સંતાનોના લગ્નની અને કર્જની ચિંતામાં ડૂબેલા
મોટા ઈટાળા ગામના પ્રોઢ ખેડૂતનો આપઘાત
(સંજય ડાંગર) ધ્રોલ તા.૨૬
ધ્રોલ પંથકના મોટા ઈટાળા ગામના એક પ્રોઢ ખેડૂતે ગઈકાલે દેવાના કરજમાં ડૂબી ગયો હોય, સંતાનોના લગ્ન કેમ કરી શકીશ ? તેવી ચિંતામાં આવેશમાં આવી જઈને ગળાફાંસો ખાઈ જીંદગી ટૂંકાવી નાખ્યાની ઘટનાથી ગામમાં શોક ફેલાયો છે. ધ્રોલ પોલીસે ઘટના સ્થળે દોડી જઈને મૃતકની લાશ પીએમ માટે દવાખાને ખસેડાવી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે ધ્રોલ પંથકના મોટા ઈટાળા ગામે રહેતા રમેશભાઈ નાથાભાઈ મુંગરા નામના ૫૦ વર્ષીય પ્રોઢે ગઈકાલે પોતાની વાડીએ પીપરના વૃક્ષ સાથે દોરડું ભરાવી ગળાફાંસો ખાઈ લેતા ગામમાં ચકચાર જાગી હતી.
બનાવ સ્થળે પહોચેલી ધ્રોલ પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી હતી કે, રમેશભાઈ કરજમાં ડૂબી ગયા હતા. અને સંતાનોના લગ્નની સતત ચિંતામાં રહેતા હોય તેમણે આવું પગલું ભરી લીધાનું મનાય છે. પોલીસે રમેશભાઈના મૃતદેહને પીએમ માટે દવાખાને ખસેડ્યો હતો. પોલીસના કહેવા મુજબ રમેશભાઈ પાસેથી એક સ્યુસાઈડ નોટ મળી છે પણ તેમાં પણ દેવું અને સંતાનોના લગ્ન પ્રશ્નનો ઉલ્લેખ કરાયો છે. બનાવે નાના એવા મોટા ઈટાળા ગામમાં શોક સાથે ચકચાર જગાવી છે.