અનુયાયીઓ

રવિવાર, 29 નવેમ્બર, 2020

૬૯ વર્ષીય પુષ્પાબેન મેર અને હંસાબેન ધોકિયાને કોરાનો મૂકત કરતા રાજકોટ કોવીડ-૧૯ હોસ્પીટલના આરોગ્ય કર્મિઓ

 

  માત્ર સારવાર જ નહીં પણ આપ્તજનસમી હુંફ અને સધિયારા વડે કોરોના દર્દીઓ માટે બીજુ ઘર પુરવાર થતું રાજકોટ કોવીડ-૧૯ હોસ્પીટલ

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

મા ને કોરોના થતાં માતાની જીવવાની આશા મુકી દીધી હતી, પણ રાજકોટ કોવીડ-૧૯ હોસ્પિટલના તબીબોએ તેમને સ્વસ્થ બનાવી આશાનો દિપ જલાવ્યો

-    ઋષીકેશભાઇ મેર

રાજકોટ - વર્તમાન કોરોનાની મહામારીને કારણે અનેક લોકો રોગ અને તેની સારવારની માહિતીથી અજાણ હોવાથી અને માત્ર સાંભળેલી વાતોથી દેારવાઇને જીંદગી પ્રત્યે હતાશા અનુભવતા હોવાનું સામાન્યતઃ જોવા મળે છે. પરંતુ રાજકોટ કોવિડ-૧૯ હોસ્પિટલના નિષ્કામ અને ફરજપરસ્તી સાથે રાષ્ટ્ર સેવાને સમર્પીત આરોગ્ય કર્મીઓની સેવાની જયોત આવા હતાશ દર્દીઓ માટે હરહંમેશ આશાનો દિપ પ્રજવલીત રાખવા તત્પર રહયો છે.



 

            આ બાબતની સાક્ષી પુરતા રાજકોટ કોવીડ-૧૯ હોસ્પિટલમાંથી તાજેતરમાંજ કોરોના સંક્રમણથી મૂકત બની સ્વસ્થ થઇ સ્વગૃહે પરત ફરતા ૬૯ વર્ષીય પુષ્પાબેન મેરના પુત્ર શ્રી ઋષીકેશભાઇ સંતોષની લાગણી સાથે જણાવે છે કે મારી માતાને કોરોના થતાં મને માતાની જીવવાની આશા ધુંધળી ભાસતી હતી. પરંતું રાજકોટ સિવીલ હોસ્પિટલના ડોકટરોએ દેવદુત બની અમારો સહારો બન્યા છે. તેઓએ મારી માતાની આપ્તજનસમી સેવા કરી છે. તેઓની નિયમીત દવાઓ, સતત દેખરેખ સારવાર અને ખાસ તો વારંવાર માતાને સધિયારા સાથે હિંમત અને હુંફ આખરે કારગર બની મારી માતાને સ્વસ્થ બનાવ્યા છે.

આવા જઅન્ય કોરોનાને હરાવી સ્વસ્થ બનેલા અને અહોભાવની લાગણીથી ગદગદીત હંસાબેન જીવનભાઇ ધોકિયા કહે છે કે કોવિડ-૧૯ હોસ્પિટલના આરોગ્યકર્મીઓની સધન સારવાર, નિયમીત અને સમયસર દવાઓ, દરરોજ પોષક આહાર સાથે નાસ્તો અને અન્ય સુવિધા સાથે ઘરના આત્મીયજન કરતા પણ વિશેષ હુંફ અને દેખરેખ એ આ સમયમાં અકલ્પનિય છે. સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયના કોરોના દર્દીઓ પ્રત્યેની સંવેદના અને મોંઘેરી સારવાર નિઃશુલ્ક આપાય તેવી સુદ્રઢ વ્યવસ્થા કરી છે. આવી જ સંવેદનાથી સભર આરોગ્યકર્મીઓની આત્મિયતા અને સેવાએ મને નવી જિંદગી બક્ષી છે. એટલું જ નહીં વીડીયો કોલીંગ દ્વારા ઘરના સભ્યો સાથે સતત સંપર્ક બનાવી આપી તેઓએ કયારેય ઘરની ખોટ સાલવા દીઘી નથી.

૮૦ વર્ષના વૃદ્ધા બિલ્કીશબેન સિવિલના સ્ટાફની સેવાથી થયા ભાવ વિભોર : દિકરાથી વિશેષ લીધી છે મારી સારસંભાળ...

રાજકોટ, - કોરોના મહામારીમાં રાજકોટ સિવિલ કોવિડ હોસ્પિટલમાં બીપી, ડાયાબિટીસ, હૃદયની તકલીફ સહીતના  મલ્ટીપલ રોગ ધરાવતા મોટી ઉંમરના કોરોનાના અનેક દર્દીઓ સારવાર મેળવી માત્ર ક્રોરોના જ નહિ અન્ય બીમારીઓથી પણ મુક્ત થઈ રહ્યા છે.

આવા જ એક દર્દી બિલ્કીશબેન હસનઅલી ૮૦ વર્ષના વૃદ્ધાએ ધ્રુજતા પણ મક્કમ અવાજે તેમની સિવિલ હોસ્પિટલ ખાતેની સારવારની વાત રજૂ કરતા જણાવે છે કે, અહીંના સ્ટાફના સભ્યોએ મારી દિકરાથી વિશેષ સારસંભાળ લીધી છે. તેઓ  ઠંડકથી મારી વાત સાંભળી કોઈપણ જરૂરિયાત હોઈ પુરી કરી આપતા. ભોજન, દવા બધું લેવામાં મને મદદરૂપ બનતા.તેઓનો સરળ સ્વભાવ, આવડતથી હવે હું સ્વસ્થ થઈ રજા લઈઘરે સુખરૂપ જઈ રહી છે.


 

બિલ્કીશબેનની સારવાર કરતા મેડિસિનના ત્રીજા વર્ષમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરતા ડો. અભય ગંભીર જણાવે છે કે, બિલ્કીશબેનને શ્વાસ લેવામાં તકલીફ હતી, ખાંસી અને શરદી હોઈ તેમનો ટેસ્ટ કરવામાં આવતા પોઝિટિવ આવેલો. તેમને ૫ દિવસ સુધી ઓક્સિજન પર રાખવામાં આવેલા હતાં. તેમને હૃદય અને બી.પી. ની પણ બીમારી હોઈ તેમની સ્થિતિ નાજુક હતી. પરંતુ તેમની રોગપ્રતિકારક શક્તિ સારી હોઈ ૧૦ દિવસમાં તેઓ સ્વસ્થ થઈ ગયા છે. હાલ તેઓને કોઈ તકલીફ ન હોઈ અને કોરોના નેગેટિવ આવતા તેમને રજા આપવામાં આવી છે.

ડો. ગંભીર જણાવે છે કે, કોરોના થયા બાદ સારવાર લેવી પડે તેના કરતા કોરોના સંક્રમિત ના થઈએ તે માટે આપણે કટિબદ્ધ થવું જોઈએ. જો દરેક લોકો સરકારની ગાઈડ લાઈન મુજબ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને હાથ વારંવાર ધોવાનું રાખે તો આપણે ચોક્કસ કોરોનાથી બચી શકીએ.

રાજકોટની પી.ડી.યુ. કોવીડ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ બહેનોની અવિરત સેવા

 


૦૦૦૦૦૦૦

કોરોનાથી સંક્રમિત થયા પણ  દર્દીઓની સેવા કરવી છે: નર્સ બહેન ગોસાઈ અર્ચના

૦૦૦૦૦૦૦

પોતાના પરિવાર અને બાળકોની ચિંતા કર્યા વગર

નર્સિંગ સ્ટાફ  સેવા-સુશ્રુષા કરી રહ્યા છે

- ભલગામા ધર્મિષ્ઠાબેન

રાજકોટ, :- રાજકોટની પી.ડી.યુ. સિવિલ કોવીડ હોસ્પિટલમાં ૫૦૦થી વધું નર્સિંગ કર્મીઓ મહિનાઓથી અવિરત સેવા આપી રહ્યા છે.  કોરોનાની મહામારીમાં જે રીતે તબીબો કોરોના વોરીયર્સ બની દર્દીઓની સારવાર કરી રહ્યા છે તેવી જ રીતે આ સારવાર-સેવામાં જેની ભુમિકા અગત્યની છે તેવા નર્સિંગ સ્ટાફના કર્મીઓ પણ ફ્રન્ટ લાઈન કોરોના વોરીયર બની પરિવારની પરવા કર્યા વગર કોરોના સંક્રમિત દર્દીઓની સેવા કરી રહ્યા છે. 

         કોરોના સામેની લડાઈમાં રાજ્ય સરકાર, જિલ્લા વહીવટી તંત્ર, હોસ્પિટલ મેનેજમેન્ટના માર્ગદર્શન હેઠળ નર્સિંગ સ્ટાફે દિવસ-રાત કામ કરી કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં સાચા અર્થમાં કર્મયોગ ચરિતાર્થ કર્યો છે. 

રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની બહેનો કોરોનાથી સંક્રમિત થાય તો  સારવાર મેળવીને અથવા તો હોમ આઇસોલેટેડ થઈને ફરી સ્વસ્થ થઈ સારવારમાં લાગી જાય છે. આવી છે સંવેદનશીલ સરકારના સંવેદના સભર કર્મયોગીઓની સંવેદના.





 

         રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ૧૪ વર્ષથી સેવા આપતા  નર્સ બહેન અર્ચના ગોસાઇએ જણાવ્યું હતું કે તેઓનો તા.૩ સપ્ટેમ્બરના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં  ૧૪ દિવસ સુધી  આઈસોલેટેડ માં રહી  સારવાર મેળવી સાજા થઇ  ફરી સેવામાં લાગી ગયા હતા . તેઓએ જણાવ્યું હતું કે તેમની સેવા કોવિડ હોસ્પિટલમાં હોવાથી ઘરે વિશેષ તકેદારી રાખવી પડે છે. તેમની ડયુટી રોટેશન મુજબ હોય છે અને જ્યારે તેઓ સેવા કરીને ઘરે જાય છે ત્યારે બાળકોને ચેપ ન લાગે તે માટે વિશેષ તકેદારી રાખે છે .સિવિલ હોસ્પિટલ ની સેવા તેમના માટે મુખ્ય છે અને તેઓએ પણ લોકોને જાગૃત રહી સાવચેતી રાખવા  અપીલ કરી હતી. 

આવા જ બીજા એક સેવાભાવી  ધર્મિષ્ઠાબેન ભલગામાએ  કહ્યું હતું કે તેઓ આઇ હોસ્પિટલમાં સેવા આપે છે અને રોટેશન મુજબ તેમને સિવિલ હોસ્પિટલમાં સેવા કરવાની હોય છે. તેમનું પાંચમું રોટેશન ચાલતું હતું ત્યારે તેઓ પણ દર્દીઓની સારવાર કરતી વખતે કોરોનાથી સંક્રમિત થયા હતા  તેમને દસ વર્ષનો પુત્ર છે તેમને સંક્રમણ ન લાગે તે માટે સગા સંબંધીને ત્યાં  મૂકીને  તેઓએ સારવાર મેળવી હતી અને જ્યારે પણ સિવિલ હોસ્પિટલમાંથી સેવા કરીને ઘરે પરત ફરે ત્યારે પરિવારજનોને કોઈ તકલીફ ન પડે તે માટે કાળજી રાખે છે. ધર્મિષ્ઠાબેને રાજકોટ શહેર જિલ્લાના લોકોને સતત માસ્ક પહેરવા અને કોરોનાથી  બચવા માટે સરકારની માર્ગદર્શિકા નું પાલન કરવા અને તકેદારી રાખવા અનુરોધ કર્યો છે.

માણસે અહંકારના બોજ વિના જીવવું જોઈએ - આશુ પટેલ

 


આ પૃથ્વી બ્રહ્માંડમાં એક ટપકાં સમાન છે તો આપણી શું વિસાત છે એ વિચારીને માણસો જીવવા માંડે તો દુનિયામાંથી ખટપટ અને પ્રપંચ દૂર થઈ જાય
    
 

થોડા દિવસ અગાઉ અવકાશયાને શનિના વલય પરથી પૃથ્વીની તસવીર ખેંચી. એટલે દૂરથી પૃથ્વી એક નાનકડાં ટપકાંરૂપે દેખાય છે. એ તસવીર એક પત્રકારમિત્રએ સોશિયલ મીડિયા પર શેર કરી અને એની સાથે લખ્યું કે ૭૬૦ કરોડ લોકો આ એક પૃથ્વીમાં વસે છે અને પૃથ્વીની જગ્યાએ એક ટપકું દેખાય છે. અને એ ટપકામાં કેટલા બધા દેશો, કેટલા બધા રાજ્ય, કેટલા બધા જિલ્લાઓ, કેટલા તાલુકાઓ અને એમાં પાછી કેટલી સંસ્થાઓ અને કેટલા પરિવારો હોય છે..!! તે મિત્રએ એવું લખ્યું હતું કે માણસનો અહંકાર કેટલો હોય છે! આ સૃષ્ટિમાં પૃથ્વી પણ એક ટપકાં સમાન છે. એ ટપકાં પર સત્તા જમાવવા માટે અને એમાંય પાછા કોઈ દેશો કે રાજ્યો પર સત્તા મેળવવા માટે, લાયન્સ ક્લબ કે લોટરી જેવી સંસ્થાઓમાં હોદ્દો મેળવવા માટે કે શૈક્ષણિક યા સેવાકીય સંસ્થાઓમાં પદ મેળવવા માટે, સમાજમાં સ્થાન મેળવવા માટે, કુટુંબ પર કે કંપની પર આધિપત્ય મેળવવા માટે, ઘરમાં કોઈને પછાડી દેવા માટે, વધુ સંપત્તિ મેળવવા માટે કેટલા ઉધામા કરતા રહેતા હોય છે માણસો..!! પણ વાસ્તવમાં માણસ કેટલો પામર છે..!!

ડોક્ટર જે. જે. રાવલ જેવા વિશ્ર્વવિખ્યાત ખગોળવિજ્ઞાની સાથે ઘણી વખત વાત થતી હોય ત્યારે બ્રહ્માંડની અકલ્પ્ય વાતો જાણવા મળે છે. તેમની પાસે જ્ઞાનનો અગાધ ખજાનો છે. યુનિવર્સમાં ૨૫૦ અબજ જેટલી ગેલેક્સીઝ છે અને એક એક ગેલેક્સીમાં ૨૫૦ અબજ જેટલા સ્ટાર્સ છે (હજી સુધી વિજ્ઞાન એટલું જ શોધી શક્યું છે કે યુનિવર્સમાં આટલી ગેલેકસીઝ છે અને આટલા સ્ટાર્સ છે. વાસ્તવમાં યુનિવર્સ એનાથી પણ વિશાળ હોઈ શકે છે)  હવે એક એક ગેલેકસીમાં કેટલીય સૂર્યમાળાઓ હોય છે. વિચાર કરો કે આપણી ગેલેકસીની એવી એક સૂર્યમાળાના એક ગ્રહ પર આપણે એક દેશમાં એક નાનકડાં રાજ્યનાં કોઈ જિલ્લાના કોઈ તાલુકાની, કોઈ શહેર કે ગામની એક નાનકડી સોસાયટીના ઘરમાં આપણે રહેતા હોઈએ છીએ. આ છતાં પોતે કંઇક છે એવો ભાર મનમાં રાખીને રાખીને મોટા ભાગના માણસો અહંકારમાં જીવતા હોય છે. આ પૃથ્વી એક ટપકું છે તો આપણી શું વિસાત છે એ વિચારીને જો માણસો જીવવા માંડે તો આ દુનિયામાંથી ખટપટ અને પ્રપંચ અને કજિયા-કલેશ છે એ બધું દૂર થઈ જાય.
(મુંબઈ સમાચાર માંથી સાભાર)

પોતાના કોઈ કામથી કોઈને તકલીફ તો નહીં પડેને એ વિચારવું જોઈએ - આશુ પટેલ

 

જનકલ્યાણ સામયિકનો એક જૂનો અંક હમણાં હાથમાં આવ્યો. એમાં એક હૃદયસ્પર્શી કિસ્સો વાંચ્યો. એ કિસ્સો જનકલ્યાણ અને એના સંપાદક એવા વડીલમિત્ર દેવેન્દ્ર ત્રિવેદીના સૌજન્ય સાથે વાચકો સામે મૂકું છું.

***

ટી. એન. શેષન ભારતના મુખ્ય ચૂંટણી આયુક્ત હતા એ વખતે તેમના જીવનમાં બનેલો એક પ્રસંગ છે.એક વાર તેઓ પોતાની પત્ની જયલક્ષ્મી શેષનની સાથે ફરવા નીકળ્યા હતા. ઉત્તર પ્રદેશના એક સુંદર રસ્તા પર ગાડી જઈ રહી હતી. રસ્તાની બંને બાજુ સુંદર ઘટાદાર ઝાડની વનરાજી છવાયેલી હતી. આકાશ સ્વચ્છ હતું. પંખીઓનો મધુર કલરવ અને અનેક પક્ષીઓના માળાઓ કુદરતના સુંદર નઝારામાં ઓર વધારો કરી રહ્યા હતાં.જયલક્ષ્મીજીને એ દ્રશ્ય ખૂબ જ ગમી ગયું. તેમને લાગ્યું કે આપણાં ઘરના બાગ માટે આમાંના બે માળા લઈ જઈએ તો બાગ કેટલો શોભી ઊઠશે. તેમણે પોતાની ઈચ્છા શેષનને કહી. ગાડીઓ રોકાઈ, એક છોકરો ઘેટાં ચરાવવા આવ્યો હતો તેને બોલાવ્યો. શેષન કોઈ મોટા સરકારી અધિકારી છે એ તેને સમજાવ્યું અને પછી તે છોકરાને બે માળા કાઢીને લાવી દેવાનું કહેવામાં આવ્યું. સાથે એમ પણ કહ્યું કે પ્રત્યેક માળાના દસ રૂપિયા દઈશું. તે છોકરાએ ડોકું નીચે નમાવી નકારાર્થે ડોકું હલાવ્યું. તેને પૂછાયું કે દસ રૂપિયા ઓછા લાગે છે કે..?? તને પચાસ રૂપિયા દઈશું. ત્યારે છોકરો બોલ્યો સાહેબ.. પૈસાનો સવાલ જ નથી. ગમે એટલા પણ પૈસા દેશો તો પણ હું એ માળો ઝાડ પરથી ઉતારવાનો નથી.. કેમ ભાઈ..?? આવો સવાલ પૂછાયો ત્યારે તે છોકરાએ જવાબ આપ્યો કે એ માળામાં પક્ષીઓનાં બચ્ચાં શાંતપણે અને વિશ્ર્વાસથી સૂતેલાં છે. સાંજે તેમની મા ચાંચમાં દાણા ભરીને આવશે, બચ્ચાઓ ન દેખાયા તો તેના મનમાં કેટલો આક્રોશ જાગશે એ મારાથી સહન નહિ થાય. કોકનું ઘર તોડવું એ પાપ છે સાહેબ અને એ પાપ હું નહિ કરું. તેના એ શબ્દો સાંભળીને શેષન અને તેમના પત્ની સજ્જડ થઈ ગયા

દોસ્તો, આ કિસ્સો આમ સામાન્ય લાગે, પણ પેલા છોકરાની સંવેદનાની વાત હૃદયને સ્પર્શી જાય એવી છે. તે છોકરા જેવી સંવેદના તમામ માણસોમાં હોય તો પૃથ્વી સ્વર્ગ જેવી બની જાય. દરેક વ્યક્તિએ સંવેદના સાથે વિચારવું જોઈએ. પોતાના કોઈ કામથી બીજા કોઈને નુકસાન તો નહીં, ત્યાં ને કે કોઈને તકલીફ તો નહીં પડેને એ વિચારવું જોઈએ.. (મુંબઈ સમાચારમાંથી સાભાર)

શિયાળુ પાક માટે ખેડૂતોને પૂરતી લાઈટ આપવા ભારતીય કિસાન સંઘ રાજકોટના આગેવાનોની માગ


(ઋત્વિક જોશી દ્વારા)

ચાલુ વરસે અતિવૃષ્ટિને હિસાબે ખેડૂતોના ચોમાસુ પાક ની અંદર ઘણી બધી નુકસાનીનો સામનો કરવો પડે છે. પરંતુ સારા વરસાદ થવાના કારણે ખેડૂતોને શિયાળો પિતની અંદર બે પૈસા મળે એવી આશા અને અપેક્ષા છે.

આ વર્ષે પાણીને હિસાબે શિયાળુ પીતનુ સારું એવું વાવેતર થયેલ છે. અને શિયાળુ પીર નું હંમેશા પિયત પાણી થી જ ઉત્પાદન કરી શકાય છે. ખેતીને પિયત આપવા માટે લાઈટની ખેડૂતોને ખૂબ જ જરૂર હોય છે. એવા સમયે ગામડાઓના ખેડૂતોના ફિડરો અને ટીસીઓ માં વારંવાર ફોલ્ટ ના હિસાબે ખેડૂતોની ખેતીમાં પિયત કરવામાં ઘણી બધી પરેશાનીઓ વધે છે.

ફરિયાદ વિભાગમાં વારંવાર રજૂઆત કરવા છતાં ખેડૂતોના પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ આવતું

 લખાવેલી ફરિયાદો ઉપર પૂરેપૂરું ધ્યાન અપાતું નથી, તેવી ઘણી-બધી ગામડાઓના ખેડૂતોની


ફરિયાદ આવેલી છે,  ફરિયાદ વિભાગમાં એવા માણસો ની વ્યવસ્થા કરવામાં આવે કે ખેડૂતોની મુશ્કેલીઓને સમજી શકે, જે અધિકારીઓ ફરિયાફો હલ  નથી કરતા તેના ઉપર તાત્કાલિક એકશન લેવામાં આવે


કોઈ કારણોસર ખેડૂતોના જે તે ફિડરમાં નિયમ પ્રમાણે લાઈટ મળતી નથી, તો તેવા ફિડરમાં તાત્કાલિક નિયમ પ્રમાણે લાઈટ મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.


કોઈ કારણોસર જીઈબી માં ફોલ્ટને હિસાબે સમયમાં ફેરફાર થાય તો તે સમયના ભાગની લાઈટ ફરીથી વધારે આપવી જોઈએ, પિયત પાક માં જે ખેડૂતના ટીસી ખરાબ થાય છે, ત્યારે તેને તાત્કાલિક જો સમયસર બદલવામાં ન આવે તો ખેડૂતોના પાકને નુકસાન જાય છે. જેથી કરી ખેડૂતોના ટીસી તાત્કાલિક બદલવામાં આવે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.


આઠ કલાકના મર્યાદિત લાઈટના સમયની અંદર પણ વારંવાર પાવર ઝટકાના હિસાબે ખેડૂતોની પરેશાનીઓ વધે છે. તેને હિસાબે નાની મોટી જેમ કે મોટર બળી જવી, લાઈન તૂટી જવી, મજૂરી ખર્ચ વધવો, જેવી આર્થિક નુકશાની નો પણ ખેડૂતો ભોગ બનવો પડે છે.


શિયાળાની ઠંડીમાં પણ ખેડૂતોને રાત્રે પાણી વારવા જાઉં પડે છે. આ વિકાસશીલ ગુજરાત રાજ્યના ખેડૂતોની આવી હાલત, વારંવાર ભારતીય કિસાન સંઘની સંધની વર્ષો જૂની માંગણી છે. ખેડૂતોને દિવસથી લાઈટ આપવી જોઈએ, પરંતુ તે પ્રશ્ન તો સરકાર તાત્કાલિક સોલ કરતી નથી, જ્યાં સુધી ખેડૂતોને દિવસની લાઈટ ન મળે ત્યાં સુધી રાત્રે પણ જે આઠ કલાક ખેડૂતોને લાઈટ મળે છે. તે નિયમ પ્રમાણે અને કોઈપણ જાતના ફોલ્ટ વિના પૂરેપૂરા સમય પ્રમાણે મળે તેવી ભારતીય કિસાન સંઘ ની માંગણી છે,


ગામડાઓ અને વાડીઓના ફીડરની લાઈટ ની અંદર રીપેરીંગ કરવાનો છે પણ સમય લાગે તે સમયની ખેડૂતોને જાણ મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ, તે જાણના અભાવે ઘણી વખત 24 ક્લાક ખેડૂતો વાડી ઉપર લાઈટની વાટ જોઈને બેઠા હોય છે,


ખેડૂતોના પ્રશ્ન ની અંદર તાત્કાલિક સુધારો નહીં આવે તો મજબુર ન ભારતીય કિસાન સંઘ આંદોલનના માર્ગે જશે અને તેની જવાબદારી પીજીવીસીએલ રહેશે. ભારતીય કિસાન સંઘ રાજકોટ જીલ્લા પ્રમુખ દિલીપભાઈ સખીયા, પ્રભુદાસભાઈ મણવર,રમેશભાઈ ચોવટિયા, ભરતભાઈ પીપળીયા, જીવનભાઈ વાછાણી, રમેશભાઈ હાપલીયા, મનોજ ડોબરિયા, મહિપાલસિંહ જાડેજા, ધર્મેશભાઈ સોરઠીયા, માધુભાઈ પાંભર, બચુભાઈ ધામી, શૈલેશભાઈ સીદપરા, અશોકભાઈ મોલીયા, મુકેશભાઈ રાજપરા, રમેશભાઈ લક્કી, ભુપતભાઈ કાકડિયા, ભાવેશભાઈ રૈયાણી, દીપકભાઈ લીંબાણીયા, ઠાકરશીભાઈ પીપળીયા, કિશોરભાઈ લક્કડ, વિઠલભાઈ બાલધા, વિનુભાઈ દેસાઈ, કાળુભાઈ ચાવડા, જગાભાઈ ઝાપડિયા, જાલાભાઈ રાતડીયા, વિપુલભાઈ સુદાણી, ભરતભાઈ પાંભર, જમનભાઈ પાગડા તેમજ જીલ્લા અને તાલુકાના કાર્યકર્તા તથા તમામ ખેડૂતો૫શુપાલકોની માંગણી છે.

(ફોટો : જીત જોશી)


શનિવાર, 28 નવેમ્બર, 2020

ગુજરાત હાઇકોર્ટના નિવૃત જજ શ્રી કે. એ. પુંજને રાજકોટ હોસ્પિટલની આગની તપાસસોંપવાનો નિર્ણય કરતાં CM વિજય રૂપાણી.

 *મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ રાજકોટની ઉદય શિવાનંદ Covid હોસ્પિટલ માં બે દિવસ પૂર્વે લાગેલી આગ ની દુર્ઘટના ની ન્યાયિક તપાસ ગુજરાત હાઇકોર્ટના  નિવૃત જજ શ્રી કે. એ પુંજ  ને સોંપવા નો નિર્ણય કર્યો છે*.


*આ અગાઉ અમદાવાદ માં તાજેતરના ભૂતકાળ માં  શ્રેય હોસ્પિટલ માં લાગેલી આગ ની ઘટનાની તપાસ પણ જસ્ટિસ પુંજ કમિશન ને સોંપવામાં આવી હતી* 


*હવે મુખ્ય મંત્રીશ્રી વિજય  ભાઈ રૂપાણી એ રાજકોટ ની હોસ્પિટલ ની આગ દુર્ઘટના ની તપાસ પણ જસ્ટિસ પુંજ ને સોંપવા નો  નિર્ણય કર્યો છે*

ગોંડલ નાં ચકચારી જેલ પ્રકરણમાં સંડોવાયેલા જેલર અને પાંચ સિપાઇ સસ્પેન્ડ કરાયા.

 

ગોંડલ તા.28 (જીતુભાઇ આચાર્ય દ્વારા)

જલ્સાઘર બની ચર્ચાસ્પદ બનવાં પામેલી ગોંડલ સબજેલ માં બે માસ પુર્વે અમદાવાદ ની જડતી સ્કોડ દ્વારા ચેકીંગ હાથ ધરી મોબાઈલ,ડોંગલ,રોકડ સહીત જેલ માં  અનઅધિકૃત પ્રવેશી બાહુબલી કેદીઓ સાથે ભોજન ની મિજબાની માણી રહેલાં છ શખ્સો સામે ફરીયાદ થયાં ની ઘટનાં માં જેલ તંત્ર દ્વારા રહી રહી ને જેલ ને જલ્સાઘર બનાવનાર જેલર ડી.કે.પરમાર તથાં પાંચ સિપાઇઓ ને સસ્પેન્ડ કરાયાં છે.જડતી સ્કોડ ની રેડ વેળાં જેલ માં ચાલતી ગેરરીતીઓ બહાર આવી હોય અને સ્કોડ ની હાજરી માં જ અનઅધિકૃત મુલાકાતીઓ ને જેલ નો દરવાજો ખોલી દઇ ભગાડી દેનારા ગેઇટ પર નાં સિપાઇ ને તે વેળા જ સસ્પેન્ડ કરી દેવાયો હતો.હવે જેલર સહીત અન્ય પાંચ સિપાઇઓ ને સસ્પેન્ડ કરાયાં છે.ગેંગસ્ટર નિખીલ દોંગા ને જેલ માં તમામ સવલતો પુરી પાડવામાં જેલર પરમાર નો મહત્વનો રોલ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યાં બાદ સીટી પોલીસ માં જેલર ડી.કે.પરમાર સામે ફરીયાદ થવાં પામી હતી.જેલરે અદાલતમાં આગોતરાં જામીન અરજી કરી હતી પણ અદાલતે નામંજૂર કરી હોય છેલ્લા દોઢ માસ થી જેલર પરમાર પોલીસ પક્કડ થી દુર ભુગભઁ માં ઉતરી ગયાં છે.હવે જેલ તંત્ર દ્વારા જેલર ને સસ્પેન્ડ કરી દેવાયાં હોય સબજેલ પ્રકરણ વધું ચકચારી બન્યું છે.

રાજકોટ : ઘંટેશ્વર ફાયરીંગ બટમાં અવર-જવર પર પ્રતિબંધ

 રાજકોટરાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના ઘંટેશ્વર એસ.આર.પી જૂથ-૧૩માં આવેલ બફેલ રેન્જ ખાતે તા. ૧૬/૧૨/૨૦૨૦ થી તા. ૩૧/૧૨/૨૦૨૦ સુધી જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિકારીઓ/કર્મચારીઓને વર્ષ ૨૦૨૦ના વાર્ષિક ફાયરિંગ પ્રેક્ટિસ કરાવવામાં આવનાર હોવાથી રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે રાજકોટ તાલુકાનાં ઘંટેશ્વર ગામ ખાતે આવેલ એસ.આર.પી. જૂથ ૧૩ના ફાયરીંગ બટનો વિસ્તાર તથા આજુબાજુનો વિસ્તાર તેમજ બટની પાછળના ભાગના વિસ્તારમાં અવરજવર પર તારીખ ૩૧ ડિસેમ્બર સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૧ તથા ભારતીય ફોજદારી અધિનિયમ કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

વિકેન્દ્રિત નર્સરી યોજના હેઠળ રાજકોટ જિલ્લાના ૪૩ ખેડૂતોને ૬ લાખથી વધુ રોપાઓનું વિતરણ

 રાજકોટ ગ્લોબલ વોર્મિંગની વૈશ્વિક સમસ્યાને નિવારવા રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા જંગલોની જાળવણીના અનેકવિધ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. જયાં જન ત્યાં વૃક્ષના સૂત્રને રાજયના સામાજીક વનીકરણ વિભાગ દ્વારા નવા આયામો થકી સિદ્ઘ કરીને ગુજરાતને હરિયાળું બનાવવામાં આવી રહ્યું છે. જ્યાં રાજકોટ જિલ્લામાં વન અને પર્યાવરણની સુરક્ષા અર્થે સને ૨૦૧૯-૨૦૨૦માં સામાજીક વનીકરણ યોજના અને ખાસ અંગભૂત યોજનાની પેટા યોજના વિકેન્દ્રી નર્સરી અમલી છે.

વિકેન્દ્રિત નર્સરી યોજના હેઠળ નાના અને સિમાંત ખેડૂતો, ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો, જમીન વિહોણા ખેતમજૂરો મારફતે રોપા ઉછેરવામાં આવે છે જેમાં ખેડુતોને પોતાના ખેતરમાં ૧૦,૦૦૦ થી ૫૦,૦૦૦ રોપા મંજુર થયા મુજબ ઉછેરવાના રહે છે. ત્રણ હપ્તામાં સહાય ચુકવવામાં આવે છે. જેમાં પોલીથીન બેગ સાઇઝ ૧૦×૨૦ માં રોપદિઠ કુલ રૂ. ૨.૨૦/-  તથા પોલીથીન બેગ સાઇઝ ૧૫×૨૫ માં રોપદિઠ કુલ રૂ. ૭.૪૦/- ની સહાય ચુકવવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે ઇચ્છુક વ્યક્તિઓ અને સંસ્થાઓ તથા શાળાઓએ નિયત નમુનામાં સંબંધિત પરિક્ષેત્ર વન અધિકારી મારફત નાયબ વન સંરક્ષકશ્રીને અરજી કરવાની રહે છે. આ અરજી મંજુર થયે લેખિત કરાર કરી રોપ ઉછેરની કામગીરી કરવામાં આવે છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૧૯-૨૦માં ૪૩ લાભાર્થીઓને ૧૦x૨૦ ની સાઇઝના ૩.૪૦ લાખ રોપા અને ૧૫x૨૫ ની સાઇઝના ૩.૩૫ લાખ રોપાઓ ઉછેરેલ છે, જે ચાલુ ચોમાસા દરમિયાન વિતરણ કરવામાં આવનાર છે. તેમ રાજકોટ નાયબ વન સરંક્ષણશ્રી પી.ટી.સિયાણીની યાદીમાં જણાવાયું છે.

શુભમ