LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શનિવાર, 27 ઑગસ્ટ, 2011
ગુજરાતના વિકાસની ભૂમિકાથી અત્યંત પ્રભાવિત મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વની ભરપૂર પ્રસંશા ચીનના ભારતસ્થિત રાજદૂતની મુખ્યમંત્રીશ્રી સાથે ફળદાયી પરામર્શ બેઠક
સાંસ્કૃતિક સંબંધોના સેતુ સાથે આર્થિક-ઔઘોગિક સંબંધોના પરસ્પર ક્ષેત્રોમાં ભાગીદારી વિકસાવવાની તત્પરતા દાખવતા શ્રીયુત ઝાંગ યાન
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાતે આવેલા ચીનના ભારતસ્થિત રાજદૂત શ્રીયુત ઝીયાંગ યાન (Mr. ZHANG YAN) એ ગુજરાત સાથે સાંસ્કૃતિક સંબંધોના સેતુ પ્રસ્થાપિત કરવાની સાથે ગુજરાત જેવા દેશના અગ્રીમ વિકાસશીલ રાજ્યમાં ચીનના આર્થિક સંબંધો વ્યાપક ફલક ઉપર વિકસાવવા ફળદાયી પરામર્શ કર્યો હતો.
ઇન્ડિયા-ચાઇના ઇકોનોમિક એન્ડ કલ્ચરલ કાઉન્સીલના ચોથા ચેપ્ટર તરીકે ગુજરાતમાં સાંસ્કૃતિક કેન્દ્રની સ્થાપના અને તેના સંદર્ભમાં ચીનના ભારતસ્થિત રાજદૂત શ્રીયુત ઝાંગ યાને આગામી સપ્ટેમ્બરમાં કૈલાસ માનસરોવરના યાત્રા પ્રવાસની રૂપરેખા આપી હતી અને મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને ચીનના પ્રવાસ માટે ભાવભર્યું આમંત્રણ આપ્યું હતું જેનો વિધેયાત્મક પ્રીતભાવ મુખ્યમંત્રીશ્રીએ આપ્યો હતો.
ગુજરાત અને ચીન વચ્ચેના બુધ્ધકાલિન પુરાતન સાંસ્કૃતિક સંબંધો, ચીન અને ગુજરાતની જનતાના ટ્રેડર્સમાંથી મેન્યુફેકચરીંગ કૌશલ્યની ઉઘમશીલતાની સામ્યતા, જહાજવાડાના કૌશલ્ય નિર્માણનું સામર્થ્ય વિશેની વિશિષ્ઠતાઓની ભૂમિકા મુખ્યમંત્રીશ્રી પાસેથી જાણીને ચીનના રાજદૂત અત્યંત પ્રભાવીત થયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત અને ચીન વચ્ચે આર્થિક, ઔઘોગિક વાણીજ્યક સંબંધોની વ્યાપાક ફલક ઉપર વિકાસની વિશેષ સંભાવનાઓનો વિગતવાર નિર્દેશ કરી જણાવ્યું કે ગુજરાતમાં ચીનની ભાગીદારી માટે ખૂબ જ મોટો અવસર છે. લો- કોસ્ટ મેન્યુફેકચરીંગ યુનિટો માટે ચીનની કંપનીઓ માટે ગુજરાત સૌથી વધુ અનુકુળ છે કારણ કે, ગુજરાતમાં શ્રમ-રોજગાર ક્ષેત્રે સંપૂર્ણ સુમેળ અને શૂન્ય સપાટીએ માનવદિન નુકશાની, બ્રોડબેન્ડ કનેકટીવિટી, ૨ર૦૦ કી.મી.ની. ગેસગ્રીડ, ર૪ કલાક વીજપુરવઠો અને માળખાકીય સુવિધાઓનું સાનુકુળ વાતાવરણ છે. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયનમાં માળખાકીય સુવિધા વિકાસના આધુનિકતમ પ્રોજેકટમાં ચીનને ભાગીદાર થવા ઇંજન આપ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત અને ચીન વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને સુદ્રઢ બનાવવાની દિશામાં ગુજરાતના ચીન કલ્ચરલ સેન્ટરના ઉપક્રમે ચાઇનીઝ ભાષાના વર્ગોનું પ્રશિક્ષણ અને ચાઇનીઝ વેજીટેરિયન ફૂડના કુકીંગ કલાસ-વિકાસની બાબતે પણ ઇજન આપ્યું હતું, જેનો ચીનના રાજદૂતને સહર્ષ સ્વીકાર કર્યો હતો. તેમણે ગુજરાતમાં પ્રવાસન વિકાસ, પોર્ટ ડેવલપમેન્ટ, કોટન અને કેસ્ટર ઓઇલની ચીનમાં આયાત તથા ચીનની કંપનીઓ અને ગુજરાત વચ્ચે ભાગીદારીનું ફલક વિકસાવવા રાજ્ય સરકારના અભિગમની ભરપૂર પ્રસંશા કરી હતી.
આ બેઠકમાં ઇન્ડો-ચાઇના કલ્ચરલ સેન્ટરના પદાધિકારીઓ, મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી એ. કે. શર્મા અને ઉઘોગના અગ્ર સચિવશ્રી મહેશ્વર શાહુ ઉપસ્થિત હતા.
ગુજરાત સરકારના પ્રવકતામંત્રીશ્રી જયનારાયણ વ્યાસનું નિવેદન રાજ્યપાલશ્રી દ્વારા લોકાયુકતની નિમણુંક અંગેનો આદેશ બંધારણીય જોગવાઇઓ અને પ્રણાલીઓની ભાવના સાથે ઉચિત નથી
ગુજરાતની વડી અદાલતમાં રાજ્ય સરકારે કરેલી રજૂઆતની સુનવણી તા.૩૦મી ઓગષ્ટ-ર૦૧૧ ના રોજ
રાજ્ય સરકારના પ્રવકતા આરોગ્ય મંત્રીશ્રી જયનારાયણ વ્યાસે લોકાયુકતની ગુજરાતમાં નિમણુંક કરતો જે ઓર્ડિનન્સ મહામહિમ રાજ્યપાલશ્રીએ બહાર પાડયો છે તેના બંધારણીય ઔચિત્ય અને કાર્યપ્રણાલી અંગે જણાવ્યું હતું કે રાજ્યપાલશ્રીએ ગુજરાતમાં લોકાયુકતની નિમણુંક કરી તે બંધારણની જોગવાઇઓ અને પ્રણાલીઓ સાથે કેટલી સુસંગત છે તેના કાયદાકીય તમામ પાસાંઓનો તલસ્પર્શી અભ્યાસ કરીને રાજ્ય સરકાર આ અંગેનો નિર્ણય લેશે.
પ્રવકતા મંત્રીશ્રીએ જણાવ્યું કે ગયા માર્ચ મહિનામાં ગુજરાત વિધાનસભામાં લોકાયુકતની સંસ્થાને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકારે નાનામાં નાની જોગવાઇઓની કાળજી લઇને લોકાયુકતનું વિધેયક પસાર કર્યું હતું જેમાં, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને પંચાયતી રાજના પદાધિકારીઓને પણ રાજ્યના મંત્રીમંડળ ઉપરાંત આવરી લેવામાં આવ્યા હતા. આ "લોકાયુકત'ના વિધેયકને વિધાનસભાએ મંજૂરી આપ્યા પછી રાજ્યપાલશ્રીની બહાલી માટે મોકલવામાં આવ્યું હતું, જેને રાજ્યપાલશ્રી મંજૂરી આપી નથી. આ દરમિયાન પણ ગુજરાતની વર્તમાન સરકારની "લોકાયુકત'ની નિમણુંક કરવાની સંપૂર્ણ પ્રતિબધ્ધતા સાથે પરામર્શ-પ્રક્રિયા સતત પ્રગતિમાં રહી છે. બંધારણીય પ્રણાલી મુજબ તો રાજ્યપાલશ્રી રાજ્ય મંત્રીમંડળની સલાહ અનુસાર વર્તતા હોય છે અને જરૂર જણાયે સરકાર સાથે વિચાર-વિમર્શ મુજબ કાર્યવાહી કરે અથવા તો કોઇ મૂદા ઉપર વિચાર ભેદ કે અસહમતી હોય તો પૂર્નવિચાર માટે પણ રાજ્ય સરકારને વિધેયક પરત મોકલતા હોય એ સ્વાભાવિક છે. પરંતુ, લોકાયુકતની રાજ્યપાલશ્રીના ખાસ ઓર્ડિનંન્સથી નિમણુંક અંગેના નિર્ણયમાં બંધારણીય કડી તૂટી છે તે ચોક્કસ છે તેથી આ અંગેની કાયદેસરતા વિશે રાજ્ય સરકાર તમામ પાસાંઓનો વિચાર કરી રહી છે.
આ સંદર્ભમાં, શ્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું કે રાજ્યપાલશ્રીનો લોકાયુકતની નિમણુંક માટેનો આ આદેશ બંધારણીય પ્રણાલીઓની ભાવનાથી વિપરીત કાર્યવાહીનો નિર્દેશ આપે છે. હકિકતમાં તો, આ રીતે લોકાયુકતની નિમણુંક કરવા માટેની નોબત જ આવવી જોઇતી નહોતી, કારણ કે તેની પ્રક્રિયા સાંપ્રત જોગવાઇ અનુસાર પ્રગતિમાં જ હતી. કોઇ પ્રક્રિયા બંધ થઇ ગઇ હોય કે રાજ્ય સરકારે કોઇ કાર્યવાહી કરી ના હોય કે વિધાનસભામાં કશું થયું ના હોય એવું કશું જ બન્યું નથી. કમનસિબીએ પણ છે કે લોકાયુકતની આ નિમણુંક સંદર્ભમાં રાજ્ય સરકાર સાથે પરામર્શ કરવામાં આવ્યો નથી.
પ્રવકતા મંત્રીશ્રીએ જણાવ્યું કે લોકાયુકતની નિમણુંકની બાબતે વિવિધ તબક્કે પ્રક્રિયા ચાલુ હોય ત્યારે, ગુજરાતની જનતાએ લોકશાહી માર્ગે ચૂંટેલી રાજ્ય સરકારને અંધારામાં રાખીને, રાજ્યપાલશ્રીના બંધારણીય પદનો દુરૂપયોગ થાય તે રીતે લોકાયુકતની નિમણુંકના આદેશ થયો છે તેની કાયદેસરતાના તમામ પાસાંની રાજ્ય સરકાર ગંભીરતાથી વિચારણા કરી રહી છે.
પ્રવકતા મંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતમાં લોકાયુકતની નિમણુંક અંગે વારંવાર કોંગ્રેસ કાગારોળ કરતી આવી છે અને સદંતર જુઠાણા ફેલાવતી આવી છે, તે લોકાયુકતની નિમણુંક અંગેની પ્રક્રિયા વિલંબમાં કઇ રીતે પડી એ જાણવું જનતા માટે જરૂરી છે, કારણ કે રાજ્ય સરકારે કરેલી દરખાસ્ત તત્કાલિન રાજ્યપાલશ્રીના વખતમાં સાડા ત્રણ વર્ષ જેટલા સમયથી વિચારાધીન રહ્યા પછી તે પરત મોકલવામાં આવી હતી. આ ઉપરાંત, રાજ્ય સરકારે ભારતના બંધારણની જોગવાઇ અનુસાર અડધો ડઝન કરતાં વધુ વખત વિપક્ષના નેતાશ્રી સાથે પરામર્શ કરવાના પ્રયાસો કર્યા હતા, અને ઔપચારિક રીતે એકાદ વખત આવી બેઠકમાં હાજરી આપ્યા સિવાય બાકીની બધી બેઠકોમાં વિપક્ષના નેતાએ કોઇ સહકાર આપ્યો ન હતો, એટલું જ નહીં, પ્રક્રિયા જ પૂર્ણ ન થાય તે માટેના ક્ષુલ્લક વાંધાઓ ઊભા કરીને રૂકાવટો સર્જી હતી. આમ, લોકાયુકતની નિમણુંક માટે વિલંબનું દોષારોપણ રાજ્ય સરકાર ઉપર કરવામાં આવે તે કોઇ હિસાબે ઉચિત નથી.
પ્રવકતા મંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે બંધારણની કલમ રર૬ હેઠળ રાજ્ય સરકારનું દાયિત્વ ધ્યાનમાં લીધા વગર જે અસંવૈધાનિક રીતે લોકાયુકતની નિમણુંક કરવાની અધિસૂચના રાજ્યપાલશ્રીએ બહાર પાડી છે તે સંદર્ભમાં, રાજ્ય સરકારે ગુજરાતની વડી અદાલતમાં ન્યાય માટે રજુઆત કરી છે અને તેની સુનાવણી રાજ્ય વડી અદાલતે તા.૩૦ મી ઓગસ્ટ-ર૦૧૧ની તારીખ મુકરર કરી છે.
શુક્રવાર, 26 ઑગસ્ટ, 2011
સ્વાગત ઓન લાઇન જનફરિયાદ નિવારણમાં મુખ્યમંત્રીશ્રીએ સામાન્ય નાગરિકોની રજૂઆતો સાંભળી ન્યાય અપાવ્યો સામાન્ય પ્રજાજનની ફરિયાદોના સંદર્ભમાં માથાભારે તત્વો સામે સખ્તાઇથી પગલાં લેવાશે
મુખ્યમંત્રીશ્રી સાથે દેશ-વિદેશના ર૪ જેટલા ફાઇનાન્સીયલ સર્વિસ સેકટરના વરિષ્ઠ પદાધિકારી એકઝીકયુટીવોએ ફળદાયી સંવાદ કર્યો...
મોતીલાલ ઓસવાલ ગ્રુપનું ઇન્ડસ્ટ્રીઝ-ફાઇનાન્સ કંપનીઓનું ડેલીગેશન ગુજરાતના વિકાસ અને સુશાસનથી અત્યંત પ્રભાવિત
ટીમ ગુજરાતની સફળતા દેશની સાંપ્રત સમસ્યાઓની નિરાશાજનક સ્થિતિ જરૂર બદલી શકાય - "ગુજરાત તેનો ઉકેલ છે'' - મુખ્યમંત્રીશ્રી
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે મલ્ટીનેશનલ ફાઇનાન્સીયલ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સેકટરના વિવિધ પદાધિકારીઓએ ગુજરાત સરકારના સુશાસન અને વિકાસની વિશિષ્ઠ કાર્યસિધ્ધિઓ ઉપરાંત દેશ સમક્ષની પ્રવર્તમાન સમસ્યાઓના ઉકેલ માટેની ભૂમિકાના સંદર્ભમાં એક કલાક સુધી વ્યાપક ફલક ઉપર સંવાદ કર્યો હતો.
આંતરરાષ્ટ્રીય નાણાંકીય સર્વિસ ક્ષેત્રે ગણમાન્ય મોતીલાલ ઓસવાલ સિકયોરિટીઝ દ્વારા યોજાનારી સાતમી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટના અનુસંધાને મોતીલાલ ઓસવાલ ગ્રુપ આયોજિત દેશ-વિદેશના ર૪ જેટલા ફાઇનાન્સીયલ સર્વિસ અને ઇન્વેસ્ટમેન્ટ સેકટરની કંપનીઓના વરિષ્ઠ એકઝીકયુટીવ ડેલીગેટ ગુજરાતની મૂલાકાતે આવેલા છે. આજે તેમની સમક્ષ સરદાર સરોવર નર્મદા પ્રોજેકટ, જીઆઇડીસી દ્વારા અને ઇન્ડેક્ષ્ટ બી દ્વારા ઔઘોગિક વિકાસનો સફળ વ્યૂહ, ગુજરાતમાં માળખાકીય વિકાસ સુવિધાઓના આધુનિકત્તમ વિઝન માટે ગુજરાત ઇન્ફાસ્ટ્રકચર ડેવલપમેન્ટ બોર્ડની સિધ્ધિઓ અને આયોજન, ગુજરાતમાં ઊર્જા-સુધારાની અપ્રતિમ સફળતા તેમજ "ગિફટ સિટી' અંગેના પ્રેઝન્ટેશનો પ્રસ્તુત થયા હતા, જેનું નિદર્શન નિહાળીને ડેલીગેશને ગુજરાત સરકારની નીતિઓ અને ગતિશીલ અભિગમની ભરપૂર પ્રસંશા કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ દેશની સાંપ્રત સમસ્યાઓના સંદર્ભમાં થયેલી પ્રશ્નોતરી દરમિયાન જણાવ્યું હતું કે દેશની નિરાશાજનક સ્થિતિ બદલી શકાય છે અને એનો માર્ગ ગુજરાતે બતાવ્યો છે. "ગુજરાત ઇઝ ધ સોલ્યુશન'' એમ તેમણે જણાવ્યું હતું "ટીમ ગુજરાત'' દ્વારા દેશને વિકાસ અને જનસેવાનું સુશાસન કેવું હોય તેની પ્રતીતિ કરાવી છે. આ દેશની માનવશકિત અને સમાજમાં સારૂં કામ કરવાનું સામર્થ્ય છે જ, તેને પ્રેરિત કરવાની જરૂર છે. ગુજરાતે આજે વિકાસના નવા પેરામીટર્સ પ્રસ્થાપિત કર્યા છે અને જેઓ ગુજરાત પ્રત્યે પ્રેમ ધરાવે છે તે, ગુજરાતના વિકાસની તુલનાત્મક પ્રસંશા કરે છે. પરંતુ, ગુજરાત જેને નથી ગમતું તેઓ પણ પોતાના વિકાસની સરખામણી માટે ગુજરાતની પ્રગતિને કેન્દ્રસ્થાને રાખે છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
ભારત જેવા કૃષિપ્રધાન દેશમાં ગ્રામ અર્થતંત્રની ઉપેક્ષા અને ઉદાસિનતા દૂર થવી જોઇએ અને ગુજરાત સરકારે, કૃષિ અને પશુપાલન આધારિત ગ્રામીણ અર્થતંત્રમાં નવો પ્રાણ પૂર્યો છે તેની સફળ સિધ્ધિઓ વર્ણવીને શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મિશન મંગલમ્ યોજના, સમગ્ર દેશમાં મહિલા સશકિતકરણ અને આર્થિક પ્રવૃતિમાં ગ્રામ અર્થતંત્રની નવી શકિત બનશે તેની રૂપરેખા પણ આપી હતી.
ભારત જેવા સૌથી યુવા દેશની ૬પ ટકા યુવાશકિતના કૌશલ્ય નિર્માણ માટે,
આ સંવાદમાં ગુજરાતે ભ્રષ્ટાચાર ડામવા માટેના અપનાવેલા ઉપાયોની સફળતા અને પારદર્શી નીતિઓના પરિણામે શાસનમાં જનતાના વિશ્વાસ અને સમર્થન સહિતના વિવિધ વિષયો આવરી લેવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મુખ્ય સચિવશ્રી એ. કે. જોતીએ સ્વાગત કર્યું હતું અને મોતીલાલ ઓસવાલે આ સંવાદ અને ગુજરાતના વિકાસની ભૂમિકા તથા મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વની પ્રસંશા કરી હતી.
કેન્યાના પાર્લામેન્ટરી મેમ્બર્સનું ઉચ્ચ ડેલીગેશન ગુજરાતમાં
મુખ્યમંત્રીશ્રીને મળીને ઊર્જા-પેટ્રોલીયમ સહિતના ક્ષેત્રોમાં ભાગીદારી અંગે પરામર્શ કર્યો
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાતે આવેલા આફ્રિકા ખંડના કેન્યાના સંસદીય કમિટીના ઉચ્ચસ્તરીય ડેલીગેશને ગુજરાત સાથે ઊર્જા, પેટ્રોલીયમ, સોલાર એનર્જી અને કોમ્યુનિકેશન ટેકનોલોજી સહિતના ક્ષેત્રોમાં ભાગીદારી માટેની તત્પરતા વ્યકત કરી હતી.
કેન્યાનું આ ડેલીગેશન શ્રીયુત ડેન મ્વાન્ઝોની (Mr. DAN MWANZO) આગેવાનીમાં ગુજરાતના વિકાસની ભૂમિકાના અભ્યાસ માટે ચાર સભ્યો સાથે પ્રથમવાર રાજયના પ્રવાસે આવ્યું છે જેના અન્ય સાંસદોમાં શ્રી સીપ્રીઅન ઓમોલો, શ્રી ઇ. કાથુરી તથા સચિવ સુશ્રી એમી ચેપકવોનીનો સમાવેશ થાય છે.
કેન્યા અને ગુજરાત વચ્ચેના સાંસ્કૃતિક અને પારંપરિક સંબંધોના પરિપ્રેક્ષ્યમાં ગુજરાતે ઊર્જા-વિકાસ, પેટ્રોલીયમ રિફાઇનરી, ઓઇલ-ગેસ સેકટર અને ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે સાધેલા વિકાસથી કેન્યાનું આ ડેલીગેશન પ્રભાવિત થયું હતું. ગુજરાત ઊર્જા-વીજ ઉત્પાદન ક્ષેત્રે પુરાંતવાળું રાજ્ય બન્યું છે, અને હવે વિશ્વનો સૌથી મોટો સોલાર પાવર પાર્ક ઉત્તર ગુજરાતના રણકાંઠે આકાર લઇ રહ્યો છે. જ્યોતિગ્રામ યોજનાથી ગ્રામીણ ક્ષેત્રના અર્થતંત્ર અને સામાજિક જીવનમાં નવી ચેતના અને વિકાસની ગતિવિધિની અનુભૂતિ થઇ રહી છે તેની મુખ્યમંત્રીશ્રીએ જાણકારી આપી હતી.
નર્મદાની કેનાલોના નેટવર્ક આધારિત સૂર્યશકિત ઊર્જાના અને હાઇડ્રો ટર્બાઇનના નવીનત્તમ ઊર્જા પ્રોજેકટની રૂપરેખા પણ કેન્યાના ડેલીગેશને મુખ્યમંત્રીશ્રી પાસેથી જાણી હતી. ગુજરાતના એસ્સાર ગ્રુપે મોમ્બાસાવી રિફાઇનરીનો વિકાસ પ્રોજેકટ હાથ ધર્યો છે તેની જાણકારી કેન્યન ડેલીગેશને આપી હતી.આ પ્રસંગે ગુજરાતના ઊર્જા અને પેટ્રોલિયમ અગ્ર સચિવશ્રી ડી. જે. પાંડિયન અને મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્રસચિવશ્રી જી. સી. મુર્મુ પણ ઉપસ્થિત હતા.
સ્વાગત ઓન લાઇન
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સામાન્ય નાગરિકોની રજૂઆતોની સંવેદના ઉપર ધ્યાન કેન્દ્રીત કરીને તેમને રંજાડનારા તત્વો સામે સખત કાર્યવાહી કરવા જિલ્લા તંત્રોને ખાસ તાકીદ કરી છે. આજે સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સચિવાલય જનસંપર્ક કક્ષમાં ઉપસ્થિત રહી સામાન્ય પ્રજાજનોની રજૂઆતો સાંભળી હતી, અને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સચિવો અને જિલ્લા અધિકારીઓનો સંપર્ક કરી સંતોષપૂર્વક ન્યાયી ઉકેલ માટેની માર્ગદર્શક સૂચનાઓ પણ આપી હતી.
ગુજરાતીમાં જમીન અંગેના વ્યવહારોમાં માથાભારે તત્વો સામે કોઇ શેહશરમ રાખ્યા વગર સખ્ત પગલાં લેવા અને સહકારીતાના ક્ષેત્રમાં સ્થાપિત હિતોની કોઇ ફાવટ આવે નહીં તેની તાકીદ પણ તેમણે કરી હતી.
ગુજરાતમાં ગ્રામ સ્વાગત અને તાલુકા-સ્વાગત કાર્યક્રમોમાં આવતી નાગરિકોની રજૂઆતોના મૂળમાં ઉંડા ઉતરીને ન્યાયીક દ્રષ્ટિકોણ અપનાવવા તેમણે સૂચના આપી હતી.
આ પ્રસંગે ઊર્જા રાજ્યમંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્રસચિવશ્રી જી. સી. મુર્મુ તથા નાયબ સચિવશ્રી જે. પી. મોઢા અને સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ચોમાસું-ર૦૧૧
દક્ષિણ-ઉત્તર ગુજરાતમાં મેધમહેર યથાવતઃ રાજ્યના ૪પ તાલુકામાં નોંધનીય વરસાદ
નસવાડી, વાલોડ, બારડોલી, ગણદેવી, ઉમરગામ અને વલસાડમાં ત્રણ ઇંચ વરસાદ
ગાંધીનગર
રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ-ઉત્તર ગુજરાતમાં મેધમહેર યથાવત રાખીને ૪પ તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે. જ્યારે કચ્છ, પાટણ, સાબરકાંઠા, આણંદ, દાહોદ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર અને અમરેલી મળી કુલ નવ જિલ્લા વરસાદ વિહોણા હોવાના અહેવાલો છે.
રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલ મુજબ આજે તા. રપ-૮-ર૦૧૧ને સવારે ૭-૦૦ કલાકે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના નસવાડીમાં ૭૯ મી.મી., વાલોડમાં ૮૪ મી.મી., બારડોલીમાં ૮પ મી.મી., ગણદેવીમાં ૭૩ મી.મી., ઉમરગામમાં ૮૭ મી.મી. અને વલસાડમાં ૮૩ મી.મી. મળી કુલ છ તાલુકામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે માણસામાં ૬૮ મી.મી., હાલોલમાં ૬૦ મી.મી., તીલકવાડામાં ૬૬ મી.મી., ડેડિયાપાડામાં ૭૧ મી.મી, માંડવસમાં ૬૦ મી.મી,મહુવામાં પ૪ મી.મી., ઉમરપાડામાં ૬૩ મી.મી., ચીખલીમાં પ૮ મી.મી. ને પારડીમાં ૬૦ મી.મી. મળી કુલ નવ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
આ ઉપરાંત દાંતા, જેતપુરપાવી, જાંબુધોડા, વલ્લભીપુર, ધોધા, પાલીતાણા, ભાવનગર, નાંદોદ, વ્યારા, ચોર્યાસી, પલસાણા, માંગરોળ, ધરમપુર મળી કુલ ૧૪ તાલુકમાં એક ઇંચથી વધુ જ્યારે અન્ય ૧૬ તાલુકામાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
રાજ્યના ૪૦ જળાશયો છલોછલ ભરાયા
સરદાર સરોવર ખાતે નર્મદા ડેમ ખાતે નર્મદાની જળસપાટી ૧૨૩.૬૬ મીટર
૬૪ જળાશયો માટે હાઇએલર્ટ, ૧૮ જળાશયો માટે એલર્ટ અને ૧૭ જળાશયો માટે સામાન્ય ચેતવણી
ગાંધીનગર,
રાજ્યમાં વરસી રહેલાં વરસાદને કારણે આજે તા. ૨૫-૮-૨૦૧૧ના રોજ સવારે ૭-૦૦ કલાક સુધીમાં ૪૦ જેટલા જળાશયો છલોછલ ભરાઇ ચૂકયા છે. જેમાં સૌરાષ્ટ્રના ૩૧, ઉત્તર ગુજરાત-૧, મધ્ય ગુજરાતના ૪, અને દક્ષિણ ગુજરાતના ૪ જળાશયોનો સમાવેશ થાય છે.સરદાર સરોવર ડેમ ખાતે નર્મદા નદીની જળસપાટી ૧૨૩.૬૬ મીટર રહી છે. સરદાર સરોવર નર્મદા ડેમની મહત્તમ સપાટી ૧૨૧.૯૨ મીટર છે.
રાજ્યના ૬૪ જેટલા જળાશયો ૯૦ ટકાથી ઉપર ભરાતા હાઇએલર્ટ, ૧૮ જળાશયો ૮૦ થી ૯૦ ટકા ભરાતાં એલર્ટ અને ૧૭ જળાશયો ૭૦ થી ૮૦ ટકા ભરાતાં તેના માટે સામાન્ય ચેતવણી રાજ્ય પૂરનિયંત્રણ કક્ષ તરફથી આપવામાં આવી છે. રાજ્યના ૨૦૦ જેટલા જળાશયોમાં આજે ૧૧૨૦૭.૬૬ મીલીયન ક્યુબીક મીટર જળસંગ્રહ થયો છે.
ચોટીલા ખાતે યોજાશે
રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેધાણીની જન્મજયંતિ પ્રસંગે સોરઠી સંતવાણી કાર્યક્રમ
ગાંધીનગર
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના ઉપક્રમે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેધાણીની જન્મ જયંતિ પ્રસંગે મેધાણીના જન્મસ્થળ ચોટીલા ખાતે માર્કેટયાર્ડના પ્રાંગણમાં સોરઠી સંતવાણી કાર્યક્રમ તા. ર૮-૮-ર૦૧૧ના રોજ સાંજે ૯-૦૦ કલાકે યોજાનાર છે. આ પ્રસંગે સમારંભના ઉદધાટક અને અધ્યક્ષપદે નાણાંમંત્રી શ્રી વજુભાઇ વાળા મુખ્યમહેમાનપદે સ્વર્ણિમ ગુજરાત પચાસ મુદ્દા અમલીકરણ સમિતિના અધ્યક્ષશ્રી, શ્રી આઇ. કે. જાડેજા, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ અને અતિથિવિશેષપદે ચોટીલાના ધારાસભ્ય શ્રી ભરત ખોરાણી ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં જાણીતા કલાકારો સર્વશ્રી શાહબુદ્દીન રાઠોડ, શ્રી અભેસિંહ રાઠોડ, શ્રી અમુદાન ગઢવી, શ્રીમતી દમયંતી બરડાઇ તથા સાથીદારો દ્વારા ઝવેરચંદ મેધાણી રચિત-સંપાદિત ભજનો પ્રસ્તુત થશે.
આ કાર્યક્રમ સોરઠી સંતવાણી માણવા પધારવા સચિવશ્રી, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મહેસુલ વિભાગ(વિવાદ)ના અધિક સચિવ તરીકે નિવૃત્ત સનદી અધિકારી નિમાયા
ગાંધીનગર
રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા નિવૃત્ત આઇ.એ.એસ. અધિકારી શ્રી એમ. બી. પરમારની મહેસુલ(વિવાદ), અમદાવાદ ખાતે અધિક સચિવ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. શ્રી પરમાર નિમણૂંકની જગ્યા પર એક વર્ષ સુધી સેવાઓ આપશે, તેમ સામાન્ય વહીવટ વિભાગના જાહેરનામામાં જણાવાયું છે.
સાબરકાંઠા જિલ્લાના વાંસળીમાંથી કમઠારીયા ગામને અલગ મહેસૂલી ગામ જાહેર કરાયું
ગાંધીનગર,
રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા પ્રાદેશિક ફેરફાર અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના ભિલોડાના મોજે વાંસળી ગામમાંથી કામઠારીયા ગામને અલગ મહેસૂલી ગામ તરીકે જાહેર કરવામાં આવ્યું છે.
વધુમાં વાંસળી ગામની અનુસૂચિમાં જણાવેલ જમીનો વાંસળી ગામના રકબામાંથી કમી કરાશે અને તે જમીનોની કમઠારીયા ગામના રકબામાં સમાવેશ કરાશે તેમજ તેનું અલગ મહેસૂલી ગામ રચાશે. જેનો સમાવેશ ભિલોડા તાલુકામાં કરવામાં આવશે. આ ફેરફાર હુકમ તારીખથી અમલમાં આવશે તેમ મહેસૂલ વિભાગના ઠરાવમાં જણાવવામાં આવ્યું છે.
શિક્ષકો માટે વર્ષ - ર૦૧૧ના રાજ્ય પારિતોષિક જાહેર
૧૬ પ્રાથમિક શિક્ષકો, ૩ માધ્યમિક શિક્ષકો, ૬ ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકો અને ૪ આચાર્યોની રાજ્ય પારિતોષિક માટે પસંદગી
તા. પમી સપ્ટેમ્બર-શિક્ષકદિને રાજ્યપાલશ્રીના વરદ હસ્તે એવોર્ડ અર્પણ કરાશે
ગાંધીનગર,
વર્ષ ર૦૧૧ માટેના ગુજરાત રાજયના શિક્ષકો માટેના રાજ્ય પારિતોષિક રાજ્ય સરકારે જાહેર કર્યાં છે. તદ્દઅનુસાર ૧૬ પ્રાથમિક શિક્ષકો, ૩ માધ્યમિક શિક્ષકો, ૬ ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકો અને ૪ આચાર્યોની રાજ્ય પારિતોષિક માટે પસંદગી કરવામાં આવી છે.
આગામી તા. પમી સપ્ટેમ્બર-ર૦૧૧ શિક્ષકદિને રાજ્યપાલશ્રીના વરદહસ્તે આ રાજ્ય પારિતોષિક આપવામાં આવનાર છે.
શિક્ષણ વિભાગની યાદીમાં જણાવ્યા અનુસાર પ્રત્યેક શિક્ષકને યોગ્ય ડીઝાઇનથી અંકિત કરેલ રેશમી કાપડ ઉપર છાપેલાં યોગ્યતા પ્રમાણપત્ર, રૂા. ર૧,૦૦૦નો રોકડ પુરસ્કાર અને શાલ અર્પણ કરાશે. રાજ્ય પારિતોષિક માટે પસંદગી પામેલાં શિક્ષકો-આચાર્યોની યાદી આ મુજબ છે.
શિક્ષકો માટેના રાજ્ય પારિતોષિક, વર્ષ-ર૦૧૧ મેળવનાર પ્રાથમિક શિક્ષકો
| ક્રમ | નામ | સરનામું |
| 1. | પ્રવિણાબેન માધવલાલ પટેલ | બાલીસણા પ્રાથમિક શાળા નં. ર, તા.જિ. પાટણ |
| ર. | વિમળાબેન નારણદાસ પટેલ | ધનશ્યામનગર પ્રાથમિક શાળા, માણેકપરા, તા. માણસા, જિ. ગાંધીનગર |
| ૩. | શ્રી રમેશભાઇ માધાભાઇ પરમાર | મોમાઇપુરા (વરસોડા) પ્રાથમિક શાળા, તા. માણસા, જિ. ગાંધીનગર |
| ૪. | શ્રીમતી જશીબેન વજાભાઇ બુબડિયા | ભાણપુરા પ્રાથમિક શાળા, તા. દાંતા, જિ. બનાસકાંઠા |
| પ. | શ્રી અમૃતજી વેલાજી ઠાકોર | કમાલપુર પ્રાથમિક શાળા, તા. વડગામ, જિ. બનાસકાંઠા |
| ૬. | રમાબેન કાનજીભાઇ પટેલ | થાંભા પ્રાથમિક શાળા, પો. નશીકપુર, તા. સંતરામપુર, જિ. પંચમહાલ |
| ૭. | કલાવતીબેન વિઠ્ઠલભાઇ પટેલ | આલમગઢ પ્રાથમિક શાળા, તા. વાધોડિયા, જિ. વડોદરા |
| ૮. | શ્રી ગોવિંદભાઇ ભાલાભાઇ ભાલિયા | સિંહાપુરા પ્રાથમિક શાળા, તા. વાધોડિયા, જિ. વડોદરા |
| ૯. | શ્રી રમેશભાઇ જીવણભાઇ પટેલ | ખાંભડા પ્રાથમિક શાળા, તા. ચિખલી, જિ. નવસારી |
| ૧૦. | શ્રી પ્રકાશભાઇ એમ. પટેલ | સુખાલા પ્રાથમિક શાળા, તા. કપરાડા, જિ. વલસાડ |
| ૧૧. | રેવાબેન એમ. થોરાત | મગોદ મહાફળિયા પ્રાથમિક શાળા, તા. જિ. વલસાડ |
| ૧ર. | શ્રી જીતેન્દ્રભાઇ હંસરાજભાઇ ધામી | ઉજળા પ્રાથમિક શાળા, મુ. ઉજળા, તા. જામકંડોરણા, જિ. રાજકોટ |
| ૧૩. | અનિલાબેન શંભુભાઇ ગજેરા | શ્રી કન્યા શાળા, ધોધાવદર, તા. ગોંડલ, જિ. રાજકોટ |
| ૧૪. | શ્રી વિનુભાઇ ધુસાભાઇ પદમાણી | શ્રીમતિ આર.જી. ચોવટીયા પ્રાથમિક શાળા, મોટી ખિલોરી, તા. ગોંડલ, જિ. રાજકોટ |
| ૧પ. | શ્રી હરદેવસિંહ ટપુભા ગોહિલ | ગોરીમાળી પ્રાથમિક શાળા, તા. ધોધા, જિ. ભાવનગર |
| ૧૬. | જાગૃતિબેન કાંતિભાઇ ઓઝા | સીતારામનગર પ્રાથમિક શાળા(નરેડી) તા. વંથલી, જિ. જુનાગઢ |
શિક્ષકો માટેના રાજ્ય પારિતોષિક, વર્ષ-ર૦૧૧ મેળવનાર માધ્યમિક શિક્ષકો
| ક્રમ | નામ | સરનામું |
| 1. | શ્રી ટંડેલ વસનાભાઇ ગુલાબભાઇ(મ.શિ) | મુ.પો. સેગવી, તા. જિ. વલસાડ |
| ર. | શ્રી જાંજરૂકિયા રતિલાલ રવજીભાઇ, મ.શિ. | શ્રીમતી આર. જે. કનેરીયા ગર્લ્સ હાઇસ્કુલ, જુનાગઢ |
| ૩. | શ્રી બારડ ઇશ્વરલાલ પરસોત્તમભાઇ | મુ. જાળીયા, વાયા બાબાપુર, તા. જિ. અમરેલી |
શિક્ષકો માટેના રાજ્ય પારિતોષિક, વર્ષ-ર૦૧૧ મેળવનાર ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકો
| ક્રમ | નામ | સરનામું |
| 1. | ર્ડા. વર્ષાબેન ભુપેન્દ્રભાઇ પારેખ | એમ.બી. પટેલ ઇંગ્લીસ મિડીયમ સ્કુલ, સર્વ વિઘાલય, સેકટર-ર૩, ગાંધીનગર |
| ર. | શ્રી નિતીન એચ. જોબનપુત્રા | શ્રી ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કુલ, સરકારી અને ઉચ્ચ.મા.શાળા, ભુજ-કચ્છ |
| ૩. | શ્રી પટેલ અશોકકુમાર પરસોત્તમભાઇ | સર્વોદય વિઘામંદિર, દિવાળી પોળ, નડિયાદ, જિ. ખેડા |
| ૪. | શ્રી ગોહિલ મહેન્દ્રસિંહ ભારતસિંહ | શ્રીમંત મહારાણા શ્રી મોહનદેવજી હાઇસ્કુલ, ધરમપુર, તા. ધરમપુર, જિ. વલસાડ |
| પ. | પન્નાબેન કે. પંડયા | શ્રી કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ, ગર્લ્સ હાઇસ્કુલ, ભક્તિનગર, એસ.બી.આઇ.ની બાજુમા, રાજકોટ |
| ૬. | શ્રી ચાવડા ભરતકુમાર બેચરભાઇ | રા.શા. શ્રી ઝવેરચંદ મેધાણી હાઇસ્કુલ, બગસરા, જિ. અમરેલી |
માધ્યમિક/ઉચ્ચત્તર માધ્યમિક શાળાના આચાર્યો માટેના પારિતોષિક, વર્ષ-ર૦૧૧
| ક્રમ | નામ | સરનામું |
| 1. | શ્રી પટેલ દશરથલાલ માધવલાલ | જી.ડી. હાઇસ્કુલ, વિસનગર, તા. વિસનગર, જિ. મહેસાણા |
| ર. | શ્રી પંડયા જ્યોતિર ઉપેન્દ્રભાઇ | શ્રીમતી આઇ.એન. ટેકરાવાળા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક હાઇસ્કુલ, સુગમ સોસાયટી, ધનમોરા કોમ્પલેક્ષ પાસે, અડાજણ, સુરત |
| ૩. | શ્રી વધાસિયા વિઠ્ઠલભાઇ દુદાભાઇ | શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિઘાલય, ઢેબરભાઇ રોડ, રાજકોટ |
| ૪. | શ્રી ર્ડા. જોષી ભૂપેન્દ્રકુમાર નારણભાઇ | શ્રીમતિ મણિબેન કોટક હાઇસ્કુલ, વેરાવળ, રાજેન્દ્રભુવન રોડ, સરકારી હોસ્પિટલ સામે, વેરાવળ, જિ. જુનાગઢ |