રાજકોટ, રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના ઘંટેશ્વર એસ.આર.પી જૂથ-૧૩માં આવેલ બફેલ રેન્જ ખાતે તા. ૧૬/૧૨/૨૦૨૦ થી તા. ૩૧/૧૨/૨૦૨૦ સુધી જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિકારીઓ/કર્મચારીઓને વર્ષ ૨૦૨૦ના વાર્ષિક ફાયરિંગ પ્રેક્ટિસ કરાવવામાં આવનાર હોવાથી રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે રાજકોટ તાલુકાનાં ઘંટેશ્વર ગામ ખાતે આવેલ એસ.આર.પી. જૂથ ૧૩ના ફાયરીંગ બટનો વિસ્તાર તથા આજુબાજુનો વિસ્તાર તેમજ બટની પાછળના ભાગના વિસ્તારમાં અવરજવર પર તારીખ ૩૧ ડિસેમ્બર સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૧ તથા ભારતીય ફોજદારી અધિનિયમ કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શનિવાર, 28 નવેમ્બર, 2020
વિકેન્દ્રિત નર્સરી યોજના હેઠળ રાજકોટ જિલ્લાના ૪૩ ખેડૂતોને ૬ લાખથી વધુ રોપાઓનું વિતરણ
રાજકોટ, ગ્લોબલ વોર્મિંગની વૈશ્વિક સમસ્યાને નિવારવા રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા જંગલોની જાળવણીના અનેકવિધ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. જયાં જન ત્યાં વૃક્ષના સૂત્રને રાજયના સામાજીક વનીકરણ વિભાગ દ્વારા નવા આયામો થકી સિદ્ઘ કરીને ગુજરાતને હરિયાળું બનાવવામાં આવી રહ્યું છે. જ્યાં રાજકોટ જિલ્લામાં વન અને પર્યાવરણની સુરક્ષા અર્થે સને ૨૦૧૯-૨૦૨૦માં સામાજીક વનીકરણ યોજના અને ખાસ અંગભૂત યોજનાની પેટા યોજના વિકેન્દ્રી નર્સરી અમલી છે.
વિકેન્દ્રિત નર્સરી યોજના હેઠળ નાના અને સિમાંત ખેડૂતો, ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો, જમીન વિહોણા ખેતમજૂરો મારફતે રોપા ઉછેરવામાં આવે છે જેમાં ખેડુતોને પોતાના ખેતરમાં ૧૦,૦૦૦ થી ૫૦,૦૦૦ રોપા મંજુર થયા મુજબ ઉછેરવાના રહે છે. ત્રણ હપ્તામાં સહાય ચુકવવામાં આવે છે. જેમાં પોલીથીન બેગ સાઇઝ ૧૦×૨૦ માં રોપદિઠ કુલ રૂ. ૨.૨૦/- તથા પોલીથીન બેગ સાઇઝ ૧૫×૨૫ માં રોપદિઠ કુલ રૂ. ૭.૪૦/- ની સહાય ચુકવવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે ઇચ્છુક વ્યક્તિઓ અને સંસ્થાઓ તથા શાળાઓએ નિયત નમુનામાં સંબંધિત પરિક્ષેત્ર વન અધિકારી મારફત નાયબ વન સંરક્ષકશ્રીને અરજી કરવાની રહે છે. આ અરજી મંજુર થયે લેખિત કરાર કરી રોપ ઉછેરની કામગીરી કરવામાં આવે છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૧૯-૨૦માં ૪૩ લાભાર્થીઓને ૧૦x૨૦ ની સાઇઝના ૩.૪૦ લાખ રોપા અને ૧૫x૨૫ ની સાઇઝના ૩.૩૫ લાખ રોપાઓ ઉછેરેલ છે, જે ચાલુ ચોમાસા દરમિયાન વિતરણ કરવામાં આવનાર છે. તેમ રાજકોટ નાયબ વન સરંક્ષણશ્રી પી.ટી.સિયાણીની યાદીમાં જણાવાયું છે.
શુભમરાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોવિડ અંતર્ગત અત્યાર સુધીમાં રાઉન્ડ વાઇઝ ૬૮ હજાર ઘરનો કરાયો સર્વે
૦૦૦૦૦
ધનવંતરી રથ દ્વારા રોજ સરેરાશ ૧૨૮ લોકોની કરાય છે ઓપીડી સારવાર
૦૦૦૦૦
રાજકોટ ; રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા પંચાયત આરોગ્ય તંત્ર દ્વારા કોવિડ૧૯ને નિયંત્રણમાં રાખવા અને સંક્રમિત લોકોનું વેળાસર નિદાન થાય તે માટે ટીમ વર્કથી કામગીરી કરવામાં આવી રહી છે .
કોરોનાથી નાગરિકોને બચાવવા રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ અદ્યતન વ્યવસ્થાઓ નેટવર્ક સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે .કર્મયોગીઓ દ્વારા દિવસ-રાત કામગીરી રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં થઈ રહી છે. જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને બીજા હેલ્થ સેન્ટરો પર પણ કોરોનાની તપાસ અને સર્વેની કામગીરી પર જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહીછે .
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ૧૩૨૧ ટીમો કાર્યરત છે. તા ૨૬ નવેમ્બર ૨૦૨૦ સુધીમાં ૬૭૯૧૫ ઘરોનું સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. ૫૧ ધન્વન્તરી રથ પણ ફરી રહ્યા છે .જેની સરેરાશ ઓપીડી ૧૨૮ છે. હાલ શિયાળાની સિઝન ને લીધે શરદી-ઉધરસના કેસ વધતા નિદાન ટેસ્ટ ની કામગીરી વધારવામાં આવી છે. ૧૦૪ અને ૧૦૮ પર રિસ્પોન્સ સમય ૨૧.૧૯ મિનિટનો છે .જેમાં તત્કાલ સેવા આપવામાં આવે છે .૯ સંજીવની રથ પણ કાર્યરત છે.
જિલ્લામાં હાલ ૩૮૭ જેટલા માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન છે. રાજકોટ જિલ્લાના લોકોએ ટેસ્ટ એજ બેસ્ટ સૂત્ર અપનાવી શરદી ,સખત તાવ કે શંકાસ્પદ લક્ષણો હોય તો નિદાન કરાવી લેવા અને જરૂરી સારવાર કરવા અને કોરોના થી બચવા માટે સોશ્યલ ડિસ્ટનીગ ,માસ્ક પહેરવું ,સેનેટરાઈઝેશન કરવા અથવા તો વારંવાર હાથ ધોવાની અપીલ કરવામાં આવી છે.\
રાજકોટવાસીઓએ બનાવી અનોખી એવી વેસ્ટ પેપરના રીસાઇકલીંગમાંથી કિફાયતી ઇકો ફ્રેન્ડલી બોલપેન
વેસ્ટમાંથી માત્ર બેસ્ટ નહીં પણ “ધિ બેસ્ટ"
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
“યુઝ એન્ડ થ્રો”ની વિભાવનાના સાંપ્રત સમયે “યુઝ એન્ડ ગ્રો” ની ક્રાંતિકારી નુતન વિભાવનાને અગ્રેસર બનાવતા રાજકોટના યુવા સ્ટાર્ટ અપ ઉદ્યમીઓ
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
ઉચ્ચ અભ્યાસ કરીને પણ નોકરી કરતાં વધુ કમાઉ છું તથા અન્ય લોકોને રોજગારી પણ આપી શકું છું તેની મને ખુશી છે - યશ પુજારા
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
ગુજરાતના મોટા શહેરોમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગરનો સમાવેશ થાય છે. વિશ્વના સૌથી ઝડપથી વિકસતા શહેરોની ફોર્બ્સની સૂચિમાં અમદાવાદ અને રાજકોટનો સમાવેશ થઈ રહ્યો છે. ગુજરાત ઔદ્યોગિક, વ્યાપારીક, સેવાકીય અને શૈક્ષણિક દ્રષ્ટિએ સમૃદ્ધ રાજ્ય છે. ત્યારે યુવાનોને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તુરંત રોજગાર મળે તેવા હેતુથી કૌશલ્ય નિર્માણના વિવિધ કાર્યક્રમોને સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં સફળતાપૂર્વક અમલીકૃત કરવામાં આવ્યા છે.
શિક્ષક ક્યારેય સામાન્ય નથી હોતો કારણ કે તેના હાથમાં સમાજ અને રાષ્ટ્રનિર્માણની જવાબદારીતેના શિરે હોય છે. આ વાતને સાબિત કરતા મારવાડી કોલેજના પ્રોફેસર ડો. દિપક મશરૂ જણાવે છે કે, શિક્ષક તરીકે મારૂ કામ વિદ્યાર્થીને વર્ગખંડની બહાર પણ મદદ અને માર્ગદર્શન આપવાનું કામ છે. મારા જન્મદિવસે મેં બધા વિદ્યાર્થીઓને ચોકલેટના બદલે એનવાયરમેન્ટ ફ્રેન્ડલી પેન્સિલ આપી હતી. જેમાંથી મારો વિદ્યાર્થી યશ પુજારા, કાગળની પેનના વિચારે મારી પાસે આવ્યો અને ત્યાં સુધીમાં તેણે બે -ત્રણ પ્રયોગો કરી લીધા હતા. શરૂઆતમાં રોજ સાંજે ભેગા થઈને હાથવણાટથી પ્રયત્નો કરતા હતા. ત્યાર બાદ ધવલ બારભાયાએ પોતાની કોઠાસુઝથી મિકેનિઝમ અને મશીન તૈયાર કરાવ્યું. આ પ્રકારની રીસાયકલ્ડ પેપરમાંથી પેન બનાવવા તથા તેના થકી કોરોના અંગે જાગૃતિ ફેલાવવા બદલ ‘વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડીયા’ વતી સન્માન કરવામાં આવ્યુ છે. ગુરૂ કરતાં શિષ્ય સવાયો થાય તે ગુરૂ માટે ગૌરવની બાબત છે. ધવલ બારભાયા અને યશ પુજારાએ મેળવેલી સિધ્ધીની મને ખુબ જ ખુશી છે.
પેપરજીની એનવાઈરોકેર કંપનીના યુવાસ્થાપક ધવલ બારભાયાએ કહ્યુ હતું કે, અમે ઈન્ડીયા સ્ટાર્ટ અપ અંતર્ગત કંપનીની શરૂઆત કરી છે. જેની અંદર અમે વિવિધ પ્રકારની રી-સાયકલ અને અપ-સાયકલ પધ્ધતિનો ઉપયોગ કરીને બોલપેન બનાવીએ છીએ. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની મુહીમ છે કે સિંગલ-યુઝ પ્લાસ્ટીકનો વપરાશ ઘટાડવો જેને પગલે અમને એવો વિચાર આવ્યો કે પ્રતિમાસ પ્લાસ્ટીકની ૧૦ ટન જેટલી પેન ફેકીં દેવામાં આવે છે, જેથી ૧૦ ટન જેટલા પ્લાસ્ટીકના કચરાનું ઉત્સર્જન થાય છે. આપણે આ બાબતે કાંઈક વિચારીને સમાજ માટે સારૂ શું કરી શકીએ ?
વધુમાં જણાવતા શ્રી ધવલે કહ્યું હતું કે, આપણે જો રીસાયકલ પેપરમાંથી પેન બનાવીએ તો વૃક્ષો કપાય નહીં અને વર્જીન કાગળોનો ઉપયોગ ટાળી શકાય. જેથી પર્યાવરણની જાળવણી કરી શકાય અને પ્લાસ્ટીકનો ઉપયોગ ઘટાડી કરી શકાય. અમે કાગળને વણીને હાથ બનાવટથી બોલપેન બનાવતા હતા. પરંતુ ઉત્પાદન ક્ષમતાની મર્યાદા હોવાના કારણે અમે જાતે જ મશીન ડીઝાઈન કરીને એન્જીનિયર્સ પાસે તૈયાર કરાવ્યું. જેથી ઉત્પાદન ક્ષમતામાં વધારો થયો અને પડતર કીંમતમાં ઘટાડો થયો. જેથી પ્લાસ્ટીકની બોલપેનની કીંમતમાં અમે કાગળની બોલપેન આપવા સક્ષમ થયા છીએ.
દેશ અને વિદેશની કોઈ સંસ્થામાંથી પી.એચ.ડી કરીને સ્વના નામ આગળ ડો. લાગે તે સૌ કોઈનું સપનું હોય છે પરંતુ તે સ્વપ્નને છોડીને રાષ્ટ્રહિતના નિર્માણમાં યોગદાન આપવાનો વિચાર કરીને આગળ વધવાનો નિર્ધાર સાથે કામ કરતા યશ પુજારા જણાવે છે કે, મને માસ્ટર ડીગ્રી એનવાયરલ મેનેજમેન્ટમાં કરેલું છે અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટમાં મને રસ રહેલો છે. બહુ બધુ રીસર્ચ કર્યા પછી અમને થયું કે કઈ રીતે અમે કાગળની બોલપેન બનાવવાની વાતને અમે બિઝનેશ મોડેલમાં ફેરવવાના પ્રયત્ન કર્યા. આટલો અભ્યાસ કરીને પણ હું જેટલી સેલેરી નથી મેળવતો તેથી વધુ હું કમાઈને અન્ય લોકોને રોજગારી આપી શકું છું તેની મને ખુશી છે.
અપીલ કરતા યશ પુજારાએ કહ્યું હતું કે, સમગ્ર ગુજરાતના માતા પિતાઓ, યુવાઓને વિનંતી છે કે રોજીંદા જીવનમાં વાપરવામાં આવતી પ્લાસ્ટીકની પેનનો ઉપયોગ અટકાવીને કાગળની પેનનો ઉપયોગ કરીએ,પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધનમાં યોગદાન આપીએ.
અત્રે ઉલ્લેખનિય છે કે, પ્લાસ્ટીકના બદલે કાગળમાંથી બનતી ‘પેપર પેન’ સંપુર્ણપણે એનવાયરમેન્ટ ફ્રેન્ડલી છે. પ્રદુષણ મુક્ત છે. તે વોટરપ્રૃફ અને પરસેવાની અસરરહિત છે. તેનો એસિડ ટેસ્ટ અને વોટર ટેસ્ટ પોઝીટીવ છે જેથી વ્યક્તિના શરીરપર તેની કોઈ નેગેટીવ અસર થતી નથી. વજનમાં પ્લાસ્ટીકની પેન કરતા હળવી અને પેન લપસતી ન હોવાના કારણે ઝડપથી લખી શકાય છે. ‘પેપર પેન’ ટેકનોલોજી અંદર રહેલી શાહીને ઠંડીમાં ગરમ રાખે છે અને ગરમીમાં ઠંડી રાખે છે, જેથી બોલપેન ઉભરાતી નથી કે થીજી જતી નથી. ઉપરાંત, લાલ, લીલા,પીળા, કાળા, ગોલ્ડન, સિલ્વર, તમામ કલરમાં પેન ઉપલબ્ધ છે. સામાન્ય રીતે માર્કેટમાં ચાલતી “યુઝ એન્ડ થ્રો” ની વિભાવનાને બદલીને “યુઝ એન્ડ ગ્રો”ની વિચારધારા છે. પેપર પેન અને પેપર પેન્સિલના પાછળના ભાગે વિવિધ છોડ અને શાકભાજીના બીયારણ આપવામાં આવે છે જેમાં ટમેટા, મેથી, મરચુ તુલસી, ફુદિનો વગેરેનો સમાવેશ થાય છે. આ પેનનો ઉપયોગ પુર્ણ થયા બાદ તેને ભંગારમાં ફેકી દેવાના બદલે ઘરના કુંડામાં ઉગાડી શકાય છે. આવુ માત્ર પેન-પેન્સિલમાં જ નથી પરંતુ કાગળની નોટબુક, ડાયરી, નિમંત્રણ કાર્ડ, વિઝીટીંગ કાર્ડમાં પણ સીડ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે. કંપની જીન્સના કાપડમાંથી પેન બનાવીને બજારમાં ઉપલબ્ધ કરાવી રહી છે.
આજે જયારે દુનિયામાં પર્યાવરણીય અસમુતલા વ્યાપ્ત છે અને પર્યાવરણની જાળવણી અને સંવર્ધન માટે દુનિયા ભારતના માર્ગદર્શન માટે અપેક્ષીત બની રહયું છે. ત્યારે આવા નાના પણ ઉજ્જવળ ભાવી તરફ દોરી જતા પ્રયાસો આ ક્ષેત્રે ચોકકસપણે પથદર્શક અને અનુકરણીય બની રહેશે.
હેલ્લારોની અભિનેત્રી ભૂમિ પટેલનું દુનિયાને "અલવિદા"
ભૂમિ પટેલની ફાઇલ તસવીર
અમદાવાદ : રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ હેલ્લારોની અભિનેત્રી ભૂમિ પટેલનું આજે દુ:ખદ નિધન થયું છે. કચ્છની ધરતી નિર્માણ પામેલી આ સ્ત્રી સ્વતંત્રા પરની ફિલ્મમાં ભૂમિ પટેલે ડાન્સરની ભૂમિકા ભજવી હતી. પ્રાપ્ત અહેવાલો મુજબ ભૂમિને કેન્સર હતું અને તેની સામે લડતા લડતા તે જંગ હારી ગઈ છે. જોકે, આ અહેવાલના પગલે ગુજરાતી ફિલ્મના કલાકારોમાં શોકનુ મોજું છવાઈ ગયું છે.
ગત વર્ષે રાષ્ટ્રીય ફિલ્મનો શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ જીતેલી હેલ્લારો ફિલ્મમાં ડાન્સરની ભૂમિકા ભજવનાર અભિનેત્રી ભૂમિ પટેલનું આજે વહેલી સવારે નિધન થયું હતું. તેમના નજીકના વર્તૂળોમાંથી મળતી માહિતી મુજબ ભૂમિને કેન્સર હતું. ભૂમિ બ્લડ કેન્સર સામે ઝઝૂમી રહી હતી અને તેની સારવાર પણ કરવામાં આવી હતી. જોકે, અંતે કેન્સરની સામે અભિનેત્રીએ દમ તોડી નાંખ્યો હતો. ગુજરાતી ફિલ્મ જગતમાં ટૂંક સમયમાં આ બીજી કરૂણ ઘટના બની હતી.
ઉલ્લેખીય છે કે તાજેતરમાંજ ગુજરાતી ફિલ્મ જગતાના મિલેનિયમ સ્ટાર નરેશ કનોડિયા અને તેમના મોટા ભાઈ અને વોઇસ ઑફ લતાનું બિરૂદ પામેલા મહેશ કનોડિયાનું પણ નિધન થયું હતું. નરેશ કનોડિયાનું કોરોનાના કારણે જ્યારે મહેશ કનોડિયાનું ઉંમરના લીધે અવસાન થયું હતું ત્યારે ગુજરાતી સિનેમાંમાં એક શ્રેષ્ઠ ફિલ્મમાં પોતાના નૃત્ય થકી નામના મેળવનારી ભૂમિના નિધનથી કલા જગતમાં શોકનો માહોલ છે.
સારથી પ્રોડક્શન્સ અને હરફનમૌલા ફિલ્મ્સ પ્રસ્તુત ‘હેલ્લારો’ ને ભારત સરકારના રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં ટોચનો એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત ફિલ્મમાં અભિનય કરનાર 13 અભિનેત્રીઓને સ્પેશિયલ જ્યૂરીનો બેસ્ટ એક્ટ્રેસ માટે નેશનલ એવોર્ડ મળ્યો છે. આ બંને એવોર્ડ જીતનાર ‘હેલ્લારો’ પહેલી ગુજરાતી ફિલ્મ છે.
(સાભાર- News18 Gujarati)
જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી સૌરભ પારધી દ્વારા જાહેરનામું બહાર પડાયું
💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા* હાલમાં લોક ડાઉન મા છૂટછાટ આપવામાં આવેલ હોઈ, જે અંગે *જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી સૌરભ પારધી દ્વારા જાહેરનામું બહાર પાડી, માસ્ક ફરજીયાત પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ રાખવા ઉપરાંત લગ્ન પ્રસંગે તેમજ સ્મશાન યાત્રામાં પણ મર્યાદિત લોકો રાખવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરી, જાહેરનામાનો ભંગ કરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના* કરવામાં આવેલ..._
💫 _જુનાગઢ
*રેન્જના પોલીસ વડા ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* દ્વારા પણ જૂનાગઢ પોલીસને સૂચના આપી, *જૂનાગઢ જીલ્લામાં લોકોને કોરોના વાયરસના સંક્રમણ સામે ઘડવામાં આવેલ નિયમોથી વાકેફ કરી, વધુમાં વધુ જાગૃત કરી, કાર્યવાહી કરવા પણ સુચનાઓ* કરવામાં આવેલ છે...._
💫 _આજરોજ જૂનાગઢ શહેરમાં કોરોના રથને જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.બી.સોલંકી, સી ડિવિઝન પોલોસ સ્ટેશનના પીએસઆઇ કે.એસ.પરમાર, ટ્રાંફિક બ્રાન્ચના પીએસઆઇ એ.બી.દેસાઈ, પીએસઆઇ વી.યુ.સોલંકી, પીએસઆઇ જે.એચ.કછોટ, પીએસઆઇ વી.બી.ચાવડા, ટેક્નિકલ સેલના પીએસઆઇ પ્રતીક મશરૂ, ઇન્ચાર્જ એમટીઓ રાજુભાઇ પંપાણિયા તથા સ્ટાફના માણસો
તેમજ અનુશાસન એન.જી.ઓ.ના રાજેશભાઇ કવા, ઓન્લી ઇન્ડિયન તથા કારકુન એસ.જે.પુરોહિતની હાજરીમાં *લીલી ઝંડી આપી, રવાના કરી, પ્રસ્થાન કરવામાં આવેલ* હતો. આ કોરોના રથ ઉપર *લોકોને સાવચેત રહેવા માટે અનુશાસન એન.જી.ઓ. ના રાજેશભાઇ કવાના સયહયોગ થી સ્લોગન લખેલા પોસ્ટર લગાવવામાં આવેલ* છે. ઉપરાંત લોકોને જાગૃત કરવા એક માઇક સિસ્ટમ પણ રાખવામાં આવેલ છે. આ *માઈકમાં જૂનાગઢ પોલીસના હે.કો. દેવાભાઈ તથા એફએમ રેડીયોના આરજે નીતિનભાઈ હરિયાણી દ્વારા બનાવવામાં આવેલ સ્લોગન લખેલ કલીપ દ્વારા જાગૃતિ* લાવવા આવશે. શરૂઆતમાં શહેરના પોલીસ સ્ટેશનોમાં અને ત્યારબાદ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ફેરવવામાં આવશે, જેના ઇન્ચાર્જ જે તે પોલીસ સ્ટેશનના હેડ કોન્સ.ને રાખવામાં આવશે. આમ, *જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ કોરોના રથ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ભીડભાડ વાળા વિસ્તારમાં લોકોને જાગૃત કરવા કાર્યવાહી* કરવામાં આવશે..._
💫 _જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લાના *જૂનાગઢ શહેર તથા જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં એક કોરોના રથ તૈયાર કરી, જૂનાગઢ જિલ્લાની પ્રજાને કોરોના વાયરસ સામે લડવા માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, વારંવાર હાથ સેનેટાઇઝ કરવા ઉપરાંત લગ્ન મેળાવડા, સ્મશાન યાત્રામાં ભીડ નહીં કરવા તથા સરકારની ગાઈડ લાઈનનું પાલન કરવા* જણાવવામાં આવે છે. જૂનાગઢ પોલીસ દ્વારા જિલ્લામાં કોરોના રથ તૈયાર કરી, *શાક માર્કેટ, શોપિંગ મોલ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન તેમજ ધાર્મિક સ્થાનો જેવા ભીડ ભાડ વાળા વિસ્તારમાં જઈને માઈકમાં જાહેરાત* કરવામાં આવે છે અને *લોકોને સાવચેત રહેવા જાણ કરી, કાયદેસર કાર્યવાહી કરવા માટે પણ માહિતગાર* કરવામાં આવે છે....._
💫 _હાલના સંજોગોમાં જ્યારે કોરોના વાયરસના કેસોમાં તહેવારો બાદ ઉછાળો આવ્યો છે, ત્યારે કોરાના વાયરસના સંક્રમણ અટકાવવા જૂનાગઢ પોલીસ દ્વારા લોકોના હિતમાં *જિલ્લાના જુદા જુદા શહેરો તથા ટાઉનમાં કોરોના રથ મોકલી, જાગૃતિ લાવવા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવેલ હોઈ, જૂનાગઢ પોલીસની સકારાત્મક કાર્યવાહી* કરવામાં આવી રહી છે...._




