અનુયાયીઓ

મંગળવાર, 8 સપ્ટેમ્બર, 2015

શ્રીનાથજી કોટેક્ષ પ્રાઈવેટ લી.નામની જીનીંગ મિલને સીલ કરતુ દેનાબેંક તંત્ર ! કશ્યપ જે. જોશી જેતપુર

પાટીદાર અનામતના પ્રણેતા હાર્દિક પટેલના જીગરી દોસ્ત દિનેશ પટેલની જેતપુરના પીઠડીયા નજીકની 
શ્રીનાથજી કોટેક્ષ પ્રાઈવેટ લી.નામની જીનીંગ મિલને સીલ કરતુ દેનાબેંક  તંત્ર !
રૂ.17, 14,19,228-69 જેવી વ્યાજ સહિતની લોન ભરપાઈ કરવામાં નિષ્ફળ રહેલા દિનેશ પટેલને પડેલી કાનૂની લપડાકથી પાટીદારોમાં ચકચાર 

જેતપુર તા.8  (કશ્યપ જોશી દ્વારા )
જેતપુર તાલુકાના પીઠડીયા ગામના  સર્વે નંબરના પ્લોટમાં આલિશાન જીનીગ મિલ ઉભી કરવા રાજકોટની દેના બેન્કમાંથી લોન લીધા બાદ, લોન ભરપાઈ કરવામાં રીતસરની સંતાકૂકડી રમનાર જસદણના દિનેશ ભગવાનજી બાંભણીયા( પાટીદાર અનામતના પ્રણેતા હાર્દિક પટેલના જીગરી દોસ્ત) અને રાજેશ અમરશીભાઈ પટેલની માલિકીની જીનીંગ મિલને રાજકોટ સ્થિત દેનાબેંક સુત્રોએ જેતપુરના મામલતદારને આજે સાથે રાખી સીલ કરતા સમસ્ત પાટીદાર સમાજમાં ચકચાર જાગી છે.

મળતી વિગતો મુજબ જેતપુરના પીઠડીયા ગામના રેવન્યુ સર્વે નંબર 364 પૈકીની જીયારત પ્રકારની ખેડવાણ  જમીન હે.2-32-70 ચોમી (એ.5-30) કે જે ''  વસતડી વાળું'' નાં  ઓળખાય છે તે ખેતીની જમીન કે જે રજીસ્ટર વેંચાણ  દસ્તાવેજ  અનુ.નંબર 1041 તા.8-5-2009 થી મેસર્સ શ્રીનાથજી કોટેક્ષ પ્રાઈવેટ લીમીટેડ કંપનીના  ડાઈરેકટર દિનેશ ભગવાનજી બાંભણીયા અને રાજેશ અમરશી પટેલે ખરીદીને ઔદ્યોગિક હેતુ માટે બિનખેતી કરાવી શ્રીનાથજી જીનીગ કોટન મિલ ઉભી કરી હતી.

આ પહેલા આ બંને ભાગીદારોએ આધારભૂત સુત્રોના જણાવ્યા મુજબ રાજકોટની જાગનાથ પ્લોટ સ્થિત દેના બેન્કની બ્રાન્ચમાંથી રૂપિયા 15 કરોડની લોન લીધી હતી. પણ મતલબ નિકલ ગયા તો પહેચાનતે નહિ જેવી કહાવત મુજબ સતત બે વર્ષ સુધી આ બંને ભાગીદારોએ લોન ભરભાઈ કરવામાં ગલ્લા તલ્લા કરતા રૂપિયા 15 કરોડમાંથી ચડત વ્યાજ સહીત કુલ રૂપિયા 17, 14,19,228-69 પૈસા જેટલી રકમ થઇ જતા બેંક તંત્રે નોટીસવોર ચાલુ કરી પૈસા ભરી જવા દિનેશ પટેલ અને રાજેશ પટેલને ખુબ ટપાર્યા / ચેતવ્યા હતા.

પણ આ બંને ભાગીદારોમાંના એક ભાગીદાર દિનેશ પટેલ વર્તમાન સમયમાજ પાટીદાર અનામત મુદ્દે હીરો બનેલા હાર્દિક પટેલના જમણા હાથ સમાન મહાલતો હોય બેન્કને કોઈ પણ જવાબ આપતો નહોતો, પણ અંતે કાયદો કાયદાનું કામ કરે તેવી કહેવત સાર્થક કરીને રાજકોટ ની દેના બેન્કના એજીએમ રણવીરસિંહ ચૌહાણે પોતાના ઉપરાંત જેતપુરના મામલતદાર ભોરણીયા, સર્કલ ઓફિસર નીખીલ મેહતા, જેતપુરના ડીવાયએસપી પાટીલ, વીરપુર પોલીસના ફોજદાર જોશી સહિતના કાફલાને લઈને આજે મારતે ઘોડે પીઠડીયા ટોલ પ્લાઝા નજીકની, ઉપરોક્ત બંને ભાગીદારોની શ્રીનાથજી કોટન જીનીંગ મિલને સીલ કરી દેતા સમગ્ર જેતપુર પંથકમાં ચકચાર જાગી હતી.

બોક્સ: ક્યાં ક્યાં પત્રો અન્વયે બેન્ક્સુત્રોએ જીનીંગ મિલને સીલ કરી ???
જેતપુર: રાજકોટ દેના બેંક સુત્રો અને જેતપુરના મામલતદાર કચેરી દ્વારા ઉપરોક્ત બંને ભાગીદારોને ગઈ તા.28-8-2015 ના રોજ પાઠવેલી નોટીસમાં જણાવાયેલી વિગતો મુજબ ધી સીક્યુંરાઈજેશન એન્ડ રિકન્ત્રકશન  ઓફ ફાઈનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ એકટ 2002 તળે મિલકત (સિક્યોર્ડ એસેટ)નો કબજો લેવા જાહેર કરાયેલ નોટીસમાં જીલ્લા મેજીસ્ટ્રેટ રાજકોટ ના હુકમ નંબર જેએક્સ -સીક્યું-એકત કેશ નંબર 130/14 તા. 17-3-2015, શ્રી અધિકૃત અધિકારી દેનાબેન રાજકોટ નો અત્રેની કચેરીમાં રજુ થયેલ 25-3-15 ના પત્ર અન્વયે, મીનીસ્ટ્રી ઓફ ફાઈનાન્સ દિલ્હી, તા.8-2-2013 ના પત્ર નંબર 3/1/2011-ડીઆરટી/ રીકવરી વિગેરે સંદર્ભો ટાંકીને લખાયેલી નોટીસની આજે કોટન મિલ સીલ કરીને અમલવારી કરી હતી .

બોક્સ: અનેક બેંક કૌભાંડોમાં સંડોવાયે જતો દિનેશ પટેલ 
હાર્દિક પટેલના અંગત દોસ્ત ગણાતા દિનેશ પટેલને દેના બેંક દ્વારા ડીફોલ્ટર  જાહેર કરવામાં આવ્યા છે. તો બીજી તરફ આ અગાઉ  પણ દિનેશ પટેલ પર જેતપુરના  વીરપુરમાં ૫૭ લાખની છેતરપિંડી અને અમરેલીમાં એક કરોડ ૨૦ લાખની છેતરપીંડીની અરજીરૂપ ફરિયાદો પણ થઇ છે..ત્યારે હવે દેના બેંકનું આ ત્રીજું પ્રકરણ સામે આવતા સૌરાષ્ટ્રભરમાં  ખળભળાટ મચી ગયો છે..ત્યારે આગામી સમયમાં આ તમામ મામલે શું કાર્યવાહી થશે ? તે સમયજ બતાવશે।.
કશ્યપ  જે.જોશી જેતપુર જેતલસર 99742 62812


સોમવાર, 7 સપ્ટેમ્બર, 2015

જેતપુરમાં ધૂમ મચાવતા મનોરંજક લોકમેળાનો આજે છેલ્લો દિવસ

જેતપુરમાં ધૂમ મચાવતા મનોરંજક લોકમેળાનો આજે છેલ્લો દિવસ
જેતપુર તા.7
છેલ્લા ચાર દિવસ થયા જેતપુરના જીમખાના મેદાનમાં ચાલતા લાયન્સ કલબ જેતપુર આયોજિત મનોરંજક લોકમેળાનો આજે તા.8 છેલ્લો દિવસ છે. લોકમેળામાં પ્રજાપિતા બ્રહ્માકુમારી સહિતની સંસ્થાઓ દ્વારા રજુ કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોથી મેળાપ્રિય જનતા મોડીરાત્રી સુધી મેળાના મેદાનમાંથી નીકળવાનું નામ લેતી નથી. જેતપુર શહેર ઉપરાંત તાલુકાના 52 ગામોની મનોરંજન પ્રિય જનતાનો માનવ મહેરામણ મેળામાં જોવા મળી રહ્યો છે. પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત બતાવી પ્રજાની સલામતીની બખૂબી દેખરેખ રાખી છે. સ્ટોલ સંચાલકો પાસેથી અવનવા રમકડા માટે રંગીન જનતામાં પડાપડી થઇ રહી છે. અમુક જગ્યાએ ફજર અને ચકરડીઓના સંચાલકોએ બેફામ પૈસા વસુલ્યાની ફરિયાદો ઉભી થઇ હતી પણ અંતે પેટ માટે સૌ કમાવા અહી આવ્યા હોવાની લાગણીઓ પણ વ્યક્ત થતી સાંભળવા મળી છે. મેળાનું આયોજન કરનાર સંસ્થા લાયન્સ ક્લબ આ વર્ષના મેળાની આવકમાંથી પશુ દવાખાનામાં પશુઓની સોનોગ્રાફી માટેનું મશીન ખરીદનાર છે. ઉપરાંત વર્ષ દરમિયાન ગરીબોને ટ્રાઈસિકલ, સિલાઈ મશીનો, નાની મોટી ચીજ વસ્તુઓની સેવાઓ તેમજ અનેકવિધ રોગોના સારવાર  કેમ્પો, પશુ સારવાર અને ઓપરેશન કેમ્પોના સતત આયોજન કરતી હોવાનું લાયન પ્રમુખ અતુલ પટેલે જણાવ્યું હતું. 

ફોટો અને સમાચાર કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 

શનિવાર, 5 સપ્ટેમ્બર, 2015

ભૂચર મોરીમાં શહિદોને શ્રધ્‍ધાંજલી અર્પતા આનંદીબેન

ભૂચર મોરીમાં શહિદોને શ્રધ્‍ધાંજલી અર્પતા આનંદીબેન
>
> ધ્રોલ - જામનગર : રાજપૂતોના શૌર્ય, બલીદાન અને સંસ્‍કૃતિના ભવ્‍ય ભુતકાળની ઝાંખી કરાવતી વિર શહીદોની ભુમિ 'ભૂચર મોરીમાં' આજે મુખ્‍યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની ઉપસ્‍થિતિમાં શહિદ શ્રધ્‍ધાંજલી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભૂચર મોરી શહિદ સ્‍મારક ધ્રોલ ખાતે મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા. આવા શૌર્યભર્યા કાર્યક્રમમાં ગુજરાત રાજયના માનનીય મુખ્‍યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની ઉપસ્‍થિતિમાં  અશ્વ દોડ, તલવાર બાજી,  રાજપૂત કન્‍યાઓ દ્વારા શૌર્ય રાસ,  ભૂચર મોરીના શહીદોની શૌર્ય ગાથાનું કથન,  ધો.૧૦ અને ૧ર માં સમગ્ર સૌરાષ્‍ટ્રમાં મેરીટમાં પ્રથમ ક્રમાંકે આવેલા રાજપૂત વિદ્યાર્થીઓનું સિલ્‍વર મેડલથી સન્‍માન,  વિશેષ સન્‍માન શ્રી એન.કે.જાડેજા રાજપૂત કન્‍યા છાત્રાલય તથા બાશ્રી હિરાબા રામસિંહજી જાડેજા કન્‍યા છાત્રાલય-જામનગર કન્‍યા છાત્રાલયના દિકરીબાઓનું સન્‍માન કરાયુ હતુ. આ તકે રાજવી પરિવારના ફોટોગ્રાફર ભરતભાઇ જોષીના ફોટોનું પ્રદર્શન યોજાયુ હતુ. આ કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન તરીકે મુખ્‍યમંત્રીશ્રી આનંદીબેન પટેલ, કેબીનેટ પ્રધાન ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા, ભાજપના પ્રદેશ પ્રવકતા અને સ્‍વર્ણિમ ગુજરાત અમલીકરણ સમીતીના ચેરમેન શ્રી આઇ.કે.જાડેજા,  ભરતસિંહ પરમાર, પ્રદીપસિંહ વાઘેલા, ચંદનસિંહ રાજપૂત, પ્રદ્યુમનસિંંહ જાડેજા (ધ્રોલ) અને નરેન્‍દ્રસિંહ જાડેજા (લૈયારા) સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ડો. જયેન્‍દ્રસિંહ જાડેજા મેનેજીંગ ટ્રસ્‍ટી, શ્રી પી.ટી. જાડેજા -પ્રદેશ અધ્‍યક્ષ,  શ્રી હનુમંતસિંહ જાડેજા કન્‍વીનર વિશ્વ રાજપૂત સંઘ, શ્રી દિપકસિંહ ઝાલા પ્રદેશ કા. અધ્‍યક્ષ, રૂદ્રદત્તસિંહ વાઘેલા પ્રદેશ મહામંત્રી, અર્જુન દેવસિંહ પ્રદેશમંત્રી, વિશુભા ઝાલા પ્રદેશ મહામંત્રી, ગોપાલસિંહ જાડેજા (ટ્રસ્‍ટી ભૂચર મોરી શહીદ સ્‍મારક), નિર્મળસિંહ જાડેજા (કન્‍વીનર), રમજુભા જાડેજા , રાજેન્‍દ્રસિંહ વાઘેલા, ઇન્‍દ્રજીતસિંહ પરમાર, ગીરીરાજસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા પ્રમુખશ્રી રાજકોટ જીલ્લા સહિતના ગુજરાત રાજપૂત યુવા સંઘના અસંખ્‍ય કાર્યકરો જહેમત ઉઠાવી હતી. તેમ બળદેવસિંહ ગોહિલની યાદીમાં જણાવાયુ છે. (ફોટો : પ્રાદેશિક માહિતી કચેરી - રાજકોટ - ગુજરાત રાજ્ય )

શુક્રવાર, 4 સપ્ટેમ્બર, 2015

જેતપુરના સ્ટેશન વાવડી ગામે જુગાર દરોડો રોકડ 40 હજાર સાથે 8 શખ્શો પકડાયા

જેતપુરના સ્ટેશન વાવડી ગામે જુગાર દરોડો 
રોકડ 40 હજાર સાથે 8 શખ્શો પકડાયા 
જેતપુર તા.4
જેતપુર તાલુકાના સ્ટેશન વાવડી ગામે ગત રાત્રીના તાલુકા ફોજદારો કરમટીયા અને ગોહિલે જુગાર દરોડો પાડી 8 તાસપ્રેમીઓને રોકડ રૂપિયા 40 હજાર સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગતો મુજબ તાલુકાના સ્ટેશન વાવડી ગામે રાજેશ ડેરની વાડીમાં ચાલતા જુગાર ધામ પર તાલુકા પોલીસે દરોડો પાડતા જમણ ભૂરા કોરાટ, અરજણ ખોડા, અનીલ રાઘવજી રામોલીયા, રવિ ગોપાલ બાવાસી, દિલીપ જેન્તી ભુવા, રાજેશ ધીરુ ભટ્ટી, અરુણ ગોવિંદ સુવા તથા વાડી માલિક રાજેશની પોલીસે રૂપિયા 40 હજાર સાથે ધરપકડ કરી સાતમ બગડી નાખી છે.
કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 

જેતલસર નજીકથી જેતપુરના શખ્શને 400 લીટર દેશી દારુ-રીક્ષા સાથે ઝડપી લેતી પોલીસ

જુનાગઢથી જેતપુર લઇ આવતો હતો 
જેતલસર નજીકથી જેતપુરના શખ્શને 400 લીટર 
દેશી દારુ-રીક્ષા સાથે ઝડપી લેતી પોલીસ 
જેતપુર તા.4
જુનાગઢથી દેશી દારુ લઈને જેતપુર આવતા જેતપુરના શખ્શને તાલુકા પોલીસના જમાદાર મજનુંભાઈ મનાંતે રીક્ષા સાથે ઝડપી લીધો હતો.
મળતી વિગતો મુજબ જેતપુરમાં જૂની પોલીસ લાઈનમાં રહેતો રફીક નાસીર ભટ્ટી નામનો શખ્શ પોતાની જીજે 1 બી વાય 7814 નંબરની પિયાગો રીક્ષામાં રૂપિયા 8000 નો 400 લીટર દેશી દારુ ભરીને જેતપુર આવતો હતો ત્યારે જેતલસર નજીક ચોકી ધાર પર ઉભી કરાયેલી ચેક પોસ્ટ પર રહેલા જમાદાર મજનુંભાઈ મનાતે પકડી લઇ રૂપિયા 60 હજારની રીક્ષા પણ ડીટેઈન કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રસ્તુત તસ્વીરમાં દેશી દારૂના જથ્થા સાથે રફીક દેખાય છે.
ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 

જેતપુરમાં 3 માળની બાંધકામની મંજુરી છતાં આ નિયમને તોડી ખડકાઈ રહેલા બાંધકામો !?

જેતપુર શહેરમાં સરકારી નિયમોની ઐસીતૈસી કરતી બિલ્ડર્સ લોબી 
જેતપુરમાં 3 માળની બાંધકામની મંજુરી છતાં 
આ નિયમને તોડી ખડકાઈ રહેલા બાંધકામો !?
પત્રકારો સાથેની બેઠકમાં નગર પાલિકાના ઉપ પ્રમુખ પ્રમોદભાઈએ કહ્યું શહેરની ભૌગોલિક સ્થિતિને 
ધ્યાને લઈને અહી 3 માળ સુધીના બાંધકામો જ કાયદેસરના !! બાકી તમામને નોટીસો પાઠવી શકાય 

જેતપુર તા.4
જેતપુર નવાગઢ નગર પાલિકાના પ્રમુખ શારદાબેન બારોટે યોજેલ પત્રકારો સાથેની બેઠકમાં પાલિકાના ઉપ પ્રમુખ પ્રમોદભાઈ ત્રાડાએ પત્રકારોના સવાલનો જવાબ આપતા જણાવેલ કે જેતપુરમાં 3 માળથી ઊંચું કોઈ બાંધકામ બાંધી નાં શકાય તેવો સરકારી નિયમ છે. ત્યારે અહી આકાર લઇ ચુકેલા અને આકાર લઇ રહેલા બાંધકામોના નિર્માતાઓ પાલિકાના સંબંધિત સત્તાધીસો સાથે સાંઠગાંઠ ધરાવે છે કે દાદાગીરી ? તે હવે જેતપુર બહારના ઉચ્ચ સતાધીસોએ તપાસવું રહ્યું !!

મળતી વિગતો મુજબ તાજેતરમાં જેતપુર નગર પાલિકાના પ્રમુખ પદની સત્તા હાંસલ કરનાર શાંતાબેન બારોટ અને ઉપ પ્રમુખ પ્રમોદભાઈ ત્રાડાએ શહેરના પત્રકારો સાથે બેઠક યોજી, શહેરમાં ઉઠતા પ્રશ્નો, સમસ્યાઓની સમાધાનકારી ચર્ચા વિચારણા કરી હતી. આ તકે સ્થાનિક પત્રકારોએ રોડ, રસ્તા, સફાઈ, ગંદકી, ગટર ઉપરાંત ખાસ કરીને પાણીની સમસ્યા અંગેના પ્રશ્નો રજુ કરતા ઉપસ્થિત પાલિકાના પ્રમુખ-ઉપ પ્રમુખે પોતાનાથી બનતી અને થતી ઝડપી કાર્યવાહી બાબતે ખાતરી આપી હતી. આ સિવાય કમરીબાઇ હાઈસ્કુલ પાછળની મુતરડી / સૌચાલય દુર કરવા, પડીને પાદર બની રહેલા પાલિકાએ બનાવેલા શોપિંગ સેન્ટરોની હાલત સુધારીને કાર્યરત કરવા વિગેરે અનેક પ્રશ્નોની ઉપસ્થિત પત્રકારોએ જડી વરસાવતા તમામ પ્રશ્નો સ્ટેપ બાઈ સ્ટેપ ઉકેલવા પાલિકા સુત્રોએ ખાતરી આપી હતી.

ભાદર ડેમમાં પુરતું પાણી હોવા છતાં જેતપુર શહેરમાં એકાંતરા પાણી કેમ વિતરણ ના થઇ શકે ? તેવા એક સવાલના જવાબમાં પ્રમુખ ઉપપ્રમુખે જણાવેલ કે ભાદર ડેમાંથી પાણીનો જથ્થો મેળવ્યા બાદ અહી પાણી સંગ્રહ શક્તિના સ્ત્રોત્સ ઓછા હોય( પાણીની ટાંકીઓ)  પાણી સંગ્રહ શક્તિના પ્રસાધનો વધારવા તંત્ર કટ્ટીબદ્ધ છે. પણ આમ કરવામાં હજુ બે ત્રણ માસ લાગી જવાની વાત સત્તાધીશોએ દોહરાવી હતી.

તેવીજ રીતે શહેરના એક માત્ર અને મહાત્મા ગાંધી રોડ પર આવેલ બગીચામાં બાળકોને રોવડાવતા, કજીયો કરાવતા હીંચકાઓ તાકીદે રીપેર કરાવવા, નવી ટેકનોલોજીના લપસણીયા સહિતના સાધનો તાકીદે ઉપલબ્ધ કરાવવાની રજૂઆત બાબતે ઉપસ્થિત પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખે યોગ્ય કરાવવાની ખાતરી આપી હતી.
બોક્સ: ગેરકાયદેસર બાંધકામો પરત્વે તંત્રનું મને-કમને સમર્થન !?
જેતપુર : જેતપુર શહેરની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લઈને જેતપુરમાં કેટલા માળના / મજલાના બાંધકામની મંજુરી પાલિકા તંત્ર આપી શકે ? તેવા એક સવાલનો જવાબ વાળતા જેતપુર નગર પાલિકાના ઉપ પ્રમુખ પ્રમોદભાઈ ત્રાડાએ જણાવેલ કે માત્ર 3 માળના બાંધકામો જ જેતપુરમાં બાંધી શકાય અને તેટલી ઉંચાઈની જ સરકારની મંજુરી છે !! તો જેતપુરમાં તો અનેક બાંધકામો ત્રણ માળથી વધુ ઉંચાઈના બન્યા છે કે બની રહ્યા છે ! ત્યારે પાલિકા શું કરી શકે ? તે પ્રશ્નનો પણ જવાબ આપતા ત્રાડાએ જણાવેલ કે પાલિકા આવા ગેરકાયદેસર બાંધકામો કરનારા આસામીઓને નોટીસ પાઠવી શકે અને કોર્ટમાં કેશ થઇ શકે બીજું શું થાય ?! ત્યારે કહેવાનું તાત્પર્ય એ છે કે જેતપુરમાં બિલ્ડરલોબી પાલિકા સુત્રો સાથે મિલીભગત રચીને પોતાના બાંધકામો ઉભા કરી રહે છે કે બાંધકામ કરનારા આસામીઓની દાદાગીરી છે ? તે વાત હવે રાજકોટ જીલ્લા કલેકટરે કે નગર પાલિકાના નિયામકે તપાસવી  જોઈએ ! કારણ અહીના જુનાગઢ રોડ, ધોરાજી રોડ, અમરનગર રોડ, કણકિયા પ્લોટ, લાદી રોડ, નવાગઢ રોડ વિગેરે જગ્યાએ અનેક બાંધકામો 3 માળથી ઉપરના એટલે કે ચાર થી છ માળના બાંધકામો ઉભા છે કે બની રહ્યા છે. ઉચ્ચ સતાધીશો ધારે તો અહી બાંધકામના કાયદાનું કસુરવારોને ભાન થાય તેમ છે તેમાં શંકાને સ્થાન નથી તેવું જાગૃત લોકોનું કહેવું છે.

બોક્સ: ગણતરીના દિવસો થયા શાશન પર આવ્યા તેને, ખમ્મા બાપા ખમ્મા !
જેતપુર: જેતપુર નવાગઢ નગર પાલિકના પ્રમુખ ઉપ પ્રમુખ તાજેતરમાંજ સત્તારૂઢ થયેલ શાંતાબેન અને પ્રમોદભાઈએ પત્રકારોને જણાવેલ કે, તેઓ સત્તા પર આવ્યા તેને ગણતરીના દિવસો જ થયા છે, થોડો સમય થશે એટલે સમસ્યા અને પ્રશ્નોના નિરાકરણ માટે બેમત્ત જહેમત ઉઠાવાશે, પણ ખમ્મા બાપા ખમ્મા જેવી લાગણી વ્યક્ત કરી શહેરીજનો અને પત્રકારો સહકાર આપે તેવી વાત દોહરાવાઈ હતી.

બોક્સ: કરોડો ગેલન પાણીના ભરાતા ટેન્કરો બંધ કરાયા !!
જેતપુર: જેતપુરના પત્રકારો સાથે બેઠક યોજનારા પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ એમ બંનેએ એક એવી વાત પણ દોહરાવી હતી કે, પાલિકા કચેરીના પટાંગણમાં ઉભેલા પાણીના ટાંકામાંથી રોજ બરોજ કરોડો ગેલન પાણી ટેન્કરો મારફત ભરી જવાતું, એકબાજુ શહેરીજનો પાણી વગર તરફડતા હોય અને બીજી બાજુ આમ પાણી લઇ જવાતું હોય તે કેમ ચલાવી લેવાય ?  પરિણામે તેઓ સત્તા પર આવ્યા પછી આ સગેવગે કરતા પાણીની વાત સદંતર બંધ કરાઈ  છે.

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 

સાંપ્રત સમયનો પ્રશ્ન અનામત, અને ઉકેલ માટે પણ વર્ષોથી અનામત (પડતર) રહેલો પ્રશ્ન – અનામત

અનામતનો જ્વાળા ભભૂકી ઉઠ્યો છે. એક બીજાને દઝાડવા માટેની જ્ઞાતિઆધારીત લપક લપક  જ્વાળાઓની ઝપટમાં ક્રમશઃ પાટીદારો, બ્રાહ્મણો, વણિકો, લોહાણા, અને બીજા આવતા જાય છે. તેની સામે અનામતની પ્રથાથી હાલમાં લાભાન્વિ સમાજ પણ હોંકારા અને પડકારા ફેંકે છે કે, ''ખબરદાર અનામતની અમારી ટકાવારી સાથે કોઇ ચેડ-ચાડ કરી છે તો !'' જે દેશના બંધારણે કલમ ૧૪ અને ૧૬ માં સમાનતાનો આદર્શવાદ સ્વીકાર્યો છે તે જ દેશના ભિન્ન સમાજો વર્ણવ્યસ્થાની વગોવાયેલી પ્રથા તરફ પાછા ફરવા જાણે કે, તત્પર થઇ ઉઠ્યા છે. લાગેલી આ આગને સમયસર અને યોગ્ય રીતે ઠારવામાં ન આવે તો, જ્ઞાતિ આધારીત વર્ગવિગ્રહ સુધીના પ્રશ્નો ઉઠે એવી શક્યતાઓ આ સમસ્યામાં ગુપ્ત અને સુપ્ત રીતે ઘરબાયેલી છે.
> Plz. visit for full details...@ 
> સાંપ્રત સમયનો પ્રશ્ન અનામત, અને ઉકેલ માટે પણ વર્ષોથી અનામત (પડતર) રહેલો પ્રશ્ન – અનામત
> - P U Thakkar
> *************************
> My blog:વિચારોની યાત્રા સ્વરૂપ - શબ્દોનું 
> http://puthakkar.wordpress.com
>
> Minaben P. Thakkar's Satsang Information on blog: 
> http://minabenbhajan.blogspot.com/
>  

ગુરુવાર, 3 સપ્ટેમ્બર, 2015

જેતપુરમાં 33 મો સાંસ્કૃતિક લોકમેળો ખુલ્લો મુકાયો

જેતપુરમાં 33 મો સાંસ્કૃતિક લોકમેળો ખુલ્લો મુકાયો 
જેતપુર તા.3
લાઈન્સ કલબ જેતપુર દ્વારા આયોજિત 33 માં સાંસ્કૃતિક લોકમેળાનું આજે રાજ્ય મંત્રી જયેશભાઈ રાદડિયાની હાજરી વચ્ચે એમજેએફ લાઈન મીના મહેતા(ડિસ્ટ્રીકટ ગવર્નર ડિસ્ટ 323-જે) ના હસ્તે થયું હતું. જયારે લાયન્સ ધ્વજારોહન રાજ્ય મંત્રી જયેશ રાદડિયાએ કર્યું હતું. મેળામાં અનેકવિધ રાઇડ્સ, મોતનો કુવો તેમજ ખાણીપીણીના સ્ટોલ ઉભા કરાયા છે. 
અહીના જીમખાના મેદાનમાં આજથી શરુ થયેલ મનોરંજક લોકમેળો તા.8.9.15 સુધી ધૂમ મચાવશે, આજની મેળા ઉદ્ઘાટન વિધિ વેળાએ મોટી હવેલીના જેજે પ્રિયાંકરાયજી મહોદય , માજી ધારાસભ્ય જસુબેન, પાલિકા પ્રમુખ, જીમખાના મેદાન પ્રમુખ વસંતભાઈ પટેલ, માજી પાલિકા પ્રમુખ રમાબેન મકવાણા, અગ્રણી ઉદ્યોગપતિઓ જયંતીભાઈ રામોલીયા, મનસુખભાઈ ખાચરીયા, લાઈન્સ મિત્રો ડોક્ટર જોશી, ભરત મહેતા, ભુપતસિંહ જાડેજા, વિરજીભાઈ વેકરીયા, રવિ આંબલીયા, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આગામી પાંચ દિવસ સુધી મનોરંજકપ્રિય જનતા માટે ધૂમ મચાવનાર મેળાનો લાભ લેવા લાયન્સ ક્લબ પ્રમુખ અતુલ લાલકીયાએ અનુરોધ કર્યો છે.
ફોટો અને સમાચાર ; કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812

CRIME NEWS JETPUR KASHYAP JOSHI JETPUR

માવતરે સાતમ આઠમ કરવા જવાની પતિએ નાં પાડતા 
ચારણીયાની પરિણીતાએ જીંદગી ટૂંકાવી નાખી !
કાતિલ દવાએ ગણતરીની કલાકોમાજ ચંપાબેનની જીંદગી હણી લેતા સ્વજનોમાં શોક 
જેતપુર તા. 3
જેતપુરના ચારણીયા ગામની એક પરિણીતાએ પતિએ સાતમ આઠમ પિયરે કરવા જવાની નાં પાડતા લાગી  આવતા ઝેરી દવા પીને જીવન ટૂંકાવી નાખ્યાની ઘટનાએ રૂપાવટી અને ચારણીયા એમ બંને ગામોમાં શોકનો માહોલ ખડો કર્યો છે.
મળતી વિગતો મુજબ જેતપુરના ચારણીયા ગામે રહેતા ચંપાબેન પ્રેમજીભાઈ સોંદરવા નામની 35 વર્ષીય, બે પુત્રોની માતાએ પોતાના પતિએ સાતમ આઠમ કરવા પિયરે જવાની નાં પાડતા બંને દંપતી વચ્ચે રકઝક થઇ હતી. દરમિયાન પતિ બહાર ચાલ્યા જતા એકલતાનો લાભ લઈને ચંપાબેને લાગી આવેલી અને ક્રોધાવસ્થામાં ઝેરી દવા પી લેતા તેણીને સારવાર માટે અહીના સરકારી દવાખાને ખસેડાઈ હતી. પણ કાતિલ દવાએ  ચંપાના આખા શરીરમાં જાણે મોતરૂપી આંટો મારી લીધો હોય તેમ ચંપાનું ગણતરીની કલાકોમાં જ મોત થયું થતા, હોસ્પિટલ સુત્રોની જાણ પરથી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વિલાયતી શરાબ સાથે 2 ની અટક 
જેતપુર તા.3 
આજે બપોરે જેતલસરથી આગળ ચોકીધાર પાસે તાલુકા ફોજદાર ગોહિલ વાહન ચેકિંગમાં  હતા તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થયેલ ડબલ સવારી એકટીવાને રોકી તલાશી લેતા તેમાંથી વિલાયતી શરાબની 5 બોટલ મળી આવી હતી. પોલીસે જેતપુરના  હિરેન રમેશ મુળિયા તથા જુનાગઢના ધવલ મહેન્દ્ર ગોહિલની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જેતપુરમાં જુગાર દરોડો 12 ઝડપાયા 
જેતપુર તા.3
જેતપુરના પાંચ પીપળા રોડ પર આવેલ જયશ્રી પ્રિન્ટ નામના સાડી કારખાનામાં બાતમીના આધારે જુગાર દરોડો પાડનાર શહેર પોલીસ ફોજદાર ચૌહાણે કારખાના માલિક રમેશ કરશન પટેલ, રમણીક ગોવિંદ ધામી, જીગ્નેશ ડાયા પટેલ, પ્રવીણ વિઠ્ઠલ છાંટબાર, રાકેશ વનમાળીદાસ પડિયા, રાજુ હર્ષદ ગોસાઈ, હરસુખ અરજણ રાદડિયા, જીતું ભીમજીભાઈ રાદડિયા વિગેરે ને રોકડ રૂપિયા 61110/- સાથે ઝડપી લીધા હતા.
જયારે બીજા દરોડામાં ભાદરના સામા કાંઠા વિસ્તારમાં ફોજદાર સંઘાણીએ દરોડો પાડી મકાન માલિક નાથાભાઈ રોકડ, જયદીપ વાંક, નાગાર્જુન ઓડેદરા વી ને રૂપિયા 20,300 સાથે ઝડપી લઇ ધોરણસરની વિધિ હાથ ધરી હતી.

જેતપુરના મોટાગુંદાળા પાસે કાર પલટી જતા મહિલાનું મોત 
જેતપુર તા.3
આજે બપોરે તાલુકાના મંડલીકપુર-મોટા ગુંદાળા વચ્ચે પલટી ખાઈ ગયેલી કારના બનાવમાં ધોરાજીના જમકુબેન સુરેશભાઈ રામાણી નું મોત થયું હતું, જ્યારે કારમાં બેઠેલા અન્ય 2 મહિલા અને કાર ચાલકને નાની મોટી ઈજાઓ થતા , જુનાગઢ, રાજકોટની હોસ્પીટલમાં રીફર કરાયા છે. જાણકારો કહે છે કે આ બનાવમાં એક નાના બાળકને પણ ઈજા થતા સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. બનાવની વધુ તપાસ જમાદાર મજનુંભાઈ ચલાવી રહ્યા છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812

બુધવાર, 2 સપ્ટેમ્બર, 2015

જેતપુર પંથકમાં ચાલતા શ્રાવણીયા જુગારીઓ પર તાલુકા પોલીસની ઘોંસ 3 લાખના મુદામાલ સાથે 21 તાસપ્રેમીઓ ઝડપાયા

જેતપુર પંથકમાં ચાલતા શ્રાવણીયા જુગારીઓ પર તાલુકા પોલીસની
ઘોંસ 3 લાખના મુદામાલ સાથે 21 તાસપ્રેમીઓ ઝડપાયા 
જેતપુર તા.2
જેતપુર તાલુકા પોલીસના ફોજદાર કરમટીયાએ સ્ટાફના મજ્નુંભાઈ સહિતના સ્ટાફને સાથે રાખી ગત મોડી રાત્રીના દેરડી અને વાડાસડા એમ બંને ગામોમાં જુગાર દરોડા પાડી 21 શખ્શોને રૂપિયા 2,93,310 ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
મળતી વિગતો મુજબ જેતપુરના દેરડી અને વાડાસડા ગામોમાં શ્રાવણીયા જુગારે માઝા મૂકી હોવાની બાતમી અને ફરિયાદ પરથી જેતપુર તાલુકા પોલીસના પીએસઆર રઘુભાઈ કરમટીયાએ સ્ટાફના મજનુંભાઈ, દિવ્યેશ આહીર વિગેરેને સાથે રાખી દેરડી ગામે જુગાર દરોડો પાડી જુગાર રમતા વાડી માલિક અરવિંદ ધનજી કોરાટ, વિનોદ ડામોર, મુકેશ ધનજી કોરાટ, બાબુ માધા કોરાટ, મગન માધા કોરાટ, જયસુખ ભીમજી કોરાટ, ભરત વેલજી તારપરા, ચંદ્રેશ બાબુ તારપરા, વજુ રણછોડ ગોંડલીયા, કિશોર ઘેલા ગોંડલિયા, મનસુખ ગંગદાસ ગોંડલિયા, રમેશ ચકુ ગોંડલિયા વિગેરે શખ્શો રોકડ 1,12690/- તેમજ 9 બાઈક  સહીત કુલ રૂપિયા 248690/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયા હતા.
જયારે વાડાસડા ગામે જમાદાર મજનુંભાઈ મનાતે જયવીરસિંહ અને કૃષ્ણસિંહ સહિતના સ્ટાફને સાથે રાખી જુગાર દરોડો પાડતા વાડી માલિક મહિપત પરમાર સાથે વિપુલ રમેશ ડેર, અજય વીનું બાવીષા, નટુ ઓઘડ બાવિષા, અરવિંદ બટુક ભેડા, રાજેશ ભીમજી ડોબરિયા, રમેશ ઘુસા શિંગાળા, શિવા ઘુસા તથા રાજેશ કાળું ડેર એમ તમામને રોકડ રૂપિયા 29620/- સહીત કુલ રૂપિયા 44620/- ના મુદામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અત્રે એ નોંધનીય છે કે જેતપુરના ઉપરોક્ત ગામો ઉપરાંત જેતલસર સહિતના ગામોના રહેણાક મકાનોમાં અને સીમની વાડીઓમાં ધોમધોકાર જુગાર ચાલતો હોય પોલીસે હજુ પણ શક્રિય થઈને રાત્રીના વધુ જાગીને જુગાર દરોડા પાડે તો હજુ આખો મહિનો તાસ્પ્રેમીઓ ઝડપાતા રહેશે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812


જેતપુર પંથકમાં ચાલતા શ્રાવણીયા જુગારીઓ પર તાલુકા પોલીસની ઘોંસ 3 લાખના મુદામાલ સાથે 21 તાસપ્રેમીઓ ઝડપાયા

જેતપુર પંથકમાં ચાલતા શ્રાવણીયા જુગારીઓ પર તાલુકા પોલીસની
ઘોંસ 3 લાખના મુદામાલ સાથે 21 તાસપ્રેમીઓ ઝડપાયા 
જેતપુર તા.2
જેતપુર તાલુકા પોલીસના ફોજદાર કરમટીયાએ સ્ટાફના મજ્નુંભાઈ સહિતના સ્ટાફને સાથે રાખી ગત મોડી રાત્રીના દેરડી અને વાડાસડા એમ બંને ગામોમાં જુગાર દરોડા પાડી 21 શખ્શોને રૂપિયા 2,93,310 ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
મળતી વિગતો મુજબ જેતપુરના દેરડી અને વાડાસડા ગામોમાં શ્રાવણીયા જુગારે માઝા મૂકી હોવાની બાતમી અને ફરિયાદ પરથી જેતપુર તાલુકા પોલીસના પીએસઆર રઘુભાઈ કરમટીયાએ સ્ટાફના મજનુંભાઈ, દિવ્યેશ આહીર વિગેરેને સાથે રાખી દેરડી ગામે જુગાર દરોડો પાડી જુગાર રમતા વાડી માલિક અરવિંદ ધનજી કોરાટ, વિનોદ ડામોર, મુકેશ ધનજી કોરાટ, બાબુ માધા કોરાટ, મગન માધા કોરાટ, જયસુખ ભીમજી કોરાટ, ભરત વેલજી તારપરા, ચંદ્રેશ બાબુ તારપરા, વજુ રણછોડ ગોંડલીયા, કિશોર ઘેલા ગોંડલિયા, મનસુખ ગંગદાસ ગોંડલિયા, રમેશ ચકુ ગોંડલિયા વિગેરે શખ્શો રોકડ 1,12690/- તેમજ 9 બાઈક  સહીત કુલ રૂપિયા 248690/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયા હતા.
જયારે વાડાસડા ગામે જમાદાર મજનુંભાઈ મનાતે જયવીરસિંહ અને કૃષ્ણસિંહ સહિતના સ્ટાફને સાથે રાખી જુગાર દરોડો પાડતા વાડી માલિક મહિપત પરમાર સાથે વિપુલ રમેશ ડેર, અજય વીનું બાવીષા, નટુ ઓઘડ બાવિષા, અરવિંદ બટુક ભેડા, રાજેશ ભીમજી ડોબરિયા, રમેશ ઘુસા શિંગાળા, શિવા ઘુસા તથા રાજેશ કાળું ડેર એમ તમામને રોકડ રૂપિયા 29620/- સહીત કુલ રૂપિયા 44620/- ના મુદામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અત્રે એ નોંધનીય છે કે જેતપુરના ઉપરોક્ત ગામો ઉપરાંત જેતલસર સહિતના ગામોના રહેણાક મકાનોમાં અને સીમની વાડીઓમાં ધોમધોકાર જુગાર ચાલતો હોય પોલીસે હજુ પણ શક્રિય થઈને રાત્રીના વધુ જાગીને જુગાર દરોડા પાડે તો હજુ આખો મહિનો તાસ્પ્રેમીઓ ઝડપાતા રહેશે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812

અવસાન નોંધ જેતપુર 2-9-2015

અવસાન નોંધ :                                                                           2-9-2015
જેતપુર: મનુભાઈ રણછોડભાઈ ઢાકેચાના પુત્ર રાહુલભાઈ(ઉ.વ.29) તે રેશમડીગાલોળના કાનજીભાઈ તથા વલ્લભભાઈના ભત્રીજા તા.1 ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.3 ને ગુરુવારે, સાંજે 4 થી 6, તેમના નિવાસસ્થાન, જય પાર્ક, સરદાર ચોક, જેતપુર ખાતે રાખેલ છે.
                                           કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 99742 62812