LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
સોમવાર, 30 માર્ચ, 2015
JETALSAR AVSAANNONDH KASHYAP JOSHI JETALSAR-9974262812
અવસાન નોંધ : જેતલસર : 30-03-2015
------------------------------------------------------------------------------
જેતલસર: મૂળ જેતલસર હાલ અમદાવાદ નિવાસી જમનાદાસ વૃજલાલ(બચુભાઈ)ઠુંમર ના પુત્ર અમિતભાઈ(ઉ.વ.35-લક્ષ્મી ગાઠીયા હાઉસ અમદાવાદ) તે શૈલેશભાઈના મોટાભાઈ, જેરામભાઈ, ગીરધરભાઈ, કનુભાઈ અને ધીરજભાઈના ભત્રીજાનું તા.26.3.ના રોજ અવસાન થયેલ છે.
કશ્યપ જે.જોશી જેતલસર(જેતપુર) 9974262812
----------------------------------------------------------------------------------
રવિવાર, 29 માર્ચ, 2015
JETALSAR NEWS KASHYAP JOSHI JETALSLAR JETPUR
---------------------------------------------------------------------------
સ્ત્રીઓ પર અત્યાચાર કરનારાઓના મોઢે કપડું શુંકામ બાંધો છો ??
----------------------------------------------------------------------------
ખુલ્લા મોઢે મીડિયામાં બતાવો તો બીજીવાર ગુના અટકશે અને આવા તત્વોને બીજાય ઓળખી શકેને ?!
(કશ્યપ જોશી ) જેતલસર તા.29
જેતલસર પંથકના નવી સાંકળી ગામે જેતપુર તાલુકા પોલીસ દ્વારા તાજેતરમાં યોજેલ મહિલા જાગૃતિ શિબિરમાં મહિલાઓ સાથે પોલીસે અનેકવિધ પ્રશ્નોની ચર્ચાઓ અને તેના નિવારણના ઉપાયોની આપ-લે કરી હતી. ગામમાં ચાની દુકાન કરવાની મનાય ઉપરાંત ગુટખાના વેંચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ ધરાવતા નવી સાંકળી ગામે તાજેતરમાં જેતપુર તાલુકા પોલીસના પીએસઆઈ આર.એન.કરમટીયા એ સ્ટાફના ગૌત્તમ ત્રિવેદી, મજનુંભાઈ મનાત વિગેરેને સાથે રાખી મહિલા જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ગામના મહિલા સરપંચ કાંતાબેન ભગવાનજીભાઈ રૂપાપરા, માજી સરપંચ કુમનભાઈ ઠુંમરના પત્ની વર્ષાબેન, અન્ય મહિલા આગેવાનો રીનાબેન મુકેશભાઈ લશ્કરી, જયશ્રીબેન કિશોરભાઈ, ભાવનાબેન રૂપાપરા વિગેરે પચાસેક મહિલાઓની હાજરીમાં ગોષ્ઠી દરમિયાન પીએસઆઈ કરમટીયા દ્વારા જુદા જુદા પ્રશ્નો, મહિલા સતામણી, મહિલા અત્યાચાર, મહિલાઓનું શોષણ વી. પ્રતિકુળ સંજોગોમાંથી મહિલા વર્ગને કેમ બચવું ? તે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ તકે રીનાબેન લશ્કરી નામના જાગૃત મહિલાએ સાહેબ, મહિલાઓ પર અત્યાચાર કરનારાઓ સામે જ્યારે પોલીસમાં ગુના નોંધાય ત્યારે આવા ગુનેગારોના મોઢા ઉપર કપડું કેમ બાંધો છો ? ખુલ્લા મોઢે પ્રજા કે મીડિયા સમક્ષ બતાવો તો આવા ગુનેગારો બીજી વખત ગુનાઓ કરતા અચકાશે, ત્યારે ફોજદાર કરમટીયાએ સહર્ષ ઉત્તર વાળી પ્રશ્નકર્તા મહિલાને બિરદાવી જણાવેલ કે, બહેન, આ બધું કોર્ટની માર્ગદર્શિકાને આધીન થતું હોય છે, નહિ કે પોલીસની મરજીથી !! કારણ ઘણી વખત તહોમતો સાબિત ના થાય તો મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.
કશ્યપ જે.જોશી જેતલસર જેતપુર 9974262812
JETALSAR RAAMBAAN SAMACHAR-KASHYAP JOSHI JETALSAR JETPUR - 9974262812
રામબાણ કાર્યક્રમમાં લાલ સોટી વળતા 16 આની વર્ષ થવાનો વર્તારો !
100 વર્ષથી વધુ સમય થયા જોવાતા અને મનાતા આ વર્તારાથી શ્રદ્ધાળુઓમાં ભારે આસ્થા છે.
(કશ્યપ જોશી ) જેતલસર તા.29
જેતલસર પંથકના આરબ ટીંબડી ગામે વર્ષો થયા રામનવમીના દિવસે જોવાતા વરસ અને વરસાદના વર્તારાના કાર્યક્રમમાં આ વર્ષે લાલ સોટી ત્રણ વખત બેવડી વળતા ચાલુ વર્ષ 16 આની થવાની ગામના બુજુર્ગોએ આસ્થા વ્યક્ત કરી હતી.
આ અંગે મળતી વિગતો મુજબ જેતલસર પંથકના આરબટીંબડી ગામે 100 થી પણ વધુ વર્ષો થયા, પ્રતિ વર્ષે રામનવમીના પાવન દિવસે, ગામના રામજી મંદિરના ચોકમાં એક લાલ અને એક કાળી સોટીના કાર્યક્રમ થકી વરસાદનો અને વરસનો વર્તારો જોવામાં આવે છે.
જેમાં મામા-ભાણેજ કાળી અને લાલ સોટી પકડી ઉભા રહે છે. ચમત્કારિક રીતે જો કાળી સોટી ધ્રુજીને બેવડી વળે તો માઠું વર્ષ થાય અને લાલ સોટી બેવડી વળે તો 16 આની વર્ષ થવાની માન્યતાઓ સેવાતી આવે છે. દર વરશે આ કાર્યક્રમમાં સમસ્ત ગ્રામજનો ઉપરાંત આજુબાજુના ગામોના લોકો ધાર્મિક આસ્થા સાથે ઉમટી પડે છે. કાર્યક્રમ દરમિયાન જય શ્રી રામ ના નારાઓ લગાવીને રીતસરનું ધાર્મિક વાતાવરણ ખડું કરવામાં શ્રદ્ધાળુઓ ભારે જહેમત ઉઠાવે છે.
આ વર્ષે ગઈ કાલે રામનવમીના દિવસે લાલ સોટી ત્રણ ત્રણ વખત બેવડી વળતા ઉપસ્થિત ધર્મપ્રેમી જનતાએ રામધુન અને સત્સંગ વચ્ચે આ વાતને વધાવી લઇ ભારે હરખ વ્યક્ત કર્યો હતો.
બોક્સ: અમારા ગામનું નામ રામટીંબડી કરો !!
જેતલસર: રામબાણ કાર્યક્રમ દરમિયાન ગામના બુજુર્ગોએ વધુ એક વખત એવી વાત દોહરાવી હતી કે તેઓના ગામમાં વર્ષો થયા આસ્થા અને શ્રદ્ધા સાથે રામબાણ જેવો કાર્યક્રમ યોજાતો હોય, તેઓના ગામનું નામ આરબટીંબડીમાંથી રામટીંબડી કરવા વર્ષો થયા માંગ કરાતી આવે છે, પણ સંબંધિતોના બહેરા કાન તેઓની રજૂઆત સાંભળતાં નથી !
ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતલસર – 9974262812
શનિવાર, 28 માર્ચ, 2015
AVSAN NONDH JETALSAR KASHYAP JOSHI JETPUR JETALSAR અવસાન નોંધ : જેતલસર : તા : 28-3-2015
ટ્રેક્ટર વેરાવળ-પુના રૂટની ટ્રેન હડફેટે ચડી જતા ડ્રાઈવર સહીત 2 પરપ્રાન્તિયોના મોતથી અરેરાટી
શુક્રવાર, 27 માર્ચ, 2015
નજીવી બાબતે ગોંડલ મહિલા પોલીસની ધરારીના વિરોધમાં જેતપુરની મહિલા આગેવાનોનું પોલીસને આવેદન..
મંગળવાર, 24 માર્ચ, 2015
JETALSAR : JETPUR COURT DWARA KHEDUTNE 2 MAHINAANI SAJA KASHYAP JOSHI JETALSAR
સોમવાર, 23 માર્ચ, 2015
JETPURMA SHAHID DIN NIMITTE PUSHPAANJALI YOJAAYEE..KASHYAP JOSHI JETPUR JETALSAR
આજે 23 મી માર્ચ ને શહીદ દિન નિમિત્તે જેતપુર ખાતે શિવાજી ચોકમાં રાષ્ટ્રીય સેવક સંઘ (આરએસએસ) દ્વારા વીર સપુતોને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં જાહેર જનતાએ લાભ લીધો હતો.I
KASHYAP JOSHI JETPUR JETALSAR 9974262812
રવિવાર, 22 માર્ચ, 2015
જેતપુરના દેરડી રોડ પરથી માનવ જેવું કંકાલ મળી આવતા ચકચાર પૂર્ણ
જેતપુરના સાડી કારખાનામાં ભેદી રીતે કિશોરના મોતથી ચકચાર
જેતપુર તા.22
ગઈ કાલે જેતપુરના એક સાડી કારખાનામાં મોતને ભેટેલા એક કિશોરના બનાવે સર્જેલા ભેદભરમના આટાપાટા વિંધવા પોલીસે કવાયત આદરી છે.
મળતી વિગતો મુજબ ગઈ મોડી રાત્રીના જેતપુરના ભાદરના સામા કાંઠા વિસ્તારમાં આવેલ શિયારામ નામના સાડી કારખાનામાં રહેતા કોળી
વિશાલ મનસુખભાઈ મકવાણા (ઉ.વ.15) ની ડેડબોડી પીએમ માટે અહીની સરકારી હોસ્પીટલમાં ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબોએ આ બારાની શહેર પોલીસને જાણ કરી હતી.
બીજીબાજુ સરકારી હોસ્પિટલ ના મેડીકલ ઓફિસર ડોક્ટર કૌશિક ધીરજલાલ ઢોલરીયાએ વિશાલના મૃતદેહનું પીએમ કરી વિશેરા લઇ વિશેષ ચકાસણી માટે રાજકોટ મેડીકલ કોલેજ તરફ મોકલ્યા છે. હોસ્પિટલ મેદાનમાં વીજ શોક લાગવાથી વિશાલનું મોત થયાની ચર્ચાઓ બાબતે પૂછપરછ દરમિયાન ડો.ઢોલરીયાએ જણાવેલ કે વિશાલનું મોત વીજશોક થી તો થયુજ નથી પણ તેના મોતનું ચોક્કસ કારણ જાણવા વિશેરા રાજકોટ મોકલાયા હોય, પીએમ રીપોર્ટમાં ડેથ ઓફ કોઝ આવી જશે.
આ બાબતે જે હોય તે પણ ભેદભરમના આટાપાટા સર્જનાર આ બનાવને ભોમાં ભંડારી દેવાની કવાયાતોને ફગાવી પોલીસે ધોરણસરની તપાસ હાથ ધરી છે.
કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812
જેતપુરના દેરડી રોડ પરથી માનવ જેવું
કંકાલ મળી આવતા ચકચાર
જેતપુર તા.22
આજે સાંજે જેતપુરના દેરડી રોડ પરથી એક માનવ જેવું જણાતું માનવ કંકાલ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ કંકાલ કબજે કરી તેના પ્રુથકરણની વિધિ હાથ ધરી છે.
શહેરભરમાં ચકચાર જગાડનાર બનાવની મળતી વિગતો મુજબ જેતપુરના દેરડી રોડ પાંજરાપોળની ઘાંસની વીડીમાં માનવ ખોપડી પડી હોવાની જાણ પરથી ઇન્ચાર્જ પીઆઈ સંઘાણી સહિતનો પોલીસ કાફલો દેરડી રોડ પર દોડી જતા એક ખોપડી અને છુટા છુટા અસ્થીઓ મળી આવતા પોલીસે તે કબજે લઇ જેતપુરની સરકારી હોસ્પીટલે લઇ ગયા હતા. જ્યાંથી ફરજ પરના તબીબી સુત્રોએ આ અસ્થીઓ ખરેખર માનવના છે કે કેમ ? તેની ચકાસણી માટે રાજકોટ ફોરેન્સિક લેબોરેટરી તરફ મોકલ્યા છે. હાલ માનવ જેવા જણાતાં કંકાલની તપાસ ફોજદાર જાડેજાએ હાથ ધરી છે.
કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812






















































