પાલનપુર ખાતે કલેકટરશ્રી
જે.બી.વોરાના અધ્યક્ષસ્થાને સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી સમિતિની
બેઠક યોજાઇ હતી. આ પ્રસંગે કલેકટર શ્રી જે.બી.વોરાએ જણાવ્યું હતું કે, સશક્ત રાષ્ટ્રનું
નિર્માણ થાય અને અંધશ્રધ્ધા વિહિન સમાજની રચના માટે સ્વામી વિવેકાનંદનો સંદેશ સામાન્ય જન સમુદાય
સુધી પહોંચાડવો જરૂરી છે. તેમણે કહ્યું કે, વિવેકાનંદજીના વિચારોથી લોકોના જીવનમાં
સુખ અને સમૃધ્ધિ આવશે. કલેકટરશ્રીએ સભ્યોને માર્ગદર્શન આપતા જણાવ્યું કે, દરેક
સભ્ય પોતાની આવડત અને આગવી કોઠાસૂઝથી આ ઉજવણીમાં સહભાગી બને. બેઠકમાં ક્વીઝ
સપર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, રેડીયો નાયક, સાહિત્ય તૈયાર કરવું, જ્ઞાન કસોટી યોજવી,
પ્રવાસ અને ટ્રેકિંગનું આયોજન, વ્યસનમુક્તિ અભિયાન ચલાવવું, નિબંધ સ્પર્ધા,,
સેમિનાર, જિલ્લાની તમામ શાળાઓમાં સ્વામી વિવેકાનંદના ફોટા મુકવા જેવા વિવિધ
મુદાઓની ચર્ચા કરવામાં આવી હતી.
અત્રે
ઉલ્લેખનીય છે કે, સ્વામી વિવેકાનંદના વિચારો, આદર્શો, જીવની, ક્વોટસ, સ્લોગનો, સમાજના
છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે રાજય સરકાર દ્વારા તા.૧૨/૦૧/૨૦૧૨ થી
તા.૧૨/૦૧/૨૦૧૪ સુધી સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી કરવાનું નક્કી
કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે ઉજવણી સમિતિના
જિલ્લા ઇન્ચાર્જશ્રી ગણપતભાઇ જોષી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.કે.પટેલ, શ્રી ડો.
કિશોરભાઇ આસ્નાની, શ્રી ગિરિશભાઇ ઠાકર, શ્રી એચ.એ.મોઢ અને સમિતિના
સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
પાટણ
પાટણ જિલ્લા લેન્ડ
રેકર્ડઝ વર્ગ-૩ કર્મચારી મંડળના હોદે્દારોની સર્વાનુમતે વરણી
પાટણ જિલ્લા લેન્ડ રેકર્ડઝ વર્ગ-૩
કર્મચારી મંડળની જનરલ મીટીંગ ગુજરાત રાજય લેન્ડ રેકર્ડઝ વર્ગ-૩ કર્મચારી મંડળના
અધ્યક્ષસ્થાને સિંધવાઇ માતા મંદિર પરિસરમાં યોજાઇ હતી. જેમાં પ્રમુખ તરીકે શ્રી
કે.યુ.પરમાર, કાર્યકારી મહામંત્રી તરીકે શ્રી એ.એમ. ત્રિવેદી, સંગઠ્ઠન મંત્રી
તરીકે શ્રી જે.ડી. સાધુ, ખજાનચી તરીકે શ્રી એ.કે. પટેલ, ઓડીટર તરીકે શ્રી વી.જી.
શુકલ અને કારોબારી સભ્યો સર્વશ્રી કે.સી.કટારીયા, શ્રી કે.એસ.પટેલ, શ્રી
આર.એસ.ઠાકરડા, શ્રી કે.ટી.પરમાર, શ્રી એ.એ.મનસુરીની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ
છે
મહેસાણા
મહેસાણામાં
મહિલા સંમેલન યોજાશે
મહેસાણા જિલ્લામાં મહિલા અને
બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સંમેલન તથા માતા યશોદા એવોર્ડ વિતરણ સમારંભ યોજાનાર
છે.આગામી 31 માર્ચ 2012 ના રોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મહિલા સંમેલન,માતા યશોદા
એવોર્ડ વિતરણ,કન્યા કેળવણી નીધિ સહાય વિતરણ તથા મહિલા ખેલાડીઓને પુરસ્કાર વિતરણ
સમારંભ યોજાનાર છે.
આ કાર્યક્રમમાં શેહરી વિકાસ
મંત્રીશ્રી નીતીનભાઇ પટેલ,સાંસદ સભ્યશ્રીઓ,માન ધારાસભ્યશ્રીઓ,બોર્ડ નિગમના
ચેરમેનશ્રીઓ,જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખશ્રીઓ તેમજ
જિલ્લાના અગ્રણીઓ અધિકારીશ્રીઓ હાજર રહેનાર છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ. દ્વારા યોજાનાર પરીક્ષાઓ
દરમ્યાન ઝેરોક્ષ મશીનોના ઉપયોગ પર પ્રતિબંધ.
હેમચંદ્રાચાર્ય ઉત્તર
ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા તા. ૨૯/૦૩/૨૦૧૨ થી તા. ૧૯/૦૪/૨૦૧૨ સુધી
યુનિવર્સિટી સંચાલિત જિલ્લાની પરિશિષ્ટ મુજબની કોલેજોમાં વિવિધ અભ્યાસક્રમોની
પ્રથમ તબક્કાની વાર્ષિક પરીક્ષા યોજાનાર છે. જેથી પરીક્ષા મુકત અને ન્યાયી
વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષામાં કોઇ ગેરરીતી ન થાય અને
પરીક્ષાની શુદ્વતા જળવાય તે હેતુસર શ્રી સુધીર બી. પટેલ (જીએએસ) અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી
બનાસકાંઠા- પાલનપુર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩ (૧) થી મળેલ
સત્તાની રૂએ તા. ૨૯/૦૩/૨૦૧૨ થી તા. ૧૯/૦૪/૨૦૧૨ (બંને દિવસો સહિત) પરિશિષ્ટ મુજબના
પરીક્ષા સ્થળોની હદ મર્યાદાથી બહાર ૨૦૦ મીટરના ત્રિજયા વિસ્તારમાં આવેલ તમામ
ઝેરોક્ષ મશીનોના પરીક્ષાના સમય દરમ્યાન
ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મુકવા હુકમ કરવામાં આવ્યો છે.
|
અ. નં.
|
પરીક્ષા કેન્દ્રનુ નામ
|
પરીક્ષા સ્થળ
|
|
૧
|
પાલનપુર
|
૧.જી.ડી.મોદી આર્ટસ કોલેજ, પાલનપુર
૨.આર.આર.મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી. એલ.પરીખ કોલેજ ઓફ કોમર્સ.
૩. મહિલા આર્ટસ કોલેજ,પાલનપુર
૪.લો કોલેજ
૫.ડી.ડી.ચોક્સી કોલેજ ઓફ સેકન્ડરી એજ્યુકેશન
૬. બ.કાં.કેળવણી મંડળ સંચાલિત પી.જી.ડી.સી.એ.કોલેજ
૭.એ.એસ.પટેલ બી.સી.એ. એન્ડ પી.જી.ડી.સી.એ. કોલેજ
|
|
૨
|
ડીસા
|
ડી. એન. પી. આર્ટસ એન્ડ કોર્મસ કોલેજ
|
|
૩
|
અંબાજી
|
અંબાજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ
|
|
૪
|
થરા
|
કાંકરેજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ
|
|
૫
|
વડગામ
|
આર્ટસ કોલેજ,વડગામ
|
|
૬
|
થરાદ
|
સરકારી આર્ટસ અને કોમર્સ કોલેજ
|
|
૭
|
ભાભર
|
આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ
|
|
૮
|
લવાણા તા.દિયોદર
|
આર્ટસ કોલેજ
|
|
૯
|
દિયોદર
|
જી.વી.વાઘેલા આર્ટસ અને કોમર્સ કોલેજ
|
|
૧૦
|
ધાનેરા
|
આર્ટસ કોલેજ
|
|
૧૧
|
મડાણાગઢ તા.પાલનપુર
|
નૂતન ભારતી ગ્રામ સેવા મહાવિધાલય
|
|
૧૨
|
છાપી તા.વડગામ
|
છાપી બી.બી.એ કોલેજ
|
|
૧૩
|
રતનપુરતા.પાલનપુર
|
લોકનિકેતન મહાવિધાલય
|
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ. પાટણ દ્વારા લેવાનાર પરીક્ષાઓને અનુલક્ષી
પ્રસિધ્ધ કરાયેલ જાહેરનામુ.
હેમચંદ્રાચાર્ય ઉત્તર
ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા તા. ૨૯/૦૩/૨૦૧૨ થી તા. ૧૯/૦૪/૨૦૧૨ સુધી યુનિવર્સિટી
દ્વારા નિયત પરીક્ષા કેન્દ્રો ખાતે વિવિધ અભ્યાસક્રમોની પ્રથમ તબક્કાની વાર્ષિક
પરીક્ષા યોજાનાર છે.આ પરીક્ષાઓનુ સંચાલન સરળતાથી થાય, પરીક્ષાઓ શાંત અને સ્વચ્છ
વાતાવરણમાં યોજાય તેમજ વિશ્વસનિયતાનુ વાતાવરણ સર્જાય, અસામાજીક તત્વોના ત્રાસ અને
ભય વગર ખંડ નિરીક્ષકો નિરીક્ષણ કરે અને પરીક્ષાર્થીઓ શાંત અને સુમેળભર્યા
વાતાવરણમાં નિર્ભયતાથી પરીક્ષા આપે તે માટે બનાસકાંઠા જિલ્લાના પરિશિષ્ટમાં
જણાવ્યા મુજબના પરીક્ષા કેન્દ્રોની અંદર તથા તેની હદ મર્યાદાથી બહારના ૨૦૦ મીટરની
ત્રિજ્યા વિસ્તારમાં નીચેના કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ મુકવા શ્રી સુધીર બી. પટેલ
(જીએએસ) અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી બનાસકાંઠા- પાલનપુરને ફોજદારી કાર્યરીતિ
અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ થી મળેલ સત્તાની રૂએ તા. ૨૯/૦૩/૨૦૧૨ થી તા.
૧૯/૦૪/૨૦૧૨ સુધી (બંને દિવસો સહિત) પરીક્ષા કેન્દ્રોના સ્થળે, પરીક્ષા સમય દરમ્યાન
જે તે પરીક્ષા કેન્દ્રના સ્થળના હદ મર્યાદાથી બહાર ૨૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં
ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે મળેલ અધિકારની રૂએ નીચેના કૃત્યો
કરવા પ્રતિબંધ મૂકવા હુકમ કરવામાં આવ્યો છે.
૧. પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સબંધિત
કામગીરીમાં રોકાયેલ ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઇ બિન અધિકૃત માણસોએ
પરીક્ષા કેન્દ્રની અંદર તથા પરીક્ષા કેન્દ્રોની હદ મર્યાદાથી બહારના ૨૦૦ મીટરની
ત્રિજયા વિસ્તારમાં દાખલ થવુ નહી.
૨. કોઇપણ ઇસમે તરકીબ વાપરી
પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા/કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી
નહી.
૩. પરીક્ષા સબંધી ચોરી
કરાવી શકાય તેવી કોઇ વસ્તુ/ઇલેકટ્રોનિક યંત્ર, પુસ્તક, કાપલીઓ, ઝેરોક્ષ નકલનુ
વહન કરવુ નહી કે કરાવવામાં મદદગારી કરવી નહી.
૪. કોઇપણ વ્યકિત પેજર,
સેલ્યુલર ફોન, કોડલેસ ફોન, વાયરલેસ સેટ, વોકી ટોકી સેટ, સાથે ન લઇ જઇ શકશે નહી.
અથવા તેનો ઉપયોગ કરી શકશે નહી.
૫. પરીક્ષાર્થીઓને શાંતિ
અને લેખનકાર્યમાં અડચણ વિક્ષેપ ધ્યાનભંગ થાય તેવુ કોઇ કૃત્ય
કરવું/કરાવવુ નહી.
આ આદેશ કાયદો અને
વ્યવસ્થાનો ચાર્જ સંભાળતા અધિકારીશ્રીઓ/સુરક્ષા કર્મચારીશ્રીઓ, શિક્ષણ વિભાગે
નિમેલા નિરિક્ષકો, સ્કોર્ડ અધિકારીશ્રીઓ અને પરીક્ષા સંચાલનના અધિકારીશ્રીઓને લાગુ
પડશે નહીં. આ આદેશનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર
ઠરશે.
|
અ. નં.
|
પરીક્ષા કેન્દ્રનુ નામ
|
પરીક્ષા સ્થળ
|
|
૧
|
પાલનપુર
|
૧.જી.ડી.મોદી આર્ટસ
કોલેજ, પાલનપુર
૨.આર.આર.મહેતા કોલેજ ઓફ
સાયન્સ એન્ડ સી. એલ.પરીખ કોલેજ ઓફ કોમર્સ.
૩. મહિલા આર્ટસ
કોલેજ,પાલનપુર
૪.લો કોલેજ
૫.ડી.ડી.ચોક્સી કોલેજ ઓફ
સેકન્ડરી એજ્યુકેશન
૬. બ.કાં.કેળવણી મંડળ
સંચાલિત પી.જી.ડી.સી.એ.કોલેજ
૭.એ.એસ.પટેલ બી.સી.એ.
એન્ડ પી.જી.ડી.સી.એ. કોલેજ
|
|
૨
|
ડીસા
|
ડી. એન. પી. આર્ટસ એન્ડ
કોર્મસ કોલેજ
|
|
૩
|
અંબાજી
|
અંબાજી આર્ટસ એન્ડ
કોમર્સ કોલેજ
|
|
૪
|
થરા
|
કાંકરેજ આર્ટસ એન્ડ
કોમર્સ કોલેજ
|
|
૫
|
વડગામ
|
આર્ટસ કોલેજ,વડગામ
|
|
૬
|
થરાદ
|
સરકારી આર્ટસ અને કોમર્સ
કોલેજ
|
|
૭
|
ભાભર
|
આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ
|
|
૮
|
લવાણા તા.દિયોદર
|
આર્ટસ કોલેજ
|
|
૯
|
દિયોદર
|
જી.વી.વાઘેલા આર્ટસ અને
કોમર્સ કોલેજ
|
|
૧૦
|
ધાનેરા
|
આર્ટસ કોલેજ
|
|
૧૧
|
મડાણાગઢ તા.પાલનપુર
|
નૂતન ભારતી ગ્રામ સેવા
મહાવિધાલય
|
|
૧૨
|
છાપી તા.વડગામ
|
છાપી બી.બી.એ કોલેજ
|
|
૧૩
|
રતનપુર તા.પાલનપુર
|
લોકનિકેતન મહાવિધાલય
|
ગાંઘીનગર
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંઘીનગર દ્વારા છત્રાલ
ખાતે ઔઘોગિક
રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું
શ્રમ અને રોજગાર વિભાગ, નિયામકશ્રી, રોજગાર અને
તાલીમ, ગાંઘીનગર સંચાલિત જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંઘીનગર અને જીઆઇડીસી
છત્રાલના સંયુકત્ત ઉપક્રમે સ્વામી વિવેકાનંદની ૧૫૦ મી જન્મ જયંતીની ઉજવણી પ્રસંગે
આજરોજ ચોથા ઔઘોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન છત્રાલ જીઆઇડીસી ખાતે કરવામાં આવ્યું
હતું. જેમાં ૨૦૦ જેટલા વિવિઘ અભ્યાસ કરી ચુકલા નોકરીવાંચ્છુ ઉમેદવારો ઉપસ્થિત
રહયાં હતાં.
આ પ્રસંગે રોજગાર અઘિકારી શ્રી સુદેશ અમીને
જણાવ્યું હતું કે, ગાંઘીનગર જિલ્લાની તમામ જીઆઇડીસી ખાતે આ પ્રકારના ભરતી મેળાનું
આયોજન કરવામાં આવી રહયું છે. આજે અહીં જિલ્લાનો ચોથો ભરતી મેળો યોજાઇ રહ્યો છે.
આગામી સમયમાં દેશભરમાં ૪.૫૦ કરોડ જેટલી રોજગારીની તકો ઉભી થવાની છે. હાલમાં સમગ્ર
દેશમાં ગુજરાત રાજય રોજગારી આપવામાં અગ્રેસર છે. તે ઉપરાંત રાજય સરકાર દ્રારા આવા
ભરતી મેળામાં દૂરથી આવતાં નોકરી વાંચ્છુ ઉમેદવારોને એસ.ટી બસની ફ્રી કૂપન આપવામાં
આવે છે. તા. ૧૨ મી એપ્રિલ-૨૦૧૨ના રોજ અમદાવાદ ખાતે સમગ્ર રાજયમાંથી ઔઘોગિક ભરતી
મેળા દ્રારા રોજગારી મેળવનાર ઉમેદવારાને માન.મુખ્ય મંત્રીશ્રીના હસ્તે નિમંણૂક
પત્ર આપવામાં આવશે.
છત્રાલ જીઆઇડીસીના પ્રમુખ શ્રી રમેશભાઇ પટેલે
જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્રારા ભરતી મેળાનું જે આયોજન કરવામાં આવી રહ્યું
છે. તે કામ ઘણું પ્રશંસનીય છે. સરકારશ્રીના આ ઉમદા અભિગમ બાદ નોકરીવાંચ્છુ
ઉમેદવારો પોતાની વિચારઘારામાં બદલાવ લાવશે. તો ચોક્કસ આ કાર્યનું પરિણામ અકલ્પનીય
હશે. દરેક યુવાનોએ અબ્રાહમ લિંકનની એક વાત યાદ રાખવી પડશે કે, દેશે તમારા માટે શું
કર્યું છે... તેના કરતાં આપે દેશ માટે શું કર્યું છે તે વાત મહત્વની છે. દરેક
વ્યકિતએ કોઇ પણ કામ કે નોકરી નાની કે મોટી
ન સમજવી પણ જે કાર્ય કરો છો તે પુરી નિષ્ઠાથી અને લગનથી કરશો તો આપ જીવનમાં અવશ્ય
સફળ થશો.
ઘી એ.એલ.ઝવેરી હાઇસ્કુલના આચાર્ય શ્રી
એમ.આર.બાવરીયાએ જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્રારા સ્વામી વિવેકાનંદની ૧૫૦મી
જન્મ જયંતિના વર્ષને યુવા વર્ષ તરીકે ઉજવવામાં આવી રહયું છે. આ વર્ષે રાજયના યુવાનો
રોજગારી આપવા રાજય સરકાર દ્રારા અનેક સુચારું આયોજન કરવામાં આવ્યા છે. અમેરિકા
જેવા દેશોમાં પોતાના ઘંઘા કરતા નોકરીને વઘુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. હાલમાં
ઔઘોગિક ક્ષેત્રે કુશળ કારીગરો આપવા માટે રાજય સરકાર દ્રારા અનેક કૌશલ્ય વર્ઘન
તાલીમ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. જેના થકી રાજયના અનેક યુવક-યુવતીઓ પગભર
બન્યા છે.
જિલ્લા માહિતી કચેરી,ગાંઘીનગરના નાયબ માહિતી
નિયામક શ્રી પ્રજ્ઞાબેન પટેલે ગુજરાતના જાણીતા કવિ ઉમાશંકર જોષીની કવિતાની
પંક્તિને ટાંકી કહ્યું હતું કે, દરેક યુવાનોએ જીવનમાં આગળ આવવા માટે નોકરીમાં હમેશાં
પ્રમાણિકતા, નિષ્ઠા, ઘગશ અને સખત મહેનતથી કામ કરવું જોઇએ. નિરમા કંપનીના શ્રી કરશનભાઇ પટેલની વાત કહી
કહ્યું હતું કે જીવનમાં સેવેલા સ્વપ્નને સાકાર કરવા માટે નાનકડા કામથી શરૂઆત કરવી
પડે છે. આ કામ, અનુભવ થકી આપ તમારા સ્વપ્ન
કે લક્ષ્યાંક સુઘી પહોંચી શકો છો. કદાચ એવું પણ બને આજે અહિં નોકરી
મેળવનાર ઉમેદવાર પોતાની કાર્યશૈલી અને અથાગ મહેનતથી પોતાની કંપનીનો માલિક પણ હોઇ
શકે છે.
આ પ્રસંગે કલોલ નાગરિક સહકારી બેંકના મેનેજીંગ
ડીરેકટર શ્રી નટુભાઇ પટેલ, નિશા ગ્રૃપ ઓફ કંપનીના શ્રી ઇશ્વરભાઇ શ્રીમાળી, રત્નમણિ
ગ્રૃપના શ્રી સંદિપભાઇ, કોસમોસ ગ્રૃપના શ્રી ડી.આર. રાઠોડ સહિત અનેક કંપનીના
માલિકો અને મેનેજરો ઉપસ્થિત રહયાં હતાં.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી નિકુંજ રાવલે
કર્યું હતું. તેમજ આભાર વિઘિ રોજગાર વિનિમયના શ્રી એન.એમ.હાલાણીએ કરી હતી
ભાવનગર
વન્ય
પ્રાણીઓના હુમલાની સામે સાવચેતી રાખવાના કેટલાક સૂચનો
ભાવનગર જિલ્લામાં વન વિસ્તાર તથા રેવન્યુ વિસ્તારમાં વન્ય પ્રાણી સિંહ
તથા દીપડાનો વસવાટ તથા અવર-જવર થવાથી ખાસ કરીને સીમ, વગડામાં ખેતી, મજૂરી કરતા વ્યકિતઓ
ઉપર વન્ય પ્રાણીના હુમલા થવાના બનાવો દિન પ્રતિદિન વધી રહયા છે. જેથી લોકો તેમજ
જાનમાલની સલામતી માટે વન વિભાગ દ્વારા કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે.
તદઅનુસાર,
Ø
શકય હોય ત્યાં સુધી
દંગાઓ ગામની નજીક રાખવા.
Ø
વન્ય પ્રાણીઓની
અવર-જવરવાળા રસ્તા પર કે તેની નજીકમાં દંગાઓ ન બનાવવા.
Ø
દંગાઓ છુટા છવાયા નહીં
પરંતુ સમૂહમાં બનાવવા.
Ø
દંગાઓ ફરતે અસરકારક
ફેન્સીંગ બનાવવી તથા રાત્રી દરમ્યાન લાઇટની વ્યવસ્થા કરવી.
Ø
ખાસ કરીને બાળકો તથા સ્ત્રીઓએ
રાત્રે બહાર ખુલ્લામાં સુવું નહીં.
Ø
ઘર/દંગામાં સુતી વખતે
બારી-બારણા બંધ કરીને સુવાનું પસંદ કરવું.
Ø
બાળકોને મા-બાપની વચ્ચે
સુવડાવવા. એકલા કે દૂર ન સુવડાવવા. શકય હોય તો બાળકોના પગ કે કપડા એક દોરી વડે અન્ય
કોઇ પુખ્ય ઉમરના કે મા અથવા પિતાની સાથે બાંધેલા રાખવા.
Ø
રાત્રી દરમિયાન ખુલ્લામાં
સુતા હોય અને લાઇટની વ્યવસ્થા ન હોય તો બાજુમાં ફરજીયાત તાપણું રાખવું.
Ø
રાત્રે સુતા સમયે ટોર્ચ
તથા લાકડી બાજુમાં રાખવી.
Ø
વહેલી સવારે કે સાંજે
બાળકોને એકલા ન રાખવા. મળત્યાગ માટે જવા જેવી પ્રવૃતિ મોટાઓએ પણ આ સમય દરમિયાન
શકય હોય તો ટાળવી.
Ø
પાલતુ પ્રાણીઓ જેવા કે
મરઘા/બકરા/કુતરા હોય તો દીપડાથી સુરક્ષીત રૂમ કે વાડામાં રાખવા.
Ø
માંસાહારી ખોરાક તેમજ
માછલા ધોયેલું પાણી તથા એઠવાડ રહેણાંકની બાજુમા ન નાખવો.
Ø
શેરડી કાપવાની
કામગીરીમાં એકલદોકલ ન જવું તથા કામગીરી શરૂ કરતા પહેલા દેકારા- પડકારા કરી તે સ્થળ
પર દીપડા કે અન્ય વન્ય પ્રાણીની હાજરીની ચકાસણી કરી લેવી.
Ø
વન્ય જીવોના શિકારની
પ્રવૃત્તિવાળા શંકાસ્પદ વ્યકિતઓ જણાય તો તુરંત જ નજીકની પોલીસ, મામલતદાર કે વન
વિભાગની કચેરીએ જાણ કરવા નાયબ વન સંરક્ષકશ્રી, ભાવનગર વન વિભાગ, ભાવનગર દ્વારા
જણાવાયું છે.