જેતપુરના પેઢલા નજીક પસાર થતી ભાદર કેનાલમાં
તણાઈને આવેલી મુસ્લિમ આધેડની
લાશે સર્જ્યા ભેદભરમના આટાપાટા !
જો કે મૃતદેહમાં કોઈ ઈજાના નિશાન ના હોવાનું જણાવતી તાલુકા પોલીસ
જેતપુર તા.૩૧ (કશ્યપ જોશી દ્વારા)
આજે બપોરે જેતપુરના પેઢલા નજીક ભાદર કેનાલમાંથી મળેલી મુસ્લિમ યુવાનની લાશે સર્જેલા ભેદભરમના ઝાળા હટાવવા જેતપુર તાલુકા પોલીસે કવાયત આદરી છે. છે,
મળતી વિગતો મુજબ આજે બપોરે જેતપુર તાલુકાના પેઢલા ગામ નજીકથી પસાર થઇ રહેલી ભાદર કેનાલના વહેતા પાણીમાં એક મૃતદેહ તણાઈને આવ્યો હોવાનું ગામના સરપંચ ભગવાનજી ભાઈ જેઠવાએ જેતપુર તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા ફોજદાર આર.એન.કરમટીયાની સુચનાથી જમાદાર મજ્નુંભાઈ મનાતે તાત્કાલિક બનાવ સ્થળે દોડી જઈને લાશને પીએમ માટે અહીના સરકારી દવાખાને ખસેડેલ.
બીજીબાજુ આ લખાય છે ત્યારે રાત્રીના સાડા નવ વાગ્યાની આસપાસ પોલીસ સુત્રો પાસેથી એવી વિગતો મળી હતી કે કેનાલમાં તણાઈને આવેલ અજાણ્યા યુવાનની લાશ અહીના હાજી દાઉદ હોસ્પિટલ મેદાનમાં રહેતા ખલીફા ઈબ્રાહીમ અનવર ભાઈ લધર ઉ.વ. ૨૫ ની હોવાનું બહાર આવ્યું છે. તપાસનીસ જમાર મજ્નુંભાઈ મનાતે જણાવેલ કે મૃતક યુવાન પરિણીત છે. કોઈ સંતાનો ધરાવતો નથી. તેમજ અહીના એક સાડી કારખાનામાં પેકિંગ વિભાગમાં મજુરીકામ કરતો હોવાની વિગતો મળી રહી છે.
મૃતક યુવાનના માથામાં ઈજાના ઘા હોવાની લોકચર્ચાઓ બાબતે પોલીસે જણાવેલ કે ના આવું કઈ નથી. બીજીબાજુ મુસ્લીમ સમાજના તરવરીયા યુવાન ઈબ્રાહિમની લાશ આમ અચાનક ભાદર કેનાલમાંથી તણાઈને છેક પેઢ્લા ગામ પાસે પહોચી હોવાની ઘટનામાં અનેક ભેદભરમ સર્જાયા છે. લાશને જોનારા કહે છે કે મૃતકના માથામાં ઈજાના ઘા જોવા મળેલા ! તો આ ઘા ઈબ્રાહીમ ગબડી પડ્યો હશે ત્યારના છે કે કોઈની સાથ લડાઈ, ઝગડો થયો હોય અને મારામારી થઇ હશે ? તે તમામ પાસાઓ નજર સામે રાખી ફોજદાર કરમટીયાના માર્ગદર્શન હેઠળ જમાદાર મજ્નુંભાઈ મનાતે તપાસ હાથ ધરી છે.
ફોટો: મૃતક ઈબ્રાહીમ ની બે ફાઈલ તસ્વીરો : કશ્યપ જોશી જેતપુર




















