અનુયાયીઓ

શુક્રવાર, 25 નવેમ્બર, 2011

૭૮૬ નું પેશન, ઊભું કર્યું અનોખું કલેક્શન



 
 
 
શહેરના રખિયાલ ખાતે આવેલી ઉષા ઇન્ડસ્ટ્રિયલ કંપનીમાં કલાર્ક તરીકે કાર્ય કરતા સિનિયર સિટીઝન દિનેશભાઇ ખંભાત વાળા આજે પણ ઉત્સાહ અને જોશથી કામ કરે છે. જૈન હોવા છતા મુસ્લિમ મિત્રોની સંખ્યા વધારે છે.આ મિત્રોના ઘરે અવાર નવાર જવાનું થાય એટલે દરવાજા પર લખેલો ૭૮૬ નંબર ઉડીને તેમની આંખે વળગતો. બસ ત્યારથી તેઓ ૭૮૬ નંબરના દિવાના બની ગયા અને કોઇ પણ નોટમાં ૭૮૬ નંબર આવે એટલે તેની પર કબજો જમાવી દે.

પાલડી વિસ્તારમાં રહેતા દિનેશભાઇને ૭૮૬ નંબર સાથેનો લગાવ છેલ્લા ૧૦ વર્ષથી છે અને તેઓ ત્યારથી વિવિધ રકમની નોટનું કલેક્શન કરતા રહે છે. હાલમાં તેમની પાસે ૭૮૬ નંબરની ૭૭૦૦ રૂપિયાની વિવિધ રકમની નોટ છે. તેઓને દસ વર્ષ પહેલા જ્યારે ૭૮૬ નંબરની ૧૦૦ રૂપિયાની નોટ મળી ત્યારે તેમના આનંદનો પાર ન રહ્યો અને પોતાની હોબી બનાવી લીધી.

તેઓ પાસે જ્યારે પણ કોઇ નોટ આવે ત્યારે તેઓ સૌથી પહેલા નોટના નંબર પર એક નજર નાખી લે છે. કંપનીના કર્મચારીઓના પગાર માટે તેઓ બેન્કમાંથી જે રકમ લાવે તેમાં પણ તેઓ સૌથી પહેલા ૭૮૬ નંબરની નોટ શોધતા હોય છે. પોતાના આ કલેક્શન ને તેઓ હમેશા લોકરમાં રાખે છે અને તેની નોંધ ડાયરીમાં કરે છે. પોતાના આ કલેક્શન માંથી કોઇને પણ તેઓ નોટ આપતા નથી કે બતાવતા નથી હા તેમને કોઇ નોટ મળે એટલે તેમાં જરૂર ઉમેરો કરે છે.

શનિવાર, 5 નવેમ્બર, 2011

૨૭૧ બોટલ રક્ત એકત્ર થયું

૫૬ ભોગ મહોત્સવ વખતે જેતપુરમાં રોટરી ક્લબ  આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ ૨૭૧ બોટલ રક્ત એકત્ર થયું હોવાનું  પ્રમુખ

બેન્કોએ બચતખાતાંની પાસબુક આપવી ફરજિયાત : RBI

બેન્કોએ બચતખાતાંની પાસબુક આપવી ફરજિયાત : RBI: સેવિંગ્સ એકાઉન્ટ (બચતખાતું) ધરાવતા તમામ ખાતેદારોને કોઈ પણ ચાર્જિસ વિના પાસબુક ફેસિલિટી પૂરી પાડવા રિઝર્વ બેન્કે આજે તમામ બેન્કોને નિર્દેશ કર્યો છે.
આ તસ્વીરઆ તસ્વીર માં પ. પૂ ભાઈ શ્રી એ ટૂ ઝેડ ગુજરાત રસપૂર્વક વાંચન કરતા નજરે પડે છેમાં પ. પૂ ભાઈ શ્રી એ ટૂ ઝેડ ગુજરાત રસપૂર્વક વાંચન કરતા નજરે પડે છે

એ ટૂ ઝેડ ગુજરાત દ્વારા તાજેતર માં પ. પૂ ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા સાથે એક નાની એવી શુભેછા મુલાકાત ગોઠવેલ હતી. જે પ્રસંગે પ. પૂ ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા એ એ ટૂ ઝેડ ગુજરાત વાચી ને પ્રશંશા કરી હતી અને એ ટૂ ઝેડ ગુજરાત ને પ્રગતિ તેમજ સફળતા માટે આશીર્વચન આપેલ હતા આ તસ્વીર માં પ. પૂ ભાઈ શ્રી ના આશીર્વચન મેળવતા એ ટૂ ઝેડ ગુજરાત ના તંત્રી અતુલભાઈ ચોટાઈ નજરે પડે છે

 ટૂ ઝેડ ગુજરાત દ્વારા તાજેતર માં પ. પૂ ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા સાથે એક નાની એવી શુભેછા મુલાકાત ગોઠવેલ હતી. જે પ્રસંગે Cહતી અને એ ટૂ ઝેડ ગુજરાત ને પ્રગતિ તેમજ સફળતા માટે આશીર્વચન આપેલ હતા આ તસ્વીર માં પ. પૂ ભાઈ શ્રી ના આશીર્વચન મેળવતા એ ટૂ ઝેડ ગુજરાત ના તંત્રી અતુલભાઈ ચોટાઈ નજરે પડે છે

ગુજરાતી સાહિત્ય ને માણવા માટે ની એક મસ્ત સાઈટ જરૂર જોજો અને બીજા ને પણ દેખાડજો

ગુજરાતી સાહિત્ય ને માણવા માટે ની એક મસ્ત સાઈટ

જરૂર જોજો અને બીજા ને પણ દેખાડજો



http://gujnatak.blogspot.com




દોસ્તો આપને ઘણા બધા મેઈલ ને ફોરવર્ડ કરીએ છીએ તો ગુજરાતી સાહિત્ય માટે ની આ મેઈલ ને તો ફોરવર્ડ કરવો જ પડે ને ..

૫૬ ભોગ મહોત્સવ

જેતપુરમાં શ્રી સરદાર પટેલ કેળવણી મંડળ આયોજિત ૫૬ ભોગ મહોત્સવ નો હઝારો લોકોએ દર્શનનનો અને મહાપ્રસાદનો લાભ લીધો હતો.ફોટો કશ્યપ જોશી જેતપુર 

બુધવાર, 2 નવેમ્બર, 2011

કૃષિ વીજદરમાં ૩૦૦ ટકાના વધારાને હળહળતું જૂઠ્ઠાણું ગણાવતા ઊર્જા રાજ્યમંત્રીશ્રી


કૃષિ વીજદરમાં ૩૦૦ ટકાના વધારાને હળહળતું જૂઠ્ઠાણું ગણાવતા ઊર્જા રાજ્યમંત્રીશ્રી
હકિકતમાં ગુજરાત વીજ નિયમન પંચે નકકી કરેલા દર કરતા પણ પ૦ ટકા ઓછા દરે ખેડૂતોને વીજળી અપાય છે
કેન્દ્રની યુપીએ સરકારની અવિચારી નીતિના કારણે છેલ્લા પાંચ વર્ષમાં વીજ ઉત્પાદન ખર્ચમાં રૂા. ૪૨૮૬ કરોડનો બોજ પડયો છે
રાજ્ય સરકારે તો ખેડૂતોને સસ્તી વીજળી મળે તે માટે વીજ કંપનીઓને રૂા. ૭પપ૦ કરોડની સબસીડી ચૂકવી
ઊર્જા રાજ્યમંત્રીશ્રી સૌરભભાઇ પટેલે ""કૃષિ વીજદર માં ૩૦૦ ટકાનો વધારો ઝિંકાયો'' શિર્ષક હેઠળ પ્રસિધ્ધ થયેલા અખબારી અહેવાલોને સરાસર ખોટા અને સત્ય વિહોણા તથા માત્ર રાજકીય ઇરાદા પ્રેરિત ગણાવ્યા છે. ઊર્જા મંત્રીશ્રીએ અહેવાલમાં અપાયેલી વિગતોને વિસંગત ગણાવતા સ્પષ્ટપણે જણાવ્યું છે કે, હકિકતમાં તો રાજ્યમાં વીજ નિયમન પંચે જાહેર કરેલા વીજદર કરતાં અડધો અડધ એટલે કે પ૦ ટકાથી પણ ઓછા વીજ દરે ખેડૂતોને વીજળી અપાય છે.
શ્રી સૌરભભાઇ પટેલે અંગેની વધુ વિગતો આપતાં જણાવ્યું છે કે, વાસ્તવમાં તો છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્રની યુ.પી.એ. સરકાર દ્વારા અવારનવાર કોલસા, ગેસ અને રેલ્વે ભાડામાં વધારો ઝિંકતાં વીજ ઉત્પાદન ખર્ચમાં રૂા. ૪ર૮૬ કરોડનો વધારો થવા પામ્યો છે તેમ છતાં તેનું કોઇ ભારણ ખેડૂતો ઉપર સરકારે પડવા દીધું નથી.
રાજ્યમાં વીજ ઉત્પાદન ખર્ચમાં થતો વધારો વીજગ્રાહકો પાસેથી વસુલ કરવાની વીજ નિયમન પંચની નિતી હોવા છતાં કિસાનોના હિતના હૈયે રાખીને રાજ્ય સરકારે તેનું ભારણ ખેડૂતો ઉપર પડવા દેતા છેલ્લા ત્રણ વર્ષમાં વીજ કંપનીઓને રૂા. ૭પપ૦ કરોડ સબસિડી તરીકે ચૂકવ્યા છે.
શ્રી સૌરભભાઇ પટેલે અંગેની વધુ વિગતો આપતા જણાવ્યું છે કે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્તમાન સરકાર હંમેશા કૃષિ હિતકારી નિર્ણયો અને પગલાંઓને વરેલી રહી છે, તેથી રાજ્યમાં હોર્સપાવર આધારિત વીજ દર ભરતા કિસાનો પાસેથી ૭.પ હોર્સ પાવરના વપરાશ સુધી પ્રતિવર્ષ રૂ. ૬૬પ પ્રતિ હોર્સપાવર પ્રમાણે તથા ૭.પ હોર્સ પાવરથી વધુ હોર્સ પાવરના વપરાશકાર ખેડૂતોને રૂા.૮૦૭.પ૦ પ્રતિવર્ષ/પ્રતિહોર્સપાવરના દરે રાજ્ય સરકાર વીજળી આપે છે જેના દર ગુજરાત વીજ નિયમન પંચે પ્રતિ હોર્સપાવર/પ્રતિવર્ષ રૂા. ૧૯૨૦ ના જાહેર કરેલા છે. આમ, વીજ નિયમન પંચના દર કરતાં પણ પ૦ ટકા જેટલા ઓછા વીજ દરે ખેડૂતોને વિજળી આપીને બાકીની રકમ રાજ્ય સરકાર વીજ કંપનીઓને સબસીડી પેટે ચૂકવે છે, જે રૂા. ૭પપ૦ કરોડ જેટલી થવા જાય છે.
કિસાન હિતકારી નીતિને વરેલી સરકાર સબસીડીનો મોટો બોજ વહન કરીને પણ ખેડૂતોને પોષાય તેવા વીજ દર વસુલ કરી રહી હોય ત્યારે માત્ર રાજકીય જુઠ્ઠાણા ફેલાવીને ખેડૂતોના હામી હોવાના દાવા કરતા આવા અખબારી નિવેદનો ખેડૂતો સમાજની આંખમાં ધૂળ નાંખવા સમાન છે પણ ખેડૂતો તેનાથી ગેરમાર્ગે દોરાવાના નથી તેમ ઊર્જા રાજ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું છે.
ઊર્જા રાજ્ય મંત્રીશ્રીએ કૃષિક્ષેત્રે દેશના માર્ગદર્શક બની ડબલ ડિઝીટ કૃષિ વિકાસ દર મેળવનારા ગુજરાત જેવા વિકાસને વરેલા રાજ્યના કિસાનોને ગેરમાર્ગે દોરી આંદોલનના એલાનો આપતા અને રાજકીય રોટલા શેકવા માગતા નિવેદનજીવી નેતાઓની ભ્રમજાળમાં ફસાવાથી સચેત રહેવા પણ રાજ્યના ધરતીપૂત્રોને અનુરોધ કર્યો છે.