અનુયાયીઓ

સોમવાર, 18 માર્ચ, 2013

NEWS BY KASHYAP JOSHI JETPUR



 

જાણો કંઇ રીતે પડ્યું યાહુ, ગૂગલ, ટ્વિટરનું નામ

જાણો કંઇ રીતે પડ્યું યાહુ, ગૂગલ, ટ્વિટરનું નામ

એપલ, ગૂગલ, યાહુ, હૂલુ... આ શબ્દોનો અર્થ કદાચ તમને ખબર નહીં હોય પરંતુ તેમના નામ ચોક્કસ સાંભળ્યા હશે. આ દુનિયાની જાણીતી ટેક કંપનીઓ છે અને લોકોની જીભ પર આ નામ ચઢ્યા છે. જોકે, જ્યારે તેના સંસ્થાપકોએ કંપનીના નામ માટે તેમને પસંદ કર્યા તો આ શબ્દ અજીબ લાગતા હતા. યાહૂ શબ્દ યાહૂજમાંથી લેવામાં આવ્યો છે, જે એક જંગલી પ્રાણી હતું. જેનો અર્થ થાય છે અસભ્ય, અપરિષ્કૃત અને ગવાર. કેટલીક ટેક કંપનીઓના સંસ્થાપક કહે છે કે હાલના નામોના કોલાહલમાં તેમને જે હાથ લાગેલો તેને જ કંપનીનું નામ રાખી લીધું. કેટલાંક લોકોનું કહેવું છે કે તેઓ એવું નામ પોતાની કંપની માટે રાખવા માંગતા હતા કે તેનો કોઇ મતલબ જ નીકળતો હોય. તેઓ એવા નામને બ્રાન્ડ બનાવા માંગતા હતા જે પણ તેમના હાથમાં આવે, તો કેટલાંક બિઝનેસમેને પોતાના પાળતુ કૂતરા પર કંપનીનું નામ રાખી લીધું. અહીં કેટલીક મુખ્ય ટેકનોલોજી કંપનીઓના વિચિત્ર નામ રાખવાની દિલચસ્પ વાતો અંગે જણાવ્યું છે.
 

ટ્વિટર : સોશયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટરને પહેલા સ્ટેટસ તરીકે ઓળખવામાં આવતું અને પછી ટ્વિટેક. ટ્વિટરના સંસ્થાપકોએ 'સ્ટેટસ' ટાઇટલ લીધું અને બાદમાં સારા નામ માટે શબ્દકોષ ફેંદી નાંખ્યો. કંપનીના સંસ્થાપક ડૉરસે લૉસ એન્જલ્સ ટાઇમ્સ કહે છે કે અમે એવી ફીલિંગ ઇચ્છતા હતા કે તમે તમારા મિત્રના ખિસ્સામાં ગૂંજતા રહો. આ આખી દુનિયામાં ગૂંજે તેવો હોય. તેના માટે ટ્વિટેક શબ્દ પસંદ કર્યો, પરંતુ એ પણ ઉપયુક્ત ન લાગ્યો. અમે શબ્દકોષને ફરીથી ફેંદી નાંખ્યો અને ટ્વિટર શબ્દ પસંદ આવ્યો. તેનો મતલબ પક્ષીઓના ચીં-ચીં કે અપ્રસાંગિક માહિતીઓનો વિસ્ફોટ થાય છે.

જિંગા : 'જિંગા' માર્ક પિંકસના પાળતું બુલડોગનું નામ હતું. જિંગા એક કંપનીની જગ્યાએ પાળતુ પ્રાણીને વધુ ફીલિંગ આપે છે. તેના માટે સોશ્યલ ગેમિંગ કંપની જિંગાનું નામ માર્ક પિંકસે પોતાના અમેરિકન બુલડોગ જિંગા બાદ પોતાની કંપનીનું આ નામ રાખ્યું.

ગૂગલ : 'ગૂગલ' ગાણિતિક શબ્દ ગૂગોલ પરથી ઉતરી આવ્યું છે. આ એ સંખ્યા છે 1ની પાછળ 100 શૂન્ય લાગે છે. ગૂગલના સંસ્થાપકો સર્જી બ્રેન અને લૈરી પેજે સૌથી પહેલાં પોતાના સર્ચ એન્જિનનું નામ 'બેન્ક રબ' રાખ્યું હતું. ત્યારબાદ તેમણે નામ બદલીને ગૂગલ રાખી લીધું. બ્રેન અને પેજ એ આ શબ્દ માટે ઉપયુક્ત શબ્દ મેળવ્યો. કારણ કે આ એક એવું શક્તિશાળી એન્જિનનું પ્રતિનિધિત્વ કરે છે જેમાં ભારે ભરખમ માહિતીઓ પ્રાપ્ત કરી શકાય છે.

યાહૂ : 'યાહૂ' શબ્દ એટલે યટ અનૉધર હાઇયરાર્કિકલ ઑફિસિયસ ઑરેકલ ગુલિવરની યાત્રાથી પ્રેરિત છે. જૈરી યાંગ અને ડેવિડ ફિલો એ પોતાની કંપનીનું નામ 1994મા બદલીને 'જૈરીજ ગાઇડ ટુ ધ વર્લ્ડ વાઇડ વેબ' કરી દીધું હતું. યાહૂ શબ્દની પસંદગી તેના સાહિત્યિક કરવાની જગ્યાએ તેના મિતાક્ષરો યટ અનૉધર હાઇયરાર્કિકલ ઑફિસિયસ ઑરેકલ માટે. જોનાથન સ્વિફ્ટની ગુલિવરની યાત્રાઓમાં યાહૂજ જંગલી જીવ હતું, જેનો અર્થ અસભ્ય, અપરિષ્કૃત, અને ગવાર થતો હતો.

સ્કાઇપ : વીડિયો કૉલિંગની સર્વિસીસ આપતા સ્કાઇપનું નામ પહેલાં 'સ્કાઇ પીર ટુ પીર' રખાયું હતું. ત્યારબાદ તેનું નામ સ્કાઇપર કરાયું. પછી ડોમેન નામોની શરતોની અંતર્ગત આર ને છોડવો પડ્યો અને આ રીતે સ્કાઇપ નામ પડ્યું.
 
એપલ : એક ભાગીદારી કંપની પર કામ કરતાં સ્ટીવ જોબ્સના દિમાગમાં આ શબ્દ આવ્યો. જૉબ્સના સહ-સંસ્થાપક સ્ટીવ વોજનિક કહે છે કે પાલો અલ્ટો અને લૉસ અલ્ટોની વચ્ચે નેશનલ હાઇવે 85 પર ગાડી ચલાવતા સમયે સ્ટીવના મગજમાં કંપનીનું નામ એપલ કોમ્પ્યુટર્સ રાખવાનો વિચાર આવ્યો. સ્ટીવ પોતે કહે છે કે મારા દિમાગમાં શાનદાર નામ સૂઝયું. બની શકે કે આ સફરજનની વચ્ચે કામ કરતાં જ આવ્યું હોય.
 
પેંડોરા : ઇન્ટરનેટ રેડિયો સર્વિસ આપનાર કંપની પેંડોરાનો મતલબ યુનાનની એક દેવી થાય છે. આ મ્યુઝિક કંપનીના વેબ પેજ પર પણ આ અંગે લખાયું છે. ગ્રીક ભાષામાં તેનો અર્થ થાય છે તમામ રીતે પ્રતિભાશાળી.

હૂલુ : ઑનલાઇન વીડિયો સર્વિસીસ આપનાર હૂલુ ચીનની મંદારિન ભાષાનો શબ્દ છે અને તેના બે અર્થ થાય છે. તુમ્બી કે તુંબા અને ઇન્ટરેક્ટિવ રેકોર્ડિંગ. હૂલુના સીઇઓ જૈસન કિલર લખે છે કે કઇ રીતે હૂલુ શબ્દને કંપનીના નામ માટે પસંદ કરાયું. તેઓ કહે છે કે એરિક, ક્રિસ્ટીન, ઇજેન વગેરે સંખ્યાબંધ નામો પર વિચાર કરાયો, પરંતુ આખરે હૂલુની સલાહ અપાઇ. આ શબ્દ અમારા મિશનનો ઘણો નજીકનો લાગી રહ્યો હતો.

ઇત્સે : ઇત્સે ઑનલાઇન રિટેલિંગ કંપની છે. ઇટાલિયનમાં ઇત્સેનો અર્થ થાય છે ઓહ યસ!. રૉબર્ટ કૈલિન પોતાની કંપની માટે આવો બેમતલબ શબ્દ ઇચ્છતા હતા, જે એક બ્રાન્ડમાં બદલાઇ જાય. તેમણે વિદેશી ફિલ્મોમાં આ શબ્દને સાંભળ્યો હતો અને તેને જ પોતાની કંપનીનું નામ બનાવી દીધું.
 
મીબો : સોશ્યલ સાઇટ મીબોનો અર્થ થાય છે 'કંઇ પણ નહીં'. કંપનીના સંસ્થાપક બે શબ્દાંશોનું એવું નામ ઇચ્છતા હતા જેનો કોઇ અર્થ ન હોય અને બોલવામાં સરળ હોય. જો તે એમ થી શરૂ થતો હોય તો તે વધુ સારું. કંપનીના બ્લોગ દ્વારા મીબોના નામમાં કઇપણ છુપાયું નથી.
 
યેનડેક્સ : યેનડેક્સના બે અર્થ થાય છે. વિકીપીડિયાના મતે રૂસના એક સર્ચ એન્જિનનો અર્થ 'યટ અનૉધર ઇંડેક્સર' થાય છે. રૂસી શબ્દ કે અંગ્રેજીના 'આઇ'નો આભાસ આપે છે.

જિલો : રિઅલ એસ્ટેટ સાથે સંબંધિત ઑનલાઇન ડેટા ઉપલબ્ધ કરાવનાકી જિલોનું નામ બે શબ્દોનું મિશ્રણ છે. એક જિલિયંસ જેનો અર્થ થાય છે ખૂબ જ મોટી સંખ્યા અને બે પિલોજ તેનો અર્થ થાય છે તકિયા. કંપનીના મતે આ જિલો નામ તેને ધ્યાનમાં રાખીને રાખ્યું કે કોઇપણ સરળતાથી ઘરે બેઠા ડેટા પ્રાપ્ત કરી શકે છે.

બેબો : સોશ્યલ નેટવર્કિંગ સાઇટ બેબોનો અર્થ થાય છે 'બ્લૉગ અર્લી, બ્લૉગ ઑફન'.

યિપિત : ઑનલાઇન સર્વિસીસ પ્રદાન કરનાર યિપિતના સહ સંસ્થાપક વિનિસિયસ વેકેંટી કહે છે કે ડેલી ડીલ્સ એગ્રીગેટરનું નામ રાખવું કેટલું મુશ્કેલ હતું. તેના માટે 'બધુ જ સમજદારીથી લીધું છે' લાઇનને ધ્યાનમાં રાખવાની હતી. તેના માટે ભયાનક નામોની લાંબી યાદી પર નજર દોડાવામાં આવી. સ્ટ્રીટકેક, ફ્રેંકેનસિટી, લોથમ, સિટીબેટ, નોચર, જૈક્સમ જેવા નામો પર વિચાર કરાયો. તેઓ કહે છે કે તેને નામ નાનું જોઇતું હતું અને ડોમિનને ઇટની સાથે ખત્મ કરવા માંગતા હતા. તેમને ઉપલબ્ધ અંદાજે 400 ડોમિન્સમાંથી પસંદ કરવાની કોશિશ કરી. આખરે તેમને યિપિટ ડૉટ કૉમ પસંદ આવ્યું.
 

સંસ્મરણો જે ક્યારેય ભૂલી શકાય નહીં-૧ Posted: 17 Mar 2013 11:03 AM PDT સંસ્મરણો જે ક્યારેય ભૂલી શકાય નહીં-૧ ભારતના પ્રથમ રાષ્ટ્ર૫તિ સ્વ.શ્રી રાજેન્દ્રપ્રસાદે પ્રેસીડન્સી કૉલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. સાદાઈ તેઓના વ્યકિતત્વની પોતાની એક મોટી વિશેષતા હતી. જ્યારે ૫હેલે દિવસે વર્ગમા ગયા તો તેઓ અચકન,પાયજાઓ અને ટોપી ૫હેરીને ગયા હતા. બાકીના વિદ્યાર્થીઓ કોટ પાટલૂન અને ટાઈમાં હતા. તેઓ બધા છોકરાઓને જોઈ સમજયા કે તેમાંના મોટા ભાગના એંગ્લોઈન્ડિયન હશે [...]



---------- Forwarded message ----------
From: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં <karshalakg@mail.com>
Date: 2013/3/18
Subject: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
To: KKUMARJOSHI@gmail.com


ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

Link to ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

સંસ્મરણો જે ક્યારેય ભૂલી શકાય નહીં-૧

Posted: 17 Mar 2013 11:03 AM PDT

સંસ્મરણો જે ક્યારેય ભૂલી શકાય નહીં-૧ ભારતના પ્રથમ રાષ્ટ્ર૫તિ સ્વ.શ્રી રાજેન્દ્રપ્રસાદે પ્રેસીડન્સી કૉલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. સાદાઈ તેઓના વ્યકિતત્વની પોતાની એક મોટી વિશેષતા હતી. જ્યારે ૫હેલે દિવસે વર્ગમા ગયા તો તેઓ અચકન,પાયજાઓ અને ટોપી ૫હેરીને ગયા હતા. બાકીના વિદ્યાર્થીઓ કોટ પાટલૂન અને ટાઈમાં હતા. તેઓ બધા છોકરાઓને જોઈ સમજયા કે તેમાંના મોટા ભાગના એંગ્લોઈન્ડિયન હશે [...]

સત્ય ઘટના (૮)

Posted: 16 Mar 2013 11:00 AM PDT

સફળતા તેને મળે છે જે પ્રયત્ન કરે છે.  કીટોના પિતા તેને સ્કૂલ જવા દેતા ન હતા. તેમને એવા વિશ્વાસ હતો કે જો કીટો સ્કૂલમાં જશે તો ભૂખે મરી જશે. કીટોએ કહ્યું, "પિતાજી, આ૫ ખાવાની ચિંતા ના કરશો. ભગવાને ખૂબ બોર વગેરે ફળ પેદા કર્યા છે. તે ખાઈને જીવતા રહેવાશે." હવે તે ભણવામાં મન લગાવી જોડાયો. [...]
You are subscribed to email updates from ઋષિ ચિંતનના સાંનિધ્યમાં
To stop receiving these emails, you may unsubscribe now.
Email delivery powered by Google
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610

VIRPUR BRAHMA SAMAJNU GAURAV VADHARTI SRUTI JOSHI...METTER BY KASHYAP JOSHI, JETALSAR

VIRPUR BRAHMA SAMAJNU GAURAV VADHARTI SRUTI JOSHI...METTER BY KASHYAP JOSHI, JETALSAR