અનુયાયીઓ

શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2015

જુનાગઢના બે શખ્શોને વિલાયતી શરાબની 12 બોટલ્સ સાથે અટક

જુનાગઢના બે શખ્શોને વિલાયતી શરાબની 12 બોટલ્સ સાથે અટક 
જેતલસર  તા.18
જુનાગઢના કિરીટ તુલસીદાસ લોહાણા અને સંજય જેન્તીલાલ બ્રાહ્મણ એમ બંને આજે જુનાગઢથી જેતપુર તરફ જીજે 11બીએ 4340 નંબરના બાઈક પર આવતા હતા ત્યારે જેતલસર નજીકના સાંકળી ગામના પાટિયા પાસે લોકલ ક્રાઈમ બ્રાંચ રાજકોટના ભુરાભાઈ માલીવાડ અને નારણભાઈ આહિરે તેઓને રોકી તલાશી લેતા તેમની પાસેથી રૂપિયા 8200/- ની વિલાયતી શરાબની 12 બોટલ્સ મળી આવી હતી.
પોલીસે બંને શખ્શોની શરાબ અને રૂ.30000/- ના બાઈક સાથે અટક  કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કશ્યપ જે. જોશી જેતલસર 9974262812

જેતલસરના ગાયત્રીનગરમાં છોકરા-છોકરીના પ્રમ્લગ્ન મુદ્દે ખૂની હુમલાની ઘટના બની ! ખાંટ-વાણંદ પરિવાર વચ્ચે બઘડાટી : 3 ઘાયલ 1 ને છરી જીંકાઈ: બંને પક્ષોની ઋષિ પંચમી બગડી પ્રેમલગ્ન કરનાર વાણંદ યુવાન ખાંટ યુવતી સાથે જેતલસર આવતાજ બઘડાટી બોલી ગઈ !

જેતલસરના ગાયત્રીનગરમાં છોકરા-છોકરીના પ્રમ્લગ્ન મુદ્દે ખૂની હુમલાની ઘટના બની !
ખાંટ-વાણંદ પરિવાર વચ્ચે બઘડાટી : 3 ઘાયલ
1 ને છરી જીંકાઈ: બંને પક્ષોની ઋષિ પંચમી બગડી 
પ્રેમલગ્ન કરનાર વાણંદ યુવાન ખાંટ યુવતી સાથે જેતલસર આવતાજ બઘડાટી બોલી ગઈ !
જેતપુર તા.18
જેતપુર  તાલુકાના જેતલસર ગામે આજે બપોરે છોકરાવના પ્રેમલગ્ન મુદ્દે દીકરીના પિતા અને ભાઈએ મળી વાણંદ યુવાનના બે કાકાઓને પથ્થર અને છરી વતી હુમલો કરી ઘાયલ કરી બઘડાટી બોલાવ્યાની ઘટના પોલીસ દફતરે પહોચતા તાલુકા પોલીસે બંને પક્ષની ફરિયાદો લઈને તહોમતદારોની ધરપકડની વિધિ હાથ ધરી છે.

સમગ્ર જેતલસર ગામમાં ચકચાર જગાડનાર ઘટના બાબતે મળતી વિગતો મુજબ વાણંદ તનસુખભાઈ વલ્લભભાઈ જોટંગીયાના ભત્રીજા આશિષે અહીના ગાયત્રી નગરમાં રહેતા ખાંટ  ગિરધર ગોબર સરવૈયાની પુત્રીને ભગાડીને આજથી છએક મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યા હોય, આ બંને ખાંટ અને વાણંદ પરિવાર આટલા સમય થયા એકબીજાને ભરી પીવા ઘૂરકિયા કરતા હતા.

એક તબક્કે દીકરીના પિતાએ યુવાન અને તેના પરિવારને એવી ધમકીઓ આપી હતી કે મારી દીકરી સાથે તમારો દીકરો જેતલસરમાં દેખાયો એટલે જોયા જેવી થશે.

દરીમીયાન આજે ઋષિ પંચમીના દિવસે વાણંદ પરિવારનો આશિષ પોતાના કાકાના ઘરે આવ્યો હોય તેમજ અન્ય મહેમાનો પણ હોય, પોતાની દીકરી આવી હોવાનું જાની ગયેલા ગિરધર સરવૈયાએ અને તેમના પુત્ર જયેશે પ્રથમ ફરિયાદી તનસુખ વલ્લભ જોટંગીયાને માથામાં પથ્થર મારી તેમજ તેમના એટલેકે તનસુખભાઈના ભાઈ નટુભાઈને પેટમાં છરીના ઘા મારી આતંકી વાતાવરણ ઉભું કરતા ગાયત્રીનગરમાં ચકચાર મચી ગયી હતી.
બીજીબાજુ તનસુખભાઈ અને નટુભાઈને લોહી નીગળતી હાલતમાં સરકારી એમ્બ્યુલન્સ 108 દ્વારા પ્રથમ જેતપુર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડ્યા છે.
બનાવની જાણ થતાજ જેતપુર તાલુકા પીએસાઈ આર.એન.કરમટીયા, સ્ટાફના મજનુંભાઈ વી. લઈને જેતલસર પહોચી જઈ હુમલાખોર ગિરધર સરવૈયા અને તેમના પુત્ર જયેશને પકડી પાડી તેમની સામે આઈપીસી 326(તીક્ષણ સાધન વડે કોઈના પ્રાણ લેવાની કોશિશ-મહાવ્યથા ઉભી કરવી)મુજબનો ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે સામા પક્ષે દીકરીના પિતા ગિરધર સરવૈયાએ પણ પોતાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની તેમજ તેમની દીકરીને આંખના ભાગે મારથી ઈજા કર્યાની આશિષ જોટંગીયા અને તેમના ઘરે આવેલા મહેમાનો સામે ફરિયાદ નોંધાવતા જમાદાર મજનુંભાઈએ આશિષની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
બોક્સ: 307 અને 326 બંનેમાં ગુનાની જોગવાઈ 10 વર્ષની !
જેતપુર: દીકરીના પિતા અને ભાઈએ વાણંદ પરિવારના યુવાનના બે કાકાઓ પર કરેલા હિચકારા હુમલાની ઘટનામાં આઈપીસી 307 ની કલમ ઉમેરાઈ કે કેમ ? તેવા સવાલના જવાબમાં જેતપુર તાલુકા પીએસાઈ કરમટીયાએ જણાવેલ કે 326 અને 307 એમ બંને કલમોમાં સજાની જોગવાઈ 10 વર્ષની છે. કલમ 307 માં ઈરાદો હોય છે જયારે 326 માં આરોપીની સામેની વ્યક્તિમાં જીવલેણ મહાવ્યથા ઉભી કરવાની પ્રેરવી હોય છે. એટલે આ ઘટનામાં આઈપીસી 307 ની કલમનો ઉમેરો કરવો જરૂરી નથી.

બોક્સ: દીકરીના પિતાના મળતીયાઓએ મકાનના બારી-દરવાજા તોડ્યા !?
જેતપુર: આ લખાય છે ત્યારે બઘડાટીવાળા ગાયત્રી નગર વિસ્તારમાંથી એવી વિગતો જાણવા મળી હતી કે, પ્રેમ લગ્ન કરનાર દીકરીના પિતાના કોઈ ભાડુતી માણસો એક બોલેરો કારમાં કુહાડી, તલવાર જેવા હથીયારો સાથે ઘસી આવી વાણંદ પરીવાના મકાનના બારી દરવાજામાં કુહાડી-તલવારોના ઘા જિંકી નુકશાન કરી ફિલ્મી દ્રશ્યો જેવી બઘડાટી બોલાવી નાશી છૂટતા આ વાત તરફ પણ ફોજદાર કરમટીયાએ તપાસ કેન્દ્રિત કરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812



ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2015

જેતલસરના ગાયત્રીનગરમાં 
ગણેસોત્સ્વનું આયોજન 
જેતલસર તા.17
જેતલસરના ગાયત્રીનગરમાં ગાયત્રીનગર યુવામંડળ દ્વારા તુલસીભાઈ તેજાણીના નિવાસસ્થાનની બાજુમાં છેલ્લા 6 વર્ષ થયા ઉજવાતા ગણેસોત્સવનું આ વર્ષે પણ આયોજન કરાયું છે. ગજનની ભવ્ય પ્રતિમાને જેતપુર થી જેતલસર લવાઈ ત્યારે બસ સ્ટેન્ડથી ગાયત્રીનગર સુધી ભવ્ય શોભાયાત્રા વાજતે ગાજતે કઢાઈ હતી. ગણપતિની પંડાલમાં સ્થાપના બાદ ગ્રુપના સર્વે મિત્રો દ્વારા ગણેસોતસ્વના પ્રથમ દિવસે જ બટુક ભોજનનું પણ આયોજન કર્યું હતું જે પ્રસ્તુત તસવીરોમાં દેખાય છે.
આ સિવાય જેતલસરના રામજી મંદિર ચોક ખાતે પણ જય અંબે ગરબી મંડળ ચોકમાં પણ સમસ્ત ગામ લોકોના સહયોગ વચ્ચે ગણપતિજીની સ્થાપના કરી 10 દિવસ ગણેસોત્સવ ઉજવવાનું આયોજન થયું છે.                                   ફોટો કશ્યપ જ.જોશી જેતલસર જેતપુર
 

જેતપુર શહેરમાં અનેક જગ્યાએ પંડાલોમાં બિરાજેલા ગણનાયક ગજાનન

જેતપુર શહેરમાં અનેક જગ્યાએ પંડાલોમાં 
બિરાજેલા ગણનાયક ગજાનન 
જેતપુર તા.17
'' મૈને આપ કે સાથ એક દો દિન નહિ પુરા મહિના (સાવન) બિતાયા, અબ મેં  જા રહા હું, મેરે બચ્ચે કા ખયાલ રખના, દેવો કા દેવ-મહાદેવ'' સોશિયલ સાઈટમાં ફરતી આવી પોસ્ટની પૂર્ણતયા ઉજવણી અને સફળ ગણેસોત્સવ માટે આજે જેતપુરમાં સ્થપાયેલા અનેક પંડાલોમાં આજે વાજતે ગાજતે શિવ પુત્ર ગજાનનની અનેકવિધ પ્રતિમાઓના ધામધૂમથી સ્થાપનો થયા હતા.
જાણકારોના માટે જેતપુર શહેરમાં પ્રતિ વર્ષ મુખ્ય મોટા વિસ્તારો અને ચોક જેવી જગ્યાઓ અને રહેણાંક મકાનો સહીત 300 થી 400 જગ્યાએ ગણેશોત્સવ ઉજવાય છે.
ખાસ કરીને શહેરના દેસાઈવાડી વિસ્તારમાં વોંકળીના પુલ ઉપર સંકલ્પ ગ્રુપ દ્વારા, તે જ વિસ્તાર શાક માર્કેટ રોડ  પર યમુના ગ્રુપ, શાંતિનગર શેરી નંબર - 1, કણકિયા પ્લોટમાં બગીચામાં, પંચશીલ સોસાઈટી, ધોરાજી રોડ, શુભાષ ચોક, જૂની પોલીસ લાઇન, ફૂલવાડી રામજી મંદિર રોડ, મોટા રાજ મહેલમાં, નવાગઢ, જનતા નગર, તાકુડીપરા, બાવાવાળાપરા, કોટડીયાવાડી, ચાંદની ચોક વિગેરે જગ્યાએ હજારો ભાવિકો દ્વારા ગણપતિની મોટી મોટી પ્રતિમાના સ્થાપનો કરી 10 દિવસ સુધી ગણેસોત્સવ ભાવપૂર્વક ઉજવાશે. દેસાઈવાડી વોંકળી પુલ ઉપર સ્થપાયેલ ગણપતિ વંદનાના આયોજક એવા સંકલ્પ ગ્રુપના કાર્યકરો શૈલેશ વઘાસીયા, કલ્પેશ જોશી, ચિરાગ ડોબરિયા, ભાવેશ માથુકીયા, હિતેશ સાવલિયા, રવિ વઘાસીયા, અંકિત અજુડિયા, પંકજ શેખડા, અંકિત ધાનાણી, ગૌત્તમ ગીણોયા, રાજુભાઈ કલાલ, અમિત વઘાસીયા, અતુલ મિસ્ત્રી, પરેશ રાવરાણી, વિપુલ પટેલ, હરેશ સખીયા, દીપક નારિયા, કપિલ વડાલીયા વિગેરે ગણેસોતસવને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 

અનામત મુદ્દે જેતલસરમાં મહિલા સહીત 500 ગ્રામજનોએ થાળીઓ વગાડી, રેલી યોજી

અનામત મુદ્દે જેતલસરમાં મહિલા સહીત 500 ગ્રામજનોએ થાળીઓ વગાડી, રેલી યોજી 
રાજકીય આગેવાનોને પ્રવેશવા પ્રતિબંધ 
ફરમાવતા બેનર્સ લગાવ્યા !!
જેતલસર તા.17
ગઈકાલે રાત્રીના જેતલસર ગામમાં પાટીદાર મહિલાઓએ થાળીઓ વગાડી, આખા ગામમાં રેલી યોજી કોઈ પણ પ્રકારના પ્રલોભનો આપવા ગામમાં કોઈ રાજકીય આગેવાનોએ પ્રવેશવું નહિ તેવી ચેતવણી દર્શાવતા બેનર્સ લગાડવાનો કાર્યક્રમ રજુ કરતા અજાણ્યા ગ્રામજનોમાં અચરજ ફેલાયું હતું.
મળતી વિગતો મુજબ બુધવારની રાત્રીએ પાટીદાર અનામત આંદોલનના કન્વીનર તુષાર ખાચરીયા સહિતના જેતપુરના આગેવાનોએ જાહેર કરેલ કાર્યક્રમ મુજબ ગામની મોટાભાગની પાટીદાર મહિલાઓસું પ્રથમ અહીના પાદર ખાતે આવેલ ગૌશાળાની જગ્યા પાસે ભેગી થઈને ગજબની થાળીઓ વગાડી વાતાવરણમાં ગરમાવો લાવી દીધો હતો. જોકે આ પહેલા ગામના 25-30 ટાબરીયાઓએ થાળીઓ લઈને વગાડતા વગાડતા દોડા દોડી કરી આખા ગામને ભેગા કરવાનો નવતર પ્રયોગ કરતા મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો એકઠા થઇ ગયા હતા.
ગૌશાળાએથી છેક બસસ્ટેન્ડ સુધી સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરતી મહિલાઓ થાળી વગાડતા વગાડતા એવી ચીમકીઓ દોહરાવી હતી કે ભાજપ કોંગ્રેસના કોઈ પણ આગેવાનોએ મત માંગવા કે અન્ય કોઈ અપીલ માટે ગામમાં પ્રવેશવું નહિ, અને કોઈ આવશે તો પછી ગામની કોઈ જવાબદારી રહેશે નહિ...એટલુજ નહિ આવી ચીમકી દોહરાવતા બેનર્સ ઠેર ઠેર લગાડી આક્રમક મુડના દર્શન કરાવ્યા હતા. પ્રસ્તુત તસવીરોમાં રાજકીય આગેવાનોને ગામમા પ્રવેશવું નહિ તેવી ચેતવણી ધર્શાવતા બેનાર્ષ સાથે ગામની મહિલાઓ અને પુરુષો દેખાય છે.

ફોટો અને સમાચાર કશ્યપ જોશી જેતલસર જેતપુર 



ગાયત્રી મંદિર ખાતે શ્રીમદ પ્રજ્ઞા પુરાણ કથા-વિરાટ પુસ્તક મેળાનું આયોજન

તા.24-9 થી 28-9 દરમિયાન જેતપુરના કોટડીયા વાડીમાં આવેલા
ગાયત્રી મંદિર ખાતે શ્રીમદ પ્રજ્ઞા પુરાણ કથા-વિરાટ પુસ્તક મેળાનું આયોજન 
કથા સ્થળે રોજ સવારના 9 થી સાંજના 8-30 સુધી ચિકિત્સા કેમ્પ પણ યોજાશે    
જેતપુર તા.17
જેતપુર શહેરના કોટડીયાવાડીમાં આવેલ શ્રી ગાયત્રી શક્તિ પીઠ-ગાયત્રી મંદિર ખાતે આગામી તા.24 થી 28-9 એમ પાંચ દિવસ સુધી શ્રીમદ પ્રજ્ઞા પુરાણ કથા અને વિરાટ પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બાબતે માહિતી આપતા ગાયત્રી શક્તિ પીઠના અનન્ય પરિજન કાન્તીભાઈ કરસાળાએ જણાવેલ કે યુગ ઋષિ પં. શ્રી રામ શર્મા આચાર્યજીના મતાનુસાર આજની સમસ્ત સમસ્યાઓનું એકમાત્ર કારણ મનુષ્યના વિચાર-ચિંતનનું દૂષિત  થઈ જવું છે. દરેક સમસ્યાની જડ દુર્બુદ્ધિ જ છે. જો મૂળ કારણને સુધારવામાં ન આવે તો સુધારના બધા જ પ્રયત્નો જડ સુકાતા વૃક્ષના પાનને પાણી પાવા જેવી મૂર્ખામી સિદ્ધ થશે. આ પ્રવર્તમાન ૫રિસ્થિતિને સતયુગ જેવા વાતાવરણમાં બદલવા માટે એક માત્ર ઉપાય આજ છે કે ખરાબ વિચાર (દુર્બુદ્ધિ) ના સ્થાને શ્રેષ્ઠ વિચાર (સદ બુદ્ધિ) ની સ્થા૫ના કરવામાં આવે. આજે આ જ્ઞાન ગંગાના અવતરણ માટે ભાગીરથી પ્રયત્નો કરવાના હેતુથી અવતારી સત્તાએ જનમાનસમાં ગ્રસિત આસુરી વિચારોનો નાશ કરી શ્રેષ્ઠ વિચારોની સ્થા૫ના કરવા માટે પ્રવર્તમાન વિકટ સમસ્યાઓના સમાધાન હેતુની એક આગવી વિચારધારા રૂપે સચોટ માર્ગદર્શન કરતા ૧૯ માં પુરાણની એવી શ્રીમદ્ પ્રજ્ઞા પુરાણ કથાનું જેતપુરના ગાયત્રી મંદિર ખાતે આયોજન થયું છે. 
કથાના વક્તા તરીકે પ્રજ્ઞા પુત્રી પાયલબેન ૫ટેલ (ભાયલીવાળા-વડોદરા) બિરાજી પાંચ દિવસ સુધી બપોરે 2-30 થી 6-30 સુધી પોતાની આગવી શૈલીથી કથાનું રસપાન કરાવશે. જયારે તમામ પ્રકારના જુના હઠીલા રાગોની સારવાર કરાવવા નિઃશુલ્ક એકયુપ્રેસર ચિકિત્સા કૅમ્પના  આયોજનમાં  એકયુપ્રેસર  શ્રી રમેશભાઈ ત્રિવેદી (જામનગરવાળા) પોતાની સેવા આપશે. આ સિવાય અને યુગ પુરુષના સાહિત્ય સર્જનના મહાસાગરમાં મનુષ્ય જીવનની સઘળી સમસ્યાઓના સમાધાન માટે વિપુલ સદ સાહિત્ય જેવું કે મનુષ્ય જીવનને દેવતા, ઘર ૫રિવારને સ્વર્ગ, સમાજને સભ્ય, સમગ્ર વિશ્વને શ્રેષ્ઠ બનાવી શકે એવા ૩૦૦૦ થી ૫ણ વધારે પુસ્તકો લખનાર પં. શ્રી રામ શર્મા આચાર્યજી રચિત વિરાટ સાહિત્યના દર્શન કરાવતો વિરાટ પુસ્તક મેળો જેમાં, પુસ્તક પ્રેમીઓ  ઇચ્છિત સાહિત્યના પુસ્તકો (બ્રહ્મભોજ યોજના અંતર્ગત) પુસ્તકની છાપેલી કિંમતથી ૫૦ ટકાના ભાવથી ખરીદી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. સૂક્ષ્મ ગુરુસત્તાના સ્વયં હસ્તાક્ષર ધરાવતી આ દિવ્ય પ્રજ્ઞા પુરાણ કથાના સંગીતમય રસપાન સહિતના  ત્રિવિધ કાર્યક્રમનો લાભ લેવા માટે ગાયત્રી પરિવારના ગાંડુભાઈ સાવલિયા, બી.બી.ભીમજીયાણી , પ્રવીણભાઈ રાવરાણી વિગેરે એ ધર્મ પ્રેમી જનતાને અનુરોધ કરાયો છે.
કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 

ડો. બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પરની રોશની 7 દિવસ થયા ગાયબ ! દલિતો ખફા

જેતપુર પાલિકા તંત્ર  જયારે કિન્નાખોરીની હદ વટાવે છે !??
ડો. બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પરની 
રોશની 7 દિવસ થયા ગાયબ ! દલિતો ખફા
અગાઉના પાલિકા પ્રમુખ દલિત હતા, હવે તેઓ નથી એટલે વર્તમાન પ્રમુખે આવું કર્યું, બોલો લ્યો !?!? 
જેતપુર તા. 17
'' હું દલિત સમાજની દીકરી છું, હું પહેલા જેતપુર નગર પાલિકાની પ્રમુખ હતી, હવે સદસ્યા છું, વર્તમાન પાલિકા પ્રમુખ મારી સામે રાજકીય દાવપેચ રમે ઈ સમજ્યા, પણ કિન્નાખોરીની પણ હદ હોવી જોઈએ ને ભાઈ !!'' આ શબ્દો જેતપુર નવાગઢ નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ રમાબેન રામજીભાઈ મકવાણાએ એટલા માટે ઉચ્ચાર્યા કે જેતપુર પાલિકા તંત્રે દલિતોના મસીહા અને ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પરની ઝગમગતી રોશની છેલ્લા 7 દિવસ થયા બંધ કરી દીધી છે !
આ અંગે વિગતો આપતા રમાબેને જણાવેલ કે શહેરના મહાત્મા ગાંધી રોડ પરના બગીચાના ખૂણે ઉભા કરાયેલ ડૉ. બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ ઉપર તેઓ જ્યારે પાલિકા પ્રમુખ હતા ત્યારે સુંદર રોશની(લાઈટો) ગોઠવી આ મહાન આત્માને સન્માન આપ્યું હતું. પણ તેઓનો સત્તાકાળ પૂરો થતા હવે પાલિકા પ્રમુખનું સુકાન અન્ય અનામત મહિલા સદસ્યાએ સંભાળ્યું છે.
જેતપુર પાલિકાના આ નવા પ્રમુખ તેઓના વિસ્તારના વિકાસના કામો બાબતે તો રાગદ્વેષ રાખી રહ્યા છે, કીન્ન્ખોરી બતાવી રહ્યા છે પણ એક દલિત હોવાના નાતે એક રાષ્ટ્રીય નેતા ડૉ. આંબેડકરના સ્ટેચ્યુ પરની અને આજુબાજુની રોશની છેલ્લાં 7 દિવસ થયા બંધ કરી દઈને જે કિન્નાખોરીની હદ વટાવી એ દલિત સમાજ સહન કરી  શકે તેમ નથી..આ બાબતે પાલિકાના ચીફ ઓફિસર તાત્કાલિક ઘટતું કરાવી રાત્રીના અંધકારમાં ગરક થઇ જતી ડૉ. આંબેડકરની પ્રતિમા/સ્ટેચ્યુ પરની રોશની પુનઃ ઝળહળતી કરે તેવી રમાબેન મકવાણાએ માંગ કરી છે. 

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 

ગટરકામ અધૂરું છોડીને ગયેલું પાલિકા તંત્ર 15 દિવસ થયા ફરક્યું ના હોય શાળાના બાળકો હેરાન પરેશાન

જેતપુરના ગોંદરા વિસ્તારમાં પાલિકા સંચાલિત શાળા નં.3 દરવાજા પાસે જ 
ગટરકામ અધૂરું છોડીને ગયેલું પાલિકા તંત્ર 15 દિવસ 
થયા ફરક્યું ના હોય શાળાના બાળકો હેરાન પરેશાન
વાલીઓ કહે છે ગટરકામ જલ્દી પતાવો અન્યથા માખીથી મોટા મચ્છરો ફોલી ખાશે ! ને બાળકો રોગનો ભોગ બનશે એ લટકાનું !!

જેતપુર તા. 17
જેતપુર નગર પાલિકા તંત્રએ શહેરના ગોંદરા વિસ્તારમાં એક શાળાની સામે શરુ કરેલ ગટરકામ અધૂરું છોડીને મુક્યા પછી પંદર પંદર દિવસ થયા પણ આ કામગીરી આગળ ધપી  ના હોય, શાળામાં ભણતા બાળકોના વાલીઓ અને આસપાસના રહીશોમાં તંત્ર પ્રત્યે રોષ સાથે અસંતોષ ફેલાયો છે.
આ બાબતે લોકોને સાથે રાખી ફરિયાદ કરતા પાલિકા સદસ્ય રમાબેન રામજીભાઈ મકવાણાએ જણાવેલ કે શહેરના ગોંદરા વિસ્તારમાં નગર પાલિકા સંચાલિત શાળા નંબર 3 સામેજ ગટરકામ શરુ કરનાર સંબંધિતો આ કામ અધૂરું છોડીને ચાલ્યા  વાતને 15 દિવસના વહાણા વીતી ગયા પછી પણ પાછા ફરક્યા નાં હોય, શાળાએ જવા આવવામાં નાના ભૂલકાઓ ભયાવહ સ્થિતિમાં ભારે હેરાનગતિ ભોગવી રહ્યા છે.
સૌથી વધુ દુઃખની અને જોખમની એ વાત જોવા મળી કે આ પહોળી ગટર ટપીને આવવું જવું ભૂલકાઓ માટે ભારે મુશ્કેલ થઇ રહ્યું છે. ગટરનું કામ જે વિસ્તારમાં ચાલી રહ્યું છે તે ગોંદરા વિસ્તારના અનેક લોકોએ જણાવેલ કે આ કામ પૂરું કરવા પાલિકા કચેરીને અનેક વખત ટેલીફોનીક અને રૂબરૂ જઈને કહેવાયું હોવા છતાં સંબંધિતો અગાઉના પાલિકા પ્રમુખ સામે જાણે વેરની વસુલાત જેવું વર્તન દાખવી રહ્યા હોવાના પ્રજામાં આક્ષેપો થતા સાંભળવા મળ્યા હતા. ત્યારે ઉપરોક વિસ્તારમાં ગંધાતા પાણી સાથે વહેતી અને અધૂરું કામ છોડી દેવાયેલ ગટરનું કામ તાકીદે પૂરું કરાવી પાલિકા તંત્ર લત્તાવાસીઓ ઉપરાંત શાળાના બાળકોના આરોગ્ય પર જોખમાતા રોગચાળાના ભયને દુર કરે તે જરૂરી છે.

બોક્સ: અમારા બાળકોને મચ્છરો ફોલી ખાય છે, બાપ !!
જેતપુર : ગોંદરા વિસ્તારની શાળા નંબર 3 માં ભણતા પોતાના કુમળી વયના બાળકો બાબતે ઘેરી ચિતા વ્યક્ત કરતા વાલીઓ મકવાણાભાઈ અને શાંતાબેન બગડાએ ઉગ્ર રોષભેર જણાવેલ કે 15-20 દિવસ થયા અધૂરા ગટરકામથી તેઓ તો કંટાળ્યા છે પણ તેઓના કુમળી વયના ફૂલ સમાન બાન બાળકોને શાળામાં માખી માખી જેવડા મચ્છરો ફોલી ખાતા હોય બાળકોના હાથે, પગે ઢીમચાં થઇ ગયા છે..એટલુજ નહિ જો આ ગટર કામ તાત્કાલિક નહિ આટોપાય તો ભયંકર મચ્છરો ડેન્ગ્યું જેવા રોગચાળાને જન્મ આપી બાળકોને અજગર ભરડો લઇ લેશે તેવી દહેશત વ્યક્ત કરી હતી.

ફોટો અને સમાચાર :કશ્યપ જે.જોશી જેતલસર જેતપુર 

જેતપુરમાં લોહાણા સમાજના પરિચય સમારોહનું આયોજન


જેતપુરમાં લોહાણા સમાજના 
પરિચય સમારોહનું આયોજન
જેતપુર તા.17
આગામી 25 મી ઓક્ટોબરના રોજ જેતપુર ખાતે લોહાણા મહાજન દ્વારા જ્ઞાતિના ઉચ્ચ અભ્યાસ ધરાવતા યુવક-યુવતીના પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જોડવા ઈચ્છતા યુવક-યુવતીઓના વાલીઓએ 5 મી ઓક્ટોબર સુધીમાં પોત પોતાના ફોટા સાથે બાયોડેટા રજીસ્ટ્રેશન ફોર્મમાં ભરીને લોહાણા સમાજની વાડી, નવાગઢ રોડ ખાતે મોક્લી દેવાના રહેશે. વધુ માહિતી માટે લોહાણા સમાજ જેતપુરના આગેવાનો મુકેશભાઈ ગણાત્રા(પ્રો.ચેરમેન-98258 52453), દીપકભાઈ ઉનડકટ(94291 56291), અનિલભાઈ કોટેચા, બી.બી.ભીમજીયાણી, જમનભાઈ પોપટ, નરેન્દ્રભાઈ તન્ના વિગેરેનો સંપર્ક કરવા શાંતિલાલ માધવાણીએ અનુરોધ કર્યો છે.
કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 9974262812

વોંકળીમાં ખદબદતી ગંદકીથી પ્રજા ત્રસ્ત સફાઈ માટે કોઈ ફરકતું ના હોવાની રાવ

જેતપુરના કોટડીયા વાડી વિસ્તારમાં પટેલ સમાજની વાડીની પાછળ
વોંકળીમાં ખદબદતી ગંદકીથી પ્રજા ત્રસ્ત 
સફાઈ માટે કોઈ ફરકતું ના હોવાની રાવ 
જેતપુર તા.17    ( કશ્યપ જોશી દ્વારા) 
જેતપુર શહેરના કોટડીયા વાડીમાં આવેલ ત્રિનેત્ર મહાદેવ મંદિર નજીકની એક વોંકળીમાં ખદબદતી ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લત્તાવાસીઓએ પાલિકા તંત્ર ગટર સાફ કરવા કે વોંકળી સાફ કરવા મહિનો સુધી ફરકતા ના હોવાના આક્ષેપો કર્યા છે.
મળતી વિગતો મુજબ શહેરના કોટડીયા વાડી વિસ્તારમાં આવેલ પટેલ સમાજ વાડી પાછળની વોંકળી સાફ કરવા પાલિકા તંત્રનો એકેય સફાઈ કામદાર ફરકતો ના હોય, અહી જમા થયેલી ગંદકીથી લત્તાવાસીઓમાં ભયંકર રોગચાળાની દહેશત સેવાઈ રહી છે.
આજે એક મુલાકાત દરમિયાન અનિલભાઈ પંડયા, અશોકસિંહ વાળા, ચીનાભાઈ, લાલભાઈ ચૌધરી, હર્ષદભાઈ વિગેરે રહેણાંક મકાનોના આસામીઓએ દોડી આવી ઉગ્રવેશે જણાવ્યું હતું કે તેઓના વિસ્તારની આ વોંકળીની સમસ્યા દુર કરવા પાલિકાને અનેક વખત લેખિતમાં રજુઆતો કરી હોવા છતાં કોઈ ધ્યાન આપતું ના હોય અહી ગંદકીના સામ્રાજયથી લત્તાવાસીઓ ત્રાસી ગયા છે. લત્તાવાસીઓએ પોતાની પારાવાર હાલાકી અને મુશ્કેલી બતાવતા એમ પણ જણાવેલ કે ચોમાસાના સારા વરસાદ સમયે આ ગંદકીવાળી વોંકળી છલકાઈને કોટડીયા વાડી વિસ્તાર, આગળ આવતી આસોપાલવ સોસાઈટી, લક્ષ્મીનગર સોસાઈટી વી. ના રહેણાંક મકાનોમાં ગંધાતા પાણી ઘુસી જાય છે. આ બાબતે તાત્કાલીલ સંબંધિત સત્તાધીશો ફરિયાદ વાળી જગ્યાએ પહોંચી જઇ, પ્રજાની ફરિયાદ હલ કરે તેવી પ્રજા માંગ પ્રબળ બની છે.

બોક્સ: વોંકળી પર પુલ બનાવો 
જેતપુર : કોટડીયાવાડી, લક્ષ્મીનગરના લત્તાવાસીઓ અશોકસિંહ વાળા, અનિલભાઈ પંડયા વિગેરેએ જણાવેલ કે પ્રતિ ચોમાસા દરમિયાન આ વોંકળી આવી ઘરોમાં પાણી ઘૂસવાની સમસ્યા પેદા કરતી હોય તેઓએ અવારનવાર અહી પુલ બનાવવા માંગણી દોહરાવાઈ છે. પણ તંત્ર ધ્યાન આપતું નથી.

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 
 

મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2015

જેતલસર થી જેતપુર સુધીના બિસ્માર રોડને રીપેર કરવા માંગ

જેતલસર થી જેતપુર સુધીના બિસ્માર રોડને રીપેર કરવા માંગ 
જેતલસર તા.15
જેતપુરથી જુનાગઢ જતો રોડ જેતલસર સુધી બિલકુલ બિસ્માર બન્યો હોય તાકીદે રીપેર કરવા માંગ ઉઠી છે.
આ અંગેની વિગતો મુજબ જેતપુર થી જુનાગઢ જતો રોડ જેતલસર સુધી ખખડધજ બન્યો હોય, વાહન ચાલકો ત્રાસી ગયા છે. આ વાત સરકારી તંત્ર જાણતું હોવા છતાં કોઈ કામગીરી હાથ ધરતું ના હોય વાહન ચાલકોમાં રોષ ફાટી નીકળ્યો છે. જેતપુર પાલિકાના સદસ્ય અરવિંદ વણઝારા જણાવે છે કે જેતપુર થી જેતલસર સુધીના જુનાગઢ રોડ પર કોલેજ, સ્વમીનાયારણ મંદિર, જલારામ મંદિર તેમજ શાળાઓ આવેલી હોય, ટ્રાફિક ખુબ રહેતો હોય જર્જરિત રોડથી સૌ કોઈ ત્રાસી ગયા છે. રોજ બરોજ અનેક અકસ્માતો બન્યા હો પણ બની ગયા છે. જાણકારોએ તો ત્યાં સુધી કહ્યું કે જેતલસર થી જેતપુર કે જેતપુરથી જેતલસર સુધીના રોડ પર જો કોઈ સગર્ભા મહિલાને લઇ જવાય તો રસ્તામાંજ પ્રસુતિની ઘટનાં બની જાય તેટલી હદે આ રોડ ખરાબ થયો છે. લાગતું વળગતું સરકારી તંત્ર તાત્કાલિક આ રોડ રીપેર કરાવે તે જરૂરી છે.
કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 9974262812



અટકેલા વિકાસના કામો અને સમસ્યાઓથી ઘેરાયેલ જેતપુર શહેરને ઉગારવા પાલિકા સદસ્યની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત

અટકેલા વિકાસના કામો અને સમસ્યાઓથી ઘેરાયેલ જેતપુર 
શહેરને ઉગારવા પાલિકા સદસ્યની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત 
શહેરમાં માઝા મૂકતી ગંદકી, ગોબરા બગીચાની હાલત સુધારવા, પાણી લીકેજીંગ બંધ કરવા, રોડ રસ્તા સુધારવા, અને બંધ લાઈટો ચાલુ કરવા માંગ.

જેતપુર તા.15
જેતપુર શહેરમાં અનેકવિધ સમસ્યાઓ અને પ્રશ્નોનું તાકીદે નિવારણ લાવવા પાલિકા સદસ્ય અશોકભાઈ મંગલાણીએ ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું છે.
અરજદારે રજુઆતમાં જણાવ્યું છે કે શહેરમાં આવેલા મોટાભાગના બાગ બગીચાની માવજત માટે તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું હોય તેમ બગીચામાં કોઈ સાફ સફાઈ થતી નથી, ઘાંસ કપાતું નથી, તૂટેલા બાંકડા રીપેર કરતા નથી, પાણીના ફુવારા બંધ છે તો લાઈટો લબુક ઝબુક થયા કરે છે.

શહેરમાં 300 જગ્યાએ પાણીની પાઈપલાઈનોમાં લીકેજીંગ હોય, લાખો ગેલન પાણીનો બગાડ થતો હોવાનો અશોકભાઈનો આક્ષેપ છે. એક તો ત્રણ ચાર દિવસે પાણી વિતરણ કરાય છે અને લીકેજીંગ રીપેર કરવા તંત્ર સમજતું નથી..આ વાત સામે તંત્ર જૂની કેસેટ વગાડે છે કે માણસો નથી, તો તાજેતરમાં 60 થી 70 માણસોને છુટા કરવાનું શું કારણ ? તેવો અરજદારનો અણીયારો પ્રશ્ન છે.

પાલિકાની બાંધકામ શાખા ઘોર નિંદ્રામાં પડી હોઈ તેમ શહેરના મોટાભાગના રોડ રસ્તાઓ પર નાના મોટા ખાડા બુરવા કોઈ દિવસ પ્રયાસ હાથ ધરાતો નથી. ઘણા સમય થયા આ શાખામાં નાનું મોટું પરચુરણ કામો કરી રહેલા અમુક મજુરોને છુટા કરી તંત્રે હાથે કરીને રોડ રસ્તાની હાલત ના સુધારવી હોય તેવી નીતિ અખત્યાર કરી છે.

હેરના મતવા શેરીની સામે આવેલ મુતરડી સહીત અનેક જગ્યાએ ખદબદતી ગંદકીથી પ્રજા ત્રાસી ગઈ છે. કચરાનો કોન્ટ્રાક્ટ શહેરમાં અમલી છે કે નહિ ? તે અરજદારને સમજાતું નથી. સફાઈ બાબતે જેતપુર પાલિકાને એવોર્ડ મળેલ છે, પણ આ એવોર્ડની આબરૂ વધારવાને બદલે સંબંધિતો કોઈ બીજા જ વહીવટમાં પડ્યા હોવાનો અશોકભાઈનો આક્ષેપ છે. પ્રજાને સફાઈ કર ભરવાનું માથે પડે છે કારણ રહેણાંક મકાનોના અને દુકાનોના આસામીઓ તો પોત પોતાના આંગણા જાતેજ સાફ કરે છે.

શહેરની એવી કોઈ ગલી કે નાકું નથી કે જ્યાં ખોદાયેલા રોડ ના હોય, તંત્રને જયારે રજુઆત કરાય છે ત્યારે જવાબ મળે છે કે તે ભૂગર્ભ ગટર બનાવતા તંત્રે કર્યું છે ! તો શું આવી કામગીરીનો કોન્ટ્રાક્ટ રાખનાર સંબંધિતોને શહેરના રોડ રસ્તાઓની આવી હાલત કરી દેવાની છૂટ અપાઈ હશે કે શું ? પાલિકા તંત્ર તેઓને કાઈ કહી ના શકે ? તેવો રાજુઆતકર્તાનો પ્રશ્ન છે. 

શહેરના મોટાભાગના રોડ રસ્તા પર સોડીયમ લેમ્પ ઉતારી એલઈડી લાઈટો લગાવાઈ છે, પણ આ લાઈટો પુરતો પ્રકાશ નાં આપતી હોય રોડ પર અંધારા ઉતરી આવ્યા છે. તંત્રે આ બાબતે તાત્કાલિક કોઈ બીજો નિર્ણય લઈને પુરતી લાઈટ વ્યવસ્થા કરવી જોઈએ.

બોક્સ: સૌથી વધુ કરવેરા ભરતા સાડી ઉદ્યોગને સુવિધામાં મીંડું !
જેતપુર : અરજદાર પાલિકા સદસ્ય અશોકભાઈ મંગલાણી સૌથી મહત્વના અને પાલિકા તંત્રને નીચાજોણું થાય તેવો પ્રશ્ન રજુ કરતા જણાવેલ છે કે રહેણાંક વિસ્તારમાં તો ઠીક કોઈ સુવિધાના ઠેકાણા નથી પણ સૌથી વધુ હાઉસટેક્સ, શિક્ષણ ઉપકર, સફાઈ અંને દીવાબત્તી સહીત તમામ કરવેરા ભરનાર જેતપુર સાડી  ઉદ્યોગના કારખાના સુધી પહોંચવા પાલિકા તંત્રએ કોઈ દિવસ કોઈ રોડ રસ્તા બનાવ્યા નથી.

બોક્સ: તો..આત્મવિલોપન કરતા પણ અચકાઈશ નહિ !!
જેતપુર: જેતપુર પાલિકાના સદસ્ય અશોકભાઈ મંગલાણીએ રજુઆતમાં જણાવ્યું છે કે જેતપુર શહેરને કોરી ખાતા ઉપરોક્ત પ્રશ્નો પરત્વે તેઓએ પાલિકાના ચીફ ઓફિસરને અનેક વખત રજુઆતો કરી છે પણ તંત્ર જાણી જોઇને આંખ આડા કાન કરતુ હોય જો તેઓના પ્રશ્નો તાત્કાલિક હલ નહિ કરાય તો તેઓ આંદોલન અને આત્મવિલોપન કરતા પણ અચકાશે નહિ !
કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 9974262812

પોરબંદરના સાંસદ રાદડિયાની નવમી વખત રકતતુલા કરાશે

સદભાવ બ્લડ ડોનેટ ટ્રસ્ટ નવાગઢ દ્વારા 
પોરબંદરના સાંસદ રાદડિયાની 
નવમી વખત રકતતુલા કરાશે
જેતપુર તા.15
જેતપુર નવાગઢમાં અગાઉ 86 વખત સફળ રક્તદાન કેમ્પોના આયોજનો કરનાર સદભાવ બ્લડ ડોનેટ ટ્રસ્ટ નવાગઢ દ્વારા આગામી 27-9-2015 ના રોજ, પટેલ સમાજની વાડી નવાગઢ ખાતે સાંજે 6 : 00 કલાકે પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાની નવમી વખત રક્ત,  સાકર અને ધન તુલા કરવાનું આયોજન કરાયું હોવાનું ટ્રસ્ટ પ્રમુખ અનીલ કાછડિયા( જેતપુર પાલિકા સદસ્ય) જણાવે છે.
તેઓએ વધુમાં જણાવેલ કે તેઓના ટ્રસ્ટ દ્વારા ભૂતકાળમાં ચાંપરડાના મહંત મુક્તાનંદ બાપુ, જયેશભાઈ રાદડિયા, વિઠ્ઠલભાઈ રાદડિયા, ગોવિંદભાઈ રાણપરીયા, જસુબેન કોરાટ, લાલજીભાઈ સાવલિયા વિગેરેની રક્ત્તુલાના સફળ કેમ્પના આયોજનો થયા હતા. આગામી રક્તદાન કેમ્પમાં પણ રકતદાતાઓ રક્તદાન માટે ઉમટી પડે તેવી હાકલ કરાઈ છે.
કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 9974262812



12 હજાર રેશનકાર્ડમાં કાર્ડધારકોના તોછડાઈભર્યા નામો લખાતા સાંકરોળાના સરપંચ સહીત ગ્રામજનોનું મામલતદારને આવેદન

12 હજાર રેશનકાર્ડમાં કાર્ડધારકોના તોછડાઈભર્યા નામો લખાતા 
સાંકરોળાના સરપંચ સહીત ગ્રામજનોનું મામલતદારને આવેદન 
45 દિવસમાં ઘટતું નાં કરાય તો આ વાતને કોર્ટમાં લઇ જવા અને આંદોલન છેડવાની સરપંચની ચીમકી 

જેતલસર તા.15
ભેંસાણ પુરવઠા તંત્રના અમુક આળસુ સ્ટાફે આશરે 12000 નવા બારકોડેડ રેશનકાર્ડમાં તુકારા અને તોછડાઈભર્યા કાર્ડધારકોના નામ લખ્યા હોય, તાકીદે કોઈ પણ સુધારા અરજી વગર દિવસ 45 માં રેશન કાર્ડ નહિ સુધારાય તો આ વાતને કોર્ટમાં પડકારીને ઉપવાસ આંદોલન છેડવાની સાંકરોળાના સરપંચ પ્રવીણભાઈ સોજીત્રાએ ચીમકી ઉચ્ચારતું એક આવેદન ગઈ કાલે ભેંસાણના મામલતદારને સુપ્રત કર્યું હતું.

મળતી વિગતો મુજબ ભેંસાણ તાલુકાની પુરવઠા કચેરીના સંબંધિત અને નવાણીયા સ્ટાફે ભેંસાણ તાલુકાના મોટાભાગના જુનામાંથી નવા બારકોડેડ રેશનકાર્ડ બનાવવાની સુંદર કામગીરી બજાવી તે પ્રશંસનીય છે. પણ લાગતા વળગતા સ્ટાફે રેશન કાર્ડઘારાકના નામો પાછળ ભાઈ અને બહેન જેવા શબ્દો કાપી નાખી, ઘોર આળસ વ્યક્ત કરી તુકારભાર્યા અને તોછડાઈભર્યા નામો લખીને મોકલી દેતા આ વાતનો કાર્ડધારકોમાં ભારે ઉહાપોહ મચ્યો છે. 
આ વાતને હાથમાં લઈને સાંકરોળાના સરપંચ પ્રવીણભાઈ સોજીત્રાએ ગઈકાલે પરેશભાઈ પંડયા, ભેસાણીયા જગદીશભાઈ, જયદીપભાઈ  ભુવા, વિનુભાઈ વઘાસીયા વિગેરે ગ્રામજનોને સાથે રાખી ભેંસાણના મામલતદારને એક આવેદન આપી આવેદનમાં ચીમકી ઉચ્ચારી હતી કે ભેસાણ તાલુકાના આશરે 12000 નવા રેશન કાર્ડમાં કાર્ડધારકોના નામો 45 દિવસમાં સુધારવામાં નહિ આવે તો ગ્રાહકોના અપમાન સમાન આ વાતને કોર્ટમાં પડકારાશે, એટલુજ નહિ ન્યાય માટે ભેંસાણની મામલતદાર કચેરી સામે હજારો લોકોને સાથે રાખી ઉપવાસ આંદોલન પણ છેડાશે.

ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812 

પોલીસ કર્મચારીઓ પર નજર

ઈ - બીટ પેટ્રોલિંગ સિસ્ટમ પોલીસ કર્મચારીઓ પર નજર રાખશે

વડોદરા :  શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર મોટાભાગે ચોરી, લૂંટ કે ધાડ જેવા બનાવો મોડીરાતે જ બનતાં હોય છે. પોલીસ અસરકાર પેટ્રોલીંગ નહીં કરતી હોવાથી ઘણીવાર તસ્કરો અને લૂંટારૂઓ ખેલ પાડવામાં સફળ થતાં હોય છે. પરંતુ હવે પોલીસ કર્મચારીઓ નાઈટ પેટ્રોલીંગમાં પોલ નહીં મારી શકે. કારણ કે, પોલીસ કર્મીઓની પોલને પકડી પાડે, તેવી ઈ-બીટ પેટ્રોલીંગ સિસ્ટમ પોલીસ તંત્રએ વસાવી છે. દરેક એન્ડ્રોઈડ મોબાઈલ ફોનમાં ક્યુ.આર.કોડ આવે છે. આ કોડનો ઉપયોગ કરી ક્યુ.આર. કોડ પ્લેટ બનાવવામાં આવી છે. જેને ઈ-બીટ પેટ્રોલીંગ સિસ્ટમમાં નામ આપવામાં આવ્યું છે. આ ક્યુ.આર.કોડ પ્લેટ પોલીસ સ્ટેશન દીઠ નક્કી કરેલા ૧૦ પોઈન્ટો પર લાગશેે. નાઈટ પેટ્રોલીંગ કરનાર પોલીસ કર્મચારી આખી સોસાયટીમાં ફરે તે માટે પ્લેટ છેલ્લા મકાન પાસે લગાવાશે. આ પ્લેટ પર પોલીસ કર્મી પોતાની પાસેનો એન્ડ્રોઈડ ફોન મુકશે, એટલે તરત જ મોબાઈલ ફોનના ડેટા કેપ્ચર કરી લેશે. ત્યારબાદ પોલીસ કર્મીએ મોબાઈલ ફોનમાં પોતાનો ફોટો પાડવો પડશે, જે સોફ્ટવેર થકી સીધો જ પોલીસ સ્ટેશનમાં મુકેલા સર્વરમાં જતો રહેશે. તેથી નાઈટ ડયુડીમાં હાજર પોલીસ કર્મચારીઓએ તેમને ફાળવેલા પોઈન્ટો પર દર કલાકે જવું પડશે. જો, નહીં જાય તો આ ઈ-બીટ સિસ્ટમ તેમની ચાડી ખાશે. આ સિસ્ટમ એવી પણ ખાસિયત છે કે, પોલીસ કર્મચારી કોઈ ઝાડ નીચે પોલીસ વાન પાર્ક કરીને લાંબી તાણી દે અને હોમગાર્ડના જવાનને મોબાઈલ ફોન આપી પોઈન્ટો ચેક કરવા મોકલશે તો પણ ઝડપાઈ જશે. બીજા દિવસે સવારે પી.આઈ. પોલીસ સ્ટેશનમાં આવશે ત્યારે તેમને હાર્ડ કોપી મળી જશે. જેમાં નાઈટ ડયુડીમાં હાજર પોલીસ કર્મચારીઓના નામ અને તેમણે ક્યો પોઈન્ટ કેટલા વાગે ચેક કર્યો હતો.? તેની માહિતી આવી જશે. આ સિસ્ટમથી નાઈટ ડયુટીમાં પોલીસ પોલ નહીં મારી શકે. ૨૧મી સદીના ટેકનોલોજીના યુગમાં પોલીસ તંભ પણ હાઈટેક બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. વાયરલેસની જેમ ઈ-બીટ સિસ્ટમ માટે દરેક પોલીસ સ્ટેશન દીઠ ઓછામાં ઓછા ૫ થી ૬ એન્ડ્રોઈડ ફોન સુરક્ષા સેતુ અંતર્ગત ખરીદશે. આજે પોલીસ અધિકારીઓની હાજરીમાં ઈ-બીટ સિસ્ટમ બનાવનાર કંપની દ્વારા પ્રતાપનગર હેડ ક્વોર્ટર ખાતે ડેમો રાખવામાં આવ્યો હતો, તેમ જોઈન્ટ પોલીસ કમિશનર ડી.જે.પટેલે જણાવ્યું હતું. (Courtesy : Sandesh)

પી.ટી.આઇ ના નવા ચેરમેન

શ્રી હોરમસજી એન. કામા પી.ટી.આઇ ના નવા ચેરમેન બન્યા



નવી દિલ્હી: 'મુંબઈ સમાચાર'ના ડાયરેક્ટર શ્રી હોરમસજી એન. કામા પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (પીટીઆઇ)ના ચેરમેનપદે અને 'મલયાલા મનોરમા'ના ડાયરેક્ટર શ્રી રિયાદ મેથ્યુ પીટીઆઇના વાઇસ ચેરમેન તરીકે સોમવારે સર્વાનુમતે ચૂંટાયા હતા. શ્રી હોરમસજી કામા જાગરણ પ્રકાશનના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મહેન્દ્ર મોહન ગુપ્તાના અનુગામી બન્યા છે. શ્રી મેથ્યુ વાઇસ ચેરમેનપદે તેમના અનુગામી બન્યા છે. અત્રે કંપનીની યોજાયેલી ૬૭મી એન્યુઅલ જનરલ મીટિંગ બાદ યોજાયેલી બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મીટિંગમાં આ ચૂંટણી યોજાઇ હતી. શ્રી કામાએ ઈન્ડિયન ન્યૂઝપેપર્સ સોસાયટી (આઇએનએસ)ના પ્રમુખ તરીકે બે મુદત સુધી સેવા આપી છે અને હાલમાં તેઓ રીડરશિપ સ્ટડીઝ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન છે. આ ઉપરાંત ઓડિટ બ્યુરો ઓફ સરક્યુલેશન (એબીસી)ના તથા કાઉન્સિલ ઓફ ફેર બિઝનેસ પ્રેક્ટિસીસના બોર્ડમાં પણ સેવા આપી રહ્યા છે. આ અગાઉ તેમણે પ્રેસ કાઉન્સિલના સભ્યપદે બે મુદતથી સેવા આપી હતી અને તેઓ ગયા વર્ષે ફરીથી એમાં નિમાયા હતા. શ્રી મેથ્યુ મલયાલા મનોરમાના સિનિયર આસિસ્ટન્ટ એડિટર પણ છે અને 'વીક' પણ સંભાળે છે. 'વીક' ભારતનું એક અગ્રગણ્ય ન્યૂઝ મેગેઝિન છે. તેઓએ યુનિવર્સિટી ઓફ મેરિલેન્ડમાંથી જર્નલિઝમમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી છે. આ ઉપરાંત વૉશિંગ્ટન ખાતે એસોસિએટેડ પ્રેસ (એપી)ના સંવાદદાતા તરીકે પણ તેમણે કામગીરી બજાવી છે. શ્રી કામા, શ્રી મેથ્યુ અને શ્રી ગુપ્તા ઉપરાંત પીટીઆઇ બોર્ડના સભ્યોમાં શ્રી કે. એન. શાંત કુમાર (ડેક્કન હેરલ્ડ), શ્રી વિવેક ગોએન્કા (ઈન્ડિયન એક્સપ્રેસ), શ્રી વિનીત જૈન (ટાઈમ્સ ઓફ ઇન્ડિયા), શ્રી અવીક કુમાર સરકાર (આનંદ બઝાર પત્રિકા), શ્રી એન. રવિ (ધ હિન્દુ), શ્રી એમ. પી. વીરેન્દ્ર કુમાર (માતૃભૂમિ), શ્રી સંજોય નારાયણ (હિન્દુસ્તાન ટાઈમ્સ), શ્રી વિજય કુમાર ચોપરા (હિન્દ સમાચાર) અને શ્રી આર. લક્ષ્મીપતિ (દિનામલાર)નો સમાવેશ થાય છે. આ અગાઉ શેરહોલ્ડરોને સંબોધતાં શ્રી ગુપ્તાએ જણાવ્યું હતું કે પીટીઆઇની ન્યૂઝ સર્વિસ અને ફોટો સર્વિસે વર્ષ દરમિયાન પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. વ્યાપક રીતે ફેલાયેલ પીટીઆઇના ફોરેન કોરોસપોન્ડેન્ટ્સ નેટવર્કનું એજન્સીમાં મોટું યોગદાન રહ્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું. વેજ બોર્ડ એવૉર્ડની પીટીઆઇ ઉપર ગયા વર્ષે થયેલી વિપરીત અસરની પણ તેમણે યાદ દેવડાવી હતી તથા એનો બોજ સતત ચાલુ જ રહેલો છે. અલબત્ત, પરિસ્થિતિમાં નજીવો સુધારો થઈ રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.  (Courtesy : Mumbai Samachar)

જેતલસરમાં ધેનુંમાનસ કથાની પુર્ણાહુતી નિમિત્તે દીપમાળા યોજાઈ

જેતલસરમાં ધેનુંમાનસ કથાની પુર્ણાહુતી નિમિત્તે દીપમાળા યોજાઈ
જેતલસર તા.15
જેતલસરના ગાયત્રી નગરમાં શ્રી સુર્યમુખી હનુમાનજી મંદિરના પ્રાંગણમાં બિરાજમાન શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે શ્રી ધેનું માનસ (ગૌ)કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. તા.6 થી 13 સુધી શાસ્ત્રી હાર્દિક પંડ્યાના વ્યાસાસને ચાલેલી આ કથાના સાતેય દિવસો દરમિયાન રાત્રીના ધૂન, ભજન, કીર્તન અને લોકડાયરાના આયોજનોને ધર્મપ્રેમી જનતાને બહોળી સંખ્યામાં હાજરી આપી વધાવ્યા હતા. જેતપુરના અગ્રણી દાતાઓ બળવંતભાઈ ધામી, જગદીશભાઈ પાંભર, રાજકોટના મનહરલાલ વૃજલાલ ભટ્ટ (કોઠી કંપાઉંડ) સહીત જેતપુર બ્રહ્મસમાજના આગેવાનોએ,  ગાયત્રીનગર વાસીઓ, સમસ્ત જેતલસરના ધર્મપ્રેમી પ્રજાજનો, ગાયત્રીનગર મહિલા સત્સંગ મંડળ, રાધેકૃષ્ણ મહિલા સત્સંગ મંડળ વિગેરે એ ડાયરાની મોજ માણી મંદિર માટે યથા શક્તિ નોંધપાત્ર ફાળા નોંધાવ્યા હતા. ભજનીકો કાળુભાઈ રાણીંગા, રાજુભાઈ કાપડી, પુનમબેન રાઠોડ, શાંતાબેન પરમાર, હાર્દિક પંડ્યા, કરિશ્મા દેશાણી, મનહર દેશાણી, કેશુભાઈ ઝાલા, ગીરધરબાપુ વિગેરી નિશ્વાર્થ ભાવે દેવાધિદેવના મંદિર નિર્માણ માટે પોત પોતાની ભજન, સાહિત્યની કળા પીરસી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખતજ ધેનુંમાનસ(ગૌ કથા) કથાનું જેતલસર ખાતે આયોજન કરનાર મુખ્ય યજમાન જીતુભાઈ જોશી, કુલદીપ જોશી સહીત જીતુભાઈ મકવાણા, તુલસીભાઈ તેજાણી, રવિ ભડલીયા, અજય તેજાણી વી કથા આયોજનને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. પ્રસ્તુત તસ્વીરમાં કથા પુર્ણાહુતીના દિવસે ગાયત્રીનગરની ધર્મ પ્રેમી મહિલાઓએ ભવ્ય દીપમાળા યોજી ભોળાનાથ મહાદેવ અને હનુમાનજી મહારાજના દર્શનનો લાભ લીધો હતો તે દેખાય છે. 
(ફોટો-સમાચાર : કશ્યપ જોશી જેતલસર-9974262812)

સોમવાર, 14 સપ્ટેમ્બર, 2015

જેતપુરના ભીડભંજન રોડ પરની યુરીનલ વાહનચાલકો સહીત સૌ માટે માથાના દુઃખાવા સમાન !

યુરીનલથી રોડ સાંકડો થઇ જતા રોજ સર્જાતી ટ્રાફિક સમસ્યા, તંત્ર જાણે છે, પણ જાગતું નથી !! 
જેતપુરના ભીડભંજન રોડ પરની યુરીનલ વાહનચાલકો 
સહીત સૌ માટે માથાના દુઃખાવા સમાન !

જેતપુર તા.14
જેતપુરના સ્ટેન્ડ ચોકથી ભીડભંજન મહાદેવ તરફ જવાના રસ્તા પર ઉભી કારાયેલ એક યુરીનલથી સાંકડા  બની ગયેલ આ રોડ પર સર્જાતી રોજની ટ્રાફિક સમસ્યાથી વાહન ચાલકો સહિતના શહેરીજનો ત્રાસી ગયા છે. 
મળતી વિગતો મુજબ જેતપુર શહેરમાંથી પસાર થતા શ્રી ભીડભંજન મહાદેવ રોડ પર તંત્રે થોડા વર્ષો પહેલા એક પે એન્ડ યુઝ ટોઇલેટ-યુરીનલ ઉભી કરી છે. યુરીનલ ઉભી થતા આ રોડ સાંકડો થઇ ગયો છે.
આ યુરીનલની આજુબાજુ શાળાઓ, બેંકો આવેલી હોય, શાળા છુટતા અહી વિદ્યાર્થી ભાઈ બહેનોનો આવન જાવનમાં ઘસારો રહેતો હોય, આ સમયે નીકળતા વાહનચાલકો મોટી ટ્રાફિક સમસ્યા ઉભી કરી રહ્યા છે.
અત્રે એ નોંધનીય છે કે ભીડભંજન રોડ પરની આ યુરીનલ રોજ દિવસ દરમિયાન અનેક વખત ટ્રાફિક જામ જેવી સ્થિતિ પેદા કરતી હોવાની વાત ખુદ પાલિકા તંત્ર જાણતું હોવા છતાં તંત્ર પ્રજાની ફરિયાદની તંત્ર રાહ જોતું હોય તેવો તાલ સર્જાયો છે. એટલુજ નહિ આ જાહેર શૌચાલય પાસે સવારથી સાંજ સુધી બેસુમાર ગંદકીયુક્ત ઉકરડાના થર જામી રહ્યા હોય, અહીંથી પસાર થતી પ્રજા, રાહદારીઓ કોઈ રોગચાળાનો ભોગ નાં બને તે વાતની દહેશત સેવાઈ રહી છે.
બીજી બાજુ પાલિકા તંત્રની સંબંધિત શાખા સુત્રો જણાવે છે કે આ માટે ખરેખર ટ્રાફિક સમસ્યારૂપ યુરીનલ છે કે નહિ ? તે અંગેના સ્થાનિક પોલીસના અભિપ્રાયની રાહ જોવાઈ રહી છે. પોલીસનો ટ્રાફિક સમસ્યા પરત્વેનો સમર્થન આપતો અભિપ્રાય મળશે તો આ મુતરડી દુર કરાશે.

બોક્સ: ભારે વાહન પ્રતિબંધ જાહેરનામાનો બેરોકટોક ભંગ 
જેતપુર : ભીડભંજન રોડ પર મુતરડીએ ટ્રાફિક સમસ્યા ખડી કરી હોવાની વાતને એક બાજુએ રાખીને વાત કરીએ તો પહેલેથી જ સાંકડા આ રોડ પર એટલેકે શહેરના સ્ટેન્ડચોકથી બોખલા દરવાજા સુધીના આ રોડ પર બેંકો, શાળાઓ અને વ્યાપારીઓની ભારે અવર જવરને ધ્યાને લઈને રાજકોટ જીલ્લા કલેકટરે વર્ષો પહેલા આ રોડ પર આવન કે જાવન માટે ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અમલી બનાવ્યું છે. પણ આ જાહેરનામાનો અમલ કરાવવા જેઓની જવાબદારી થાય છે તેઓ પણ ચુપ હોય ઘટતું થાય તેવું જેતપુરના પ્રજાજનો ઈચ્છી રહ્યા છે.
                                                          ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 


જેતપુર કોંગ્રેસના માઈનોરીટી વિભાગમાં ચેરમેન નિમાયા

જેતપુર કોંગ્રેસના માઈનોરીટી 
વિભાગમાં ચેરમેન નિમાયા 
જેતપુર તા.4
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના રાજકોટ માઈનોરીટી સેલના ચેરમેન આરીફ નાથાણીએ નવાગઢ(જેતપુર)ના ફારૂકભાઈ ઇકબાલભાઈ મોદનને જેતપુર કોંગ્રેસ માઈનોરીટી સેલના ચેરમેન તરીકે નિમણુક આપી છે. નવાગઢમાં લોકપ્રશ્નો ઉપરાંત મુસ્લિમ સમાજના નાના મોટા સેવાકીય કામોમાં સદાય રત રહેતા ફારૂકભાઈની નિમણુકને શહેર કોંગ્રેસ પ્રમુખ નીલેશ પંડ્યા, રાજકોટ જીલ્લા ઉપપ્રમુખ જગદીશ પાંભર, યુથ કોંગ્રેસ પ્રમુખ ફિરોજ ખેભર, મહિલા અગ્રણી સહેનાઝબેન બાબી વિગેરેએ આવકારી છે.

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 

જેતપુરનો ગોંદરા વિસ્તાર ગંદકીમાં ગરક માજી પાલિકા પ્રમુખની ફરિયાદ ધ્યાને લેવાશે ?

જેતપુરનો ગોંદરા વિસ્તાર ગંદકીમાં ગરક 
માજી પાલિકા પ્રમુખની ફરિયાદ ધ્યાને લેવાશે ?

જેતપુર તા.14
જેતપુરના ગોંદરા વિસ્તારમાં લાંબા સમય થયા સાફ સફાઈ થઇ ના હોય આ વિસ્તારની પ્રજા વતી માજી પાલિકા પ્રમુખ રમાબેન મકવાણાએ પાલિકા તંત્ર કિન્નાખોરી દાખવતું હોવાનો આક્ષેપ કર્યો છે.
મળતી વિગતો મુજબ જેતપુર પાલિકા પ્રમુખ પદેથી મુદ્દત પૂરી થતા પાલિકા સદસ્ય બની ગયેલા રમાબેને આજે સ્થાનિક પત્રકારોને વિગતો આપી હતી શહેરના ગોંદરા વિસ્તારમાં લાંબા સમય થયા સાફ સફાઈ થતી ના હોય અને ગંદકીના ખડકાયેલા ગંજથી ભયંકર રોગચાળો ફેલાઈ તેવી દહેશત વર્તાઈ રહે છે.
તેઓ કહે છે કે નવા પાલિકા પ્રમુખ જાણી જોઇને રાજકીય કિન્નાખોરી દાખવી રહ્યા છે. અને એટલેજ ગોંદરા વિસ્તારમાં હાર્વે ઘાટ વિસ્તારમાં ગંદકીયુક્ત ઉકરડા ખદબદી રહ્યા છે. પરિણામે અમુક શહેરોમાં પુનઃ પગ પેસારો કરનાર ડેન્ગ્યું રોગનો અજગર ભરડો લેવાય તેવી લત્તાવાસીઓમાં દહેશત ફેલાઈ છે.
આ સિવાય ખીરસરા રોડ પર પણ ગંદકી એ માઝા મૂકી હોવાની પ્રજા  ફરિયાદો ઉઠી છે. જેતપુર પાલિકાના માજી પ્રમુખ રમાબેને ખુલ્લો આક્ષેપ કરતા  જણાવેલ જ્યારથી તેઓ પ્રમુખ પદેથી ઉતર્યા છે ત્યારથી તેઓના વિસ્તારમાં વિકાસના કામો પર બ્રેક મરાવીને સંબંધિતો તેમને હેરાન પરેશાન કરે છે. ત્યારે સંબંધિતો આવું ઓરમાયું વર્તન અને રાજકીય કિન્નાખોરી રાખવાનું બંધ કરાય તેવી મહિલા સદસ્ય રમાબેને માંગ કરી છે.

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 


જેતપુરમાં સિંધી સમાજનો ચાલીસમો ઉત્સવ સંપન્ન વાજતે ગાજતે શોભા યાત્રા નીકળી, નદીમાં વિસર્જન

જેતપુરમાં સિંધી સમાજનો ચાલીસમો ઉત્સવ સંપન્ન 
વાજતે ગાજતે શોભા યાત્રા નીકળી, નદીમાં વિસર્જન 
જેતપુર તા.14
છેલ્લા 40 દિવસ થયા જેતપુરમાં સિંધી સમાજ દ્વારા ઉજવાતા આવતા ચાલીસમો ઉત્સવની આજે ધામધુમથી પુર્ણાહુતી નિમિત્તે શહેરમાં શોભાયાત્રા કઢાઈ હતી.
આ અંગે મળતી વિગતો મુજબ પ્રતિ વર્ષ પવિત્ર શ્રાવણ મહિના પહેલા 10 દિવસથી શરુ થઈને સતત 40 દિવસ થયા શહેરના સિંધી સમાજ દ્વારા અહીના લાદી રોડ અને નાના ચોક ખાતે આવેલ શ્રી ઝૂલેલાલ ભગવાનના મંદિર ખાતે ઉજવાતા આવતા 40મો ઉત્સવની આજે પુર્ણાહુતી નિમિત્તે ઝૂલેલાલ ભગવાનના ફ્લોટ સાથે સિંધી સમાજના આગેવાનો, યુવાનો અને કાર્યકરો તેમજ મહિલા વર્ગે ધૂન-કીર્તન કરતા કરતા 13 મી વિશાળ શોભાયાત્રા મંદિરેથી યોજી હતી. જે શહેરના તમામ રાજમાર્ગો પર ફરી હતી. શોભાયાત્રામાં જેતપુર નગર પાલિકાના દંડક અશોક મંગલાણી સહિતના નાના મોટા આગેવાનો જોડાયા હતા.પત્રકાર દિલીપભાઈ તનવાણીના જણાવ્યા અનુસાર આ શોભાયાત્રાનું અહીની ભાદર નદીમાં વિસર્જન કરાયા બાદ મંદિર ખાતે 40 દિવસ થયા વ્રત કરતા બેહેનો અને ઉત્સાહી યુવા સેવા મંડળના કાર્યકરો સામુહિક પ્રસાદ લીધો હતો.
                                                                                                                               ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર
----------------------------------------