અનુયાયીઓ

ગુરુવાર, 2 મે, 2013

Fwd: Amazing Events In Pictures



http://i.telegraph.co.uk/multimedia/archive/02458/potd-camels-india_2458498k.jpg
India's Border Security Force soldiers ride their camels in front of India's presidential palace Rashtrapati Bhavan during a rehearsal for the "Beating the Retreat" ceremony in New Delhi


http://i.telegraph.co.uk/multimedia/archive/02463/potd-albatross_2463909k.jpg

A 'crab's-eye' view of a laysan albatross taking off on a beach on the Pacific island of Midway Atoll



http://i.telegraph.co.uk/multimedia/archive/02463/potd-snow-monkey_2463928k.jpg
Japanese macaques bathing in the hot springs at Jigokudani Hot Spring Park in Nagano, Japan



http://i.telegraph.co.uk/multimedia/archive/02460/potd-flipper_2460763k.jpg
As the mercury plunged to -10 degrees in Novosibirsk, Siberia, flocks of people donned pairs of fins and battled it out to cross the finishing line first in the annual flipper race

http://i.telegraph.co.uk/multimedia/archive/02463/potd-sledge_2463930k.jpg
Participants take off on their sled during the traditional Schnablerrennen sledge race in a valley near the Bavarian village Gaissach, southern Germany

http://i.telegraph.co.uk/multimedia/archive/02463/potd-budha_2463892k.jpg
A man cleans a Buddha statue in preparation for the Lunar New Year celebrations in Satya Buddha Temple in Medan, North Sumatra, Indonesia

http://i.telegraph.co.uk/multimedia/archive/02463/potd-cat_2463885k.jpg
A girl walks past a poster featuring a cat during the Athens 21st International Cat Show

http://i.telegraph.co.uk/multimedia/archive/02460/potd-fashion-2_2460770k.jpg
A model presents a creation by French designer Jean Paul Gaultier during the Haute Couture Spring-Summer 2013 collection shows in Paris

http://i.telegraph.co.uk/multimedia/archive/02463/potd-ganges_2463876k.jpg
A Hindu devotee takes a holy bath at Sangam, the meeting point of Indian holy rivers of Ganges, Yamuna and the mythical Saraswati, during the Maha Kumbh festival in Allahabad, India

http://i.telegraph.co.uk/multimedia/archive/02463/potd-plane-sun_2463931k.jpg
A pilot performs aerial acrobatics at the Ilopango Air Show in San Salvador

http://i.telegraph.co.uk/multimedia/archive/02460/potd-lion_2460748k.jpg
Photographer Wayne Marinovich took this photo of a lion cub nuzzling its older brother in the Masai Mara in Kenya

http://i.telegraph.co.uk/multimedia/archive/02460/potd-mermaid_2460735k.jpg
A woman dressed as a mermaid dives in to a pool at the International Boat Show in Duesseldorf

http://i.telegraph.co.uk/multimedia/archive/02459/potd-san-fran_2459609k.jpg
Photographer Mark Brodkin took this photograph of fog engulfing the Golden Gate Bridge, in San Francisco

http://i.telegraph.co.uk/multimedia/archive/02459/potd-spongebob_2459119k.jpg
A Sponge Bob Square Pants character is helped up a flight of stairs during the 2013 London Toy Fair at Olympia Exhibition Centre in London

http://i.telegraph.co.uk/multimedia/archive/02459/potd-sledge-2_2459128k.jpg
Tasha Hepple takes off on her sledge after snowfall in Pitlochry, central Scotland


બુધવાર, 1 મે, 2013

વિજ્ઞાન પ્રવાહની ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓએ વિદ્યાર્થીઓની ફી રસીદ તા.2 મે ના રોજ મેળવી લેવી ઉમેદવારો બોર્ડની વેબસાઇટ પરથી હોલ ટીકીટ મેળવી શકશે

ગુજકેટ-2013


ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા    તા.9-5-2013ના રોજ ગુજરાત રાજ્‍યમાં મેડીકલ અભ્‍યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટેની લેવાનારી ગુજકેટ-2013ની પરીક્ષાનું એડમીશન કાર્ડ (ફી રસીદ) ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર બોર્ડના વિદ્યાર્થીઓ સિવાયના વિદ્યાર્થીઓને ટપાલ દ્વારા મોકલી આપવામાં આવી છે. ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડના વિદ્યાર્થીઓના એડમીશન કાર્ડ (ફી રસીદ) વિજ્ઞાન પ્રવાહની ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓએ તા.2-5-13ને ગુરૂવારના રોજ સવારના 11-00થી 16-00 કલાક દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારીને કચેરી ખાતેથી મેળવી લેવાની રહેશે તેની વિજ્ઞાન પ્રવાહની શાળાઓના આચાર્યશ્રીઓએ નોંધ લેવા વિનંતી છે.

જે ઉમેદવારની હોલ ટીકીટ મળેલ ન હોય કે ખોવાઇ ગયેલ હોય તેવા ઉમેદવારોએ બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી હોલ ટીકીટ (પ્રવેશપત્ર)ની પ્રિન્‍ટ લઇ શકશે અને તે હોલ ટીકીટ તરીકે માન્‍ય રહેશે એમ બોર્ડના સચિવશ્રીની યાદીમાં જણાવાયું છે.

ગાંધીનગર ખાતે ગૌરવપૂર્ણ અને ભવ્‍ય રીતે રાજય સ્‍થાપના દિવસ તા. ૧લી મેની ઉજવણી કરાશે....

રાજયના પાટનગર ગાંઘીનગર ખાતે ગુજરાત રાજયના ૫૩મા સ્‍થાપના દિવસની ઉજવણીના અવસરે ગુજરાત ગૌરવ દિવસ- ૨૦૧૩ના સમારોહનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સમારોહમાં યોજાનાર પરેડની સલામી નાણાં, આરોગ્ય, તબીબી શિક્ષણ, પરિવાર કલ્યાણ, વાહન વ્યવહાર અને ગાંઘીનગર જિલ્‍લા પ્રભારી મંત્રી શ્રી નિતીનભાઇ પટેલ લેશે. તેમજ એરફોર્સનું બેન્ડ પોતાની સૂરાવલી રેલાવશે તેવું આજરોજ જિલ્લા કલેકટર શ્રી બી. જે. ભટ્ટે પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું.        આજરોજ ગાંઘીનગર જિલ્લા સેવા સદનના વિડીયો કોન્ફરન્સ હોલમાં પત્રકારો સાથે ગુજરાત ગૌરવ દિવસ- ૨૦૧૩ના સમારોહની માહિતી આપતાં જિલ્લા કલેકટર શ્રી બી. જે. ભટ્ટે વઘુમાં જણાવ્યું હતું કે, આ સમારોહ નગરજનોના માનસપટ પર છવાઇ જાય તેવો હશે. આ પ્રસંગે શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ, ગૃહ રાજય મંત્રી શ્રી રજનીકાન્તભાઇ પટેલ અને કાયદો અને ન્યાયતંત્રના મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા ઉપસ્થિત રહેનાર છે. આ સમારોહના પ્રારંભે બોર્ડર સિક્યુરીટી ફોર્સ, બોર્ડર સિક્યુરીટી ફોર્સનું બેન્ડ, ચેતક કમાન્ડો યુનિટ- ૪, રાજય અનામત પોલીસ દળ જુથ- ૨, , ૧૨ અને જૂથ ૧૨નું પોલીસ બેન્ડ, ગાંઘીનગર, બનાસકાંઠા અને અમદાવાદ જિલ્લા પોલીસની પુરૂષ પ્‍લાન્ટુસ, પોલીસ બેન્ડ રાજય અનામત પોલીસ દળ જુથ- ૨, સૈજપુર અમદાવાદ, ગાંઘીનગર, અમદાવાદ, મહેસાણા જિલ્‍લા પોલીસ મહિલા પ્‍લાન્ટુસ, વન વિભાગ ડુગરાડા તાલીમ કેન્દ્ર ડાંગ-આહવાનું પુરૂષ પ્‍લાન્ટુસ, હોમગાર્ડ પુરૂષ ગાંઘીનગર પ્‍લાન્ટુસ, અમદાવાદ શહેર મહિલા હોમગાર્ડ પ્‍લાન્ટુસ, ગાંઘીનગર જી.આઇ.એસ.એફ પુરૂષ પ્‍લાન્ટુસ, અને અમદાવાદ શહેર માઉન્ટેડ પ્‍લાન્ટુસ, શ્રી સ્‍વામિનારાયણ હાઇસ્કુલ, સેકટર-૨૩ના બોયઝ અને શ્રી જે.એમ. ચૌઘરી હાઇસ્‍કુલ, સેકટર-૭ની ગર્લ્સ એન.સી.સી, જવાહર નવોદય વિઘાલય, સામેત્રી અને માઉન્ટ કાર્મેલ સ્‍કુલ, સેકટર-૨૧ના વિઘાર્થીઓનું એન.સી.સી બેન્ડ અને જે.એમ.ચૌઘરી હાલસ્‍કુલના સ્‍કાઉન્ટ એન્ડ ગાઇડ પરેડ રજૂ કરશે. તેમજ ખાસ વાહનોના નિદર્શનમાં ગાંઘીનગર મહિલા પોલીસ મથકનું હ્મુમન રાઇડઝ વ્હીકલ, ઓલ ટેરાઇન વ્હીકલ, રક્ષક વાહન ચેતક કમાન્ડો, ફોર્ડ ઇન્ડેવર વ્હીકલ, માર્કસમેન વાહન, ટાટા એલ.એ.ટી.સી. વાહન અને રેશ્કયુ વાહન ચેતક કમાન્ડો યુનિટનું વાહન પણ પોતાનું આકર્ષણ જમાવશે.      સરકારની વિવિઘ યોજનાઓની જાણકારી અને લોક જાગૃતિ કેળવે તેવા શિક્ષણ, આરોગ્ય, સંકલિત બાળ વિકાસ યોજના, ઇ-ગ્રામ, બાગાયત, ગુજરાત એગ્રો ઇન્ડસ્‍ટ્રીઝ, જેડા દ્વારા સોલાર પ્રોજેકટ, પાણી પુરવઠા, વન વિભાગ, જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્સી, પશુપાલન, લીડ બેન્ક(દેના બેંક), બેન્ક ઓફ બરોડા, અન્ન અને નાગરિક પુરવઠા, ડીઝાસ્‍ટર મેનેજમેન્ટ, સરદાર સરોવર નર્મદા નિગમ અને એન્ટરપ્રીનૌરશીપ ડેવલોપમેન્ટ ઇન્સ્‍ટીયુટ ઓફ ઇન્ડિયા દ્રારા પોતાના ટેબ્લોઝ રજૂ કરવામાં આવશે.આ ઉપરાંત પી.ડી.પી.યુ, ગુજરાત નેશનલ ર્લા યુનિવર્સીટી જેવી ગુજરાતની વિવિધ નામાંકિત યુનિવર્સિટીઓ દ્વારા પણ પોતાના ટેબ્‍લોઝની પ્રથમ વખત પ્રસ્‍તુતિ યોજાનાર છે.        ગુજરાતનાં પરંપરાગત અને ભાતીગળ નૃત્યો જિલ્‍લાની વિવિઘ શાળાઓના બાળકો અને સાંસ્‍કૃતિક મંડળો દ્વારા રજૂ કરવામાં આવશે.જેમાં મેવડો, લોકવાઘો, આદિવાસી નૃત્યો, પ્રાચીન ગરબો, ટીપ્‍પણી, બેડા નૃત્ય, મિશ્ર રાસ, ગરબો, સ્‍કેટીંગ, લેઝીમ, જમ્પ રોપ અને સિદી ઘમાલ જેવા મનોહર સાંસ્‍કૃતિક કાર્યક્રમો આકર્ષણ જમાવશે.        વઘુમાં તેઓશ્રીએ જણાવ્યું હતું કે, તમામ કાર્યક્રમો નગરજનો નિહાળી શકે તે માટે ચ-૩થી માર્ચ પાસ્‍ટના પરેડ, ટેબ્લોઝ અને સાંસ્‍કૃતિક કાર્યક્રમોની શરૂઆત થશે. ત્યાર બાદ આ તમામ જૂથો ટાઉન હોલ થઇ ઉઘોગ ભવન સર્કલ થી ગ-૪ જશે. તે ઉપરાંત આતશબાજી ઘ ૪ સર્કલ થી ગાંઘી મંદિર વચ્ચેના સેન્ટ્રલ  વિસ્‍ટા ઝોનમાં કરવામાં આવનાર છે. આ આતશબાજી લગભગ ૧૫ મિનિટ સુઘી લગાતાર ચાલુ રહેનાર છે. ઠેર ઠેર ઠંડા પીવાની પાણીની વ્યવસ્‍થા અને પાર્કીંગની સુચારું વ્યવસ્‍થા કરવામાં આવી છે. તેમજ ચાર મેડીકલની ટીમો  મુખ્ય સ્‍ટેઝ, ગેટ નંબર-૬, ટાઉન હોલ અને ઘ-૪-મહાત્મા મંદિર માર્ગ પર એમ્બ્યુલન્સ, મેડીકલ ઓફિસર અન્ય સ્‍ટાફ સાથે ઇમરજન્સી દવા સાથે સજ્જ રહેશે. સિનીયર સીટીઝન્સ માટે અલગથી બસોની વ્યવસ્‍થા ગુડા અને મહાનગર પાલિકા, ગાંઘીનગર દ્વારા કરવામાં આવી છે. સમગ્ર નગરની સરકારી ઇમારતો ભાતભાતની ડિઝાઇન પાડીને રોશનીથી શણગારવામાં આવશે.   

તા.૩૦/૦૪/૨૦૧૩  ગાંધીનગરમાં યોજાનાર તા. ૧લી મે- રાજય સ્‍થાપના દિવસની ઉજવણી નિમિત્તે વાહન વ્‍યવહાર પ્રતિબંધ અંગે...

રાજયના પાટનગર ગાંઘીનગર ખાતે ગુજરાત રાજયના ૫૩મા સ્‍થાપના દિવસની ઉજવણીના અવસરે ગુજરાત ગૌરવ દિવસ- ૨૦૧૩ના સમારોહનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ ઉજવણીમાં વિવિઘ પ્‍લાન્ટુસ દ્વારા માર્ચ પાસ્‍ટ પરેડ, ટેબ્લોઝ અને સાંસ્‍કૃતિક કાર્યક્રમ યોજાનાર છે. આ માર્ચ પાસ્‍ટ અને વિવિઘ કાર્યક્રમો તા. ૧ મે, ૨૦૧૩ના રોજ સાંજના ૪.૦૦ કલાકથી શરૂ થશે. જેને ઘ્યાને લઇ જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ, ગાંઘીનગર દ્વારા વાહન વ્યવહાર બંઘ કરવાનું જાહેરનામુ મુંબઇ પોલીસ અઘિનિયમ- ૧૯૫૧ની કલમ-૩૩ (૧)(ખ)થી મળેલ સત્તાની રૂએ બહાર પાડ્યું છે.     જે અંતર્ગત તા. ૧ મે, ૨૦૧૩ના રોજ સાંજના ૪.૦૦ કલાકેથી શરૂ થનાર માર્ચ પાસ્‍ટ પરેડ પૂર્ણ ન થાય ત્યાં સુઘી અને આ માર્ચ પાસ્‍ટ પરેડમાં કોઇ અવરોઘ ઉભો ન થાય તે માટે ચ- રોડના ચ-૩ થી ચ-૫, ઘ- રોડના ઘ-૩ થી ઘ-૫ અને ગ-રોડના ગ-૪ થી ઘ-૪ ઉપર વાહન વ્યવહાર બંઘ કરવાનો હુકમ કર્યો છે.

 

ગાંઘીનગર જિલ્‍લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક  જિલ્‍લા કલેકટર શ્રી બી. જે. ભટ્ટના અઘ્યક્ષ સ્થાને મળી

ગાંઘીનગર જિલ્‍લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક  જિલ્‍લા કલેકટર શ્રી બી.જે.ભટ્ટના અઘ્યક્ષ સ્થાને મળી હતી.      નાગરિક અઘિકારપત્ર અન્વયે મળેલી અરજીઓ અંગે નિયત સમય મર્યાદાની અંદર સત્વરે કામગીરી કરી, તેનો નિકાલ કરવા તેમજ પડતર તુમારોનો ઝડપી નિકાલ કરવા તેઓશ્રીએ ખાસ જણાવ્યું હતું. આ બેઠકમાં સરકારી બાકી લહેણાં-વસુલાત અંગે પણ ખાસ ઝુંબેશ યોજી વસુલાત કરવા સંબંઘિત અઘિકારીઓને સુચના આપી હતી. તાબાની કચેરીઓના લક્ષ્‍યાંક મુજબ નિરીક્ષણની કામગીરી કરવા પણ ખાસ જણાવ્યું હતું. બેઠકમાં સરકારી કર્મચારીઓ અઘિકારીઓના પગાર નિયત કરવા, પેન્શન કેસો સમયસર તૈયાર કરી રજૂ કરવા, સીસીસીની તાલીમ અને પરીક્ષા બાબત, માહિતી અઘિકાર અન્વયે મળેલ અરજીઓના સમયસર નિકાલ, તકેદારી આયોગના કેસો અંગે જરૂરી કાર્યવાહી કરવા, બાકી એ.જી.ઓડિટ પેરાની પૂર્તતા વગેરે અંગે વિસ્‍તૃત સમીક્ષા કરવામાં આવી હતી.           આ બેઠકમાં ગાંઘીનગર(ઉત્તર)ના ઘારાસભ્ય શ્રી અશોકભાઇ પટેલ, કલોલના ઘારાસભ્ય શ્રી બળદેવજી ઠાકોર, માણસાના ઘારાસભ્ય શ્રી અમીતભાઇ ચૌઘરી,નિવાસી અઘિક કલેકટર શ્રી ર્ડા.એમ.ડી.મોડિયા, ગાંઘીનગર પ્રાંત અઘિકારી શ્રી પ્રકાશભાઇ મકવાણા, શ્રી હિમાંશુ પટેલ અને જિલ્‍લા વહીવટી ત્રના સંબંઘિત અઘિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહયાં હતાં

તા.૩૦/૦૪/૨૦૧૩ ગાંઘીનગર જિલ્‍લા કલેકટરશ્રીના અઘ્યક્ષસ્‍થાને કૃષિ મહોત્સવના આયોજન અંગેની બેઠક યોજાઇ 

રાજયમાં કૃષિ ક્ષેત્રમાં લોકભાગીદારીથી ગ્રામ્ય કક્ષાએ આઘુનિક ઓજારો, કૃષિ પઘ્ઘતિઓ, જળ સંચય અને વીજળી સંચયના કાર્યક્રમો ખેડુતો સુઘી પહોંચે તે માટે રાજય સરકારનો આગવો અભિગમ રહ્યો છે. વર્ષ-૨૦૦૫થી સમગ્ર રાજયમાં કૃષિ મહોત્સવ થકી કૃષિ લક્ષી અને ગ્રામ વિકાસને લગતા કાર્યક્રમોનું આયોજન કરી કૃષિ સહાય, વૈજ્ઞાનિક માર્ગદર્શન સ્થાનિક કક્ષાએ ઉપલબ્ઘ કરાવવામાં આવે છે.ચાલુ વર્ષ સમગ્ર રાજયમાં નવમાં કૃષિ મહોત્સવનો પ્રારંભ તા. ૧૪મી મે, ૨૦૧૩ ના રોજ થનાર છે. નવમો કૃષિ મહોત્સવ ૧૮ દિવસનો રહેશે. આ કૃષિ મહોત્સવ તા.૩૧મી મે, ૨૦૧૩ના રોજ પૂર્ણ થશે.જિલ્લામાં કૃષિ મહોત્સવના સુઆયોજન માટે આ રોજ જિલ્લા કલેકટર શ્રી બી. જે. ભટ્ટના અઘ્યક્ષ સ્થાને જિલ્લાના અઘિકારીશ્રીઓની બેઠક મળી હતી.        આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી બી. જે. ભટ્ટે કૃષિ મહોત્સવ, ૨૦૧૩ વઘુ લોકભોગ્ય બને, વઘુ ખેડુતો અને ખાસ કરીને મહિલાઓ ભાગ લે તેવું સુચારું આયોજન કરવા પર ખાસ ભાર મુક્યો હતો.        કૃષિ મહોત્સવ- ૨૦૧૩ની માહિતી આપતાં જિલ્લા ખેતી અઘિકારી શ્રી કે. કે. પટેલે જણાવ્યું હતું કે, આ કૃષિ મહોત્સવમાં કૃષિ વિકાસની આઘુનિક તકનીક, વૈજ્ઞાનિક કૃષિ પઘ્ઘતિઓ, જમીન સુઘારણા, જળ સંચય, ગ્રામ વિકાસના કાર્યક્રમોને આવરી લેવામાં આવનાર છે. તે ઉપરાંત યાંત્રિક સાઘનોની ખરીદીમાં કૃષિ મહોત્સવમાં ભાગ લેનાર ખેડૂતોને ખાસ વળતર મળે તે વ્યવસ્થા કરવામાં આવી છે. સખી મંડળની રચના અંગેની માહિતી આપવામાં આવશે. કૃપોષણ વિષે લોક જાગૃતિ કેળવાય તેવા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવનાર છે. તેમજ ખેડૂતોને તાજેતરમાં અમલી બનેલ સિંચાઇ અંગેના કાયદાની વિસ્તૃત માહિતી પણ આપવામાં આવનાર છે. એ.પી.એમ.સી દ્વારા ખેડૂત શિબિરોનું પણ આયોજન કરવામાં આવનાર છે. ગ્રામ સુશોભન-વિઘાર્થીઓ માટે નિબંઘ સ્પર્ઘાનું પણ આયોજન કરવામાં આવનાર છે. તેની સાથે સાથે કૃષિ સંલગ્ન યોજનાઓ અને અન્ય રાજય સરકારની યોજનાઓની માહિતી આપતું નાટક રજૂ કરવામાં આવશે.       વઘુમાં શ્રી પટેલે જણાવ્યું હતું કે, આ વખતે પણ કૃષિ મહોત્સવ તાલુકા પંચાયતની બેઠક મુજબ કલ્સ્ટરવાઇઝ બેઠકના ગામમાંથી ગતૂ વર્ષના ગામ સિવાયનું એક ગામ પસંદ કરવામાં આવ્યું છે. કૃષિ મહોત્સવ અંતર્ગત દરરોજ સવારના ૮.૩૦ થી ૧૩.૩૦ કલાક દરમ્યાન બે વિભાગોમાં વિવિઘ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિભાગ-૧માં સવારના ૮.૩૦ થી ૧.૩૦ કલાક દરમ્યાન પશુ આરોગ્ય કેમ્પ અને પશુ સારસંભાળ માટેનું જરૂરી માર્ગદર્શન પશુપાલન ખાતાના અઘિકારીશ્રીઓ અને પશુપાલન વૈજ્ઞાનિકશ્રીઓ દ્વારા આપવામાં આવશે.વિભાગ-૨માં સવારના ૮.૩૦ થી ૯.૩૦ કલાક દરમ્યાન જળ સંચય, કેનાલ સફાઇ, માઇક્રો ઇરીગેશન વિષયો પર પરિસંવાદ અને કામગીરીના આયોજનની ચર્ચા તથા સિંચાઇના કાયદા અંગેની માહિતી અને વકતવ્ય જળ સંપતિ વિભાગ, જી.જી.આર.સી., જી.એલ.ડી.સી અને ડી.આર.ડી.એ.ના તજજ્ઞો દ્વારા આપવામાં આવશે. તે પછી ૯.૩૦ થી ૧૦.૩૦ કલાક દરમ્યાન સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતોના અનુભવોનું આદાન-પ્રદાન કરવામાં આવશે. સવારના ૧૦.૩૦ થી ૧૨.૦૦ કલાક દરમ્યાન માન. મુખ્યમંત્રીશ્રીનું સંબોઘન અને ખેત ઉત્પાદન વઘારવા જે તે વિસ્તારને અનુરૂપ સી.ડી મારફતે પ્રસારણ કરાશે. બપોરના ૧૨.૦૦ થી ૧.૩૦ કલાકના સમયમાં કૃષિ વિષયક પ્રદર્શન અને નિદર્શન અંગે માર્ગદર્શન, કિટ વિતરણ તેમજ કૃષિ વૈજ્ઞાનિકશ્રીઓ દ્વારા ખેડૂતોપયોગી સ્થાનિક પ્રશ્નો અંગેનું માર્ગદર્શન કૃષિ રથ ટીમ અને કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવશે.       કૃષિ મહોત્સવ-૨૦૧૩ અંતર્ગત રૂપિયા ૨૮૦૦/-ની કૃષિ કિટૂસ ગામ દીઠ અનુસૂચિત જાતિના ૩, અનુસૂચિત જનજાતિના ૧૦ અને સામાન્ય વર્ગના ખેડૂતોને કૃષિ કિટૂસનું વિતરણ કરાશે. રૂપિયા ૧ હજારની બાગાયત ઇનપુટ કિટૂસ ગામ દીઠ મહત્તમ સામાન્ય વર્ગના ૫, અનુસૂચિત જનજાતિના ૫ અને અનુસૂચિત જાતિના ૨ થી ૫ ખેડૂતોને વિતરણ કરવામાં આવનાર છે. તેમજ પશુપાલન કિટૂસ ગામ દીઠ ૫ લાભાર્થીઓને કરવામાં આવનાર છે.    જિલ્‍લા પશુપાલન અને નાયબ બાગાયત નિયામકશ્રીઓ કૃષિ મહોત્સવ અંતર્ગત પશુપાલન અને બાગાયત વિભાગની કામગીરીની રૂપરેખા આપી હતી.    આ બેઠકમાં નિવાસી અઘિક કલેકટર શ્રી ર્ડા.એમ.ડી.મોડિયા, ગાંઘીનગર પ્રાંત અઘિકારી શ્રી પ્રકાશભાઇ મકવાણા, શ્રી હિમાંશુ પટેલ અને જિલ્‍લા વહીવટી તંત્રના સંબંઘિત અઘિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહયાં હતાં

ભાવનગર ખાતે જિલ્‍લાના ઇન્‍ચાર્જ પ્રભારી સચિવ સુશ્રી મોનાબેન ખંધારના અધ્‍યક્ષસ્‍થાને રાહત સમીક્ષા બેઠક યોજાઇ

ભાવનગર ખાતે જિલ્‍લાના ઇન્‍ચાર્જ પ્રભારી સચિવ સુશ્રી મોનાબેન ખંધારના અધ્‍યક્ષસ્‍થાને રાહત સમીક્ષા બેઠક યોજાઇ હતી.

જિલ્‍લાના ઇન્‍ચાર્જ પ્રભારી સચિવ સુશ્રી મોનાબેન ખંધારે બેઠકમાં ઉપસ્થિત પદાધિકારીઓને અનુરોધ કરતા જણાવ્‍યું હતું કે ભાવનગર જિલ્‍લામાં અન્‍ય જિલ્‍લા કરતા અછતની પરિસ્થિતિ મહદ અંશે સારી છે. સાથે સાથે ગ્રામ્‍યકક્ષાએ પદાધિકારીઓની બનેલ પાણી સમિતિને નિષ્‍પક્ષ અને ન્‍યાયી વલણ દાખવી પાણી વિતરણ વ્‍યવસ્‍થા  ગોઠવાય તે ખાસ જોવા અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં જિલ્‍લાના વલ્‍લભીપુર, તળાજા, મહુવા, ગારીયાધાર તાલુકાના કેટલાક ગામોના તથા ઘોઘાના પાણીના પ્રશ્નો પદાધિકારીઓ દ્વારા રજુ કરાયા હતા. જેનો હકારાત્‍મક અભિગમથી ઉપલબ્‍ધ પાણી સ્‍ત્રોતનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી ઉકેલ લાવવા સંબંધિત વિભાગના અધિકારીને ઇન્‍ચાર્જ પ્રભારી સચિવસુશ્રી મોનાબેન ખંધારે સુચના આપી હતી.

આ બેઠકમાં ઇન્‍ચાર્જ જિલ્‍લા કલેકટરશ્રી વી.પી.પટેલે જિલ્‍લાના અછત તથા અર્ધઅછતગ્રસ્‍ત ૬૭૦ ગામો માટે જિલ્‍લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલા પગલાઓની પાવર પોઇન્‍ટ પ્રેઝન્‍ટેશન દ્વારા રજુઆત કરી હતી.

અત્રે ઉલ્‍લેખનીય છે કે નર્મદા કેનાલ આધારીત પાઇપ લાઇનમાંથી પાણી મેળવતા ૫૭૧ ગામો છે. જયારે સ્‍વૈચ્છિક રીતે પાણી ન લેતા ૧૯૭ ગામો છે. ભાવનગર જિલ્‍લામાં અપૂરતા વરસાદને કારણે પીવાના પાણીની તંગી  નિવારવા ટૂંકાગાળાના તેમજ લાંબાગાળાના વિશેષ આયોજન હાથ ધરાયા છે. ટૂંકાગાળાના આયોજનમાં પાણીની સમસ્‍યાવાળા કુલ ૨૭૫ ગામોમાંથી ૧૦૪ ગામોમાં ૧૩૨ બોરના કામો ૧૫૪.૬૫ લાખના ખર્ચે, ૧૫૫ ગામોમાં ૧૬૯ બોરના કામો ૫૦૭ લાખના ખર્ચે, અન્‍ય સોર્સ સુધારણા તથા મશીનરી ૩૪ ગામો માટે કામો ૧૩૨.૪૮ લાખના ખર્ચે, કુલ ગ્રામ્‍ય વિસ્‍તારના ૨૭૫ ગામો માટે ૩૩૫ કામો રૂા.૭૯૫.૯૩ લાખના ખર્ચે ટૂંકાગાળાનું આયોજન હાથ ધરાયું છે.

જયારે લાંબાગાળાના વિશેષ આયોજનમાં વલ્‍લભીપુર કેનાલ બ્રાંચ આધારીત નાવડાથી બોટાદ સુધીની પાઇપ લાઇન મારફતે પાણી શરૂ છે. નાવડાથી બુધેલ સુધીની હયાત પાઇપલાઇનને સમાંતર નવીન પાઇપ લાઇન રૂા.૪૧૨ કરોડના ખર્ચે નાખવાનું કામ પ્રગતિમાં છે. ગારીયાધાર શહેર માટે નર્મદા કેનાલ આધારીત પાણી આપવાની યોજનાની કામગીરી અંદાજી રૂા.૨૧.૫૪ કરોડના ખર્ચે પ્રગતિમાં છે. અને આ કામગીરી મે-૨૦૧૩ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. ભાવનગર શહેર માટે ભાગ-૧ યોજના હેઠળ શેત્રુંજી જળાશય આધારિત શેત્રુંજી જળાશયથી બી.પી.ટી. સુધીની પાઇપ લાઇનનું કામ માર્ચ -૨૦૧૩માં પૂર્ણ થયેલ છે. પાણી પુરવઠો શરૂ કરેલ છે. ભાવનગર શહેર માટે ભાગ-ર યોજના હેઠળ ટાણા બી.પી.ટી.થી શહેરના હયાત ફીલ્‍ટર સુધીની ૩૪૫૦૦ મીટર લંબાઇની પાઇપ લાઇન રૂા.૫૪.૬૦ કરોડના ખર્ચે નાખવાનું કામ તા.૧૫-૫-૨૦૧૩ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. મહુવા શહેરી પાણી પુરવઠા યોજના રૂા.૧૫૯૭ લાખના ખર્ચે મહદ અંશે પૂર્ણ કરવામાં આવેલ છે.

જિલ્‍લામાં ૨૫૬૪૮ ઘાસ કાર્ડનું વિતરણ થયેલ છે. જયારે ૩૫૪૧ પડતર અરજીઓનો સત્‍વરે ઉકેલ લાવવામાં આવશે. હાલ જીલ્‍લામાં ૪૦ લાખ કિલો ઘાસ ઉપલબ્‍ધ છે. જરૂર પડયે રેલ્‍વે વિભાગના સહયોગથી દક્ષિ‍ણ ગુજરાતમાંથી ભાવનગર ખાતે ઘાસ લાવવામાં આવશે. મનરેગા યોજના હેઠળ રૂા.૧૮ કરોડથી વધુ રકમના કામોનું આયોજન હાથ ધરાશે.

આ બેઠકમાં જિલ્‍લા પંચાયત ભાવનગરના પ્રમુખ શ્રીમતિ વિમળાબેન બગડીયા, નિવાસી નાયબ કલેકટરશ્રી જે.એચ.ત્રિવેદી, જિલ્‍લા પોલીસ વડા શ્રી મનીન્‍દર પવાર, ડીઆરડીએના નિયામકશ્રી બી.પી.ચૌહાણ, પાણી પુરવઠા ગટર વ્‍યવસ્‍થા બોર્ડ ભાવનગરના કાર્યપાલક ઇજનેરશ્રી એચ.સી.ચૌહાણ, જિલ્‍લાના તમામ પ્રાંત અધિકારી સહિત અમલીકરણ અધિકારીઓ તથા પદાધિકારીઓ હાજર રહયા હતા.

પ્રારંભમાં ઇન્‍ચાર્જ જિલ્‍લા કલેકટરશ્રી વી.પી.પટેલે સ્‍વાગત પ્રવચન તથા અંતમાં આભાર દર્શન કર્યુ હતું.

રાજયના આરોગ્‍ય મંત્રીશ્રી નિતિનભાઇ પટેલનો ભાવનગર જિલ્‍લાનો પ્રવાસ કાર્યક્રમ

રાજયના આરોગ્‍ય મંત્રીશ્રી નિતિનભાઇ પટેલ ભાવનગર જિલ્‍લાના પ્રવાસે આવી રહયા છે. તદઅનુસાર તેઓ જિલ્‍લાના મહુવા ખાતે તા.૧-૫-૧૩ના રોજ સવારે ૯-૪૫ કલાકે ગુજરાત સ્‍થાપના દિન નિમિત્તે મહુવા નગરપાલિકા સંચાલિત ૨૦૦ પથારીવાળી હોસ્‍પીટલ સરકારશ્રી હસ્‍તક લેવાના કાર્યક્રમ તથા રૂા.૨૭૭૧ લાખના વિવિધ લોકઉપયોગી કામોના ખાતમુહૂર્ત તેમજ ભૂમિ પૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બપોરે ૧૨-૩૦ કલાકે મહુવાથી ગાંધીનગર જવા રવાના થશે.

ખાધપદાર્થોનો કચરો જાહેરમાં નિકાલ કરવાની પ્રવૃતિ  બંધ કરવા હુકમ જારી થયો

         સિધ્ધપુર શહેરના વેપારીઓ દ્રારા જાહેર માર્ગો ઉપર માંસ, મચ્છી, ચીકન, ઈંડા, જેવા ખાધપદાર્થોનો વેપાર કરવામાં આવે છે.આ વેપાર દરમિયાન ઉત્પન્ન થયેલ કચરાનો નિકાલ પણ જાહેર જગ્યાઓમાં કરવામાં આવે છે. જેના કારણે આમ જનતાની લાગણી દુભાય છે તથા જાહેર આરોગ્ય તેમજ શારીરીક સુખાકારી માટે નુકશાન કર્તા બને છે. સિધ્ધપુર શહેર માતૃશ્રાધ્ધનું પવિત્ર યાત્રાધામ હોવાથી લોકહિતમાં આવી ત્રાસ દાયક પ્રવૃતિ અનિચ્છિનિય છે.યાત્રાળુઓ તેમજ સ્થાનિક લોકોની લાગણીઓ દુભાતી હોવાથી આ ત્રાસદાયક પ્રવૃતિ બંધ કરવી જરૂરી હોય સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ સિધ્ધપુરે માંસ, મચ્છી, ચીકન, ઈંડા, જેવા ખાધપદાર્થોનો કચરો જાહેરમાં નિકાલ કરવાની પ્રવૃતિ  બંધ કરવા હુકમ કરેલ છે.તેથી આ પ્રકારનો કચરો બાયોડીગ્રેબલ હોવાથી તેનો નિકાલ સિધ્ધપુર નગરપાલિકાના મ્યુનિસિપલ સોલીડ વેસ્ટ રૂલ્સ ૨૦૦૦ની ગાઇડલાઇન મુજબ કરવાનો રહે છે. આ હુકમનો અનાદર કરવા બદલ ભારતના ફોજદારી અધિનિયમની જોગાવાઇ હેઠળ શિક્ષાને પાત્ર થશે.    

 

નવસારી ખાતે રાજય સ્‍થાપના દિન-ગુજરાત ગૌરવ દિનની રાજયકક્ષાની થનારી ઉજવણી :

રાજયકક્ષા  ગુજરાત ગૌરવદિવસ ઊજવણી

મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની ઉપસ્‍થિતિમાં

નવસારી ખાતે રાજય સ્‍થાપના દિન-ગુજરાત ગૌરવ દિનની રાજયકક્ષાની થનારી ઉજવણી :

નવસારીઃ ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદી તા.1 લી મે-2013 ને બુધવારના રોજ નવસારી ખાતે રાજય સ્‍થાપના દિન- ગુજરાત ગૌરવ દિનની થનારી રાજયકક્ષાની ઉજવણીના ભાગરૂપે યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્‍થિત રહેશે.

તદ્‌અનુસાર મુખ્‍યમંત્રી શ્રી મોદી તા.1 લી ના રોજ સવારે 9-50 કલાકે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના દાંડી ખાતે ગાંધી સ્‍મારક સ્‍થળની મુલાકાત લઇ, રાષ્‍ટ્રપિતા પૂ. મહાત્‍મા ગાંધી બાપુને પુષ્‍પાંજલિ અર્પશે. ત્‍યારબાદ પ્રાર્થના સભા સ્‍થળની પણ તેઓ મુલાકાત લેશે. મુખ્‍યમંત્રીશ્રી મોદી સવારે 11-00 કલાકે નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ઇનોવેટીવ ફાર્મર્સ મીટના કાર્યક્રમમાં હાજરી આપશે. ત્‍યારબાદ બપોરે 12-40 કલાકે ટાટા હોલ ખાતે આયોજિત યુવા સંમેલનમાં તેઓશ્રી હાજરી આપશે.

મુખ્‍યમંત્રી શ્રી મોદી સાંજે 4-00 કલાકે નવસારીની સંસ્‍કાર ભારતી હાઇસ્‍કુલ ખાતે યોજાનારા ગ્રામહાટ ખાદી હસ્‍તકલા મેળાના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહ્યા બાદ સાંજે 5-30 કલાકે નવસારીના લુન્‍સીકુઇ મેદાન ખાતે પરેડ શો અને ગુજરાત ગૌરવ યાત્રાના કાર્યક્રમમાં હાજરી આપશે. સાંજે 6-05 કલાકે સ્‍વામીનારાયણ મંદિર જમાલપોર ખાતે નેવી બેન્‍ડ અને પુસ્‍તિકાના વિમોચન કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓશ્રી રાત્રે 7-55 કલાકે લુન્‍સીકુઇ મેદાન ખાતે ગુજરાત ગૌરવ દિવસ-2013 ના કાર્યક્રમમાં હાજરી આપશે.

સખીમંડળ ટ્રેડફેરનો પ્રારંભ :

વંશ પરંપરાંગત કલાને જીવંત રાખવા પ્રયાસ : મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલ

ફુડકોર્ટ અને ગ્રામહાટની મુલાકાત લેવા શહેરીજનોને અપીલ :

નવસારીઃ ગુજરાત રાજયકક્ષા ગુજરાત ગૌરવ દિવસ ઉજવણી અવસરે સંસ્‍કાર ભારતી ખાતે યોજાયેલા સખીમંડળ ટ્રેડફેર અને ગ્રામહાટને રાજયના મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ખુલ્લો મૂકયો હતો. મંત્રીશ્રી સહિત નવસારી ધારાસભ્‍ય શ્રી પિયુષભાઇ દેસાઇ, ગણદેવી ધારાસભ્‍ય શ્રી મંગુભાઇ પટેલ, નવસારી જિલ્લા પ્રભારી સચિવ શ્રી એ.કે.રાકેશ, કલેકટર શ્રી જયપ્રકાશ શિવહરે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એમ.પટેલે ગ્રામહાટ અને સખીમંડળ ટ્રેડફેરની મુલાકાત લીધી હતી. ગ્રામહાટ બે દિવસ ચાલશે.

આ અવસરે યોજાયેલા સમારંભને સંબોધતા મહેસૂલ મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, છેલ્લા દશ વર્ષથી સખીમંડળ ગ્રામહાટ ઘ્‍વારા ગ્રામ્‍ય હસ્‍તકલા પ્રવૃત્તિમાં ઉત્તરોત્તર વધારો થયો છે. બજારની માંગને અનુરૂપ ઉત્‍પાદન થઇ રહ્યું છે. વર્તમાન માંગ પ્રમાણે ડીઝાઇન કરી શકે તે માટે એનઆઇડી મારફતે ફેશન ડિઝાઇનની તાલીમ આપવામાં આવે છે. ગ્રામિણ હસ્‍તકલાને જીવંત રાખવા પ્રયાસ સરકારે કર્યો છે. જેના થકી આવા કલા ધારકોના દિકરા-દિકરીઓને પણ ભણાવી શકશે. ગુજરાત  કલા માટે ખૂબ જ જાણીતું છે. સમાજે પણ આવી કલાને પરંપરાને જાળવી રાખવા મદદરૂપ થવું પડશે.

સંસ્‍કાર ભારતી ખાતે યોજાયેલ સખીમંડળ ટ્રેડફેર અને ગ્રામહાટ પ્રદર્શનીમાં જીવન ઉપયોગી વિવિધ ચીજવસ્‍તુઓ ઉપલબ્‍ધ બનશે. માટીકલાની ચીજવસ્‍તુઓ, બાંધણી, માટીના ઘરેણા, સુશોભન ચીજવસ્‍તુઓ, હસ્‍તકલા તોરણ, દોરીના ઝુલા, મોતીકામ-તોરણ, નખચિત્ર સહિત નવી નવી વેરાયટીઓ ખરીદવાનો અવસર શહેરીજનોને મળશે. કચ્‍છી ભરતકામ, પિફોરા પેઇન્‍ટિંગ જોવા અને ખરીદવાનો તક શહેરીજનોને મળશે.

સખીમંડળ ફુડ કોર્ટમાં નાગલીના રોટલા, ડાંગીકજુ સાથે ગરમાગરમ, ખીચડી-કઢી વગેરેનો આસ્‍વાદ માણવા મળશે. આ પ્રસંગે શ્રી આર.એસ.કિશોરી નિયામકશ્રી, ગ્રામ વિકાસ એજન્‍સીએ સૌનો આભાર વ્‍યકત કર્યો હતો

મહામહિમ રાજયપાલશ્રીનો પ્રવાસ કાર્યક્રમ :

નવસારીઃ ગુજરાતના મહામહિમ રાજયપાલ ડૉ. શ્રીમતી કમલા નવસારી ખાતે યોજાનારા ગુજરાત ગૌરવ દિવસ ઉજવણી કાર્યક્રમમાં હાજરી આપશે.

નિયત કાર્યક્રમ અનુસાર રાજયપાલશ્રી આજે તા.1/5/2013 ના રોજ હેલીકોપ્‍ટર મારફતે બપોરે 2-00 વાગે કૃષિ યુનિવર્સિટીના હેલીપેડ ખાતે આવશે અને 2-15 વાગે નવસારી સરકીટ હાઉસ આવશે. સાંજે 7-50 વાગે સરકીટ હાઉસથી નીકળી સાંજે 8-00 વાગે લુન્‍સીકુઇ નવસારી ખાતે ગુજરાત ગૌરવ દિવસ ઉજવણી કાર્યક્રમમાં હાજરી આપી, રાત્રિરોકાણ સરકીટ હાઉસ ખાતે કરશે. તા.2/5/2013 ના રોજ સવારે 11-00 વાગે કૃષિ યુનિવર્સિટી જઇ, હેલિકોપ્‍ટર મારફતે ગાંધીનગર જવા રવાના થશે.

સામાજીક અને ન્‍યાય અધિકારીતા વિભાગના મંત્રીશ્રીનો નવસારી જિલ્લાના પ્રવાસ કાર્યક્રમ :

નવસારીઃ રાજયના સામાજીક અને અધિકારીતા, રમત-ગમત, યુવા સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના મંત્રી શ્રી રમણલાલ વોરા નવસારી જિલ્લાના પ્રવાસે આવી રહ્યાં છે. તેઓના નિર્ધારિત પ્રવાસ કાર્યક્રમ અનુસાર આજે તા.1/5/2013 ના રોજ બપોરે 12-40 વાગે ટાટા હોલ ખાતે ગુજરાત રાજય સ્‍થાપના દિવસની ઉજવણી નિમિત્તે સ્‍વામી વિવેકાનંદ યુવા સંમેલન, બાલ પ્રતિભાશોધ ઉત્‍સવના પ્રદર્શન અને સ્‍પર્ધાઓના વિજેતાઓને ઇનામ વિતરણ કાર્યક્રમ, સાંજે 17-30 વાગે લુન્‍સીકુઇ, ચાર પુલ પોલીસ ચોકી નવસારી ખાતે પરેડ તથા ગુજરાત ગૌરવ યાત્રા કાર્યક્રમમાં તથા રાત્રે 22-00 વાગે લુન્‍સીકુઇ ખાતે ગુજરાત ગૌરવ દિવસ સન્‍માન સમારો અને નિત્‍ય નૂતન નવસારી મુખ્‍ય સાંસ્‍કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે અને રાત્રિમુકામ નવસારી ખાતે કરશે. 

નવસારી જિલ્લામાં હથિયારબંધીનો અમલ :

નવસારીઃ નવસારી જિલ્લામાં પ્રવર્તમાન પરિસ્‍થિતિને અનુલક્ષીને કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતી જળવાઇ રહે અને લોકોમાં સુલેહ-શાંતિ રહે તે જરૂરી છે. જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્‍ટ્રેટ શ્રી બી.કે.કુમારએ મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા ધ્‍વારા સમગ્ર નવસારી જિલ્લામાં તા.30/4/2013 થી તા.13/05/2013 સુધી શષાો, દંડા, તલવાર જેવા હિંસા પહોચાડી શકે તેવી ચીજવસ્‍તુઓ, સ્‍ફોટક પદાર્થો લાવવા લઇ જવા તેમજ સુરૂચિનો ભંગ થાય તેવા કોઇ પણ કૃત્‍યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્‍યો છે. આ જાહેરનામાનો ભંગ કરનારને કેદ અને દંડની સજા થઇ શકે છે. 

સૂરતઃ

ગુજકેટ પરીક્ષાનું એડમીશન કાર્ડ શાળાઓએ 2જી મે સુધીમાં મેળવી લેવું:

સૂરતઃ ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદીમાં જણાવ્‍યા મુજબ તા. 9મી મેના રોજ ગુજરાત રાજ્‍યમાં મેડીકલ અભ્‍યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટેની લેવાનારી ગુજકેટ 2013 ની પરીક્ષાનું એડમીશન કાર્ડ( ફી રસીદ) ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર બોર્ડના વિદ્યાર્થીઓ સિવાયના વિદ્યાર્થીઓને ટપાલ દ્વારા મોકલી આપવામાં આવી છે. ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડના વિદ્યાર્થીઓના એડમીશન કાર્ડ(ફી રસીદ) વિજ્ઞાન પ્રવાહની ઉ.મા. શાળાઓએ તા. 2જી મે ગુરૂવારના રોજ સવારે 11:00થી સાંજે 4:00 વાગ્‍યા દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતેથી મેળવી લેવા જણાવ્‍યું છે. જે ઉમેદવારની હોલ ટીકીટ મળી ન હોય કે ખોવાઇ ગઇ હોય તેવા ઉમેદવારોએ બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી હોલ ટીકીટ( પ્રવેશપત્ર)ની પ્રિન્‍ટ લઇ શકાશે અને તે હોલ ટીકીટ તરીકે માન્‍ય રહેશે.

વ્‍યારા ખાતે અનુસૂચિત જનજાતિના યુવક-યુવતિઓ માટે સ્‍પર્ધાત્‍મક પરીક્ષા અંગેનો તાલીમવર્ગનો શુભારંભઃ

સૂરતઃ તાપી જિલ્લાના મુખ્‍યમથક વ્‍યારા ખાતે અનુસૂચિત જનજાતિના સ્‍નાતક યુવક-યુવતિઓ માટે ટ્રાયબલ સબ પ્‍લાન-વ્‍યારા અંતર્ગત વર્ગ-1 અને 2ની સીધી ભરતી અંગેની પૂર્વતૈયારી રૂપે બે મહિનાના સુધી ચાલનારા તાલીમવર્ગનું ઉદ્દધાટન તાજેતરમાં પ્રાયોજના વટીવટદારશ્રી એ.ડી.બાગુલના વરદહસ્‍તે થયું હતું.

ર.ફ.દાબુ કેળવણી મંડળ સંચાલિત  જે.બી. એન્‍ડ સાર્વજનિક હાઈસ્‍કુલ ખાતે તા.14/6/2013 સુધી એમ બે માસ ચાલનારા અભ્‍યાસક્રમમાં શ્રીજી કેળવણી મંડળ-અમદાવાદના વિષય નિષ્‍ણાત-અનુભવી ફેકલ્‍ટીઝ દ્વારા આદિવાસી ઉમેદવારોને માહિતી અને માર્ગદર્શન પુરુ પાડવામાં આવશે.

આ પ્રસંગે પ્રાયોજના વહીવટદારશ્રીએ આદિવાસી સમાજના યુવક-યુવતિઓ પણ સ્‍પર્ધાત્‍મક પરીક્ષામાં ઉત્‍કર્ષ દેખાવ કરે તે માટે પ્રોત્‍સાહન પુરુ પાડયું હતું. ડિરેકટરશ્રી જગદીશ પટેલે સરકારના ઉચ્‍ચ હોદ્દાઓમાં મળતી સમાજસેવા-પ્રતિષ્‍ઠા અને આત્‍મસંતોષની લાગણીઓ થકી કુંટુબ, સમાજ અને દેશ માટે કામે લાગી જવાનું પ્રેરક ઉદ્દબોધન કર્યું હતું.

આ પ્રસંગે હાઈસ્‍કુલના આચાર્યશ્રી એ.કે.પટેલ તેમજ મોટી સંખ્‍યામાં જિલ્લાના યુવક-યુવતિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

સીટીએસ સ્‍કીમના જુલાઈ 2004 સુધીમાં પાસ થનારા તાલીમાર્થીઓએ પ્રમાણપત્ર લઇ જવુઃં

સૂરતઃ સૂરતની ઔદ્યોગિક તાલીમ સંસ્‍થાના આચાર્યના જણાવ્‍યા પ્રમાણે સીટીએસ સ્‍કીમના જુલાઈ 2004 સુધીમાં પાસ જાહેર થયેલા તાલીમાર્થીઓ પૈકી મોટા ભાગ તાલીમાર્થીના અસલ પ્રમાણપત્ર આવી ગયા છે. સબંધિત તાલીમાર્થીઓ ને તેઓની અસલ પ્રોવિ. માર્કશીટ તથા ફોટો ઓળખકાર્ડ તથા રૂા. 50 સર્ટીફીકેટ ઇશ્‍યુ ફીના રૂબરૂમાં કચેરીમાં કામકાજના દિવસે બપોરે 12થી સાંજે 4ના સમયે રજુ કરી અસલ પ્રમાણપત્ર સાત દિવસમાં લઇ જવા જણાવાયું છે.

સૂરત મહાનગરપાલિકાના ગાર્ડનોમાં ટ્રાફીક શિક્ષણ અપાશેઃ

સૂરતઃ પ્રાદેશિક વાહનવ્‍યવહાર કચેરી દ્વારા Team (Traffic Education & Awareness Mobile) ટ્રાફીક શિક્ષણને લગતી વાન મારફતે ડોક્‍યુમેન્‍ટ્રી ફિલ્‍મ શો તથા ટ્રાફીકને લગતા સાહિત્‍યો થકી ટ્રાફીકના નિયમોની જાણકારી મળે તેવું આયોજન કરવામાં આવ્‍યું છે. રોડ પર જાનહાની, રોડ અકસ્‍માતો નિવારી શકાય તેવા શુભ હેતુથી શહેરના મુખ્‍ય ગાર્ડનોમાં માર્ગ સુરક્ષાના કાર્યક્રમો મે- જુનમાં અનુકૂળ એક દિવસે સાંજે 5:30થી 7:00 વાગ્‍યા દરમિયાન  દરેક બાગ ( ગાર્ડન) માં કાર્યક્રમ આપવામાં આવ્‍યા છે.

સૂરતના સાઉથ વેસ્‍ટ ઝોન વિસ્‍તારમાં આવેલા જવાહર લાલ નહેરૂ ઉદ્યાન, અઠવા ગેટ ખાતે સોમવારે, વેસ્‍ટ ઝોન વિસ્‍તારમાં આવેલા જ્‍યોતીન્‍દ્ર દવે ઉદ્યાન, અડાજણમાં મંગળવારે, નોર્થ ઝોન વિસ્‍તારમાં ડો. શ્‍યામા પ્રસાદ મુખર્જી લેક ગાર્ડન, કતારગામ ખાતે બુધવારે, ઇસ્‍ટઝોનમાં મહારાણા પ્રતાપ ઉદ્યાન, નાના વરાછામાં ગુરૂવારે, સાઉથ વેસ્‍ટ ઝોનમાં ટ્રાફીક ચિલ્‍ડ્રન માર્ક, મજુરાગેટ ખાતે શુક્રવારે  અને સાઉથ વેસ્‍ટ ઝોનમાં સ્‍વ. શેઠ શ્રી નવિનચંન્‍દ્ર મફતલાલ ઉદ્યાન, ભેસ્‍તાન ખાતે શનિવારે આયોજન કરવામાં આવ્‍યું છે.

6ઠ્ઠીએ સંચારી રોગની અટકાયત માટે જિલ્લા સર્વેલન્‍સ અને સંકલન સમિતિની બેઠકઃ

સૂરતઃ સંચારી રોગની અટકાયત માટેની જિલ્લા સર્વેલન્‍સ અને સંકલન સમિતિ અને લેપ્‍ટોસ્‍પારોસીસ અંગેની બેઠક તા. 6ઠ્ઠી મેના રોજ સાંજે 5:00 વાગ્‍યે કલેક્‍ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્‍ટરના અધ્‍યક્ષસ્‍થાને યોજાશે. જેમાં વર્ષ 2012માં નોંધાયેલા પાણીજન્‍ય રોગચાળાની સમીક્ષા, લેપ્‍ટોસ્‍પારોસીસ અટકાયત અને નિયંત્રણ બાબતે ચર્ચા. એન્‍ટી રોડેન્‍ટ એક્‍ટીવીટી બાબતે, નગરપાલિકા અને પા.પુ.બોર્ડ હસ્‍તકની પાણી પુરવઠા યોજનાનાં ક્‍લોરીનેશન, પાઇલાઈન લીકેજની શોધખોળ અને દુરસ્‍તીકરણની ચર્ચા કરવામાં આવશે.

ડાંગ-આહવા

ડાંગ જીલ્લા નાયબ જીલ્લા વિકાસ અધિકારીશ્રી યુ.બી.વસાવા એ ચાર્જ સંભાળ્‍યો..

ગ્રામ્‍ય વિસ્‍તારના વિકાસ માટે કટીબધ્‍ધ..

આહવા : ડાંગ જીલ્લા નાયબ જીલ્લા અધિકારી શ્રી યુ.બી.વસાવા એ આજરોજ વિધિવત ચાર્જ સંભાળી લીધો છે. રાજ્‍ય સરકારશ્રી દ્વારા નાયબ જીલ્લા વિકાસ અધિકારી તરીકે તેમને બઢતી મળેલ છે. ડાંગ જીલ્લાના અંતરિયાળ એવા ગ્રામ્‍ય વિસ્‍તારના વિકાસ માટે તેઓ કટીબધ્‍ધ હોવાનું વ્‍યક્‍ત કર્યું હતું.

શ્રી વસાવા તાલુકા વિકાસ અધિકારી તરીકે ઉમરગામ,હાંસોટ,પંચમહાલ,બનાસકાંઠા , નસવાડી અને છેલ્લે ઉચ્‍છલ તાલુકામાં 1.1/2 વર્ષથી ફરજ બજાવતા હતા. ખૂબ જ ઉત્‍સાહિત એવા વસાવા ડાંગ જીલ્લામાં સેવાની તક મળી હોવાનું જણાવી આદિવાસી વિસ્‍તારમાં ફરજ બજવણી માટે ધન્‍યતાની લાગણી અનુભવી હતી.

ડાંગ જીલ્લાની ભોૈગોલિક પરિસ્‍થિતિની વિગતો મેળવી ગ્રામસભાઓના પ્રશ્નો હલ કરવા,જીલ્લાના પછાત વિસ્‍તારની મુલાકાત લઇને આદિવાસી વિસ્‍તારમાં લોકોને મદદરૂપ બનવાની ખેવના તેમણે વ્‍યક્‍ત કરી હતી. જીલ્લા પંચાયત ના અધિકારી,પદાધિકારી સહિત કર્મચારીઓએ નાયબ જીલ્લા વિકાસ અધિકારીને શુભકામનાઓ પાઠવી હતી.

 

 

 

જિલ્લાનો કૃષિ મહોત્સવ નજીક આવી રહ્યો છે - ખેડૂતો યોજનાકીય સાધન સહાય મેળવવા સત્વરે અરજીઓ મોકલી આપે


વડોદરા 

સન ૨૦૧૩નો જિલ્લાનો કૃષિ મહોત્સવ ૧૪મી મે થી ૩૧મી મે સુધી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેને અનુલક્ષીને ખેડૂતોને કૃષિ વિકાસ યોજનાઓ હેઠળ સાધન સહાય મેળવવા સત્વરે અરજીઓ મોકલી આપવા જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે. અરજદારોમાંથી લાભાર્થીઓની પસંદગી "વહેલો તે પહેલો'ના ધોરણે કરવામાં આવશે તે ઉલ્લેખનીય છે.

કૃષિ વિકાસ યોજનાઓ હેઠળ કૃષિ મહોત્સવ દરમિયાન માપદંડો પ્રમાણે લાયક લાભાર્થીઓને પ્રમાણિત બિયારણો, પાક સંરક્ષણના સાધનો, સુધારેલા ખેત ઓજારો, પાઇપ લાઇન (એચડીપીઇ, પીવીસી), ઓઇલ એન્જીન, ટ્રેકટર, સીડ ડ્રીલ, રોટાવેટર, કલ્ટીવેટર જેવી સાધન સામગ્રી યોજનાઓની જોગવાઇઓ અનુસાર આપવામાં આવે છે. હાલમાં સાધન સહાયનો લાભ મેળવવા માટેની અરજીઓ જે તે વિસ્તારના ગ્રામસેવકોના માધ્યમથી તાલુકા કક્ષાએ તાલુકા અમલીકરણ અધિકારી (ખેતી) દ્વારા સ્વીકારવામાં આવી રહી છે.

જિલ્લા ખેતીવાડી અધિકારીએ સાધન-સામગ્રી ઉત્પાદક માન્ય કંપનીઓના ઇનપુટ ડિલર્સને / કંપની વિક્રેતાઓને કૃષિ મહોત્સવના સહયોગી બનીને તેમના ઉત્પાદનોની ઉપયોગીતાના વ્યાપક પ્રચાર-પ્રસારની તક ઝડપી લેવા અનુરોધ કરવાની સાથે રાહતભાવે વેચાણનો લાભ આપવા અનુરોધ કર્યો છે. કૃષિ મહોત્સવને લગતી બાબતો માટે જિલ્લા પંચાયત, વડોદરાની ખેતીવાડી શાખાનો ફોન નં. ૦૨૬૫-૨૪૩૩૬૪૧ પર સંપર્ક થઇ શકે છે.

વર્ષના કૃષિ મહોત્સવમાં તાલુકા પંચાયત બેઠકોના કલસ્ટરના ગામોમાં કૃષિ રથો ફરશે જેમાં જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો પણ જોડાશે.

જિલ્લામાં પોલીસ આવાસો અને પોલીસ મથક માટે ભવનની નવી સુવિધાઓ મળી

વડોદરા 

સન ૨૦૧૨-૧૩ના પૂરાં થયેલા વર્ષમાં જિલ્લામાં નવા પોલીસ આવાસો, પોલીસ મથક ભવન અને અન્ય સુવિધાઓના નિર્માણથી કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરીમાં સરળતા થઇ છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે બનાવેલા પોલીસ આવાસ નિગમ દ્વારા સતત પોલીસ તંત્રની જરૂરિયાતો પ્રમાણેના મકાનોના નિર્માણ અને જાળવણીની ગુણવત્તાસભર કામગીરી કરવામાં આવી રહી છે.

જિલ્લા પોલીસ દળ પાસેથી મળેલી જાણકારી પ્રમાણે વિગત વર્ષમાં રૂા.૨.૬૪ કરોડથી પણ વધુ રકમના ખર્ચે દળ માટે નવા બાંધકામો કરવામાં આવ્યા હતા. તેના ભાગરૂપે જિલ્લાના ભાદરવા પોલીસ મથકના જવાનો / અધિકારીઓ માટે બી અને સી કક્ષાના કુલ ૨૫ મકાનો રૂા.૧.૨૬ કરોડના ખર્ચે બાંધવામાં આવતા, ફરજના સ્થળે નિવાસની સુવિધાઓ મળી છે. ઉપરાંત વહીવટી સરળતા અને નાગરિક સુવિધા માટે સંખેડા પોલીસ મથકનું નવું મકાન રૂા.૩૭ લાખના ખર્ચે બનાવવામાં આવ્યું છે. વડોદરા ગ્રામ જિલ્લાના છાણી વડા મથક ખાતે દળના જવાનો / અધિકારીઓને સુવિધાજનક રીતે તાલીમ આપવા માટે રૂા.૧ કરોડ 0 લાખના ખર્ચે તાલીમ કેન્દ્ર બાંધવા ઉપરાંત અશ્વદળની કામગીરીને સરળ બનાવવા ધોડાઓનો તબેલો (હોર્સ સ્ટેબલ) બનાવવામાં આવ્યો છે. તમામ બાંધકામો પોલીસ આવાસ નિગમ દ્વારા કરવામાં આવ્યા છે.

પાણી પુરવઠા યોજનાઓના અમલીકરણમાં નબળી કામગીરી કરનારા અને ગ્રામ પાણી સમિતિઓને બાનમાં રાખવાનો પ્રયત્ન કરનારા કોન્ટ્રાક્ટર્સ સામે પોલીસ ફરિયાદ કરવા કલેકટરશ્રીની સૂચના

૨૦ ગામોની પાણી સમિતિઓને જિલ્લા વિકાસ અધિકારી નોટિસ આપશે

વડોદરા

જિલ્લા કલેકટરશ્રી વિનોદ રાવની અધ્યક્ષતામાં મળેલી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં કેટલાંક કોન્ટ્રાક્ટર્સ અને એજન્સીઓ દ્વારા સ્વજલધારા કાર્યક્રમ અંતર્ગત ગ્રામીણ પાણી પુરવઠા યોજનાઓના અમલીકરણમાં નબળી કામગીરી કરવાની અને તેમ છતાં, ચુકવણી માટે દબાણ લાવવાના હેતુસર ગ્રામ પાણી સમિતિઓને કાયદેસરની કાર્યવાહીની નોટિસ પાઠવવાની અનિચ્છનીય પ્રવૃત્તિઓ તરફ સભ્ય સચિવ દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું હતું.

અધ્યક્ષ અને જિલ્લા કલેકટરશ્રી વિનોદ રાવે ધટનાક્રમ પ્રત્યે ગંભીર નારાજગી વ્યક્ત કરવાની સાથે કસુરવાર કોન્ટ્રકટર્સ / એજન્સીઓ સામે સખ્તાઇપૂર્વક કામ લેવાની ભલામણ કરી હતી. તેમણે સંદર્ભમાં પંચાયતો પાસેથી વિગતવાર ફરિયાદો મેળવીને, આવા કોન્ટ્રાકટર્સ / એજન્સીઓ સામે પોલીસ ફરિયાદો નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી હતી.

શ્રી રાવે જણાવ્યું હતું કે, જિલ્લાના પ્રભારી મંત્રીશ્રીએ પણ વિકાસ કાર્યોના અમલીકરણમાં ગેરરીતિઓ અને નબળી કામગીરી જણાય તો પાસા સહિતના પગલાં લેવાનો અનુરોધ કર્યો છે. તેવા સંજોગોમાં ગેરવાજબી રીતરસમો અપનાવતા કોન્ટ્રાકટર્સ/એજન્સીઓ સામે પણ પાસા હેઠળ અટકાયત સહિતના કડક પગલાં ભરવામાં તંત્ર કોઇની શેરશરમ નહીં રાખે.

બેઠકમાં કેટલીક ગ્રામ પાણી સમિતિઓ તરફથી યોગ્ય સહકાર મળવાને કારણે સંબંધિત ગામોની સ્વજલધારા યોજનાઓનું ઓડીટ થઇ શકતું હોવાનો મુદ્દો ચર્ચાયો હતો. તેના અનુસંધાને સમિતિના ઉપાધ્યક્ષ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી રવિકુમાર અરોરાએ પ્રથમ તબક્કે આવા ૨૦ ગામોની પાણી સમિતિઓને નોટિસ આપવાનું સ્વીકાર્યું હતું. તેમણે આદિજાતિ વિસ્તારના ગામોમાં લોકફાળો ભરાયાની ફરિયાદોના નિરાકરણમાં પણ સહયોગ આપવાની ખાતરી આપી હતી.

જિલ્લા પોલીસ દળે ભાગ ૧થી ૬ના ૪૫૨૧ ગુનાઓ નોંધ્યા અને ૩૯૬૭ ગુનાઓ ઉકેલ્યા

પ્રજા મિત્ર પોલીસનો અનુભવ કરાવવા ૬૦૧ લોક દરબારો યોજવામાં આવ્યા 

વડોદરા 

વડોદરા જિલ્લા પોલીસ દળે વિગત વર્ષમાં સન ૨૦૧૨-૧૩ દરમિયાન ભાગ ૧થી ૬ના કુલ ૪૫૨૧ ગુનાઓની નોંધણી કરી હતી જે પૈકી ૩૯૬૭ ગુનાઓ ઉકેલવામાં સફળતા મળી હતી. ઉપરાંત નશાબંધી કાયદાનો ભંગ કરવા માટે ૧૬૧૮૩ ગુનાઓમાં કસુરવારોને ઝડપવામાં આવ્યા હતા.

જિલ્લા પોલીસ દળ પાસેથી મળેલી જાણકારી પ્રમાણે વિગત વર્ષમાં જિલ્લામાં ભાગ ૧થી ૫ના ૨૨૩૯ ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. તે પૈકી ૧૭૦૫ ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. ઉપરાંત ભાગ-૬ના કુલ નોંધાયેલા ૨૨૮૨ ગુનાઓમાંથી ૨૨૬૨ ગુનાઓ શોધવામાં આવ્યા હતા. તદુપરાંત, વર્ષ દરમિયાન અગાઉ નોંધાયેલા અને વણઉકલ્યા ગુનાઓ પૈકી ૭૭ જેટલાં ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી જેમાં ચોરીના ૩૩, ધરફોડ ચોરીના ૧૭, જિલ્લા બહારના ધરફોડ ચોરીના અને ચોરીના ૦૫ તેમજ ખૂન, ધાડ અને લૂંટના ૧૨ ગુનાઓનો સમાવેશ થાય છે.

પોલીસ અને પ્રજા વચ્ચેનું સંકલન મજબૂત બને, વિશ્વાસ કેળવાય, નાગરિકોમાં સુરક્ષાની ધરપત બંધાય અને પોલીસ કામગીરીમાં નાગરિક સહયોગ વધે તે માટે જિલ્લા પોલીસ વડાથી લઈને વિભાગીય પોલીસ અધિકારીઓની કક્ષા સુધી અવાર-નવાર ગ્રામજનો સાથે લોક દરબારો યોજવામાં આવે છે. વિગત વર્ષ દરમિયાન આવા ૬૦૧ લોક દરબારો યોજીને, પ્રજાની સાથે પોલીસનો અનુભવ કરાવવામાં આવ્યો હતો.

ગુજકેટ-૨૦૧૩ના ઉમેદવારોના એડમીશન કાર્ડસ ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ મેળવી લેવા

વડોદરા 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદી જણાવે છે કે, તારીખ ૯/૫/૨૦૧૩ના રોજ ગુજરાત રાજ્યમાં મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટેની લેવાનારી ગુજકેટ-૨૦૧૩ની પરીક્ષાનું એડમીશન કાર્ડ (ફી રસીદ) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના વિઘાર્થીઓ સિવાયના વિઘાર્થીઓને ટપાલ દ્વારા મોકલી આપવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના વિઘાર્થીઓના એડમીશન કાર્ડ (ફી રસીદ) વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ તારીખ ૨/૫/૨૦૧૩ને ગુરુવારના રોજ ૧૧-૦૦થી ૧૬-૦૦ કલાક દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતેથી મેળવી લેવાની રહેશે. તેની વિજ્ઞાન પ્રવાહની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓએ નોંધ લેવા જણાવાયું છે.

જે ઉમેદવારની હોલ ટીકીટ મળી હોય કે ખોવાઇ ગઇ હોય તેવા ઉમેદવારો બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી હોલ ટીકીટ (પ્રવેશપત્ર) ની પ્રિન્‍ટ લઈ શકશે અને તે હોલ ટીકીટ તરીકે માન્ય રહેશે તેમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

વડોદરા જિલ્લાના યુવાનો માટે લશ્કરમાં જોડાવાની તક

વડોદરા 

વડોદરા જિલ્લાના ઉમેદવારો માટે તા.૨૦/૦૫/૨૦૧૩ના રોજ પોલીસ હેડ કવાર્ટર પરેડ ગ્રાઉન્ડ, ભરૂચ ખાતે લશ્કરી ભરતી મેળો યોજવામાં આવ્યો છે. ભરતીમાં જવા ઇચ્છતા ધોરણ-૧૦ પાસ ૧૭ વર્ષ માસ થી ૨૧ વર્ષ અને ધરોણ-૧૨ પાસ ૧૭ વર્ષ માસ થી ૨૩ વર્ષ તેમજ મીકેનીકલ / ઇલેકટ્રીકલ / ઓટોમોબાઇલ્સ / કોમ્પ્યુટર સાયન્સ/ ઇન્સ્ટ્રુમેન્ટેશનનો વર્ષનો ડિપ્લોમા પાસ ૧૭ વર્ષ માસ થી ૨૩ વર્ષની વય ભરતીની તારીખે ધરાવતા હોય તેવા અપરણિત પુરુષ ઉમેદવારોને પોલીસ હેડ કવાર્ટર પરેડ ગ્રાઉન્ડ, ભરૂચ ખાતે સવારે ૫.૦૦ કલાકે હાજર રહેવા જણાવવામાં આવે છે. વધુ વિગત માટે રોજગાર કચેરી, વડોદરા તથા નગર રોજગાર કચેરી, છોટાઉદેપુરનો સંપર્ક કરવા જણાવાયું છે.

મૃતક જીવતભાઇના સ્વજનો સંપર્ક કરે

વડોદરા 

પ્રતાપનગર રોડ પર નાની શાક માર્કેટ નજીક આવેલી સાંઇ ચેમ્બર્સના ધર નં. ૩ના નિવાસી, ૬૮ વર્ષના જીવતભાઇ જેઠમલભાઇ બાંનીને બીમારીની સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનું સારવાર દરમિયાન તા. ૨૭/૦૪/૨૦૧૩ના રોજ મરણ થયું છે. એકલવાયા વૃદ્ધના પરિવારજનોને વાડી પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.

અજાણ્યા પુરુષનું મરણ

વડોદરા - મંગળવાર - ડભોઇ રોડ પર આવેલા સોનપાલ પેટ્રોલ પંપની બાજુમાં આજરોજ સવારના સમયે એક અજાણ્યા પુરુષનું કુદરતી મરણ થયું છે. મૃતકે શરીર પર સફેદ રંગનું આખી બાંયનું શર્ટ અને કાળા રંગનો પેન્ટ પહેર્યો છે. તેના વાલીવારસોને વાડી પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.

અકસ્માતમાં ઇજા પામેલા અજાણ્યા પુરુષનું મરણ

વડોદરા 

તા. ૨૫/૦૪ના રોજ મુંબઇ-અમદાવાદ નેશનલ હાઇવે નં. પર સયાજીપુરા માર્કેટની સામેના રસ્તા પર, બપોરના સમયે અંદાજે ૫૫ વર્ષની ઉંમરનો અજાણ્યા પુરુષ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા, સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકના જમણા હાથે અમરી એવું લખાણ ત્રોફાવેલું છે. મૃતકે શરીર પર સફેદ-વાદળી રંગનું આખી બાંયનું શર્ટ, લીલા રંગની બંડી અને ભૂખરા રંગનું પેન્ટ પહેરેલા છે. તેના વાલીવારસોને સત્વરે કિસનવાડી પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.

યાકુતપુરા વિસ્તારમાં અજાણ્યા પુરુષનું મરણ

વડોદરા 

ગઇકાલ તા. ૨૯/૪/૨૦૧૩ના રોજ સાંજના સમયે યાકુતપુરા પટેલ પાર્ક પાસે અંદાજે ૪૦ વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષનુ઼ મરણ થયું છે. મૃતકે ડાબા હાથ ઉપર રમીલાનું લખાણ ત્રોફાવેલું છે. તેણે શરીર પર ક્રીમ રંગની ઝીણી ચોકડીવાળું શર્ટ અને કમરના ભાગે કથ્થાઇ રંગનું પેન્ટ પહેર્યું છે. તેના વાલીવારસોને રાવપુરા પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.

 દાહોદ જિલ્લામાં ૧૦૮ ઈમરજન્સી એ માનવજીવન રક્ષા સેવાના પાંચ વર્ષમાં ૮ હજારથી વધુ જીંદગીઓ બચાવી

કલેક્ટર કચેરી ખાતે નોંધપાત્ર યોગદાન આપનાર કર્મીઓનું સન્માન કરાયું

દાહોદ,મંગળવાર: ગુજરાતની સંજીવની ગણાતી ૧૦૮ ઈમરજન્સી આરોગ્ય સેવાને દાહોદ જિલ્લામાં તા.૨૭ એપ્રિલ-૨૦૦૮થી શરૂ કરવામાં આવેલ અને સેવાને પાંચ વર્ષ પુરા થતાં તેની ઉજવણી કરવાનો એક કાર્યક્રમ તાજેતરમાં અધિક જિલ્લા કલેક્ટરશ્રી આર.કે.રાઠોડની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડમાં યોજવામાં આવ્યો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં અમદાવાદ સ્થિતજી.વી.કે.ઈ.એમ.આર.આઈ ૧૦૮ સેવાના ઓપરેશન હેડશ્રી હીરેનભાઈ ભટ્ટે આ અંગે વિસ્તૃત માહિતી આપ્તા જણાવ્યું કે, ગુજરાત રાજ્યમાં ૫૨૫ એમ્બ્યુલન્સ દ્વારા રાજ્યની ૬.૦૩ કરોડથી વધુ વસ્તીમાં કાર્યરત છે. અત્યાર સુધીમાં ૩૬ લાખ કરતા વધારે ઈમરજન્સીને પ્રતિસાદ આપી જીવલેણ પરિસ્થિતીમાં ૨૪૨૮૯૦ થી વધુ માનવ જીંદગીઓ બચાવી છે.જેમાં દાહોદ જિલ્લામાં તા.૨૭/૪/૨૦૦૮ના રોજ પાંચ એમ્બ્યુલન્સથી શરૂ કરવામાં આવેલ ૧૦૮ સેવામાં હાલ ૨૬ એમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરી સેવા પુરી પાડવામાં આવી રહી છે. અતિ પછાત અને છેવાડાના વિસ્તારની ગરીબ આદિવાસી પ્રજા માટે ખુબ ઉપયોગી પુરવાર થઈ રહેલ આ ઈમરજન્સી સેવા દવારા છેલ્લા પાંચ વર્ષમાં આકસ્મિક સમયે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી ૭૮૦૬ માનવ જીંદગીઓને નવજીવન બક્ષ્યુ છે. તથા ૨૮૪૩ સગર્ભ મહિલાઓને સ્થળ તેમજ એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ કરાવી છે.આ ઉપરાંત ગર્ભવતી માતાને પ્રસુતિ પછી બાળક સાથે ઘરી મુકવા માટે અમલી બનાવેલ ખીલખીલાટ વાનની યોજનાની જાણકારી આપી હતી. 

કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી અધિક કલેક્ટરશ્રી આર.કે.રાઠોડે દાહોદ જિલ્લામાં આ સેવાને આશીર્વાદરૂપ ગણાવીને વિશેષ જાગૃતી કેળવી ઈમરજન્સી સમયે તેનો લાભ લેવા જણાવ્યું હતુ. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મોદીએ રાજ્ય સરકારની સામાજિક સેવામાં ૧૦૮ની સેવાને શિરમોર ગણાવી હતી.  

આ પ્રસંગે ૧૦૮ ઈમરજન્સી સેવામાં નોંધપાત્ર કામગીરી કરનાર આરોગ્ય કર્મચારીઓ અને આ સેવાનો લાભ લીધેલ લાભાર્થીઓનું અધિક કલેક્ટરશ્રી રાઠોડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મોદી સહિત મહાનુભાવોના હસ્તે મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.રાઠોડ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પાઠક,દાહોદ જિલ્લાના ઈમરજન્સી મેનેજમેન્ટ એક્ઝીક્યુટીવશ્રી બીપીન બેટરીયા, ૧૦૮ સેવાના કર્મીઓ, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગણોતીયાઓ ગણોત હક્કની જમીનની ખરીદ કિંમત ભરપાઇ કરી દે -  છેલ્લી તક

આણંદ - 

મુંબઇ ગણોતધારા ૧૯૪૮ અન્વયે ગણોણિતીયાઓને સરકારશ્રી તરફથી જમીન અને ગણોત હક્ક આપવામાં આવ્યા છે  છતાં ગણોત હક્કમાં મળેલ જમીનની ગણોતધારા હેઠળ નક્કી થયેલ ખરીદ કિંમત ભરપાઇ કરેલ ન હોઇ, તે માટે ખરીદ કિંમત ભરપાઇ કરવાની મુદત તા.૩૧/૮/૨૦૧૩ સુધી ગુજરાત સરકાર દ્વારા લંબાવવામાં આવી છે.

આથી જે ગણોતિયાએ આજદિન સુધી ખરીદ કિંમતની રકમ ભરપાઇ કરવાની બાકી હોઇ, તેઓએ તાત્કાલિક સંબધકર્તા મામલતદાર અને કૃષિપંચશ્રીની કચેરીનો સંપર્ક સાધી ખરીદ કિંમતની રકમ તાત્કાલિક સમય મર્યાદામાં ભરપાઇ કરવા જણાવવામાં આવે છે. ભવિષ્યમાં આ મુદત વધારવામાં આવશે નહિ. ગણોતધારા હેઠળ નક્કી થયેલ ખરીદ કિંમત ભરપાઇ નહિ કરનાર ગણોતિયાની જમીન અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમ કલેક્ટર કચેરીની યાદીમાં જણાવાયું છે.

અકીક ઉઘોગોમાં કામ કરતાં ઇસમો અને જોબવર્કથી કામ આપતા માલિકો માટે સૂચના

ડસ્ક માસ્ક, સેફટી ગોગલ્સ, ઇયર પ્લગ જે તે માલિકો કે જોબવર્કથી કામ આપતા હોય તેમણે પુરા પાડવા

આણંદ - 

સીલીકોસીસ નામના વ્યવસાયજન્ય રોગના અટકાયતી પગલા અન્વયે આણંદ જિલ્લામાં તમામ વિસ્તારોમાં અકીક ઉઘોગમાં કામ કરતા તમામ સેલ્ફ એમ્પ્લોઇડ ઇસમોને અકીક ધસવાની કામગીરી દરમ્યાન જરૂરી સલામતીના સાધનો જેવા કે ડસ્ક માસ્ક, સેફટી ગોગલ્સ, ઇયર પ્લગ જે તે માલિકો કે જોબવર્કથી કામ આપતા હોય તેમણે પુરા પાડવા અને મજુરો/કારીગરોએ તેમના સ્વાસ્થ્યને થતું નુકસાન અટકાવવા માટે આવા સલામતીના સાધનોનો ઉપયોગ કરવા જિલ્લા મેજીસ્ટ્રેટ-આણંદે ફોજદારી કાર્યરિતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ હૂકમ કરેલ છે. આ હૂકમ તા.૦૫-૦૬-૨૦૧૩ સુધીના સમયગાળા માટે અમલમાં છે.

આ હૂકમનો ભંગ અથવા ઉલ્લંધન કરવા બદલ મદદનીશ નિયામક, ઔઘોગિક સલામતી અને સ્વાસ્થ્ય-આણંદ તથા આ અર્થે અધિકૃત કરાયેલ કોઇપણ સરકારી અધિકારી જરૂરી પોલીસ કાર્યવાહી કરી શકશે તથા ભારતના ફોજદારી અધિનિયમ (સને ૧૮૬૦ ના ૪૫ માં) ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. 

આણંદ શહેરની જાહેર જનતા જોગ

ગામડીવડ થી બેઠક મંદીર સુધીના રસ્તે ડ્રેઇનના નવીનીકરણ અંગે રસ્તો તા.૩૧/૫/૨૦૧૩ સુધી બંધ

આણંદ 

બાજપાઇ નગર વિકાસ યોજના અંતર્ગત ડી.એન. હાઇસ્કુલ થી બેઠક મંદીર તરફના રસ્તા પરની જુની સ્લેબ ડ્રેઇનના નવીનીકરણની કામગીરી મંજુર થયેલ છે. ડી.એન. હાઇસ્કુલ થી નગરપાલિકા ભવન સુધીની કામગીરી પૂર્ણ થયેલ છે. હવે ગામડીવડથી બેઠક મંદીર સુધીના  જુની સ્લેબ ડ્રેઇનના નવીનીકરણની કામગીરી બાકી હોઇ તેમજ નવીનરોડ બનાવવાનો હોઇ  ગામડીવડ થી બેઠક મંદીર સુધીનો રસ્તો તા.૩૧/૫/૨૦૧૩ સુધી બંધ રહેશે. આ અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ,આણંદશ્રી આર.જી.ગોહિલે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧) (બી) મુજબ આ માર્ગો ઉપરથી પસાર થતા વાહનોએ જુના રસ્તા પરથી વાળવા હુકમ કરેલ છે.

ટાવર વિસ્તારથી ગામડીવડથી જુના રસ્તાથી આઇસ ફેક્ટરીથી યોગી પેટ્રોલ પંપ ભાલેજ રોડ, ટાવર વિસ્તારથી જુના રસ્તા કલ્પના ટોકીઝ થઇ પેટ્રોલપંપ ભાલેજ રોડ તરફ, નવા બસ સ્ટેન્ડથી  ભાલેજ રોડ, ગામતળ વિસ્તાર તરફથી સરદાર બાગ નવા બસસ્ટેન્ડ ભાલેજ રોડ તરફનો રસ્તો,ગામતળ વિસ્તાર તરફથી બેઠક મંદીર થી પેટ્રોલ પંપ ભાલેજ રોડ તરફનો રસ્તો,ગામતળ વિસ્તાર તરફથી બેઠક મંદીર થી આઇસ ફેકટરીથી જુના રસ્તા તરફ, ગામતળ વિસ્તાર તરફથી બેઠક મંદિર કલ્પના ટોકીઝથી જુના રસ્તા તરફ ડાયવર્ઝન અંગેના સુચિત રસ્તાઓ નકકી કરવામાં આવ્યા છે.

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

આણંદ જિલ્લાના સાયબર કાફેના માલિક સંચાલકોને સુચના

આણંદ - 

આણંદ જિલ્લાના વિસ્તારમાં આવેલ સાયબર કાફેના માલિક, સંચાલક કે નોકરે સાયબર કાફેની મુલાકાત લેતા દરેક વ્યકિત/બ્રાઉઝરરની જરૂરી માહિતી ધરાવતું રજિસ્ટર નિભાવવા આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, આર.જી.ગોહીલે આદેશ કર્યા છે.

તદ્દઅનુસાર આણંદ જિલ્લામાં કાર્યરત દરેક સાયબર કાફેમાં આવતા પ્રત્યેક વ્યકિત / બ્રાઉઝરર પાસેથી સાયબર કાફેમાં કરેલ ઇ-મેઇલ, સહી, સાયબર કાફેમાં દાખલ થયાનો અને બહાર નીકળ્યાનો સમય, ફોટા સાથેની ઓળખની વિગતો (જેવા કે ચૂંટણી કાર્ડ/ ડ્રાઇવીંગ લાયસન્સ/બેંકની પાસબુક/પાનકાર્ડ/ પાસપોર્ટ/ સ્કુલ કે કોલેજનું ઓળખપત્ર(ઓળખના પુરાવા)/રિમાર્કસ વગેરે સાથેનું રજીસ્ટર ફરજીયાત જાળવવાનું રહેશે. સાયબર કાફે માલિકે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરનું પ્રમાણપત્ર, ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ, કુલ બેન્ડ વીડ્થ, ઇન્ટરનેટ દ્વારા અપાતી બીજી સેવાઓ જેવી કે વીડીયો કોન્ફસન્સીગ,ઇન્ટરનેટ પ્રોટોકોલ ટેલીફોનની વિગત પણ તૈયાર કરવાની રહેશે. કોમ્પ્યુટરના સ્ટોરેજ મીડીયા/હાર્ડવેરની ઓળખને લગતી માહિતીનો સંગ્રહ કરવાનો રહેશે, સાયબરકાફેના માલિકોએ બેક-અપ ની સાચવણી તથા જાળવણી કરવાની રહેશે જેમાં ઇન્ટરનેટ બ્રાઉઝર, વેબસાઇટનો ઇતિહાસ, ઇન્ટરનેટ કુકિઝ, મોર્ડન લોગ્સ, ઇન્ટરનેટ ડાઉન લોક,પ્રોક્સી લોગ અને નેટવર્ક સોફટવેરના ઉપયોગથી ઉદભવતા બીજા લોગ્સની માહિતી   જિલ્લા મેજિસ્ટ્રેટ કે પોલીસ અધિક્ષક અથવા સત્તાધિકારી ઉક્ત વિગતો માગે ત્યારે તેઓને અવશ્ય આ માહિતી આપવાની રહેશે. સાયબર કાફે સવારના ૬-૦૦ કલાકથી રાત્રિના ૧૨-૦૦ કલાક સુધી જ ખુલ્લા રાખવાના રહેશે.

આ હુકમ તા.૨૫/૦૫/૨૦૧૩ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

વિકલાંગતા પ્રમાણપત્ર મેળવવા કેમ્પનો લાભ લો

આણંદ -

રાજ્ય સરકાર ની વિવિધ વિકલાંગ કલ્યાણકારી યોજનાઓનો લાભ વિકલાંગ વ્યક્તિઓને મળી રહે તે માટે મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન, એસ.એસ.હોસ્પીટલ,પેટલાદ, જિ. આણંદ દ્વારા તા.૧૧-૧૨-૨૦૧૩ સુધી વિકલાંગ વ્યક્તિઓને વિકલાંગતા પ્રમાણપત્ર આપવા માટેના કેમ્પનું આયોજન આણંદ જિલ્લામાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે કરવામાં આવ્યું છે.

ક્રમ

કેમ્પની તારીખ

કેમ્પનું સ્થળ

કેમ્પનો સમય

૦૮/૦૫/૨૦૧૩

સામૂહિક આરોગ્ય કેન્દ્ર, આંકલાવ

૧૨-૦૦ થી ૧૬-૦૦

૨૨/૦૫/૨૦૧૩

સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ધર્મજ

૧૨-૦૦ થી ૧૬-૦૦

૧૨/૦૬/૨૦૧૩

સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સોજિત્રા

૧૨-૦૦ થી ૧૬-૦૦

૨૬/૦૬/૨૦૧૩

સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ઉમરેઠ

૧૨-૦૦ થી ૧૬-૦૦

૧૦/૦૭/૨૦૧૩

સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સારસા

૧૨-૦૦ થી ૧૬-૦૦

૨૪/૦૭/૨૦૧૩

સામૂહિક આરોગ્ય કેન્દ્ર, તારાપુર

૧૨-૦૦ થી ૧૬-૦૦

૧૪/૦૮/૨૦૧૩

સામૂહિક આરોગ્ય કેન્દ્ર, રાસ

૧૨-૦૦ થી ૧૬-૦૦

૧૧/૦૯/૨૦૧૩

સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ઓડ

૧૨-૦૦ થી ૧૬-૦૦

૨૫/૦૯/૨૦૧૩

સામૂહિક આરોગ્ય કેન્દ્ર, મહેળાવ

૧૨-૦૦ થી ૧૬-૦૦

૧૦

૦૯/૧૦/૨૦૧૩

સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ધર્મજ

૧૨-૦૦ થી ૧૬-૦૦

૧૧

૨૩/૧૦/૨૦૧૩

સામૂહિક આરોગ્ય કેન્દ્ર, આંકલાવ

૧૨-૦૦ થી ૧૬-૦૦

૧૨

૧૩/૧૧/૨૦૧૩

સામૂહિક આરોગ્ય કેન્દ્ર, વાસદ

૧૨-૦૦ થી ૧૬-૦૦

૧૩

૨૭/૧૧/૨૦૧૩

સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ખંભાત

૧૨-૦૦ થી ૧૬-૦૦

૧૪

૧૧/૧૨/૨૦૧૩

સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ઉમરેઠ

૧૨-૦૦ થી ૧૬-૦૦

વિકલાંગતા પ્રમાણપત્ર મેળવેલ હોય તેવા વિકલાંગ ભાઇ-બહેનોએ કેમ્પનો લાભ લઇ પ્રમાણપત્ર મેળવી લેવા જણાવાયું છે. લાભાર્થીએ સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમિયાન નોંધણી કરાવવાની રહેશે. દરદીને તપાસવાનો સમય બપોરે ૧૩-૦૦ થી ૧૫-૦૦ કલાક દરમિયાનનો રહેશે તથા પ્રમાણપત્ર આપવાનો સમય બપોર બાદ ૧૬-૦૦ થી ૧૭-૦૦ કલાક દરમિયાનનો રહેશે.

દ્રષ્ટિહિન, મંદબુધ્ધિ, બહેરા-મુંગા, અસ્થિ વિષયક જે વિકલાંગજનોએ ડોક્ટરનું વિકલાંગ પ્રમાણપત્ર મેળવેલ હોય તેઓએ રેશનકાર્ડ તથા તેની ઝેરોક્ષ, પાસપોર્ટ સાઇઝના બે ફોટા અને જન્મતારીખનો દાખલો લઇ રૂબરૂ હાજર રહેવા જણાવાયું છે.

આણંદ જિલ્લાની સહકારી સંસ્થાઓ જોગ

સહકારી મંડળીઓ ચૂંટણીની કાર્યવાહી હાથ ધરી શકશે નહી

આણંદ -

આણંદ જિલ્લાની કોઇપણ રાજ્યકક્ષા, જિલ્લાકક્ષા, તાલુકા કક્ષા/એકથી વધુ જિલ્લાનું કાર્યક્ષેત્ર ધરાવતી સંસ્થા, પ્રાથમિક સહકારી મંડળીઓ કે જે અન્ય કોઇપણ સહકારી મંડળીની ચૂંટણીની કાર્યવાહી તેમના પેટાનિયમ કે નિર્દિષ્ટ ચૂંટણીના નિયમો-૧૯૮૨ અન્વયે હાથ ન ધરવા ૯૭ માં બંધારણીય સુધારાને અનુલક્ષીને સહકારી મંડળીઓની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચૂંટણીઓતેમાં કરેલ જોગવાઇઓ અને ગુજરાત વિધાનસભામાં વિધેયક પસાર કરીનેગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ, ૧૯૬૧ માં જે સુધારાઓ કરે, તેવી જોગવાઇઓને લક્ષમાં લઇને કરવાની થશે. એ સંજોગોમાં રાજ્યની તમામ સહકારી મંડળીઓ તેમની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચૂંટણીઓ ૯૭મો બંધારણીય સુધારો તથા ગુજરાત વિધાનસભા દ્વારા ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ, ૧૯૬૧માં સુધારા વિધેયક જ્યારથી અમલમાં આવે તે જોગવાઇઓને લઇને જ ચુંટણી કરવા અધિક રજિસ્ટ્રાર (વહિવટ અને અપીલ) સહકારી મંડળીઓ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા એક યાદીમાં જણાવાયું છે.

વર્ષ ૨૦૧૨-૧૩માં  શૈક્ષણિક યોજનાઓમાં આણંદ જિલ્લામાં અનુસુચિત જાતિના ૯૩૩૭ વિઘાર્થીઓને  રૂા.૭૩૨.૧૨ લાખની શિષ્યવૃતિની ચૂકવણી

આણંદ - 

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના નિયામકશ્રી,અનુ.જાતિ કલ્યાણ ગુ.રા.ગાંધીનગર હસ્તકની જિલ્લા પછાત વર્ગ કલ્યાણ અધિકારી,આણંદની કચેરી દ્વારા અનુ.જાતિઓના કલ્યાણ માટે વર્ષ ૨૦૧૨-૧૩માં શૈક્ષણિક યોજનાઓમાં ધો.૧ થી ૧૦ સુધીની પ્રી મેટ્ીક શિષ્યવૃતિ યોજનાઓમાં ૩૧૨૯ વિઘાર્થીઓને રૂા.૩૧.૪૧લાખની સહાય,ધો.૧૧/૧૨થી કોલેજ કક્ષાના પોષ્ટ મેટ્રીક અભ્યાસક્રમમાં ૫૮૩૩ વિઘાર્થીઓને રૂા.૬૮૮.૮૨ લાખની શિષ્યવૃતિ, ઇજનેરી અને તબીબી વિઘાર્થીઓને ભોજન બીલ સહાય યોજનાઓમાં ૫૪ વિઘાર્થીઓને રૂા.૩.૩૩ લાખની સહાય,એમ.ફીલ./પી.એચ.ડી. ફેલોશીપ યોજનાઓમાં ૧૩ વિઘાર્થીઓને રૂા.૩.૪૦ લાખની સહાય,તબીબી ડીપ્લોમાં અને ઇજનેરીના વિઘાર્થીઓને અભ્યાસના સાધન ખરીદવા માટે ૭૨ વિઘાર્થીઓને રૂા.૨.૧૬ લાખની સહાય,તકનિકી અને વ્યવસાયિકઅભ્યાસક્રમ યોજના હેઠળ આઇ.ટી.આઇ.માં અભ્યાસ કરતા ૨૩૬ વિઘાર્થીઓને રૂા.૩.૦૦ લાખની સહાય ચુકવવામાં આવી  હોવાનું જિલ્લા પછાતવર્ગ કલ્યાણ અધિકારી,આણંઘ્ શ્રીમતી નયનાબેન શ્રીમાળીએ જણાવ્યું છે.

જિલ્લા પંચાયત-આણંદ દ્વારા હેલ્પ લાઇન ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૭૬૩૫ ની સેવા શરૂ

આણંદ - 

આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને ગામના કાર્યક્ષેત્રમાં આવતી રાજય સરકારશ્રીની શ્રેષ્ઠતમ વહીવટી સેવાઓ અને સુવિધાઓ જેવી કે પ્રાથમિક શિક્ષણ, પંચાયત વિષયકની સેવાઓ બાબતે જરૂરી માર્ગદર્શન /સુચનો માટે આણંદ જિલ્લા પંચાયત દ્વારા હેલ્પ લાઇન ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૭૬૩૫ નંબર પર કોઇ પણ નાગરિક તેમનું નામ-સરનામું જણાવી માર્ગદર્શન કે સૂચનો આપી શકશે. આ હેલ્પ લાઇન (જાહેર રજા  સિવાય ) દરરોજ સવારે ૧૦/૩૦ કલાક થી સાંજના ૧૮/૧૦ કલાક સુધી કાર્યરત રહેશે.

મફત ફરજીયાત પ્રાથમિક શિક્ષણને લગત સેવાઓ રાઇટ ટુ એજયુકેશન એકટ હેઠળ ૬ થી ૧૪ વર્ષની ઉંમરના શાળાએ ન જતાં બાળકોની માહિતી, શાળા છોડી દીધેલ હોય તેવા બાળકોની માહિતી, કદી શાળાએ ન જતાં બાળકોની માહિતી, ગ્રામ્ય વિસ્તારમાં ઇટભઠૃા-તમાકુની ખળીમાં આવતાં ૬ થી ૧૪ વર્ષના બાળકોને શિક્ષણથી વંચિત રહેતા બાળકોની માહિતી, મધ્યાહન ભોજન યોજના અંતર્ગત માહિતી, ગ્રામ પંચાયત વિષયક સેવાઓ - ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રીની હાજરી બાબતે, ગ્રામ પંચાયતના વેરા વસુલાત, જમીન મહેસુલ, કર સમયસર ભરવા બાબતે, ગામે ગામ સેવકની અઠવાડીક કાર્યક્રમ મુજબની ગામ મુલાકાત બાબતે કોઇપણ પ્રકારની જાણકારી મેળવવા કે આપના સુચનો આપવા આ હેલ્પ લાઇનનો ઉપયોગ કરવા  જણાવાયું છે.

આધાર નંબર વિના મેરીટ  કમ મિન્સ/પોષ્ટમેટ્રીક શિષ્યવૃતિ હવે મળી શકશે નહી

જુન-૨૦૧૩ સુધીમાં આધારકાર્ડ નંબર અચૂક મેળવી લેવા સુચના

કોલેજના વિઘાર્થીઓ માટે પી.એમ.પટેલ કોલેજ- આણંદ ખાતે સુવિધા ઉપલબ્ધ

આણંદ -

ભારત સરકાર દ્વારા લધુમતીજાતિ માટેની મેરીટ કમ મિન્સ અને પોષ્ટ મેટ્રીક શિષ્યવૃતિ યોજના અંતર્ગત ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪માં સંપુર્ણપણે ઓનલાઇન કરવામાં આવેલ છે. અત્યાર સુધી વિઘાર્થીઓની ઓનલાઇન અરજી મેળવી તેની સંપુર્ણ ચકાસણી કરી તે મંજુર થયેથી જિલ્લા કક્ષાએ ગ્રાન્ટ ફાળવણી થયેથી વિઘાર્થીઓના નામનો ચેક મોકલી ચૂકવણી કરવામાં આવતી હતી.જે પધ્ધતિમાં સુધારો કરવામાં આવ્યો છે અને આ સુધારા મુજબ હવે દરેક વિઘાર્થીઓની શિષ્યવૃતિની રકમ ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર (ડી.ટી.બી.)દ્વારા સીધી વિઘાર્થીઓના બેંક ખાતામાં જમા કરાવવાની રહેશે અને તે માટે વિઘાર્થીઓના આધાર નંબર ફરજીયાત છે.જેથી આવી શિષ્યવૃતિ મેળવવાને પાત્ર વિઘાર્થીઓ તથા તેઓના વાલીઓએ આધારકાર્ડ નંબર માહે જુન-૨૦૧૩ સુધીમાં અચૂક મેળવી લેવાના રહેશે અન્યથા બેંક એકાઉન્ટ ન ખોલવાના કારણે કે આધારકાર્ડ ન મેળવવા બદલ શિષ્યવૃતિ પ્રાપ્ત કરી શકશે નહી જેની સબંધકર્તા તમામને નોધ લેવા તથા કોલેજના વિઘાર્થીઓ માટે આધારકાર્ડની સુવિધા પી.એમ.પટેલ કોલેજ નવા બસસ્ટેન્ડ સામે, આણંદ ખાતે શરૂ કરવામાં આવી છે જેનો લાભ લેવા  જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતિ) આણંદ દ્વારા જણાવાયું છે.

ધર વપરાશના સબસીડાઇઝ ગેસના બોટલ માટે આધારની નોધણી ફરજીયાત

આધારકાર્ડની નોંધણી બાકી હોય તેવા તમામ નાગરીકો નોધણી કરાવે

આણંદ 

આણંદમાં ચાલી રહેલા યુનિક આઇડેન્ટીફિકેશન હેઠળના આધારના પ્રોજેક્ટ અંતર્ગત આણંદ શહેરમાં જુદા જુદા સ્થળોએ પાંચ સેન્ટર કાર્યરત છે. જેમાં (૧) કલેકટર કચેરી,આણંદ (૨) જુની મામલતદાર કચેરી, રેલ્વે ગોદી પાસે (૩) નગરપાલિકા,આણંદ (૪) કુમાર શાળા-આણંદ (૫) જિલ્લા પંચાયત-આણંદ (૬) નગરપાલીકા વિઘાનગર (૭) પીએમ પટેલ કોલેજ (૮) પટેલ ગેસ એજન્સી (૯) ચંદન ગેસ એજન્સી ખાતે કેન્દ્રો કાર્યરત છે. ૧.૫૦ લાખ ઉપરાંત નાગરીકોએ આ યોજના હેઠળ પોતાની નોંધણી કરાવી લીધેલ છે. જે નાગરીકોની આધાર નોંધણી બાકી હોય તે તમામને આ કેન્દ્રો ખાતેથી નોધણી કરાવી શકશે.

ભારત સરકારની સુચના મુજબ ધર વપરાશના સબસીડાઇઝ ગેસના બોટલ માટે આધારની નોધણી ફરજીયાત બનાવેલ છે જે કિસ્સામાં જેઓ ગેસનો બોટલ ધરાવે છે અને આધારની નોધણી આજદિન સુધી કરાવેલ નથી તે તમામને ઇલાયદી  સુવિધા સારૂ ગેસ ધારકો અલગથી નોંધણી માટે જુની મામલતદાર કચેરી ખાતે સોમવાર થી શનિવાર આધારની નોંધણીની કામગીરી સવારે ૧૦-૩૦ કલાકથી સાંજના ૬-૧૦ કલાક સુધી કરવામાં આવે છે. આ યોજનાઓનો લાભ લેવા તમામ બાકી રહેલ નાગરીકોને વહેલી તકે પોતાની આધાર માટેની નોંધણી કરાવી લેવા મામલતદાર (શહેર) આણંદ દ્વારા અનુરોધ કરાયો છે.

તારાપુર તાલુકામાં  ઇસનપુર(દરગાહ)થી કાનાવાડા ક્રોસીંગ સુધીનો રસ્તો  જાહેર વાહન વ્યવહાર માટે ૩૧/૫/૨૦૧૩ સુધી બંધ   

વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અનુરોધ

આણંદ -

તારાપુર તાલુકામાં ઇસનપુર (દરગાહ) થી કાનાવાડા ક્રોસીંગ સુધીના રસ્તાની મજબૂતીકરણ સાથે નવી ડામર સપાટી માટેની કામગીરી કરવાની  હોઇ આ રસ્તાઓ પૈકી જીણજ, ખાખસર, કનેવાલ, ઇસનપુર, કાનાવાડા રસ્તા પૈકીની તારાપુર વટામણ સ્ટેટ હાઇવે અને તારાપુર કાનાવાડા સ્ટેટ હાઇવે વચ્ચેના ધોરીમાર્ગને જોડતી ઇસનપુર (દરગાહ) થી કાનાવાડા ક્રોસીંગ લંબાઇ ૫.૩૦ કી.મી.ની ડામર રસ્તાની સપાટી સ્કેરીફાયિંગ કરી નવેસરથી મેટલીંગ કરી ડામર કામગીરી કરવાનું કામ તા.૫/૪/૨૦૧૩ થી શરૂ કરવામાં આવ્યું છે. જે તા.૩૧/૫/૨૦૧૩ સુધી પૂર્ણ કરવાનું આયોજન છે.

ચાલુ મરામતની કામગીરીમાં વાહન વ્યવહાર નડતરરૂપ ન થાય  તે માટે ઉપર મુજબના રસ્તાનો ટ્રાફીક (૧) કસ્બારા ચિતરવાડા, ચાંગડા-કાનાવાડા (૨) કસ્બારા ફતેહપુરા પચેગામ-દુગારી-કાનાવાડા અને (૩) તારાપુર ચાંગડા-કાનાવાડા ક્રોસીંગ ચીતરવાડા તરફ વાળવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.જી.ગોહીલે હુકમો કર્યા છે.

આ હુકમોનો ભંગ  અથવા ઉલ્લંધન કરનાર સને ૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.

આણંદ જિલ્લાના લાભાર્થીઓ ધ્યાન આપે

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીનું જુની કલેક્ટર કચેરી ખાતે સ્થળાંતર

કચેરીનો નવો નંબર ૨૫૩૨૧૦ ઉપર સંપર્ક કરવા અનુરોધ

આણંદ -

આણંદ જિલ્લાની બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીનું સ્થળાંતર થયેલ છે.  હવેથી આ કચેરીને લગતા કામકાજ માટે તથા સામાજિક કાયદાઓના નવા અરજદારો, જુના  લાભાર્થીઓ અને જાહેર જનતાને જણાવવાનુંકે  કચેરીનું  સ્થળાંતર થયેલ હોઇ નવું સરનામું બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, પ્રોટેકશન અધિકારી, દહેજ પ્રતિબંધક અધિકારી,જિલ્લા સમાજ સુરક્ષા મેનેજરની કચેરી,અમૂલડેરી રોડ,સરકીટ હાઉસની બાજુમાં ,જુની કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત પાછળ, આણંદના નામે પત્ર વ્યવહાર કરવા તથા રૂબરૂ સંપર્ક કરવા અથવા કચેરીના ફોન નંબર-૦૨૬૯૨-૨૫૩૨૧૦ ઉપર સંપર્ક કરવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડી.એમ.દેસાઇએ જણાવ્યું છે.

સૈજપુરના હિતેશ્રીબેન પટેલ ગુમ થયેલ છે

આણંદ - 

વિરસદ પોલીસ સ્ટેશન  દ્વારા જાણ થયા મુજબ હિતેશ્રીબેન અલ્પેશકુમાર પટેલ તા.બોરસદ જી. આણંદ, જેઓ તા.૨/૩/૨૦૧૩ના રોજ અગમ્ય કારણોસર કોઇને કહ્યા વગર જતા રહેલ છે.તેમની ઉ.વર્ષ ૨૫, ઉચાઇ પ.૫ ફૂટ, મધ્યમ બાધો, રંગે ધઉંવર્ણી, ડાબા હાથના બાવળા ઉપરડીઝાઇન કોતરાવેલ છે,શરીરે પંજાબી ડ્રેસ પહેરેલ છે.

આ ગુમ થયેલ સૈજપુરના હિતેશ્રીબેન પટેલ મળી આવ કે તરતજ વિરસદ પોલીસ સ્ટેશનનો ફોન નંબર  ૦૨૬૯૭-૨૪૪૪૩૩ તથા એલ.સી.બી. આણંદ નો ફોન નંબર ૨૬૯૨-૨૫૫૭૦૦ ઉપર જાણ કરવા પોલીસ અધિક્ષકશ્રીની કચેરી દ્વારા જણાવાયું છે.

ટ્રેનની અડફેટે કપાયેલ હિન્દુ માણસના વાલીવારસો જોગ

આણંદ - 

આણંદ રેલવે પોલીસ સ્ટેશન ની યાદીમાં જણાવ્યા  મુજબ તા. ૨૦-૦૪-૨૦૧૩ ના રોજ  ૫-૩૦ કલાકે અજાણ્યો હિન્દુ માણસ કોઇપણ ટ્રેનની અડફેટે આવી જવાથી મરણ પામેલ હાલતમા મળી આવેલ છે. જેની ઉંમર આશરે ૪૦ વર્ષ, ઉચાઇ ૫.૫ ફૂટ, રંગે ધઉં વર્ણ, મધ્યમ બાધાનો, શરીરે કાળા રંગની ટી શર્ટ લાઇન વાળી ભુરાકલરનુ જીન્સ પેન્ટ કાળા કલરનો જાંગીયો ભુરા કલરના મોજા પહેરેલા છે અને માથે ટકલો છે. આ બિનવારસી પુરૂષની લાશના વાલી વારસોએ રેલવે પોલીસ સ્ટેશન-આણંદ નો સંપર્ક કરવો.

બિનવારસી લાશના વાલીવારસો જોગ

આણંદ - 

- આણંદ રેલવે પોલીસ સ્ટેશન ની યાદીમાં જણાવ્યા  મુજબ તા. ૧૦-૦૪-૨૦૧૩ ના રોજ  અજાણ્યો ઇસમ આણંદ રેલ્વે સ્ટેશને અમદાવદ મડગાવ  ટ્રેનની ટક્કર લાવવાથી આવી જવાથી મરણ પામેલ હાલતમા મળી આવેલ છે. જેની ઉંમર આશરે ૪૦ વર્ષ, ઉચાઇ ૫.૫ ફૂટ, રંગે શ્યામ, મધ્યમ બાધાનો, શરીરે આછા પીળા રંગની લાબી બાંયનું શર્ટ તથા જાંબલી કલરની લંગી જુની પહેરેલ છે અને માથે ટકલો છે. આ બિનવારસી પુરૂષની લાશના વાલી વારસોએ રેલવે પોલીસ સ્ટેશન-આણંદ નો સંપર્ક કરવો.

મેડીકલ અભ્‍યાસક્રમોમાં પ્રવેશ માટેની ગુજકેટ-૨૦૧૩ની પરીક્ષાઓ લેવાશે

 ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચત્‍તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના જણાવ્‍યા મુજબ તારીખ-૦૯/૦૫/૨૦૧૩ના રોજ  ગુજરાત રાજયમાં મેડીકલ અભ્‍યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટેની લેવાનારી ગુજકેટ-૨૦૧૩ની પરીક્ષાનું એડમીશન કાર્ડ(ફી રસીદ) ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચત્‍તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર બોર્ડના વિદ્યાર્થીઓ સિવાયના વિદ્યાર્થીઓને ટપાલ દ્વારા મોકલી આપવામાં આવી છે. ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચત્‍તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડના વિદ્યાર્થીઓના એડમીશન કાર્ડ (ફી રસીદ) વિજ્ઞાન પ્રવાહની ઉ.મા. શાળાઓએ તારીખ ૦૨/૦૫/૨૦૧૩ને ગુરુવારના રોજ ૧૧/૦૦ થી ૧૬/૦૦ કલાક દરમ્‍યાન જિલ્‍લા શિક્ષણાધિકારીની કચેરી, નડિયાદ ખાતેથી મેળવી લેવાની રહેશે. તેની ખેડા જિલ્‍લાની વિજ્ઞાન પ્રવાહની તમામ ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓના આચાર્યશ્રીઓએ નોંધ લેવા જિલ્‍લા શિક્ષણાધિકારીશ્રી, નડિયાદની યાદીમાં જણાવાયું છે.

જે ઉમેદવારની હોલ ટીકીટ મળેલ ન હોય કે ખોવાઇ ગયેલ હોય તેવા ઉમેદવારોએ બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી હોલ ટીકીટ (પવેશપત્ર)ની પ્રિન્‍ટ લઇ શકશે અને તે હોલટીકીટ તરીકે માન્‍ય રહેશે.