અનુયાયીઓ

શુક્રવાર, 30 નવેમ્બર, 2018

સ્વામિનારાયણ નગરમાં નારી-બાળ ઉત્કર્ષનો અમૂલ્ય સમન્વય




પ.પુ. પ્રમુખસ્વામી મહારાજનાં 98માં જન્મ જયંતિ મહોત્સવ નિમિતે

અબાલ વૃદ્ધ સૌ કોઈમાં મહોત્સવ ઉજવણીનો અનેરો થનગનાટ

સ્વયંસેવકો-હરિભકતોનો ઉદગાર: પુ.બાપાને રાજી કરવા દેહ ઘસી નાંખીશું

1800 મહિલાઓ, 275 યુવતીઓ, 100 બાળકીઓની 15 કલાકની અનન્ય સેવા


પ.પુ. પ્રમુખ સ્વામી મહારાજનાં 98માં જન્મ જયંતિ મહોત્સવ માટે શહેરનાં માધાપર-મોરબી બાયપાસ રોડ પાસે ઉભા કરાયેલ વિશાળ સ્વામીનારાયણ નગરમાં નારી અને બાળ ઉત્કર્ષનો અમુલ્ય સમન્વય થતો જોવા મળી રહ્યો છે.

તા.5/12 થી 15/12 દરમિયાન યોજાનાર પૂ. પ્રમુખ સ્વામી મહારાજશ્રીનાં 98માં જન્મ જયંતિ મહોત્સવ પુર્વે સ્વામીનારાયણનગરમાં સંતો સાથે અબાલ-વૃદ્ધ સૌ કોઈ સ્વયંસેવકો શ્રદ્ધાથી સેવાયજ્ઞમાં જોડાઈ રહ્યા છે.
ઉમંગ અને ઉત્સાહથી ઉજવાનાર આ મહોત્સવમાં 400થી વધુ સંતો અને 4000થી વધુ સ્વયંસેવકો મહોત્સવની આગવી તૈયારીઓમાં જોડાઈને રાત-દિવસ શ્રમદાન સેવાથી અભિભૂત થઈ રહ્યા છે.




















મહોત્સવ દરમિયાન અનેકવિધ નાટક, નૃત્ય, પ્રદર્શન ખંડ, વ્યસન મુક્તિ સંદેશા માટેના કાર્યક્રમો યોજાનાર હોય, બાળકોથી લઈને યુવાનો-મહિલાઓ સહીતનાં હરિભકતોમાં મહોત્સવને ઉજવવા અનેરો સેવાભાવ જોવા મળી રહ્યો છે.

બીએસએનએલના અધિકારીઓ-કર્મચારીઓ તા.3 થી અચોક્કસ મુદતની રાષ્ટ્રવ્યાપી હડતાલ પર

નવા પગારપંચ સહિતના પ્રશ્ર્નો નહીં ઉકેલાતા લડત : ગુજરાતના 20 હજાર સહિત 
દેશના 2 લાખ કર્મચારીઓ જોડાશે : બીએસએનએલની સેવા ઠપ્પ થવાની સંભાવના


બીએસએનએલના કર્મચારીએ અને અધિકારીઓ દ્વારા વિવિધ માંગણીઓ સબબ આગામી તા.3 ડિસેમ્બરથી રાષ્ટ્ર વ્યાપી હડતાલ પર ઉતરનાર છે. જેમાં રાજકોટ સહિત ગુજરાતના 20 હજાર સહિત દેશભરના બે લાખથી વધુ કર્મચારીઓ  અને અધિકારીઓ જોડાનાર છે.
બીએસએનએલના કર્મચારીઓના તમામ યુનિયનો દ્વારા આ અનિશ્ર્ચિત મુદતનું હડતાલનું એલાન આપવામાં આવેલ છે.  આ સંદર્ભે બીએસએનએલના કર્મચારીઓના યુનિયન લીડરોએ જણાવ્યું હતું કે બીએસએનએલના અધિકારીઓ અને કર્મચારીઓને નવા પગારપંચ સહિતના અનેક પ્રશ્ર્નો લાંબા સમયથી અઘ્ધરતાલ અટકી રહ્યા છે. આ બાબતે બીએસએનએલ મેનેજમેન્ટને અગાઉ વારંવારની રજૂઆત કરી મેમોરન્ડમ આપવામાં આવેલ હતું.

તેમ છતાં બીએસએનએલ મેનેજમેન્ટ અને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશન દ્વારા તેના પરત્વે કોઇપણ જાતનું લક્ષ નહી અપાતા અંતે આગામી તા.3 ડિસેમ્બરથી રાષ્ટ્ર વ્યાપી હડતાલનું એલાન આપવામાં આવેલું છે. યુનિયન લીડરોએ વધુમાં એવુ પણ જણાવ્યું હતું કે બીએસએનએલના અધિકારીઓ અને કર્મચારીઓને નવુ પગાર પંચ નહી અપાતા કર્મચારીઓની હાલત કફોડી બની જવા પામેલ છે.
આ ઉપરાંત બીએસએનએલને ફોરજી સ્પેકટ્રમ એલોટમેન્ટ કરવામાં આવતા નથી. જયારે ખાનગી કંપનીઓ પાસે ફોરજીની ટેકનોલોજી આવી ગયેલ છે. જયારે બીએસએનએલે હાલ માત્ર ફોરજીના સીમકાર્ડથી જ કામ ચલાવી રહ્યું છે. ફોરજીની જે નવી ટેકનોલોજી ગ્રાહકોને મળવી જોઇએ તે કોઇ કારણોસર અપાતી નથી. આ ઉપરાંત પેન્શનરોનું પેન્શન પણ રીવાઇઝ કરવામાં આવતું નથી. આ સહિતના અનેક મહત્વના પ્રશ્ર્નો છેલ્લા લાંબા સમયથી અણઉકેલ હોય, આ પ્રશ્ર્નો ઉકેલવાની માંગ સાથે બીએસએનએલના યુનિયનો દ્વારા આગામી તા.3 ડિસેમ્બરથી રાષ્ટ્ર વ્યાપી હડતાલનું એલાન આપવામાં આવેલ છે. આ હડતાલના પગલે તા.3 ડિસેમ્બરથી બીએસએનએલની તમામ સેવાઓ ઠપ્પ બની જવાની શકયતા પણ વ્યકત કરવામાં આવી રહી છે.

રાજકોટમાં ત્રણ પીઆઇની આંતરીક બદલીનો હુકમ કરતા પોલીસ કમિશ્નર


યુનિવર્સિટી પોલીસ મથકનાં પીઆઇ દવેને રીડર શાખામાં અને તેમના સ્થાને આર.વાય.રાવલની બદલી : લાયસન્સ બ્રાંચના બી.એમ.જાડેજાને મહિલા પોલીસ મથકનો વધારાનો ચાર્જ

શહેરમાં ત્રણ પીઆઇની આંતરીક બદલીના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા હુકમ કરવામાં આવ્યા છે. જેમાં યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇની રીડર શાખામાં અને તેમના સ્થાને મહિલા પોલીસ મથકના પીઆઇની બદલી કરવામાં આવી છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા શહેરના ત્રણ પીઆઇની આંતરીક બદલીના હુકમ કરવામાં આવ્યા છે. જેમાં યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ ડી.વી.દવેની રીડર શાખામાં બદલી કરવામાં આવી છે. તેમજ તેમના સ્થાને મહિલા પોલીસ મથકમાંથી પીઆઇ રાવલની બદલી કરવામાં આવી છે. જયારે લાયસન્સ બ્રાંચના પીઆઇ બી.એમ.જાડેજાને મહિલા પોલીસ મથકનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

રાજકોટ ભાજપમાં લોકસભા ચુંટણીની તૈયારીઓ ચાલુ: બેઠક યોજાઈ: માર્ગદર્શન આપતા ભંડેરી

કમલેશ મીરાણી, પુષ્પદાન ગઢવી, બાવનજીભાઈ મેતલીયા, ભરતભાઈ ડેલીવાળા સહીતના ઉપસ્થિત રહ્યા: ભાજપના કાર્યકર્તા માટે લોકોના કામ એ જ સર્વોપરી છે: કમલેશ મીરાણી
 

ભાજપનો પ્રત્યેક કાર્યકર્તા વિસ્તારક છે: ભરત ડેલીવાળા રાજકોટ ભાજપનો કાર્યકર્તા ગુજરાતના સંગઠનનું રોલમોડલ છે: પુષ્પદાન ગઢવી



 ગઈકાલે લોકસભા ચુંટણીની તૈયારીઓ અંતર્ગત શહેર ભાજપ કાર્યાલય પર શહેર ભાજપ દ્વારા કાર્યકરો, આગેવાનો અને પ્રભારીઓએ બેઠક બોલાવી હતી.
 આ તકે રાજકોટ લોકસભાના ઈન્ચાર્જ અને ગુજરાત મ્યુનિ. ફાઈ. બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ રાજકોટ લોકસભાની સમિક્ષા કરતા જણાવ્યું હતું કે ગઈ લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા હતા ત્યારે આવનારી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં લીડમાં સૌથી પ્રથમ ક્રમાંકે ભાજપનો ભવ્ય વિજય થાય તે દિશામાં હવે કાર્યકર્તાએ સક્રિય થવુ પડશે અને બુથથી લઈ બુથ સમિતિઓ, શકિત કેન્દ્રો અને વોર્ડમાં આવતા તમામ ક્ષેત્રના અગ્રણીઓ અને વિવિધ સંસ્થાઓને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડી આવનારી લોકસભાની ચૂંટણીમાં ફરી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ વાળી સરકાર બને અને તેના આપણે સૌ સાક્ષી બનીએ તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

બુધવાર, 28 નવેમ્બર, 2018

સરકારી ડોકટરે નશાની હાલતમાં પ્રસૂતિ કરાવતા પ્રસૂતા-શિશુનાં મોત

 બોટાદની સરકારી હોસ્પિટલમાં તબીબની બેદરકારીએ માતા-નવજાતનો જીવ લીધાનો આક્ષેપ
-તબીબે નશો કર્યાનું ખૂલતાં પોલીસે કરી અટકાયત
 
બોટાદ/ભાવનગર,:
બોટાદની સરકારી સોનાવાલા હોસ્પિટલમાં અલમપર ગામની 22 વર્ષની સગર્ભા યુવતી કામીનીબહેન જયંતીભાઇ ચાચિયા અને નવજાત શિશુના મૃત્યુ થયા હતાં. નશો કરેલ તબીબની બેદરકારીના કારણે બન્નેના મૃત્યુ થયાના આક્ષેપ સાથે પગલાં લેવાની મૃતકના પરિવારજનોએ માગણી કરી હતી. તબીબે નશો કર્યાનુ ખુલતા તેની અટકાયત કરવામાં આવી હતી. 
બોટાદના રાણપુર તાલુકાના અલમપર ગામની કામીનીબહેન જયંતીભાઇ ચાચિયા નામનીસગર્ભા યુવતીની બોટાદની સરકારી સોનાવાલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં યુવતીએ બાળકીને જન્મ આપ્યો હતો. એ પછી નવજાત બાળકી અને તેની માતા કામીનીબહેનના મૃત્યુ નિપજ્યા હતાં. આ અંગે મૃતકના પરિવારજનોએ એવો આક્ષેપ કર્યો હતો કે, હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડૉ. પી.જે. લાખાણી (પરેશ જેરામભાઇ લાખાણી)એ દારૂ પીધેલી હાલતમાં ફરજમાં બેદરકારી દાખવી હોવાથી બન્નેના મૃત્યુ થયા છે. 

પરિવારજનોના આક્ષેપને હોબાળા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પીઆઇ એન.કે.વ્યાસે માતા-પુત્રીના મૃતદેહને ફોરેન્સીક નિષ્ણાત પાસે પોસ્ટમોર્ટમ કરાવવા માટે  ભાવનગરની હોસ્પિટલમાં મોકલી આપ્યા હતાં. મૃતકના સગા વહાલાઓના આક્ષેપના પગલે પીઆઇ વ્યાસે તપાસ કરી હતી અને તબીબે નશો કર્યાનું જણાતા જાતે ફરિયાદી બની ડૉ. પરેશ જેરામભાઇ લાખાણી સામે ગુનો નોંધીને તેની અટકાયત કરી હતી. આ સમયે તેણે નશો કર્યો હોવાનું જણાયું હતું. સોનાવાલા હોસ્પિટલના નર્સીંગ સ્ટાફના જણાવ્યા પ્રમાણે અલમપરની પ્રસૂતાને તા. 26મીએ સાંજના પોણા પાંચેક વાગ્યાના સુમારે સારવાર માટે  દાખલ કરવામાં આવી હતી. આ સગર્ભા યુવતી પ્રથમ વખત જ હોસ્પિટલમાં આવી હતી. તબીબની બેદરકારીના કારણે નવજાત બાળકી અને માતાના મૃત્યુ થતાં બોટાદ પંથકમાં અરેરાટી સાથે આઘાતની લાગણી ફેલાઇ હતી.

મંગળવાર, 27 નવેમ્બર, 2018

ધવલ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા સાયન્સ એક્ઝીબીશન યોજાયું



ધવલ ઈન્ટરનેશનલ સ્કૂલના ચમકતા તારલાઓએ, અત્રે આયોજીત વિજ્ઞાન મેળામાં વિવિધ પ્રયોગો તેમજ ચલિત મોડલ્સ બનાવી વિજ્ઞાનની એ શ્રેષ્ઠતમ ઝાંખી રજુ કરી હતી. ધોરણ ૩ થી ૧૨ સાયન્સ-કોમર્સ સુધીના તમામ વર્ગના વિદ્યાથીએ પોતાની કારીગરી તેમજ વિજ્ઞાનનો જાદુ દર્શાવી, દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
ભૂમી તથા ધ્રુમીલ દ્વારા માનવ શરીર, બિમારીઓ, યોગ, આયુર્વેદીની વિસ્તૃત માહિતીથી લઈને, પેટ્રોલ, કેરોસીનના વાયુથી અગ્નિ પ્રજવલિત કરતા ધોરણ ૫ ના કલ્પ, આર્યા તેમજ જયએ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વલય અને સતીષનું CYMATICS એટલે કે ધ્વનીના તરંગોથી વિવિધ અવનવી આકૃતિઓ બનાવવી, આ પ્રોજેક્ટને શ્રેષ્ઠ આકર્ષણનું પુરસ્કાર મળ્યુ હતું.




અને શાંત્વના પુરસ્કાર મેળવતું ધોરણ ૧૨કોમર્સનું રિસોર્સ મેનેજમેન્ટ એનર્જી જનરેશન સહથી બહુચર્ચિત પ્રોજેક્ટ હતું. મિકી માઉસના મેસ્કટ તથા વોકિંગ રોબોટ પણ દર્શકોને સેલ્ફી લેવા તથા રીવ્યુ આપવા ખુબ ઉત્સાહિત કર્યા હતા. શાબ્દિક વર્ણન કરીએ તો ઓછુજ પડે, માટે ધવલ સાયન્સના કોઈપણ કાર્યક્રમને નજરે નિહાળવાનો લાહવો લેવોજ રહ્યો.
અહી નોંધનીય નીચે છે કે મેનેજીંગ ટ્રસ્ટી  દિનેશભાઈ ભુવા તેમજ સીઈઓ હિતેશ પટેલે  કાર્યક્રમ સફળ થવા બદલ પ્રિન્સીપાલ અનીતાબેન  તેમજ કાર્યક્રમના આયોજક શક્તિરાજ, તથા હેમાંગીબેન તેમજ સ્ટાફગણને અભિનંદન પાઠવ્યા હતા.

વીરપુર(જલારામ)ની સરકારી હોસ્પીટલમાં તાકીદે એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ કરવા પ્રજાની માંગ


હજારો ભક્તો વીરપુરમાં જલારામ બાપાના દર્શને આવે છે તે
યાત્રાધામની સરકારી હોસ્પિટલમાં એક પણ એમ્બ્યુલન્સ નથી.


જયાં દરરોજ હજારો ભક્તો ઉમટી પડે છે તેવા જેતપુર તાલુકાના વિરપુરમાં જલારામ બાપાના દર્શને આવે છે. તે યાત્રાધામની સરકારી હોસ્પિટલ એમ્બ્યુલન્સ વિહોણી છે. ગામમાં કોઈ બિમાર પડેતો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા એમ્બ્યુલન્સની કોઈપણ પ્રકારની સુવિધા નથી. જેથી વીરપુરમાં એમ્બ્યુલન્સની સુવિધા પુરી પાડવા માગ કરવામાં આવી રહી છે.
    વીરપુરમાં મોટી સંખ્યામાં ભક્તો જલારામ બાપાના દર્શન કરવા માટે આવે છે. પરંતુ વીરપુર ગામમાં આવેલી સરકારી હોસ્પિટલમાં એકપણ એમ્બ્યુલન્સ નથી. અને જે એમ્બ્યુલન્સ છે તે અકસ્મતાનો શિકાર બનેલી છે. તો બીજી એમ્બ્યુલન્સ પણ બંધ હાલતમાં છે. ખરા અર્થમાં સેવિકા ગણાતી એમ્બ્યલન્સને આજે ખરી સેવાની જરૂર છે.

    હોસ્પિટલમાં એક એમ્બ્યુલન્સ હતી પરંતુ છ માસ પહેલા એમ્બ્યુલન્સ અકસ્માતનો શિકાર બનતા એમ્બ્યુલન્સને રિપેર કરવામાં આવી નથી.વીરપુરની હોસ્પિટલને એમ્બ્યુલન્સ ફાળવવા તંત્રને ઘણી રજૂઆત કરવામાં આવી હોવા છતાં હોસ્પિટલને એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી નથી. જેથી વહેલી તકે એમ્બ્યુલન્સની ફાળવણી કરવાની માગ ગામના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી રહી છે

મેટોડા જીઆઈડીસી પાસે ટ્રક હડફેટે અજાણ્યા પ્રોઢનું મોત


રાજકોટ તા.૨૭
રવિવારે સવારે મેટોડા જીઆઈડીસી નજીક એક ટ્રક હડફેટે અજાણ્યા પ્રોઢનું મોત થયાનો બનાવ લોધિકા પોલીસ દફતરે નોંધાતા પોલીસે અજાણ્યા પ્રોઢના વાલીવારસોની શોધખોળ વચ્ચે ટ્રક ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
    મળતી વિગતો મુંજબ મેટોડા જીઆઈડીસીના ગેટ નંબર-૧ પાસે રવિવારે સવારે જીજે ૧૦ ઝેડ ૬૭૮૫ નંબરના ટ્રક ચાલકે રોડ ક્રોસ કરી રહેલા એક અજાણ્યા પ્રોઢને હડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. લોધિકા પોલીસે મૃતકની લાશ પીએમ માટે દવાખાને ખસેડી તેમના વાલીવરસોની શોધખોળ આદરી, ઉપરોક્ત ટ્રક ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પારડી ગામે જુગાર દરોડો રૂ.૬૬૩૦/- સાથે ૪ ઝડપાયા


રાજકોટ તા.૨૭
શાપર વેરાવળ પોલીસે ગઈકાલે પારડી ગામે જુગાર દરોડો પાડી ૪ પંટરોને રોકડ ૬૬૩૦/- સાથે પકડી પાડી તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ શાપર વેરાવળ પોલીસે ગઈકાલે બાતમીના આધારે પારડી ગામના સત્યમ પાર્ક સોસાયટી, શ્રી દાદા પ્રોવિઝન સ્ટોરની સામે ખુલ્લા પટમાં રમાતા જુગાર પર દરોડો પાડતા ત્યાંથી જુગાર રમતા ૪ પંટરો રોકડ રૂપિયા ૬૬૩૦/- સાથે પકડાઈ ગયા હતા.
પકડાયેલા શાખ્શોમાં અનીલ પ્રેમજી ભાસ્કર(રાહુલ પાર્ક, પારડી), ગોવિંદ સોમ સોલંકી, સુરેશ ભાંજી વારગીયા(પડવલા રોડ) તેમાંજ્ભીખું બોઘા વાઘનો સમાવેશ થતો હોવાનું શાપર વેરાવળ પોલીસના એ.એસ.આઈ.આર.વી.બકોત્રાએ જણાવ્યું હતું.

જેતપુરમાં સ્વ.સવજીભાઈ કોરાટની પુણ્યતિથી નિમિત્તે અનેકવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા

જેતપુરમાં સ્વ.સવજીભાઈ કોરાટની પુણ્યતિથી
નિમિત્તે અનેકવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા


જેતપુર પંથકના ખરા અર્થમાં પ્રજાના પ્રહરી અને રાજયના પૂર્વ માર્ગ મકાન કેબીનેટ મંત્રી તથા પોતાના સતકાર્યોને કારણે ‘છોટે સરદાર’ તરીકે ઓળખાતા સ્વ. સવજીભાઈ કોરાટની તા. ર૬ નવેમ્બર, ર૦૧૮ના રોજ ર૦મી પૂણ્યતિથિ નિમિતે તેઓને ‘દિલસે’ શ્રધ્ધાંજલી આપવા માટે જેતપુર પંથકમાં અનેક સેવાયજ્ઞો યોજાયો
    જેતપુર શહેર-તાલુકા યુવા ભાજપ દ્વારા રક્તદાન કેમ્પ અત્રેની સવજીભાઇ કોરાટ હોસ્પીટલ બસ સ્ટેન્ડ સામે, કોર્ટની બાજુમાં જેતપુર ખાતે યોજાયો. લાયન્સ કલ્બ દ્વારા નેત્રરોગ તથા સારવાર કેમ્પ નેત્રમણિ આરોહણ કેમ્પ અત્રેની સરકારી હોસ્પીટલ ખાતે યોજાશે, જેસીઆઇ જેતપુર દ્વારા પશુરોગ નિદાન તથા સારવાર કેમ્પ જૂની સાંકળી ગૌશાળા  ખાતે યોજાયો હતો. આ તમામ કેમ્પમાં દર્દીઓને વિનામૂલ્યે દવાઓ પણ આપવામાં આવી હતી.



    સ્વ.શ્રી સવજીભાઈ કોરાટ. ની 20 મી પુણયત્તિથી  નિમિતે યોજેયેલ સર્વ નિદાન કેમ્પ માં ગુજરાત રાજ્ય મંત્રી  જયેશભાઇ રાદડિયા , પૂર્વ મંત્રી જસુમતીબેન કોરાટ, રાજકોટ ડેરી ના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, જેતપુર ચેમ્બર કોમર્સ પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા, ડાઇગ એશો. પ્રમુખ રાજુભાઇ પટેલ, ઉપપ્રમુખ જેન્તીભાઈ રામોલિયા, જેતપુર નગપલીકા પ્રમુખ કુસુમબેન સખરેલીયા, પૂર્વ પ્રમુખ રમાબેન મકવાણા, જેતપુર તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન સોલંકી, માર્કટિંગ યાર્ડ ચેરમેન દિનેશભાઇ ભૂવા, હાજરી અપી હતી

ઉપલેટાના વરજાંગજાળિયા ગામનો બનાવ આંગણવાડીમાં નોકરી અપાવવા રૂ.૭૦ હજાર પડાવ્યા વધુ રૂ.૧ લાખ માટે બંદુક બતાવી મારી નાખવાની ધમકી


જામનગર જીલ્લાના લાલપુરના અબ્દુલ હાલેપોત્રા, વસીમ હાલેપોત્રા અને
ચાંદીગઢના અનવર રાઉમા એમ ત્રણ શખ્શો સામે ઉપલેટા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ 


જામનગર પંથકના ત્રણ શખ્શોએ ઉપલેટા પંથકની એક યુવતીને આંગણવાડીમાં નોકરી અપાવી દેવાની લાલચ આપી રૂપિયા ૭૦ હજાર પડાવ્યા બાદ વધુ રૂપિયા ૧ લાખ પડાવવા બંદુક બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે ઉપલેટા પોલીસમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે ત્રણ શખ્શો સામે ગુનો નોંધી તમામની શોધખોળ આદરી છે. આ બનાવથી ઉપલેટા પંથકમાં ચકચાર જાગી છે.

    મળતી વિગતો મુજબ ઉપલેટા તાલુકાના વરજાંગજાળિયા ગામે રહેતા રાજેન્દ્રભાઈ વેલજીભાઈ સોલંકીની પુત્રી હિનાબેનને આંગણવાડી માં મુખ્ય સેવિકા તરીકેનું ફોર્મ ભર્યું હોય, નોકરી અપાવવી દેવાની લાલચ આપી, વિશ્વાસમાં લઈને રૂપિયા ૭૦ હજાર પડાવી લીધા હતા.

જામનગર જીલ્લાના લાલપુર શહેરમાં  ભાટિયા શેરીમાં રહેતા અબ્દુલ ઓસમાણ હાલેપોત્રા, લાલપુરમાં પ્રગટેશ્વર મંદિર પાસે રહેતા વસીમ તારમહમદ હાલેપોત્રા અને લાલપુર તાલુકાના ચંડીગઢ ગામે રહેતા અનવર ઉર્ફે અલ્તાફ અલીઉમાર રાઉમા એમ ત્રણેય શખ્શોએ વધુ રૂપિયા ૧ લાખ પડાવવા હિનાબેનના પિતા રાજેન્દ્રભાઈ સોલંકી તથા તેમના ભાઈને બે નાળચા વાળી બંદુક બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા ગભરાયેલા રાજેન્દ્રભાઈ સોલંકીએ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

    બનાવની ફરિયાદ પરથી ઉપલેટા પોલીસના પીઆઈ એચ.જી.પલ્લાચાર્યાએ જામનગર પંથકના ઉપરોક્ત ત્રણેય શખ્શો સામે આઈપીસી ૪૦૬, ૪૨૦, ૩૮૭, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪, આર્મ્સ એક્ટ ૨૫(૧-એ) મુજબ ગુનો નોંધી તેઓની શોધખોળ આદરી છે. આ બનાવથી ઉપલેટા પંથકમાં ચકચાર જાગી છે.

કલ્યાણપુર તાલુકાના નંદાણામાં જુગાર દરોડો : પ શખ્શો ઝડપાયા


આર.આર.સેલ રાજકોટ રેન્જની ટીમે રૂ.૧૩૫૧૦/- નો મુદ્દામાલ કબજે કર્યો
રાજકોટ તા.૨૭
આર.આર. સેલ રાજકોટ રેન્જની ટીમે ગઈકાલે બાતમીના આધારે દ્વારકા જીલ્લાના, કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે જુગાર દરોડો પાડી ૫ શખ્શોને રોકડ ૧૧૦૧૦/- સહીત કુલ રૂપિયા ૧૩૫૧૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ આર.આર.સેલના જે.એસ.પંડ્યા, ટીમના કુલદીપસિંહ જાડેજા, સજુભા જાડેજા, ડી.ડી.પટેલ સહીત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે બાતમી મળતા દ્વારકા જીલ્લાના, કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રાજશીભાઇના મકાન પાછળ જાહેરમાં રમાતા જુગાર પર દરોડો પડાયો હતો.
આ સમયે ત્યાં જુગાર રમતા પાલા અરજણ આંબલીયા, બાબુ દેવાનંદ આંબલીયા, સામત હડા આંબલીયા, મેરગ વીરા ચાવડા તેમજ ઠાકરશી ખેરાજ દાવડા એમ ૫ શખ્શો રોકડ રૂપિયા ૧૧૦૧૦/- અને રૂ.૨૫૦૦/- ના ૫ મોબાઈલ મળી કુલ રૂપિયા ૧૩૫૧૦/- ના મુદ્દામાલ સાથે પકડાઈ ગયા હતા. જે તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

શનિવાર, 24 નવેમ્બર, 2018

રાજકોટમાં રૂડા અને આણંદપરના ખેડુતોને મળીને પાઇપલાઇન નાખશે

રાજકોટમાં રૂડા અને આણંદપરના ખેડુતોને
મળીને પાઇપલાઇન નાખશે

મહાનગરપાલિકાની ગૌરીદડ ખાતેના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ખેતીના ઉપયોગ માટે જરૂરી પાઈપલાઈનમાંથી પાણી આપવા આણંદપર ગામના ખેડૂતોની રજૂઆત હતી. રાજ્યના ખેડૂતોને સિંચાઇ માટે પાણી મળી રહે તે માટે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો અભિગમ રહ્યો છે, આણંદપરના ખેડૂતોની રજૂઆત અંગે આજરોજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થળ મુલાકાત લેતા મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, કમિશનર બંછાનિધિ પાની, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, ડ્રેનેજ ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા, ડે.એન્જીનીયર મોરી તેમજ આણંદપર ગામના સરપંચ વિજયભાઈ ડોડીયા, અજીતભાઈ વાઢેર, દેવાભાઈ ડોડીયા તેમજ ખેડૂત અગ્રણી જેમલભાઇ કાનાભાઈ વાઢેર, વિગેરે ઉપસ્થિત રહેલ હતા.

ગૌરીદડ 70 એમએલડી પ્લાન્ટનું પ્રીપેડ પાણી હાલમાં આજી-2 ડેમમાં છોડવામાં આવે છે. આ પાણી સિંચાઇના ઉપયોગ માટે આવી શકે તે માટે આણંદપર નાની સિંચાઇ યોજના હેઠળ આવેલ ડેમમાં ઠાલવવામાં આવે તો આજુબાજુના ખેડૂતોને પાણીનો લાભ મળે અને હૈયાત કુવાના તળો પણ ઉંચા આવે આ માટે સ્થળ મુલાકાત બાદ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી આપવા માટે રૂડા દ્વારા અને ખેડૂતોની બનાવવામાં આવનાર સહકારી મંડળીના સયુંકત જનભાગીદારીથી પાઈપલાઈન નાંખવા સૈદ્ધાંતિક નિર્ણય કરવામાં આવેલ છે.

ગુરુવાર, 22 નવેમ્બર, 2018

૨૧-૧૧-૧૮ -૦૦૨ મહત્વના સમાચારો


તા.૨૧.૧૧.૧૮ ના મહતવન સમાચારો






રાજકોટ કોર્પોરેશને ખેડૂતોને રૂ.13 પ્રતિ હજાર લિટરના ભાવે ટ્રીટેડ વેસ્ટ વોટર વેંચવાનું ચાલુ કર્યું


આણંદપરના ખેડૂતોને 50 લાખ લીટરથી વધુ શુદ્ધ કરાયેલા પાણીનો જથ્થો અપાયો

રાજકોટ મહાપાલિકા તંત્ર દ્વારા શહેરની ભૂગર્ભ ગટરના ગંદા પાણીને શુદ્ધ કરીને તે પાણી સિંચાઈ માટે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત ગવરીદડ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતેથી આણંદપરના ખેડૂતોને 50 લાખ લીટરથી વધુ પાણીનો જથ્થો આપવામાં આવ્યો છે. ખેડૂતોને સિંચાઈ માટે પ્રતિ એક હજાર લીટરદીઠ રૂા.13ના ભાવથી પાણી આપવામાં આવી રહ્યું છે. જેથી મહાનગરપાલિકાને પ્રતિ હેક્ટરદીઠ રૂ.6,211ની આવક થશે.

આ ઉપરાંત મનપા દ્વારા રૈયાધાર પ્લાન્ટ ખાતેથી હાલમાં ફોરેસ્ટ વિભાગને વૃક્ષારોપણ માટે દરરોજ અંદાજે 15 હજાર લીટર પાણી આપવામાં આવે છે. માધાપર પ્લાન્ટ ખાતેથી ઈશ્વરીયા મહાદેવ પિયત સહકારી મંડળી લિમિટેડ માધાપરને દરરોજ અંદાજે 17-64 હેક્ટર વિસ્તારમાં પાણી આપવામાં આવી રહ્યું છે. રોણકીની જય દ્વારકાધીશ મંડળી તેમજ આણંદપર (બાઘી) ગામના ખેડૂતો પાસેથી પણ ટ્રીટેડ વેસ્ટ વોટરની માગણીની દરખાસ્તો મળી રહી છે.


મ્યુ.કમિશનરે આ અંગે કહ્યું હતુ કે, ટ્રીટેડ વેસ્ટ વોટરના વપરાશથી ખેતીવાડીમાં નર્મદાના પાણીનો વપરાશ ઘટશે. તેનાથી ખેડૂતો અને તંત્ર બન્નેને ફાયદો થશે. નર્મદાનું પાણી લોકોને પીવા માટે મળતું રહેશે અને ખેતીમાં સિંચાઈ માટે ટ્રીટેડ વેસ્ટ વોટરનો ઉપયોગ કરવામાં આવશે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી, ફોરેસ્ટ વિભાગ, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તથા ગાર્ડન શાખા પણ તમામ બગીચાઓમાં પાણી પાવા માટે ટ્રીટેડ વેસ્ટ વોટરનો ઉપયોગ કરશે તેમજ શહેરમાં જુદી જુદી જગ્યાએ ચાલતાં બાંધકામો માટે કોન્ટ્રાક્ટર્સ અને બિલ્ડર્સને પણ ટ્રીટેડ વેસ્ટ વોટર વેચવા માટેના પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવશે.(સાભાર : ફૂલછાબ)

મોબાઈલ ટાવરોના વેરા ઘટાડાનો નિર્ણય બન્યો વિવાદાસ્પદ: કોર્ટમાં પડકારવા વિપક્ષની તૈયારી

મોબાઈલ ટાવરો સંદર્ભે શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ દ્વારા કરાઇ આરટીઆઇ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં મોબાઇલ ટાવરના વેરામાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટેલીકોમ કંપનીઓની તરફેણમાં લેવાયેલો નિર્ણય હાલ વિવાદાસ્પદ બન્યો છે. ટેલીકોમા કંપનીઓને કરાવેલા ફાયદાને કોંગ્રેસ હવે હાઇકોર્ટમાં પડકાર આપવા જઇ રહી છે. 

આ માટે રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટ હેઠળ વિપક્ષ દ્વારા મહાનગરપાલિકા પાસે વિગતો પણ માગવામાં આવી છે.
તાજેતરમાં સ્ટેન્ડીંગ કમિટિમાં મોબાઈલ ટાવરોના વેરામાં 30 ટકાનો જંગી ઘટાડો કરવામાં આવ્યો છે. અગાઉ આ જ સ્ટેન્ડીંગ કમિટિએ વેરા ઘટાડાની દરખાસ્ત નામંજુર કરી હતી અને ત્યાર બાદ જનરલ બોર્ડમાં મોબાઈલ ટાવરના વેરા ઘટાડાની દરખાસ્ત તરત જ મંજુર કરી દેવાઈ હતી. 


આમ મોબાઈલ ટાવરના વેરામાં ઘટાડો વિવાદાસ્પદ બન્યો છે ત્યારે શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખે આ બાબતે માહિતી અધિકાર હેઠળ વિસ્તૃત વિગતો માંગી છે.
અગાઉ જનરલ બોર્ડ માટિંગમાં મોબાઈલ ટાવરનો વેરો પ્રતિ ચોરસમીટર દીઠ રૂા.50થી ઘટાડીને 35 કરવા માટેની દરખાસ્ત મુકવામાં આવી હતી. ત્યાર બાદ તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટીમાં ટેલિકોમ કંપનીઓના મોબાઈલ ટાવરનો વેરો પ્રતિ ચોરસમીટર દીઠ રૂા.35થી ઘટાડીને 15 કરવા માટેની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.
વિપક્ષ દ્વારા કરાયેલી આરટીઆઇ
શહેરમાં કુલ કેટલા અને ક્યા-ક્યા પ્રકારના મોબાઈલ ટાવરો છે, કેટલા સમયથી રાખવામાં આવ્યા છે, 

ટાવરોની મંજૂરી તથા માલિકી, મોબાઈલ ટાવરોની વેરા વસૂલ કરવાની જૂની અને નવી પધ્ધતિ, મોબાઈલ ટાવરોના વેરા કેટલી વખત વધારાયા અને ઘટાડવામાં આવ્યા, ક્યા ટાવરને કઈ કઈ શાખા દ્વારા મંજૂરી આપવામાં આવી, આ તમામ મોબાઈલ ટાવર અંગે કોઈ કોર્પોરેટર દ્વારા જનરલ બોર્ડ અને સ્ટેન્ડિંગમાં પૂછવામાં આવેલા સવાલ અને થયેલા વિરોધની માહિતી,' સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા લેવામાં આવેલા નિર્ણયની તેમજ તે સમયની મિનીટ્સ બુક ઓફ રેકોર્ડની વિગતો સહિતની માહિતીઓ પ્રમાણિત નકલમાં આપવી તથા આ તમામ મોબાઈલ ટાવરો અંગે બજેટમાં જોગવાઈ કરવામાં આવી હોય તો તે છેલ્લા 25 વર્ષના બજેટમાં કરવામાં આવેલી જોગવાઈઓ અને તેના આવક-જાવક સહિતના હેડવાઈઝ અને સવિસ્તૃત માહિતીની વિગતો પ્રમાણિત નકલમાં આપવા કોંગ્રેસ દ્વારા માગ કરવામાં આવી છે.(સાભાર : ફૂલછાબ)

રાજકોટની બે દીકરીઓ ડીસેમ્બરમાં સંસાર છોડી સંયમના માર્ગે કરશે પ્રસ્થાન



એસએસસીમાં 99.94 પીઆર લાવનાર આરાધના પણ લેશે દીક્ષા

રાજકોટ, તા. 21 : રાજકોટમાં ચાતુર્માસ માટે આવેલા રાષ્ટ્રસંત શ્રીનમ્રમુનિ મહારાજ સાહેબની નિશ્રામાં રાજકોટની બે દીકરીઓ ઊપાસના સંજયભાઈ શેઠ અને આરાધના મનોજભાઈ ડેલીવાળા સંસારનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરશે અને સંયમના માર્ગે પ્રસ્થાન કરશે. આ બન્ને દીકરીઓનો ભવ્ય દીક્ષા મહોત્સવ આગામી તા.2થી 9 ડિસેમ્બર દરમિયાન ઉજવાનાર છે.

જે દીકરીઓ દીક્ષા ગ્રહણ કરવાની છે, તેમાં ઊપાસના શેઠની ઉંમર 24 વર્ષ છે અને બી.કોમ. સુધીનો અભ્યાસ કર્યો છે. સંજયભાઈ અને હેતલબેન શેઠની દીકરી ઊપાસનાએ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. તેને એક બહેન કિંજલ છે. જ્યારે મનોજભાઈ અને પૂનમબેન ડેલીવાળાની પુત્રી આરાધનાની ઉંમર 17 વર્ષની છે. ધોળકીયા સ્કૂલની વિદ્યાર્થિની આરાધનાએ એસએસસીમાં 99.94 માર્ક મેળવ્યા હોવા છતાં ભવિષ્યમાં કારકિર્દી બનાવવાનું ન વિચારીને નાની ઉંમરમાં જ સંયમના માર્ગે પ્રસ્થાન કરવાનું નક્કી કર્યું છે. આ અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપતાં ડોલરભાઈ કોઠારીએ જણાવ્યું હતું કે, તા.2 ડિસેમ્બરે વિરતી વિજય શોભાયાત્રા નીકળશે. તા.3જીએ સંયમ માઁના ખોળે શિક્ષા પ્રસ્તુતિ થશે. તા.4થી એ સવારે હું હતો હું હોઈશ કાર્યક્રમ રજૂ થશે. તા.પમીએ સંયમ વંદનાવલી અને બ્રહ્મદીક્ષાનો કાર્યક્રમ યોજાશે. તા.6ઠ્ઠીએ પ્રવજ્યા શોભાયાત્રા નીકળશે. તા.7મીએ અશ્વિનભાઈ જોશીનો દીકરી વ્હાલનો દરિયો કાર્યક્રમ યોજાશે. તા.8મીએ માતૃ પિતૃ વંદના, બપોરે અનુમોદના, કોળીયા વિધિ થશે. તા.9મીએ રેસકોર્સ મેદાનમાં ‘સંયમ સમવસરણ’ ખાતે ભવ્ય દીક્ષા મહોત્સવ ઉજવવામાં આવશે.



આ પ્રસંગે વિવિધ જૈન સંઘોના શ્રેષ્ઠીઓ ચંદ્રકાન્તભાઈ શેઠ, ઈશ્વરભાઈ ઘોઘા, પ્રવીણભાઈ કોઠારી, કમલેશભાઈ શાહ (એડવોકેટ), જીતુભાઈ બેનાણી, કિરીટભાઈ શેઠ, શિરીષભાઈ બાટવીયા, સુશીલભાઈ ગોડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ગુરુ એ સર્વસ્વ નથી, સહાયક છે : નમ્રમુનિ મહારાજ


પત્રકાર પરિષદને સંબોધન કરતાં રાષ્ટ્રસંત શ્રીનમ્રમુનિ મહારાજે જણાવ્યું હતું કે, જેના હૃદયમાંથી સત્ય પ્રગટ થાય છે તે સંયમનો સ્વીકાર કરે છે. અને સમજ પ્રગટ થાય ત્યારે સંયમ લાવવો પડતો નથી. સહજતાથી આવી જાય છે. ગુરુઓથી કોઈ શિષ્ય દીક્ષા નથી લેતા. અંદર પ્રગટેલા સત્યથી પ્રેરાઈને દીક્ષા લે છે. ગુરુને જૈન દર્શનમાં સર્વસ્વ માનવા છતાં સહાયક માનવામાં આવે છે.

દીક્ષાર્થી દીકરીઓ શું કહે છે ?


24 વર્ષીય દીક્ષાર્થી ઊપાસના શેઠે જણાવ્યું હતું કે, હું મેનેજમેન્ટ પર્સન છું. મને ક્યાંથી કેટલો નફો થાય છે તે જોવાનું છે. સંયમના માર્ગે મારે ગુમાવવાનું કશું જ નથી. માત્ર ને માત્ર આત્મકલ્યાણ મેળવવાનું છે. દીક્ષા ગ્રહણ કર્યા પછી પરિણામ શું આવશે, તેની ચિંતા કરતી નથી. 17 વર્ષીય આરાધના ડેલીવાળાએ કહ્યું કે, મારા દીક્ષા લેવાના ભાવ મક્કમ હતા. ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ સંસારી પક્ષે મારા મામા થાય પણ હવે ગુરુ-શિષ્યાનો સંબંધ થઈ જશે. તેમણે એમ પણ કહ્યું કે, દીક્ષા લેવા માટે કોઈ ઉંમર હોતી નથી. કારણ કે ઉંમર શરીરને હોય છે, આત્માને નહીં. (સાભાર : ફૂલછાબ)

બુધવાર, 21 નવેમ્બર, 2018

રાજકોટ શહેરમાં બીગબજાર પાછળના એ.બી.પાર્કમાંથી અલ્પેશ વ્યાસ વિલાયતી શરાબની ૨૫૨ બોટલ સાથે ઝડપાયો : શરાબ સપ્લાયરની શોધખોળ

રાજકોટ તા.૨૧
રાજકોટ તાલુકા પોલીસે બાતમીના આધારે ગઈકાલે બીગબજાર પાછળ આવેલા એ.બી.પાર્કમાં રહેતા એક શખ્શના ઘર પર છાપો મારી
વિલાયતી દારૂની ૨૫૨ બોટલ સહિતના રૂ.૧ લાખ ૧૩ હજાર ૩૦૦/- રૂપિયાના મુદ્દામાલ સાથે અલ્પેશ વ્યાસ નામના શખ્શને પકડી લીધો હતો. જયારે તેમને દારૂ પૂરો પાડનાર લક્ષ્મીનગરના હાર્દિક નામના શખ્શની શોધખોળ આદરાઈ હોવાનું પોલીસ જણાવે છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ તાલુકા પોલીસની ડી સ્ટાફની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે પોલીસ કોન્સ્ટેબલ અરજણભાઈ ઓડેદરાને બાતમી મળી હતી કે બીગબજાર પાછળ આવેલ એ.બી.પાર્કમાં રહેતા અલ્પેશ નરેન્દ્ર વ્યાસ નામના શખ્શના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો પડ્યો છે.


બાતમીના આધારે તાલુકા પોલીસના પીઆઈ વી.એસ.વણઝારાએ, ફોજદાર એન.ડી.ડામોર સહિતના  સ્ટાફને સાથે રાખી દરોડો પાડતા અલ્પેશ રૂપિયા ૧૧૩૩૦૦/- કિમતના જુદી જુદી બનાવટના વિદેશી દારૂની ૨૫૨ બોટલ સહિતના મુદ્દામાલ સાથે પકડાઈ ગયો હતો. આ તકે પોલીસની આકરી પૂછપરછ દરમિયાન અલ્પેશ વ્યાસે આ દારૂનો જથ્થો લક્ષ્મીનગરમાં રહેતા હાર્દિક નામના શખ્શ પાસેથી મેળવ્યો હોવાનું કબુલતા પોલીસે હાર્દિકની શોધખોળ આદરી છે. 




પડધરીની ૨ વર્ષની અપહ્યુત બાળકીને શોધવા પોલીસની ટીમોની સધન તપાસ

સોમવારી બજારમાંથી કોઈ ઉઠાવી ગયું છે : પોલીસે બાળકીનો ફોટો સોશિયલ
મીડિયામાં પણ મુક્યો  : એસપી ઘટના સ્થળે પહોંચ્યા : ધૂંધળા સીસી ફૂટેજના આધારે અજાણ્યા શખ્શ સુધી પહોંચવા પોલીસની કવાયત
રાજકોટ તા.૨૧
પડધરીની બજારમાંથી ગઈકાલે બપોરે બે વર્ષની બાળકીનું અપહરણ કરી અજાણ્યો શખ્સ ભાગી જતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. જીલ્લા પોલીસ વડા બલરામ મીણાએ પણ ઘટના સ્થળે દોડી જઈને પડધરી પોલીસ ઉપરાંત એલસીબી, એસઓજી અને આરઆર સેલોની ટીમોને કામે લગાડી છે. પણ  અપહૃત બાળકીની  કોઈ ભાળ પોલીસને મળી નથી.
પ્રાપ્ત વિગતો મુજબ દાહોદ જીલ્લાનાં ધાનપુર ગામના વતની પોપટભાઈ ડામોર ૧૫-૨૦ દિવસ પહેલા પરિવાર સાથે ખેતમજૂરી કરવા પડધરીના  ન્યારા ગામે આવ્યા હતા ત્યાં એક વાડીમાં રહી મજૂરી શરૂ કરી હતી. ગઈકાલે બપોરે તે પત્ની અને બે પુત્રી ઉપરાંત અન્ય પરિવારના સભ્યો સાથે પડધરી સરકારી હોસ્પિટલ સામે ભરાતી સોમવારી (ગુજરી) બજારમાં ખરીદી કરવા ગયા હતા.

બપોરે અઢી વાગ્યાની આસપાસ તેની પત્ની કમોદીબેન ચાર વર્ષની પુત્રી કેનાનું કાન વીંધાવતી હતી ત્યારે નાની બે વર્ષની પુત્રી રમીલા બાજુમાં ઉભી હતી. જેને કોઈ અજાણ્યો શખ્સ આવીને ઉપાડી ભાગી ગયો હતો. જાણ થતાં આદિવાસી પરિવાર હાંફળો-ફાંફળો બની ગયો હતો અને ઘણી શોધખોળ કરવા છતાં રમીલાનો કોઈ પતો નહીં મળતા અંતે પડધરી પોલીસને જાણ કરી હતી. જેના દ્વારા અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
એક બે વર્ષની બાળાનું આ રીતે ભરબજારમાંથી અપહરણ થઈ જાય તે બાબત ખૂબ જ ગંભીર હોવાથી એસપીએ પડધરીની વિઝીટ કરી હતી. આ ઉપરાંત ક્રાઈમ બ્રાંચ, એસઓજી અને આરઆર સેલની ટીમો દોડાવાઈ હતી. પોલીસની જુદી જુદી ટીમો બનાવી તેને કામગીરી સોંપવામાં આવી હતી. જે શખ્સે અપહરણ કર્યું હતું તેના ધૂંધળા  સીસી ટીવી ફૂટેજ પણ પોલીસને મળ્યા છે. તેના આધારે પોલીસે અજાણ્યા શખ્શ સુધી પહોંચવા કવાયત આદરી છે.

વીરડા-વાજડીના યુવાનના આપઘાત પાછળ યુવક-યુવતીનું બ્લેકમેઈલીંગ કારણભૂત


લોધિકા પોલીસે ખુશ્બુ નામની યુવતી અને તેના પ્રેમી સામે ગુનો નોંધ્યો :
પરણિત યુવાનને પૈસા આપવા માનસિક ત્રાસ અપાતો'તો : તપાસ શરુ

રાજકોટ તા.૨૧
રાજકોટ તાલુકાના વીરડા-વાજડી ગામના યુવાનનું બ્લેકમેઈલિંગ કરી પૈસા પડાવવા અપાતા ત્રન્સને કારણે આત્મહત્યા કરવા મજબુર કરનાર એક યુવતી અને પ્રેમી સામે લોધિકા પોલીસે ગુનો નોંધી બંનેની શોધખોળ આદરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ધ્રોલ તાલુકાના જાળિયા દેવાણી ગામનો એ હાલ રાજકોટ તાલુકાના વીરડા-વાજડી ગામે રહેતા ભરતભાઈ નારણભાઈ જાદવ નામના ૩૦ વર્ષના પરણિત યુવાને ગઈકાલે ખીરસરા ગામી સીમમાં રાહુલભાઈ અગ્રવાલની વાડીમાં આત્મહત્યા કરી લીધી હતી.

બનાવની જાણ પરથી ઘટના સ્થળે પહોચેલી લોધિકા પોલીસને એક સ્યુસાઈડ નોટ મળી હતી. જેમાં મૃતક ભરતભાઈએ લખ્યું છે કે, ખુશ્બુ નામની એક યુવતી અને તેનો પ્રેમી ઘણા સમય થયા તેમની પાછળ પડી, મોબાઈલમાં ખરાબ મેસેજ મોકલી, પૈસા પડાવવા બ્લેકમેઈલિંગ કરતા હતા. જે સહન ના થતા આત્મહત્યાનું પગલું ભર્યું છે.

સ્યુસાઈડ નોટમાં મૃતકે એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, ખુશ્બુના પ્રેમીએ તેમને ગંદા મેસેજ મોકલી ચોરી પે સીનાજોરી કહેવત મુજબ પ્રેમી યુવાને અને ખુશ્બુએ તેમનું બ્લેકમેઈલિંગ કરવાનું શરુ કરી પૈસાની માંગણી કરતા હતા. મૃતકના ભાઈ સુરેશભાઈ નારણભાઈ જાદવની ફરિયાદ પરથી લોધિકા પોલીસના મહિલા પીએસઆઈ એચ.પી.ગઢવીએ ખુશ્બુ અને તેના પ્રેમી સામે આઈપીસી કલમ ૩૦૬, ૧૧૪ મુજબ ગુનો નોંધી બંનેની શોધખોળ આદરી છે.
દ્વારકા-રાજકોટ-સુરેન્દ્રનગર જીલ્લા વિસ્તારમાં જુગાર દરોડા
રૂ.૨.૨૪ લાખના મુદ્દામાલ સાથે ૧૦
પંટરોને  "ખેલતા" ઝડપી લેવાયા

ગોંડલના નવા માર્કેટ યાર્ડ, ખંભાળિયાના ભાડથર,
સુરેન્દ્રનગર જીલ્લામાં લીમડી હાઈવે પર દરોડા :
૧૫ શખ્શો સામે ગુનો નોંધી ૫ શખ્શોની શોધખોળ 

રાજકોટ તા.૨૧
    આર.આર.સેલ રાજકોટ રેન્જની ટીમે ગઈકાલે રાજકોટ, દ્વારકા અને સુરેન્દ્રનગર જીલ્લા વિસ્તારમાં ત્રણ સ્થળોએ જુગાર દરોડા પાડી રૂપિયા ૨.૨૪ લાખના મુદ્દામાલ સાથે ૧૦  શખ્શોને જુગાર રમતા ઝડપી લીધા હતા. પોલીસે કુલ ૧૫ શખ્શો સામે ગુનો નોંધ્યો છે. જ્યારે જુગાર રમાડવામાં ખુલેલા નામ અને નાશી છુટેલા ૫ શખ્શોની પોલીસે શોધખોળ આદરી છે.

    પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ રેજમાં ચાલતી જુગારની બદી નાબુદ કરવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક  રાજશીટ રેજ  સંદીપ સિંહ દ્વારા આર.આર.સેલ રાજકોટના પીએસઆઈ એમ,પી,વાળા વિગેરેને સુચના આપી હતી. જે અંગે સેલના સ્ટાફે સૌ પ્રથમ બાતમીના આધારે રાજકોટ જીલ્લના ગોંડલના નવા માર્કેટીંગ યાર્ડમાં જુગાર દરોડો પાડી  જયેશ ઉર્ફે ટકો ગાંડું પટેલ, ને વરલી ફીચારના સાહીત્ય તથા રોકડા રૂપિયા ૧૩૬૭૦/- તથા મોબાઇલ ફોન-૧ કિ.૩.૫૦૦/- સાથે પકડી પાડી કપાત લેનાર , ઇમરાન ઉર્ફે ઈમલો  હસન કટારીયા (રહે.. બન્ને વોરાકોટડારોડ, ગોંડલવાળા વિરુધ્ધ ગોંડલ સીટી પો.સ્ટે. ગુનો નોંધાવ્યો હતો.

    બીજા દરોડામાં દ્વારકા જીલ્લાના ખંભાળીયાના ભાડથર ગામે ક્રિશ્ના ડેરી સામેથી જુગાર રમતા સામત દેવાનંદ  કરમુર, આલા ભીમા ચાવડા, સામત દેવાણંદ કરમુર, લાખા નગા કંડોરીયા, દાદુ માલદે કંડોરીયા (રહે.બધા ભાડથર) વાળાઓને રોકડા રૂપિયા .૧૧,૦૯o/- તથા મોબાઇલ ફોન-૪ રૂ.૨૨૦૦/- સાથે પકડી પાડી તમામ વિરુધ્ધ ખંભાળીયો પો.સ્ટેમાં ગુનો નોંધાવ્યો હતો.


   
    જ્યારે સુરેન્દ્રનગર જીલ્લા પાણસીણાના લીંબડી ને.હા. ઉપર આવેલ ગીરીરાજ હોટલ પાછળ આવેલખેતરમાં ધાંસના છાપરા નીચે રમાતા જુગાર પર છાપો મારી પોલીસે  હુશૈન ઉર્ફે કાળીયો  યુસુબવોરા, મુબારફ ઉર્ફે મુબો ગુલામ ઘાંચી,  હનીફ ઉર્ફે કદો અકબર ઘાંચી તહાં  યુસુબ  રસુલ ઘાંચી (રહે. બધા રળોલ, લીંબડી)વાળાઓને રોકડા રૂપિયા ૧,૧૪,૬૦0/- તથા મોબાઇલ ફોન-૯ કિ.રૂ.૩૨,૦૦૦/- તેમજ એક બાઈક /- સાથે પકડી પાડ્યા હતા. જ્યારે જુગાર રમાડનાર હુસેન મામજી ઘાંચી રે.રળોલ તથા ભાગી છુટેલા  યાસીન ઘાંચી,  અબ્બાસ અલ્લાઉદીન ઘાંચી (રહે.બંને રળોલ) તથા  હારુન ઉર્ફે કાજી ધાંચી (રહે..બાજરડા તા. ધંધુફાવાળા)  સામે પાણસીણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મંગળવાર, 20 નવેમ્બર, 2018

રાજકોટમાં 18 ટોઇલેટને મોર્ડન બનાવવા કોર્પોરેશન સુત્રોની જાહેરાત



મહાનગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારનાં " સ્વચ્છ ભારત મિશન " હેઠળ વિવિધ કામગીરી અને ઝુંબેશો હાથ ધરવામાં આવતી રહે છે. જેમાં જનજાગૃતિ અભિયાન ઉપર પણ વિશેષ ભાર મુકવામાં આવે છે અને તેમાં ક્રમશ: સારો જનસહયોગ પ્રાપ્ત થઇ રહયો છે.
સૌના સાથસહકારનાં માધ્યમથી નાગરિકોને વધુ ને વધુ સારી સેવાઓ પ્રદાન કરવામાં મહાનગરપાલિકાને પણ સાનુકૂળતા રહે છે.

આ અંગે વાત કરતા મેયર બિનાબેન આચાર્ય અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ એમ જણાવ્યું હતું કે, આજે તા. 19-11-2018 નાં રોજ "વલ્ર્ડ ટોઇલેટ ડે" મનાવવામાં આવી રહયો છે. જે સ્વાભાવિકરીતે જાહેર સ્વચ્છતા અને જાહેર સ્વાસ્થ્યની બાબતમાં નાગરિકોને જાગૃત થવાનો સંદેશ આપે છે. મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પબ્લિક ટોઇલેટ બનાવવામાં આવેલ છે અને તે પૈકી 18 પબ્લિક ટોઇલેટને મોડર્ન સ્વરૂપ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મેયર અને કમિશનરે વધુમાં પણ કહ્યું હતું કે, તંત્ર દ્વારા જે 18 પબ્લિક ટોઇલેટને મોડર્ન બનાવવાનું નક્કી કરવામાં આવેલ છે તેમાં રેસકોર્સ રિંગ રોડ પર ઇન્કમ ટેક્સ ઓફિસ સામે તેમજ ગેલેક્સી સિનેમા સામે આવેલ પબ્લિક ટોઇલેટ ઉપરાંત ફ્ન વર્લ્ડ પાસે રેસકોર્સ મેદાનની અન્ડર આવેલ પબ્લિક ટોઇલેટ તેમજ જ્યુબિલી ગાર્ડન સામે, શાસ્ત્રી મેદાન પાસે, મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે બનાવવામાં આવેલ ટોઇલેટ, તેમજ 80 ફૂટ રોડ પર સોરઠીયાવાડી સર્કલ, કાલાવડ રોડ પર કે.કે.વી. હોલ પાસે તથા પ્રેમ મંદિર પાસે, નાનામવા રોડ પર લક્ષ્મીનગર હોકર્સ ઝોન પાસે, મવડી મેઈન રોડ પર વિશ્વેશ્વર મંદિર નજીક, કુવાડવા રોડ પર ગ્રીન લેન્ડ ચોક, આશ્રમ રોડ પર ડ્રેનેજ ઓફિસ પાસે, કુવાડવા રોડ પર વોર્ડ ઓફિસ પાસે, રેલ્વે સ્ટેશન રોડ, યુનિવર્સિટી રોડ પર પંચાયતનગર ખાતે અને રેસકોર્સની અંદર આર્ટ ગેલેરી પાસે આવેલ પબ્લિક ટોઇલેટને આધુનિક સ્વરૂપ આપવામાં આવશે.

આ 18 મોડર્ન ટોઇલેટમાં ફર્શ અને દિવાલો એકદમ ચોખ્ખા ચણાંક રાખવા ઉપરાંત ટોઇલેટ સંકુલમાં ફૂલછોડનો વ્યવસ્થિત ઉછેર અને તેની જાળવણી, એર ફ્રેશનરનો ઉપયોગ, અને હાથ ધોવા માટે લીક્વીડ ડીસ્પેન્સર અને હાથ સુકવવા માટે હેન્ડ ડ્રાયર અને નેપકીનની સુવિધા, નહાવાની સુવિધા, બાળકો માટે ઓછી ઊંચાઈના ટોઇલેટ, વિમેન્સ ટોઇલેટ કેમ્પસમાં સેનેટરી નેપકીન વેન્ડિંગ મશિન અને તેના યોગ્ય નિકાલ માટે પણ સુવિધા, જળસંચય ફેસિલિટી, નવી રેવન્યુ ઉભી કરવા માટે યોગ્ય સ્પેસનો ઉપયોગ, તેમજ જે તે પબ્લિક ટોઇલેટ પોતાના કેમ્પસમાંથી જ નવી રેવન્યુ ઉભી કરી પોતાનું સંચાલન અને જાળવણી કરી શકે તે રીતે તેને સેલ્ફ સસ્ટેઈન્ડ બનાવવા, અને પાણી બચાવવા તેમજ વોટર રિયુઝ ટેકનોલોજીનો ઉપયોગ, જેવી વધારાની સુવિધાઓ પણ આપવામાં આવશે.

રાજકોટમાં રૈયા રોડ ડાયવર્ઝન રૂટ પર સ્પીડ બ્રેકર નહીવત હોવાથી દોડતા વાહનો નીરંકુશ !



સર્કલ નજીકની સોસાયટીમાં ડાયવર્ઝન રૂટ પર અકસ્માતોના બનાવો, કર્કસ હોર્ન અવાજથી સ્થાનીકો પરેશાન: જાહેરનામાનો ભંગ કરી ડાયવર્ઝન રૂટ પર નીકળતા ભારે વાહનો
મવડી સર્કલ-રૈયા સર્કલ પર ટ્રાફીકની સમસ્યા યથાવત!


 શહેરમાં ટ્રાફીક સમસ્યા હલ કરવા માટે મનપાએ બ્રીજ બનાવાની શરૂઆત કરી છે જે અંતર્ગત 150 ફૂટ રીંગ રોડ, રૈયા સર્કલ અને મવડી સર્કલ ઉપર ઓવરબ્રીજ બનાવાની કામગીરી ચાલુ છે. રૈયા સર્કલના મેઈન બ્રીજનો સ્લેબ ભરવાનો હોવાથી રૈયા ચોકડીના ટ્રાફીકને ડાયવર્ટ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જે અંગે પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલે જાહેરનામુ બહાર પાડી રૈયા ચોકના પૂર્વથી પશ્ર્ચિમ સુધીનો માર્ગ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહન વ્યવહારની અવર જવર બંધ કરી છે. તો બીજી બાજુ સ્થાનિક વિસ્તારોમાં સ્પીડબ્રેકરના અભાવે પૂરપાટ ઝડપે દોડતા વાહનો સાથે રાહદારીઓ, બાળકો, વાહન ચાલકોને અથડાવાના- અકસ્માતો થવાના બનાવો વધતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તાત્કાલીક ધોરણે મનપા દ્વારા મેઈન રોડ, ઉપર શરૂમાં અંતમાં સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી માંગ ઉઠી છે. જયારે મવડી સર્કલ ખાતે મુખ્ય ચોકના સ્લેબના કામકાજની કામગીરી માટે ડાયવર્ઝન માટેના પેન્ડીંગ જાહેરનામુ મંજુર થવાની રાહ જોવામાં આવી રહી છે.

 શહેરના 150 ફૂટ રીંગ રોડ પર મવડી સર્કલ અને રૈયા સર્કલ પર થતી ટ્રાફીક સમસ્યા નિવારવા ફલાય ઓવરબ્રીજ બનાવવા માટે બે મહત્વાકાંક્ષી પ્રોજેકટ પાછળ રૂા.62 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત મવડી સર્કલ ખાતે બ્રીજનું 65%થી વધારે કામ પૂર્ણ થઈ ચૂકયું છે. આગામી જાન્યુઆરી માસ સુધીમાં બ્રીજ તૈયાર થઈ જવાનો છે. બ્રીજના બધા પીલરનુ ફાઉન્ડેશનનું કામ પૂરૂ થતા બન્ને સાઈડના કુલ 84 પીલરોમાંથી 69 ગડર ચળાવવાની કામગીરી ચાલી રહી છે. 69 કુલ 84 જયારે ટુકા ગાળામાં જ ટ્રાફીક નિયમનના ડાયવર્ઝન જાહેરનામા પર પોલીસ કમિશ્ર્નરની મંજુરીની મોહર લાગતા પૂર્વથી પશ્ર્ચિમનો વિસ્તાર બંધ કરી સર્વિસ રોડ મારફત જાહેરનામાના ડાયવર્ઝન મુજબ વાહન ચાલકોને જવાનું રહેશે. જાહેરનામા બાદ મવડી ગામ તરફ જતો રસ્તો સદંતર બંધ થઈ જશે. પરીણામે લોકોને ઓમનગર ચોક તરફથી ડાયવર્ગનનો લાભ મળી શકશે. હાલમાં સર્વેની કામગીરી કરી ટ્રાફીક શાખા દ્વારા કમિન્નર કચેરી ખાતે દરખાસ્ત કરી દેવામાં આવી છે. જે દરખાસ્ત પેન્ડીંગ છે.

 જયારે રૈયા ઓવરબ્રીજ પર સેન્ટ્રલ સ્પાનની કામગીરી ગત તા.24થી શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત રૈયા સર્કલ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યું છે. આ કામે રૈયા ચોકના ભાગે મેઈન સ્પાનની કામગીરી ચાલુ હોવાથી રૈયા ચોકમાં પૂર્વથી પશ્ર્ચિમ તરફ જઈ શકાતુ નથી. આ કામગીરી ચાલુ હોવાથી જાહેરનામા મુજબના નિશ્ર્ચિત કરેલા માર્ગ ઉપર વાહન ચાલકોને જવુ પડતું હોય છે. જેમાં સાંજના ટ્રાફીકના કારણે વાહનચાલકો બ્રહ્મસમાજ મેઈન રોડ, હનુમાન મઢી મેઈન રોડ, સર્વિસ રોડ, કીડવાઈનગર, રામેશ્ર્વર પાર્ક મેઈન રોડ, ગાંધીગ્રામ, શાહનગર, શકિતનગર, સંતોષપાર્ક, વિદ્યુતનગર, કૈલાસ ધારા, ચંદનપાર્ક, સતાધાર પાર્ક, રામેશ્ર્વર પાર્ક, શીવ પાર્ક, રાજેશ્ર્વરી પાર્ક, રાધીકા પાર્ક, મીરાનગર, મહાદેવ પાર્ક નજીકના મેઈન રોડ, રસ્તાઓ પર ટુ વ્હીલ, ફોર વ્હીલ, થ્રી વ્હીલ, બોલેરો, જીપ, આઈસર સહીતના નાના મોટા ભારે વાહનોનો ધસારો જોવા મળે છે. તેમજ બાળકો, રાહદારીઓ, સ્થાનીકો સાથે નાના મોટા અકસ્માતો થયાના બનાવો વધતા સ્થાનીક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જયારે સ્થાનીક સોસાયટી, મેઈન રોડ પર સ્પીડ બ્રેકરના અભાવના કારણે ‘માતેલા સાંઢ’ની માફક વાહન ચાલકો દ્વારા વાહનો ચલાવી અકસ્માતો સર્જવાની લોક ફરીયાદો ઉઠવા પામી છે.

 જયારે મવડી સર્કલ નજીક પણ સાંજના સમયે ટ્રાફીકના કારણે વાહન ચાલકો ઉમીયા ચોક, ગોકુલધામ સોસાયટી, દ્વારકાધીશ સોસાયટી, જલજીત સોસાયટી, વૃંદાવન સોસાયટી, જયરાજનગર, શ્યામ પાર્ક, જશરાજનગર, પુનમ સોસાયટી, ઉદયનગર, સરદાર નગર સોસાયટી, સહીતની આજુબાજુ સોસાયટીના મેઈન રોડ પર શોટકર્ટ રીતે નીકળી જતા હોય છે. આ તમામ માર્ગો પર સ્પીડ બ્રેકરો ઓછા વતા પ્રમાણમાં અથવા અમુક સોસાયટીમાં નહીવત છે. બંને પુલોના મુખ્ય પાર્ટની કામગીરી શરૂ હોય ત્યાં સુધીના સમય માટે મેઈન રોડો પર સ્પીડબ્રેકરો બનાવવામાં આવે તેવી લોક ફરીયાદો ઉઠવા પામી છે. 

જયારે ટ્રાફીક સમસ્યાના કારણે થતા અકસ્માતોની ફરીયાદો અરજીઓ પણ પોલીસ મથકમાં વધવા પામી છે. તો બીજી બાજુ ઘણા સમયથી ચાલી રહેલી રૈયા ઓવરબ્રીજ મવડી ઓવરબ્રીજની કામગીરીના કારણે સાંજના સમયે ટ્રાફીકની સર્વિસ રોડ પર અંધાધુંધી સર્જાતી હોય છે. જયારે રૈયા સર્કલ પર મૂકેલા અટપટા ડાયવર્ઝનને કારણે ભુલ ભુલામણી ભરેલા રસ્તાઓ પરથી વાહન ચાલકોને પસાર થવુ પડે છે.


 જયારે વાહનચાલકો પોતાનો કીંમતી સમય બચાવવા અને ઝડપથી કાર્ય સ્થળે પહોંચવા માટે રીતસરની સાંજના સમયે દોડ લગાવતા હોય છે. તો આ સમસ્યાઓના કારણે સ્થાનીક લતાવાસીઓ કર્કસ હોર્ન, સ્પીડ બ્રેકર નહીવત હોથી ઘણી હાડમારીઓ વેઠી રહ્યા છે. જયારે આ અંગે બાંધકામ શાખાના એડીશ્નલ સીટી એન્જીનીયર ભાવેશભાઈ જોષીએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યુ હતું કે રૈયા સર્કલના મેઈન પાર્ટનું 60% કામ પૂર્ણ થઈ ચૂકયું છે. જયારે મવડી ઓવરબ્રીજના મેઈન સ્પાનની કામગીરી પોલીસ કમિશ્ર્નરના જાહેરનામા બાદ શરૂ કરવામાં આવશે. જાહેરનામા બાદ ડાયવર્ઝન રૂટ મુજબ વાહનચાલકોને જવાનું રહેશે. અંદાજીત જાન્યુઆરી મહિનાના અંત સુધી બંને ફલાય ઓવરબ્રીજ તૈયાર થઈ જશે.

પી.અાઈ.ની પરીક્ષામાં સફળતા હાંસલ કરનાર કુ. અંજની પરસાણાનું સન્માન



ભારત વિકાસ પરિષદ દ્રારા સ્નેહમિલન તથા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો 
ભારત વિકાસ પરિષદ અાનંદનગર શાખા દ્રારા રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલ અાનંદનગર મેઈન રોડ ખાતે તાજેતરમાં સભ્ય પરિવારનું સ્નેહ મિલન તથા સરસ્વતી સન્માન સમારોહ યોજાયેલ હતો. જેમાં ગુજરાતી પબ્લીક સવિૅસ કમીશન દ્રારા લેવાયેલ પોલીસ ઈન્સપેકટરની પરીક્ષામાં સફળતા હાંસલ કરનાર સૌરાષ્ટ્રના સૌથી નાની ëમરના કુ. અંજલી ભરતભાઈ પરસાણાનું અભિવાદન કરવામાં અાવેલ હતું.


કંુ. અંજલી ભરતભાઈ પરસાણાનું  સંસ્થાના જિલ્લા પ્રમુખ મુબેન રામાણીના હસ્તે શિલ્ડ અેનાયત કરી સન્માન કરવામાં અાવેલ હતું. અા પ્રસંગે કુ. અંજની પરસાણાની સિઘ્ધીને અાગેવાનો દ્રારા બિરદાવવામાં અાવી હતી. અા પ્રસંગે સંસ્થાના પ્રમુખ વિનોદભાઈ પટેલ, મંત્રી દિપકભાઈ ગોસાઈ, કાયૅકારી અઘ્યક્ષ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતના પ્રફુલભાઈ ગોસ્વામી ખજાનચી સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતના જેઠસુરભાઈ ગુજેરીયા નીલકંઠ ઈલેકટ્રોનીકસના શ્રી મહેશભાઈ મેનપરા, રાજકોટના પ્લા. મેન્યુ અેશો. ઉપપ્રમુખ ભરતભાઈ પરસાણા દાતાશ્રી ડાર્. મેઘાણી, ભાલારાભાઈ, ડોડીયાભાઈ, ડાંગરભાઈ તેમજ અા કાયૅક્રમમાં વિશાળ સંખ્યમાં સભ્યો પરીવારજનો ઉપસ્થીત રહ્યા હતા. કાયૅક્રમમાં ૩પ જેટલા તેજસ્વી તારલાઅોને સન્માનીત કરવામાં અાવેલ હતાં

ધ્રોલમાં ઈનાયત લંઘા પર રાજકોટના ૯ શખ્શોનો ડીસમીસ-સુયા વડે કોર્ટના પાર્કિંગમાં ખૂની હુમલો

ભૂતકાળના ઝગડાનો અને પોલીસ ફરિયાદનો ખાર રાખી

ઘાયલ ઈનાયત રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાંથી અન્ય ખાનગી હોસ્પીટલમાં
દાખલ : ધ્રોલ પોલીસે ખૂનની કોશિષનો ગુનો નોંધી શરુ કર્યો તપાસનો ધમધમાટ 


    જામનગર જીલ્લાના ધોર્લ શહેરમાં ગઈકાલે એક મુસ્લીમ યુવાન પર જુના ઝગડાનો ખાર રાખી ૯  શખ્શોએ, કોર્ટના પાર્કિંગ નજીક બરફ કાપવાની ડીસમીસ અને સુયા વડે ખૂની હુમલો કરતા ઘાયલ યુવાનને પ્રાથમિક સારવાર ધ્રોલ આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડ્યો હતો. જ્યાંથી  તે અન્ય ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે ગયો હોવાની વિગતો મળી છે.

    મળતી વિગતો મુજબ જામનગર જીલ્લાના ધ્રોલ શહેરમાં રહેતો ઈનાયત બશીરભાઈ લંઘા (ઉ.વ.૩૦) નામનો યુવાન ગઈકાલે સાડા ચાર વાગ્યાની આસપાસ ધ્રોલ કોર્ટ કમ્પાઉન્ડ પાસે પાર્કીંગ નજીક ઉભો હતો ત્યારે ફીરોઝ ફકીરમામદ કાનીયા, ઇમ્તીયાઝ ફકીરમામદ કાનીયા મોહસીન ઇસ્માઇલ કાનીયા, હનીફ અલારખા, ઇરફાન ફકીરમામદ કાનીયા, ઇમરાન ઇસ્માઇલ કાનીયા રહે-બધા રાજકોટ તથા ત્રણ અજાણ્યા ઇસમોએ અચાનક ઘસી આવી, આજથી દોઢેક વર્ષ પહેલા થયેલા ઝઘડાનો તેમજ આઠેક મહીના પહેલા ઇનાયાતને રાજકોટ ખાતે થયેલ ઝઘડામાં હુમલાખોરો વિરૂધ્ધ પોલીસમાં ફરીયાદ કર્યાનો તેનો ખાર રાખી, હુમલો કરતા ઈનાયત લોહીલુહાણ થઇ ગયો હતો.

    પુત્ર પર હુમલો થયા અંગેની ધ્રોલ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં બસીરભાઇ અલારખાભાઇ હાજી (જાતે-લંઘા, ઉવ-૫૮ ધંધો-બેન્ડપાર્ટી રહે-લંઘાશેરી ધ્રોલ જી-જામનગર)એ જણાવ્યું હતું કે  હુમલાખોર ફીરોઝે ઇનાયતને બરફ કાપવાના સુયા વડે તથા ઇમરાને ડીસમીસ વડે પેટના ભાગે તથા પાછળના ભાગે જીવલેણ ઇજા કરી તથા પેટના ભાગે લાતો મારી જાનથી મારી નાખવાના ઇરાદે ગંભીર તેમજ જીવલેણ ઇજાઓ પહોચાડી નાશી છૂટ્યા હતા.

    ધ્રોલ પોલીસના પીએસઆઈ વી.કે.ગઢવીએ હુમલાખોર સામે  ઇપીકો કલમ ૩૨૩,૩૨૪,૩૦૭, ૫૦૪,૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯ તથા જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધી તમામથી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

ઉપલેટાના કોલકી રોડ પરથી સિમેન્ટના કારખાનામાંથી ૧.૫૦ લાખનું ટ્રેલર ચોરાયું


જામજોધપુરના કારખાનેદારની ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
રાજકોટ તા.20
ઉપલેટાના કોલકી રોડ પરના એક સિમેન્ટના કારખાનામાંથી આજથી દસેક દિવસ પહેલા ચોરાયેલ રૂપિયા ૧.૫૦ લાખના ટ્રેલરની ગઈકાલે ઉપલેટા પોલીસમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ ઉપલેટાના કોલકી રોડ પર આવેલ તિરુપતિ સિમેન્ટ પ્રોડક્ટ નામના કારખાનાની ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ ફોર વ્હીલ જીજે-૧૦ ટી.વી. ૬૮૭૦ નંબરનું ટ્રેલર કોઈ ગત તા.૯-૧૧-૨૦૧૮ રોજ બપોરના પોણા બે વાગ્યાથી સવારના 8-00 વાગ્યા સુધીમાં કોઈ હંકારી ઉઠાવી ગયા હતા.
આ અંગે સધન તપાસ પછી પણ ટ્રેલર ના મળતા ગઈકાલે સિમેન્ટના કારખાનેદાર સંદીપભાઈ ધીરજલાલ ભાલોડીયા(ઉ.વ.૩૮, રહે. પટેલ સમાજ વાડી, માંકડિયા વાડી, જામજોધપુર) એ ફરિયાદ નોંધાવતા ઉપલેટા પોલીસના પીઆઈ એચ.જી.પલાચાર્યએ ધોરસરની કાર્યવાહી હાથ ધરી છે.

પડધરીમાંથી ૨ વર્ષની બાળકીનું અપહરણ : ચારેબાજુ ચકચાર

પડધરીમાંથી ૨ વર્ષની બાળકીનું અપહરણ : ચારેબાજુ ચકચાર
આજુબાજુની વાડી-ખેતરો ખુંદી નાંખ્યા પણ બાળકી ના મળી : પોલીસમાં જાહેર કરાતા પીએસઆઈ વાઢીયા સહિતનો સ્ટાફ સતત બાળકીની શોધખોળમાં : જાણકારોમાં ચકચાર
રાજકોટ તા.20
ગઈકાલે રાત્રીના પડધરીમાંથી એક ૨ વર્ષની બાળકીને કોઈ ઉઠાવી અપહરણ કરી ગયાની ઘટના પોલીસ દફતરે નોંધાવાઈ છે. બનાવથી જાણકારોમાં હાયકારો નીકળી ગયો છે. આ બનાવમાં અપહ્યુત બાળકીના કોઈ સગાવ્હાલાઓ જ છે કે કેમ ? તે અંગે પડધરી પોલીસે તપાસનો દૌર શરુ કર્યો છે.
મળતી વિગતો મુજબ રાજકોટ જીલ્લાના પડધરી તાલુકામાં ન્યારા ગામ સહકારી મંડળી પાસે ઓડાભાઈ કરશનભાઈ ભૂતની વાડીયે ખેત મજુરી માટે આવેલ દાહોદ પંથકના પોપટ બીજીયાભાઇ ડામોરનો પરિવાર ઉતર્યો છે.

આ પરિવારની ૨ વર્ષની બાળકીને ગઈકાલે કોઈ શખ્શો રાત્રીના 8-૩૦ વાગ્યાની આસપાસ ઉઠાવવી જતા પરિવારજનોએ બાળકીને ખુબ શોધી હતી. પણ આજુબાજુ ક્યાય ના મળતા આ બાબતે પડધરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે. પડધરીના પીએસઆઈ જે.વી.વાઢીયાએ “સાંજસમાચાર”ને જણાવ્યું હતું કે, હાલ અજાણ્યા શખ્શો સામે બાળકીના અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો છે.
બાળકીની તપાસ માટે પોલીસે ચારેબાજુ શોધખોળ કરી હતી પણ હજુ મળી નથી. હજુ તો રમવાની ઉમરે જ ૨ વર્ષની બાળકીનું અપહરણ થઇ જતા પોલીસ પણ ચિંતિત છે. આ ઘટનામાં અપહ્યુત બાળકીના કોઈ સગાવ્હાલા જ છે કે કોઈ અન્ય ? તે માટે પડધરી પોલીસે ત્વરિત તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જણાવાયું છે.

બાળકીના પિતા પોપટભાઈના બનેવી લાલાભાઈએ જણાવેલ કે પોપટભાઈને ૫ સંતાનો છે. તેમાં ૨ પુત્ર અને ૩ પુત્રી છે. જ્યારે અપહ્યુત પુત્રી સૌથી નાની દીકરી છે. ગઈકાલે બે શખ્શો પોપટભાઈની અન્ય એક દીકરીના કાન વીંધવા આવ્યા હતા. પણ આ પહેલા દીકરીનું કોઈ અપહરણ કરી ગયાનું પોલીસમાં જાહેર કરાયું છે. બનાવથી જાણકારોમાં તરેહ તરેહની ચકચાર જાગી છે.

બોણી આપો તો જ કચરો ઉપડે છે : રાજકોટમાં લાત્તાવાસીઓનો રોષ



દોઢ માસથી ફરિયાદ કરતા કોર્પોરેટર જાગૃતિબેન: દાદાગીરીની રાવ
શહેરના વોર્ડ નં.13માં રોજ સવારે કચરો લેવા નિકળતા ટીપર વાનના ડ્રાઈવરો જે ઘરમાંથી નવા વર્ષની બોણી ન મળી હોય ત્યાંથી કચરો નહીં લેતા હોવાની ગંભીર ફરીયાદ કોર્પોરેટર જાગૃતીબેન પ્રભાતભાઈ ડાંગરે કમિશ્ર્નરને કરી છે.
 પત્રમાં તેઓએ જણાવ્યું છે કે દિવાળીનો તહેવાર પુરો થયા બાદ ટીપર વાનના ડ્રાઈવર અને તેના સાથીદાર ઘરે ઘરે બોણી માગે છે. ન આપે તો કચરો લેવાની ના પાડે છે. આ અંગે દોઢ માસ અગાઉ પણ ફરીયાદ કરી હતી.
 અનેક વિસ્તારમાં વાન સમયસર આવતા નથી અને બોણી આપે તો જ કચરો લે છે. આ ડ્રાઈવરોની દાદાગીરી બંધ કરવા અને સુચના મોકલાવવા તેઓએ કમિશ્ર્નરને અનુરોધ કર્યો છે.

બામણબોરમાં ફાયરીંગ : યુવાનનું ઢીમ ઢાળી દેવાયું



એક વાડીમાંથી બીજી વાડીમાં જતી વેળાએ અજાણ્યા શખ્સે ફાયરીંગ કર્યુ : ગામનાં રમેશભાઇ કુકડીયા વાડીના રસ્તે નીકળતાં કાળુભાઇ કોળી લોહીથી લથબથ હાલતમાં પડયા’તા
યુવાનનું રાજકોટની હોસ્પિટલમાં સારવારમાં મોત : ડીવાયએસપી બસીયા સહિતનો કાફલો રાજકોટ દોડી ગયો : અજાણ્યા શખ્સ વિરૂઘ્ધ હત્યાનો ગુનો નોંધાશે : કારણ જાણવા તપાસનો ધમધમાટ

ચોટીલા તાલુકાનાં બામણબોર નજીકનાં ધારૈયા ગામે એક વાડીમાંથી બીજી વાડીમાં જઇ રહેલા કોળી યુવાન પર રાત્રીનાં સમયે અજાણ્યા શખ્સે ફાયરીંગ કરતાં માથામાં ગોળી વાગતા ઘટના સ્થળે જ ઢીમ ઢળી ગયું હતું. આ બનાવમાં હત્યા કરાયેલી લાશ મળી આવતાં તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવા અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ બનાવની જાણ થતાં સુરેન્દ્રનગરનાં ડીવાયએસપી સ્થાનિક પોલીસ મથકનો કાફલો રાજકોટ દોડી ગયો હતો અને મૃતકનાં પરિવારજનોની પુછપરછ આદરી છે. હત્યા પાછળનું સચોટ કારણ જાણવા આરોપીઓ ઝડપાઇ પછી જ સમગ્ર હકિકત જાણવા મળે તેવું પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર બામણબોરનાં ધારૈયા ગામમાં રહેતા કાળુભાઇ મનજીભાઇ હતવાણી કોળી (ઉ.3પ) પોતાની વાડીએ કામ કરીને રાત્રીનાં બીજી વાડીમાં ભાગીયુ રાખ્યું હતું. ત્યાં જતાં હતા ત્યારે અજાણ્યા શખ્સે એક રાઉન્ડ ફાયરીંગ કરતા કાળુભાઇનાં માથાના ભાગમાં ગોળી વાગતાં ઢળી પડયા હતા અને લોહી વહી જતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજયું હતું. સમયે ગામમાં રહેતા રમેશભાઇ દેવાભાઇ કુકડીયા ચાલીને જતા હતા ત્યારે કાળુભાઇને લોહી લુહાણ હાલતમાં જોઇ જતાં તેના પરિવારજનોએ જાણ કરી રાજકોટનાં એસ્ટ્રોન ચોકમાં આવેલી પાયોનીયર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન બપોરનાં સમયે કાળુભાઇનું મોત નિપજયું હતું. મૃતદેહનું ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરવા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

આ બનાવની જાણ થતાં ચોટીલાનાં ડીવાયએસપી ડી.વી.બસીફા, પીએસઆઇ કે.કે.કલોતરા અને કોન્સ્ટેબલ દેવેન્દ્રભાઇ  સહિતનો કાફલો રાજકોટ દોડી ગયો હતો અને મૃતકનાં પરિવારજનોની પુછપરછ આદરી છે. મૃતકને કોઇ સાથે માથાકુટ કે પૈસાની લેતી-દેતી છે કે કેમ? એ દીશામાં તપાસ ચાલી રહી છે.
કાળુભાઇને સંતાનમાં 3 પુત્રી એક પુત્ર જે વૈશાલી, મીરા, કોમલ અને પુત્રનું નામ ધનરાજ છે. પત્નીનું નામ લક્ષ્મીબેન અને પોતે ત્રણ ભાઇ  એક બહેનમાં બીજા જેમાંથી મોટા રાજુભાઇનું અકસ્માતમાં મોત નિપજયું હતું. બીજા નંબરનાં કાળુભાઇ ત્રીજા નંબરનાં મુકેશ અને બહેનનું નામ ગૌરીબેન છે. કાળુભાઇનાં મોતથી પરિવારમાં શોક છવાયો છે. પરિવારજનોની પુછપરછ બાદ મૃતકનાં ભાઇની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ વિરૂઘ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સગીરા ઉપર બળાત્કારના ગુન્હામાં અારોપી દોષી: ૧૦ વષૅની સખ્ત કેદ


૧પ હજારનાં ફટકારેલો દંડ ભોગબનનારની માતાને ચુકવવા પોસ્કો અદાલતનો હુકમ
રાજકોટ: સગીરા બાળાને પ્રેમજાળમાં ફસાવીને બળાત્કાર ગુજાયાૅ બાદ તરછોડી દેવાના કેસમાં અદાલતે અારોપી શખ્સને ૧૦ વષૅની સખ્ત કેદની સજા અને ૧પ હજારનો દંડ ફટકાયાૅ છે. અા કેસની હકીકત અેવા પ્રકારની છે કે, ૧૭ વષૅની સગીરા સાથે અારોપી દિનેશ ઉફૅે મિથુન પરમારને પરીચય હતો અને તેથી તેણે અા નાબાલિક સગીરાને મોબાઈલ ફોન ઉપરથી તેઅો અવારનવાર વાતચીતો કરતા હતા. બનાવના દિવસે અારોપીઅે સગીરાને ચોટીલા લઈ જવા માટે દાસીજીવણપરા વિસ્તારના ચોકમાં બોલાવેલ અને ત્યાંથી પોતાના મિત્રના મોટરસાયકલમાં ભોગબનનારને બેસાડી ચોટીલા લઈ ગયેલ ચોટીલા ખાતે માતાજીના દશૅન કયાૅ બાદ અમદાવાદ જતા રહેલ અને મોડે સુધી અમદાવાદમાં ફરેલ હતા.

ત્યારબાદ ત્યાંથી જુનાગઢ, સોમનાથ તથા પ્રાચી અને પાલીતાણા જેવા અનેક ગામોમા ગયેલા જયા તેઅો ગેસ્ટ હાઉસ, અાશ્રમ અને બસ સ્ટેન્ડમા સમય ગુજારતા હતા. અા દરમ્યાન અારોપીઅે ભોગ બનનાર સાથે અનેક વખત શરીર સબંધ બાંધેલ હતો અને જણાવેલ હતુ કે અાપણે લગ્ન કરી લેવાના છીઅે. અા રીતે ભોગ બનનારની સંમતી મેળવી ભોગ બનનાર સાથે અનેક વખત દુષ્કમૅ અાચરેલ હતું અને અંતમાં ગોંડલ ખાતે હાઈવે ઉપર બેસેલ હતા અને ત્યારબાદ ગોંડલ ચોકડીથી અા ભોગ બનનારને અેકલી મુકીને અારોપી દિનેશ ઉફૅે મિથુન ચાલ્યો ગયેલ હતો. અામ થતા ભોગબનનાર ત્યાંથી સીધી પોલીસ સ્ટેશને પહોંચી ગયેલ હતી. સગીરાઅે અા સમગ્ર હકીકત પોલીસને જણાવેલ હતી. માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં અા અંગે ગુનો દાખલ કરવામા અાવેલ હતો જે ફરીયાદ સગીરાની માતાઅે અાપેલ હતી. સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરાઅે રજુઅાત કરતા જણાવેલ હતુ કે ભારતીય પુરાવા અધિનિયમમાં જે સુધારો કરવામાં અાવેલ છે તે સુધારાની કલમરુ૧૧૪(ક) મુજબ જયારે ભોગ બનનાર કોટૅ સમક્ષની જુબાનીમાં જણાવે કે શરીર સંબંધ વખતે તેણીની સંમતી ન હતી ત્યારે ન્યાય અદાલતે સંમતી ન હોવાનુ માનવુ ફરજીયાત છે. અા કારણે જયારે ભોગ બનનારે કોટૅ સમક્ષની જુબાનીમાં જણાવેલ હોય કે તેણીની સંમતી ન હતી ત્યારે અા કેસ સ્પષ્ટપણે બળાત્કારનો જ થાય છે. અા ઉપરાંત અારોપીની ધરપકડ થયા બાદ તેની મેડીકલ તપાસણી કરાવવામાં અાવેલ હતી. જેમા અારોપી શારીરિક સંભોગ કરવા માટે સંપુણૅપણે સક્ષમ હોવાનુ જણાવેલ હતુ તેમજ ભોગ બનનારના જે કપડા કબ્જે કરવામા અાવેલા તેમા અારોપીના વીયૅના અવશેષો મળી અાવેલા હતા જે વીયૅનુ બ્લડ ગુ્રપ અને અારોપીનુ બ્લડ ગુ્રપ સમાન હતુ તેથી ભોગ બનનાર સાથે અારોપીઅે જ શરીર સંંબંધ બાંધેલ છે તે નિ:શુલ્ક પણે સાબીત થાય છે. સરકાર તરફેની અા તમામ રજુઅાતો ઘ્યાનમાં લઈ પોકસો કોટૅના સ્પેશ્યલ જજ અેમ.અેમ. બાબીઅે અારોપી દિનેશ ઉફૅે મિથુન મૈસુરભાઈ પરમારને પોકસો અેકટની કલમરુ૬ હેઠળ તકસીરવાન ઠરાવી ૧૦ વષૅની સખ્ત કેદની સજા તેમજ રૂા.૧પ,૦૦૦/રુનો દંડ ફરમાવેલ છે. પોકસો કોટૅે માનવીય અભિગમ દાખવી દંડની રકમ ભોગ બનનારના માતાને ચુકવવાનો હુકમ કરેલ છે તેમજ ફોજદારી કાયૅવાહી સંહિતાની કલમરુ૩પ૭(અે)ની ખાસ જોગવાઈ મુજબ ભોગ બનનારને યોગ્ય વળતર ચુકવવા માટે સરકાર દ્વારા નિમાયેલ કમિટીને પણ ભલામણ કરેલ છે. અા કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા રોકાયેલા હતા.

રાજકોટમાં વધુ એક વાર નવા સત્રથી ફી ના જુલ્મી ઉઘરાણા

- ખાનગી શાળાઓ દ્વારા મનફાવે તેમ ઉઘરાણાં શરૂ થયા- સૌરાષ્ટ્રમાં 6 હજારમાંથી 2500 સ્કુલોની ફીના ધોરણો ફાઈનલ પરંતુ રાજકોટ જિલ્લાનું કામ હજુ બાકી; વાલી મંડળ ફીના મુદ્દે કાલે ઘડશે રણનીતિ

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થતા શાળા-કોલેજોના શૈક્ષણિક સંકુલો આજથી ધમધમતા થયા હતા. રાજકોટ શહેર સહિત સૌરાષ્ટ્રમાં ખાનગી સ્કુલો માટે દોઢ વર્ષથી ફિ નિર્ધારણની પ્રક્રિયા ચાલતી હોવા છતા આજ સુધી કઈ સ્કુલોએ કેટલી ફિ વસુલવાની છે તેની વિગતો જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સુધી નહીં પહોંચતા નવા શૈક્ષણિક સત્રના આરંભ સાથે ફિના નામે વાલીઓ પાસેથી શાળા સંચાલકોએ મનફાવે તેમ ફી વસુલવાનું શરૂ કર્યું હતું.
રાજકોટમાં અંદાજે ૭૦૦થી વધુ ખાનગી સ્કુલો ચાલે છે. સૌરાષ્ટ્રમાં કુલ ખાનગી શાળાઓની સંખ્યા અંદાજે ૨૫૦૦ ખાનગી સ્કુલો હોવાનો અંદાજ છે. આ શાળાઓ દ્વારા ફીના નામે લાખો રૂા.ની લૂંટ ચલાવવામાં આવતી હોવાને લીધે તેના ઉપર નિયંત્રણ લાવવા માટે સરકારે ફિ નિર્ધારણ સમિતિ નિયુક્ત કરી છે.

સૌરાષ્ટ્રની ફિ નિર્ધારણ સમિતિ માટે અહીં સ્વતંત્ર ઓફિસ શરૂ કરવામાં આવી છે. પરંતુ આ સમિતિ દ્વારા કેટલી સ્કુલોની ફિ નક્કી થઈ છે તેની કોઈ વિગતો જાહેર કરવામાં નહીં આવતા સ્કુલના સંચાલકોએ નક્કી થયેલી ફી નોટીસ બોર્ડ ઉપર લગાડતા નથી. જેના કારણે મનફાવે તેમ શાળા સંચાલકો ફિ વસુલતા રહે છે.

નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે આડેધડ વસુલવામાં આવતી ફી સામે વિરોધ દર્શાવી આજે રાજકોટ શહેર- જિલ્લા વાલી મંડળના આગેવાનોએ જણાવ્યું હતું કે રાજકોટમાં ફિ નિર્ધારણની નીતિનું સુરસુરિયું થઈ ગયું છે. તેની સામે તા. ૨૧ને બુધવારથી વાલીઓને જાગૃત કરી લડત શરૂ કરવા માટે રણનીતિ તૈયાર કરાશે.
દરમિયાન ફિ નિયમન સમિતિએ જાહેર કર્યું હતું કે સૌરાષ્ટ્રના ૧૦ જિલ્લાની અંદાજે ૬ હજારથી વધુ સ્કુલોની ફિ નિર્ધારણની જે દરખાસ્ત મળ ીહતી. તેમાંથી ૨૫૦૦તી વધુ શાળાની ફિ નક્કી કરવામાં આવી છે જેમાં અમરેલી જિલ્લાની ૪૬૧, સુરેન્દ્રનગરની ૩૧૬ અને ભાવનગર જિલ્લાની ૮૮૭ ખાનગી શાળાનો સમાવેશ થાય છે. નક્કી થયેલી ફિના અમલીકરણની જવાબદારી સ્થાનિક જિલ્લા શિક્ષણ તંત્રે હવે કરવાની રહેશે.

રાજકોટમાં દેહ વ્યાપારના ગુનામા સ્પા સંચાલકને જામીન પર છોડી મુકતા સેશન્સ કોટૅ

રાજકોટમાં દેહ વ્યાપારના ગુનામા સ્પા સંચાલકને જામીન પર છોડી મુકતા સેશન્સ કોટૅ

રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં અોશીયન સ્પામાં મસાજ પાલૅર ઉપર દરોડો પાડી થાઈલેન્ડની ચાર યુવતીઅોને તેના દેશ ડીપાટૅ કરી મસાજ પાલૅરના સંચાલક માલવીયાનગર પોલીસે ફોરેન અેકટની ના હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. જે ગુનાઅો અાક્ષેપોની જામીન અથેૅ કોટેૅ મંજૂરી કરી છે. અા કેસની હકીકત અેવી છે કે, માલવીયાનગર પોલીસે રાજનગર ચોકના અોશીયન સ્પામાં દરોડો પાડી થાઈલેન્ડની ૪ યુવતીઅોને ટુરીસ્ટ વિઝા હોવા છતા બોડી મસાજના કામે રાખી દેહવ્યાપાર કરાવવા સબબ અોશીયન પાલૅરના સંચાલક વિજય જોષીની ધરપકડ કરી હતી.

પોલીસે ધરપકડ કતા અારોપીઅે સેશન્સ અદાલતમાં જામીન અરજી દાખલ કરી હતી. અરજદારના વકીલે દલીલ કરી હતી કે, હાલના અરજદાર વિજયભાઈ ભારતીય નાગરીક છે અને ફોરેનસૅ અેકટમાં સનેરુર૦૦૪ માં અાવેલ સુધારા મુજબ ભારતીય નાગરીકને ફોરેન અેકટની જોગવાઈઅો લાગુ પડે નહી. તેમજ પોલીસે અલગથી ઈમોરલ ટ્રાફીક અેકટ હેઠળ ગુન્હો નોંધેલ છે જેમા પણ થાઈલેન્ડનું નાગરીત્વ ધરાવતી છોકરીઅોને અારોપી હોવા છતા અારોપી તરીકે દશાૅવેલ નથી જે પોલીસની તપાસ અેક તરફી અને ગેરકાયદે હોવાનું દશાૅવે છે.બંને પક્ષકારોની રજૂઅાતોના અંતે અદાલતે અારોપી વિજય હષૅદભાઈ જોષીને શરતોને અાધીન જામીન પર મુકત કરવા હુકમ કયોૅ છે.અા કામમાં અારોપી વતી અેડવોકેટ તુષાર ગોકાણી, રાજેશ ચાવડા, રીપન ગોકાણી, સ્તવન મહેતા, અમૃતા ભારદ્વાજ, ગૌરાંગ ગોકાણી, કેવલ પટેલ, કૃષ્ણ ગોર, જીજ્ઞેશ યાદવ, પૃથ્વીરાજસિંહ જાડેજા રોકાયેલ હતા.