LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
ગુરુવાર, 19 માર્ચ, 2015
મામલતદાર-શાશનાધિકારીને આવેદનો અપાયા, માર મારનાર શાળા સંચાલકોને સજા કરવા માંગ
બુધવાર, 18 માર્ચ, 2015
LOCAL NEWS BY KASHYAP JOSHI JETPUR JETALSAR
શિવરાજગઢ ગામે તિથી મહોત્સવ
જેતપુર તા.18
ગોંડલના શિવરાજગઢ ગામે આવેલ જસાબાપાની દેરીએ તા.20.3 અને 21.3 એમ 2 દિવસ તિથી મહોત્સવ ઉજવાશે. આ જગ્યાએ તા.20 ની રાત્રીએ સંતવાણી અને મહાપ્રસાદ તેમજ તા.21 ના રોજ શોભાયાત્રા વિગેરે કાર્યક્રમોના આયોજનો કરાયા હોય, ભટ્ટી પરિવારજનોએ લાભ લેવા સ્ટેશનવાવડી(જેતપુર)ના રોહિતભાઈ ભટ્ટીએ અનુરોધ કર્યો છે.
જેતપુરમાં સ્વાઈનફ્લુ
પ્રતિકારક ઉકાળાનું વિતરણ
જેતપુર તા.18
જેતપુરમાં સ્ટુડંટ યુનિયન દ્વારા લગાતાર 3 દિવસ સુધી અમરનગર રોડ, આલ્ફા સ્કુલ, બોસમીયા કોલેજ, દેસાઈવાડી, ગોપાવાડી,શંકર દેરી-ખોડપરા, રામનાથ મંદિર વિગેરે જગ્યાઓ પર સ્વાઈનફ્લુ પ્રતિકારક ઉકાળાનું વિતરણ કરાયું હતું, તેમજ અમુક જરૂરીયાતમંદ વિસ્તારોમાં વિનામૂલ્યે માસ્ક પણ વિતરણ કરાયા હતા.આવી સેવામાં છાત્ર સંગઠનના ધવલ પંડ્યા, રવિ વઘાસીયા, મયુર સરવૈયા, નીરવ કોઠારી, ચિરાગ દોમડીયા, અમિત વઘાસીયા, દીપક નારિયા વી. ભારે જહેમત ઉઠાવી હતી.
જેતપુરના જુના પાંચ પીપળા રોડ પરથી ગંદકીનું સામ્રાજ્ય હટાવવા માંગ...
જેતપુર તા.18
જેતપુરના જુના પાંચ પીપળા રોડ પર પ્રજાપતિ જ્ઞાતિની વાડી સામેનો એક ખુલ્લો પ્લોટ ગંદકીનું કેન્દ્ર બન્યો છે. અહી કચરા-ગંદકીના સામ્રાજ્યથી લોકો ત્રાસી ગયા છે. બેસુમાર ગંદકીયુક્ત કચરાના ભરાવાને કારણે રેઢીયાર ઢોરનો પણ જમેલો થાય છે. આ પ્લોટ નજીકની પ્રજા-લત્તાવાસીઓ કોઈ ભયંકર રોગચાળામાં પટકાઈ તે પહેલાજ પાલિકા તંત્ર આ ગંદકી દુર કરાવે તેવું ચિરાગ અગ્રાવત સહિતના સેવાભાવી યુવાનો જણાવે છે
મંગળવાર, 17 માર્ચ, 2015
જેતલસરના એસટી કંડકટરનું વૃક્ષ સાથે અથડાતા મોત
મારા શહીદ પુત્રનું જેતલસરમાં સ્મારક નહિ બનાવાય તો મારો જીવ અવગતીએ જશે !!
સોમવાર, 16 માર્ચ, 2015
જેતપુરમાં વીજ કંપનીના અધિકારીની બઢતી સાથે બદલી
રવિવાર, 15 માર્ચ, 2015
આઈસ્ક્રીમ-શીખંડના પૈસા આપવાના હતા પણ તસ્કરો ઉસેડી ગયા
જેતલસર પંથકના બાવાપીપળિયા ગામે
દુકાનમાંથી રોકડ રૂ.30000 ની ચોરી
જેતલસર તા.15
જેતલસર પંથકના બાવાપીપળિયા ગામે ગત મોડી રાત્રીના એક દુકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂપિયા 30 હજાર રોકડની ચોરી કરી ગયાની જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
બનાવની મળતી વિગતો મુજબ જેતલસર પંથકના બાવાપીપળિયા ગામે ગઈકાલે માતાજીનો માંડવો હોય ગામના ભરતગીરી હીરાગીરી ગોસ્વામી નામના વેપારીએ પોતાની ઠંડા પીણાંની દુકાનમાં શીખંડ અને આઈસ્ક્રીમ મંગાવ્યો હતો. આ ખાદ્ય વસ્તુઓના પૈસા સંબંધિત વેપારીને આપવાના હતા. પણ વેપારી પૈસા લેવા ના આવતા ભરતગીરીએ એક પ્લાસ્ટીકની થેલીમાં રૂપિયા 30 હજાર રાખી, દુકાનમાં મૂકી ઘરે ચાલ્યા ગયા હતા. પણ સવારે આવીને જોતા દુકાનના નળિયા ઉંચકાવી કોઈ હરામખોર તસ્કરો આ રોકડ રકમની થેલી ચોરી કરી લઇ જતા આ બારાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા ફોજદાર રઘુભાઈ કરમટિયાએ હાથ ધરી છે.
કશ્યપ જોશી જેતલસર 9974262812
સાડી કારખાનામાં મજુરી કરતા અને સવારે કારખાનાનું પરચુરણ કામ કરવા નીકળેલા
જેતપુરમાં ટ્રકની ઠોકરે બે પરપ્રાંતીય યુવાનોના મોત
અજાણ્યા સાઈકલ ચાલકને બચાવવા કાવો માર્યો ને બંનેએ જીંદગી ગુમાવી !
જેતપુર તા.15
જેતપુરમાં આજે સવારે એક કારખાનાનું પરચુરણ કામ કરવા નીકળેલા બે પરપ્રાંતીય યુવાનોએ એક જિંદગીને બચાવવા જીવ ગુમાવ્યા હોવાની ઘટનાથી નઝારે જોનારોમાં અરેરાટી ઉપજી હતી.
જે પોષતું તે મારતું જેવી બનેલી ઘટનાની મળતી વિગતો મુજબ જેતપુરના ધોરાજી રોડ પર વીજ કંપનીની કચેરી પાછળ આવેલ યમુના પ્રિન્ટ નામના સાડી કારખાનાના સાદી છાપવાનું મજુરી કામ કરતાઆત્મારામ શિવપૂજન જયસ્વાલ (ઉ.વ.20) તથા શૈયદઅલી અસગરઅલી(ઉ.વ.20) એમ બંને સાડી છાપકામના કારીગરો સાડી એકમના શેઠનું જીજે3 બી.જી.8537 નંબરના મોટર સાઈકલ પર નવાગઢ ખાતે જુના કારખાનેથી પરચુરણ કામ પતાવી પરત ફરતા હતા ત્યારે નાઝાવાલા પરા ચોકડી, જગદીશના બંગલા પાસે રોડ ઉપર એક અજાણ્યો સાઈકલ સવાર વચ્ચે પડતા તેમને બચાવવા ઉપરોક્ત બાઈકસવારોએ કાવો મારતા, પાછળ જ આવતા જીજે3 એ ઝેડ 1770 નંબરના ટ્રકની ઠોકરે ચડ્યા બાદ તે જ ટ્રકના તોતિંગ વ્હિલ તળે ચકાદાઈ જતા બંનેના ઘટના સ્થળેજ કરુણ મોત થયા હતા. એકની જીંદગી બચાવવા ગયેલા બે કારીગરોએ જીવ ગુમાવ્યાના
બનાવની જાણ થતાજ શહેર પોલીસના પીઆઈ વી.એમ. ગોહિલ સ્ટાફ સાથે દોડી જઈ, જામ થી ગયેલા ટ્રાફિકને પૂર્વવત કરાવી મૃતકોની લાશને પીએમ માટે સરકારી હોસ્પીટલે ખસેડી હતી.
બનાવની મૃતક આત્મારામ શિવપૂજન જયસ્વાલ ના ભાઈ પીન્ટુ શિવપૂજનની ફરિયાદ પરથી શહેર પોલીસે ટ્રક ચાલક સામે આઈપીસી 279,304-અ,એમવીએકટ 177,184 વી મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
કશ્યપ જોશી જેતલસર 9974262812























































