અનુયાયીઓ

બુધવાર, 4 માર્ચ, 2015

જીવનસંગીની સાથે છુટાછેડા થતા પાંચપીપળાના યુવાનનો આપઘાત

જીવનસંગીની સાથે છુટાછેડા થતા 
પાંચપીપળાના યુવાનનો આપઘાત 
જેતપુર તા.4
જેતપુરના પાંચપીપળા ગામે પત્ની સાથેના છુટાછેડાથી દુઃખી પટેલ યુવાને ઝેરી દવા પીને જીવન ટૂંકાવી નાખ્યાની ઘટનાથી ગામના પટેલ સમાજમાં શોક ફેલાયો છે.
મળતી વિગતો મુજબ તાલુકા પાંચપીપળા ગામના પોલરા મહેશ બાબુભાઈ(ઉ.વ.27) એ આજથી ચારેક દિવસ પહેલા તેમની વાડીયે ઝેરી દવાના ઘૂંટડા પોતાના ગળા નીચે ઉતારી દિતા મહેશને ગંભીર હાલતમાં ખાનગી દવાખાને ખસેડેલ. જ્યાં આજે સારવાર દરમિયાન તેમનું મોત થયાનું જેતપુર તાલુકા પોલીસમાં જાહેર કરાયું હતું. બનાવના તપાસનીસ જમાદાર મજનુંભાઈ મનાતે જણાવેલ કે થોડા માસ પહેલાજ મહેશના પત્ની સાથે છૂટાછેડા થયા ત્યારથી મનોમન દુખી રહેતો હોવાની તેમના પરિવારજનોની કેફિયત પરથી મહેશની આત્મહત્યાનું કારણ આ હોય શકે તેવું પોલીસે પ્રાથમિક માની આગળની તપાસ હાથ ધરી છે.


ચારણસમઢીયાળાની સગીરાને ભગાડી જનાર યુવાન પકડાયો 
જોકે પોલીસ કહે છે કે સગીરાને બે વર્ષની પુત્રી હોય હવે તેની પુખ્ત છે !!
જેતપુર તા.5
જેતપુરના ચારણસમઢીયાળા ગામની બાવાજી સગીરાને ભગાડી જનાર વડિયાના યુવાનને જેતપુર તાલુકા પોલીસે ઝડપી લીધો હતો.
બનાવની મળતી હકીકતો મુજબ ગઈ તા.17.1.2011 ના રોજ જેતપુરના ચારણસમઢીયાળા ગામેથી એક બાવાજી સગીરાનું લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે કોઈ અપહરણ કરી ગયાની જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી.
પોલીસ આ સમયથી અપહરણ કરનાર યુવાનની શોધમાં હતી. પણ યુવાન નહિ પણ તેની ઓળખ મળી હતી કે બાવાજી સગીરાને ભગાડી જનાર અમરેલી જીલ્લાના વડીયા ગામનો દલસુખ પ્રેમજી મકવાણા હતો.
દરમિયાન જેતપુર તાલુકા ફોજદાર આર.એન.કરમટીયાને દલસુખ વડિયા ચાર વર્ષ પછી આવ્યો હોવાની બાતમી મળતા સ્ટાફને સાથે રાખી ગઈકાલે સગીરા સાથે દલાને પકડી પાડ્યો હતો. પણ પોલીસ જેવા ઉત્સાહ સાથે વડિયા દોડી હતી તેવો ઉત્સાહ નાં રહ્યોની વાત સાંભળવા મળી હતી.

બોક્સ: હું પુખ્ત છું, પતિ સાથેજ જવા માંગુ છું : યુવતી 
જેતપુર : વડીયાના યુવાનને જયારે જેતપુર તાલુકા પોલીસે પકડ્યો ત્યારે તેમની સાથે 2 વર્ષની પુત્રીને લઈને ચારણસમઢીયાળાની યુવતી પણ હતી. પોલીસ મથકે આવીને આ બાવાજી યુવતીએ જણાવેલ કે હું બે વર્ષની દીકરીની માતા અને પુખ્ત થઇ ગઈ છું. હવે હું મારા જીવનના નિર્ણય લેવા પરિપક્વ હોઉં, હું પતિ(દલસુખ મકવાણા) સાથે જ રહેવા માંગુ છું.  ત્યારે પોલીસે આ બંનેના નિવેદનો નોંધી ધોરણસરની વિધિ આટોપી હતી.

KASHYAP JOSHI JETPUR - JETALSAR - 9974262812


જેતલસરમાં ભેંસે ભારે કરી ! ગાંડી થયેલી ભેંસે અનેકને ઢીકે ચડાવ્યા ! એક યુવાન તો જીવ બચાવવા થાંભલે ચડી ગ્યો !!

જેતલસરમાં ભેંસે ભારે કરી !
ગાંડી થયેલી ભેંસે અનેકને ઢીકે ચડાવ્યા !?
એક યુવાન તો જીવ બચાવવા થાંભલે ચડી ગ્યો !!
(કશ્યપ જોશી ) જેતલસર તા.4
છેલ્લા એક સપ્તાહ થયા જેતલસર - સાંકળીની સીમમાં ગાંડી થયેલી એક ભેંસે અનેકને ઢીકે ચડાવ્યા હોવાની વાતથી આ બંને ગામોની પ્રજામાં રમુજ-દુઃખ સાથે ભય ફેલાયો છે.
આ બાબતે મળતી વિગતો મુજબ જેતલસર અને સાંકળી ગામની સીમમાં ગાંડી થયેલી એક ભેંસ છેલ્લા એક સપ્તાહ થયા સીમ ઉપરાંત ગામમાં આવી ચડી દેખ્યા માણસ કે વાહન પાછળ દોડી ભૂરાંટી બનતી હોય લોકો ભયના ઓથાર તળે આવી ગયાના અહેવાલો મળે છે. તો મનસુખ પટેલ નામના જેતલસરના એક યુવાનને ભેંસે બરાબરની ભીંસમાં લઇ ઢીકે ચડાવી, ઘાયલ કરી, કપડા ફાડી નાખતા કહેવાય છે આ ભાઈ માંડ માંડ બચ્યા ! 
તો ગામનાજ એક  અશ્વિન પટેલ નામના યુવાન પાછળ ગાંડી ભેંસ પડતા આ યુવાને જીવ બચાવવા વીજ થાંભલો ચડી જઈ હાશકારો મેળવ્યો હતો.
દુઃખની વાત બતાવતા જેતલસરના પશુપાલકો કહે છે કે ભેંસને હડકવા નથી ઉપાડ્યો, પણ માણસની જેમ પાગલ-ગાંડી થઇ જતા તે ગમે તેની પાછળ પડી ભારે ભયજનક સ્થિતિ પેદા કરી રહી છે. 
અચરજની વાત એ છે કે છેલ્લા એકાદ સપ્તાહ થયા જેતલસર-સાંકળીની સીમ અને ગામ વિસ્તારોને ધમરોળતી આ ભેસ કોઈને મળતી નથી, અને કોઈનાથી પકડાતી નથી, ભેસના બન્ને શીંગડા કાપી નાખેલી અવસ્થામાં જોવા મળે છે. એટલુજ નહિ આ ભેંસનું કોઈ માલિક પણ ના થતું હોય, હવે જંગલખાતું જ જેતલસર-સાંકળીની પ્રજાને બચાવી શકે તેવું ગામના બુજુર્ગો કહે છે.

બોક્સ: ભેંસની ઢીકે ઘણા ચડ્યા, પણ કોઈ બોલતું નથી !!
જેતલસર : એક રીતે જોઈએ ભેંસ ગાંડી થયાની વાતે જેતલસર સહીત પંથકના ગામોમાં રમુજ પણ ફેલાવી છે અને ભય પણ ફેલાવ્યો છે.
તેવીજ રીતે આ ગાંડી ભેસે ઘણાને ઢીકે ચડાવ્યા છે પણ શરમના માર્યા કોઈ વિગતો આપતા ના હોય કે ઢીકે ચડ્યા હોવાનું સ્વીકારતા નાં હોય આ વાત ટોક ઓફ ધી જેતલસર વિલેજ બની છે. આ બાબતે જે હોય તે પણ સંબંધિત પશુ તબીબો કે જંગલખાતે આ ભેંસને શોધી કાઢી, જરૂરી સારવાર આપી ભેંસની ગાંડપણની સ્થિતિ અને માણસોની ભયાવહ હાલત સુધારવી જોઈએ..
કશ્યપ જે.જોશી જેતલસર (જેતપુર) 9974262812

 

જેતપુર બ્રહ્મસમાજના જીવનસાથી પસંદગી મેળાનું આયોજન 
જેતલસર તા.4
સમસ્ત અને યુવા બ્રહ્મસમાજ દ્વારા આગામી 5.4.2015 ના રોજ બ્રહ્મસમાજના જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરાયું છે. જોડવા ઈચ્છતા યુવક યુવતીના વાલીઓએ તા.8-3-2015 સુધીમાં ફોર્મ ભરી પરત કરી જવા સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ કાળુભાઈ જોશી, યુવા પાંખના પ્રમુખ અલ્પેશ વ્યાસ(84013 55555),  હિતેશભાઈ રાવલ, પ્રોજેક્ટ ચેરમેન આશિષ પંડયા( 94294 84711) તથા યુવા મંત્રી નીલેશ જોશી(97233 51471)વિગેરે એ જણાવ્યું છે
કશ્યપ જે.જોશી જેતલસર 
99742 62812

લંડનની ઓક્સફર્ડ યુનિવર્સીટીના




પેઢલાની ધવલ સ્કુલમાં લંડનની ઓક્સફર્ડ યુનિવર્સીટીના 
પ્રોફેસર ડવાયરે ગ્લોબલ એજ્યુકેશનનું માર્ગદર્શન આપ્યું
સ્વયં શિસ્તથીજ સફળતા વરે : સ્વામી સુતપ્રજ્ઞજી  
જેતલસરતા.4
જેતપુરના પેઢલા ગામે આવેલ ધવલ ઇન્ટરનેશનલ સ્કુલમાં તાજેતરમાં લંડનની ઓક્સફર્ડ યુનિ.ના ડિન ડો. ગ્રેહામ ડવાયરે મુલાકાત લઇ શાળાના વિદ્યાર્થીઓને ગ્લોબલ એજ્યુકેશનનું અસરકારક માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ ભૂત-પ્રેત ની દુનિયા વિષે થીસીસ ઓક્સફર્ડ યુનિ.માં પીએચડી કર્યું હોય, ભૂત-પ્રેતના અસ્તિત્વની ગેરમાન્યતાઓ દુર કરતા ઉપસ્થિત છાત્રો અને શાળાપરિવારનો સ્ટાફ ભારે પ્રભાવિત થયો હતો.
તો તેઓની સાથે રાજકોટથી આવેલા પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશનના સુતપ્રજ્ઞજી સ્વામીએ જણાવેલ કે સ્વયં શિસ્તથી જ સફળતાના શિખરો સર કરી શકાય. સ્વામીજીએ શિસ્ત કેવું હોવું જોઈએ ? શિસ્ત કેમ પાળવું ? જીવનમાં શિસ્ત શું ફાયદો કરે ? વિગેરે બાબતે 400 જેટલા છાત્રોને સચોટ માર્ગદર્શન આપતા કેમ્પસના ડાઈરેક્ટર દિનેશભાઈ ભુવા, સ્ટાફના શિક્ષકો કાપડિયા અને અભિષેકભાઈ સહિતનો સ્ટાફ ખુશ થયો હતો. ડોક્ટર ડવાયરે ઓક્સફર્ડ યુનિ.માં કેમ્પસના વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશનલ સેમીનાર કરવા અને પ્લેસમેન્ટ માટે મદદરૂપ થવા જણાવ્યું હોવાનું દિનેશ ભુવાએ જણાવ્યું હતું..

કશ્યપ જે.જોશી જેતલસર જેતપુર 
9974262812

મંગળવાર, 3 માર્ચ, 2015

લોકચર્ચા - 3-3-2015


જેતલસરના રેલકર્મીનો ગળાફાંસો ખાઈ આપઘાત

મમ્મી-પપ્પા મને માફ કરજો, હું તમોને સુખેથી સાચવી ના શક્યો ! સ્યુસાઈડ નોટ..
જેતલસરના રેલકર્મીનો ગળાફાંસો ખાઈ આપઘાત
આર્થિક ભીંસથી પગલું ભર્યાનું પોલીસનું પ્રાથમિક તારણ, તપાસનો દૌર ચાલુ કરતી પોલીસ  

જેતલસર  તા.3   કશ્યપ જોશી દ્વારા 
આજે જેતપુરના જેતલસર જંકશન ખાતે એક યુવાન રેલ કર્મચારીએ પોતાની ફરજવાળી રેલવેની ઓરડીમાજ ગળાફાંસો ખાઈ મોત મીઠું  કરી લીધાની ઘટનાથી રેલવેબેડામાં શોકની લાગણી સાથે અરેરાટી વ્યાપી હતી.
બનાવની મળતી વિગતો મુજબ જુનાગઢના સાબલપુર ગામે રહેતા અને જેતલસર જંકશન ખાતે રહેતા અપરણિત રેલવે કર્મચારી (ગેઇટમેન)  અજય સવજીભાઈ રાઠોડ નામના યુવાને પોતે જ્યાં ફરજ બજાવે છે તે સી-64 નંબરની (જુનાગઢ અરિયામાં આવતી) ફાટકની ઓરડીમાં પંખા સાથે દોરડું બાંધી, આજે સવારે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધાની સ્ટેશન માસ્તર મનોજભાઈ મકવાણાએ તાલુકા પોલીસમાં જાણ કરી હતી.
દરમિયાન તાલુકા ફોજદાર કરમટીયા ની સુચનાથી જમાદાર મજનુંભાઈ, ઘનશ્યામ વીરડા, જયવીરસિંહ રાણા વેગેરે ઘટના સ્થળે દોડી જઈ મૃતકની પંખા સાથે લટકતી લાશ ઉતારી પીએમ માટે જેતપુરની સરકારી દવાખાને ખસેડી હતી.
દરમિયાન જેતપુર તાલુકા પોલીસ અને આરપીએફના વિક્રમભાઈ હુદડ વિગેરેને કહેવા મુજબ પોલીસના હાથમાં એક સ્યુસાઈડનોટ આવી હોય, તે અંગે તથ્ય જાણવા તેમજ તેમાં બતાવાયેલા નામોવાળા શખ્શો સુધી પહોંચવા પોલીસે કવાયત આદરી છે. સ્યુસાઈડનોટમાં જણાવ્યા અનુસાર અજય રાઠોડે આર્થિક ભીંસમાં આવી જઈ આત્મહત્યાનું પગલું ભર્યાનું પ્રાથમિક તારણ રજુ કરી પોલીસે તપાસનો દૌર ચાલુ કર્યો છે.

બોક્સ: સ્યુસાઈડનોટમાં અજયની વેદના !
જેતલસર: રેલવેની ઓરડીમાં આત્મહત્યા કરનાર અજય રાઠોડની લાશની અંગજડતી દરિમયાન પોલીસના હાથમાં આવેલી એક સ્યુસાઈડ રૂપ ચિટ્ઠીમાં અજયએ વેદનાસભર શબ્દોમાં લખ્યું છે કે મમ્મી, પપ્પા, અને ભાઈ વિજય મને માફ કરશો, હું તમોને સુખેથી સાચવી ના શક્યો, વિજય મમ્મીને સાચવજે, પપ્પાને રમવાની નાં પાડજે, ભાઈ વિજય ગાડી દોલતપરામાં ગીરવે પડી છે. રૂપિયા 20,000  આપવાના છે, ગાડીની બૂક કાસમે મુકાવી છે, તેમને રૂપિયા 15,000 આપજે એટલે ગાડીની બુક આપશે, તમારો છોકરો આજે તમો બધાને મુકીને જાય છે, ખુદખુશી કરું છું, જિંદગીથી !!

બોક્સ: જેતલસરના ભીખુભાઈ નિવૃત થયાને અજય હાજર થયો !
જેતલસર: બનાવની એક કરુણતા એ સાંભળવા મળી કે થોડા દિવશો પહેલાજ જેતલસરના ભીખુભાઈ શામજીભાઈ ડોબરિયા નામના રેલકર્મચારી(ગેઇટમેન) એ પણ જે સ્થળે ફરજ બજાવી નિવૃત્તિ લીધી તે જ સ્થળે સી-64 નંબરની ફાટકની ઓરડીમાં આજે વહેલી સવારે સાબલપુરના અજયે સ્વમેળે જીવન ટૂંકાવી નાખ્યાની ઘટના બની જતા જેતલસરના રેલવે બેડામાં પણ શોક વ્યાપ્યો છે.

કશ્યપ જે.જોશી જેતલસર(જેતપુર) 99742 62812

 


સોમવાર, 2 માર્ચ, 2015

જેતલસર જેતપુરના વિવિધ સમાચારો કશ્યપ જોશી-જેતલસર )




મંડલીક્પુર-સાંકળી બાઈપાસ રોડમાં સર્જાયેલા ખાડાથી વાહનચાલકો ત્રસ્ત 
જેતલસર તા.2
   જેતલસર નજીકના મંડલીકપૂર-સાંકળી બાઈપાસ રોડમાં પડી ગયેલા મોટા મોટા ખાડાથી વાહન ચાલકો ત્રાસી ગયા છે.
આ બાબતે સંજય રૈયાણી નામના યુવાને ફરિયાદ કરી છે કે મંડલીકપૂર-સાંકળી બાઈપાસ રોડ બન્યો તેને લાંબો સમય થયો નથી, છતાં આ રોડ ફાટી ગયો છે.
   તેમજ રોડ પરના મોટા ખાડાથી અકસ્માત સર્જાવાની દહેશત ઉભી થઇ રહી છે. કારણ રાત્રીના આ ખાડા દેખાતા ના હોય, નાના વાહન ચાલકો ભફાંગ કરતા ખાડામાં ફસાઈને ગબડી રહ્યા છે.
   સરકારી તંત્રે આ રોડ ઉપર ડામરના થીગડા માર્યા છે પણ આનાથી રોડ વધારે ખરાબ થયો હોય, સંબંધિતો આ રોડ ની તાકીદે હાલત સુધારે તેવી માંગ કરાઈ છે.

જેતલસરના રેલ્વે કર્મચારીને ભાવનગરમાં વિદાયમાન અપાયું 
જેતલસર તા.2
જેતલસર ગામના રહીશ  અને રેલ્વેમાં ગેઇટમેન તરીકે નોકરી કરતા ભીખુભાઈ શામજીભાઈ ડોબરિયા તાજેતરમાં વય મર્યાદાને કારણે નિવૃત થયા હતા. જેઓને ભાવનગર ખાતે ડી.આર.એમ. જ્યોતીપ્રકાશ પાંડે સહિતના રેલ અધિકારીઓની હાજરીમાં હારતોરા કરી, શાલ ઓઢાડી વિદાયમાન અપાયું હતું. (ફોટો લાઈન : કશ્યપ જોશી-જેતલસર )


સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના આગેવાનોનો મત..
સૌરાષ્ટ્રને વધુ એક વખત અન્યાયની પરંપરાનો અહેસાસ કરાવતું રેલવે બજેટ !
વર્ષોજૂની અમરેલી જીલ્લાની બ્રોડગેજ માંગણી જૈસે થે ! સૌરાષ્ટ્ર-અમરેલી જિલ્લાને ન્યાય અપાવવા ગુજરાત સ્થાપના દિન 1લી મે થી સૌરાષ્ટ્ર વિકાસ પરિષદ છેડશે આંદોલન 

જેતપુર તા.2
તાજેતરમાં ભારત સરકારે રજુ કરેલા રેલ બજેટમાં સૌરાષ્ટ્ર સાથેના અન્યાયની પરંપરા ચાલુ રહી હોય, સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના પ્રમુખ દિનેશ વિઠલાણી, મંત્રી ગુણવંત ધોરડા સહિતના આગેવાનોએ આ વાતનો રોષ વ્યક્ત કરી આગામી 1.5.2015 ને ગુજરાતના સ્થાપના દિવસથી આંદોલનાત્મક કાર્યક્રમો શરુ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
આ એ સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના આગેવાનોનું કહેવું છે કે રેલ્વે ભાડા યથાવત રાખ્યા તે વાત આવકાર્ય છે પણ નુર ભાડામાં 2 થી 10 ટકાનો વધારો સૌ માટે અસહ્ય બની રહેશે. અમરેલી જીલ્લાનું વડું મથક અમરેલી હોવા છતાં જીલ્લાભરની પ્રજા સાથે રેલ પ્રશાશને ઓરમાયું વર્તન દાખવ્યું હોય તેમ આ વર્ષના બજેટમાં અમરેલીની કોઈ વાત કે પ્રશ્ન નાં ફાળવાતા સૌરાષ્ટ્ર વિકાસ પરિષદ આ વાતનો વિરોધ વ્યક્ત કરી વખોડે છે.
તો સૌરાષ્ટ્ર વિકાસ પરિષદની લાંબી માંગણી મુજબ સુરેન્દ્રનગર - વિરમગામ વચ્ચે રૂપિયા 80 કરોડ ફાળવતા આ વાતને આવકારી આ કામો તાકીદે શરુ કરવાની માંગ દોહરાવાઈ છે.
સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના મંત્રી ગુણવંતભાઈ ધોરડાએ એક આનંદ વ્યક્ત કરી જણાવેલ કે ઢસા-જેતલસર ગેઇજ પરિવર્તન કરવાની સૌરાષ્ટ્ર વિકાસ પરિષદની લાંબા સમયની માંગણી સ્વીકારી  રેલ તંત્રે આ માટે રૂપિયા 80 કરોડ ફાળવતા એસ.વી.પી.ના આગેવાનોની મહેનત લેખે લાગી છે.

બોક્સ: સૌરાષ્ટ્રને આટલો ન્યાય આપો...
જેતપુર: સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, જુનાગઢ, વેરાવળ અને પોરબંદરને લાંબા અંતરની ટ્રેઇનો તાકીદે આપવાની માંગ સાથે દિનેશભાઈ  અને ગુણવંતભાઈ જણાવે છે કે 20 હજાર કિમીની નવી લાઈનો પાથરવાનો સરકારનો નિર્ણય આવકારદાયક છે. પણ 100-150 વર્ષ પહેલા રાજા રજવાડાઓમાં ચાલતી મોટાભાગની ટ્રેઇનો બંધ કરી દેવાઈ હોય, તે ચાલુ કરાય તો સૌરાષ્ટ્ર સાથેના અન્યાયની માત્રામાં થોડો ઘટાડો થશે.

બોક્સ: તો 1 લી મે  થી છેડાશે આંદોલન !
જેતપુર: સૈરાષ્ટ્ર તેમજ ખાસ કરીને અમરેલી જીલ્લા સાથે રેલ તંત્રનું ઓરમાયું વર્તન હોય, ન્યાય માટે સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના પ્રમુખ દિનેશભાઈ વિઠ્ઠલાણી, મંત્રી ગુણવંતભાઈ ધોરડા(જેતપુર), યશવંત જનાણી(રાજકોટ), મહામંત્રી દિલશા શેખ(અમરેલી), સૌ.વી.પ.ના અમરેલીના પ્રમુખ ભીખુભાઈ અગ્રાવત, ડોલરભાઈ દવે(કુંકાવાવ) સહિતના આગેવાનો અને અગ્રણીઓએ ગુજરાત સ્થાપના દિવસ એટલેકે 1.5.2015 થી ઉગ્ર આંદોલનના મંડાણની ચીમકી ઉચ્ચારી છે.
કશ્યપ જોશી-જેતલસર )






શનિવાર, 28 ફેબ્રુઆરી, 2015

જેતપુરના ચારણ Oસમઢીયાળા ગામે આજે રામદેવપીરનો પાટોત્સવ

જેતપુરના ચારણ સમઢીયાળા ગામે 
આજે રામદેવપીરનો પાટોત્સવ 
જેતપુર તા.28
જેતપુર તાલુકાના ચારણસમઢીયાળાં ગામે આજે તા.1.3.ના રોજ સમસ્ત દલિત સમાજના યુવાનો દ્વારા શ્રી રામદેવજી મહારાજશ્રીનો પાટોત્સવ તેમજ રાત્રીના સંતવાણીનું આયોજન કરાયું છે.
કશ્યપ જે.જોશી  જેતપુર 
JETALSAR 


જેતપુરની ખાનગી શાળાનો વાર્ષિકોત્સવ રદ કરાવતું મામલતદાર-પોલીસ તંત્ર

સ્વાઈનફ્લુ રોગને કાબુમાં લેવાના ભાગરૂપે 
જેતપુરની ખાનગી શાળાનો વાર્ષિકોત્સવ 
રદ કરાવતું મામલતદાર-પોલીસ તંત્ર
જેતપુર તા.28
જેતપુરમાં આજે રાત્રે યોજાનાર એક ખાનગી શાળાના વાર્ષિકોત્સવ કાર્યક્રમ પર મામલતદાર-પોલીસ તંત્રએ બ્રેક મરાવી વાયુવેગે ફેલાતા સ્વાઈનફ્લુ રોગચાળાને મહદઅંશે રોકવા સંગીન પ્રયાશ કર્યાની વિગતો મળી હતી.
આ બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર જેતપુરની ખાનગી શાળા અંકુર નો આજે રાત્રે સરદાર ચોકના એક પ્લોટમાં વાર્ષિકોત્સવ  યોજાનાર હતો. 
બીજીબાજુ રાજકોટ શહેરમાં  સ્વાઈનફ્લુ રોગને બને તેટલો રોકવા 144 ની કલમ અમલી બનાવાઈ હોય, સરકારી તંત્રો ઉંધે માથે આ માટે સજાગ થઇ રહ્યા છે. ત્યારે જેતપુરમાં ઉક્ત શાળાના વાર્ષિકોત્સવ કે જેમાં વિદ્યાર્થી બાળકો અને વાલીઓ મળી 5-6 હજાર જન સમુદાય ભેગો થનાર હોય, જો આ કાર્યક્રમ થાય તો સ્વાઈનફ્લ્લું રોગ મહત્વનો ભાગ ભજવે તેમ હોવાની દહેશત સાથે સ્થાનિક જાગૃત માણસોએ મામલતદાર, સીટી પીઆઈ , રાજકોટ ખાતે એસપી સહિતના સંબંધિતોને આજે સવારથીજ ટેલીફોનિક તેમજ ફેક્સ મારફતે   રજુઆતો-ફરિયાદ કરતા, જેઓ જેઓને રજુઆતો કરાઈ હતી તે તમામેં  પોલીસ અને મામલતદારસુત્રોએ શાળા સંચાલકોને જરૂરી સુચના અને આદેશો આપી શાળાનો કાર્યક્રમ રદ કરાવ્યો હતો.
જાગૃત વાલીઓએ એક એવો પણ રોષ વ્યક્ત કરેલ કે શાળા સંચાલકોએ માનવતા દાખવીને જ તેમનો કાર્યક્રમ બંધ રાખવાનું મુનાશીબ માન્યું હોત તો શાળા પ્રત્યે લોક્ચાહ્નામાં વધારો થવા પામત..

કશ્યપ જોશી જેતપુર જેતલસર KKU 
99742 62812

જાહેર શૌચાલયમાં મુસાફરો પાસેથી યુરિનના 2-2 રૂપિયા લેવાતા હોવાની રાવ

જેતપુરના એસ.ટી. બસ્ટેન્ડ સ્થિત 
જાહેર શૌચાલયમાં મુસાફરો પાસેથી યુરિનના 2-2 રૂપિયા લેવાતા હોવાની રાવ 
યુરીનલની દીવાલ પર લગાડાયેલ રૂપિયા ના લેવાતા હોવાનું બોર્ડ નિરર્થક !
જેતપુર તા.28
જેતપુર ના એસ.ટી. બસસ્ટેન્ડમાં ઉભા કરાયેલ શૌચાલયમાં યુરીનલમાં બેઠેલ માણસ મહિલા વર્ગ પાસેથી 2-2 રૂપિયા પડાવતો હોવાની મુસાફર આલમમાં ફરિયાદ ઉઠી છે.
આ બાબતે બાંટવા દેવળીના એક આધેડ મહિલાએ સ્થાનિક અખબારનવેશોને કેમેરા સામે ફરિયાદ કરતા જણાવેલ કે એક બાજુ જેતપુરના એસટી બસસ્ટેન્ડમાં ઉભી કરાયેલ જાહેર શૌચાલયમાં યુરીનલનો લાભ લેતા મહિલા વર્ગ પાસેથી રૂપિયા 2-2 વસુલે છે. જયારે તે જ શૌચાલયની દીવાલ પર એક સુચના આપતું બોર્ડ લગાવ્યું છે કે યુરિનનો એક પણ રૂપિયો કોઈની પાસેથી લેવામાં આવતો નથી.
આ બાબતે સંબંધીતોને ફરિયાદ કરાય છે તો કહેવાય છે કે સુચના આપી દેશું, પણ આ ફરિયાદનો હજુ નિકાલ ના થયો હોવાની મુસાફર આલમમાં બુમરાણ સાંભળવા મળી છે. સમજુ મહિલા વર્ગે ત્યાં સુધી કહ્યું કે ટોઇલેટના લેવાતા પૈસા બાબતે કોઈ ફરિયાદ નથી, પણ યુરિનના પૈસા લેતા તો બંધ થાવ !!
ત્યારે એસટીસુત્રો આવી નઝીવી રાવનો તાકીદે નિવેડો લાવી મહિલા મુસાફરવર્ગ  પાસેથી વસુલાતા પૈસા તાકીદે બંધ કરાવે તેવી માંગ ઉઠી છે.
કશ્યપ જે.જોશી - જેતપુર - જેતલસર - 99742 62812

મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2015

2 મહિનાની સજા ફટકારતી જેતપુરની કોર્ટ

જેતપુરમાં 9 વર્ષ પહેલા પોલીસ સ્ટેશનમાં ફરજમાં પીએસઓને 
રુકાવટ કરનાર યુવાનને 2 મહિનાની સજા ફટકારતી જેતપુરની કોર્ટ 
જેતલસર(જેતપુર) તા.24
જેતપુરના શહેર પોલીસ સ્ટેશનમાં આજથી નવ વર્ષ પહેલા ફરજ પરના પીએસઓ સાથે બોલાચાલી કરી ફરજમાં રુકાવટ પેદા કરનાર જેતપુરના એક રબારી યુવાનને આજે જેતપુરની કોર્ટે 2 મહિનાની સજા અને રૂપિયા 500 દંડ કર્યાનું સરકારી વકીલ પંચાલે જણાવ્યું હતું..
પ્રાપ્ત વિગતો મુજબ જેતપુરમાં ચાપરાજની બારી વિસ્તારમાં રહેતા પરેશ રબારી નામના યુવાને ગઈ તા.30-3-2005 ના રોજ શહેર પોલીસ થાણામાં ઘુસી જઈ, મને પેન આપો, મારે લીંબાસીયા સાહેબનો નંબર જોઈએ છે, તેવું પીએસઓ ફતેહસિંહ પ્રતાપસિંહ ગઢવીને જણાવતા, પીએસઓએ ના પાડતા પરેશે બોલાચાલી કરી, પીએસઓને ગાળો આપી ધમકી આપી હતી કે ગોંદરા વિસ્તારમાં આવજે તને જોઈ લઈશ.
દરીમિયાન પોલીસે ઉપરોક્ત યુવાન સામે ગુના રજી.નં. 3103/2005 થી આઈપીસી કલમ 186, 189, 504 તથા બીપીએકટની કલમ 110, 117 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજીબાજુ તપાસનીસ પોલીસ અધિકારીએ પૂરતા પુરાવા સાથે ચાર્જશીટ રજુ કરતા જ્યુડી.મેજી.ફ.ક.ની કોર્ટમાં આ કેશ ચાલ્યો  દરમિયાન સરકારી વકીલ ડી.બી.પંચાલની ધારદાર દલીલોને ધ્યાને લઇ જજ એ.ડી.રાજપૂતે યુવાનને તકસીરવાન ઠેરવી 186 ના ગુનામાં 2 મહિનાની સાદી કેદ અને રૂ,500 નો દંડ ફટકાર્યો હોવાનું સરકારી વકીલ પંચાલે જણાવેલ..

બોક્સ : આ ગુનામાં કોઈને સજા થઇ નથી 
જેતલસર(જેતપુર) : સરકારી વકીલ પંચાલે જણાવેલ કે ફરજમાં રુકાવટની ફરિયાદ/ ગુનામાં લાંબા સમય થયા કોઈ કોર્ટમાં કોઈને સજા થઇ હોવાનું સાંભળવા મળ્યું નથી. ત્યારે સરકારી કર્મચારીઓ પર રોફ જમાવી સમયાંતરે સીનસપાટા કરતા શખ્શોને ભાન થાય તેવા આજના જેતપુરની કોર્ટના ચુકાદાથી આવા ગુના કરનારાઓમાં ફફડાટ ફેલાયેલ છે.

કશ્યપ જોશી જેતપુર જેતલસર 99742 62812

જેતલસરના કોળી યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત




જેતલસરના કોળી યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત  
જેતલસર તા.24
જેતલસરના ગાયત્રી નગરમાં રહેતા કિશોર રવજી મકવાણા નામના 30 વર્ષીય કોળી યુવાને આજે કોઈ અગમ્યો કારણોસર સીમની એક વાડીમાં વૃક્ષ સાથે દોરડું બાંધી, ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાની તાલુકા પોલીસમાં જાણ કરાઈ છે. પોલીસે જણાવેલ કે મૃતક યુવાન થોડા સમય પહેલાજ મોણપર ગામેથી જેતલસર રહેવા આવ્યો હતો. તે પરિણીત છે. અને તેમની પત્ની રીસામણે હોવાની વિગતો મળી છે. પણ તેમને આં પગલું શા માટે ભર્યું તેની જાણકારી મેળવાઈ રહી છે.

કશ્યપ જોશી જેતલસર 99742 62812

રહેણાંક મકાનો પાસેની ગંદકી દુર કરવા ગામની શેરીએ શેરીએ સાદ પડાવ્યો !!!

આખરે ડેડરવાનું પંચાયત તંત્ર જાગ્યું ખરું !
રહેણાંક મકાનો પાસેની ગંદકી દુર કરવા 
ગામની શેરીએ શેરીએ સાદ પડાવ્યો !!!
જેતલસર તા.24
જેતલસર પંથકના ડેડરવા ગામે ગંદકીએ અજગર ભરડો લીધો હોય તેમ ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્યને દુર કરવાના અખબારી અહેવાલો બાદ સ્થાનિક પંચાયત તંત્ર જાગ્યું હોવાની વિગતો મળી છે.
બાબતે આજે જાગૃત માણસોએ રૂબરૂ તેમજ ટેલીફોનીક સંપર્ક દ્વારા જણાવેલ કે ડેડરવામાં ઠેર ઠેર ગંદકી પાછળ ગામના માણસો કે લત્તાવાસીઓ જ જવાબદાર હોય, તેમજ સ્વચ્છતાની શરૂઆત આપણાજ આંગણેથી કરીએ તેવા વિચાર સાથે પંચાયત તંત્રએ એક માણસને શેરીએ શેરીએ અને લત્તાઓમાં મોકલી ગંદકી દુર કરવા તેમજ સ્વચ્છતા જાળવવાનો સાદ પડાવતા ગ્રામજનોને થોડી રાહત થઇ છે કે હાશ હવે ડેડરવામાંથી ગંદકી દુર થશે.
બીજીબાજુ જેતપુરના તાલુકા વિકાસ અધિકારી ઘેડાએ જણાવેલ કે ડેડરવામાં ગંદકીએ માઝા મૂકી હોવાની બધી વાત સાચી પણ જેઓને ગંદકી નડતી હોય અથવાતો ગંદકી દુર કરાવવા માંગતા જાગૃત માણસો પહેલા સ્થાનિક સરપંચને રજૂઆત કરે અને તેની એક નકલ તાલુકા વિકાસ અહીકારી(પોતાને) આપે એટલે આગળની કાર્યવાહી હાથ ધરી શકાય, ત્યારે ડેડરવાના જાગૃત માણસોએ એક અચરજ વ્યક્ત કર્યું હતું કે લોકશાહીની ચોથી જાગીર એવા અખબારોમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલોને પણ મુનાશીબ નાં માની ટીડીઓ પોતાને ફરિયાદની નકલ આપવાનો આગ્રહ રાખે ઈ તો સાલું નવાઈની વાત કહેવાય !!

બોક્સ : તાલુકા પંચાયત પ્રમુખ શું કહે છે ?
જેતલસર : જેતપુર તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન દિનકરભાઈ ગુંદણિયા એ જણાવેલ કે ડેડરવાની ગંદકીના સમાચારો અખબારોમાં પ્રકાશિત થતાજ ગામના સરપંચ તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન સહિતના લાગતા વળગતાઓને ગંદકી દુર કરાવવાના ઝડપી પ્રયાસો હાથ ધરાવવાની તાકીદ કરાઈ છે. નીતાબેને એવું પણ જણાવેલ કે સરપંચ એટલે ગામનો રાજા કહેવાય આવા સ્થાનિક પ્રશ્નો હલ કરાવવા સરપંચ ધારે તો કસુરવારો સામે નોટીસો જારી કરી કામગીરી કરી શકે.

કશ્યપ જે.જોશી જેતલસર-જેતપુર-9974262812

રવિવાર, 22 ફેબ્રુઆરી, 2015

જેતપુરના લુણાગરી ગામે જુગાર દરોડો રોકડ 8 હજાર સાથે 4 તાસપ્રેમી પકડાયા

જેતપુરના લુણાગરી ગામે જુગાર દરોડો 
રોકડ 8 હજાર સાથે 4 તાસપ્રેમી પકડાયા 
જેતપુર તા.22
જેતપુરના લુણાગરી ગામે જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમી પરથી તાલુકા પોલીસ જમાદાર મજનુંભાઈએ દરોડો પાડી  4 ને રોકડ રકમ રૂપિયા 8120/- સાથે ઝડપી લીધા હતા.
મળતી વિગતો મુજબ જેતપુરના લુણાગરી ગામે જાહેરમાં જુગાર રમતો હોવાની તાલુકા ફોજદાર રઘુભાઈ કરમટીયાને બાતમી મળતા તેઓની સુચનાથી જમાદાર મજનુભાઇ મનાતે જુગાર દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા મનુ ભૂરા ગઢવી, હરસુખ વલ્લભ સગર તથા લાભુબેન શામજીભાઈ મોરી(રહે.ત્રણેય લુણાગરી) તથા કનું બચું મકવાણા(રહે.પાંચ પીપળા) એમ ચારેયને રોકડ રકમ 8120/- સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી  હાથ ધરી હતી.

હિતેશ સાવલિયા જેતપુર 9898848584

જેતલસર પંથકમાં અનેકવિધ રીતે હાથ ધરાતી ગૌસેવા

રૂપાવટીના  યુવાને જન્મ દિવશે ગૌસેવા બતાવી 
જેતલસર પંથકમાં  અનેકવિધ રીતે હાથ ધરાતી ગૌસેવા 
જેતલસર તા.22
જેતલસર અને પંથકના ગામોમાં અનેકવિધ રીતે હાથ ધરાઈ રહેલી ગૌસેવા સૌમાં સરાહનીય બની છે.
આ બાબતે એવી વિગતો મળી કે કામધેનું ગૌ રક્ષક ગ્રુપના સદસ્ય અને ગૌ સેવા પ્રેમી ભાવેશ બાલધાએ તાજેતરમાં પોતાના જન્મ દિવશે અન્યોનું અનુકરણ કરવાને બદલે મોજશોખ પાછળ ખર્ચાનારી પાંચ હજાર જેવી  રકમની નીરણ, ચારો, ખોળ ખરીદી ગામની ગાયોને ખવડાવી ગૌસેવા બતાવી અન્યોને રાહ ચીંધ્યો હતો. ભાવેશે પોતાની ધાર્મિક લાગણી બતાવતા કહેલ કે આખું  વર્ષ થોડા પૈસા બચાવો અને પ્રતિ વર્ષ જન્મ દિવશે આ રકમથી ગૌસેવા કરવાનું સૌ ચાલુ કરે તો જીવન ધન્ય થઇ જાય.

ફોટો લાઈન : કશ્યપ જોશી જેતલસર 99742 62812


જેતલસરના ગાયત્રીનગરમાં ગંદકીયુક્ત ખાબોચિયાથી લત્તાવાસીઓ ત્રસ્ત

 પંચાયત તંત્ર પાણીનો નિકાલ કરાવે તે જરૂરી 
જેતલસરના ગાયત્રીનગરમાં ગંદકીયુક્ત 
ખાબોચિયાથી લત્તાવાસીઓ ત્રસ્ત 
જેતલસર તા.22
જેતલસરના ગાયત્રીનગરમાં એક જગ્યાએ ગંદકીયુકત પાણીના ભરાયેલા ખાબોચિયાથી લત્તાવાસીઓ ત્રાસી ગયા છે.
આ બાબતે પેઇન્ટર  અર્જુન  થાપલીયા સહિતના લોકોની ફરિયાદ છે કે જેતલસરમાં ડેડરવા રોડ પર આવેલ ગાયત્રીનગરમાં છેવાડાના  ભાગે આખા લત્તાનું ગંદકીયુક્ત પાણી જમા થતું હોય, આ ભયંકર બેસુમાર દુર્ગંધ ફેલાવતા ખાબોચિયાથી આજુબાજુના રહીશોને ભારે યાતના ભોગવવી પડે છે. આ બાબતે પંચાયત તંત્રને અવારનવાર ફરિયાદ કરાઈ હોવા છતાં કોઈ કામગીરી ના થતી હોવાનો લાત્તાવાસીઓનો આક્ષેપ છે.
 ત્યારે ખરાબ પાણીના ભરાવાથી સર્જાયેલ ગંદકીયુકત ખાબોચિયાને તાકીદે બુરાવી પંચાયતસુત્રો  પાણીના નિકાલની વ્યવસ્થા હાથ ધરી ફેલાતા રોગચાળાને અટકાવે તેવી અર્જુન થાપલીયા સહિતના લોકોની માંગ છે.

ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતલસર 99742 62812

અવસાન નોંધ.....22-2-2015 KASHYAP JOSHI JETALSAR JETPUR - 99742 62812

અવસાન નોંધ.....
જેતપુર : મૂળ જેતલસર હાલ  જેતપુર નિવાસી ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ સ્વ.ચંદુલાલ પ્રભાશંકરભાઈ પંડ્યાના પુત્રવધુ પુનમબેન(ઉ.વ.40) તે પરેશભાઈ પંડ્યાના પત્ની, મનીષભાઈ  તથા ડો.ધર્મેશ પંડ્યા(બોસમીયા કોલેજ)ના ભાભી તા.21 નારોજ અવસાન પામ્યા છે.બેસણું તા.23 ને સોમવારે, સાંજે સાંજે 4 થી 6, તેમના નિવાસસ્થાન રાજેશ્વરી સોસાઈટી, ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર સામે, જુનાગઢ રોડ, જેતપુર ખાતે રાખેલ છે.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
જેતપુર : જામનગર નિવાસી ઔદીચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્વ.જયંતીલાલ લાભશંકરભાઈ દવેની પુત્રી ચેતનાબેન(પુનમબેન)પરેશભાઈ પંડ્યા(જેતપુર -ઉ.વ.40) તે યોગેશભાઈ, દિનેશભાઈ( જીલ્લા પંચાયત) અને ચંદ્રેશભાઈના બહેન તેમજ સ્વ.યજ્ઞેશ્વરભાઈ, મહેશભાઈ મહેશભાઈ તથા મુકુન્દભાઈ દવેની ભત્રીજીનું તા.22 ના રોજ અવસાન થયેલ છે. પિયર પક્ષનું બેસણું તા.26 ને ગુરુવારે, સાંજે 5 થી 6, દુઃખ ભંજન મહાદેવ મંદિર, ઇન્દિરા ઇન્દિરા સોસાઈટી મેઈન રોડ, નવાગામ(ઘેડ), જામનગર મુકામે રાખેલ છે.
++++++++++++++++++++++++++++++++++++++++++++
જેતપુર : માખાવડ(તા.લોધિકા) નિવાસી  રવજીભાઈ  અરજણભાઈ રામાણીના પત્ની નંદુબેન(ઉ.વ.73) તે માવજીભાઈ, જેન્તીભાઈ, બાબુભાઈ, ચંદુભાઈ અને ભરતભાઈના માતા તા.20 ના રોજ અવસાન પામ્યા છે. બેસણું તા. 23 ને સોમવારે, તેમના નિવાસસ્થાન, માખાવડ ગામ ખાતે બપોરે 3-30 થી 5-30 રાખેલ છે.
++++++++++++++++++++++++++++++++++++++++++++++
કશ્યપ જે. જોશી  જેતલસર-જેતપુર 99742 62812


શનિવાર, 21 ફેબ્રુઆરી, 2015

my complaint about survey no.266/2. WHAT A GOOD GOVERNANCE!!!! INQUIRY PENDING LAST 6 YRS.
 
Add star
VIPUL SHASHIKANT DAVE - RTI ACTIVIST
<rajkotmetronews@gmail.com> Sat, Feb 21, 2015 at 9:25 AM
To: chiefsecretary <chiefsecretary@gujarat.gov.in>
Cc: collector-raj <collector-raj@gujarat.gov.in>
Bcc: "mahitab.singh" <mahitab.singh@nic.in>, Vice President of India <vpindia@sansad.nic.in>, presidentofindia <presidentofindia@rb.nic.in>, prisec-rajbhavan <prisec-rajbhavan@gujarat.gov.in>, pmosb <pmosb@nic.in>, Phulchhab <phulchhab@yahoo.com>, pd2464 <pd2464@gmail.com>, pa2min-rev <pa2min-rev@gujarat.gov.in>, "vpindia@nic.in" <vpindia@nic.in>, Times of India <vijaysinhp@gmail.com>
Reply | Reply to all | Forward | Print | Delete | Show original
TO,
CHIEFSECRETARY OF GUJARAT..
GUJARAT..

MY COMPLAINT AGAINST MR.SAKHIYA-NAYAB
MAMLATDAR-GONDAL.DIST.RAJKOT-GUJARAT CORRUPTION AND MALPRACTICES IN
REVENYU SURVEY NO.266/2, SHIVRAJGADH-GONDAL-RAJKOT-GUJARAT. SIR, I
VIPUL S. DAVE. -INDIA. MOB. 99241 90909/ ISSUE PENDING LAST 6
YRS.FIGHTING AGAINST COUREPTED GOVERNMENT SERVANTS. IN REVENYU DEPT.
GUJARAT. MAMLATDAR-OFFICE GONDAL,STAFF MR. SAKHIYA MAMLATDAR OFFICE-
STAFF.GONDAL.DIST.RAJKOT. GUJARAT. MR.KIRANKUMAR VRAJLAL,
GRAMSEVAK-GONDAL-DIST.RAJKOT, WITH EDHARA-MAMLATDAR-MR. SAKHIYA , AND
TALUKA POLICE-GONDAL. HAD COUREPTION AND FRAUD IN REGRANT AND
ILLEGALSELLING AGRICULTURE LAND IN REGRANT ENTRY ,SURVEY NO.266/2,
ENTRY NO. 1349,2045,2429, AS PER MAMLATDAR - GONDAL - OLD ORDER- ALL
REGRANT ENTRY IS WRONG AND INCOMPLETE , NOT PROPER IN ALL FAMILY
MEMBAR OFF LATE. SHREE SHANKAR B. DAVE-MAIN ONWER OF THIS AGRICULTURE
LAND AT. SHIVRAJGADH, TAL.GONDAL.-DIST.RAJKOT-GUJARAT. THAN HOW IT IS
POSSIBLE TO SELL , THIRD PARY BY NAYAB MAMLATDAR SAKHIYA ???  AND HE
HAD PUT A WRONG DOCUMENTS KIRAN V. DAVE TO ACTUAL REGRANT TIME , AND
FRAUD WITH GUJARAT GOVERNMENT. ALL REGRANT AGRICULTURE LAND IN REGRANT
ENTRY ,SURVEY NO.266/2, ENTRY NO. 1349,2045,2429, ENTRY IS WRONG, BUT
TILL DATE LAST 6 YRS. NO INQUIRY BY MAMLATDAR-GONDAL,S.D.M-GONDAL,
COLLECTOR-RAJKOT. AND HE KIRAN V. DAVE- GOVT.SERVANTS.RECEIVED A
BENEFIT OF THE FARMER, IN THE FAMILY MEMBAR OF LATE.SHREE SHANKAR
BECHAR DAVE. AND RECEIVE A WRONG TITLE OF "FARMER", SO PLS. TAKE
URGENT LEGAL PROPER INQUIRY /POLICE ACTION AGAINTS HIM. BECAUSE GONDAL
TALUKA POLICE IS NOT COMPLETE INQUIRY ABOUT HIS FRAUD.AND SAVE MY LIFE
FROM LAND MAFIYAS. PLS. TAKE PROPER ACTION. NOT GIVEN JUSTICE FROM
LAST 6 YRS...WHATS A GOOD GOVERNANCE???
--
From:-
VIPUL SHASHIKANT DAVE -
MANAGING EDITOR.
RAJKOT METRO NEWS.
R.N.I. NO. GUJ/GUJ/2014/59882-
Govt. of India. Ministry of Information & Brodcasting. new delhi-66
EDITOR- SHAILESHBHAI SAKARIA.
+91 76 98 545827
AND President:-
AASTHA - TRUST, RAJKOT-INDIA
TRUST REGISTRATION No.:-
E/10031/RAJKOT, 2015.
Charity Commissioner, Rajkot, Receipt No.: 29482 ,Govt. of India.

My WhatsApp No.:
9924190909

રસ્તા રોકતા અને પોષ્ટઓફીસ પાસેના ઉકરડા જૈસેથે !

જેતલસર પંથકના ડેડરવા ગામે 
રસ્તા રોકતા અને પોષ્ટઓફીસ પાસેના ઉકરડા જૈસેથે !
ગંદકીના અખબારી અહેવાલો પછી પણ પંચાયતસુત્રો ઘોર નિંદ્રામાં !
જેતલસર તા.21
જેતલસર પંથકના ડેડરવા ગામે ગંદકીએ માઝા મૂકી હોવાના અખબારી અહેવાલો પછી પણ ગંદકી દુર કરવાનો લેશમાત્ર પ્રયાશ ના થયો હોય, રસ્તા રોકતા, પોસ્ટઓફીસ તેમજ ગામના ઠેર ઠેર દેખાતા ઉકરડાઓ તાકીદે હટાવવા મૂંગા મોએ માંગો થઇ રહી છે.
આ બાબતે મળતી વિગતો મુજબ જેતલસર પંથકના ડેડરવા ગામે ગટરના ગંધાતા પાણી રોડ ઉપર ફેલાતા હોય તેમજ અનેક જગ્યાએ ગંદકીના થર જામ્યા હોય, તાકીદે ગંદકી હટાવવા અંગેના અખબારી અહેવાલો પ્રસિદ્ધ થયા હતા.
આવા અહેવાલોના એક અઠવાડીયા પછી પણ સ્થાનિક સત્તાધીસો નીમ્ભરતા સાબિત કરતા હોય તેમ જરા પણ ગંદકી હટાવવા પ્રયાશો ના થયા હોય ભયંકર રોગચાળાની દહેશત વચ્ચે જાગૃત લોકોમાં સત્તાધીસો પ્રત્યે રોશાગ્ની જોવા મળે છે.
બીજીબાજુ  દલીતવાસમાં જવાના રોડ પરજ અડધો રોડ દબાવી જમા થયેલો ઉકરડો તંત્ર હટાવવાનું નામ નથી લેતું તો ગામની પોસ્ટ ઓફીસ સામે ઉકરડો  અને  ગંધાતા ગટરના પાણી તાકીદે હટાવવાની પોસ્ટમાસ્તર ભરતભાઈ બોરિસાણીયાએ માંગ કરી છે.

બોક્સ: જેતપુરના તાલુકા વિકાસ અધિકારી ડેડરવાની મુલાકાત લેશે ?
જેતલસર: ડેડરવા ગામમાં ગંદકીના સામ્રાજ્યને હટાવવા સ્થાનિક સત્તાધીશો બિલકુલ નિષ્ફળ નીવડ્યા હોય, હવે જેતપુર તાલુકા વિકાસ અધિકારી ડેડરવા ગામની મુલાકાત લેશે ખરા ? તેવો જાગૃત લોકોનો પ્રશ્ન છે. તો જેતપુર તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન દિનકરભાઈ ગુંદણીયાએ જણાવેલ કે ડેડરવા ગામની ગંદકીની ફરિયાદ મળી છે અને અખબારી અહેવાલો પણ વાંચ્યા હોય, આ ગામના સત્તાધીશોને જરૂરી સૂચનાઓ અને આદેશો આપવાની કાર્યવાહી ચાલુ છે.

 ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતલસર (જેતપુર) 9974262812