LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
બુધવાર, 16 ડિસેમ્બર, 2020
રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા ગૌમાતા સંબંધિત ગ્રંથો, કાગળો, અધ્યયનોનું એક વિશાળ પુસ્તકાલય બનશે. > ઉપલબ્ધ સાહિત્ય મોકલવા ડો. વલ્લભભાઈ કથીરિયાની અપીલ
રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા ગૌમાતા સંબંધીત ગ્રંથો, કાગળો, અધ્યયનોનું એક વિશાળ પુસ્તકાલય બનશે. ઉપલબ્ધ સાહિત્ય મોકલવા સૌને રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં અધ્યક્ષ ડો.વલ્લભભાઈ કથીરિયા દ્વારા અપીલ કરવામાં આવી છે. આ પુસ્તક રાષ્ટ્રીય સ્તરે બધા લોકો માટે ઉપલબ્ધ હશે તથા ઘણી જ ભાષામાં હશે. સમગ્ર દેશની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે કે, જેમની પાસે જે-જે સાહીત્ય ગૌ વિષયક હોય તે પી.ડી.એફ. ફાઈલ, પુસ્તકો તથા તેમના લેખકનું નામ સાથે કોઈપણ ભાષામાં મોકલાવવા વિનંતી. ગૌમાતાનું અંગેનું સાહિત્ય મોકલવા માટે amitabh_bhatnagar@gavyachetnaa.com, અને shivangisharma1309192@gmail.com તથા વ્હોટેસએપ નં. ૬૩૦૯૫૬૮૮૮૮ પર અમીતાભ ભટ્ટનાગરનો સંપર્ક કરવા રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરિયાની યાદીમાં જણાવાયું છે.
ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના નગી દ્વારા જાગૃતિ કાર્યક્રમ ની ટેલી ફીલ્મ નુ મુહૂર્ત
સોમનાથ મહાદેવ ના સાનિધ્યમાં મુંબઈ વસઈ રહેતાં ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના નગી તેમજ વેરાવળ સીટી પી આઈ ડીડી પરમાર સાહેબ તેમજ સોમનાથ ટ્રસ્ટ અને લોક જાગૃતિ મંચ ટ્રાફિક બ્રિગેડ એજયુકેશન સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી શારદા સાઉન્ડ વિજય ભાઈ વાજાં દ્વારા જન જાગૃતિ અભિયાન ની ટેલી ફીલ્મ નુ મુહૂર્ત ગીર સોમનાથ વેરાવળ માં આજરોજ મુંબઈ વસઈ રહેતાં ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના નગી શ્રી સોમનાથ ટ્રસ્ટ લોક જાગૃતિ મંચ સીનીયર સીટીઝન ટરાફિક બ્રિગેડ અને ભવાની સેવા ટ્રસ્ટ અને પુષ્પાંજલિ સંસ્થા અમદાવાદ દ્વારા જન જાગૃતિ અભિયાન અંતર્ગત વેરાવળ સીટી પોલીસ પી આઈ સાહેબ અને પ્રભાસ પાટણ પોલીસ પી આઈ ના સહયોગ થી ઓનલાઈન ગુગલ પે તેમજ પે બાબતે જાગૃતિ અભિયાન યોજાયેલા ..જેમાં ગુજરાતી કલાકારો ચાંદની પરમાર આશિયાના બેન માધવી પારધી નિશાબેન પારધી લક્ષમી બેન સોની ના અભિનય દ્વારા જન જાગૃતિ અભિયાન ટેલી ફીલ્મ પણ બનશે
વેરાવળ માં તેમજ સોમનાથ માં આજરોજ સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી લોક જાગૃતિ મંચ ભવાની સેવા ટ્રસ્ટ અને પુષ્પાંજલિ સંસ્થા અમદાવાદ ના સંયુકત ઉપકમે મુંબઈ વસઈ રહેતાં ગુજરાતી રંગભૂમિ ના દીગગજ અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના નગી દ્વારા ઓનલાઈન ગુગલ પે તેમજ પે ટી એમ પર પૈસા ની લેતી દેતી બાબતે થતાં ફોર્ડ છેતરપીંડી બાબતે માર્ગ દર્શન સાથે જન જાગૃતિ કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સીટી પી આઈ ડીડી પરમાર સાહેબ તેમજ એ એસ આઈ દિનેશ ભાઈ ગોહિલ તેમજ ચોકસી આર્ટસ કોલેજ વેરાવળ ના પ્રોગ્રામ ઓફિસર ડો એમ એન ચોચા તેમજ સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર શ્રી વિજય સિંહ ચાવડા તેમજ સુરેન્દ્ર સિહ જાડેજા તેમજ પ્રભાસ પાટણ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી રાઠવા સાહેબ તેમજ અને વેરાવળ પાટણ સંયુકત નગર પાલિકા ચીફ ઓફિસર જતીન મહેતા તેમજ પ્રમુખ શ્રી મંજુલાબેન સુયાણી દ્વારા જાગૃતિ અભિયાન અંતર્ગત સ્ટીકર બેનર્સ અને પત્રીકા પેમપલેટ નુ વિતરણ કરી સાવચેતી સાથે તકેદારી રાખવાની અપીલ સાથે અનુરોધ કર્યો હતો જેમાં લોક જાગૃતિ મંચ ના પ્રમુખ દીપકભાઈ ટીલાવંત સીનીયર સીટીઝન કલબ ના પ્રમુખ ચીમન ભાઈ અઢીયા તેમજ બીપીનભાઈ સંઘવી સહીત ના દીપકભાઈ દોરીયા ની ઉપસ્થિતિ માં માસ્ક ફરજિયાત પહેરવાં તેમજ કોઇ પણ લોભ લાલચ આપી ફોન આવે તો આપનો એ.ટી એમ કોડ તેમજ એકાઉન્ટ નંબર આપશો નહી તે ફોર્ડ છેતરપીંડી કરી શકે છે સહીત નુ માર્ગ દર્શન આ કાર્યક્રમ અંતર્ગત મુંબઈ વસઈ રહેતાં ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના નગી દ્વારા થયેલ જેમાં ગુજરાતી અભિનેત્રી ચાંદની પરમાર તેમજ રાજકોટ થી પધારેલા આશિયાના બેન માધવી પારધી નિશાબેન પારધી લક્ષમી બેન સોની દ્વારા ટેલી ફીલ્મ .ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના નગી દ્વારા સીટી પી આઈ તેમજ પ્રભાસ પાટણ પોલીસ ઈન્સ્પેક્ટર ના તેમજ સામાજીક સંસ્થાઓ ના સહયોગ સાથે જન જાગૃતિ અભિયાન અનેક કલાકારો સાથે જાગૃતિ કાર્યક્રમ ની ટેલી ફીલ્મ નુ મુહૂર્ત સોમનાથ મહાદેવ ના સાનિધ્યમાં મુંબઈ વસઈ રહેતાં ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના નગી તેમજ વેરાવળ સીટી પી આઈ ડીડી પરમાર સાહેબ તેમજ સોમનાથ ટ્રસ્ટ અને લોક જાગૃતિ મંચ ટ્રાફિક બ્રિગેડ એજયુકેશન સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી શારદા સાઉન્ડ વિજય ભાઈ વાજાં દ્વારા જન જાગૃતિ અભિયાન ની ટેલી ફીલ્મ નુ મુહૂર્ત ગીર સોમનાથ વેરાવળ માં આજરોજ મુંબઈ વસઈ રહેતાં ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના નગી શ્રી સોમનાથ ટ્રસ્ટ લોક જાગૃતિ મંચ સીનીયર સીટીઝન ટરાફિક બ્રિગેડ અને ભવાની સેવા ટ્રસ્ટ અને પુષ્પાંજલિ સંસ્થા અમદાવાદ દ્વારા જન જાગૃતિ અભિયાન અંતર્ગત વેરાવળ સીટી પોલીસ પી આઈ સાહેબ અને પ્રભાસ પાટણ પોલીસ પી આઈ ના સહયોગ થી ઓનલાઈન ગુગલ પે તેમજ પે બાબતે જાગૃતિ અભિયાન યોજાયેલા ..જેમાં ગુજરાતી કલાકારો ચાંદની પરમાર આશિયાના બેન માધવી પારધી નિશાબેન પારધી લક્ષમી બેન સોની ના અભિનય દ્વારા જન જાગૃતિ અભિયાન ટેલી ફીલ્મ પણ બનશે વેરાવળ માં તેમજ સોમનાથ માં આજરોજ સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી લોક જાગૃતિ મંચ ભવાની સેવા ટ્રસ્ટ અને પુષ્પાંજલિ સંસ્થા અમદાવાદ ના સંયુકત ઉપકમે મુંબઈ વસઈ રહેતાં ગુજરાતી રંગભૂમિ ના દીગગજ અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના નગી દ્વારા ઓનલાઈન ગુગલ પે તેમજ પે ટી એમ પર પૈસા ની લેતી દેતી બાબતે થતાં ફોર્ડ છેતરપીંડી બાબતે માર્ગ દર્શન સાથે જન જાગૃતિ કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સીટી પી આઈ ડીડી પરમાર સાહેબ તેમજ એ એસ આઈ દિનેશ ભાઈ ગોહિલ તેમજ ચોકસી આર્ટસ કોલેજ વેરાવળ ના પ્રોગ્રામ ઓફિસર ડો એમ એન ચોચા તેમજ સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર શ્રી વિજય સિંહ ચાવડા તેમજ સુરેન્દ્ર સિહ જાડેજા તેમજ પ્રભાસ પાટણ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી રાઠવા સાહેબ તેમજ અને વેરાવળ પાટણ સંયુકત નગર પાલિકા ચીફ ઓફિસર જતીન મહેતા તેમજ પ્રમુખ શ્રી મંજુલાબેન સુયાણી દ્વારા જાગૃતિ અભિયાન અંતર્ગત સ્ટીકર બેનર્સ અને પત્રીકા પેમપલેટ નુ વિતરણ કરી સાવચેતી સાથે તકેદારી રાખવાની અપીલ સાથે અનુરોધ કર્યો હતો જેમાં લોક જાગૃતિ મંચ ના પ્રમુખ દીપકભાઈ ટીલાવંત સીનીયર સીટીઝન કલબ ના પ્રમુખ ચીમન ભાઈ અઢીયા તેમજ બીપીનભાઈ સંઘવી સહીત ના દીપકભાઈ દોરીયા ની ઉપસ્થિતિ માં માસ્ક ફરજિયાત પહેરવાં તેમજ કોઇ પણ લોભ લાલચ આપી ફોન આવે તો આપનો એ.ટી એમ કોડ તેમજ એકાઉન્ટ નંબર આપશો નહી તે ફોર્ડ છેતરપીંડી કરી શકે છે સહીત નુ માર્ગ દર્શન આ કાર્યક્રમ યોજાયો હતો
રિપોર્ટર:- પાયલ બાંભણિયા
ઉના
રાજકોટ જિલ્લાના ઉપલેટમાં PI તરીકે ચાર્જ સંભાળતા મહેન્દ્રસિંહજી રાણા..
ઉપલેટામાં પી. આઇ. તરીકે ચાર્જ સંભાળતા મહેન્દ્રસિંહજી રાણાએ : બુટલેગરોમાં ફફડાટ
રૂરલ ક્રાઇમ બ્રાંચમાં ફરજ દરમિયાન અનેક ગુન્હાઓનો ભેદ ઉકેલ્યો
(કશ્યપ જોશી દ્વારા) ઉપલેટામાં નિયુકત થયેલ પોલીસ ઇન્સ્પેકટર મહેન્દ્રસિંહજી એન.
રાણાએ ગઇ કાલે ચાર્જ સંભાળ્યો હતો. ઉપલેટામાં મુકાયેલ પોલીસ ઇન્સ્પેકટર
મહેન્દ્રસિંહજી રાણાએ અગાઉ રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચમાં પ્રસંશનીય ફરજ બજાવી અનેક
અનડીટેકટ ગુન્હીઓનો ભેદ ઉકેલ્યો હતો. તેમજ જેતપુર પોલીસ મથકમાં પણ ફરજ બજાવી કાયદો
વ્યવસ્થાની સ્થિતી કાબુમાં રાખી ‘હતી. પી. આઇ. મહેન્દ્રસિંહજી રાણાએ અગાઉ રાજકોટ
શહેરમાં એસ.ઓ.જી. તથા નર્મદા જીલ્લામાં _એલસીબીમાં સરાહનીય કામગીરી બજાવી હતી.
રાજકોટ જીલ્લાના ગુન્હેગારોની કાર્યપધ્ધતીથી વાકેફ પી. આઇ. મહેન્દ્રસિંહ રાણાને
ઉપલેટામાં મુકાતા સ્થાનીક લોકોમાં હર્ષની લાગણી ફેલાઇ છે. તો તેઓની કાર્યશૈલી,
ગુનાઓ ઉકેલવાની આગવી ઢબથી પરિચિત બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.
ACB રાજકોટ ગ્રામ્યની કામગીરી
*🚨એ.સી.બી. ડી.એ. કેસ*
ફરીયાદીઃ- શ્રી સ.ત. પી.કે. ગઢવી,
પોલીસ ઇન્સ્પેકટર,
એ.સી.બી. પો.સ્ટે., મોરબી
આરોપીઃ- હરેશભાઇ કાનજીભાઇ કેસુર,
તત્કાલીન એ.એસ.આઇ., ટ્રાફિક, વર્ગ-૩,
મોરબી જીલ્લો, હાલ સેવા નિવૃત્ત
ચેક પીરીયડઃ તા.૦૧/૦૪/૨૦૧૨ થી
તા.૩૧/૦૩/૨૦૧૮
ગુન્હો દાખલ તા.૧૬/૧૨/૨૦૨૦
ટુંક વિગતઃ-
એવી રીતે કે, આરોપીએ પોલીસ દળમાં A.S.I., વર્ગ-૩ ની મોરબી જીલ્લાની ફરજ માં વાંકાનેર તાલુકામાં ટ્રાફિકડ્યુટી તેમજ જીલ્લા માં અન્ય ફરજ દરમ્યાન ભ્રષ્ટાચાર કરી અને અપ્રમાણસર મિલ્કત વસાવ્યાના આક્ષેપની અરજી સબંધે A.C.B. દ્વારા અરજી તપાસ સબંધે જરૂરી રેકર્ડ, દસ્તાવેજો, કાયદેસરની મેળવેલ આવક અને કરેલ રોકાણ તથા ખર્ચની હકિકતો તપાસતા, ઉપરોકત સમયગાળાની ફરજ દરમ્યાન આક્ષેપિતે પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં રૂા.૨૩,૪૬,૬૮૦/- એટલે કે, ૭૫.૮૬% જેટલી રકમનું વધુ રોકાણ/ખર્ચ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ ફલીત થતાં, આરોપીએ ઉપરોકત સમયગાળામાં કાયદેસરની ફરજ દરમ્યાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરૂપયોગ કરી, ઇરાદા પુર્વક ગેરકાયદેસર રીતે ધનવાન થવા વિવિધ ગે.કા.ની રીત રસમો અપનાવી નાણાં મેળવી, નાણાંનો ઉપયોગ કરી પોતાના તથા પત્નીના નામે જંગમ મિલ્કતમાં રોકાણ/ખર્ચ કરી, ભ્રષ્ટાચાર અધિનિયમ ૧૯૮૮ (સધારો-૨૦૧૮) ની કલમ ૧૩(૧)(બી) તથા ૧૩(ર) મુજબનો ગન્હો કર્યા બાબત.
ગુન્હો દાખલ કરનાર અધિકારીઃ-
શ્રી પી.કે. ગઢવી,
પોલીસ ઇન્સ્પેકટર,
એ.સી.બી. પો.સ્ટે., મોરબી
તપાસ કરનાર અધિકારીઃ-
શ્રી આર.આર. સોલંકી,
પોલીસ ઇન્સ્પેકટર,
એ.સી.બી. પો.સ્ટે., રાજકોટ ગ્રામ્ય.
સુપરવિઝન અધિકારીઃ-
*શ્રી એ.પી. જાડેજા,*
મદદનીશ નિયામક,
એ.સી.બી., રાજકોટ એકમ.
મંગળવાર, 15 ડિસેમ્બર, 2020
સોમવતી અમાસને દિવસે પ્રાંચી સ્થિત મોક્ષ પીપળે પિતૃ તર્પણ માટે ભાવિકોનો ઉમટ્યો પ્રવાહ,
આજે સોમવતી અમાસને દિવસે પ્રાંચી સ્થિત મોક્ષ પીપળે પિતૃ તર્પણ માટે ભાવિકોનો ઉમટ્યો પ્રવાહ, સોમવાર અને અમાસનો શુભગ સંયોગ જૂજ આવે છે. ત્યારે માધવરાયજી ભગવાનનાં સાનિધ્યે પ્રાચી તિર્થે આવેલા મોક્ષ પીપળાને આ દિવસે પાણી આપવું અત્યંત શુભ માનવામાં આવે છે.આજનાં દિવસે મોટી સંખ્યામાં ભક્તો પ્રાચી પવિત્ર કુંડમાં સ્નાન કરી પિતૃ તર્પણ કરી પુણ્યનું ભાથુ બાંધી રહ્યા છે.
ગીર સોમનાથ જિલ્લાનાં સુત્રાપાડા તાલુકામાં આવેલું પ્રાંચી ગામ અતિ પ્રાચીન છે.જેનું વર્ણન સ્કંદ પુરાણમાં મળી આવે છે.પ્રભાસ ક્ષેત્રમાં સરસ્વતી નદી તટે આવેલાં પ્રાંચી તિર્થે પૌરાણિક પીપળો આવેલો છે.આ પીપળે આજના દિવસે પાણી રેડી પિતૃ તર્પણ કરવાથી પિતૃઓને મોક્ષગતિની પ્રાપ્તિ થાય છે. મનને શાંતિ મળે છે. સરસ્વતી નદી પૂર્વ તરફ વહે છે. ભારતીય દર્શન શાસ્ત્ર અને સંસ્કૃતિ કહે છે...'પૂર્વ તરફ આગળ વધો.' પ્રભાસ ક્ષેત્રમાં સોમનાથ મહાદેવ સાક્ષાત બિરાજેલા છે.આજે સોમવતી અમાસનાં દિવસે પ્રાંચી તીર્થ ખાતે આવેલી સરસ્વતી નદીનાં કુંડમાં સ્નાન કરી અહીં બિરાજમાન માધવરાયજી ભગવાનનાં દર્શન કરવા અને મોક્ષ પીપળે પાણી રેડવાનું અનોખું મહત્વ છે.ભગવાન શ્રીકૃષ્ણ એ પણ અહીં મોક્ષ પીપળે તર્પણ કરી યાદવકુળને મોક્ષની પ્રાપ્તિ કરાવી હતી.સોમવતી અમાસે અહીંના પીપળે પાણી રેડી તર્પણ કરવાથી સાત પેઢીનાં પૂર્વજોની આત્માને શાતા મળે છે.
પ્રભાસક્ષેત્રમાં આવેલા પ્રાંચી તિર્થે આજે સોમવતી અમાસે સેંકડો લોકો ઠેક ઠેકાણેથી પિતૃ તર્પણ કરવા આવ્યા છે.ગુજરાત ભરમાંથી પધારેલા શ્રદ્ધાળુઓ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનાં દર્શન કરી પ્રાંચી આવે છે.અહીંના પવિત્ર કુંડમાં સ્નાન કરી,મોક્ષ પીપળે પાણી રેડી પિતૃતર્પણ કર્યા બાદ માધવરાયજી ભગવાનનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે.તો સાથોસાથ મનોવાંછિત ફળની કામનાં કરી પિતૃઓના આશીર્વાદ મેળવે છે.સોમવતી અમાસે અહીંનાં મોક્ષ પીપળે પાણી રેડવાથી પુણ્યફળની પ્રાપ્તિ થાય છે.એટલેજ કહેવાય છે કે, "સો વાર કાશી અને એકવાર પ્રાંચી."
રીપોર્ટ દિપક જોષી ગીર સોમનાથ
સોમવાર, 14 ડિસેમ્બર, 2020
વડાપ્રધાનશ્રી મંગળવારે કચ્છના એક દિવસીય પ્રવાસે ગુજરાતની ગૌરવ સિદ્ધિમાં વધુ એક નવું પ્રકરણ આલેખશે વિશ્વના સૌથી મોટા ૩૦ હજાર મેગાવોટના અલ્ટ્રા મેગા હાઇબ્રીડ પાર્કનો શિલાન્યાસ કરશે દરિયાના ખારા પાણીને પીવાલાયક મીઠા પાણી બનાવતા ડિસેલીનેશન પ્લાટનું ભૂમિપૂજન કરશે રાષ્ટ્રિય કિસાન વિકાસ યોજના અન્વયે કચ્છ ડેરીના રૂ. ૧ર૯ કરોડના ઓટોમેટીક ડેરી પ્લાન્ટનું ડિજીટલી ભૂમિપૂજન ...... મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે
વડાપ્રધાનશ્રી મંગળવારે કચ્છના એક દિવસીય પ્રવાસે
ગુજરાતની ગૌરવ સિદ્ધિમાં વધુ એક નવું પ્રકરણ આલેખશે
વિશ્વના સૌથી મોટા ૩૦ હજાર મેગાવોટના અલ્ટ્રા મેગા હાઇબ્રીડ પાર્કનો શિલાન્યાસ કરશે
દરિયાના ખારા પાણીને પીવાલાયક મીઠા પાણી બનાવતા ડિસેલીનેશન પ્લાટનું ભૂમિપૂજન કરશે
રાષ્ટ્રિય કિસાન વિકાસ યોજના અન્વયે કચ્છ ડેરીના રૂ. ૧ર૯ કરોડના ઓટોમેટીક ડેરી પ્લાન્ટનું ડિજીટલી ભૂમિપૂજન
......
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે
..........
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તા. ૧૫ ડિસેમ્બર, મંગળવારે કચ્છના એક દિવસીય પ્રવાસે આવશે.
વડાપ્રધાનશ્રી કચ્છના માંડવી ખાતે ડિસેલિનેશન પ્લાન્ટ તેમજ વિશ્વના સૌથી વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્કનું કચ્છના ટેન્ટ સિટી, ધોરડોથી મંગળવાર બપોરે ૨.૦૦ કલાકે ખાતમૂર્હુત કરશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી પ્રધાનમંત્રીશ્રી સાથે આ અવસરે ઉપસ્થિત રહેવાના છે.
વડાપ્રધાનશ્રી ભુજ એરપોર્ટથી સીધા ધોરડો પહોંચશે અને દરિયાના પાણીને મીઠા બનાવવાના કચ્છના ગુંદિયાળી સહિત સૌરાષ્ટ્રના ગાંધીવી-દ્વારકા, ઘોઘા-ભાવનગર, સુત્રાપાડા-સોમનાથ મળીને ચાર ડિસેલીનેશન પ્લાન્ટનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે.
પ્રધાનમંત્રીશ્રી કચ્છ સરહદે મોટા રણમાં સૌરઊર્જા અને પવનચક્કીથી ઉભા થનારા વિશ્વના સૌથી મોટા ૩૦ હજાર મેગાવોટની ક્ષમતાના હાઇબ્રીડ એનર્જી પાર્કનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન પણ કરશે.
તેઓ સરહદ ડેરી દ્વારા અંજાર ભચાઉ વચ્ચે ઉભા કરાનાર બે લાખ લીટર દૂધના ચિલિંગ પ્લાન્ટનું ભૂમિપૂજન પણ કરવાના છે.
ધોરડો ખાતે વડાપ્રધાનશ્રી કચ્છના પ્રગતિશીલ ખેડૂતોને અને કચ્છ સરહદે ખેતી કરતા પંજાબી ખેડૂતોને મળી તેમને સાથે વાર્તાલાપ કરશે અને કચ્છના હસ્તકલા કારીગરોને પણ મળશે. પ્રધાનમંત્રીશ્રી ટેન્ટસિટીમાં રણ વચ્ચે ઉભા કરાયેલા વિશાળ ડોમમાંથી આ બધા વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં કચ્છના ધોરડો ખાતેથી રાષ્ટ્રિય કિસાન વિકાસ યોજના અંતર્ગત કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. દ્વારા અંદાજે રૂ. ૧૨૯ કરોડથી વધુના ખર્ચે સ્વંય સંચાલિત ડેરી પ્લાન્ટની ડિજિટલ માધ્યમથી ભૂમિપૂજન વિધિ સંપન્ન કરશે.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૮.૩૭ કરોડની સહાયથી કચ્છ જિલ્લામાં વર્ષ ૨૦૧૩-૧૪માં બે લાખ લીટરના પ્રોસેસીંગ ક્ષમતાનો પ્રથમ ડેરી પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો હતો.
અગાઉ આ પ્લાન્ટનું કાચુ દૂધ અમુલ ડેરીને ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવતું હતું અને પરત પ્રોસેસ કરી કચ્છમાં વહેચવામાં આવતું હતું. હવે આ પ્લાન્ટ થકી વધુ બે લાખ લીટર દૂધ તથા છાસની પ્રોસેસ કરી અમુલ બ્રાન્ડ હેઠળ કચ્છમાં વેચાણ કરવામાં આવશે.
વડાપ્રધાનશ્રી ભૂકંપગ્રસ્તોની સ્મૃતિમાં ભુજમાં બની રહેલા મેમોરિયલ પાર્કની મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને અધિકારીઓ સાથે સમીક્ષા કરશે અને મોડી સાંજે નવી દિલ્હી પરત જશે.
સી.એમ.-પીઆરઓ/અરૂણ ... ...
વડાપ્રધાનશ્રી મંગળવારે કચ્છના એક દિવસીય પ્રવાસે
- ગુજરાતની ગૌરવ સિદ્ધિમાં વધુ એક નવું પ્રકરણ આલેખશે
- વિશ્વના સૌથી મોટા ૩૦ હજાર મેગાવોટના અબ્રા મેગા હાઇબ્રીડ પાર્કનો
શિલાન્યાસ કરશે
- દરિયાના ખારા પાણીને પીવાલાયક મીઠા પાણી બનાવતા ડિસેલીનેશન
પ્લાટનું ભૂમિપૂજન કરશે
- રાષ્ટ્રિય કિસાન વિકાસ યોજના અન્વયે કચ્છ ડેરીના રૂ. ૧૨૯ કરોડના ઓટોમેટીક ડેરી પ્લાન્ટનું ડિજીટલી ભૂમિપૂજન
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તા. ૧૫ ડિસેમ્બર, મંગળવારે કચ્છના એક દિવસીય પ્રવાસે આવશે.
વડાપ્રધાનશ્રી કચ્છના માંડવી ખાતે ડિસેલિનેશન પ્લાન્ટ તેમજ વિશ્વના સૌથી વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્કનું કચ્છના ટેન્ટ સિટી, ધોરડોથી મંગળવાર બપોરે ૨.૦૦ કલાકે ખાતમૂર્હત કરશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી પ્રધાનમંત્રીશ્રી સાથે આ અવસરે ઉપસ્થિત રહેવાના છે.
વડાપ્રધાનશ્રી ભુજ એરપોર્ટથી સીધા ધોરડો પહોંચશે અને દરિયાના પાણીને મીઠા બનાવવાના કચ્છના ગુંદિયાળી સહિત સૌરાષ્ટ્રના ગાંધીવી-દ્વારકા, ઘોઘા-ભાવનગર, સુત્રાપાડા-સોમનાથ મળીને ચાર ડિસેલીનેશન પ્લાન્ટનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે.
પ્રધાનમંત્રીશ્રી કચ્છ સરહદે મોટા રણમાં સૌરઊર્જા અને પવનચક્કીથી ઉભા થનારા વિશ્વના સૌથી મોટા ૩૦ હજાર મેગાવોટની ક્ષમતાના હાઇબ્રીડ એનર્જી પાર્કનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન પણ કરશે.
તેઓ સરહદ ડેરી દ્વારા અંજાર ભચાઉ વચ્ચે ઉભા કરાનાર બે લાખ લીટર દૂધના | ચિલિંગ પ્લાન્ટનું ભૂમિપૂજન પણ કરવાના છે.
ધોરડો ખાતે વડાપ્રધાનશ્રી કચ્છના પ્રગતિશીલ ખેડૂતોને અને કચ્છ સરહદે ખેતી કરતા પંજાબી ખેડૂતોને મળી તેમને સાથે વાર્તાલાપ કરશે અને કચ્છના હસ્તકલા કારીગરોને પણ મળશે. પ્રધાનમંત્રીશ્રી ટેન્ટસિટીમાં રણ વચ્ચે ઉભા કરાયેલા વિશાળ ડોમમાંથી આ બધા વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં કચ્છના ધોરડો ખાતેથી રાષ્ટ્રિય કિસાન વિકાસ યોજના અંતર્ગત કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. દ્વારા અંદાજે રૂ. ૧૨૯ કરોડથી વધુના ખર્ચે સ્વંય સંચાલિત ડેરી પ્લાન્ટની | ડિજિટલ માધ્યમથી ભૂમિપૂજન વિધિ સંપન્ન કરશે.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના | તત્કાલિન મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૮.૩૭ કરોડની સહાયથી કચ્છ જિલ્લામાં વર્ષ ૨૦૧૩-૧૪માં બે લાખ લીટરના પ્રોસેસીંગ ક્ષમતાનો પ્રથમ ડેરી પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો હતો.
અગાઉ આ પ્લાન્ટનું કાચુ દૂધ અમુલ ડેરીને ગાંધીનગર ખાતે મોકલી આપવામાં | આવતું હતું અને પરત પ્રોસેસ કરી કચ્છમાં વહેચવામાં આવતું હતું. હવે આ પ્લાન્ટ થકી વધુ બે લાખ લીટર દૂધ તથા છાસની પ્રોસેસ કરી અમુલ બ્રાન્ડ હેઠળ કચ્છમાં વેચાણ કરવામાં આવશે.
વડાપ્રધાનશ્રી ભૂકંપગ્રસ્તોની સ્મૃતિમાં ભુજમાં બની રહેલા મેમોરિયલ પાર્કની મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને અધિકારીઓ સાથે સમીક્ષા કરશે અને મોડી સાંજે નવી દિલ્હી પરત જશે.
સી. એમ. -પીઆરઓ/અરૂણ ...
ઘંટેશ્વર ફાયરીંગ બટમાં અવર- જવર પર પ્રતિબંધ
રાજકોટ - રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના ઘંટેશ્વર એસ.આર.પી. જુથમાં આવેલ બફેલ રેન્જ ખાતે એસ.આર.પી.જૂથના અધિકારીઓ/કર્મચારીઓનું તા.૨૮/૨/૨૦૨૧ સુધી ફાયરીંગ પ્રેકટિસ થઇ હોવાથી રાજકોટ શહેર પોલિસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલે આ ફાયરીંગ બટની આજુ- બાજુના વિસ્તારમાં ઉપર તા.૨૮/૨/૨૧થી સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
અમરેલીની સાડા ત્રણ વર્ષની રેપપિડિત બાળકીનું રાજકોટના તબીબો દ્વારા થયું સફળ ઓપરેશન
૦૦૦
ઇજાને કારણે બાળકીનો મળ-મુત્ર માર્ગ એક થઇ ગયો હતો
સખી વન સ્ટોપ સેન્ટરના પ્રયાસોથી બાળકીને મળ્યુ નવજીવન
રાજકોટ : અમરેલીની સાડા ત્રણ વર્ષની રેપ પિડિત બાળકીનું રાજકોટના તબીબો દ્વારા સફળ ઓપરેશન કરાયુ છે. આ બાળકીને ઇજાને કારણે મળ-મુત્ર માર્ગ એક થઇ ગયો હતો. સખી વન સ્ટોપ સેન્ટરના પ્રયાસોથી બાળકીને નવજીવન મળ્યુ છે.
અમરેલીના સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારી લાજવંતીબેન બધેકા કહે છે કે મે, ૨૦૨૦માં અમારા જિલ્લાના એક શહેરમાં કાચા ઝૂપંડામાં રહેતી દીકરીને એક શખસ ઉપાડી ગયો હતો. બળાત્કાર અને સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય કરીને આ બાળકીને ગંભીર ઇજા પહોંચાડી બીજા ગામની સીમમાં ફેંકી દેવામાં આવી હતી. અમરેલીના કલેકટરના આદેશથી સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા આ બાળકી અને તેના પરિવારનું કાઉન્સેલીંગ કરી તેનો અહેવાલ આપ્યો હતો.
આ ઘટનાના પાંચ માસ બાદ સપ્ટેમ્બર માસમાં સખી વન સ્ટોપ સેન્ટર અમરેલીના સ્ટાફ દ્વારા ફરી આ બાળકીના પરિવારની મુલાકાત લેવામાં આવતા દીકરીની માતાએ જણાવ્યુ હતું કે તેની પુત્રીને થયેલી શારીરિક ઇજાને કારણે યોની માર્ગ અને મુત્ર માર્ગ એક થઇ ગયો હતો. અમરેલીની સરકારી હોસ્પિટલમાં તપાસ કરાવ્યા બાદ તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અને સર્જરી માટે દાખલ કરવામાં આવી હતી.
રાજકોટ અને અમરેલીના જિલ્લા મહિલા બાળ અધિકારી ડો. જનકસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ રાજકોટ સખી વન સ્ટોપ સેન્ટરની મદદથી આ બાળકીની સફળ સર્જરી- સારવાર રાજકોટ સિવિલના પીડીયાટ્રીક અને ગાયનેકની ટીમ દ્વારા કરવામાં આવી છે.
આમ રાજકોટ અને અમરેલીના સખી વન સ્ટોપ સેન્ટરના લાજવંતીબને બધેકા, મનિષાબેન ત્રિવેદી, યાસ્મીનબેન ઠેબા, વનિતાબેન ચૌહાણ, છાયાબેન રાઠોડ તથા દહેજ પ્રતિબંધ અધિકારીશ્રી કિરણ મોરીના સયુંકત પ્રયાસોથી બાળકીને નવજીવન પ્રાપ્ત થયુ છે.
પારૂલ આડેસરા
માળીયા હાટીના સમસ્ત સમાજ માં ભભૂકીયો રોષ
માળીયા હાટીના એક તાલુકા નું સ્થળ છે. અંદાજીત 4 કી. મી. માં પથરાયેલ છે. અહીં સૂર્ય ગંગા ઘાટ આવેલ છે. અને ત્રિવેણી સંગમ નદી છે. ત્યાં સ્વામીનારણ ભગવાને સ્નાન પણ કરેલ છે. બહાર ના ઘણા હરિ ભક્તો અહીં સ્નાન કરવા અને દર્શન કરવા આવે છે.
માળીયા હાટીના તાલુકાનું સ્થળ હોવાથી અહીં સુવિધા નામે મીંડું છે અહીં અંતિમ રથ સુવિધા નથી અને સ્મશાન ખુબજ બિસ્માર હાલત માં છે. આ બાબત છેલ્લા ઘણા સમય થી બજાર માંલોકો મુખે ચર્ચા થઈ રહી છે કે હાલ સામાજિક કાર્યકરો, રાજકીય આગેવાનો ને શુ ખબર નથી? માળીયા હાટીના માં સ્મશાન માં સુવિધા માં શુ ઘટે છે?
હરેક સમાજ ના માણસ નાત જાત ના ભેદભાવ વગર એકજ રસ્તે જવાનું હોય છે. સા માટે કોઈ સામાજિક આગેવાન કે રાજકીય આગેવાનો આ બાબતે ધ્યાન દેતા નથી
ચૂંટાયેલા પ્રતિનિધિ રૂપિયા મળે તેમાજ ગ્રાન્ટ ફાળવે છે. ? અગાઉ એક આગેવાન દ્વારા એક વર્ષ માટે અંદાજીત 500000/ ની ગ્રાન્ટ વાઇફાઇ વાપરવા માટે આપી હતિ પરંતુ આ ગ્રાન્ટ મીની અંતિમ રથ અથવા માળીયા હાટીના સ્મશાન માટે આપી હોત તો કાયમ લોકો યાદ કરતા હોત
છેલ્લે માળીયા હાટીના માં સૌ પ્રથમ મુસ્લિમ આગેવાન ના સરપંચ બન્યા ત્યારે ચાર્જ સાંભળતા માળીયા હાટીના હિન્દૂ સ્માશન સારી કામ ગિરી થઈ હતી ત્યારબાદ કોઈ પણ માળીયા હાટીના સ્મશાન કામ થયું નથી
જ્યારે ચોમાસુ આવે ત્યારે ખાટલી ઉપર પાણી પડે છે.ત્યારે ચિતા પણ ઠરી જાય છે. અને માળીયા હાટીના મોટા વિસ્તાર માં પથરાયેલ હોવાથી અંતિમ રથ ન હોવાથીલોકો ને સમશાને મૃતદેહ ને પોહચડવા ખુબજ મુશ્કેલ પડે છે.અંતિમ રથ ના હોવાથી માળીયા હાટીના ની પ્રજા માં ભભૂકીયો રોષ
જૂનાગઢ જીલ્લા નું તાલુકા નું ગામ માળીયા હાટીના છે તો એક સારું સ્મશાન નથી કે અંતિમ રથ નથી હાલ ઘણા નાના ગામ માં પણ સારા સ્મશાન છે. તોહવે જોવાનું રહેશે કે માળીયા હાટીના સારું સ્મશાન નિર્માણકરવા અને અંતિમ રથ માટે આવિસ્તાર ના સંસદ સભ્ય રાજેશ ભાઈ ચુડાસમા, ધારાસભ્ય બાબુ ભાઈ વાજા અને ચૂંટાયેલા નાના મોટા આગેવાનો અને સામાજિક કાર્યકરો આગળ આવશે ? તે જોવાનું રહેશે
જો રાજકીય આગેવનો ને રસ ન હોય તો આવનારા દરેક સમાજ ના મોભી આગેવનો આગળ આવે ગ્રામજનો ની મિટિંગ બોલાવી સ્મશાન સારું બનાવવા અને અંતિમ રથ માટે સારો નિર્ણય તાત્કાલિક લેવો જોઈએ
બહાર ગામ ના લોકો જ્યારે સ્મશાન(મુક્તિ ધામ) ની મુલાકાત લઈ ત્યારે રાજકીય આગેવાનો અને સામાજિક કાર્યોકરો, દરેક સમાજ ના આગેવાની ની એક નોંધ લેવાય છે. સુ કોઈ કોઈ જવાબદાર વ્યક્તિ સારું કામ કરવા વાળા નથી ? તેના માટે માળીયા હાટીના નો આબરૂ સવાલ થઈ રહ્યો છે જરાક કુદરત નો ખોપ રાખો દરેક ને એકજ રસ્તે જવાનું એટલે મુક્તિ ધામ માં આમા કોઈ એ પણ જાત ના પક્ષા પક્ષી વિના સાથે મળી કામ કરવું જોઈએ તેવી માળીયા હાટીના ની જાહેર જનતા ની બુલંદ માંગ છે.
માળીયા હાટીના સ્મશાન અને અંતિમ રથ માટે ગ્રામજનો એ અને આગેવાનો સારો લોકફાળો ભેગો કરી માળીયા હાટીના ના સરપંચ નટવરસિંહ સીસોદીયા ને આપી સારું બનાવવા સાથ સહકાર આપવો જેથી માળીયા હાટીના સારું સુવિધા વાળુ સ્મશાન અને અંતિમ રથ લઈ શકે આ વિકાસ ના કામ સૌ સાથ આપવા સહ
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
મો.7575863292
શનિવાર, 12 ડિસેમ્બર, 2020
શ્રી હરિ ઓમ સેવા ટ્રસ્ટ સંચાલિત વૃધ્ધાશ્રમના ૭૦ વર્ષના વૃધ્ધનું સિવિલમાં અવસાન થતા તેમનો સામાન પરત કરતા કર્મચારીઓ
રાજકોટ -કોરોનાથી સંક્રમિત અમારા વૃધ્ધાશ્રમના ૭ લોકોને સિવિલ તેમજ કોવીડ સેન્ટર ખાતે રાખવામાં આવ્યા છે. જેમાંના કેટલાક વૃધ્ધ દર્દી સજા થઈ વૃધ્ધાશ્રમ ખાતે પરત ફર્યા છે. ૭૦ વર્ષના હરિભાઈ હંસરાજભાઈ વેકરીયાનું સારવાર દરમ્યાન દુઃખદ અવસાન થયું હતું. હરિભાઈ હોસ્પિટલમાં દાખલ થયા તે સમયે તેમણે પહેરેલી ઘડિયાળ, રૂ. ૧૯૨૦ તેમજ અન્ય સામાન જમા કરાવ્યો હતો. સિવિલના સભ્યોએ આ સામાન તેમજ રોકડ રકમ અમોને પરત કરી તેમની માનવતાની મહેંક પ્રસરાવી હોવાનું શ્રી હરિ ઓમ વૃધ્ધાશ્રમના સંચાલક જોશીબાપાએ સિવિલના સ્ટાફનો આભાર માનતા ભીના હ્ર્દયે જણાવ્યું છે.
શ્રી હરિ ઓમ સેવા ટ્રસ્ટ સંચાલિત વૃધ્ધાશ્રમ ખાતે હાલ ૯૦ થી વધુ વૃધ્ધો આશરો લઈ રહયા હોવાનું જોશીબાપા જણાવે છે. જે પૈકી ૭ સભ્યોને કોરોના થતા તેમને સિવિલ તેમજ કોવીડ કેર સેન્ટર ખાતે સારવાર આપવામાં આવી રહી છે. દાદાની ઉંમરના કારણે તબિયત નાદુરસ્ત રહેતી હોવાની અને તેઓ કેટલીક દવાઓ લેતા હોવાનું જોશીબાપા જણાવે છે.
સિવિલ ખાતે સારવારમાં કાર્યરત ડો. ઝાટકીયાએ જણાવ્યું હતું કે, જયારે કોઈ દર્દી અહીં દાખલ થાય ત્યારે તેમનો સામાન એક થેલીમાં અમે લઈ તેના પર તેમનું નામ, એડ્રસ તેમજ કોન્ટેક્ટ નમ્બર રાખીયે છીએ. જયારે દર્દી ડિસચાર્જ થાય ત્યારે તેમને તેમનો સામાન અમે પરત કરી દઈએ છીએ.
રાજકોટ સિવિલ ખાતે દર્દીઓની સારવાર સાથોસાથ ભોજન અને અન્ય જરૂરી તમામ પ્રકારની સુવિધા અર્થે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
કર્મચારીઓને ગ્રેચ્યુઇટીની ચૂકવણી ન કરનારી આઠ કંપનીઓ સામે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ફોજદારી રાહે ગુનો દાખલ કરાયો
ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ખાનગી કંપનીઓ દ્વારા પોતાના કર્મચારીઓને ગ્રેચ્યુઇટીની રકમ ન ચૂકવવા અંગે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગે અધિક મુખ્યસચિવશ્રી વિપુલ મિત્રા દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા અને વલસાડની આઠ સંસ્થાઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
આ અંગે વિવિધ સંસ્થાના કર્મચારીઓ તેમજ સંગઠનો દ્વારા પેમેન્ટ ઑફ ગ્રેચ્યુઇટી ઍક્ટ, 1972 હેઠળ કંપનીઓ દ્વારા ગ્રેચ્યુઇટી ન ચૂકવવા અંગે શ્રમ વિભાગને અનેક ફરિયાદો મળી હતી. આ ફરિયાદોના અનુસંધાને શ્રમ વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરી, ખરાઈ કરવામાં આવી હતી કે રાજ્યનાં આઠ એકમો દ્વારા ગ્રેચ્યુઇટીની ચૂકવણીમાં વિલંબ કરવામાં આવ્યો છે અથવા ગ્રેચ્યુઇટીની ચૂકવણી કરવામાં આવી નથી. જેના લીધે આ આઠેય સંસ્થાઓને કારણદર્શક નોટિસ જાહેર કરવામાં આવી હતી.
આ સંસ્થાઓ વિરુદ્ધ દંડની જોગવાઈઓ સહિત પેમેન્ટ ઑફ ગ્રેચ્યુઇટી ઍક્ટ, 1972ની કલમ 9 અને કલમ 11 હેઠળ ફોજદારી કેસ નોંધવામાં આવશે. જે પ્રમાણે, કોઈ પણ નિયોક્તા આ કાયદાની અથવા તો આ કાયદા હેઠળ બનાવવામાં આવેલા કોઈ પણ નિયમો અથવા તો હુકમોની કોઈ પણ જોગવાઈઓનું પાલન ન કરે અથવા તેનું ઉલ્લંઘન કરે, તો તેને ઓછામાં ઓછી ત્રણ મહિનાની અને વધુમાં વધુ એક વર્ષ સુધીની કેદ અથવા ઓછામાં ઓછા રૂ.10,000 અને વધુમાં વધુ રૂ.20,000 સુધીનો દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.
આ આઠ સંસ્થાઓમાં ચાર સંસ્થાઓ અમદાવાદની છે, જેમાં પેસ સેન્ટર્સ બિઝનેસ સોલ્યુશન પ્રા. લિ., નિંબ્સ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લિ., રોઝબેલ બાયોસાયન્સ લિ. અને પરફેક્ટ બોરિંગ પ્રા.લિ.નો સમાવેશ થાય છે. આ સિવાય, ટીમલીઝ- એલ એન્ડ ટી, રાજકોટ; ડી.જી. નાકરાણી GMERS હોસ્પિટલ, વડોદરા; એકતા પ્રિન્ટ્સ પ્રા.લિ., સુરત અને ક્રિએટિવ ટેક્સ મિલ્સ પ્રા.લિ., વલસાડને પણ કારણદર્શક નોટિસ ઇસ્યૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર માસમાં શ્રમ વિભાગ દ્વારા કટારિયા ઓટોમોબાઇલ્સ સહિત કર્મચારીઓને ગ્રેચ્યુઇટીની ચૂકવણી નહીં કરનારી અમદાવાદ, ગાંધીનગર અને સુરતની કુલ નવ સંસ્થાઓ સામે પણ કારણદર્શક નોટિસ ઇસ્યૂ કરવામાં આવી હતી.
ઉપરોક્ત સંસ્થાઓ દ્વારા ગ્રેચ્યુઇટીના નિયમોનું પાલન ન કરવામાં આવતું હોવાનું તપાસ દરમિયાન બહાર આવતાં, આ તમામ સંસ્થાઓ સામે પેમેન્ટ ઑફ ગ્રેચ્યુઇટી ઍક્ટ, 1972 હેઠળ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું અધિક મુખ્યસચિવશ્રી વિપુલ મિત્રાએ ઉમેર્યું હતું.
જસદણની બાળકીઓએ કોરોના સંદર્ભે રંગોળી સજાવી
જસદણની બાળકીઓએ કોરોના સંદર્ભે રંગોળી સજાવી
(હુસામુદ્દીન કપાસી દ્વારા)
જસદણ, તા. 12
જસદણના પટેલ શોપિંગમાં રહેતી બાળાઓ હેતવી અંબાણી, મેઘા જાની, તુલસી સોલંકી, નામની બાળાઓએ હાલમાં રહેલી મહામારી કોરોના વાયરસની જાગૃતિ અંગે જુદાં જુદાં સ્લોગનો ટાંકી સરસ મજાની રંગોળી બનાવી હતી જસદણમાં લોકડાઉનથી અત્યાર સુધીના અનલોકમાં સેવાના કાર્યો સાથે સેવાનો ગોકીરો અને ખાયકી પણ થઈ રહી છે ત્યારે કોરોના સંદર્ભે બાળસહજ પ્રવુતિની નોંધ લેવાઈ રહી છે. તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924.01 352
જાફરાબાદ તાલુકાના રોહિસા ગામે ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા રમતગમતનાં મેદાનનું ઉદ્ઘાટન
રાજુલા જાફરાબાદ ખાંભા મતવિસ્તારના યુવા ધારાસભ્ય અંબરીશભાઈ ડેર ને થોડા સમય પહેલા રોહિસા ગામના યુવાનો દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે અમારા ગામની વર્ષો જૂની માંગ હતી કે તેમને રમત ગમત માટે સારું એક મેદાન મળી રહે જેથી યુવાનો આ મેદાનમાં ક્રિકેટ,વોલીબોલ, રનિંગ, ફૂટબોલ, ખો-ખો, કબડ્ડી સહિતની રમતો રમી શકે. આ મુદ્દે ધારાસભ્ય અંબરીશભાઈ ડેર ને રોહિસા ગામના યુવાનોએ રજુઆત કરી હતી અને તે રજુઆતને ધ્યાને લઇ યુવા ધારાસભ્ય દ્વારા પોતાના સ્વખર્ચે બનાવી આપવાનું વચન પૂર્ણ કર્યું હતું.
તેમજ આ રમતગમત ના મેદાનનું ઉદ્દઘાટન પણ તેમના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં ઉદ્દઘાટન સ્થળે સત્યનારાયણ ભગવાનની કથા નું પણ સ્થાનિક આગેવાનો અને યુવાનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે ધારાસભ્ય દ્વારા એક ઓવર ની બેટિંગ પણ કરી યુવાનો નો ઉત્સવ વધાર્યો હતો. આ તકે પ્રદેશ કોંગ્રેસ નાં આગેવાન પ્રવિણભાઈ બારૈયા, દિપકભાઈ ત્રિવેદી, પ્રકાશભાઈ બાંભણીયા, ધોરી સાહેબ, મુનાભાઈ વાળા, ડાયાભાઈ મકવાણા, બચુભાઈ બારૈયા, કાદરભાઈ જાડેજા, હમીરભાઈ સાંખટ, ભરતભાઈ મકવાણા, નાનુભાઈ વાઘેલા, ગફારબાપુ, જીવનભાઈ બારૈયા, લક્ષ્મણભાઈ બાંભણીયા, ભરતભાઈ બારૈયા, કનુભાઈ સાંખટ, નાનજીભાઈ બારૈયા, શિવાભાઈ મકવાણા, દુલાભાઈ વાંજા, સહિતના સ્થાનિક આગેવાનો અને યુવાનો હાજર રહ્યા હતા.
રિપોર્ટર:- પાયલ બાંભણિયા
ઉના
૧૧ ગૌવંશને કતલખાને લઈ જતા ગૌવંશને જીવીત બચાવવામાં વેરાવળ પોલીસ
ગીર સોમનાથ જિલ્લાનાં વેરાવળ શહેરમાં આવેલ સોમનાથ ટોકીઝ વિસ્તારમાં ૧૧ ગૌવંશને કતલખાને લઈ જતા ગૌવંશને જીવીત બચાવવામાં વેરાવળ પોલીસ 👮 સ્ટાફની સફળ કામગીરી 🙏🏻
તારીખ 11/12/2020નાં રોજ ગીર સોમનાથ વેરાવળ પોલીસ 🚔 સ્ટાફ ને મળેલ બાતમીના આધારે ખાટકીઓ સોમનાથ ટોકીઝ વિસ્તારમાં ગૌવંશ 🐄 ને કતલખાને લઇ જવાતા હોય તે બાબતનાં આધારે વેરાવળ પોલીસ ઇન્સ્પેક્ટર પરમાર સાહેબની ટીમ દ્વારા સોમનાથ ટોકીઝ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી અને તે વિસ્તારમાંથી બોલેરો ગાડી નંબર GJ10F7469 ધ્યાનમાં આવેલ અને તેમાંથી બે તસ્કરો (૧) યાશીનશાહ ઈબ્રાહીમશાહ (૨) જીબ્રાન આમદ ગાડી મૂકી નાશી ગયેલા અને તે ગાડીમાં ૧૧ ગૌવંશને 🐄 જીવીત બચાવવામાં પોલીસ સ્ટાફને સફળતા મળેલ આ બંને તસ્કરોની શોધખોળ ચાલુ છે.
કતલખાને લઇ જવાતા ગૌવંશને બચાવવા બદલ વેરાવળ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમાર સાહેબ, એ.એસ.આઈ જેઠાભાઈ તેમજ પીઠરામ ભાઈ જેઠવા, હેડ કોન્સ્ટેબલ નટુભા, દેવદાનભાઈ, મયુરભાઈ પોલીસ કોન્સ્ટેબલ કમલેશ ભાઈ, અરજણભાઇ અને અશોકભાઈ મોરી કતલખાને જતા ગૌવંશ ને જીવિત બચાવવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ 💐💐
પો.ઇન્સ્પેક્ટર શ્રી પરમાર સાહેબ તેમજ સમગ્ર પોલીસ સ્ટાફ આપની બહાદુરી અને ગૌવંશોનો જીવ બચાવવા બદલ હિન્દૂ યુવા સંગઠન આપના કાર્ય ને સલામ કરે છે 🙏🏻
વેરાવળ પોલીસ સ્ટાફ નો ખૂબ ખૂબ ધન્યવાદ 💐💐
પાયલ બાંભણિયા
ઉના
વેરાવળ પોલીસે 11 ગૌવંશને કતલખાને જતા બચાવ્યા
ગીર સોમનાથ જિલ્લાનાં વેરાવળ શહેરમાં આવેલ સોમનાથ ટોકીઝ વિસ્તારમાં ૧૧ ગૌવંશને કતલખાને લઈ જતા ગૌવંશને જીવીત બચાવવામાં વેરાવળ પોલીસ સ્ટાફની સફળ કામગીરી
તારીખ 11/12/2020નાં રોજ ગીર સોમનાથ વેરાવળ પોલીસ 🚔 સ્ટાફ ને મળેલ બાતમીના આધારે ખાટકીઓ સોમનાથ ટોકીઝ વિસ્તારમાં ગૌવંશ 🐄 ને કતલખાને લઇ જવાતા હોય તે બાબતનાં આધારે વેરાવળ પોલીસ ઇન્સ્પેક્ટર પરમાર સાહેબની ટીમ દ્વારા સોમનાથ ટોકીઝ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી અને તે વિસ્તારમાંથી બોલેરો ગાડી નંબર GJ10F7469 ધ્યાનમાં આવેલ અને તેમાંથી બે તસ્કરો (૧) યાશીનશાહ ઈબ્રાહીમશાહ (૨) જીબ્રાન આમદ ગાડી મૂકી નાશી ગયેલા અને તે ગાડીમાં ૧૧ ગૌવંશને 🐄 જીવીત બચાવવામાં પોલીસ સ્ટાફને સફળતા મળેલ આ બંને તસ્કરોની શોધખોળ ચાલુ છે.
કતલખાને લઇ જવાતા ગૌવંશને બચાવવા બદલ વેરાવળ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમાર સાહેબ, એ.એસ.આઈ જેઠાભાઈ તેમજ પીઠરામ ભાઈ જેઠવા, હેડ કોન્સ્ટેબલ નટુભા, દેવદાનભાઈ, મયુરભાઈ પોલીસ કોન્સ્ટેબલ કમલેશ ભાઈ, અરજણભાઇ અને અશોકભાઈ મોરી કતલખાને જતા ગૌવંશ ને જીવિત બચાવવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ 💐💐
પો.ઇન્સ્પેક્ટર શ્રી પરમાર સાહેબ તેમજ સમગ્ર પોલીસ સ્ટાફ આપની બહાદુરી અને ગૌવંશોનો જીવ બચાવવા બદલ હિન્દૂ યુવા સંગઠન આપના કાર્ય ને સલામ કરે છે 🙏🏻
વેરાવળ પોલીસ સ્ટાફ નો ખૂબ ખૂબ ધન્યવાદ 💐💐
પાયલ બાંભણિયા
ઉના
તારીખ 11/12/2020નાં રોજ ગીર સોમનાથ વેરાવળ પોલીસ 🚔 સ્ટાફ ને મળેલ બાતમીના આધારે ખાટકીઓ સોમનાથ ટોકીઝ વિસ્તારમાં ગૌવંશ 🐄 ને કતલખાને લઇ જવાતા હોય તે બાબતનાં આધારે વેરાવળ પોલીસ ઇન્સ્પેક્ટર પરમાર સાહેબની ટીમ દ્વારા સોમનાથ ટોકીઝ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી અને તે વિસ્તારમાંથી બોલેરો ગાડી નંબર GJ10F7469 ધ્યાનમાં આવેલ અને તેમાંથી બે તસ્કરો (૧) યાશીનશાહ ઈબ્રાહીમશાહ (૨) જીબ્રાન આમદ ગાડી મૂકી નાશી ગયેલા અને તે ગાડીમાં ૧૧ ગૌવંશને 🐄 જીવીત બચાવવામાં પોલીસ સ્ટાફને સફળતા મળેલ આ બંને તસ્કરોની શોધખોળ ચાલુ છે.
કતલખાને લઇ જવાતા ગૌવંશને બચાવવા બદલ વેરાવળ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમાર સાહેબ, એ.એસ.આઈ જેઠાભાઈ તેમજ પીઠરામ ભાઈ જેઠવા, હેડ કોન્સ્ટેબલ નટુભા, દેવદાનભાઈ, મયુરભાઈ પોલીસ કોન્સ્ટેબલ કમલેશ ભાઈ, અરજણભાઇ અને અશોકભાઈ મોરી કતલખાને જતા ગૌવંશ ને જીવિત બચાવવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ 💐💐
પો.ઇન્સ્પેક્ટર શ્રી પરમાર સાહેબ તેમજ સમગ્ર પોલીસ સ્ટાફ આપની બહાદુરી અને ગૌવંશોનો જીવ બચાવવા બદલ હિન્દૂ યુવા સંગઠન આપના કાર્ય ને સલામ કરે છે 🙏🏻
વેરાવળ પોલીસ સ્ટાફ નો ખૂબ ખૂબ ધન્યવાદ 💐💐
પાયલ બાંભણિયા
ઉના
ધ્રોલમાં તીસરી આંખ બંધ થતા તસ્કરો શક્રિય
ધ્રોલમાં તીસરી આંખ બંધ થતા તસ્કરો શક્રિય
(સંજય ડાંગર) ધ્રોલ, તા.11
સરકાર સુરક્ષાને લઈને રાજ્યભરમાં અને ખાસ કરીને તાલુકા મથકો એવા શહેરમાં તીસરી આંખ એટલકે સીસી કેમેરા કાર્યરત કર્યા છે. તીસરી આંખથી ગુનાઓનું પ્રમાણ ઘટ્યું છે. એક તબ્બકે મહદંશે મેજર ગુનાઓ બનતા અટક્યા છે. પણ જામનગરના ધ્રોલ શહેરમાં મુકાયેલા તમામ સીસી કેમેરા(તીસરી આંખ) બંધ થઇ ગઈ હોવાથી તસ્કરોએ તેઓની આંખો ખોલી ચોરીચપાટી શરુ કરી છે.
તાજેતરમાં જ મામલતદાર કચેરીમાંથી ધોળે દિવસે એક બાઈકની ઉઠાંતરી થઇ ગઈ છે તો રાત્રિને લોકોને અધકચરું સૂવું પડતું હોવાની ફરિયાદો ઉઠી છે. એક રીતે કહીયે તો ધ્રોલમાં તમામ સીસી કેમેરા બંધ થઇ જતા તસ્કરો અને અસામાજિક તત્વોને મોકળું મેદાન મળતું હોવાના આક્ષેપો થયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાને પૂનમ માડમ જેવા બાહોશ સાંસદ મળ્યા છે. પૂનમબેન સતત શક્રિય રહીને પ્રજા ફરિયાદો હલ કરવામાં પોતાનો સમય વધુ કાઢે છે.
ત્યારે ધ્રોલમાં બંધ પડેલા તીસરી આંખ જેવા તમામ કેમેરા કેમ બંધ થઇ ગયા ? આ વાત પાછળ કોઈ જવાબદાર છે કે કેમ ? તે બાબતે તપાસ કરાવીને બંધ સીસી કેમેરા ચાલુ કરાવે તે જરૂરી છે.
ઉમેરો હોય તો બોલ,મને બાદબાકી નહીં ફાવે
ઉમેરો હોય તો બોલ,મને બાદબાકી નહીં ફાવે
ઉમેરો હોય તો બોલ,મને બાદબાકી નહીં ફાવે
સીધે કાઢવું છે ઘી તો બોલ,મને વાંકી નહીં ફાવે
ભોળો ભલો ને મૂર્ખ હું ,મને ચાલાકી નહીં ફાવે
કોઈની લીટીને ભૂંસીને ,મને તરક્કી નહીં ફાવે
નિષ્ફળતા , વિઘ્નોને હું સ્વીકારી લઈશ આખા
સૌની પ્રાપ્તિ એકલાં લેવાની,મને પદ્ધતિ નહીં ફાવે
દેવા હોય તો દર્શન દે પૂરાં એ ઈશ્વર , એ પ્રિયે
સમૂળગાનો જીવ છું હું, મને ઝાંખી નહીં ફાવે
આજે ઉધારને કાલે રોકડાં એવું ના કર તું પ્રભુ
કર્મનો ચૂકતો કર હિસાબ તું,મને બાકી નહીં ફાવે
તું કૃષ્ણ તો હું ય સુદામા છું તારો જ દોસ્ત પ્રભુ
લેવાં તું જ આવજે દોડીને,મને પ્રોક્સી નહીં ફાવે
રાવણને મારીશ તીર તો છાતીએ જ મારીશ હું
રામનો જ વંશજ છું તો ય, મને નાભિ નહીં ફાવે
પાવું હોય તો તું જ પાજે મને મય કે ગંગાજળ
યજમાન તું જ બન પ્રભુ મારો,મને સાકી નહીં ફાવે
-મિત્તલ ખેતાણી(રાજકોટ,M.9824221999) નાં કાવ્ય સંગ્રહ 'स्वान्तः सुखाय' માં થી
શુક્રવાર, 11 ડિસેમ્બર, 2020
મિચ્છામિ દૂકડમ
મિચ્છામિ દુક્કડમ
કરવાં ખાતર ના આ કાજ કરજો
સાચે સાચું જ સૌને માફ કરજો
દુભાવ્યા હોય તેને અશ્રુથી ધોઈ
એ રીતે નિજ હૃદયને સાફ કરજો
જીતવાં જેવું દિલ જ છે આ જગમાં
સરળ સહજ બની ત્યાં રાજ કરજો
માફી આપવી એ તો છે વિરનું કામ
માફી માંગી મહાવીર રિવાજ કરજો
જે કર્મની માફી માંગી કર્મ તે ત્યજજો
રાગ દ્વેષ મોહ મત્સરથી લાજ ભરજો
જાણતાં સાથે અજાણતાંય થાય પાપ
ક્ષમા માંગી અશુભોને તારાજ કરજો
મિચ્છામિ દુક્કડમ નો આજીવન અમલ
આચરણ થકી સદા આ જાપ કરજો
-મિત્તલ ખેતાણી(રાજકોટ,M.9824221999)નાં કાવ્ય સંગ્રહ 'શબ્દ ઘેર આનંદ ભયો' માં થી
જેતપુર નગરપાલીકા વિસ્તારમાં કોરોના વાયરસ મહામારી અટકાવવા અંગે સધન કામગીરી કરાઈ
રેપીડ એન્ટીજન ટેસ્ટ તથા માસ્ક વિતરણ કરાયુ
રાજકોટ : - રાજકોટ જિલ્લાના ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં કોરોના મહામારીના નિયંત્રણ માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવસીયાના માર્ગદર્શન હેઠળ સધન કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જેતપુર શહેરની મેઇન બજાર, બસ સ્ટેશન તથા આસપાસના વિસ્તારમાં અધિકારીઓની ટીમ બનાવી ચાર દિવસમાં અંદાજિત ૯૯ જેટલા લોકોના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે તમામ ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા.
ઉપરાંત, જાહેર જનતાને યોગ્ય રીતે માસ્ક પહેરવા, વારંવાર સાબુથી હાથ ધોવા, ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવા માટે તથા સોશ્યલ ડીસ્ટસિંગ જાળવી રાખવાની બાબતો અંગે આરોગ્યલક્ષી શિક્ષણ આપવામાં આવ્યુ હતું. જિલ્લાના તમામ લોકોને તાવ, શરદી, ઉધરસ એવા કોઈપણ લક્ષણો જણાય તો તુરંત જ આરોગ્ય કર્મચારીઓનો સંપર્ક કરવા અથવા કોરના હેલ્પલાઇન નં. ૧૦૪ પર ફોન કરવો, તેમ આરોગ્યશાખા-જિલ્લા પંચાયત, રાજકોટની યાદીમાં જણાાવાયું છે.
જેતપુરના બિંદિયાબેન મકવાણાની શહેર ભાજપ મંત્રી તરીકે નિમણુંક
(કશ્યપ જોશી દ્વારા)
જેતપુર નવાગઢ નગર પાલિકાના માજી પ્રમુખ રમાબેન રામજીભાઈ મકવાણાના સુપુત્રી બિંદિયાબેન અનેકવિધ મહિલા સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ગરીબ તેમજ મધ્યમ વર્ગના મહિલાઓના તેઓ સતત માર્ગદર્શક તરીકે ફરજ બજાવતા આવે છે. અનેક સરકારી યોજનાઓથી તેઓ મહિલા વર્ગને સતત વાકેફ કરતા રહે છે. એટલુંજ નહીં કોઈ સરકારી કચેરી સુધી અરજદારોને લઇ જઈને સરકારી સુવિધા પુરી પડાવવા તેઓ સતત કાર્યરત રહે છે. સૌથી મહત્વની વાત એ છે કે. માતા-પિતાની ભાજપ પરત્વેની સનિષ્ઠાનો તેઓને લાભ મળ્યો છે. એટલે બિંદિયાબેન પણ ભાજપ સાથે જોડાઈને કાર્યરત છે.
નાનકડા જેતપુરમાં તેમની સતત શક્રિયતા જોઈને ભાજપના ઉચ્ચ પદાધિકારીઓએ બિંદિયાબેનને જેતપુર શહેર ભાજપ મંત્રી તરીકે સુકાન સોંપવાનું મુનાસીબ માન્યું છે.
બિંદિયાબેનની શહેર ભાજપ મંત્રી તરીકે નિમણુંક થતાજ તેમના રહેણાંક વિસ્તાર વડલી ચોક ઉપરાંત શહેરમાં દલિત સમાજમાં રાજીપો છવાયો છે. સમાજની એક દીકરી આવા પદ પર પહોંચી છે ત્યારે માતા રમાબેન, પિતા રામજીભાઈ, ભાઈ યોગેશભાઈ ઉપરાંત દલિત સમાજના મોભી સમાન આગેવાનોએ બિંદિયાબેનનું સન્માન કરી બિરદાવ્યા છે. પ્રસ્તુત તસ્વીરોમાં બિંદિયાબેનની લત્તાવાસીઓ ઉપરાંત હિતેચ્છુંઓ દ્વારા સન્માન થતું નજરે પડે છે.
મુખ્યમંત્રીશ્રીનો મહેસૂલી પ્રક્રિયા સરળીકરણનો પ્રજાલક્ષી વધુ એક નિર્ણય
જમીન તકરારી નોંધની સૂનાવણી હવે સીધી પ્રાંત અધિકારી કક્ષાએ થઇ શકશે
તકરારી અપિલના ત્વરિત નિકાલથી બિનજરૂરી લિટીગેશન નિવારવાનો ધ્યેય
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મહેસૂલી પ્રક્રિયા સરળીકરણનો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય લઇને જમીન તકરારી નોંધની અપિલ સૂનાવણી
હવે સીધી પ્રાંત અધિકારી કક્ષાએ કરવા અંગે આખરી-ફાયનલ મંજૂરી આપી છે.
અગાઉ આવી તકરારી નોંધ જમીન મહેસૂલ નિયમો ૧૯૭ર-૧૦૮ અન્વયે પહેલાં મામલતદાર કક્ષાએ સૂનાવણી હાથ ધરાયા બાદ પ્રાંત અધિકારી કક્ષાએ અને તે પછી કલેકટર સમક્ષ અપીલ કરવાની રહેતી હતી. શ્રી વિજયભાઇ રૂપાણીએ હવે આ પ્રક્રિયાને વધુ સરળ બનાવતાં જુદા જુદા ત્રણ તબક્કે મહેસૂલી અધિકારીઓ સમક્ષ કરવાની થતી અપિલને સ્થાને માત્ર બે તબક્કે એટલે કે પ્રાંત અધિકારી અને કલેકટર કક્ષાએ કરવાનો પ્રજાહિતકારી અભિગમ અપનાવ્યો છે. રાજ્યના મહેસૂલ વિભાગે આ અંગેનું આખરી (ફાયનલ) જાહેરનામું જારી કર્યુ છે, હવે રાજ્યમાં આ પ્રક્રિયાનો અમલ શરૂ થશે.
મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયને પગલે હવે જમીન તકરારી નોંધ અંગે સમયમર્યાદામાં નિર્ણય થઇ શકશે અને બિનજરૂરી લીટીગેશન નિવારી શકાશે.અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે હક્કપત્રક એટલે ગામ નમુના નં.૬ જેમાં હક્ક સંપાદન થાય ત્યારે નોંધ કરવામાં આવે છે. સામાન્ય રીતે ૧૧ પ્રકારની નોંધ પાડવામાં આવે છે. આ પ્રકારની નોંધો અંગે નિર્ણય (પ્રમાણિત અથવા નામંજુર)કરવાની સત્તા નાયબ મામલતદારની છે.ઘણી બધી વખત જૂદા જૂદા કારણોસર હક્કપત્રકની નોંધોની નોટિસ આપવામાં આવે તે સમયે પક્ષકારો તરફથી કે ત્રાહિત પક્ષકાર તરફથી પણ વાંધો લેવામાં આવતો હોય છે. તેના કારણે હક્કપત્રકની નોંધો સમય મર્યાદામાં મંજૂર ન થવાથી હુકમની નોંધના કિસ્સાઓમાં રેકર્ડે અસર આવતાં ઘણો બધો સમય પસાર થઇ જાય છે. આ કારણે પક્ષકારને પ્રતિકૂળ અસર થવાની સંભાવના રહે છે. આમ, તકરારના કારણે નોંધની રેકર્ડે અસર લેવામાં વધુ ને વધુ વિલંબ થાય તે કારણે અરજદારને તેનો હક્ક સમયમર્યાદામાં ન મળવાથી સંતોષ થતો નથી તથા કેટલીક વખત બિનજરૂરી લીટીગેશનને પણ નોતરે છે. મુખ્યમંત્રીશ્રીએ મહેસૂલ વિભાગમાં જમીન મહેસૂલને સ્પર્શતી બાબતોમાં વિવિધ કાયદાઓ હેઠળ વખતોવખત તેમાંસુધારા, નિયમો, ઠરાવો-પરિપત્રો બહાર પાડીને મહેસૂલી વહીવટી પ્રક્રિયાઓને સરળ, પારદર્શી અને ઝડપી બનાવી છે. હવે, આ પ્રજાલક્ષી નિર્ણયને પરિણામે પડતર તકરારી અપિલોનો સત્વરે નિકાલ થઇ શકશે.
ગુરુવાર, 10 ડિસેમ્બર, 2020
કર્ણાટકમાં ગૌહત્યા નિવારણ કાયદાને અમલી બનાવવા બદલ મુખ્યમંત્રીશ્રી બી.એસ. યેદુરપ્પાનો આભાર માનતું એનીમલ હેલ્પલાઈન
• સમગ્ર રાષ્ટ્રમાં આ પ્રકારનો કડક કાયદો ઘડાય તેમજ તેનું કડક અમલીકરણ પણ થાય તેવી માંગણી કરતું એનીમલ હેલ્પલાઈન
RAJKOT : કર્ણાટકના ગૌવ્રતી, મુખ્યમંત્રી બી.એસ. યેદુરપ્પાએ કર્ણાટકમાં ગૌમાતા અને ગૌવંશ સંરક્ષણ માટે "ગૌવધ નિવારણ અદ્યાદેશ-૨૦૨૦" ને મંજુરી આપી છે. ગૌમાતા પ્રત્યે અત્યંત આદર અને પ્રેમ ધરાવતા ગૌભકત મુખ્યમંત્રીએ કર્ણાટકમાં ગૌવંશને ક્ષતિ પહોંચાડનાર અપરાધી ઉપર ૩ થી લઈને ૭ વર્ષ સુધીની કડક કેદની જોગવાઈ કરી છે. આ કાયદામાં ગૌહત્યા, ગાય, વાછડા, બળદ, (૧૩ વર્ષથી ઓછી ઉંમરના) કત્લ પર કર્ણાટક સરકારે પ્રતિબંધ કરી દીધો છે. તથા ગૌહત્યાનાં કાયદામાં એક પશુ માટે રૂા. ૫૦ હજાર થી માંડીને ૧૦ લાખ રુપિયાનો દંડ તેમજ આવા આરોપીને ૩ થી લઈને ૭ વર્ષ સુધી સજાની જોગવાઈ કરવામાં આવી છે. તથા બીજા અપરાધો માટે ૩ થી ૫ વર્ષની જેલની સજા તથા પ૦ હજારથી લઈને ૫ લાખ રૂપીયા સુધીનો દંડ પણ ભરવો પડશે. કર્ણાટકની ગૌપ્રેમી જનતાની લાગણી અને માંગણીને ધ્યાનમાં લઈને તેમજ ગૌમાતા, ગૌવંશની રક્ષા અને ગૌ તસ્કરી તેમજ આ પ્રકારના અપરાધો સંપૂર્ણપણે અટકાવવાની ભાવનાથી આ કાયદો ઘડાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પણ જીવદયાપ્રેમી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગૌહત્યા કરનાર અપરાધી સામે 'ઝીરો ટોલરન્સ"ની નીતી અપનાવીને જાહેરમંચ પર અનેકવાર કહયું છે કે, જે ગાયની દયા ન ખાય તેની દયા સરકાર ખાવા માંગતી નથી.સમગ્ર રાષ્ટ્રમાં આ પ્રકારના કડક કાયદાનું નિર્માણ થાય અને સૌથી મહત્વનું અધીકારીઓ તેનું ગ્રાસરૂટ લેવલે કડક અમલીકરણ કરાવે તેવી માંગણી ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડના મિતલ ખેતાણી,એનીમલ હેલ્પલાઈનના પ્રતીક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ સહીતનાએ મુખ્યમંત્રીશ્રી યેદુરપ્પાને અભિનંદન આપવાની સાથોસાથ કરી છે. કડક કાયદાઓ પણ જયા સુધી તેનું કડક અમલીકરણ ન થાય ત્યાં સુધી અધુરા જ છે. ગાય બચશે તો જ આપણે સૌ બચી શકીશું. કોરાના જેવી મહાભયંકર બીમારી સામે પણ ગૌમાતા આપણને રક્ષણ આપી શકતી હોય તેવી સમર્થ છે, ત્યારે તેના રક્ષણની જવાબદારી માટે સરકારની સાથોસાથ પ્રજા પણ જાગૃત થાય તેવી લાગણી એનીમલ હેલ્પલાઈન પરીવારે વ્યકત કરી છે.
--
Thanks
રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્રારા કોઈપણ જાતનાં ઉપકરણો વિના ગાયનાં ગોબરમાંથી ધુપબતી તથા રંગોળી બનાવવાની ઓનલાઈન ટ્રેનીંગ અપાશે
.
ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનું આયોગના પ્રથમ અધ્યક્ષ, પ્રખર ગૌવ્રતી ડો. વલ્લભભાઈ કથીરીયા દ્વારા “ગો આધારિત અર્થ વ્યવસ્થાનાં” પુનઃનિર્માણ માટે અનેકવિધ પ્રયત્નો થઈ રહ્યાં છે. જેનો અંતર્ગત કોઈપણ જાતના ઉપકરણો વિના ગોમય ધુપબતીઓ તથા ગાયનાં ગોબરમાંથી રંગોળી બનાવવા માટે તા.૧૧ ડીસેમ્બર ને શુક્રવારના રોજ સાંજે ૦૩-૦૦ થી પ-૦૦ દરમ્યાન ઓનલાઈન ટ્રેનીંગ શ્રી લોકેશજી (હેદરાબાદ) આપશે.
પર જોઈન્ટ થવા યાદીમાં જણાવાયું છે. આ પ્રશિક્ષણ ટ્રેનીંગ ફેસબુક લીંક https://m.facebook.com/RKamdhenuAayog પણ જીવંત નિહાળી શકાશે.
ગાયના છાણમાંથી નિર્મીત ૩૦૦ થી પણ વધુ વસ્તુઓ જેવી કે ધૂપ, ધૂપ લાકડીઓ, શુભ-લાભ, સ્વસ્તિક, સમરાની, હાર્ડબોર્ડ, વોલપીશ, પેપરવેટ, હવન સામગ્રી, ભગવાન ગણેશ અને લક્ષ્મીજી મૂર્તિઓનું નિર્માણ કાર્ય સમગ્ર રાજયમાં શરૂ થયું છે. આ ઉપરાંત છાણનો ઉપયોગ જૈવિક ઈધણ માટે થાય છે જેનાથી ગૌરક્ષા, સ્વનિર્ભરતાને પ્રખર વેગ મળશે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)

















































