અનુયાયીઓ

સોમવાર, 22 ડિસેમ્બર, 2014

gondal taluka na sultanpur ma ramdev dhun mandal na yuvano dwara aajni pedhi ne shikh saman sevakiy karyo..........tasveer & aheval by .kamlesh ravrani {sultanpur}

---------- Forwarded message ----------
From: "Bhola modeling Studio Sultanpur" <bholamodelingstudiosultanpur@gmail.com>
Date: Dec 22, 2014 12:52 PM
Subject: gondal taluka na sultanpur ma ramdev dhun mandal na yuvano dwara aajni pedhi ne shikh saman sevakiy karyo..........tasveer & aheval by .kamlesh ravrani {sultanpur}
To: <kathiawadpost@gmail.com>, <kkumarjoshi@gmail.com>, "Vijay Chauhan" <avadhtimes@gmail.com>, <abataknews@gmail.com>, <saurashtra.satya@gmail.com>, <akiladaily@gmail.com>, <sanjsamachar@gmail.com>, <akiladaily@yahoo.com>, <amreliexpress7@gmail.com>
Cc:

gondal taluka na sultanpur ma ramdev dhun mandal na yuvano dwara aajni pedhi ne shikh saman sevakiy karyo..........tasveer & aheval by .kamlesh ravrani {sultanpur}

ગુરુવાર, 18 ડિસેમ્બર, 2014

જેતપુર તાલુકા પંચાયત પ્રમુખ તરીકે નીતાબેન ગુન્દારીયા બિનહરીફ

જેતપુર તાલુકા પંચાયત પ્રમુખ તરીકે નીતાબેન ગુન્દારીયા બિનહરીફ 

જેતપુર તા.18

જેતપુર તાલુકા પંચાયત પ્રમુખની વરણી માટેની આજે તાલુકા પંચાયતમાં મળેલી બેઠકમાં પ્રમુખ તરીકે નીતાબેન દિનકરભાઈ ગુન્દારીયા બિનહરીફ થયા થયા હોવાનું તાલુકા વિકાસ અધિકારી  ઘેડાએ જણાવેલ ..

બાબતે મળતી વિગતો મુજબ જેતપુર તાલુકા પંચાયત  કચેરીમાં પ્રમુખ હંસાબેન વૈષ્ણવ ની સત્તાનું શાશન પૂરું થવાને 7/8 મહિના બાકી હતા ત્યાજ સભ્યોમાં આંતરિક મતભેદો સર્જાતા કામો નાં  થતા હોવાના બહાના વચ્ચે આજથી એકાદ મહિના  પહેલા 17 સભ્યોએ પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાશની દરખાસ્ત રજુ થતા અને પસાર થઇ જતા  હંશાબેનનું શાશન ઘેર ચાલ્યું ગયું હતું.

દરમિયાન ડીડીઓની સુચના અને આદેશ અનુશાર જેતપુર તાલુકા વિકાસ અધિકારી ઘેડાએ તાલુકા પંચાયત પ્રમુખની વરણી માટે આજરોજ 18 મી ડિસેમ્બરે સામાન્ય સભા મામલતદાર ભોરાનીયાના અધ્યક્ષ સ્થાને બોલાવી હતી.

પહેલા 16 મી ડિસેમ્બર તાલુકા પંચાયત પ્રમુખની દાવેદારી એટલેકે ફોર્મ ભરવાની નિયત કરાઈ હતી. જે દિવસે એક પણ સભ્યે ફોર્મ નહિ ભરતા આજે યોજાયેલ સા.સભા વચ્ચે કુલ 17 માના 13 સભ્યો અને ટીડીઓ ની  હાજરીમાં ખજૂરી ગુંદાળા રહેતા અને જેતપુર તાલુકા પંચાયતની ખીરસરા બેઠકના સભ્ય નીતાબેન દિનકરભાઈ ગુન્દારીયા બિનહરીફ જેતપુર તા.પચાયત પ્રમુખ તરીકે જાહેર થયા હતા.

 

 

 

બોક્સ:  ચાર સભ્યો ગેરહાજર,

નવા પ્રમુખ શું ઉકાળશે ??

જેતપુર:  આજે જેતપુર તાલુકા પંચાયત પ્રમુખ વરણી માટેની યોજાયેલ સામાન્ય સભામાં માજી તા.પં. પ્રમુખ હંસાબેન, કે.પી.પાદરીયા, રસિકભાઈ ગોંડલિયા, તથા જેન્તીભાઈ ડાવરા પોતપોતાના અનિવાર્ય અને પ્રતિકુળ સંજોગોને કારણે ગેરહાજર રહ્યા હોવાનું ટીડીઓ ઘેડાએ જણાવેલ.. જયારે નવા મહિલા પ્રમુખ નીતાબેન અગાઉના પ્રમુખની જેમ વિકાસના કામોને બ્રેક મરાવશે કે વેગ અપાવશે ?  સમયજ બતાવશે.

 કશ્યપ જોશી (જેતલસર )જેતપુર 997426281

  

 

બુધવાર, 17 ડિસેમ્બર, 2014

AVSAN NONDH JETPUR KASHYAP JOSHI JETALSAR

અવશાન નોંધ :
જેતપુર : વરિયા વૈષ્ણવ પ્રજાપતિ જ્ઞાતિના હરસુખભાઈ ટપુભાઈ (ગાડાવાળા -ઉ.વ.65) તે જેન્તીભાઈ , અમુભાઈ અને બાબુભાઈના વડીલબંધુ , કિશોરભાઈ અને ભાવેશભાઈના પિતા તા.17 ના રોજ અવસાન પામ્યા છે. બેસણું તા.18 ને ગુરુવારે, તેમના નિવાસસ્થાન, નવી દેસાઈ વાડી, તેજસ્વી હનુમાન મંદિર પાસે, જુનાગઢ રોડ, જેતપુર ખાતે  સાંજે  4 થી 6 રાખેલ છે.

કશ્યપ જોશી જેતપુર -9974262812

મંગળવાર, 16 ડિસેમ્બર, 2014

Kashyap joshi


>
> સોમનાથ થી રાજકોટ જતી મુંબઈ લીનક ટ્રેન નું એન્જીન ગોંડલ બંધ થતા ટ્રેન દોઢ કલાક મોદી થવા પામી હતી રેલ તંત્રે રાજકોટ થી બીજું એન્જીન મંગાવી ટ્રેન દોડાવી હતી. મુસાફરો ને મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો 

સોમવાર, 15 ડિસેમ્બર, 2014

ગામ માટે લાઈબ્રેરી બનાવી




Sent from Samsung Mobile.


-------- Original message --------
From: "ATUL N. CHOTAI" <kasumbo@yahoo.co.in>
Date:12/14/2014 5:52 PM (GMT+05:30)
To: ATUL CHOTAI <kasumbo@yahoo.co.in>
Cc:
Subject: ગામ માટે લાઈબ્રેરી બનાવી

કૌન બનેગા કરોડપતિ-4 માં જીત્યા ને ગામ માટે બનાવી લાઈબ્રેરી

અમદાવાદ: રાણપુર તાલુકામાં આવેલું ખસ ગામ આજે જિલ્લામાં તેની લાયબ્રેરી માટે જાણીતું બન્યું છે. પણ આ લાયબ્રેરીની ખાસિયત એ છે કે, તેને  તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે રાજ્ય સરકારે નથી બનાવી, પણ તેને બનાવનાર રાણપુરની જન્મભૂમિ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વનરાજસિંહ દેવુભા ચાવડા છે. જેઓ સોની ટીવી પર પ્રસારિત થતી "કૌન બનેગા કરોડપતિ-4'માં વર્ષ 2010માં હોટ સીટ પર બેસીને રૂ. 25 લાખ જેટલી માતબર રકમ જીત્યા હતા.  આ રકમમાંથી જ તેમણે પોતાના ગામના તમામ વર્ગના લોકો માટે ઈનામની રકમમાંથી એક જાહેર લાયબ્રેરી બનાવી છે. જેનું નામ વીર શહીદ સહદેવસિંહ મોરી છે. સહદેવસિંહ પાકિસ્તાન સરહદે દુશ્મનો સામે લડતા શહીદ થયા હતા. આ લાયબ્રેરી પાછળ વર્ષે 20 હજાર ખર્ચ થાય છે. આ ખર્ચ પણ વનરાજસિંહ ચાવડા પોતે ભોગવે છે.

રવિવાર, 14 ડિસેમ્બર, 2014

JETPURNA TABIBNE CHHETARI JATA 3 GATHIY. .KASHYAP JOSHI JETPUR

JETPURNA TABIBNE CHHETARI  JATA 3 GATHIY. .KASHYAP JOSHI JETPUR

: ક્લેઈમ ચૂકવવો પડે

> સીએનજી કિટની નોંધ ન થઈ હોય તો પણ ક્લેઈમ ચૂકવવો પડે
>
> સુરતઃ વાહન અકસ્માત અંગે ઈન્સ્યોરન્સના કલેઈમમાં સીએનજી કીટનું રજિસ્ટ્રેશન ન થયું હોય તો પણ વીમા કંપની ક્લેઈમ ચૂકવવા ઈનકાર કરી શકે નહીં એવા ચુકાદા સાથે સુરત જિલ્લા ગ્રાહક કોર્ટે ફરિયાદીને ક્લેઈમની ૭૫ ટકા રકમ ચૂકવવા હુકમ કર્યો હતો. આ કેસની વિગત એવી છે કે સુરતમાં રહેતા સુધીર દેસાઈએ ૨૦૦૭માં તેમની ફોર્ડ કાર માટે ઈફકો ટોકિયો કંપનીનો વીમો લીધો હતો. ૨૦૦૯માં તેમણે કારમાં સીએનજી કીટ ફીટ કરાવી હતી. વીમો અમલમાં હતો તે દરમિયાન તા.૧૩-૦૯-૧૧ના રોજ તેમનો પુત્ર વાપીથી આવતો હતો ત્યારે હાઈવે પર અકસ્માત થતાં કારને નુકસાન થયું હતું. તેમણે વીમા કંપનીમાં રૂ.૨.૨૯ લાખનો ક્લેઈમ કર્યો હતો પણ કંપનીએ કારમાં લગાડાયેલી સીએનજી કીટનું આરટીઓ રજિસ્ટ્રેશન ન થયું હોવાના મુદ્દા પર ક્લેઈમ ચૂકવવા ઈનકાર કરી દીધો હતો. સુધીર દેસાઈએ એડવોકેટ શ્રેયસ દેસાઈ મારફત ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી.
>

ગામ માટે લાઈબ્રેરી બનાવી


> કૌન બનેગા કરોડપતિ-4 માં જીત્યા ને ગામ માટે બનાવી લાઈબ્રેરી
>
> અમદાવાદ: રાણપુર તાલુકામાં આવેલું ખસ ગામ આજે જિલ્લામાં તેની લાયબ્રેરી માટે જાણીતું બન્યું છે. પણ આ લાયબ્રેરીની ખાસિયત એ છે કે, તેને  તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે રાજ્ય સરકારે નથી બનાવી, પણ તેને બનાવનાર રાણપુરની જન્મભૂમિ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વનરાજસિંહ દેવુભા ચાવડા છે. જેઓ સોની ટીવી પર પ્રસારિત થતી "કૌન બનેગા કરોડપતિ-4'માં વર્ષ 2010માં હોટ સીટ પર બેસીને રૂ. 25 લાખ જેટલી માતબર રકમ જીત્યા હતા.  આ રકમમાંથી જ તેમણે પોતાના ગામના તમામ વર્ગના લોકો માટે ઈનામની રકમમાંથી એક જાહેર લાયબ્રેરી બનાવી છે. જેનું નામ વીર શહીદ સહદેવસિંહ મોરી છે. સહદેવસિંહ પાકિસ્તાન સરહદે દુશ્મનો સામે લડતા શહીદ થયા હતા. આ લાયબ્રેરી પાછળ વર્ષે 20 હજાર ખર્ચ થાય છે. આ ખર્ચ પણ વનરાજસિંહ ચાવડા પોતે ભોગવે છે.
>

AVSANNONDH JETPUR KASHYAP JOSHI..9974262812

AVSANNONDH JETPUR KASHYAP JOSHI..9974262812

બુધવાર, 10 ડિસેમ્બર, 2014

માત્ર 10 રૂપરડીમાં જઠરાગ્ની ઠરતું જેતપુરનું હરીઓમ ભોજનાલય..




સેવાની જ્યોતને  પ્રજ્જવલિત રાખવા સહાય જરૂરી 
માત્ર 10 રૂપરડીમાં ભૂખ્યાની જઠરાગ્ની ઠારતું જેતપુરનું હરીઓમ ભોજનાલય..
(કશ્યપ જોશી )જેતલસર(જેતપુર) તા.10
જેતપુરના ખોડપરા વિસ્તારની શેરી નંબર ડી/7 માં હરિઓમ ભોજનાલય આવેલું છે. જોશી બાપના આશ્રમ તરીકે ઓળખાતા આ ભોજનાલયમાં દરરોજ બપોરે અનેક ભૂખ્યા લોકોની જઠરાગ્ની માત્ર દશ રૂપરડીમાં ઠારવામાં આવે છે. સાવ મામુલી રકમમાં આજે વ્યસનીઓને પાન ફાકીને મસાલો પણ મળતો નથી ત્યારે સુદ્ધ અને સાત્વિક ભોજનથી ભૂખ્યાઓને ભરપેટ જમાડવાની આ સેવાને અનન્ય ગણવી પડે તેમ છે.
અહી જમવા આવતા અત્યંત ગરીબો અને મધ્યમ વર્ગીય લોકોની  ભોજન વ્યવસ્થા નિયમિત કરવા સુરેશભાઈ લાખાણી, ગીતાબેન લાખાણી અને નન્કુબાપુ તથા બોરડી સમઢીયાળા ની સેવા ઉડીને આંખે વળગે તેવી જોવા મળી. તો વિનુભાઈ બાવીષા,મહેન્દ્રભાઈ દોશી, અનિલભાઈ કાછડિયા અને સ્વ.શારદાબેન મનસુખભાઈ ગઢિયા જેવા અડીખમ દાતાઓના તમામ પ્રકારના સંગીન સહયોગનો અન્યોએ ધડો લેવા જેવું કહેવાનું મુનાશીબ જણાય છે. જયારે આવી ઉત્તમ અન્ન સેવા ચાલુ કરવાનો જેને વિચાર આવ્યો તે દામજીભાઈ(કાળુભાઈ )જોશીની સેવા પણ કાબીલેદાદ જોવા મળી રહી છે. આ માણસે પોતાના તમામ અંગત કામો પડતા મૂકી બસ એક જ ધૂની ધખાવી છે કે ભૂખ્યાની કળકળતી, બળતી જઠરાગ્ની ઠારવી !

બોક્સ : તમે પણ કરી શકો આવી રીતે સેવા !!
જેતપુર: કાળુભાઈ જોશીએ જણાવેલ કે ભોજન ના માસિક દાતા બનવા ઉપરાંત સ્વર્ગે સિધાવેલા પુણ્યાત્માઓની યાદમાં, લગ્ન, જન્મ કે અન્ય કોઈ તહેવારોની ઉજવણીમાં દેખાદેખી કરવાને બદલે જો લોકો આવા ભોજ્નાલાયોમાં બનતો આર્થિક સહયોગ આપતા થાય તો કરોડો પુણ્ય આ ધરતી પર જ મળતા થઇ તેમાં શંકા નથી !

ફોટો અને  અહેવાલ કશ્યપ જોશી જેતપુર જેતલસર 
 



મંગળવાર, 2 ડિસેમ્બર, 2014

પોરબંદર ટ્રેન હેઠળ ઝંપલાવી મુસ્લિમ આધેડનો આપઘાત


9 કલાકે નવાગઢ રેલવે સ્ટેશનથી તદન નજીક 
પોરબંદર ટ્રેન હેઠળ ઝંપલાવી મુસ્લિમ આધેડનો આપઘાત
(કશ્યપ જોશી ) જેતલસર(જેતપુર)તા.2
આજે સવારે નવાગઢ રેલ્વે સ્ટેશન નજીક્નાજ એક બેઠા પુલ ઉપર પસાર થયેલી ટ્રેન હેઠળ એક   મજુરી કામ કરતા મુસ્લિમ આધેડે ઝંપલાવી આપઘાત કરી લેતા જોનારાઓમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
 આ બાબતે મળતી વિગતો મુજબ રાજકોટ પોરબંદર રૂટની 19571 નંબરની ટ્રેન આજે સવારે 9 વાગ્યે નવાગઢના બેઠા પુલ ઉપરથી પસાર થતી હતી ત્યારે ત્યાં પહેલાથીજ બેઠેલા એક અજાણ્યા આધેડે ટ્રેન હેઠળ ઝંપલાવી દેતા તેનું કમકમાંટી ભર્યું મોત થયું હતું.. દરમિયાન આ ટ્રેન ના ગાર્ડ પી.એમ.સુરાણીએ લાશને નવાગઢ ફ્લેગ રેલવે સ્ટેશનની ઓરડીમાં મુકાવી દીધી હતી.પોલીસ તપાસ દરમિયાન આ લાશ સલીમભાઈ  સતારભાઈ રફાઈ-ફકીર(ઉ.વ.50- જગાવાલા ચોરા-જેતપુર)હોવાનું બહાર આવ્યું હતું
બોક્સ:રેલસુત્રો  સહકાર આપે  
નવાગઢ રેલવે સ્ટેશનના બુકિંગ ક્લાર્ક આલોક રોય એ જણાવેલ કે નવાગઢ નજીકના આ બનાવની લાશને બનાવવાળી ટ્રેનના કાર્યવાહકોએ જેતલસર જંકશન લઇ જવાની જરૂર હતી. કારણ નવાગઢ ખાતે તેઓને ટિકિટનું બુકિંગ કરવું કે બનાવના કાગળોમાં સમય બગાડવો ?? તેઓએ એવું પણ જણાવેલ કે આજના બનાવ વખતે પણ બનાવ કોની હદમાં એટલેકે કઈ પોલીસમાં આ બનાવની નોંધ થશે તેની સવારના નવ વાગ્યાથી ચાલતી ગડમથલ વચ્ચે તેઓને રેલવેના એસપીના કંટ્રોલ રૂમને જાણ કરવાની મહેનત કરવી પડી હતી.  પોલીસે સલીમભાઈના આપઘાતનું  કારણ શોધવા કવાયત આદરી છે.

ફોટો અને સમાચાર કશ્યપ જોશી જેતલસર(જેતપુર)
99742 62812

પોરબંદર ટ્રેન હેઠળ ઝંપલાવી અજાણ્યા આધેડનો આપઘાત

9 કલાકે નવાગઢ રેલવે સ્ટેશનથી તદન નજીક 
પોરબંદર ટ્રેન હેઠળ ઝંપલાવી અજાણ્યા આધેડનો આપઘાત
(કશ્યપ જોશી ) જેતલસર(જેતપુર)તા.2
આજે સવારે નવાગઢ રેલ્વે સ્ટેશન નજીક્નાજ એક બેઠા પુલ ઉપર પસાર થયેલી ટ્રેન હેઠળ એક અજાણ્યા આધેડે ઝંપલાવી આપઘાત કરી લેતા જોનારાઓમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
 મુજબ રાજકોટ પોરબંદર રૂટની 19571 નંબરની ટ્રેન આજે સવારે 9 વાગ્યે નવાગઢના બેઠા પુલ ઉપરથી પસાર થતી હતી ત્યારે ત્યાં પહેલાથીજ બેઠેલા એક અજાણ્યા આધેડે ટ્રેન હેઠળ ઝંપલાવી દેતા તેનું કમકમાંટી ભર્યું મોત થયું હતું.. દરમિયાન આ ટ્રેન ના ગાર્ડ પી.એમ.સુરાણીએ લાશને નવાગઢ ફ્લેગ રેલવે સ્ટેશનની ઓરડીમાં મુકાવી દીધી હતી.
બીજી બાજુ બનાવની રૂબરૂ વિગતો લેવા ગયેલા પત્રકાર કશ્યપ જોશી ને નવાગઢ રેલવે સ્ટેશનના બુકિંગ ક્લાર્ક આલોક રોય એ જણાવેલ કે નવાગઢ નજીકના આ બનાવની લાશને બનાવવાળી ટ્રેનના કાર્યવાહકોએ જેતલસર જંકશન લઇ જવાની જરૂર હતી. કારણ નવાગઢ ખાતે તેઓને ટિકિટનું બુકિંગ કરવું કે બનાવના કાગળોમાં સમય બગાડવો ?? તેઓએ એવું પણ જણાવેલ કે આજના બનાવ વખતે પણ બનાવ કોની હદમાં એટલેકે કઈ પોલીસમાં આ બનાવની નોંધ થશે તેની સવારના નવ વાગ્યાથી ચાલતી ગડમથલ વચ્ચે તેઓને રેલવેના એસપીના કંટ્રોલ રૂમને જાણ કરવાની મહેનત કરવી પડી હતી. હાલ પોલીસે સરકારી હોસ્પીટલમાં પીએમ વિધિ માટે લાશને ખસેડવાની રેલ તંત્ર એ કવાયત આદરી છે.

ફોટો અને સમાચાર કશ્યપ જોશી જેતલસર(જેતપુર)
99742 62812

શુક્રવાર, 28 નવેમ્બર, 2014

સૌરાષ્ટ્ર ખેડૂત લડત સમિતિનું જેતપુરના મામલતદારને આવેદન




ખેડૂતોના અનેક અણઉકેલ પ્રશ્નો નિવારવાની માંગ સાથે 
સૌરાષ્ટ્ર ખેડૂત લડત સમિતિનું જેતપુરના મામલતદારને આવેદન 
જેતપુર તા.28
સૌરાષ્ટ્ર ખેડૂત લડત સમિતિના આગેવાનોએ આજે ખેડૂતોને સાથે રાખી, જેતપુર દોડી આવી વર્ષો થયા ખેડૂતોના અણઉકેલ પ્રશ્નો તાકિદે નિવારવાની માંગ દોહરાવતું એક આવેદન મામલતદારને સુપરત કર્યું હતું..
    આવેદનમાં ખેડૂત લડત સમિતિના આગેવાનો શિવલાલ વેકરીયા, ચંદુભાઈ શિંગાળા, વજુભાઈ કોઠારી વિગેરેએ જેતપુર શહેર તાલુકાના ખેડૂત આગેવાનો વિપુલ વૈષ્ણવ, પી.એલ.વસોયા, અરવિંદ રૂપાપરા, જગદીશ પાંભર, કૈલાશ નંદાણીયા, દીપક પીપળીયા, ધીરુ ભંડેરી, કુમન ઠુંમર, વી.એ સાથે રાખી જેતપુર મામલતદાર કચેરી પર દોડી આવ્યા હતા અને ખેડૂતો સાથે કાયમી થઇ રહેલા અન્યાયને તાત્કાલિક હલ કરવાના સુત્રોચ્ચાર કર્યા હતા.
આવેદનમાં ખેડૂતોએ જણાવેલ છે કે માર્કેટ યાર્ડ ઉપરાંત દર વિશ કિમીની ત્રિજીયામાં સીસીઆઈ નું ખરીદ કેન્દ્ર ખોલી ખેડૂતોને મગફળીના 1000 રૂ. અને કપાસના રૂ.1200 મળે તેવા સરકારે પ્રયાસ કરવા જોઈએ..યાર્ડોમાં મૂલ્યાંકન સમિતિઓની રચના કરી ઉત્પાદિત જણસોના ભાવોમાં ખેડૂતોની મહેનતનું વળતર ઉમેરી પડતર કિંમત નક્કી કરવી જોઈએ.રાજકોટને નર્મદાનું પાણી મળતું હોવા છતાં ભાદર નું પાણી આપવાનો આગ્રહ કેમ ? ભાદર ડેમ સિંચાઈ યોજના ખેડૂતો માટે છે. છતાં ખેડૂતો પાસે પૈસા વસુલાઈ છે, અને રાજકોટ પાસેથી નહિ ! રાજકોટને અપાતા પાણીની પાઈપ લાઈન પર મીટર મુકવાની વાત ને લાંબા સમય થયા ફગાવાય છે. ભાદરનું પાણી ખેડૂતોને આપવામાં તંત્રને ક્યાં ગ્રહો નડે છે ? ભૂતકાળમાં 17 ફૂટ ડેમમાં પાણી હતું તોય ખેડૂતોને અપાતું અને આજે 24 ફૂટ પાણી છે છતાં કેમ ખેડૂતો સાથે ન્યાય કરાય છે ? ખેડૂતોને હેરાન કરતા તત્વો સામે કડક હાથે કામ લેવા પણ માંગ કરી છે. આમ અનેક અણઉકેલ પ્રશ્નો પરત્વે હેરાન થતા ખેડૂતોની 30 મી નવેમ્બર સુધીમાં મદદ નહિ કરાય તો સૌરાષ્ટ્ર ખેડૂત લડત સમિતિ ખેડૂતોને સાથે રાખી દરેક તાલુકા મથકો પર આંદોલનો ચાલુ કરશે તેવી ચીમકી આવેદનમાં ઉચ્ચારી છે.

બોક્સ: વીજ તંત્ર આટલું ઘટતું કરાવે !
જેતપુર: ખેડૂતોએ આવેદનમાં વીજ તંત્રને સ્પર્શતી એક એવી પણ માંગ દોહરાવી છે કે રાજ્ય સરકારે 1992 ની પ્રતીક્ષા યાદી અનુસાર જાહેર કરેલ વાર્ષિક 50000 વીજ કનેકશનોને અગ્રતાનાધોરણે ફાળવવા અને તત્કાલ કનેકશનની વ્યાખ્યામાં આવતા વીજ કનેકશનને તેનાથી અલગ યાદીમાં રાખી ફાળવવા જોઈએ.. આ સિવાય એકજ ખેતરમાં આવેલ અલગ અલગ પાણીના સ્ત્રોતમાં સબ મર્સીબલ પંપો મુકવા છૂટ આપવી જોઈએ..

ફોટો  અને અહેવાલ : કશ્યપ જોશી જેતપુર 

રાજકોટની ખાનગી બેન્કને 32 હજાર નો દંડ ફટકારતું તકરાર નિવારણ ફોરમ

લોન ભરપાઈ કરી દીધી છતાં ગ્રાહકને  દસ્તાવેજો પરત કરવામાં અખાડા કરતી 
રાજકોટની  ખાનગી બેન્કને 32 હજાર નો દંડ 
       ફટકારતું  તકરાર નિવારણ ફોરમ 
(કશ્યપ જોશી ) જેતલસર તા.28
      ગયા બુધવારે રાજકોટમાં જીલ્લા તકરાર નિવારણ ફોરમે લોન ભરપાઈ કરી દીધી હોવા છતાં ગ્રાહકને મૂળ દસ્તાવેજો પરત કરવામાં અખાડા કરતી ખાનગી બેન્કને રૂપિયા 32 હજારનો દંડ ફટકાર્યો હોવાનું કેશ લડનાર વકીલ દવેએ જણાવ્યું છે. 
     આ બાબતે  મુજબ રાજકોટના ગઢિયા વેલજીભાઈ બાવાભાઈ નામના ગ્રાહક-અરજદારે ખાનગી બેંકમાં, બેન્કના નિયમો અનુસાર જરૂરી મકાનના ટાઈટલ ડીડ સહિતના ડોકયુમેન્ટ્સ જમા કરાવી રૂપિયા 5 લાખની લોન સને 2003 ના વર્ષમાં લીધી હતી.
      દરમિયાન નિયત સમયમાં અરજદારે બેન્કને લોન ભરપાઈ કરી દઈને લોન વખતે આપેલા અસલ દસ્તાવેજો બેંક પાસે પરત માંગ્યા હતા. પણ આ ખાનગી બેન્કના લાગતા વળગતા સત્તાધીસોએ દસ્તાવેજો આપવામાં નવ નવ મહિના સુધી રીતસરની સંતાકૂકડી ચાલુ કરતા અરજદાર વેલજીભાઈ ગઢીયાએ  રાજકોટ જીલ્લા તકરાર નિવારણ ફોરમ માં 77/2014 નંબરથી ફરિયાદ દાખલ કરી હતી. 
    જે ફરિયાદનો કેશ ગઈ તા.26/11 ના રોજ તકરાર નિવારણ ફોરમમાં ચાલ્યો તે દરમિયાન ફરિયાદ પક્ષેના વકીલો દવે અને રાજપરા ની ધારદાર દલીલોને ધ્યાને લઈને ફોરમે ખાનગી બેન્કને ગ્રાહકને માનસિક રીતે હેરાન પરેશાન કરવા બદલ, તેમજ બેન્કની સેવાકીય ખામી સાબિત માની રૂપિયા 30000 નવ મહિનાના ચડત વ્યાજ સાથે તેમજ માનસિક ત્રાસ બદલ રૂ.2000 અને વહીવટી ખર્ચના રૂ.1000 એમ મળી કુલ 32000નો દંડ ફકારતા જાણકાર વર્તુળોમાં તરેહતરેહની ચર્ચાઓ જાગી છે.

કશ્યપ જોશી જેતલસર(જેતપુર) 9974262812

માત્ર કાર્યાલયની જાણ  માટે :  બેંક એચડીએફસી, રાજકોટ 
વિનંતી : એડવોકેટ દવેભાઇ અમારા સંબંધી હોય આજે મને આ મેટર મોબાઈલ ઉપર લખાવી હતી. જે યોગ્ય જણાય તો લેવા અથવા વધુ માહિતી માટે વકીલ દવેભાઇ નો  94282 59300 ઉપર સંપર્ક સાધવા વિનંતી છે. કશ્યપ 
 

કોમ્પ્યુટર એન્જીનીયર બનવા માંગતો જેતપુરનો યુવાન ભયંકર રોગ મસ્ક્યુલર ડિસ્ટ્રોફીમાં સપડાઈ ગયો !!

કોમ્પ્યુટર એન્જીનીયર બનવા માંગતો જેતપુરનો યુવાન 

ભયંકર રોગ મસ્ક્યુલર ડિસ્ટ્રોફીમાં સપડાઈ ગયો !! 

બહેન નિમિષાના સહારે જીવન જીવતો રાજેશ ભાટિયા 

શિક્ષણનું બલિદાન આપનાર બહેનની સેવા છાપરે ચડીને પોકારે તેવી જોવા મળી !!

(કશ્યપ જોશી ) જેતલસર(જેતપુર) તા.28

     જેતપુરના મોટા ચોકમાં રહેતો અને અભ્યાસમાં તેજસ્વીતા ધરવતો યુવાન છેલ્લા સાત સાત વરસ થયા એક ભયંકર રોગમાં પીડાઈ રહ્યો હોય, કોઈ પાસે રોગની નક્કર સારવાર કે ઈલાજ હોય તો જણાવવા પીડિત યુવાનના પરિવારજનોએ ભીની  આંખે ભીની આંખે અપીલ કરી છે.

     જન્મના 15 વર્ષ પછી અચાનક ઉક્ત ભયંકર રોગમાં સપડાઈ ગયેલા જેતપુરના ભાટિયા રાજેશ સતીશભાઈ ગોકળ ગાંધી (..22) જીવનને ધૂંધળું બનાવી દેનાર હકીકતો જાણીએ તો રાજેશે ધો.1 થી 10 નો અભ્યાસ બિલકુલ સજા નરવા અને પરફેક્ટ ફિઝીકલી ફિટનેસ સાથે પૂર્ણ કર્યો..

આગળ વધુ ભણી કોમ્પ્યુટર એન્જીનીયર બનવા માંગતા રાજેશની જીંદગીમાં એકાએક પીડાદાયક ગંભીર વળાંક આવ્યો હોય તેમ તેમના શરીરમાં નબળાઈ, રહેવા, બેસવા, હરવા, ફરવા તેમજ ભોજન અને મોજ શોખમાં દિન પ્રતિદિન વધતી જતી 

     અરુચિ બાદ એકદમ શારીરિક શક્તિઓ ખતમ થતી જતી હોવાનો અહેસાસ થવા લાગતા પિતા સતીશભાઈ કરશનદાસ ભાટિયા, માતા ઇલાબેન, બે બહેનો ખુશ્બુબેન અને નીમીશાબેન સહિતના પરિવારજનો રાજેશની સારવાર માટે સૌરાષ્ટ્ર-ગુજરાત ખુંદી વળ્યા હતા પણ કોઈ જગ્યાએ અસરકારક સારવાર મળતી નહોતી.

      બીજીબાજુ રાજેશને હલવા-ચાલવામાં, ઉઠવા બેસવામાં ટેકાની જરૂરીયાત ઉભી થવા લાગતા એક તબ્બક્કે શરીર સાથ છોડી રહ્યાનું તે દુખ અનુભવતો હતો. પછી  તો ચાલતા ચાલતા પણ ગબડી પડવાની ઉપાધિમાં સપડાઈ રહેલા યુવાનના પરિવારજનો રાજકોટ, અમદાવાદ, સુરતબરોડા અને મુંબઈ સુધી ધોળા કરી આશરે રૂપિયા 10 લાખનું રાજેશની સારવારમાં આંધણ કરી નાંખ્યું, પણ કોઈ સારવાર ફળી નહોતી

     દરમિયાન રાજકોટના એક નામાંકિત તબીબના નિદાનમાં એવું બહાર આવ્યું હતું કે મેજોરીટી પુરુષમાં અને 1 થી 15 વર્ષ દરમિયાન લાગુ પડી જતા ભયંકર  મસ્ક્યુલર ડિસ્ટ્રોફીમાં રાજેશ સપડાઈ ગયો છે. જરૂરી અને ઝડપી સારવાર મળે તોજ માણસ બચી શકે તેવા તબીબોના ત્રણ વચ્ચે યુવાનનો પરિવાર મુંબઈની સાયન હોસ્પિટલ ખાતેથી ડોક્ટર ખાંડેલકર અને હરિદ્વાર ખાતે યોગ ગુરુ બાબાના આશ્રમ ખાતેથી દવાઓ લઈને રાજેશની સારવાર કરતા  જતા હતા. જેમાં હરિદ્વારની દવાએ યુવાનના શરીરમાં ફેલાતા ઉપરોક્ત રોગના ફેલાવાને અટકાવવામાં મહદઅંશે ભાગ ભજવ્યો હોવાનું તેમના પરિવારજનોએ  જણાવ્યું હતું, જો કે હાલના દિવસોમાં રાજેશ પોતાની રીતે કઈ પણ કરવા અસમર્થ બની ગયો છે.

 

બોક્સ: બહેને આપ્યું અભ્યાસનું બલિદાન !!

જેતલસર : રાજેશથી મોટી બહેન નીમીષાએ લખનારને જણાવેલ કે, તેણીએ એસવાયબીકોમ સુધી અભ્યાસ કરી બાકીનો અભ્યાસ છોડી દીધો, એક એવો મક્કમ નિર્ધાર કરી લીધો છે કે જ્યાં સુધી ભયલો રાજેશ પુનઃ ચાલવા ના લાગે, દોડવા નાં માંડે ત્યાં સુધી અભ્યાસ તો શું લગ્ન પણ નહિ કરે !  તો માતા ઇલાબહેને રડમસ અવાજે જણાવેલ કે તેઓની વયોવૃદ્ધ અવસ્થામાં મદદ માટે લાકડી સમાન દીકરો સાજો નરવો થઇ જાય તેનાથી વિશેષ એક માતાની શું અપેક્ષા  હોય ? જ્યારે નાનો અમથો ધંધો ધરાવતા રાજેશના પિતા સતીશભાઈએ જણાવેલ કે દવા અને દુઆઓ સાથે રાખી પુત્રની સારવાર માટે આમથી તેમ ભટકી રહ્યા છીએ. કોઈ આવા રોગમાંથી છુટકારો મેળવી ચુક્યું હોય તો બસ એકવાર આવા દર્દીઓએ મળવા અનુરોધ કર્યો છે.

 

બોક્સ:  રોગના ક્યાં ક્યાં લક્ષણો છે ?

જેતલસર :મસ્ક્યુલર ડિસ્ટ્રોફી રો ગમાં સપડાયેલ દર્ધીની શારીરિક તાકાત દિન પ્રતિદિન ખતમ થતી જાય છે.  દર્દી પોતે સેલ્ફ કોઈ પણ કાર્ય, હલન ચલન માટે મજબુર થઇ જાય છે. રોગના રક્તકણો એટલી બધી માત્રામાં શરીરમાં ફેલાઈ જાય છે કે આપના મૂળભૂત રક્તકણોને વિકાસમાં અવરોધ ઉભો કરે છે. તાવ-શરદીથી કાયમ દર્દી ઘેરાયેલો રહે છે. 5 થી 15 વર્ષના પુરુષ જાતિમાં રોગ વધારે વળગી જતો હોવાનું જાણકાર તબીબોનું કહેવું છે. અમુક તબીબોએ એવા પણ તારનો રજુ કર્યા કે તેઓની સમાજ અને જાણકારી મુજબ આજથી વર્ષો પહેલા રોગ 7500 વ્યક્તિઓમાં એક માં જોવા મળતો, આજે રોગનો ફેલાવો 3500 વ્યક્તિઓમાં એક માં જોવા મળે છે. સમયસરની સારવાર ના મળે તો દર્દીને જીવનથી હાથ ધોવા પડે એટલેકે દર્દી મોતને પણ ભેટે તેવી દહેશત તબીબી વર્તુળોએ વ્યક્ત કરી છે.

 

બોક્સ: કેટલા પ્રકારના મસ્ક્યુલર ડિસ્ટ્રોફી રોગ??

જેતલસર: દર્દીને શારીરિક રીતે ભાંગી નાંખનાર અને બેદરકારી દાખવાય તો દર્દીને મોતના મુખમાં ધકેલી દેનાર આ રોગ દસ પ્રકારે થઇ છે તેમાં ડસેન, બેકર, માયોટોનીક, કોન્જેનાઈટલ માયોપેથી , મેટાબોલિક માયોપેથી, હાઈપેર કેલેમિક પીડીયોટ્રીક, પેરમાયોટોનીયા કોન્જેનાઇટા, અને એક્વાયર્ડ માયોપેથી વિગેરે 10 પ્રકારના મસ્ક્યુલર ડિસ્ટ્રોફી રોગ થાય છે.


બોક્સ: સ્ટેમસેલ થેરાપી અસરકારક ?!

જેતલસર: ઉપરોક્ત રોગનો ભોગ બનનાર રાજેશના પિતા તથા બહેન સહિતના પરીવારજનોએ જણાવેલ કે, આવા પ્રકારના રોગની સારવારમાં સ્ટેમસેલ થેરાપી અસરકારક હોવાનું સાંભળવા મળ્યું છે પણ  કોઈ આવા દર્દીનો ભેટો ના થયો હોય આવી ખર્ચાળ સારવારનો અમારે લાભ લેવો કે કેમ ? તેની ચિંતા કોઈ દુર કરી  શકે તેમ હોય તો 9998266937 ઉપર રાજેશ ભાટિયાનો સંપર્ક સાધવા અપીલ કરાઈ છે.


ફોટો અને અહેવાલ કશ્યપ જોશી જેતલસર(જેતપુર)

ફોટો લાઈન : ગંભીર માંદગીમાં પટકાયેલ રાજેશ માતા અને બહેન સાથે નજરે પડે છે.