LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
મંગળવાર, 23 ડિસેમ્બર, 2014
પ્રેરણા : જાફરાબાદના અપાહિજ યુવાનની દોડતા યુવાનો માટે ધડારૂપ જહેમત !
સોમવાર, 22 ડિસેમ્બર, 2014
gondal taluka na sultanpur ma ramdev dhun mandal na yuvano dwara aajni pedhi ne shikh saman sevakiy karyo..........tasveer & aheval by .kamlesh ravrani {sultanpur}
From: "Bhola modeling Studio Sultanpur" <bholamodelingstudiosultanpur@gmail.com>
Date: Dec 22, 2014 12:52 PM
Subject: gondal taluka na sultanpur ma ramdev dhun mandal na yuvano dwara aajni pedhi ne shikh saman sevakiy karyo..........tasveer & aheval by .kamlesh ravrani {sultanpur}
To: <kathiawadpost@gmail.com>, <kkumarjoshi@gmail.com>, "Vijay Chauhan" <avadhtimes@gmail.com>, <abataknews@gmail.com>, <saurashtra.satya@gmail.com>, <akiladaily@gmail.com>, <sanjsamachar@gmail.com>, <akiladaily@yahoo.com>, <amreliexpress7@gmail.com>
Cc:
ગુરુવાર, 18 ડિસેમ્બર, 2014
જેતપુર તાલુકા પંચાયત પ્રમુખ તરીકે નીતાબેન ગુન્દારીયા બિનહરીફ
જેતપુર તાલુકા પંચાયત પ્રમુખ તરીકે નીતાબેન ગુન્દારીયા બિનહરીફ
જેતપુર તા.18
જેતપુર તાલુકા પંચાયત પ્રમુખની વરણી માટેની આજે તાલુકા પંચાયતમાં મળેલી બેઠકમાં પ્રમુખ તરીકે નીતાબેન દિનકરભાઈ ગુન્દારીયા બિનહરીફ થયા થયા હોવાનું તાલુકા વિકાસ અધિકારી ઘેડાએ જણાવેલ ..
આ બાબતે મળતી વિગતો મુજબ જેતપુર તાલુકા પંચાયત કચેરીમાં પ્રમુખ હંસાબેન વૈષ્ણવ ની સત્તાનું શાશન પૂરું થવાને 7/8 મહિના બાકી હતા ત્યાજ સભ્યોમાં આંતરિક મતભેદો સર્જાતા કામો નાં થતા હોવાના બહાના વચ્ચે આજથી એકાદ મહિના પહેલા 17 સભ્યોએ પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાશની દરખાસ્ત રજુ થતા અને પસાર થઇ જતા હંશાબેનનું શાશન ઘેર ચાલ્યું ગયું હતું.
દરમિયાન ડીડીઓની સુચના અને આદેશ અનુશાર જેતપુર તાલુકા વિકાસ અધિકારી ઘેડાએ તાલુકા પંચાયત પ્રમુખની વરણી માટે આજરોજ 18 મી ડિસેમ્બરે સામાન્ય સભા મામલતદાર ભોરાનીયાના અધ્યક્ષ સ્થાને બોલાવી હતી.
આ પહેલા 16 મી ડિસેમ્બર તાલુકા પંચાયત પ્રમુખની દાવેદારી એટલેકે ફોર્મ ભરવાની નિયત કરાઈ હતી. જે દિવસે એક પણ સભ્યે ફોર્મ નહિ ભરતા આજે યોજાયેલ સા.સભા વચ્ચે કુલ 17 માના 13 સભ્યો અને ટીડીઓ ની હાજરીમાં ખજૂરી ગુંદાળા રહેતા અને જેતપુર તાલુકા પંચાયતની ખીરસરા બેઠકના સભ્ય નીતાબેન દિનકરભાઈ ગુન્દારીયા બિનહરીફ જેતપુર તા.પચાયત પ્રમુખ તરીકે જાહેર થયા હતા.
બોક્સ: ચાર સભ્યો ગેરહાજર,
નવા પ્રમુખ શું ઉકાળશે ??
જેતપુર: આજે જેતપુર તાલુકા પંચાયત પ્રમુખ વરણી માટેની યોજાયેલ સામાન્ય સભામાં માજી તા.પં. પ્રમુખ હંસાબેન, કે.પી.પાદરીયા, રસિકભાઈ ગોંડલિયા, તથા જેન્તીભાઈ ડાવરા પોતપોતાના અનિવાર્ય અને પ્રતિકુળ સંજોગોને કારણે ગેરહાજર રહ્યા હોવાનું ટીડીઓ ઘેડાએ જણાવેલ.. જયારે નવા મહિલા પ્રમુખ નીતાબેન અગાઉના પ્રમુખની જેમ વિકાસના કામોને બ્રેક મરાવશે કે વેગ અપાવશે ? સમયજ બતાવશે.
કશ્યપ જોશી (જેતલસર )જેતપુર 997426281
બુધવાર, 17 ડિસેમ્બર, 2014
AVSAN NONDH JETPUR KASHYAP JOSHI JETALSAR
મંગળવાર, 16 ડિસેમ્બર, 2014
Kashyap joshi
>
> સોમનાથ થી રાજકોટ જતી મુંબઈ લીનક ટ્રેન નું એન્જીન ગોંડલ બંધ થતા ટ્રેન દોઢ કલાક મોદી થવા પામી હતી રેલ તંત્રે રાજકોટ થી બીજું એન્જીન મંગાવી ટ્રેન દોડાવી હતી. મુસાફરો ને મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો
સોમવાર, 15 ડિસેમ્બર, 2014
ગામ માટે લાઈબ્રેરી બનાવી
અમદાવાદ: રાણપુર તાલુકામાં આવેલું ખસ ગામ આજે જિલ્લામાં તેની લાયબ્રેરી માટે જાણીતું બન્યું છે. પણ આ લાયબ્રેરીની ખાસિયત એ છે કે, તેને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે રાજ્ય સરકારે નથી બનાવી, પણ તેને બનાવનાર રાણપુરની જન્મભૂમિ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વનરાજસિંહ દેવુભા ચાવડા છે. જેઓ સોની ટીવી પર પ્રસારિત થતી "કૌન બનેગા કરોડપતિ-4'માં વર્ષ 2010માં હોટ સીટ પર બેસીને રૂ. 25 લાખ જેટલી માતબર રકમ જીત્યા હતા. આ રકમમાંથી જ તેમણે પોતાના ગામના તમામ વર્ગના લોકો માટે ઈનામની રકમમાંથી એક જાહેર લાયબ્રેરી બનાવી છે. જેનું નામ વીર શહીદ સહદેવસિંહ મોરી છે. સહદેવસિંહ પાકિસ્તાન સરહદે દુશ્મનો સામે લડતા શહીદ થયા હતા. આ લાયબ્રેરી પાછળ વર્ષે 20 હજાર ખર્ચ થાય છે. આ ખર્ચ પણ વનરાજસિંહ ચાવડા પોતે ભોગવે છે.
રવિવાર, 14 ડિસેમ્બર, 2014
: ક્લેઈમ ચૂકવવો પડે
> સીએનજી કિટની નોંધ ન થઈ હોય તો પણ ક્લેઈમ ચૂકવવો પડે
>
> સુરતઃ વાહન અકસ્માત અંગે ઈન્સ્યોરન્સના કલેઈમમાં સીએનજી કીટનું રજિસ્ટ્રેશન ન થયું હોય તો પણ વીમા કંપની ક્લેઈમ ચૂકવવા ઈનકાર કરી શકે નહીં એવા ચુકાદા સાથે સુરત જિલ્લા ગ્રાહક કોર્ટે ફરિયાદીને ક્લેઈમની ૭૫ ટકા રકમ ચૂકવવા હુકમ કર્યો હતો. આ કેસની વિગત એવી છે કે સુરતમાં રહેતા સુધીર દેસાઈએ ૨૦૦૭માં તેમની ફોર્ડ કાર માટે ઈફકો ટોકિયો કંપનીનો વીમો લીધો હતો. ૨૦૦૯માં તેમણે કારમાં સીએનજી કીટ ફીટ કરાવી હતી. વીમો અમલમાં હતો તે દરમિયાન તા.૧૩-૦૯-૧૧ના રોજ તેમનો પુત્ર વાપીથી આવતો હતો ત્યારે હાઈવે પર અકસ્માત થતાં કારને નુકસાન થયું હતું. તેમણે વીમા કંપનીમાં રૂ.૨.૨૯ લાખનો ક્લેઈમ કર્યો હતો પણ કંપનીએ કારમાં લગાડાયેલી સીએનજી કીટનું આરટીઓ રજિસ્ટ્રેશન ન થયું હોવાના મુદ્દા પર ક્લેઈમ ચૂકવવા ઈનકાર કરી દીધો હતો. સુધીર દેસાઈએ એડવોકેટ શ્રેયસ દેસાઈ મારફત ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી.
>
ગામ માટે લાઈબ્રેરી બનાવી
> કૌન બનેગા કરોડપતિ-4 માં જીત્યા ને ગામ માટે બનાવી લાઈબ્રેરી
>
> અમદાવાદ: રાણપુર તાલુકામાં આવેલું ખસ ગામ આજે જિલ્લામાં તેની લાયબ્રેરી માટે જાણીતું બન્યું છે. પણ આ લાયબ્રેરીની ખાસિયત એ છે કે, તેને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે રાજ્ય સરકારે નથી બનાવી, પણ તેને બનાવનાર રાણપુરની જન્મભૂમિ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વનરાજસિંહ દેવુભા ચાવડા છે. જેઓ સોની ટીવી પર પ્રસારિત થતી "કૌન બનેગા કરોડપતિ-4'માં વર્ષ 2010માં હોટ સીટ પર બેસીને રૂ. 25 લાખ જેટલી માતબર રકમ જીત્યા હતા. આ રકમમાંથી જ તેમણે પોતાના ગામના તમામ વર્ગના લોકો માટે ઈનામની રકમમાંથી એક જાહેર લાયબ્રેરી બનાવી છે. જેનું નામ વીર શહીદ સહદેવસિંહ મોરી છે. સહદેવસિંહ પાકિસ્તાન સરહદે દુશ્મનો સામે લડતા શહીદ થયા હતા. આ લાયબ્રેરી પાછળ વર્ષે 20 હજાર ખર્ચ થાય છે. આ ખર્ચ પણ વનરાજસિંહ ચાવડા પોતે ભોગવે છે.
>
બુધવાર, 10 ડિસેમ્બર, 2014
માત્ર 10 રૂપરડીમાં જઠરાગ્ની ઠરતું જેતપુરનું હરીઓમ ભોજનાલય..
મંગળવાર, 2 ડિસેમ્બર, 2014
પોરબંદર ટ્રેન હેઠળ ઝંપલાવી મુસ્લિમ આધેડનો આપઘાત
પોરબંદર ટ્રેન હેઠળ ઝંપલાવી અજાણ્યા આધેડનો આપઘાત
શુક્રવાર, 28 નવેમ્બર, 2014
સૌરાષ્ટ્ર ખેડૂત લડત સમિતિનું જેતપુરના મામલતદારને આવેદન
રાજકોટની ખાનગી બેન્કને 32 હજાર નો દંડ ફટકારતું તકરાર નિવારણ ફોરમ
કોમ્પ્યુટર એન્જીનીયર બનવા માંગતો જેતપુરનો યુવાન ભયંકર રોગ મસ્ક્યુલર ડિસ્ટ્રોફીમાં સપડાઈ ગયો !!
કોમ્પ્યુટર એન્જીનીયર બનવા માંગતો જેતપુરનો યુવાન
ભયંકર રોગ મસ્ક્યુલર ડિસ્ટ્રોફીમાં સપડાઈ ગયો !!
બહેન નિમિષાના સહારે જીવન જીવતો રાજેશ ભાટિયા
શિક્ષણનું બલિદાન આપનાર બહેનની સેવા છાપરે ચડીને પોકારે તેવી જોવા મળી !!
(કશ્યપ જોશી ) જેતલસર(જેતપુર) તા.28
જેતપુરના મોટા ચોકમાં રહેતો અને અભ્યાસમાં તેજસ્વીતા ધરવતો યુવાન છેલ્લા સાત સાત વરસ થયા એક ભયંકર રોગમાં પીડાઈ રહ્યો હોય, કોઈ પાસે આ રોગની નક્કર સારવાર કે ઈલાજ હોય તો જણાવવા પીડિત યુવાનના પરિવારજનોએ ભીની આંખે ભીની આંખે અપીલ કરી છે.
જન્મના 15 વર્ષ પછી અચાનક ઉક્ત ભયંકર રોગમાં સપડાઈ ગયેલા જેતપુરના ભાટિયા રાજેશ સતીશભાઈ ગોકળ ગાંધી (ઉ.વ.22) જીવનને ધૂંધળું બનાવી દેનાર હકીકતો જાણીએ તો રાજેશે ધો.1 થી 10 નો અભ્યાસ બિલકુલ સજા નરવા અને પરફેક્ટ ફિઝીકલી ફિટનેસ સાથે પૂર્ણ કર્યો..
આગળ વધુ ભણી કોમ્પ્યુટર એન્જીનીયર બનવા માંગતા રાજેશની જીંદગીમાં એકાએક પીડાદાયક ગંભીર વળાંક આવ્યો હોય તેમ તેમના શરીરમાં નબળાઈ, રહેવા, બેસવા, હરવા, ફરવા તેમજ ભોજન અને મોજ શોખમાં દિન પ્રતિદિન વધતી જતી
અરુચિ બાદ એકદમ શારીરિક શક્તિઓ ખતમ થતી જતી હોવાનો અહેસાસ થવા લાગતા પિતા સતીશભાઈ કરશનદાસ ભાટિયા, માતા ઇલાબેન, બે બહેનો ખુશ્બુબેન અને નીમીશાબેન સહિતના પરિવારજનો રાજેશની સારવાર માટે સૌરાષ્ટ્ર-ગુજરાત ખુંદી વળ્યા હતા પણ કોઈ જગ્યાએ અસરકારક સારવાર મળતી નહોતી.
બીજીબાજુ રાજેશને હલવા-ચાલવામાં, ઉઠવા બેસવામાં ટેકાની જરૂરીયાત ઉભી થવા લાગતા એક તબ્બક્કે શરીર સાથ છોડી રહ્યાનું તે દુખ અનુભવતો હતો. પછી તો ચાલતા ચાલતા પણ ગબડી પડવાની ઉપાધિમાં સપડાઈ રહેલા આ યુવાનના પરિવારજનો એ રાજકોટ, અમદાવાદ, સુરત, બરોડા અને મુંબઈ સુધી ધોળા કરી આશરે રૂપિયા 10 લાખનું રાજેશની સારવારમાં આંધણ કરી નાંખ્યું, પણ કોઈ સારવાર ફળી નહોતી.
દરમિયાન રાજકોટના એક નામાંકિત તબીબના નિદાનમાં એવું બહાર આવ્યું હતું કે મેજોરીટી પુરુષમાં અને 1 થી 15 વર્ષ દરમિયાન જ લાગુ પડી જતા ભયંકર મસ્ક્યુલર ડિસ્ટ્રોફીમાં રાજેશ સપડાઈ ગયો છે. જરૂરી અને ઝડપી સારવાર મળે તોજ માણસ બચી શકે તેવા તબીબોના ત્રણ વચ્ચે આ યુવાનનો પરિવાર મુંબઈની સાયન હોસ્પિટલ ખાતેથી ડોક્ટર ખાંડેલકર અને હરિદ્વાર ખાતે યોગ ગુરુ બાબાના આશ્રમ ખાતેથી દવાઓ લઈને રાજેશની સારવાર કરતા જતા હતા. જેમાં હરિદ્વારની દવાએ આ યુવાનના શરીરમાં ફેલાતા ઉપરોક્ત રોગના ફેલાવાને અટકાવવામાં મહદઅંશે ભાગ ભજવ્યો હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું, જો કે હાલના દિવસોમાં રાજેશ પોતાની રીતે કઈ પણ કરવા અસમર્થ બની ગયો છે.
બોક્સ: બહેને આપ્યું અભ્યાસનું બલિદાન !!
જેતલસર : રાજેશથી મોટી બહેન નીમીષાએ આ લખનારને જણાવેલ કે, તેણીએ એસવાયબીકોમ સુધી અભ્યાસ કરી બાકીનો અભ્યાસ છોડી દીધો, એક એવો મક્કમ નિર્ધાર કરી લીધો છે કે જ્યાં સુધી ભયલો રાજેશ પુનઃ ચાલવા ના લાગે, દોડવા નાં માંડે ત્યાં સુધી અભ્યાસ તો શું લગ્ન પણ નહિ કરે ! તો માતા ઇલાબહેને રડમસ અવાજે જણાવેલ કે તેઓની વયોવૃદ્ધ અવસ્થામાં મદદ માટે લાકડી સમાન દીકરો સાજો નરવો થઇ જાય તેનાથી વિશેષ એક માતાની શું અપેક્ષા હોય ? જ્યારે નાનો અમથો ધંધો ધરાવતા રાજેશના પિતા સતીશભાઈએ જણાવેલ કે દવા અને દુઆઓ સાથે રાખી પુત્રની સારવાર માટે આમથી તેમ ભટકી રહ્યા છીએ. કોઈ આવા રોગમાંથી છુટકારો મેળવી ચુક્યું હોય તો બસ એકવાર આવા દર્દીઓએ મળવા અનુરોધ કર્યો છે.
બોક્સ: આ રોગના ક્યાં ક્યાં લક્ષણો છે ?
જેતલસર :મસ્ક્યુલર ડિસ્ટ્રોફી રો ગમાં સપડાયેલ દર્ધીની શારીરિક તાકાત દિન પ્રતિદિન ખતમ થતી જાય છે. દર્દી પોતે સેલ્ફ કોઈ પણ કાર્ય, હલન ચલન માટે મજબુર થઇ જાય છે. આ રોગના રક્તકણો એટલી બધી માત્રામાં શરીરમાં ફેલાઈ જાય છે કે આપના મૂળભૂત રક્તકણોને વિકાસમાં અવરોધ ઉભો કરે છે. તાવ-શરદીથી કાયમ દર્દી ઘેરાયેલો રહે છે. 5 થી 15 વર્ષના પુરુષ જાતિમાં આ રોગ વધારે વળગી જતો હોવાનું જાણકાર તબીબોનું કહેવું છે. અમુક તબીબોએ એવા પણ તારનો રજુ કર્યા કે તેઓની સમાજ અને જાણકારી મુજબ આજથી વર્ષો પહેલા આ રોગ 7500 વ્યક્તિઓમાં એક માં જોવા મળતો, આજે આ રોગનો ફેલાવો 3500 વ્યક્તિઓમાં એક માં જોવા મળે છે. સમયસરની સારવાર ના મળે તો દર્દીને જીવનથી હાથ ધોવા પડે એટલેકે દર્દી મોતને પણ ભેટે તેવી દહેશત તબીબી વર્તુળોએ વ્યક્ત કરી છે.
બોક્સ: કેટલા પ્રકારના મસ્ક્યુલર ડિસ્ટ્રોફી રોગ??
જેતલસર: દર્દીને શારીરિક રીતે ભાંગી નાંખનાર અને બેદરકારી દાખવાય તો દર્દીને મોતના મુખમાં ધકેલી દેનાર આ રોગ દસ પ્રકારે થઇ છે તેમાં ડસેન, બેકર, માયોટોનીક, કોન્જેનાઈટલ માયોપેથી , મેટાબોલિક માયોપેથી, હાઈપેર કેલેમિક પીડીયોટ્રીક, પેરમાયોટોનીયા કોન્જેનાઇટા, અને એક્વાયર્ડ માયોપેથી વિગેરે 10 પ્રકારના મસ્ક્યુલર ડિસ્ટ્રોફી રોગ થાય છે.
બોક્સ: સ્ટેમસેલ થેરાપી અસરકારક ?!
જેતલસર: ઉપરોક્ત રોગનો ભોગ બનનાર રાજેશના પિતા તથા બહેન સહિતના પરીવારજનોએ જણાવેલ કે, આવા પ્રકારના રોગની સારવારમાં સ્ટેમસેલ થેરાપી અસરકારક હોવાનું સાંભળવા મળ્યું છે પણ કોઈ આવા દર્દીનો ભેટો ના થયો હોય આવી ખર્ચાળ સારવારનો અમારે લાભ લેવો કે કેમ ? તેની ચિંતા કોઈ દુર કરી શકે તેમ હોય તો 9998266937 ઉપર રાજેશ ભાટિયાનો સંપર્ક સાધવા અપીલ કરાઈ છે.
ફોટો અને અહેવાલ કશ્યપ જોશી જેતલસર(જેતપુર)
ફોટો લાઈન : ગંભીર માંદગીમાં પટકાયેલ રાજેશ માતા અને બહેન સાથે નજરે પડે છે.




















































