અનુયાયીઓ

રવિવાર, 22 માર્ચ, 2015

જેતપુરના દેરડી રોડ પરથી માનવ જેવું કંકાલ મળી આવતા ચકચાર પૂર્ણ



જેતપુરના સાડી કારખાનામાં ભેદી રીતે કિશોરના મોતથી ચકચાર 

જેતપુર તા.22

ગઈ કાલે જેતપુરના એક સાડી કારખાનામાં મોતને ભેટેલા એક કિશોરના બનાવે સર્જેલા ભેદભરમના આટાપાટા વિંધવા પોલીસે કવાયત આદરી છે.

 મળતી વિગતો મુજબ ગઈ મોડી રાત્રીના જેતપુરના ભાદરના સામા કાંઠા વિસ્તારમાં આવેલ શિયારામ નામના સાડી કારખાનામાં રહેતા કોળી 

વિશાલ  મનસુખભાઈ મકવાણા (..15) ની ડેડબોડી પીએમ માટે અહીની સરકારી હોસ્પીટલમાં ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબોએ   બારાની  શહેર પોલીસને જાણ કરી હતી.

બીજીબાજુ સરકારી હોસ્પિટલ ના મેડીકલ ઓફિસર ડોક્ટર કૌશિક ધીરજલાલ ઢોલરીયાએ વિશાલના મૃતદેહનું પીએમ કરી વિશેરા લઇ વિશેષ ચકાસણી માટે રાજકોટ મેડીકલ કોલેજ તરફ મોકલ્યા છે. હોસ્પિટલ મેદાનમાં વીજ શોક લાગવાથી વિશાલનું મોત થયાની ચર્ચાઓ બાબતે પૂછપરછ દરમિયાન ડો.ઢોલરીયાએ જણાવેલ કે વિશાલનું મોત વીજશોક થી તો થયુજ નથી પણ તેના મોતનું ચોક્કસ કારણ જાણવા વિશેરા રાજકોટ મોકલાયા હોય, પીએમ રીપોર્ટમાં ડેથ ઓફ કોઝ આવી જશે

બાબતે જે હોય  તે પણ ભેદભરમના આટાપાટા સર્જનાર બનાવને ભોમાં ભંડારી દેવાની કવાયાતોને ફગાવી પોલીસે ધોરણસરની તપાસ હાથ ધરી છે.  

કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812

 

 

જેતપુરના દેરડી રોડ પરથી માનવ જેવું 

કંકાલ મળી આવતા ચકચાર 

જેતપુર તા.22

આજે સાંજે જેતપુરના દેરડી રોડ પરથી એક માનવ જેવું જણાતું માનવ કંકાલ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે કંકાલ કબજે કરી તેના પ્રુથકરણની વિધિ હાથ ધરી છે.

શહેરભરમાં ચકચાર  જગાડનાર બનાવની મળતી વિગતો મુજબ જેતપુરના દેરડી રોડ  પાંજરાપોળની ઘાંસની વીડીમાં માનવ ખોપડી પડી હોવાની જાણ પરથી ઇન્ચાર્જ પીઆઈ સંઘાણી સહિતનો પોલીસ કાફલો દેરડી રોડ પર દોડી જતા એક ખોપડી અને છુટા છુટા અસ્થીઓ મળી આવતા પોલીસે તે કબજે લઇ જેતપુરની સરકારી હોસ્પીટલે લઇ ગયા  હતા. જ્યાંથી ફરજ પરના તબીબી સુત્રોએ અસ્થીઓ ખરેખર માનવના છે કે કેમ ? તેની ચકાસણી માટે રાજકોટ ફોરેન્સિક લેબોરેટરી તરફ મોકલ્યા છે. હાલ  માનવ જેવા જણાતાં કંકાલની તપાસ  ફોજદાર જાડેજાએ હાથ ધરી છે.  

કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812

 

 

 

 

 

જેતપુરમાં BAPS સત્સંગ મંડળના 60 સ્વયં સેવકોએ એસટી બસસ્ટેન્ડ સાફ કર્યું

સરકારના સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થવા 
જેતપુરમાં BAPS સત્સંગ મંડળના 60 
સ્વયં સેવકોએ એસટી બસસ્ટેન્ડ સાફ કર્યું 
જેતપુર તા.22
આજે જેતપુર શહેરના એસટી બસ સ્ટેન્ડમાં  બીએપીએસ સત્સંગ મંડળ દ્વારા સાફસફાઈ અભિયાન હાથ ધરાયું હતું.
સવારના 9 વાગ્યે ગોંડલથી પધારેલા અમૃતચરણદાસ  સ્વામી તથા સત્સંગપ્રિયદાસ સ્વામી સહિતના હરી ભક્તોએ એસટી ડેપો સુત્રોની હાજરીમાં સ્વચ્છતા અભિયાન પ્રોજેક્ટનું દીપ પ્રાગટ્ય કર્યું હતું. ત્યારબાદ બીએપીએસ સ્વામીનારાયણ મંદિર જેતપુરના 60 હરિભક્તો-સ્વયંસેવકો આખા બસસ્ટેન્ડને પાણીથી ધોઈ, પાન-પિચકારીના ડાઘો ઘસી ઘસીને કાઢી ખરા અર્થમાં વાંકુ વળીને કે પેન્ટના પાઈશા બેવડા વાળવામાં જરા પણ નાનપ અનુભવ્યા વગર સુંદર સ્વચ્છતા હાથ ધરી હતી.
કશ્યપ જે. જોશી   જેતપુર જેતલસર 9974262812


શનિવાર, 21 માર્ચ, 2015

AVSAAN NONDH JETPUR KASHYAP JOSHI JETPUR JETALSAR અવસાન નોંધ : જેતપુર :

અવસાન નોંધ : જેતપુર : 
જેતપુર: રતિલાલ ભગવાનજીભાઈ માત્રાવાડીયા (ઉ.વ.72) તે ઉમેશભાઈ (નિવૃત હેડ ક્લાર્ક-પાલિકા જેતપુર), નિર્મલાબેન જીવાણી(અમરેલી)ના વડીલબંધુ, રાકેશભાઈ, પારસભાઈ,વિમલભાઈ, જીગ્નેશભાઈ,મીતેશભાઇ(આકાશ એજન્સી), જ્યોતિબેન જીવાણી(જુનાગઢ) તથા જયશ્રીબેન અભાણી(રાજકોટ)ના પિતા તા.21 ના રોજ અવસાન પામ્યા છે.ઉઠમણું તા.23 ને સોમવારે સાંજે 4 થી 6, નવી લોહાણા મહાજન વાડી, નવાગઢ સ્ટેશન રોડ, જેતપુર ખાતે રાખેલ છે.

જેતપુર: વરિયા વૈષ્ણવ પ્રજાપતિ સવજીભાઈ મનજીભાઈ નળીયાપરા(ઉ.વ.82) તે ભરતભાઈ, મનહરભાઈ, કિશોરભાઈ, પ્રવીણભાઈ તથા રમેશભાઈના પિતા તા.23 ના રોજ અવસાન પામેલ છે.બેસણું તા.23 ને સોમવારે સાંજે 4 થી 6, બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, લાખાવાળા દરબારગઢ, જેતપુર ખાતે રાખેલ છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર - 9974262812



[New post] જેતપુર શહેરના આજના વિવિધ સમાચારો TODAY’S NEWS VERITES OF JETPUR CITY आज की अलग अलग जेतपुर शहर की खबरें

 જેતપુર શહેરના આજના વિવિધ સમાચારો TODAY'S NEWS VERITES OF JETPUR CITY आज की अलग अलग जेतपुर शहर की खबरें



kjoc posted: "જેતપુર સોશ્યલ બ્લડ ડોનર ગ્રુપ દ્વારા આગામી ગુરુવારે ---------------------------------------------------------------------- જેતપુરના સ્મશાનઘાટમાં પૂર્ણ રીતે ભરાયેલ અસ્થી કુંભને વિદાયમાન કાર્યક્રમ અને પ્રાર્થનાસભાનું આયોજન ----------------------------"
Respond to this post by replying above this line

New post on AAO HUM SUB MILE

જેતપુર શહેરના આજના વિવિધ સમાચારો TODAY'S NEWS VERITES OF JETPUR CITY आज की अलग अलग जेतपुर शहर की खबरें

by kjoc

જેતપુર સોશ્યલ બ્લડ ડોનર ગ્રુપ દ્વારા આગામી ગુરુવારે
----------------------------------------------------------------------
જેતપુરના સ્મશાનઘાટમાં પૂર્ણ રીતે ભરાયેલ અસ્થી કુંભને
વિદાયમાન કાર્યક્રમ અને પ્રાર્થનાસભાનું આયોજન
------------------------------------------------------------------------
જેતપુર તા.21
કોઈ પણ જાતના ફંડ ફાળા વગર જેતપુરમાં અનેકવિધ અવિરિત સેવાઓ કરતી સંસ્થા જેતપુર સોશ્યલ બ્લડ ડોનર ગ્રુપ ટ્રસ્ટ દ્વારા અહીના મુખ્ય સ્મશાનઘટમાં એક અસ્થીકુંભ મુકાયો છે. જેમાં મૃતકોના અસ્થીઓ પધરાવાય છે. આ કુંભ પૂર્ણ ભરાય જાય એટલે તેનું વિસર્જન દર વખતે હરિદ્વાર ખાતે વિધિવત કરાય છે.
પણ આ પહેલા અસ્થીકુંભને વિદાયમાન આપવાનો અને સદગતના આત્માઓની શાંતિ માટે પ્રાર્થનાસભા પણ યોજવામાં આવે છે. વર્ષો થયા કરાતી આવી સેવાનો સિલસિલો ચાલુ રાખી સંસ્થાના દેવકુભાઈ બાબરિયા અને ગીરીશભાઈ રાજગોરના સાથ સહકાર વચ્ચે આગામી તા.26.3. ને ગુરુવારે, રાત્રે 8 કલાકે, કણકિયા પ્લોટ માં આવેલ શ્રી કનકેશ્વર મહાદેવ મંદિર ખાતે અસ્થિકુંભ વિદાય અને પ્રાર્થનાસભાનું આયોજન કરાયું છે.
જેમાં મૃતકોના સ્વજનોને આશીર્વચન આપવા જીથુડી હનુમાનજીના મહંત પ.પુ.108 શ્રી રામદયાલદાસજી બાપુ, નવા રણુજા ગોલીડાના મહંત શ્રી કરશનદાસબાપુ તથા વાસુકી મંદિર મોણપરના પુ.ગીતાબા ખાસ હાજર રહેશે. પ્રવિણ અદાના હસ્તે થનાર અસ્થિ કુંભ પૂજન વિધિ સહિતના આ ધાર્મિક કાર્યક્રમોમાં ધર્મપ્રેમી જનતાને હાજર રહેવા સંસ્થાએ અનુરોધ કર્યો છે.

જેતલસર પંથકના ડેડરવા ગામે આજથી ટેનીસ ક્રિકેટ ટુર્ના.નો પ્રારંભ
જેતલસર તા.21…..જેતલસર પંથકના ડેડરવા ગામે સૌ પ્રથમ વખત આજે તા.22.3. થી ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે. ગામના યુવા ગ્રુપ દ્વારા યોજાનાર આ ટુર્નામેન્ટમાં 25-30 ટીમો એકબીજા વચ્ચે ટકરાશે, વિજેતા અને રનર્સઅપ ટીમોને રોકડ પુરુસ્કાર તેમજ મેન ઓફ ધી મેચ અને સીરીઝને ટ્રોફી એનાયત કરાશે. નાનકડા એવા ગામમાં શેરી-ગલીના ક્રિકેટને ટુર્નામેન્ટમાં ફેરવનાર ડેડરવાના યુવાનો મોટેરાઓમાં પ્રસંશાપાત્ર બન્યા છે.

અમરનગર ગામે મહાવીર ભગવાનની જન્મ જયંતી ધામધૂમથી ઉજવાશે
જેતલસર તા.21
આગામી તા.2.4.2015 ના રોજ તાલુકાના અમરનગર ગામે જૈન દેરાસરમાં મહાવીર ભગવાનની જન્મ જયંતી ધામધુમથી ઉજવાશે. આ દિવસે સવારથીજ દર્શનાર્થે મંદિર ખૂલ્લુ મુકાશે. તેમજ દર્શનાર્થીઓને દેવળકીવાળા બટુકભાઈ એમ.મહેતા દ્વારા પ્રભાવના આપવામાં આવનાર હોય, નાત જાતના ભેદભાવ વગર ધર્મપ્રેમી જનતાએ આ ઉત્સવનો લાભ લેવા જણાવાયું છે.

વાલી મંડળ જેતપુરના હોદેદારો
જેતપુર તા.21
તાજેતરમાં જેતપુરમાં રચાયેલ જેતપુર નવાગઢ શહેર વાલી મંડળના મુખ્ય હોદાઓ ઉપર હોદેદારોની નિમણુંકો કરાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે યોગેન્દ્રસિંહ ગોહિલ, ઉપપ્રમુખોમાં મહમદભાઈ સાંઘ અને કાળાભાઈ ચાવડા, સેક્રેટરી તરીકે જીતેન્દ્ર લાડવા, જોઈન્ટ સેક્રેટરી તરીકે જતીન દેગડા, શૈલેશ સાવલિયા(ખજાનચી) અને સહ ખજાનચી તરીકે વિનોદ જોશી ની નીમણુંકો કરાઈ હોવાનું જણાવાયું છે.
(કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812)

kjoc | March 21, 2015 at 1:46 pm | Categories: Uncategorized | URL: http://wp.me/pt3KD-1M

Comment    See all comments    Like

Unsubscribe to no longer receive posts from AAO HUM SUB MILE.
Change your email settings at Manage Subscriptions.

Trouble clicking? Copy and paste this URL into your browser:
https://kjoc.wordpress.com/2015/03/21/%e0%aa%9c%e0%ab%87%e0%aa%a4%e0%aa%aa%e0%ab%81%e0%aa%b0-%e0%aa%b6%e0%aa%b9%e0%ab%87%e0%aa%b0%e0%aa%a8%e0%aa%be-%e0%aa%86%e0%aa%9c%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%b5%e0%aa%bf%e0%aa%a7/

Thanks for flying with WordPress.com


KASHYAP JOSHI JETALSAR

વાલી મંડળ જેતપુરના હોદેદારો 

જેતપુર તા.21

તાજેતરમાં જેતપુરમાં રચાયેલ જેતપુર નવાગઢ શહેર વાલી મંડળના મુખ્ય હોદાઓ ઉપર હોદેદારોની નિમણુંકો કરાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે યોગેન્દ્રસિંહ ગોહિલ, ઉપપ્રમુખોમાં મહમદભાઈ સાંઘ અને ચાવડા, સેક્રેટરી તરીકે જીતેન્દ્ર લાડવા, જોઈન્ટ સેક્રેટરી તરીકે જતીન દેગડા,  શૈલેશ સાવલિયા(ખજાનચી) અને સહ ખજાનચી તરીકે વિનોદ જોશી ની નીમણુંકો કરાઈ હોવાનું જણાવાયું છે.

કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812

JETASLAR NEWS : KARSHYAP JOSHI JETALSAR

અમરનગર ગામે મહાવીર ભગવાનની 
જન્મ જયંતી ધામધૂમથી ઉજવાશે
જેતલસર તા.21
આગામી તા.2.4.2015 ના રોજ તાલુકાના અમરનગર ગામે જૈન દેરાસરમાં મહાવીર ભગવાનની જન્મ જયંતી ધામધુમથી ઉજવાશે.  આ દિવસે સવારથીજ દર્શનાર્થે મંદિર ખૂલ્લુ મુકાશે. તેમજ દર્શનાર્થીઓને દેવળકીવાળા બટુકભાઈ એમ.મહેતા દ્વારા પ્રભાવના આપવામાં આવનાર હોય, નાત જાતના ભેદભાવ વગર ધર્મપ્રેમી જનતાએ આ ઉત્સવનો લાભ લેવા જણાવાયું છે.કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812

JETALSAR NEWS : KASHYAP JOSHI JETALSAR 9974262812

જેતલસર પંથકના ડેડરવા ગામે 
આજથી ટેનીસ ક્રિકેટ ટુર્ના.નો પ્રારંભ 
જેતલસર તા.21
જેતલસર પંથકના ડેડરવા ગામે સૌ પ્રથમ વખત આજે તા.22.3. થી ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે. ગામના યુવા ગ્રુપ દ્વારા યોજાનાર આ ટુર્નામેન્ટમાં 25-30 ટીમો એકબીજા વચ્ચે ટકરાશે, વિજેતા અને રનર્સઅપ ટીમોને રોકડ પુરુસ્કાર તેમજ મેન ઓફ ધી મેચ અને સીરીઝને ટ્રોફી એનાયત કરાશે. નાનકડા એવા ગામમાં શેરી-ગલીના ક્રિકેટને ટુર્નામેન્ટમાં ફેરવનાર ડેડરવાના યુવાનો મોટેરાઓમાં પ્રસંશાપાત્ર બન્યા છે.
કશ્યપ જોશી જેતલસર 9974262812

જેતપુરના સ્મશાનઘાટમાં પૂર્ણ રીતે ભરાયેલ અસ્થી કુંભને વિદાયમાન કાર્યક્રમ અને પ્રાર્થનાસભાનું આયોજન

જેતપુર સોશ્યલ બ્લડ ડોનર ગ્રુપ દ્વારા આગામી ગુરુવારે 
જેતપુરના સ્મશાનઘાટમાં પૂર્ણ રીતે ભરાયેલ અસ્થી કુંભને 
વિદાયમાન કાર્યક્રમ અને પ્રાર્થનાસભાનું આયોજન 
જેતપુર તા.21
કોઈ પણ જાતના ફંડ ફાળા વગર જેતપુરમાં અનેકવિધ અવિરિત સેવાઓ કરતી સંસ્થા જેતપુર સોશ્યલ બ્લડ ડોનર ગ્રુપ ટ્રસ્ટ દ્વારા અહીના મુખ્ય સ્મશાનઘટમાં એક અસ્થીકુંભ મુકાયો છે. જેમાં મૃતકોના અસ્થીઓ પધરાવાય છે. આ કુંભ પૂર્ણ ભરાય જાય એટલે તેનું વિસર્જન દર વખતે હરિદ્વાર ખાતે વિધિવત કરાય છે.
પણ આ પહેલા અસ્થીકુંભને વિદાયમાન આપવાનો અને સદગતના આત્માઓની શાંતિ માટે પ્રાર્થનાસભા પણ યોજવામાં આવે છે. વર્ષો થયા કરાતી આવી સેવાનો સિલસિલો ચાલુ રાખી સંસ્થાના દેવકુભાઈ બાબરિયા અને ગીરીશભાઈ રાજગોરના સાથ સહકાર વચ્ચે આગામી તા.26.3. ને ગુરુવારે, રાત્રે 8 કલાકે, કણકિયા પ્લોટ માં આવેલ શ્રી કનકેશ્વર મહાદેવ મંદિર ખાતે અસ્થિકુંભ વિદાય અને પ્રાર્થનાસભાનું આયોજન કરાયું છે. 
જેમાં મૃતકોના સ્વજનોને આશીર્વચન આપવા જીથુડી હનુમાનજીના મહંત પ.પુ.108 શ્રી રામદયાલદાસજી બાપુ, નવા રણુજા ગોલીડાના મહંત શ્રી કરશનદાસબાપુ તથા વાસુકી મંદિર મોણપરના પુ.ગીતાબા ખાસ હાજર રહેશે. પ્રવિણ અદાના હસ્તે થનાર અસ્થિ કુંભ પૂજન વિધિ સહિતના આ ધાર્મિક કાર્યક્રમોમાં ધર્મપ્રેમી જનતાને હાજર રહેવા સંસ્થાએ અનુરોધ કર્યો છે.

                 (કશ્યપ જે.જોશી જેતપુર જેતલસર 9974262812)

ગુરુવાર, 19 માર્ચ, 2015

મામલતદાર-શાશનાધિકારીને આવેદનો અપાયા, માર મારનાર શાળા સંચાલકોને સજા કરવા માંગ



નવાગઢની ખાનગી શાળામાં બાળકીઓને માર મારવાની ઘટનાને ન્યાય અપાવવા જેતપુરમાં વાલી મંડળની રચના થઇ.
મામલતદાર-શાશનાધિકારીને આવેદનો અપાયા, 
માર મારનાર શાળા સંચાલકોને સજા કરવા માંગ 
જેતપુર તા.19
જેતપુરના નવાગઢમાં ખાનગી સ્કુલ નવજીવનના સંચાલકોએ બે બાળકીઓને ફી બાબતે માર માર્યાની ઘટનાના પડઘા હજુ શમ્યા નથી. સંચાલકોની દાદાગીરી અને વાલીઓને ખોટા પાડવાના શાળા સંચાલકોના સંબંધિતોને આવેદનો અપાયા બાદ આ બાબતે વાલીઓની વહારે આવવા આજે જેતપુરમાં એક વાળી મંડળની રચના કરવામાં આવી હતી, અને આશરે 500 જેટલા વાલીઓને આજે સ્થાનિક મામલતદાર તેમજ શાશનાધિકારી કચેરીએ દોડી જઈ  આવેદનો આપી બાળકીઓને ફટકારનાર શાળા સંચાલકો સામે શિક્ષાત્મક પગલા ભરવા બુલંદ માંગ કરી હતી.
જેતપુરના ચર્ચાસ્પદ કિસ્સાની મળતી વિગતો મુજબ જેતપુરના નાવાગધમાં રહેતા માધ્યમ વર્ગની ધોરણ 5 ની બે છાત્રાઓ રૂપલ અને તરન્નુમ ને નવજીવન શાળા સંચાલક કલ્પેશ કોઠારીએ સ્કેલ તેમજ ધુમ્બા મારી ત્રાસ ગુજાર્યાની મોડે મોડેથી પોલીસ ફરિયાદ થતા કહેવાય છે કે આ શાળાના સંચાલકો સામે પોલીસે અટકાયતી પગલા ભર્યા હતા.
બીજીબાજુ શાળા સંચાલક મંડળના સંચાલકોએ પણ વાલીઓ ખોટા છે અને બાળકીઓને કોઈ માર મારવામાં આવ્યો નથી તે મતલબના સંબંધિતોને આવેદનો આપતા આ વાત વાલીઓને દબાવવા જેવી જણાતા જેતપુરમાં રાતોરાત એક વાળી મંડળની રચના કરવામાં આવી છે અને આજે આ મંડળના યોગેન્દ્રસિંહ ગોહિલ, મહમદભાઈ સાંધ, કાળાભાઈ ચાવડા, જીતેન્દ્ર લાડવા, જતીન દેગડા, શૈલેશ સાવલિયા, વિનોદ જોશી, વિગેરેની આગેવાની તળે 500 વાલીઓએ મામલતદાર અને શાશનાધીકારીને લેખિતમાં આવેદનો આપી નાવાગઢની શાળા સંચાલકો સામે પગલા ભરવા માંગો દોહરાવી હતી.

બોક્સ: વાલીઓ જાગૃત થયા છે, શાળા સંચાલકો જાગી જાય !!
જેતપુર: આજે વાળી મંડળ ના નેજા હેઠળ લાગતા વળગતાઓને આવેદનો આપી વાલી મંડળે જણાવેલ કે વાલીઓ જાગી ગયા છે, બેફામ ફી લૂટતા શાળા સંચાલકો હવે જાગી જાય, બે ત્રણ દિવસ પહેલાજ એક વાહન ચાલકને વાલીઓએ પોતાની બાળકીઓ સાથે અડપલા કરવાની વાતમાં લમધાર્યો હતો, પણ પોલીસ ફરિયાદ નાં થતા આ વાત અભેરાઈ પર ચડાવી દેવાઈ છે.  એટલુજ નહિ શાળા સંચાલકો પણ પોતાની શાળાના બાળકોને લઇ મૂકી આવતા વાહન ચાલકોની પુરેપુરી શાળામાં માહિતી રાખે તે ઇચ્છનીય છે.

કશ્યપ જે.જોશી જેતલસર જેતપુર 9974262812

JETPURNA VIVIDH SAMACHARO KASHYAP JOSHI JETPUR JETALSAR- 9974262812

JETPURNA VIVIDH SAMACHARO KASHYAP JOSHI JETPUR JETALSAR- 9974262812