ગીર સોમનાથના પત્રકાર પરના હુમલાને વખોડતા જેતપુરના પત્રકારો
> જેતપુર તા.૬
> ગીર સોમનાથ ઇલો.મડીયાના દિલીપ મોરી સહિતના પત્રકારો પર કરાયેલ હિચકારા હુમલાને જેતપુર જેતલસર ના ન્યુઝ પેપર એજન્ટ તેમજ પત્રકારોએ એક તાકીદની બેઠક દરમિયાન વખોડી કાઢ્યો હતો. બેઠકમાં ઉપસ્થિત તમામ અખબારી પ્રતિનિધીઓએ એકીસુરે જણાવેલ કે લોકશાહીના ચોથા આધાર સ્તંભ સમા પત્રકારોની સલામતી જ જોખમાતી રહેશે તો પ્રવર્તમાન સમયમાં ચાલતી અને ચલાવાતી અનેકવિધ બદીઓ સરકાર સમક્ષ આવતી બંધ થઇ જશે. એટલુજ નહિ પત્રકારો સત્ય વાતને રજુ નહિ કરે તો અન્યો રાજ્યોમાં રોજ સુરજ ઉગેને આચરાતી ગુંડાગીરી ગુજરાતમાં પણ ઘર કરી જશે.બેઠકમાં જેતપુરના પત્રકારો હિતેશ સાવલિયા, કશ્યપ જોશી, એજાજ બોઘાણી , નાસીર બોઘાણી , જેતલસર ના જીતુભાઈ જોશી, કુલદીપ જોશી વિગેરે જોડાયા હતા.
> કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર ૯૯૭૪૨ ૬૨૮૧૨
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
મંગળવાર, 6 ઑક્ટોબર, 2015
Shared from "Gujarati Pride Editor" via Android.
સોમવાર, 5 ઑક્ટોબર, 2015
જેતપુરના મામલતદારને આવેદન આપતા ટ્રાન્સપોર્ટ સંચાલકો-ધોલાઈઘાટ સંચાલકો....
જેતપુરના મામલતદારને આવેદન આપતા
ટ્રાન્સપોર્ટ સંચાલકો-ધોલાઈઘાટ સંચાલકો....
જેતપુર તા.૫ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરમાં આજે ટ્રાન્સપોર્ટના સંચાલકો અને સાડી ધોલાઈઘાટ સંચાલકોએ મામલતદારને આવેદન આપી પોત પોતાને પડતી તકલીફો હલ કરાવવા માંગણીઓ દોહરાવી હતી.
મળતી વિગતો મુજબ જેતપુરના ટ્રાન્સપોર્ટ સંચાલકોએ આજે એક બેઠક યોજી પાંચ દિવસ થયા ચાલતી દેશ વ્યાપી ટ્રક ટ્રાન્સપોર્ટની ચાલતી હડતાલમાં પ્રથમથીજ જોડાયા હોવાનું અને જ્યાં સુધી આ બાબતે કોઈ નિરાકરણ ના આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની વાત દોહરાવી હતી.
તો છાપરવાડી ડેમ અને નદી વિસ્તારમાં સાડી ધોલાઈ ઘાટના પાણી ના છોડતા હોવા છતાં સરકારી તંત્ર દ્વારા કરતી હેરાનગતિ દુર કરવા ધોલાઈ ઘાટ સંચાલકોએ આવેદન આપ્યું હતું.
ત્રણ માસ થયા અપહ્યુત કિશોરીને છોડાવાઈ
જેતપુર તા.૫ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરના ભોજાધાર વિસ્તારની એક કિશોરીને મોનું નામનો પરપ્રાંતીય શખ્શ લલચાવી ફોસલાવી બદકામના ઈરાદે આજથી ૩ માસ પહેલા ભગાડી ગયો હતો. જે કિશોરીને મુક્ત કરાવી શહેર પોલીસે અપહરણકર મોનું સામે દુષ્કર્મ સહિતનો ગુનો નોધી તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
કશ્યપ જે.જોશી જેતલસર જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨
--------------------------------------------------
જેતપુરની બેંક ઓફ બરોડાના એટીએમ સેન્ટરમાં
પૈસા જમા કરવાનું રીસાઇકલર મશીન પણ
મુકાતા ખાતાઘારકો ભારે હેરાન પરેશાન !
પૈસા ઉપાડનાર અને પૈસા જમા કરાવનાર ગ્રાહકોની કોઈ સલામતી ના રહેતી હોવાની ફરિયાદ
જેતપુર તા.૫ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરની બેંક ઓફ બરોડાના એટીએમ સેન્ટરમાં પૈસા જમા કરાવવાની પણ સુવિધા ઉપલબ્ધ કરતા બેક ગ્રાહકોમાં સલામતી જોખમાઈ રહી હોવાની ફરિયાદો ઉઠી છે, તો બેંક સુત્રોએ આ વ્યવસ્થા અલગ રાખવા ઉપરી વર્તુળોને રજૂઆત કરવાની ગ્રાહકોને ખાતરી આપી છે.
મળતી વિગતો મુજબ અહીના ફૂલવાડી સ્ટેશન રોડ (સ્ટેન્ડ ચોક)માં આવેલ બેંક ઓફ બરોડાની શાખામાં બેન્કના પગથીયા ચડતાજ એટીએમ સેન્ટર બનાવાયું છે. અત્યાર સુધી અહી માત્ર પૈસા ઉપાડવાની સુવિધાજ હોય બેંક ગ્રાહકો પૈસા ઉપાડવામાં ભારે સલામતી અનુભવતા હતા.
પણ થોડા સમય થયા આ એટીએમ સેન્ટરમાં પૈસા જમા કરાવવાનું મશીન (રીસાઇકલર) મુકવામાં આવતા હવે આ જગ્યાએ પૈસા ઉપાડવાવાળા અને પૈસા જમા કરવાવાળા એમ બંને ગ્રાહકો ભેગા થતા હોય અહી શંભુમેળા જેવું વાતાવરણ ખડું થતું હોય, ગ્રાહકોની કોઈ સલામતી જળવાતી ના હોવાની ગ્રાહકોની ફરિયાદ છે.
આ બાબતે બેન્કના મેનેજર ગુપ્તાએ જણાવેલ કે આ બાબતે તેઓ બેન્કના ઉપરી અધિકારીઓનું ધ્યાન દોરશે. આ ફરિયાદને તાત્કાલિક હલ કરી બંને સુવિધાઓ અલગ કરવા બેંક ગ્રાહકોની માંગ પ્રબળ બની છે.
ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨૬૨૮૧૨
રવિવાર, 4 ઑક્ટોબર, 2015
શ્રી ગાંધેશ્વર મહાદેવ મંદિરે ઉજવી ગાંધી જયંતી
ચારણ સમઢીયાળાના વાલ્મીકી સમાજે વડીયામાં
શ્રી ગાંધેશ્વર મહાદેવ મંદિરે
ઉજવી ગાંધી જયંતી
જેતલસર તા.૪ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર તાલુકાના ચારણ સમઢીયાળા નજીકના વડીયા ગામે આજથી ૧૫૦ વર્ષ પહેલા રાજાશાહી યુગમાં સ્થપાયેલ શ્રી ગાંધેશ્વર મહાદેવ મંદિર ખાતે ચારણ સમઢીયાળા અને વડીયાના તેમજ આજુબાજુના ગામોનો વાલ્મીકી સમાજે પૂજ્ય ગાંધીજીની પ્રતિમાને હારતોરા કરી ગાંધી જયંતી ઉજવી હતી. આ તકે મધુબેન મકવાણા પાસેથી રસપ્રદ એ વાત જાણવા મળી હતી કે વર્ષો પહેલા જયારે છૂત-અછૂતની ભાવના વચ્ચે વાલ્મીકી સમાજ જીવતો અને મંદિરમાં પણ પ્રવેશવા ના દેવાતો ત્યારે વડીયા ખાતે
રાજાઓએ ૧૨૩૫ ચોમી. જમીન આપી મહાદેવનું નાનકડું મંદિર બનાવી આપ્યું હતું. જેમાં વાલ્મીકી સમાજે મહાદેવની પૂજા અર્ચના શરુ કરી હતી. સમય જતા દેશ આઝાદ થયો પછી તે વખતના વાલ્મીકી સમાજના આગેવાન કાનજીભાઈ લાખાભાઈ મકવાણા, રાજકોટના ઢેબરભાઈ તથા અન્ય આગેવાનોને પૂજ્ય ગાંધી બાપુની પ્રતિમાનું સ્થાપન કરતા ત્યારથી વડિયા સ્થિત આ મહાદેવજી શ્રી શ્રી ગાંધેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. ત્યારથી એટલેકે દેશે આઝાદી મેળવી ત્યારથી વાલ્મીકી સમાજના પરિવારજનો દ્વારા અહી નિયમિત ગાંધી જયંતી પ્રતિવર્ષ ઉજવાઈ રહી હોવાનું અશોક ઘાવરી અને મનજીભાઈ ઘાવરી જણાવે છે.
ફોટો અને સમાચાર : હિતેશ સાવલિયા જેતપુર
શાપર(વેરાવળ)ના ટ્રાન્સપોર્ટ સંચાલકો પણ હડતાલમાં જોડાયા ચોથા દિવસે પણ કામકાજ ઠપ્પ રાખતા વેપારીઓ હેરાન હેરાન
શાપર(વેરાવળ)ના ટ્રાન્સપોર્ટ સંચાલકો પણ હડતાલમાં જોડાયા
ચોથા દિવસે પણ કામકાજ ઠપ્પ રાખતા વેપારીઓ હેરાન હેરાન
જેતલસર તા.૪ (કશ્યપ જોશી દ્વારા)
દેશવ્યાપી ટ્રક અને ટ્રાન્સપોર્ટ સંચાલકોએ જાહેર કરેલ હડતાલમાં રાજકોટ ગૂડ્સ ટ્રાન્સપોર્ટ એશોશીયેશનને ટેકો આપી શાપર(વેરાવળ)ના ટ્રાન્સપોર્ટ સંચાલકો પણ જોડાયા છે. આજે ચોથા દિવસે પણ જડબેસલાક પોત પોતાની ટ્રાન્સપોર્ટ ઓફિસો બંધ રાખતા ઔદ્યોગિક વિસ્તાર એવા શાપર વેરાવળના વેપારીઓ, ઉદ્યોગપતિઓ પોત પોતાનો માલ છોડાવવા અને બુકિંગ કરવામાં ભારે હેરાન પરેશાન થઇ રહ્યા હોવાની વિગતો મળી રહી છે. શાપરના ટ્રાન્સપોર્ટ વર્તુળોએ જણાવેલ કે અહીના ૬૦ થી ૭૦ જેટલા ટ્રાન્સપોર્ટ સંચાલકોએ દેશવ્યાપી હડતાલમાં સજ્જડ રીતે ઝુંકાવ્યું છે. અહીંથી કોઈ ટ્રક બહાર નીકળ્યા નથી અને કોઈ વાહનો આવે તો તેઓને સંતોષકારક રીતે સમજાવી આવા વાહનો રોકી દેવાયા છે. પ્રસ્તુત તસવીરોમાં શાપર વેરાવળના ટ્રાન્સપોર્ટ સંચાલકો અને રોકી દેવાયેલા વાહનો જોવા મળે છે.
ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર(જેતપુર)
ખાસ નોંધ: શાપર વેરાવળ મારા મોટાભાઈ ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા હોય, તેઓ પાસેથી મળેલી વિગતો અને ફોટો મોકલ્યા છે. યોગ્ય જણાય તો લેવા વિનંતી છે.(કશ્યપ)
જેતપુરમાં ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ કરનાર યુવાનના પિતાનો ઝેરી દવા પી આપઘાત.....
જેતલસર જંકશનની સીમમાં આવેલી પોતાની વાડીમાં
જેતપુરમાં ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ કરનાર
યુવાનના પિતાનો ઝેરી દવા પી આપઘાત.....
જેતપુર તા.૪ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરના ચકચારી ઉદ્યોગપતિ પુત્ર દેવના અપહરણની ઘટનામાં સંડોવાયેલ અશ્વિનના પિતા કાળુભાઈ હીરાભાઈ વાગડીયાએ ઝેરી દવા પી જીવનનો અંત આણી દીધાની ઘટનાથી અત્રે ચકચાર જાગી છે.
મળતી વિગતો મુજબ જેતપુર શહેરની બાપુની વાડી વિસ્તારમાં રહેતા અને શહેરની વિવેકાનંદ શાળામાં નોકરી કરતા કાળુભાઈ હીરાભાઈ વાગડિયા (ઉ.વ.૫૦) એ આજે સવારે સાડા દસ વાગ્યાની આસપાસ પોતાની જેતલસર જંકશનની સીમમાં આવેલી વાડીમાં ઉભેલા કપાસના પાકમાં જઈને ઝેરી દવા પી લેતા તેમને બેહોશ હાલતમાં સારવાર માટે અહીની એક ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા. પણ કાતિલ દવાએ કાળુભાઈના આખા શરીરમાં આંટો મારી લીધો હોય તેમ તબીબો તેમને બચાવી શક્યા નહોતા.
દરમિયાન કાળુભાઈનો મૃતદેહ પીએમ માટે અહીના સરકારી દવાખાને લવાયાની જાણ પરથી જેતપુર તાલુકા પોલીસના ફોજદાર રઘુભાઈ કરમટીયાની સુચનાથી જમાદાર મજનુંભાઈ મનાતે ઘટના સ્થળે દોડી જઈ જીણવટભરી તપાસ હાથ ધરી હતી પણ પોલીસના હાથે સ્યુસાઈડ નોટ કે કઈ હાથમાં આવ્યું નહોતું.
અત્રે એ નોંધનીય છે કે ઝેરી દવા પી પોતાનું જીવન ટૂંકાવી દેનાર કાળુભાઈ વાગડીયાનો એકનો એક પુત્ર અશ્વિન તાજેતરમાજ અહીના અગ્રણી ઉદ્યોગપતિ અશ્વિનભાઈ વાઘાણીના પુત્ર દેવના અપહરણની ઘટનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. અને પુત્ર અશ્વિનના આવા કરતુતથી લાગી આવતા કાળુંભાઈએ આ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવી, હાલ પોલીસે અગમ્યો કારણોસર ઝેરી દવા પીવાથી કાળુંભાઈનું મોત થયાનું નોંધી તપાસ હાથ ધરી છે.
શહેરની વિવેકાનંદ શાળા સાથે સંકળાયેલ કાળુભાઈના આવા આકસ્મિક પગલાની જાણ થતાજ શહેરના ઘણા શાળા સંચાલકો શોકાવાસ્થામાં હોસ્પિટલ ખાતે દોડી જઈને મૃતકના પરિવારજનોને સાંત્વના આપી હતી.
ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર
ગુરુવાર, 1 ઑક્ટોબર, 2015
જેતપુર શહેરના સમાચારો : કશ્યપ જોશી જેતપુર
જેતપુર તાલુકા-જીલ્લા પંચાયત બેઠકના
ઉમેદવારોની જેતપુરમાં રવિવારે સેન્સ લેવાશે
જેતપુર તા.૧ (કશ્યપ જે.જોશી દ્વારા)
જેતપુર તાલુકા પંચાયતની ચુંટણીના પડધમ વાગી રહ્યા છે. સાથે સાથે જીલ્લા પંચાયત બેઠકોના ઉમેદવારોની પણ ચુંટણી હોય, જેતપુર ખાતે આગામી તા. ૪ ને રવિવારના રોજ બપોરે ૨ થી ૬ વાગ્યા દરમિયાન અમરનગર રોડ પર આવેલ સ્વામીનારાયણ ગુરુકુળ શાળા ખાતે એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે જેતપુર તાલુકા કોંગ્રેસના પ્રમુખ બચુભાઈ નારણભાઈ હીરપરાએ જણાવેલ કે આ બેઠકમાં જેતપુરના શહેનાઝબેન બાબી, રાજકોટના ચંદુભાઈ શિંગાળા અને જુનાગઢના મુકેશભાઈ ધોળકિયા હાજર રહી જેતપુર તાલુકા પંચાયત તથા જીલ્લા પંચાયતની ચુંટણીના ઉમેદવારોની સેન્સ લેશે. જે બેઠકમાં કોંગીજનોએ હાજરી આપવા અનુરોધ કરાયો છે. (કશ્યપ જે.જોશી દ્વારા)
રવિવારે જેતપુરમાં બાળકોની
સલામતી અંગેનો સેમીનાર...
જેતપુર તા.૧ (કશ્યપ જે.જોશી દ્વારા)
તા. ૪ ને રવિવારના રોજ જેતપુર ખાતે જેતપુર એકેડેમી દ્વારા જેતપુર ડાઈંગ એશોસિયેશન, ચેમ્બર ઓફ કોમર્સ અને માર્કેટ યાર્ડના સયુંકત ઉપક્રમે બાળકોની સલામતી પરત્વેના એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હોવાનું હિરેનભાઈ વ્યાસ જણાવે છે.
શહેરના જુનાગઢ રોડ સ્થિત રોટરી હોલ ખાતે સાંજે ૫ થી ૭ દરમિયાન રાજ્યમંત્રી જયેશભાઈ રાદડિયાના અધ્યક્ષસ્થાને યોજાનાર આ સેમિનારના ઉદ્ઘાટક તરીકે રાજકોટ જીલ્લા પોલીસવડા ગગનદીપ ગંભીર હાજર રહેશે. જ્યારે વક્તા તરીકે નિવૃત આર્મી ઓફિસર કેપ્ટન જયદેવભાઈ જોશી હાજર રહીને સાંપ્રત સમયમાં બાળકોની સલામતી માટે વાલીઓએ કઈ કઈ વાતની તકેદારીઓ રાખવી જોઈએ ? કેવી સભાનતા દાખવીએ તો બાળકો સંપૂર્ણ સલામતી હેઠળ હરી, ફરી, રમી અને જીવી શકે તે બાબતે ઊંડાણપૂર્વક વક્તવ્ય આપશે.
જેતપુર શહેર ભાજપ મહિલા મોરચોના પ્રમુખ સોનલ રાતોજા કહે છે
નશીલા પદાર્થોના વેંચાણમાં પરપ્રાંતીઓનો હાથ
પોલીસ નહિ જાગે તો જેતપુરમાં 'બિહાર' સર્જાશે ?
જેતપુર તા.૧ (કશ્યપ જે.જોશી દ્વારા)
જેતપુર શહેરનો જગવિખ્યાત સાડી ઉદ્યોગ પરપ્રાંતીય લોકોનો રીતસરનો આશરો બન્યો હોય, આવા પરપ્રાન્તીયો સીધી રીતે આવક રળવાને બદલે નશીલા પદાર્થો વેંચતા થઇ ગયા હોય, જો પોલીસ સમયસર નહિ જાગે તો જેતપુરમાં ''બિહાર'' સર્જાવાની ભીતિ સ્થાનિક ભાજપ મહિલા મોર્ચોના પ્રમુખ સોનલ રાતોજાએ વ્યકત કરી છે.
સ્થાનિક પોલીસથી માંડીને છેક વડાપ્રધાન મોદી સુધી લેખિતમાં રજૂઆત કરનાર આ મહિલા આગેવાન કહે છે કે અહીના સાડી ઉદ્યોગ જેવી ક્યાય આવક થતી ના હોય, સૌથી વધુ રોજગારી પ્રાપ્ત થતી હોય, અહી સૌરાષ્ટ્ર ગુજરાત સહીત અન્ય રાજ્યોના મજુરો પણ આવીને, વસી, જીવન નિર્વાહની રોજગારી પ્રાપ્ત કરી રહ્યા છે.
પણ હાથીની તમામ આંગળીઓ સરખી ના હોય તેમ અમુક પરપ્રાંતીઓ સાડી કારખાનામાં મજુરી સાથે ચરસ, ગાંજો, અફીણ જેવા નશીલા પદાર્થો વેંચતા થઇ ગયા હોય, શહેરની યુવાપેઢી પાયમાલીમાં ગરક થઇ રહી છે.
મહિલા આગેવાને એક એવી પણ દહેશત વ્યક્ત કરી છે કે જાણ્યે અજાણ્યે બિહાર, યુપી, એમપી, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઓરિસ્સા જેવા રાજ્યોમાં નાના મોટા ગુનાઓમાં સંડોવાયેલા અમુક પરપ્રાન્તીઓ અહી પણ ગુનાઓ આચરતા હોવાના અનેક બનાવો બન્યા છે, અને બની રહ્યા છે. પરપ્રાંતીઓ જ્યાં આશ્રય લઈને બેઠા છે તેવા સ્થળ સંચાલકો આવા મજુરોના નામ, સરનામાં સહિતના સરકારી પુરાવાઓ એકત્ર કરવામાં કે રાખવામાં ઢીલ દાખવતા હોય, જેતપુર શહેર અને પંથકમાં અન્ય રાજ્યો જેવી ગુનાખોરી વકરવાનો ભય તોળાઈ રહ્યો છે. ત્યારે જેતપુર શહેરની આવી પરિસ્થિતિ જોઇને તાકીદે ઘટતા પગલા લેવામાં આવે તેવું મહિલા આગેવાનનું કહેવું છે.
(કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર )
જેતપુરના ખોડપરા વિસ્તારમાં ચાલતા નબળા ભૂગર્ભકામને રોકાવતા લત્તાવાસીઓ
પાલિકા ઉપપ્રમુખે મધ્યસ્થી બની નવેસરથી ભૂગર્ભ ગટરનું કામ શરુ કરાવતા સર્વત્ર સરાહના
જેતપુર તા.૧ (કશ્યપ જોશી દ્વ્રારા)
જેતપુર શહેરના ખોડપરા વિસ્તારમાં આજે ભારે ગેરરીતી અને ધારાધોરણ બનાવાતા ભૂગર્ભ ગટરના કામ બાબતે લત્તાવાસીઓને એકજુટ થઈને રોકાવતા પાલિકા તંત્રના સંબંધિતો દોડતા થઇ ગયા હતા, જો કે પાલિકાના ઉપ પ્રમુખ પ્રમોદ ત્રાળાએ ઘટના સ્થળે દોડી જઈ, નબળું કામ રોકાવી નવેસરથી સારું કામ શરુ કરાવતા લત્તાવાસીઓમાં રાજીપો છવાયો હતો.
મળતી વિગતો મુજબ જેતપુર શહેરના ખોડપરા વિસ્તારમાં નીતિ નિયમોને નેવે ચડાવી ભૂગર્ભ ગટરની કામગીરી કરાતી હોવાની ગંધ પારખી ગયેલા કિશોરભાઈ સહિતના આગેવાનોએ દરમિયાનગીરી કરતા ગટરનું કામ રોકાઈ ગયું હતું. આ વાતની જાણ થતા જ જેતપુર નગર પાલિકાના ઉપ પ્રમુખ પ્રમોદભાઈ ત્રાડા સહીતન સંબંધિતો ઘટના સ્થળે દોડી જઈ તપાસ કરતા આ કામમાં ખરેખાર લોટ, પાણી ને લાકડા જેવી નીતિ સંબંધિત કોન્ટ્રાકટર દ્વારા અપનાવતી હોવાનું બહાર આવ્યું હતું.
લત્તાવાસીઓને ફરિયાદ કરતા જણાવેલ કે ભૂગર્ભ ગટરના ઢાંકણ રોડ કરતા ઊંચા હોય, આ વાત રાહદારીઓ અને વાહનચાલકો માટે કાયમી સમસ્યારૂપ બને તેમ હતી. પણ અંતે પાલિકાના ઉપ પ્રમુખ ત્રાડાએ મધ્યસ્થી કરી ફરિયાદના નિવારણ રૂપે નવું કામ શરુ કરાવતા લત્તાવાસીઓમાં આનંદ છવાયો હતો.
ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર
ખાનગી ડ્રેસમાં પોલીસ રોફ જમાવી ગઈ ને વાહનોનો ખડકલો થઇ ગયો !
મારી સાઈડ કેમ કાપી ? કહી એસટી બસની ચાવી લઇ ભેદી પોલીસમેન છું થઇ ગયો !
એસટી ડ્રાઈવર વલ્લભભાઈ ભાદરકાએ શહેર પોલીસમાં અરજી કરતા પોલીસે હાથ ધરી તપાસ
એકાદ કલાક ટળવળેલા બસના મુસાફરોમાં રોષ, પકડી લેવોતો ને અમે ઠીક કરી દેત !!
જેતપુર તા. ૧ (કશ્યપ જોશી દ્વારા)
આજે સવારે સાઈડ ઓવરટેઈક કરવા મુદ્દે એક ભેદી પોલીસમેને એસટીની બસને જુનાગઢ રોડ પર આંતરી, બસની ચાવી લઈને છું થઇ ગયાની ઘટમાં બસના મુસાફરો લગભગ કલાકેક ભારે હેરાન પરેશાન થયાની ઘટના શહેર પોલીસ દફતરે પહોચતા પોલીસે સુરત પાસિંગની કારની તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ આજે સવારે સાડા દસ વાગ્યાની આસપાસ જેતપુરથી નીકળેલી રાજકોટ જુનાગઢ રૂટની એસટી બસ અહીના જુનાગઢ રોડ પર આવેલ રેલ્વે ફાટક પાસે પહોચી ત્યારે ''મારી ઓવરટેક કેમ કરી ? હું પોલીસવાળો છું ! તેવું કહી સુરત પાસિંગની જીજે ૫ સીબી ૩૮૨૬ નંબરની વેગનકાર ચાલકે રીતસરનો રોફ જમાવી સતત એક કલાક ટ્રાફિક જામ કરી દેતા બસના મુસાફરો રીતસરના ટળવલ્યા હતા.
જુનાગઢ રોડ પર રેલ્વે ફાટક પાસેજ જામ થયેલા ટ્રાફિક બાબતે વિગતો આપતા એસટી બસના ચાલક વલ્લભભાઈ ભાદરકાએ જણાવેલ કે ઉપરોક્ત નંબરની વેગન આર કારના આગળના ભાગે પોલીસ લખેલી નેઈમ પ્લેટવાળી કારના ચાલકે તેમને બેફામ ગાળો ભાંડી બસની ચાવી લઈને જતો રહ્યો હતો. આ બાબતે તેમણે સૌ પ્રથમ જેતપુરના એસટી ડેપો મેનેજરને અને પછી પોલીસને જાણ કરી પોતાની સાથે કહેવાતા અને ગણાવાતા પોલીસમેનની દાદાગીરીની વિગતો આપી હતી.
બીજીબાજુ ચાવી વગર બંધ પડેલી એસટી બસને બસના મુસાફરોએ રેલ્વે પરથી ખસેડી ફાટક વચ્ચેજ ઉભી રાખી દેતા જેતપુરથી ફાટક સુધી અને રેલ્વે ફાટકથી જેતલસર બાજુના જુનાગઢ રોડ પર એક એક કિમી વાહનોના ખડકલા થઇ ગયા હતા. એસટી બસ ચાલકે એવું પણ જણાવેલ કે પોતાને પોલીસ ગણાવતા તે કાર ચાલક રસ્તે ઉભેલા એક રાહદારીને બસની ચાવી આપી જુનાગઢ તરફ નાશી છૂટ્યો હતો. જેતપુર પોલીસે ઉપરોક ચાલક ખરેખર પોલીસમેન હતો કે કેમ ? તેની તપાસ કરે તેવી એસટી ડ્રાઈવર આલમમાં માંગ કરાઈ છે.
દરમિયાન જેતપુર શહેર પોલીસ થાણે જઈને એસટી બસ ચાલક વલ્લભભાઈ ભાદરકાએ કહેવાતા પોલીસમેન વિરુદ્ધ અરજી આપી તપાસની માંગ કરી, કાર ચાલકને શોધી કાઢી તેમની સામે ગુનો નોંધવા જણાવ્યું હતું. જો કે જેતપુર શહેર પોલીસનો સાંજે ૬-૧૧ વાગ્યે ફોન ઉપાડનાર પોલીસમેન કે પીએસઓ એ આ વાતને અમુક પત્રકારો સમક્ષ ઉડાવી દઈને આ બનાવમાં સમાધાન થઇ ગયાની કેસેટ વગાડી હતી.
આ બાબતે જે હોય તે પણ બસના મુસાફરો એક કલાક સુધી પરેસેવે રેબઝેબ બની એવો રોષ ઠાલવતા સાંભળવા મળ્યા હતા કે અમોને કહેવું હતું ને કોણ હતો એ કાર ચાલક, અમે ઠીક કરી દેત !!
ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર
બુધવાર, 30 સપ્ટેમ્બર, 2015
નવમાં દિવસે વૃદ્ધનું ઉપવાસ આંદોલન સમેટાયું
૭૦ દિવસમાં વાયુ પ્રદુષણ બંધ કરવાની તંત્રએ ખાતરી આપતા
નવમાં દિવસે વૃદ્ધનું ઉપવાસ આંદોલન સમેટાયું
ગુજ.પોલ્યુશન કંટ્રોલ કચેરી, ડાઈંગ એશોશીયેશન, અને મામલતદારે ઉપવાસીને પારણા કરાવ્યા !
જેતપુર તા.૩૦ (કશ્યપ જે. જોશી દ્વારા)
જેતપુર શહેરમાં ધોરાજી રોડ પરના લગભગ ૧૫ જેટલા વિસ્તારોને કારખાનાઓની ચીમનીમાંથી નીકળીને ઉડતી કાળી ભુક્કીની સમસ્યાને હલ કરવા નવ નવ દિવસ થયા અનશન ઉપવાસ આંદોલન છેડનાર શહેરના વૃદ્ધને આજે શહેરના મોભી ઉદ્યોગપતિઓ, પ્રદુષણ નિવારણ તંત્ર અને મામલતદાર એમ સૌએ મળીને ધોરાજી રોડ પરની આ સમસ્યા આગામી ૬૦-૭૦ દિવસમાં નાબુદ કરી દેવાની ખાતરી આપતા, નવાગઢ સ્વામીનારાયણ મંદિરના બે સંતો મહંતોએ ઉપવાસીને પારણા કરાવતા આંદોલન સમેટાઈ ગયું છે.
મળતી વિગતો મુજબ જેતપુરના ધોરાજી રોડ પરના ૧૫ જેટલા વિસ્તારોની પ્રજાને આ વિસ્તારના અમુક કારખાનાઓની ચીમનીમાંથી ધુમાડાવાટે ઉડાડતી કાળી ભુક્કીની સમસ્યા વર્ષો થયા હેરાન પરેશાન કરતી હોય, અગાઉ જતીન દેગડા નામના યુવાને લાગતા વળગતા સત્તાધીસોને લેખિત ફરિયાદ કરી હતી કે, જેતપુરના ધોરાજી રોડની હજારો પ્રજા પર થઇ રહેલ પ્રદુષિત હવાઈ હુમલાને નહિ અટકાવાય તો આ વિસ્તારોની પ્રજાને હિજરત કરવી પડશે.
પણ આ રજુઆતને કોઈએ દાદ ના આપતા ફરિયાદી યુવાન નાશીપાસ થયો હતો. પણ ધોરાજી રોડ પર ના રહેતા હોવા છતાં આ પ્રશ્નને એટલેકે કાળી ભુક્કીના ત્રાસમાંથી ૧૫ વિસ્તારોની પ્રજાને છોડાવવા શહેરના ટાકુંડીપરા વિસ્તારમાં રહેતા વલ્લભભાઈ હીરાભાઈ આંબલીયાએ અનશન ઉપવાસ આંદોલન છેડીને સંબંધિતોને જાગતા કરી દીધા હતા.
છેલ્લા નવ નવ દિવસ સુધી ઉપવાસી છાવણીમાજ સુતા રહીને પોતાના ઉપવાસ આંદોલન પરત્વે અડગ રહેનાર વલ્લભભાઈએ આજે રામબાણ સમું આત્મવિલોપનનું શસ્ત્ર ઉગામી લાગતા વળગતા તમામને લિખિતમાં જણાવ્યું હતું કે આ પ્રશ્ન ના હલ કરાઈ તો તેઓ આગામી ગાંધી જયંતીના દિવસે બીજી ઓક્ટોબરે જેતપુર તાલુકા સેવા સદનની ૪ માળની બિલ્ડીંગ પરથી પડતું મૂકી, કુદકો મારી આત્મવિલોપન કરશે, જેની જવાબદારી રાજ્ય સરકાર, રાજકોટ જીલ્લા અધિકારી અને જેતપુરના મામલતદારની રહેશે !
બસ ઉપવાસી વૃદ્ધ બાપાની આવી ચીમકીથી શહેરભરમાં ગરમાવો આવ્યો હોય તેમ પ્રથમ તો પોલીસે ઉપવાસીની ૧૫૧ હેઠળ અટકાયત કરતા ઉપવાસી મામલતદાર કચેરી પર છૂટ્યા હોવાનું જેતપુર પોલીસના પીએસઓ ડાયાભાઇ પારધીએ જણાવ્યું હતું.
બીજીબાજુ ઉપવાસી પોતાના આંદોલન બંધ કરવાની વાતમાં ટસ સે મસ ના થતા શહેરભરના ઉદ્યોગપતિઓએ ઉપવાસીની કમજોર કડી શોધી કાઢી સ્વામીનારાયણ મંદિર નવાગઢના સંતો મહંતોને મેદાનમાં ઉતારતા ગુરુઓની આજ્ઞાઓનું પાલન કરી ઉપવાસી વલ્લભભાઈએ પોતાનું આંદોલન સમેટી લીધું હતું. આ તકે નવાગઢના સ્વામીજીઓ ધર્મસ્વરૂપદાસજી સ્વામી, હરીપ્રસાદદાસજી સ્વામી, જેતપુર ડાઈંગ એશો.ના રાજુભાઈ પટેલ, જેન્તીભાઈ રામોલીયા, ધીરુભાઈ રાણપરીયા, દીપુભાઈ જોગી, પ્રદુષણ નિયંત્રણ કચેરી જેતપુરના એમ.એલ.શુક્લા, મામલતદાર ભોરણીયા, મહેશ ડોબરિયા, વિગેરેએ ઉપવાસી વલ્લભભાઈને પહેલા લીંબુ પાણી પીવડાવી, પારના કરાવી અને પછી લાડવા અને પેંડા ખવડાવી મો મીઠું કરાવી આંદોલન સમેટાવ્યું હતું.
બોક્સ: ખાતરીમાં કઈ ચાર બાબતો સમાવાઈ ?
જેતપુર : શહેરના ઉદ્યોગપતિઓ અને પ્રદુષણ નિયંત્રણ કચેરીના અધિકારીઓ તેમજ મામલતદાર વિગેરેની સહીઓ દ્વારા ઉપવાસીને લેખિતમાં અપાયેલી ખાતરીમાં જણાવ્યું હતું કે, જે જે કારખાનાઓમાં હવા પ્રદુષણ ફેલાવતા સાધનો નહિ હોય તેઓની સામે કાયદેશરની કાર્યવાહી હાથ ધરાશે. સ્થાનિક ધારાસભ્ય જયેશ રાદડીયાએ જણાવ્યા મુજબ શહેરમાં વહેલી તકે ગેસ આધારિત યોજના અમલમાં મુકનાર હોય, કોઈ કારખાનામાં આવી સમસ્યા નહિ રહે, ૬૦ થી ૭૦ દિવસમાં શહેરના પ્રત્યેક કારખાનાઓમાં હવા પ્રદુષણ નિયંત્રણ સાધનો લગાવાશે. તેમજ સમગ્ર જેતપુરના પ્રજાના હિતમાં આંદોલન સમાપ્ત કરાયું છે.
બોક્સ: અમારો મોરચો ચાલુ રહેશે, આજે ઢોલ વગાડાશે !
જેતપુર તા.૩૦
જેતપુરની આ સમસ્યાના પ્રથમ ફરિયાદી એવા જતીન દેગળાએ આજે કોરા કાગળમાં મળેલી ખાતરીનો વિરોધ કરી, જણાવેલ કે આ યોગ્ય વાત છે, તેઓ આવતીકાલ તા.૧ ના રોજ ધોરાજી રોડ પરના વિસ્તારોમાં સાંજે ઢોલ વગાડી કાળી ભુક્કીની સમસ્યામાં કોણ જોડવા તૈયાર છે ? તેનો તાગ મેળવી આંદોલન ચાલુ રાખશે તેવું જણાવે છે.
કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર
મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2015
JETPUR AVSAAN NONDH 29-9-2015 અવસાન નોંધ : જેતપુર : તા.૨૯-૯-૨૦૧૫
અવસાન નોંધ : જેતપુર : તા.૨૯-૯-૨૦૧૫
જેતપુર: જુનાગઢ નિવાસી બ્રહ્મક્ષત્રીય પ્રભુદાસભાઈ હરજીવનદાસભાઈ વાઢેર(ઉ.વ.૮૦) તે સ્વ.રમણીકભાઈના મોટાભાઈ, મુનીષભાઈ રમણીકલાલ વાઢેરના ભાઈજી તા. ૨૬ નારોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા.૧-૧૦. ને ગુરુવારે, સાંજે ૫ થી ૬, મોતીવાલા બિલ્ડીંગ, બ્લોક નંબર ૧૦૪, ફૂલવાડી ભાદર રોડ, જેતપુર ખાતે રાખેલ છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨૬૨૮૧૨
સોમવાર, 28 સપ્ટેમ્બર, 2015
જેતપુરના ધોરાજી રોડ પરના અનેક વિસ્તારો વાયુ પ્રદુષણના અજગર ભરડામાં ??! અનસન ઉપવાસ આંદોલનના ૭ માં દિવસમાં પ્રવેશેલા વૃદ્ધની ફરિયાદ બહેરા તંત્રના કાને અથડાઈ પાછી ફરે છે !?
જેતપુરના ધોરાજી રોડ પરના અનેક વિસ્તારો વાયુ પ્રદુષણના અજગર ભરડામાં ??!
અનસન ઉપવાસ આંદોલનના ૭ માં દિવસમાં પ્રવેશેલા
વૃદ્ધની ફરિયાદ બહેરા તંત્રના કાને અથડાઈ પાછી ફરે છે !?
જેતલસર તા. ૨૮ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરના ધોરાજી રોડ પરના અનેક સંલગ્ન વિસ્તારોને વાયુ પ્રદુષણથી મુક્ત કરાવવાની માંગ સાથે અહીના વલ્લભભાઈ આંબલીયા નામના વૃદ્ધે છેડેલ અનસન ઉપવાસ આંદોલનના આજે ૭ માં દિવસે પણ તેઓને માત્ર લુખ્ખા વચનોજ મળ્યા હોવાનો એક આક્ષેપ મુલાકાત દરમિયાન વલ્લભભાઈએ ઉચ્ચાર્યો હતો.
મળતી વિગતો મુજબ જેતપુરના ધોરાજી રોડ પર આવેલા વિરાશક્તિ આશ્રમ, પટેલ નગર, ધરમ વાડી, તીરુપત્તી બાલાજી, નયન પાર્ક, પંચવટી સોસાઈટી, સુદામા નગર, પંચમીયા હોસ્પિટલ વિસ્તાર, હાજી દાઉદ હોસ્પિટલ વિસ્તાર વેગેરે લતાઓની પ્રજા વર્ષો થયા અમુક સાડી એકમોની બેધારી નીતિને કારે ફેલાતા વાયુ પ્રદુષણના અજગર ભરડામાં આવી ગઈ હોય, આવું વાયુ પ્રદુષણ તાત્કાલિક બંધ કરાવવાની માંગ સાથે અહીના વલ્લભભાઈ એચ. આંબલીયા નામના વૃદ્ધે મામલતદાર કચેરી પાસે માંડવો નાખી અનસન ઉપવાસ આંદોલન છેડ્યું છે.
આ વાતને આજે સાત સાત દિવસ થઇ ગયા હોવા છતાં આ પ્રશ્ન હાલ કરાવવાની જેઓની જવાબદારી છે તેઓ રીતસરની સંતા કૂકડી રમતા હોય, કોઈ આગળની કાર્યવાહી ના કરતા હોવાનો ઉપવાસીનો આક્ષેપ છે. આ તકે ઉપવાસીએ એમ પણ જણાવેલ કે સ્થાનિક પાણી પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરીના કાર્યવાહોકોએ તેમની છાવણીની મુલાકાત લઇ આગામી તા.૧૫-૧૦. સુધીમાં યોગ્ય કરવાની ખાતરી આપી છે. પણ તેઓએ પા.પ્ર.ની.બો.કચેરીના સત્તાધીશોને એવું જણાવેલ કે ૧૫-૧૦ સુધીમાં આ સમસ્યા હલ થઇ જશે તો તેઓ તા.૧૬-૧૦. થી ઉપવાસ આંદોલન સંકેલી લેશે.
અત્રે એ નોંધનીય છે કે ભૂતકાળમાં જતીન દેગડા નામના યુવાને પણ આ બારાની લગભગ તમામ લાગતાવળગતા સત્તાધીશોને લેખિત રજુઆતો કરી હતી. પણ કોઈ ન્યાયી જવાબ ક્યાયથી તેમને મળ્યો ના હતો, હવે વલ્લભભાઈ આમ્બલીયાએ આ પ્રશ્ન હાથમાં લઇ ગાંધીગીરી ચાલુ કરી છે. સમયજ બતાવશે કે આ ઉપવાસીનું કોઈ સાંભળશે કે નહિ ??
બોક્સ: સમસ્યા શું છે ?
જેતપુર: વર્તમાન ઉપવાસી વલ્લભભાઈ તથા અગાઉ રજૂઆત કરનાર જતીન એમ બંનેનું કહેવું છે કે શહેરના ધોરાજી રોડ પણ અનેક સાડીના એકમો આવેલા છે. આ તમામ કારખાનાના બોઇલરની ઉંચી ચીમનીઓમાંથી ઝેર ઓકતો ધુમાડો ઝેરી વાયુ પ્રદુષણ ફેલાવી રહી હોય આ રોડ પર રહેનાર ઉપરોક લત્તાવાસીઓ ત્રાસી ગયા છે. જાણકારો કહે છે સાડી કારખાનાઓના બોઈલરોમાં લિગ્નાઈટના વપરાશ સામે હાઇકોર્ટે સદંતર પાબંધી ફરમાવી માત્ર બાયોકોલ વાપરવાની છૂટ આપી છે. જેતપુર ડાઈંગ એશોશીયેશન સુત્રોએ પણ કોર્ટની આ ગાઈડલાઈન સખ્તપણે પાળવાની તમામ કારખાનેદારોએ સૂચનાઓ આપી દીધી છે. આમ છતાં અમુક કારખાનેદારો પોતાનું ધાર્યું કરતા હોય અહી કાળા ધુમાડાનો અને ઝેરી વાયુ પ્રદુષણનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે.
બોક્સ: મહિલાઓ કાળઝાળ ! આવો અમારા મકાનની છત ઉપર ખબર પડે, શું તકલીફ છે ?
જેતપુર : વાયુ પ્રદુષણ પ્રશ્ને ૭ દિવસ થયા અનસન ઉપવાસ આંદોલલન છેડી ચુકેલા શહેરના વૃદ્ધ વલ્લભભાઈ આંબલીયાની હિંમતને ધન્યવાદ આપવા અને તેમના આંદોલનને સમર્થન આપવા અહી રોજ ધોરાજી રોડ પર રહેતી મહિલાઓના ટોળા આવે છે. અને મામલતદારને રજુઆતો કરે છે કે સાહેબ, આવો અમારા રહેણાંક મકાનોની અગાસીઓ પર, સવારે ઉઠીને જુઓ તો કાળી ભૂકીની ચાદર છવાઈ ગઈ હોય છે, અમારે અમારા મકાનોની અગાશીમાં રાત્રીના કે દિવસના હરવું, ફરવું, સુવું કે બેસવું કઠીન થઇ ગયું છે. અગાસીઓ પર વસ્ત્રો સુકવી નથી શકાતા, મકાનોના બારી બારણા ઉપર કાળી મેશ લાગી જતી હોય સાફ કરી કરીને થાકી જઈએ છીએ. પણ આવી રોજીંદી તકલીફ, સમસ્યા હવે સહન નાં થતી હોય, આ પ્રશ્ન તાકીદે હલ કરવો જરૂરી છે.
ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર
આમાં કચરો કેમ નાંખવો ??
જેતપુરના એસટી બસસ્ટેન્ડમાં આજે એક ડસ્ટબિન ઉંધે માથે રખડતું જોવા મળ્યું હતું. આ ડસ્ટબિન ઉપર લખેલ છે કે ''કચરો મને આપો '' પણ આ કચરા પેટીની આવી હાલત જોઇને તેમાં કચરો નાંખવા ઇચ્છતો મુસાફર પણ ગુસ્સામાં આવીને કચરો બહાર ફેંકી મનમાં એવું બબડી રહ્યો છે કે આમાં કચરો કેમ નાંખવો ? સંબધિત તંત્ર એ આવી ડસ્ટબિન મૂકી તે એક સ્વચ્છતા અભિયાનનો ભાગ ગણાવી શકાય, પણ તેની જાણવણી તો તંત્રની જ ગણાય કે બીજા કોઈની ? રામ જાને !!!
(ફોટો લાઈન : કશ્યપ જોશી જેતપુર )
જેતપુર તાલુકાના ઉમરાળી ગામે ખેડૂત શિબિર યોજાઈ : ૨૦૦ ખેડૂતોએ સમજણ પ્રાપ્ત કરી..
જેતપુર તા. ૨૮
જેતપુર તાલુકાના ઉમરાળી ગામે તાજેતરમાં એક ખેડૂત શિબિર યોજવામાં આવી હતી. જેનો ૨૦૦ ખેડૂતોએ રસપૂર્વક લાભ લીધો હતો. જીએસએફસીના કે.જી.કોરાટ, એચ.એલ. ગીનોયા, વી.જે. વાછાણી, ખુંટ, ડી.એમ.વાળા, કટારીયા વિગેરેએ ગામના સરપંચ જયેશભાઈ સાવલિયા સહિતના ખેડૂતો અને ગ્રામજનોની હાજરીમાં ગામના જગદીશભાઈ રાંક દ્વારા ટપક પધ્ધતિથી વાવેતર કરાયેલ તરબૂચના પાકનું વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. આ સિવાય કૃષિ અધિકારીઓએ બાગાયત ખેતીની સમજણ, કપાસમાં આવતી ગુલાબી ઈયળને અટકાવવાના ઉપાયો, રાસાયણિક ખતરો વિશેની માહિતી, જમીનમાં ખૂટતી ઉણપને કેમ દુર કરવી વિગેરે બાબતે અસરકારક માર્ગદર્શન આપ્યું હતું. આ શિબિરનો ઉમરાળી ઉપરાંત ત્રાકુડા, આંબરડી, મેવાસા અને હરીપર વિગેરે ગામોના ખેડૂતોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.
ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર
રવિવાર, 27 સપ્ટેમ્બર, 2015
અવસાન નોંધ : જેતલસર : ૨૭-૯-૧૫
અવસાન નોંધ : જેતલસર : ૨૭-૯-૧૫
જેતલસર : મૂળ ધંધુસર હાલ જેતલસર નિવાસી
મેર રાજાભાઈ ગીગાભાઈ થાપલીયા(ઉ.વ.૬૬) તે અર્જુનભાઈ(પેઇન્ટર), હમીરના પિતા, રામભાઈ,
લખુભાઈ અને વિક્રમભાઈના મોટાભાઈ તા.૨૫ નારોજ અવસાન પામેલ છે. બેસણું તા.૧.૧૦. ને ગુરુવાર
નારોજ તેમના નિવાસસ્થાન, ગાયત્રીનગર, ડેડરવા રોડ, જેતલસર ખાતે રાખેલ છે.
(કશ્યપ જે. જોશી જેતલસર ૯૯૭૪૨૬૨૮૧૨ )
--------------------------------------------------------------
અમરનગરની પરિણીતા ભેદી સંજોગોમાં ગુમ
જેતપુર તા.૨૭
જેતપુરના અમરનગર ગામે જુના વણકરવાસમાં રહેતી પ્રીયંકાબેન મનોજભાઈ પરમાર(ઉ.વ.૨૮) નામની પરિણીતા તા. ૨૬ ના રોજ બપોરના ૨ થી ૫ વાગ્યા દરમિયાન પોતાના ઘરેથી ભેદી સંજોગોમાં ગુમ થઇ છે. પતિ મનોજ ખોડા ગોહેલની જાણ પરથી જેતપુર તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨
શનિવાર, 26 સપ્ટેમ્બર, 2015
જેતપુરમાં અન્નકૂટ દર્શન :
જેતપુરમાં અન્નકૂટ દર્શન :
જેતપુરમાં બાવાવાળાપરા વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧૧ મી વખત સફળ ગણેશોત્સવ ઉજવાઈ
રહ્યો છે. ચોરા પાસે યોજાતા અને સ્થાપન કરેલ ગણેશ મહોત્સવ સ્થળે અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં
આવ્યું હતું જેનો લાભ લેતા ભાવિકો દેખાય છે. ફોટો : કશ્યપ જે. જોશી જેતલસર (જેતપુર)
જેતપુરની દેસાઈવાડી વિસ્તારના સંસ્કારધામ પાસેજ ખદબદતી ગંદકીથી વાલીઓ ત્રાહિમામ !
જેતપુરની દેસાઈવાડી વિસ્તારના સંસ્કારધામ
જેતલસર તા.૨૬ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરમાં અત્યાર સુધી જે સફાઈ અભિયાનો હાથ ધરાયા તે માત્રને માત્ર કાગળ
ઉપરની કામગીરીરૂપ પબ્લીસીટી સ્ટંટ સાબિત થઇ હોય તેમ અહી ઠેર ઠેર ગંદકીના
ગંજ ખડકાયા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
આવા ગંદકીના સામ્રાજ્યમાં હવે શહેરના અમુક સંસ્કારધામો પણ બાકાત નથી તેની
ગવાહી આ તસ્વીર પૂરી પાડે છે. શહેરના દેસાઈવાડીમાં આવેલ ચભાડિયા સ્કુલ
સામેજ જમા થતી ગંદકીથી આ શાળાએ પોતાના ભૂલકાઓને લેવા, મુકવા આવતા વાલીઓ
પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોવાની ફરિયાદો મળી રહી છે. જાણકાર લોકો કહે
છે કે શાળા સામે જમા થયેલી ગંદકીથી અમોને ચિંતા એ વાતની થઇ રહી છે કે
''અમારા ફૂલની કળી સમા બાળકોને ઉપરોક્ત શાળાએ સંસ્કારોના સિંચન માટે
મોકલી રહ્યા છીએ, પણ ક્યાંક રોગનો ભોગ નાં બની જાય !!'' ત્યારે જેતપુર
નવાગઢ નગરપાલિકા ના લાગતા વળગતા સત્તાધીસો તાત્કાલિક ઉપરોકત શાળા પાસે
પહોંચી ગંદકી દુર કરે તે જરૂરી છે.
ફોટો : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર
virpurma sagir putri par balaatkaar gujarnaar tahomatdaar kalu solanki photo by kashyap joshi jetpur
સગી પુત્રી પર નરાધમ પિતાનો બળાત્કાર
દેવીપૂજક માતાએ હિંમત કેળવી બીજા ભરથારના કાળા કામો પોલીસ થાણે જઈ
વર્ણવતા પોલીસ પણ ધ્રુજી ગઈ ! ફોજદાર ગોહિલે બળાત્કારી પિતાને ગણતરીની
કલાકોમાજ ઝડપી લીધો !
photo kashyap joshi jetpur
ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2015
KASHYAP J.JOSHI JETALSAR JETPUR
કોઇમ્બતુર ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં
જોડતા જેતપુરના અગ્રણી શિક્ષણશાસ્ત્રી હિરેન વ્યાસ
જેતપુર તા.૨૪ (કશ્યપ જોશી દ્વારા)
તાજેતરમાં કોઇમ્બતુર ખાતે યોજાયેલ ત્રીજી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ઇન્ટરનેશનલ માર્કેટિંગ ઇન એશિયા પેસિફિક ઇસ્યુસ એન્ડ ચેલેન્જીસ-૨૦૧૫ સમગ્ર વિશ્વના ડેલીગેટ્સ જોડાયા હતા. ગ્લોબલાઈજેસન ઇનોવેશન અંગેની આ કોન્ફરન્સમાં અમેરિકા, ઓસ્ટ્રેલીયા, જાપાન, કેનેડા, ફ્રાંસ, મલેશિયા અને ભારતના એમ છ દેશોના ખ્યાતનામ મહાનુભાવોએ કીનોટ સ્પીકર્સ તરીકે વ્યાખ્યાનો આપ્યા હતા. આ તકે ગુજરાતના જાણીતા શિક્ષણશાસ્ત્રી હિરેનભાઈ વ્યાસ(જેતપુર)એ શિક્ષણના વૈશ્વિક પ્રવાહો પર વ્યાખ્યાન રજુ કરી જેતપુરનું નામ રોશન કર્યું હતું. જયારે મારવાડી કોલેજના મેનેજમેન્ટ ફેકલ્ટીના દિન ડો.ચિન્મય રેડીએ ફાઈનાન્સ અંગે સ્પીચ આપી હતી.
ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર
જેતપુર નજીકના છાપરવાડી નદી-ડેમ વિસ્તારમાં ગેરકાયદે ચાલતા
સાડી ધોલાઈઘાટો બંધ કરવા મેવાસાના ખેડૂતોનું મામલતદારને પા.પ્રદુષણ તંત્રને આવેદન
જેતપુર તા.૨૫ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર તાલુકાના મેવાસા ગામના ખેડૂતોએ આજે જેતપુર દોડી આવી છાપરવાડી ડેમ અને નદીમાં પ્રદુષણ ફેલાવતા ગેરકાયદેસર સાડી ધોલાઈ ઘાટો તોડી પાડવાની માંગ કરી મામલતદાર અને પાણી પ્રદુષણ તંત્રને આવેદનો આપ્યા હતા.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના મેવાસા ગામના નીલકંઠ બરવાળીયા સહિતના ખેડૂતો આજે જેતપુર દોડી આવી મામલતદાર ભોરણીયા અને પાણી પ્રદુષણ કચેરી સુત્રોને આપેલા આવેદનમાં જણાવેલ કે છાપરવાડી ડેમ અને છાપર વાડી નદીની આજુબાજુ ગેરકાયદેસર ધમધમતા સાડધોલાઈ ઘાટોનાપ્રદુષિત પાણી ડેમ અને નદીના પાણીને પણ પ્રદુષિત કરતા હોય તાત્કાલિક બંધ કરવા જરૂરી છે. અરજદાર નીલકંઠ બરવાળીયાએ એવો આક્ષેપ કર્યો હતો કે આજથી એક થી દોઢ માસ પહેલા પણ આ બારાની રજુઆતો કરી હતી. પણ આ વાતનો કોઈ નિવેડો નાં આવ્યો હોય, છાપરવાડી ડેમ અને નદીના પાણી ભયંકર પ્રદુષિત થઇ રહ્યા છે.
અરજદારે એવું પણ જણાવેલ કે અગાઉ તમના દ્વારા રાજ્યના મુખ્ય મંત્રીને પણ આ બારામાં રજુઆતો કરવામાં આવતા મુખ્યમંત્રીના કાર્યાલયેથી ઉપસચિવે આ પ્રશ્ને વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવને મોકલી ફરીયાદવાળી જગ્યાએ ગેરકાયદેસર રીતે ચાલતા સાડીધોલાઈ ઘાટો, સોફરો બંધ કરવાની તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું છે.
જ્યારે વન અને પર્યાવરણ તંત્રએ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને આ પ્રશ્ન હલ કરવા આધેશો કર્યા છે, પણ સરકારના આવા હુકમોને સંબંધિતો ઘોળીને પી ગયા હોય તેમ આજની તારીખે ગેરકાયદેસર સાડીધોલાઈ ઘાટ સંચાલકો પ્રદુષિત પાણી છાપરવાડી ડેમ અને નદીમાં છોડી કુદરતના જળ જીવોને નાશ કરવા પ્રયાશો કરી રહ્યા છે.
બોક્સ: પાણી પ્રદુષણ તંત્રનો ઘાટ બંધ કરવા હુકમ...
જેતપુર : જેતપુર સ્થિત ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના કાર્યવાહકોએ જણાવેલ કે અરજદારની રજૂઆત અન્વયે જીપીસીબી ગાંધીનગર દ્વારા જેતપુર તાલુકાના મેવાસા ગામે ગેરકાયદેસર ચાલતા અને ચલાવાતા સાડીધોલાઈ ઘાટ માલિક મનજી ડાયા સરવૈયાએ પોતાનો ધોલાઈઘાટ દિવસ ૧૫ માં બંધ કરવા હુકમ કરાયો છે. એટલુજ નહિ જીપીસીબીએ આ જગ્યાએ વીજ પુરવઠો અને પાણી પુરવઠો પણ કાપી(ઠપ્પ)કરી દેવાનો સંબંધિતોને હુકમ કર્યો છે. જો આમ કરવામાં ઘાટ સંચાલક નિષ્ફળ નીવડશે તો પાણી અધિનિયમ ૧૯૭૪ ની કલમ ૪૧(૨) મુજબ ઘાટ સંચાલક અને તેમને સ્પર્શતા જવાબદા અધિકારીઓ કોર્ટમાં ફરિયાદ કરવાને પાત્ર ઠરશે તેવો જીપીસીબીના વરિષ્ઠ પર્યાવરણ ઈજનેર આર.વી.પટેલે હુકમ કર્યો છે.
ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતલસર જેતપુર
જેતપુરના વાલીમંડળનું મામલતદાર-પોલીસ અને ડીઈઓને આવેદન
સ્કુલ સંચાલકો બાળકોની સલામતી નહિ જુએ તો
દેવ જેવા બાળકોના અપહરણ થતા રહેશે !!?
જેતપુર તા.૨૪ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરમાંથી એક પાંચ વર્ષના વિદ્યાર્થી દેવ પટેલના અપહરણની ઘટનાને ધ્યાને લઈને જેતપુરની તમામ શાળા સંચાલકો પોત પોતાના વિદ્યાર્થી બાળકોની વિશેષ સલામતી માટે અસરકારક પગલાઓ શરુ કરાવે તેવી જેતપુરના વાલીમંડળે સ્થાનિક મામલતદાર, પોલીસ અને જીલ્લા શિક્ષણધીકારીને આવેદન પાઠવી રજુઆતો કરી છે.
જેતપુર વાલીમંડળના જીતુભાઈ લાડવા, મહમદભાઈ સાંધ, શૈલેશ સાવલિયા, જાતિન દેગડા, વિનોદ જોશી અને મહેશ ભેડા સહિતના વાલીમંડળે સ્થાનિક મામલતદાર, પોલીસ અને રાજકોટ જીલ્લા શિક્ષણધીકારીને આવેદનો આપી જણાવ્યું છે કે જેતપુરમાં તમામ શાળા સંચાલકો તેમના બાળકોને સંબધિત વાહનમાં છેક ઘર સુધી મુકવા જવાની વાહન ચાલકોને સુચના આપે, વિદ્યાર્થી બાળકોના રક્ષણ માટે દરેક શાળાના મેદાનમાં પણ સીસી કેમેરા ગોઠવે, તમામ શાળાઓમાં સિક્યુરીટી ગાર્ડ ફરજીયાત રાખવામાં આવે, શાળામાં ચાલતા વાહનોના નંબર્સ, ચાલકના તમામ નામ, સરનામાં જેવા આધારો લેવા, આરટીઓમાન્ય સ્કુલવેન કે રીક્ષાઓ રાખવી, વાલીઓએ પણ આવા વાહન ચાલકોના નામ, મોબાઈલ નંબરો રાખવા, તેમજ પોત પોતાની શાળાઓમાં ચાલતા વાહન ચાલકો બાળકોને ઘેટા બકરાની માફક ના બેસાડે વિગેરે સુચારુ નિયમો, આદેશો, પ્રથાઓ ચાલુ કરે તે જરૂરી છે. અન્યથા જેતપુરમાં જેમ તાજેતરમાજ દેવ પટેલ નામના શિશુનું અપહરણ થયું તેમ અન્ય બાળકોની પણ સલામતી જોખમાતી રહેશે તેવું જેતપુરના વાલમંડળ નું કહેવું છે.
કશ્યપ જે. જોશી જેતલસર – ૯૯૭૪૨ ૬૨૮૧૨































