અનુયાયીઓ

ગુરુવાર, 7 મે, 2015

સખત શબ્દોમાં વિરોધ કરતા જેતપુર ચેમ્બરસુત્રો એકજ ટોલનાકું ઉભું કરી વાહન ચાલકોને લુંટતા બચાવો

વંથલી-કેશોદ અને સુપાસી વચ્ચે ઉભા કરાનાર ટોલનાકાનો 
સખત શબ્દોમાં વિરોધ કરતા  જેતપુર ચેમ્બરસુત્રો 
એકજ ટોલનાકું ઉભું કરી વાહન ચાલકોને લુંટતા બચાવો 
જેતપુર તા.7
જુનાગઢના કેશોદ અને સુપાસી નજીક એક સાથે ઉભા કરનાર ટોલનાકાનો જેતપુર ચેમ્બરસુત્રોએ સખત શબ્દોમાં વિરોધ કરી એક જ ટોલનાકું ઉભું કરી વાહન ચાલકોને લુંટતા બચાવવા માંગ દોહરાવી છે.
આ બાબતે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સના કાર્યવાહકો કહે છે કે જેતપુર સોમનાથ ફોરટેકનું કામકાજ હજુ પૂરું થયું નથી ત્યાં આ રોડ પર જુનાગઢના કેશોદ-વંથલી વચ્ચે અને સુપાસી નજીક એમ  જગ્યાએ ટોલનાકા ઉભા કરી ત્રણ ગણા ભાવો વસુલવા રોડ ઓથોરીટી કવાયત આદરી હોય વાહન ચાલકો માટે આ વાત હળાહળ અન્યાયી બનશે.
વધુમાં જેતપુર ચેમ્બરસુત્રો કહે છે કે રાજકોટ અમદાવાદ વચ્ચેનું 215 કિમી નું અંતર હોવા છતાં 3 ટોલનાકા છે. જયારે જેતપુર સોમનાથ વચ્ચેનું અંતર 120 કિમીનું અંતર હોય સોમનાથ સુધીમાં 2 ટોલનાકા વાહન ચાલકોને પરવડે તેમ ના હોય, બે માંથી એક ટોલનાકું તાકીદે બંધ કરવા માંગ દોહરાવી છે.
KASHYAP JOSHI JETPUR JETALSAR-99742 62812

ખીરસરા નજીકથી 1 ચોરાઉ બાઈક સાથે 2 પકડ્યા

જેતપુર તાલુકા પોલીસના ફોજદારો કરમટીયા-ચાવડાએ
ખીરસરા નજીકથી 1 ચોરાઉ બાઈક સાથે 2 પકડ્યા
જેતપુર તા.7

જેતપુર તાલુકના ખીરસરા ગામ નજીકથી ગત રાતીના 2 રીઢા તસ્કરોને 1 ચોરાઉ બાઈક સાથે લઇ તાલુકા પોલીસના ફોજદારો કરમટીયા અને ચાવડાએ તપાસનો દૌર ચાલુ કર્યો છે. 
બનાવની મળતી વિગતો મુજબ ગઈ કાલે રાત્રીના જેતપુર તાલુકા પોલીસના ફોજદારો કરમટીયા અને ચાવડા સ્ટાફના દિવ્યેશ આહીર,  વી. પેટ્રોલીંગમાં હતા ત્યારે તાલુકાના ખીરસરા ગામ પાસેથી પુરપાટ ઝડપે નીકળેલા 2 શખ્શોને રોકી પૂછપરછ કરતા બંને ગલ્લાતલ્લા કરવા લાગ્યા હતા.
દરમીયાન પોલીસની લાલ આંખ દરમિયાન આ બંને શખ્શોએ તેઓના નામો દીપક ઉર્ફે દીપુ બટુક દેવીપુજક (રહે. ગોંડલ, હાલ રાજકોટ ના સરધારા) તેમજ શૈલેશ કુરજી દેવીપુજક (રહે.ગોંડલ ) જણાવી બાઈક પણ રાજકોટ તાલુકાના સરધાર ગામેથી ઉઠાંતરી કરી ચોરાઉ હોવાની કબુલાત આપતા પોલીસે આગવી ઢબે કરી હતી. 
આવા સમયે પલીસે પોલીસને એવી વિગતો મળી હતી કે દીપુ અને શૈલેશ બંને રીઢા ઘરફોડ તસ્કરો છે. આ બંને ગોંડલ શહેર અને પંથકની 5-6 ઘરફોડ ચોરીઓને અંજામ આપી ચુક્યા છે. દીપુ ચોરીના એક કેશમાં 7 વર્ષની જેલ સજા કાપી ચુક્યો છે. જયારે શીલેશ એક મહિના પહેલાજ આઈટીઆઈની એક ચોરીના બનાવમાં જેલ સજા કાપી છૂટ્યો છે.
હાલ ફોજદારો કરમટીયા અને ચાવડાએ બન્ને આરોપીઓ રાજકોટ તાલુકા પોલીસના હોય, બંને સામે સીઆરપીસી 41-1ડી અને 102 મુજબ કાર્યવાહી હાથ ધરી, રાજકોટ તાલુકા પોલીસને જાણ કરતા રા.પો. ટ્રાન્સફર વોરંટથી શૈલેશ અને દીપુનો કબજો મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.

ફોટો : ચોરાઉ બાઈક અને તસ્કરો દીપુ અને શૈલેશ નજરે પડે છે.
ફોટો :કશ્યપ જે.જોશી જેતપુર જેતલસર - 99742 62812
----------------------------------------------------------------------
મંડલીક્પુરની કોલેજીયન યુવતીનું જેતપુરમાંથી અપહરણ 
જેતપુર તા.7
જેતપુરના મંડલીક્પુર ગામે રહેતી એક પટેલ કોલેજીયન યુવતીનું કોઈ અજાણ્યા શખ્શો જેતપુરમાંથી અપહરણ કરી ગયાની શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાવાતા પીઆઈ ગોહિલે તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ જેતપુરના મંડલીક્પુર ગામે રહેતા વલ્લભભાઈ રૈયાભાઈ સેન્જલીયા-પટેલની જેતપુરની બોસમીયા કોલેજમાં અભ્યાસ કરતી યુવાન પુત્રી ગઈ કાલે જેતપુર ના અમરનગર રોડ પરના એક કોમ્પ્યુટર ક્લાસમાં ગયા બાદ સાંજ સુધી ઘરે પરત નાં ફરતા તેઓએ ઘણી તપાસ કરી હતી.
પણ લાડલી દીકરીનો ક્યાય પત્તો નહિ લાગતા કોઈ અજાણ્યો શખ્શ પોતાની પુત્રીને ભોળવી અપહરણ કરી ગયાની પોલીસમાં વલ્લભભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસ ઇન્સ્પેકટર ગોહિલે વધુ તપાસ હાથ ધરી છે.
 કશ્યપ જે.જોશી જેતપુર જેતલસર - 99742 62812


મંગળવાર, 5 મે, 2015

જેતપુરની ખાનગી શાળાઓમાં લદાયેલ તોતિંગ ફી વધારો પાછો ખેંચવા માંગ

જેતપુરની ખાનગી શાળાઓમાં લદાયેલ 
તોતિંગ ફી વધારો પાછો ખેંચવા માંગ
જેતપુર તા.5 
જેતપુર-નવાગઢમાં ચાલતી મોટાભાગની ખાનગી શાળાઓમાં નવા સત્રથી તોતિંગ ફી વધારો લાદી દીધો હોય, વાલીઓના મૂંગા મોએ આ વાતનો વિરોધ થઇ રહ્યો છે.
આ બાબતે જાગૃત વાલીઓનું કહેવું છે કે જેતપુર નવાગઢમાં ચાલતી મોટાભાગની પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં નવા સત્રથી ફીમાં ગજબનો વધારો ઝીંકી દેતા આ મોંઘવારીના જમાનામાં બાળકોને ભણાવવા કે પરીવાનું ગુજરાન ચલાવવું ? તેવો વાલીઓને પ્રશ્ન સતાવી રહ્યો છે.
નિયમો જાણતા વાલીઓ કહે છે કે ખાનગી શાળા સંચાલકોએ 10 % ફી વધારો કરવો હોય તો પણ જીલ્લા શિક્ષણાધીકારીની મંજુરી લેવી પડે, પણ અહી તો ઘરના ભુવા અને ઘરના ડાકલા જેવી કહાવત સાબિત થતી હોય તેમ, અહીના શાળા કાર્યવાહકોને કોઈ કહેવાળું જ નથી !!
એક વાલીએ તો એવું પણ કહ્યું કે તાજેતરમાં જ રાજ્યના શિક્ષણમંત્રીએ એવું જાહેર કર્યું હતું કે તોતિંગ ફી વધારો કરનાર શાળા સંચાલકોને નાથાસે. અને આવી વાત જાહેર થતાજ એવું જાણવા મળ્યું છે કે શિક્ષણમંત્રીને માત્ર બે કલાકમાંજ 400 જેટલી ફરિયાદો મળી હતી. ત્યારે શાળા સંચાલકોથી વાલીઓ કેટલા ત્રાસી ગયા હશે, તેનો આ બેનમુન નમુનો છે.
અમુક મધ્યમવર્ગી જેતપુરના વાલીઓએ તો ત્યાં સુધી ફરિયાદ કરી કે જેમ ખેડૂતો પાક નિષ્ફળ અને અપૂરતા ભાવોથી અઘટિત ઘટનાઓને જન્મ આપી રહ્યા છે તેવો માર્ગ વાલીઓ પણ અસહ્ય ફી વધારાથી ના અપનાવે તેની સરકાર કાળજી રાખે તે જરૂરી છે.
જાગૃત વાલીઓએ બેધ્યાન અને બેદરકાર વાલીઓને જણાવતા તે વાત પણ જણાવી છે કે સંબંધો બગડવાની બીક કે ડર રાખતા વાલીઓ રાજકોટ જીલ્લા શિક્ષણાધીકારીને ફોન નંબર 0281-2223453 ઉપર પણ ફરિયાદો કરી જેતપુરમાં શાળા સંચાલકોએ વધારેલા ફી વધારાને કાબુમાં લેવડાવવાની માંગો કરવી જોઈએ..
-----------------------------------------------------------------------------------------------------------------------
જેતપુરમાં વધુ એક રૂ.50 હજારની ઘરફોડ ચોરી 
જેતપુર તા.5
જેતપુરના નવાગઢ રોડ પરના એક મકાનને નિશાન બનાવી નિશાચરો ગઈ રાત્રીના રૂપિયા 50 હજારના મુદામાલ ની ચોરી કરી ગયાની શહેર પોલીસ થાણે ફરિયાદ નોંધાવાઈ છે.
મળતી માહિતી મુજબ અહીના નવાગઢ રોડ પર કે કપડાના શો રૂમ પાછળ રહેતા મનસુખભાઈ હીરાભાઈ ગોંડલિયા ગઈકાલે બહાર ગામ જઈને પરત પોતાના ઘરે આવતા દરવાજાના નકુચા તૂટેલા જોવા મળ્યા હતા. દરમિયાન તપાસ કરતા તસ્કરો કબાટ તોડી રોકડ રૂપિયા 15000 તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ.50,000 નો મુદામાલ ચોરી જતા આ બારાની પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
-----------------------------------------------------------------------------------------------------------------------
જેતપુરના ખેડૂતની જમીનનો બોગસ દસ્તાવેજ બનાવનાર 
રાજકોટ, જેતપુર અને મૂળીના 3 શખ્શો સામે પોલીસમાં રાવ 
જેતપુર તા.5
જેતપુરના એક ખેડૂતની ખેત જમીન પર કબજો જમાવવા મુળી, જેતપુર અને રાજકોટના એમ ત્રણેય શખ્શોએ બોગસ દસ્તાવેજ બનાવી છેતરપીંડી કર્યાની શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી વિગતો મુજબ, શહેરના ડોબરીયા વાડી વિસ્તારમાં રહેતા પટેલ રામજીભાઈ માલવિયાની કીમતી જમીન પચાવી પાડવા મૂળીના લક્ષ્મણ નાથા બામ્ભાવા, રમેશ(જંગલેશ્વર-રાજકોટ) તથા વડલી ચોકના વિજય નાથા એમ ત્રણેય શખ્શોએ બોગસ દસ્તાવેજ બનાવી ખેતીનો હક છીનવી લેવાનો પ્રયાસ કરતા નોંધવાયેલ આ પોલીસ ફરિયાદની તપાસ પીએસઆઈ ચૌહાણે હાથ ધરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 99742 62812

સોમવાર, 4 મે, 2015

જેતપુર પંથકની 2 મહિલાઓએ ઘઉંના ઝેરી ટીકડા ખાધા, 1 નું મોત, 1 સારવાર હેઠળ

જેતપુર પંથકની 2 મહિલાઓએ ઘઉંના ઝેરી 
ટીકડા ખાધા, 1  નું મોત, 1 સારવાર હેઠળ 
જેતપુર તા.4
જેતપુર તાલુકના સ્ટેશન વાવડી અને દેદરવા એમ બે ગામોની મહિલાઓએ ઘઉંમાં ભેળવવાની ઝેરી ટીકડીઓ ખાઈ લેતા વાવડીની મહિલાનું મોત થયું છે, જયારે દેદરવાના વૃધ્ધા સારવાર હેઠળ હોવાનું પોલીસ જણાવે છે.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના સ્ટેશન વાવડી ગામની 30 વર્ષીય પટેલ મહિલા નીતાબેન મુકેશભાઈ એ કોઈ અકળ કારણોસર ઘઉંમાં નાખવાની ઝેરી ટીકડીઓ ખાઈ લેતા સારવાર માટે શહેરના ખાનગી દવાખાને ખસેડાયેલ, પણ તબીબો નીતાબેનને બચાવી શક્યા નહોતા, પોલીસના જણાવ્યા અનુસાર નીતાબેનનો લગ્નગાળો 8 વર્ષનો છે, તેમજ બે સંતાનો છે. પોલીસે ધોરણસરની વિધિ હાથ ધરી છે.
જ્યારે દેદરવા ગામના મંજુલાબેન પુનાભાઈ નામના 60 વર્ષીય કોળી વૃધ્ધાએ પણ અગમ્યો કારણોસર ઘઉંમાં ભેળવવાની ઝેરી ટીકડીઓ ખાઈ લેતા સારવાર માટે ખાનગી દવાખાને ખસેડેલ છે.
કશ્યપ જોશી જેતપુર 9974262812

રવિવાર, 3 મે, 2015

CHUKAADO RADD KARTI JETPUR NI KORT છકડો ચાલકને અપાયેલ 2 વર્ષની સજા રદ કરતી જેતપુરની સેશન્સ કોર્ટ

આજથી 13 વર્ષ પહેલા જેતપુરમાં બાળકીને હડફેટે લઇ મોત નિપજાવવાના બનાવમાં 
છકડો ચાલકને અપાયેલ 2 વર્ષની સજા રદ કરતી જેતપુરની સેશન્સ કોર્ટ 
કોર્ટે કહ્યું અકસ્માત જાણીજોઇને કરાતા નથી હોતા, તેમ રાહદારીઓએ પણ રોડ પર ચાલતા બેદરકાર ના રહેવું જોઈએ જોઈએ !
જેતપુર તા.3
જેતપુરના જુનાગઢ રોડ પર રોડ ક્રોસ કરતી એક બાળકીને અકસ્માતે હડફેટે લઇ મોત નીપજાવનાર છકડો રીક્ષા ચાલકને 2 વર્ષની કેદ અને રૂ.1000 નો દંડ ફટકારવાના જુનિયર કોર્ટના ચુકાદાને સેશન્સ કોર્ટે રદ કરી છકડો ચાલકને નિર્દોષ જાહેર કરતો હુકમ કર્યાનું જાણવા મળેલ છે.
મળતી વિગતો મુજબ, આજથી 13 વર્ષ પહેલા એટલેકે તા.21.3.2002 ના રોજ જેતપુરના જુનાગઢ રોડ પર ગંગોત્રી કોમ્પ્લેક્ષ પાસે જેતપુરના રસીલાબેન વિનોદભાઈ, તેમના સાસુ, જેઠાણી અને પુત્રી આરતી ઉ.વ.7 હાઈવે રોડ ક્રોસ કરવા જતા હતા ત્યારે રસીલાબેનની આંગળી છોડાવી પુત્રી આરતીએ રોડ ક્રોસ કરવામાં ઉતાવળ કરતા ત્યારે જ ત્યાંથી પસાર થયેલી જીજે 3સી 5290 નંબરની છકડો રીક્ષાની હડફેટે આરતી ચડી જતા  બાળકીનું સારવાર દરમીયાન મોત થયું હતું.

આ બનાવની પોલીસ દફતરે તા.21.3.2002 ના રોજ ફરિયાદ નોંધાવાતા પોલીસે છકડો ચાલક અરવિંદભાઈ મુળજીભાઈ ધડુક સામે વિવિધ કલમો અન્વયે ગુનો નોંધી, જરૂરી આધારો, પુરાવાઓ સાથે કોર્ટમાં ચાર્જશીટ રજુ કરતા જેતપુરની જુનિયર કોર્ટે તા.7.2.2014 ના રોજ ચુકાદો જાહેર કરી અરવિંદભાઈને 2 વર્ષની સાદી કેદની સજા અને રૂ.1000 નો દંડ ફટકાર્યો હતો.

જે ચુકાદા સામે આરોપી અરવિંદ ધડુકે સેશન્સ કોર્ટમાં અપીલ કરી  હતી. જે કેશની આરોપીના આર. આર. ત્રિવેદી, ભાવેશ ત્રિવેદી સહિતના વકીલોએ કરેલી દલીલોમાં આરોપીએ જાણી જોઇને અકસ્માત કર્યો નાં હોય, તેમજ બાળકીને બચાવવાના પ્રયાસ કરતા રીક્ષા પલટી જતા ચાલકને પણ ઈજાઓ થઇ હોય, તેમજ નેશનલ હાઈવે જેવા રોડ ક્રોસ કરતી વખતે સલામતી બાબતે વાહન ચાલકો જેટલી રાહદારીઓની પણ જવાબદારી થતી હોય, વિગેરે દલીલોને ધ્યાને લઇ જેતપુર સેશન્સ કોર્ટના જજ એમ.કે.દવેએ જુનિયર કોર્ટના ઉપરોક્ત 2 વર્ષની સજાના ચુકાદાને રદ કરી છકડો ચાલક અરવિંદ ધડુકને નિર્દોષ જાહેર કર્યો છે.

કશ્યપ જોશી જેતપુર જેતલસર 9974262812



શનિવાર, 2 મે, 2015

ધો.8 ના છાત્રોને વિદાયમાન અપાયું KASHYAP JOSHI JETALSAR JETPUR


ધો.8 ના છાત્રોને વિદાયમાન અપાયું 
જેતપુર: જેતપુર તાલુકા  પંથકના મોટા ભાગના ગામોની પ્રાઈમરી શાળાના ધો.8 ના પરિણામો આજે થયા હતા. તાલુકાના કેરાલી ગામની સરકારી પ્રાથમિક શાળામાં પણ ધો.8 ના વિધાર્થીઓ પાસ થઈને ધો.9 માં જતા આજે શાળાના આચાર્ય મનસુખભાઈ વેકરિયા, મદદનીશ શિક્ષકો મંજુલાબેન શર્મા, રસિકભાઈ ડોબરિયા તેમજ લાલજીભાઈ ભાલાળા અને ગ્રામજનોની હાજરીમાં ધો.8 ના વિદ્યાર્થી બાળકોને વિદાયમાન આપ્યું હતું.
ફોટો કેપ્શન: કશ્યપ જોશી જેતપુર 9974262812

જેતપુરના વિવિધ સમાચારો કશ્યપ જોશી જેતપુર

જેતપુરની મુખ્ય પોસ્ટઓફિસમાં 
સ્ટેમ્પપેપર્સ-રેવન્યુ સ્ટેમ્પ ખલાસ 
થઇ જતા પ્રજાને હેરાનગતિ 
જેતપુર તા.2
જેતપુર શહેરની એમજી રોડ પર આવેલી મુખ્ય પોસ્ટઓફિસમાં છેલ્લા એક મહિના થયા જુદા જુદા દરના સ્ટેમ્પ પેપર્સ તથા રેવન્યુ સ્ટેમ્પ ખલાસ થઇ જતા પ્રજાને પારવાર હાડમારી ભોગવવી પડતી હોવાની ફરિયાદો ઉઠી છે.
આ બાબતે સરકારી કચેરીઓ તેમજ કોર્ટ કામગીરી સાથે સંકળાયેલા અરજદારો જણાવે છે કે જેતપુરના એમજી રોડ પર આવેલ મુખ્ય પોસ્ટઓફિસમાં છેલ્લા એક મહિના થયા રૂ.10, 20, 50, 100 ના દરના નોન જ્યુડીશીયલ સ્ટેમ્પપેપર્સ તેમજ રેવન્યુ સ્ટેમ્પ બિલકુલ ખલાસ થઇ ગયા હોય, જમીન લે વેંચના ધંધાર્થીઓ, નોટરી તેમજ સોગંદનામાં કરવા ઈચ્છતા અરજદારો તેમ વકીલ મિત્રો ભારે હેરાન પરેશાન થઇ રહ્યા છે.
આ બાબતે પોસ્ટ ઓફિસમાં પૂછપરછ કરાતા એવું જાણવા મળ્યું છે કે અહીની પોસ્ટ ઓફિસમાં સ્ટેમ્પ પેપર્સ અને રેવન્યુ સ્ટેમ્પ મોકલવાની જેઓની જવાબદારી થાય છે તેવી ગોંડલ સ્થિત હેડ પોસ્ટ ઓફિસની ટ્રેઝરી શાખામાં લાયસન્સ રીન્યુ થયા ના હોય આ કચેરી તેમની હેઠળની પોસ્ટ ઓફિસોમાં સ્ટેમ્પ પેપર્સ તથા રેવન્યુ ટીકીટ મોકલી શકતી નથી. લાગતા વળગતા સતાધીશો તાકીદે જેતપુરની મુખ્ય પોસ્ટ ઓફિસમાં સ્ટેમ્પ પેપર્સ તેમજ રેવન્યુની અછતને દુર કરે તેવી પ્રજામાં માંગણી થઇ રહી છે.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

જેતપુરના લેખકનું રાજકોટમાં સન્માન 
જેતપુર : જેતપુરની સેવાભાવી સંસ્થાના પ્રમુખ, જાણીતા વાર્તાકાર અને લેખક હરીશભાઈ મણિયારનું તાજેતરમાં રાજકોટ ખાતે બજરંગ મિત્ર મંડળ આયોજિત સર્વરોગ નિદાન દરમિયાન મોમેન્ટો અર્પણ કરી બહુમાન કરાયું હતું.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

જેતપુરમાં તા.7 થી 13.5 દરમિયાન શ્રીમદ ભાગવત કથાનું આયોજન
જેતપુર: શ્રી સાંઈનાથ ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા સરદાર ગ્રુપ(દેસાઈ વાડી) જેતપુર દ્વારા, શામનાથ મહાદેવ મંદિર નજીકના અવેડા ચોક ખાતે, ગૌસેવાના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.  રમેશભાઈ શામળજીભાઈ જોશી ના વ્યાસાસને ચાલનારી આ  કથા દરમિયાન વિવિધ ધાર્મિક પ્રસંગો ધામધૂમથી ઉજવવાના હોય, ધર્મપ્રેમી જનતાએ કથા શ્રાવણનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++


આજથી 5 વર્ષ પહેલા જેતપુર નજીકના અકસ્માતનો કેઈસ 
મારુતિ ચાલકને હડફેટે લઇ ઈજા કરનાર બોલેરો ચાલકને 
1 વર્ષની સાદી કેદની સજા કરતી જેતપુરની કોર્ટ 
જેતપુર તા.2
આજથી પાંચ વર્ષ પહેલા જેતપુર નજીકના એક અકસ્માતમાં બોલેરો કાર ચાલકને કસુરવાર માની જેતપુરની કોર્ટે 1 વર્ષની સાદી કેદની સજા અને રૂપિયા 1600 ફટકાર્યો હોવાનું એપીપી પંચાલે જણાવ્યું હતું.
આ અંગે મળેલી વિગતો મુજબ આજથી 5 વર્ષ પહેલા એટલેકે તા.10.3.2010 ના રોજ જેતપુર નજીક નેશનલ હાઈવે ઉપર ટોલનાકા નજીક જીજે 17 સી - 4735 નંબરની બોલેરો કાર ચાલક રીકુંજ બટુક ઠેસિયા રહે. ધોરાજી એ જીજે 5એ 287 નંબરની મારુતિ કારને પાછળથી ભટકાડી મારુતિ ચાલક ધીરુભાઈ પોપટભાઈને ફ્રેકચર જેવી ઈજાઓ કરતા ગુ.ર.નં.499/10 થી પોલીસમાં રીકુંજ સામે ઈપીકોક 279, 337, 338, તથા એમવી એક્ટ 177, 184, 134 મુજબ ગુનો નોંધાયો હતો.
જે ગુનાનો કેઈસ જેતપુરની કોર્ટમાં ચાલતા ફરિયાદ પક્ષના એપીપી ડી.બી.પંચાલ અને બચાવ પક્ષના વકીલ બી.પી.ત્રિવેદીની દલીલો વચ્ચે જજ જોય સ્નેહલકુમાર મહેતાએ બોલેરો ચાલક રીકુંજ ઠેસીયાને કલમ 279 ના ગુનો સાબિત માની 6 માસની સાદી કેદની સજા અને રૂ.500 દંડ, અને દંડ ના ભરે તો વધુ એક માસની સાદી કેદ, કલમ 338 માં 1 વર્ષની સાદી કેદ તથા રૂ.1000 દંડ, અને દંડ ના ભારે તો વધુ 2 માસની સાદી કેદની સજા ફટકારી હતી.
જયારે મોટર વ્હીકલ એક્ટની કલમ 134 સાથે વાંચતા કલમ 177 ના ગુનામાં પણ રીકુંજને તકસીરવાન ઠેરવી રૂ.100 નો દંડ અને જો દંડ ના ભરે તો દિવસ-2 ની સાદી કેદની સજા કરી હતી. સરકારી વકીલ પંચાલે આ તકે જણાવેલ કે બેફિકરાઈભરી રીતે વાહનો ચલાવી બીજાની જીંદગી જોખમમાં મુકનાર કસુરવાર વાહન ચાલકો માટે આ ઘડારૂપ ચુકાદો છે.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++


કોલેજનું ગૌરવ વધારતા વિદ્યાર્થીઓ 
જેતપુર: તાજેતરમાં ઓમ એન્જી.કોલેજના ચોથા સેમેસ્ટરના વિદ્યાર્થીઓએ એલઈ-કોલેજ મોરબી ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની ઇવેન્ટ આઈએમઈસી-2015 માં બીલ્ડ બેમિશાલ બ્રીજ મોડેલ સાથે સ્પર્ધામાં ભાગ લેતા 6 વિદ્યાર્થીઓ બીજો-ત્રીજો રેન્ક મેળવી કોલેજનું ગૌરવ વધાર્યું હતું, જેમાં બીજો રેન્ક મેળવનારા વિદ્યાર્થીઓમાં પુનીત અગ્રાવત(જેતલસર), પરાગ ઠુંમર તથા વાઢેર ઉદય તેમજ ત્રીજો રેન્ક મેળવનારા વિદ્યાર્થીઓમાં જય ચનીયારા, જયદેવ ગુંજન તથા ભૌતિક કોલડીયાનો સમાવેશ થતો હોવાનું જણાવાયું છે.

કશ્યપ જોશી જેતપુર 99742 62812




શુક્રવાર, 1 મે, 2015

નવાગઢના યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત

નવાગઢના  યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત 
જેતપુર તા.1
નવાગઢના એક દલિત યુવાને આજે સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાની શહેર પોલીસ દફતરે નોંધાઈ છે.
આ બાબતે મળતી વિગતો મુજબ નવાગઢના કડિયા પ્લોટમાં રહેતા મનોજ રાજશી જાદવ નામના 19 વર્ષીય યુવાને કોઈ અકળ કારણોસર આજે સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા મનોજની ડેડબોડી પીએમ માટે અત્રેની સરકારી હોસ્પીટલે ખસેડાઈ હતી. બનાવની વધુ તપાસ લાભુભાઈ બારોટે હાથ ધરી છે.
કશ્યપ જોશી જેતપુર 99742 62812


જીલ્લા ફેર બદલીની વાતમાં સરકારનો ના.મામલતદારોને ગોળ અને શિક્ષકોને ખોળ !!
રાજ્યભરના શિક્ષકો-શિક્ષણ સહાયકોને જીલ્લાફેર બદલીઓમાં 
નોકરીના 5 વર્ષની મર્યાદા નક્કી કરાતા માસ્તર આલમમાં રોષ 
શિક્ષકો કહે છે કે રાજ્યના નાયબ મામલતદારોને 3 વર્ષની નોકરી બાદ જીલ્લા ફેર બદલીઓ તક આપનાર સરકાર શિક્ષકોની નોકરીઓના 5 વર્ષ પછીજ જીલ્લાફેર બદલીમાં સમાવવાનો શા માટે આગ્રહ રાખે છે ? અમારો વાંક શું, ગુનો શું ? ઈ તો કહો !!
(કશ્યપ જોશી ) જેતપુર તા.1 
      રાજ્યના સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો અને શિક્ષણ સહાયકોની જીલ્લાફેર બદલીઓના કેમ્પ આગામી ટૂંક દિવસોમાં યોજાનાર છે. પણ આ વાતમાં જે શિક્ષકો-શિક્ષણ સહાયકોએ પોતાની જગ્યાએ 5 વર્ષ નોકરી કરી હોય તેઓને જ આ બદલી કેમ્પોમાં સમાવવાના સરકારના પરિપત્રોનો જેતપુર સહીત રાજ્યબહારની માસ્તર આલમે રીતસરનો વિરોધ નોંધાવી, નાયબ મામલતદારોની જેમ 3 વર્ષની નોકરી પૂરી થઇ ગઈ હોય તેવા ગુરુજીઓને પણ જિલ્લાફેર બદલી કેમ્પોમાં સમાવવા માંગ દોહરાવી છે.
      આ બાબતે વિગતો આપતા જેતપુરના સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધમિક શાળાના શિક્ષકો અને શિક્ષણ સહાયકો જણાવે છે કે સરકાર દ્વારા મે-2015 મહિના દરમિયાન 10.5. ના રોજ તમામ જિલ્લાઓના આંતરિક બદલી કેમ્પ, તથા 30.5. ના રોજ આંતર જીલ્લા બદલી કેમ્પ(રાજ્ય કક્ષા) યોજાનાર છે. આ માહિતી નાયબ નિયામક(મહેકમ), કમિશનર શાળાઓની કચેરી, ગાંધીનગર દ્વારા  તા.18.4.2015 ના 49/મકમ/બદલી/2015/1581-161 નંબરના પરિપત્રથી જાહેર કરાયું હતું.
     સરકારની આવી જાહેરાતથી નોકરીએ લાગ્યા ત્યારથી એટલેકે નોકરીએ ચડ્યા તે વાતને પાંચ વર્ષ પુરા કરવામાં માત્ર 3-4 મહીનાજ છેટા રહેનાર  શિક્ષકો, શિક્ષણ સહાયકો ગેલમાં આવી ગયા હતા. કેમ કે અનેક માસ્તર સાહેબો પોત પોતાના વતનથી દુર કે અન્ય જિલ્લાઓમાં નોકરીએ લાગ્યા હોય, હવે રોજ ઘરે આવીને પરિવારના બાળ, બચ્ચા, પત્ની, પતિ કે માતા-પિતાને મળી શકાશે તેવી આશામાં ખુશીના માર્યા ઝૂમતા હતા. 
       પરંતુ સરકારની ઉપરોકત કચેરી પરથીજ તા.24.4.2015 ના 49/મકમ/બદલી/2015/1814-47 નંબરના વછૂટેલા પરીપત્રથી હજારો ગુરુજીઓની આશાઓ પર જાણે પાણી ફરી વળ્યું હોય તેમ, આ પરિપત્રમાં પેરા નં.(3) માં...જીલ્લાફેર બદલી કરાવવા માંગતા શિક્ષકો કે શિક્ષણ સહાયકોએ જે તે જીલ્લામાં ઓછામાં ઓછી 5 વર્ષની નોકરી કેમ્પની તારીખે પૂર્ણ કરેલી હશે તેઓનેજ આ બદલી કેમ્પમાં સમાવાશે તેવી સ્પષ્ટતા કરતા માસ્તર આલમ મૂંગા મોએ , રોષભેર,  સમસમી ન્યાય માટે આમથી તેમ ભટકી રહ્યા છે.
    તા.18.4. ના અને રાજ્યભરના જીલ્લા શિક્ષણાધીકારીઓને ઉદેશીને લખાયેલા પરિપત્રમાં નોકરીની કોઈ મર્યાદા નક્કી જાહેર કરાઈ નહોતી ત્યારે માત્ર 6 દિવસમાં સરકારને માસ્તરોની નોકરીના 5 વર્ષ નક્કી કરવામાં ક્યાં સમીકરણો ભાગ ભજવી ગયા કે માસ્તરોને ભોગવવું પડ્યું ? તેવો સવાલ જેતપુર સહીત રાજ્યભરના અને જિલ્લાફેર બદલીઓ ઈચ્છાતા શિક્ષકો-શિક્ષણ સહાયકોમાં ઉઠી રહ્યો છે.
બોક્સ: સરકારી કામોના બધા ઢરડા અમ શિરે, હવે કો..ક સહાનુભુતિ દાખવો, બાપ !!
જેતપુર: નામો જાહેર કરીએ તો ભાઈ જિંદગીભર બદલીઓ નાં થાય ! આવી વાતથી સરકારી તંત્રોથી ધ્રુજતા જેતપુર સહીત રાજ્યના માસ્તરો કહે છે કે સરકારની નાની મોટી કોઈપણ કામગીરીઓ હોય, શિક્ષકોને ઢરડાઓ કરાવવામાં કઈ બાકી રખાતું નથી ! હવે જ્યારે શિક્ષકો કે જેઓ વતનથી જોજનો દુર ફરજો બજાવવામાં, શારીરિક, આર્થિક અને કૌટુંબિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ત્યારે સહાનુભુતિ દાખવી તેઓની તરફેણમાં જિલ્લાફેર બદલીઓ કરવામાં આવે તેવી ગુરુજીઓની અપીલ ધ્યાને લેવા માંગ દોહરાવાઈ છે.

બોક્સ: ના.મામલતદારોને ગોળ, અમોને ખોળ ?! શિક્ષકોનો વસવસો 
જેતપુર : જેતપુરના સરકારી શિક્ષકોએ એક વાતનો ફોડ પાડતા જણાવેલ કે, માર્ચ-2015 દરમિયાન રાજ્યના મહેસુલ વિભાગે તમામ કલેકટર કચેરીઓ પર એક પરિપત્ર મોકલાવી વર્ષ-2012 માં સીધી ભરતીથી નિમણુંકો પામેલ ફિક્સ પગારના કરાર આધારિત નાયબ મામલતદારોને જિલ્લાફેર બદલી કેમ્પમાં સમાવવા ફરમાન કરાયું હતું. મતલબ કે નાયબ મામલતદારોએ જે તે જીલ્લામાં 3 વર્ષ નોકરી કરી હોય તોય તેઓને બદલીનો લાભ(ગોળ) અને અમોને(શિક્ષકોને) 5 વર્ષની નોકરી પૂરી હોય તો જ તક ?(ખોળ )!! શું નાયબ મામલતદારોને જ આર્થિક, સામાજિક, યાતનાઓ ભોગવવી પડે છે ? શિક્ષકોને નહિ ?
આ પ્રશ્ન ધ્યાને લઇ ઉપરોક્ત બદલી કેમ્પમાં શિક્ષકો માટે જાહેર કરાયેલ 5 વર્ષની નોકરીને બદલે તેનાથી ઓછી નોકરી કરી  ચુક્યા હોય તો પણ સમાવવા માંગ કરાઈ છે. 

સમાચાર : કશ્યપ જોશી જેતપુર 9974262812

જેતપુરમાં ગુજરાત સ્થાપના દિન નિમિત્તે સફાઈ ઝુંબેશ હાથ ધરાવતા રાજ્યમંત્રી રાદડિયા

જેતપુરમાં ગુજરાત સ્થાપના દિન નિમિત્તે 
સફાઈ ઝુંબેશ હાથ ધરાવતા રાજ્યમંત્રી રાદડિયા 
શહેરના ખુલ્લા પ્લોટમાં એકત્ર થયેલા કચરાના ઢગલા તાત્કાલિક દુર કરવા સંબંધિતોને તાકીદ 
(કશ્યપ જોશી ) જેતપુર તા.1
આજે પહેલી મેં અને ગુજરાત રાજ્યના સ્થાપના દિન નિમિત્તે સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યના મંત્રી જયેશ રાદડીયાએ અહીના સરદાર પટેલ ગાર્ડનથી 15 દિવસીય સ્વચ્છતા અભિયાનનો સુભારંભ કરાવ્યો હતો.
  સરદાર પટેલ બગીચા ખાતે સૌ પ્રથમ શ્રી સરદાર પટેલની પ્રતિમાને હારતોરા કરી રાજ્ય મંત્રી જયેશ રાદડીયાએ જણાવેલ કે દેશભરમાં ચાલતા અને ચલાવાતા સ્વચ્છતા અભિયાને આગળ ધપાવવા પ્રત્યેક માણસે પોતાની જવાબદારી સમજવી પડશે, જ્યાં સુધી આપણું આંગણું ચોખું નહિ થાય ત્યાં સુધી બીજાની જગ્યામાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવી કઠીન લાગશે, મંદિરમાં જેમ બુટ-ચપલ બહાર ઉતારીનેજ દર્શન કરીએ છીએ તેવો ધાર્મિક ભાવ સ્વચ્છતામાં કેળવાશે તો ક્યાય ગંદકી નહિ રહે.
માજી ધારાસભ્ય જસુબેન કોરાટ, જેતપુર નગર પાલિકાના ચીફ ઓફિસર વ્યાસ, ગોંડલના ડેપ્યુટી કલેકટર જાડેજા વિગેરેની હાજરી વચ્ચે રાદડીયાએ એ વાતની પણ સંબંધિતોને તાકીદ કરી હતી કે શહેરમાં જ્યાં જ્યાં ખુલ્લા પ્લોટ છે ત્યાં ગંદકીના ગંજ ખડકાયા હોવાની ફરિયાદો મળી રહી હોય, આવા પ્લોટોમાંથી તાકીદે ગંદકી હટાવી લેવી, તેવીજ રીતે શહેરના જાહેર, સરકારી, બિનસરકારી ક્ષેત્રોમાં પણ સંબંધિતો સ્વચ્છતા કેળવે તે જરૂરી છે.
ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર 9974262812

ગુરુવાર, 30 એપ્રિલ, 2015

ફર્નીચરનું કામ કરતા 2 પરપ્રાંતિય યુવાનોને વીજશોક લાગતા એકનું મોત, 1 ગંભીર




જેતપુરના પેઢલા નજીકની ધવલ નામની શાળામાં 
ફર્નીચરનું કામ કરતા 2 પરપ્રાંતિય યુવાનોને 
વીજશોક લાગતા એકનું મોત, 1 ગંભીર  
જેતપુર તા.20
જેતપુરના પેઢલા નજીકની એક ખાનગી શાળામાં ચાલતા ફર્નીચરના કામકાજ દરમિયાન બનેલા વીજ શોકના બનાવમાં એક યુવાનું ઘટના સ્થળેજ મોત થયું હતું, જયારે અન્ય એકને ગંભીર ઈજાઓ સાથે રાજકોટ રીફર કરાયો હોવાનું પોલીસ જણાવે છે.
આ બાબતે મળતી વિગતો મુજબ જેતપુર પેઢલા ગામ પાસે તત્કાલ હનુમાન મંદિરથી આગળ આવેલ  ધવલ નામની શાળામાં હાલના દિવશોમાં પરચુરણ ફર્નીચર કામ ચાલે છે.
જેમાં ગોંડલના ભનુભાઇના કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા બે પરપ્રાંતીય યુવાનો મનોહર શર્મા ઉ.વ. 37 તથા સંદીપ દયારામ ઉ.વ.19 આજે સ્કુલ ગેઇટ બહાર લોખંડનો ઘોડો લઇ જતા હતા ત્યારે અચાનક આ ઘોડો ઉપરથી પસાર થતી વીજ કંપનીની 11 કેવી લાઈનને અડકી જતા સર્જાયેલ વીજ શોકના બનાવમાં માંનોહરનું ઘટના સ્થળેજ મોત થયું હતું, જયારે વીજ શોકથી ગંભીર રીતે ઘવાયેલા સંદીપને પ્રાથમિક સારવાર જેતપુર અપાવી વધુ સારવાર માટે રાજકોટ ખસેડેલ છે. બનાવની જાણ પરથી સ્કુલે દોડી ગયેલા જેતપુર તાલુકા પોલીસ જમાદાર મજનુંભાઈ મનાતે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
કશ્યપ જોશી જેતપુર 9974262812

બુધવાર, 29 એપ્રિલ, 2015

ઉપલેટાથી રાજકોટ જતું મેટાડોર પોલીસની હડફેટે !!
જેતપુરના પેઢલા  નજીકથી શંકાસ્પદ કઠોળ 
ભરેલા મેટાડોરને પકડતા એસપી દેસાઈ
પોલીસે રૂ.170750 નું અનાજ અને રૂ.2.50 લાખનું મેટાડોર કબજે કર્યું  
જેતપુર તા.29
જેતપુર તાલુકા પેઢલા ગામ પાસે ચેકિંગમાં ઉભેલા જેતપુરના એસપી દેસાઈએ શંકાશ્પદ કઠોળ-અનાજ ભરેલા એક મેટાડોરને પકડી  પાડી તપાસનો દૌર ચાલુ કર્યો છે.
મળતી માહિતી મુજબ જેતપુરના એસપી દેસાઈ આજે સાંજે તાલુકાના પેઢલા નજીક  ચેકિંગ માટે ઉભા હતા ત્યારે ઉપલેટાથી ગોંડલ-રાજકોટ જતા જીજે 3વાય 9026 ને રોકી ડ્રાઈવર રમેશ જાદવ(રહે.રાજપીપળા) ની પૂછપરછ કરતા રમેશે સંતોષકારક જવાબ જવાબ આપ્યો નહોતો અને મેટાડોરમાં ભરેલ અનાજ-કઠોળના કટ્ટાના બીલો પણ નાં હોય સૌ પ્રથમ એસપી એ 14/1 ડી મુજબ મેટાડોર ચાલક સામે કાર્યવાહી હાથ ધરી હતી. 
દરમિયાન તાલુકા પોલીસ મથકે લઇ જવાયેલ મેટાડોર માં રહેલ રૂ.170750/-00 નું અનાજ-કઠોળ અને રૂ.2.50 લાખના મેટાડોરને કબજે લઇ આઈપીસી 102 મુજબ (શક પડતી માલમત્તા) મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવના તપાસનીસ જમાદાર મજનુંભાઈ મનાતે જણાવેલ કે ઉપલેટા યાર્ડમાંથી દલાલોએ ખરીદેલ આ માલ ગોંડલ-રાજકોટની યાર્ડમાં વેંચવા લઇ જવાતો હતો. હવે આ કઠોળ-અનાજના માલિક કોણ છે તે તપાસ દરમિયાન બહાર આવશે.
કશ્યપ જોશી જેતપુર 9974262812

નજીવી બાબતે 2 શખ્શોનો આધેડ ઉપર છરી-લાકડીથી હુમલાની પોલીસમાં રાવ

જેતપુરનાલુણાગરી ગામનો બનાવ 
નજીવી બાબતે 2 શખ્શોનો આધેડ ઉપર 
છરી-લાકડીથી હુમલાની પોલીસમાં રાવ 
જેતપુર તા.29
જેતપુરના લુણાગરી ગામે સામાન્ય બોલાચાલી દરમિયાન બે શખ્શોએ એક આધેડ ઉપર છરી અને લાકડી વતી હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ તાલુકાના લુણાગરી ગામે રહેતા વણકર રસિક રામજી ડાભીના પત્ની સાથે બોલાચાલી કરનાર તે જ ગામના બે શખ્શો ઘુસા ભીખા સરવૈયા અને હરેશ રવજી સરવૈયાને ટપારવા ગયેલા રસિક રામજી ઉપર ઉગ્રાવેશ ધારણ કરી બંને ખાંટ શખ્શોએ છરી તેમજ લાકડી વતી હુમલો કરી ઈજા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

કશ્યપ જોશી જેતપુર જેતલસર - 9974262812

kashyap joshi - jetpur court nirdosh chhutkaare-376

જેતલસરના ચર્ચાસ્પદ દુષ્કર્મ ફરિયાદના 
વકીલ સહિતના ચારેય આરોપીઓને 
નિર્દોષ છોડતી જેતપુરની કોર્ટ 
જેતલસર તા.29

આજથી 16 મહિના પહેલા જેતલસરની એક મહિલાએ ગામના એક વકીલ સહીત ચાર યુવાનો સામે દુષ્કર્મની નોંધાવેલી ફરિયાદનો કેઇશ આજે જેતપુરની કોર્ટમાં ચાલ્યો તે દરમિયાન જજ દવેએ ચારેયને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હોવાનું જાણવા મળે છે.
બનાવની મળેલી વિગતો મુજબ જેતપુર તાલુકાના જેતલસર ગામની એક ખાંટ મહિલાએ તે જ ગામના પીયુષ પરસોત્તમ વૈષ્ણવ, મનોજ પરષોત્તમ વૈષ્ણવ, હરેશ ગાંડુ વૈષ્ણવ(વકીલ) તથા અરવિંદ જસમત પોલરા એમ ચારેય સામે જેતપુર તાલુકા પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
મહિલાએ ફરિયાદમાં જણાવેલ કે  ઉપરોકત ચારમાના ત્રણ તહોમતદારોએ તેણીને પીયુષ સાથે જવા અને નાં જાય તો માં-દીકરીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા તેની ડરી જઈને પીયુષની સાથે બસમાં ચાલી નીકળી હતી. દરમિયાન પીયુશે અમદાવાદ અને શ્રીનાથજીના ગેસ્ટહાઉસોમાં તેની પર દુશ્કર્મ આચર્યું હતું, વળતા પણ વીરપુર ખાતે  ઉપરોક્ત તમામ તહોમતદારોએ તેઓની મરજી મુજબનું નિવેદન આપવાની ધમકી આપતા મહિલાએ પોતાની મરજીથી પરબ વિગેરે ધાર્મિક સ્થળોએ ફરવા ગઈ હોવાનું નિવેદન આપતા પોલીસ મુંજાઈ હતી. પોલીસે પરણિત મહિલાને જુનાગઢ શિશુમંગલમાં મોકલ્યા બાદ પીયુષ ત્યાંથી પણ ભગાડીને તેના માસીને ઘેર લઇ ગયો હતો. જ્યાંથી ભાગીને મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ મતલબનો કેઇશ આજે જેતપુરની સેસન્શ કોર્ટમાં ચાલ્યો ત્યારે જેતલસરની ખાંટ મહિલા પોતાની મરજીથી જુનાગઢના શિશુમંગલમાંથી નીકળી ગઈ હોય તેમજ પીયુષ સાથે 3 વર્ષ થયા પ્રેમસંબંધ હોવાનું ફલિત થતા, વકીલો આર.આર.ત્રિવેદી, ભાવેશ ત્રિવેદી, જે.જી.વાઘેલા, અને કુમારી પી.જી.સિંઘવડ વિગેરેની દલીલો ગ્રાહ્ય રાખી જેતલસર ગામના વકીલ સહીત ચારેય આરોપીઓને સેસન્શ જજ કે.એમ.દવેએ નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરતા જેતલસરના ચારેય યુવાનોને બદનામ કરવા મથતા તત્વોની બોલતી બંધ થઇ ગઈ છે.

કશ્યપ જોશી જેતલસર 9974262812

મંગળવાર, 28 એપ્રિલ, 2015

જેતપુરમાં વોર્ડ-5 માં પ્રાથમિક સુવિધાઓના અભાવે ત્રસ્ત લાત્તાવાસીઓનું પાલિકાના મુખ્ય અધિકારીને આવેદન 
તા.15.5. સુધીમાં ઘટતું નાં થાય તો આંદોલનની ઉચ્ચારાયેલી  ચીમકી 
જેતપુર તા.28
જેતપુરના ધોરાજી રોડ પરના વિરશક્તિ મંદિર વિસ્તારના પ્રજાજનો એ પાલિકા કચેરી પર દોડી આવી તેઓના વિસ્તાર પ્રત્યે દાખવાતા ઓરમાયા વર્તનની પાલિકાના મુખ્ય અધિકારીને રજુઆતો કરી હતી.
આ બાબતે મળતી વિગતો મુજબ જેતપુરના વોર્ડ નંબર-5 માં આવેલ વિરાશક્તિ મંદિર વિસ્તારમાં વર્ષો થયા મૂળભૂત પ્રાથમિક પ્રશ્નો જેવા કે રોડ, રસ્તા , લાઈટ, પાણી, ગટર વ્યવસ્થા વિગેરે બાબતે પાલિકાના સંબંધિત સદસ્યો તથા સત્તાધીશો વહાલા દવલાની નીતિ અખત્યાર કરતા હોય, આજે આ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં પાલિકા કચેરીએ દોડી આવી ઉક્ત પ્રશ્નો તાકીદે નિવારવાની માંગો દોહરાવતા સુત્રોચ્ચાર કરી કચેરીને ગજવી મૂકી હતી.
લત્તાવાસીઓના આગેવાનોએ આક્ષેપો કર્યા હતા કે તેઓનો વિસ્તાર પાકિસ્તાનમાં આવેલો હોય તેવું વર્તન દાખવી પાલિકાના સત્તાધીસો કોઈ સુવિધાઓ આપવા જાગતા જ નથી, જયારે અન્ય વોર્ડોમાં સુધરાઈ સદસ્યોના ઈશારે નાચતા સત્તાધીશો તાત્કાલિક સુવિધા પૂરી પાડવા કે સુધારવા દોડી જાય છે.
અમો પાલિકાને તમામ પ્રકારના કરવેરા ભરતા હોવા છતાં સુધાઓ પૂરી પાડવામાં પાલિક કેમ રસ દાખવતી નથી ? આ પ્રશ્નો બાબતે આગામી 15.5.2015 સુધીમાં પાલિકા તંત્ર વિરાશક્તિ મંદિર વિસ્તારના પ્રશ્નો હલ નહિ કરે તો પાલિકા કચેરી સામે ઉપવાસ આંદોલન છેડવામાં આવશે તેવી ઉક્ત લત્તાવાસીઓએ આવેદનમાં ચીમકી ઉચ્ચારી છે.

ફોટો અને સમાચાર - કશ્યપ જોશી જેતપુર 9974262812j

સોમવાર, 27 એપ્રિલ, 2015

જેતપુરમાં સિંધી પરિવારના મકાનમાં ખાબકેલા તસ્કરો 1.90 લાખની મત્તા ઉસેડી ગયા !!

જેતપુરમાં સિંધી પરિવારના મકાનમાં ખાબકેલા 
તસ્કરો 1.90 લાખની મત્તા ઉસેડી ગયા !!
જેતપુર તા.27
જેતપુરના જુનાગઢ રોડ પર ત્રણ દિવસ બંધ રેઢા પડેલા સિંધી પરિવારના મકાનમાં ખાબકેલા તસ્કરો આરામથી રૂપિયા 1.90 લાખની મત્તા ઉસેડી ગયાની શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાવાઈ છે.
મળતી વિગતો મુજબ જેતપુરના જુનાગઢ રોડ પર હોટેલ ઉત્સવ પાછળ રહેતા સતુભાઈ વાધવાની નામના સિંધી ગૃહસ્થ પ્રસંગ સબબ તા.24.4. બહાર ગામ ગયા હતા.
દરમિયાન આજે તા.27.4. ના રોજ ઘરે પરત આવી જોતા કોઈ તસ્કરો રૂમનો દરવાજાના નકુચા તોડી, અંદર પ્રવેશી, કબાટ તોડી રોકડ રકમ રૂપિયા 10.000 તથા સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ.1 લાખ 90 હજારની મત્તા ઉસેડી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા શહેર પોલીસે ડોગ સ્કવોડ અને લોકલ ક્રાઈમ બ્રાંચની મદદ વચ્ચે તસ્કરોના સગડ મેળવવા કવાયત આદરી છે.
અત્રે એ નોંધનીય છે કે જેતપુર શહેરમાં તસ્કરોને હવે પોલીસનો કોઈ ભય હોય તેવું જણાતું નથી. અહી વાહન ચોર ગેંગ, ખિસ્સાકાતરુ ગેંગ અને ઘરફોડ તસ્કર ગેંગ રાત્રીના પેટ્રોલિંગ કરતી હોય પોલીસ ઊંઘતી ઝડપાઈ રહી છે. ત્યારે શહેરીજનો વધુ અસલામતી અનુભવે તે પહેલા નાના ધંધાર્થીઓ અને રેંકડી ચાલકોને ધંધા રોજગાર વગરના કરી મુકનાર એસપી દેસાઈ કાયદો અને વ્યવસ્થાની જેતપુરમાં કથળેલી સ્થિતિ સુધારે તે જરૂરી છે.

કશ્યપ જોશી જેતપુર 9974262812

રવિવાર, 26 એપ્રિલ, 2015

પલટી ટ્રકની :


પલટી ટ્રકની :
જેતલસર થી તત્કાલ હનુમાન જેતપુર જવાના બાઈપાસ પાસે સિંગદાણા ભરેલ એક ટ્રક અકસ્માતે પલટી ખાઈ ગયો હતો. જોકે ડ્રાઈવરે સમયસચુકતા વાપરી કુદકો મારી જતા તેમનો આબાદ બચાવ થયો હતો.
ફોટો: કશ્યપ જોશી જેતલસર 


સભાસદોને ભેટ અર્પણ !

સભાસદોને ભેટ અર્પણ !
જેતપુરમાં આજે ધી કો. ઓપ.બેંક લી.દ્વારા તેમના થાપણદારો, સભાસદોને મેનેજર વિનુભાઈ સોજીત્રા  સહિતના  સ્ટાફે ભેટ  અર્પણ કરી હતી. (ફોટો: કશ્યપ જોશી)

KASHYAP JOSHI JETALSAR સાંકરોળાના યુવા સરપંચ લગ્ન સમયે લેશે 3 વાતોના શપથ !


સાંકરોળાના યુવા સરપંચ લગ્ન સમયે લેશે 3 વાતોના શપથ !
સ્ત્રીભૃણ હત્યા નહિ  કરું, વ્યસનો મુકાવીશ, 
માતા-પિતાને સદાય સાથે રાખીશ !
(કશ્યપ જોશી) જેતલસર તા.26
નાની વયેજ ગામના મુખી તરીકે ચૂંટાયેલા અને નાની મોટી ફરજો-સેવાઓ માટે કાયમી ખડે પગે રહેનાર સાંકરોળાના યુવાન સરપંચ પ્રવીણભાઈ કરશનભાઈ સોજીત્રા આવતીકાલે ગળથ ખાતે લગ્નગ્રંથીથી જોડાશે ત્યારે ત્રણ વાતોના તેમના સપથ સમાજને રાહ ચિંધનાર નીવડશે તેવું કહેવું ઉચિત  જણાય છે.
   ભેસાણ તાલુકાના સાંકરોળાના ગામના ખેડૂત કરશનભાઈ ધરમશીભાઈ સોજીત્રાના પુત્ર પ્રવીણભાઈ સોજીત્રાના આવતીકાલ તા.28.4.2015 ના રોજ ગળથ(બરવાળા) ખાતે હરસુખભાઈ શંભુભાઈ ડોબરિયાની પુત્રી સોનલબેન સાથે લગ્ન ગોઠવાયા છે. 
ગુજરાત યુનીવર્સીટીમાં પોલીટીક્સ સાયન્સનો અભ્યાસ કરી રહેલા અને સાંકરોળાના વર્તમાન સરપંચ તરીકેની 3 વર્ષની સુપેરે ફરજ-સેવા અદા કરી ચુકેલા પ્રવીણભાઈ  પોતાનો લગ્ન પ્રસંગ અન્યો માટે રાહ ચિંધનારો બની રહે તે માટે ચોરીના ફેરા ફરતા ફરતા 3 વાતો-સેવાના સપથ લેશે ! 
   એક..બેટી બચાવો સરકારના અભિયાનને સમર્થન આપતી વાત એટલેકે...જીવન પર્યત સ્ત્રીભ્રુણ હત્યા નહિ કરું, અને સદાય દીકરો-દીકરીને સમાન ગણીશ., બીજી.. પોતે તો નિર્વ્યસની છે, સાથે સાથે તેમના પરિવારજનો ઉપરાંત  સમસ્ત ગામમાંથી વ્યસનને તિલાંજલી આપવાના સતત પ્રયાસો  કરશે..
જ્યારે ત્રીજી સેવા એ અદા કરશે કે આજે સાંપ્રત સમાજમાં દરેક વર્ગના ઘણા માતા પિતાઓ વૃધ્ધ્શ્રમોમાં પીડાઈ રહ્યા છે, તે વાતનું દુખ બતાવતા આ યુવા સરપંચ કહે છે કે જેમણે તમને પાળ્યા-પોષ્યા ને મોટા કર્યા તે ચાર ધામ સમાન માં-બાપને આવી હાલતમાં મુકવા સંસ્કૃતિના અધઃપતનની વાત ગણાવી પોતે માતા-પિતાને સદાય પોતાની સાથે રાખશે !
   આ ત્રણેય સેવાઓના સપથ પ્રવીણભાઈ ચોરીના ફેરા દરમિયાન લઈને સમાજ તેમજ અન્યોને રાહ ચિંધશે. ત્યારે આ ખેડૂતપુત્ર અને સરપંચ પ્રવીણ સોજીત્રાની સેવા ભાવનાને બિરદાવવી ઉચિત જણાય છે.
બોક્સ: ગામના વિધવાને રાશન અપાશે !!
જેતલસર: સાંકરોલાના સરપંચ પ્રવીણ સોજીત્રાએ એવું પણ જણાવેલ છે કે પોતાના ગામમાં બીમારી સબબ મોતને ભેટલા પતિ પાછળ વિધવા તરીકે જીવન ગાળતા એક ચાર સંતાનોના માતાને બાળકોના લાલન-પાલનમાં થોડી મદદ કરવાના હેતુસર દર મહીને તેમને પુરતું રાશન પહોંચાડવાનો નિર્ણય પણ લગ્નમંડપ વચ્ચે લેવાશે..

ફોટો અને સમાચાર-કશ્યપ જોશી જેતલસર જેતપુર 
9974262812


શનિવાર, 25 એપ્રિલ, 2015

મોટાભાઈને 1 વર્ષની સખત કેદની સજા રૂ.1 હજારનો દંડ ફટકારતી જેતપુરની કોર્ટ

આજથી 9 વર્ષ પહેલા નાનાભાઈ ઉપર ખરપિયા વતી હુમલો કરનાર 
મોટાભાઈને 1 વર્ષની સખત કેદની સજા 
રૂ.1 હજારનો દંડ ફટકારતી જેતપુરની કોર્ટ 
વિરપુરના બે ભાઈઓ વચ્ચે વાડી-ખેતર બાબતે ડખ્ખો થયો હતો.
જેતપુર તા.25
આજથી નવ વર્ષ પહેલા જેતપુરના વીરપુર જલારામ ગામે ખેતરમાં નાના ભાઈ ઉપર હુમલો કરનાર મોટાભાઈને આજે ચાલેલ કેશની સુનાવણી દરમિયાન જેતપુરની કોર્ટે 1 વર્ષની સખત કેદની સજા અને રૂ.1000 નો દંડ ફટકાર્યો હોવાનું જાણવા મળે છે.
આ બાબતે મળી વિગતો મુજબ જેતપુર તાલુકાના વીરપુર જલારામ ગામની સીમમાં વાડી ધરાવતા ખાંટ મોહન ખીમા સરવૈયાના પત્ની શાંતાબેન વાડીમાં કામ કરતા હતા ત્યારે મોહનભાઈનો મોટો ભાઈ મનજીભાઈ ખેતરમાં દોડી આવી, હું આ ખેતરમાં 20 વર્ષથી વાવેતર કરું છું, અહીંથી ભાગી જાઓ તેવું જણાવી બીભત્સ ગાળો બોલવા લાગતા મોહનભાઈએ તેમને સમજાવવા પ્રયત્ન કરેલ, પણ મનજીએ ઉશ્કેરાઈ જઈ નાનાભાઈ મોહન ઉપર લોખંડના ખરપિયા વતી હુમલો કરતા તે વખતે જેતપુર તાલુકા પોલીસમાં ફ.ગુના રજી. નંબર 105/06 થી 323,324,504,506(2) મુજબ મનજી સરવૈયા સામે ગુનો નોંધાયો હતો.
દરમિયાન પોલીસે તહોમતદાર વિરુદ્ધ તમામ પુરાવાઓ સાથે જેતપુર ની કોર્ટમાં ચાર્જશીટ રજુ કરતા, મેઈન જ્યુડી.મેજી.ફ.ક. ડી.જે. રાજપૂતે સાહેદોના સાક્ષી પુરાવાઓ ધ્યાને લઇ, સરકારી વકીલ ડી.બી.પંચાલની દલીલો ગ્રાહ્ય રાખી આઈપીસી ની કલમ 324 ના ગુનામાં એક વર્ષ ની સખત કેદ અને રૂ.1000 નો દંડ અને દંડ નાં ભારે તો વધુ એક માસની સજા ફટકારતો હુકમ કર્યો હતો. માત્ર સામાન્ય હુમલાની આ ઘટનામાં સજાનો ચુકાદો જાહેર થતા વારંવાર વાડી ખેતરોમાં શેઢા તકરારો કે ઝગડાઓ કરવા ટેવાયેલા શખ્શોમાં ભયનો માહોલ સર્જાયો છે.
કશ્યપ જોશી જેતપુર 9974262812

વીરપુર ના ફોજદારો જોશી-મોરીની કામગીરી 
ઓલપાડના ધારાસભ્યની છબી ખરડાય તેવી પત્રીકાના 
સુત્રધ્ધાર એવા શેરડી-કનોજફળીનો સરપંચ પકડાયો !
જેતપુર તા.25
સુરત સ્થિત ઓલપાડના ધારાસભ્યને બદનામ કરવા અનેકવિધ આક્ષેપોવાળી પત્રિકા માર્કેટમાં તરતી મૂકી, નાસતા ફરતા ઓલપાડ પંથકના એક સરપંચને  વીરપુર જલારામ પોલીસના બંને નવા ફોજદારો જોશી-મોરીએ પકડી પાડી સુરત પોલીસને સોંપ્યા હોવાની વિગતો મળી છે.
આ બાબતે મળતી વિગતો મુજબ સુરતના ઓલપાડ બેઠકના ધારાસભ્યની છબી ખરડાય તેવા આક્ષેપોવાળી પત્રિકા વહેતી કરવા સબબ ઓલપાડ તાલુકાના શેરડી-કનોજફળી ગામના સરપંચ જસવંત ડાયા પટેલ સામે ગુનો નોંધાયો હતો. દરમિયાન નાસ્તો ફરતો આ સરપંચ વિરપુરના કોઈ ગેસ્ટ હાઉસમાં રોકાયો હોવાની વીરપુર પોલીસના બે ફોજદારો જોશી અને મોરીને બાતમી મળતા આ બંને ફોજ્દારોએ સ્ટાફને સાથે રાખી જસવંતને દબોચી લઇ સુરત પોલીસ તરફ મોકલી દીધો છે.
કશ્યપ જોશી જેતપુર 9974262812 

જેતપુરમાં સોમવારે ઉર્ષનું આયોજન

જેતપુરમાં સોમવારે ઉર્ષનું આયોજન 
જેતપુર તા.27
જેતપુરના મદીના યંગ ગ્રુપ, બહારપુરા મસ્જીદ તથા શામીશાહ મસ્જિદના યુવાન કાર્યકરો દ્વારા આગામી તા.27.4. ને સોમવારે ઉર્ષનું આયોજન કરવામાં આવ્યું છે.
અહીના એમજી રોડ પર આવેલ અંજુમન મેમણ જમાત મેદાનમાં કરાયેલા આ ઉર્ષના કાર્યક્રમમાં સુન્ની દાવતે ઇસ્લામીના પ્રખ્યાત સૈયદ અમીનુલ કાદરી(માલેગાંવ) ના તકરીરનો કાર્યક્રમ યોજાશે. અહી  વર્ગ માટે અલાયદી વ્યવસ્થા કરાઈ હોય, હિંદુ-મુસ્લિમ બિરાદરોએ ઉર્ષનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
કશ્યપ જોશી જેતપુર 9974262812

દાગીના ભરેલું પર્સ ગઠીયો ઉઠાવી જતા

જેતપુરના બસસ્ટેન્ડમાં આંગળીના ઈલમીઓનું સામ્રાજ્ય !
સ્ટેશન વાવડીની યુવતીની નજર ચૂકવી રૂપિયા 70 હજારના દાગીના ભરેલું પર્સ ગઠીયો ઉઠાવી જતા પોલીસમાં ફરિયાદ 
જેતપુર તા.25
જેતપુરના એસટી બસસ્ટેન્ડમાં છેલ્લા દોઢેક મહિના થયા આંગળીના ઈલમીઓ  ધામા નાખી પડ્યા હોય તેમ ચાર મુસાફરોના ગજવા હળવા, તેમજ ડોક અળવી થયાના બનાવો બન્યા છે.
અગાઉ 3 બનાવોની ફરિયાદો યેનકેન પ્રકારે પોલીસમાં નોંધાઈ નથી. જયારે ગઈ કાલે તાલુકાના સ્ટેશન વાવડી ગામની એક યુવતીને ગઠીયો ભટકી ગયો હોય તેમ રૂ.70 હજારના સોનાના દાગીના ભરેલું પર્સ કોઈ ઉઠાવી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવવી છે.
જે બાબતે મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના સ્ટેશન વાવડી ગામે રહેતી તૃપ્તિબેન આહીર  શહેરમાં હતાનું કરી પોતાના ગામ પરત જવા જેતપુરના એસટી બસસ્ટેન્ડમાં આવી હતી.
દરમિયાન વડીયા રૂટની બસમાં ચડવા જતા તેણીના થેલામાંથી સોનાના દાગીના ભરેલ પર્સ કોઈ ગઠીયો સેવી ગયાનું માલુમ પડતા તૃપ્તિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયા અનુસાર પર્સમાં સોનાની 4 વીંટી, એક ચેઈન અને એક પેડલ તથા મોબાઈલ હતા. જે ગઠીયો સેરવી ગયો હતો. પોલીસે યુવતીની ફરિયાદ પરથી તપાસ છે.
કશ્યપ જોશી જેતપુર 9974262812

શુક્રવાર, 24 એપ્રિલ, 2015

જેતપુરના એસટી બસસ્ટેન્ડમાંથી મહિલાનું સોનું ભરેલા પર્સની ઉઠાંતરી પોલીસની વિગતો આપવામાં રીતસરની સંતાકૂકડી !!




જેતપુરના એસટી બસસ્ટેન્ડમાંથી મહિલાનું સોનું ભરેલા પર્સની ઉઠાંતરી 
પોલીસની વિગતો આપવામાં રીતસરની સંતાકૂકડી !!
જેતપુર તા.24
જેતપુરના એસટી બસ સ્ટેન્ડમાંથી આજે એક મહિલાનું હજારો રૂપિયાનું સોનું ભરેલું પર્સ કોઈ આંગળીનો ઈલમી ઉઠાવી જતા મહિલાએ દેકારો કરી મુક્યો હતો. બીજીબાજુ આ બનાવની વિગતો આપવામાં પોલીસે સાંજના 5 વાગ્યાથી 9 વાગ્યા સુધી સંતાકૂકડી રમવાનું ચાલુ રાખતા વિગતો મળવા પામી નથી.
જેતપુરના એસટી બસસ્ટેન્ડમાં છેલ્લા એક મહિના થયા ખિસ્સાકાતરુ ગેંગ ધામા  નાખી બેઠી છે. અહી આવનારા અનેક મુસાફરો રોજબરોજ લુંટાઈ રહ્યા છે. છેલ્લા એક મહિના દરમિયાન 2 મુસાફરોના ગજવા હળવા થયાના તેમજ એક મહિલાની ડોક અળવી થઇ હોવાની ઘટનાઓ બની ગઈ છે. આ ત્રણેય બનાવોની ફરિયાદો થઇ નથી. તે વાતમાં અમુક ઘટનામાં પોલીસની બીકથી ફરિયાદો નથી થઇ.
જ્યારે આજે એક મહિલાનું સોનું ભરેલું એક પર્સ કોઈ આંગળીનો ઈલમી સેરવી ઉઠાંતરી કરી ગયાની શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. પણ સાંજના 5 વાગ્યાથી 9 વાગ્યા સુધી કોણ જાણે પોલીસને શું રમત સુજી કે સંતાકૂકડી વચ્ચે આ બનાવની વિગતો ના આપીને બનાવને ઢાંકવાનો પ્રયાસ કરતા પત્રકાર આલમમાં રોષ ફેલાયો છે.
સાંજના 5 થી 9 વાગ્યા દરમિયાન આ બનાવની વિગતો માટે કરાયેલા 5 ફોન દરમિયાન ફોન ઉપાડનાર પીએસઓ કે અન્ય પોલીસમેનોએ એવાજ જવાબો આપ્યા હતા કે સ્ટેશન ડાયરી સાહેબ પાસે પડી છે, રોલકોલ નો સમય છે, કલાક પછી ફોન કરો.
સમી સાંજની આ ઘટના રાત્રીના તો નોંધાઈ પણ તેની વિગતો દબાવવામાં પોલીસને કઈ કમજોર કડી નડી ગઈ તે તપાસનો વિષય છે.
અત્રે એ નોંધનીય છે કે છ મહિના પહેલા પણ જેતપુર ના બંને પોલીસસ્ટેશનોમાં પત્રકારોને માહિતી આપવામાં ફરજ પરના કે અન્ય ફોન ઉઠાવનારા પોલીસમેનો આડા અવળા અને ઉડાઉ જવાબો આપીને મહત્વના બનાવોની વિગતો છુપાવતા હોય, શહેરના અમુક પત્રકારોએ રાજકોટ જીલ્લા પોલીસ વડાને રજુઆતો કરતા થોડો સમય વિગતો સારી અપાતી હતી. પણ હવે પાછી વિગતો આપવામાં શહેર પોલીસમાં ધાંધિયા શરુ કરાતા પત્રકારોમાં રોષ છવાયો છે.

KASHYAP JOSHI JETPUR JETALSAR-9974262812


KASHYAP JOSHI - AKSMAT SRP JAVANNU MOT..ચોકી સ્થિત SRP ટ્રેનીંગ સેન્ટરના આસિસ્ટન્ટ ડ્રિલ ઈન્સ્ટ્રકટરનું મોત

 જેતલસર પાસે વિચિત્ર અકસ્માત, કારને હડફેટે લઇ ડમ્પર કાર ઉપર  પલટી જતા 
ચોકી સ્થિત SRP ટ્રેનીંગ સેન્ટરના આસિસ્ટન્ટ ડ્રિલ ઈન્સ્ટ્રકટરનું મોત
SRP જવાન પ્રતાપભાઈ ખુમાણ ઘંટેસ્વર ગ્રુપ-13-રાજકોટથી ચોકી ડેપ્યુટેશન પર મુકાયા હતા. માદરે વતન એવા અમરેલી        જીલ્લાના લુવારીયા ગામે તેમજ SRP ટ્રેનીંગ સેન્ટરમાં શોકનો માહોલ..ભાઈ-બહેને પિતાની છત્રછાયા ગુમાવી !
(કશ્યપ જોશી) જેતલસર તા.24
આજે સવારે એક ડમ્પર ચાલકે જેતલસર નજીક ચોકી સોરઠના એક એસઆરપી જવાનની કારને હડફેટે લીધા બાદ ડમ્પર કાર ઉપર પલટી જતા એસઆરપી જવાનનું કરુણ મોત થયું હતું.

વિચિત્ર અકસ્માતની મળતી વિગતો મુજબ આજે સવારે સાડા નવ વાગ્યાની આસપાસ  જેતલસરના જંકશન રોડ પાસે જેતપુર તરફથી  પુરપાટ આવતા સિમેન્ટની કાંકરી ભરેલા જીજે 9વાય 6138 નંબરના ડમ્પર ચાલકે જુનાગઢ તરફથી આવતી જીજે 6 એબી 8648  નંબરની મારુતિ ઝેનને હડફેટે લીધા બાદ આ ડમ્પર તે જ કાર ઉપર પલટી જતા કાર માચીસની જેમ ચકદાઈ ગઈ હતી.

આવા  સમયે કારમાં બુરી રીતે ઘવાયેલા કાર ચાલકને લોહી લુહાણ હાલતમાં સાંકળીના મુકેશભાઈ લશ્કરી અને  જેતલસરના સેવાભાવીઓએ સરકારી  એમ્બ્યુલન્સ મારફતે  જેતપુર સરકારી  હોસ્પીટલે પહોચાડ્યા હતા. પણ કાર ચાલકને ફરજ પરના  મહિલા તબીબ નીકીતાબેન  પડીયાએ મૃત જાહેર કરેલ..
બીજીબાજુ તાલુકા  પોલીસના ફોજદાર આર.એન.કરમતિયા, ગૌત્તમ ત્રિવેદી વી. પોલીસ સ્ટાફે મૃતકની અંગજડતી લેતા,  મળી આવેલ આઈકાર્ડ, પાનકાર્ડ  પરથી બહાર આવ્યું હતું કે મૃતક ચોકી સોરઠ સ્થિત એસઆરપી ટ્રેનીંગ સેન્ટરના આસીસ્ટંટ ડ્રીલ ઈન્સ્ટ્રકટર ( એડીઆઈ) પ્રતાપભાઈ દડુભાઈ ખુમાણ (ઉ.વ.37) રહે. લુવારીયા ગામ, જીલ્લો અમરેલીના હતા. 
દરમિયાન બનાવની જાણ પરથી એસઆરપી ટ્રેનીંગ સેન્ટરના પીઆઈ મકવાણા, પીએસઆઈ રાણા, પીએસાઈ કાથડ, એએસઆઈ જાડેજા સહિતનો કાફલો જેતપુર સરકારી દવાખાને દોડી આવી સહકર્મચારીને મૃત હાલતમાં જોતાજ તમામ ભાંગી પડ્યા હતા.
હોસ્પિટલ ખાતે એસઆરપી અધિકારીઓ તેમજ સહ કર્મચારી ગોહિલ વિગેરે જણાવેલ કે પ્રતાપભાઈ મૂળ રાજકોટ સ્થિત એસઆરપી કેમ્પસના ઘંટેશ્વર ગ્રુપ-13 ના એડીઆઈ હતા. પણ તેઓને ડેપ્યુટેશન ઉપર ચોકીના એસઆરપી ટ્રેનીંગ સેન્ટરમાં નોકરીમાં હતા. 
મૃતક ત્રણ ભાઈઓમાના સૌથી નાના ભાઈ હતા, સંતાનમાં એક પુત્ર ત્રીજું ધોરણ ભણે છે, તેમજ એક પુત્રી એચકેજીમાં અભ્યાસ કરે છે. મૃતક એસઆરપી જવાન પાછળ માતા, પિતા, પત્ની અને બે સંતાનોને વિલાપ કરતા છોડી ગયા છે. 

બોક્સ: પાંચમાં અકસ્માતમાં પ્રતાપભાઈ કાળનો કોળીયો બની ગયા !!
જેતલસર : જેતપુર હોસ્પીટલે દોડી આવેલ ચોકી એસઆરપીના ગોહિલભાઈ સહિતના સહકર્મીઓએ ભીની આંખે જણાવેલ કે પ્રતાપભાઈ ખુમાણના અત્યાર સુધીમાં જુદા જુદા ચાર વાહનો કે જે તેમના મિત્રો બહાર ફરવા લઇ ગયા હોય અને અકસ્માતો થતા ગાડીના કાગળો માટે દોડધામ કરતા, અગાઉના ચાર અકસ્માતી વાહનો બદલી આ પાંચમી ઝેન કાર લઈને આજે પોતે ચોકીથી જેતપુર જવા નીકળ્યા ત્યારે જેતલસર નજીક કાળમુખા ડમ્પરની ટક્કરે અમારા સહકર્મીની જીંદગી ખલ્લાસ કરી નાંખી !!
સમાચાર અને ફોટો કશ્યપ જોશી જેતલસર જેતપુર 99742 62812