અનુયાયીઓ

મંગળવાર, 30 ઑગસ્ટ, 2011

ગુજરાતમાં લોકાયુક્ત મામલે ભાજપના સાંસદો બીજીએ રાષ્ટ્રપતિને મળશે

ગુજરાતમાં લોકાયુક્ત મામલે ભાજપના સાંસદો બીજીએ રાષ્ટ્રપતિને મળશે: ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂકના મામલે ભાજપ લડી લેવાના મૂડમાં છે તો કોંગ્રેસ પણ સમાધાનમાં મતમાં નથી. મુખ્યપ્રધાન સાથે...

ટુજી કેસમાં પાંચ કંપનીઓની મિલકતો ટાંચમાં લેવા આદેશ

ટુજી કેસમાં પાંચ કંપનીઓની મિલકતો ટાંચમાં લેવા આદેશ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ટુજી સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડમાં કલૈગ્નાર ટીવીને રૂ. ૨૦૦ કરોડની કથિત લાંચ ચૂકવવા સંબંધે પાંચ કંપનીઓની...

સંસદ સત્રમાં હાજર રહેવા મામલે કલમાડીની અપીલ નામંજૂર

સંસદ સત્રમાં હાજર રહેવા મામલે કલમાડીની અપીલ નામંજૂર: સંસદ સત્રમાં હાજર રહેવા મામલે કલમાડીની અપીલ નામંજૂર: દિલ્હી હાઈકોર્ટે મંગળવારે કોમનવેલ્થ ગેમ્સ આયોજન સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ સુરેશ કલમાડીની સંસદ સત્રમાં ભાગ લેવાની અનુમતિ...

સિંગાપોર મ્યુઝિયમે પ્રાઇઝ માટે પાંચ ભારતીયોને નોમિનેટ કર્યા

સિંગાપોર મ્યુઝિયમે પ્રાઇઝ માટે પાંચ ભારતીયોને નોમિનેટ કર્યા: ભારતના પાંચ કલાકારોને સિંગાપોર મ્યુઝિયમ તરફથી ૪૫,૦૦૦ અમેરિકી ડોલરના ઇનામ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.

એનઆઈટી વારાંગલના વિદ્યાર્થીને ૪૫ લાખની ઓફર !

એનઆઈટી વારાંગલના વિદ્યાર્થીને ૪૫ લાખની ઓફર !: એનઆઈટી વારાંગલમાં આકર્ષક નોકરીનો વરસાદ થઈ રહ્યો છે. અહીંના એક વિદ્યાર્થીને સોશિયલ નેટર્વિંકગ સાઈટ ફેસબુક દ્વારા...

ટુજી કેસમાં પાંચ કંપનીઓની મિલકતો ટાંચમાં લેવા આદેશ

ટુજી કેસમાં પાંચ કંપનીઓની મિલકતો ટાંચમાં લેવા આદેશ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ટુજી સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડમાં કલૈગ્નાર ટીવીને રૂ. ૨૦૦ કરોડની કથિત લાંચ ચૂકવવા સંબંધે પાંચ કંપનીઓની...

સંસદ સત્રમાં હાજર રહેવા મામલે કલમાડીની અપીલ નામંજૂર

સંસદ સત્રમાં હાજર રહેવા મામલે કલમાડીની અપીલ નામંજૂર: દિલ્હી હાઈકોર્ટે મંગળવારે કોમનવેલ્થ ગેમ્સ આયોજન સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ સુરેશ કલમાડીની સંસદ સત્રમાં ભાગ લેવાની અનુમતિ...

કાળાં નાણાં પર શ્વેતપત્રનો કોઈ પ્રસ્તાવ નથી : પ્રણવ

કાળાં નાણાં પર શ્વેતપત્રનો કોઈ પ્રસ્તાવ નથી : પ્રણવ: સરકારે મંગળવારે કહ્યું કે કાળાં નાણાં મુદ્દે શ્વેતપત્ર લાવવાનો તેમનો કોઈ પ્રસ્તાવ નથી. જો કે રાષ્ટ્રીય સ્તરની ત્રણ સંસ્થાઓ કાળાં નાણાં પર...

જેતપુરમાંથી રૂપિયા છ લાખ રોકડ ભરેલો થેલો ઉઠાવી જતા ગઠીયા.

જેતપુર ના જુનાગઢ રોડ પર આવેલ આકાશ ઈ નામના સાદી કારખાનાનો મહેતાજી સુનીલ આજે શાજેર ની જુદી જુદી બંકો માંથી રૂપિયા ૬ લાખ ઉપાડી પોતાના સેઠ કવાભાઇ વેકરીયા પાસે જતો હતો.પણ રસ્તામાં ગીતા ટાઈપ માં જેરોક્ષ કરવા ઉભો રહ્યો હતો. આવા સમયે તેમના બાઈક માં પંક્ચર પડી જતા તે બીજું બાઈક મંગાવવા મોબાઈલ કરી રહ્યો હતો. બીજી બાજુ જેરોક્ષ અને બાઈક માં વ્યસ્ત સુનીલે પોતાની PASENO થેલો બાજુના ટેબલ ઉપર મૂકી અન્ય કામમાં ચોંટ્યો હતો.
આવા સમય નો લાગ જોઈ કોઈ ગઠીયા સુનીલ ની નઝર ચૂકવી થેલો ઉપાડી જતા સુનીલે રાડા રાડ કરી મૂકી હતી પણ ત્યાં સુધીમાં ગઠીયા હવામાં ઓગળી ગયા હતા. પોલીસે પણ રાબેતા મુજબ ગઠિયાઓ પાછળ દોટ મૂકી હતી પણ પોલીસ ફાવી નહોતી. જેતપુરમાં કાયદો અને વ્યવસ્થા જેવું કઈ લાગ્તુજ નથી. અહી રોજ સવાર પડેને કોઈના ગળા હળવા થાય છે તો કોઈના ખિસ્સા ફોરા કરી ગઠીયા છું થઈ જાય છે. કોઈ ઘટનાનો ભેદ આજની તારીખ સુધી ઉકેલાયો હોય તેવો દાખલો નથી. શહેર કોંગ્રેસ પ્રમુખ હરસુખભાઈ આંબલીયા એ યુવા પત્રકાર કશ્યપ જોશી ને જણાવેલ કે આ બાબતે તેઓ રાજકોટ જીલ્લા પોલીસ વડાને રજૂઆત કરનાર છે. આ બાબતે જે જોય તે પણ કવાભાઇ વેકરીયાના રૂપિયા ૬ લાખ ની તફડંચી થઈ ગઈ તે હકીકત છે. પોલીસે બનાવની ફરિયાદ લઈને રાબેતા મુજબની કામગીરી હાથ ધરી છે.

રૂપિયા ૧૦-૧૦ હઝાર


રૂપિયા ૧૦-૧૦ હઝાર ના જમીન પર છૂટ્યા જેતપુર કારખાનેદાર આત્મહત્યા બનાવના તહોમતદારો . ફિંગર પ્રિન્ટ અને નિવેદન વિધિ જેતપુર પોલીસ માં ચાલુ.આવતીકાલ તારીખ ૩૧.૮ ના રોજ કેતન કોયાણી, પુંજા આહિર, મુકેશ મગન પરસાણા, કપિલ મગન પરસાણા, નાયબ મામલતદાર પરમાર અને તેનો ભત્રીજો કિશોર પરમાર, હિતેશ અને દિનેશ એમ આઠેય તહોમતદારોને આવતીકાલે અહીની કોર્ટમાં રીમાન્ડની માંગ સાથે રજુ કરનાર હોવાનું ધોરાજીના પાઈ ઝાલા જણાવે છે.

જેતપુર કારખાનેદાર આત્મહત્યા

રૂપિયા ૧૦-૧૦ હઝાર ના જમીન પર છૂટ્યા જેતપુર કારખાનેદાર આત્મહત્યા બનાવના તહોમતદારો . ફિંગર પ્રિન્ટ અને નિવેદન વિધિ જેતપુર પોલીસ માં ચાલુ.આવતીકાલ તારીખ ૩૧.૮ ના રોજ કેતન કોયાણી, પુંજા આહિર, મુકેશ મગન પરસાણા, કપિલ મગન પરસાણા, નાયબ મામલતદાર પરમાર અને તેનો ભત્રીજો કિશોર પરમાર, હિતેશ અને દિનેશ એમ આઠેય તહોમતદારોને આવતીકાલે અહીની કોર્ટમાં રીમાન્ડની માંગ સાથે રજુ કરનાર હોવાનું ધોરાજીના પાઈ ઝાલા જણાવે છે.

ઇજ્જત બચાવવા ભરબજારમાં દોડતી રહી એ નિર્વસ્ત્ર યુવતી...

ઇજ્જત બચાવવા ભરબજારમાં દોડતી રહી એ નિર્વસ્ત્ર યુવતી...: આ છોકરી સમગ્ર બજારમાં વગર વસ્ત્રોએ દોડતી રહી અને લોકો મૂક પ્રેક્ષક બની આ તમાશો જોતા રહ્યા. દરમિયાન એક યુવકે આ છોકરીને પોતાની દુકાનમાં આશ્રય આપ્યો

અણ્ણા વિરૂદ્ધ આરોપનો રેકોર્ડ નથી : PMO

અણ્ણા વિરૂદ્ધ આરોપનો રેકોર્ડ નથી : PMO: વડાપ્રધાન કાર્યાલયનું કહેવું છે કે અણ્ણા હઝારે અને તેમના સહયોગીઓ વિરૂદ્ધ આરોપનો રેકોર્ડ તેમની...

ડિજિટલ નંબર પ્લેટ મામલે સુપ્રીમનું કડક વલણ

ડિજિટલ નંબર પ્લેટ મામલે સુપ્રીમનું કડક વલણ: ડિજિટલ નંબર પ્લેટ મામલે સુપ્રીમ કોર્ટે કડક વલણ અખત્યાર કરતા નિયમનું પાલન ન કરનાર હરિયાણા, જમ્મૂ-કાશ્મીર તથા અરૂણાચલ પ્રદેશની સરકારોને અવમાનના નોટિસ ફટકારી છે.

અણ્ણા હજારેની તબિયત સુધાર પર

અણ્ણા હજારેની તબિયત સુધાર પર: ભ્રષ્ટાચાર વિરૂદ્ધ ભારતભરમાં મુહિમ છેડનારા અને જન લોકપાલ બિલ પસાર કરવાની માંગણીને લઈને 13 દિવસ ઉપવાસ પર બેઠેલા સામાજીક કાર્યકર અણ્ણા હજારેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં જ્યાં...

ગુજરાતમાં લોકાયુક્તની નિયુક્તિ પર બીજેપીની ચેતવણી

ગુજરાતમાં લોકાયુક્તની નિયુક્તિ પર બીજેપીની ચેતવણી: ગુજરાતના રાજ્યપાલ કમલા બેનીવાલ દ્વારા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કર્યા વિના લોકાયુક્ત નિયુક્ત કરવા પર બીજેપી સભ્યોએ સંસદમાં મોટો હોબાળો કર્યો છે. લોકસભામાં રાજ્ય

અણ્ણાના લોકોથી મારા જીવને જોખમ : કોંગી સાંસદ

અણ્ણાના લોકોથી મારા જીવને જોખમ : કોંગી સાંસદ: હવે એક સાંસદે અણ્ણા હજારેના લોકોથી પોતાના જીવને ખતરો હોવાનું કહી તેમને સુરક્ષા પ્રદાન કરવાની માંગણી કરી છે. કોંગ્રેસના સાંસદ રાજારામ પાલના જણાવ્યા પ્રમાણે અણ્ણાના આંદોલનની આડમાં...

નેતાઓ સાથે જોડાયેલા છે શેહલા મસૂદની હત્યાના તાર

નેતાઓ સાથે જોડાયેલા છે શેહલા મસૂદની હત્યાના તાર: ભોપાલમાં આરટીઆઇ એક્ટિવિસ્ટ શેહલા મસૂદ હત્યાકાંડમાં બીજેપી સાથે જોડાયેલા ઘણાં હાઇપ્રોફાઇલ લોકો પર શંકા ઘેરી બનતી જાય છે. પ્રાંતની સરકારે હત્યાકાંડની તપાસ ક

DONT MISS THIS OPERTUNITY


જેતપુરના ચકચારી જીતુભાઈ ગોન્દલીયા આત્મહત્યા બનાવના

જેતપુરના ચકચારી જીતુભાઈ ગોન્દલીયા આત્મહત્યા બનાવના તમામ ૮ આરોપીઓને અત્યારે જેતપુર પોલીસ થાણે લઇ આવતા ધોરાજીના તપાસનીસ પીઆઈ ઝાલા .પોલીસ આ આઠેય ને અહીની કોર્ટમાં રજુ કરી રિમાન્ડ માંગનાર હોવાની મળતી વિગતો.કેતન કોયાણી સહિતના આ આઠેય તહોમતદારો ને જોવા ઉમટેલા લોકોના ટોળા. કોર્ટ રિમાન્ડ મંજુર કરશે કે કેમ તે વાતના ફેંસલા માટે જેતપુરવાસીઓ આતુર.વધુ વિગતો યુવા પત્રકાર કશ્યપ જોશી મેળવી રહ્યા છે.
आज भी निकलती है वो किसी और के साथ..
जुल्फे लहराके मस्त अदाओके साथ...
उसे क्या पता वो हो जाएगी जल के राख..
जब हम निकलेगे बीवी बच्चोके साथ..

ભાદર નદીના ઘોડા પૂરમાં ૨ યુવાનો લાપતા બન્યા.

ગઈ કાલે જેતપુર ની ભાદર નદીમાં આવેલા ઘોડા પૂરમાં ચાર બિહારી યુવાનો બાઈક સમેત તણાયા હતા.જેમના ધર્મેન્દ્ર અને ગોવિંદ નામના ૨ બિહારી યુવાનો પાણીમાં લાપતા બન્યા છે.જયારે પવન અને વિકાસ નામના ૨ બિહારી યુવાનો બચી ગયા હોવાનું યુવા પત્રકાર કશ્યપ જોશી ને જણાવતી જેતપુર સીટી પોલીસ. પોલીસે એમ પણ કહ્યું કે જેતપુર ના તરવૈયાઓની કારગત ફાવી ના હોય રાજકોટ ખાતેથી ફાયર ફાઈટરો ની મદદ લેવામાં આવી રહી છે. વેગળી ગામ સુધીના ભાદર નદીના પાણી ફંફોસી તો કદાચ લાપતા બિહારી યુવાનો મળી શકે તેવું જેતપુર પોલીસ નું કહેવું છે.ભાદર ડેમ ના પાટિયા ખોલતા ભાદર નદીમાં ઘોડા પુરઆવ્યા હતા.

આંદોલનને સમેટી લેતા ભાજપ ના કાર્યકરો.

vખેતીવાડી ના અધિકારીઓ ના આગમન બાદ પોલીસ ફરિયાદ ની ખાતરી અપાતા જેતપુરમાં બોગસ ખાતર ઘૂસાડનાર તત્વોને પકડવાની માંગ સાથે શરુ કરાયેલ આંદોલનને સમેટી લેતા ભાજપ ના કાર્યકરો. વધુ વિગતો મેળવી રહેલ યુવા પત્રકાર કશ્યપ જોશી

જેતપુર પંથકમાં જન્મેલ બોગસ ખાતર

જેતપુર પંથકમાં જન્મેલ બોગસ ખાતર ના અખબારી અહેવાલો બાદ જેતપુર માં ત્રાટકતા ખેતીવાડી ખાતાના અધિકારીઓ. સેમ્પલ લેવાની કામગીરી ચાલુ. સૌ પ્રથમ તાલુકાના આરબ તીમ્બડીમાં અધિકારીઓ ગોસાઈ, કાનાણી, ચતુરભાઈ વિગેરે ત્રાટક્યા હોવાની યુવા પત્રકાર કશ્યપ જોશી ને વિગતો આપતા રાજકોટ જીલ્લા ભાજપના પ્રશાંત કોરાટ(જેતપુર)

TAK CHUKAVA JEVI NATHI, LUNT SHAKO TO LUNT LO YAARO.


સોમવાર, 29 ઑગસ્ટ, 2011

BOGUS KHATAR KAUBHAND NA MUKHYA CHOR NE PAKDO.JETPU BJP NI MAANG.



JETPURMA CHALU VARSAADE MAKAN TUTI PADYU, 3 NO BACHAV.


અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે ‘‘ચાલો તાલુકે'' કાર્યક્રમ યોજાયો


ગ્રામ્‍ય સ્‍તરે સરપંચ પણ પાવર-પોઇન્‍ટથી પ્રેઝન્‍ટેશન રજૂ કરતા થયા તે વિકાસની પારાશીશી છે - મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ

અમદાવાદ જિલ્લાનાં ઓટોમાોબાઇલ નગરી તરીકે ઉભરી રહેલાં સાણંદ તાલુકાનાં સાણંદ ખાતે ‘‘ચલો તાલુકે'' કાર્યક્રમ યોજાયો હતો. આ અવસAરે અમદાવાદ જિલ્લાના પ્રભારી અને મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્‍યું હતું કે, સાણંદ તાલુકાનાં ગ્રામ્‍યસ્‍તરનાં સરપંચ પણ પાવર પોઇન્‍ટ પ્રેઝન્‍ટેશન કરતાં થયાં છે તે વિકાસની પારાશીશી સમાન છે. આ પરિવર્તન ગ્રામ્‍યકક્ષા સુધી ટેકનોલોજીના વિસ્‍તારનો નિર્દેશ કરે છે. ગામનાં સરપંચ પણ પાવરપોઇન્‍ટ પ્રેઝન્‍ટેશન કરતાં ‘‘નેક્ષ્ટ, નેક્ષ્ટ'' કરે ત્‍યારે લાગે છે કે ટેકનોલોજી સાથે વિકાસનાં ફળ ઉપલા સ્‍તરથી નાનામાં નાના સ્‍તરે પહોંચ્‍યા છે.

મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, વિકાસની વિભાવના ત્‍યારે સાર્થક થાય કે જ્‍યારે પૂરાં કરેલ કાર્યોમાં ગુણવત્તા આવે અને ગુણવત્તા સુધાર માટે સરકારે શાળાઓમાં ગુણોત્‍સવ જેવાં કાર્યક્રમો કરી ઉત્તમ શિક્ષણ પ્રદાન કર્યું છે, ઉત્તમ માનવબળ તૈયાર કરી રોજગારીની વધુ તકોનું સર્જન થઇ શકશે.

તેમણે ઉપસ્‍થિત સરપંચોને પ્રાથમિક શિક્ષણથી ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ અને ટેકનીકલ શિક્ષણથી સુધારો લાવવા પ્રયત્‍ન આદરવા અનુરોધ કર્યો હતો. તેમણે આઇ.ટી.આઇ. અને કૌશલ્‍યવર્ધન કેન્‍દ્રો દ્વારા ટેકનીકલ રીતે સક્ષમ માનવબળ તૈયાર કરવા પણ પ્રેરક અનુરોધ કર્યો હતો.

મંત્રીશ્રીએ સિંચાઇ, બાગાયત, શિક્ષણ, કુપોષણ, કન્‍યા કેળવણી જેવાં કાર્યક્રમો થકી જે સુધાર આવ્‍યો છે તેની વાત કરી ચલો તાલુકે કાર્યક્રમો થકી કલસ્‍ટર લેવલે લક્ષ્યાંક નકકી કરી તેની પૂર્ણતાની મર્યાદામાં પૂરી કરવાની તાલુકા કક્ષાએ વિકાસની સ્‍પર્ધા થઇ રહી છે, તેમ જણાવ્‍યું હતું.

ચલો તાલુકે કાર્યક્રમ લક્ષ્યાંક નિર્ધારિત કરી તેને પ્રાપ્‍ત કરવાનો નમ્ર પ્રયાસ છે તેમ મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે તાલુકાનાં વિકાસમાં લક્ષ્યાંકો અને કરેલી પરિમૂર્તિને લગતું પ્રેઝન્‍ટેશન રજૂ કરાયું હતું. સાણંદ તાલુકાના 6 ગામનાં સરપંચોએ પોતાનાં ગામમાં પ્રાપ્‍ત કરેલ સિધ્‍ધિનું પાવરપોઇન્‍ટ દ્વારા પ્રેઝન્‍ટેશન કર્યું હતું.

સાણંદ શહેરનાં કોમ્‍યુનિટી હોલ ખાતે યોજાયેલ ચલો તાલુકે કાર્યક્રમમાં ધારાસભ્‍યો સર્વશ્રી પ્રાગજીભાઇ પટેલ, કમાભાઇ રાઠોડ, બાબુભાઇ જમનાદાસ પટેલ, કાંતિભાઇ લકુમ, અમદાવાદ જિલ્લાં પંચાયતનાં પ્રમુખ સુરેશભાઇ પટેલ, અમદાવાદ જિલ્લાના પ્રભારી સચિવ શ્રી વી.એસ.ગઢવી, વેજલપુર પ્રાંત અધિકારી રાજેન્‍દ્ર ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બંછાનિધિ પાની તથા જિલ્લા-તાલુકા પંચાયતનાં સભ્‍યો, સરપંચશ્રીઓ, આગેવાનો, જિલ્લા-તાલુકાનાં અધિકારી, કર્મચારીઓ તથા ગ્રામજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતાં

વિરમગામનો ચલો તાલુકે કાર્યક્રમ યોજાયો

ગ્રામ્‍યસ્‍તરેથી માંડી શહેરનો વિકાસ થાય તે સાથે માનવસૂચકાંક ઉંચો લાવવાનો આ પ્રયાસ છે - મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ

વિકાસ એટલે ભૌતિક સુવિધા પૂરતી સિમિત નથી એની સાથે સાથે માનવવિકાસ પણ જરૂરી છે અને આ ચલો તાલુકે કાર્યક્રમ એટલે ગ્રામ્‍ય સ્‍તરેથી માંડી શહેરનો વિકાસ થાય તેની સાથે સાથે માનવ સૂચકાંક પણ ઉંચો લાવવાનો આ પ્રયાસ છે તેમ જિલ્‍લા પ્રભારી અને મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે વિરમગામ તાલુકાના યોજાયેલા ચાલો તાલુકે કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્‌બોધન કરતા જણાવ્‍યું હતું કે ગામના સરપંચને ગામના વિકાસની આગેવાની સોંપવાની હિમાયત સાથે માર્ગદર્શન આપતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગામનો તમામ ક્ષેત્રે વિકાસ થાય તે સાથે શિક્ષણ, આરોગ્‍ય કન્‍યા કેળવણી, કુપોષણ નાથવું સાક્ષરતા દર ઉંચો લાવવો ઉપરાંત ગ્રામ્‍ય અર્થતંત્રનો સમૃધ્‍ધિ દર ઉંચો લાવવા ગામના સરપંચથી માંડી ઉચ્‍ચ અધિકારીઓએ મથામણ કરવાનો આ અવસર છે.

રાજ્‍ય 46 ટકા રોજગારી આપવા સાથે સમગ્ર દેશમાં અગ્રેસર છે તેમ જણાવી તેમણે કહ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં 1 લાખથી વધુ ઔદ્યોગિક એકમોના આવાથી રોજગારીની તકો ઉપલબ્‍ધ થશે.

ચલો તાલુકા કાર્યક્રમ દરમિયાન તમામ તાલુકાના થીમ નકકી કરી સમય મર્યાદામાં થીમના લક્ષ્યાંક મુજબ કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. જે અંતર્ગત વિરમગામ તાલુકામાં સાક્ષરતા દર ઉંચો લાવવા સાથે કુપોષણમાંથી 100 ટકા બાળકોને મુકત કરવાની નેમ છે.


અમદાવાદની સિવીલ હોસ્‍પિટલનું ગરીબોની સેવા માટે રૂ.1000 કરોડના ખર્ચે આધુનિકરણ

ગુજરાત આરોગ્‍ય સેવાઓનું સમગ્રતયા સશક્‍તિકરણ કરાશે-દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ

ગુજરાતમાં આરોગ્‍ય ક્ષેત્રે પબ્‍લિક પ્રાઇવેટ પાર્ટનરશીપનું મોડેલ પ્રસ્‍થાપિત થયું

ગુજરાત કેન્‍સર સોસાયટીની મેડિકલ કોલેજ - હોસ્‍પિટલ - રીસર્ચ સેન્‍ટરનું લોકાર્પણ કરતા મુખ્‍ય મંત્રીશ્રીમુખ્‍ય મંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ગુજરાત કેન્‍સર સોસાયટી સંચાલિત આધુનિકત્તમ જી.સી.એસ. મેડીકલ કોલેજ, હોસ્‍પિટલ અને રીસર્ચ સેન્‍ટર નરોડામાં જનતાને સમર્પિત કરતાં અમદાવાદની સિવીલ હોસ્‍પિટલના આધુનિકરણનો વિશાળ મહત્‍વાકાંક્ષી પ્રોજેકટ રૂ. 1000 કરોડના ખર્ચે ઝડપથી સંપન્ન કરીને ગરીબોની આરોગ્‍ય સેવા માટે સમર્પિત કરવામાં આવશે તેમ જણાવ્‍યું હતું.

જાહેર અને ખાનગી ક્ષેત્રની ભાગીદારી અને જનસહયોગથી જાહેર આરોગ્‍ય સેવાઓનું ઉત્તમ સંકુલ ગુજરાત કેન્‍સર સોસાયટી દ્વારા રપ એકરમાં નિર્માણ પામ્‍યું છે અને પ્રથમ તબક્કે આ હોસ્‍પિટલમાં 300 પથારીઓની ક્ષમતા સાથે 1000 પથારીઓની આધુનિક હોસ્‍પિટલ સહિતની મેડિકલ કોલેજ અને રીસર્ચ સેન્‍ટર ગુજરાતની આરોગ્‍ય સેવાઓનું એક પ્રેરક સીમાચિન્‍હ છે.

આ પ્રસંગે મુખ્‍ય મંત્રીશ્રીના હસ્‍તે 14 દાતાઓનું અભિવાદન કરવામાં આવ્‍યું હતું. ગુજરાતની પબ્‍લિક હોસ્‍પિટલોમાં પ્રથમ એવું પી.ઇ.ટી. સીટી સ્‍કેનનું પણ મુખ્‍ય મંત્રીશ્રીએ ઉદ્દઘાટન કર્યું હતું.

જીસીએસના સ્‍વર્ણિમ જયંતી વર્ષમાં આટલું વિશાળતમ આરોગ્‍ય સેવા સંકુલ કાર્યરત કરવા માટે સૌ સહયોગીઓને અભિનંદન આપતાં મુખ્‍ય મંત્રીશ્રીએ જણાવ્‍યું કે, વિશ્વના સૌથી યુવા દેશ તરીકે ભારતની 6પ ટકા વસ્‍તી યુવાશક્‍તિ છે અને આજથી ત્રીસેક વર્ષ પહેલાં યુવા ભારતના આ સામર્થ્‍યની ચિંતા થઇ હોત તો આજે આ દેશની યુવાશક્‍તિ વિશ્વમાં સર્વોપરી હોત, પરંતુ કમનસીબે એમ નથી થયું અને હવે ર1મી સદી હિન્‍દુસ્‍તાનની સદી બને તે માટે યુવાશક્‍તિના સામર્થ્‍યને પ્રોત્‍સાહન આપવું પડશે. ગુજરાતે આ દિશામાં યુવાશક્‍તિને પ્રેરિત કરી માનવસંસાધન વિકાસમાં મેડીકલ કોલેજોની બેઠકોની સંખ્‍યા છેલ્લા એક જ દશકામાં અગાઉના 40 વર્ષમાં હતી તેના કરતાં પણ વધારે બેઠકોનો ઉમેરો કર્યો છે. આના પરિણામે ગુજરાતના યુવાનો અને તેના પરિવારોના દર વર્ષે અબજો રૂપિયા ગુજરાત બહાર અભ્‍યાસ માટે વહી જતા હતા તેવી સ્‍થિતિનો રાજ્‍ય સરકારના હ્યુમન રીસોર્સ ડેવલોપમેન્‍ટના વ્‍યૂહથી અંત આવ્‍યો છે.

ગુજરાતના દરેક જિલ્લામાં એક મેડીકલ કોલેજ શરૂ કરવાનો નિર્ધાર વ્‍યકત કરતાં મુખ્‍ય મંત્રીશ્રીએ નર્સિંગ અને પેરામેડિકલ સહિત સમગ્રતયા આરોગ્‍ય સેવા સ્‍વાસ્‍થ્‍યનું સશક્‍તિકરણ અને આધુનિકરણની રૂપરેખા આપી હતી.

જીનેટીક સાયન્‍સથી લાઇફ સાયન્‍સ સુધીની આરોગ્‍ય સેવાઓમાં ગુજરાત વૈશ્વિક કક્ષાની સવલતો સાથે હેલ્‍થ ટુરિઝમની દિશામાં પણ આગળ વધે તે ક્ષેત્રે પણ ગુજરાત સરકાર પ્રયાસ કરી રહી છે, તેમ શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ જણાવ્‍યું હતું.

ગુજરાતમાં પબ્‍લિક પ્રાઇવેટ પાર્ટનરશીપથી હેલ્‍થકેરનું મેનેજમેન્‍ટ એ સમાજશક્‍તિનું પરિચાયક છે એમ તેમણે દાતાઓને અભિનંદન આપતાં જણાવ્‍યું હતું અને આરોગ્‍ય ક્ષેત્રે એકમાત્ર ગુજરાતે જ પી.પી.પી. (પબ્‍લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ) મોડેલ પુરું પાડયું છે એની ભૂમિકા સાથે ચિરંજીવી યોજના, 108 ઇએમઆરઆઇ વિરલ સફળતા સાથે આપી હતી.

આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી શ્રી જયનારાયણભાઇ વ્‍યાસે જનસહયોગથી જનઆરોગ્‍ય સેવાના નવતર પ્રકલ્‍પને બિરદાવતાં પ્રાસંગિક સંબોધનમાં જણાવ્‍યું કે, મુખ્‍ય મંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના દૃષ્‍ટિવંત નેતૃત્‍વમાં ગુજરાતે માનવવિકાસ સૂચકાંકને શ્રેષ્‍ઠતાએ લઇ જવા આરોગ્‍ય સેવાઓના ફલકને વ્‍યાપક બનાવવાનો સેવાયજ્ઞ આદર્યો છે, એટલું જ નહિં રાજ્‍યમાં તબીબી શિક્ષણની સવલતો વિશેષ પ્રમાણમાં ઉપલબ્‍ધ કરાવીને રાજ્‍યના તેજસ્‍વી અને પ્રતિભાવંત વિદ્યાર્થીઓને ઊંચા ડોનેશન આપી અન્‍ય રાજ્‍યોમાં તબીબી શિક્ષણ મેળવવા જવું ન પડે તેવી સુદૃઢ વ્‍યવસ્‍થા પણ ઊભી કરી છે.

છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્‍યમાં 1000 કરતાં પણ વધુ બેઠકો તબીબી શિક્ષણ કોલેજોમાં ઊભી કરવા સહિત સુપરસ્‍પેશિયાલીટીની સુવિધાઓ, નર્સિંગ એજ્‍યુકેશન અને પેરામેડિકલ શિક્ષણ ક્ષેત્રે પણ ગુજરાતે હાંસલ કરેલી સિદ્ધિઓની ભૂમિકા પણ તેમણે આપી હતી.

પ્રારંભમાં ગુજરાત કેન્‍સર સોસાયટીના ચેરમેન શ્રી પંકજ પટેલે સ્‍વાગત પ્રવચનમાં રાજ્‍યના સામાન્‍ય માનવીને ઉત્તમ અને અદ્યતન સારવાર પરવડે તેવા ઉદ્દેશથી આ સંકુલનું નિર્માણ થયું છે અને તબીબી શિક્ષણ સંશોધન ક્ષેત્રને રાજ્‍ય સરકારના પ્રોત્‍સાહનના ફળ રૂપે નવી તબીબી કોલેજ શરૂ થઇ રહી છે તેનો હર્ષ વ્‍યક્‍ત કર્યો હતો.

ગુજરાત કેન્‍સર સોસાયટીને રૂ. 1 કરોડથી વધુ દાન આપનાર જુદા જુદા 14 દાતાઓનું મુખ્‍યમંત્રીશ્રીના વરદહસ્‍તે સન્‍માનપત્ર એનાયત કરી બહુમાન કરવામાં આવ્‍યું હતું. કેન્‍સર સોસાયટી દ્વારા તેની સ્‍વર્ણિમ જયંતિની ઉજ્‍વણી પ્રસંગે પ્રકાશિત કરવામાં આવેલ કોફીટેબલ બૂક ફીફટી યર ઓફ કેન્‍સર કેરનું વિમોચન મુખ્‍યમંત્રીશ્રીએ કર્યું હતું.

આરોગ્‍ય પરિવાર કલ્‍યાણ વિભાગના અગ્રસચિવ શ્રી રાજેશ કિશોર, ગુજરાત કેન્‍સર સોસાયટીના નિયામક શિરિન શુક્‍લ સહિત નિયામક મંડળના હોદ્દેદારો, દાતાઓ તથા મેડીકલ કોલેજના ફેકલ્‍ટી તબીબો, મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

ગાંધીનગરમાં યોજાયો સુપર સ્‍પેશ્‍યાલીટી મેડીકલ કેમ્‍પ :





ગાંધીનગર શહેર અને જિલ્લાના 4000 જરૂરિયાતમંદોને નિષ્‍ણાંત તબીબો દ્વારા વિનામૂલ્‍યે સારવાર : દવા વિતરણ

દયરોગના દર્દીઓની સંખ્‍યા સતત વધતી જાય નહિ તે માટે જીવનશૈલી-ખાનપાનની ટેવો અને આરોગ્‍ય સમજણની વિશેષ જરૂર : દયરોગ નિષ્‍ણાત ર્ડા.હેમાંગ બક્ષી

ગાંધીનગરમાં સેકટર-25માં આવેલાં કલ્‍પસેવા આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે આજે યોજવામાં આવેલાં સુપર સ્‍પેશ્‍યાલીટી મેડીકલ કેમ્‍પમાં ગાંધીનગર શહેર અને જિલ્લાના અંદાજિત ચાર હજાર કરતાં પણ વધુ જરૂરિયાતમંદોએ ભાગ લીધો હતો. આ કેમ્‍પમા અદાવાદના જાણીતા ં જુદા જુદા રોગોના નિષ્‍ણાત સિમ્‍સ હોસ્‍પિટલ અને પાટનગરના સરકારી હોસ્‍પિટલના તેમજ ખાનગી નિષ્‍ણાંત તબીબોએ દર્દીઓને સારવાર આપી હતી. દર્દીઓને વિનામૂલ્‍યે દવાનું વિતરણ પણ કરવામાં આવ્‍યું હતું.

રોટરી કલબ ઓફ ગાંધીનગર દ્વારા સીમ્‍સ હોસ્‍પિટલ, ગાંધીનગર ઇલેકટ્રોનીક ઝોન એસોસિએશન અને કલ્‍પતરૂ પાવર ટ્રાન્‍સમીશનના સહયોગથી યોજવામાં આવેલાં આ કેમ્‍પમાં દયની બિમારી, હાડકાના સાંધા, પેટ અને ચામડીના રોગો આંખ, કાન, નાક, ગળા અને મગજના રોગો, બાળરોગો,સ્ત્રીરોગો, તેમજ કેન્‍સર, પ્‍લાસ્‍ટીક સર્જરી ડાયાબીટિસ, પથરી, પેશાબ સહિતના રોગોનું તજજ્ઞ દ્વારા નિદાન કરીને વિનામૂલ્‍યે દવાનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.

દયરોગના નિષ્‍ણાત ડૉ.હેમાંગ બક્ષીએ આ પ્રકારના કેમ્‍પના આયોજનને આવકારી જણાવ્‍યું હતું કે, સમગ્ર ભારતમાં દયરોગના દર્દીઓની સંખ્‍યા સતત વધતી જાય છે. આની અટકાયત માટે જીવનશૈલી, અને ખાનપાનની ટેવોમાં બદલાવ તથા આરોગ્‍ય વિષયક સમજણની ખાસ જરૂરીયાત છે. ગાંધીનગર સિવીલ હોસ્‍પિટલના જાણીતા ફિઝિશિયન ડૉ.દિનકર ગોસ્‍વામીએ આ કેમ્‍પના આયોજનને ‘‘માનવતાની મહેંક'' ગણવી કહ્યું કે, આહાર પર નિયંત્રણ નિયમિત ચાલવું, ફાસ્‍ટ ફૂડનો ત્‍યાગ, આરોગ્‍ય પ્રત્‍યે જાગૃતિ તથા સાદગીપૂર્ણ જીવનશૈલીથી સૌ કોઇ પોતાના આરોગ્‍યને વધુ સારી રીતે સંભાળી શકે છે. તેમણે આહાર પર નિયંત્રણ રાખીને ડાયાબીટીસને અંકુશમાં રાખી શકાય છે તેમ જણાવ્‍યું હતું. અહીં દય માટે ઇકો કાર્ડીયોગ્રાફી તથા મૂળભૂત આરોગ્‍ય તપાસણી પણ તદન નજીવા દરે કરવામાં આવી હતી, જેનો લોકોએ બહોળી સંખ્‍યામાં લાભ લીધો હતો.

આ કેમ્‍પમાં રોટરી કલબ, ગાંધીનગરના પ્રમુખ શ્રી જોય બક્ષી, ગાંધીનગર ઇલેકટ્રોનિક ઝોન એસો.ના પ્રમુખ શ્રી એચ.એમ.પટેલ, કલ્‍પતરૂ પાવર ટ્રાન્‍સમીશન, ગાંધીનગરના શ્રી સચદેવા અને શ્રી કમલ કિશોર જૈન, સીમ્‍સ હોસ્‍પિટલના ડૉ. મિલન, પ્રોજેકટ ચેરમેન શ્રી રાહુલ મહેતા, સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રણી અને સામાન્‍ય વહીવટ વિભાગના નાયબ સચિવશ્રી જશવંત ગાંધી સહિત અનેકવિધ સંસ્‍થાના પદાધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

કલા સેવા આરોગ્‍ય કેન્‍દ્રના પ્રાંગણમાં આરોગ્‍ય વિષયક માહિતી આપતું પ્રદર્શન પણ ગોઠવામાં આવ્‍યું હતું જેને લોકોએ મોટી સંખ્‍યામાં નિહાળ્‍યું હતું તથા આરોગ્‍ય વિષયક માર્ગદર્શન મેળવ્‍યું હતું.

જસદણ ખાતે ‘‘ચલો તાલુકે ’’ કાર્યક્રમ સંપન્‍ન

ગામડાને સમૃધ્‍ધ બનાવવા સત્તાના સુત્રો તાલુકા સુધી પહોંચાડવા ને સોંપવા યજ્ઞ આરંભ્‍યો છે.- નાણામંત્રીશ્રી વજુભાઇ વાળા

છેવાડાના ગામડાને સુવિધાસભર બનાવવા રાજય સરકાર કટીબધ્‍ધ છે- રાજ્યમંત્રી શ્રી કનુભાઇ ભાલાળા

રાજકોટ ગુજરાતની વિકાસયાત્રા ગતિશીલ બનાવવા સહુના સહીયારા પુરૂષાર્થથી ગામડાને સત્તાના વિકેન્‍દ્રીકરણ દ્વારા વિકાસ અને સત્તા એમ બે પ્રકારે સમૃધ્‍ધ બનાવવા રાજય સરકારે ‘‘ચલો તાલુકે’’ કાર્યક્રમો દ્વારા ગામડાના ઉત્‍કર્ષનો યજ્ઞ આરંભ્‍યો છે એમ નાણામંત્રીશ્રી વજુભાઇ વાળાએ જણાવ્‍યુ હતું.

જસદણ ખાતે નાણામંત્રીશ્રી વજુભાઇ વાળા અને રાજકોટ જિલ્‍લાના સહપ્રભારી અને કૃષિ, જળસંપતિ રાજયમંત્રીશ્રી કનુભાઇ ભાલાળાની ઉપસ્‍થિતિમાં ‘‘ચલો તાલુકે’’ કાર્યક્રમ યોજાયો હતો.

મંત્રીશ્રી વાળાએ આ તકે વધુમાં જણાવ્‍યુ હતુ કે રાજય સરકારે ગામડાના ઉત્‍કર્ષ માટે પ્રતિબધ્‍ધતા બતાવી છે ત્‍યારે તાલુકાના વહિવટી તંત્ર અને પદાધિકારીઓની ટીમે ‘‘મે નહિ હમ’’ની વિભાવના સાર્થક કરવા આગળ આવવું પડશે. તેમણે ઉમેર્યુ હતુ કે મુખ્‍યમંત્રીશ્રીએ આપેલા ‘‘સૌનો સાથ સૌનો વિકાસ’’ મંત્રના સથવારે ગામડાઓમાં માળખાકીય સુવિધાઓનો વધારો થાય ગામડાની જરૂરીયાત મુજબના જ વિકાસ કામોને અગ્રતા અપાય અને ગ્રામ્‍યકક્ષાના લોકો વિકાસની તમામ બાબતોમાં શહેર સમોવડીયા બને તેવો અભિગમ રાજય સરકારે અપનાવ્‍યો છે આથી આ વિકાસયાત્રાને વધુ વેગવાન બનાવીએ અને સહભાગી બનીએ તે ખુબજ જરૂરી છે.

મંત્રીશ્રી વજુભાઇ વાળાએ વધુમાં જણાવ્‍યુ કે હવે સમય બદલાયો છે પહેલાની સરખામણીમાં ગામડા ઉતરોતર સમૃધ્‍ધ બનતા થયા છે મુખ્‍યમંત્રીશ્રીની આગવી દષ્‍ટિના કારણે રાજયમાં કન્‍યા કેળવણીનો વ્‍યાપ ખુબજ વધ્‍યો છે. તેમણે આજે મેઘાણીના જન્‍મદિવસનો ઉલ્‍લેખ કરતા જણાવ્‍યુ હતુ કે શ્રી મેઘાણીની અનેક રચનાઓમાં પણ નારીને બિરદાવી છે. આ નારીના શિક્ષણ, વિકાસ માટે પણ રાજય સરકાર સતત તત્‍પર રહે છે તેમ તેમણે ઉમેર્યુ હતું. રાજય સરકારે પીવાના પાણી માટે ઉમદા વ્‍યવસ્‍થા કરી છે મહિલાઓને બેડા લઇને પાણી ભરવા જવામાંથી મુકિત મળી છે. ગામડા વધુ સ્‍વચ્‍છ બને તે માટે વ્‍યકતિગત શૌચાલય, ગટર વ્‍યવસ્‍થા સહિતની બાબતોમાં ઉદારતા દાખવીને ફંડ ફાળવામાં આવતુ હોવાનું મંત્રીશ્રી વાળાએ જણાવ્‍યુ હતું.

મંત્રીશ્રી વાળાએ ઉપસ્‍થિત ગ્રામ્‍યકક્ષાના પદાધિકારીશ્રીઓ, સરપંચશ્રીઓને ગામડાને મળતી સુવિધાની યોજનાઓ વધુને વધુ મળે તેવા આયોજન સાથે આગળ આવવા અનુરોધ કર્યો હતો.

કૃષિ રાજયમંત્રીશ્રી કનુભાઇ ભાલાળાએ જણાવ્‍યુ હતુ કે રાજય સરકાર વિકાસલક્ષી યોજનાદ્વારા ગામડાઓના વિકાસ માટે તત્‍પર છે લોકો તેમા સહયોગી બની સાચા અર્થમાં ગામના વિકાસને સાર્થક કરે. ચલો તાલુકે કાર્યક્રમ થકી સ્‍થાનિક પદાધિકારીઓ અને સરપંચોને ગામડાની વિકાસની જાણકારી આપવાની સરકારની નેમ છે. સરપંચો અને પદાધિકારીઓના માધ્‍યમથી છેવાડાના માનવીને સ્‍થાનિક વિકાસમાં સાંકળવાનો ઉદ્રેશ હોવાનું જણાવી તેમણે ઉમેર્યુ કે રાજય સરકારે સત્તાનું વિકેન્‍દ્રીકરણ કરી પ્રાંત અધિકારીઓની જગ્‍યામાં વધારો કર્યો છે. ગામડાઓમાં સુવિધા, રોજગારી વધે તે માટે જયોતિગ્રામ યોજના ર૪ કલાક થ્રી ફેઝ વીજળી આપી છે. જેનાથી ગ્રામ્‍ય જીવન સ્‍તર ઉચું આવ્‍યુ છે. તેમ જણાવી ખેડુતો વૈજ્ઞાનિક પધ્‍ધતિથી ખેત ઉત્‍પાદન મેળવતા થાય તે જરૂરી છે તેમ જણાવ્‍યુ હતું.

વાહન વ્‍યવહાર કમિશ્‍નરશ્રી જે.પી.ગુપ્‍તાએ જણાવ્‍યુ હતુ કે આજે ગુજરાતમાં સર્વાગી વિકાસના પરિવર્તનનો પવન ફુકાયો છે. આ પરિવર્તન સાથે ગામે ગામના લોકો જોડાઇ પોતાના ગામોમાં આધુનિક સુવિધાના કામો થાય તેના પ્રયાસો કરવા જરૂરી છે. આજે ગુજરાતની સરકાર કચેરીઓમાં લોકાભિમુખ અને પારદર્શક વહિવટી તરફ સુધારા થઇ રહ્યા છે. તેમણે આર.ટી.ઓ.માં અનેકબારી પધ્‍ધતિથી લોકોને પડતી મુશ્‍કેલી નિવારવા એક બારી પધ્‍ધતિ તથા લાયસન્‍સ આપવામાં નવી લાયસન્‍સ પધ્‍ધતિ તથા ઓનલાઇનથી શહેરો અને પછી ઇ-ગામોને જોડવાની કામગીરી અમલી બનવા જઇ રહી છે તેની વિસ્‍તૃત વિગતો આપી હતી.

કાર્યક્રમના પ્રારંભમાં જિલ્‍લા કલેકટર ડો. રાજેન્‍દ્રકુમારે ઉપસ્‍થિત મહેમાનોનું શાબ્‍દીક સ્‍વાગત કરી જિલ્‍લામાં છેલ્‍લા ૧૦ થી ર૦ વર્ષમાં થયેલા વિકાસ કાર્યોની માહિતી પાવર પ્રેઝન્‍ટેશન દ્વારા આપી પ્રત્‍યેક ગામનો આગવો વિકાસ થાય અને છેવાડાના ગામમા વસતા લોકો સુખી અને સમૃધ્‍ધ બને તે માટેના રાજય સરકારના સ્‍વપ્‍નને સાકાર કરવા તાલુકા ટીમને તેમણે અનુરોધ કર્યો હતો.

જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી નલીન ઉપાધ્‍યાયે આ પ્રસંગે જિલ્‍લામાં વિવિધ લોકકલ્‍યાણની યોજનાઓ થકી થયેલા વિકાસ કાર્યોની માહિતી પાવર પ્રેઝન્‍ટેશન દ્વારા આપી જણાવ્‍યુ હતુ કે ગામડાઓના સર્વાગી વિકાસ માટે રાજય સરકાર કાર્યરત છે. ગામડાઓના લોકોને ગ્રામયકક્ષાએ શહેરી વિસ્‍તાર જેવી સુવિધા સાથે રોજગારી પણ મળતી થાય તે માટેના પ્રયાસ છે ત્‍યારે સ્‍થાનિક લોકો આ વિકાસ કાર્યમાં સરકાર સાથે જોડાઇ જાય તે જરુરી છે તેમ તેમણે જણાવ્‍યુ હતું.

કાર્યક્રમમાં વિકાસની પરિભાષાની સીડીનું પ્રેઝન્‍ટેશન કરાયું હતું.

પ્રાંત અધિકારીશ્રી આર.એચ.ગઢવીએ જસદણ તાલુકામાં સરકારની જુદી જુદી યોજનાઓ હેઠળ થયેલ વિકાસનું પાવર પ્રેઝન્‍ટેશન દ્વારા ચિત્ર રજુ કર્યુ હતું.પી.જી.વી.સી.એલ.ના કાર્યપાલક ઇજનેર અને કલસ્‍ટર ઇન્‍ચાર્જ શ્રી ડી.વી.માંકડીયાએ પોતાના કલસ્‍ટરનું પ્રેઝન્‍ટેશન કર્યુ હતું.

કાર્યક્રમમાં મંત્રીશ્રી વાળા તથા રાજયમંત્રીશ્રી ભાલાળાના હસ્‍તે દાતાઓ તરફથી આંગણવાડીના બાળકો માટે પ્રાપ્‍ત થયેલ ફળોનું વિતરણ આંગણવાડીની બહેનોને કરવામાં આવ્‍યુ હતું.

‘ચલો તાલુકે’ કાર્યક્રમ બાદ જિલ્‍લા સહ પ્રભારી મંત્રીશ્રી અને કૃષિ રાજયમંત્રીશ્રી કનુભાઇ ભાલાળાની ઉપસ્‍થિતિમાં જસદણ વિસ્‍તારના પ્રબુધ્‍ધ નાગરિકો સાથે ગોષ્‍ઠી યોજાઇ હતી.

કાર્યક્રમના અંતમાં તાલુકા મામલતદારશ્રી એ.એમ.મોરીએ આભારદર્શન તથા કાર્યક્રમનું સંચાલન જુનાગઢ જિલ્‍લા પંચાયતના એકાઉન્‍ટ ઓફીસરશ્રી શૈલેષ સગપરીયાએ સંભાળ્યું હતું.

કાર્યક્રમમાં ગૌસેવા આયોગના અધ્‍યક્ષ ડો. વલ્‍લભભાઇ કથીરીયા, પ્રવાસન નિગમનાશ્રી અનંત દવે, ધારાસભ્‍યોશ્રી ભરતભાઇ બોધરા, શ્રીમતિ જશુબેન કોરાટ, શ્રી ગોવીંદભાઇ પટેલ, શ્રી વલ્‍લભભાઇ કાકડીયા, જીલ્‍લા પંચાયત પ્રમુખ શ્રીમતિ હંસાબેન પારેધી, જિલ્‍લા પંચાયત કારોબારી ચેરમેનશ્રી નાગદાનભાઇ ચાવડા, ગોપાલક મંડળના ઉપાધ્‍યક્ષશ્રી દિનેશભાઇ ટોળીયા, જિલ્‍લા પોલીસ અધિક્ષકશ્રી પ્રેમવિરસિંહ, નિવાસી અધિક કલેકટરશ્રી એ.બી.ગોર, જિલ્‍લા પંચાયત સદસ્‍યશ્રી દેવશીભાઇ ટાઢાણી, જસદણ નગરપાલીકા અધ્‍યક્ષાશ્રી ઇન્‍દુબેન માઢક, શહેરી સત્તામંડળના અધ્‍યક્ષશ્રી સોમપુરા તથા જિલ્‍લાની જુદી જુદી કચેરીઓના જિલ્‍લાના વરિષ્‍ઠ અધિકારશ્રીઓ, તાલુકાના ગામોના સરપંચશ્રીઓ, ન્‍યાય સમિતિના ચેરમેનશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહદેવસિંહ ગોહિલ તથા તાલુકાની કચેરીઓના અધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

જસદણ ખાતે યોજાયેલ ‘‘ચલો તાલુકે’’ કાર્યક્રમમાં તાલુકાના સરપંચશ્રીઓએ ગામડાના વિકાસ વિષે પ્રતિભાવ પ્રગટ કર્યા હતા.

સાંણથલી ગામના સરપંચે ગામની સુવિધા વિષે પ્રતિભાવ રજુ કર્યા હતા.

રાજકોટ સાંણથલી ગામના સરપંચશ્રી ધનજીભાઇ ભુવાએ તેમના ગામમા વિકાસની વાત કરતા જણાવ્‍યુ હતુ કે આ ગામના રૂ. બે લાખના ખર્ચે આંબેડકર ભવન, પાણી પૂરવઠા ઓવરહેડ ટેન્‍ક, સીમમાં જવાના રસ્‍તાઓમાં ચોમાસા દરમિયાન ખેડૂતો સરળતાથી આવી જઇ શકે તે માટે કોઝવે કમ ચેકડેમ બનાવવામાં આવ્‍યા છે. ગામમાં આંગણવાડી, પંચાયત ઘર, અને ગામમાં સી.સી. રોડનું કામ કરવામાં આવેલ છે આ રીતે લગભગ ૩૦ જેટલા વિકાસ કામો તાજેતરમાં કરવામાં આવ્‍યા છે.

ગામને સમરસ બનાવવાના અમારા પ્રયત્‍નો રહ્યા છે. ગ્રામ પંચાયતમાં ઇ-ગ્રામની સગવડતાથી ખેડુતોને ઘણી સરળતાથી ખેતીની નોંધો મળી શકે છે. અમારૂ ગામ સ્‍વચ્‍છ અને નિર્મળ બને તે માટે ગટર, શૌચાલય સહિત સ્‍વચ્‍છતાના પુરતા પગલા લેવામાં આવી રહ્યા છે.

શ્રી નાથાભાઇ વસાણીએ અમરાપુર ગામના અવિરત વિકાસની બાબતો વર્ણવી હતી.

જસદણ તાલુકાના અમરાપુરના સરપંચશ્રી નાથાભાઇ વાસાણીએ તેમના ગામમાં થયેલા વિકાસ કામો વર્ણવતા જણાવ્‍યુ કે અમારા ગામમાં લાઇબ્રેરી, પ્રાથમિક શાળાના રૂમો, પીવાના પાણીનો ટાંકો, સી.સી. રોડ સહિતના કામો રૂ. ૨૨ લાખના ખર્ચે કરવામાં આવ્‍યા છે.

મારૂ ગામ સમગ્ર તાલુકામાં મોડલ ગામ બને તેવા પ્રયત્‍નો અમે કરી રહ્યા છીએ, ગામમાં જયોતિગ્રામ વિજળી કરણ પછીથી અવિરત વિકાસ થઇ રહ્યો છે. અમારૂ ગામ શહેર સમોવડયું બને તેવા પણ અમારા પ્રયત્‍નો રહ્યા છે. ગામમાં સ્‍વચ્‍છતા, શાંતિ અને સુમેળનું વાતાવરણ સતત રહે તેવા પ્રયાસો અમારી ગ્રામ પંચાયતની ટીમ દ્વારા કરવામાં આવે છે. રાજય સરકારની વિવીધ યોજનાઓનો વધુને વધુ લાભ મળે તેવા અમારા સતત પ્રયાસો રહ્યા છે.

ઝુંડાળા ગામના સરપંચશ્રી લિંબાભાઇએ તેમના ગામના વિકાસ કામોની વિસ્‍તૃત છણાવટ કરી હતી

ઝુંડાળા ગામના સરપંચશ્રી લીંબાભાઇ પદમાણીએ તેમના ગામમાં થયેલા વિકાસ કામો બાબતે જણાવ્‍યું કે રાજય સરકારની પ્રતિબધ્‍ધતા છે તે પ્રમાણે શહેરમાં મળતી તમામ સુવિધાઓ અમારા ગામને મળે તેવા પ્રયાસો થયા છે. ગામમાં જયોતિગ્રામ યોજના આવ્‍યા પછી નાના વ્‍યવસાયને ઘણું પ્રોત્‍સાહન મળ્યું છે. નાના ધંધાદારીઓને શહેરમાં જવુ પડતું નથી ગામડે બેઠા જ ધંધો રોજગાર ચલાવી શકે છે. આ જયોતિગ્રામ યોજના આવતા અમારા ગામમાં ઇ-ગ્રામ કનેકટીવીટી દ્વારા ખેડુતોને ખેતીની તમામ વિગતો ગામડે બેઠા મળતી થઇ છે. જેના કારણે તાલુકા સુધી જવાની જરૂરી રહેતી નથી અમો અમારુ ગામ સતત વિકાસ કરતું રહે તેવા પ્રયાસો કરીએ છીએ.

જીવાપર ગામના સરપંચશ્રી રેખાબેન બોદરે તેમના ગામના વિકાસની છણાવટ કરી હતી

જીવાપરના સરપંચશ્રી રેખાબેન બોદરે તેમના ગામના વિકાસ વિષે બોલતા જણાવ્‍યુ કે વર્ષ ર૦૦૧ થી ર૦૧૦ ના સમયગાળા દરમિયાન અમારા ગામમાં ચેકડેમો, આંગણવાડી, પીવાના પાણીની ઓવરહેડ ટેંક, રસ્‍તાઓ સહિતના કામો થયા છે. અમારા ગામ નજીક ૬૬ કે.વી. વિજ સબ સ્‍ટેશન આવી જતા વીજળી પુરા દબાણથી મળી રહે છે. જયોતિગ્રામ યોજના આવતા અમારા ગામમાં વિકાસની પ્રક્રિયા ઝડપી બની છે.

જીવાપર ગ્રામ પંચાયત કચેરીના તમામ સદસ્‍યશ્રીઓ સૌના સહિયારા પૂરુષાર્થ દ્વારા ગામને વિકસાવવા કટીબધ્‍ધ છે.

આ તકે કોટડાના સરપંચશ્રી રાઘવજીભાઇ રાજપરા, કાળાસરના સરપંચશ્રી ગોવીંદભાઇ દુમાદીયા તેમજ આસલપુરના સરપંચશ્રી ધીરૂભાઇ ડોડીયાએ તેમના ગામોના વિકાસની બાબતો વર્ણવી હતી.


ગામડાઓના વિકાસને ઉજાગર કરવા નવો ગ્રામોધ્‍ધારલક્ષી કાર્યક્રમ શરૂ કર્યો છે.

પ્રભારી મંત્રી શ્રીમતિ વુસબેન ત્રિવેદી

સાવરકુંડલા ખાતે ચલો તાલુકે કાર્યક્રમ

અમરેલી ગામડાના વિકાસના કામો ગાંધીનગર કે, જિલ્‍લા કક્ષાએથી નહીં પરતું ગ્રામજનોના સૂચન મુજબ અને માંગણી મુજબ તાલુકા કક્ષાએથી જ આયોજન થઇ મંજૂર થાય તેવો નૂતન અભિગમ રાજય સરકારે અમલમાં મૂકયો છે. સરકાર દ્રારા લોકોના પ્રશ્‍નોના ઉકેલની દિશામાં મહત્‍વપૂર્ણ કાર્ય કરાયું છે.હજુ પણ ગામડાઓમાં કયાંય પણ વિકાસમાં ખૂટતી બાબત ઉમેરવાની હોય તો તે માટે ‘‘ચાલો તાલુકે’’ કાર્યક્રમ હેઠળ ગાંધીજીના ગ્રામ સ્‍વરાજની પરિકલ્‍પના મુજબના ગામડાઓના વિકાસને ઉજાગર કરવા નવો ગ્રામોધ્‍ધારલક્ષી કાર્યક્રમ શરૂ કર્યો છે. તેમજ ગામડાના સર્વાંગી વિકાસ માટે સંકલ્‍પ કરી ગુજરાતના સ્‍વર્ણિમ યુગના મંડાણ કર્યા છે.તેમ પ્રભારી અને ઉચ્‍ચ ટેકનીકલ ,મહિલા અને બાળ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી વસુબેન ત્રિવેદીએ સરપંચો તેમજ સ્‍વરાજય સંસ્‍થાઓના પ્રતિનિધિઓને સાવરકુંડલા ખાતે ‘‘ચાલો તાલુકે’’ કાર્યક્રમમાં સંબોધતા જણાવ્‍યું હતું.

વિકાસની પરિભાષાનો ઉલ્‍લેખ કરી મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, રસ્‍તો બનાવવો તે કામ છે અને રસ્‍તાની આસપાસ વૃક્ષો ઉછેરવામાં આવે તે વિકાસ છે. આજ રીતે શાળાના મકાનો બને તે કામ છે પણ તેમાં બાળકો શિક્ષણ લેવા પ્રેરાય તથા સુદઢ શિક્ષણ મેળવે તે વિકાસ છે.સમયની માંગ સાથે ભૌતિક સુવિધાઓ ઉભી કરવી એ સરકારનું કામ છે. પણ ભૌતિક સુવિધાઓની સાથે માળખાગત વ્‍યવસ્‍થા, સુચારૂ સંચાલન અને છેવાડાના માનવીને સંતોષ થાય તેવી વ્‍યવસ્‍થા-ગતિશીલ તંત્ર અને લોકસહયોગથી ઉભી થાય તો જ ફળદાયી પરિણામો આપણે સૌને મળશે તેવો આશાવાદ સેવ્‍યો હતો.

આ પ્રસંગે મહેસુલ વિભાગના અગ્ર સચિવ(અપીલ) સી.એ ભટ્ટાચાર્યએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્‍યું હતું કે, મહેસુલ વિભાગને લગતા કાયદાઓ સરળ બનાવી ક્રાંતિકારી ફેરફાર કરવામાં આવ્‍યા છે. ઈ-ધરાના માધ્‍યમથી મહેસુલી પક્રિયા ઘણીજ સરળ અને હકકદાવાની પતાવટ ઝડપી બની છે.હવે હકકદાવાની અપીલો પણ ઓછી થઇ છે. તેમ જણાવતાં ખાતેદારોને ઈ-ધરાની મુલકાત લઇ હકકદાવાની ચકાસણી કરાવી લેવા અપીલ કરી હતી.

અગ્ર સચિવશ્રીએ પીવાના પાણીની પરિસ્‍થિતિ અને જળસંચયની કામગીરી બાબતે ગુજરાતે દેશને દિશાસૂચન કરી શકે તેવું સંદર કામ થયું હવાનું જણાવ્‍યું હતું

જિલ્‍લા કલેકટરશ્રી ડી.એ. સત્‍યાએ કાર્યક્રમના ઉદેશની રૂપરેખા આપતાં જણાવ્‍યું હતું કે,ગ્રામ્‍ય તાલુકા કક્ષાએ વધુ સત્‍તાઓ આપી પરિણામલક્ષી માનવ સૂચાંક આંકનું ધોરણ ઉંચું લાવવાનો છે ત્‍યારે આ વિકાસના કામો વ્‍યાપક જનસમૂહને લાભકર્તા હોય તેવા અને લોકોની અગ્રિમ જરૂરીયાતને ધ્‍યાને રાખીને તેનું આયોજન થાય તો વિકાસ આપો આપ થશે. એમ તેમણે ઉમેર્યુ હતું.

જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી આલોક પાંડેએ જિલ્‍લાના વિકાસ ગાથા તથા ખૂટતી કડીઓના આયોજનો ચિતાર રજુ કરીને ’’સૌનો સાથ-સૌનો વિકાસ’’ મંત્રને આત્‍મસાત કરવા સરપંચોને તથા પદાધિકારીઓને જણાવ્‍યું હતું.,

આ તકે મંત્રીશ્રીના હસ્‍તે આંગણવાડી બાળકોને લોક ભાગીદારીથી નાના નાના બાળકોને ફળ અને મીઠાઇનું વિતરણ કરી સમાજના નબળા અને કુપોષિત બાળકોને પૌષટિક આહાર આપવા સૌને જનભાગીદારીના અભિગમ અંગે પ્રોત્‍સાહિત કર્યા હતા.

કાર્યક્રમનું સફળ સંચાલન સાવરકુંડલા તાલુકાના પ્રાંત અધિકારીશ્રી એ. જે પટેલે કર્યુ હતું તેમજ તાલુકા વિકાસનો ચિતાર ,ભાવિ અયોજન તથા એન.એસ.સાવલીયાએ કલ્‍સટરનો વિકાસ તેમજ ખૂટતી કડીઓ પ્રેઝન્‍ટેશન દ્રારા રજુ કર્યો હતો.

આ પ્રસંગે સાંસદશ્રી નારણભાઇ કાછડીયા,ધારાસભ્‍ય સર્વશ્રી કાળુભાઇ વીરાણી,મનસુખભાઇ ભુવા, જિલ્‍લા પંચાયતના પ્રમુખ ભૂપત માયાણી,કારોબારી ચેરમેન શરદ લાખાણી જિલ્‍લા તથા તાલુકા પંચાયતના અને નગર પાલિકાના પ્રમુખશ્રીઓ,પદાધિકારીઓ,સરપંચો ઉપસરપંચો અધિકારી,કર્મચારી ગણ ઉપસ્‍થિત રહયા હતા.

આગામી ૪૮ કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમરેલી હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી ૪૮ કલાક દરમ્‍યાન સૌરાષ્‍ટ્રના અમુક સ્‍થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હોય અમરેલી જિલ્‍લામાં કન્‍ટીજન્‍સી એકશન પ્‍લાન મુજબ સાવચેતીનાં તમામ પગલા લેવા, લાયઝન અધિકારીઓએ જિલ્‍લા કંટ્રોલરૂમ સાથે સંપર્કમાં રહી તાલુકાનો કંટ્રોલ રૂમ ચાલુ રાખી જવાબદારને હાજર રખાવવા તેમજ અધિકારીઓને હેડકવાર્ટરમાં હાજર રહેવા અને તાલુકા કંટ્રોલરૂમમાંથી ફરજ કર્મચારીએ દર બે કલાકે વરસાદના આંકડા જિલ્‍લા કંટ્રોલરૂમને લખાવવા કલેકટરશ્રી-અમરેલીની યાદીમાં જણાવાયું છે.


મારે ફરી એકવાર શાળાએ જવું છે.

મારે ફરી એકવાર શાળાએ જવું છે.
દોડતાં જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે ,
રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે.
નવી નોટની સુગંધ લેતાં પહેલા પાને , સુંદર
અક્ષરે મારું નામ લખવું છે.
મારે ફરી એકવાર શાળાએ જવું છે.

રીસેસ પડતાં જ વોટરબેગ ફેંકી , નળ નીચે ...હાથ ધરી
પાણી પીવું છે.
જેમ તેમ લંચબોક્સ પૂરું કરી... મરચુ મીઠું ભભરાવેલ
આમલી-બોર-જમરુખ-કાકડી બધું ખાવું છે.
સાઈકલના પૈડાની સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે ,
કાલે વરસાદ પડે તો નીશાળે રજા પડી જાય ,
એવાં વિચારો કરતાં રાતે સુઈ જવું છે ,
અનપેક્ષીત રજાના આનંદ માટે...
મારે ફરી એકવાર શાળાએ જવું છે.

છૂટવાનો ઘંટ વાગવાની રાહ જોતાં , મિત્રો સાથે
ગપ્પાં મારતાં વર્ગમાં બેસવું છે.
ઘંટ વાગતાં જ મિત્રોનું કુંડાળુ કરીને , સાઈકલની
રેસ લગાવતાં ઘેર જવું છે.
રમત-ગમતના પીરીયડમાં તારની વાડમાંના
બે તાર વચ્ચેથી સરકી બહાર ભાગી જવું છે.
તો ભાગી જવાની મોજ અનુભવવા...
મારે ફરી એકવાર શાળાએ જવું છે.

દીવાળીના વેકેશનની રાહ જોતાં , છ માસીક
પરીક્ષાનો અભ્યાસ કરવો છે.
દીવસભર કિલ્લો બાંધીને માટીને પગથી
તોડી , હાથ ધોયા વિના ફરાળની થાળી પર બેસવું છે.
રાતે ઝાઝા બધા ફટાકડા ફોડ્યા પછી , તેમાંથી ન ફૂટેલા
ફટાકડા શોધતાં ફરવું છે.
વેકેશન પત્યા પછી બધી ગમ્મતો દોસ્તોને કહેવા...
મારે ફરી એકવાર શાળાએ જવું છે.

કેટલીયે ભારે જવાબદારીઓના બોજ કરતાં , પીઠ પર
દફતરનો બોજ વગાડવો છે.
ગમે તેવી ગરમીમા એરકંડીશન્ડ ઓફીસ કરતાં , પંખા
વીનાના વર્ગમાં બારી ખોલીને બેસવું છે. કેટલીયે તૂટ્ફૂટ
વચ્ચે ઓફીસની આરામદાયક ખુરશી કરતાં ,
બે ની બાંકડી પર ત્રણ દોસ્તોએ બેસવું છે.
બચપણ પ્રભુની દેણ છે તુકારામના એ અભંગનો
અર્થ હવે થોડો સમજમાં આવવા માંડ્યો છે.
એ બરાબર છે કે નહી તે સાહેબને પુછવા માટે...
મારે ફરી એકવાર શાળાએ જવું છે. ............

નાનો હતો ત્યારે જલ્દી મોટા થવું હતું...
આજે જયારે મોટો થયો છે કે "તૂટેલા સ્વપ્નો"
અને "અધુરી લાગણીઓ" કરતા "તૂટેલા રમકડા"
અને "અધૂરા હોમવર્ક" સારા હતા..
આજે સમજાય છે કે જયારે "બોસ" ખીજાય એના
કરતા શાળા માં શિક્ષક "અંગુઠા" પકડાવતા હતા એ સારું હતું...
આજે ખબર પડી કે ૧૦-૧૦ રૂપિયા ભેગા કરી ને જે
નાસ્તાનો જે આનંદ આવતો હતો એ આજે "પીઝા"
મા નથી આવતો...

ફક્ત મારેજ નહી આપણે બધાને ફરી સ્કુલે જવુ છે

શનિવાર, 27 ઑગસ્ટ, 2011

JETPUR NAZIK THI AJANYA YUVA


ગુજરાતના વિકાસની ભૂમિકાથી અત્યંત પ્રભાવિત મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વની ભરપૂર પ્રસંશા ચીનના ભારતસ્થિત રાજદૂતની મુખ્યમંત્રીશ્રી સાથે ફળદાયી પરામર્શ બેઠક






સાંસ્કૃતિક સંબંધોના સેતુ સાથે આર્થિક-ઔઘોગિક સંબંધોના પરસ્પર ક્ષેત્રોમાં ભાગીદારી વિકસાવવાની તત્પરતા દાખવતા શ્રીયુત ઝાંગ યાન

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાતે આવેલા ચીનના ભારતસ્થિત રાજદૂત શ્રીયુત ઝીયાંગ યાન (Mr. ZHANG YAN) ગુજરાત સાથે સાંસ્કૃતિક સંબંધોના સેતુ પ્રસ્થાપિત કરવાની સાથે ગુજરાત જેવા દેશના અગ્રીમ વિકાસશીલ રાજ્યમાં ચીનના આર્થિક સંબંધો વ્યાપક ફલક ઉપર વિકસાવવા ફળદાયી પરામર્શ કર્યો હતો.

ઇન્ડિયા-ચાઇના ઇકોનોમિક એન્ડ કલ્ચરલ કાઉન્સીલના ચોથા ચેપ્ટર તરીકે ગુજરાતમાં સાંસ્કૃતિક કેન્દ્રની સ્થાપના અને તેના સંદર્ભમાં ચીનના ભારતસ્થિત રાજદૂત શ્રીયુત ઝાંગ યાને આગામી સપ્ટેમ્બરમાં કૈલાસ માનસરોવરના યાત્રા પ્રવાસની રૂપરેખા આપી હતી અને મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને ચીનના પ્રવાસ માટે ભાવભર્યું આમંત્રણ આપ્યું હતું જેનો વિધેયાત્મક પ્રીતભાવ મુખ્યમંત્રીશ્રીએ આપ્યો હતો.

ગુજરાત અને ચીન વચ્ચેના બુધ્ધકાલિન પુરાતન સાંસ્કૃતિક સંબંધો, ચીન અને ગુજરાતની જનતાના ટ્રેડર્સમાંથી મેન્યુફેકચરીંગ કૌશલ્યની ઉઘમશીલતાની સામ્યતા, જહાજવાડાના કૌશલ્ય નિર્માણનું સામર્થ્ય વિશેની વિશિષ્ઠતાઓની ભૂમિકા મુખ્યમંત્રીશ્રી પાસેથી જાણીને ચીનના રાજદૂત અત્યંત પ્રભાવીત થયા હતા.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત અને ચીન વચ્ચે આર્થિક, ઔઘોગિક વાણીજ્યક સંબંધોની વ્યાપાક ફલક ઉપર વિકાસની વિશેષ સંભાવનાઓનો વિગતવાર નિર્દેશ કરી જણાવ્યું કે ગુજરાતમાં ચીનની ભાગીદારી માટે ખૂબ મોટો અવસર છે. લો- કોસ્ટ મેન્યુફેકચરીંગ યુનિટો માટે ચીનની કંપનીઓ માટે ગુજરાત સૌથી વધુ અનુકુળ છે કારણ કે, ગુજરાતમાં શ્રમ-રોજગાર ક્ષેત્રે સંપૂર્ણ સુમેળ અને શૂન્ય સપાટીએ માનવદિન નુકશાની, બ્રોડબેન્ડ કનેકટીવિટી, ૨ર૦૦ કી.મી.ની. ગેસગ્રીડ, ર૪ કલાક વીજપુરવઠો અને માળખાકીય સુવિધાઓનું સાનુકુળ વાતાવરણ છે. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયનમાં માળખાકીય સુવિધા વિકાસના આધુનિકતમ પ્રોજેકટમાં ચીનને ભાગીદાર થવા ઇંજન આપ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત અને ચીન વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને સુદ્રઢ બનાવવાની દિશામાં ગુજરાતના ચીન કલ્ચરલ સેન્ટરના ઉપક્રમે ચાઇનીઝ ભાષાના વર્ગોનું પ્રશિક્ષણ અને ચાઇનીઝ વેજીટેરિયન ફૂડના કુકીંગ કલાસ-વિકાસની બાબતે પણ ઇજન આપ્યું હતું, જેનો ચીનના રાજદૂતને સહર્ષ સ્વીકાર કર્યો હતો. તેમણે ગુજરાતમાં પ્રવાસન વિકાસ, પોર્ટ ડેવલપમેન્ટ, કોટન અને કેસ્ટર ઓઇલની ચીનમાં આયાત તથા ચીનની કંપનીઓ અને ગુજરાત વચ્ચે ભાગીદારીનું ફલક વિકસાવવા રાજ્ય સરકારના અભિગમની ભરપૂર પ્રસંશા કરી હતી.

બેઠકમાં ઇન્ડો-ચાઇના કલ્ચરલ સેન્ટરના પદાધિકારીઓ, મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી એ. કે. શર્મા અને ઉઘોગના અગ્ર સચિવશ્રી મહેશ્વર શાહુ ઉપસ્થિત હતા.