અનુયાયીઓ

ગુરુવાર, 12 ફેબ્રુઆરી, 2015

અગાઉના મનદુઃખનો ખાર રાખી જેતપુરના નવાગઢમાં દલિત યુવાન પર 12 શખ્શોનો હુમલો


અગાઉના મનદુઃખનો ખાર રાખી જેતપુરના નવાગઢમાં 
દલિત યુવાન પર 12 શખ્શોનો હુમલો 
પોલીસે એસ્ટ્રોસીટી-રાયોટીંગનો ગુનો નોંધી હુમલાખોરોને પકડવા આદરી કવાયત 
જેતપુર તા.12
જેતપુરના નવાગઢ વિસ્તારમાં આજે બપોરે એક દલિત યુવાન પર નવાગઢનાજ 12 શખ્શોએ હુમલો કરી જાતી પ્રત્યે હડધૂત કર્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાતા પોલીસે એસ્ટ્રોસીટી અને રાયોટીંગનો ગુનો નોંધી હુમલાખોર સુધી પહોંચવા કવાયત આદરી છે.
મળતી વિગતો મુજબ જેતપુરના નવાગઢમાં કડિયા પ્લોટ, વણકરવાસમાં રહેતા જગદીશ રવજીભાઈ બગડા ઉ.વ.28 આજે બપોરે નવાગઢ ચોકડી રવિ પાન સામે ઉભો હતો ત્યારે યુવરાજ, રાજદીપ, શાહરૂખ અને જયપાલ તથા 8 અન્ય અજાણ્યા માણસો મળી કુલ 12 શખ્શોએ જગદીશને ઢીકા પાટુનો માર મારી સાહેદ જયાબેન(જગદીશની માતા)ને પણ ઝાપટ મારી, જાતી પ્રત્યે હડધૂત કરી, મારી નાખવાની ધમકી આપી લાકડી વતી હુમલો કરતા બઘડાટી બોલી ગઈ હતી. દરમિયાન જગદીશે ઉપરોક્ત 4 સહીત 12 જણા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા ગોંડલના ડીવાયએસપી આર.ડી.દેસાઈએ તહોમતદારો સામે એસ્ટ્રોસીટી અને રાયોટીંગની કલમોનો ગુનો નોંધી હુમલાખોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ફરિયાદી જગદીશે ફરિયાદમાં જણાવેલ છે કે ઉપરોકત શખ્શો સાથે અગાઉ બાઈક ભટકાવા બાબતે બોલાચાલી થઇ હોય, આ વાતનો ખાર રાખી તેમની ઉપર હુમલો કરાયો હતો.
KASHYAP JOSHI JETPUR JETALSAR 99742 62812


ભેદભરમના ઝાળા વચ્ચે રાષ્ટ્રીય પક્ષી 2 મોરના 2 ઢેલના મળતા ખગપ્રેમીઓમાં અરેરાટી.....

જેતપુરના મોટા ગુંદાળા ગામની ઘટના ટોક ઓફ ધી વિલેજ 
ભેદભરમના ઝાળા વચ્ચે રાષ્ટ્રીય પક્ષી  2 મોરના
2 ઢેલના મળતા ખગપ્રેમીઓમાં અરેરાટી.....
ખેત પાકોની ઝેરી દવાથી મોર-ઢેલના મોત થયાનું અનુમાન લગાવતું જંગલખાતું 
જેતપુર તા.12
જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામેથી ગઈકાલે રાષ્ટ્રીય પક્ષી મોરના 2 અને ઢેલ ના 2 એમ ચાર મૃતદેહો મળી આવ્યાની ઘટનાથી સંબંધિત જંગલખાતાના અધિકારીએ બનાવ સ્થળે દોડી જઈ આ ચારેય મૃત પક્ષીઓના લોહીના નમૂનાઓ રાજકોટ લાબોરેટરીમાં મોકલી પક્ષીઓના મોતનું કારણ જાણવા ચક્રો ગતિમાન કાર્ય છે.
બનાવ બાબતે મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામે ગઈકાલે સવારે અમુક જાગૃત માણસોની નજરમાં પાંજરાપોળ નજીકની કેનાલ કાંઠે મૃત મોર-ઢેલ જોવા મળતા લાગતા વળગતા જંગલખાતાને આ બાબતે જાણ કરાઈ હતી. દરમિયાન ઘટના સ્થળે દોડી ગયેલ આરએફઓ નંદાણીયા સહિતના સ્ટાફને 2 મોર અને 2 ઢેલ મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. આવા સમયે આરએફઓએ તબીબ રૂપાપરાને બોલાવી મોર-ઢેલના લોહીના નમુના લઈને પરીક્ષણ માટે રાજકોટ લેબોરેટરીમા મોકલ્યા છે.
આરએફઓ નંદાણીયાએ ટેલીફોનીક મુલાકાત દરમિયાન જણાવેલ કે અમારા ધ્યાને માત્ર 2 મોર અને 2 ઢેલ જ મૃત મળેલા, અને આ ચારેયના મોત આજુબાજુના ખેત પાકોમાં છંટાયેલી દવા ચણમાં ખાઈ જવાથી થયા હોવાનું પ્રાથમિક અનુમાન નીકળે છે. પણ સાચું કારણ રાજકોટના લેબો. રીપોર્ટ પછી જાણી શકાય..

બોક્સ: વીશેક મોર-ઢેલના મોતની આશંકા !?
જેતપુર: મોટા ગુંદાળાની આ ઘટના બાબતે જંગલ ખાતાને જાણ કરના જાગૃત માણસોમાં એવી ગોસીપ થતી હતી કે એક સાથે વીશેક મોર-ઢેલના મૃતદેહોને સવારના પહોરમાં ભૂંડ તેમજ કુતરા ફંફોળતા હતા. પણ માણસોના ટોળાના અવાજથી સ્વાન અને ભૂંડ આવ્યા તેટલા મોર ઢેલ મોઢામાં લઈને નજીકની જંગલની ઝાળીમાં ઘુસી જતા મૃત ઢેલ-મોરની સાચી સંખ્યા જાણવી મુશ્કેલ બની હતી.

બોક્સ: મોરના ટહુકાઓથી ગામલોકો આફરીન !
જેતપુર: મનીષભાઈ સહિતના મોટા ગુંદાળાવાસીઓએ જણાવેલ કે પાંજરાપોળના સેવાભાવીઓ રોજ મોર, ઢેલ, કબર, ચકલીઓને ચણ નાખતા હોય, સવારે અહી પક્ષીઓના કલરવથી વાતાવરણમાં મધુરતા ફેલાય છે, તો મોરના ટહુકાથી ગુંજતા આહલાદક વાતાવરણની મોજ માણ વા ઘણા ગ્રામજનો નિયમિત પાંજરાપોળની આજુબાજુ વોકિંગ કરવા પહોચી જાય છે.

કશ્યપ જે.જોશી જેતપુર જેતલસર 99742 62812




કશ્યપ જે. જોશી જેતલસર-જેતપુર-9974262812


શ્રી  જેતપુરમાં વરિયા વૈષ્ણવ પ્રજાપતિ 
જ્ઞાતિના 4થા સમુહલગ્નનું આયોજન 
લગ્નોત્સવ સાથે રક્તદાન  કેમ્પનું પણ આયોજન 
જેતપુર તા.12
જેતપુરના ચાંપરાજપુર રોડ પર આવેલ શ્રી ખાખામઢી(હનુમાનજી) મંદિર ખાતે તા.15.2 ને રવિવારના રોજ શ્રી વરિયા વૈષ્ણવ પ્રજાપતિ સમૂહ લગ્ન સમિતિ દ્વારા જ્ઞાતિના ચોથા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. 
રાજ્ય મંત્રી જયેશભાઈ તેમજ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા, પાલિકા પ્રમુખ રમાબેન અને ઉપપ્રમુખ સુરેશભાઈ સખરેલીયા વી. મહાનુભાવોની હાજરી વચ્ચે યોજાનાર આ લગ્નોત્સવમાં જોડાનાર 4 નવ દંપતીઓને આશિર્વચન આપવા સત્તાધારના મહંત વિજય્બપું તથા ખાખામઢીના મહંત રઘુવીરદાસબાપુ હાજર રહેશે.. સમૂહ લગ્નોત્સવના  આયોજનમાં  જહેમત ઉઠાવતા હસમુખભાઈ વાછાણી, વિપુલ સંચાણીય તથા કેતન ઓઝાના જણાવ્યા પ્રમાણે લગ્નોત્સવ સ્થળે સવારના 9:30 થી 11:30 દરમિયાન રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું હોય,  જ્ઞાતિજનો અને રક્ત્દાતાઓને રક્તદાન માટે અનુરોધ  કરાયો છે.
કશ્યપ જે. જોશી જેતલસર-જેતપુર-9974262812



રાજ્ય સરકારે આ માટે  બબ્બે પરિપત્રો જાહેર કર્યા છે છતાં 
જેતપુર શહેર-તાલુકામાં મફત શિક્ષણની અમલવારી ક્યારે ??
જેતપુર તા.12
છેલ્લા 2 વર્ષ દરમિયાન રાજ્ય સરકારે રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત 25 ટકા કોટા જાહેર કરી બાળકોને મફત શિક્ષણ આપવાના પરિપત્રો જાહેર કર્યા હોવા છતાં જેતપુરમાં આ વાતની અમલવારી કરવામાં શાળા સંચાલકો બેધારી નીતિ દાખવતા હોય, જાગૃત યુવાન મહમદ અબુભાઈ સાંધે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ સહિતના સંબંધિતોને લેખિત રજુઆતો કરી છે. 
રજુઆતમાં જણાવ્યું છે કે નગર પાલિકા હસ્તકની પ્રાથમિક ખાનગી શાળાઓમાં સને 2015/2016 ના વર્ષ માટે આરટીઈ એક્ટ 2009 અને આરટીઈ  રૂલ્સ 2012 અંતર્ગત નબળા અને વંચિત જૂથના બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ મુજબ 25 ટકા જગ્યાઓ ઉપર પ્રવેશ આપવા રાજ્ય સરકારે તા.23.5.13 અને 21.2.14 ના પરિપત્રો જાહેર કર્યા છે.
અને આ અંગે રાજકોટ સહીત રાજ્યભરના  જિલ્લાઓને લક્ષ્યાંકો પણ અપાઈ ગયા છે. પણ જેતપુરમાં આ વાતની શાળાઓ પર કોઈ અસર પડતી નાં હોવાનો રજૂઆતકર્તાનો આક્ષેપ છે.

બોક્સ: પરિપત્રમાં સ્પષ્ટતા જરૂરી 
જેતપુર: અરજદાર જણાવે છે કે સરકારે મફત અને ફરજીયાત શિક્ષણ અન્વયે જાહેર કરેલ 25 ટકા પ્રવેશની વાત શહેર દીઠ, શાળા દીઠ, કે જીલ્લા દીઠ નક્કી કરાઈ છે ? આ વાતની તાકીદે સ્પષ્ટતા જરૂરી છે.

બોક્સ: જીલ્લા-શહેરી વિસ્તારના લક્ષ્યાંકો 
જેતપુર: ગાંધીનગરની પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા સને 2015-16 ના વર્ષ માટે નબળા અને વંચિત જૂથના બાળકોને 25 ટકા જગ્યાઓ પર પ્રવેશ આપવા માટે જીલ્લાવાઇજ ફાળવેલા લક્ષ્યાંકોમાં રાજકોટ જીલ્લામાં 2100 બાળકોને અને રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં 1100 બાળકોને પ્રવેશ અપાવવાનો લક્ષ્યાંક અપાયો છે. પણ આ કાર્યવાહી થઇ કે કેમ તે રામજાને !!

બોક્સ: કેન્દ્રીય વિદ્યાલયે પહેલ કરી ! 
જેતપુર: અરજદાર મહમદભાઈ એ એક સરાહનીય વાત બતાવતા જણાવેલ કે મફત અને ફરજીયાત(25 ટકા) બાળકોને પ્રવેશ અપાવવાના આ સરકારી હુકમનો જેતપુરમાં એકમાત્ર કેન્દ્રીય વિદ્યાલયે અમલ કર્યો હોવાની આધારભૂત વિગતો મળી છે. ત્યારે અન્ય શાળાઓને આ વાતની અમલવારી માટે ક્યાં ગ્રહો નડે છે ? તેવો પ્રશ્ન ઉઠાવાયો છે.
કશ્યપ જે. જોશી જેતલસર-જેતપુર-9974262812





જેતપુરની સરકારી હોસ્પિટલ સ્થિત 
ટ્રોમાં સેન્ટરમાં પુરતો સ્ટાફ નીમવા ચેમ્બરની માંગ
જેતપુર તા.12
જેતપુર શહેરની અદ્યતન સરકારી હોસ્પીટલમાં ઉભા કરાયેલ ટ્રોમાં સેન્ટરમાં અપૂરતા સ્ટાફને લીધે આ સુવિધાનો પ્રજા લાભ લઇ શકતી ના હોય તાકીદે ઘટતું  કરવા ચેમ્બર સુત્રોએ માંગ કરી છે.
આરોગ્ય મંત્રી નીતિન પટેલને કરાયેલી રજુઆતમાં જણાવાયું છે કે જેતપુર સરકારી હોસ્પીટલમાં શરેરાશ માસિક 43 હજારથી વધુ દર્દીઓ લાભ લ્યે છે. છેલ્લા 2 વર્ષ દરમિયાન આ હોસ્પીટલના ઓપીડી વિભાગમાં 224744 દર્દીઓ નોંધાયા છે. જેમાં 40297 દર્દીઓ ઇન્ડોર સેવાનો લાભ લઇ ચુક્યા છે. 2 વર્ષ દરમિયાન 781761 દર્દીઓની લેબોરેટરી ટેસ્ટ થઇ છે. તો 10,46,832 દર્દીઓ જેતપુરની સરકારી હોસ્પીટલની આરોગ્યલક્ષી સેવાનો લાભ લઇ ચુક્યા છે. આ બધું આ સરકારી દવાખાનાની સંતોષકારક સેવાને આભારી હોય, હોસ્પિટલ તેમજ ટ્રોમાં સેન્ટરમાં ખાલી જગ્યાઓમાં તાકીદે સ્ટાફની નિમણુક કરાય તો દર્દી આલમ વધુ રાહત અનુભવશે તેવું ચેમ્બર સુત્રોનું માનવું છે.
કશ્યપ જે. જોશી જેતલસર-જેતપુર-9974262812

સોમવાર, 9 ફેબ્રુઆરી, 2015

જેતપુરમાં યુવાનને ફડાકા ઝીંકી દેતા પોલીસમેન કશ્યપ જોશી જેતલસર જેતપુર દ્વારા


જેતપુરમાં યુવાનને ફડાકા મારનાર પોલીસમેનની સાંસદ-રાજ્યમંત્રી સમક્ષ રજૂઆત 

જેતલસર(જેતપુર) તા.9
જેતપુરમાં આજે એક યુવાનને ફડાકા ઝીંકી દેનાર પોલીસમેન વિરુદ્ધ ફરિયાદ કરવા યુવાનો સાંસદ અને રાજ્ય મંત્રી સમક્ષ દોડી ગયાની ઘટના બની હતી.
આ બાબતે મળતી વિગતો મુજબ જેતપુરના બાપુની વાડી વિસ્ત્રરમાં રહેતો નરેશ અનીલ ભદ્રા નામના યુવાનને આજે ભીડભંજન મહેદેવ રોડ પર ખોડપરાના રોડ ના નાકે વિજયભાઈ ચાવડા નામના પોલીસમેને નરેશને ઉભો રાખી ત્રણ ચાર ફડાકા ચોડી દેતા આ યુવાને અન્ય યુવાનોને સાથે રાખી રાજ્ય મંત્રી જયેશભાઈ રાદડિયા અને સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાની ઓફિસે જઈને રજુઆતો કરી હતી. રજુઆતમાં જણાવાયું છે કે કોઈ પણ વાંક કે ગુના વગર ફડાકા ઝીંકી દેનાર આ પોલીસમેને એવી પણ ધમકી આપી હતી કે તારે જ્યાં જવું હોઉં ત્યાં જ, હું પોલીસવાળો છું, ગમે તે ગુનામાં .સંડોવી દઈશ તેવું નરેશ ભદ્રાએ રજુઆતમાં જણાવેલ છે.

બોક્સ : પોલીસમેન વિજય ચાવડા શું કહે છે ??
જેતપુર: બનાવની સત્યતા જાણવા કરાયેલા સંપર્કમાં જેતપુર શહેર પોલીસના ડી સ્ટાફના પોલીસમેન વિજય ચાવડાએ જણાવેલ કે આજે અહીના સ્વામી મંદિરનો પાટોત્સવ શરુ થયો હોય, બપોરે એક વિશાલ પોથીયાત્રા નીકળતા ભીડભંજન મહાદેવ રોડ ઉપર ભારે ટ્રાફિક જામ થયો હતો. આવા સમયે પુરપાટ ઝડપે નીકળેલ અનીલ નીકળતા તેમને ટ્રાફિક નિયમન દરમિયાન અટકાવાયો હતો. પણ તેમણે રૂઆબ કરવાનું ચાલુ કરતા આ બનાવ બન્યો હતો.

કશ્યપ જોશી જેતલસર જેતપુર દ્વારા

શનિવાર, 31 જાન્યુઆરી, 2015

JETPURNI CORT 2 VARSHNI SAJA METTER BY KASHYAP JOSHI JETPUR

આજથી સાડા પાંચ વર્ષ પહેલાના કેશનો  આજે  થયો ચુકાદો 
પુત્રીને ઈશારા કરનારને ટપારવા ગયેલા દંપતી ઉપર હુમલો 
કરનાર શખ્સને 2 વર્ષની  સજા ફટકારતી જેતપુરની કોર્ટ 
જેતપુર તા.31
જેતપુરના ટાંકુંડી પરા વિસ્તારમાં આજથી સાડા પાંચ વર્ષ પહેલા જુવાનજોધ પુત્રીઓની છેડતી બાબતે ટપારવા ગયેલા એક દંપતી ઉપર સામેજ રહેતા શખ્શોએ હુમલો કર્યાના બનાવનો કેશ આજે જેતપુરની કોર્ટમાં ચાલી જતા કોર્ટે હુમલાખોરને 2 વર્ષની કેદની સજા અને રૂ.1500 નો દંડ ફટકાર્યો હોવાનું સરકારી વકીલ પંચાલે જણાવ્યું હતું.
આ બાબતે મળતી વિગતો મુજબ જેતપુરના તાકુડી પર વિસ્તારમાં રહેતા અને અનાજ દળવાની ઘંટી (ફલોરમિલ) ધરાવતા દેવજી લાધાભાઇ ભરખડા પોતાની જુવાનજોધ દીકરીઓને ઈશારા અને ચાળા કરતો ઘંટીની સામેજ રહેતા અજય નામના યુવાનને ટપારવા જતા અજયના પિતા છગન બચું તલાજીયા અને અંબાબેન તલાજીયા એમ બંનેએ દેવજીભાઈ વતી બેટ સહિતના સાધનો વતી હુમલો કરતા આ બનાવની જેતપુર શહેર પોલીસમાં તા.25-1-2009 ના રોજ આ બારાનો ગુનો દાખલ થયો હતો.
જે કેશ આજે જેતપુરના ફસ્ટ ક્લાસ મેજીસ્ટ્રેટ એ.ડી.રાજપૂત ની કોર્ટમાં ચાલ્યો તે દરમિયાન ફરિયાદી પક્ષે સરકારી વકીલ ડી,બી.પંચાલની દલીલોને ધ્યાને લઇ જજ રાજપૂતે બે આરોપીમાંના એક છગન બચું તલાજીયા ને 2 વર્ષની કેદ અને રૂ.1500 રોકડ દંડ ફટકારવાનો હુકમ કર્યો હતો. જયારે  તહોમતદાર મહિલાને શંકાનો લાભ આપી છોડી મુકેલ..

બોક્સ: ચાળા કરનાર બાળ આરોપી 
જેતપુર તા.31
સરકારી વકીલ પંચાલે જણાવેલ કે આ ગુનો જેમના હિસાબે બન્યો તે અજય બાળ આરોપી હોય તેમની સામે બાળ અદાલતમાં ચાર્જશીટ રજુ કરાઈ છે.
કશ્યપ જોશી જેતપુર જેતલસર 

શુક્રવાર, 30 જાન્યુઆરી, 2015

જેતલસરના માજી સરપંચ પરબતભાઈ ઠુંમરનું અવસાન




જેતલસરના  માજી સરપંચ 
પરબતભાઈ ઠુંમરનું અવસાન 
જેતલસર: જેતલસર ગામના માજી સરપંચ પરબતભાઈ તેજાભાઈ ઠુંમર (ઉ.વ.78)
તે તનસુખભાઈ અને હિતેશભાઈના પિતા તા.30 નારોજ અવસાન પામેલ છે. બેસણું તા.2.2. ને સોમવારે, બપોરે 3 થી 6, તેમના નિવાસસ્થાને, આસોપાલવના ઓટા સામે, જેતલસર ગામ ખાતે રાખેલ છે.
કશ્યપ જે. જોશી જેતલસર 99742 62812

JETALSARMA AAJE LOKDAAYRO..TRI DIVASIY PRANPRATISHTHA MOHOTSAVNO PRAARAMBH.KASHYAP JOSHI

JETALSARMA AAJE LOKDAAYRO..TRI DIVASIY PRANPRATISHTHA MOHOTSAVNO PRAARAMBH.
KASHYAP JOSHI
JETALSAR JETPUR

ગુરુવાર, 29 જાન્યુઆરી, 2015

જેતપુરમાં બોટલ યોજાયેલ રક્તદાન કેમ્પમાં 101 બોટલ રક્ત એકત્રિત થયું




 જેતપુરમાં બોટલ યોજાયેલ રક્તદાન કેમ્પમાં 
        101 બોટલ રક્ત એકત્રિત થયું 
જેતપુર તા.29
જેતપુરમાં આજે પાલિકાના સ્વર્ગીય પ્રમુખ વલ્લભભાઈ બોસની પુણ્ય તિથી નિમિતે બાવાવાળા પરામાં આવેલ ગૌશાળા ચોકમાં ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં સાંસદ રાદડિયા, પાલિકા પ્રમુખ રમાબેન, યાર્ડ ચેરમેન દિનેશ ભુવા, પાલિકા ઉપપ્રમુખ સુરેશભાઈ સખરેલીયા, જીથુડી હનુમાનજી મંદિરના મહંત રામદયાલદાસ બાપુ, વિગેરેની હાજરીમાં રક્દાતાઓએ રક્તદાનની સરવાણી ચાલુ કરતા કેમ્પના અંત સુધીમાં 101 બોટલ રક્ત એકત્રિત થયું હતું. રક્ત એકત્રિત કરવાની સેવા સ્થાનિક બ્લડ બેન્કના સ્ટાફે કરી હતી.
કશ્યપ જે.જોશી જેતલસર જેતપુર 9974262812

બુધવાર, 28 જાન્યુઆરી, 2015

3 ઉમેદવારોના ફોર્મ કેન્સલ થયા, 2 ઉમેદવારી પાછી ખેંચતા

જેતપુરમાં વોર્ડ નં. 1 ની પેટા ચૂટણીમાં હવે 6 ઉમેદવારો મેદાને

ભાજપ-કોંગ્રેસ અને 3 અપક્ષો વચે ખેલાશે ચુંટણી  જંગ

sSxI5 HMQLf

 

જેતપુરમાં વોર્ડ નં. 1 ની આગામી 7  ફેબ્રુઆરીના રોજ યોજાનાર પેટા ચુંટણી લડવા અગાઉ 11 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જે ઉમેદવારી પાછી ખેંચવાના આજના દિવસે ચુંટણી ચિત્ર સ્પષ્ટ થયું હોય તેમ 3 ઉમેદવારોના ફોર્મ કેન્સલ થયા હતા, અને 2 ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચતા હવે 6 મુરતિયા ચૂતાની માટે મેદાનમાં રહ્યા હોવાની વિગતો મળી રહી છે.

આજે જેતપુરની ઉપરોક્ત વોર્ડની પેટા ચુંટણીમાં નોંધાવાયેલ ઉમેદવારી પાછી ખેંચવાના દિવસે પ્રતાપભાઈ ઓડેદરા અને દેવશીભાઈ જીન્જુવાડિયા એમ બે ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી લીધા હતા. તો કંચનબેન ગોહેલ અને આશાબેન બાવીશાના બે ડમી ફોર્મ મળી કુલ 3 ઉમેદવારોના ફોર્મ કેન્સલ થતા 11 ઉમેદવારોમાંથી હવે વોર્ડ નં. 1 ની પેટા ચૂટણીમાં 6 ઉમેદવારો પોત પોતાના મતદારોને રીઝવવા પ્રયાસ કરશે

આજે ચુંટણીના સ્પષ્ટ થયેલા ચિત્રમાં રાકેશ ગોહેલ(ભાજપ), બળદેવભાઈ પંચાસરા(કોંગ્રેસ), તથા અપક્ષો આશાબેન વિનુભાઈ બાવીશા, સુલેમાનભાઈ સુમરા, જયંતીભાઈ વરડાન્ગર, તથા શુરેશભાઈ એંધાણી એમ 6 ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે.

 

 

પ્રજા વિકાસના ફટાફટ કામોથી બોસનું ઉપનામ મેળવેલા જેતપુર પાલિકાના

પ્રજા વિકાસના ફટાફટ કામોથી બોસનું ઉપનામ મેળવેલા જેતપુર પાલિકાના 
સ્વર્ગીય પ્રમુખ વલ્લભભાઈની પુણ્યતિથી નિમિત્તે આજે 
મહા રક્તદાન શિબિર-લોકડાયરાનું આયોજન..
(જેતલસર (જેતપુર) તા.28
જેતપુર નગર પાલિકાના પ્રમુખ તરીકે રહ્યા ત્યાં સુધી ફરિયાદી ફરિયાદ સ્થળે પહોચે  તે પહેલાજ ફરિયાદ કે સમસ્યાનું ફટાફટ નિવારણ કરાવી બોસ નું ઉપનામ મેળવનાર  જેતપુર પાલિકાના પૂર્વ પ્રમુખ સ્વ.વલ્લભભાઈ મોહનભાઈ સખરેલીયા(બોસ)ની આજે તા.29 ના રોજ 7મી પુણ્યતિથી નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમોના આયોજનો થયા છે. 
જે બાબતે વિગતો આપતા સ્વર્ગસ્થ વલ્લભભાઈના પુત્ર અને હાલના જેતપુર પાલિકાના ઉપપ્રમુખ સુરેશભાઈ  સખરેલીયાએ જણાવેલ કે પોતાના પિતાની સુવાસ આજે 7 વર્ષ પછી પણ શહેરમાં ધબકતી હોય, આ સુવાસ નિરંતર પ્રજા વચ્ચેજ રહે તેની સ્મૃતિરૂપે દર વર્ષે કરાતા આયોજનો મુજબજ આજે તા.29 ના સવારે 9 કલાકે બાવાવાળા પરા સ્થિત ગૌ શાળા ચોકમાં એક ભવ્ય રક્તદાન કેમ્પ રખાયો છે. 
રાત્રે તે જ સ્થળે 8 કલાકે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું તેમજ 10 કલાકે ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયું છે. જેમાં ઉર્વશી  રાદડિયા,જયમંત દવે તથા સુખદેવ ધામેલીયા સહિતના કલાકારો ભજનની રમઝટ  બોલાવશે. આ ત્રણેય કાર્યક્રમોનો જેતપુર ઉપરાંત તાલુકના લોકોએ  લાભ લેવા અનુરોધ કરાયો છે.

મંગળવાર, 27 જાન્યુઆરી, 2015

JETPUR JETALSARNA VIVIDH SAMACHARO KASHYAP JOSHI JETPUR JETALSAR

રાજકોટમાં ..ચિભડીયા બ્રહ્મ સમાજની બેઠક મળશે

જેતપુર: આગામી 1લી ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે ઔદીચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજની એક સામાન્ય સભા કરણપરા ચોક સ્થિત પ્રાથમિક શાળા નંબર 3 ના હોલ ખાતે બપોરે 3 કલાકે હાલના પ્રમુખ અશોકભાઈ કરશનભાઈ જોશીના અધ્યક્ષસ્થાને યોજાશે, જેમાં ગત વર્ષના હિસાબોને બહાલી આપવી, વિગેરે ચર્ચા વિચારણા થનાર હોય ટ્રસ્ટના સભ્યોએ હાજર રહેવા અનુરોધ કરાયો છે.( SxI5 HMQL < H[T,;Z 2FZFf

 

( અમારા સમાજની મેટર હોય રૂરલ અને સીટી એડિશનમાં પણ પ્રસિદ્ધ કરવા વિનંતી છે. કશ્યપ જોશી જેતપુર)

 

ખજૂરીગુંદાળા શાળાનો પ્રવાસ યોજાયો 

( SxI5 HMQL < H[T,;Z 2FZFf:તાજેતરમાં જેતપુર તાલુકાના ખજૂરી ગુંદાળા ગામની પ્રાથમિક શાળાનો ઘેલા સોમનાથ-બગદાણા વિગેરે સ્થળોએ પ્રવાસ યોજાયો હતો. જ્યાં વિધાર્થીઓને પ્રાચીન મંદિરો અને દરિયાઈ આબોહવાનો લાભ અપાયો હોવાનું આચાર્ય પ્રવીણભાઈ બગથરીયા જણાવે છે.

 

જેતલસરમાં શિવ પંચાયત પરિવારના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

જેતલસર: આગામી તા.31.1. થી 2.2.15 એમ ત્રણ દિવસ જેતલસર ખાતે શિવ પંચાયત પરિવાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છેરાજકોટના દાતા વિધ્યાતાબેન પ્રફુલભાઈ પોબારુએ અર્પણ કરેલ શિવ પંચાયત પરિવારના સ્થાપન માટે ગામના પાદરમાં આવેલ શ્રી ફૂલનાથજી હનુમાનજી મંદિરના પટાંગણમાં આવેલ શ્રી  ફૂલનાથ  મહાદેવ મંદિર ખાતે યોજાનાર ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તા.31 ના રોજ સવારથીજ પૂજન અર્ચન બાદ બપોરે 3 કલાકે મૂર્તિના સામૈયા, સાંજે 4 કલાકે સ્થાપિત દેવ હોમ, આરતી, અને હાલારી રાસ, અને સાંજે બટુક ભોજનતા.1 ના રોજ સવારે 9 કલાકે જળ યાત્રા, સ્થાપિત દેવ પૂજન, બપોરે 2 વાગ્યે મૂર્તિના સંસ્કાર, 4 કલાકે હોમાત્મક કર્મ, તથા તા. 2 ના રોજ સ્થાપિત દેવ પૂજન, નગર યાત્રા, મૂર્તિ સ્થાપન અને યજ્ઞ અને સામુહિક પ્રસાદ  વિગેરે ધાર્મિક કાર્યક્રમોના આયોજનો થયા હોય, સમસ્ત જેતલસરવાસીઓ મહોત્સવ સફળ બનવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

(કશ્યપ જે.જોશી જેતલસર )

 

 

જેતપુરમાં સફાઈ કામદારોને સ્પર્શતા પ્રશ્નો હલ કરવા માંગ 

( SxI5 HMQL < H[T,;Z 2FZFf તાજેતરમાં જેતપુર ખાતે યોજયેલ લોક સવાંદ કાર્યક્રમમાં શહેરના માજી સુધરાઈ સભ્ય ચમનલાલ બચુભાઈ વાઘેલાએ સફાઈ કામદારોને સ્પર્શતા પ્રશ્નો તાકીદે હલ કરવાની માંગ કરી હતી. જેમાં મુખ્યત્વે સફાઈ કામદારોને વાર્ષાઈ હક્ક વય નિવૃત્તિ બાદ નવી ભરતીમાં જે સુધારા થયા છે તે નિયમોની ફેર વિચારના કરવી જરૂરી હોવાનું જણાવ્યું છે. સફાઈ કામદારોને અમુક એજન્સીઓ મારફત વેતન ચૂકવાતું હોય તેમાં કામદારોનું શોષણ થતું હોય, પુરતું વેતન અપાતું નથી.  અત્યંત ગરીબ એવા અનેક સફાઈ કામદારો બીપીએલ રાશન કાર્ડથી વંચિત છે. બીપીએલ યાદીમાં વધારો ઘટાડો કરવામાં છેલ્લા 10 વર્ષમાં કોઈ કાર્યક્રમ થયો નથી. હાલની હયાત યાદીમાં નામો ઉમેરવા સફાઈ કામદારોને પગે પાણી આવી જાય છે. તમામ પ્રશ્નો પરત્વે ધ્યાન આપી સફાઈ કામદારોને મદદ કરાય તેવું ચમનલાલ વાઘેલા જણાવે છે.

 

 

 

 

જેતપુરમાં કોળી સમાજની રથ યાત્રા નીકળી 

. SxI5 HMQL < H[T,;Z 2FZFf: સમસ્ત તળપદા કોળી સમાજના જાય માંધાતા મંદિર પ્રતિસ્થા અન્વયે જેતપુરમાં કોળી સમાજની વિશાળ શોભા યાત્રા નીકળી હતી. જે શહેરના રમમ રાજ માર્ગો પર ફરી હતી. શોભાયાત્રા ના સમાપન બાદ કોળી સમાજના લોકોએ સામુહિક પ્રસાદનું પણ આયોજન કર્યું હતું.

 

 

જેતપુર કન્યા શાળાના ભષ્ટ્રાચાર ને બહાર લાવવા માંગ 

( SxI5 HMQL < H[T,;Z 2FZFf: જેતપુરના સ્ટેન્ડ ચોકમાં આવેલ મ્યુનીસીપલ ગર્લ્સ હાઈસ્કુલના આચાર્યે પૈસા આપી નિમણુક મેળવી હોવાની શહેરના આઆટીઆઆઈ એક્તીવિસ્ટ યોગેન્દ્રસિંહ ગોહિલે ઉચ્ચ શિક્ષણ તંત્રને લિખિત તેમજ આચાર્યે રૂપિયા આપીને નિમણુક મેળવી હોવાની વોઈસ રેકોર્ડીંગ સીડી સાથે રજુઆતો કરી છે. અરજદારનું કહેવું છે કે રાજકોટ જીલ્લા શીક્ષણાધિકારી બનાવ પર ઢાંકપિછોડો કરી રહ્યા છે.

 

જેતપુરની કમરીબાઇ હાઈસ્કુલના નિવૃત શિક્ષકોના સરકારી લાભો અટકાવો

( SxI5 HMQL < H[T,;Z 2FZFf : જેતપુરની કામાંરીબાઈ હાઈસ્કુલમાં માત્ર નામો ધરાવતા અને અન્ય ખાનગી ટ્યુશન ક્લાસીસોમાં ભણતા વિદ્યાર્થીઓનું કૌભાંડ પ્રજા વચ્છે આવી જતા સંબંધિતો અકળાયા હતા. બીજીબાજુ આપણું શૈક્ષણિક વર્ષ બગડશે તેવું માની લઇ શાળાના અનેક ડમી વિદ્યાર્થીઓને લીવીંગ સર્ટીફીકેટો લઈને શાળામાંથી ભણતા ઉઠી જતા હવે સરકારી શાળામાં ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં બે થી ત્રણ વિદ્યાર્થીઓજ બચ્યા છે. શિક્ષકો ફાજલ નાં થાય તે માટે આચરાયેલા આવા કૌભાંડની વાત ધ્યાને લઈને આગામી દીવસોમાં જે શિક્ષકો નિવૃત થવાના હોય અને આવી ગેરરીતિઓમાં યેન કેન પ્રકારે સામેલ હોય તેવા તમામના સરકારી લાભો જેવા કે જીપીએફ, ગ્રાન્ડ ચોટી, વન થર્ડ પેન્શન વી. અટકાવી સરકારને લાભ થઇ તેવી મહમદ અબુભાઈ સાંધ નામના અરજદારે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ, ગુજરાત માધ્યમિક અને .માધ્યમિક સચિવ ગાંધીનગર વિગેરેને રજુઆતો કરેલ છે.

 

જેતપુરના રબારીકા ગામે પ્રજા સંપ સબબ બેઠક યોજાઈ 

( SxI5 HMQL < H[T,;Z 2FZFf : જેતપુર તાલુકના રબારીકા(લાલુના) ખાતે તાજેતરમાં માં ચામુંડા માતાજીના મંદિરે તાલુકાના કાઠી ક્ષત્રીય સમાજના આગેવાનોની એક બેઠક મળી હતી. જેમાં ઉપસ્થિત સમાજના અગ્રણીઓ, આગેવાનોએ સમાજમાં સંપ અને એકતા વધારાય, સામાજિક પ્રસંગોમાં રીત રિવાજમાં સમય પ્રમાણે સુધારો કરાય, તેમજ જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપાય વી બાબતોએ ચર્ચા વિચારના કરવામાં આવી હતી

 

 

 

 

દેશના શીમાડાઓની રખેવાળી કરનારા જમીન માટે ઝૂરે છે !

જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળાના

બંને નિવૃત ફૌજીઓને જમીન ફાળવવામાં સરકારના રીતસરના ઠાગાઠૈયા !

તાત્કાલિક ઘટતું ના થઇ તો આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારતા નિવૃત લશ્કરી જવાનો !!

( SxI5 HMQL < H[T,;Z 2FZFf H[T,;Z TFPZ&

જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામે રહેતા બે નિવૃત ફૌજી જવાનોને નિવૃતિના લાંબા સમય પછી પણ મળતી જમીન આપવામાં લાગતા વળગતા સત્તાધીસો રીતસરના ઠાગાઠૈયા કરતા હોય, ટૂંક દિવસોમાં વાતન નિવેડો નાં આવે તો બંને કાકા બાપના ભાઈઓ એવા નિવૃત લશ્કરી જવાનો મહેશભાઈ વાલજીભાઈ જાદવ અને પુંજાભાઈ હરસુરભાઇ જાદવ આત્મવિલોપન ની ચીમકી ઉચ્ચારી છે.

બાબતે મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ખાતે રહેતા મહેશભાઈ વાલજીભાઈ જાદવ ( લડાખ-11 જીઆર) તથા પુંજાભાઈ હરસુરભાઇ જાદવ(નાગાલેંડ-એએસઆઈ-સીઆરપીએફ) એમ બંને લશ્કરી જવાનોએ 18-18 વર્ષની ફૌજીની નોકરી(દેશની સેવા) પૂર્ણ કરી તેને વર્ષો વીતી ગયા. પણ નિવૃત્તિ સમયે સરકારે તેઓને જમીનો આપવાની કરેલી વાતો ઠેર ની ઠેર હોય તેમ તેઓ બંનેને આજદિન સુધી જમીનો ફાળવાઈ નથી

બાબતે તેઓએ અનેક જગ્યાએ મામલતદાર, ડેપ્યુટી કલેકટર, જીલ્લા કલેકટર તથા લાગતા વળગતાઓને રજુઆતો કરી પણ પરિણામનો પારો સુન્યથી ઉંચો નાં આવતો હોય, દેશની રક્ષા કાજે જાનના જોખમે મારી-તમારી  યેનકેન પ્રકારે સેવા કરનાર બંને ફૌજીઓ ભારે નાશી પાશ થયા છે. તેઓ કહે છે કે અમારા ગામની આજુબાજુ 5 કિલોમીટરની ત્રિજીયામાં આવતી સરકારી ખરાબાની જમીન તેઓને સરકાર ફાળવશે તેવી વાત આવતા બંને ફૌજી ભાઈઓને પોતાના ગામ નજીક ચાંદલીયાની ધાર (ખારચિયા સેન્જલીયા) સર્વે નંબર 28/1 પૈકી 3 ની સરકારી જમીનની સાંથણી કરાવવા તેઓ દ્વારા અનેક રજુઆતો કરાઈ પણ મૂંગા, બહેરા અને સુરદાસની ભૂમિકા ભજવતા કોઈ સત્તાવાળાઓ તેમની માંગણી ધ્યાને લેતા નથી. હવે આત્મવિલોપન જેવા પગલા ભરીશું તોજ સરકારના આંખ, કાન ઉઘડશે તેવું મહેશભાઈ અને પુંજાભાઈ જાદવ જણાવે છે.

 

બોક્સ: સરકારી જમીન વાપરી ત્યાં વિરોધ કરાયો !?

નિવૃત આર્મીમેન મહેશભાઈ જાદવ જણાવે છે કે પોતાના ગામથી નજીક ઉપરોક્ત સર્વે નંબર વાળી જમીન સરકારી ખરાબો હોય તેઓ દ્વારા તે જમીન વાપરવાનો પ્રયાસ કરેલો પણ દેશના રખેવાળો તરીકે અમારી સામે દયા દ્રષ્ટ્રી રાખવાને બદલે કોઈ હિતશત્રુઓએ જેતપુર તેમજ રાજકોટ ખાતે સરકારી બાબુઓને રજુઆતો કરતા, લાગતા વળગતા સત્તાધીશો પણ રહેમ દ્રષ્ટિ રાખવાને બદલે તેઓની(ફૌજીઓની) સામે ડોળાં કાઢી કાયદાની ભાષા બતાવી હેરાન પરેશાન કરતા હોય, હવે પરિવારજનોનું ગુજરાત ચલાવવું મુશ્કેલ લાગતું હોય, આત્મવિલોપન શિવાય કોઈ રસ્તો તેઓની પાસે બચ્યો ના હોવાનું મહેશભાઈ તથા પુંજાભાઈ જણાવે છે.

 

ફોટો : બંને નિવૃત ફૌજીઓ નો છે. OM8M VG[ VC[JF, < SxI5 HMQL < H[T,;Z 2FZF ((&$Z ^Z*!Z