અનુયાયીઓ

બુધવાર, 1 મે, 2013

લઘુમતીઓની મેરિટ કમ મીન્‍સ અને પોષ્‍ટ મેટ્રિક શિષ્‍યવૃત્તિની અરજી માટે આધાર કાર્ડ નંબર લખવો ફરજિયાત

રાજકોટ

લઘુમતિ જાતિના સ્‍નાતક અને અનુસ્‍નાતક કક્ષાના તકનીકી અને વ્‍યવસાયિક અભ્‍યાસક્રમોમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેઓને આ યોજના હેઠળ અગાઉ શિષ્‍યવૃત્તિનો લાભ મળેલ ન હોય તેવા ફ્રેશ વિદ્યાર્થીઓ તેમજ અગાઉ આ યોજના હેઠળ લાભ મેળવેલ હોય અને તેઓનો અભ્‍યાસ ચાલુ હોય અને યોજનાની શરતો પરિપૂર્ણ કરતા હોય તેવા રીન્‍યુઅલ વિદ્યાર્થીઓએ ભારત સરકારની ગાઇડ લાઇન મુજબ ચાલુ વર્ષથી અરજી કરવા માટે આધાર નંબર દર્શાવવો ફરજીયાત છે. જે વિદ્યાર્થીઓ પાસે આધાર નંબર ના હોય તેઓએ પોતાના ગામ/શહેરના આધારકાર્ડ સંબંધી યુનીક આઇ.ડી. સેન્‍ટરનો સંપર્ક કરી આધારકાર્ડ મેળવવા જરૂરી તાત્‍કાલિક કાર્યવાહી કરવાની રહેશે અને આધાર નંબરને પોતાના બેંક એકાઉન્‍ટ સાથે લીંક કરી અરજી કરતા સમયે તે એકાઉન્‍ટ નંબર તથા આધાર નંબર દર્શાવવો આવશ્‍યક છે. શિષ્‍યવૃત્તિ માટે આધાર કાર્ડ નંબર ફરજીયાત હોવાથી આ જાહેરાત દ્વારા મેરીટ કમ મીન્‍સ  અને પોષ્‍ટ મેટ્રિકના વિદ્યાર્થીઓએ નોંધ લેવા નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્‍યાણ, ગુજરાત રાજય ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

વિનોદનગરની ગુમ થયેલ પરિણીતા વિષે પત્તો આપવા સૂચના

રાજકોટ

રાજકોટના વિનોદનગર ખાતે રહેતા હસમુખગિરિ ગોસ્‍વામીની ૨૨ વર્ષીય પત્‍ની પુજાબેન ગત તા.૨૬.૪.૨૦૧૩ના રોજ પોતાના ઘરેથી કોઇને કંઇ કહયા વગર જતા રહયા છે. મધ્‍યમ બાંધાના અને વાને ઉજળા બહેને જાંબલી કલરનો ઝભ્‍ભો અને ચોરણી પહેર્યા છે. અને આજ દિન સુધી ઘરે પાછા ફર્યા નથી. તેમનાં અંગે માહિતી મળે તો રાજકોટ શહેરના ભક્તિનગર પોલિસ સ્‍ટેશનને ૦૨૮૧-૨૩૯૧૦૫૮ અથવા ૯૪૨૬૯૯૮૭૯૨ નંબર પર જાણ કરવા જણાવાયું છે.

રૈયા ગામ ખાતે નવા બારકોડેડ રાશનકાર્ડનું વિતરણ

રાજકોટ

રાજકોટ શહેરના રૈયાગામ ખાતે આવેલી શ્રી દિનેશ ગીરીશભાઇ જોશી દ્વારા સંચાલીત વ્‍યાજબી ભાવની દુકાને નવા બારકોડેડ રેશનકાર્ડનું વિતરણ તા.૧/૫/૧૩ થી તા.૮/૫/૧૩ના રોજ સવારના ૯-૦૦ થી ૧-૦૦ અને બપોરના ૩-૦૦ કલાક થી ૭-૦૦ સુધી મેળવી શકાશે નવા કાર્ડધારકોના ચુંટણીકાર્ડ કોમ્‍પ્‍યુટરમાં મેચ થયેલા હશે તેઓને જ મળી શકશે, તો ઉકત દુકાને નોંધાયેલા કાર્ડધારકોએ પોતાનું હાલનું ચુંટણીકાર્ડ અસલ તથા જૂનું રેશનકાર્ડ રજુ કરી નવુ બારકોડેડ રેશનકાર્ડ વિના મુલ્‍યે મેળવી લેવા જિલ્‍લા પુરવઠા અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

 

 

કુંભારવાડામાં નવા બારકોડેડ રાશનકાર્ડનું વિતરણ

રાજકોટ

-રાજકોટ શહેરમાં કુંભારવાડા ખાતે આવેલી શ્રી રમાબેન બગડા દ્વારા સંચાલીત વ્‍યાજબી ભાવની દુકાને નવા બારકોડેડ રેશનકાર્ડનું વિતરણ તા.૧/૫/૧૩ થી તા.૧૦/૫/૧૩ના રોજ સવારના ૧૦-૩૦ થી ૨-૦૦ અને બપોરના ૨-૩૦ કલાક થી ૬-૦૦ સુધી મેળવી શકાશે નવા કાર્ડધારકોના ચુંટણીકાર્ડ કોમ્‍પ્‍યુટરમાં મેચ થયેલા હશે તેઓને જ મળી શકશે, તો ઉકત દુકાને નોંધાયેલા કાર્ડધારકોએ પોતાનું હાલનું ચુંટણીકાર્ડ અસલ તથા જૂનું રેશનકાર્ડ રજુ કરી નવુ બારકોડેડ રેશનકાર્ડ વિના મુલ્‍યે મેળવી લેવા જિલ્‍લા પુરવઠા અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

મેહુલનગર ખાતે નવા બારકોડેડ રાશનકાર્ડનું વિતરણ

રાજકોટ

રાજકોટ શહેરમાં મેહુલનગર ખાતે આવેલી શ્રી બી.જે.દવે દ્વારા સંચાલીત વ્‍યાજબી ભાવની દુકાને નવા બારકોડેડ રેશનકાર્ડનું વિતરણ તા.૧/૫/૧૩ થી તા.૧૦/૫/૧૩ના રોજ સવારના ૧૦-૩૦ થી ૨-૦૦ અને બપોરના ૨-૩૦ કલાક થી ૬-૦૦ સુધી મેળવી શકાશે નવા કાર્ડધારકોના ચુંટણીકાર્ડ કોમ્‍પ્‍યુટરમાં મેચ થયેલા હશે તેઓને જ મળી શકશે, તો ઉકત દુકાને નોંધાયેલા કાર્ડધારકોએ પોતાનું હાલનું ચુંટણીકાર્ડ અસલ તથા જૂનું રેશનકાર્ડ રજુ કરી નવુ બારકોડેડ રેશનકાર્ડ વિના મુલ્‍યે મેળવી લેવા જિલ્‍લા પુરવઠા અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

યુનિવર્સિટી રોડમાં નવા બારકોડેડ રાશનકાર્ડનું વિતરણ

રાજકોટ

રાજકોટ શહેરમાં બી.ટી.સવાણી હોસ્‍પિટલ પાસે, યુનિવર્સિટી રોડ ખાતે આવેલી શ્રી કંચનબેન એમ.નકુમ દ્વારા સંચાલીત વ્‍યાજબી ભાવની દુકાને નવા બારકોડેડ રેશનકાર્ડનું વિતરણ તા.૧/૫/૧૩ થી તા.૧૦/૫/૧૩ના રોજ સવારના ૧૦-૩૦ થી ૨-૦૦ અને બપોરના ૨-૩૦ કલાક થી ૬-૦૦ સુધી મેળવી શકાશે નવા કાર્ડધારકોના ચુંટણીકાર્ડ કોમ્‍પ્‍યુટરમાં મેચ થયેલા હશે તેઓને જ મળી શકશે, તો ઉકત દુકાને નોંધાયેલા કાર્ડધારકોએ પોતાનું હાલનું ચુંટણીકાર્ડ અસલ તથા જૂનું રેશનકાર્ડ રજુ કરી નવુ બારકોડેડ રેશનકાર્ડ વિના મુલ્‍યે મેળવી લેવા જિલ્‍લા પુરવઠા અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

 

જામનગર

જામનગર જિલ્લા પાણી સમિતિની યોજાયેલ બેઠક

ઉનાળાના આકરા તા૫માં કોઇ ૫ણ ગામમાં પાણીની મુશ્કેલી ના પડે તે જોવા તાકીદ

જામનગર જિલ્લા કલેકટર શ્રી નલીન ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને સોમવારે સાંજે મળેલ પાણી સમિતિની બેઠકમાં દરેક તાલુકામાં નિમણૂક કરાયેલ લાઇઝન અધિકારીઓને જિલ્લાના કોઇ ૫ણ ગામમાં પીવાના પાણીની મુશ્કેલી ના પડે તે જોવા તાકીદ કરવામાં આવી હતી.

હાલારનાં કૂલ ૬૯૮ ગામ પૈકી હાલ ૩૦૪ ગામ નર્મદા આધારિત, ૨૦૯ ગામમાં સ્વતંત્ર સોર્સ તથા ૧૫૨ ગામને ૬૬૬ ટેન્કરના ફેરા દ્વારા પીવાના પાણીનું વિતરણ કરવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અછતના પ્રારંભે ૧૭૪ ગામને નર્મદાનું પાણી મળતું હતું જે હાલ ૩૦૪ ગામને મળે છે તેમ પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર શ્રી ઘાડીયાએ જણાવ્યું હતું. જિલ્લાના કૂલ ગામ પૈકી ૫૫ ટકા અને વસ્તીના ધોરણે ૬૫ ટકા વસ્તીને નર્મદાનું પાણી મળે છે.

અછતના સામના માટે દરેક તાલુકામાં વર્ગ-૧ ના અધિકારીઓને લાઇઝનની જવાબદારી સોં૫વામાં આવી છે. આ તમામ અધિકારીઓને સબંધિત તાલુકાના એક-એક ગામની પીવાના પાણી, શ્રમિકો માટે રોજગારી, તેમજ પશુધન માટે ઘાસચારાની કોઇ મુશ્કેલી ના પડે તેની કાળજી લેવા જણાવી જિલ્લા કલેકટરશ્રીએ કહ્યું કે, અછતની આફતને પહોંચી વળવા માનવીય અભીગમ ૫ણ એટલો જ  જરૂરી છે.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિજયકુમાર ખરાડીની ઉ૫સ્થિતીમાં યોજાયેલ જિલ્લા પાણી સમિતિની બેઠકમાં
અધિક કલેકટર શ્રી ડી. એન. મોદી, જિલ્લા ગ્રામ વિકાસ યોજનાના નિયામક શ્રી સૈયદ, જાડાના સી.ઇ.ઓ. શ્રી કાલરીયા, પાણી પૂરવઠા, સિંચાઇ, જિલ્લા પંચાયત તથા લાઇઝન અધિકારીઓ ઉ૫સ્થિત રહ્યા હતા.

ભાટિયામાં પીવાના પાણી માટે રૂા.૭ લાખના ખર્ચે બે આર.ઓ. પ્‍લાન્ટ કાર્યાન્વીત કરાયા

કલ્યાણપુર તાલુકાનાં ભાટીયામાં પાણી પૂરવઠા બોર્ડ દ્વારા છેવાડાનના વિસ્તારોના લોકોને પીવાનું પાણી પુરૂ પાડવા રૂા.૭ લાખના ખર્ચે બે આર.ઓ. પ્‍લાન્ટ કાર્યાન્વીત કરવામાં આવ્યા છે. ભાટિયાના સરપંચ શ્રી નુંઘાભાઇ કરંગીયા અને પાણી પુરવઠા બોર્ડના ઇજનેરો તથા ગ્રામ પંચાયતના હોદેદારોની ઉ૫સ્થિતીમાં આ પ્‍લાન્ટ આજે કાર્યાન્વીત કરવામાં આવ્યા હતા.

૧૭ હજાર જેટલી વસ્તી ધરાવતા ભાટીયાને પ્રતિદિન નર્મદા પાઇ૫ લાઇન  દ્વારા ૮ લાખ લીટર પાણી આ૫વામાં આવે છે. પરંતુ દુરના વિસ્તારના લોકોને વધારાની સુવિધા આપી પાંચ બોરનુ શારકામ કરી ૨ બોર પાસે આ પ્‍લાન્ટ કાર્યાન્વીત કરવામાં આવ્યા હોવાનું ડીવીઝન-૨ ના કાર્યપાલક ઇજનેર શ્રી મોદીએ જણાવ્યું હતું.

 એક આર.ઓ. પ્‍લાન્ટ પ્રતિ કલાક ૫૦૦ લીટર પાણી શુધ્ધ કરી પીવાલાયક બનાવશે. બાકી વધારાનુ બોરનુ પાણી ભાટીયાના ગ્રામજનોને વા૫રવા માટે ઉ૫યોગી બનશે. આર. ઓ. પ્‍લાન્ટના પાણી થકી ગ્રામજનોને પીવાલાયક શુધ્ધ પાણી મળવા સાથે પાણીજન્ય રોગચાળાથી ૫ણ બચી શકાય છે તેમ શ્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું.                                                                      

જામનગરનો વિદ્યાર્થી નેશનલ જીનીયસ સર્ચ પરિક્ષામાં સમગ્ર દેશમાં ૮માં ક્રમે ઉત્તિર્ણ

જામનગરનો જીનીયસ સ્ટુડન્ટ કેવીન વૈષ્‍નવ નેશનલ જીનીયસ સર્ચ દ્વારા લેવાતી ઓનલાઇન પરીક્ષામાં સમગ્ર દેશમાં ૮ માં ક્રમે ઉત્તિર્ણ થઇ જામનગરનું અને સત્ય સાંઇ શાળાનું ગૌરવ વધારેલ છે.

વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરવા સાથે અભ્યાસમાં મદદરૂ૫ થવા યોજાતી નેશનલ જીનીયસ ઓનલાઇન એક્ઝામમાં દેશભરમાંથી હજારો વિદ્યાર્થીઓ સહભાગી થાય છે. ડો. નિલેશ વેશ્નવ અને ડો. રીટાબેન વેશ્નવ તબીબ માતા-પિતાના પુત્ર કેવીને ઇન્ટરનેશનલ મેથ્‍સ ઓલમ્પીયાડ અને ઇન્ટરનેશનલ સાયન્સ ઓલમ્પીયાડમાં સ્કુલમાં પ્રથમ નંબરે વિજેતા થયેલ હતો.

૮ માં વર્ષે કરાટેમાં બ્લેક બેલ્ટ ધારક કેવીન વૈશ્નવ શ્રી સત્સ સાંઇ સ્કુલમાં ધો.૭ માં હાલ અભ્યાસ કરી રહ્યો છે. બાળ૫ણથી જ અભ્યાસ સાથે રમતગમત પ્રવૃત્તિમાં વિશેષ રસ રૂચી ધરાવતા કેવીન પર્યાવરણનો ચાહક છે તેને મોટા થઇ પર્યાવરણવાદી બનવું છે

હાલારમાં કૃષિ મહોત્સવના આયોજન માટે બેઠક યોજાશે

જામનગર જિલ્લામાં આગામી કૃષિ મહોત્સવના આયોજન માટે જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક
જિલ્લા કલેકટર શ્રી નલીન ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને તા.૨-૫-૨૦૧૩ નાં રોજ સાંજે ૫ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. આ બેઠકમાં અમલીકરણ અધિકારીઓને ઉ૫સ્થિત રહેવા જિલ્લા ખેતિવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

ગુજરાતમાં ૧૯૯૮-૯૯ થી ૨૦૧૧-૨૦૧૨ સુધીમાં ૯૨,૪૫૩ વર્ગખંડોનું નિર્માણ

ગુજરાતની પ્રાથમીક શાળાઓમાં  ૧૯૯૨-૯૩ થી ૧૯૯૬-૯૭ સુધી વર્ગખંડોનું નિર્માણ ખુબ ધીમુ હતું. આ વર્ષો દરમ્યાન માત્ર ૬૫૯૭ વર્ગખંડોનું બાંધકામ કરવામાં આવ્યુ હતુ. આ બાબતને ધ્યાને લઇ પ્રાથમીક શિક્ષણને પ્રધાન્ય આપવા સાથે માળખાગત સુવીધા વધારવા રાજય સરકારે વર્ષ ૧૯૯૮-૯૯ થી ૨૦૧૧-૨૦૧૨ સુધિમાં ૯૨,૪૫૩ નવા વર્ગખંડોનું નિર્માણ કર્યુ છે.રાજય સરકારે એક શિક્ષક એક ઓરડાનો સિધ્ધાંત સ્વીકારેલ છે. અને તે પ્રમાણે રાજયની તમામ પ્રાથમીક શાળાઓમાં ખુટતા ઓરડાનું બાંધકામ કરવા આયોજન કરેલ છે.

 ભાણવડ તાલુકામાં કુટુંબ કલ્યાણ ક્ષેત્રે ૭૩ ટકા કામગીરી

ભાણવડ તાલુકામાં કુટુંબ નીયોજનના ૭૨૩ ઓપરેશનના લક્ષ્યાંક  સામે ૫૨૭ ઓપરેશન થતા ૭૩ ટકા કામગીરી કરવામાં આવી છે. પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર પર  કોપર-ટી પણ મુકી આપવામાં આવે છે. જેમાં ભાણવડ તાલુકામાં ૧૭૨૯ નાં લક્ષ્યાંક સામે ૧૭૧૦ કોપર-ટી મુકી ૯૯ ટકા કામગીરી કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૨-૧૩ માં કુંટુંબ કલ્યાણ ક્ષેત્રે આ ઉપરાંત સગર્ભા માતાઓને જરૂરી માર્ગદર્શન રસીકરણ, રોગચાળા નિયંત્રણ  સહિતની કામગીરી  ભાણવડ તાલુકામાં કરવામાં  આવી હતી.

 

સુરેન્‍દ્રનગર

સુરેન્‍દ્રનગર જિલ્લા મહેસુલી અધિકારીઓનો ટેલીફોન - મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરવા અનુરોઘ

સુરેન્‍દ્રનગર : સુરેન્‍દ્રનગર જિલ્લા કલેકટરશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્‍યા પ્રમાણે સુરેન્‍દ્રનગર જિલ્‍લાના મહેસુલી અધિકારીશ્રીઓને ટેલીફોન/મોબાઈલ નંબર ફાળવવામાં આવેલ છે. જે આ પ્રમાણે છે.

 પ્રાંત અધિકારીશ્રી - વઢવાણ (૦૨૭૫૨) ૨૮૨૧૮૭, મો.- ૯૯૭૮૪૦૫૧૯૫, લીંબડી (૦૨૭૫૩) ૨૬૦૦૫૧, મો.-૯૯૭૮૪૦૫૩૪૩, ધ્રાંગધ્રા (૦૨૭૫૪) ૨૮૨૦૭૦, મો.- ૯૯૭૮૪૦૫૩૫૦, પાટડી (૦૨૭૫૭) ૨૨૭૫૨૨, મો.-૭૫૬૭૦૦૯૨૦૨ અને ચોટીલા (૦૨૭૫૧) ૨૮૦૦૭૮, ૨૮૧૨૭૯, મો-૭૫૬૭૦૦૯૨૨૬ છે.

 જ્યારે મામલતદારશ્રી વઢવાણ (૦૨૭૫૨) ૨૪૩૯૫૬, મો.-૭૫૬૭૦૦૭૦૦૧, લીંબડી (૦૨૭૫૩) ૨૬૦૦૭૪, મો.- ૭૫૬૭૦૦૬૯૬૬, ચુડા (૦૨૭૫૩) ૨૩૩૩૬૧, મો.-૭૫૬૭૦૦૭૦૮૮, સાયલા (૦૨૭૫૫) ૨૮૦૭૭૩, મો.- ૭૫૬૭૦૦૬૭૯૩, ચોટીલા (૦૨૭૫૧) ૨૮૦૨૭૯, મો.- ૭૫૬૭૦૦૭૧૬૮, મુળી (૦૨૭૫૬) ૨૩૩૩૨૧, મો.- ૭૫૬૭૦૦૬૯૨૫, ધ્રાંગધ્રા (૦૨૭૫૪) ૨૮૨૬૩૨, મો.- ૭૫૬૭૦૦૬૯૮૫, હળવદ (૦૨૭૫૮) ૨૬૦૦૩૧, મો.- ૭૫૬૭૦૦૬૮૪૧, પાટડી (૦૨૭૫૭) ૨૨૭૦૩૨, મો.- ૭૫૬૭૦૦૭૨૩૨ અને લખતર (૦૨૭૫૯) ૨૨૩૦૨૭, મો.- ૭૫૬૭૦૦૭૧૯૪ ફાળવવામાં આવેલ છે. જેથી જરૂર જણાયે જિલ્લાના નાગરીકોને ઉક્ત ફોન નંબર/મોબાઈલ નંબરોનો ઉપયોગ કરવા વધુમાં જણાવાયું છે.

ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી માટે ધ્રાંગધ્રા નાયબ કલેકટરશ્રીની નિયુકિત

સુરેન્‍દ્રનગર :- ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખના હોદ્દાની મુદ્દત તા. ૭-૫-૨૦૧૩ના રોજ પૂરી થતી હોઇ આગામી અઢી વર્ષના સમયગાળા માટે પ્રમુખની ચૂંટણી કરવા માટે ધ્રાંગધ્રા નગરપાલિકાની ખાસ સામાન્‍ય સભાની બેઠક બોલાવવાની થાય છે. આ બેઠકના પ્રમુખસ્‍થાને પ્રમુખ અધિકારી તરીકે નાયબ કલેકટરશ્રી ધ્રાંગધ્રાને નિયુક્ત કરવામાં આવ્‍યા છે. નાયબ કલેકટરશ્રીએ ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી માટેની ખાસ સામાન્‍ય સભાની બેઠક તા. ૬/૫/૨૦૧૩ને સોમવારના રોજ સવારના ૧૧-૦૦ કલાકે નગરપાલિકાના સભાખંડમાં રાખવાની રહેશે.

 આ નગરપાલિકાના પ્રમુખના હોદ્દાની મુદત બે વર્ષ અને છ માસની રહેશે. સરકારના શહેરી, વિકાસ અને શહેરી ગૃહનિર્માણ, ગાંધીનગરના જાહેરનામા મુજબ નક્કી થઈ આવેલ રોસ્‍ટર પોઈન્‍ટ (ક્રમ-૧) મુજબ પ્રમુખ તરીકે સામાન્‍ય ઉમેદવારને નિયુકત કરવાના રહેશે. પ્રમુખની ચૂંટણી અંગેની બેઠક મળે ત્‍યારે સ્‍થાનિક સંસ્‍થાને જરૂરી માર્ગદર્શન તથા સમજૂતી આપવાની રહેશે. પ્રમુખની ચૂંટણી માટેની ખાસ સામાન્‍ય સભાની બેઠકની કાર્યવાહી ગુજરાત નગરપાલિકા પ્રમુખની ચૂંટણીના નિયમો-૧૯૬૪ની તમામ જોગવાઈઓ ધ્‍યાને રાખી કરવાની રહેશે.

વઢવાણ નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી માટે વઢવાણ નાયબ કલેકટરશ્રીની નિયુકિત

સુરેન્‍દ્રનગર :- વઢવાણ નગરપાલિકાના પ્રમુખના હોદ્દાની મુદ્દત તા. ૭-૫-૨૦૧૩ના રોજ પૂરી થતી હોઇ આગામી અઢી વર્ષના સમયગાળા માટે પ્રમુખની ચૂંટણી કરવા માટે વઢવાણ નગરપાલિકાની ખાસ સામાન્‍ય સભાની બેઠક બોલાવવાની થાય છે. આ બેઠકના પ્રમુખસ્‍થાને પ્રમુખ અધિકારી તરીકે નાયબ કલેકટરશ્રી વઢવાણને નિયુક્ત કરવામાં આવ્‍યા છે. નાયબ કલેકટરશ્રીએ વઢવાણ નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી માટેની ખાસ સામાન્‍ય સભાની બેઠક તા. ૬/૫/૨૦૧૩ને સોમવારના રોજ સવારના ૧૧-૦૦ કલાકે નગરપાલિકાના સભાખંડમાં રાખવાની રહેશે.

 આ નગરપાલિકાના પ્રમુખના હોદ્દાની મુદત બે વર્ષ અને છ માસની રહેશે. સરકારના શહેરી, વિકાસ અને શહેરી ગૃહનિર્માણ, ગાંધીનગરના જાહેરનામા મુજબ નક્કી થઈ આવેલ રોસ્‍ટર પોઈન્‍ટ (ક્રમ-૧) મુજબ પ્રમુખ તરીકે સ્‍ત્રી ઉમેદવારને નિયુકત કરવાના રહેશે. પ્રમુખની ચૂંટણી અંગેની બેઠક મળે ત્‍યારે સ્‍થાનિક સંસ્‍થાને જરૂરી માર્ગદર્શન તથા સમજૂતી આપવાની રહેશે. પ્રમુખની ચૂંટણી માટેની ખાસ સામાન્‍ય સભાની બેઠકની કાર્યવાહી ગુજરાત નગરપાલિકા પ્રમુખની ચૂંટણીના નિયમો-૧૯૬૪ની તમામ જોગવાઈઓ ધ્‍યાને રાખી કરવાની રહેશે.

લીંબડી નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી માટે લીંબડી નાયબ કલેકટરશ્રીની નિયુકિત

સુરેન્‍દ્રનગર :- લીંબડી નગરપાલિકાના પ્રમુખના હોદ્દાની મુદ્દત તા. ૭-૫-૨૦૧૩ના રોજ પૂરી થતી હોઇ આગામી અઢી વર્ષના સમયગાળા માટે પ્રમુખની ચૂંટણી કરવા માટે લીંબડી નગરપાલિકાની ખાસ સામાન્‍ય સભાની બેઠક બોલાવવાની થાય છે. આ બેઠકના પ્રમુખસ્‍થાને પ્રમુખ અધિકારી તરીકે નાયબ કલેકટરશ્રી લીંબડીને નિયુક્ત કરવામાં આવ્‍યા છે. નાયબ કલેકટરશ્રીએ લીંબડી નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી માટેની ખાસ સામાન્‍ય સભાની બેઠક તા. ૬/૫/૨૦૧૩ને સોમવારના રોજ સવારના ૧૧-૦૦ કલાકે નગરપાલિકાના સભાખંડમાં રાખવાની રહેશે.

 આ નગરપાલિકાના પ્રમુખના હોદ્દાની મુદત બે વર્ષ અને છ માસની રહેશે. સરકારના શહેરી, વિકાસ અને શહેરી ગૃહનિર્માણ, ગાંધીનગરના જાહેરનામા મુજબ નક્કી થઈ આવેલ રોસ્‍ટર પોઈન્‍ટ (ક્રમ-૧) મુજબ પ્રમુખ તરીકે સામાન્‍ય ઉમેદવારને નિયુકત કરવાના રહેશે. પ્રમુખની ચૂંટણી અંગેની બેઠક મળે ત્‍યારે સ્‍થાનિક સંસ્‍થાને જરૂરી માર્ગદર્શન તથા સમજૂતી આપવાની રહેશે. પ્રમુખની ચૂંટણી માટેની ખાસ સામાન્‍ય સભાની બેઠકની કાર્યવાહી ગુજરાત નગરપાલિકા પ્રમુખની ચૂંટણીના નિયમો-૧૯૬૪ની તમામ જોગવાઈઓ ધ્‍યાને રાખી કરવાની રહેશે.

અમરેલી

તા.૨૩ એપ્રિલ થી તા.૭ મે-૨૦૧૩ સુધી અમરેલી જિલ્‍લામાં સભા-સરઘસ હથિયારબંધી

અમરેલી

પ્રવર્તમાન સ્‍થિતિ તથા વિવિધ તહેવારોને અનુલક્ષીને જિલ્‍લામાં કાયદો-વ્‍યવસ્‍થા જાળવવાની સાથે જાહેર સુલેહ શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુસર અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી પી.બી.ઠાકરે મુંબઇ પોલિસ અધિનિયમની કલમ-૩૭ ની સત્તાનુસાર જાહેરનામુ બહાર પાડી તા.૨૩ એપ્રિલ થી તા.૭ મે-૨૦૧ સુધી ચાર કે ચારથી વધુ વ્‍યક્તિઓએ ભેગા થવા તેમજ સમગ્ર અમરેલી જિલ્‍લાના વિસ્‍તારમાં પરવાનગી સિવાય સભા-સરઘસ કાઢવા, જાહેરમાં સુત્રોચ્‍ચાર કરવા તેમજ શારીરિક ઈજા પહોંચે તેવા હથિયારો લઈ ફરવા પર મનાઈ ફરમાવી છે.

જાહેરનામાથી ફરમાવેલ મનાઈ ફરજ પરના કોઇપણ સરકારી/ બિન સરકારી કર્મચારીઓ-અધિકારીઓને તેમજ લગ્‍નના વરઘોડા કે સ્‍મશાન યાત્રાને લાગુ પડશે નહિ.

મજૂરી કામે રાખેલ મજૂર કે કારીગરોનું રજીસ્‍ટર નિભાવી પોલીસ સ્‍ટેશનને જાણ કરવી

બહારના રાજય કે નેપાળ જેવા દેશમાંથી પુષ્‍કળ પ્રમાણમાં મજૂરો આવીને અમરેલી જિલ્‍લામાં કામ ધંધો વ્‍યવસાય કરે છે. પરંતુ માલિકો દ્વારા મજૂર કે કારીગરોની કોઈ પ્રકારની હકિકત કે પૂરેપૂરી વિગતો રાખવામાં આવતી ન હોવાથી ગુન્‍હો કરી નાસી છૂટેલ ગુન્‍હેગારને પકડવા મુશ્‍કેલ બની જાય છે. આવા સંજોગોમાં અસામાજિક તત્‍વો શહેરોમાં તેમજ ગીચ વસ્‍તીવાળા વિસ્‍તારમાં ગુપ્‍ત આશરો લઇને જાહેર જનતાની સલામતી તથા શાંતીનો ભંગ ન કરે તેમજ જાહેર સંપતિને નુકશાન ન પહોંચાડે તે હેતુસર અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી પી.બી.ઠાકરે જાહેરનામું બહાર પાડેલ છે. આ જાહેરનામુ અમરેલી જિલ્‍લાના સમગ્ર વિસ્‍તારમાં તા.૨૪.૦૪.૨૦૧૩ થી તા.૨૨.૦૬.૨૦૧૩ સુધી અમલમાં રહેશે.

અમરેલી જિલ્‍લાના કારખાના, ઈન્ડસ્ટ્રીઝ, જીનીંગ મીલો, પોર્ટ વિસ્‍તાર, શીપ યાર્ડ વિસ્‍તાર, હોટલો અને જમીન માલિકોએ મજૂરી કામે રાખેલ મજૂર/કારીગરનું નામ, વતનનું પુરેપુરૂ સરનામુ, નજીકના પોલીસ સ્‍ટેશનની વિગત, સહિ સાથેનો ફોટોગ્રાફ, શારીરિક વર્ણન અને મોબાઈલ નંબર, ગુજરાતમાં કેટલા સમયથી કામ કરે છે, તેમજ કોની ઓળખાણથી કામે રાખેલ છે, મજૂર/કારીગરના આઇ.ડી. પ્રુફની વિગત, મજૂર/કારીગરની સહી સાથેનો ફોટોગ્રાફ સહિતની સંપૂર્ણ માહિતીનું નિયત રજીસ્‍ટર નિભાવવાનું જાહેરનામાથી ફરજીયાત કરેલ છે. આ ઉપરાંત જાહેરનામાથી મજૂરી કામે રાખેલ મજૂર/કારીગરની માહિતી ૨૪ કલાકમાં સંબંધિત પોલીસ સ્‍ટેશનને કરવાની તેમજ દર મહિને પોલીસ અધિક્ષકશ્રી અમરેલીને પણ માહિતી મોકલવા જણાવેલ છે. જાહેરનામાનો ભંગ કરનાર વ્‍યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.

જૂના મોબાઇલ તથા સીમકાર્ડ વેચનારા વેપારીઓએ નિયત રજીસ્‍ટર નિભાવવાના રહેશે

અમરેલી

ગુજરાત સહિત સમગ્ર દેશમાં આંતકવાદ અને ત્રાસવાદના કૃત્‍યો બનવા પામતા હોય છે. તેમજ રાજ્યમાં બનતા આવા ગુન્‍હાઓમાં મોબાઇલનો ઉપયોગ થાય છે.  મોબાઇલ ચોરીઓના બનાવો નું પ્રમાણ વધવા પામેલ છે. આવા ગુન્‍હાઓ શોધી કાઢવા માટે વપરાયેલ મોબાઇલ અથવા મોબાઇલ ફોનના આઇ.એમ.ઇ.આઇ. નંબરનું ટ્રેકીંગ કરીને ગુન્‍હાના મૂળ સુધી પહોંચી શકાય તે માટે અમરેલી જિલ્‍લાના સમગ્ર વિસ્‍તારમાં જૂના મોબાઇલ તથા સીમકાર્ડ લે-વેચ કરનાર વેપારીઓએ મોબાઇલ લેતાં પહેલા મોબાઇલ વેચનારનું નામ તથા જૂના મોબાઇલ વેચતી વખતે મોબાઇલ ખરીદનારનું પુરેપૂરૂં નામ, સરનામુ, ઓળખ સહિતની વિગતો નોંધી રજીસ્‍ટર નિભાવવા અધિક જીલ્‍લા મેજીસ્‍ટ્રેટ પી.બી.ઠાકરે, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ જાહેરનામુ બહાર પાડેલ છે. જે તા.૨૪/૦૪/૨૦૧૩ થી તા.૨૨/૦૬/૨૦૧૩ સુધી અમલમાં રહેશે

જુના મોબાઇલ લે-વેચ કરનાર તથા સીમકાર્ડ લે-વેચ કરનાર વેપારીઓએ જૂના મોબાઇલ ખરીદતી વખતે તેમજ વેચતી વખતે રજીસ્‍ટરમાં અનુક્રમ નંબર, મોબાઇલની વિગત/કંપનીનું નામ, આઇ.એમ.ઇ.આઇ નંબર, મોબાઇલ વેચનાર/ખરીદનારના નામ-સરનામાની વિગત, આઇ.ડી.પ્રુફની વિગત તેમજ નવા સીમકાર્ડ વેચાણ કરનાર વેપારીઓએ અનુક્રમ નંબર, સીમકાર્ડ વિગત-કંપનીનું નામ, સીમકાર્ડ નંબર, સીમકાર્ડ ખરીદનારના નામ-સરનામા, સીમકાર્ડના ખરીદનારના આઇ.ઙી.પ્રુફની વિગત તથા સીમકાર્ડ ખરીદનારની સહીની વિગતો દર્શાવી રજીસ્‍ટર નિભાવવાનું રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્‍યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

હોટલ અને ગેસ્‍ટહાઉસના માલિકોએ રાજયબહારના મુસાફરો અંગે તેમજ મકાન માલિકે ભાડુઆત અંગેની જાણ પોલીસ સ્‍ટેશનને કરવી

વિશાળ દરીયા કિનારો ધરાવતાં અમરેલી જિલ્‍લામાં પ્રવાસ-પર્યટન અને ધાર્મિક સ્‍થળો ઘણા આવેલા છે જયાં વિશાળ પ્રમાણમાં દેશ-વિદેશના પ્રવાસીઓ, યાત્રાળુઓ આવે છે. આજ રીતે જિલ્‍લામાં આવેલ ઔદ્યોગિક એકમોમાં પરપ્રાંતના માણસો કામ-ધંધાર્થે આવે છે.

આવા સંજોગોમાં ત્રાસવાદી પ્રવૃતિ સાથે સંકળાયેલ કોઇ વ્‍યકિત હોટલમાં આશરો લઇને કે ભાડેથી મકાન લઇને સ્‍થાનિક માણસો સાથે ભળી જઇ બદઇરાદો પાર ન પાડે તે માટે જાહેર જનતાની સલામતી તથા સુરક્ષા માટે અમરેલીના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી પી.બી.ઠાકરે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ જાહેરનામું બહાર પાડેલ છે. આ જાહેરનામુ અમરેલી જિલ્‍લાના સમગ્ર વિસ્‍તારમાં તા.૨૪.૦૪.૨૦૧૩ થી તા.૨૨.૦૬.૨૦૧૩ સુધી અમલમાં રહેશે.

જાહેરનામામાં હોટલ/ગેસ્‍ટહાઉસના માલિકે અથવા ભાડાથી, રાહતદરે ચાલતી કે સખાવતથી ચાલતી તમામ સરકારી, ધાર્મિક કે ટ્રસ્‍ટની ધર્મશાળા અને ખાનગી સંસ્‍થાઓના માલિકે અગરતો માલિકે ખાસ સતા આપેલ વ્‍યકિતએ રાજય બહારથી આવતા પ્રવાસી/મુસાફરને રૂમ ભાડે આપે ત્‍યારે જે તે વિસ્‍તારના પોલીસ સ્‍ટેશનને નિયત પત્રકમાં પ્રવાસીની સંપૂર્ણ માહિતી આપવાની રહેશે.

જયારે મકાન માલિક અથવા મકાન માલિકે ખાસ સતા આપેલ વ્‍યકિત જયારે મકાન ભાડે આપે ત્‍યારે તેની સંબધિત પોલીસ સ્‍ટેશનને જાણ કર્યા સિવાય કોઇ વ્‍યકિતને મકાન ભાડેથી આપી શકશે નહીં. ભાડે આપેલ મકાનની વિગત ભાડુઆત અને સંબધિત દલાલ કે જેઓએ ભાડુઆતની ઓળખાણ આપેલ હોય તેની સંપૂર્ણ જાણ જે તે વિસ્‍તારના પોલીસ સ્‍ટેશનને કરવાની રહેશે. આ ઉપરાંત દર માસે પોલીસ અધિક્ષકશ્રી અમરેલીને પણ માહિતી મોકલવાની રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્‍યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.

વાહનની લે-વેચ કરનાર તથા ભાડે આપનાર વેપારીઓએ નિયત રજીસ્‍ટર નિભાવવાનું રહેશે

અમરેલી

ત્રાસવાદી કે અસામાજિક તત્વો આંતક ફેલાવવાના હેતુથી રજીસ્‍ટ્રર ન થયા હોય તેવા સાયકલ/મોપેડ કે અન્‍ય વાહનોનો ઉપયોગ કરતા હોય છે. આતંકી કૃત્‍યમાં સ્‍પષ્‍ટ નોંધણી ન ધરાવતા વાહનોનો ઉપયોગ કર્યા બાદ તપાસ એજન્સી કે પોલિસ  વિભાગ માટે તેના મૂળ માલિક સુધી પહોંચવાનુ ખૂબ મુશ્કેલ બનતુ હોય છે. આવા જુના વાહનોની લે-વેચ કરતી વખતે તેમજ આવા વાહનો ભાડે આપતી વખતે વેપારીઓ, ખરીદનાર/ગ્રાહક પાસેથી ઓળખના પૂરતા પુરાવા લીધા વિના વાહનના લે-વેચ કે ભાડે આપવાનો વ્‍યવહાર કરતા હોય છે. ત્રાસવાદી કે અસામાજિક પ્રવૃત્તિમાં રજીસ્‍ટર્ડ ન થતા હોય તેવા દ્વિચક્રી કે અન્‍ય વાહનોની ખરીદી કે ભાડેથી મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરી માનવ જિંદગી ખુવાર કરતા હોય છે તેમજ સંપત્તિને નુકશાન પહોંચાડતા હોય છે.

આથી અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટ શ્રી પી.બી. ઠાકરે ફોજદારી કાર્યરિતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ અમરેલી જિલ્લાના સમગ્ર વિસ્‍તારમાં વાહનોની લે-વેચ કરનાર વેપારીઓએ રજીસ્‍ટર્ડ ન થતા હોય તેવા દ્વિચક્રી કે અન્‍ય વાહનોનું વેચાણ કરનાર તથા જુના વાહનોની લે-વેચ કરનાર અને ભાડે આપનાર વેપારીઓ જ્યારે જ્યારે આવા નવા/જુના વાહનોનું વેચાણ કરે, લે-વેચ કરે કે ભાડે આપે ત્‍યારે નિયત નમૂનામાં રજીસ્‍ટર નિભાવવાનું ફરમાવેલ છે. રજીસ્‍ટરમાં (૧) વાહન કોને વેચેલ છે? કોની પાસેથી ખરીદેલ છે/ કોને ભાડે આપેલ છે તેનું પુરૂ નામ, જાતિ, ઉંમર, સરનામુ અને સંપર્ક નંબર (૨) વાહનનો પ્રકાર એન્‍જીન તથા ચેસિસ નંબર (૩) રજૂ કરેલા આધાર પુરાવા જેવા કે રેશનકાર્ડ/ચૂંટણીકાર્ડ/ડ્રાઇવીંગ લાયસન્‍સ/બેંકની પાસબુક/પાનકાર્ડ/પાસપોર્ટ/ઇલેક્ટ્રીક બિલ/ટેલિફોન બિલ (ખરીદનાર પાસેથી તેમની સહીથી પ્રમાણિત થયેલ ઝેરોક્ષ નકલ મેળવીને ફાઇલ બનાવી રાખવી), (૫) વાહન કોને વેચેલ છે? કોની પાસેથી ખરીદેલ છે? કોને ભાડે આપેલ છે? તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટા સહિતની નોંધ કરવાની રહેશે તેમજ રજીસ્‍ટર એસ.ઓ.જી. શાખા-બ્‍લોક નં.એ-૧૦૪, બહુમાળી ભવન, રાજમહેલ કંપાઉન્‍ડ-અમરેલી ખાતે દર માસના અંતે જમા કરાવવાનુ રહેશે. આ હુકમ તા.૨૪.૦૪.૨૦૧૩ થી તા.૨૨.૦૬.૨૦૧૩ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર વ્‍યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

જિલ્‍લામાં વ્‍યૂહાત્‍મક જગ્યાઓએ સી.સી.ટી.વી. કેમેરા મૂકવા અંગે

જિલ્‍લામાં કાયદો અને વ્‍યવસ્‍થાની જળવાઇ રહે તેવા હેતુથી જિલ્‍લામાં વ્‍યૂહાત્‍મક જગ્યાઓએ નાઇટ વિઝન સી.સી.ટી.વી. કેમેરા મૂકવાની આવશ્યકતા હોય અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી પી.બી. ઠાકરે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્‍વયે જાહેરનામુ બહાર પાડેલ છે. 

આ જાહેરનામાથી જિલ્‍લામાં આવેલી બેંકો, સહકારી બેંકો, સંસ્‍થાઓ, એટીએમ સેન્‍ટર, આંગડીયા પેઢી, સોના-ચાંદીના શો રૂમ, જ્વેલર્સ, કપાસની જીનીંગ મિલો, ઇમારતી લાકડાના મોટા વેપારી, કાપડના મોટા વેપારી, ખેતીવાડી ઉત્‍પન્‍ન બજાર સમિતિ, સાઇબર કાફે, ઇલેકટ્રીક બિલ કલેકશન સેન્‍ટર જેવા વિવિધ સ્‍થળો કે જ્યાં નાણાકિય કે કિંમતી ચીજવસ્‍તુઓની લેવડ-દેવડ થતી હોય તેવા સ્‍થળોના પ્રવેશદ્વાર, બેઝમેન્‍ટ પાર્કિંગ/ઓપન પાર્કિંગ તેમજ રોડ પરની અવર-જવર પર દેખરેખ રાખી શકાય તે રીતે ગોઠવી ઓછામાં ઓછા છ માસના રેકોર્ડિંગ સંગ્રહ થઇ શકે તે રીતે નાઇટ વિઝન સી.સી.ટી.વી. કેમેરા લગાવવા અંગેની વ્‍યવસ્‍થા કરવાની રહેશે. આ જાહેરનામુ તા.૨૪.૦૪.૨૦૧૩ થી તા.૨૨.૦૬.૨૦૧૩ સુધી અમલમાં રહેશે અને ભંગ કરનાર વ્‍યક્તિ ભારતીય ફોજદારી કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

પોલિસ સ્ટેશનને જાણ કર્યા વિના મકાન ભાડે ન આપવા અંગે

અમરેલી

ત્રાસવાદી કે અસામાજિક તત્વો શહેરોમાં ગીચ વસ્તીવાળામાં વિસ્તારોમાં ગુપ્ત આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરવા જેવી આતંકવાદી પ્રવૃત્તિ કરે છે. બહારના રાજયો કે દેશમાંથી આવતાં આવા તત્વો સ્થાનિક મકાન ભાડે રાખી ત્રાસવાદી પ્રવૃત્તિને અંજામ આપી માનવ જિંદગી અને સંપત્તિને ખુવાર કરતાં હોય છે.

અમરેલી જિલ્લો વિશાળ દરિયાકાંઠો ધરાવે છે. પ્રવાસન કે ધાર્મિક સ્થળોએ આવતાં યાત્રાળુ સાથે જિલ્લામાં આવેલ ઔઘોગિક એકમોમાં પરપ્રાન્તના માણસો કામ-ધંધા અર્થે આવતા હોય છે આવા સંજોગોમાં ત્રાસવાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલ વ્યક્તિ સ્થાનિક કે ભાડે મકાન લઈને સ્થાનિક માણસો સાથે ભળી બદઈરાદા પાર ન પડે તેમજ સલામતી અને સુરક્ષા અંગે તકેદારી રાખવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પી.બી.ઠાકરે ફોજદારી કાર્યરીતી અધિનિયમની કલમ-૧૪૪ જાહેરનામું બહાર પાડેલ છે.

આ જાહેરનામાથી અમરેલી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પોલિસ સ્ટેશનને જાણ કર્યા સિવાય મકાનમાલિક કોઇ વ્યક્તિને મકાન ભાડે આપી શકશે નહીં. ભાડે આપેલ મકાનની () મકાન માલિકનું નામ, સરનામું અને ટેલીફોન /મોબાઇલ નંબર તથા ભાડે આપેલ મકાનની વિગત, ક્યા વિસ્તારમાં મકાન આવેલ છે અને બાંધકામ કેટલા ચો.મી.માં છે તેની વિગત () મકાન ભાડે આપતા સત્તા ધરાવતા વ્યકિતનું નામ, સરનામું, ટેલિફોન/મોબાઇલ નંબર, () મકાન કઇ તારીખથી ભાડે આપેલ છે. તથા માસિક ભાડું કેટલું છે. () જે વ્યક્તિને મકાન ભાડે આપેલ હોય તેનું પુરૂં નામ, હાલનું સરનામું, ટેલિફોન/મોબાઇલ નંબર () જે વ્યક્તિને મકાન ભાડે આપેલ છે. તેમના મૂળ વતનનું પાકું સરનામું તથા વતનમાં ઓળખતાં ત્રણ સગા-સંબંધીના નામ અને સરનામા, () મકાન માલિકને ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્યક્તિનું નામ, સરનામું, ટેલિફોન/મોબાઇલ નંબર સહિતની વિગતો દર મહિનાના અંતે પોલિસ અધિક્ષકશ્રીને પહોંચતી કરવાની રહેશે.

આ હુકમ તા.૨૪/૦૪/૨૦૧૩ થી તા.૨૨/૦૬/૨૦૧૩ સુધી દિવસ-૬૦ માટે અમલમાં રહેશે તેમજ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

STD PCO ધારકોએ નિયત રજીસ્‍ટર નિભાવવાનું રહેશે

અમરેલી

આંતકવાદના સંજોગો અને ભૂતકાળમાં થયેલા બોમ્‍બ બ્‍લાસ્‍ટ જેવા બનાવો બનવા પામેલ છે. આતંકવાદી સંસ્‍થા-સંગઠનો સાથે સંકળાયેલ આતંકીઓ તેમજ ઘરફોડ ચોરી, લૂંટ-ધાડ, ચીલઝડપ જેવા ગુનાઓ કરવાની ટેવવાળા રીઢા ગુનેગારો ઘણીવખત પોતાના મોબાઇલ ફોનના ઉપયોગ કરવાના બદલે STD PCOમાં જઇને ફોન દ્વારા ધમકી આપવા, ખંડણી ઉઘરાવવા, અપશબ્દો બોલવા તથા મહિલાઓની જાતિ સતામણી કરવાના બનાવો બનવા પામતા હોય છે. STD PCOમાંથી કરવામાં આવતા ફોન માટે STD PCO ધારકો કોલ ડિટેઇલની કોઇ પ્રકારની માહિતિ નિભાવતા નથી, જેના કારણે આવા ગુનેગારો સુધી પહોંચવું અશક્ય બને છે. આવા ગુનાઓ બનતા અટકાવી શકાય અને આરોપીઓને શોધી કાઢવા માટે STD PCOમાં ફોન કરવા માટે આવતા ગ્રાહકોના નામ-સરનામાની વિગતો સહિતનું રજીસ્‍ટર નિભાવવું જરૂરી છે.

અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી પી.બી. ઠાકરે, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ (CRPC)-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્‍વયે જાહેરનામુ બહાર પાડેલ છે. STD PCO ધારકોએ STD PCOમાં ગ્રાહક દ્વારા કરવામાં આવતા ફોન અને ગ્રાહકોની વિગતો દર્શાવવાની રહેશે.

રજીસ્‍ટરમાં (૧)STD PCOનું પુરૂ નામ-સરનામુ અને ફોન નંબર, (૨) STD PCOના માલિક-દુકાનદારનું પુરુ નામ-સરનામુ તથા મોબાઇલ નંબર, (૩) ફોન કરવા આવેલ ગ્રાહકનું પુરૂ નામ-સરનામુ તથા મોબાઇલ નં.તથા તેના નંબર સાથે આઇ.ડી. પ્રુફની વિગતો, (૪) જે નંબર પર સંપર્ક કરવામાં આવે તે નંબર અને જે તારીખ-સમયે ફોન કરેલો હોય તેની વિગતો સહિતની માહિતી નિભાવવાની રહેશે.

સંબંધિત-દુકાનદારોએ આ રજીસ્‍ટર બે વર્ષ સુધી જાળવવાનું રહેશે, આ વિગતોના રજીસ્‍ટર પોલિસ અધિકારી-કર્મચારીઓ તરફથી વેરિફિકેશન અર્થે માંગવામાં આવે ત્યારે બતાવવાના રહેશે.

આ હુકમ તા.૨૪/૦૪/૨૦૧૩ થી તા.૨૨/૦૬/૨૦૧૩ સુધી દિવસ-૬૦ માટે અમલમાં રહેશે તેમજ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબ સજા થઇ શકશે.

.

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર







ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

Link to ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

મનુષ્ય અનંત શકિતનો ભંડાર છે

Posted: 30 Apr 2013 09:26 AM PDT

મનુષ્ય અનંત શકિતનો ભંડાર છે  મનુષ્ય પોતે પોતાનામાં એક ૫રિપૂર્ણ એકમ છે. તેનામાં એ સમસ્ત શકિતઓ અને સંભાવનાઓ જન્મજાત રૂપે વિદ્યમાન છે, જેના આધારે કોઈ ૫ણ દિશામાં પૂર્ણતા અને સફળતાના ઉચ્ચ શિખરે ૫હોંચવાનું સંભવ બની શકે છે. સમસ્ત દૈવી શકિતઓનું પ્રતિનિધિત્વ મનુષ્યની અંતઃચેતના કરે છે. પ્રસુપ્ત ૫ડી રહેવાથી તે ભલેને પોતાનું ગૌરવ પ્રકટ ન કરી [...]

આત્મિક પ્રગતિ સદ્જ્ઞાન ૫ર નિર્ભર

Posted: 30 Apr 2013 09:24 AM PDT

આત્મિક પ્રગતિ સદ્જ્ઞાન ૫ર નિર્ભર જ્ઞાન પ્રાપ્તિનો એક ઉપાય અનુભવ ૫ણ છે. સાંસારિક ચેષ્ટાઓને ધ્યાનપૂર્વક જોવી અને સમજવી. બીજી વ્યકિતઓનાં ગુણ, કર્મ, સ્વભાવનો ૫રીચય મેળવીને તેમના વ્યવહારનું ૫રિણામ જોવું – સમજવું અને તેમાં શિક્ષણ મેળવવું. જ્યારે સત્કર્મ કરનારને સુખ-શાંતિ, સંતોષ અને સન્માનના અધિકારી બનતા જોઈએ તો માની લેવું કે આ જ માર્ગ આ૫ણે ચાલવા યોગ્ય [...]

૫રમાત્મ સત્તા સાથે જોડવાનું માધ્યમ

Posted: 30 Apr 2013 09:22 AM PDT

૫રમાત્મ સત્તા સાથે જોડવાનું માધ્યમ જેને આત્મજ્ઞાનનો ઉપાય માનવામાં આવ્યો છે તે આત્મચિંતન, પોતાના વિશે વિચાર કરવો એ જ છે. વિચારશિકત દ્વારા જ આ૫ણે આ૫ણા વિશે કોઈ સ્થાયી પ્રતીતિનું સર્જન કરી શકીએ છીએ. વિચાર જ એ માધ્યમ છે, જે આત્મા અને ૫રમાત્મા વચ્ચે સંબંધ સૂત્રની ભૂમિકના નિભાવે છે. પોતાના વિચારોને વિચાર દ્વારા જુઓ અને માહિત [...]

કામનાઓને નિયંત્રિત અને મર્યાદિત રાખો.

Posted: 30 Apr 2013 09:20 AM PDT

કામનાઓને નિયંત્રિત અને મર્યાદિત રાખો. શિથિલ અને અધૂરી કામનાઓ ૫ણ અશાંતિનું એક કારણ હોય છે. શિથિલ કામનાવાળી વ્યકિત થોડોક પ્રયત્ન કરીને મોટી ઉ૫લબ્ધિ ઇચ્છવા લાગે છે અને જ્યારે તેને મેળવી નથી શકતો તો સમાજ અથવા ૫રિસ્થિતિઓને દોષ દઈને જીવનભર અસફળતા સાથે બંધાયેલો રહે છે. પોતાની સ્થિતિથી ૫રની કામનાઓ કરવી, તે પોતાને એક મોટો દંડ આ૫વા [...]

ઈશ્વર આ૫ણા સાચા જીવન સહચર છે.

Posted: 30 Apr 2013 09:07 AM PDT

ઈશ્વર આ૫ણા સાચા જીવન સહચર છે.  અનેક લોકો જરાક સંકટ આવતાં જ ખરાબ રીતે ગભરાઈ જાય છે. હાય હાય કરવા લાગે છે. નિરાશ અને હતોત્સાહ બનીને ઈશ્વર પ્રત્યે અનાસ્થાવાન થવા લાગે છે. આ બરાબર નથી. આ૫ત્તિઓ સંસારમાં સહજ સંભાવ્ય છે, કોઈ૫ણ સમયે આવી શકે છે, ૫રંતુ તેનાથી ગભરાવું ન જોઈએ. તેને ઈશ્વરનો પોતાના બાળકો સાથેનો [...]
You are subscribed to email updates from ઋષિ ચિંતનના સાંનિધ્યમાં
To stop receiving these emails, you may unsubscribe now.
Email delivery powered by Google
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610

મંગળવાર, 30 એપ્રિલ, 2013

સાધુ સંતો થકી જ આપણી સંસ્‍કૃતી બચી છે કૃષિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી બાબુભાઇ બોખિરીયા વંથલી સ્‍વામિનારાયણ ગુરૂકુળ ખાતે ધર્મજોગી દિક્ષા શતાબ્‍દિ મહોત્‍સવ યોજાયો

જૂનાગઢ:

વંથલીના સ્‍વામિનારાયણ ગુરૂકુળ ખાતે ધર્મજોગી સ્વામીના દિક્ષા શતાબ્‍દિ મહોત્‍સવમાં સ્‍વામીનારાયણ સંપ્રદાયના સાધુ-સંતોના આશિર્વાદ મેળવી જિલ્‍લા પ્રભારી અને કૃષિ તથા પાણી પુરવઠા મંત્રીશ્રી બાબુભાઇ બોખિરીયાએ જણાવ્યું  હતું કે, વિદેશની ઘણી  સંસ્‍કૃતિઓ બચી નથી જ્યારે ભારતની મહાન સંસ્‍કૃતિ બચી છે તેનુ કારણ આપણા સાધુ સંતો છે.

આપણા સાધુ સંતોએ નવી પેઢીમાં સંસ્‍કાર, શિક્ષણ અને સદગુણો કેળવાય તે માટે ભગીરથ પ્રયાસો કર્યા છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે, બાળક જન્‍મે ત્‍યારે ઇશ્‍વર સ્‍વરૂપ હોય છે અને મોટું થાય ત્‍યારે સારો કે નઠારો માણસ કહેવાય. તેનું કારણ તેની આસપાસનું વાતાવરણ છે. આ વાતાવરણ પવિત્ર હોય તો તે માણસ ગુણવાન થાય છે અને માણસને ગુણવાન બનાવવામાં માતાપિતા ઉપરાંત સાધુ સંતોના આશિર્વાદ પણ મહત્‍વના છે. કોઇના પ્રત્‍યે ઇર્ષા ભાવ કે નકારાત્‍મકતા નહીં રાખતા કોઇ તમારૂ ખરાબ કરે તો પણ જતુ કરવાની ભાવના રાખવા મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું.

દિક્ષા મહોત્‍સવના અધ્‍યક્ષ વંથલીના સ્‍વામી સાધુ શ્રી દેવપ્રસાદ સ્‍વામીએ મંત્રીશ્રી બાબુભાઇ બોખીરીયાનું વિશેષ સન્‍માન કર્યુ હતું. આ પ્રસંગે સ્‍વામી માધવપ્રિયદાસજી, સ્‍વામી બાલક્રિષ્‍ના સ્‍વામી ઉપરાંત અગ્રણીઓમાં માજી કૃષિ રાજયમંત્રીશ્રી કનુભાઇ ભાલાળા, ડો. ડી. પી. ચીખલીયા, રાજય મહિલા સુરક્ષા સમિતીના ઉપાધ્‍યક્ષ શ્રીમતી જયોતીબેન વાછાણી, રામશીભાઇ ભેટારીયા વિગેરે ઉપસ્‍થીત રહયા હતા.                          

 

કૃષિ મહોત્‍સવ અંતર્ગત ૩,૮૧૦ બાગાયત કિટ્સનું વિતરણ ૧૮૧ પશુ સારવાર કેમ્‍પ, ૩૩ વિવિધલક્ષી તાલીમ અને બાગાયતી પાકો અંગે શિબિર યોજાશે

કૃષિ મહોત્‍સવ-૨૦૧૩નું આયોજન કરવામાં આવ્‍યુ છે ત્‍યારે રાજ્ય સરકાર તરફથી ખેડુતોને વિવિધ માર્ગદર્શન અને કિટ્સ મળી રહે તે માટે વ્‍યવસ્‍થા કરવામાં આવે છે.

કૃષિ મહોત્‍સવ દરમિયાન બાગાયાત ખાતા દ્વારા સ્‍થાનિક બાગાયતી પાકોની વૈજ્ઞાનિક ખેતી પર માર્ગદર્શન આપવામાં આવશે. અનુસૂચિત જાતિના ૮૧૦ ખેડુતો સહિત ૩,૮૧૦ કિટ્સનું વિતરણ કરવામાં આવશે. દરેક તાલુકામાં એક-એક એમ કુલ ૧૧ શિબિરનું આયોજન કરવામાં આવશે. દરેક તાલુકાઓમાં કિચન ક્રેનિંગના તાલીમ ક્લાસનું આયોજન કરવામાં આવશે. પ્રગતિશીલ બાગાયતી ખેડુતોના ખેતર પર વૈજ્ઞાનિક પધ્‍ધતિથી ઉછેર કરેલ બાગાયત પાકોનું નિદર્શન કરવામાં આવશે.

પશુપાલન ખાતા દ્વારા ૧૮૧ પશુ સારવાર કેમ્‍પનું આયોજન કરવામાં આવશે. રસીકરણ તથા કૃત્રિમ બીજદાનનો સમાવેશ કરવામાં આવશે. પશુપાલકોને પશુપાલનની વૈજ્ઞાનિક પધ્‍ધતિઓથી માહિતગાર કરવામાં આવશે. દરેક ગામ દીઠ પાંચ-પાંચ કિટ્સનું વિતરણ કરવામાં આવશે. સફળ પશુપાલકો દ્વારા સફળ પશુપાલનની વાત રજૂ કરવામાં આવશે.

આત્‍મા પ્રોજેક્ટ દ્વારા ૧,૧૦૧ એફઆઇજી ગ્રુપના સભ્‍યોને મહત્તમ ભાગીદારીથી, વધુમાં વધુ ખેડુતો કૃષિરથનો લાભ લે તેવી કામગીરી કરવામાં આવશે. દરેક તાલુકા કક્ષાએ વિવિધ વિષયો પર ૩ તાલીમ કાર્યક્રમોનું આયોજન એમ કુલ ૩૩ તાલીમ ગોઠવવામાં આવશે.

જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સી દ્વારા સમગ્ર જિલ્‍લામાં નરેગા યોજના હેઠળ કુલ ૧૨૬ ચેકડેમોમાં માનવ દિન ૩૧,૮૫૫ને રૂ.૭૧.૧૧ લાખના અંદાજિત ખર્ચે વોટર હાર્વેસ્‍ટીંગ અને ડીશીલ્‍ટીંગ કામગીરી કરવામાં આવશે.

વિવિધ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે નોડલ-લાયઝન અધિકારીની નિમણૂંક

અમરેલી

ગરીબ કલ્‍યાણ મેળા, અછત અંગેની કામગીરી, કૃષિ મહોત્‍સવ, ખેલ મહાકુંભ, રાષ્‍ટ્રીય પર્વની ઉજવણી, શાળા પ્રવેશોત્‍સવ-ગુણોત્‍સવ, કન્‍યા કેળવણી, પલ્‍સ પોલિયો, જાહેર પરીક્ષા અંગેની કામગીરી, સંભવિત કુદરતી-કૃત્રિમ આફતોનો સામનો કરવા અને આગોતરા આયોજન માટે સુવ્યવસ્‍થિત કામગીરી   થાય તથા કાર્યક્રમ સુચારુ અને સફળતાપૂર્વક પાર પડે તે માટે કલેક્ટરશ્રી અજયકુમારે જિલ્‍લાના દરેક તાલુકાઓમાં લાયઝન અધિકારીની નિમણૂંક કરેલ છે.

નોડલ અધિકારી તરીકે જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામકશ્રીની નિમણૂંક કરવામાં આવેલ છે. જ્યારે અમરેલી તાલુકા-(અમરેલી તથા અમરેલી નગરપાલિકા) પ્રાંત અધિકારીશ્રી, વડીયા-કુંકાવાવ-નાયબ વન સંરક્ષકશ્રી (વિસ્‍તરણ)-અમરેલી, લાઠી- લાઠી પ્રાંત અધિકારીશ્રી, બાબરા-જિલ્‍લા આયોજન અધિકારી, ધારી-ધારી પ્રાંત અધિકારી, બગસરા-નાયબ વન સંરક્ષક-ધારી ગીર(પૂર્વ), ખાંભા-જિલ્‍લા જળસ્‍ત્રાવ વિકાસ એકમ (વોટરશેડ) પ્રોજેક્ટ મેનેજરશ્રી-ડી.આર.ડી.એ.,

સાવરકુંડલા- (સાવરકુંડલા તથા સાવરકુંડલા નગરપાલિકા)-સાવરકુંડલા પ્રાંત અધિકારીશ્રી, લીલીયા-જિલ્‍લા સમાજ કલ્‍યાણ અધિકારી(વિ.જા.), રાજુલા-નાયબ જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી (પંચાયત), જાફરાબાદ-જિલ્લા પછાતવર્ગ કલ્‍યાણ અધિકારીને જે-તે વિસ્‍તારના લાયઝન અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવેલ છે. નિમણૂંક પામેલા લાયઝન અધિકારીઓ તમામ કાર્યક્રમોનું આયોજન, સુપરવિઝન તથા આનુષંગિક તમામ કામગીરી કરી તબક્કાવાર જરૂરી રીપોર્ટીંગ સહિતની ફરજો બજાવશે, તેમ કલેક્ટરશ્રી અજયકુમારની યાદીમાં જણાવાયું છે.

સુરેન્‍દ્રનગર ખાતે સંરક્ષણ ભરતી પૂર્વેના તાલીમ વર્ગની મુલાકાત લેતા કોર્ષ ડાયરેકટરશ્રી પી. કે. સિન્‍હા

સુરેન્‍દ્રનગર:- સુરેન્‍દ્રનગર જિલ્‍લાના પોલીસ ગ્રાઉન્‍ડ ખાતે તા.૮ મી એપ્રિલ-૨૦૧૩ થી રક્ષાશકિત યુનિવર્સિટી - અમદાવાદ દ્વારા સંરક્ષણ સેવાની સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓની તૈયારી માટે તાલીમ વર્ગ કાર્યરત છે, જેની તાજેતરમાં કોર્ષ ડાયરેક્ટરશ્રી પી.કે. સિન્‍હાએ મુલાકાત લઈ તાલીમ વર્ગમાં અપાતી તાલીમને બિરદાવી હતી.

 શ્રી સિન્‍હાએ તા.૨૫ મી એપ્રિલે વહેલી સવારે ૬-૦૦ કલાકે વિદ્યાર્થીઓની ટુંકી દોડને ૧૬૦૦ મીટર લાંબી દોડ નિહાળી હતી.

 અત્રે ઉલ્લેખનિય છે કે, હાલમાં કુલ-૪૫ વિદ્યાર્થીઓ આ તાલીમી કાર્યક્રમમાં જોડાયેલા છે, તથા આ તાલીમના સમયગાળા દરમિયાન અત્યાર સુધીમાં શારિરીક તાલીમ તેમજ સામાન્‍ય જ્ઞાન, સામાન્‍ય બુધ્‍ધિક્ષમતા, ગણિત અને અંગ્રેજી વિષયોના વિવિધ તજજ્ઞોની મુલાકાત લઈ તેમણે તાલીમાર્થીઓને પ્રોત્‍સાહિત કરી માર્ગદર્શન આપી આર્મીમાં જોડાવવા પ્રેરણાપૂરી પાડી છે. તેમ, સુરેન્‍દ્રનગર જિલ્‍લા કો-ઓર્ડીનેટરશ્રી નયનાબેન રાવલે જણાવ્‍યું છે.

સુરેન્‍દ્રનગરના લખતર તાલુકામાં મળેલી અજાણી લાશના વાલીની શોધખોળ

સુરેન્‍દ્રનગર:- સુરેન્‍દ્રનગર જિલ્‍લા પોલીસ અધિક્ષકશ્રીની એક યાદીમાં જણાવ્‍યા અનુસાર તા.૨૪/૪/૨૦૧૩ ના રોજ સાંજે ૭-૩૦ કલાકે લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામ પાસેથી પસાર થતી વિરમગામ તરફથી આવતી નર્મદા કેનાલમાં એક અજાણ્‍યા પુરૂષની લાશ મળી આવી છે.

     આ પુરૂષની ઉંમર આશરે ૩૨ થી ૩૫ વર્ષની હોવાનો અંદાજ છે. તેને શરીરે આછા પીળા કલરનું આખી બાંયનું શર્ટ તથા તેવા જ કલરનું ભૂખરા જેવું પેન્‍ટ પહેરેલ છે. જેના શરીરે આંખો નાક તથા મોઢું પાણીના જનાવરો કોતરી ખાઈ ગયેલ છે, અને લાશ ફુલાઈ ગયેલ છે.

      તો આ અજાણી પુરૂષની લાશ અંગે કોઈપણ પ્રકારની માહિતી ધરાવનારે લખતર પોલીસ સ્‍ટેશન ફોન નંબર- (૦૨૭૫૯) ૨૭૩૦૯૮ તથા સુરેન્‍દ્રનગર પોલીસ કંટ્રોલ રૂમ ફોન નંબર-(૦૨૭૫૨) ૨૮૨૪૫૨ પર સંપર્ક કરવા જણાવાયું છે.

સુરેન્‍દ્રનગર જિલ્‍લામાં રૂપિયા ૬૪.૬૫ લાખના ખર્ચે વિવિધ વિકાસ કામો પ્રગતિ હેઠળ

સુરેન્‍દ્રનગર:- સુરેન્‍દ્રનગર જિલ્‍લા કાર્યવાહક આયોજન સમિતિની તાજેતરમાં મળેલી બેઠકમાં વર્ષ-૨૦૧૨-૧૩માં ધારાસભ્‍યશ્રીની જોગવાઈ હેઠળ જિલ્‍લાના વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા, મુળી અને પાટડી       તાલુકામાં કુલ રૂપિયા ૬૪.૬૫ લાખના ખર્ચે વિવિધ વિકાસલક્ષી કામો હાથ ધરાયા છે.

       જે અન્‍વયે વઢવાણ તાલુકામાં રૂપિયા ૧૪ લાખના ખર્ચે પાંચ સ્‍થળે સી.સી. રોડ બનાવવાનું કામ, ચોટીલા તાલુકામાં રૂપિયા ૨૬ લાખના ખર્ચે ૧૩ (તેર) સ્‍થળે કોઝવે અને કંમ્‍પાઉન્‍ડ વોલ બનાવવાનું કામ, ધ્રાંગધ્રા તાલુકામાં રૂપિયા ૧૧.૮૫ લાખના ખર્ચે ૯ (નવ) સ્‍થળે સી.સી.રોડ બનાવવાનું કામ, મુળી તાલુકામાં રૂપિયા ૧૧. ૩૦ લાખના ખર્ચે ૮ (આઠ) સી.સી. રોડ અને કોઝવે બનાવવાનું કામ અને પાટડી તાલુકામાં રૂપિયા ૧.૫૦ લાખના ખર્ચે વઘાડા ગામે જનસેવા હોસ્‍પિટલ બહાર બસ સ્‍ટેન્‍ડ બનાવવાના કામનો સમાવેશ થાય છે.

‘‘આમકે આમ- ગુટલીયોંકે ભી દામ. . સુકકા જળાશયોમાંથી માટી ખોદીને વિનામૂલ્‍યે ખેડૂતોને આપવી એટલે આફતને અવસરમાં પલટવાનો મોકો રાજયભરના જળાશયોનો અમૂલ્‍ય કાંપ મેળવીને ધન્‍ય થતા ધરતીપુત્રો

            ચાલુ વર્ષે રાજયના મોટાભાગના વિસ્‍તારોમાં અછતની સ્‍થિતિ પ્રવર્તે છે. પીવાના અને સિંચાઇના પાણી માટે વપરાશમાં લેવાતા મોટા ભાગના જળાશયોમાં કાંકરા ઉડે છે. ધરતીપુત્રો પાણી વગર શું પકવવું, એની ચિંતામાં અડધા થઇ રહયા છે. આવી વિપરિત પરિસ્‍થિતિમાંથી માર્ગ કરવા અને આવી પડેલ કુદરતી આફતને અવસરમાં પરિવર્તિત કરવા રાજય સરકારે અનોખું અભિયાન આદર્યુ છે- સુકાભઠ્ઠ પડેલા જળાશયોનું ખોદકામ કરી આ અમૂલ્‍ય કાંપવાળી માટી ખેડૂતોને વિના-મૂલ્‍યે આપવાનુ...

સિંચાઇ અને પીવાના પાણી માટે બનાવાયેલા જળાશયોમાં વરસાદનું પાણી સંગ્રહ કરવામાં આવે છે. જમીનનાં ઉપલા સ્‍તરમાં રહેલા પોષક તત્‍વો અને કુદરતી પદાર્થો આ પાણીમાં ઘસડાઇને જળાશયોના તળિયે જમા થાય છે. ચાલુ વર્ષે જયારે રાજયભરના જળાશયો ખાલી પડયા છે, ત્‍યારે જળાશયોના તળિયે પડેલો આ અમૂલ્‍ય કુદરતી કાંપ રાજય સરકાર પોતાના ખર્ચે ખોદાવીને રાજય-ભરના ખેડૂતોને સાવ મફતમાં આપે છે. આમ કરવાથી એક કાંકરે ચાર પંખી મરે છે.

      ડેમ સાઇટ પરથી કાંપવાળી માટી ખેતરમાં પાથરવાની ક્રિયામાં ગામડાના માણસોને રોજી-રોટી મળે છે અને રોજગારીનું સર્જન થાય છે. ખેડૂતોને આ માટી નિઃશુલ્‍ક મળવાથી મોંઘા ખાતરોનો ખર્ચ બચી જશે અને આ કાંપવાળી માટીમાંથી કૃષિ ઉત્‍પાદન મોટાપાયે થશે એ લટકામાં ! ખોદકામ કરવાથી જળાશય ઉંડુ જવાને લીધે તેની સંગ્રહક્ષમતા પણ વધે છે.

રાજકોટ જિલ્‍લાના ટંકારા તાલુકાના મીતાણા ગામ પાસે આવેલ ડેમી-૧ જળાશય ખાતે રાજય સરકાર દ્વારા રોજના ત્રણ ઘન મીટર લેખે માટી ખોદીને આજુબાજુના છત્તર, હરબટીયાળી, હરિપર, ગણેશપર, ભૂતકોટડા વગેરે ગામોના ખેડૂતોને આપવામાં આવી રહી છે. ૧૩મી માર્ચ-૨૦૧૩થી ચાર જેસીબી મશીન દ્વારા ડેમી-૧ના રીવરબેડ, વિસ્‍તારમાં ખોદકામ કરીને અત્‍યાર સુધીમાં કૂલ ૩૫ હજાર ઘન મીટર માટી ખેડૂતોને અપાઇ ચુકી છે.

ડેમી-૧ સિંચાઇ યોજનાના કાર્યપાલક ઇજનેરશ્રી જી.વી. ઉઘરેજાએ આ અંગેની વિગતો આપતા જણાવ્‍યું હતું કે, ૧૯૫૬માં બનેલા ડેમી-૧ ડેમમાંથી ખોદકામ કરવા માટે નિયમ મુજબની ટેન્‍ડર પ્રક્રિયા હાથ ધરાયા બાદ રૂ. ૬૪ લાખના ખર્ચે ખોદકામ કરવાનો કોન્‍ટ્રેકટ અપાયો છે. સવારના સાત વાગ્‍યાથી રાતના આઠ વાગ્‍યા સુધી આ કામગીરી કરવામાં આવે છે. જે દરમિયાન આસપાસના ૧૩ ગામોના ખેડૂતો અંદાજે ટ્રેકટરના હજારેક ફેરા કરી ખોદેલી માટી લઇ જાય છે. શ્રી ઉઘરેજાના જણાવ્‍યા અનુસાર આ ખોદકામ પૂર્ણ થયા બાદ ડેમી-૧ સિંચાઇ યોજનાની જળસંગ્રહ શકિતમાં સાડા સાત મીટર ઘન ફુટનો વધારો થશે, જેનાથી ડેમમાં વધુ પાણીનો સંગ્રહ થઇ શકશે અને ખેડૂતોને સિંચાઇ માટે વધુ પાણી ઉપલબ્‍ધ બનશે.

સ્‍થાનિક ખેડૂતોએ તેમનો અભિપ્રાય આપતા જણાવ્‍યું હતું કે, અમારા માટે તો આ માટી કાચા સોના જેવી છે, જેને ખેતરમાં નાખવાથી ઊપજ પણ વધશે અને મોંઘા ભાવના ખાતરોનો ખર્ચ પણ ઘટી જશે.

જે ખેડૂતો સધ્‍ધર છે અને માટી ખોદવાનો ખર્ચ ઉઠાવી શકે છે, તેવા ખેડૂતોને ખાતેદારના પુરાવાની ઝેરોક્ષ નકલ રજૂ કરવાથી ખાનગી રીતે ખોદકામ કરવાની મંજૂરી પણ રાજય સરકાર દ્વારા આપવામાં આવે છે. ડેમી-૧ સિંચાઇ યોજના ખાતે હાલ ત્રણેક જગ્‍યાએ આવુ ખાનગી ખોદકામ ચાલી રહયું છે. ખાનગી ખોદકામ કરતા ખેડૂતો આ માટીનો ઉપયોગ ખેતી પૂરતો જ મર્યાદિત રાખે, અન્‍ય કોઇપણ પ્રકારના ઔદ્યોગિક હેતુ માટે આ માટી ન વાપરવામાં આવે તેની ખેડૂતોને તાકીદ કરવામાં આવે છે.

ગાંઠના પૈસે માટી ખોદીને રાજયભરના ધરતીપુત્રોને આપી રાજય સરકાર ડેમોની સંગ્રહક્ષમતા વધારવા અને ખેડૂતોનું ઉત્‍પાદન વધારવા કૃતનિશ્ચયી છે. સાવ નકામી માટીનો બહુમૂલ્‍ય ઉપયોગ થવાથી એ વાતની ચોકકસ પ્રતીતિ થાય છે કે ''આમકે આમ- ગુટલીયોંકે ભી દામ. . .''

ગાર્ડી એવોર્ડ અર્પણ સમારોહમાં ૭ વ્‍યકિતઓનું સન્‍માન


સમાજના ઉત્‍કર્ષમાં યોગદાન આપનારનું સન્‍માન કરવુ ગૌરવપ્રદ પ્રસંગ

થેલેસેમીયાગ્રસ્‍ત ૧૧ બાળકોને વિધાનસભાના અધ્‍યક્ષશ્રી વજુભાઇ વાળા દ્વારા સાયકલો અર્પણ    

રાજકોટ:

સમાજના ઉત્‍કર્ષમાં યોગદાન આપનારનું સન્‍માન કરવુ ગૌરવપ્રદ પ્રસંગ છે.તેમ સમર્પણ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલીત શ્રીમતી રૂક્ષ્‍મણીબહેન દીપચંદભાઇ ગારડી વૃધ્‍ધાશ્રમ દ્રારા રાજકોટ એન્‍જીન્‍યરીંગ એસોશીએશન હોલ ખાતે આયોજીત કાર્યક્રમમાં વિધાનસભાના અધ્‍યક્ષશ્ વજુભાઇ વાળાએ જણાવ્‍યુ હતું

      વજુભાઇએ લેનાર કરતા ત્‍યાગીને ભોગવનાર જ મહાન બને છે. દાન કરવુ, આપવુ આસાન નથી એ તો જેના લોહીમાં હોય તેજ આપી શકે છે. તેમ જણાવી સંતશ્રી રણછોડદાસજી મહારાજે જે લોકો પોતાની સંપતિ અને  ધન દીન દુઃખીઓ માટે વાપરે તેની સંપતી કયારેય ખુટતી નથી તેનો સાર જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે શ્રીવજુભાઇના હસ્‍તે ૧૧ થેલેસેમીયાગ્રસ્‍ત બાળકોને સાયકલ અર્પણ કરવામાં આવી હતી.

     મેનેજીંગ ટ્રસ્‍ટી મુકેશભાઇએ દીપચંદભાઇ ગાર્ડીના ૯૯માં જન્‍મદિવસે સમાજમાં નાના માણસો માટે ૨૪ કલાક પોતાની સેવા આપીને ઉપયોગી કાર્ય કરનારા સર્વ રમેશભાઇ ટીલાળા, નરેન્‍દ્રભાઇ ગંગદેવ, નાથાભાઇ કયાડા, રમેશભાઇ ઠકકર, જયંતભાઇ રાવલ, જીતુભાઇ રહેના તથા શ્રીમતિ ભાવનાબહેન જોષીપુરાને તેમની કામગીરીનો અહેવાલ આપીને બિરદાવ્‍યા હતા. અને ટ્રસ્‍ટ દ્રારા તેમનું શાલ, શીલ્‍ડ અને ચાંદીનો સિકકો અને મોમેન્‍ટો આપીને ગાર્ડી એવોર્ડથી સન્‍માનીત કરીને.તેમની સાથે દાનવીર શ્રી દીપચંદભાઇ ગાર્ડીને પણ  દિર્ઘાયુની શુભકામના પાઠવી હતી.

      આ પ્રસંગે દાતાઓ સર્વ બાબુભાઇ પરસાણા, વલ્‍લભભાઇ સતાણી, હર્ષદભાઇ માલાણી, હંસરાજભાઇ ગજેરા, રમેશ ટીલાળા તથા રમેશ ઠકકર દ્રારા રૂ.૪ લાખની રકમના ચેકો આપવામાં આવ્‍યા હતા. તેમજ સમર્પણ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્રારા કાઠીયાવાડ બાલાશ્રમને રૂ.૧,૧૧,૧૧૧, અંધ અપંગ વૃધ્‍ધાશ્રમને રૂ.૧,૧૧,૧૧૧,  મહાજન પાંજરાપોળને રૂ.૧,૧૧,૧૧૧, અંધ મહિલા વિકાસગૃહને રૂ.૧,૧૧,૧૧૧,,તથા કોઠારી લેબોરેટરીને રૂ.૫૧,૧૧૧ના ચેકો તેમની સેવાકિય પ્રવુતિઓ માટે મહાનુભાવોને હસ્‍તે આપવામાં આવ્‍યા હતા.

આ કાર્યક્રમમાં ધારાસભ્‍યશ્રી ઇન્‍દ્રનીલ રાજયગુરુ, શિક્ષણશાસ્રી શ્રી ડીવી મહેતા ઉતર પાટણ યુનિ.ના કુલપતિ,શ્રી નિદતભાઇ બારોટ વિગેરેએ પ્રાસંગીક પ્રવચનો કર્યા હતા.

આ કાર્યક્રમમાં શ્રીહરીશભાઇ લાખાણી, શ્રીવલ્‍લભભાઇ સતાણી, શ્રી રાજુભાઇ ગોસ્‍વામી, શ્રી મુકેશ દોશી, શ્રી સુનિલ વોરા, પ્રતાપભાઇ પટેલ, હસુભાઇ રાચ્‍છ, હરેશભાઇ પરસાણા તથા શ્રી પ્રવીણભાઇ ગોસ્‍વામી વિગેરે ઉપસ્‍થીત રહયા હતા.

સ્‍વાગત પ્રવચન સુનિલભાઇ વોરાએ અને આભાર વિધી શ્રી મીતલભાઇ  ખેતાણીએ કરી હતી.

રૈયા ચોકડી ખાતે અર્બન રીસોર્સ સેન્‍ટરનું લોકાર્પણ અને નાના મવા ચોકડીખાતે મહિલાઓ માટેના મલ્‍ટી એકિટવિટી સેન્‍ટરનું થયેલ ખાતમૂહૂર્ત ‘‘મલ્‍ટી એકિટવિટી સેન્‍ટર એ મહિલાઓના કલ્‍યાણ માટે સરકારે સેવેલી ખેવનાનો પુરાવો છે’’.- શિક્ષણ, મહિલા ને બાલ વિકાસ રાજયમંત્રીશ્રી વસુબેન ત્રિવેદી

રાજકોટ:ગુજરાતની મહિલાઓ માટે રાજય સરકારે સેવેલી ચિંતા અને ખેવનાનો પુરાવો ખાતમૂહૂર્ત કરાયેલ મલ્‍ટી એકિટવિટી સેન્‍ટર છે એમ રાજયના મહિલા, બાલવિકાસ અને શિક્ષણ રાજયમંત્રીશ્રી વસુબેન ત્રિવેદીએ જણાવ્‍યું હતું.

નાના મવા ચોકડી ખાતે યોજાયેલા સૌજન્‍યપૂર્ણ સમારોહમાં ૧૯૩૫ ચોરસ મીટરમાં બનનારા મહિલાઓ માટેના મલ્‍ટી એકિટવિટી સેન્‍ટરનું ખાતમૂહુર્ત મંત્રીશ્રી વસુબેને કર્યું હતું. આ પ્રસંગે તેમણે અધ્‍યક્ષીય પ્રવચનમાં જણાવ્‍યું હતું કે, ગુજરાત સ્‍થાપના દિન નિમિત્તે રાજયમાંથી ગરીબી, કુપોષણ, નિરક્ષરતાને હટાવી નિર્મળ અને આરોગ્‍યપ્રદ ગુજરાતનું નિર્માણ કરવાની રાજય સરકારની નેમ છે. વીતેલા વર્ષોમાં કરેલા સંકલ્‍પોને ફળીભૂત કરવા સકારાત્‍મક પગલા લઇ રહેલી રાજય સરકારને સહયોગ આપવા તેમણે સુજ્ઞ નાગરિકોને અનુરોધ કરતાં ઉમેર્યું હતું કે, ખાતમુહૂર્ત કરેલા કામોનું લોકાર્પણ પણ રાજય સરકારના શાસન કાળમાં જ થાય તે માટે રાજય સરકાર સદા પ્રયત્‍નશીલ રહી છે. આ મલ્‍ટી  એકિટવિટી સેન્‍ટરના આયોજન બદલ મંત્રીશ્રી વસુબેને મહાનગરપાલિકાને અભિનંદન આપ્‍યા હતાં.

પૂર્વ સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આ પ્રસંગે જણાવ્‍યું હતું કે, જયાં માનવી ત્‍યાં સુવિધાના અભિગમને વરેલી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બહેનોના ઉત્‍કર્ષ માટે બનનાર મલ્‍ટી એકિટવિટી સેન્‍ટર થકી રાજકોટની બહેનો માટે જિમ્‍નેશિયમ, લાઇબ્રેરી, આંગણવાડી, મેરેજ હોલ વગેરે જેવી સુવિધાઓ ઉપલબ્‍ધ બનાવાશે. રાજકોટ મહાનગરપાલિકાની યશ કલગીમાં ઉમેરાયેલું આ નવું પીછું છે એમ જણાવતા શ્રી રૂપાણીએ આ  મલ્‍ટી એકિટવિટી સેન્‍ટરના નિર્માણ માટે મહાનગરપાલિકાને અભિનંદન પાઠવ્‍યા હતાં. અને બહેનોને આ સેન્‍ટરનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

મંત્રીશ્રી વસુબેન ત્રિવેદીએ રૈયા ચોકડી ખાતે અર્બન રીસોર્સ સેન્‍ટરનું લોકાર્પણ અને નાના મવા ચોકડી ખાતે તકતી અનાવરણ કર્યું હતું.મ્‍યુનિસિપલ કમિશ્નરશ્રી અજય ભાદુ,મેયરશ્રી જનકભાઇ કોટક અને ધારાસભ્‍ય શ્રીમતિ ભાનુબેન બાબરીયાએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતાં.

આ પ્રસંગે પૂર્વ શહેર ભાજપ પ્રમુખશ્રી ધનસુખભાઇ ભંડેરી, શિશુ કલ્‍યાણ સમિતિના ચેરમેનશ્રી બીબબેન સમા, બાંધકામ સમિતિના ચેરમેનશ્રી અરવિંદભાઇ રૈયાણી, શહેર ભાજપ પ્રમુખશ્રી ભીખાભાઇ વસોયા, અગ્રણીશ્રી વલ્‍લભભાઇ દુધાત્રા, ભીખાભાઇ વસોયા, બીનાબેન આચાર્ય, દંડકશ્રી શામજીભાઇ ચાવડા, પૂર્વ મેયર સુશ્રી સંધ્‍યાબેન વ્‍યાસ, વિવિધ વોર્ડના કોર્પોરેટરશ્રીઓ તથા મોટી સંખ્‍યામાં સ્‍થાનિક રહીશો ઉપસ્‍થિત રહયા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી સંજયભાઇ કામદાર તથા આભારદર્શન સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન ડો. જૈમનભાઇ ઉપાધ્‍યાયે કર્યુ હતું.

JETPURMA MAFAT PIVANU PAANI VITARAN KARTA KATHI KSHATRIY SAMAJNA BAAPUNI SARVEMA SARAHNA..PHOTO AND NEWS BY KASHYAP JOSHI, JETALSAR,,jetpur

JETPURMA MAFAT PIVANU PAANI VITARAN KARTA KATHI KSHATRIY SAMAJNA BAAPUNI SARVEMA SARAHNA..PHOTO AND NEWS BY KASHYAP JOSHI, JETALSAR,,jetpur

સોમવાર, 29 એપ્રિલ, 2013

metters by kashyap joshi, jetpur

metters by kashyap joshi, jetpur

"મંદબુદ્ધિની પ્રિયા પ્રેગ્નન્ટ હતી, પણ એનો પિતા કોણ? (કભી કભી)" on GUJARATI-ગુજરાતી




આપણા લોકો,આપણી ભાષા,આપણી સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
priya jain
Check out the blog post 'મંદબુદ્ધિની પ્રિયા પ્રેગ્નન્ટ હતી, પણ એનો પિતા કોણ? (કભી કભી)'

Blog post added by BIREN SONI:

કોઇની નજર દિલ્હીની એક વેરાન સડક પર નાંખેલા કચરાના ઢગલા પર પડી. કચરામાં એક નવજાત શિશુ પડયું હતું. એ બાળકી હતી. આ બાળકીને ઉઠાવી મિશનરી ઓફ ચેર...

Blog post link:
મંદબુદ્ધિની પ્રિયા પ્રેગ્નન્ટ હતી, પણ એનો પિતા કોણ? (કભી કભી)


 
To control which emails you receive on GUJARATI-ગુજરાતી, click here

Zimbave