જેતપુર ચેમ્બરમાથી બે અગ્રણિ ઉધ્યોગપતિઓના અચાનક રાજીનામાથી શહેરભરમા ચક્ચાર
>> જેતપુર તા ૨
>> જેતપુર ચેમ્બર્સ ઓફ કોમર્સની તાજેતરમાજ રચાયેલી નવી બોડીમા શહેરના મોટા ગજાના બે અગ્રણી ઉધ્યોગ્પતિઓ રાજુભાઇ પટેલ અને જયન્તીભાઇ રામોલિયાણી પણ નિમ્ણુકો થઇ હતી.
>> બિજીબાજુ કોઇ રાજ્કીય સમીકરણો રચાયા હોય કે જે હોય તે પણ ઉપરોક્ત બન્ને ખમતિધર ઉધ્યોગપતિઓ અચાનક રાજિનામા ધરી દેતા શહેરભરમા એવી ચર્ચાઓ જાગી છે કે શહેરની વ્યાપારી સન્સ્થા એવી ચેમ્બર્સ ઓફ કોમર્સ તરફ્થી પોત પોતાના મોઢા ફેરવી લેવામા આ મોટા ગજાના માથાઓને ક્યા પરિબળો અસર કરી ગયા કે તેઓને આમ અચાનક રાજીનામા ધરી દેવા પડ્યા ??
>> કે કઇ બાબતોએ તેઓને આમ કરવા મજ્બુર કર્યા ?
>> જો કે આ વાતનુ સત્ય ખાળવા કરાયેલ સમ્પર્ક દરમિયાન ઉધ્યોગપતિ જયન્તિભાઇ રામોલિયાએ જણાવેલ કે જેતપુર ચેમ્બર્સ ઓફ કોમર્સમા હાલ પટેલ ઉમેદ્વારોની સન્ખ્યા વધી હોય તેમજ અન્ય ઉમેદ્વારોને તક મળે તે માટે તેઓએ રાજીનામા ધરી દિધા છે.
>> શહેરીજનોમા ચર્ચાતી એક અન્ય ચર્ચા મુજબ ઉપરોક્ત બન્ને માન્ધાતાઓએ વર્તમાન પ્રમુખથી નારાજ થઇને રાજીનામા આપ્યા છે ?!
>> પણ આ વાતને અસમર્થન આપી બન્ને ઉધ્યોગપતિઓ રાજુભાઇ અને જયન્તીભાઇએ જણાવેલ કે ના ભાઇ એવુ કાઇ નથી.
KASHYAP JOSHI JETALSAR JETPUR 99742 62812
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
રવિવાર, 2 ઑગસ્ટ, 2015
KASHYAP JOSHI JETPUR JETALSAR
શનિવાર, 1 ઑગસ્ટ, 2015
પાલિકાને ચોરો સમજો છો શું ? જેતપુર પાલિકાના પ્રમુખનો આકરો ધ્રુજારો ! ખબરદાર જો સુધરાઈ સભ્ય સિવાય કોઈએ પાલિકામાં અડીંગો જમાવ્યો છે તો !!? કામો માટે અમોને મળો !!!
જેતપુરમાં રહેણાંક મકાનમાંથી દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ
જેતપુર તા.1
જેતપુરના ગુજરાતી વાડી વિસ્તારમાં રહેતા વિજય મનસુખ ગુજરાતી ના મકાનમાં દેશી દારુ બનતો હોવાની બાતમી પરથી આજે રાજકોટની લોકલ ક્રાઈમ બ્રાન્ચના ફોજદાર ઉનડકટ, ભુરાભાઈ માલીવાડ, નારણ આહીર, નીલેશભાઈ, નરેન્દ્રસિંહ વિગેરેએ વિજયના ઘર પર છાપો મારતા ત્યાંથી દેશી દારુ, દારુ બનાવવાના સાધનો, દારૂનો આથો વિગેરે મળી રૂપિયા 18830/- નો મુદામાલ હાથ લાગતા ફરિયાદી ભુરાભાઈ સહિતની પોલીસે વિજય ની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાલિકાને ચોરો સમજો છો શું ? જેતપુર પાલિકાના પ્રમુખનો આકરો ધ્રુજારો !
ખબરદાર જો સુધરાઈ સભ્ય સિવાય કોઈએ પાલિકામાં
અડીંગો જમાવ્યો છે તો !!? કામો માટે અમોને મળો !!!
જેતપુર તા.1
જેતપુર નવાગઢ નગર પાલિકામાં લાંબા સમય થયા સુધરાઈ સભ્યો સિવાયના અડીંગો જમાવી બેસી રહેતા ખાનગી લોકોની આંખો ઉઘડે તે માટે જારી કરેલ એક પરિપત્રની શહેરભરમાં ચર્ચાઓ જાગી છે.
આ બાબતે મળતી વિગતો મુજબ જેતપુર નવાગઢ નગર પાલિકાના પ્રમુખ રમાબેન રામજીભાઈ મકવાણાએ આજે આકરા મિજાજ વચ્ચે જે.મ્યુ.જા.નં.276 - ''કાર્યાલય આદેશ'' કરી એક પરિપત્ર જારી કર્યો છે કે, તેઓના ધ્યાને આવ્યું છે કે અમુક સુધારાઈ સભ્યોના પતિદેવો, કુટુંબીજનો નગર પાલિકામાં દરેક શાખાઓમાં રૂબરૂ જઈને શાખા વડાઓને સીધા હુકુમો કરે છે, આખો દિવસ પાલિકા કચેરીમાં કે કચેરીની શાખાઓમાં બેસી રહે છે અને પાલિકાની કામગીરીમાં વિક્ષેપ કરે છે. આ બધું બંધ કરી સુધારાઈ સભ્ય સિવાય કે તેમના કોઈ સગાવહાલાઓએ નગર પાલિકામાં કામ વગર બેસવું નહિ, કે સત્તા વગર કોઈ રોફ નાં જમાવવો, અને આવા આદેશસમા પરિપત્રની તમામ સુધરાઈ સભ્યો, શાખાના વડાઓ અને ચીફ ઓફિસરને નકલ મોકલી છે.
કહેવાનું તાત્પર્ય એ છે જેતપુર પાલિકા પ્રમુખે કદાચ મનોમન એવું વિચારી આવો પરિપત્ર જારી કર્યો છે કે પાલિકાને શું સુધરાઈ સભ્યોના સગાવહાલાઓ ચોરો સમજે છે ?? ખબરદાર જો સુધરાઈ સભ્યો સિવાય કોઈએ પાલિકામાં અડીંગો જમાવ્યો છે તો ? કામો હોય તો પાલિકા પ્રમુખ અથવા મુખ્ય અધિકારીને મળો ! આ બાબતે જે હોય તે પણ નગર પાલિકા પ્રમુખના આવા પરિપત્રની શહેરભરમાં સારી ચર્ચા જાગી છે.
ડેડરવા ગામના વૃદ્ધનું શંકાસ્પદ મોત
જેતલસર તા.1
જેતલસર પંથકના ડેડરવા ગામના નંદકિશોર રણછોડભાઈ ભાયાણી (ઉ.વ.65) આજે અચાનક તેમના ઘરે બેભાન થઇ જતા તેમને જેતપુરની સરકારી હોસ્પીટલે ખસેડવા તજવીજ હાથ ધરાઈ હતી. પણ નંદાભાઇનું રસ્તામાંજ મોત થતા જેતપુર તાલુકા પોલીસના જમાદાર મજ્નુંભાઈ મનાતે વધુ તપાસ હાથ ધરી છે.
ટીંબડીના દેવીપુજક ઉપર હુમલો
જેતલસર તા.1
પંથકના આરબ ટીંબડી ગામે પ્રવીણ વશરામ દેવીપુજક યુવાનને અગમ્યો કારણોસર ઢોર માર મારનાર હરસુખ અને રણજીત નામના શખ્શો સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા જમાદાર મજનુંભાઈએ તપાસ હાથ ધરી છે.
કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812














































