ગાંધીવાદી અણ્ણા હજારેએ કેશ ફોર વોટ કૌભાંડના આરોપીઓને ફાંસી આપવાની માંગ કરી છે. કેશ ફોર વોટ મામલે પોતાનું કડક વલણ દાખવતા ગાંધીવાદી અણ્ણા હજારેએ મંગ
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
બુધવાર, 7 સપ્ટેમ્બર, 2011
કેશ ફોર વોટ દોષીઓને ફાંસીની સજા આપો :અણ્ણા હજારે
ગાંધીવાદી અણ્ણા હજારેએ કેશ ફોર વોટ કૌભાંડના આરોપીઓને ફાંસી આપવાની માંગ કરી છે. કેશ ફોર વોટ મામલે પોતાનું કડક વલણ દાખવતા ગાંધીવાદી અણ્ણા હજારેએ મંગ
દિલ્હી હાઈકોર્ટ બહાર બ્રીફકેસ બ્લાસ્ટ : ૧૧નાં મોત
દેશનું પાટનગર નવી દિલ્હી ફરી એકવાર પ્રચંડ બોમ્બ બ્લાસ્ટથી હચમચી ઉઠયું છે. ત્રાસવાદે ફરી એકવાર તેનો બિહામણો ચહેરો...
લોકાયુક્ત મુદ્દે ભાજપ સંસદને ગેરમાર્ગે દોરી રહ્યો છેઃ કોંગ્રેસ
ગુજરાતનાં રાજ્યપાલ કમલાદેવી દ્વારા રાજ્યમાં લોકાયુક્તની નિમણૂક કરવાના વિવાદાસ્પદે મુદ્દાએ પાટનગર નવી દિલ્હીમાં રાજકીય મોરચે ગરમાવો સર્જ્યો છે. ભાજપ દ્વારા ગુજરાતનાં રાજ્યપાલે કરેલી લોકાયુક્તની નિમણૂકને ગેરબંધારણીય ગણાવાઈ રહી છે...
યુપીએ સરકારને બચાવવા સર્જાયું કૌભાંડ
વડાપ્રધાન મનમોહનસિંહના નેતૃત્વની યુપીએ સરકારે ૨૨મી જુલાઇ ૨૦૦૮માં વિશ્વાસનો મત જીતી સત્તા ટકાવી રાખવા માટે કેટલાક ભારતીય સાંસદોના મત મેળવવા તેમને લાંચ આપી હોવાનો સરકાર પર આરોપ છે, જેને કેશ ફોર વોટ (મતોની ખરીદી)નું કૌભાંડ કહે છે.
યુપીએ સરકારને બચાવવા સર્જાયું કૌભાંડ
વડાપ્રધાન મનમોહનસિંહના નેતૃત્વની યુપીએ સરકારે ૨૨મી જુલાઇ ૨૦૦૮માં વિશ્વાસનો મત જીતી સત્તા ટકાવી રાખવા માટે કેટલાક ભારતીય સાંસદોના મત મેળવવા તેમને લાંચ આપી હોવાનો સરકાર પર આરોપ છે, જેને કેશ ફોર વોટ (મતોની ખરીદી)નું કૌભાંડ કહે છે.
સુપ્રીમે ઝાટકણી કાઢી પછી તપાસ ઝડપી બની
અમરસિંહના ટોપ ટેન વિવાદો
એક એવોર્ડ ફંક્શનમાં શાહરુખ ખાન એવી જોક કરે છે કે તેને અમરસિંહની આંખોમાં બદઇરાદા એટલે કે દરિંદગી દેખાઈ રહી છે. થોડા દિવસ પછી ખાનના મુંબઈના ઘરની બહાર કેટલુંક ટોળું જમા થાય છે અને અમરસિંહ સામેની આવી ટિપ્પણી માટે શાહરુખ ખાન માફી માગે તેવી માગણી કરાય છે.
જેતપુર નાઝીક ઘવાયેલા વૃદ્ધનું મોત
મંગળવાર, 6 સપ્ટેમ્બર, 2011
આખા દેશમાં માત્ર ગુજરાત રાજ્યે જમીનના રીસરવેની કામગીરી શરૂ કરી છે ત્યારે નવનિયુક્ત સર્વેયરોની કામગીરી મહત્ત્વપૂર્ણ બનશેઃ મહેસુલમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ



રાજ્યના મહેસુલ વિભાગના જમીન દફતર ખાતા દ્વારા ૩૬૮ નવનિયુક્ત સર્વેયરોને મંત્રીશ્રીના હસ્તે નિમણુંક હૂકમો અપાયા
ગાંધીનગર, સોમવારઃ રાજ્ય સરકારના મહેસુલ વિભાગના જમીન દફતર ખાતા દ્વારા યોજાયેલા નવનિયુક્ત સર્વેયરોને નિમણૂંક હૂકમ આપવાના સમારોહમાં ઉપસ્થિત રાજ્યના મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે યુવાનોને નિમણૂંકના હુકમ આપી આવકારતાં જણાવ્યું હતું કે, સરકારી વહીવટી તંત્રમાં સેવા કરવાની તક એવા વિભાગમાં મળી છે જેની શરૂઆત ઇ.સ. ૧૮૮૪માં થઇ હતી. તેમણે સૌ સર્વેયરોને કાર્યનિષ્ઠા દાખવી આ સેવા બજાવવા અનુરોધ કર્યો હતો. જમીન દફતર ખાતું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તમામ નાગરિકો સાથે જોડાયેલું છે એટલે આ વિભાગમાં કામ કરવું સૌથી મહત્ત્વનું છે.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે પારદર્શિતા સાથે લોકકલ્યાણના કાર્યો કરવાનાં મંત્ર સાથે વિકાસની વણથંભી વણઝાર સર્જી છે ત્યારે નવનિયુક્ત કર્મચારીઓએ આ મંત્રને સાર્થક કરવા પુરૂષાર્થ કરવાનો છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના કોઇપણ વિભાગમાં સંપૂર્ણ પારદર્શિતા સાથે માત્રને માત્ર મેરિટના આધારે ભરતી કરવામાં આવે છે. તાજેતરમાં શિક્ષણ વિભાગે ૧૩,પ૦૦ વિઘાસહાયકોની ભરતી કરી તેમાં કયાંય પણ ભ્રષ્ટાચારને સ્થાન નથી. ભૂતકાળમાં નિમણૂંક તો ઠીક બદલીઓમાં પણ ભ્રષ્ટાચાર થતા ત્યારે આ રાજ્ય સરકારે સીનિયોરીટીના આધારે બદલીના કેમ્પ કર્યા અને પારદર્શિતા સ્થાપી છે. રાજ્ય સરકારે આવા ત્રણેક લાખ જેટલા યુવાનોને માત્ર ને માત્ર મેરીટના આધારે આ રાજયમાં નોકરી આપી છે. આ જ રીતે આજે ૩૬૮ જેટલાં સર્વેયરોને નોકરી આપવામાં આવી છે. ભ્રષ્ટાચારના નિર્મૂલન માટે રાજ્ય સરકારે અનેકવિધ કામગીરી આરંભી છે. જમીન દફતર સુધારણા કાર્યક્રમ ઉપરાંત રાજ્યભરના રરપ તાલુકામાં જનસેવા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં અંદાજે ૧૩૦ પ્રકારના જનસેવાના કાર્યો સમય મર્યાદામાં પૂર્ણ થાય તેવી સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. ગામના લોકોને તાલુકા મથકે પણ જવું પડે નહીં પરંતુ ૭/૧૧ ના ઉતારા કે જન્મ-મરણની નોંધ જેવા કામ ગામમાં જ થાય તે માટે ઇ-ગ્રામ યોજના શરૂ કરી. ભૂમાફિયા, ગરીબોની જમીન હડપ કરે નહી તે માટે રાજ્ય સરકારે તકેદારી રાખી ઇ-જમીનના પ્રોજેકટમાં ખેડૂત ખાતેદારની સંપૂર્ણ સામેલગીરી કરી છે. આખા દેશમાં માત્ર ગુજરાત રાજ્યે જમીનના રી-સરવેની કામગીરી શરૂ કરી છે જેનો અભ્યાસ કરવા અન્ય રાજ્યોના અધિકારીઓ આવી રહ્યા છે ત્યારે આ સરવેની કામગીરીમાં આજથી જોડાતા ૩૬૮ સર્વેયરોને કારણે વધુ ઝડપ આવશે. વર્ષ ર૦૧પમાં રાજ્યની તસુએ તસુ જમીનનો રી-સરવે કરવાના લક્ષ્યાંકને સિદ્ધ કરી શકાશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
જમીન મોજણીમાં ટેકનોલોજીનો ઉપયોગ મહત્ત્વનો છે તેમ જણાવી મંત્રીશ્રીએ નવનિયુક્ત સર્વેયરોને આધુનિક ટેકનોલોજીના ઉપયોગ માટે તાલીમબધ્ધ થવા અને કૌશલ્યવાન બનવા અનુરોધ કર્યો હતો. તેમણે જમીન મહેસુલ દફતરના કોમ્પ્યુટરાઇઝેશનનો પણ ઉલ્લેખ કર્યો હતો અને નવનિયુક્ત સર્વેયરોને ઉજ્જવળ નૂતન કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન શ્રી પ્રકાશભાઇ સોનીએ નવનિયુક્ત સર્વેયરોને આવકારી જણાવ્યું હતું કે, આજે રાજ્ય સરકારના ધનિષ્ઠ આયોજનને કારણે જે ઉમેદવારોએ-યુવાનોએ ટેકનિકલ શિક્ષણ મેળવ્યું છે તેવા મોટાભાગના બેરોજગાર યુવાનોએ આજે રાજ્યમાં રોજગારી મળી રહી છે. યુવાનોમાં કૌશલ્ય નિર્માણ દ્વારા યુવાનોને વધુ કાર્યક્ષમ બનાવી રાજ્ય સરકારે રોજગારીની ઉપલબ્ધ તકોમાં વધારો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં તસુએ તસુ જમીનની મોજણી કરવાના મહત્ત્વના કાર્ય માટેની જરૂરિયાતને પૂરી કરવા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે સર્વેયરોની ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા જાહેરાત કરી હતી.
આ પ્રસંગે મહેસુલ વિભાગના અગ્ર સચિવ શ્રી સી. એલ. મીનાએ નવનિયુક્ત મોજણીકારોને આવકારતા જણાવ્યું હતું કે, જમીન મહેસુલ વિભાગ વર્ષોથી ચાલતો આવે છે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે કે જેણે આ જિલ્લામાં આધુનિક પદ્ધતિથી જમીનના પુનઃ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. બાકીના આઠ જિલ્લામાં આ કામગીરી શરૂ કરવામાં આવશે. શ્રી મીનાએ જણાવ્યું હતું કે, જે શ્રેષ્ઠ છે તેને ટકાવી રાખવું ધણું મહવનું છે તેમણે શ્રેષ્ઠ કામગીરી નિષ્ઠાથી બજાવી પોતાના કૌશલ્યને જાળવી રાખવા નવનિયુક્ત સર્વેયરોને અનુરોધ કર્યો હતો. મોજણીમાં મશીન અને કોમ્પ્યુટરના ઉપયોગ સાથે કદમતાલ મીલાવી કર્તવ્યપરાયણતા સતત જાળવી રાખવા પણ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત અને નવનિયુક્ત સર્વેયરોને આવકારતા સેટલમેન્ટ કમિશનર શ્રી એમ.વી. જોશીએ જણાવ્યું હતું કે, મેરીટ પ્રાપ્ત કરનારા ઉમેદવારોને પસંદગીનો અવકાશ મળે અને આખી પ્રક્રિયા પારદર્શિ બને તેવા રાજ્ય સરકારના અભિગમને કારણે જ આ સમારોહ શક્ય બન્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા માત્ર ૧૯ દિવસના ટુંકા ગાળામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી જે ઝડપ દર્શાવી, જે પારદર્શિતા દર્શાવી તે ખરેખર ઉદાહરણરૂપ છે. તેમણે રાજ્યના સાત જિલ્લામાં યુદ્ધના ધોરણે થઇ રહેલી આધુનિક પદ્ધતિ આધારિત જમીન મોજણીની પણ માહિતી આપી નવનિયુક્ત મોજણીદારોને પોતાની સેવા નિષ્ઠાથી બજાવવા અનુરોધ કર્યો હતો.
આ સમારોહની શરૂઆતમાં દીપપ્રાગટય બાદ ઉપસ્થિત મહાનુભાવોનું પુસ્તક અર્પણ કરી સ્વાગત કરાયું હતું. મહેસુલમંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સર્વેયરોને નિમણૂંકના હુકમપત્રોનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે મહેસુલ સચિવ અને જમીન સુધારણા કમિશનર શ્રી એસ. એ. ગોલકિયા, મહેસુલ વિભાગના અધિક સચિવ શ્રી હેમેન્દ્ર શાહ સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાથમિક શિક્ષણ ગુણવત્તાસભર બનાવવાના સફળ પ્રયોગો વિષયક ત્રણ પુસ્તિકાઓનું વિમોચન
વિશ્વભરના ગુજરાતીઓ માટે ઇન્ટરનેશનલ ગુજરાત કવીઝ કોમ્પીટીશનનો ઓનલાઇન પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી
વીસ વિજેતાઓને સરકારના ખર્ચે ગુજરાત દર્શન-પર્યટનનું અનોખું ઇનામ અપાશે
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની અસ્મિતા અને ગરિમાપૂર્ણ વિકાસથી વિશ્વભરમાં વસતા ગુજરાતીઓ માહિતગાર થાય એ માટેની આંતરરાષ્ટ્રીય કક્ષાની ગુજરાત કવીઝ ઓનલાઇન કોમ્પીટીશનની વેબસાઇટ આજે શિક્ષક દિવસે લોન્ચ કરી હતી.
વિશ્વમાં વસતા કોઇપણ ગુજરાતી, આ ગુજરાત કવીઝની ઓનલાઇન સ્પર્ધામાં બીજી ઓકટોબર ર૦૧૧ સુધી ભાગ લઇ શકશે જેમાં ગુજરાત, રાજ્ય બહારના અને વિદેશોમાં વસતા ગુજરાતીઓ માટે અલગ અલગ વિજેતા કક્ષા સુનિヘતિ કરવામાં આવી છે અને ગુજરાત વિષયક પ૦૦૦ જેટલા પ્રશ્નોની બેંક પ્રસ્તુત કરવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીએ જાહેર કર્યું હતું કે, આ ઇન્ટરનેશનલ ગુજરાત કવીઝ કોમ્પીટીશનમાં વિજેતા બનેલા દશ વિદેશના, પાંચ ભારતના અને પાંચ ગુજરાતના એમ કુલ વીસ વિજેતાઓને સહકુટુંબ રાજ્ય સરકારના શિક્ષણ અને પ્રવાસન વિભાગોના ઉપક્રમે ચાર રાત્રી અને પાંચ દિવસ માટે "ગુજરાત દર્શન' પર્યટનના ઇનામો અપાશે.
ગુજરાતીઓ અને શાળા-કોલેજોના, વિઘાર્થીઓ સર્વાધિક સંખ્યામાં "ગુજરાત કવીઝ' સ્પર્ધામાં ભાગ લે એવા શિક્ષણના આ અભિયાનને સફળ બનાવવા આહ્્વાન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આજે શિક્ષણ વિભાગ આયોજિત એક કરોડ વિઘાર્થીઓ સાથેના શૈક્ષણિક સંવાદ સત્રનો પ્રારંભ કરતા પૂર્વે પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા ઊંચે લાવવાના શિક્ષકોની નવતર સફળ પ્રયોગાત્મક સિધ્ધિઓ વિષયક ત્રણ પુસ્તિકાઓનું પણ વિમોચન કર્યું હતું.
શિક્ષક દિવસઃ ર૦૧૧ ગુજરાતના શ્રેષ્ઠ ર૯ શક્ષકો પુરસ્કૃત રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગરિમામય સમારોહમાં શિક્ષકો સન્માનિત થયા ગુજરાત ભરમાં એક કરોડ વઘાર્થી શિક્ષકોએ જીવંત પ્રસારણ નિહાળ્યું રાજ્યપાલશ્રી



શિક્ષક દિવસઃ ર૦૧૧
ગુજરાતના શ્રેષ્ઠ ર૯ શક્ષકો પુરસ્કૃત
રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગરિમામય સમારોહમાં શિક્ષકો સન્માનિત થયા
ગુજરાત ભરમાં એક કરોડ વઘાર્થી શિક્ષકોએ જીવંત પ્રસારણ નિહાળ્યું
રાજ્યપાલશ્રી
શિક્ષણની ગૌરવપૂર્ણ ભારતીય પરંપરાઓને જારી રાખવાનું આપણું દાયિત્વ છે
મુખ્યમંત્રીશ્રી
ગુજરાતમાં શિક્ષણમાં ગુણાત્મક પરિવર્તન માટે શિક્ષકનો અંતરાત્મા જાગી ઉઠયો
જ્ઞાનશકિતના આધારે ગુજરાતમાં એક દશકમાં શિક્ષણના સર્વાંગી પરિવર્તનની સતત નવી કેડી કંડારી છે
રાજ્યપાલ શ્રીમતી ર્ડા. કમલાજી અને મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે આજે શિક્ષક-દિવસઃ ર૦૧૧ના અવસરે ગુજરાતના ર૯ શ્રેષ્ઠ શિક્ષકોને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
ગાંધીનગરમાં ર્ડા. સર્વપલ્લી રાધાકૃષ્ણનની ૧ર૩મી જન્મજ્યંતીના અવસરે શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર પ્રદાન સમારોહનું જીવંત પ્રસારણ ઉપગ્રહ સેવા દ્વારા સમગ્ર ગુજરાતમાં થયું હતું.
રાજ્યપાલશ્રી
ગુજરાતના રાજ્યપાલ ર્ડા. શ્રીમતી કમલાજીએ જણાવ્યું હતું કે આપણી પ્રાચીન શિક્ષણ પ્રણાલી તેના સમયથી ધણી આગળ હતી એટલું જ નહીં, પણ આપણા વિશ્વવિઘાલયોની ખ્યાતિ સમગ્ર વિશ્વમાં ફેલાયેલી હતી. શિક્ષણની આ ગૌરવપૂર્ણ ભારતીય પરંપરાઓને જારી રાખવાનું આપણું ઉત્તરદાયિત્વ બને છે.
મહાન શિક્ષક અને પ્રખર તત્વચિંતક પૂર્વ રાષ્ટ્રપતિ ર્ડા. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજ્યંતિ ""શિક્ષક દિન'' તરીકે મનાવવામાં આવે છે. તે નિમિત્તે આજે ગાંધીનગર ટાઉન હોલમાં ગુજરાત સરકાર દ્વારા આયોજિત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિકોથી સન્માનવાના સમારોહમાં રાજ્યપાલ ર્ડા. શ્રીમતી કમલાજી સંબોધન કરી રહ્યાં હતાં.
તેમણે જણાવ્યું હતું કે શિક્ષકો નવી પેઢીના ભવિષ્યના નિર્માતા છે. તેઓ તેમને આવનાર પડકારોનો મુકાબલો કરવામાં સમર્થ બનાવી સમાજ અને રાષ્ટ્રની અમૂલ્ય સેવા કરે છે. તેમણે ઉમેર્યું હતું કે આપણે યાદ રાખવું જોઇએ કે શિક્ષણ નૈતિક મૂલ્યો પ્રદાન કરનારૂં સૌથી સબળ માધ્યમ છે, જેના થકી સામાજિક બદલાવ લાવી શકાય છે.
ર્ડા. શ્રીમતી કમલાજીએ જણાવ્યું હતું કે શિક્ષકોએ વિઘાર્થીઓના મનમાં એવા પ્રકારની જિજ્ઞાસાની ચેતના પ્રજવલ્લિત કરવાની છે કે તેમનામાં જીવનભર જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની અભિલાષા જાગૃત કરે અને તેઓ સમાજ અને રાષ્ટ્રની ઉન્નતિ અને કલ્યાણના માર્ગે અગે્રસર બને. આપણા વિઘાર્થીઓને એક વિશ્વ નાગરિક બનાવવાની સાથે ભારતની ગૌરવપૂર્ણ સાંસ્કૃતિક વિરાસત પણ સુરક્ષિત રહે તેવા માર્ગદર્શકની ભૂમિકા શિક્ષકોએ અદા કરવાની છે.
રાજ્યપાલશ્રીએ રાજ્ય પુરસ્કારોથી સન્માનિત શિક્ષકોને હાર્દિક અભિનંદન આપ્યા હતા અને તેમણે આશા વ્યકત કરી હતી કે આપણા શિક્ષકો જે શહેરોના હોય કે અંતરિયાળ વિસ્તારોની શાળાઓના હોય તેઓ સખ્ત પરિશ્રમ અને લગનની સાથે તેમનું કર્તવ્ય નિભાવવા માટેના ભરપૂર પ્રયાસો જારી રાખશે.
મુખ્યમંત્રીશ્રી
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના સ્થિર ગતિના વિકાસમાં શિક્ષકોના ઉત્તમ યોગદાનને પ્રેરક ગણાવતા શ્રેષ્ઠ શિક્ષકોને અભિનંદન અને શુભેચ્છા આપ્યા હતાં.
ગુજરાતનો આધુનિક વિકાસ પંચામૃત શકિતના આધારસ્થંભ ઉપર જ્ઞાનશકિતનો મહિમા કરીને ગતિમાન બન્યો છે તેનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે શિક્ષક દિવસ અને શ્રેષ્ઠ શિક્ષકોના સન્માનના અવસરમાં આ સરકારે પ્રાણ પૂર્યા છે અને માત્ર સન્માનિત શિક્ષકો જ ગૌરવની અનુભૂતિ કરે એથી ય વિશેષ સમગ્ર શિક્ષક આલમ અને સમાજ પણ શિક્ષકોના ગૌરવની અનુભૂતિ કરે એ હેતુથી ઉપગ્રહ પ્રસારણ સેવાની ટેકનોલોજીનો વિનિયોગ કરીને ગુજરાતભરમાં એક કરોડથી વધારે શિક્ષકો અને વિઘાર્થીઓ એમાં ભાગીદાર બની રહ્યા છે. દુનિયાનો કદાચ આ સૌથી મોટો પ્રેરણાવર્ગ છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતમાં શિક્ષક દિવસની ઉજવણી અને શિક્ષક સન્માનનો આવો અવસર સમગ્ર શિક્ષણ જગતમાં સર્વસ્વીકૃત આદર પામ્યો છે તેનો આનંદ વ્યકત કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે કોઇપણ સમાજના વિકાસ માટે શિક્ષણ જ પાયો છે અને ગુજરાતે છેલ્લા એક દશકમાં ગુજરાતના શિક્ષણમાં ગૂણાત્મક બદલાવ લાવવાની પ્રતીતિ કરાવી છે.
શિક્ષણમાં ગુણાત્મક પરિવર્તન માટે ગુજરાતના શિક્ષકનો અંતરાત્મા જાગી ઉઠયો છે અને ભવિષ્યમાં ઉત્તમ શિક્ષણની ઉજ્જવળ કેડી આજના શિક્ષકો નીત્યનૂતન નવા પ્રયોગો કરીને કંડારી રહ્યા છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં ગુણોત્સવના માધ્યમથી પ્રાથમિક શિક્ષણમાં ગુણાત્મક બદલાવ માટે શિક્ષકો જ રાહ અપનાવી લીધો છે તેને આવકાર આપ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સમગ્ર દેશમાં ઉચ્ચ શિક્ષણ અને યુનિવર્સિટીઓની કોલેજોનું ગુણવતા માટે ગ્રેડેશન થાય છે પરંતુ ગુજરાત સરકારે તો પ્રાથમિક શાળા, શિક્ષક, વિઘાર્થીના સ્તરનું ગ્રેડેશન કરવાની ગૂણોત્સવ દ્વારા પહેલ કરી છે જે અવિરત પ્રાથમિક શિક્ષણની ગૂણવતા સુધારવા માટેનું પ્રેરક બળ બની રહ્યું છે.
શિક્ષણ મંત્રીશ્રી રમણલાલ વોરાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે ગુજરાતના તમામ શિક્ષકો સાચા અર્થમાં શ્રેષ્ઠ શિક્ષક છે પરંતુ, આમાંથી પણ શ્રેષ્ઠત્તમ શિક્ષકોનું સન્માન થઇ રહ્યું છે. જ્યોતિગ્રામ કારણે આજે ગ્રામ્યકક્ષાના ૬પ ટકા વિઘાર્થીઓ જાહેર પરિક્ષાઓમાં પ્રથમ હરોળમાં આવી રહ્યા છે. આમ, સારૂં અને ગુણવત્તાસભર શિક્ષણ છેવાડાના વિસ્તાર સુધી ઉપલબ્ધ થાય તેવો રાજ્ય સરકારનો પ્રયાસ છે.
શિક્ષણ રાજ્યમંત્રીશ્રી જયસિંહજી ચૌહાણ, શ્રીમતી વસુબેન ત્રિવેદી, શિક્ષણ વિભાગના અગ્ર સચિવશ્રી ર્ડા. હસમુખ અઢિયા અને પ્રાથમિક શિક્ષણ સચિવશ્રી આર. પી. ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે રાજ્ય પારિતોષિક વિજેતા શિક્ષકો-શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ તથા વિઘાર્થીઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત હતા.