અનુયાયીઓ

ગુરુવાર, 22 સપ્ટેમ્બર, 2011

To view this activity, go to:
http://www.gujarati.nu/group/kashyap-joshi-reporter-jetpur/user/list?xg_source=msg

::: આજ ના સુવિચારો :::

(૧) વૃદ્ધાવસ્થા અથવા વૃદ્ધત્વ આપણા બાળપણનું જ પુનરાગમન છે.
(૨) વ્યક્તિએ શાંતિ અને સુખ મેળવવા માટે પોતાના વિચાર
મુજબની અભિવ્યક્તિ અને તે મુજબનું જ કાર્ય કરવું જોઈએ.

(૩) સમાધાન એ એક સરસ છત્રીરૂપ જરૂર બની શકે છે પણ
એ કદી છત બની શકતી નથી.

(૪) સદગુણ એકમાત્ર એવું રોકાણ છે જેમાં ક્યારેય નુકસાન થતું નથી.

(૫) પરિવારમાં જો પરસ્પર પ્રેમ, વિશ્વાસ અને સમર્પણ હોય
તો સૌનાં જીવન સ્વર્ગ સમાન બની જાય છે.

(૬) આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે- જે કામથી તમે
ડરો છો તે જ કરો.

(૭) જે કામ ઉપાયથી થઈ શકે છે, તે પરાક્રમથી થઈ શકતું નથી.

(૮) અપવિત્ર કલ્પના પણ એટલી જ ખરાબ હોય છે, જેટલું અપવિત્ર કર્મ.

(૯) જે દ્રઢનિશ્ચયી છે, તે દુનિયાને પોતાના બીબામાં ઢાળી શકે છે.

(૧૦) કોઈ પણ શ્રેષ્ઠ કામ આપમેળે જન્મતું નથી, તેણે વિચારોના
ખોળામાં ખૂંદવું પડે છે.

(૧૧) દેવું એક એવું મહેમાન છે જે એક વખત આવ્યા પછી જવાનું
નામ નથી લેતું.


બુધવાર, 21 સપ્ટેમ્બર, 2011

ભારત-જાપાન ચીનને જડબાતોડ જવાબ આપવા તૈયાર

ભારત-જાપાન ચીનને જડબાતોડ જવાબ આપવા તૈયાર: વર્તમાનમાં ચીનની વધતી જતી દખલઅંદાજીને રોકવા માટે જાપાન અને ભારતે હાથ મિલાવવાનો નિર્ણય કર્યો છે. જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિંજો એબેએ કહ્યું હતું કે એશિયા અને...

નરેન્દ્ર મોદી ભાજપ માટે માથાનો દુખાવો : કોંગ્રેસ

નરેન્દ્ર મોદી ભાજપ માટે માથાનો દુખાવો : કોંગ્રેસ: કોંગ્રેસ એ વાતને લઇને પ્રસન્ન છે કે વડાપ્રધાન પદના ઉમેદવારના રૂપમાં નરેન્દ્ર મોદીની રજૂઆતે એનડીએમાં દરાર સર્જી દીધી છે અને તેનું માનવું છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ભા

હું વડાપ્રધાન પદનો ઉમેદવાર નથી : અડવાણી

હું વડાપ્રધાન પદનો ઉમેદવાર નથી : અડવાણી: ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ પોતે પીએમ પદ માટે પાર્ટીના ઉમેદવાર ન હોવાની અને પીએમની દોડમાં સામેલ ન હોવાની સ્પષ્ટતા કરી દીધી. દરમિયાન અડવાણીએ જણાવ્યું કે પાર્ટીનો ભાગ બનીને તેઓ ખુશ છે.

ત્રાસવાદ અને અર્થવ્યવસ્થા વડાપ્રધાનના મુખ્ય મુદ્દાઓ

ત્રાસવાદ અને અર્થવ્યવસ્થા વડાપ્રધાનના મુખ્ય મુદ્દાઓ: સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 66માં અધિવેશનમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા, ત્રાસવાદ અને પશ્ચિમ એશિયા તથા ઉત્તર આફ્રિકામાં વ્યાપી રહેલી અશાંતિના મુદ્દા વડાપ્રધાન મનમોહન સિંહના એજન્ડામાં મુખ્ય રહેશે.

મારો દાવો ખોટો પડ્યો તો હું સજા મેળવવા તૈયાર છું : રામદેવ

મારો દાવો ખોટો પડ્યો તો હું સજા મેળવવા તૈયાર છું : રામદેવ: ભ્રષ્ટાચાર વિરૂદ્ધ અને વિદેશી બેન્કોમાં જમા થયેલા કાળા ધનને પાછું લાવવાનું આંદોલન ચલાવી રહેલા યોગ ગુરૂ બાબા રામદેવે આજે કહ્યું કે ગુમનામ લોકોના પાંચસો લાખ કરોડ રૂપિયા વિદેશી બેન્કોમાં જમા

સિક્કિમમાં મૃતાંક 90ને પાર, લોકોમાં ફફડાટ

સિક્કિમમાં મૃતાંક 90ને પાર, લોકોમાં ફફડાટ: સિક્કિમમાં આવેલા વિનાશક ભૂકંપનો મૃતાંક વધીને 91ને પાર થવા પામી છે. અસરગ્રસ્ત વિસ્તારમાં બચાવકર્મચારીઓ કાટમાળ નીચે દબાયેલા લોકોની શોધખોળ કરી રહ્યાં છે.

દિલ્હી વિસ્ફોટોના પીડિતોને વળતર પેટે 10 લાખ આપવા આદેશ

દિલ્હી વિસ્ફોટોના પીડિતોને વળતર પેટે 10 લાખ આપવા આદેશ: દિલ્હી હાઈકોર્ટ બહાર થયેલા બોમ્બ વિસ્ફોટમાં મૃત્યું પામનારાઓ તથા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પીડિતોને આપવામાં આવેલા વળતર પર દિલ્હી હાઈકોર્ટે નિરાશા વ્યક્ત કરી હતી.

મનિષ તિવારીએ અણ્ણા હજારેની લેખિતમાં માફી માંગી

મનિષ તિવારીએ અણ્ણા હજારેની લેખિતમાં માફી માંગી: કોંગ્રેસ સાંસદ મનિષ તિવારીએ સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારે વિશે પોતાના નિવેદન વિશે આખરે લેખિતમાં માહિતી માંગી છે.તિવારીએ કહ્યું કે તેઓને પોતાના નિવેદનોને લઇને અફસોસ છે. પુ

રેડ્ડી અને તેમના સહયોગીઓના એક બેંકમાં 200 લૉકર

રેડ્ડી અને તેમના સહયોગીઓના એક બેંકમાં 200 લૉકર: ઓબુલાપુરમ ખાણ ખોદકામ કંપની સંબંધિત ખાણોમાં ખોદકામમાં અનિયમિતતાઓ અને ગેરકાયદે ખોદકામની તપાસ કરી રહેલી...

CVCને ટુજી કૌભાંડમાં વધુ બે ફરિયાદ મળી

CVCને ટુજી કૌભાંડમાં વધુ બે ફરિયાદ મળી: કેન્દ્રિય સતર્કતા આયોગ (CVC)ને ટુજી સ્પેક્ટ્રમ કૌભાંડમાં વધુ કેટલીક ફરિયાદો મળી છે અને તેમાં ઘણા અમલદારોના નામ...

નકસલી હુમલા રોકો તો, સરકાર વાતચીત માટે તૈયાર :ચિદમ્બરમ

નકસલી હુમલા રોકો તો, સરકાર વાતચીત માટે તૈયાર :ચિદમ્બરમ: કેન્દ્રીય ગૃહમંત્રી પી ચિદમ્બરમે ભારત ચેમ્બર્સ ઓફ કોમર્સના વિશેષ સત્રને સંબોધિત કરતા કહ્યું કે, નકસલવાદીઓ દ્વારા હથિયાર નહીં છોડવા અને પોતાની વિચારધાર નહીં છોડવા છતાં

રાઈટ ટુ રિકોલ પર અમલ કરવો ખૂબ જ મુશ્કેલ : CEC

રાઈટ ટુ રિકોલ પર અમલ કરવો ખૂબ જ મુશ્કેલ : CEC: મુખ્ય ચૂંટણી કમિશ્નર એસ.વાય.કુરેશીએ સામાજીક કાર્યકર અણ્ણા હઝારેની રાઈટ ટુ રિકોલની માંગણી અમલી બનાવવી ખૂબ જ મુશ્કેલ...

રાજૂ રામચન્દ્રન સુપ્રીમમાં કસાબનો બચાવ કરશે

રાજૂ રામચન્દ્રન સુપ્રીમમાં કસાબનો બચાવ કરશે: ભારતીય ન્યાયપાલિકામાં નિષ્પક્ષતાની સર્વેચ્ચ પરંપરાને જાળવી રાખવા માટે ન્યાયાલયે વરિષ્ઠ વકિલ રાજૂ રામચન્દ્રનને...





મંગળવાર, 20 સપ્ટેમ્બર, 2011

જેતપુર માં પૂજ્ય જેજેશ્રી પ્રિયાંકરાયજી ના શુભ વિવાહ પ્રસ્તાવ ની તડામાર તૈયારી શરૂ


સર્વ વૈષ્ણવ સમાજ ને જણાવતા આનંદ થાય છે કે અખંડ ભૂમંડલાચાર્ય શ્રી મહાપ્રભુજી ના વંશજ અને ગુરુદેવ ગો.૧૦૮ શ્રી વ્રજ ભૂષણલાલજી મહારાજશ્રી (ચોપાસેની-જામનગર)ના ષષ્ઠ લાલજી જેતપુરશ્રી મોટી હવેલી ના વૈષ્ણવાચાર્ય પૂજ્ય પાદ ગો.૧૦૮ શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજશ્રી ના આત્મજ, યુવા અને ઉત્સાહી પૂજ્ય જેજેશ્રી પ્રિયાંકરાયજી મહોદય શ્રી ના શુભ વિવાહ પ્રસ્તાવ પૂજ્ય પાદ ગો.૧૦૮ શ્રી વિઠ્ઠલનાથજી મહારાજશ્રી ની આજ્ઞા થી આગામી મહા વદ ૧૧,ને શુક્રવાર તા .૧૭.૨.૨૦૧૨ ના શુભ દિવસે નીર્ધારેલ છે જે માટે ની જોરદાર તૈયારી ઓ અત્યાર થી જ પ્રારંભાઈ ચુકી છે . પૂજ્ય પાદ ગો.૧૦૮ શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજશ્રી ના અધ્યક્ષ સ્થાન હેઠળ શુભ વિવાહ પ્રસ્તાવ સમિતિ પ્રમુખ તરીકે રાજુભાઈ પટેલ કે જેઓ જેતપુર શહેર ના ડાઈંગ એન્ડ પ્રી.એસો.ના તેમજ જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ અને શહેર ના અગ્રગણ્ય ઉદ્યોગપતિ છે.જેઓ પોતાના ગુરુ ઘર ની સેવા કરવાનો કોઈ પણ અવસર છોડતાં નથી.આ રૂડા અને સોનેરી અવસર ની જવાબદારી પણ ખુશાલી પૂર્વક તેમણે સ્વીકારી બધી તૈયારી શરુ કરાવી દીધી છે .જેતપુર ના આંગણે પુષ્ટિ સંપ્રદાય ના શ્રી શુભ વિવાહ પ્રસ્તાવ નો આ પહેલો પ્રસંગ તેમજ અવસર હોય દરેક વૈષ્ણવો તેમજ શહેર ની આજુબાજુ ના ગામડાઓ અને ધર્મ પ્રેમી પ્રજા આ સોનેરી અવસર ની જાણ થતા જ ખુબ આનંદ અને પ્રસન્નતા ની લાગણી અનુભવી રહ્યા છે.શ્રી ઠાકોરજી ના શુભ વિવાહ હોય આનંદ કિલ્લોલ માં ઉછળી રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે અમુક વર્ષો અગાઉ જલ સંચય અભિયાન ની સમાજ સેવારૂપી પ્રવૃત્તિ થી આપ શ્રી એ ખુબજ પરિશ્રમ કરી આજુબાજુ ના ગ્રામ્યજનો તેમજ શહેરી જનો ના હૃદય માં પૂજનીય સ્થાન અંકિત કર્યું છે એવા પૂજ્ય પાદ ગો.શ્રી બાલ કૃષ્ણલાલજી મહારાજ શ્રી ના આત્મજ, યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્ય જેજેશ્રી પ્રિયાંક રાયજી દ્વારા પણ સમાજસેવા રૂપી અનેક કાર્યો થી સુવિખ્યાત બનેલા MYM ફાઉંડેશન ની સ્થાપના પાંચ વર્ષ પહેલા કરવામાં આવી,જેમાં મુખ્યત્વે વ્યસન મુક્તિ અભિયાન ,મેડીકલ કેમ્પ બ્લડ ડોનેસન કેમ્પ,જેવા અનેક સેવાકીય કાર્યો દ્વારા આપ શ્રી શ્રમ લઇ ને લોકો ની વચ્ચે રહી ને ખુબ જ પ્રિય અને પૂજનીય બન્યા છો .લગભગ ૫૦૦ સભ્યો થી પણ વધુ સંખ્યા ધરાવતું શ્રી મદન મોહન પ્રભુ યુવક મંડળ જેતપુર,સુરત,રાજકોટ,દુબઈ તેમજ આજુબાજુ ના ગામડાઓ માં ખુબજ પ્રવૃતિમય છે.દરેક વૈષ્ણવો ના હૃદય કમળ માં આપ બિરાજમાન છો.માટે સ્વાભાવિક છે કે આપનાં શુભ વિવાહ પ્રસ્તાવ ની તૈયારી માં કોઈપણ કમી ના રહે અને દરેક ને આ સેવા નો લાભ મળે તે માટે અત્યાર થી જ અલગ અલગ કમિટી ઓ નું બંધારણ અને માળખું તૈયાર થઇ રહ્યું છે.જુદી જુદી ૪૦ જેટલી અગત્યની જવાબદારી સાથે ની કમિટી માં ૪૦૦ થી ૫૦૦ સભ્યો ને આવરી લેવામાં આવશે.આ ઉપરાંત સ્વયં સેવકો પણ બહોળી સંખ્યા માં સેવા પૂરી પાડશે.આ શુભ વિવાહ પ્રસ્તાવ પાંચ થી સાત દિવસ સુધી દમદાર અને શાનદાર રીતે ભવ્યતા થી આયોજિત થશે.દરેક કમિટી માં માર્ગદર્શક તરીકે જુનાગઢ,નડિયાદ,કાશી,જામનગર,જોધપુર તેમજ જેતપુર ના ગોસ્વામી બાલકો,તેમજ તેમના આત્મજ શ્રીઓ બિરાજશે.દરેક કમિટી માં વરિષ્ઠ કન્વીનર,કન્વીનર,સહ કન્વીનર અને સભ્યો એમ બધા સાથે મળી ને આ સેવા પૂરી પાડશે.આ શુભ વિવાહ પ્રસ્તાવ દરમિયાન અનેક રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો,આપ શ્રી નો વરઘોડો જે શહેર ના મુખ્ય માર્ગો પર થી પસાર થશે,વૈષ્ણવો માટે આખા શુભ પ્રસંગ દરમિયાન પ્રસાદ ની વ્યવસ્થા તેમજ વિશાળ બેઠક વ્યવથા પણ કરવામાં આવશે.અત્યાર થી જ પોતાના ગુરુઘર ને જુદી જુદી સેવાઓ આપવા વૈષ્ણવો નો ઘસારો થઇ રહ્યો છે ,જેમાં પોતાના વાહનો ની સેવા ,ઉતારા વ્યવસ્થા ની સેવા ,સ્વયં સેવક તરીકે ની સેવા,જુદી જુદી સેવાઓ તેમજ મનોરથ માટેની તૈયારી,મંડાણ તેમજ શુભ વિવાહ પ્રસ્તાવ સ્થળે આવતી જવાબદારીઓ વગેરે અનેક કાર્યો માં નામ લખવાનું શરૂ થઇ ગયું છે. પૂજ્ય પાદ ગો.શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજ શ્રી ખુબ શ્રમ લઈને ખુબજ હોંશ થી આ તૈયારી ઓ માં માર્ગદર્શક તરીકે પરિશ્રમ લઇ રહ્યા છે.શ્રી મદનમોહન પ્રભુ ની કૃપા થી જેતપુર શહેર ના આંગણે આવી રહેલ આ રૂડા અને અનેરા અવસર ને વધાવા સમગ્ર પુષ્ટિ સંપ્રદાય તલ પાપડ થઇ રહ્યો છે.આ તકે નોંધનીય છે કે આ સોનેરી અવસર માં વૈષ્ણવો તેમજ દરેક ધર્મ પ્રેમી જનતા સ્વેછીક પોતાની સેવા પૂરી પાડે કારણ કે આટલા મોટા પ્રસંગ ખભેખભા મિલાવી ને કામ કરીએ તો જ પૂર્ણ થાય અને આશા રાખીએ કે દરેક શહેરીજન અને ગ્રામ્યજન આ સેવા થી વંચિત ના રહે અને આ રૂડા અવસર ને ખુબજ આનંદ અને ઉત્સાહ થી માણે.આ પૂર્વ સુચના થી જાણ કરવામાં આવે છે કે સર્વે વૈષ્ણવો પોતાના પારિવારિક પ્રસંગો વિગેરે લગ્ન પ્રસ્તાવ ના દિવસો ને અનુલક્ષી ને રાખે.લગ્ન પ્રસ્તાવ ની વિગતવાર પત્રિકા હવે પછી બહાર પડશે.પ્રસ્તાવ ને લગતી કોઈપણ માહિતી મેળવવા માટે કિશોરભાઈ કાકડિયા મોબાઇલ નં ૯૮૨૫૧૮૯૫૦૮ નો સંપર્ક કરવો.


અમરકાંત તથા શ્રીલાક શુક્લને જ્ઞાનપીઠ પુરસ્કાર

અમરકાંત તથા શ્રીલાક શુક્લને જ્ઞાનપીઠ પુરસ્કાર: ભારતીય જ્ઞાનપીઠના જણાવ્યા પ્રમાણે વર્ષ 2009 માટે 45મો જ્ઞાનપીઠ પુરસ્કાર હિન્દી લેખક અમરકાંત અને શ્રીલાલ શુક્લને સંયુક્તરૂપે પ્રદાન કરવામાં આવશે. 2010માટે 46મો જ્ઞાનપીઠ પુરસ્કાર...

યેદ્દિયુરપ્પાના જમાઈની ઓફિસો પર લોકાયુક્તના દરોડા

યેદ્દિયુરપ્પાના જમાઈની ઓફિસો પર લોકાયુક્તના દરોડા: કર્ણાટકની લોકાયુક્ત પોલીસે જમીન અધિસૂચનાથી બહાર કરાવવાના કેસમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પાના જમાઈ સોહન કુમારની ચાર ઓફિસો પર દરોડા પાડ્યા હતાં.

ઉદ્ધવ ઠાકરેનો રાજ ઠાકરેને પ્રહાર

ઉદ્ધવ ઠાકરેનો રાજ ઠાકરેને પ્રહાર: શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એટલે કે એમએનએસના અધ્યક્ષ રાજ ઠાકરેની વચ્ચે ફરીથી અણબનાવ થઇ ગયો છે. બંનેની વચ્ચે ખાડાથી શરૂ થયેલી આ

પશ્ચિમ બંગાળમાં બર્ડ ફ્લૂ : એલર્ટ જારી

પશ્ચિમ બંગાળમાં બર્ડ ફ્લૂ : એલર્ટ જારી: કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળમાં બર્ડ ફ્લૂ ફેલાયો હોવાની વાતને સમર્થન આપ્યું છે. આ ફ્લૂની જાણ બંગાળના નદિયા જીલ્લાથી લેવામાં...

પશ્ચિમ બંગાળમાં બર્ડ ફ્લૂ : એલર્ટ જારી

પશ્ચિમ બંગાળમાં બર્ડ ફ્લૂ : એલર્ટ જારી: કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળમાં બર્ડ ફ્લૂ ફેલાયો હોવાની વાતને સમર્થન આપ્યું છે. આ ફ્લૂની જાણ બંગાળના નદિયા જીલ્લાથી લેવામાં...

KCRની અલગ તેલંગણા માટે વધુ એક અનશનની યોજના

KCRની અલગ તેલંગણા માટે વધુ એક અનશનની યોજના: કેસીઆર નામથી પ્રખ્યાત તેલંગના રાષ્ટ્ર સમિતિ (કેસીઆર)ના અધ્યક્ષ કે.ચન્દ્રશેખર રાવ અલગ તેલંગણા રાજ્યની માંગને....

જો મોદી વડાપ્રધાન બનશે તો એનડીએમાંથી અલગ થઇ જશે જેડીયુ

જો મોદી વડાપ્રધાન બનશે તો એનડીએમાંથી અલગ થઇ જશે જેડીયુ: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ઉપવાસથી પેદા થયેલી રાજકીય ગતિવિધીઓએ બીજેપીની સાથે સાથે એનડીએમાં પણ ભૂકંપ મચાવી દીધો છે. એનડીએનો સૌથી મજબૂત પક્ષ જેડીયુએ ખુલ્લી ધમકી આપી છે

The World's Most Colorful Snakes..

Emerald Tree Boa
Most species of boas are colorful like the Corallus caninus, a non-venomous snake found in the rainforests of South America. Adults grow to about 6 feet or 1.8 m in length.. They have highly developed front teeth that are likely proportionately larger than those of any other non-venomous snake.

Coast Garter Snake
This species of snake is called Coast Garter Snake or Thamnophis elegans terrestris have toxins in their saliva and the bite can produce mild reaction in humans. They are not considered dangerous to humans, although they excrete a foulsmelling musk when handled.

Green Vine Snake
This snake with pretty geometrical color pattern is also called the Long-nosed Whipped Snake or Ahaetulla nasuta is a slender green tree snake found in India, Sri Lanka, Bangladesh, Myanmar,Thailand, Cambodia and Vietnam. The green vine snake is diurnal and mildly venomous. They are slow moving, relying on camouflaging as a vine in foliage. The snake expands its body when disturbed to show a black and white scale marking. Also, they may open their mouth in threat display and point their head in the direction of the perceived threat.

Albino Burmese Python
This famous and colorful species of python, the Burmese Python or Python molurus bivittatus, is the largest subspecies of the Indian Python and one of the 6th largest snakes in the world. This snake is native to rain forest areas of Southeast Asia. The Burmese python average growing up to 5.5meters (18ft) and weighing up to 71kilograms (160lb). It continues to grow throughout life..

Morelia spilota
This species of python called Morelia spilota is a large snake found in Australia, Indonesia and New
Guinea. The subspecies are commonly named the Carpet and Diamond pythons. This species traps or constricts its prey until they suffocate.
Bitis nasicornis
This big viper known for its striking color pattern and prominent horns on its nose named Bitis nasicornis is a venomous snake found in Central Africa. It is a large and stout snake, ranging in length from 72 cmto 107 cm.

Amazon Tree Boa (Corallus enydris)
This brightly colored species of snake named the Amazon Tree Boa is found in Costa Rica, Panama,and northern South America, through most of Venezuela and Guyana, and south and westward through Amazonian Columbia, Ecuador, Peru, Bolivia, and Brazil.

Red-tailed Green Ratsnake
This snake's color goes along well with the color of nature - green. Red-tailed Green Ratsnake or

Gonyosoma oxycephalum is a species of snake found in the region where I live - Southeast Asia. It is a thin snake with powerful and rough scales on its bottom, which makes it ideal to move and climb trees. Its tail is red hence the name. It lives and spends its life in the trees. It feeds mostly on small mammals. Its body can grow up to 2.3 meters and its average age is 15 years.

જાહેર સ્‍વચ્‍છતા જાળવવા ‘‘સ્‍વચ્‍છતા અભિયાન’’ના સંદેશા સાથે રાજકોટમાં નિર્મળ-પદયાત્રા નિકળી ધારાસભ્‍યો શ્રી ગોવિંદભાઇ પટેલ તેમજ ભાનુબેન બાબરીયાએ કરાવેલું પ્રસ્‍થાન

મોટી સંખ્‍યામાં માધ્‍યમિક શાળાના વિદ્યાર્થી ભાઇ-બહેનો અને નાગરિકો પદયાત્રામાં જોડાયા
રાજકોટ
રાજકોટ જીલ્‍લામાં આજથી ઉજવવામાં આવનાર નિર્મળ ઉત્‍સવના પ્રારંભે રાજકોટમાં આજે સવારે સ્‍વચ્‍છતા જાળવાનો સંદેશો ફેલાવતી નિર્મળ પદયાત્રા જયુબીલી ચોક નજીક આવેલ મહાત્‍મા ગાંધી વિદ્યાલય ખાતેથી નિકળી હતી. રાજકોટના ધારાસભ્‍યશ્રી ગોવિંદભાઇ પટેલ અને શ્રીમતિ ભાનુબેન બાબરીયાએ આ પદયાત્રાનું પ્રસ્‍થાન કરાવ્‍યુ હતું. જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સી તેમજ રાજકોટ જિલ્‍લા વહિવટીતંત્રના ઉપક્રમે નિકળેલી આ પદયાત્રામાં મોટી સંખ્‍યામાં વિદ્યાર્થી ભાઇ-બહેનો આગેવાનો અને નાગરિકો જોડાયા હતા. આ રેલીનું રેસકોર્ષ બહુમાળી ભવન ખાતે સમાપન થયું હતું.
ચોમાસાને અનુલક્ષીને તેમજ આગામી સમયમાં આવી રહેલા નવરાત્રી અને દિપોત્‍સવી તહેવારો પુર્વે તમામ ગામો/શહેરોમાં જાહેર સ્‍વચ્‍છતા જાળવવાના આશયથી લોકજાગૃતિ અર્થે સમગ્રરાજયમાં તા. ૧૯ સપ્‍ટે થી તા. ૧ ઓકટોબર સુધી નિર્મળ ઉત્‍સવ ઉજવવામાં આવનાર છે તેના ઉપલક્ષમાં રાજકોટમાં આ પદયાત્રા નિકળી હતી.
મહાત્‍મા ગાંધી વિદ્યાલય ખાતે આ પદયાત્રા પ્રારંભે ધારાસભ્‍યશ્રી ગોવિંદભાઇ પટેલે જણાવ્‍યુ હતું કે જાહેર સ્‍વચ્‍છતા અને જાહેર આરોગ્‍ય જળવાઇ રહે તે માટે દરેકે જાગૃત રહેવું જોઇએ અને સ્‍વચ્‍છતા જાળવવા પ્રતિબધ્‍ધ બનવું જોઇએ કેમ કે ગંદકીથી રોગો ફેલાય છે અને આરોગ્‍યને નૂકશાનકર્તા બને છે. જિલ્‍લા પંચાયત પ્રમુખ શ્રીમતિ હંસાબેન પારેધીએ પણ વ્‍યકિતગત અને જાહેર આરોગ્‍ય જાળવવા પર ભાર મૂકયો હતો.
ધારાસભ્‍ય શ્રીમતિ ભાનુબેન બાબરીયા તેમજ રાજકોટ જિલ્‍લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી નાગદાનભાઇ ચાવડા તેમજ તાલુકા પંચાયત પ્રમુખશ્રી ઘોઘુભા જાડેજા તેમજ કોટડાસાંગાણીના તાલુકા પંચાયત પ્રમુખશ્રી ઘેલાભાઇ સહિત પંચાયતોના પદાધિકારીઓ અને નાગરિકો આ પદયાત્રામાં જોડાયા હતા.
જીલ્‍લા વિકાસ અધિકારીશ્રી નલિન ઉપાધ્‍યાયે જયાં સ્‍વચ્‍છતા ત્‍યાં પ્રભુનો વાસ છે તેમ જણાવી રાજકોટ જિલ્‍લાના ગામે ગામ નિર્મળ અભિયાન હેઠળ સ્‍વ્‍ચ્‍છતા અભિયાનને વેગ અપાશે અને આ પદયાત્રા નિર્મળતાના સંદેશાનોપ્રસાર કરશે.
મહાત્‍મા ગાંધી વિદ્યાલય ખાતેથી પ્રસ્‍થાન થયેલી આ પદયાત્રા જયુબીલી ચોક, ચૌધરી હાઇસ્‍કુલ થઇ રેસકોર્સ બહુમાળી ભવન ચોક ખાતે પહોંચી હતી જયાં પૂ. સરદાર પટેલની પ્રતિમાને આગેવાનોએ પુષ્‍પાંજલી અર્પી હતી.
આ પદયાત્રા પ્રસંગે જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામકશ્રી કે.કે.વાગડીયાએ મહાનુભાવોનું સ્‍વાગત કર્યુ હતુ અને નિર્મળ ઉત્‍સવનો હેતુ સ્‍પષ્‍ટ કર્યો હતો. રેલીના આયોજનમાં જિલ્‍લા શિક્ષણાધિકારીશ્રી ચેતનાબેન વ્‍યાસ તેમજ શિક્ષક ભાઇ-બહેનો તેમજ શિક્ષણ સંઘના મંત્રીશ્રી અશોકભાઇ સેતા, તાલુકા વિકાસ અધિકારીશ્રી ગોહિલ વગેરે સહયોગી બની સૌ અધિકારીઓ અને પદાધિકારીઓ તથા વિદ્યાર્થી ભાઇ બહેનો પદયાત્રામાં ઉત્‍સાહભેર જોડાયા હતા.


માળીયા-મીંયાણા તાલુકાના ઉમેદવારો માટે યોજાનારા ભારતીય નેવીમાં ભરતી અંગેના તાલીમ વર્ગો
રાજકોટ
ફકત માળીયા-મીંયાણા તાલુકાના ઉમેદવારો માટે સાગરખેડુ અંતર્ગત ભારતીય નેવીમાં ભરતી અંગેના તાલીમ વર્ગો યોજાશે.
મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી દ્વારા ૨૬૦ કલાકના આ તાલીમવર્ગો યોજાશે. આ તાલીમવર્ગમાં ૧૬ થી ૧૯ વર્ષના ફીઝીકસ , કેમિસ્‍ટ્રી અને મેથ્‍સ વિષયો સાથે ધોરણ-૧૨ પાસ થયેલા અપરિણીત ભારતીય પુરૂષ ઉમેદવારો જોડાઇ શકશે. બહેનો અને અપંગ ઉમેદવારો આ તાલીમવર્ગમાં જોડાઇ શકશે નહીં. ૬(છ) માસના આ તાલીમવર્ગ સોમથી શુક્ર બે કલાક અથવા શનિ અને રવિ પાંચ કલાક યોજાશે. તાલીમવર્ગમાં જોડાનાર ઉમેદવારને સરકારશ્રીના ધારા-ધોરણ મુજબનું સ્‍ટાઇપેન્‍ડ અને સાહિત્‍ય આપવામાં આવશે. આ અંગેનું ફોર્મ મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ૧/૩ બહુમાળી ભવન, રાજકોટ ફોન નં-૦૨૮૧ ૨૪૪૦૪૧૯ અથવા ૨૪૪૭૪૨૯ ખાતેથી કામકાજના દિવસો દરમ્‍યાન વિના-મૂલ્‍યે મળી શકશે, તેમ શ્રી એ.કે.સચાણીયા, મદદનીશ નિયામક(રોજગાર), રાજકોટની યાદીમાં જણાવાયું છે.


ઉપલેટાની ખોવાયેલ યુવતી વિષે પત્તો આપવા સૂચના
રાજકોટ
ઉપલેટાના મનસુખભાઇ પાદરીયાની ૨૬ વર્ષની ઉંમરની પુત્રી યોગીતાબેન તણસવા તા. ઉપલેટા ખાતેના પોતાના ઘરેથી ગત તા.૨.૯.૨૦૧૧ના રોજ બપોરે ૩ વાગ્‍યે કોઇને કહયા વગર ગુમ થયા છે. સાધારણ બાંધાની, લંબગોળ ચહેરાવાળી અને વાને ઘઉંવર્ણી આ યુવતીએ મરૂન કલરનો પંજાબી પહેર્યો છે. તેના જમણા હાથના પોંચા ઉપર ઓમ ત્રોફાવેલ છે. તથા આજ દિન સુધી ઘરે પાછી ફરી નથી. તેમનાં અંગે કોઇ પણ પ્રકારની માહિતી મળે તો નજીકના પોલિસ સ્‍ટેશનને જાણ કરવા એક યાદીમાં જણાવાયું છે.


ઇન્‍ડીયન એરફોર્સનો ભરતી મેળો નવેમ્‍બરમાં યોજાશે.
રાજકોટ
રાજકોટ ખાતે ચાલુ માસ દરમ્‍યાન યોજાનારો ઇન્‍ડીયન એરફોર્સમાં એરમેનની ભરતી માટેનો ભરતીમેળો વીંગકમાન્‍ડર એરફોર્સ, મુંબઇ દ્વારા અનિવાર્ય કારણોસર રદ કરવામાં આવ્‍યો છે. આ ભરતીમેળો હવે નવેમ્‍બર-૨૦૧૧માં યોજાશે, જેની સંબંધિત સર્વેને નોંધ લેવા મદદનીશ નિયામક(રોજગાર), રાજકોટની યાદીમાં જણાવાયું છે.


રાજકોટના ખોવાયેલ બહેન વિષે પત્તો આપવા સૂચના
રાજકોટ
રાજકોટના કિરણભાઇ સોલંકીની ૨૦ વર્ષની ઉંમરના પત્‍ની જયોતિબેન પોતાના ઘરેથી ગત તા.૮.૯.૨૦૧૧ના રોજ સવારે ૮.૦૦ વાગ્યે ગુમ થયેલ છે. મધ્‍યમ બાંધાના અને વાને ઘઉંવર્ણા આ બહેને પીળા સાડી-બ્‍લાઉઝ પહેર્યા છે. તથા આજ દિન સુધી ઘરે પાછા ફર્યા નથી. તેમનાં અંગે કોઇ પણ પ્રકારની માહિતી મળે તો રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશનના ફોન નં. ૦૨૮૧-૨૩૮૯૫૫૨ ઉપર જાણ કરવા એક યાદીમાં જણાવાયું છે.


તોલમાપ તેમજ ખોરાક-ઔષધ નિયમન તંત્રની કામગીરી વધુ અસરકારક અને ઘનિષ્‍ઠ બનાવવાની સૂચના આપતાં જિલ્‍લા કલેકટરશ્રી પ્રદીપ શાહ
જિલ્‍લા કલેકટરશ્રી શાહના અધ્‍યક્ષપદે જિલ્‍લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર-ગ્રાહક સુરક્ષા ભંડાર માટેની સંયુકત સમિતિની મળેલી બેઠક

જિલ્‍લા કલેકટરશ્રી પ્રદીપ શાહના અધ્‍યક્ષપદે તેમની ચેમ્‍બરમાં મળેલી જિલ્‍લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તથા પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર માટેની તકેદારી સમિતિની એક સંયુકત બેઠકમાં નાગરિક પુરવઠો અને તેના વિતરણ તેમજ સંલગ્‍ન વિભાગોની કામગીરીની વિસ્‍તૃત સમીક્ષા કરતાં તેમણે જિલ્‍લાના તમામ તાલુકાઓમાં તોલમાપ અને ખોરાક-ઔષધ નિયમન તંત્રની કામગીરી વધુ અસરકારક અને ઘનિષ્‍ઠ બની રહે તેવા પ્રયાસો હાથ ધરવા સૂચના આપી હતી.
ઇનચાર્જ જિલ્‍લા નાગરિક પુરવઠા અધિકારીશ્રી અને સમિતિના સભ્‍ય સચિવશ્રી બી.સી. ચુડાસમા સહિત સમિતિના અન્‍ય સભ્‍યશ્રીઓની ઉપસ્‍થિતિમાં યોજાયેલી આ બેઠકમાં ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા ઉપરાંત વાજબી ભાવની દુકાનોની સંખ્‍યા તેમજ તેની પસંદગી, જિલ્‍લામાં કાયમી ૬૧૯ જેટલી વાજબી ભાવની દુકાનો દ્વારા માહે ઓગષ્‍ટ-૨૦૧૧ ના માસમાં આવશ્‍યક ચીજવસ્‍તુઓ અને નાગરિક પુરવઠાની વહેંચણી બાબતે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં તોલમાપ વિભાગ દ્વારા માહે ઓગષ્‍ટ-૨૦૧૧ દરમિયાન જિલ્‍લામાં પેટ્રોલપંપ, ગેસ એજન્‍સી, વાજબી ભાવની દુકાનો, તથા અન્‍ય વેપારી-ફેરિયાઓ મળી કુલ ૨૮૨ સંસ્‍થાઓની કરાયેલી તપાસણીની કામગીરી અને તેમાં ૨૩ સંસ્‍થા સામે થયેલી કાયદેસરની કાર્યવાહી ઉપરાંત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થના લેવાયેલાં ૪ નમૂના ઉપરાંત ૨૦ જેટલા ખાદ્ય પદાર્થના નમૂનાની કરાયેલી ચકાસણીની રજુ થયેલી વિગતોની સમીક્ષા પણ કરવામાં આવી હતી.


વઢવાણ ખાતેથી“નિર્મળ ઉત્‍સવ”- નિર્મળ પદયાત્રાનો શુભારંભ
દિવાળી પહેલા સુરેન્‍દ્રનગર જિલ્‍લાના તમામ ગામો નિર્મળ બને તે માટેના સ્‍વચ્‍છતા અભિયાનનો પ્રારંભ

સુરેન્‍દ્રનગર,
રાજય સરકારના ગ્રામ વિકાસ વિભાગ દ્વારા તા.૧૯/૯/૨૦૧૧ થી તા.૨/૧૦/૨૦૧૧ દરમિયાન સમગ્ર રાજયમાં નિર્મળ ઉત્‍સવ તરીકે ઉજવણી કરવા તેમજ આ દિવસો દરમિયાન સ્‍વચ્‍છતા માટે લોકોને જાગૃત કરવા માટે ગામોના તમામ લોકોને આવરી લેવાના કાર્યક્રમ અંતર્ગત સુરેન્‍દ્રનગર જિલ્‍લામાં જિલ્‍લા કક્ષાનો નિર્મળ ઉત્‍સવ તથા નિર્મળ પદયાત્રાનો આજે સવારે વઢવાણ તાલુકા પંચાયત કચેરી ખાતેથી જિલ્‍લા પંચાયતનાં પ્રમુખશ્રી બચુભાઇ પટેલના હસ્‍તે શુભારંભ કરવામાં આવ્‍યો હતો.
આ પ્રસંગે શ્રી બચુભાઇ પટેલે જણાવ્‍યું હતું કે, ગ્રામ્‍ય વિસ્‍તારોમાં આરોગ્‍ય સુખાકારી જળવાય તે માટે આગામી દિવાળી પર્વો પહેલા જિલ્‍લાના તમામ ગામોને નિર્મળ બનાવવામાં આવશે, જેમાં ઘરે-ઘરે શૌચાલયો ઉભા કરવામાં આવશે, ગામની આસપાસનો એક કી.મી.નો વિસ્‍તાર પ્‍લાસ્‍ટીક મુકત કરાશે. ગંદા પાણીનો નિકાલ, ઘરે-ઘરેથી ઘન કચરાનો નિકાલ, જાહેર સ્‍થળોની નિયમિત સાફ સફાઇ, તેમજ ઉકરડામાંથી કમ્‍પોસ્‍ટીંગ અને વર્મી કંમ્‍પોસ્‍ટીંગની કામગીરીની કાયમી વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવશે.
આ પ્રસંગે જિલ્‍લા કલેકટરશ્રી પ્રદીપ શાહે શૌચાલયોનો ઉપયોગ તથા હાલનાં ચોમાસાનાં સમયમાં રોગચાળાની પરિસ્‍થિતિ ન થાય તે માટે સફાઇનું મહત્‍વ સમજાવી ઘનિષ્‍ઠ સફાઇની કામગીરી માટે લોકજાગૃતિ કેળવવા અનુરોધ કર્યો હતો.
આ તકે દશ તાલુકાની દશ પદયાત્રીઓની ટીમોને આ કાર્યક્રમના અધ્‍યક્ષશ્રી અને પ્રમુખશ્રી જિલ્‍લા પંચાયતના અન્‍ય મહાનુભાવોની હાજરીમાં ફલેગ આપી તેમના તાલુકા માટે પ્રસ્‍થાન કરાવાયું હતું. આ પદયાત્રા જિલ્‍લાનાં ૧૦ તાલુકાઓમાં જશે અને ત્‍યાંથી તા.૨૦/૯/૨૦૧૧ થી તાલુકાનાં કલસ્‍ટર વાઇઝ રૂટનાં ગામોમાં જઇ નિર્મળ ઉત્‍સવ અંગે લોકોમાં જાગૃતિ કેળવશે.
આ પ્રસંગે જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી સી.પી. પટેલ, અધિક કલેકટરશ્રી અને જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક શ્રી એમ. બી. પટેલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ખીમજીભાઇ પરમાર, વઢવાણના તાલુકા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રી, તાલુકાના આગેવાનો, સખીમંડળના સભ્‍યો, શાળાનાં આચાર્યશ્રીઓ, આંગણવાડી સ્‍ટાફ - સી.ડી.પી.ઓ.શ્રી, સરપંચશ્રીઓ, તલાટી કમ મંત્રીશ્રીઓ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.



જામનગર તાલુકાના વિવિધ ગામોમાં તા.૨૧ અને ૨૨મીએ ગ્રામસભા
જામનગર તાલુકાના વિવિધ ગામોમાં સરપંચશ્રીના અધ્‍યક્ષસ્‍થાને ગ્રામસભા યોજાશે. જેમાં તા.૨૧ ના રોજ ધુતારપર, ધુંવાવ, ધુડસિયા, ધ્રાંગડા, ઠીંચડા, ઢંઢા, દરેડ, દળિયા, ચેલા, ચાવડા ખાતે તથા તા.૨૨ના રોજ ચંગા, ચંદ્રગઢ, ચંદ્રાગા, ચાપા બેરાજા, બેરાજા, બેડ, બાવરિયા, બાલંભડી, બાડા, અામરા, અલીયા ખાતે ગ્રામસભા મળશે. ગ્રામસભામાં જિલ્‍લા તથા તાલુકાક્ક્ષાના અધિકારીઓ ઉપસ્‍થિત રહી ગ્રામજનોને માર્ગદર્શન આપશે. તેમ જામનગર તાલુકા પંચાયતની યાદીમાં જણાવાયુ છે.


કાલાવડ તાલુકાનાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં તા.૨૨ ના મળશે ગ્રામસભા
કાલાવડ તાલુકાના ભાંગડા, ભગત ખીજડિયા, બેરાજા, બેડિયા, બાવા ખાખરિયા, બાંગા, બામણગામ, બાલંભડી, અરલા, આણંદપુર ખાતે તા.૨૨ ના રોજ સરપંચશ્રીના અધ્‍યક્ષસ્‍થાને ગ્રામસભા મળશે. ગ્રામસભામાં જિલ્‍લા તથા તાલુકાક્ક્ષાના અધિકારીઓ ઉપસ્‍થિત રહી ગ્રામજનોને માર્ગદર્શન આપશે. તેમ કાલાવડ તાલુકા પંચાયતની યાદીમાં જણાવાયુ છે.


જોડિયા તાલુકાનાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં તા.૨૧ અને ૨૨ સપ્‍ટે. ના રોજ ગ્રામસભા
જોડિયા તાલુકાના ભીમકટા, ભાદરા, બેરાજા, બેલા, બારાડી, બાલંભા ખાતે તા.૨૧ ના રોજ અને બાલાચડી, બાદનપર(જોડિયા), બાદનપર(આમરણ), આણદા, આમરણ, અંબાલા ખાતે તા.૨૨ ના રોજ સરપંચશ્રીના અધ્‍યક્ષસ્‍થાને ગ્રામસભા મળશે. ગ્રામસભામાં જિલ્‍લા તથા તાલુકાક્ક્ષાના અધિકારીઓ ઉપસ્‍થિત રહી ગ્રામજનોને માર્ગદર્શન આપશે. ગ્રામજનોને ગ્રામસભામાં ઉપસ્‍થિત રહેવા જોડિયા તાલુકા પંચાયતની યાદીમાં જણાવાયુ છે.


હાલારમાં ૯૦ ગામ નિર્મળ ગ્રામ અભિલાષી
જામનગર જિલ્‍લામાં ચાલુ સાલે નિર્મળ ગ્રામનો પુરષ્‍કાર મેળવવા ૯૦ ગ્રામ પંચયતોને દરખાસ્‍ત કરી છે. જિલ્‍લા ગ્રામ વિસ એજન્‍સીના નિયામકશ્રી પટ્ટણીના જણાવ્‍યા મુજબ જે ગામના તમામ ઘરોમાં શૌચાલય, ગંદકીમુકત ગામ હોય આ ગામો નિર્મળગામના તમામ ધારાધોરણો પૂર્ણ કરે તેની પૂરતી તપાસ કરી સબંધીત ગામને નિર્મળગ્રામનો પુરસ્‍કાર એનાયત કરવામાં આવશે.


હાલારમાં ૧૩ દિવસીય નિર્મળ ઉત્‍સવનો જામનગરથી પ્રારંભ
૮૦ ટકા રોગો, અસ્‍વચ્‍છતા અને પ્રદૂષિત પાણીના લીધે થાય છે
હાલારમાં હજુ ૭૫ હજારથી વધુ કુટુંબો શૌચાલય વિહોણા
હાલારના ૪ ગામમાં રૂ. ૨૮.૮૯ લાખના ખર્ચે ભુગર્ભ ગટર બનશે
હાલારમાં ૧૩ દિવસીય નિર્મળ ઉત્‍સવનો જામનગર સ્‍થિત ટાઉન હોલથી જિલ્‍લા પંચાયત પ્રમુખ ડો.પી.બી.વસોયા, સાંસદશ્રી વિક્રમભાઇ માડમ, જિલ્‍લા કલેકટરશ્રી સંદિપકુમાર, જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી અજયકુમાર અને જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામકશ્રી પટ્ટણી દ્વારા પ્રારંભ કરાયો હતો.
નિર્મળ ઉત્‍સવ અંતર્ગત યોજાયેલ પદયાત્રામાં અધિકારીઓ, પદાધિકારીઓ, લાલપુર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી કરણસિંહજી જાડેજા, કલ્‍યાણપુર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જગાભાઇ ચાવડા, જિલ્‍લા પંચાયતના સભ્‍યશ્રી મુળુભાઇ કંડોરિયા ઉપરાંત વિવિધ શાળાના ૧૫૦૦ થી વધુ વિધાર્થીઓ સહભાગી થયા હતા. આ ઉત્‍સવ નિમિતે વિશાળ પદયાત્રા યોજાઇ હતી.
આ પ્રસંગે ટાઉન હોલ ખાતે યોજાયેલ સમારોહમાં સ્‍વચ્‍છતા અભિયાન અંતર્ગત જામનગર જિલ્‍લાના ૪ ગામમાં નિર્માણ થનાર ભૂગર્ભ ગટર માટે કુલ રૂ.૨૮.૮૯ લાખના ચેક રણજીતપુર, દડિયા, જંબુસર અને વાનાવડ ગામના સરપંચોને અર્પણ કરાયા હતા.
વ્‍યકિતગત સ્‍વચ્‍છતા માટે પ્રથમ પગલુ શૌચાલય છે. લોકો પાસે બાઇક, સ્‍કુટર, મોબાઇલ, જમીન, દોલત બધુ હશે છતાં શૌચાલય બનાવવાની માનસિકતાના અભાવે જિલ્‍લાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં હજુ પણ ૭૫૬૪૩ ઘરોમાં શૌચાલય નથી. જેમાં ૭૫૦૭૯ એપીએલ અને માત્ર ૫૬૪ બીપીએલ કુટુંબોનો સમાવેશ થાય છે.
સંપૂર્ણ સ્‍વચ્‍છતા અભિયાન અંતર્ગત બીપીએલ લાભાર્થીઓને વ્‍યકિતગત શૌચાલય બનાવવા રૂ.૩૨૦૦ અને એપીએલ લાભાર્થીઓને રૂ.૨ હજાર સહાય આપવામાં આવે છે. શૌચાલય ન હોવાથી ખુલ્‍લામાં શૌચક્રિયાથી કમળો, કોલેરા, મરડો, ઝાડા, કૃમિ તથા ટાઇફોઇડ જેવા રોગોના લોકો ભોગ બને છે.
નિર્મળ મહોત્‍સવનો મુખ્‍ય આદેશ ખુલ્‍લામાં થતી શૌચક્રિયા સદંતર બંધ કરવાનો છે. તેમ આ તકે જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક પટ્ટણીએ જણાવ્‍યુ હતું. આ મહોત્‍સવને સફળ બનાવવા ગ્રામ વિકાસ એજન્‍સીના તમામ કર્મચારીઓ, અધિકારીઓ તથા ગ્રામ્‍ય લેવલે આંગણવાડી વર્કરો, આરોગ્‍ય કર્મચારીઓ, તલાટીમંત્રીઓ, શિક્ષકોને સહભાગી થવા અનુરોધ કરાયો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી વિજય ગૌસ્‍વામી તથા સહયોગી કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન શ્રી નલીન રાજાણીએ કર્યુ હતું.


સ્‍વચ્‍છતા અને સફાઇને મિશન સ્‍વરૂપે અપનાવોઃ
કચ્‍છમાં નિર્મળ ઉત્‍સવનો પ્રારંભઃ કચ્‍છમાં આ વર્ષે ૨૭ લાખના ખર્ચે ૮૬૦૦ શૌચાલયો બનશેઃ
૧૩૮ ગામોને નિર્મળ ગ્રામ જાહેર કરવા દરખાસ્‍ત કરાશેઃ
ભુજ,
કચ્‍છમાં સંપૂર્ણ સ્‍વચ્‍છતા અભિયાન કાર્યક્રમ હેઠળ સફાઇ અંગે લોકોમાં જાગૃતિ આવે એ હેતુસર નિર્મળ ઉત્‍સવ ઉજવણી અંતર્ગત નિર્મળ પદયાત્રાનો પ્રારંભ થયો છે. રજી ઓકટો. સુધી જીલ્‍લામાં ગામડે ગામડે સફાઇ બાબતે જાગૃતિનો સંદેશ વહેતો કરાશે. ભુજ ટાઉનહોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં સ્‍વચ્‍છતાને જીવનમાં મિશન સ્‍વરૂપે લેવા હાકલ કરવામાં આવી હતી.
જિલ્‍લાના દસે દસ તાલુકામાં પહોંચનારી ટીમને પ્રસ્‍થાન કરાવતા જિલ્‍લા પંચાયતના પ્રમુખશ્રી ત્રિકમભાઇ છાંગાએ સ્‍વચ્‍છતાને અભિયાન તરીકે લેવાનું જણાવી કહયું કે, કોઇપણ સામૂહિક આચરણ માટે વ્‍યકિતગત અમલ કરવો જરૂરી છે. તેમણે કહયું કે, પશ્‍ચિમના દેશો પાસેથી શીખવા જેવી બાબત કોઇ હોય તો તે સ્‍વચ્‍છતા છે. બીજી વણજોઇતી નકલ કરવાને બદલે ‘‘સ્‍વચ્‍છતાના પાઠ ભણવાનો’’ તેમણે અનુરોધ કર્યો હતો. સ્‍વચ્‍છતા મિશન તો જ પુરૂં થાય જો કચ્‍છના દરેક ગામ નિર્મળ ગ્રામ બને.
જિલ્‍લા કલેકટરશ્રી એમ થેન્‍નારસને સ્‍વચ્‍છતા માટે લોકજાગૃતિ અત્‍યંત મહત્‍વનું પાસું છે એમ જણાવી કહયું કે, સફાઇ સ્‍વચ્‍છતાનો કાયદો તો જ અસરકારક બને જો લોકો જાતે આગળ આવે. એકલ-દોકલ કામ ચલાવવાથી કાંઇ ન થાય. પ્‍લાસ્‍ટિકના ઉપયોગ સામે પર્યાવરણને મોટો ખતરો છે તેમ જણાવી કલેકટરે કહયું કે, બજારમાં ખરીદી કરવા હવે પરંપરાગત પધ્‍ધતિ એવી થેલીનો ઉપયોગ કરાય તો જ ૨૦ થી ૪૦ માઇક્રોન પ્‍લાસ્‍ટિક આપો આપ નાબૂદ થઇ જાય. ઘરનો કચરો આમ તેમ ફેંકવા કરતા નિશ્‍ચિત જગ્‍યાએ રાખવાની ટેવ પણ પ્રજાએ કેળવવી પડશે, એમ તેમણે ઊમેર્યુ હતું.
જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ પટેલે સ્‍વચ્‍છ અને સુખી સમાજના નિર્માણ માટે સ્‍વચ્‍છતાને કાયમી ધોરણે જીવનમંત્ર બનાવવા અનુરોધ કર્યો હતો. ગામડામાં સફાઇનો સંદેશો પહોંચાડવા એન.એસ.એસ. અને એમ.એસ.ડબલ્‍યુના વિધાર્થીઓને અનુરોધ કર્યો હતો.
પ્રારંભમાં ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામકશ્રી આર.જી.ભાલારાએ સ્‍વાગત કરી, કાર્યક્રમનો ઉદેશ સમજાવ્‍યો હતો. કાર્યક્રમનું સંચાલન સ્‍નેહલ વૈધએ અને આભારદર્શન ગ્રામ વિકાસ એજન્‍સીના જે.કે.છાયાએ કર્યુ હતું. આ પ્રસંગે જિલ્‍લા પંચાયતના ઉપ-પ્રમુખશ્રી છાયાબેન ગઢવી, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ વાલુબેન મંગેરિયા, સામાજિક ન્‍યાય સમિતિના ચેરમેનશ્રી વિનોદ ચાવડા, જિલ્‍લા કારોબારી સમિતિના ચેરમેન અરવિંદ પિંડોરિયા, શાસક પક્ષના નેતા જયંત માધાપરિયા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેનશ્રી હિતેષ ખંડોલ, સ્‍વચ્‍છતા અભિયાનના તપન ઘોષ, પાલજી ડોરિયા, આસીફ રાયમા રૂચિબેન વિગેરે ઉપસ્‍થિત રહયા હતા.
ઉલ્‍લેખનીય છે કે, કચ્‍છમાં સંપૂર્ણ સ્‍વચ્‍છતા અભિયાન યોજના હેઠળ નિર્મળ ગુજરાત અંતર્ગત આ વર્ષે ૮૬૦૦ શૌચાલયો બનાવવાનો લક્ષ્‍યાંક નિર્ધારિત કરવામાં આવ્‍યો છે. એપીએલ, બીપીએલ શાળા શૌચાલય, આંગણવાડી શૌચાલય અને સામૂહિક શૌચાલય પાછળ ૨૭ લાખનો ખર્ચ કરાશે. આ ઉપરાંત ચાલુ વર્ષે કચ્‍છમાં ૧૩૮ ગામોને નિર્મળ ગ્રામ બનાવવા સરકારને દરખાસ્‍ત કરાશે.


મોસમ જોઇ વિકસતો કચ્‍છનો તરણેતરઃ
રાજાશાહીના વખતથી ચાલતો મેળો એક જમાનામાં આર્થિક અને સામાજિક વ્‍યવહારનું શ્રેષ્‍ઠ માધ્‍યમ હતુંઃ
યક્ષનો મેળો ભાતીગળથી હવે વેબસાઇટ સુધી પહોંચશેઃ

ભુજ,
કચ્‍છના મિની તરણેતર તરીકે ગણાતા યક્ષના મેળાનો પ્રારંભ થયો છે. માત્ર પશ્‍ચિમ કચ્‍છનો જ નહીં સમગ્ર કચ્‍છનો આ સૌથી મોટો મેળો છે. ચાર દિવસ ચાલનારા યક્ષના મેળામાં રવિવારની રાતથી બુધવારની બપોર સુધી સરેરાશ પાંચ લાખ જેટલા મેળાના માણીગરો ઉમટી પડે છે. રાજાશાહીના વખતથી ભરાતો આ મેળો સમયને સથવારે ચાલી રૂપ રંગ બદલે છે. એક સમયે તદન ભાતીગળ હતો. આજે સી.સી.કેમેરા સાથે સજ્જ છે તો આવતીકાલે વિશ્‍વના લોકો વેબસાઇટ ઉપર મેળો જોઇ શકે તેવું આયોજન સંચાલકોએ વિચાર્યુ છે.
મોસમ જોઇ વિકસતો યક્ષનો મેળો જમાના પ્રમાણે ચાલે છે. એક જમાનામાં આ મેળો યક્ષના આળા-પાંચાળામાં આર્થિક અને સામાજિક વ્‍યવહાર માટે પ્રચલિત હતો. ગામડાના કમી કસબીઓની સેવાના બદલામાં મેળામાં વાપરવા તેમને કૃષિપુત્રો તથા વેપારીઓ પાસેથી પૈસા મળતા તો આ મેળો દીકરા-દીકરીના સગપણ માટે પણ યોગ્‍ય સ્‍થળ ગણાતું. કારણ કે આજુબાજુના લોકો ગાડાંથી આવે ત્‍યારે એકાદ બે દિવસ તંબુ તાણીને રહી પરસ્‍પર પરિચય કેળવતા.
યક્ષનો મેળો તે વખતે માત્ર સલેહગાહ કે મનોરંજન પુરતો મર્યાદિત ન હોતો. ગ્રામ પ્રજા અહીં વાસણોની ખરીદી પણ કરતી. એક આખી કંસારા બજાર અસ્‍તિત્‍વમાં હતી. વાળંદની સલૂનો લાગતી. કપડાના તાકા મળતા. એકાદ દરજીની દુકાન પણ લાગતી. જો કે રમકડાં, પ્રસાધનો, કટલેરી તેમજ જલેબી, ગાંઠીયા અને ભજીયા મળતાં.... મનોરંજનમાં માત્ર ગોળ અને ઉભા ફરતાં ચકડોળ જ હતા.
પછી જમાનો બદલાતો ચાલ્‍યો.. ગાડાંનું ચલણ ઓછું થયું. એસ.ટી. સેવાની ધૂમ મચી. હવે તો બાઇક અને ફોર વ્‍હીલનો જમાનો છે. મેળામાં રોકાવાનો તો સવાલ જ નથી. મુંબઇની જેમ દિવસને બદલે રાત્રે તેની રોનક વધે છે. ચગડોળનું સ્‍થાન મેરીગો રાઉન્‍ડે લીધું છે. ડાન્‍સ-પ્રોગ્રામ, મોતનો કૂવો, બ્રેકજુલો, સેલબો, નાવ, ચિલ્‍ડ્રન આઇટમ, ટોરાટોરા જેવી અવનવી મનોરંજનની વસ્‍તુઓ ઉપલબ્‍ધ છે. મનોરંજન સાથે ખાણીપીણીનું મહત્‍વ વધ્‍યું છે. પ્રિન્‍સ્‍ટાર જેવો નજારો જોવા મળે છે. હવે તો રમકડા સહિત અનેક વસ્‍તુનાં સેલ લાગવા માંડયા છે.
આખા દિવસનો કલશોર અને રાત્રે શાંત વાતાવરણમાં મેળાની રોનક વધુ જામતી જાય છે. અવાજ હોય છે, માત્ર પોતાના સ્‍ટોલમાં આવકારનો.
યક્ષનો મેળો જમાના પ્રમાણે ચાલે છે. દેશ અને રાજયની પ્રાસંગિક બાબતને અહીં વણી લેવામાં આવે છે. સરદાર સરોવર ડેમના આંદોલનથી માંડીને, વાઇબ્રન્‍ટ ગુજરાત, કચ્‍છને નર્મદાના નીર મળે તો તેની વાત, કોમી એકતા વિગેરે બાબતો વખતો વખત જોવા મળે છે.
મેળા આયોજક સમિતિના ચેરમેન ધીરૂભાઇએ કહયું કે, આજે મેળાનો વિસ્‍તાર વધ્‍યો છે. સમયને અનુરૂપ અને બદલવા લાવીએ છે. આજે સી.સી.કેમેરા ગોઠવ્‍યા છે. કાલે અમે વેબસાઇટ તૈયાર કરવાના છીએ. જેથી અમેરિકામાં રહેતો કચ્‍છી તેના મેળાને જોઇ શકે.


માતાનામઢના પદયાત્રીકો માટેનાં સેવા કેમ્‍પના સ્‍થળે વિગતો રાખવા જાહેરનામું
નજીકના પોલીસ સ્‍ટેશનને જાણ કરવાની રહેશેઃ

ભુજ,
આસો નવરાત્રિ પર્વ તા. ૨૬/૯ થી પ/૧૦ દરમિયાન તથા તા. ૬/૧૦/૧૧ના રોજ દશેરા તહેવાર ઉજવવામાં આવનાર છે. આ પર્વ દરમિયાન જિલ્‍લાનાં તથા જિલ્‍લાક બહારના શ્રધ્‍ધાળુઓ પગે ચાલીને માતાના મઢ ખાતે દર્શનાર્થે જાય છે. પદયાત્રીઓ માટે સેવાભાવી સંસ્‍થાઓ દ્વારા જિલ્‍લના સામખીયાળીથી માતાના મઢ સુધી સેવા માટેના કેમ્‍પો રોડની બંને બાજુએ નાખવામાં આવે છે. આ સેવા કેમ્‍પો તા. ૨૨/૯/૧૧થી ખોલવામાં આવે તેવી સંભાવના છે.
જેથી પદયાત્રીઓનાં માર્ગમાં કોઇ અડચણ કે મુશ્‍કેલી ઊભી ન થાય તે આશયથી અને માર્ગમાં ટ્રાફિક નિયંત્રણ જળવાઇ રહે તે માટે ટ્રાફિક નિયમન કરવું જરૂરી છે. અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ શ્રી સી.પી.નેમાએ એક જાહેરનામા દ્વારા તા.૨૨/૯/૧૧ના સવારના ૬-૦૦ કલાકથી તા.૬/૧૦/૨૦૧૧ સુધી સંબંધિત કેમ્‍પ સંચાલકોને આ જાહેરનામાની વિગતોનો અમલ કરવા જણાવાયું છે.
તદ્દઅનુસાર સામખીયાળીથી માતાના મઢ સુધી શ્રધ્‍ધાળુઓ માટે કચ્‍છ અને કચ્‍છ બહારની જે સંસ્‍થાઓ તરફથી રસ્‍તાની સાઇડે કેમ્‍પ રાખવામાં આવે છે, તેઓએ સેવાભાવી સંસ્‍થાનું નામ, સરનામું, ટેલિફોન/મોબાઈલ નંબર, કેમ્‍પનું સ્‍થળ અને કેમ્‍પનો હેતુ, કેમ્‍પના મુખ્‍ય સંચાલકો/આયોજકોના નામ, સરનામા, ટેલિફોન/મોબાઈલ નં. તેમજ કેમ્‍પના સેવા આપનાર સ્‍વયં સેવકોના નામ, સરનામા, ટેલિફોન/મોબાઇલ નંબરની સાથે કેમ્‍પમાં કોઇ ચીજ/વસ્‍તુ ખાદ્ય પદાર્થ વિતરણ કરવાના હોય તો તેની સંપૂર્ણ વિગત. કેમ્‍પમાં પ્રતિબંધિત ખાદ્યપદાર્થનું વિતરણ કરી શકાશે નહીં. કેમ્‍પ કેટલા દિવસ માટે લગાડવાનો છે તેની વિગત આપવાની રહેશે.
આ ઉપરાંત જે જગ્‍યાએ કેમ્‍પ લગાડવાના હોય તે જગ્‍યાએ લાઇટ રીફલેકટર રાખવા, કેમ્‍પ આયોજકોએ સફાઇ માટેની જરૂરી વ્‍યવસ્‍થા કરવી. યાત્રાળુઓ માટે શુધ્‍ધ પાણીનો ઉપયોગ કરવાનો રહેશે. રસ્‍તા ઉપર વધારાના સ્‍પીડબ્રેકર કે બમ્‍પ બનાવવાના રહેશે નહીં. લાઉડ સ્‍પીકર વગાડવા માટે સક્ષમ અધિકારીની પરવાનગી મેળવવાની રહેશે. પ્‍લાસ્‍ટીકની થેલીનો ઉપયોગ નહીં કરવો. કેમ્‍પના સંચાલકોએ જમીન માલિકની પરવાનગી મેળવી મંડપ બાંધવાના રહેશે તેમજ કેમ્‍પના સંચાલકોએ જાહેર રસ્‍તા કે મુખ્‍ય માર્ગ પર કોઇ અવરોધ ઊભા નહીં કરવા તેમજ સેવા કેમ્‍પ પસાર થતાં માર્ગથી અંદરના ભાગે વાહન-વ્‍યવહારને તેમજ રાહદારીઓ/પદયાત્રીઓને અડચણરૂપ ન થાય તે રીતે બાંધવા જણાવાયું છે.
આ તમામ વિગતો કેમ્‍પના સ્‍થળે રાખવાની રહેશે તેમજ સંબંધિત પોલીસ સ્‍ટેશનને તેની જાણ કરવાની રહેશે. તેમ વધુમાં જાહેરનામા દ્વારા જણાવાયું છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્‍લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે .


તા.૨૬/૯ થી ૬/૧૦ રાત્રિના ૨૪ કલાક સુધી માતાનામઢ મંદિર સંકુલમાં શંકાસ્‍પદ વસ્‍તુ મોબાઈલ-કેમેરા-શ્રીફળ લઇ જવા મનાઇ
ભુજ
આગામી તા. ૨૬/૯ થી ૬/૧૦/૧૧ના રાત્રિના ૨૪ કલાક સુધી નવરાત્રિ અને દશેરા પર્વની ઉજવણી થનાર છે. દયાપર પોલીસ સ્‍ટેશનના માતાનામઢ ખાતેના આશાપુરા માતાના મંદિરે નવરાત્રી દરમિયાન મોટી સંખ્‍યામાં લોકો દર વર્ષે ભાગ લેવા આવે છે. જેના કારણે મંદિરમાં ખૂબ જ ભીડ થાય છે. વર્તમાન સમયમાં અગત્‍યનાં મંદિરોની સુરક્ષા નજરે કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે અને કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને તેમજ સુલેહ-શાંતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ શ્રી સી.પી. નેમાએ એક જાહેરનામા દ્વારા તા.૨૬/૯ ના વહેલી સવારે ૬ કલાકથી ૬/૧૦/૧૧ રાત્રિના ૨૪ કલાક સુધી માતાના મઢ ખાતે આવેલ આશાપુરા માતાજીના મંદિર સંકુલમાં મોબાઈલ, કેમેરા, શંકાસ્‍પદ વસ્‍તુઓ, શ્રીફળ લઇ જવાની મનાઇ ફરમાવવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્‍લંઘન કરનારને સજા થશે.


અબડાસામાં રાષ્‍ટ્રીય સ્‍વાસ્‍થ્‍ય વીમા યોજના હેઠળ સારવારલક્ષી સ્‍માર્ટકાર્ડ જોગઃ
ભુજ,
જિલ્‍લામાં રાષ્‍ટ્રીય સ્‍વાસ્‍થ્‍ય વીમા યોજના હેઠળ સારવારલક્ષી સ્‍માર્ટ કાર્ડ બનાવવા માટે અબડાસા તાલુકાના ગામોમાં તા.૧૯/૯/૨૦૧૧ થી ૨૩/૯/૨૦૧૧ સુધી બી.પી.એલ.કુટુંબોના સભ્‍યોએ બીપીએલ યાદી મુજબ વ્‍યકિત દીઠ ૫ સભ્‍યોએ એક વર્ષની મુદત માટે નોંધણી ફી પેટે રૂપિયા ૩૦ ચૂકવી સારવારલક્ષી સ્‍માર્ટ કાર્ડ બનાવી લેવા. બીપીએલ લાભાર્થીઓ આ લાભથી વંચિત ન રહી જાય તે માટે ગામના સરપંચશ્રીઓ, સદસ્‍યશ્રીઓ, લોક આગેવાનોને આ કામગીરીમાં સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે. સ્‍માર્ટ કાર્ડ દ્વારા બીપીએલ કુટુંબોના નોંધાયેલા ૫ સભ્‍યો પૈકી ચોલા મન્‍ડલમ કંપની દ્વારા નિર્ધારિત દવાખાનાઓમાં એક વર્ષ માટે રૂપિયા ૩૦ હજાર સુધીની સારવાર પેટે ખર્ચની રકમ ચોલા મન્‍ડલમ કંપની દ્વારા કરવામાં આવનાર છે. જેથી આ રાષ્‍ટ્રીય સ્‍વાચ્‍થ્‍ય યોજનાનો લાભ લેવા મુખ્‍ય જિલ્‍લા આયોજન અધિકારી એસ.કે.મોઢ દ્વારા જણાવાયું છે.


કોમર્શીયલ રીતે સ્‍પર્ધાત્‍મક ગરબાઓના આયોજકો માટે જાહેરનામું બહાર પડાયું
ડોરફ્રેમ મેટલ ડીટેકટર, સી.સી. ટીવી કેમેરા રાખવાના રહેશેઃ
ભુજ,
ચાલુ માસે નવરાત્રિ પર્વ દશેરા પર્વની ઉજવણી કચ્‍છ જિલ્‍લામાં આગામી તા. ૨૬/૯ થી તા. ૬/૧૦/૧૧ સુધી થનાર છે. આ તહેવારો દરમિયાન શહેરી વિસ્‍તારોમાં જિલ્‍લા બહારથી, રાજય બહારથી જાણીતા ઓરકેસ્‍ટ્રા ગ્રુપોને બોલાવી એન્‍ટ્રી પાસ રાખી અથવા આમંત્રણ પત્ર છપાવી અને કોમર્શીયલ પ્રકારના સ્‍પર્ધાત્‍મક રાસ-ગરબાના કાર્યક્રમો મોટા પાયે આયોજન થતું હોય છે.
જેથી આવા મોટા પાયે કોમર્શીયલ અને સાર્વજનિક રીતે યોજવામાં આવતા દાંડીયા રાસ, ગરબા, મ્‍યુઝીકલ નાઇટના કાર્યક્રમ યોજતી સંસ્‍થાઓએ હાલની સલામતીની પરિસ્‍થિતની દ્રષ્‍ટિએ જિલ્‍લામાં કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઇ રહે અને કોઇ અનિચ્‍છનીય બનાવ બનવા ન પામે તથા એકત્રિત માનવ મેદની વગેરે બાબતે ચોકસાઇ અને તકેદારી રાખી શકાય તે માટે અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રટ શ્રી સી.પી.નેમાએ એક જાહેરનામું બહાર પાડી તમામ પ્રકારના ગરબાઓ મોડામાં મોડા રાત્રીના ૧૨-૦૦ વાગ્‍યા સુધી જ ચાલુ રાખી શકાશે તેમ જણાવ્‍યું છે. આ ઉપરાંત દરેક સંસ્‍થા/વ્‍યકિત તે સ્‍થળ અંગેનું પરફોર્મન્‍સ પ્રિમાઇસીસ લાયસન્‍સ નિયમાનુસાર મેળવી સ્‍થાનિકે રાખવાનું રહેશે.
સંબંધિત અધિકારી પાસે લાઉડ સ્‍પીકર વગાડવાની નિયમાનુસારની મંજૂરી મેળવી લેવાની રહેશે. ઇલેકટ્રીક અંગેના કનેકશનો સંબંધિત ઓથોરીટી પાસેથી મેળવી લેવાના રહેશે. દરેક એન્‍ટ્રી પોઇન્‍ટ ઉપર ડોરફ્રેમ મેટલ ડીટેકટર રાખવાના રહેશે. દરેક એન્‍ટ્રી પોઇન્‍ટ ઉપર તથા પાર્કીંગની જગ્‍યાએ સી.સી. ટીવી કેમેરા ગોઠવવાના રહેશે. કાર્યક્રમમાં અવર-જવરનું રેકોર્ડીંગ(વિડીયોગ્રાફી) કરવાનું રહેશે અને કરેલ રેકોર્ડીંગની સી.ડી. પોલીસ કંટ્રોલરૂમને આપવાની રહેશે. પાર્કીંગ માટે પૂરતી વ્‍યવસ્‍થા રાખવાની રહેશે. સિકયુરીટી માણસો સલામતી માટે રાખવાના રહેશે, તેમ વધુમાં આ જાહેરનામાં દ્વારા જણાવાયું છે.
આ જાહેરનામાના હુકમનો ભંગ અથવા ઉલ્‍લંઘન કરનાર શિક્ષાનેપાત્ર થશે.

વીરપુર પોલીસે ગોંડલ ની દલિત મહિલાને દેશી દારૂ સાથે ઝડપી લીધી

વીરપુર પોલીસ ના ઇન્ચાર્જ ફોજદાર રાયઝાડા એ આજે માતૃક્રીપા ટ્રાવેલ્સ ની બુસમાં મુસાફરી કરતી અને જુનાગઢ થી ગોંડલ દેશી દારૂ લઈને જતી શર્મિલા સોલંકી નામની મહિલાને દેશી દારૂના જથ્થા સાથે પકડી પાડી તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વીરપુર પોલીસ ના જમાદાર બલદેવસીહજી અ જણાવેલ કી ગોંડલ ની ઉક્ત મહિલા દેશી દારૂ લઈને નીકળી હોવાની વર્ષાબેન બારોટ નામના મહિલા પોલીસ ને મળેલી બાતમીના આધારે શર્મિલા ને પકડી પડી હતી. આ કાર્યવાહી માં ફોજદાર રાયઝાડા,બલુંભા, દિલીપસીહજી, વર્ષાબેન લખધીર વિગેરે રોકાયા હતા.

મોદી હિન્દુઓને ‘બિનસાંપ્રદાયિકતાનું ઝેર’ ન પીવડાવે : બાલ ઠાકરે

મોદી હિન્દુઓને ‘બિનસાંપ્રદાયિકતાનું ઝેર’ ન પીવડાવે : બાલ ઠાકરે: સદ્ભાવના મિશન દ્વારા પોતાની છબી બિનસાંપ્રદાયિક ચીતરવાના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસો બદલ તેમની...

બાબા રામદેવની સ્વાભિમાન યાત્રાનો ઝાંસીથી પ્રારંભ

બાબા રામદેવની સ્વાભિમાન યાત્રાનો ઝાંસીથી પ્રારંભ: યોગગુરુ બાબા રામદેવે એક લાખ કિલોમીટરની સ્વાભિમાન યાત્રાનું બીજું ચરણ ઉત્તર પ્રદેશના ઝાંસીથી શરૂ કર્યું છે. મંગળવારે પોતાની યાત્રાની શરૂઆતમાં તેમણે સમર્થકોને સંબોધિત કર્યા અને ચાર લાખ કરોડના

ભારતને ત્રણ દશક બાદ મળશે G-24ની અધ્યક્ષતા

ભારતને ત્રણ દશક બાદ મળશે G-24ની અધ્યક્ષતા: ભારતને લગભગ ત્રણ દશક બાદ એકવાર ફરીથી 22 સપ્ટેમ્બરના રોજ જી-24 (24 વિકાશશીલ દેશોનો સમુહ)ની અધ્યક્ષતા સોંપવામાં આવશે. કેન્દ્રીય નાણાં મંત્રાલયે કહ્યું કે કેન્દ્રીય નાણાંમંત્રી પ્રણવ મુખરજી 2

તેલંગણા મુદ્દે હડતાલ : બસ સેવા ઠપ્પ

તેલંગણા મુદ્દે હડતાલ : બસ સેવા ઠપ્પ: આંધ્રપ્રદેશના તેલંગણા ક્ષેત્રમાં છેલ્લા એક અઠવાડિયાથી જારી હડતાલથી પરિસ્થિતિ વધુ વણસી રહી છે. હવે આ હડતાલમાં સડક પરિવહન નિગમના 50 હજાર કર્મચારીઓ પણ શામેલ થઇ

મેં નથી કર્યા મોદીના વખાણ,રેકોર્ડ ચેક કરાવી લો :મહેબુબા મુફતી

મેં નથી કર્યા મોદીના વખાણ,રેકોર્ડ ચેક કરાવી લો :મહેબુબા મુફતી: પીડીપી નેતા મહેબુબા મુફ્તીએ બીજેપી નેતા સુષ્મા સ્વરાજને અમદાવાદમાં મોદીના સદ્ભાવના ઉપવાસ દરમિયાન આપવામાં આવેલા નિવેદનનો અસ્વીકાર કરતા કહ્યું કે તેઓએ એનઆઇસીની

સિક્કીમના કેટલાક વિસ્તારો હજી પણ સંપર્ક વિહોણા, મૃતાંક 80 થયો

સિક્કીમના કેટલાક વિસ્તારો હજી પણ સંપર્ક વિહોણા, મૃતાંક 80 થયો: ભૂકંપન કારણે વ્યાપક પ્રમાણમાં નુંકશાનગ્રસ્ત એવા સિક્કીમ રાજ્યના મનગાન અને સિંગતામ જેવા વિસ્તારો રાહત અને બચાવકર્મીઓ માટે હજી પણ પહોંચની બહાર છે. બીજી તરફ વિનાશક...

વડાપ્રધાન આવતી કાલે સં.રા મહાસભા સત્રમાં ભાગ લેવા ન્યૂયોર્ક જશે

વડાપ્રધાન આવતી કાલે સં.રા મહાસભા સત્રમાં ભાગ લેવા ન્યૂયોર્ક જશે: વડાપ્રધાન મનમોહન સિંહ આગામી શનિવારના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સત્રમાં ભાગ લેવા માટે આવતી કાલે ન્યૂયોર્ક જવા રવાના થશે.

30 સપ્ટેમ્બર સુધી અગ્નિવેશ કોર્ટમાં હાજર થાય

30 સપ્ટેમ્બર સુધી અગ્નિવેશ કોર્ટમાં હાજર થાય: સ્વામી અગ્નિવેશ માટે મુશ્કેલીઓ વધતી જાય છે. પંજાબની હાંસી કોર્ટે કહ્યું છે કે જો તેઓ 30 સપ્ટેમ્બર સુધી કોર્ટમાં રજૂ નહીં થાય તો તેઓને ભાગેડુ જાહેર કરી દેવામાં આવશે. સ્વામી

મારી જીંદગી ખુબ જ કપરી છે : તસલીમા નસરીન

મારી જીંદગી ખુબ જ કપરી છે : તસલીમા નસરીન: ઈસ્લામી કટ્ટરપંથીઓ, રાજનૈતિક અને સામાજીક ફતવાઓનો ભોગ બનેલી બાંગ્લાદેશની વિવાદાસ્પદ લેખીકા તસલીમા નસરીને જણાવ્યું હતું કે તેની જીંદગી આસાન નથી અને તેને કોલકાતા પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

ગુરુવાર, 15 સપ્ટેમ્બર, 2011



અમેરિકાએ મુંબઈમાં રૂ. ૧૦૦૦ કરોડની પ્રોપર્ટી વેચવા કાઢી

અમેરિકાએ મુંબઈમાં રૂ. ૧૦૦૦ કરોડની પ્રોપર્ટી વેચવા કાઢી: મુંબઈમાં રિયલ એસ્ટેટના ભાવ આસમાને પહોંચી રહ્યા છે ત્યારે જ અમેરિકાની સરકારે તેના કોન્સ્યુલેટને ભારતમાં રહેલી તેમની...

ઓક્ટોબરથી હેલ્થ વીમા પોર્ટેબિલિટીનો પ્રારંભ

ઓક્ટોબરથી હેલ્થ વીમા પોર્ટેબિલિટીનો પ્રારંભ: મોબાઇલ ફોનના સર્વિસ પ્રોવાઇડરની સર્વિસિસ જો આપને પસંદ ન હોય તો તમે જેમ મોબાઇલ ફોન પોર્ટેબિલિટીનો લાભ લઈને...

CBSE દ્વારા આગામી વર્ષથી AIEEE ઓનલાઇન લેવાશે

CBSE દ્વારા આગામી વર્ષથી AIEEE ઓનલાઇન લેવાશે: સીબીએસઈ આગામી વર્ષથી કુલ ૨૨ શહેરોમાં ઓલ ઈન્ડિયા એન્ટ્રેન્સ એક્ઝામિનેશન ફોર એન્જિનિયરિંગ (એઆઈઈઈઈ) ઓનલાઇન...

ઇન્ટેલીજન્સ એજન્સીઓમાં રહેલી ઉણપોને પહોંચી વળવા હજુ પણ સાત વર્ષ જેટલો સમય લાગશે : ચિદમ્બરમ

ઇન્ટેલીજન્સ એજન્સીઓમાં રહેલી ઉણપોને પહોંચી વળવા હજુ પણ સાત વર્ષ જેટલો સમય લાગશે : ચિદમ્બરમ: બે મહિનામાં બે બ્લાસ્ટ અમારા કામકાજ સામે આંગળી ચીંધે છે. પાકિસ્તાનમાં ચાર અથવા પાંચ આતંકવાદી ગ્રુપ કામ કરી છે જેઓ ભારતમાં સતત હુમલાઓ કરી રહ્યા છે. રાજ્યોના ડીજી

2જી કૌભાંડમાં આજે કોર્ટમાં આરોપો નક્કી કરાશે

2જી કૌભાંડમાં આજે કોર્ટમાં આરોપો નક્કી કરાશે: 2જી કૌભાંડમાં પુર્વ ટેલિકોમ મંત્રી એ રાજા અને ડીએમકે સાંસદ કનિમોઝી સહિત 17 આરોપીઓના વિરૂદ્ધ આજે આરોપો નક્કી કરવામાં આવશે. વિશેષ સીબીઆઇ જ્જ ઓપી સૈનીએ આરોપીઓ

જેતપુરની શાળા સંચાલકોએ કર્યો ચાલુ જ્યોતિષના નામે ધીકતો ધંધો..તાન્ત્રીકોને રૂમ ભાડે આપી કર્યો કમાણીનો ખેલ....



જેતપુરના કણકીયા પ્લોટ માં આવેલ શારદા વિદ્યા મંદિર નામની શાળાના સંચાલકોને શું જાને કબુદ્ધિ સુજી છે કે તેઓએ ગુજરાત બહારના કેટલાક તાંત્રિકોને શાળાનો એક રૂમ ભાડે આપી જ્યોતિષના ખેલ ખેલ ચાલુ કાર્ય છે.
આ તાંત્રિકો મુંજવણમાં મુકાયેલા લોકોને ઉગારવાના આંબા આંબલી બતાવીને રીતસરના છેતરી રહ્યા હોવાની વિગતો મળી છે.જાણકારો કહે છે કે આ તાંત્રિકો પાસે કોઈ લાયસન્સ કે જરૂરી સરકારી દસ્તાવેજો નથી કે તેઓ આમ પ્રજાને છેતરી શકે.
અમુક વાલીઓએ આ વાતને ગેરવાજબી બતાવીને એવો રોષ વ્યક્ત કર્યો છે કે સંસ્કારો અને વિદ્યાનું ધામ એવી શાળાઓમાં આવા ગેરકાયદેસર ધીકતા ગોરખ ધાંધ હરગીજ નાં ચાલવા દેવાય.
રાજ્યના શિક્ષણ મંત્રી તમો ક્યાં છો ? જેતપુરની આ શાળાના સંચાલકોને કઈક વિદ્યાના પાઠ ભણાવો, ભણાવો..તેઓને શું શાળાની આવક ઓછી પડી કે આમ આવા તંત્રીકોને રૂમ ભાડે આપી જ્યોતિષના નામે ધીકતો ધંધો ચાલુ કરવા દીધો ????
જેતપુરની શૈક્ષણિક સંસ્થાઓના માંધાતાઓ એવા
ડોક્ટર પ્રિયવદન કોરાટ અને દિનેશભાઈ ભુવા તમો ક્યાં છો ? ક્યાં છો ?

Beautiful India

Account Options

kkumarjoshi@gmail.com | Settings | Help | Sign out

Gmail by Google

Show search options
Create a filter
Compose Mail

Folders

Inbox (240)

Starred star
Sent Mail

Drafts (5)

All Mail

Spam (433)

Trash

Contacts

Labels

Boxbe Waitin… (155)


kashyap josh…
KASHYAPJOSHI…
Edit labels
« Back to Inbox ‹ Newer 29 of 289 Older ›
Print conversation Print Open conversation in new window New window

Beautiful India

Inbox

Beautiful India



Click Here For More Fun
A Baptist Church in Alichen, Nagaland.

Click Here For More Fun
Nohkalikai Falls at Cherapunji, Meghalaya.

Click Here For More Fun

View from Ooty, Tamil Nadu.



Click Here For More Fun
Raigad Fort, Maharashtra.




Click Here For More Fun
Tea Gardens at Munnar, Kerala.

Click Here For More Fun
Kanchenjunga (8586m) viewed from Sandakphu, Sikkim.


Click Here For More Fun
Temple Tank, Bhoga Nandeeshwara temple, Karnataka.


Click Here For More Fun
Temple Tank , Bhoga Nandeeshwara temple, Karnataka.


Click Here For More Fun
Temple Tank, Bhoga Nandeeshwara temple, Karnataka.




Click Here For More Fun

Enroute to Kibber, Himachal Pradesh.


Click Here For More Fun
Nubra Valley, Ladakh, Jammu and Kashmir.


Click Here For More Fun
The blue range of mountains that run along the western coast of India.This shot was taken in mid May from Palivasal Tea Estate in Munnar, Kerala.



Click Here For More Fun
Kargil District, Ladakh, Jammu and Kashmir.




Click Here For More Fun
Kaveri river running through Hogenakkal, Tamil Nadu.




Click Here For More Fun
Lake Pichola , Udaipur , Rajasthan.


Click Here For More Fun
Chittorgarh Fort, Rajasthan.




Click Here For More Fun
Kumbalgarh Fort, Rajasthan.




Click Here For More Fun
Thirumalai Nayak Palace, inner courtyard, Madurai,Tamil Nadu.


Click Here For More Fun
The port city of Vishakhapatnam (Vizag for short), Andhra Pradesh.



Click Here For More Fun
Lake Palace, Udaipur, Rajasthan.





Click Here For More Fun
Eravikulam National Park, Kerala.




Click Here For More Fun
Tso-kyo Lake, Tawang, Arunachal Pradesh.




Click Here For More Fun
Valley of Flowers National Park, Uttaranchal.




Click Here For More Fun
Silent Valley, Palakkad, Kerala.




Click Here For More Fun
A boathouse on the placid backwaters of Kumarakom, Kerala.



Click Here For More Fun

A Cathedral in Thiruvalla, Kerala incorporating the features of a traditional Hindu Temple, a Mosque and a Church.




Click Here For More Fun
Munnar, Kerala.




Click Here For More Fun
Gaganachukki Falls, Mandya, Karnataka.





Click Here For More Fun
Vellore fort, Tamil Nadu.


« Back to Inbox ‹ Newer 29 of 289 Older ›
Get new mail notifications. Download the Gmail Notifier. Learn more
You are currently using 496 MB (6%) of your 7626 MB
Last account activity: 0 minutes ago at IP 38.110.151.236. Details
Gmail view: standard | basic HTML Learn more
©2011 Google - Terms - Privacy Policy - Gmail Blog - Google Home