HITESH SAVALIYA JETPUR 9898848584
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
બુધવાર, 12 નવેમ્બર, 2014
મંગળવાર, 11 નવેમ્બર, 2014
એટીકેટીના પરીક્ષા ફોર્મ ન અપાતા હોવાની રાવ સાથે
જીટીયુના છાત્રોની શિક્ષણમંત્રીને રૂબરૂ રજુઆતો....
જો કે જીટીયુ એ તો લેખીતમાં ના પાડી દીધી કે સમય મર્યાદા ચુકી ગયેલા
ડીપ્લોમાં ઇન ફાર્મસીનાં છાત્રો કોઈ સંજોગોમાં પરીક્ષા નાં આપી શકે
કશ્યપ જોશી જેતલસર(જેતપુર) તા.11
અભ્યાસમાં નિયત સમય મર્યાદા ચુકી ગયેલા ડી.ફાર્મના છાત્રોને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી એટીકેટીની પરીક્ષાના ફોર્મ નાં આપતી હોવાની રાવ સાથે ગઈકાલે જેતપુર, રાજકોટ, લખતર, સહિતના શહેરોના 15 છાત્રો કેબીનેટ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ને રજૂઆત કરવા ગાંધીનગર-અમદાવાદ દોડી ગયા હોવાની વિગતો મળી રહી છે.
આ બાબતે મળતી વિગતો મુજબ જેતપુર, રાજકોટ સહીત ગુજરાતના ડીપ્લોમાં ઇન ફાર્મસીના 15 છાત્રો કે જેઓ પોતાના અભ્યાસ દરમિયાન શારીરિક કે માનશીક સંજોગોનો ભોગ બન્યા છે તેવા તમામ છાત્રોને એટીકેટીની પરીક્ષાના ફોર્મ પણ નહિ આપવાની વાત ને વળગી રેહેલ ગુજરાત ટેકનોલોજીકલ યુનીવર્સીટીની નીતિ રીતી સામે રોષે ભરાયેલ ડી.ફાર્મ ના 15 વિદ્યાર્થીઓ ગઈકાલે ગુંજરત રાજ્યના કેબીનેટ શિક્ષણ મંત્રી ચુડાસમાને રજૂઆત કરવા ગાંધીનગર-અમદાવાદ રૂબરૂ દોડ્યા હતા.
પણ ત્યાં ચુડાસમાના અગ્રસચિવ સાથે છાત્રોને મળવાનો મોકો મળ્યો હતો. આ સમયે ધર્મેશ વાલજી પારધી, ગૌરાંગ નાગરભાઈ દેકીવાડીયા, વંદિત લક્ષ્મણભાઈ મેંદપરા, મેહુલ રાજેન્દ્ર ઉપાધ્યાય, રાઠવા મેહુલ મોતીભાઈ, ધાનાણી સાગર હસમુખભાઈ, વિનય લક્ષ્મણસિંહ બારૈયા,સૈયદ અનસ ફરુકખાન, સિદ્ધા મનુભાઈ ઉકાભાઈ,પરીખ ઋષિ રાકેશભાઈ, કિશન પટેલ, ચૌધરી દેવ, હિરેન પટેલ વિગેરે છાત્રોએ પોત પોતાના ડીપ્લોમાં ઇન ફાર્મસીના અભ્યાસ દરમિયાન શારીરિક માનશીક યાતનાઓ વેઠવી પડી હોય, અભ્યાસમાં પુરતું ધ્યાન ના અપાઈ શકાયું હોવાનો વસવસો વ્યક્ત કરી તેઓને ડી.ફાર્મ ની એટીકેટીની પરીક્ષાના ફોર્મ મળે તેવી જીટીયુને ભલામણ કરવાની માંગ દોહરાવી હતી. અગ્ર સચિવે આ પ્રશ્નનું ફોલોઅપ લઈને બનતી મદદ કરવાની ખાતરી આપી હતી.
બોક્સ: જીટીયુ એ લેખિતમાં ભણેલો નનૈયો !!
જેતપુર: છાત્રો દ્વારા રાજ્ય મંત્રી જયેશભાઈ રાદડીયાને એટીકેટીના પરીક્ષા ફોર્મ મળવા બાબતે કરાયેલી રજુઆતનો જેતપુરના ધર્મેશ પારધીને લેખિતમાં જવાબ આપતી ગુજરાત ટેકનોલોજીકલ યુનીવર્સીટી એ જણાવેલ છે કે જીટીયુના નોટીફીકેશન ક્રમાંક નંબર 1/2012 મુજબ ડી.ફાર્મ અભ્યાસક્રમની મુદ્દત 2 વર્ષની હોય, છાત્રોએ કુલ 4 વર્ષમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરવાનો રહે છે.
આ યુનીવર્સીટી દ્વારા એનરોલમેન્ટની મુદ્દત વધારવાની બાબત અંતર્ગત એકેડેમિક કાઉન્સીલના મંજુર થયેલ ઠરાવ અન્વયેના પરિપત્ર ક્રમાંક GTU/Acad/Enrol.Extend/2014/6306 તા.5-9-2014 મુજબ આપની અરજી ગ્રાહ્ય રાખી શકાય તેમ નથી.
બોક્સ: હવે છાત્ર સંગઠનો ઉપર છાત્રોનો મદાર
જેતપુર: તમે ડી.ફાર્મ ની પરીક્ષા આપી નહિ શકો તેવા જીટીયુના જવાબથી ચિંતિત આ અભ્યાસના વિદ્યાર્થીઓ હવે છાત્ર સંગઠનોનો સહારો લેવા વિચારી રહ્યા છે. અભાવિપ કે એન એસ યુ આઈ જેવા છાત્ર મંડળો હવે ડી.ફાર્મ ની પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓના શૈક્ષણિક જીવનમાં ફેલાયેલ અંધારાને ઉલેચવામાં મદદ કરે તેવી છાત્રોમાં અપેક્ષા સેવાઈ રહી છે.
બીડાણ : છાત્રોની રજૂઆત , જીટીયુના જવાબની કોપી,
અહેવાલ : કશ્યપ જોશી જેતલસર(જેતપુર)
સોમવાર, 10 નવેમ્બર, 2014
ગુજરાત યુનિવર્સિટી એટીકેટી પરીક્ષાના ફોર્મ્સ નાં આપતી હોવાનો છાત્રોમાં કચવાટ
શારીરિક માનસીક સંજોગોનો ભોગ બનેલા વિદ્યાર્થીઓને
ગુજરાત યુનિવર્સિટી એટીકેટી પરીક્ષાના ફોર્મ્સ
નાં આપતી હોવાનો છાત્રોમાં કચવાટ
(કશ્યપ જોશી ) જેતલસર(જેતપુર)તા.10
જેતપુરના એક સહીત સૌરાષ્ટ્ર ગુજરાતના 10 થી 15 છાત્રોને ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી એટીકેટી પરીક્ષાના ફોર્મ્સ ના આપતી હોય આ તમામ વિદ્યાર્થીઓના ભાવી શિક્ષણ ઉપર પૂર્ણવિરામ મૂકી જવાની દહેશત છાત્રો એ રાજ્ય મંત્રી જયેશ રાદડિયા સમક્ષ લેખિતમાં રજુ કરી છે.
આ બાબતે મળતી વિગાઓ મુજબ જેતપુરના વાદળી ચોક વિસ્તારમાં રહેતા ધર્મેશ વાલજીભાઈ પારધી એ સને 2009 ના વર્ષમાં, રાજકોટની બી.કે.મોદી સરકારી ફાર્મસી કોલેજમાં 2 વર્ષના અભ્યાસ ડી.ફાર્મસીમાં એડમીશન લીધું હતું
પરંતુ તેમના પરિવારમાં તેમના પિતા, ભાઈ, ભાભીના અવશાન થતા તે માનસીક-શારીરિક ઉપાધિમાં પટકાઈ ગયો હતો. એટલુજ નહિ સંપૂર્ણ પરિવારની અચાનક જવાબદારી પણ તેમની ઉપર આવી પડતા ધર્મેશ અભ્યાસમાં પુરતું ધ્યાન આપી શક્યો નહોતો
બીજી બાજુ ધર્મેશને પથરીનું પણ ઓપરેશન કરાવવું પડ્યું હતું આમછતાં હિંમત કેળવી ધર્મેશે 2014 સુધીમાં માત્ર 2 જ વિષયની એટીકેટી સોલ્વ કરવાની હોય, ચાલુ વર્ષમાં ફાર્મસી અભ્યાસની એટીકેટી ની પરીક્ષા યોજાવાની હોય, તે પરીક્ષા આપવા માંગે છે. પણ ગુજરાત યુનીવર્સીટી નિયમોને વળગી રહી એટીકેટી પરીક્ષાના ફોર્મ નાં આપતી હોવાની અને તેમનું કીમતી શિક્ષણ અધૂરું રહી જવાની દહેશત ધર્મેશ પારધી એ સ્થાનિક ધારાસભ્ય ને રાજ્ય મંત્રી જયેશ રાદડિયા સમક્ષ લેખિતમાં રજુ કરી છે.
બોક્સ: ગુજરાત યુનીવર્સીટી શું કહે છે ?
જેતપુર: ધર્મેશે રજુઆતમાં જણાવ્યું છે કે ગુજરાત યુનીવર્સીટી એવું કારણ બતાવી એટીકેટી પરીક્ષાના ફોર્મ નથી આપતી કે તમે બે વર્ષનો અભ્યાસ પસંદ કર્યો હોય ઓછામાં ઓછા ચાર વર્ષમાં તમારે (છાત્રોએ) અભ્યાસ કરી લેવો જોઈતો હતો. હવે તમારે (છાત્રોએ) ડી.ફાર્મસીનો અભ્યાસ કરવો હોય તો એકડો ઘૂંટો એટલેકે પાછું પહેલેથી ભણો !!
બોક્સ: તો અનેક છાત્રોનું ભાવી શિક્ષણ સંકટમાં ??
જેતપુર: લખતરના ગૌરાંગ પટેલ, રાજકોટના વંદિત પટેલ વિગેરે જેવા 10 થી 15 ડી.ફાર્મસીના છાત્રો પણ તેમની જેમજ શારીરિક-માનશીક યાતના-સંજોગોનો ભોગ બની પોતપોતાનો અભ્યાસ પૂરો કરી શક્યા ના હોય જો ગુજરાત યુનીવર્સીટી યોગ્ય મદદ નહિ કરે તો આ તમામ છાત્રો ફાર્મસીનો અભ્યાસ પૂરો નહિ કરી શકે તેવી કાકલુદી રાજ્ય મંત્રી જયેશ રાદડિયા સમક્ષ ધર્મેશ પારધી એ કરતા રાજ્ય મંત્રી એ યોગ્ય કરાવવાની ખાતરી આપી છે.
ફોટો : વિદ્યાર્થી - ધર્મેશ વાલજીભાઈ પારધી - જેતપુર
અહેવાલ : (કશ્યપ જોશી ) જેતલસર(જેતપુર)




