સોનિયા-મનમોહનની ધ્યાનાકર્ષક તસવીરો છાપી
નવી દિલ્હી ઃ ઉત્તરાખંડમાં જ્યારે હજુ પણ કુદરતનો કાળો કેર જારી છે અને હજુ હજારો લોકો ફસાયેલા છે ત્યારે ઉત્તરાખંડ સરકારે પોતે કેવા રાહતકાર્યો કર્યાં છે અને કેદારનાથ માટે હવે સરકારની આગળની યોજના શું છે તેની શેખી મારતી મોટી મોટી જાહેરખબરો ભારતના તમામ અગ્રણી અખબારોમાં છપાવીને પ્રજાના લાખો રૃપિયા બદબાદ કરી રહી છે.
ઉત્તરાખંડમાં હજુ ગમે ત્યારે વરસાદ ત્રાટકે છે દેવપ્રયાગના ભોટમરોડમાં ફરી વાદળ ફાટતાં ત્રાણ લોકો તણાઈ ગયા છે અને કેટલાંક ઘરો ધરાશયી થઈ ગયાં છે. આભ ફાટવાથી ટિહરી-ગંગોત્રી હાઈ વે બંધ થઈ ગયા છે. તેના કારણે અનેક યાત્રીઓ ફસાયેલા છે. વરસાદને કારણે રાહત અને બચાવ કામગીરી ખોરંભે પડી છે. હવાઈ માર્ગથી રેસ્કયુ ઓપરેશન જારી છે. જ્યાં હેલિકોપ્ટર દ્વારા પહોંચવું મુશ્કેલ છે. ત્યાં ડ્રોન વિમાન મોકલવામાં આવ્યાં છે. સુપ્રીમ કોર્ટે પણ રાહત ઓપરેશન ઝડપી બનાવવા ફરમાન કર્યું છેઉત્તરાખંડમાં આપત્તિ માટે બધા લોકો મદદ માટે આગળ આવી રહ્યા છે. એટલે સુધી કે કચરો વીણતાં બાળકો પણ ૨૦ હજાર રૃપિયાની મદદ કરી રહ્યા છે. આવી વિકટ અને કપરી પરિસ્થિતિમાં ઉત્તરાખંડ સરકાર આત્મ પ્રથસ્તિ કરતી જાહેરખબરો પાછળ લાખો રૃપિયાનું આંધણ કરી રહી છે. ઉત્તરાખંડ સરકાર આ સંકટની ઘડીમાં પ્રજા સાથે છે એવું બતાવવા માત્ર ઉત્તરાખંડના અખબારોમાં નહીં, બલકે દેશના અગ્રણી અખબારોમાં લાખો રૃપિયાના ખર્ચે જાહેરાતો પ્રસિદ્ધ કરાવી રહી છે. આ જાહેરખબરો રાજ્યના મુખ્યપ્રધાન વિજય બહુગુણા તરફથી રિલીઝ કરવામાં આવી છે, પરંતુ તેમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધ અને વડાપ્રધાન મનમોહનસિંહની તસવીરો ધ્યાનાકર્ષક રીતે છપાવવામાં આવી છે.પરંતુ ઘણા લોકોનું માનવું છે કે આવા ભીષણ સંકટ સમયે આ પ્રકારની રાજ્ય સરકારના ગુણગાન ગાતી જાહેરખબરો છપાવવી એ પૈસાની બરબાદી છે. પૈસાની બરબાદી ઉપરાંત જાહેરખબરોમાં બે ભૂલો પણ છપાઈ છે. જેમાં ઉત્તરાખંડ અને મેઝર્સના સ્પેલિંગ્સ ખોટા છાપવામાં આવ્યા છે. આ ભૂલ ધ્યાન પર આવતાં અને સરકારની છબી બગાડવાના ડરથી મંગળવારે આ ભૂલ સુધારીને ફરીથી જાહેરખબરો છાપવામાં આવી હતી.








