અનુયાયીઓ

બુધવાર, 31 જુલાઈ, 2013

Enjoy...






જસ્ટ...વાંચવા...

 

 

036 : 12-02-2006

'સહજ સમાધ'

–ડૉ. કનુભાઈ જાની 'માધવ ગોર'

"દાદા, તમે ગાંગુલીનું નામ જ્યારે જ્યારે બોલો છો ત્યારે ત્યારે લોચો મારો છો !"

ગામડેથી જ્યારે જ્યારે દીકરીને ઘેર આવું ત્યારે આ અમારી બરખાદોતરીમારી ખબર લઈ નાંખે છે !

      "શેમાં લોચો ? બોલ ! સુધરવા તૈયાર !" મેં કહ્યું.

      "તમે 'સૌરભ' બોલો છો ! લખો છોય 'સૌરભ'."

      "તે ?"

      "બધ્ધાં જ અંગ્રેજીગુજરાતી છાપાંપુસ્તકો બધ્ધે બધ્ધાં 'વ' લખે ને તમે એકલા 'ભ' ! તો શું આ બધા ખોટા ?"

      "ના, સાચાએય સાચા !"

      "આય સાચું ને એય સાચું !! લો, કરો વાત ! બેય સાચું કેવી રીતે હોય ? દાદા, તમે દુધમાં ને દહીંમાં બેયમાં પગ રાખો છો !!"

      "જો દીક્કા ! દુધ કે દહીં એક્કેયમાં પગ ન રખાય. બેય મોંમાં મુકવાની વસ્તુઓ છે. બગાડાય નહીં !"

      "ને, ભાષા, મોંમાંની વસ્તુ નથી ? એ બગાડાય ?"

      "પણ મોંને લાડુ અને ફુલવડી બેય ભાવતાં હોય તો ?"

      "વાત આડે પાટે ચડાવવામાં ગામડાનું લોક ઉસ્તાદ ! કેમ દાદા ? તમે ખોટા ઉચ્ચાર અને ખોટું લખાણ કરો, પછી પાછા બચાવ કરો ! તમે બસ 'સૌરભ'નું પુંછડું પકડ્યું એ જ ખરું !"

      મેં એને સંસ્કૃતનો શબ્દકોશ હાથવગો હોય તો આપવા કહ્યું. લાવી. બતાવ્યું.

      "અરે, આમાં તો 'ભ' છે ! તો, 'વ' કેમ થયો ?"

      "બોલનારને ભાવ્યો ને ફાવ્યો ! ઠીક. તારા નામમાં 'વ' હતો ?"

      "ના રે ના !"

      "જો, મુળ શબ્દ તો 'વર્ષા'."

      "હા, હોં !, 'બરખા' તો તમે સુચવેલું."

      "બંગાળીમાં એમ બોલાય છે. 'વ' છે જ નહીં !"

      "હેં ! નથી ?"

      "જો બંગાળી શબ્દકોશ..."

      "છે મારી પાસે. બંગાળી 'સાહીત્ય સંસદ'ની બંગાળી અંગ્રેજી ડીક્ષનરી."

      "લાવ..., જો... આ પાનું એક હજાર એકસો ને બાવીસમું. જો."

      "આમાં તો બે વાત જ લખી છે ! એક, કે આ બંગાળી કક્કાનો ઓગણત્રીસમો અક્ષર છે; અને બે, 'વ'થી શરુ થતા બધા શબ્દો પાન આઠસો ત્રેપન પર છે ! આમ કેમ ?"

      "કારણ કે 'વ' એ લોક બોલી શકતા જ નથી. જાણે છે ખરા કે 'વર્ષા'માં લખાય તો 'વ'; પણ બોલાય તો 'બ' કે 'ભ'."

      "બોલી કેમ ન શકે ?"

      "દરેક ભાષા બોલનાર અમુક જ ઉચ્ચારો કરી શકે છે. દાખલા તરીકે અંગ્રેજી બોલતાં આપણે અંગ્રેજો કે અમેરીકનો પ્રમાણે ન બોલી શકીએ. ને અંગ્રેજ આપણો 'ત' કે 'દ' કે એવા બીજા ઘણા ઉચ્ચારએકમો ન જ બોલી શકે."

      "એટલે, ઉચ્ચાર ભાષાએભાષાએ જુદા. એ તો બરાબર. પણ એકની એક ભાષામાંય ઉચ્ચાર ફરે ? એ કેવું ? સંસ્કૃતમાં તો એવું નથી !"

      "કોણે કહ્યું ? વેદના વારાના સંસ્કૃતમાં 'હરિ', સ્વ 'ઇ' તે'મહિ'માંના આજના હ દીર્ઘ હતા ! કેટલાય જુદા હતા !"

      "તો, સંસ્કૃતેય શું ફેરફાર થઈને આવેલી ભાષા હતી ?"

      "હાસ્તો ! ભાષા બહતા નીર ! નદી પર્વત પરથી નીકળે ને ઢાળ મળે ત્યાં વહે ! તે વખતે પછી પર્વતે એના ઉદ્દગમ આગળ ઉભેલો માણસ કહે કે 'નદી, નદી, પાછી આવ !'  તો એ પાછી આવી શકે ખરી ? એ તો બેય કાંઠાનાં જીવનને લીલું લીલું રાખતી વહ્યે જ જાય. એમ ભાષા પણ."

      "નદીને તો વહેણનું તળ છે. ભાષાને એવું તળ હોય ? કયું ?"

      "લોકની જીભ ને લોકનું મન. ઢાળસરળતા જ એનું બળ. એ જ એને વહેવડાવે."

      "પણ અમારાં બહેન ગુજરાતી શીખવે છે તે કહે છે કે સરળતાનું પુંછડું પકડનારા ભાષાને બગાડે છે ! ન્હાનાલાલે અમથું કહ્યું હશે કે 'નરી સરળતા કોણ પુજશે ?' "

      "કોણ નહીં પુજે તે કહું : પંડીતો. કોઈ ન સમજે એવું લખી શકો તો તમે 'લેખક' ! હું તો માનું છું કે સહજ બોલાતી બહુજનસમાજની ભાષા તે જ વધુ ઉપયોગી. બોલાતી ભાષાની અસર લખાતી પર પણ પડતી જ હોય છે."

      "બોલાતી ભાષા જબરી કે લખાતી ?"

      "બોલાતી ભાષા લખાતીને બદલી શકે."

      "કેવી રીતે ? દાખલો આપો. દાદા, અધ્ધરવાત ન કરો. અને હવે બધી ભાષાની વાત કરો છો તો અંગ્રેજીમાંથી દાખલા આપો !"

      "જો દીકરી, હું તો ગામડામાં રહું છું. બહુ અંગ્રેજી તમારી જેમ અંગ્રેજી મીડીયમમાં ભણ્યો નથી."

      "પણ તમારા વખતમાં અંગ્રેજી સારું શીખવાતું."

      "એટલે તો દાખલો આપી શકું છું. આપણે આજેય 'નારંગી' શબ્દ બોલીએ છીએ ને ? એને માટેનો અંગ્રેજી શબ્દ કયો?"

      "ઓરેન્જ."

      " 'રંગી' અને 'રેન્જ' મળતા આવે છે ?"

      "થોડાક. 'ર' કોમન છે. 'ગ'ને સ્થાને 'જ' છે."

      "મુળ સ્પેનીશ શબ્દ હતો / છે : 'norange'."

      "ઓહ ! આપણા 'ન'નું મુળ મળ્યું."

      "પણ અંગ્રજીમાં 'ન' કેવી રીતે ગયો તે વાત જાણવા જેવી છે. અંગ્રેજીમાં નામની આગળ 'એ' (A) કે 'એન'  (An) આર્ટીકલ લગાડવાનો ચાલ રુઢ થયેલો છે."

      " હા. એટલે 'એન ઓરેન્જ' થાય."

      "ના ! મુળમાં 'એનોરેન્જ' થાય ! પછી 'એનોરેન્જ' બોલનારે 'એનઓરેન્જ' માની લીધું ! ને 'ન' એમ ઉડી ગયો !"

      "બીજા આવા શબ્દોય હશે. છે. ઘણા. પણ ચર્ચાને લંબાવવાનો અર્થ  ખરો ? "

      "દાદા, શબ્દનેય ઈતીહાસ હોય, ખરું ને ?''

      "હોય જ. ને એનું અલગ શાસ્ત્ર પણ છે. પણ એનોય સાર છે : સરળતાનું મોટું અવલંબન."

      "પણ એક દાખલો બીજો આપો."

      "ડૉક્ટરો ખાસ કરીને જે અડધી બાંયવાળો સફેદ હાફકોટ જેવો ડગલો પહેરે છે–"

      "અમેય પ્રયોગશાળામાં પહેરીએ છીએ–"

      "–એને શું કહેવાય?"

      "એપ્રન."

      "બરાબર : ... પણ મુળ શબ્દ છે 'નપ્રન' !"

      "પેલા 'ઓરેન્જ' જેવું થયું હશે'એ નેપ્રન'નું 'એન એપ્રન' ગણાયું હશે ને પછી 'એપ્રન' જ ચલણી બન્યું હશે."

      "એક્ઝેક્ટલી ! એમ જ. મુળ અર્થ પણ ક્યારેક બદલાય. 'પેન' (Pen) મુળમાં લેટીન Penna એટલે 'પીંછું' ! ને મુળ લેટીન 'Penicillas' એટલે 'બ્રશ'. એના અર્થ ફરી ગયા ને થયું 'પેન' એટલે 'કલમ' ને 'પેન્સીલ' એટલે 'સીસાપેન' !"

      "આમ કેમ થયું ?"

      "સરળતા, સહજ પરીવર્તન, સહજ સમાધી !"

      "પણ દાદા 1" બરખાએ હસતાં હસતાં ટોળમાં પુછ્યું : "ન્હાનાલાલ ખોટા ? 'નરી સરળતા કોણ પુજશે ?'

      "દીક્કુ ! એની સામે એક અંગ્રેજી 'ગ્રીક ક્હેણ છે, વીચારજે ને તારાં બહેનને પણ કહેજે : 'સીમ્પ્લીસીટી ઈઝ ગ્રેન્ડયોર."

      'સરળતા તો છે ભવ્યતા' !ગાંધી જેવી. સરળતાને સાધવી સહેલી નથી. શબ્દોને સરળ થતાં યુગો લાગ્યા છે. એ 'સહજ સમાધ'નું ફળ છે.

      ને બરખા ગાતી ગાતી ચાલી ગઈ, 'બરખા રીતુ બૈરી હમા...રી !'

      મેં સામે કહ્યું :

      'ઓ બરખા કે પહેલે બાદલ !  મેરા સંદેશા લે જાના !'

–ડૉ. કનુભાઈ જાની 'માધવ ગોર'

સર્જક–સમ્પર્ક:

'વેણુ', ઘોષા સોસાયટી, થલતેજ રોડ, અમદાવાદ380 054 ફોન : 079- 2685 5467

 

તા. ૧ ડીસેમ્બર ૨૦૦૫ના, 'નયામાર્ગ' પાક્ષીકમાં, 'ગુજરાતી ભાષાપરીષદ' દ્વારા દર બે માસે પ્રગટતી 'ભાષાવીચાર' નામક પુર્તી૧૭માંથીપાન ૨૯ પરથી લેખકશ્રી અને સમ્પાદક શ્રીના સૌજન્યથી સાભાર...                                       @

 

..U&M..

Uttam & Madhukanta Gajjar,

53-Guraunagar, Varachha Road,

SURAT-395 006 -INDIA

Phone : (0261)255 3591

eMail :  uttamgajjar@gmail.com

Webpages : https://sites.google.com/site/semahefil/

&  http://lakhe-gujarat.weebly.com/

 

--
You received this message because you are subscribed to the Google Groups "Bhaashaa-Vichaar" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to unzagurjari+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to unzagurjari@googlegroups.com.
Visit this group at http://groups.google.com/group/unzagurjari.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
 
 

metter by kashyap joshi reporter jetalsar jetpur

metter and photo  by kashyap joshi reporter
jetalsar jetpur

સોમવાર, 29 જુલાઈ, 2013

youth Sidhdharth Shah (Yamuna Mill) make National Record in Puzzle





વિશ્વના બુધ્ધિશાળીઓ માટે હાથવગી ગણાતી ચોકઠા ગોઠવવાની રમત કે જે ક્યુબ અથવા પઝલ તરીકે ઓળખાય છે તે તમામ પ્રકારની પઝલમાં દાહોદના યુવાન શ્રી સિદ્ધાર્થ નિમેષભાઈ શાહે  રાજ્ય અને રાષ્ટ્રકક્ષાના નવા કીર્તીમાનો રચતા નગરમાં ગૌરવની લાગણી ફેલાઈ જવા પામી છે.
દાહોદની યમુના દાળ મિલ પરિવારના ફરજંદ અને હાલમાં વિદ્યાનગરની સુખ્યાત જીસેટ કોલેજમાં બી.ઈ. ના અંતિમ વર્ષના વિદ્યાર્થી એવા સિદ્ધાર્થ શાહે, વર્લ્ડ ક્યુબિંગ એશોસીએશનના નેજા હેઠળ તાજેતરમાં હૈદરાબાદ ખાતે સંપન્ન થયેલ ઇન્ડિયન ક્યુબ ચેલેન્જ (I.C.C.)ની સ્પર્ધામાં આ ક્ષેત્ર પૈકીની રૂબિક કલોકની તમામ ઘડિયાળના સમય ઝડપથી સેટ કરી અગાઉના તમામ કીર્તિમાનો તોડી સૌથી ઓછા સમયમાં આ સ્પર્ધા સફળતાથી સંપન્ન કરવાનું સન્માન મેળવ્યું હતું.
અનેક પ્રકારના ક્યુબ પઝલને સૌથી ઝડપભેર સોલ્વ કરવામાં લગભગ તમામ પ્રકારોમાં રાજ્યકક્ષાએ સિદ્ધાર્થ શાહે અનન્ય કીર્તિમાન સર્જ્યો હતો. સતત ઘનિષ્ઠ અભ્યાસ બાદ રૂબિક કલોકની પઝલ માટે પણ હૈદરાબાદ ખાતે યોજાયેલ ઉક્ત રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધા કે જેમાં ભારતભરમાંથી 144 સ્પર્ધકોએ ભાગ લીધો હતો તેમાં ગુજરાતમાંથી એકમાત્ર સિદ્ધાર્થને આમાં ભાગ લેવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું હતું. અગાઉ અમેરિકા ખાતે એક અન્ય સ્પર્ધક દ્વારા રૂબિક કલોકની પઝલ ફક્ત 24 સેકન્ડમાં સોલ્વ કરવા માટેના રેકોર્ડને આ રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધામાં સિદ્ધાર્થે માત્ર 16.6 સેકન્ડમાં જ  રૂબિક કલોકની પઝલમાં એવરેજ ટાઈપ સોલ્વ કરીને તોડી નાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે એવરેજ ટાઈપ અર્થાત પાંચ વખત પઝલ સોલ્વ કર્યા બાદ નીકળતી સરેરાશ એવો અર્થ થાય છે. સિદ્ધાર્થ શાહે સર્જેલ આ કીર્તિમાનની સાથે આ જ સ્પર્ધાની સિંગલ ટાઈપમાં પણ તેને રાષ્ટ્રકક્ષાએ દ્વિતીય ક્રમાંક મેળવ્યો હતો. દાહોદના એક યુવાને તીવ્ર બુદ્ધિની રમતમાં સર્જેલ રાષ્ટ્રીય રેકોર્ડ બદલ અનેક લોકોએ તેને અભિનંદન આપ્યા હતા. આપણે પણ દાહોદ માટે ગૌરવરૂપ આ માહિતીની તસ્વીરો નિહાળીએ.  
Regards......આભાર....
Gopi Sheth (U.S.A) Sachin Desai (Dahod)
M:- 856-438-0021    &  M: 094265 95111

--
You received this message because you are subscribed to the Google Groups "Dahod City Online from www.dahod.com" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to dahod-online+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
 
 

APMC (Grain Market) Elections Was Concluded Peaceful




દાહોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની તા:28-07-2013 ના રોજ સંપન્ન થયેલ ચુંટણીમાં 280 મતદારો ધરાવતા ખેડૂત વિભાગમાં 8 બેઠક માટે કુલ્લે 38 ઉમેદવારો, 1517 મતદારો ધરાવતા વેપારી વિભાગમાં  4 બેઠક માટે 11 ઉમેદવાર અને સહકારી વિભાગમાં 1 બેઠક માટે 2 ઉમેદવારોએ ઝંપલાવ્યુ હતું. અત્યંત રસાકસી ધરાવતી આ ચુંટણીમાં ખેડૂત વિભાગમાં 98%, વેપારી  વિભાગમાં 91% અને સહકારી  વિભાગમાં 100% મતદાન થયું હતું. કુલ 13 ડાયરેક્ટર્સ માટેની આ ચુંટણીનું તા:29 જુલાઈને સોમવારે પરિણામ આવશે. આ ચુંટણીની વિવિધ તસ્વીરો શ્રી મનિષ જૈન તથા સચિન દેસાઈએ લીધેલી છે. 
Regards......આભાર....
Gopi Sheth (U.S.A) Sachin Desai (Dahod)
M:- 856-438-0021    &  M: 094265 95111

--
You received this message because you are subscribed to the Google Groups "Dahod City Online from www.dahod.com" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to dahod-online+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
 
 

JOIN WITH VISHWAMITRA INDIA PARIWAR...9974262812

શનિવાર, 27 જુલાઈ, 2013

World's Largest Airport







The world's largest model airport has opened at Miniatur Wunderland in Hamburg, Germany, which is also home to the world’s largest model railway landscape.
 
The model airport is based off of Hamburg's Fuhlsbüttel International airport. It includes a whopping list of accessories, including 40 planes, 40,000 lights, 15,000 figurines, 500 cars, 10,000 trees, 50 trains, 1000 wagons, 100 signals, 200 switches and 300 buildings. The display took 7 years and roughly $4.8 million to build.