની ઉજવાતી દિવાળીને નિહાળીને જ દિવાળી ઉજવે છે.
                                   અમુક કારખાનેદારોએ ત્યાં સુધી કહ્યું કે મેટ્રો સીટીમાં ફૂટતા ફટાકડા જેતપુરમાં પણ ફૂટે છે. આવા આકર્ષણ જગાવતા ફટાકડા લેવા લોકો ફટાકડાની દુકાનોમાં ફરતા હોય છે, પણ અહી મળતા નથી. ઘણા ફટાકડા અન્ય રાજ્યોના શહેરોમાંથી મંગાવાતા  હોવાનું સાંભળવા મળ્યું છે.
                                    અહીના મજુર વર્ગનું કહેવું છે કે જેતપુર શહેર જેવી અને જેટલી રોજગારી કોઈ શહેરમાં નથી. અહી રોજમદાર વર્ગે મજુરીના પૈસા માટે કોઈ દિવસ હેરાન થવું પડ્યું નથી. દુર દુરના રાજ્યોમાંથી અહી રોજગારી મેળવવા સૌ આવી રહ્યા છે. જેતપુરના ઉધોગપતિઓએ હમેંશા મજુરવર્ગની માંગણી મુજબ સાડી છાપકામની મજુરી ગોઠવી હોય, અહી કોઈ મજુરો સાથે ઉદ્યોગપતિઓને ઘર્ષણનો કોઈ પ્રશ્ન 
                                    અહી મોટે ભાગે પરપ્રાંતીય વર્ગ સાડી કારખાનાઓમાં મજુરીમાં જોડાયો હોય, તમામ મજુરો આજથી અહીના ઉદ્યોગમાં પડેલા મીની વેકેશનને લીધે પોત પોતાના રાજ્યો તરફ જવા રવાના થઇ ગયા છે. તો અમુક આગામી દિવસોમાં યોજાનાર જૂનાગઢની પરિક્રમાનો લાભ લેવા રોકાયા છે.
                    ઉદ્યોગપતિ મહિલા વર્ગમાંથી એવું જાણવા મળ્યું છે કે આજે કાળી ચૌદશની મોડી રાત્રી સુધી પોત પોતાના આલીશાન બંગલા, મકાનોના પ્રાંગણમાં ભાતભાતની રંગોળીઓમાં અનેકવિધ કલરો પુરવા પરિવારજનો જાગશે. 
 વેપારી વર્ગ કહે છે કે છેલ્લા ત્રણ દિવસો દરમિયાન જ દિવાળીની ઉજવણી માટે શહેર અને તાલુકાના પ્રજાજનોએ અહીની દરેક બજારમાં ખરીદી માટે એવી ભીડ સર્જી કે પ્રવર્તમાન મંદી દીપોત્સવીની ઉજવણીમાં ઉડી ગઈ છે !!

કશ્યપ જે. જોશી જેતપુર 


સોમવાર, 9 નવેમ્બર, 2015

Fwd: જુનાગઢના ૨ શખ્શો જેતલસર નજીકથી વિદેશી શરાબની ૨૬ બોટલ સાથે ઝડપાયા


---------- Forwarded message ----------
From: kashyap joshi <kkumarjoshi@gmail.com>
Date: 2015-11-09 21:03 GMT+05:30
Subject: જુનાગઢના ૨ શખ્શો જેતલસર નજીકથી વિદેશી શરાબની ૨૬ બોટલ સાથે ઝડપાયા
To: kashyapj joshij <kkumarjoshi@gmail.com>, kashyapj joshij <kashyapjoshipatrakar@yahoo.com>


જુનાગઢના ૨ શખ્શો જેતલસર નજીકથી

વિદેશી શરાબની ૨૬ બોટલ સાથે ઝડપાયા

જેતપુર તા.૯ (કશ્યપ જોશી દ્વારા)

આજે સવારે લોકલ ક્રાઈમ બ્રાંચ રાજકોટના જમાદાર ભુરાભાઈ માલીવાડે જુનાગઢના ૨ શખ્શોને જેતલસરના સાંકળી નજીકથી વિલાયતી શરાબની ૨૬ બોટલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ જુનાગઢના ૨ શખ્શો અશોકભાઈ જમનભાઈ ધામેચા(રહે. એકતા નાગગર ખલીલપુર રોડ જુનાગઢ) તથા અજય હીરા ડાંગર(રહે.હરિકૃષ્ણ નગર, ખલીલપુર રોડ, એમ બંને જીજે ૧૧ એ એલ ૮૬૭૦ નંબરના બાઈક ઉપર જુનાગઢથી જેતપુર તરફ આવતા હતા ત્યારે રાજકોટની લોકલ ક્રાઈમ બ્રાન્ચના જમાદાર ભુરાભાઈ માલીવાડે જેતલસરના સાંકળી ગામના પાટિયા પાસે તેમને રોકી તલાશી લેવાતા બંને પાસેથી રૂપિયા ૭૮૦૦ ની ૨૬ બોટલ વિદેશી શરાબ મળી આવ્યો હતો. પોલીસે મો.સા.ની કીમત રૂપિયા ૨૦ હજાર મળી કુલ ૨૭૮૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આ શરાબનો જથ્થો કોણે મોકલાવેલો અને ક્યાં આપવા જતો હતો તે અંગે તપાસ હાથ ધરી છે. 

---------------------------------------

જેતપુર તાલુકા પંચાયતની ચુંટણી માટે ભાજપ-કોંગ્રેસના 

૨૦-૨૦ ઉમેદવારોએ પોત પોતાના ઉમેદવારી ફોર્મ્સ ભર્યા

જેતપુર તા.૯ (કશ્યપ જોશી દ્વારા)

આગામી ૨૯ મી નવેમ્બરે યોજાનાર જેતપુર તાલુકા પંચાયતની ચુંટણી માટે આજે જેતપુર તાલુકાની ૨૦ બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસના ૨૦-૨૦ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જયારે કેટલા અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તે કોઈ સંબંધિતો પાસેથી વિગતો મળી નથી.

 

મળતી વિગતો મુજબ જેતપુર તાલુકા પંચાયત ૨૯ મી નવેમ્બરના રોજ યોજાનાર   ચુંટણીની ૨૦ બેઠકો માટેની દાવેદારી માટે આજે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ પોત પોતાના સમર્થકોના ટોળા સાથે અહીની મામલતદાર કચેરી અને તાલુકા  પંચાયત ખાતે હાજર રહી ફોર્મ ભર્યા હતા.

 

ઉમેદવારી ફોર્મ ભરવાની આવતીકાલ તા.૧૦ ના રોજ છેલ્લો દિવસ છે. પણ શુભ અશુભ માં માનતા બંને પક્ષોના ઉમેદવારોએ આજે ધન તેરસના પાવન દિવસે ઉમેદવારી ફોર્મ ભરી  ચુંટણીજંગ છેડી દીધો છે. 

જયારે જેતપુરમાંથી રાજકોટ જીલ્લા પંચાયતની ચાર બેઠકોના ઉમેદવારોએ પણ આજે ઉમેદવારી નોંધાવી હોવાનું જાણવા મળે છે.

ભાજપના ઉમેવારોએ પોત પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા ત્યારે સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા અને રાજ્ય મંત્રી જયેશ રાદડિયા પણ હાજર રહ્યા હતા.

 

જયારે રાજકોટ જીલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ   જગદીશભાઈ પાંભર અને જેતપુર તાલુકા કોંગ્રેસના પ્રમુખ વિપુલ વૈષ્ણવના કહેવા અનુસાર અનામત બાબતે પાટીદારો સાથે સરકારનું(ભાજપનું) ઓરમાયા  વર્તનનો જવાબ  હવે પાટીદાર મતદારો ચુંટણી દ્વારા આપવા માંગતા હોય, જેતપુર તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતમાં પંજો કમાલને કચડી નાખે તેવી સંભાવનાઓ નકારી શકાય નહિ. 

 

 

ચુંટણી પ્રકિયા હાથ ધરતા જેતપુરના લાગતા વળગતા કાર્યવાહકોએ જણાવેલ કે આવતીકાલ તા.૧૦ ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ફોર્મ ચકાસણી તા.૧૪, ફોર્મ પરત ખેંચવા માટે તા.૧૬ નિયત કરાઈ છે. ચુંટણી તા.૨૯ ના રોજ યોજાશે અને મત ગણના ૨-૧૨ ના રોજ થશે.

રાજકોટ જીલ્લા પંચાયત માટે જેતપુરની ૪ બેઠકો પર કોણ કોણ !

જેતપુર: જીલ્લા પંચાયતની જેતપુરની ચાર બેઠકોમાં બોરડી સમઢીયાળા બેઠક પર કોંગ્રેસના હંસાબેન વિપુલભાઈ વૈષ્ણવ સામે ભાજપના નીતાબેન રમેશભાઈ રૈયાણી, વીરપુર બેઠકમાં કોંગ્રેસના વિપુલ ધડુક સામે ભાજપના ગોરધન ધામેલીયા, થાણાગાલોળ બેઠક પર ભાજપના પ્રવીણ કયાડા સામે કોંગ્રેસના ધીરુભાઈ પાઘડાળ અને પેઢલા બેઠક પર ભાજપના સુભાષ બામ્ભરોલીયા સામે કોશોરભાઈ પોપટભાઈ પાદરીયાએ કોંગ્રેસમાંથી દાવેદારી નોંધાવી પોત પોતાની કાંડાની જહેમત કામે લગાડી દીધી છે.

 

જેતપુર તાલુકા પંચાયતની ૨૦ બેઠકો પર ઉભેલા કોંગીના ઉમેદવારો...

 

૨ - આરબ ટીંબડી - ગુજરાતી ઉષાબેન હરસુખભાઈ

૭-જેતલસર - ભુવા કિરણબેન સુરેશભાઈ 

૮- જેતલસર જંકશન - સરવૈયા આરતીબેન રોહિતભાઈ

૪- ચાંપરાજપુર - મકવાણા જયેશભાઈ અરજણભાઈ 

૩- બોરડી સમઢિયાળા - રાઠોડ હંશાબેન દેવશીભાઈ 

 

૧૦-ખીરસરા - કોરાટ ચંદ્રિકાબેન ભરતભાઈ 

૧૫-પીઠડીયા - સખીયા દામજીભાઈ કાનજીભાઈ 

૧૭-ઉમરાળી - મકવાણા ગોપાલભાઈ હરેશભાઈ 

૧૯-વીરપુર - બારૈયા હીનાબેન રાજેશભાઈ 

૨૦-વીરપુર - વઘાસીયા સંજયભાઈ ચંદુભાઈ 

 

 

૧-અમરનગર - સુવાગીયા જાનકીબેન કેતનભાઈ 

૫-ચારણીયા - હિરપરા જાગૃતિબેન ભાવેશભાઈ

૬-દેવકીગાલોળ - કયાડા કંચનબેન રઘુભાઈ 

૧૬-થાણાગાલોળ - ઉંધાડ મુકેશભાઈ બચુભાઈ 

૧૮ વાડાસડા - ધાધલ ભરતભાઈ જીલુભાઈ 

 

૯-કેરાલી - પરમાર મજુલાબેન આંબાભાઈ 

૧૧-મેવાસા- હીરાપર શિલ્પાબેન કેતનભાઈ 

૧૩-પાંચપીપળા- હિરપરા જગદીશભાઈ શંભુભાઈ 

૧૪-પેઢલા - વાલેરા અશોકભાઈ હમીરભાઈ 

૧૨-મોટા ગુંદાળા - કોટડીયા પ્રિયાબેન ગોપાલભાઈ 

 

 

ભાજપના જેતપુર તાલુકા પંચાયતના ઉમેદવારો : 

પેઢલા - અમરભાઈ દાનાભાઈ સારીખડા 

મોટા ગુંદાળા - સવિતાબેન રમેશભાઈ અમીપરા 

પાંચ પીપળા - રમેશભાઈ નાથાભાઈ મુળિયા 

મેવાસા - સગુણાબેન રમેશભાઈ વામજા 

 

થાણાગાલોળ - અશોકભાઈ ભગવાનજીભાઈ ઉંધાડ 

ચારણીયા - કાલે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવાર જાહેર થશે 

દેવકી ગાલોળ - ધારાબેન સુરેશભાઈ કયાડા 

અમરનગર - રસીલાબેન વિનોદભાઈ વસોયા 

વાડાસડા - સુરેશભાઈ ભીખાભાઈ શિંગાળા 

 

વીરપુર-૧- વેલજીભાઈ જીવાભાઈ સરવૈયા 

વીરપુર-૨- દિનેશભાઈ રવજીભાઈ વઘાસીયા 

ઉમરાળી- ભાવનાબેન ભુપતભાઈ સોલંકી 

પીઠડીયા - નારદભાઈ શંભુભાઈ ડાવરા 

ખીરસરા - નીતાબેન દિનકરભાઈ ગુંદણીયા 

 

બોરડી સમઢીયાળા - કાંતાબેન ભીમજીભાઈ ગોહેલ 

ચાંપરાજપુર - કાનજીભાઈ ભીખાભાઈ મકવાણા 

આરબ ટીંબડી - લાભુબેન સુરેશભાઈ મોરબીયા 

જેતલસર જંકશન - રસીલાબેન મનસુખભાઈ ડાભી 

જેતલસર ગામ - ક્રિષ્નાબેન રાજેશભાઈ ભુવા 

 

 

વીરપુરમાં ભાજપના ઉમેદવાર જનકભાઈ ડોબરીયાને પાર્ટી એ ટીકીટ નહિ આપતા અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

 

જેતપુર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અને જૂનામાં જુના કોંગી આગેવાન પી.એલ.વસોયાને કોંગ્રેસે ટીકીટ નહિ આપતા તેમના મોટા સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર

 

 

 

 

 

 

 

 

  

 


જુનાગઢના ૨ શખ્શો જેતલસર નજીકથી વિદેશી શરાબની ૨૬ બોટલ સાથે ઝડપાયા

જુનાગઢના ૨ શખ્શો જેતલસર નજીકથી

વિદેશી શરાબની ૨૬ બોટલ સાથે ઝડપાયા

જેતપુર તા.૯ (કશ્યપ જોશી દ્વારા)

આજે સવારે લોકલ ક્રાઈમ બ્રાંચ રાજકોટના જમાદાર ભુરાભાઈ માલીવાડે જુનાગઢના ૨ શખ્શોને જેતલસરના સાંકળી નજીકથી વિલાયતી શરાબની ૨૬ બોટલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ જુનાગઢના ૨ શખ્શો અશોકભાઈ જમનભાઈ ધામેચા(રહે. એકતા નાગગર ખલીલપુર રોડ જુનાગઢ) તથા અજય હીરા ડાંગર(રહે.હરિકૃષ્ણ નગર, ખલીલપુર રોડ, એમ બંને જીજે ૧૧ એ એલ ૮૬૭૦ નંબરના બાઈક ઉપર જુનાગઢથી જેતપુર તરફ આવતા હતા ત્યારે રાજકોટની લોકલ ક્રાઈમ બ્રાન્ચના જમાદાર ભુરાભાઈ માલીવાડે જેતલસરના સાંકળી ગામના પાટિયા પાસે તેમને રોકી તલાશી લેવાતા બંને પાસેથી રૂપિયા ૭૮૦૦ ની ૨૬ બોટલ વિદેશી શરાબ મળી આવ્યો હતો. પોલીસે મો.સા.ની કીમત રૂપિયા ૨૦ હજાર મળી કુલ ૨૭૮૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આ શરાબનો જથ્થો કોણે મોકલાવેલો અને ક્યાં આપવા જતો હતો તે અંગે તપાસ હાથ ધરી છે. 

---------------------------------------

જેતપુર તાલુકા પંચાયતની ચુંટણી માટે ભાજપ-કોંગ્રેસના 

૨૦-૨૦ ઉમેદવારોએ પોત પોતાના ઉમેદવારી ફોર્મ્સ ભર્યા

જેતપુર તા.૯ (કશ્યપ જોશી દ્વારા)

આગામી ૨૯ મી નવેમ્બરે યોજાનાર જેતપુર તાલુકા પંચાયતની ચુંટણી માટે આજે જેતપુર તાલુકાની ૨૦ બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસના ૨૦-૨૦ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જયારે કેટલા અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તે કોઈ સંબંધિતો પાસેથી વિગતો મળી નથી.

 

મળતી વિગતો મુજબ જેતપુર તાલુકા પંચાયત ૨૯ મી નવેમ્બરના રોજ યોજાનાર   ચુંટણીની ૨૦ બેઠકો માટેની દાવેદારી માટે આજે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ પોત પોતાના સમર્થકોના ટોળા સાથે અહીની મામલતદાર કચેરી અને તાલુકા  પંચાયત ખાતે હાજર રહી ફોર્મ ભર્યા હતા.

 

ઉમેદવારી ફોર્મ ભરવાની આવતીકાલ તા.૧૦ ના રોજ છેલ્લો દિવસ છે. પણ શુભ અશુભ માં માનતા બંને પક્ષોના ઉમેદવારોએ આજે ધન તેરસના પાવન દિવસે ઉમેદવારી ફોર્મ ભરી  ચુંટણીજંગ છેડી દીધો છે. 

જયારે જેતપુરમાંથી રાજકોટ જીલ્લા પંચાયતની ચાર બેઠકોના ઉમેદવારોએ પણ આજે ઉમેદવારી નોંધાવી હોવાનું જાણવા મળે છે.

ભાજપના ઉમેવારોએ પોત પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા ત્યારે સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા અને રાજ્ય મંત્રી જયેશ રાદડિયા પણ હાજર રહ્યા હતા.

 

જયારે રાજકોટ જીલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ   જગદીશભાઈ પાંભર અને જેતપુર તાલુકા કોંગ્રેસના પ્રમુખ વિપુલ વૈષ્ણવના કહેવા અનુસાર અનામત બાબતે પાટીદારો સાથે સરકારનું(ભાજપનું) ઓરમાયા  વર્તનનો જવાબ  હવે પાટીદાર મતદારો ચુંટણી દ્વારા આપવા માંગતા હોય, જેતપુર તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતમાં પંજો કમાલને કચડી નાખે તેવી સંભાવનાઓ નકારી શકાય નહિ. 

 

 

ચુંટણી પ્રકિયા હાથ ધરતા જેતપુરના લાગતા વળગતા કાર્યવાહકોએ જણાવેલ કે આવતીકાલ તા.૧૦ ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ફોર્મ ચકાસણી તા.૧૪, ફોર્મ પરત ખેંચવા માટે તા.૧૬ નિયત કરાઈ છે. ચુંટણી તા.૨૯ ના રોજ યોજાશે અને મત ગણના ૨-૧૨ ના રોજ થશે.

રાજકોટ જીલ્લા પંચાયત માટે જેતપુરની ૪ બેઠકો પર કોણ કોણ !

જેતપુર: જીલ્લા પંચાયતની જેતપુરની ચાર બેઠકોમાં બોરડી સમઢીયાળા બેઠક પર કોંગ્રેસના હંસાબેન વિપુલભાઈ વૈષ્ણવ સામે ભાજપના નીતાબેન રમેશભાઈ રૈયાણી, વીરપુર બેઠકમાં કોંગ્રેસના વિપુલ ધડુક સામે ભાજપના ગોરધન ધામેલીયા, થાણાગાલોળ બેઠક પર ભાજપના પ્રવીણ કયાડા સામે કોંગ્રેસના ધીરુભાઈ પાઘડાળ અને પેઢલા બેઠક પર ભાજપના સુભાષ બામ્ભરોલીયા સામે કોશોરભાઈ પોપટભાઈ પાદરીયાએ કોંગ્રેસમાંથી દાવેદારી નોંધાવી પોત પોતાની કાંડાની જહેમત કામે લગાડી દીધી છે.

 

જેતપુર તાલુકા પંચાયતની ૨૦ બેઠકો પર ઉભેલા કોંગીના ઉમેદવારો...

 

૨ - આરબ ટીંબડી - ગુજરાતી ઉષાબેન હરસુખભાઈ

૭-જેતલસર - ભુવા કિરણબેન સુરેશભાઈ 

૮- જેતલસર જંકશન - સરવૈયા આરતીબેન રોહિતભાઈ

૪- ચાંપરાજપુર - મકવાણા જયેશભાઈ અરજણભાઈ 

૩- બોરડી સમઢિયાળા - રાઠોડ હંશાબેન દેવશીભાઈ 

 

૧૦-ખીરસરા - કોરાટ ચંદ્રિકાબેન ભરતભાઈ 

૧૫-પીઠડીયા - સખીયા દામજીભાઈ કાનજીભાઈ 

૧૭-ઉમરાળી - મકવાણા ગોપાલભાઈ હરેશભાઈ 

૧૯-વીરપુર - બારૈયા હીનાબેન રાજેશભાઈ 

૨૦-વીરપુર - વઘાસીયા સંજયભાઈ ચંદુભાઈ 

 

 

૧-અમરનગર - સુવાગીયા જાનકીબેન કેતનભાઈ 

૫-ચારણીયા - હિરપરા જાગૃતિબેન ભાવેશભાઈ

૬-દેવકીગાલોળ - કયાડા કંચનબેન રઘુભાઈ 

૧૬-થાણાગાલોળ - ઉંધાડ મુકેશભાઈ બચુભાઈ 

૧૮ વાડાસડા - ધાધલ ભરતભાઈ જીલુભાઈ 

 

૯-કેરાલી - પરમાર મજુલાબેન આંબાભાઈ 

૧૧-મેવાસા- હીરાપર શિલ્પાબેન કેતનભાઈ 

૧૩-પાંચપીપળા- હિરપરા જગદીશભાઈ શંભુભાઈ 

૧૪-પેઢલા - વાલેરા અશોકભાઈ હમીરભાઈ 

૧૨-મોટા ગુંદાળા - કોટડીયા પ્રિયાબેન ગોપાલભાઈ 

 

 

ભાજપના જેતપુર તાલુકા પંચાયતના ઉમેદવારો : 

પેઢલા - અમરભાઈ દાનાભાઈ સારીખડા 

મોટા ગુંદાળા - સવિતાબેન રમેશભાઈ અમીપરા 

પાંચ પીપળા - રમેશભાઈ નાથાભાઈ મુળિયા 

મેવાસા - સગુણાબેન રમેશભાઈ વામજા 

 

થાણાગાલોળ - અશોકભાઈ ભગવાનજીભાઈ ઉંધાડ 

ચારણીયા - કાલે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવાર જાહેર થશે 

દેવકી ગાલોળ - ધારાબેન સુરેશભાઈ કયાડા 

અમરનગર - રસીલાબેન વિનોદભાઈ વસોયા 

વાડાસડા - સુરેશભાઈ ભીખાભાઈ શિંગાળા 

 

વીરપુર-૧- વેલજીભાઈ જીવાભાઈ સરવૈયા 

વીરપુર-૨- દિનેશભાઈ રવજીભાઈ વઘાસીયા 

ઉમરાળી- ભાવનાબેન ભુપતભાઈ સોલંકી 

પીઠડીયા - નારદભાઈ શંભુભાઈ ડાવરા 

ખીરસરા - નીતાબેન દિનકરભાઈ ગુંદણીયા 

 

બોરડી સમઢીયાળા - કાંતાબેન ભીમજીભાઈ ગોહેલ 

ચાંપરાજપુર - કાનજીભાઈ ભીખાભાઈ મકવાણા 

આરબ ટીંબડી - લાભુબેન સુરેશભાઈ મોરબીયા 

જેતલસર જંકશન - રસીલાબેન મનસુખભાઈ ડાભી 

જેતલસર ગામ - ક્રિષ્નાબેન રાજેશભાઈ ભુવા 

 

 

વીરપુરમાં ભાજપના ઉમેદવાર જનકભાઈ ડોબરીયાને પાર્ટી એ ટીકીટ નહિ આપતા અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

 

જેતપુર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અને જૂનામાં જુના કોંગી આગેવાન પી.એલ.વસોયાને કોંગ્રેસે ટીકીટ નહિ આપતા તેમના મોટા સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર

 

 

 

 

 

 

 

 

  

 

AVSAAN NONDH JETPUR

`

અવસાન નોંધ : ૯-૧૧-૨૦૧૫

જેતપુર :  મોટાગુંદાળા નિવાસી બચુભાઈ મોહનભાઈ ધામેલીયા(ઉ.વ.૭૨) તે 


નરેન્દ્રભાઈ અને ધીરુભાઈના પિતા, બાબુભાઈ, કાનજીભાઈ, લાલજીભાઈના ભાઈ, 


રમણીકભાઈ ધામેલીયા(ન્યુઝ પેપર એજન્ટ-થોરાળા..તા.જેતપુર)ના કાકા, કેતનભાઈ 



​જીવનભાઈ ધામેલીયા(અમદાવાદ)ના દાદા તા.૮.૧૧-૨૦૧૫ ના રોજ અવસાન પામેલ છે.

             (કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર-૯૯૭૪૨૬૨૮૧૨)

 

શનિવાર, 7 નવેમ્બર, 2015

જેતપુરમાં ૧૨ મીએ ચેમ્બર-ડાઈંગ એશો.દ્વારા સ્નેહ મિલન

જેતપુરમાં ૧૨ મીએ ચેમ્બર-ડાઈંગ એશો.દ્વારા સ્નેહ મિલન 
જેતપુર તા.૭
જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એશોશીયેશન દ્વારા આગામી ૧૨મી નવેમ્બરના રોજ નુતન વર્ષ નિમિત્તે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના સ્ટેન્ડ ચોક ખાતે આવેલ કુમ્ભાણી કન્યા શાળા ખાતે સવારના ૧૦ થી ૧૧ દરમિયાન યોજાનાર આ કાર્યક્રમમાં  શહેરીજનો બહોળી સંખ્યામાં જોડાય તેવો ચેમ્બર પ્રમુખ રવિભાઈ આંબલીયા અને ડા.એશો.પ્રમુખ રાજુભાઈ પટેલ વિગેરેએ અનુરોધ કર્યો છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 

જેતપુરના નાઝાવાળા પરા વિસ્તારમાં શાંતિથી પાન બીડીનો ધંધો કરતા ખાંટ સમાજના પ્રમુખ એવા નિર્દોષ યુવાનને ઝૂડી નાખતી પોલીસ..રાજકોટ રીફર કરાયો..

જેતપુરના નાઝાવાળા પરા વિસ્તારમાં શાંતિથી પાન બીડીનો ધંધો કરતા

ખાંટ સમાજના પ્રમુખ એવા નિર્દોષ યુવાનને

ઝૂડી નાખતી પોલીસ..રાજકોટ રીફર કરાયો..

પોલીસે પણ ફરજમાં રુકાવટ અને ઝપાઝપીમાં ઈજા થયાનો ગુનો નોંધી ધોરણસરની હાથ ધરેલી કાર્યવાહી : ઈજાગ્રસ્ત યુવાનના ટેકામાં લત્તાવાસીઓ પોલીસ થાણે અને હોસ્પીટલે મચાવી ધમાંચકડી...શહેર પોલીસે તાલુકા વિરપુર પોલીસને બોલાવીને ગોઠવેલ ચુસ્ત બંદોબસ્ત.....

 

જેતપુર તા.૭  (કશ્યપ જોશી દ્વારા)

જેતપુર શહેરમાં આજે બપોરે એક ખાંટ યુવાનને શહેર પોલીસના બે ત્રણ પોલીસ કોન્સ્ટેબલોએ વગર વાંકે ઝૂડી નાખ્યાની ઘટનામાં ઈજ્ગ્રસ્ત યુવાનના લત્તાવાસીઓ રોડ ઉપર આવી પોલીસ મથક અને સરકારી હોસ્પીટલે ઉગ્રાવેશમાં ધમાંચકડી બોલાવતા સ્થાનિક, તાલુકા અને વીરપુર પોલીસને બોલાવી શહેર પોલીસના પીઆઈ એન.કે.વ્યાસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. બનાવમાં પોલીસે ફરજમાં રુકાવટની અને હુમલાની ઈજાગ્રસ્ત યુવાન સામે પોલીસમાં ફરિયાદ નોંધી છે. જ્યારે વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયેલ યુવાનની ફરિયાદ રાજકોટ લેવાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે.

 

જાણવા મળતી વિગતો મુજબ અહીના નાઝવાળાપરા વિસ્તારમાં રહેતા અને સમસ્ત ખાંટ રાજપૂત સમાજના પ્રમુખ અનીલ રમેશ મકવાણા નામના યુવાનની ચામુંડા પાન નામની કેબીન પાસે અનીલ વરલીનો જુગાર રમાડતો હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળતા જેતપુર પોલીસમાં ફરજ બજાવતા અનાર્મ લોક રક્ષક(બકલ નંબર ૫૧૯૭) સ્ટાફના પો.કો. મનીષભાઈ વરુ, ધર્મેન્દ્રસિંહ જેઠવા, શક્તિસિંહ જાડેજા વેગેરે તપાસાર્થે ગયા હતા.

 

આવા સમયે પોલીસે અનિલને પોતાના વિષે મળેલી ફરિયાદ બાબતે પુંછતા અનિલે સહકાર આપવાને બદલે પોલીસને ગાળો આપી, બહારથી લોકોનું ટોળું બોલાવી પોલીસ સાથે ઝપાઝાપી આદરી દેતા રસ્તા પર પોલીસ પબ્લિક વચ્ચેના ઘર્ષણથી નાસભાગ મચી ગઈ હતી.

 

દરમિયાન અનિલને વધુ પૂછપરછ માટે પોલીસ થાણે લઇ જઈ પૂછપરછ કરવાનો પ્રયાસ કરતા અનિલે પોલીસ મથકના ઉપરના ભાગે આવેલ ડી સ્ટાફના રૂમમાંથી ભાગવાનો પ્રયાસ કરતા તે સીડી પરથી પડી જતા તેમને પગમાં સારી એવી ઈજા થતા સારવાર માટે અહીની સરકારી હોસ્પીટલમાં ખસેડ્યો હતો.

 

જ્યાંથી વધુ સારવાર માટે પોલીસ સાથે અનીલને રાજકોટની સિવિલ હોસ્પીટલમાં  ખસેડ્યો છે. હાલ જેતપુર પોલીસે ફરિયાદી પ્રવીણ ચાવડાની ફરિયાદ પરથી અનીલ રમેશ સરવૈયા સામે પોલીસને જોઈ લેવાની ગર્ભિત ધમકી આપ્યાની, પોલીશ કસ્ટડીમાંથી નાશી જવાની પ્રેરવી, ફરજમાં રુકાવટ ઉભી કરી, આઈ પી સી કલમ ૩૩૨, ૧૮૬,૫૦૪, ૫૦૬(૨), ૨૨૪ મુજબનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

બોક્સ: ઈજાગ્રસ્ત યુવાનના

સમર્થનમાં આખો લત્તો રોડ ઉપર !

જેતપુર : બીજી બાજુ ઈજાગ્રસ્ત યુવાન અનીલ સીધા સાડા સ્વભાવનો હોય અને તેમના વિસ્તારમાં ચામુંડા માતાજીના મઢ પાસે પાન બીડીની કેબીન મારફત શાંતિથી ધંધો કરતો હોય, આજે ખોટી રીતે પોલીસે તેમને ઢોર માર માર્યાની જાણ થતાજ નાઝાવાળા પરાવિસ્તારની પ્રજા ઘરે ઘરેથી નીકળીને પોલીસ થાણે પહોચી અમારા વિસ્તારના દીકરાને ખોટી રીતે માર મારનાર કસુરવાર પોલીસમેનોને તાત્કાલિક સસ્પેન્ડ કરાવો તેવા નારા ચાલુ કરી દેતા વાતાવરણ તંગ બને તેવી સ્થિતિ પારખી ગયેલા સ્થાનિક પીઆઈ એન.કે.વ્યાસે તાત્કાલિક ડીવાયએસપી પાટીલની સુચનાથી જેતપુર તાલુકા પોલીસના ફોજદાર કરમટીયા સહિતના સ્ટાફ, વીરપુર પોલીસના ફોજદાર ગોહિલ સહિતના સ્ટાફને તાત્કાલિક બોલાવી લઇ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેતા આ પ્રકરણમાં ખોટેખોટું વાતાવરણ ડહોળવા ઇચ્છતા તત્વોની કોઈ કારી ફાવી નહોતી.

 

બોક્સ: મામલતદાર-ડીવાયએસપીને ઉગ્ર રજુઆતો

જેતપુર : જેતપુર પોલીસે એક તો યુવાનને ઢોર માર માર્યો હોવા છતાં ઈજાગ્રસ્ત યુવાન સામે ગુનો નોંધ્યાની વાત જાણી ગયેલા આ વિસ્તારના સમસ્ત ખાંટ રાજપૂત સમાજના લોકો ટોળા ને ટોળા સ્વરૂપમાં સ્થાનિક મામલતદાર ભોરણીયા, ડીવાયએસપી પાટીલને ઉગ્ર રજૂઆત કરતા જણાવેલ કે જેતપુરમાં અનેક જગ્યાએ દારુ જુગારના હાટડાઓ ધમધમે છે. આ બધી જગ્યાએ સ્થાનિક પોલીસના રીતસરના હપ્તાઓ ચાલે છે. આ બધી જગ્યાએ દરોડા પાડવાને બદલે તેઓના સમાજના પ્રમુખ અને શાંતિથી ધંધો કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવનાર અનીલ રમેશ મકવાણાને આજે શહેર પોલીસના ત્રણ ચાર કોન્સ્ટેબલોએ બેરહેમીથી માર મારી જે અરાજકતાનું વાતાવરણ સર્જ્યું તેનું સારાયે સમસ્ત રાજપૂત ખાંટ સમાજને દુઃખ, અને રોષ છે. અમારા દીકરાને ખોટી રીતે હેરાન કરનાર કસુરવાર પોલીસમેનોને તાકીદે સજા કરો અને તેમની સામે પણ ગુનો નોંધો તેવી માંગ ઈજાગ્રસ્ત યુવાન અનિલના પત્ની, માતા મુક્તાબેન સહિતના લત્તાવાસીઓએ માંગની દોહરાવી મામલતદાર કચેરી અને ડેપ્યુટીની કચેરી ગજવી મૂકી હતી.

 

બોક્સ: પોલીસ મારથી નથી, કુદકો

મારી ભાગવાથી અનિલને ઈજા થઇ !

 

જેતપુર : જેતપુર પોલીસના પીઆઈ એનકે વ્યાસે સ્થાનિક પત્રકારોના સવાલમાં જણાવ્યું હતું કે પોલીસ ઉપર હુમલો કરનાર, પોલીસની ફરજમાં રુકાવટ કરનાર અનીલ મકવાણાએ  પોલીસ કસ્ટડીમાંથી નાશવા માટે સીડી ઉપરથી કુદકો મારતા તેમને પગમાં ઈજાઓ થઇ છે, પોલીસ માર થી નહિ !! વ્યાસે એમ પણ જણાવેલ કે ઈજાગ્રસ્ત અનિલને સારવાર અપાવામાં પણ પોલીસે કોઈ વિલંબ કર્યો નથી ! પોલીસે તેમ પણ કહેલ કે આરોપી અનિલની કેબીનની એક પણ કાચની બરણી પોલીસથી નથી તૂટી, બલકે આરોપીના સમર્થકોએજ આ કૃત્ય કર્યું હોવાની વિડીઓ કલીપ પોલીસ પાસે છે. ફરિયાદી પ્રવીણ ચાવડાએ ફરિયાદમાં અનીલ સાથેની ઝપાઝપીમાં રૂપિયા ૮૦ હજારનો સોનાનો ચેઈન પડી ગયાનું પણ જણાવ્યું છે. 

 

બોક્સ: સ્થાનિક દલિત અગ્રણી

માધાભાઈનો પોલીસ મથકમાંજ ધ્રુજારો

જેતપુર : જેતપુર શહેરમાં રહેતા અને દલિત અગ્રણી માધાભાઈ વેગડાએ પોલીસ મથકમાજ ખાંટ સમાજના આગેવાનો, ઈજાગ્રસ્ત યુવાનના પત્ની અને માતાને સમજાવતા જણાવેલ કે જેતપુર શહેરમાં ચારે બાજુ દેશી દારૂના ધંધાઓ ફૂલી ફાલી રહ્યા છે. પોલીસ આ જગ્યાએ બળ બતાવવાને બદલે તમારા નિર્દોષ દીકરાને કે પતિને માર મારી કામગીરીના સંતોષનો ઓડકાર ખાતી હોય તો પોલીસ સામે પણ બેધડક નીડરતાથી પોલીસમાં ફરિયાદ કરો, કોઈ સમાધાન ના કરતા. જયારે ખંત સમાજના જેરામભાઈ ભાખોતરા નામના આગેવાને પોલીસ સામે કોઈ ફરિયાદ ના કરવા અને સમાધાન સાધી લેવામાજ મકવાણા પરિવારને ફાયદો છે. પણ ઈજાગ્રસ્તના પરિવારજનોએ આ વાતને ફગાવી ઈજાગ્રસ્તને સારવાર માટે રાજકોટ ખસેડતા હવે ત્યાં પોલીસ ફરિયાદ થઇ કે નહિ ? થસે કે નહિ ? તે વાતની ઇન્તેજારીમાં જેતપુરના નાઝાવાળાપરા વિસ્તારની પ્રજાજનો બેઠી છે.

 

 

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 


શુક્રવાર, 6 નવેમ્બર, 2015

અવસાન નોંધ જેતપુર

અવસાન નોંધ : ૬-૧૧-૨૦૧૫

જેતપુર : ઠક્કર છોટાલાલ ટપુભાઈ માધવાનીના જયેષ્ઠપુત્ર વિનોદકુમાર(ઉ.વ.૬૧) તે શરદભાઈ(માધવાની ઇલોકટ્રોનીકસ), હરેશભાઈ(કુમાર હોટેલ)ના મોટાભાઈ, કુમાર(કાનો)ના પિતા, સ્વ.નાનજીભાઈ જેરામભાઈ નથવાણી(માંગરોળ)ના જમાઈ, બીપીનભાઈ, મોહનભાઈ, ગીરીશભાઈ તથા કિશોરભાઈના બનેવી તા.૬ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. ઉઠમણું તથા સસરા પક્ષની સાદડી તા.૭ ને શનિવારે, સાંજે ૪ થી ૫, ગાયત્રીમંદિર, કોટડીયાવાડી જેતપુર ખાતે રાખેલ છે.

કશ્યપકુમાર જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨ ૬૨૮૧૨   

ગુરુવાર, 5 નવેમ્બર, 2015

જેતપુરમાં ભાદર કેનાલમાં ગરક જેતલસર જંકશનના કિશોરનો મૃતદેહ ધોરાજી નજીકથી મળ્યો ! સેવાભાવીઓની અનન્ય સેવા !!

૧૫ કલાક પછી ''કાળજા કેરો કટકો મૃતાવસ્થામાં મળતા પરિવારજનો ભાંગી પડ્યા ! 

જેતપુરમાં ભાદર કેનાલમાં ગરક જેતલસર જંકશનના કિશોરનો 

મૃતદેહ ધોરાજી નજીકથી મળ્યો ! સેવાભાવીઓની અનન્ય સેવા !!

 

(કશ્યપ જોશી દ્વારા) જેતલસર તા.૫

બુધવારની સાંજે જેતપુરમાં ધોરાજી રોડ પરની કેનાલમાં અકસ્માતે ગબડી પડેલ જેતલસર જંકશનના વાલ્મીકી કિશોરનો મૃતદેહ આજે સવારે ધોરાજી નજીકથી કેનાલમાંથી મળી આવતા આખી રાત મહેનત કરનાર સેવાભાવીઓએ  દુઃખાવસ્થા વચ્ચે મૃતકના સ્વજનોને સાચવવાની વધુ કે કપરી પરિસ્થિતિને પાર પાડી હતી.

 

મળતી વિગતો મુજબ જેતલસરના રેલ્વે કોલોનીમાં રહેતા નરેશભાઈ મંગાભાઈ પરમારનો એકનો એક પુત્ર દીપેશ ઉ.વ.૧૩ ગઈકાલે જેતપુરના ધોરાજી રોડ નજીકથી પસાર થતી ભાદર કેનાલમાં અકસ્માતે પડી જતા તે કેનાલના પાણીમાં ગરક થઈને તણાઈ ગયો હતો.

 

આવા સમયે દીપેશ સાથે રહેલા તેમના બે મિત્રો ભાવેશ સોલંકી અને શ્રવણ પરમારની વિગતો પરથી જેતલસરના સરપંચ હનીફ બલોચ, અન્ય સેવાભાવીઓ શૈલેશ રણછોડ કયાડા, સંજય સામજી સોલંકી, મોહન પ્રેમજી પરમાર, ભારત શાર્દુલ વાઘેલા, રાજુ બાબુ ગડીયલ, જેતપુરના હારૂનભાઈ રફાઈ, ગોંડલના કિશોરભાઈ વિગેરે રાત આખી ભાદર કેનાલના પેઢલા, ગુંદાળા, ધોરાજી, મોટીમારડ સુધીના વિસ્તારો ખુંદી નાખ્યા હતા. પણ રાત્રીના દીપેશનો ક્યાય પત્તો લાગ્યો નહોતો.

 

બીજીબાજુ આજે ગુરુવારે સવારે દીપેશનો મૃતદેહ ધોરાજી થી જુનાગઢ જવાના રસ્તે, તોરણીયાના પાટીયાથી આગળ ભાદર કેનાલમાંથી મળી આવ્યો હોવાનું અને ધોરાજી હોસ્પીઅલ ખાતે દીપેશની લાશનું પીએમ કરાયું હોવાનું જંકશનના સરપંચ બલોચે આ લખનારને જણાવ્યું હતું.

 

બોક્સ: દીપેશનો મૃતદેહ ડોક્ટર વાડીની માઈનોરમાં ફસાયો !

જેતલસર : રાત આખી અંધારા ઓઢી દીપેશને શોધવાની પ્રશંશનીય જહેમત ઉઠાવનાર જેતલસર, જેતપુર અને ગોંડલના સેવાભાવીઓએ એવું જણાવેલ કે ભાદરની કેનાલના ઘસમસતા પાણીમાં જેતપુરથી ૧૪-૧૫ કિમી દુર ધોરાજી સુધી તણાઈને મોતને ભેટેલ દીપેશની લાશ મૂળ કેનાલમાંથી ડોક્ટર દુધાતની વાડીમાં જતી માઈનોર કેનાલમાં ફસાઈ જતા તે આગળ તણાતા બચી ગઈ હતી. જો આમ ના થયું હોત તો દીપેશની લાશ ઘણું દુર તણાઈ ગઈ હોત અને શોધવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડત. ટૂંકમાં આ બનાવમાં જે જે સેવાભાવીઓએ દીપેશને શોધવા અનન્ય જહેમત ઉઠાવી તે તમામ અન્ય પ્રજામાં સરાહના પાત્ર બન્યા હોવાનું જોવા મળ્યું હતું.

 

ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતલસર

 

 

ફોટોની વિગતો :

મૃતક દીપેશની ફાઈલ તસ્વીર અને તેમની ડેડબોડી,

૧૫-૧૫ કલાક સુધી દીપેશને શોધવા સેવા કરનાર યુવાનોની ટીમો

સરકારી તંત્રનું વાહન, તથા ગામલોકો નજરે પડે છે.