LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શુક્રવાર, 4 સપ્ટેમ્બર, 2015
જેતપુરના સ્ટેશન વાવડી ગામે જુગાર દરોડો રોકડ 40 હજાર સાથે 8 શખ્શો પકડાયા
જેતલસર નજીકથી જેતપુરના શખ્શને 400 લીટર દેશી દારુ-રીક્ષા સાથે ઝડપી લેતી પોલીસ
જેતપુરમાં 3 માળની બાંધકામની મંજુરી છતાં આ નિયમને તોડી ખડકાઈ રહેલા બાંધકામો !?
સાંપ્રત સમયનો પ્રશ્ન અનામત, અને ઉકેલ માટે પણ વર્ષોથી અનામત (પડતર) રહેલો પ્રશ્ન – અનામત
અનામતનો જ્વાળા ભભૂકી ઉઠ્યો છે. એક બીજાને દઝાડવા માટેની જ્ઞાતિઆધારીત લપક લપક જ્વાળાઓની ઝપટમાં ક્રમશઃ પાટીદારો, બ્રાહ્મણો, વણિકો, લોહાણા, અને બીજા આવતા જાય છે. તેની સામે અનામતની પ્રથાથી હાલમાં લાભાન્વિ સમાજ પણ હોંકારા અને પડકારા ફેંકે છે કે, ''ખબરદાર અનામતની અમારી ટકાવારી સાથે કોઇ ચેડ-ચાડ કરી છે તો !'' જે દેશના બંધારણે કલમ ૧૪ અને ૧૬ માં સમાનતાનો આદર્શવાદ સ્વીકાર્યો છે તે જ દેશના ભિન્ન સમાજો વર્ણવ્યસ્થાની વગોવાયેલી પ્રથા તરફ પાછા ફરવા જાણે કે, તત્પર થઇ ઉઠ્યા છે. લાગેલી આ આગને સમયસર અને યોગ્ય રીતે ઠારવામાં ન આવે તો, જ્ઞાતિ આધારીત વર્ગવિગ્રહ સુધીના પ્રશ્નો ઉઠે એવી શક્યતાઓ આ સમસ્યામાં ગુપ્ત અને સુપ્ત રીતે ઘરબાયેલી છે.
> Plz. visit for full details...@
> સાંપ્રત સમયનો પ્રશ્ન અનામત, અને ઉકેલ માટે પણ વર્ષોથી અનામત (પડતર) રહેલો પ્રશ્ન – અનામત
> - P U Thakkar
> *************************
> My blog:વિચારોની યાત્રા સ્વરૂપ - શબ્દોનું
> http://puthakkar.wordpress.com
>
> Minaben P. Thakkar's Satsang Information on blog:
> http://minabenbhajan.blogspot.com/
>
ગુરુવાર, 3 સપ્ટેમ્બર, 2015
જેતપુરમાં 33 મો સાંસ્કૃતિક લોકમેળો ખુલ્લો મુકાયો
CRIME NEWS JETPUR KASHYAP JOSHI JETPUR
બુધવાર, 2 સપ્ટેમ્બર, 2015
જેતપુર પંથકમાં ચાલતા શ્રાવણીયા જુગારીઓ પર તાલુકા પોલીસની ઘોંસ 3 લાખના મુદામાલ સાથે 21 તાસપ્રેમીઓ ઝડપાયા
જેતપુર પંથકમાં ચાલતા શ્રાવણીયા જુગારીઓ પર તાલુકા પોલીસની ઘોંસ 3 લાખના મુદામાલ સાથે 21 તાસપ્રેમીઓ ઝડપાયા
અવસાન નોંધ જેતપુર 2-9-2015
ઉભો ખેતપાક બળી રહ્યો હોય ભાદર કેનાલમાં પાણી છોડવા થાણાગાલોલના ખેડૂતોનું આવેદન
રવિવાર, 30 ઑગસ્ટ, 2015
જેતપુર નવાગઢ શહેરમાં એકાંતરા પાણી વિતરણ અશક્ય ! વો.વ.શાખા
જેતપુરના શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે
પંચરાત્રી જ્ઞાનયજ્ઞનું આયોજન
જેતપુર તા.30
જેતપુરના વોરાવાડ વિસ્તારમાં આવેલ શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે તા.1-9 થી 5-9 એમ પાંચ દિવસો દરમિઆન પંચરાત્રી જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રીના 9-00 થી 11-30 દરમિયાન પાંચ દિવસ દરમિયાન ચાલનાર કથાના વક્તા પડે પ.પુ.પ્રિયદર્શનસ્વામી બિરાજી અલગ અલગ વિષયો પર કથાનું રસપાન કરાવનાર હોય, સત્સંગીઓએ લાભ લેવા મંદિરના સ્વામી વિશ્વમંગલદાસજીએ અનુરોધ કર્યો છે.
જેતપુર નવાગઢ શહેરમાં એકાંતરા
પાણી વિતરણ અશક્ય ! વો.વ.શાખા
જેતપુર તા.30
જેતપુર નવાગઢ નગર પાલિકા દ્વારા એકાંતરા પાણી વિતરણ કરવાની ઉઠેલી માંગનો જવાબ વાળતા જેતપુર પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું છે કે પાણી વિતરણ માટેના અનેકવિધ પ્રસાધનો અને સુવિધાઓ ઉભી થયા બાદજ એકાંતરા પાણી વિતરણ શક્ય બનશે.
મળતી વિગતો મુજબ જેતપુર નવાગઢ નગર પાલિકાના સદસ્ય અશોક મંગલાણીએ શહેરમાં એકાંતરા પાણી વિતરણ નાં કરાય તો તા.31-8 થી ઉપવાસ આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારતા નગર પાલિકાના સમાંબંધિત સત્તાધીસો હરકતમાં આવી ગયા હતા.
બીજીબાજુ પાલિકાના મુખ્ય અધિકારી ભરતભાઈ વ્યાસે અરજદારને પ્રત્યુત્તર વાળતા, શહેરીજનો જોગ નિવેદન આપતા જણાવેલ કે હાલ જેતપુર શહેરમાં 3-4 દિવસે પાણી વિતરણ થઇ રહ્યું છે.
અને તે એટલા માટે કે હાલ જેતપુર પાલીકા પાસે પાણી વિતરણ કરવા માટે 5 પાણીની ટાંકીઓ છે. જેમાં ઓફીસ ટાંકી દ્વારા શહેરના 35 ઝોનમાં પાણી સપ્લાય થઇ રહ્યું છે. તેવીજ રીતે ધારેશ્વર ટાંકી દ્વારા 12, શિવમ ટાંકી દ્વારા 25, ઉજડ્પ્પા ટાંકી દ્વારા 15 એન ફિલ્ટર પ્લાન્ટ ઉપર આવેલ ટાંકી દ્વારા 8 ઝોનમાં પાણી વિતરણ કરાઈ રહ્યું છે.
પરિણામે હાલ શહેરમાં 95 ઝોનમાં પાણી વિતરણ કરવું પડે છે તેની સામે પાણી વિતરણ કરતી ટાંકીઓ 5 છે. આ વાત સામે નગર પાલિકા સ્તરેથી ફિલ્ટર પ્લાન્ટ ઉપર ઈએસઆર નવી બનાવવાની જરૂરીયાત છે. જે કામ માટે ઓનલાઈન જાહેરાત અપાઈ છે. કમરીબાઇ હાઈસ્કુલ, ખડપીઠ પાસે નગર પાલિકાની જમીન ઉપર ઉંચી ટાંકી બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. બીજીબાજુ જેતપુર અને નવાગઢના દિન પ્રતિદિન થઇ રહેલા વિકાસ સામે ફિલ્ટર પ્લાન્ટ ઉપર હયાત પમ્પીંગ મશીનરી તથા સંપ નાના પડે છે. પણ પાલિકા દ્વારા નાવોફીલ્તર પ્લાન્ટ, નવા સંપ, સહિતના કામોના કોન્ટ્રાક્ટ અપાઈ ગયા છે. આ તમામ કામગીરી પૂર્ણ થયે અને તે મુજબના સ્ટાફ ઉપલબ્ધ થયે જેતપુરમાં એકાંતરા પાણી વિતરણ શક્ય બનશે.
કશ્યપ જે. જોશી જેતલસર (જેતપુર)9974262812

























