અનુયાયીઓ

રવિવાર, 14 ઑગસ્ટ, 2011

अन्ना की तरह

अन्ना की तरह गुजरात me bhee जाग उठा इन्शान चोकी सोरठ के सरपंच और उपसरपंच ने किया शुरू अनशन आन्दोलन..
५ वे दिन गाव की समस्याओ हल करनेकी बात तो पीछे रही, सन्माननीय जिल्ला विकास अधिकारी बोले हमें एकशन लेना पड़ेगा.
तो गाव vale बोले आप एकशन लो या ना लो हम लोग रेंगे अ ब उग्र आन्दोलन. उप सरपंच राजुभाई की तबियत बिगड़ी. तबीबोको बुलाया गया. (कश्यप जोशी जेतपुर)

જેતપુર માં બ્રહ્મ સમાંજના ૧૫ સમૂહ લગ્ન નું આયોજન


(કશ્યપ જોશી દ્વારા)
જય પરશુરામ સેના જેતપુર દ્વારા અગામી નવેમ્બર માસમાં ૧૫-૧૫ સમૂહ લગ્ન અને સમૂહ યજ્ઞોપવીતનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૨૭-11-૨૦૧૧ ના રોજ યોજાનાર આ કાર્યક્રમમાં જોડવા ઈચ્છતા વાલીઓએ ૧૫-10-૨૦૧૧ સુધીમાં લગ્ન ફોર્મ મેળવી પરત કરવા અનુરોધ કરાયો છે.
વધુ માહિતી માટે અશોકભાઈ ઠાકર ૯૯૯૮૧૯૪૭૯૦ તથા પ્રવીણભાઈ વ્યાસ 98796 ૮૩૮૩૫ નો સમ્પર્ક કરવા અનુરોધ કરાયો છે. લગ્નમાં જોડવા ઈચ્છતા લોકો પરશુરામ સેનાના કાર્યાલય શિવમ કોમ્પ્લેક્ષ ,પહેલા માળે , જુનાગઢ રોડ જેતપુર નો સમ્પર્ક kari શકે છે.

મંગળવાર, 9 ઑગસ્ટ, 2011

થાણાગાલોળના ઠાકોર યુવાનનું ઝેરી અસરથી મોત.


જેતપુર TALUKANA થાણા ગાલોળ ગામના વિનોદ અર્જન ઠાકોર ખેતરમાં ઝેરી દવા છાંટતો હતો ત્યારે તેમને ઝેરી અસર થઈ જતા સારવાર માટે દવાખાને ખસેડેલ પણ તેમનું સારવાર દરમિયાન મોત થયાનું પોલીસ જણાવે છે.

જેતપુર ના મેવાસા ગામે જુગાર દરોડો.

જેતપુર ના મેવાસા ગામે જુગાર દરોડો.
જેતપુર ના મેવાસા ગામે આજે વીરપુર પોલીસ ના ફોજદાર ગમ્ભીરસીહ જાડેજા એ જુગાર દરોડો પાડી ગામના ૬ ઇસમોને તીનપતિનો જુગાર રમતા ઝડપી લીધા હતા.
પકડાયેલા જુગારીઓમાં ભરત ભીખા સોલંકી, ધીરુ રાઝા, રમેશ સવા કંડોળિયા, સંજય રવજી, રમેશ બાબુ તથા મહેશ ઉકા નો શમાંવેશ થતો હોવાનું પોલીસ કહે છે.

જેતપુરનું પરબ ચાડી ખાય છે સતાધીસોની આળસની


જેતપુર ના મહાત્મા ગાંધી રોડ પર આવેલા સરદાર પાર્ક માં સેવાભાવી સંસ્થા એ મુકેલ પાણી નું પરબ હાલ શોભાનો ગઠીયો બની ગયું છે. જેઓની જવાબદારી છે આ પાણી નું પરબ ચલાવવાની તેઓ બિલકુલ નિષ્ફળ ગયા છે,

જેતપુરના નાઝાવાલા પર વિસ્તારમાં ગંદકી રાજ.

જેતપુર ના નાઝાવાલા પરામાં સતાધીસોના પાપે ગટરોની નીયમિત સાફ સફાઈ ના થતી હોય અહી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. આ વિસ્તાર કોઈ ભયંકર રોગના અજગર ભરડામાં આવી જાય તે પહેલા સતાધીસો જાગે તેવી લોક માંગ છે,

રવિવાર, 7 ઑગસ્ટ, 2011

ધારા સભ્ય જસુબેન કોરાટે જેતપુર જેતલસર ના યુવા પત્રકાર કશ્યપ જોશી ને જણાવેલ કે


જેતપુર તાલુકાના તીમ્બડી ગામે જન્મેલ બો ગસ ખાતરના પ્રકરણને દબાવી દેવા રાજકીય માણસોના ધમપછાડા.
ઘટનામાં સ્થાનિક સહકારી મંડળી સુત્રો સંડોવાયા હોવાની તાલુકા પોલીસમાં ફરિયાદ ની ચાલતી તજવીજ.પોલીસ ખે છે કે ખેતીવાડી સુત્રો ને ખાતર બતાવ્ય પછી માલુમ પડે કે ખાતર બોગસ છે કે અસલી ?
ખાતર બોગસ નીકળશે તો સ્થાનિક સહકારી મંડળી સુત્રો સામે ગુનો નોંધાયો સમજો. સ્થાનિક ધારા સભ્ય જસુબેન કોરાટે જેતપુર જેતલસર ના યુવા પત્રકાર કશ્યપ જોશી ને જણાવેલ કે જેતપુર ના તીમ્બડી ANE SAMDHIYALA ના ખેડૂતો ને બોગસ ખાતર ધાબડી દેવામાં પોરબંદરના સાંસદ ની ભૂમિકા વિચલિત હોવાની વિગતો મળી રહી છે. જસુબેન કોરાટે એમ પણ જણાવેલ કે હાલ જે ખેડૂતો ને બો ગસ ખાતર ધાબદાયું છે તેમાં રેતીનો ભાગ વધારે જોવા મળે છે.JSUBEN કોરાટે પોલીસ ને પણ તાકીદે ખેડૂતોની ફરિયાદ લઇ ગુનેગારો ને પકડી પાડવા માંગ કરી છે.

જેતપુર તાલુકાના તીમ્બડી ગામે જન્મેલ બોગસ ખાતરના પ્રકરણને દબાવી દેવા રાજકીય માણસોના ધમપછાડા.

જેતપુર તાલુકાના તીમ્બડી ગામે જન્મેલ બોગસ ખાતરના પ્રકરણને દબાવી દેવા રાજકીય માણસોના ધમપછાડા.
ઘટનામાં સ્થાનિક સહકારી મંડળી સુત્રો સંડોવાયા હોવાની તાલુકા પોલીસમાં ફરિયાદ ની ચાલતી તજવીજ.પોલીસ ખે છે કે ખેતીવાડી સુત્રો ને ખાતર બતાવ્ય પછી માલુમ પડે કે ખાતર બોગસ છે કે અસલી ?
ખાતર બોગસ નીકળશે તો સ્થાનિક સહકારી મંડળી સુત્રો સામે ગુનો નોંધાયો સમજો. સ્થાનિક ધારા સભ્ય જસુબેન કોરાટે જેતપુર જેતલસર ના યુવા પત્રકાર કશ્યપ જોશી ને જણાવેલ કે જેતપુર ના તીમ્બડી ANE SAMDHIYALA ના ખેડૂતો ને બોગસ ખાતર ધાબડી દેવામાં પોરબંદરના સાંસદ ની ભૂમિકા વિચલિત હોવાની વિગતો મળી રહી છે. જસુબેન કોરાટે એમ પણ જણાવેલ કે હાલ જે ખેડૂતો ને બો ગસ ખાતર ધાબદાયું છે તેમાં રેતીનો ભાગ વધારે જોવા મળે છે.JSUBEN કોરાટે પોલીસ ને પણ તાકીદે ખેડૂતોની ફરિયાદ લઇ ગુનેગારો ને પકડી પાડવા માંગ કરી છે.

જેતપુર નઝીક્ના અકસ્માતમાં ખવાસ પરિવારના મોભીનું મોત.

જેતપુર નઝીક્ના અકસ્માતમાં ખવાસ પરિવારના મોભીનું મોત.

જેતપુર ના આરબ તીમ્બડી ગામે ખેડૂતોને બોગસ ખાતર ધાબડી દેવાનું કૌભાંડ

જેતપુર ના આરબ તીમ્બડી ગામે ખેડૂતોને બોગસ ખાતર ધાબડી દેવાનું કૌભાંડ ઝડપાયું. કૌભાંડ માં સહકારી મંડળી ના પ્રમુખ મંત્રી સંડોવાયા હોવાની ઉઠેલી ફરિયાદ
વધુ વિગતો મેળવાઈ રહી છે. તીમ્બદીના ખેડૂતો નો સુર..કસુરવારો કોઈ પણ સંજોગોમાં છૂટવા ના જોય. સ્થાનિક ધારા સભ્ય પણ કસુરવારો ને કાયદાના પિંજરમાં પકડાવવા ભારે ઉત્સુક.કશ્યપ જોશી પત્રકાર જેતપુર ૯૯૦૯૫ ૨૦૮૧૨- 9974262812

જેતપુર નઝીક એસ ટી બસ હડફેટે જેતપુર ના યુવાનનું મોત.






જેતપુર ના બસ સ્ટેન્ડ નઝીક આજે સવારે જેતપુર અમરેલી રુટ ની બસના ચાલકે જેતપુર ના ગોંદરા વિસ્તારમાં રહેતા ખોડુભાઇ સામજીભાઈ સોઢાં નામના ૪૫ વર્ષના આધેડને કચડી નાખતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બનાવ વખતે પોલીસની ભયંકર બેદરકારી તે જોવા મળી હતી કે ઘટના ના ચાર કલાક પછી પોલીસ શું થયું શું થયું તેમ કરતા દોડી આવી કામગીરીનો ડોળ કર્યો હતો. નઝરે જોનારા લોકો નું કહેવું હતું કે મૃતકનો મલાઝો જાળવવામાં લગતા વળગતા સતાધીસો ની ઘોર બેદરકારી જોવા મળી હતી. બનાવ સ્થળે હાજર લોકોનો આક્ષેપ હતો કે માત્ર પૈસા ઉઘરાવવામાં વ્યસ્ત પોલીસ મોડી પહોચી કામગીરી નું નાટક કરતી હતી. ખરેખર પોલીસે તાત્કાલિક બનાવ સમયે પહોચવાની જરૂર જરૂર હતી,
વિડીયો કલીપ બાય કશ્યપ જોશી પત્રકાર જેતપુર -૯૯૭૪૨૬૨૮૧૨-૯૯૦૯૫૨૦૮૧૨

શુક્રવાર, 5 ઑગસ્ટ, 2011

JETPURNA DHORAJI NI BISMAR HAALAT SUDHARO

હાસ્ય ઝરમર – સંકલિત

હાસ્ય ઝરમરસંકલિત
શિક્ષક : ‘વિદ્યાર્થી મિત્રો ! આજે તમને ચંદ્રગ્રહણ જોવા મળશે.’
વિદ્યાર્થી : ‘એમ સર ? કઈ ચેનલ પર ?’
********
છગન : ‘મારો ભાઈ હજુ તો દોઢ વર્ષનો છે, છતાં પોતાનું નામ સવળું અને અવળું બોલતાં તેને આવડી ગયું છે !’
મગન : ‘એમ ? શું નામ છે એનું ?’
છગન : ‘નયન.’
********
છગન : ‘યાદ-બાદ કરો છો કે નહિ ?’
મગન : ‘બંને શક્ય બનતું હોવાથી માત્ર બાદ કરું છું.’
********
ભોપો : ‘સાધુ મહારાજ, મારી પત્ની બહુ હેરાન કરે છે, કોઈ ઉપાય બતાવો.’
સાધુ : ‘બેટા, ઉપાય હોત તો હું સાધુ ના બનત.’
********
એકવાર ભોપો સાસરે ગયો. સાસુમાએ આઠ દિવસ સુધી પાલકની ભાજી ખવડાવી. નવમા દિવસે
સાસુમાએ
પૂછ્યું : ‘જમાઈરાજ, શું બનાવું ?’
ભોપો : ‘ખેતર બતાવો, હું જાતે ચરી આવીશ.’
********
પત્ની (પતિને) : ‘તમે મને વર્ષે જેટલો પ્રેમ કરો છો એટલો પ્રેમ આવતા વર્ષે કરશોને ?’
પતિ : ‘એનાથીયે વધારે.’ પત્ની : ‘ કેવી રીતે ?’
પતિ : ‘આવતા વર્ષે અધિક માસ આવે છે.’
********
છગન (ડૉક્ટર સાહેબને) : ‘મને છેલ્લા 15 દિવસથી મારા પલંગ નીચે કોઈ હોય એવો ભાસ થાય છે.
તેની દવા શું ? અને ખર્ચ કેટલો થશે ?’ ડૉક્ટર : ‘દસ હજાર.’
થોડા દિવસો પછી ડૉક્ટર સાહેબને રસ્તામાં છગન મળ્યો.
ડૉક્ટર : ‘છગનભાઈ, તમે તો પછી આવ્યા નહીં.’
છગન : ‘સાહેબ 100 રૂ.માં પતી ગયું.’ ડૉક્ટર : ‘કેવી રીતે ?’
છગન : ‘મિસ્ત્રીને બોલાવીને પલંગના ચાર પાયા કપાવી નાખ્યા !’
********
જયંતીભાઈએ દિવાળીની રાત્રે આખી રાત અગાસીમાં ફટાકડાનો ઘોંઘાટ કર્યો. બીજે દિવસે પડોશીએ
પૂછ્યું : ‘જયંતીભાઈ, વર્ષે ફટાકડા કેટલા રૂપિયાના ખરીદ્યા છે તે આખી રાત ફોડ્યા ?’
જયંતીભાઈ : ‘ફટાકડા નહીં…..ફટાકડા નહીં…… તો ફટાકડાના અવાજવાળી એમ.પી.થ્રી
સીડી લઈ આવેલો તે આખી રાત વગાડી….!’
********
એક માણસ વજન અને ભવિષ્ય બતાવતા વજનકાંટા પર ઊભો રહ્યો અને 25 પૈસાનો સિક્કો નાખ્યો. થોડીવારમાં
વજન અને ભવિષ્ય બતાવતું કાર્ડ બહાર આવ્યું. તે માણસે તે કાર્ડ તેની પત્નીને બતાવ્યું. કાર્ડમાં લખ્યું હતું : ‘બુદ્ધિશાળી,
બળવાન
અને મહાન પ્રેમીપત્નીએ માથું હલાવી કાર્ડ તરફ આંગળી ચીંધીને કહ્યું : ‘જો, તારું વજન પણ ખોટું છે.’
********
એક બાઈ એક કેમિસ્ટ પાસે ગઈ અને જીવડાં મારવાની દવા પાછી આપતાં કહ્યું : ‘ તમે જીવડાં મારવાનો પાઉડર
કેવો આપ્યો છે ?’ કેમિસ્ટે કહ્યું : ‘કેમ, શું થયું ? જીવડાં ના મર્યાં ?’
બાઈએ ગુસ્સે થઈને કહ્યું : ‘ક્યાંથી મરે ? દવામાં જીવડાં પડી ગયાં છે.’
********
પતિએ પત્નીને પૂછ્યું : ‘ હિપ્નોટાઈઝ કરવું એટલે શું ?’
પત્ની : ‘કોઈને પોતાના કાબૂમાં-વશમાં કરી લઈ એની પાસે પોતાની ઈચ્છા પ્રમાણે કામ કરાવવાને હિપ્નોટાઈઝ કહે છે.’
પતિ : ‘જા રે જૂઠ્ઠી…. મજાક ના કર…. એને તો લગ્ન કહેવાય…..’
********
પતિ અને સ્પ્લિટ .સી. બંને સરખાં.’
કેવી રીતે ?’ ‘બહાર એનો અવાજ સંભળાય, પણ ઘરમાં ચૂં કે ચાં નહિ.’
********
બંતાએ ચેલેન્ક ફેંકી કે કુતુબમિનારને ખભા પર ઊંચકીને છેક મુંબઈ લઈ જશે.
ન્યુઝ ચેનલવાળા ભેગા થઈ ગયા. બધા પૂછવા લાગ્યા : ‘યે આપ કૈસે કરોગે ?’
બંતા બોલ્યો : ‘બસ, આપ મેં સે કોઈ કુતુબમિનાર ઉઠાકર મેરે કંધે પર રખ દો.’
********
કડકાસિંહની પત્ની કહે : ‘આજે તો હું પાંચ રૂપિયામાં ત્રણ ડુંગળી લાવી !’
કડકાસિંહ : ‘શું વાત કર ! કેવી રીતે ?’
પત્ની : ‘હા, લારીવાળાએ એક ડુંગળીના પાંચ રૂપિયા કીધા. બીજી ડુંગળી હું લઈને ભાગી ! ને ત્રીજી એણે મારા પર છુટ્ટી મારી !’
********
ફોનની ઘંટડી વાગે છે. ટ્રીન….ટ્રીન….ટ્રીન….
હલો, પ્રકાશ છે ?’ ‘ના. અહીં કોઈ પ્રકાશ નથી.’
તો મીણબત્તી સળગાવો ને, પ્રકાશ આવશે !’
********
શિક્ષક : ‘પાણીનું રસાયણિકસૂત્ર બોલો….’
વિદ્યાર્થી : ‘H2mel Nacl Hno3 Caco3 Hcl o…’
શિક્ષક : ‘અલ્યા શું છે ?’
વિદ્યાર્થી : ‘સાહેબ, પાણીનું રાસાયણિક સુત્ર છે….પણ પાણી મ્યુનિસિપાલિટીનું છે….’
********
પત્ની : ‘હવે પછીનો એક શબ્દ વાપરીશ તો હું તને છોડી મારી મમ્મી પાસે જતી રહીશ.’
પતિ : ‘ટેક્સી….’
********
પ્રોફેસર : ‘વિદ્યાર્થીઓ, હવે ફાઈનલ પરીક્ષાના ગણ્યાગાંઠ્યા દિવસો બાકી રહ્યા છે. તમારાં પ્રશ્નપત્રો પ્રિન્ટરના હાથમાં છે.
છેલ્લે
કોઈને કંઈ પૂછવાનું બાકી છે ?’ વિદ્યાર્થી-1 : ‘સર, પ્રશ્નપત્રોમાં કેટલા પ્રશ્નો આવશે ?’
વિદ્યાર્થી-2 : ‘સર, નિબંધ પ્રકારના જવાબો આપવાના રહેશે ?’
વિદ્યાર્થી-3 : ‘સર, પ્રિન્ટર કોણ છે ?’
********
છાપામાં મુખ્ય સમાચાર હતા : ‘ઈન્ડિયન એથ્લેટ લોસ્ટ ગોલ્ડ મેડલ ઈન લોંગ જમ્પ….’
સંતા વાંચતાની સાથે બબડ્યો : ‘તે ખોવાઈ જાયને ? કોણે કહ્યું એને કે ઠેકડો મારતી વખતે મેડલ પહેરી રાખે ?’
********

shitala satam ni ujavni

pakisatni videsh mantri to india

ગુરુવાર, 4 ઑગસ્ટ, 2011

ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારામુખ્યમંત્રીશ્રીને રૂ.૩૩.૫૧ લાખનું ડિવીડન્ડ અર્પણ


મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને ગુજરાત રાજ્ય બીજ નિગમનો સને ર૦૦૯-૧૦ વર્ષ માટેની ડિવિડન્ડની રૂ. ૩૩.૫૧ લાખની રકમનો ચેક આજે કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંધાણીએ અર્પણ કર્યો હતો.

પ્રસંગે કૃષિ સહકાર રાજ્યમંત્રીશ્રી કનુભાઇ ભાલાલા, અગ્ર સચિવશ્રી આર. કે. ત્રિપાઠી, નિગમના વહીવટી સંચાલક શ્રી યુ. ડી. સિંગ ઉપસ્થિત હતા.

ખેડૂતોને શુધ્ધ અને ઉંચી ગૂણવત્તાવાળા પ્રમાણિત બિયારણ મળી રહે તે હેતુથી ગુજરાત રાજ્ય બીજ નિગમે કૃષિ બીજ ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થાનું ફલક વિકસાવેલું છે અને નિગમે આજ સુધી રાજ્ય સરકારને ડિવીડન્ડ પેટે સમગ્રતયા રૂ. ૪૮૧.૮૧ લાખની માતબર રકમ ચૂકવી છે.

કૃષિ પ્રવૃતિ સાથે સંકળાયેલારોજમદાર શ્રમિકોના લધુતમ વેતનમાં ર૦ ટકાનો નોંધપાત્ર વધારો

રૂ. ૧ર૦ લધુતમ વેતન મળશે

૮૬.૧ર લાખ શ્રમીકોને દરમહિને અંદાજે રૂ. પ૦૦ કરોડ જેટલું વધુ વેતન પ્રાપ્ત થશે

મુખ્યમંત્રીશ્રીનો સ્તુત્ય નિર્ણય

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કૃષિ પ્રવૃતિ સાથે સંકળાયેલા છૂટક-રોજમદાર શ્રમયોગીઓને હાલમાં મળતા લધુતમ વેતનદરમાં વધારો કરીને પ્રતિદિન રૂ. ૧ર૦નું લધુતમ વેતન દર મળવાપાત્ર થાય તેવો સ્તુત્ય નિર્ણય કર્યો છે.

રાજ્ય સરકારના પ્રવકતા આરોગ્યમંત્રીશ્રી જયનારાયણભાઇ વ્યાસ તથા ઊર્જા રાજ્યમંત્રીશ્રી સૌરભભાઇ પટેલે મુખ્યમંત્રીશ્રીના શ્રમયોગી કલ્યાણ નિર્ણયની ભૂમિકા આપતાં જણાવ્યું કે, નિર્ણયને પરિણામે હવેથી કૃષિ પ્રવૃતિ સાથે સંકળાયેલા પ્રત્યેક રોજમદાર શ્રમયોગીને પ્રતિદિન રૂ. ૧ર૦નું લધુતમ વેતન મળશે. અગાઉ વેતન પ્રતિદિન રૂ. ૧૦૦ પ્રમાણે ચૂકવવામાં આવતું હતું.

પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે, ભારત સરકારે દેશના રાજ્યોમાં સમાન લધુતમ વેતન માળખા માટે કૃષિ પ્રવૃતિ કરતા રોજમદાર શ્રમયોગીઓને તા.૧ લી એપિ્રલ-ર૦૧૧ થી પ્રતિદિન રૂ. ૧૧પ લધુતમ વેતન ચૂકવવાની ભલામણ કરી હતી પરંતુ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના શ્રમ યોગીઓના વ્યાપક હિતમાં લધુતમ વેતન રૂ. ૧ર૦ પ્રતિદિન કરવાનો કલ્યાણલક્ષી નિર્ણય કર્યો છે.

રાજ્ય સરકારના નિર્ણય અનુસાર કૃષિ ક્ષેત્રના ૮૬.૧ર લાખ અસંગઠિત શ્રમીકોને પ્રતિદિન રૂપિયા ર૦ લેખે વધુ વેતન પ્રાપ્ત થશે, પરિણામે પ્રતિદિન રાજ્યના અસંગઠિત શ્રમીકોને રૂ. ૧૭.રર કરોડનો વેતન વધારાનો લાભ મળશે, જે એક માસ માટે રૂપિયા પ૧૬.૭ર કરોડનો થાય છે.

રાજ્યના ૮૬.૧ર લાખ અસંગઠીત ક્ષેત્રના શ્રમીકોમાં ૬૧.૪૮ લાખ પુરૂષ અને ર૪.૬૪ લાખ મહિલાઓનો સમાવેશ થાય છે. તમામ શ્રમીકોને એકસરખું વેતન પ્રાપ્ત થાય છે.


ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીને ક્વોલીટી મેનેજમેન્ટ સીસ્ટમ. આઇ.એસ.ઓ. પ્રમાણપત્ર એનાયત

રાજ્ય સરકારના પ્રભાગ માટે ગૌરવપ્રદ ધટના

ગાંધીનગર,

કમિશનર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરની મુખ્ય કચેરીને ક્વૉલીટી મેનેજમેન્ટ સીસ્ટમ (Q.M.S.) I.S.O. 9001 : 2008 ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડસ ઓર્ગેનાઇઝેશન પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. દેશમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રને I.S.O. 9001 : 2008 ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડસ ઓર્ગેનાઇઝેશનનું પ્રમાણપત્ર મળ્યું હોય તેવો પ્રથમ બનાવ છે.

કમિશનર, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં જણાવ્યા મુજબ, ડૉ. જીવરાજ મહેતા ભવન, બ્લોક નં. , ૧લો માળ, ગાંધીનગર ખાતે કાર્યરત કચેરીને ચોથા ક્રમે (Q.M.S.) I.S.O. 9001 : 2008 ક્વૉલીટી મેનેજમેન્ટ સીસ્ટમ પ્રાપ્ત કરનાર રાજ્ય સરકારની કચેરીને રાજ્ય સરકારના પ્રભાગને આવું પ્રમાણપત્ર પ્રાપ્ત થાય તે કચેરી અને રાજ્ય સરકાર માટે ગૌરવપ્રદ ધટના છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ખાઘ પદાર્થો - ઔષધોને લગતી ફરિયાદો માટેની વેબસાઇટ

ગાંધીનગર,

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્ય દ્વારા જાહેર જનતાના આરોગ્યના હિતાર્થે લોક ફરિયાદ કરવા સારૂં વેબબેઇઝ ફરિયાદ અંગેનું મોડયુલ તૈયાર કરવામાં આવેલ છે. મોડયુલમાં ખાઘ પદાર્થો તથા ઔષધોને લગતી ફરિયાદો માધ્યમથી કરી શકાય તેવી સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જાહેર જનતાને માધ્યમનો મહત્તમ ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવે છે. વેબ એડ્રેસ www.gujhealth.gov.in/complaint-feedbackpublic.htm છે.

જાહેર જનતાએ વેબબેઇઝ વ્યવસ્થાનો ઉપયોગ કરવા કમિશનર, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં જણાવાયું છે.

પ્રમાણિત બિયારણના કાર્યક્રમમાં જોડાવા માટે ખેડૂતો જોગ અપીલ

ગાંધીનગર,

વધુ ખેત ઉત્પાદન મેળવવા પ્રમાણિત બીજ જરૂરી છે. ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી દ્વારા માન્ય જાતોને પ્રમાણિત કરી આપવામાં આવે છે. ખરીફ ઋતુ બીજ ઉત્પાદન કાર્યક્રમ નોંૅધણી કરવાની તારીખો અનિયમિત વરસાદના કારણે લંબાવી છે. કાર્યક્રમમાં જોડાવા માટે ગુજરાત રાજ્ય બીજ પ્રમાણિત એજન્સી, અમદાવાદ ""બીજ પ્રમાણન ભવન'', શ્યામલ રોહાઉસ વિભાગ-૫, બસ સ્ટેન્ડ પાસે, ગોકુલ રોહાઉસ સામે, સેટેલાઇટ, અમદાવાદ-૧૫ ટેલિફોન નં. ૦૭૯-૨૬૭૩૪૧૧૬, ૨૬૭૬૩૭૨૦નો સંપર્ક કરવો.

ખરીફ પાક જેવા કે, શંકર કપાસ, દેશી કપાસ, જ્યુટ, બાજરી, મકાઇ, મગફળી, તલ, સુર્યમુખી, સોયાબીન મગ, અડદ, ચોળા, તુવેર, ગુવાર, શાકભાજી-ધાસચારા પાકોના પાકો માટે ૧૭મી ઓગષ્ટ-૨૦૧૧ સુધીમાં નોંધણી કરાવવી. સરકારની મંજૂરી આધિન સરકારી / સહકારી સંસ્થાઓ મારફતે રજીસ્ટ્રેશન કરાવનાર પેટા બીજ ઉત્પાદકને વધારાના ખર્ચને પહોંચી વળવા રૂ. ૫૦૦ પ્રતિ એકરે પ્રોત્સાહન ચૂકવવામાં આવશે. જેથી જે તે પેટા બીજ ઉત્પાદકે વાવેતર તારીખ સાથે તેમની બેંકનું નામ, ખાતા નંબર યાદીમાં અચૂક નિર્દેશ કરાવવાનો રહેશે. અંગે વધુ માહિતી એજન્સીની વડી કચેરી / પેટા કચેરીનો સંપર્ક સાધવાથી જાણી શકાશે તેમ પણ બીજ પ્રમાણિત એજન્સી દ્વારા જણાવાયું છે.