અનુયાયીઓ

શનિવાર, 4 જુલાઈ, 2015

જાતી પ્રત્યે હડધૂત કરનાર સામે એસ્ટ્રોસીટી

જેતપુરના પાંચ પીપળા ગામે દલિત આધેડ મહિલાને 
જાતી પ્રત્યે હડધૂત કરનાર સામે એસ્ટ્રોસીટી 
જેતપુર તા.4
જેતપુરના પાંચ પીપળા ગામે રહેતા રત્નાભાઈ ટપુભાઈ ડાભીના પત્ની દુધીબેન (ઉ.વ.45) ને તે જ ગામના નીતિન મગન લાલકીયા નામના યુવાને ભૂંડી ગાળો આપી, જાતી પ્રત્ર્યે અપમાનિત કરતા દુધીબેને જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 
ફરિયાદમાં દુધીબેને જણાવ્યું છે કે આજ થી અઠવાડિયા પહેલા તેના દીકરા વિજય સાથે નીતિનને બોલાચાલી થઇ હતી. જે વાતનો ખાર રાખી આજે નીતિને પોતાને(દુધીબેનને) બેફામ ગાળો આપી, જાતી પ્રત્યે હડધૂત કર્યા હતા. તાલુકા પોલીસે આ વાતની ફરિયાદ લઈને નીતિનને  તજવીજ હાથ ધરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર 9974262812

જેતપુરના રબારીકા ગામેથી ખનીજ ચોરી પકડાઈ ચકરડી-ટ્રક સહીત 4.60 લાખનો મુદામાલ કબજે

વિરપુરના ફોજદાર જોશીનો વધુ એક સપાટો !
જેતપુરના રબારીકા ગામેથી ખનીજ ચોરી પકડાઈ 
ચકરડી-ટ્રક સહીત 4.60 લાખનો મુદામાલ કબજે
જેતપુર તા.4
જેતપુરના  રબારીકા ગામે ગેરકાયદેસર થઇ રહેલી ખનીજ ચોરી સ્થળે દરોડો પાડી વીરપુર પોલીસના પીએસઆઈ જોશીએ ખનીજ ચોરીના સાધનો-ટ્રક મળી કુલ રૂપિયા 4.60 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના રબારીકા ગામની સીમમાં બેરોકટોક મોટાપાયે ખનીજ ચોરી થતી હોવાની વીરપુર પોલીસના ફોજદાર જોશીને બાતમી મળી હતી. દરમિયાન ફોજદાર જોશીએ બાતમીવાળી જગ્યાએ ડોગવોચ રાખતા ગઈ રાત્રીના સરકારી જમીનમાં વ્હાઈટ લાઈમ (સફેદ બેલા) નું જમીન ખોદી ખનન કરાતું હોવાનું જણાતાં વીરપુર પોલીસે જેતપુર મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર નીખીલ મહેતાને સાથે રાખી દરોડો પાડતા  હાલ સેલુકા(તા.જેતપુર) રહેતો અને મૂળ સરખાયણ(તા.કુતિયાણા)નો દેવા લીલા ઓડેદરા ને રૂપિયા 60 હજારની, બેલા કાઢવાની ચકરડી, તથા રૂપિયા 4 લાખનો ટ્રક અને ટ્રક ચાલક રતિલાલ મુલજી ડાભી(રહે.નવાગઢ)ને પકડી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે એ નોંધનીય છે કે થોડા સમય પહેલા ફોજદાર જોશીએ એક ભાજપના આગેવાને જુગાર દરોડા દરમિયાન જરા પણ મચક નાં આપી કડક અમલદારનો દાખલો બેસાડ્યો હતો.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812 
 


શુક્રવાર, 3 જુલાઈ, 2015

જેતપુરનો કાખાનેદાર યુવાન વિદેશી દારૂ સાથે ઝડપાયો

જેતપુરનો કાખાનેદાર યુવાન 

વિદેશી દારૂ સાથે ઝડપાયો

જેતપુર તા.3

જેતપુરના એક સાડી કારખાનામાં મોટા પાયે વિદેશી શરાબનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી લોકલ ક્રાઈમ બ્રાંચે પાડેલ દરોડામાં માત્ર દોઢ બોટલ શરાબ મળ્યો હોવાની નીરુભા વાળાએ જણાવ્યું હતું. 

મળતી વિગતો મુજબ જેતપુરના નવાગઢ વિસ્તારમાં કે.બી.પ્રિન્ટ નામના સાડી કારખાનામાં મોટાપાયે વિદેશી શરાબનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી આજે રાજકોટની લોકલ ક્રાઈમ બ્રાન્ચના ભુરાભાઈ પટેલ, નીરુભા વાળા વિગેરે દરોડો પાડતા કારખાનેદાર યુવાન કશ્યપ બાબુ પટેલ (રહે.પંચશીલ સોસાયટી)વાળો રૂપિયા 2100 ની કિમતની વિલાયતી શરાબની દોઢ બોટલ સાથે જડપાઈ ગયો હતો. પોલીસે શરાબ સાથે કશ્યપ ની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી  ધરી છે.

ભાયાવદરની પરિણીતાને જેતપુરના યુવાને કાઢી મૂકી

જેતપુર તા.3

ભાયાવદરમાં હુસેની ચોક ખાતે રહેતા ઈબ્રાહીમભાઈ હાસમભાઈની પુત્રી ગુલશનબેનના નિકાહ નવાગઢના યાકુબ કાસમ ખેભર-સંધી સાથે થયા હતા.

સમય જતા યાજુબે ગુલશન ઉપર શારીરિક માનશીક ત્રાસ ગુજારવાનું ચાલુ કર્યું હતું. છેલ્લે રૂપિયા 30 હજાર સાસરીયેથી મંગાવીને યાકુબે રીક્ષા ખરીદી હતી. આ રીક્ષા પણ વેંચી હજુ વધુ પૈસા માવતરેથી લાવવાનો ત્રાસ આપી યાકુબે ગુલશનને 3 સંતાનો સાથે જેતપુર થી પહેરેલ કપડે કાઢી મૂકી માવતરે મોકલી દીધાની શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કશ્યપ જોશી જેતપુર 

 

: જેતપુરમાં વરસાદી પાણીમાં તણાઈને મોતને ભેટેલા કિશોરના પરિવારને રૂપિયા 4 લાખની સહાય કરતી રાજ્ય સરકાર

જેતપુરમાં વરસાદી પાણીમાં તણાઈને મોતને ભેટેલા યુવાનના  
પરિવારને  રૂપિયા 4 લાખની સહાય કરતી રાજ્ય સરકાર 
જેતપુર તા.3
જેતપુરમાં વરસાદી પાણીએ સર્જેલી તારાજીમાં તણાઈને મોતને ભેટનાર કિશોરના પરિવારજનોને જાહેર કરેલી સહાય રૂપિયા ચાર લાખનો ચેક રાજ્ય મંત્રી, પાલિકા પ્રમુખ અને મામલતદાર દ્વારા અર્પણ કરાયો હતો.
મળતી વિગતો મુજબ જેતપુરના ગોંદરા વિસ્તારમાં ચોમાસાના પ્રથમ રાઉન્ડમાંજ તારાજી સર્જાઈ હતી. આ વિસ્તારમાં ખીરસરા રોડ પરના પાણી ફરી વળતા અનેક કાચા પોચા મકાનો ખળભળી ગયા હતા,  તો અમુક પાણીમાં ગરક થઇ ગયા હતા. વરસાદે વેરેલા આવા વિનાસમાં આ વિસ્તારનો વણઝારા કિશનભાઈ રાઠોડ નામનો યુવાન પણ પાણીમાં તણાઈને મોતને ભેટ્યો હતો. આ બાબતે સંબંધિત સરકારી તંત્રો દ્વારા રીપોર્ટ થતા રાજ્ય સરકારે કિશનભાઈના પત્ની ગૌરીબેનને રૂપિયા ચાર લાખની સહાય તાત્કાલિક જાહેર કરી હતી. 
આ રકમના ચેકની અર્પણ વિધિ માટે આજે સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય મંત્રી જયેશભાઈ રાદડિયાની હાજરીમાં આજે જેતપુરના મામલતદાર જીતેન્દ્ર ભોરણીયા અને જેતપુર નગર પાલિકાના પ્રમુખ રમાબેન રામજીભાઈ મકવાણાએ મૃતક કિશોરના ઘરે જઈને તેમના પત્ની ગૌરીબેનને ચેક અર્પણ કર્યો હતો તે તસ્વીરમાં દેખાય છે.
ફોટો : કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812

અવસાન નોંધ



જેતપુરના ક્રિષ્નાબેન ડોબરીયાએ પીએચડી કર્યું


​જેતપુરના ક્રિષ્નાબેન ડોબરીયાએ પીએચડી કર્યું 
જેતપુર તા.3
નવાગઢ(જેતપુરના) ક્રિષ્નાબેન પ્રકાશભાઈ ડોબરિયાએ તાજેતરમાં શાપર વેરાવળ ઇન્ડ.એશોશીયેશનના સંદર્ભમાં " ઔદ્યોગિક કામદારોનો કાર્યસંતોષ-એક નૈતિક મુલ્યાત્મક અભ્યાસ" વિષય પર, ફીલોશોફી ભવનના અધ્યક્ષ ડો. એસ.એસ. શર્માના માર્ગદર્શન હેઠળ એક મહાનિબંધ તૈયાર કર્યો હતો. જે ધ્યાને લઈને રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સીટીએ ક્રિશ્ના ડોબરિયાને પીએચડીની પદવી એનાયત કરતા નવાગઢ જેતપુરનું ગૌરવ વધ્યું છે.

ફોટો : ક્રિશ્ના પ્રકાશભાઈ ડોબરિયાનો છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 

ગુરુવાર, 2 જુલાઈ, 2015

જેતપુર શહેર પંથકના વર્તમાન

જુના વાઘણીયા ગામે વરસાદી તારાજીમાં મોતને ભેટેલા કાઠી દરબાર પરિવારના 8 સભ્યોને 
કાઠી દરબાર સમાજ જેતપુરના આગેવાનોની શોકાંજલિ 
જેતપુર તા.2
તાજેતરમાં વરસાદી પુર પ્રકોપે બગસરા પંથકમાં વેરેલા વિનાસમાં જુના વાઘણીયા ગામે ક્ષત્રીય સમાજના એકજ પરિવારના 8-8 સભ્યોના નિધનથી જેતપુર ઉપરાંત સારાયે સૌરાષ્ટ્રકાઠી દરબાર સમાજમાં શોક વ્યાપ્યો છે.
પરિવારમાંથી એક સ્વજન પણ અકાળે સ્વર્ગે સિધાવે ત્યારે સ્વજનો વજ્રાઘાત અનુભવતા હોય છે, તેને બદલે બગસરાના જુના વાઘણીયા ગામના સ્વ.ભયલુંભાઈ ગીડાના પરિવારના 8-8 સભ્યો વરસાદી પ્રકોપમાં મકાન પડવાથી મોતને ભેટતા સમસ્ત ગામે ભારે હૃદયે શોક વ્યક્સ્ત કર્યો હતો..તો જેના નામથી, જ્ઞાતિથી શહેર ઓળખાય છે તેવા જેતપુર(કાઠી) ના કાઠી દરબાર(ક્ષત્રીય સમાજ)નાં આગેવાનો, અગ્રણીઓએ અહીના ધારેશ્વર સ્થિત શ્રી સૂર્યનારાયણ મંદિરે, મંદિરના મહંત જેઠીરામ બાપુની હાજરીમાં તાકીદની શોક સભા યોજીને ઉપરોક્ત કાળધર્મ પામેલ આઠેય હતભાગી આત્માઓના માનમાં 2 મિનીટ મૌન પાળી શોકાંજલિ અર્પી હતી.


જેતપુરની ગોવિંદકુંજ હવેલી ખાતે 
ભગવદીય વાર્તા સપ્તાહનું આયોજન 
જેતપુર તા.2
જેતપુરની  ગોવિંદકુંજ હવેલી ખાતે તા.2-7. થી 8.7. ભગવદીય વાર્તા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.સવારના 10 થી 1 અને બપોરના 3 થી 6 દરમિયાન યોજાનાર આ વાર્તા સપ્તાહનો લાભ લેવા સત્સંગીઓને અનુરોધ કરાયો છે.


વીરપુર(જલારામ)ના યુવાનોની સરાહનીય સેવા 
જેતપુર તા.2
જેતપુર તાલુકાના વીરપુર જલારામ ગામના સેવાભાવી યુવાનો દુષ્યંતસિંહ બી.ઝાલા, ઉમેદભાઈ ગઢવી, ધર્મેશભાઈ કંસારા, અતુલભાઈ, રોહિતભાઈ, મુકેશ બામ્ભાવા તથા કેતન ગુજરાતી વી. એ અમરેલી પંથકના આખા ચારણ પીપળી ગામમાં , ખારી ગામના દલિતવાસમાં અને ખીજડીયા ગામમાં ભરવાડવાસમાં કે જયાના લોકો વરસાદી તારાજીનો ભોગ બન્યા છે તેઓ તમામને લોટ, ચટણી, હળદર, મીઠું વી.વસ્તુની એક એક રાશનકીટ સહાયરૂપે આપી પોત પોતાનાથી બનતી સરાહનીય સેવા-મદદ કરી હતી ત્યારની તસ્વીર..(ફોટો : કશ્યપ જોશી જેતપુર)


જેતપુરના યુવાનની આં.રા.માનવ અધિકાર 
સંગઠનના રાજકોટ જી.પ્રમુખ તરીકે નિમણુક 
જેતપુર તા.2
જેતપુરના યુવાન સંજય પ્રવીણભાઈ જોટંગીયાની તાજેતરમાં આંતર રાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠન ગુજરાત રાજ્યના ચેરપર્સન જયા શર્માએ રાજકોટ જીલ્લા પ્રમુખ તરીકે નિમણુક આપી હતી. સંજયે જણાવેલ કે માનવ અધીકારને સ્પર્શતા તમામ પ્રશ્નો, ફરિયાદો, બાળમજુરી, વી. માનવ અધિકાર ભંગ થતો હોય તેવી ફરિયાદો ધ્યાને લેવાશે, અને ચકાસણી દરમિયાન ફરિયાદ સાચી જણાયે કસુરવાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાવાશે. વિસ્તૃત જાણકારી માટે તેમનો 99094 80380 ઉપર સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.(ફોટો સંજય નો મોકલેલ છે)


જેતપુર પંથકમાં ગૌ સેવકોની સેવા 
જેતપુર તા.2
જેતપુર તાલુકાના જેતલસર સહીત ગામોમાં કાર્યરત કામધેનું ગૌ રક્ષક ગ્રુપના યુવાનો પણ પુરગ્રસ્ત લોકોની વહારે આવી બનતી મદદ માટે અસરગ્રસ ગામો તરફ દોડ્યા હોવાની વિગતો મળી રહી છે. તા.25.6. થી 29.6 દરમિયાન ગૌ સેવકોએ અમરેલી જીલ્લાના હડાળા, ખારી, કેરાળા, જાળિયા, બાબાપુર, કમીગઢ, પીપળી, વાંકિયા વિગેરે ગામોમાં પુર ગ્રસ્ત અસરગ્રસ્તોને મીણબત્તી, માચીસ, ટુવાલ, ચાદર, ગોદડા, ગાંઠીયા, ગુંદી, લોટ, પાણીના પાઉચ, ચપ્પલ વી જીવન જરૂરીયાત વસ્તુઓ વિતરણ કરી હતી. ગૌસેવા પ્રેમીઓના કહેવા અનુસાર તેઓને જેતપુરના રવિ આંબલીયા તરફથી 100 ચાદર, સીટી કાઉંસીલ ઓફ જેતપુર દ્વારા 250 ચાદર અને 100 ટુવાલ અસરગ્રસ્તો માટે મળ્યા હતા તે વિતરણ કરી દેવાયા છે. હવે આ યુવાનો પશુઓ માટે ખોળ, સુકો ચારો, પાલો, ડાખળી એકત્ર કરી રહ્યા છે.


જેતપુરની માર્કેટ યાર્ડે  ટ્રક રાહત સામગ્રી મોકલી 
જેતપુર તા.2
જેતપુર માર્કેટિંગ યાર્ડના ચેરમેન દિનેશ ભૂવાના જણાવ્યા અનુસાર અમરેલી જીલ્લામાં અને બગસરા પંથકમાં પૂરગ્રસ્ત લોકો માટે ચોથો ટ્રક ભરી રાહત સામગ્રી મોકલાઈ છે. આ માટે યાર્ડના તમામ વેપારીઓનો સારો સહકાર મળી રહ્યો છે. (ફોટો : કશ્યપ જોશી  )


જેતપુરમાં પાલિકા, ડા.એશો., ચેમ્બર દ્વારા અસરગ્રસ્તોને સહાય 
જેતપુર તા.2
જેતપુરમાં રાજ્ય મંત્રી જયેશ રાદડીયાને સાથે રાખી ડાઈંગ એશોશીયેશન, ચેમ્બર ઓફ કોમર્સ અને નગર પાલિકા દ્વારા શહેરના ગોંદરા વી. વિસ્તારોમાં ભારે વરસાદની અસર પામેલા લોકોની મુલાકાત લઈને તેઓને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ, કપડાની રાહત સામગ્રી વિતરણ કરાઈ હતી. (ફોટો : કશ્યપ જોશી )

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 










kashyap j joshi jetpur jetalsar 




મંગળવાર, 30 જૂન, 2015

કશ્યપ જોશી જેતપુર

સિમેન્ટ કોન્ક્રીટના પાળા ધોવાઈ જતા 3 દરવાજા બંધ ન થતા હોય

ભાદર ડેમમાંથી લાખો કયુસેક પાણી વહી ગયું

સંબંધિત તંત્ર લીકેજીંગ રોકવા ઉંધે માથે !!

ફોન બંધ કરીને તંત્રએ આ ઘટના દબાવવા પ્રયાસ કર્યો, ઘટના છતી થઈને જ રહી !  11,14 અને 24

નંબરના પાટિયામાં સર્જાઈ ખામી, આજ બપોર સુધીમાં લીકેજીંગ બંધ કરી દેવાનો તંત્રને આશાવાદ

જેતપુર તા.30

જેતપુર - રાજકોટને પીવાનું પાણી પૂરું પાડતા ભાદર ડેમને એક જ રાતમાં છલકાવી દેનાર કુદરતે આ ડેમને પુનઃ ખાલી પણ કરી દેવાનો જાણે કરિશ્મા સર્જ્યો હોય એમ ડેમના 3 પાટિયા છેલ્લા 48 કલાકથી વધુ સમય  થયા બંધ ના થતા હોય, લાખો ક્યુસ્સેક પાણી ડેમમાંથી વહી ગયાની વિગતો મળી છે. જો કે ડેમ સ્થિત ફોન બંધ રાખી તંત્રએ અ ઘટનાને દબાવવા પ્રયાસ થયાનો અમુક પત્રકારોને અહેસાસ થયો હતો.

આ બાબતે મળતી વિગતો મુજબ એક જ રાતમાં કુદરતની મહેરથી ભાદર ડેમ છલકાઈ જતા જેતપુર રાજકોટની પ્રજામાં ખુશીની લહેર છવાઈ હતી કે હાશ... દોઢ વર્ષ ચાલે તેટલો જથ્થો આપણા ભાદર ડેમમાં આવી ગયો ! કુદરતના આ ચમત્કારથી રાજીપામાં ગરક જેતપુર રાજકોટની પ્રજાને આંચકો લાગે તેવો પણ કરિશ્મા બતાવી 11, 14, અને 24 નંબરના પાટિયા નીચેના સિમેન્ટ કોન્ક્રીટના પાળાનું ધોવાણ થઇ જતા રવિવાર સાંજથી આ ત્રણેય પાટિયા લાખ કોશિશ છતાં બંધ નહિ થતા ભાદર ઇરીગેશનના ટોપ ટુ બોટમમાં આવતા સત્તાધીસો ડેમ પર ઘસી જઈ, દરવાજા બંધ કેવી રીતે કરવા તેની ગડમથલમાં ઉંધે માથે કામગીરીમાં જોતરાયા હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે વિશેષ વિગતો આપતા ભાદર ઇરીગેશનના રાજકોટ સ્થિત ડેપ્યુટી એન્જીનીયર બલદાણીયાએ જણાવેલ કે 4,14 અને 17 નહિ પણ 11,14 અને 24 નંબરના પાટિયા બંધ ના થવાની ગંભીર ક્ષતિ પણ કુદરતનીજ એટલેકે આ ત્રણેય પાટિયા નીચેના ચેનલ ટાઈપ સિમેન્ટના કોન્ક્રીટના પાળા ભારે પાણી પ્રવાહમાં ધોવાઈ જતા આવો ફોલ્ટ સર્જાયો છે. જેને પૂર્વવત કરવા સંબંધિત નિષ્ણાંતો ડેમ પર આવી ગયા છે. જરૂરી મશીનરીથી ઉપરોક્ત ત્રણેય પાટિયા બંધ કરવા મજૂરોની ફૌજ કામે લગાડાઈ છે. આવતીકાલ બુધવારની બપોર સુધીમાં ડેમનો આ ફોલ્ટનું નિરાકરણ લાવી દેવાનો તંત્રને આશાવાદ છે.

બીજીબાજુ રવિવારે સાંજે સર્જાયેલ આ ફોલ્ટ બાબે જાણકારી લેવા ડેમ સ્થિત ટેલીફોન સંપર્ક કરાતા ફોન સતત બંધ મળતો હતો, કદાચિત ડેમની આ ક્ષતિને દબાવવા પ્રયાસ થયો હોય તેવો  જેતપુર પત્રકારોને અહેસાસ થયો હતો. બંધ ફોન બાબતે બલદાણીયાએ જણાવેલ કે વાતાવરણને હિસાબે ઘણી વખત ડેમનો ફોન ડેડ થઇ જતો હોય, રવિવારે આવું બન્યું હોવું જોઈએ..

 

બોક્સ: હજારો કયુસેક પાણી વહી ગયું, પણ ડેમનું લેવલીંગ યથાવત..

જેતપુર : ભાદર ઇરીગેશનના ઈજનેર બલદાણીયાએ જણાવેલ કે છેલ્લી 48 કલાક દરમીયાન ઉપરોક્ત હજારો કયુસેક પાણી વહી ગયું તે સત્ય વાત છે પણ ડેમના નિયમો મુજબ તા.1.7.2015 સુધી ડેમની કુલ સપાટીમાંથી 2 ફૂટ ઓછી, તા.19.7 સુધીમાં 1 ફૂટ ઓછી અને 1-9.15 સુધીમાં ડેમ સંપૂર્ણ ભરેલો રહે તે તંત્રએ જોવું પડતું હોય છે, આ વાત સામે હાલમાં ડેમની સપાટી પાણી વહી ગયુ હોવા છતા યથાવત છે. ડેમના પાટિયા હવે કેમ બંધ કરી શકાશે ? તેવા સવાલના જવાબમાં ઉપરોક્ત અધિકારીએ જણાવેલ કે લીકેજીંગ બંધ કરવા માટે લોખંડના સળિયાની ફ્રેમ્સ, ખાલી બારદાનનો સહારો લેવાશે, તેમજ આ માટે જરૂરી મશીનરી લોડર, ક્રેઇન, જેસીબી વિગેરે ઉપયોગમાં લેવાઈ રહ્યું છે.

-----------------------------------------------------------------------------------------------

જેતલસરના 4 યુવાનોને પોલીસના સ્વાંગમાં લુંટનાર

ધોરાજી-ગોંડલના 2 શકશોને ઝાલી લેતી તાલુકા પોલીસ

જેતપુર તા.30

ગઈકાલે મોડી રાત્રીના જેતલસર ગામના 4 યુવાનોને તમાચા મારી રોકડ તેમજ મોબાઈલની લુંટ કરી પોલીસનો સ્વાંગ રચનાર ધોરાજી અને ગોંડલના 2 ટપોરીને જેતપુર તાલુકા પોલીસે પકડી પાડી તેઓની રીમાન્ડની તજવીજ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ ગઈકાલે મોડી રાત્રીના જેતલસરના ભરત રમણીક ધરજીયા, મુકેશ, કિશોર તથા સંજય રામજી એમ ચાર યુવાનો પાસે આવી, ધાક ધમકી આપી, પોલીસનો સ્વાંગ રચી, બીક બતાવી 2 ટપોરીઓએ ઉપરોક્ત યુવાનો પાસેથી રોકડ રકમ રૂપિયા 850 અને મોબાઈલની લુંટ કર્યાની તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસના ફોજદાર રઘુભાઈ કરમટીયા, સ્ટાફના ગૌત્તમ ત્રિવેદી, દિવ્યેશ આહીર વી.ને લઈને જેતલસર દોડી ગયા હતા.

આવા સપાટા કરતા બંને ટપોરીઓને પકડી લઇ પોલીસની ભાષામાં વાત કરાતા, બંને જુના રીઢા ગુનેગાર હોવાનું તેમજ તેઓના નામ સલીમ અકબર કાદરી સૈયદ(રહે.ધોરાજી) તેમજ અલ્તાફ્શાહ ગીગા શાહ શાહમદાર(રહે.ગોંડલ) હોવાનું જણાવેલ. દરમિયાન પોલીસે આગવી ઢબે બંનેની સરભરા કરતા બંને જુના લૂંટમાર હોવાનું તેમજ સાતેક મહિના પહેલા એક મદ્રાસી ટ્રક ચાલકને પણ માર મારી લુંટ ચલાવવાના બનાવમાં 7 માસ જેલવાસ ભોગવીને દોઢ મહિના પહેલા છૂટ્યા હોવાની પોલીસ સમક્ષ કબુલાત આપી હતી. ફોજદાર રઘુભાઇએ જણાવેલ કે આ બંને ગમે તે રોડ ઉપર ઉભા રહી, વાહનોને રોકી, કાગળો માંગી, કાગળો નાં હોય તો પોલીસનો સ્વાંગ રચી નાની મોટી રકમનો તોડ, લુંટ કરી નાશી જતા.

હાલ પોલીસે આ બંને ટપોરી જેતલસરના યુવાન પાસેથી લુંટેલ રૂપિયા 850 કબજે કરી, બંનેને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.

--------------------------------------------------------------------------------------------------

 

જેતપુરના રૂપાવટી ગામે દલિત યુવાન પર 4 શખ્શોનો  હુમલો

ઈજાગ્રસ્ત યુવાનને કિડનીમાં ગભીર ઈજા થતા રાજકોટ ખસેડાયો

જેતપુર તા.30

જેતપુર તાલુકાના રૂપાવટી ગામે ગત રાત્રીના  જુના મનદુઃખનો ખાર રાખી ચાર દલિત શખ્શોએ તે જ ગામના એક દલિત યુવાન પર બેરહેમીથી હુમલો કરતા ઈજાગ્રસ્ત યુવાનને ગભીર હાલતમાં રાજકોટ ખસેડાયો છે.

મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના રૂપાવટી ગામના મુકેશ દિનેશ રાઠોડ નામના 22 વર્ષના યુવાન પર તે જ ગામના જયસુખ દાન સાદિયા, રમેશ દાન સાદિયા, નરશી દાન સાદિયા અને જેન્તી નરશી સાદિયા એમ ચાર શખ્શોએ ઢીકા પાટુનો આડેધડ માર મારતા મુકેશને કિડનીમાં ગંભીર ઈજા સાથે વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. ઈજાગ્રસ્ત યુવાને પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગામમાં પેશકદ્મીનો પ્રશ્ન ઉભો થયો હોય, તેમને પોતાના 2 મકાન આપમેળે પાડી હટાવી લીધા હોવા છતાં અમારી સામે કેમ જોયા કરે છે ? તેમ કહીને તૂટી પડ્યા હતા. તાલુકા પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદો લઇ તમામ ની ધરપકડની વિધિ હાથ ધરી છે.

--------------------------------------------------------------------------------------------

 

જેતપુર નજીકથી દેશી દારુ ભરેલી કાર પકડાઈ

જેતપુર તા.30

ગત રાત્રીના જેતપુરના ધારેશ્વર વિસ્તારમાંથી પસાર થયેલી જી જે 12 જે 3642 નંબરની કારને પોલીસે શંકાશ્પદ હાલતમાં રોકી તલાશી લેતા તેમાંથી રૂપિયા 5 હજારની કિમતનો 250 લીટર દેશી દારુ પકડાયો હતો. બનાવ દરમિયાન કાર ચાલક ગાડી રેઢી મૂકી નાશી છુટતા, આં કોની કાર છે ? અને દારૂ વેંચાણ માટે લઇ જવાતો હતો કે સપ્લાય માટે ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 

સોમવાર, 29 જૂન, 2015

જેતલસરની સીમમાં જુગાર દરોડો રૂ.80800 ના મુદામાલ સાથે 6 ઝડપાયા

જેતલસરની સીમમાં જુગાર દરોડો 
રૂ.80800 ના મુદામાલ સાથે 6 ઝડપાયા
જેતપુર તા.29
જેતલસરની સીમમાં વાડી ધરાવતો જેતપુરનો રમેશ પટેલ નાલ ઉઘરાવી જુગાર રમાડતો હોવાની તાલુકા પોલીસને બાતમી મળી હતી. દરમિયાન તાલુકા ફોજદાર રઘુભાઈ કરમટીયાએ સ્ટાફના દિવ્યેશ આહીર વિગેરેને સાથે રાખી બાત્તમી વાળી જગ્યાએ દરોડો પાડતા  વાડી માલિક રમેશ બાબુ પટેલ, પંકજ પરસોત્તમ પટેલ, નીલેશ વણઝારા, અશ્વિન ગોપાલ પટેલ, હરેશ રાવજી પટેલ, તથા હંસરાજ રાવજી પટેલ એમ 6 શખ્શો રોકડ રૂ.15800 તેમજ 3 બાઈક મળી કુલ રૂ.80,800-00 ના મુદામાલ સાથે પકડાઈ જતા તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.   
(કશ્યપ જોશી જેતપુર 9974262812)


મેવાસા ગામેથી ગૌ રક્ષક વિલાયતી શરાબની 10 બોટલ સાથે પકડાયો 
જેતપુર તા.29
જેતપુરના મેવાસા ગામે એક ભરવાડ શખ્સ વિલાયતી શરાબની હેરાફેરી કરતો હોવાની બાતમી પરથી ફોજદાર જોશીએ ત્રાટકી વિદેશી શરાબની 10 બોટલ કબજે કરી હોવાની વિગતો મળી છે.
મેવાસા ગામના ભરવાડ હિરેન ભનુ ધ્રાંગીયા નામનો યુવાન પોતાના ઘરમાં વિલાયતી શરાબ રાખતો હોવાની બાતમી મળતા વીરપુરના ફોજદાર સી.જી.જોશીએ સ્ટાફના રાજેન્દ્રસિંહ જાડેજાને સાથે રાકી હિરેનના ઘર પર છાપો મારતા ત્યાંથી વિદેશી શરાબની 10 બોટલ(કી.રૂ.3000) મળી આવી હતી. પીએસઆઈ જોશીએ જણાવેલ કે હિરેન કોઈ ગૌ રક્ષક નામની સંસ્થા સાથે જોડાયેલો અને ગૌ રક્ષક હોવાની વિગતો મળી છે. 
(કશ્યપ જોશી જેતપુર 9974262812)

અવસાન નોંધ જેતપુર કશ્યપ જોશી જેતલસર


​અવસાન નોંધ :
જેતપુર : મૂળ મજેઠી, હાલ જેતપુર નિવાસી નનકુભા ભુપતસિંહ ચુડાસમા( ઉ.વ.80) તે શુરુભા, રાજભા અને મહેન્દ્રસિંહના પિતા તેમજ પ્રતાપસિંહના કાકા તા.28.6.ના રોજ અવસાન પામ્યા છે. બેસણું તા.2.7. ને ગુરુવારે, સાંજે 4 થી 6, સરધારપુર દરવાજા પાસે, નવાગઢ(જેતપુર)ખાતે રાખેલ છે.
કશ્યપ જોશી જેતપુર 9974262812


શનિવાર, 27 જૂન, 2015

જેતપુરમાં અસરગ્રસ્તોની મદદ માટે સેવાભાવી સંસ્થાઓ સાથે બેઠક યોજાતા રાજ્ય મંત્રી રાદડિયા

જેતપુરમાં અસરગ્રસ્તોની મદદ માટે 
સેવાભાવી સંસ્થાઓ સાથે બેઠક યોજાતા રાજ્ય મંત્રી રાદડિયા 
જેતપુર તા.27
જેતપુરના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી જયેશ રાદડીયાએ ગઈકાલે ડાઈંગ એશોશીયેશનની ઓફીસ ખાતે શહેરની તમામ સેવાભાવી સંસ્થાના કાર્યવાહકો સાથે બેઠક યોજી, અસરગ્રસ્તોને કઈ રીતે બને તેટલી વધુ મદદ કરી શકાય તેની ચર્ચાઓ કરી હતી.
મળતી વિગતો મુજબ જેતપુરના ઘણા વિસ્તારોમાં વરસાદી પાણીએ ખાસ્સું નુકશાન કરતા આવા અસરગ્રસ્તોને કેવી રીતે મદદ કરી શકાય ? અથવાતો કઈ કઈ રાહત સામગ્રીની મદદ કરાઈ અને હવે કેવી રાહત સામગ્રીની અસરગ્રસ્તોને જરૂરીયાત છે ? વિગેરેની ચર્ચા વિચારણા માટે રાજ્ય મંત્રી જયેશ રાદડિયાએ ઉદ્યોગપતિઓ રાજુભાઈ પટેલ, જેન્તીભાઈ રામોલીયા સહીત સેવાભાવી સંસ્થાઓ માર્કેટીંગ યાર્ડ, ચેમ્‍બર્સ ઓફ કોમર્સ, રોયલ જેસીઝ,  રોટરી કલબ , સીટી કાઉન્‍સીલ, જુનિયર ચેમ્બર, સહિતની સંસ્‍થાઓના હોદ્દેદારોની હાજરીમાં રાહત સામગ્રી ડાઈંગ એશોશીયેશનની ઓફિસમાં એકત્ર કરી ક્રમશઃ જરૂરીયાતમંદ ગામડાઓ તરફ મોકલવા નક્કી કરાયું હતું..

કશ્યપ જોશી જેતપુર જેતલસર 

 
   
   

બીયરના 24 ટીન સાથે જેતપુરના ડ્રાઈવર-ક્લીનર પકડાયા


બીયરના 24 ટીન સાથે જેતપુરના ડ્રાઈવર-ક્લીનર પકડાયા 

જેતપુર તા.27
ગઈકાલે રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાંચના સ્ટાફે એક ટ્રક ના ડ્રાઈવર અને કલીનરને રૂપિયા 2400 ના બીયરના ટીન અને ટ્રક સાથે પકડી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 
મળતી વિગત મુજબ ગઈકાલે  એલસીબીની ટીમે ભાદર નદિના પુલ પર રાજકોટ તરફથી આવતો ટ્રક નં.જીજે ૩-એજેડ-૪૧૭૭ને રોકી તલાસી લેતા તેમાંથી બીયરના નંગ-૨૪ કિ.રૂ.૨૪૦૦નો મળી આવ્યા હતા. દરમિયાન નવાગઢના ટ્રક ડ્રાઇવર જાવીદ તારમહમદ ઠેબા તેમજ કલીનર કાદર મજીદ ગાંધી પકડી પુછપરછ કરતા આ બીયરના ટીન તેઓ ભીવંડીથી કાપડની ગાંસડીભરી પરત આવતી વખતે લીધેલ હોવાનું જણાવ્યુ હતું. એલસીબી પોલીસે બંન્‍ને શખ્‍સોને બીયર  ટીન રૂ.૨૪૦૦ તેમજ ટ્રક કિ.૫ લાખ મળી રૂ.૫,૦૨,૪૦૦ના મુદામાલ સાથે અટક કરી વધુ તપાસ માટે શહેર પોલીસ હવાલે કાર્ય હતા.
ફોટો અને સમાચાર કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 

જેતપુર શહેરમાં ફરી વળેલા વરસાદી પાણીથી અસરગ્રસ્ત લોકોની મુલાકાત લેતા જેતપુર પાલિકા પ્રમુખ

દિલ્હીથી પ્રવાસ ટૂંકાવી જેતપુર દોડી આવ્યા, અમુક વિસ્તારોમાં પાણીના ટાંકા પહોચાડ્યા 
જેતપુર શહેરમાં ફરી વળેલા વરસાદી પાણીથી અસરગ્રસ્ત
લોકોની  મુલાકાત લેતા જેતપુર પાલિકા પ્રમુખ  
જેતપુર તા.27 
જેતપુર શહેરમાં વરસાદી પાણીએ તારાજી સર્જી હોવાના અહેવાલો મળતાજ જેતપુર પાલિકા પ્રમુખ રમાબેન રામજીભાઈ મકવાણાએ પોતાનો દિલ્હીનો પ્રવાસ ટૂંકાવી જેતપુર દોડી આવી અસરગ્રસ્તોની મુલાકાત લઈને બને તેટલી મદદ કરાવવાની ખાતરી આપી હતી.

મળતી વિગતો મુજબ દેશના વડાપ્રધાન મોદીએ દિલ્હી સ્થિત વિજ્ઞાનભવન ખાતે અમૃત યોજના - સ્માર્ટ સીટી પ્રોજેક્ટ બાબતે તા.25-26-6. ના રોજ બેઠક યોજી હતી. જેમાં ગુજરાતની જેતપુર સહીત 24 નગરપાલિકાના મુખ્ય અધિકારીઓ અને પાલિકા પ્રમુખને બોલાવ્યા હતા. દેશના પીએમની આ બેઠકમાં હાજરી આપવા જેતપુર નવાગઢ નગર પાલિકા પ્રમુખ પણ જોડાયા હતા.

બીજીબાજુ જેતપુરમાં આજુબાજુના ગામોના વરસાદી પાણીએ તારાજી સર્જ્યાની જાણ થતાજ પાલિકા પ્રમુખે પોતાનો 29.6. સુધીનો પ્રવાસ ટૂંકાવી ત્રણ દિવસ વહેલા જેતપુર આવી શહેરના ગોંદરા વિસ્તાર, ખીરસરા રોડ, ભાદરના સામા કાંઠા વિસ્તાર, શારણના પુલ, ફિલ્ટર પ્લાન્ટ વિસ્તાર, વિગેરે વિસ્તારોની મુલાકાત લઇ અસરગ્રસ્તોને સાંભળી, તારાજીનું દુખ વ્યક્ત કરી, પોતાની કક્ષાએથી બનતી મદદ કરાવવાની અસરગ્રસ્તોને ખાતરી આપી હતી. 

જેતપુર પાલિકા પ્રમુખ રમાબેને એમ પણ જણાવેલ કે પાલિકાના ફિલ્ટર પ્લાન્ટમાં વરસાદી પાણીથી થયેલી નુકશાની પૂર્વવત કરવા પાલિકાસુત્રો મહેનત કરી રહ્યા છે. સંપૂર્ણ શહેરમાં બધા વિસ્તારોમાં પાણી પહોચાડવું હાલ થોડા દિવસ અશક્ય હોય. અત્યંત જરૂરીયાતવાળા ઉપરોક્ત વિસ્તારોમાં પાણીના ટેન્કરો મોકલીને અસરગ્રસ્તોની પાણી પરત્વેની સમસ્યા મહદઅંશે હળવી કરવા પ્રયત્ન કરાયો છે. પ્રજાનો સહકાર જરૂરી છે. 

ફોટો અને સમાચાર-કશ્યપ જે.જોશી જેતપુર જેતલસર 

જેતપુરમાં મણકા, હાડકા-ચામડીના દર્દોના કેમ્પનું આયોજન

જેતપુરમાં મણકા, હાડકા-ચામડીના 
દર્દોના કેમ્પનું આયોજન
જેતપુર તા.27
જેતપુરની સેવાભાવી સંસ્થા સમર્પણ ગ્રુપ દ્વારા આગામી 5-7-2015  મણકા, હાડકા તેમજ ચામડીના દર્દોના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 
સ્વ.મનસુખલાલ રતનજી કાલીદાસ માંડલિયા(સુદાન) સ્મરણાર્થે તથા ભાનુબતીબેનના આર્થિક સહયોગ વચ્ચે, અહીની ફૂલવાડી રોડ સ્થિત લોહાણા મહાજન વાડી ખાતે યોજાનાર  આ કેમ્પનો લાભ લેવા ઈચ્છતા દર્દીઓએ તેમના નામો પરાગ પુસ્તકાલય-ખોડ્પરા, આનંદ બુક-કણકિયા, વિદ્યા બુક અને નવાગઢ ખાતે ધનવંતરી કલીનીક ખાતે નોંધાવી દેવા સંસ્થા પ્રમુખ હરીશ મણીયારે અનુરોધ કર્યો છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 

અવસાન નોંધ : 27-6-2015

અવસાન નોંધ :

જેતપુર: બંધીયા(તા.જામકંડોરણા) હિતેશભાઈ અનિરુદ્ધભાઇ ત્રિવેદી(ઉ.વ.30) તે યુગાંતર, સચિનના મોટાભાઈ તા.25.6.15 નારોજ અવસાન પામેલ છે.

જેતલસર: બાવાપીપળિયા નિવાસી વાણંદ હસમુખભાઈ મગનભાઈ પાડલીયાના પત્ની ચંદ્રિકાબેન, તે રવિ અને પુજાના માતા, વિપુલભાઈના ભાભી તથા જાય અને તન્વીના ભાભુ તા.23.6. ના રોજ અવસાન પામેલ છે. 


કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812



શુક્રવાર, 26 જૂન, 2015

જેતપુરના 1 હજાર કારખાનેદારો સહીત 5 હજાર મોબાઈલઘારકો હેરાન પરેશાન

રિલાયન્સના ટાવરમાં યાંત્રિક ક્ષતિ સર્જાતા 
જેતપુરના 1 હજાર કારખાનેદારો સહીત 5 હજાર મોબાઈલઘારકો હેરાન પરેશાન 
છેલ્લા 3 દિવસ થયા સર્જાયેલ ક્ષતિને  કરવામાં ખાનગી તંત્ર વામણું સાબિત !? શહેરની હ્દ્ફ્ક બેંકમાં પણ આ ખાનગી મોબાઈલ
કંપનીનું નેટ કનેક્શન 3 દિવસ થયા ઠપ્પ થઇ જતા કરોડો રૂપિયાના વ્યવહારો ઠપ્પ, કારખાનેદારો, ખાતેદારો ભારે હેરાન પરેશાન..
જેતપુર તા.26
જેતપુર શહેરમાં છેલ્લા 3 દિવસ થયા  ખાનગી મોબાઈલ કંપની રિલાયન્સનું નેટવર્ક ખોરવાઈ જતા જેતપુરના 1 હજાર કારખાનેદારો સહીત 5 હજાર મોબાઈલઘારકો ભારે હેરાન પરેશાન થઇ રહ્યાની  ફરિયાદો મળી છે.

આ બાબતે વિગતો આપતા જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એશોશીયેશનના ઉપપ્રમુખ જયંતીભાઈ રામોલીયાએ જણાવેલ કે ત્રણ દિવસ પહેલા જેતપુરમાં પડેલા 5 ઇંચ વરસાદ દરમિયાન ખાનગી મોબાઈલ કંપની રિલાયન્સના ટાવરમાં કોઈ યાંત્રિક ક્ષતિ સર્જાતા તેવો જેવા શહેરના 1000 ઉદ્યોગપતિઓ સહીત 5 હજાર મોબાઈલઘારકો દુઃખી દુઃખીના દાળિયા થઇ ગયા છે. 

તેઓએ વધુમાં જણાવેલ કે શહેરના મોટા ભાગના ઉદ્યોગપતિઓનો અન્ય રાજ્યો સાથે વ્યાપાર, ધંધો હોય, આ ખાનગી મોબાઈલ સેવાનો મહત્તમ ઉપયોગ થઇ રહ્યો છે. પરંતુ આ મોબાઈલ કંપનીનાજ મોબાઈલ નંબરો અન્ય રાજ્યોના વેપારીઓ પાસે હોય, જેતપુરના ઉદ્યોગપતિઓનો અન્ય રાજ્યો સાથેનો સંદેશાવ્યવહાર છેલ્લા ત્રણ દિવસ થયા ઠપ્પ થઇ ગયો હોય, તેઓ ભારે હેરાનગતિઓ મુકાઈ ગયા છે.

જયંતીભાઈ રામોલીયાએ એવું પણ જણાવેલ કે અહીના કણકિયા પ્લોટ સ્થિત હ્દ્ફ્ક બેંકમાં પણ આ ખાનગી કંપનીનું નેટ કનેક્શન હોય, અને છેલ્લા ત્રણ દિવસ થયા નેટ કનેક્ટીવીટી બંધ થઈને પડી હોય, શહેરના ઉદ્યોગપતિઓ સહીત અનેક ખાતેદારોના કરોડો રૂપિયાના વ્યવહારો અટકી જતા આર્થિક સમસ્યાઓ જન્મી છે. આ બાબતે તાકીદે આ ખાનગી મોબાઈલ કંપની તેમની નેટ સેવા પૂર્વવત કરી, શહેરના ઉદ્યોગપતિઓ-ખાતેદારો-મોબાઈલઘારકોને પડતી હાલાકી હલ કરવી જરૂરી છે.
બોક્સ: 2 વર્ષના પૈસા ભરી ફસાયા 
જેતપુર: ઉદ્યોગપતિ જયંતીભાઈ રામોલીયાએ જણાવેલ કે આ ખાનગી કંપનીની એક બે વર્ષની (રૂ.16000) સ્કીમમાં તેઓ જેવા કેટલાય કારખાનેદારો જોડાયા છે. 2વર્ષના પૈસા કંપનીને અગાઉ મળી જતા હવે ફોલ્ટ સમયે સંતોષકારક જવાબ દેતી ના હોય, ગુજરાત સહિતના અન્ય રાજ્યોના તાત્કાલિક સંપર્ક માટે અન્ય કંપનીના સીમકાર્ડ લેવાની નોબત સહવી પડી છે.
બોક્સ: મોબાઈલ બંધ આવે એટલે મોઢા તેટલી વાતો !!
જેતપુર: જેતપુરના અમુક ઉદ્યોગપતિઓ અને વેપારીઓએ પોતાની કઠણાઈની તે  વાત પણ ઉચ્ચારી હતી કે ભાઈ કોલ કરનાર માણસને સામેની વ્યક્તિનો મોબાઈલ સતત 3-3 દિવસ બંધ મળે ત્યારે મોઢા એટલી વાતો વાયુ વેગે પ્રસરી જતી હોય છે. કે શું પેઢી કાચી પડી ? કેમ મોબાઈલ બંધ હશે કે રાખ્યો હશે ? ગામના મોઢે ગરણું થોડું બંધાય ?

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 


ગુરુવાર, 25 જૂન, 2015

જેતપુરમાં 6 દિવસ પાણી વિતરણ બંધ રહેશે

વરસાદી પાણીમાં ફિલ્ટર પ્લાન્ટ ધોવાઈ જતા 
જેતપુરમાં 6 દિવસ પાણી વિતરણ બંધ રહેશે 
જેતપુર તા.25
ગઈકાલે જેતપુરના અમરનગર રોડ સ્થિત જેતપુર પાલિકાના ફિલ્ટર પ્લાન્ટમાં વરસાદી પાણી ઘુસી જતા મોટા ભાગની મશીનરીને નુકશાન થયું હોય, આગામી 6 દિવસ સુધી જેતપુરના એક પણ વિસ્તારમાં પાણી વિતરણ નહિ કરી શકાય તેવી જાહેરાત કરતી એક રિક્ષાને પાલિકા સુત્રોએ આજે દિવસ દરમિયાન ફેરવી હતી.
આ બાબતે જેતપુર પાલિકાના ચીફ ઓફિસર ભરતભાઈ ભાઈ વ્યાસે એક પ્રજાજોગ નિવેદનમાં જણાવ્યું છે કે ગઈકાલે વરસાદી પાણી પાલિકાના અમરનગર રોડ ઉપર આવેલ ફિલ્ટરપ્લાન્ટમાં ઘુસી જતા મશીનરી પાણીમાં ડૂબી ગઈ હતી. એક તબક્કે વરસાદી પાણી કોઈ પણ ભોગે ઓસરતા ના હોય મશીનરી 24 કલાક સુધી પાણીમાં ડૂબી રહી હતી. હવે પાણી ઓસરતા મશીનરીને પૂર્વવત કરવાની કાર્યવાહી પુરજોશમાં શરુ કરી દેવાઈ છે. પણ આ કામગીરીમાં 5-6 દિવસ નીકળી જનાર હોય, આટલા દિવસ જેતપુર શહેરમા એક પણ વિસ્તારમાં પાણી વિતરણ શક્ય ના બનનાર હોય, જેતપુરવાસીઓ પાણીનો બને તેટલો ઓછો બગાડ કરી સમજણપૂર્વક પાણી વાપરી તંત્રને સહકાર આપે તે જરૂરી છે. બીજી બાજુ જાણકારો કહે છે કે જેતપુર પાલિકાના ફિલ્ટર પ્લાન્ટની મશીનરી(ઇલેક્ટ્રિક મોટર્સ) ભલે પાણીમાં ડૂબી ગઈ, પણ આવી મોટર્સને તાત્કાલિક બહાર કાઢી હીટ આપી પૂર્વવત કરી શકાય, સંબંધિતો બળેલી મોટર્સના બીલો સરકારી ચોપડે ના ઉધારે તે હવે તંત્રે જોવાનું રહ્યું..દુખની વાત એ બની કે જેતપુર રાજકોટનો ભાદર ડેમ એક રાતમાં છલકી ગયો અને આ બંને શહેરોને દોઢ વર્ષ ચાલે એટલો કુદરતે જળજથ્થો પણ ડેમમાં ઠાલવી દીધો છે, પણ જેતપુર શહેરમાં જે જગ્યાએથી પાણી વિતરણ થાય છે તેવા જેતપુરના ફિલ્ટર પ્લાન્ટમાં પાણીને હિસાબે ખોટકો સર્જાયો હોય, જેતપુરના લોકો માટે આ કમનશીબી કહેવાય!!

કશ્યપ જે. જોશી જેતપુર 9974262812

જેતપુરમાં પાણીના તાંડવમાં તણાયેલ યુવાનની લાશ મળી, અમરનગરના આધેડ હજુ લાપતા

જેતપુરમાં પાણીના તાંડવમાં તણાયેલ યુવાનની 
લાશ મળી, અમરનગરના આધેડ હજુ લાપતા
જેતપુર તા.25
ગઈકાલે જેતપુરમાં ભરાયેલા પાણીમાં તણાઈને ગાયબ થયેલા એક યુવાનની લાશ આજે તંત્રને હાથ લાગી હતી જયારે અમરનગરના આધેધ ની લાશ હજુ મળી ના હોવાનું પોલીસ અને સરકારી તંત્રો કહે છે.
મળતી વિગતો મુજબ ગઈકાલે જેતપુરના વાડાસડા, ચારણીયા અને અમરનગરમાં 15-20 ઇંચ પડેલા વરસાદથી આ ત્રણેય ગામો બેટમાં ફેરવાઈ ગયા હતા. એટલુજ નહિ વાડીયાનાનો સુરવો ડેમ પણ છલકી જતા આ ડેમ ઉપરાંત વરસાદી પાણી ખીરસરા થઈને ઘસમસતી અવસ્થામાં છેક જેતપુર ના શારણના પુલ, પાલિકાનો ફિલ્ટર પ્લાન્ટ અને ગોંદરા વિસ્તારમાં ફરી વળ્યા હતા. જ્યાં જુઓ ત્યાં પાણી અવસ્થામાં સરકારી તંત્રો બીચારવાસ્થામાં કામે લાગ્યા હતા. પણ વરસાદી પાણીએ ભાધના મગજ બંધ કરી દીધા હોય શું કરવું ? કે શું નાં કરવું ? એવી નોબતમાં સૌ પટકાઈ ગયા હતા.
બીજી બાજુ પાણી ઉતારે તો કોઈ જાન હાની થઇ છે કે નહિ તેનો ખ્યાલ આવી શકે તેવી સ્થિતિમાં રાચતા જેતપુરના સંબંધિત સરકારી તંત્રો પાસે કોઈ વિગતો નહોતી ! કેટલા પશુઓ માર્યા ગયા ? કેટલા મકાનો પડી ગયા ? કેટલા અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડાયા ? વિગેરે પ્રશ્નો મોડી રાત સુધી અનુત્તર રહ્યા હતા. દરીયાન જેતપુરના શારણના પુલ અને ગોંદરા વિસ્તારમાં વરસાદી પાણી રાત દરમિયાન ઓસરી જતા ગોંદરા વિસ્તારમાં ચાંપરાજની બારી પાસે રહેતા અને કાલે વરસાદી પાણીમાં ગરક બનેલા કિશન ખીમજીભાઈ રાઠોડ નામના 30 વર્ષના યુવાનની લાશ મળી આવતા  સરકારી તંત્રોએ આ ડેડબોડીને પીએમ માટે અહીની સરકારી હોસ્પીટલમાં ખસેડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજી બાજુ જેતપુર તાલુકા પોલીસમાં અને મામલતદાર કચેરીમાં જાહેર થયા મુજબ તાલુકાના અમરનગર ગામના બાબુભાઈ જીવાભાઈ મોરબીયા નામના આધેડ પણ વરસાદી પાણીમાં ગુમ થયા હોય આજે 24 કલાક પછી પણ  તેમનો ક્યાય પત્તો લાગ્યો ના હોવાનું સરકારી તંત્ર જણાવે છે.

ફોટો અને સમાચાર કશ્યપ જોશી જેતપુર 9974262812

સાંવરકુંડલાના વિઠ્ઠલપુર ગામની સહારે નવી સાંકળી

સાંવરકુંડલાના વિઠ્ઠલપુર ગામની સહારે નવી સાંકળી 
જેતલસર તા.25
જેતલસર પંથકના નવી સાંકળીના સેવાભાવીઓ આજે સાંવરકુંડલાના વિઠ્ઠલપુર ગામે દોડી જઈને અસરગ્રસ્તોને સહાય કરી હતી. 
આ બાબતે મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના જેતલસર પંથકના નવી સાંકળી ગામના સમસ્ત પ્રજાજનોએ આજે ગામમાં ફરી ફરીને ઘઉં, લોટ, ગાદલા, ગોદડા, બિસ્કીટ વિગેરે ચીજ વસ્તુઓ એક આખું મેટાડોર ભરીને વિઠ્ઠલપુર ગામે જઈને અસરગ્રસ્તોને વિતરણ કર્યું હતું, નવી સાંકળીના એક સેવાભાવીએ કહેલ કે તેઓના ગામથી અસરગ્રસ્તો માટે ઉપરોક્ત ગામે લઇ જવાયેલ રાહત સામગ્રીમાં જેતપુરના એકતા ડાઈંગવાળા વિઠ્ઠલભાઈ પટેલ દ્વારા આપાયેલ રૂપિયા 11 હજારની ચાદર અને રૂપિયા 5 હજારના ઘઉંનો પણ સમાવેશ થતો હતો. નાનકડા એવા નવી સાંકળી ગામના પ્રજાજનોએ અસરગ્રસ્ત વિઠ્ઠલપુર ગામની વહારે જવાની પહેલ કરી હોવાનું જાણવા મળે છે.
કશ્યપ જે. જોશી જેતલસર 9974262812

5000 અસરગ્રસ્તોને નાસ્તો જમાડ્યો, ભાદર નદી કાંઠે જ અન્નક્ષેત્ર ચાલુ કરી દીધું !! જેતપુરમાં અસરગ્રસ્તોની વહારે આવતું હરિઓમ અન્નક્ષેત્ર

5000 અસરગ્રસ્તોને નાસ્તો જમાડ્યો, ભાદર નદી કાંઠે જ અન્નક્ષેત્ર ચાલુ કરી દીધું !!
જેતપુરમાં અસરગ્રસ્તોની વહારે આવતું હરિઓમ અન્નક્ષેત્ર
જેતપુર તા.25
જેતપુરમાં વરસાદી પાણીથી અસરગ્રસ્ત બનેલા અને ઉપર આભ-નીચે ધરતી જેવી દારુણ હાલતમાં પટકાયેલા ગરીબોની વહારે આવી શાહિરના હરિઓમ ભોજ્નાલાયે નદી કાંઠે જ રસોડું ચાલુ કર્યાની સરાહનીય સેવા ધ્યાને આવી છે. 
આ બાબતે મળતી વિગતો મુજબ ગઈકાલે જેતપુર શહેરમાં પાંચ ઇંચ વરસાદથી શહેરમાં જેટલી તારાજી ના થઇ તેટલી તારાજી ઉપરવાસના ગામોના પાણીથી જેતપુરની આજુબાજુના છેવાડાના વિસ્તારોમાં થઇ છે. કોઈના કાચા પોચા મકાનો વરસાદી પાણીમાં ગરક થઇ ગયા તો કોઈના દ્વસ્ત થઇ ગયા. ખાસ કરીને શારણના પુલ વિસ્તાર, ગોંદરા વિસ્તાર અને ભાદર નદી કાંઠાના ઘણા મકાનોમાં 10-10 ફૂટ ભરાયેલા પાણીથી આવા મકાનોમાં રહેતા લોકોને રોડ ઉપર કે જ્યાં આશરો મળ્યો  પડી હતી. 
વરસાદી પાણીમાં રોટી, કપડા ઔર મકાન એમ સર્વસ્વ ગુમાવનાર પ્રજા માટે જેતપુરનું હરિઓમ અન્નક્ષેત્ર મેદાને આવ્યું છે. ગઈકાલે અસરગ્રસ્તોને નાસ્તા પાણી કરાવનાર આ મંડળના કાળુભાઈ જોશી(જોશીબાપા) સહિતના સેવાભાવીઓએ આજે સવારથીજ અમરનગર રોડ ઉપર 2000 અસરગ્રસ્તોને નાસ્તા કરાવી અહીના ભાદર નદી કાંઠે આવેલ હિંગલાજ હોલ ખાતે રસોડું ચાલુ કરી આસપાસના 3000 જેટલા ગરીબો, ભૂખ્યા અને વરસાદથી અસર પામેલા લોકોને ભોજન કરાવવા માટે રસોડું ચાલુ કરી દેતા આ સરાહનીય સેવાની સુવાસ આખા જેતપુરમાં ફેલાઈ ગઈ ગઈ છે. જોશીબાપાએ આ તકે કહેલ કે તેઓ તો સેવા માટે નિમિત બની રહ્યા છે, દેવા વાળા દાતાઓને માં જોગમાયા, ને ભોલાનાથ હજારગણું આપી દેશે !! ત્યારે સમયાંતરે અનેકવિધ સેવાઓ માટે ઉદાર હાથે દાન કરતા દાતાઓએ જોશીબાપાની સેવાને મજબુત બનાવવા સધિયારો આપવો જોઈએ તેવું કહેવું ઉચિત જણાય છે.
ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર જેતલસર 9974262812

જાનના જોખમે 7 માણસોને હેમખેમ બચાવ્યા !!

જેતપુરની મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર નીખીલ મહેતાએ 
જાનના જોખમે 7 માણસોને હેમખેમ બચાવ્યા !!
અમરનગર રોડ પર ફિલ્ટર પ્લાન્ટ નજીક વરસાદી પાણીના તાંડવ વચ્ચે પહોચનાર જેતપુરના 
નીખીલ મહેતા કહે છે કે ફિક્સ પગારદાર જાનનું જોખમ ઉઠાવે તેવી તેમની પહેલી ઘટના ગણાવી 
જેતપુર તા.25
ગઈકાલે જેતપુરના અમરનગર રોડ ઉપર આવેલ જેતપુર પાલિકાના ફિલ્ટર પ્લાન્ટની આસપાસ વરસાદી પાણીએ તારાજી સર્જી સૌને ભયભીત કરી દીધા હતા.
આં સમયે જાનના જોખમે જેતપુર મામલતદાર કચેરીના યુવાન સર્કલ ઓફિસર નિખીલભાઈ મહેતાએ ભયંકર પાણીના પ્રવાહ વચ્ચેથી 7-7 માનવ જિંદગીને બચાવવાની રેસ્ક્યુ ટીમની સફળ કામગીરીમાં મહત્વનું યોગદાન આપતા,  ત્યાં ઉપસ્થિત જેતપુરના  ધારાસભ્ય અને રાજ્ય મંત્રી જયેશ રાદડિયાએ નીખીલ મહેતાની પીઠ થાબડી હતી.

કોઈ સરકારી કચેરીમાં ફિક્સ પગારદાર હોય અને કોઈ મોતની આકસ્મિક ઘટના બને તો સરકાર એક પણ પૈસો ના આપે તેવા સરકારી નિયમોને અવગણી નૈતિક ફરજના ભાગરૂપે બજાવેલ સેવાને વર્ણવતા ઇખીલ મહેતાએ જણાવેલ કે ગઈકાલે બુધ્વારેજેત્પુરના અમરનગર - ખીરસરા રોડ સ્થિત જેતપુર પાલિકના ફિલ્ટર પ્લાન્ટ નજીક વરસાદી પાણીએ વિકરાળ રૂપ ધારણ કરતા આ લોકોએ નીખીલ મહેતાને જાણ કરતા એઓએ વિલંબ કર્યા વગર બનાવ સ્થળે દોડી જઈ, પરિસ્થિતિનો તાગ મેળવતા ફસાયેલા માણસોને બચાવવા રેસ્ક્યુ ટીમની જરૂર હોય તાત્કાલિક રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશનની બોટ સાથે રેસ્ક્યુ ટીમ બોલાવી હતી.

દરમિયાન જેતપુર પહોચેલી રેસ્ક્યુ તિમી બોટમાં બેસી નીખીલ મહેતાએ પણ સાહસ ખેડી પાણીના પ્રવાહમાં ગયા હતા. પરંતુ સમય જતા સુરવો ડેમના પાણીનો પ્રવાહ વધતા બોત્માના તમામ જવાનોને પાણીમાં ઉભેલા એક વીજ સબસ્ટેશન (ટીસી) નો સહારો લેવો પડ્યો હતો. બીજીબાજુ રાજકોટ ખાતેથી રેસ્ક્યુ ટીમની બીજી ટીમને બોલાવી વીજ ટીસી પર જીવ બચાવવા લટકાયેલા 7 માણસો વિગેરેને  આબાદ બચાવાયા હતા, નીખીલ મહેતા એમ પણ જણાવેલ કે રેસ્ક્યુ ટીમના 2 જવાનો લાપતા થયા હોવાની વાત એકદમ ખોટી છે, જ્યારે ફિક્સ પગારમાં નોકરી કરતો કોઈ સરકારી કર્મચારી પોતાની જેમ જોખમ  બચાવ કામગીરીમાં   જોડાય તે નગ્ન સત્ય વાત બની ગઈ છે.
કશ્યપ જોશી જેતપુર જેતલસર 99742 62812
કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર