અનુયાયીઓ

શનિવાર, 8 ઑગસ્ટ, 2015

12મીએ યોજવાની રેલી અનુસંધાને કાલે રાત્રીના બેઠક એસપીજી-એલપીએસ ગ્રુપ દ્વારા જેતપુરમાં ભવ્ય પાટીદાર અનામત રેલીનું આયોજન

12મીએ યોજવાની રેલી અનુસંધાને કાલે રાત્રીના બેઠક 

એસપીજી-એલપીએસ ગ્રુપ દ્વારા જેતપુરમાં 

ભવ્ય પાટીદાર અનામત રેલીનું આયોજન

 (કશ્યપ જોશી દ્વારા)                  જેતલસર(જેતપુર) તા.8

જેતપુર શહેરમાં પણ પાટીદાર અનામત રેલી માટે ખાંડા ખખડાવવા એસપીજી અને એલપીએસ ગ્રુપના યુવાનો દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવાઈ હોવાનું જાણવા મળે છે.

આ બાબતે મળતી વિગતો મુજબ વર્તમાન સમયમાં અનામત માંગવાની લડાઈમાં જેતપુર પાટીદાર સમાજે પણ ઝુંકાવીને આગામી 12.8.ના રોજ ભવ્ય રેલી કાઢી મામલતદારને આવેદન આપવાનું આયોજન કર્યું છે. 

શહેરના એસપીજી અને એલપીએસ ગ્રુપના યુવાન આગેવાનો સુરેશ ખાચરીયા, રોહિત વડાલીયા, શૈલેશ રામાણી, હરેશ ખાચરીયા, કૌશિક બરવાડીયા, કલ્પેશ રાંક, ચેતન નંદાણીયા, નીલેશ રીબડીયા, હરેશ રીબડીયા, રાજેશ વેકરીયા, જેનીશ રાંક, કૌશિક બાલધા, જનક સુવાગીયા, નેમીશ ભુવા, મુકેશ સીધ્ધપરા, મનીષ ઠુંમર, રાજેશ બાવીશા, રાજેશ રાબડીયા, વિગેરે યુવાનોએ જણાવેલ કે પાટીદાર સમાજને અનામતનો લાભ આપવાની માંગ સાથે જેતપુરમાં જુનાગઢ રોડ પર આવેલ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સવારે 9-30 કલાકે હારતોરા કરી  ભવ્ય રેલીનું આયોજન કરાયું છે. 

તા.12 ના રોજ નીકળનારી આ રેલીમાં સમસ્ત લેઉંવા તેમજ કડવા પટેલ જ્ઞાતિજનો મોટી સંખ્યામાં જોડાશે, રેલી સરદાર ચોકથી, તીનબત્તી ચોક, સ્ટેન્ડ ચોક, બસસ્ટેન્ડ  રોડ, કણકિયા પ્લોટ, થઈને પુનઃ સરદાર ચોક તરફ જશે. આ પહેલા જુનાગઢ રોડ પર આવેલ મામલતદાર કચેરીએ પહોંચી મામલતદારને આવેદન અપાશે. અહી પાટીદાર સમાજના આગેવાનો તેઓના હક્ક સમાન અનામતની માંગ દોહરાવી મામલતદારને રજૂઆત કરશે કે તેઓની માંગ ઉપલી કક્ષા સુધી પહોચાડાય.

ટૂંકમાં જેતપુર શહેર અને તાલુકાના પાટીદાર સમાજે હવે અનામત મેળવવા ખાંડા ખખડાવી પટેલ સમાજનો પરચો બતાવી દેવાની તમામ તૈયારીઓ આરંભી દીધી છે. તા.12 મી ઓગસ્ટના દિવસે જેતપુરમાં યોજાનાર આ અનામત રેલીને પાટીદાર ક્રાંતિ રેલી બનાવવા આયોજક ગ્રુપના આગેવાનો, કાર્યકરોએ સમસ્ત પટેલ સમાજને અનુરોધ કર્યો છે.

અનામત રેલી બાબતે કાલે જેતપુરમાં બેઠક...

જેતપુર: 12 મી ઓગસ્ટના દિવસે અનામત રેલીની ભવ્ય સફળતા માટે આવતીકાલ તા.10 ના રોજ રાત્રીના 9-00 કલાકે જુનાગઢ રોડ પર, સરદાર ચોક નજીક આવેલ પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે રાત્રીના 9-00 એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરેક પટેલ સમાજના લોકોએ અનામતની માંગ માટે નૈતિક ભાગીદારી સમજી બહોળી સંખ્યામાં હાજર રહેવા સુરેશ ખાચરીયા સહિતના આગેવાનો દ્વારા અનુરોધ કરાયો છે.

કશ્યપ જે. જોશી જેતલસર(જેતપુર)9974262812

શુક્રવાર, 7 ઑગસ્ટ, 2015

જેતપુરની પરિણીતાએ એસીડ પીતા ગંભીર

જેતપુરની પરિણીતાએ એસીડ પીતા ગંભીર 
જેતપુર તા.7
જેતપુરની એક કુંભાર મહિલાએ અગ્મ્યો કારણોસર એસીડ પી લેતા તેણીને ગંભીર હાલતમાં જેતપુર થી વધુ સારવાર માટે જુનાગઢ ખસેડાઈ છે.
મળતી વિગતો મુજબ અહીના ધોરાજી રોડ પર નકલંક આશ્રમ પાસે રહેતી ઉષાબેન વિપુલભાઈ લાડવા જાતે કુંભાર નામની 24 વર્ષની પરિણીતાએ કોઈ અગ્મ્યો કારણોસર પોતાના ઘરે એસીડ પી લેતા પ્રાથમિક સારવાર જેતપુર આપી વધુ સારવાર માટે જુનાગઢ ખસેડાઈ છે. તપાસનીસ ફોજદાર એસ.બી.જાડેજાએ જણાવેલ કે ઉષાબેનને એક ચાર વર્ષનો પુત્ર છે. તેમણે  શા માટે આવું પગલું ભર્યું તે અંગે તપાસ હાથ ધરાઈ છે.

મિત્રએ આપેલ ચોરાઉ બાઈક સાથે યુવાન પકડાયો 
જેતપુર તા.7
ગોંડલનો એક યુવાન ચોરાઉ બાઈક સાથે નીકળનાર હોવાની બાતમી પરથી રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાંચે ગોંડલના એક યુવાનને પકડી પાડી ધોરણસરની વિધિ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ આજે બપોરે લોકલ ક્રાઈમ બ્રાન્ચના ફોજદાર ઉનડકટ, સ્ટાફના ભુરાભાઈ માલીવાડ, નારણ પંપાણિયા, કાળુભાઈ ડાંગર, નીલેશ ગોહિલ વેગેરેએ બાતમીના આધારે ગોમટા ચોકડી પર વોચ રાખી બેઠા હતા ત્યારે નંબર પ્લેટ વગરના એક બાઈક સાથે નીકળેલ યુવાનને રોકી તેની આકરી પૂછપરછ કરતા યુવાન પોતે અંકિત દિનેશભાઈ નાગલા રહેવાસી ગોંડલનો હોવાનું તેમજ તેમની પાસેનું બાઈક મિત્ર મૃદુરાજ્સિંહ ઉર્ફે રાજા ઘનશ્યામસિંહ ચુડાસમા રહે. ગોંડલવાળાએ આપ્યું હોવાનું કબુલતા એલસીબીના ભુરાભાઈ વિગેરી અંકિતને પકડી પાડી પૂછપરછ્નો દૌર શરુ કર્યો છે.

પ્રેમગઢની ભીલ પરિણીતા ગુમ થયાની પોલીસમાં રાવ
જેતપુર તા.7
મૂળ મધ્યપ્રદેશ, હાલ જેતપુર તાલુકાના પ્રેમગઢ ગામના રવજીભાઈ મનજીભાઈ મકાનમાં રહેતા કુસુમભાઈ કાગુભાઈ વાસુમીયા-ભીલ ના પત્ની રમાબેન ગઈ તા.29-7-2015 ના રોજ ઘરેથી શંકાસ્પદ હાલતમાં ગુમ થયાની વીરપુર પોલીસમાં ફરિયાદ કરાતા એએસઆઈ ઝાલાએ તપાસ હાથ ધરી છે. 
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812

જેતપુર ખાતે આત્મજનોને રૂા. ૮.૦૦ લાખના ચેક અર્પણ કરતાં પાણી પૂરવઠા મંત્રીશ્રી જયેશ રાદડીયા

જેતપુર ખાતે આત્મજનોને રૂા. ૮.૦૦ લાખના ચેક અર્પણ કરતાં

પાણી પૂરવઠા મંત્રીશ્રી જયેશ રાદડીયા

(કશ્યપ જોશી દ્વારા ) જેતલસર (જેતપુર ) તા.7

સૌરાષ્ટ્ર વિસ્તારમાં અતિવૃષ્ટિ થતાં જેતપુર તાલુકાની ભાદર નદીના વિસ્તારમાં ઘોડાપૂર આવતા જેતપુર તાલુકાના અમરનગર ગામના સ્વ. બાબુભાઇ મોરબીયા તથા જેતપુર ગામના સ્વ.મનસુખભાઇ રોકડનું દુઃખદ અવસાન થયેલ. જેમના આત્મજનો હંસાબેન બાબુભાઇ મોરબીયા (રહે. અમરનગર)ને રૂા. ૪.૦૦ લાખ તથા નિમુબેન મનસુખભાઇ રોકડ (રહે. જેતપુર) રૂા.૪.૦૦ લાખ મળીને કુલ રૂા.૮,૦૦,૦૦૦/- (આઠ લાખ)ના સહાયના ચેકનું આજરોજ માન.રાજયકક્ષા મંત્રીશ્રી જયેશ રાદડીયા (પ્રવાસન અને પાણી પૂરવઠા) ના હસ્તે મામલતદાર કચેરી, જેતપુર  ખાતે અર્પણ કરવામાં આવેલ.

પ્રસંગે  જયેશ રાદડીયા, માન.રાજકયક્ષા મંત્રી(પ્રવાસન અને પાણી પુરવઠા), રમાબેન  મકવાણા પ્રમુખ, નગરપાલિકા જેતપુર, નિતાબેન ગુંદારીયાપ્રમુખ, પ્રમોદ  ત્રાડાસદસ્ય,  જેતપુર નગરપાલિકા, દિનકરભાઇ ગુંદારીયા,  જે. એમ. ભોરણીયામામલતદાર, જેતપુર,  બી. એમ. વ્યાસ-ચીફ ઓફીસર, જેતપુર,ડી. વી. ધેડાટી.ડી.., જેતપુર,  નિખિલ મહેતાસર્કલ ઓફીસર, જેતપુર વિગેરે હાજર રહી સરકારની સરાહના કરી હતી ઉપસ્થિત રહેલ હતાં

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812

જેતપુરનો આશાસ્પદ યુવાન બાઈક સાથે ભેદી સંજોગોમાં ગુમ

જેતપુરનો આશાસ્પદ યુવાન બાઈક સાથે ભેદી સંજોગોમાં ગુમ
જેતપુર તા.7
જેતપુરના કણકિયા પ્લોટમાં મેડીકલ ધરાવતો એક આશાસ્પદ પટેલ યુવાન છેલ્લા 3 દિવસ થયા ભેદી સંજોગોમાં ગુમ થયાની શહેર પોલીસ દફતરે જાણ કરાઈ છે. 
મળતી વિગતો મુજબ મૂળ ગોંડલ તાલુકાના રામોદ ગામનો અને હાલ મેડીકલ સ્ટોરના વ્યવસાયથી જેતપુર સ્થાયી થયેલ સુધીર હંસરાજભાઈ રામાણી (ઉ.વ.28) ગઈ તા.5-8-2015 થી કોઈને કહ્યા વગર જેતપુરથી ભેદી સંજોગોમાં લાપત્તા બન્યાની શહેર પોલીસ દફતરે જાણ કરાતા પોલીસ જમાદાર નવીનભાઈએ તપાસ હાથ ધરી છે.
પોલીસમાં જાહેર કરાયેલ વિગતોમાં સુધીરના પિતા હંસરાજભાઈ ગોવિંદભાઈ રામાણી તથા કાકા ગોરધનભાઈ રામાણીએ જણાવ્યું છે કે  સુધીર પોતાના બજાજ ડીસ્કવર GJ  03 5633 સાથે ગુમ થયો છે, ખીલતો ઉજળો વાન અને સિંગલ બોડી ધરાવે છે. જે કોઈને ભાળ મળે તો જેતપુર શહેર પોલીસ સ્ટેશનનો 02823-220033 અથવા ગુમસુધ્ધા યુવાન સુધીરના પિતા હંસરાજભાઈ ગોવિંદભાઈ રામાણીનો મો.9879996656 ઉપર સંપર્ક સાધવા પોલિસનો અનુરોધ છે.
(આ સાથે સુધીરનો ફોટો પણ મોકલેલ છે)

જેતપુરના મોટા ગુંદાળા ગામે જુગાર દરોડો 
રોકડ 18 હજાર સાથે 5 ઇસમો પકડાયા
જેતપુર તા.7
બાતમીના આધારે જેતપુર તાલુકા પોલીસના ફોજદાર ગોહિલ અને જમાદાર મજનુંભાઈએ ગત રાત્રીના મોટા ગુંદાળા ગામે જુગાર દરોડો પાડતા 5 શખ્શો જુગાર રમતા રોકડ રૂપિયા 18440/- સાથે ઝડપાઈ ગયા હતા. પકડાયેલામાં 3 ગુંદાલાના કાનજી હમીર ડાભી, હરસુખ જીવણ કાચા, તથા ભીમા જેઠા, મુસ્તાક ઇકબાલ (જેતલસર જંકશન) તથા આરીફ ગફાર(જેતપુર)નો સમાવેશ થતો હોવાનું પોલીસ જણાવે છે. 

અકસ્માતે દાઝેલી નવાગઢની યુવતીનું મોત
જેતપુર તા.7
ગઈકાલે  જેતપુરના નવાગઢ વિસ્તારમાં અકસ્માતે દાઝી ગયેલી એક વણકર પરણીતાનું આજે સારવાર દરમિયાન મોત થયાનું જેતપુર શહેર પોલીસમાં જાહેર કરાયું છે.
મળતી વિગતો મુજબ અહીના નવાગઢ વિસ્તારના વણકર વાસમાં રહેતી જયાબેન અશ્વિનભાઈ બગડા (ઉ.વ.22) ગઈકાલે પ્રાઈમસ પર ચા બનાવતી વખતે અકસ્માતે દાઝી જતા પ્રાથમિક સારવાર સરકારી હોસ્પીટલમાં આપીને વધુ સારવાર માટે જુનાગઢ ખસેડાઈ હતી. જ્યાં સારવાર દમિયાન જયાબેનનું મોત થયું હોવાનું પોલીસ જણાવે છે. છ માસનો લગ્ન ગાળો ધરાવતી જયાબેન મગજ સંતુલન અવારનવાર ગુમાવી દેતી હોય, દાઝી જવાનો બનાવ બન્યો હોવાનું પાઈ વી.એમ.ગોહિલે જણાવ્યું હતું.

કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 9974262812

કશ્યપ જોશી જેતલસર જેતપુર 

ગુરુવાર, 6 ઑગસ્ટ, 2015

: અવસાન નોંધ

​અવસાન નોંધ 
જેતપુર : ધોબી રણછોડભાઈ ભીખાભાઈ સોલંકી (ઉ.વ.79) તે કૈલાશભાઈ(રોયલ પાવર લોન્ડ્રી), શૈલેશભાઈ, હિતેશભાઈ અને ભાવેશભાઈના પિતા તા.4 ના રોજ અવસાન પામ્યા છે.બેસણું તા.8 ને શનિવારે, સાંજે, 4 થી 6, ખોડપરા, દરજી જ્ઞાતિની વાડી, જેતપુર ખાતે રાખેલ છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812

બુધવાર, 5 ઑગસ્ટ, 2015

સમાચારમાં સુધારો :

સમાચારમાં સુધારો :
આજે મારા દ્વારા મોકલાયેલ જેતલસર તલાટી મંત્રી વિદાય સમારોહ ના સમાચારમાં 
તારીખ 6-8-2015 ને ગુરુવાર કરવા વિનંતી છે. ભૂલથી મારાથી રવિવાર લખી ગયું છે. કશ્યપ જે. જોશી જેતલસર 9974262812 

જેતલસરના જડેશ્વર મહાદેવ મંદિરે આજે 14 તલાટી મંત્રીઓનો વિદાય સમારોહ..એક સ્વર્ગીય તલાટી મંત્રીને મરણોત્તર સન્માન અપાશે। ......એક ટકો'ય પાક વીમો મંજુર ના કરતા આજે 500 ખેડૂતોને સાથે રાખી કોંગ્રેસ આપશે સંબંધિતોને આવેદન...

જેતલસર પંથકના આરબ ટીંબડી ગામે 
સીસી રોડ નબળો બન્યો હોવાની રાવ 
જેતલસર તા.5
જેતલસર પંથકના આરબ ટીંબડી ગામે થોડા સમય પહેલા જ બનેલો એક સીસી રોડ તુટવા લાગતા ગામના જાગૃત નાગરિકોએ જેતપુર તાલુકા વિકાસ અધિકારી, નવાગઢ સ્થિત બાંધકામ કચેરી અને સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાને લેખિત રજુઆતો કરી છે.
મળતી વિગતો મુજબ જેતલસર પંથકના આરબ ટીંબડી ગામમાં સહકારી મંડળી તરફ આવવા અને જવાનો મુખ્ય માર્ગ થોડા સમય પહેલાજ સીસી રોડ બનાવાયો છે. પણ ગામના જાગૃત નાગરીકો બચુભાઈ પ્રેમજીભાઈ શિંગાળા, લાલજીભાઈ જીવાભાઈ રામાણી, ઘુશાભાઈ કેશવભાઈ, વિગેરેએ લાગતાવળગતાઓને રજૂઆત કરી જણાવ્યું છે કે આ રોડ કામમાં વ્યાપક ગેરરીતી આચરાઈ હોય તેમ રોડ તુટવા લાગ્યો છે. અરજદારોએ રજુઆતમાં એમ પણ જણાવ્યું છે કે જયારે રોડ બનતી વખતે લાગતા વળગતાઓએ રોડ કામમા લોટ, પાણી ને લાકડા જેવી નીતિ અખત્યાર કરવાનું ચાલુ કરતા તે સમયે ટીડીઓને ફરિયાદ કરાતા તાલુકા પંચાયતના એસઓ ટીંબડી ગામે દોડી ગયા હતા પણ રોડ કામ બરાબર ચાલતું હોવાનું જણાવી ચાલ્યા ગયા હતા. રોડનું કામ બરાબર થયું હોય તો આ રોડ તુટવા કેમ લાગ્યો ? તે વાતની તપાસ કરાવી સરસ રોડ બનતો હોવાનું મૌખિક પ્રમાણ પત્ર આપનાર સંબંધિત એસઓ સામે પણ પગલા ભરવા બચુભાઈ પ્રેમજીભાઈ શિંગાળા સહિતના ગ્રામજનોએ રજુઆતો કરી છે.

બોક્સ: અમોને ખોટા કેશોમાં ફીટ કરી દેવાય છે ! લાલજીભાઈ રામાણી 
જેતલસર : પોતાના ગામમાં નબળા રોડ કામની ફરિયાદ કરનાર લાલજીભાઈ રામાણીએ આ લખનારને એવી પણ દહેશત કરી હતી કે તેઓના ગામના સરપંચ જો કોઈ ગામની કઈ પણ ફરિયાદ કરે તો ખોટા પોલીસ કેશોમાં ફસાવી દે છે, આટલું જણાવી લાલજીભાઈએ કહેલ કે ભૂતકાળમાં ગામના મકાનોમાં સારી એવી નુકશાની કરનાર ગામ નજીકના સ્ટોનક્રશર(ભરડીયા) બાબતે સત્તાધીશોને રજૂઆત કરવામાં તેઓએ મહત્વની ભૂમિકા ભજવતા સરપંચે તેઓને(લાલજીભાઈ ને ) ખોટા પોલીસ કેશમાં સંડોવીને હેરાન પરેશાન કરી દીધા હતા. ત્યારે લાગતા વળગતા સત્તાધીશો આ બાબતે પણ કોઈ શિક્ષાત્મક પગલાઓ દ્વારા ટીંબડીના સત્તાધીશોની આંખો ઉઘાડે તે જરૂરી હોવાનું લાલજીભાઈ જણાવે છે.
કશ્યપ જે. જોશી જેતલસર 9974262812

જેતલસરના જડેશ્વર મહાદેવ મંદિરે 
આજે 14 તલાટી મંત્રીઓનો વિદાય સમારોહ..એક 
સ્વર્ગીય તલાટી મંત્રીને મરણોત્તર સન્માન અપાશે 
જેતલસર તા.5
જેતપુર તાલુકાના ગામોમાં ફરજ બજાવતા અને વય મર્યાદાના કારને નિવૃત થયેલા 15 તલાટી મંત્રીઓનો એક ભવ્ય વિદાય સમારંભ આજે તા. 6-8-2015 ને રવિવારના સવારના 10 થી 1-00 દરમિયાન  જેતલસર ગામના મંડલીકપૂર રોડ પર આવે શ્રી જડેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં યોજાનાર છે.
આ બાબતે વિગતો આપતા તલાટી મંત્રી અશોકભાઈ પંડયાએ જણાવેલ કે જેતપુરના તાલુકા વિકાસ અધિકારી ઘેડા તેમજ મામલતદાર ભોરણીયાના અધ્યક્ષ સ્થાને ઉપરોક્ત સ્થળે યોજાનાર વિદાય સમારોહમાં 14 તલાટી મંત્રીનોને ભાવભેર વિદાય અપાશે તેમજ એક તલાટી મંત્રી નિવૃત થઈને સ્વર્ગે સિધાવ્યા હોય તેમના પરિવારજનોને સ્વર્ગીય તલાટીનું મરણોત્તર સન્માન કરાશે.
વિદાયમાન પામનારા તલાટીઓમાં બચુભાઈ વઘાસીયા(ખારચિયા), બચુભાઈ રાદડિયા(થાનાગાલોલ), રવજીભાઈ ગઢિયા(સેલુકા), નરસિંહભાઈ અંટાળા(પ્રેમગઢ), પી.જે.વિરપરીયા(રબારીકા), એમ.જે.સોલંકી(જેપુર), જગુભાઈ સેન્જલીયા(દેવકીગાળોળ), કાન્તીભાઈ કાપડિયા(કાગવડ), છોટુભાઈ ગોંડલિયા(દેરડી), સુરેશભાઈ ગોંડલિયા(બોરડી સમઢીયાળા), બાબુભાઈ પોલરા(મંડલીક્પુર), એમ.કે.સોલંકી(રેશમડી ગાલોળ), સવદાસભાઈ સાકરિયા(અમરાપર), ગીરધરભાઈ ખુંટ(મોટાગુંદાળા)નો સમાવેશ થઇ છે. જયારે પાંચપીપળાના તલાટી મંત્રી જેઠાભાઈ ચૌહાણનું અવસાન થયું હોય, તેમના સ્વજનોને સ્વર્ગીયનું મરણોત્તર સન્માન કરાશે. એક સાથે 15 નિવૃત તલાટી મંત્રીઓના વિદાય સમારોહનું આયોજન કરી જેતપુર તાલુકા તલાટી કમ મંત્રી મંડળના આગેવાનો, હોદેદારોએ સંપ અને એકતાના દર્શન કરાવ્યા હોવાનું તલાટી અશોક પંડયાએ જણાવ્યું હતું..

કશ્યપ જે. જોશી જેતલસર 9974262812

જેતપુર તાલુકાના ખેડૂતો સાથે સરકારનો હળાહળ અન્યાય ! 2014-15 ના વર્ષમાં....
એક ટકો'ય પાક વીમો મંજુર ના કરતા આજે 500 ખેડૂતોને 
સાથે રાખી કોંગ્રેસ આપશે સંબંધિતોને આવેદન...
રાજકોટ જીલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ જગદીશ પાંભરનો ખેડૂતોને અનુરોધ..એ..હાલો, હાલો વિરોધ કરવા, 
જેતપુર તાલુકાને પાકિસ્તાનનો ભાગ ગણે છે કે શું ? અહીના ખેડૂતોની નુકશાની કેમ કોઈને દેખાતી નથી ?

જેતપુર તા.5
પાક વીમો મંજુર કરવા બાબતે જેતપુર તાલુકા સાથે વર્તમાન સરકારે કરેલા ઘોર અન્યાય અને ઉપેક્ષાનો વિરોધ કરવા આજે  તા.6 ને ગુરુવારે રાજકોટ-જેતપુરના કોંગ્રેસી આગેવાનો 500 થી પણ વધુ ખેડૂતોને સાથે રાખીને અહીના મામલતદારને આવેદન પાઠવી ઘટતું કરાવવાની માંગ દોહરાવશે.
આ બાબતે વિગતો આપતા જેતપુરના ઉદ્યોગપતિ અને દાતા જગદીશભાઈ પાંભર(રાજકોટ જીલ્લા કોન્ગ્રેસ ઉપપ્રમુખ) એ જણાવેલ કે ખેતી પ્રધાન દેશના ખેડૂતોને વધુ એક વખત હેરાન પરેશાન કરાયાની વિગતો એવી છે કે સને 2014-15 ના વર્ષની પાક વીમા આકારણીમાં સંબંધિત સરકારી તંત્રો જેતપુર તાલુકાને સાવ ભૂલી ગઈ હોય કે જાણી જોઇને ભેદભાવ રખાયો હોય તેમ એક પણ ટકો પાક વિમાની રકમ મંજુર નાં કરાઈ હોય, ખેડૂતોમાં ભારે રોષ સાથે અસંતોષ ફેલાયો છે. 
કોંગ્રેસ પ્રદેશ ઉપપ્રમુખ ચંદુભાઈ શિંગાળા, રાજકોટ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ચોવટિયા, ઉપ પ્રમુખ જગદીશ પાંભર, અન્ય કોગ્રેસી આગેવાનો બચુભાઈ હિરપરા, વિપુલ વૈષ્ણવ, કિશોર પાદરીયા, પી.એલ.વસોયા, નારણ ઠુંગા, ભરત ધાધલ, પોપટ જેઠવા, ગોવિંદ ડોબરિયા, વિઠ્ઠલ બુટાણી વી આગેવાનોની આગેવાની તળે આવતીકાલ તા.6 ને ગુરુવારના રોજ મુખ્ય મંત્રી અને કૃષિ મંત્રીને ઉદેશીને લખાયેલા અને અત્રેના મામલતદારને અપાનાર આવેદનમાં જણાવાયું છે કે જેતપુર તાલુકાનો ડ્રોપ કટિંગ સર્વે તાત્કાલિક ફરીથી સર્વે કરાવી, આકારણી માટે તટસ્થ અધિકારીની નિમણુક કરી જેતપુર તાલુકાનો પાક વીમો મંજુર કરવો જરૂરી છે, અન્યથા ખેડૂતો સરકાર પરનો વિશ્વાસ ગુમાવશે તો આગામી ચુંટણીમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા વગર નહિ રહે.

બોક્સ: ખેડૂતોને મોટી સંખ્યામાં હાજર રહેવા અનુરોધ..
જેતપુર: જેતપુર ખાતે 500 થી પણ વધુ ખેડૂતોને સાથે રાખી પાક વીમો મંજુર કરવામાં થયેલા અન્યાયની માંગ કરવા માટે જેતપુર તાલુકાભરમાંથી ખેડૂતોને ઉમટી પડવા હાકલ કરી કરી જેતપુરના જગદીશ પાંભરે જણાવ્યું છે કે વર્તમાન ગુજરાત સરકાર જેતપુર તાલુકાને પાકિસ્તાનનો ભાગ ગણતું હોય તેમ એક પણ ટકો પાક વીમો મંજુર કર્યો નાં હોય જો ખેડૂત મૂંગા મોઢે બેસી રહેશે તો હજુ પણ આનાથી વધુ અન્યાય સહન કરવાનો ખેડૂતોને વારો આવશે, એટલુજ નહિ જો જેતપુર તાલુકાને ઉપરોક્ત વર્ષનો પાક વીમો નહિ ચૂકવાય તો જોયા જેવી કરવા કોંગ્રેસ આંદોલનના હથીયારો સજાવશે તેવું જગદીશ પાંભર જણાવે છે.
કશ્યપ જે. જોશી જેતલસર 9974262812

મંગળવાર, 4 ઑગસ્ટ, 2015

જેતપુર તાલુકાના ખેડૂતો સાથે સરકારનો હળાહળ અન્યાય ! 2014-15 ના વર્ષમાં.... એક ટકો'ય પાક વીમો મંજુર ના કરતા કાલે 500 ખેડૂતોને સાથે રાખી કોંગ્રેસ આપશે સંબંધિતોને આવેદન...

જેતપુર તાલુકાના ખેડૂતો સાથે સરકારનો હળાહળ અન્યાય ! 2014-15 ના વર્ષમાં....
એક ટકો'ય પાક વીમો મંજુર ના કરતા કાલે 500 ખેડૂતોને 
સાથે રાખી કોંગ્રેસ આપશે સંબંધિતોને આવેદન...
રાજકોટ જીલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ જગદીશ પાંભરનો ખેડૂતોને અનુરોધ..એ..હાલો, હાલો વિરોધ કરવા, 
જેતપુર તાલુકાને પાકિસ્તાનનો ભાગ ગણે છે કે શું ? અહીના ખેડૂતોની નુકશાની કેમ કોઈને દેખાતી નથી ?

જેતપુર તા.4
પાક વીમો મંજુર કરવા બાબતે જેતપુર તાલુકા સાથે વર્તમાન સરકારે કરેલા ઘોર અન્યાય અને ઉપેક્ષાનો વિરોધ કરવા આવતીકાલ તા.6 ને ગુરુવારે રાજકોટ-જેતપુરના કોંગ્રેસી આગેવાનો 500 થી પણ વધુ ખેડૂતોને સાથે રાખીને અહીના મામલતદારને આવેદન પાઠવી ઘટતું કરાવવાની માંગ દોહરાવશે.
આ બાબતે વિગતો આપતા જેતપુરના ઉદ્યોગપતિ અને દાતા જગદીશભાઈ પાંભર(રાજકોટ જીલ્લા કોન્ગ્રેસ ઉપપ્રમુખ) એ જણાવેલ કે ખેતી પ્રધાન દેશના ખેડૂતોને વધુ એક વખત હેરાન પરેશાન કરાયાની વિગતો એવી છે કે સને 2014-15 ના વર્ષની પાક વીમા આકારણીમાં સંબંધિત સરકારી તંત્રો જેતપુર તાલુકાને સાવ ભૂલી ગઈ હોય કે જાણી જોઇને ભેદભાવ રખાયો હોય તેમ એક પણ ટકો પાક વિમાની રકમ મંજુર નાં કરાઈ હોય, ખેડૂતોમાં ભારે રોષ સાથે અસંતોષ ફેલાયો છે. 
કોંગ્રેસ પ્રદેશ ઉપપ્રમુખ ચંદુભાઈ શિંગાળા, રાજકોટ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ચોવટિયા, ઉપ પ્રમુખ જગદીશ પાંભર, અન્ય કોગ્રેસી આગેવાનો બચુભાઈ હિરપરા, વિપુલ વૈષ્ણવ, કિશોર પાદરીયા, પી.એલ.વસોયા, નારણ ઠુંગા, ભરત ધાધલ, પોપટ જેઠવા, ગોવિંદ ડોબરિયા, વિઠ્ઠલ બુટાણી વી આગેવાનોની આગેવાની તળે આવતીકાલ તા.6 ને ગુરુવારના રોજ મુખ્ય મંત્રી અને કૃષિ મંત્રીને ઉદેશીને લખાયેલા અને અત્રેના મામલતદારને અપાનાર આવેદનમાં જણાવાયું છે કે જેતપુર તાલુકાનો ડ્રોપ કટિંગ સર્વે તાત્કાલિક ફરીથી સર્વે કરાવી, આકારણી માટે તટસ્થ અધિકારીની નિમણુક કરી જેતપુર તાલુકાનો પાક વીમો મંજુર કરવો જરૂરી છે, અન્યથા ખેડૂતો સરકાર પરનો વિશ્વાસ ગુમાવશે તો આગામી ચુંટણીમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા વગર નહિ રહે.

બોક્સ: ખેડૂતોને મોટી સંખ્યામાં હાજર રહેવા અનુરોધ..
જેતપુર: જેતપુર ખાતે 500 થી પણ વધુ ખેડૂતોને સાથે રાખી પાક વીમો મંજુર કરવામાં થયેલા અન્યાયની માંગ કરવા માટે જેતપુર તાલુકાભરમાંથી ખેડૂતોને ઉમટી પડવા હાકલ કરી કરી જેતપુરના જગદીશ પાંભરે જણાવ્યું છે કે વર્તમાન ગુજરાત સરકાર જેતપુર તાલુકાને પાકિસ્તાનનો ભાગ ગણતું હોય તેમ એક પણ ટકો પાક વીમો મંજુર કર્યો નાં હોય જો ખેડૂત મૂંગા મોઢે બેસી રહેશે તો હજુ પણ આનાથી વધુ અન્યાય સહન કરવાનો ખેડૂતોને વારો આવશે, એટલુજ નહિ જો જેતપુર તાલુકાને ઉપરોક્ત વર્ષનો પાક વીમો નહિ ચૂકવાય તો જોયા જેવી કરવા કોંગ્રેસ આંદોલનના હથીયારો સજાવશે તેવું જગદીશ પાંભર જણાવે છે.
કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 99742 6282 

સોમવાર, 3 ઑગસ્ટ, 2015

કાલાવડ પોલીસ સ્ટેશનના એક ફોજદારી ગુનામાં જામીન પડેલા શખ્શના દસ્તાવેજો બોગસ નીકળતા ખળભળાટ, જેતપુરના સર્કલ ઓફિસરે કાલાવડ પોલીસને ગુનો નોંધવા જણાવતા ચકચાર

કાલાવડ પોલીસ સ્ટેશનના એક ફોજદારી ગુનામાં જામીન પડેલા 
શખ્શના દસ્તાવેજો બોગસ નીકળતા ખળભળાટ, જેતપુરના સર્કલ 
ઓફિસરે કાલાવડ પોલીસને ગુનો નોંધવા જણાવતા ચકચાર
જેતપુર તા.3
કાલાવડ પોલીસ સ્ટેશનમાં એક ફોજદારી ગુનામાં જામીનગીરી નોંધાવનાર જેતપુર તાલુકાના મોટા ગુંદાલાના પટેલ શખ્શના દસ્તાવેજો બોગસ નીકળતા જેતપુરના મામલતદાર ભોરણીયાએ ડેપ્યુટી કલેકટરને જાણ કરી બનાવટી દસ્તાવેજ રજુ કરનાર શખ્શ સામે કાલાવડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવા તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ થોડા સમય પહેલા કાલાવડ પોલીસમાં એક ફોજદારી ગુના સબબ જામીનગીરી માટે રજુ થયેલ  જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામના ગોપાલ બચુભાઈ વેકરીયાના 7/12, 8(અ)ના દાખલા બોગસ નીકળતા ચકચાર જાગી છે. આ વાત ત્યારે બહાર આવી કે કાલાવડ પોલીસે આ શખ્શના જમીન માટે રજુ થયેલા કાગળો ખરી કરવા માટે જેતપુરના મામલતદારને મોકલ્યા હતા. દરમિયાન મામલતદાર ભોરણીયાએ આ કાગળો તપાસતા કંઇક બનાવતી કારસ્તાન કરાયાનું માલુમ પડતા તેઓ તાત્કાલિક ગોંડલના ડેપ્યુટી કલેકટરને વાકેફ કરતા ડીસીએ કાલાવડ પોલીસમાં ફરિયાદ નોંધાવવાનું જણાવતા, જેતપુરની મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર નીખીલ મહેતાએ સરકાર તરફી ફરિયાદી બની મોટા ગુંદાળાના પટેલ શખ્શ સામે ઇન્ડિયન પીનલ કોડ ક્રમાંક 465, 467,468, 471 મુજબ ગુનો નોંધવાનું કાલાવડ પોલીસને લેખિતમાં જણાવતા આ બારાનો ગુનો કાલાવડ પોલીસમાં નોંધનાર હોવાનું જેતપુરના નીખીલ મહેતા જણાવે છે.

બોક્સ: કેવી રીતે બનાવટી કાગળો બનાવાયા ?
જેતપુર : જેતપુરના સર્કલ ઓફિસર નીખીલ મહેતાએ જણાવેલ કે કાલાવડ પોલીસમાં જામીનગીરીમાં રજુ થયેલ કાગળોમાં કબ્જેદારનું નામ તેમજ ગામ બદલી ગોપાલે પોતાનું નામ લખી દસ્તાવેજ સાથે ચેડા કરેલ છે. ખરેખર કાગળોમાં જણાવેલ સર્વે નંબર જેતપુરનો નહિ પણ મોટા ગુંદાળાનો બતાવે છે. એટલે આવો બોગસ દસ્તાવેજ કરવા કોની કોની મિલીભગત સામેલ છે ? તે પોલીસ તપાસ દરમિયાન બહાર આવશે.
KASHYAP J.JOSHI JETASLAR JETPUR -9974262812

જેતપુર ના વાણીજ્ય વેરા અધિકારી નો વિદાયસમાંરભ યોજાયો

જેતપુરના વાણીજ્ય વેરા અધિકારીને વિદાયમાન અપાયું 

જેતપુર તા.

જેતપુર ખાતે આવેલ વાણીજ્ય વેરા કચેરી ના અધિકારી તરીકે ફરજ બજાવતા   કે.પી.વ્યાસ વય  મર્યાદાને કારણે નિવૃત થતા હોઈ તેથી તમને  અહીની  વાણીજ્ય વેરા સ્ટાફ તેમજ ટેક્ષ કન્સલ્ટ આસો.દ્વારા તેમને વિદાય આપવામાં આવી હતી 

            વિદાય સમારંભ માં વેચાણ વેરા વિભાગ માં અધિકારી  દેસાઈચીચ્યા ,ધોળિયા,  હઠીલા,  શાહ ,  મામલદાર  ભોરણીયા , નીખીલ મેહતા,  તેમજ ટેક્ષ આસો. ના પ્રમુખ  મુકેશભાઈ મેર ઉપસ્તિત રહ્યા હતા અને વિદાયમાન   વ્યાસને શાલ ઓઢાડી સન્માન કરી તેમની યાદગીરી રૂપી મોમેન્ટો આપેલ હતો. પત્રકારત્વ કરી વાણીજ્ય વેરા તંત્રમાં ક્લાર્ક થી માંડી એક અધિકારી સુધી પહોચેલા વ્યાસે પોતાની ફરજને વાગોળીફરજ દરમિયાન સાથ અને સહકાર આપનાર તમામ કર્મીઓ અભાર માની હજુ પણ કોઈ કામ હોય તો હાકલ કરવા અનુરોધ કર્યો હતો.

જેતપુર ચેમ્બરમાથી બે  અગ્રણિ ઉધ્યોગપતિઓના 

અચાનક રાજીનામાથી શહેરભરમા ચક્ચાર 
જેતપુર તા 3
જેતપુર ચેમ્બર્સ ઓફ કોમર્સની તાજેતરમાજ રચાયેલી ન​વી બોડીમા શહેરના મોટા ગજાના બે અગ્રણી ઉધ્યોગ્પતિઓ રાજુભાઇ પટેલ અને જયંતીભાઈ રામોલિયાણી પણ નિમણુંકો  થઇ હતી. 
બિજીબાજુ કોઇ રાજ્કીય સમીકરણો રચાયા હોય કે જે હોય તે પણ ઉપરોક્ત બન્ને ખમતિધર ઉધ્યોગપતિઓ અચાનક રાજીનામાં  ધરી દેતા શહેરભરમા એવી ચર્ચાઓ જાગી છે કે શહેરની વ્યાપારી સંસ્થા  એવી ચેમ્બર્સ ઓફ કોમર્સ તરફ્થી પોત પોતાના મોઢા ફેરવી લેવામા આ મોટા ગજાના માથાઓને ક્યા પરિબળો અસર કરી ગયા કે તેઓને આમ અચાનક રાજીનામા ધરી દેવા પડ્યા ??
કે કઇ બાબતોએ તેઓને આમ કર​વા મજ્બુર કર્યા ?
જો કે આ વાતનુ સત્ય ખાળ​વા કરાયેલ સંપર્ક  દરમિયાન ઉધ્યોગપતિ જયંતિભાઈ રામોલિયાએ જણાવેલ કે જેતપુર ચેમ્બર્સ ઓફ કોમર્સમા હાલ પટેલ ઉમેદ્વારોની સંખ્યા  વધી હોય તેમજ અન્ય ઉમેદ્વારોને તક મળે તે માટે તેઓએ રાજીનામા ધરી દિધા છે. શહેરીજનોમા ચર્ચાતી એક અન્ય ચર્ચા મુજબ ઉપરોક્ત બન્ને માન્ધાતાઓએ વર્તમાન પ્રમુખથી નારાજ થઇને રાજીનામા આપ્યા છે ?! 
પણ આ વાતને અસમર્થન આપી બન્ને ઉધ્યોગપતિઓ રાજુભાઇ અને જયંતીભાઈએ જણાવેલ કે ના ભાઇ એવુ કાઇ નથી. અત્રે એ પણ નોંધનીય છે કે આ બંને ઉદ્યોગપતિઓના રાજીનામાથી ખાલી પડેલી જગ્યાઓ પર પ્લાસ્ટિક મેન્યુફેક્ચરીંગ એશો.ના સભ્ય હરેશભાઈ ગાંધી અને પ્લાઈવુડ એશો.ના સભ્ય જયેશભાઈને રૈયાણીને આમંત્રિત સભ્યો તરીકે નિમાયા હોવાનું ચેમ્બર મંત્રી હરેશ ગઢિયાએ જણાવ્યું છે.

જેતપુરની ભાદર નદીમાંથી રેતી ચોરવાનો સિલસિલો જારી 

વધુ શખ્શો રેતી  ચોરી કરતા પકડાયા 

જેતપુર તા.3

જેતપુરની ભાદર નદીમાં બેરોકટોક રેતીની ચોરીની સંબંધિત ખાણ ખનીજ તંત્રને અનેક વખત ફરિયાદો કરાઈ હોવા  છતાં કોઈએ રેતી ચોરી અટકાવી નહોતી. બીજીબાજુ આ ફરિયાદ સ્થાનિક ડીવાયએસપીને કરાતા તેઓએ રવિવારની રાત્રીના ભાદર નદીમાં ચેકિંગ હાથ ધરતા ત્યાં વરસાદી પાણીથી તણાઈને આવેલી રેતીનો મોટો જથ્થો ચોરતા દેવશી પાલાભૂપત રાણા અને ભીખુ રણમલ સહીત ચાર શખ્શો રેતી ચોરતા ટ્રેકટરો સમેત પકડાઈ જતા તમામ સામે ખનીજ ચોરીનો શહેર પોલીસ દફતરે ગુનો નોંધાવ્યો હતો. સ્થાનિક એસપી જાતે રેતી ચોરીનો મામલો પકડી પાડી કડક કાર્યવાહી કરતા આવી ખનીજ ચોરી સાથે સંકળાયેલ તત્વો ભયભીત બન્યા છે.

જેતપુરના અગ્રણી વેપારીને ભુમાફીયાએ 

આપી જાનથી મારી નાખવાની ધમકી

જેતપુર તા.3

જેતપુરના એક અગ્રણી વેપારીને જુનાગઢના એક ભુમાફીયાએ મોબાઈલ ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ અહી અનેકવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા દયાનંદ એન્જીનીયરીંગવાળા પ્રવીણભાઈ મનુભાઈ ગજેરાની જેતપુરની સીમમાં આવેલી જમીન બાબતે લાંબા સમય થયા તકરારો થતી આવે છે.

બીજીબાજુ જુનાગઢના યુવરાજ ગોવાળિયા નામના કોઈ યુવાને સાટાખત કરી દેજે નહીતર જાનથી મારી નાખીશ તેવી પ્રવીણભાઈ ગજેરાને મોબાઈલ ઉપર ધમકી દેતા આ વેપારીએ શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાવતા પોલીસે યુવરાજની શોધખોળ આદરી છે.

જેતપુરના યુવાને ઝેરી દવા પિતા દવાખાને

જેતપુર તા.3

જેતપુરના બાપુની વાડી વિસ્તારમાં રહેતા પ્રજાપતિ યુવાન નીલેશ રમેશભાઈએ કોઈ અકળ કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે અહીના દવાખાને ખસેડેલ છે. પોલીસે દવાખાને દોડી જઈને નિલેશની પૂછપરછ હાથ ધરી હતી.

KASHYAP JOSHI JETPUR JETALSAR 99742 6282