અનુયાયીઓ

મંગળવાર, 8 મે, 2018

રાજ્યમાં બાંધકામ ક્ષેત્રે ડિજીટલ યુગનો આવકારદાયક પ્રારંભ


રાજ્યભરની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં બાંધકામ ક્ષેત્રે ઓનલાઇન કામગીરી : ડાયરેકટ પરમીશન સીસ્ટમનું લોન્ચીંગ : બાંધકામની મંજૂરી હવે આંગળીના ટેરવે
 રાજ્યમાં માળખાગત સવલતોના નિર્માણ માટે લેવી પડતી બાંધકામ મંજૂરી વ્યવસ્થાને રાજ્ય સરકારે અદ્યતન ટેક્નોલોજી સાથે જોડીને બાંધકામ મંજૂરી હવે આંગળીના ટેરવે માત્ર ૨૪ કલાકમાં આપવાનો નિર્ણય કર્યો છે જેનો આજથી રાજ્યભરમાં શુભારંભ થયો છે.  માનવ હસ્તક્ષેપ રહિતની ડિજીટલ સિસ્ટમ ધરાવતી દુનિયાના કોઇપણ ખૂણેથી મંજૂરી માટે અરજી કરવાની સુવિધા મળશે જેથી ત્વરિત મંજૂરીઓ સહિતની સુવિધાઓ લાંબા સમય સુધી ચાલતી હતી તે હવે માત્ર ૨૪ કલાકમાં મળશે. ખરેખર હવે કહી શકાય કે બાંધકામની પરમીશન આંગળીના ટેરવે અમુક કલાકોમાં મળી જાશે.

(૧) બાંધકામ ક્ષેત્રે ડિજીટલ યુગનો વિશેષ અને આવકારદાયક પ્રારંભ :  બાંધકામ ઉદ્યોગને આ સુવિધાથી મળનારા અકલ્પ્ય વેગને કારણે રોજગારીની વિપુલ તકો ઊભી થશે અને ગુજરાત વિકાસની એક નવી ક્ષિતિજોને આંબશે. આવી ઝડપી અને માનવ હસ્તક્ષેપ વિનાની નિર્ણયાત્મક્તા માટે કોમન GDCR નો ઉપયોગ GIS ટેક્નોલોજીથી ઉપલબ્ધ ડેવલપમેન્ટ પરમીશનની સુવિદ્યામાં ગુજરાતની પ્રથમ પહેલ – મોબાઇલ એપ દ્વારા નગર રચના અને વિકાસ યોજનાઓની માહિતીની ઉપલબ્ધતા માટે વિશેષ સરળતા. આ સિસ્ટમને રેરા અને ગ્રાહક સુવિધા કેન્દ્ર સાથે જોડીને ગ્રાહકલક્ષી અભિગમ અપનાવવામાં આવશે.

(ર) સિસ્ટમ અંતર્ગત અરજી કરવાની પદ્ધતિ 
:  મંજૂરી માટે જરૂરી તમામ પ્રમાણપત્રો અને દસ્તાવેજો Facilitation Portal https://townplanning.gujarat.gov.in/પર અપલોડ કરવાનાં રહેશે.·  અરજદારે ફી ઓનલાઇન ભરવાની રહેશે.·  Pre-DCR Software Website| https://townplanning.gujarat.gov.in/પરથી ડાઉનલોડ કરવાની સુવિધા. 

(૩) આ સિસ્ટમ અંતર્ગત પરમીશન મેળવવા અંગેની માહિતી: અરજી મળ્યા બાદ મંજૂરી તથા ના-મંજૂરીની જાણકારી મળ્યા બાદ મંજૂર થયેલ અરજીનો મંજૂર હુકમ અને નક્શા Automated QR Code થી અધિકૃત થઇ, અરજદાર, PORઅને સક્ષમ સત્તાધિકારીને મળશે.· અપલોડ કરેલ માહિતી, બિડાણો, ફોર્મ,નક્શા તથા અન્ય વિગતો અંગેના નિર્ણયAutomated Scrutiny Report દ્વારા લેવામાં આવશે.

(૪) મંજૂરીની જાણકારી 
 નાગરિકોને SMS તથા E-mailથી મંજૂરીની જાણકારી તાત્કાલિક આપવામાં આવશે.

(૫) આ સિસ્ટમથી થનારા ફાયદાઓ:  ડિજીટલ યુગના પ્રારંભથી બાંધકામ ક્ષેત્રને લગતી મંજૂરીઓના આદાન-પ્રદાનમાં અકલ્પનીય ઝડપ અને પારદર્શિતા આવશે * માનવ હસ્તક્ષેપ વિનાની સિસ્ટમ હોવાથી ક્ષતિઓ તથા વિસંગતતાઓનું નિવારણ થશે *  ક્લાઉડ બેઝ ઓનલાઇન અરજી અને ચકાસણી કરી શકાશે *   નક્શા સહિતની વિકાસ પરવાનગી ડિજીટલ અને ઓનલાઇન રીતે ઉપલબ્ધ બનશે *  Airport  Authority અને National Monument Authority જેવી સંસ્થાઓ પાસેથી ઓનલાઇન NOC  ઉપલબ્ધ થશે *   GIS System આધારિત દરેક T.P. Schemeના પ્લોટોની વિગતવાર માહિતીપાર્ટ પ્લાન તથા ફોર્મ સહિતની સુવિધા ઉપલબ્ધ *  અરજદારને કોઇ જ તકલીફ ન પડે તેથી રહેણાંક, વાણિજ્યક, ખેતી તથા અન્ય જરૂરી ઝોન માટે વિગતવાર સરળ માળખાવાળું સ્પષ્ટીકરણ *   LDIS.apk નામનીMobile App દ્વારા દરેક જગ્યાના ઝોન, નક્શા, અરજી અને રજીસ્ટ્રેશનની સુવિધા ઉપલબ્ધ * મહાનગરપાલિકા,નગરપાલિકા અને સત્તામંડળોમાં રજીસ્ટર્ડ થયેલ આર્કિટેક્ટ, એન્જીનિયર્સ તથા ડેવલપર્સની વિશેષ માહિતી મળી રહેશે *   અરજદારને અરજીની વિગતો જાણવા માટે વિશેષ ટ્રેકિંગ સિસ્ટમ, E-mail અને SMS દ્વારા માહિતી ઉપલબ્ધ થશે.
(માહિતી બ્યુરો - રાજકોટ)

આજના સાંજસમાચારમાં મારા સમાચારો - ૮-૫-૨૦૧૮









શુક્રવાર, 4 મે, 2018

જેતપુર યાર્ડ ખાતે કિશાન કલ્યાણ મહોત્સવ યોજાયો

જેતપુર યાર્ડ ખાતે કિશાન કલ્યાણ મહોત્સવ યોજાયો 


તાલુકા વહિવટ તંત્ર જેતપુર તથા આત્મા પ્રોજેક્ટ રાજકોટ દ્વારા ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત કિશાન-કલ્યાણ મહોત્સવ-૨૦૮૧૮ તાલુકા અમલીકરણ સમિતિ દ્વારા જેતપુર માર્કેટ યાર્ડ ખાતે ખેતી અધિકારી પંડયા મિનર તથા વિસ્તરણ અધિકારી ખેતી તથા સહકાર વિભાગ દ્વારા જેતપુર યાર્ડના ચેરમેન દિનેશભાઇ ભુવાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ મહોત્સવમાં શહેર ભાજપના મહેશભાઇ ડોબરિયા, ડી.કે. બલદાણીયા, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ચિરાગભાઇ બાબરિયા, અમીનભાઇ ભડાલિયા, પી.વી. મકવાણા તથા એચ.બી. રાણપરિયા વગેરે હાજર રહ્યા હતા.

આ મહોત્સવમાં તાલુકાભરના ખેડૂતભાઇ બહેનોએ બહોળી સંખ્યામાં ભાગ લીધેલ. શીબીરના અધ્યક્ષ દિનેશભાઇ ભુવાએ જણાવેલ કે, ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકાર ખેડૂતો માટે ખૂબજ ચિંતીત છે. ખેતીલક્ષી માહિતી ઇઝરાયેલ જેવા દેશમાંથી એકત્ર કરી ખેડૂતોને આજના વર્તમાનયુગમાં ખેતીની જુની પદ્ધતિઓ બદલી વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા માહીતગાર કરેલ. આ પદ્ધતિથી ખેડૂતોને પોતાના પાક જણસીઓના ઉત્પાદનમાં કેવી રીતે વધારો થાય તેમજ પોષણક્ષમ ભાવો મળી રહે તે જણાવેલ.

કલ્યાણ મહોત્સવમાં પશુ ચિકિત્સા અને પશુપાલન મદદનીશ પ્રધ્યાપક અમીનભાઇ ભડાલિયાએ પશુપાલનને લગતી રોજબરોજની જરૂરી માહિતીઓ આપેલ. જુનાગઢ કૃષિ યુનિ.માંથી આવેલ વૈજ્ઞાનિક કક્ષાના અધિકારીઓએ ખૂબજ સરળતાથી ખેતી ઉપયોગી ખાતર, બિયારણ, નિંદામણ તેમજ ઘણીબધી યોજનાઓ અમલમાં છે. પરંતુ ખેડૂતો પુરતો લાભ લઇ શકતા નથી. 


જીલ્લા બેંક તથા રાજય સરકાર દ્વારા ખેતી માટેના મોટા ગોડાઉનોમાં સબસીડીઓના લાભો લઇ ગોડાઉનો બનાવી પોતાની ખેત જણસીઓના સારી કવોલીટી તથા ગ્રેડીંગ કરી સંગ્રહ કરવો જોઈએ અને સમયાંતરે પોષણક્ષમ ભાવો મળે ત્યારે વેચાણ કરવું જોઈએ. આ મહોત્સવમાં જેતપુર માર્કેટ યાર્ડના ચેરમેન દ્વારા લીધેલ આકસ્મીક વિમા યોજના અંતર્ગત તાલુકાના ત્રણ ખાતેદારોના અકસ્માતે મૃત્યુ થતા તેના લાભાર્થી વારસદારોને રૂપિયા ત્રણ-ત્રણ લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

બુધવાર, 2 મે, 2018

બાળકનું પરિવાર સાથે મિલન જેતપુર પોલીસના કરાવતા અનિલભાઈ ગુજરાતી- દિવ્યેશભાઈ અહીર


બાળકનું પરિવાર સાથે મિલન જેતપુર પોલીસના 
કરાવતા અનિલભાઈ ગુજરાતી- દિવ્યેશભાઈ અહીર 
જેતપુર તા.2
તાજેતરમાં જેતપુરનાં તીનબતી ચોક વિસ્તારમાંથી ખોવાયેલ બાળકનું શહેર પોલીસ દ્વારા પરિવાર સાથે મિલન કરાવાતાં પરિવારજનો ભાવ વિભોર બન્યા હતાં.
મળતી વિગતો મુજબ ચારેક દિવસ પહેલા શહેરનાં તિનબતી ચોક વિસ્તારમાંથી સલમાન નામનો 3 વર્ષનો બાળક શહેર પોલીસનાં અનિલભાઇ ગુજરાતી અને દિવ્યેશભાઇ સુવાને મળી આવ્યું હતું.
આ બાળકનાં વાલી વારસની અથાગ શોધખોળ છતાં કોઇ ભાળ નહીં મળતાં પોલીસે આ બાળકને ગોંડલ બાલાશ્રમ ખાતે પહોંચાડયું હતું.
દરમ્યાન શહેરનાં સામાકાંઠા વિસ્તારમાં રહેતા પશ્ર્ચિમ બંગાળનાં નઝીમ અબ્દુલકયુમ મન્સુરીનો 3 વર્ષનો બાળક સલમાન ગુમ થયો હોય તે અંગે શહેર પોલીસમાં જાણ કરતા જમાદાર અનિલભાઇ ગુજરાતીઅને કોન્સ્ટેબલ દિવ્યેશ આહિર (ડીડી)એ ગોંડલ બાલાઆશ્રમ ખાતેથી સલમાનનો કબ્જો મેળવી, તેમના માતા-પિતા સાથે મિલન કરાવ્યું હતું. 

જેતપુરના ચકચારી લાંચ રૂશ્વતના કેસમાં નાયબ ઈજનેરનો નિર્દોષ છૂટકારો

જેતપુરના ચકચારી લાંચ રૂશ્વતના કેસમાં 
નાયબ ઈજનેરનો નિર્દોષ છૂટકારો 

જેતપુ૨ના ચકચા૨ી લાંચ રૂશ્વતના કેસમાં પી.જી.વી.સી.એલ.ના નાયબ ઈજને૨નો નિર્દોષ્ા છૂટકા૨ો થવા પામેલ છે. 
આ અંગે મળતી વિગતો અનુસા૨ જેતપુ૨ના ૨મેશભાઈ શાંતીભાઈ પટેલે તા. ૯/૨/૦૪ ના૨ોજ એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફ૨ીયાદ નોંધાવેલ કે તેઓને ક્રિષ્ના પ્લાસ્ટીક નામના કા૨ખાના માટે તાત્કાલીક વિજ કનેકશનની જરૂ૨ીયાત છે તે કનેકશન અ૨જન્ટ તાત્કાલીક ધો૨ણે આપવા માટે જેતપુ૨ના નાયબ ઈજને૨ વિનોદભાઈ ગો૨ધનભાઈ તેમજ જયપ્રકાશભાઈ જમનાદાસ માણાવદ૨ીયાએ રૂા. ૧પ૦૦૦ ની લાંચની માંગણી ક૨ી હતી.

ઉપ૨ોક્ત ફ૨ીયાદના અનુસંધાને એસીબી કચે૨ીના અધીકા૨ી કિશો૨સિંહ જોરૂભા ગોહેલે ટે્રપ ક૨તા તેમાં રૂા. ૧પ૦૦૦/- સ્વીકા૨તા માણાવદ૨ીયાને ૨ંગે હાથે પકડેલા અને તેઓ બંનેને સામે એ.સી.બી. હેઠળનો ગુનો દાખલ  ક૨ી આગળની કાર્યવાહી હાથ ધ૨ેલી. ઉપ૨ોક્ત કેસ જેતપુ૨ સેસન્સ કોર્ટમાં ચાલી જતા જેતપુ૨ સેસન્સ કોર્ટના એડીશનલ સેસન્સ જ્જ જે.એ. ઠક્ક૨ે ઉપ૨ોક્ત બંને આ૨ોપીઓ પૈકી વિનોદભાઈ ગો૨ધનભાઈ ડઢાણીયાને નીર્દોષ્ા ઠ૨ાવી છોડી મુકેલ છે.

જ્યા૨ે માણાવદ૨ીયાની સામેનો કેસ ફ૨ીયાદ પક્ષ્ા પુ૨વા૨ ક૨ી શકેલ હોય શંકાનો લાભ આપી છોડી મુકેલ છે. ઉપ૨ોક્ત કેસમાં આ૨ોપી વિનોદભાઈ ગો૨ધનભાઈ ડઢાણીયા ત૨ફે જેતપુ૨ના સીનીય૨ એડવોકેટ આ૨.આ૨. ત્રિવેદી, ભાવેશ પી. ત્રિવેદી, જે.જી. વાઘેલા તેમજ કું પી.જી. સિંધવડ ૨ોકાયેલા હતા. 

બ્રહ્મસમાજ જેતપુરનું ગૌરવ : હર્ષિલ ત્રિવેદી


બ્રહ્મસમાજ જેતપુરનું ગૌરવ : હર્ષિલ ત્રિવેદી 
જેતપુરના ધારાશાસ્ત્રી આર.આર.ત્રિવેદીના પૌત્ર અને ભાવેશ ત્રિવેદીના પુત્ર હર્ષિલ ત્રિવેદીએ તાજેતરમાં વેરાવળ ખાતે યોજાયેલ વાડોકાઈ કરાટે સ્પર્દ્ધામાં બ્લેકબેલ્ટ મેળવીને જેતપુર બ્રહ્મસમાજ તેમજ સેન્ટફ્રાન્સીસ સ્કુલનું ગૌરવ વધારેલ છે. હર્ષિલનું કહેવું છે કે તેમણે જેતપુરમાં સૌ પ્રથમ વખત જ વાડોકાઈ કરાટેમાં બ્લેકબેલ્ટ મેળવીને જેતપુર શહેરનું પણ ગૌરવ વધારેલ છે.

મંગળવાર, 1 મે, 2018

ડિસે.માં મા-બાપ વિનાની નિરાધાર ૨૨ દીકરીઓનો ભવ્ય સમૂહલગ્નોત્સવ : વ્હાલુડીના વિવાહ

તા.૨૯મી ડિસે.ના અવસ૨ પાર્ટી પ્લોટમાં મહેંદી ૨સમ તથા સંગીત સંધ્યા, દીક૨ી વ્હાલનો દિ૨યો અંતર્ગત સૌ૨ાષ્ટ્રના કલાકા૨ો ા૨ા કાર્યક્રમ : તા.૩૦ ડિસે.ના ગ્રીનલીફ પાર્ટી પ્લોટમાં ભવ્ય લગ્નોત્સવ : ૨ તોલા સોના સહિત બે લાખથી વધુ ૨કમનો કિ૨યાવ૨ અપાશે : તા. ૯/પ થી ૧૦/૬ સુધી ફોર્મ વિત૨ણ : સંસ્થા ા૨ા તૈયા૨ીઓનો ધમધમાટ
દીક૨ાનું ઘ૨ વૃધ્ધાશ્રમ ા૨ા વ્હાલસોયી દીક૨ીઓના સ્વપ્નાઓને સાકા૨ ક૨વાનો નમ્ર પ્રયાસ


દીક૨ી તેનું સૌભાગ્ય તેના જન્મની સાથે જ લઈને અવત૨ે છે. એવું આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે અને સાચે જ દીક૨ીનો જન્મ  થતા જ પિ૨વા૨માં સુખ, સમૃધ્ધ, ઐશ્ર્વર્ય અને હર્ષ્ાોલ્લાસનું વાતાવ૨ણ પ્રસ૨ી જતું હોય છે અને એટલે જ દીક૨ીને વ્હાલનો દિ૨યો, તુલસીનો ક્યા૨ો, તેમજ દીક૨ી એટલે આશિર્વાદરૂપે મળેલા ઈશ્ર્વ૨ જેવા અનેકો અનેક પ્રે૨ણા વાચક શબ્દોથી સંબોધવામાં આવે છે. જે ઘ૨માં દીક૨ીનો જન્મ થાય છે ત્યા૨થી જ તેના મા-બાપ ભવિષ્યમાં દીક૨ી માટે સા૨ો વ૨, સારૂ ઘ૨ અને પિ૨વા૨ ગોતી ૨ંગેચંગે સાસ૨ે વળાવવાના સપનાઓ જોવા માંડતા હોય છે. 
જયા૨ે આર્થિક નબળા અને જરૂ૨ીયાતમંદ પિ૨વા૨ તેમની દિક૨ીનો વિવાહનો પ્રસંગ ખુબ સા૨ી ૨ીતે કેમ સંપન્ન થાય તેની ચિંતા ક૨તો હોય છે પ૨ંતુ એ દીક૨ીના વિવાહનો પ્રસંગ એટલે દ૨ેક મા-બાપ માટે પોત-પોતાના સ્વરૂપની િંચંતાનો પ્રસંગ છે. એમાંય જયા૨ે કોઈ દીક૨ીના માતા-પિતા હયાત ન હોય, પિતાની છત્રછાયા ગુમાવી ચુકી હોય, નિ૨ાધા૨ હોય કે આર્થિક ૨ીતે અત્યંત જરૂ૨ીયાતમંદ પિ૨વા૨માં દીક૨ીના વિવાહનો પ્રસંગ આંગણે આવીને ઉભો ૨હેલ હોય ત્યા૨ે આ ચિંતા ખુબ જ વધા૨ે જોવા મળે છે.


૨ાજકોટને ભાગોળે ઢોલ૨ા ગામે પોતાના સંતાનોથી તથા વ્હાલાઓથી દુભાયેલા અને ત૨છોડાયેલા વડીલ માવત૨ો માટેનું પોતીકુ ઘ૨ અને પિ૨વા૨ એટલે દીક૨ાનું ઘ૨ વૃધ્ધાશ્રમ, જયાં વડીલ માવત૨ો છેલ્લા વીસથી વધુ વર્ષ્ાોથી પોતાની જિંદગીની પાછોત૨ી ટાઢક મેળવી ૨હયા છે. દીક૨ાનું ઘ૨ વૃધ્ધાશ્રમ સહિત અનેક સેવા પ્રકલ્પો સાથે જોડાયેલ સમર્પણ ચે૨ીટેબ ટ્રસ્ટની ૧૦૮ જેટલા કર્મષ્ઠ કાર્યર્ક્તાઓની ટીમ ા૨ા આગામી તા. ૨૯ અને ૩૦મી ડિસેમ્બ૨ના ૨ોજ ૨ાજકોટના આંગણે વ્હાલુડીના વિવાહ નામે એક સાથે ૨૨ દીક૨ીઓના જાજ૨માન સમુહ લગ્નોત્સ્વનું આયોજન ક૨વામાં આવ્યું છે અને સંસ્થા ા૨ા આ ભવ્યાતિભવ્ય લગ્નોત્સવની તડામા૨ તૈયા૨ીનો પ્રા૨ંભ પણ ક૨ી દેવામાં આવ્યો છે.


વ્હાલુડીનો વિવાહ લગ્નોત્સવ અંગેની માહિતી આપતા દીક૨ાનું ઘ૨ વૃધ્ધાશ્રમના મુકેશભાઈ દોશી, નલીન તન્ના, અનુપમ દોશી અને સુનીલ વો૨ાએ જણાવ્યું હતું કે અમા૨ી ટીમ ા૨ા છેલ્લા વીસથી વધુ વર્ષ્ાોથી અનેક સેવાકીય પ્રવૃતિઓ ક૨વામાં આવી ૨હી છે. જેમાં ઢોલ૨ા સ્થિત દીક૨ાનું ઘ૨ વૃધ્ધાશ્રમ સહિત, અબોલ પશુ-પક્ષ્ાીઓ માટેનું હ૨તું ફ૨તું અન્નક્ષ્ોત્ર કલ૨વ, દેહદાન, ચક્ષ્ાુદાન, થેલેસેમીયા જનજાગૃતિ પ્રચા૨-પ્રસા૨, ઉનાળમાં ગ૨ીબોને  સ્લીપ૨ વિત૨ણ, ઘાસ કેન્, શિયાળામાં ધાબળા વિત૨ણ તથા તહેવા૨ોએ ગ૨ીબ પિ૨વા૨ને મીઠાઈ અને ફ૨સાણ વિત૨ણ, મેડીકલ સાધન સહાય, વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ સહાય વગે૨ે પ્રવૃતિઓ નિ:સ્વાર્થ ભાવનાથી સતત ક૨વામાં આવી ૨હી છે.


છેલ્લા ેબ વર્ષ્ાથી સુ૨તના પી.પી.સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણી અને તેના પિ૨વા૨ ા૨ા સુ૨ત ખાતે યોજવામાં આવતા પિતાની છત્રછાયા ગુમાવના૨ નિ૨ાધા૨ દિક૨ીઓના સમુહલગ્નોત્સવમાં હાજ૨ી આપવાનું તથા વિવિધ પ્રસંગોના સાક્ષ્ાી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું અને તેમના ા૨ા ખ૨ા અર્થમાં પાલક પિતાબની ઉજવતા લગ્નપ્રસંગો અને પુ૨ી ક૨વામાં આવતી એક પિતા અને પિ૨વા૨ ત૨ીકેની ફ૨જોમાંથી પ્રે૨ણા લઈ ૨ાજકોટના આંગણે પણ આવી માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલ નિ૨ાધા૨, ખૂબ જ આર્થિક ૨ીતે જરૂ૨ીયાતમંદ પિ૨વા૨ની ૨૨ દિક૨ીઓને ૨ંગેચંગે, સાજન-માજનની હાજ૨ીમાં વિવિધ પ્રસંગો અને ઈવેન્ટનું આયોજન ક૨ી જાજ૨માન ૨ીતે વિદાય આપવાનો પ્રસંગે એટલે વ્હાલુડીના વિવાહનું આયોજન આગામી ડિસેમ્બ૨ મહિનાની ૨૯ તથા ૩૦ તા૨ીખે ક૨વામાં આવ્યું છે.


આ અંગેની વિશેષ્ા માહિતી આપતા પ્રતાપભાઈ પટેલ, ઉપેનભાઈ મોદી, હ૨ેશભાઈ પ૨સાણા, ચંદુભાઈ શાહ,  હસુભાઈ ૨ાચ્છ સહિતના અગ્રણીઓના જણાવવા મુજબ જેવી ૨ીતે સુખી સાધન સંપન્ન પિ૨વા૨ની દીક૨ીઓનો લગ્ન પ્રસંગ ઉજવાતો હોય તેવી જ ૨ીતે આ લગ્ન પ્રસંગ ઉજવવામાં આવશે. જેમાં તા. ૨૯/૧૨ના શનિવા૨ના ૨ોજ સવા૨ે ૮ થી ૧ કાલાવડ ૨ોડ સ્થિત અવસ૨ પાર્ટી પ્લોટમાં દીક૨ીઓની મહેંદી ૨સમ તથા સંગીતના કાર્યક્રમ તેમજ એજ દિવસ ૨ાત્રીના સૌ૨ાષ્ટ્રના ખ્યાતનામ કલાકા૨ો ા૨ા દિક૨ી વ્હાલનો દ૨ીયો અંતર્ગત  કાર્યક્રમ યોજવામાં આવશે. તા. ૩૦/૧૨ને ૨વિવા૨ના ૨ોજ જામનગ૨ ૨ોડ ખાતે આવેલ ગ્રીન લીફ પાર્ટી પ્લોટમાં ફુલોના શણગા૨ સજેલા મંડપોમાં શાસ્ત્રોક્ત વિધિથી જે તે જ્ઞાતિના ૨ીત-૨ીવાજ મુજબ લગ્નવિધિ ક૨ી, લાખેણી જાનોનું સ્વાગત ક૨ી, આગતા-સ્વાગતા સાથે ચા-પાણી, નાસ્તા અને ભાવતા ભોજનીયા આ૨ોગાવી લગ્નના માંડવેથી કન્યાદાન ક૨ી વ્હાલુડીને વિદાય આપવામાં આવશે. આ લગ્નોત્સવની ૨૨ દીક૨ીઓને સંસ્થા પિ૨વા૨ તથા દાતાશ્રીઓના સહયોગથી અંદાજે ૨ લાખથી વધુ ૨કમનું કન્યાદાન સહિત ક૨ીયાવ૨માં તમામ જીવન જરૂ૨ી ચીજવસ્તુઓની સાથોસાથ ૨ તોલા સોનાના દાગીનાની ભેટ આપવામાં આવશે. આ ઉપ૨ાંત આ લગ્નોત્સવના માધ્યમથી પિ૨ણયના તાંતણે બંધાયેલા ૨૨ નવદંપતિઓ માટે સીમલા,  મનાલી, મહાબળેશ્ર્વ૨ અથવા ગોવાની હનીમૂન ટ્રીપની સોને૨ી ભેટ આપવાનું પણ આયોજન ક૨વામાં આવી ૨હયું છે.


વ્હાલુડીના વિવાહ લગ્નોત્સવમાં કોઈપણ જ્ઞાતિ કે જાતિના ભેદભાવ વગ૨ આર્થિક ૨ીતે જરૂ૨ીયાતમંદ  ગ૨ીબ પિ૨વા૨ના માતા-પિતાની છત્રછાયા ગુમાવના૨ કે પિતા અથવા માતાની છત્રછાયા ગુમાવના૨ ૨૨ દીક૨ીઓ પ્રભુતામાં પગલા માંડશે. જેના ફોર્મનું વિત૨ણ આગામી તા. ૯/પ/૨૦૧૮ થી તા. ૧૦/૬/૨૦૧૮ સુધી ૩૦પ, ગુરૂ૨ક્ષ્ાા કોમ્પલેક્ષ્ા, ભા૨ત ટ્રાવેલ્સની બાજુમાં, ટાગો૨ ૨ોડ સ૨નામેથી ક૨વામાં આવશે. ઉપ૨ોક્ત સમયગાળા દ૨મિયાન આવેલ ફોર્મમાંથી દીક૨ાનું ઘ૨ વૃધ્ધાશ્રમ ા૨ા શહે૨ના લબ્ધપ્રતિષ્ઠિત ૧૧ શ્રેષ્ઠીઓની ટીમ બનાવી આવેલ અ૨જીઓની સ્થળ અને જાત તપાસ ક૨ીને ખ૨ેખ૨ જરૂ૨ીયાતમંદ ૨૨ દિક૨ીઓની આ લગ્નોત્સવ માટે પસંદગી ક૨વામાં આવશે તેમ સંસ્થાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


વ્હાલુડીના વિવાહ એ ૨ાજકોટ માટે અદભુત અને અવિસ્મ૨ણીય પ્રસંગ બનાવવાની દીક૨ાનું ઘ૨ વૃધ્ધાશ્રમની ટીમનો સનિષ્ઠ પ્રયાસ ૨હેશે. આ પ્રસંગને ઉજવવામાં કંઈ કચાસ ન ૨હી જાય તેની ઝીણવટભ૨ી  કાળજી અત્યા૨થી લેવામાં આવી ૨હી છે. મહેંદી ૨સમ, સંગીત સંધ્યા, મંડપ સુશોભન, જાનનું સ્વાગત,  કન્યાનો શણગા૨, કિ૨યાવ૨ની તમામ નાની મોટી ચીજવસ્તુઓની ખ૨ીદી, તેની ઉતમ ગુણવતા તથા તેનું પેકીંગ ચા-નાસ્તો, જમવાની વ્યવસ્થા, પિ૨ણય પ્રસંગો, દાંડીયા ૨ાસ, પીઠી, હસ્તમેળાપ, કન્યા વિદાય વગે૨ે તમામ બાબતોનો ઝીણવટભર્યો ખ્યાલ ૨ાખવા અલગ અલગ કમીટીની ૨ચના ક૨વામાં આવી છે અને આ કમીટી ા૨ા તેમને સોંપવામાં આવેલ કામગી૨ીઓની તડામા૨ તૈયા૨ી પણ આ૨ંભી દીધી છે. ગ૨ીબ પ૨ીવા૨ની  જરૂ૨ીયાતમંદ, મા-બાપની છત્રછાયા ગુમાવના૨ નિ૨ાધા૨ દીક૨ીઓ, દીક૨ાનું ઘ૨ વૃધ્ધાશ્રમ આયોજન વ્હાલુડીના વિવાહના માધ્યમથી પિ૨ણયના પંથે પગલા પાડે તેમાં નિમિત બનવા અને પુણ્યમાં સહભાગી  થવા સૌ પિ૨વા૨ોને સંસ્થા પિ૨વા૨ ા૨ા આહવાન પણ આપવામાં આવ્યું છે.


આ કાર્યક્રમ અંગેની વિશેષ્ા માહિતી મુકેશભાઈ (૯૮૨પ૦ ૭૭૭૨પ), સુનીલ વો૨ા(૯૮૨પ૨ ૧૭૩૨૦), નલીન તન્ના(૯૮૨પ૭ ૬પ૦પપ) અને અનુપમ દોશી(૯૪૨૮૨ ૩૩૭૯૬) ઉપ૨થી મળી શકશે. સાંજ સમાચા૨ કાર્યાલય પ૨ મુકેશભાઈ દોશી, સુનીલ વો૨ા, નલીન તન્ના, ઉપેન મોદી, સુનીલ મહેતા તથા હસુભાઈ ૨ાચ્છ વગે૨ે આવેલા છે.
વ્હાલુડીના વિવાહ પ્રસંગ ઉજવણીમાં
શહે૨ના શ્રેષ્ઠીઓની ટીમ : સહયોગ 
૨ાજકોટ, તા. ૧
દીક૨ાનું ઘ૨ વૃધ્ધાશ્રમ ા૨ા આયોજીત સમુહ લગ્નોત્સવમાં શહે૨ના શ્રેષ્ઠીઓ ખભેખભો મીલાવીને સહયોગ આપી ૨હ્યા છે જેમાં મૌલેશભાઈ ઉકાણી(બાન લેબ્સ પ્રા.લી.), જીતુભાઈ બેનાણી(અમીધા૨ા ડેવલપર્સ),  મનીષ્ાભાઈ માદેકા(૨ોલેક્સ ઈન્ડસ્ટ્રીઝ), સુ૨ેશભાઈ નંદવાણા(ભવાની ઈન્ડસ્ટ્રીઝ), હ૨ીશભાઈ લાખાણી (ડી.એમ઼એલ. ઈન્ફ્રાસ્ટ્રકચ૨), ખોડુભા જાડેજા(ગ્રીન લીફ પાર્ટી પ્લોટ), વિઠ્ઠલભાઈ ધડુક(અગ્રણી ઉદ્યોગપતિ), વલ્લભભાઈ સતાણી(અગ્રણી ઉદ્યોગપતિ), ધીરૂભાઈ ૨ોકડ(અગ્રણી બિલ્ડ૨), સુનીભાઈ મહેતા (અગ્રણી વેપા૨ી), કિ૨ીટભાઈ આોજા(એન્જલ પંપ) વગે૨ે.

લીમડા ચોકમાં ૨પ.૯૪ લાખની આંગડિયા લૂંટનો ભેદ ઉકેલાયો : ૨ ઝડપાયા


લાખોનુ દેણુ ઉતા૨વા રાજુલાના શખ્સોએ લૂંટનો પ્લાન ઘડયો હતો: મુખ્ય સુત્રધા૨ સહિત બેની શોધખોળ : સૂત્રધા૨ શાહરૂખ જંગલેશ્ર્વ૨માં ૨હેતો હોય આંગડિયા
પેઢીના વ્યવહા૨થી પિ૨ચિત હતો: ૧પ દિવસરેકી કરતો'તો ! : લૂંટની ઘટનાને અંજામ આપી બાઈક પ૨ જ રાજુલા પહોંચી ચારેય અલગ થઈ ગયા હતા : 
આરોપીના ઘ૨માં જમીનમાં દાટેલો લૂંટનો માલ સહિત રૂા. ૧૬.પ૭ લાખનો મુદામાલ કબજે ક૨તી પોલીસ 


શહે૨ના લીમડા ચોક પાસેથી અઠવાડીયા પૂર્વે અક્ષ્ા૨ આંગડીયા પેઢીના કર્મચા૨ીને બોથડ પદાર્થનો ઘા ઝીંકી ૨પ.૯૪ લાખની લુંટ ચલાવવામાં આવી હતી. લુંટની આ ચકચા૨ી ઘટનામાં શહે૨ પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધ૨ી અંતે લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આ પ્રક૨ણમાં ૨ાજુલાના બે શખ્સોની ઘ૨પકડ ક૨ી છે. જેમની પૂછપ૨છ દ૨મ્યાન મુળ ૨ાજુલાના વતની અને હાલ ૨ાજકોટમાં જંગલેશ્ર્વ૨માં ૨હેતા મુખ્યસુત્રધા૨ શાહરૂખે લૂંટનો પ્લાન ઘડયો હતો. લૂંટની આ ઘટનામાં પોલીસે આ૨ોપીના ઘ૨માંથી રૂા. ૨૬.પ૩ લાખનો મુદામાલ કબજે ર્ક્યો છે. તેમજ લૂંટમાં સંડોવાયેલ મુખ્ય સુત્રધા૨ સહિત બે શખ્સોની શોધખોળ હાથ ધ૨ી છે.

ગત સોમવા૨ના ૨ોજ સો૨ઠીયાવાડી સર્કલ પાસે પવનપુત્ર ચોકમાં આવેલ અક્ષ્ા૨ આંગડીયા પેઢીના બે કર્મચા૨ી હી૨ા સહીતના મુદામાલ સાથેના પાર્સલ લઈ સુ૨ત મોકલવા માટે લીમડા ચોક પાસે પહોંચ્યા હતા. ત્યા૨ે અહીં આંગડીયા પેઢીના કર્મચા૨ી બાબુજી ઠાકો૨ પ૨ પાછળથી એક અજાણ્યા શખ્સે બોથડ પદાર્થના ઘા ઝીંકી તેમના હાથમાં ૨હેલ થેલો લુંટી લીધો હતો. આ થેલામાં હી૨ા સહીત રૂા. ૨પ.૯૪ લાખની મતા હતી. 
લુંટની આ ઘટના બાદ શહે૨ ભ૨ની પોલીસ દ્વા૨ા લુંટા૨ુઓને ઝડપી લેવા તપાસ હાથ ધ૨વામાં આવી હતી. ખુદ પોલીસ કમિશ્ર્ન૨ અનુપમ સિંહ ગેહલોતે ઘટના સ્થળે પહોંચી ફ૨ીયાદી પાસેથી લુંંટ અંગેની વિગતો મેળવી તેણે સી.સી.ટી.વી ફુટેજ દેખાડયા હતા. લુંટની આ ઘટનાનો ભેદ ઉકેલવા પોલીસ વિવિધ દિશામાં તપાસ ચલાવી ૨હી હતી દ૨મિયાન સી.સી.ટી.વી. ફુટેજના આધા૨ે પોલીસની લુટા૨ુઓના સગડ પ્રાપ્ત થયા હતા અને અંતે પોલીસે ૨ાજુલામાં પંથકમાં ૨હેતા ભાવેશ ઉર્ફે ભુ૨ો ધનજીભાઈ સ૨વૈયા મોચી (ઉ.વ. ૨૪) ૨હે. સ્વામીના૨ાયણ મંદિ૨ પાછળ ૨ાજુલા તેમજ મુસ્તાક ઉર્ફે મુસો મહમંદભાઈ પાયક ઘાંચી (ઉ.વ. ૨૧) ૨હે. વડલી ૨ોડ ૨ાજુલાની ઘ૨પકડ ક૨ી હતી. અને લુંટનો આ ભેદ ઉકેલી નાખ્યો હતો.

૨પ.૯૪ લાખની આંગણીયા લુંટની ભેદ ઉકેલાયા બાદ આજ૨ોજ પોલીસ કમિશ્ર્ન૨ કચે૨ીમાં લુંટની આ ઘટના અંગે વિગતો આપતા પોલીસ કમિશ્ર્ન૨ અનુપમસિંહ ગેહલોત દ્વા૨ા પ્રેસ કોન્ફ૨ન્સનું આયોજન ક૨ાયું હતું. જેમાં જે.સી.પી. ડી.એસ. ભટ્ટ, ડી.સી.પી. ક૨ણ૨ાજ વાઘેલા, બલ૨ામ મીણા, એ.સી.પી. ક્રાઈમ જયદીપસિંહ સ૨વૈયા, ક્રાઈમ બ્રાંચ પીઆઈ. એચ.એન. ગઢવી, એ.ડીવી. પોલીસ મથકના પી.આઈે. વી.વી. ઓડેદ૨ા, ફોજદા૨ આ૨.સી. કાનમીયા, એચ.એન. ૨ાણા સહિતના હાજ૨ ૨હ્યા હતા.

પોલીસ કમિશ્ર્ન૨ અનુપમસિંહ ગેહલોત વિગત આપતા જણાવ્યું હતું કે ગત સોમવા૨ના થયેલી આંગણીયા લુંટની ઘટના બાદ પોલીસ દ્વા૨ા અલગ-અલગ ચા૨ ટીમો બનાવી આંગણીયા લુંટનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ ચલાવાઈ ૨હ્યો હતો. દ૨મ્યાન સી.સી.ટી.વી. ફુટેજના આધા૨ે આ૨ોપીના સગડ મળ્યા હતા અને તેઓ ૨ાજુલા પંથકના વતની હોવાનું માલુમ પડતા પોલીસની એક ટીમ અહીં પહોંચી હતી. 
પોલીસે સૌ પ્રથમ ભાવેશ ઉર્ફે ભુ૨ાની ઘ૨પકડ ક૨ી હતી. ત્યા૨બાદ તેની પુછપ૨છ ક૨તા અન્ય આ૨ોપી મુશ્તાક ઉર્ફે મુસાના સગડ મળતા તેની ઘ૨પકડ ક૨ાઈ હતી. બાદમાં આ બન્નેની પુછપ૨છ ક૨તા ભાવેશે જણાવ્યું હતું કે લુંટના મુદામાલ આ૨ોપી ઝુબે૨ના ઘ૨ે છુપાવ્યો છે. જેથી પોલીસ ટીમ અહીં વીજ ચેકીંગ ટીમનો સ્વાગ ૨ચી દ૨ોડો પાડયો હતો. પ૨ંતુ આ૨ોપી ઝુબે૨ નાસી છુટવામાં સફળ ૨હ્યો હતો. પોલીસે તેના ઘ૨માંથી જમીનમાં દાટેલો લુંટનો મુદામાલ કબજે ર્ક્યો હતો. જેમાં રૂા. ૩,૯૦૦ ૨ોકડ, મોબાઈલ ફોન સહિતની મતા કબજે ક૨વામાં આવી હતી. 

પકડાયેલા આ૨ોપીઓની પુછપ૨છ દ૨મિયાન એવી વિગત જાણવા મળેલી હતી કે આ૨ોપીઓ પૈકી સુત્રધા૨ શાહરૂખ મુળ ૨ાજુલાના વતની હોય પ૨ંતુ તેણે ૨ાજકોટની યુવતી સાથે પે્રમલગ્ન ર્ક્યા બાદ ૨ાજકોટના જંગલેશ્ર્વ૨ વિસ્તા૨માં ૨હેતો હતો. અને િ૨ક્ષ્ાા ચલાવતો હોય તે અહીંના વિસ્તા૨ોથી વાકેફ હતો. સો૨ઠીયાવાડી નજીક આવેલ અક્ષ્ા૨ આંગણીયા પેઢીના વહીવટથી તે માહીતગા૨ હોય તેણે અન્ય સાથીદા૨ો સાથે મળી લુંટનો પ્લાન ઘડયો હતો. આ પૂર્વે પંદ૨ દિવસ સુધી ૨ેકી પણ ક૨ી હતી. બાદમાં લુંંટની ઘટનામાં અંજામ આપ્યો હતો. આંગણીયા પેઢીના કર્મચા૨ી બાબુજી ઠાકો૨ પ૨ બોથડ પદાર્થનો ઘા પણ શાહરૂખે ઝીંક્યો હતો બાદમાં ચા૨ેય આ૨ોપીઓ ગોંડલ અને ત્યાંથી ૨ાજુલા ત૨ફ નાસી છુટયા હતા. ત્યા૨બાદ પોલીસથી બચવા માટે તેઓ અલગ અલગ જંગલ વિસ્તા૨માં છુપાઈને ૨હેતા હતા. 


વધુમાં જાણવા મળતી વિગતો મુજબ લુંંટની આ ઘટનામાં સંડોવાયેલ ભાવેશ ઉર્ફે ભુ૨ો, મુસ્તાક ઉર્ફે મુસો, ઝુબે૨ અને શાહરૂખ ચા૨ેય પ૨ દેણુ હોય પોતાના પ૨ થયેલી આ લાખોનું દેણું ઉતા૨વા માટે આ મોટો હાથ મા૨વાની ફિ૨ાકમાં હતા. દ૨મિયાન તેમણે આ આંગડીયા લુંટનો પ્લાન ઘડયો હતો. પોલીસે હાલ બે આ૨ોપીઓને ઝડપી લઈ સુત્રધા૨ શાહરૂખ તથા ઝુબે૨ને પકડી પાડવા તપાસ હાથ ધ૨ી છે. 


લુંટનો ભેદ ઉકેલવા માટે આઈ.વે. પ્રોજેકટ આર્શીવાદ સાબીત થયો 
શહે૨ના અમલમાં મુક્વામાં આવેલ આઈ.વે. પ્રોજેકટ વધુ એક વખત પોલીસના ગુનાનો ભેદ ઉકેલવા આર્શીવાદ રૂપ સાબીત થયો છે. લીમડા ચોકમાં થયેલી ૨પ.૯૪ લાખની લુંટની ઘટનાનો ભેદ ઉકેલવા માટે આઈ.વે. પ્રોજેકટ ચાવી રૂપ સાબીત થયો હતો.
૧૦ દિવસ પૂર્વે શાસ્ત્રીનગ૨ નજીક લીમડા ચોક પાસે અક્ષ્ા૨ આંગણીયા પેઢીના કર્મચા૨ીના બોથડ પદાર્થ વડે ઈજા ક૨ી ૨પ.૯૪ લાખની લુંટની ઘટનાનો અંજામ આપવામાં આવ્યો હતો. લુંંટની આ ઘટના બાદ પોલીસે શહે૨ભ૨માં લગાવવામાં આવેલા સી.સી.ટી.વી. કેમે૨ાના ફુટેજ ચકાસ્યા હતા અને આ ફુટેજના આધા૨ે પોલીસના લુંટની આ ઘટનાને ભેદ ઉકેલવા માટે મહત્વની કડી મળી હતી. 


આંગડીયા લુંટનો ભેદ ઉકેલવા અલગ-અલગ ૧૭ ટીમો બનાવાઈ હતી. 
અક્ષ્ા૨ આંગડીયા પેઢીના કર્મચા૨ી પ૨ હુમલો ક૨ી ૨પ.૯૪ લાખની લુંંટની ઘટનાને અંજામ આપ્યા બાદ લુંટા૨ુઓને ઝડપી લેવા શહે૨ભ૨ની પોલીસ કાર્ય૨ત બની હતી આ લુંટનો ભેદ ઉકેલવા અલગ અલગ ૧૭ ટીમો બનાવાઈ હતી. અને અંતે પોલીસની મહેનત ૨ંગ લાવી હોય તેમ આંગડીયા લુંટનો ભેદ ઉકેલવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી. 
અક્ષ્ા૨ આંગડીયા પેઢીના કર્મચા૨ી પ૨ લીમડા ચોક પાસે ગત સોમવા૨ના અજાણ્યા શખ્સોએ બોથડ પદાર્થનો ઘા ઝીંકી ૨પ.૯૪ લાખની લુંંટ ચલાવવામાં આવી હતી. લુંંટની ઘટનાનો ભેદ ઉકેલવા પોલીસ માટે પડકા૨સ્વરૂપ બની ગયુુ હતું. જેથી આ ઘટનાનો ભેદ ઉકેલવા શહે૨ પોલીસ કમિશ્ર્ન૨ અનુપમસિંહ ગેહલોતના વડપણ હેઠળ અલગ-અલગ ૧૭ ટીમો બનાવવામાં આવી હતી. જેમાં ક્રાઈમ બ્રાચની-૬, એસ.ઓ.જીની-૨, એડીવીઝન-૩, પે૨ોલ ફર્લો-૧ તથા અન્ય પોલીસ મથકોની પાંચ ટીમો બનાવવામાં આવી હતી. 


આંગડીયા લુંટની તપાસ દ૨મિયાન ગોંડલમાં 
થયેલ ઘ૨ફોડીનો ભેદ ઉકેલાયો : એક ઝબ્બે 
૨ાજકોટના થયેલી ૨પ.૯૪ લાખની આંગડીયા લુંટનો ભેદ ઉકેલવા પોલીસ તપાસ ચલાવી ૨હી હતી. દ૨મિયાન સી.સી.ટી.વી. ફુટેજ ચેક ક૨તા એક શંકાસ્પદ વ્યક્તિ નજ૨ે પડતા પોલીસે તેને ઝડપી લેતા ગોંડલમાં બસ સ્ટેશન આગળ કોલેજીયન દુકાનોની શટ૨ તોડી થયેલી ૪૦ લાખની ઘ૨ફોડ ચો૨ીમાં નાસતા ફ૨તા આ૨ોપીને ઝડપી લેવામાં સફળતા મળી હતી. 
આંગણીયા લુંટની ઘટના બાદ પોલીસે તપાસ ચલાવી ૨હી હતી દ૨મિયાન ગોંડલમાં સીદીબાદશાહ આ લુંટમાં સંડોવાયેલ હોય તેવી શંકા જતા અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધ૨વામાં આવી હતી. દ૨મિયાન પી.એસ.આઈ. ડી.પી. ઉનડકટ તથા સ્ટાફે આ૨ોપી અબ્દુલ ઈકબાલ ઉર્ફે બોદુભાઈ અલ્લા૨ખા મુળીયા (ઉ.વ. ૨૨) (૨હે. દેવપ૨ા ખાટપા શે૨ી ગોંડલ)ની ઘ૨પકડ ક૨ી હતી. તેની પુછપ૨છ ક૨તા ૧પ દિવસ અગાઉ ગોંડલના બસ સ્ટેશન અગાઉ કોલેજીયન દુકાનમાં થયેલી ચાલીસ લાખની ઘ૨ફોડીમાં તેની સંડોવણી હોવાનું માલુમ પડયુ હતું. પોલીસે તેની પાસેથી રૂા. ૧૩.૨૭ લાખનો મુદામાલ કબજે ર્ક્યો હતો. આ૨ોપી અગાઉ પણ બે વખત ચો૨ીના ગુનામાં સંડોવાઈ ચુક્યો હોવાનું જાણવા મળ્યું છે. 


આંગડીયા લુંટમાં પકડાયેલા બે આરોપીઓનો  ગુનાહિત ભુતકાળ 
શહે૨ના લીમડા ચોક પાસે અક્ષ્ા૨ આંગડીયા પેઢીના ૨પ.૯૪ લાખની લુંટની ઘટનામાં પોલીસે બે આ૨ોપીની ઘ૨પકડ ક૨ી છે. પકડાયેલા બન્ને આ૨ોપીઓ ગુનાહિત ભુતકાળ ધ૨ાવતા હોવાનું માલુમ પડયું છે તેના સાથીદા૨ પણ ગુનાની ટેવ વાળા હોવાનું માલુમ પડયુું છે.અક્ષ્ા૨ આંગડીયા પેઢીના ૨પ.૯૪ લાખની લુંટની ઘટનામાં પોલીસે ૨ાજુલાના ભાવેશ ઉર્ફે ભુ૨ો, ધનજીભાઈ સ૨વૈયા તથા મુશ્તાક ઉર્ફે મુશો, મહમંદ ભાઈ પાયકની ઘ૨પકડ ક૨ી છે. આ૨ોપી ભાવેશ ૨૦૧૨ માં ૨ાજુલાના મા૨ામા૨ીના ગુનામાં તથા મહુવા પોલીસ મથકમાં બળાત્કા૨ના ગુનામાં પકડાઈ ચુક્યો હોવાનું માલુમ પડયું છે. જયા૨ે આ૨ોપી મુશ્તાક ઉર્ફે મુશો ૨૦ દિવસ પૂર્વે મહુવામાં વાહન ચો૨ીના ગુનામાં તથા ત્રણ વર્ષ્ા પૂર્વે અકસ્માતના ગુનામાં પકડાઈ ચુક્યો હોવાનું જાણવા મળ્યું છે. 

ગત સોમવા૨ે લીમડા ચોકમાં થયેલી ૨પ.૯૪ લાખની આંગણીયા લુંટનો ભેદ ઉકેલવા પોલીસને સફળતા મળી છે. પોલીસે આ પ્રક૨ણમાં બે આ૨ોપીને ઝડપી લીધા છે. તસ્વી૨માં પકડાયેલા બન્ને આ૨ોપીઓ તેમજ તેમની પાસેથી કબ્જે ક૨વામાં આવેલ લુંટનો મુદામાલ તથા લુંટની આ ઘટનાનો ભેદ ઉકેલાયા બાદ તે અંગેની માહિતી આપી ૨હેલા પોલીસ કમિશ્ર્ન૨ અનુપમસિંહ ગેહલોત, જે.સી.પી. ડી.એસ. ભટ્ટ, ડી.સી.પી. ક૨ણ૨ાજ વાઘેલા, બલ૨ામ મીણા તથા અન્ય અધિકા૨ીઓ અને પોલીસ સ્ટાફ તસવી૨માં નજ૨ે પડે છે.

ગુરુવાર, 26 એપ્રિલ, 2018

એક અનોખા કલા સાધકો : જુનાગઢમાં રહ્યા છે હવે માત્ર ચાર જીકસો ડીઝાઇનરો

ફર્નિચર ગૃહ સજાવટલાકડાના મંદિરની કોતરણી અને અક્ષરનું
કટીંગ જેવા કામો કરી રોજગારી મેળવે છે કારીગરો


જુનાગઢ તા.૨૫કલાએ કુદરતની અણમોલ ભેટ છે. કલાની સાધના કરીને મેળવાતી રોજગારી બિરદાવવાને લાયક હોય છે. ટેકનોલોજીના આધુનિક યુગમાં કમ્પ્યુટરાઇઝ્ડ ડીઝાઇન આવી ગઇ છે ત્યારે જુનાગઢમાં લાકડા પર ડીઝાઇન કરીને જીકસો કટીંગ કરતા કારીગરો લાકડા પર અવનવા કટીંગ કરીને ગૃહ સજાવટના કામો કરી આપે છે.જુનાગઢમાં વુડન કટીંગ ડીઝાઇનીંગના હવે માત્ર ચાર-પાંચ કારીગરો કામ કરે છે. 

આધુનિક ટેકનોલોજીને લીધે વુડન કટીંગના હસ્તકલાના કારીગરો ઓછા થતાં જાય છે. જુનાગઢના તળાવ દરવાજા વિસ્તારમાં ચારેક કારીગરો જીકસો કટીંગ કરે છે.  પ્લાયવુડ હોય કે સનમાઇકા કે લાકડા પરની કોતરણી આ બધા જ કામ ફટાફટ ડીઝાઇન કરીને કટીંગ કરતા ૨૫ વર્ષ જુના કારીગર અનીલભાઇ મકવાણા કહે છે કેજીકસો કટીંગથી ફર્નિચર સજાવટઘરમાં પૂજાના સ્થળે રાખવામાં આવતા લાકડાના મંદિરોસેફ્ટી ડોર કે બોર્ડ પરના અક્ષરોનું કટીંગ ડીઝાઇન કરીને કરીએ છીએ.

સનમાઇકા પર ચોકથી સિધ્ધહસ્ત કલાકારની જેમ ડિઝાઇનીંગ કરતા અનીલભાઇએ વધુમાં કહયુ કે
દિમાગી કસરત સાથે શોખ હોયતોજ આ કલા પનપે છેવિકસે છે. આ કલામાં દિમાગી મહેનત સાથે કાર્ય કર્યાનો પણ આનંદ મળે છે. કોઇના ઘરના મંદિરની સજાવટમાં આપણી હાથ કારીગરી કે કલાનો ઉપયોગ થાય તે જ અમારા માટે જીવનનો સંતોષ છે. આવા જ એક બીજા જીકસો કટીંગ કારીગરશ્રી પ્રવીણભાઇ વરૂ કહે છે કેલાકડાનું કટીંગ કરવામાં ડીઝાઇન મુજબ સમય લાગે છે. 

અટપટ્ટી અને ઝીણી ડીઝાઇન હોય તો કટીંગમાં ઘણી તકેદારી રાખવી પડે છે. જીકસો કારીગરીની ક્યાંય તાલીમ હોતી નથી. અનુભવથી જ કલાકરો લાકડાનું કટીંગ અને કોતરણી શીખી જાય છે. જુનાગઢના જુદાં જુદાં વિસ્તારમાંથી લોકો ગૃહ સજાવટ કે ફર્નિચરમાં સારા દેખાવ માટે કે મંદિર બનાવવા માટે જીકસો કટીંગ માટે આવતા હોય છે પરંતુ કામ કરાવવા આવનાર આ કારીગરોની હસ્તકલા જોઇને પ્રભાવિત થઇ તેની કલાને બિરદાવે છે. 

અત્યારના આધુનિક સમયમાં કમ્પ્યુટરાઇઝ્ડ ડીઝાઇન આવી ગઇ છે. છતાં પણ હસ્તકલાની ડીઝાઇનનું સ્થાન છે. લાકડા પર કોતરણી કરતા આ ડીઝાઇનરો હવે ગ્રાહકોની ઇચ્છા મુજબ કમ્પ્યુટરાઇઝ્ડ તૈયાર ડીઝાઇન મુજબ પણ કટીંગ કરીને સમય સાથે તાલ મેળવી રોજગારી મેળવી રહ્યા છે.(સંકલન : અર્જૂન પરમારમાહિતી બ્યુરો - જૂનાગઢ)

રવિવાર, 22 એપ્રિલ, 2018

જેતપુર તાલુકા વિસ્તારમાં અપહરણ કરી લાખોનો જીરૂ ભરેલ ટ્રક લુંટી લેવાના બનાવનો ભેદ ઉકેલતી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. તથા જેતપુર તાલુકા પોલીસ

જેતપુર તાલુકા વિસ્તારમાં અપહરણ કરી લાખોનો જીરૂ ભરેલ ટ્રક લુંટી લેવાના બનાવનો ભેદ ઉકેલતી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. તથા જેતપુર તાલુકા પોલીસ

ગઇ તા. ૧૮/૦૪/૨૦૧૮ ના રોજ રાત્રીના સાડા અગીયારેક વાગ્યે રાજેશભાઇ રવજીભાઇ ટાંક પોતાના ટ્રકમાં ગોંડલ માર્કેટીંગ યાર્ડમાંથી  194 ગુણી જીરું કિંમત…રૂ. ૧૪,૫૦.૦૦૦/ના લઇ જુનાગઢ જતા હતા તે દરમ્યાન જેતલસર ચોકડી પાસે છ અજાણ્યા ઇસમોએ આ રાજેશલાઇ ટાંકનું અપહરણ કરી તેની પાસેનો ટ્રક નં, GQA-5787 નો જીરૂ ભરેલ ટ્રક લુટી લઇ પિસ્તોલ જેવુ હથીયાર બતાવી નાશી છુટ્યા હતા.

રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ વડા અંતરીપ સૂદની સુચના મુજબ આ અનડીટેકટ ગુનો શોધી કાઢવા એલ.સી.બી. શાખા રાજકોટ ગ્રામ્યના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. જે.એમ.ચાવડાએ એલ.સી.બી. રટાક સાથે તથા જેતપુર તાલુકા પોલીસના પીએસઆઈ એચ.એ.જાડેજાએ તેઓના સ્ટાફને સાથે આ ગુનો શોધી કાઢવા કવાયતમાં હતા.


દરમ્યાન આજે એલ.સી.બી.ના હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ પી, જાડેજાને, જેતપુર તાલુકાના જેતલસર ગામ પાસેથી જીરૂ ભરેલ ટ્રકનીં લુટ થયેલ તે જીરૂ ઉપલેટા તાલુકાના પડવલા ગામની સીમમાં રહેતા ફારૂક અબ્દુલ સુમરાની વાડીએ ફારૂક સુમરા તથા વસીમ સલીમ સુમરા  (રહે આંબલીયા ગામ તા. જુનાગઢ) તથા ઇમરાન જુસબ ખફી (રહે મસીતિયા તા, જામનગર)વાળાઓ લુ'ટેલ જીરૂના બાચકાઓ સગેવગે કરવાની વેંતરણમાં છે.

આવી બાતમીના આધારે એલસીબી તથા જેતપુર તાલુકા સ્ટાફે  ઉપલેટા તાલુકાના પડવલા ગામની સીમમાં ખાબકતા ત્યાં ફારૂક સુમરાની વાડીમાં  વસીમ સલીમ તથા ઇમરાન જુસબ એમ બંને શખ્સો 11700 કિલો જીરું રૂપિયા 14.50 લાખની કિમતનું સાથે ઝડપાઇ ગયા હતા.

આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી ના ઇન્ચાર્જ પીઆઇ જે.એમ.ચાવડા,  ફોજદાર બી.એન.ચૌધરી, જેતપુર તાલુકા પોસ્ટે.ના પીએસઆઈ હુકુમતસિંહ જાડેજા, પીએસઆઈ જે.વી.વાઢિયા, એલ.સી.બી. સ્ટાફના મહમદ રકીક હબીબભાઇ, મહેશભાઇ જાની, મહિપાલસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ જાડેજા, રવિદેવભાઇ બારડ, બાલકૃષ્ણભાઈ ત્રીવેદી, મયુરસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ સોલંકી, રસિકભાઈ જમોડ, ભાવેશભાઇ મકવાણા, અમુભાઈ વીરડા, રાયધાનભાઈ ડાંગર, વિનયભાઇ રાજપૂત, નરેન્દ્રભાઇ દવે, જેતપુર તાલુકા પોલીસના એ.એસ.આઈ. ગૌત્તમભાઈ ત્રીવેદી, જમાદાર ભુરાભાઈ માલીવાડ, મહિપાલસિંહ ચુડાસમા, મુસ્તાકભાઇ ચૌહાણ, ધર્મેન્દ્રભાઈ ચાવડા, અનીલભાઇ, દિનેશભાઇ, નિલેશભાઈ, પંકજસિંહ જાડેજા વિગેરે રોકાયા હતા.

શનિવાર, 21 એપ્રિલ, 2018

સમુહ લગ્નોત્સવ દ્વારા સામાજિક સમરસતા પ્રસ્થાપિત થઈ છે
-     કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા 

નાના-મોટાનો ભેદભાવ મિટાવતા સમુહ લગ્ન દરેક સમાજ માટે આશીર્વાદરૂપ
-     અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઈ રાદડિયા

સ્વ. સવજીભાઈ કોરાટના સ્મરણાર્થે આયોજિત સમુહ લગ્નોત્સવમાં
૨૫ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા


રાજકોટ તા. ૨૦ એપ્રિલ. જેતપુર જેસીઝ (જે.સી.આઈ.) દ્વારા સ્વ. સવજીભાઈ કોરાટના સ્મરણાર્થે સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ માર્ગ પરિવહન અને શિપીંગ વિભાગના કેન્દ્રીયમંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા તેમજ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઈ રાદડિયા, પૂર્વ મંત્રીશ્રી જશુબેન કોરાટની ઉપસ્થિતિમાં જેતપુર ખાતે યોજાયો હતો. આ લગ્નોત્સવમાં ૨૫ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતાં.

આ પ્રસંગે આયોજિત આશીર્વચન સમારોહમાં કેન્દ્રીયમંત્રીશ્રી માંડવિયાએ નવદપંતીઓને આશીર્વાદ પાઠવતા  જણાવ્યું હતું કે, વિવીધ સેવાભાવી સંસ્થાઓ અને સમાજો દ્વારા યોજાતા ‘સમુહલગ્નોત્સવ’ દ્વારા સામજિક સમરસતા પ્રસ્થાપિત થઈ છે, સાથોસાથ લોકોએ સામાજિક એક્યનું ઉત્તમ ઉદારહણ પૂરું પાડ્યું છે. વિશેષમાં મંત્રીશ્રી માંડવિયાએ નવદંપતીઓને ઉલ્લેખીને જણાવાયું હતું કે, તમો તમારા સામાજિક જીવન સંસારનો પ્રારંભ કરી રહ્યા છો ત્યારે તમારું જીવન સમાજ અને દેશ માટે પ્રેરણારૂપ બને તેવું ઘડવું જોઈએ.


આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે, તમામ સમાજમાં નાનામોટાનો ભેદભાવ મીટાવતા આ સમુહલગ્નોત્સવ દરેક સમાજ માટે આશીર્વાદ રૂપ છે અને સામજિક ક્રાંતિમાં પ્રેરણા સમાન સાબિત થયા છે. સર્વ જ્ઞાતિય સમુહલગ્નોત્સવમાં તમામ વર્ગના લોકો જોડાઈ રહ્યાં છે તે આપણી એકતા અને રાષ્ટ્ર ભાવના ચરિતાર્થ કરે છે.



આ પ્રસંગે સ્વ. સવજીભાઈ કોરાટના ધર્મપત્ની અને ભૂતપૂર્વ મંત્રીશ્રી જશુબેન કોરાટે જણાવેલ કે, મારા પતિદેવના સ્મરણાર્થે સામાજિક કાર્ય કરી અમોને દરેક સમજે હૂફ અને પોતીકાપણું આપ્યું છે. જે અમારે માટે ગૌરવની વાત છે. હું તેમજ અમારો સમગ્ર પરિવાર દરેક સમાજના સુખ-દુ:ખમાં સહભાગી બનવા પ્રયત્નશીલ રહેશુ તેમ વિશેષમાં જણાવ્યું હતું.
ડો,શ્રી ઋત્વિજભાઈ પટેલ,તેમજ શ્રી ડી,કે,સખીયા એ સમુહલગ્નોત્સવ ને બીરદાવ્યો હતો,

-     કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા ની હાજરી મા નવદંપતી ઓને ભુ્ણહત્યા થી દુર રહેવા તેમજ દીકરી-દીકરો સમાન ગણવા સપથ ગ્રહણ કરાવવામા આવેલ ,
જીથુડી હનુમાનજી મંદિરના પૂજ્ય રામરુપદાસજી બાપુએ સમુહલગ્નોત્સવમાં ઉપસ્થિત રહીને નવદંપતીઓને આશીર્વચન પાઠવ્યાં હતાં.

સમુહલગ્નોત્સવ પ્રસંગે   ધારાસભ્યસર્વેશ્રી  દેવાભાઈ માલમ, અગ્રણીઓ શ્રી ઋત્વિજભાઈ પટેલ, શ્રી ડી. કે. સખીયા,    નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કુસુમબેન સખરેલીયા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભાવનાબેન સોલંકી, ,પ્રશાંતભાઈ કોરાટ,દિનેશ ભુવા,સુરેશ સખરેલીયા,કીશોરભાઈ શાહ, સહીત અગ્રણીઓ તેમજ દાતાઓના હસ્તે કરિયાવર પેટે દાતાઓ દ્વારા પ્રાપ્ત થયેલ ૫૫ થી વધુ ઘરવખરીનો સામાન દરેક દંપતીઓને અપર્ણ કરાયો હતો.

કાર્યક્રમના પ્રારંભે જેતપુર જેસીઝના પ્રમુખશ્રી અલ્પેશભાઈ ભુવાએ સૌ મહાનુભાવોનું સ્વાગત કર્યુ હતું. તેમજ સમુહલગ્નોત્સવને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવનાર પ્રો. ચેરેમેન કલ્પેશ સખરેલીયાનું સન્માન કરવામાં આવ્યું હતું. આભારવિધિ દ્રિજેશભાઈ ધડુકે તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી નીતેશભાઈ ઠુંમર અને નરેન્દ્રભાઈ કોટડીયાએ કર્યુ હતું. (બી.ટી.ઠુંમર)

શુક્રવાર, 20 એપ્રિલ, 2018

રાજકોટ સરકારી હોસ્પિટલમાં દવાઓ ખલ્લાસ : ગરીબ દર્દીઓને પડયા પર પાટુ

રાજકોટ સરકારી હોસ્પિટલમાં દવાઓ ખલ્લાસ : ગરીબ દર્દીઓને પડયા પર પાટુ 
જીવદયા પ્રેમીએ સિવિલ હોસ્પિટલના વહિવટ સામે કરેલી રજુઆત : આવેદન આપ્યું 

રાજકોટ તા.20
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને સારવાર માટે અપાતી દવાઓનો જથ્થો ખલ્લાસ થઇ ગયો હોય સામાજીક અને જીવદયા પ્રેમી આગેવાન મુકેશ પટેલે જિલ્લા કલેકટરને રજુઆત કરી છે.
રાજકોટની સિવિલ હોસ્પિટલના વહિવટ મુદે કરેલી રજુઆત એવી છે કે સિવિલ હોસ્પિટલમાં હજારો ગરીબ દર્દીઓ સારવાર લેવા આવે છે ત્યારે પરિસ્થિતિ એવી સર્જાય છે કે દવાઓ મોંઘીદાટ, લોહીના રીપોર્ટો મોંઘાદાટ ન છુટકે ખાનગીમાં કરાવવા પડે છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં લેબોરેટરી વિભાગમાં (1) વિટામીન બી-12 (2) વિટામીન એ-2 જે લોહીની ટકાવારીનો રીપોર્ટ છે જેને સ્પેશ્યલ ટેસ્ટ કહેવામાં આવે છે. જેની કીટ છેલ્લા દોઢ વર્ષથી નથી અને ખાનગી લેબોરેટરીમાં રીપોર્ટની કિંમત રૂા.1400/- છે અને બીજી તરફ જોઇએ તો દવા વિભાગમાં બી.પી.ની દવા, એસીડીટી, ઉલ્ટી સહિતની 14 દવા ખલાસ છે.


આ 14 દવા જેવી કે (1) બી.પી. (2) સોજા ઉતારવાની દવા (3) માનસીક બિમારીની દવા (4) ગર્ભવતી મહિલાઓ માટેની દવા (પ) શકિતની દવા (6) એસીડીટી અને ઉલ્ટીની દવા (7) કૃમિની દવા (8) એન્ટીબાયોટીક દવા (9) શ્ર્વાસના દર્દી માટેની દવા (10) ચામડીની દવા (11) કબજીયાતની દવા (12) બાળકોની દવા (13) થાઇરોઇડ (14) બીપી સહિતની દવાઓ છેલ્લા 2 મહિના થયા છે જ નહી. ત્યારે રાજકોટ જિલ્લા કલેકટર ને મારી લેખીતમાં રજુઆત છે કે તાકીદે ગરીબ દર્દીઓના હિત માટે દવાઓ ઉપલબ્ધ કરાવે તેવી અમારી લાગણી અને માંગણી છે. 

ગુરુવાર, 19 એપ્રિલ, 2018

વિમાનના એન્જિનમાં બ્લાસ્ટ : 30,000 ફૂટ ઉંચે ૧૫૪ ના જીવ પડીકે બંધાયા

વિમાનના એન્જિનમાં બ્લાસ્ટ : 30,000 
ફૂટ ઉંચે ૧૫૪ ના જીવ પડીકે બંધાયા 
વોશિંગ્ટનઃ અમેરિકામાં જમીનથી લગભગ 30,000 ફૂટની ઊંચાઈ પર ઊડી રહેલા એક વિમાનના એન્જિનમાં અચાનક બ્લાસ્ટ થયો. બ્લાસ્ટમાં એક બારીને નુકસાન થવાથી એક યાત્રી બહાર પડવા લાગી, પરંતુ આવી વિકટ પરિસ્થિતિમાં પાઈલોટે હિમ્મત ન હારી અને સુઝબુઝથી યાત્રીઓનો જીવ બચાવ્યો. ઉડાણની સફળતાપૂર્વક ઈમર્જેન્સી લેન્ડીંગ કરાવ્યા બાદ સાઉથવેસ્ટ એરલાઈન્સની મહિલા પાઈલોટની ખૂબ પ્રશંસા કરાઈ રહી છે.
હકીકતમાં આ ઘટના મંગળવારની છે જ્યારે સાઉથવેસ્ટનું વિમાન 1380એ ન્યૂયોર્કથી ડલાસ માટે ઊડાણ ભરી હતી. અમેરિકન નૌસેનામાં ફાઈટર પ્લેનની પાઈલોટ રહી ચૂકેલી ટેમી જો શલ્ટ્સ આ વિમાનની કેપ્ટન અને પાઈલોટ હતી. સ્થાનીક સમય અનુસાર આ ઘટના સવારે 11 વાગ્યાની છે, ચાર કલાકની ફ્લાઈટને ઉડાણ ભર્યાના 20 મિનિટ જ થઈ હતી. આ સમયે વિમાનના જમણા એન્જિનમાં વિસ્ફોટ થયો. વિસ્ફોટ સમયે વિમાન 500 માઈલ પ્રતિ કલાકની ઝડપથી 30,000 ફૂટની ઉંચાઈ પર ઊડી રહ્યું હતું. તેમાં 5 ક્રૂ મેમ્બર સાથે 149 લોકો સવાર હતા. વિમાનના એક ફેનની બ્લેડ તૂટી ગઈ હતી. ઓક્સિજન માસ્ક નીચે આવી ગયા અને વિમાન એક મિનિટમાં હજારો ફૂટ નીચે આવી ગયું. આના તરત બાદ 14માં ક્રમમાં બેઠેલી એક યાત્રી બારીમાંથી બહાર પડલા લાગી.

20 મિનિટ સુધી 30,000 ફૂટની ઉંચાઈ પર યાત્રીઓ ડર અને ચિંતાની સ્થિતિમાં રહ્યા. આ વચ્ચે મહિલા પાઈલોટે જે સાહસનો પરિચય આપ્યો જેની યાત્રીઓ પણ પ્રશંસા કરી રહ્યા છે. તેમણે ફિલાડેલફિયા તરફ વિમાનને ઈમર્જેન્સી લેન્ડીંગ માટે વાળી દીધું. એક યાત્રી ટિમોથી સી બોરમેન (36)એ જણાવ્યું કે, મેં મારી પત્નીનો હાથ પકડી લીધો અને પ્રાર્થના કરવા લાગ્યો. અમને લાગ્યું કે અમે મરવાના છીએ.


વિસ્ફોટ બાદ એક અણીદાર વસ્તુ વિમાન સાથે ટકરાઈ અને વિમાનની બારીને નુકસાન થયું. યાત્રીઓએ જણાવ્યું કે, તેમણે નુકસાન થયેલી બારીમાંથી બહાર પડી રહેલી એક મહિલાને બચાવી. જોકે માથામાં ઈજા લગવાના કારણે બાદમાં મહિલાનું મોત થઈ ગયું. આ ઈમર્જેન્સી સ્થિતિમાં પણ ટેમીએ સંયમથી કામ લીધું અને એર ટ્રાફીક કંટ્રોલરને સમગ્ર માહિતી આપી.

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા હરમિત દેસાઇનું સન્માન

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા હરમિત દેસાઇનું સન્માન  

સુરતના યુવા ખેલાડી હરમિત દેસાઇને ખેલ પ્રતિભા પુરસ્કાર અન્વયે 33 લાખનો ચેક અપાયો 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 21મી કોમન વેલ્થ ગેમ્સ-2018માં ટેબલ ટેનિસ રમતમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનારા સુરતના યુવા ખેલાડી હરમિત દેસાઇને ખેલ પ્રતિભા પુરસ્કાર અન્વયે 33 લાખનો ચેક અર્પણ કર્યો હતો.

હરમિત દેસાઇને ટેબલ ટેનિસની રમતમાં 2015માં વર્લ્ડ ચેમ્પિયનશીપ તથા એશિયન ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવીને ગુજરાતનું ગૌરવ આંતરરાષ્ટ્રિય સ્તરે વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં સમગ્રતયા 1 કરોડ 9 લાખ 96 હજારની સહાય તેમજ પુરસ્કાર રાશિથી સન્માનિત કરવામાં આવ્યા છે.


અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે, વર્તમાન પ્રધાનમંત્રી અને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યની પ્રતિભાવંત ખેલ પ્રતિભાઓને યોગ્ય માર્ગદર્શન-કોચિંગ અને તજ્જ્ઞતા મળી રહે તે હેતુથી 2007થી શકિતદૂત યોજનાનો પ્રારંભ કરાવેલો છે.

તદઅનુસાર રાજ્ય સરકારની શકિતદૂત યોજના અન્વયે હોનહાર ખેલાડીઓને નીડ બેઇઝ સહાય અંતર્ગત જે સહાય આપવામાં આવે છે તેમાં હરમિત દેસાઇને 2007થી 2017-18 સુધી કુલ 60.46 લાખ રૂપિયાની રકમ શકિતદૂત યોજના અંતર્ગત અપાઇ છે. આ ઉપરાંત હરમિત દેસાઇને 16.50 લાખનો ખેલ પ્રતિભા પુરસ્કાર પણ અગાઉ એનાયત કરવામાં આવેલો છે.


શકિતદૂત યોજના અન્વયે 2.50 લાખથી 25 લાખ સુધીની સહાય ખેલાડીને જરૂરિયાત મુજબ ભારતમાં કે ભારત બહાર કોચીંગ વગેરે માટે સરકાર આપે છે. 2007થી 2017-18ના દસકમાં આવા 777 ખેલાડીઓને 15 કરોડ 57 લાખ 59 હજારની સહાય અપાઇ છે.

મુખ્યમંત્રીએ હરમિત દેસાઇને આ ચેક અર્પણ કર્યો તે વેળાએ રમત-ગમત રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ, સચિવ વી. પી. પટેલ, સ્પોટર્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ ડૉ. કાપડીયા, સ્વર્ણિમ ગુજરાત સ્પોટર્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર જતીન સોની તેમજ હરમિત દેસાઇના પરિવારજનો, આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.



કોઠારીયા રોડ પર શ્રીરામ પાર્કમાં દંપતિ પર છ શખ્સોનો હિચકારો હુમલો

કોઠારીયા રોડ પર શ્રીરામ પાર્કમાં દંપતિ 
પર છ શખ્સોનો હિચકારો હુમલો

ઘાયલ દંપતિ ખાનગી હોસ્પિટલમાં દાખલ: કારમાંથી ઉતરી દંપતિ પર ધોકા, તલવારથી તૂટી પડયા: ઘરમાં ટીવી-ગાડીના કાચ તોડી આતંક મચાવ્યો : ઘટનાસ્થળે દોડેલી ભકિતનગર પોલીસે શરૂ કર્યો તપાસનો ધમધમાટ સીસી ફૂટેજના આધારે તપાસ : હુમલાનો ભોગ બનેલ દંપતિ "નિર્દોષ” કુટાઈ ગયાનું પોલીસનું અનુમાન: દંપતિને કોઈની સાથે વેરઝેર નથી! : બપોરના 12/00 વાગ્યે ફિલ્મી સ્ટાઈલમાં કારમાં ધસી આવેલા છ અજાણ્યા શખ્સોના આતંકથી પટેલ દંપતિ ભયભીત: સારવાર હેઠળ












રાજકોટ તા.19
શહેરના કોઠારીયા રોડ પરના શ્રીરામ પાર્કમાં રહેતા એક પટેલ દંપતિ ઉપર છ અજાણ્યા શખ્સો બપોરના બાર વાગ્યાના ટકોરે ધોકા- તલવારથી હિચકારો હુમલો કરતા નાની મોટી ગંભીર ઈજાઓ સાથે દંપતિને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડેલ છે. હુમલાખોર શખ્સોએ જતા જતા ઘરનું ફર્નીચર, ટીવી, ગાડીના કાચ વિગેરે તોડીફોડી આતંક મચાવી નાશી છૂટયા હતા. બનાવથી પડોશી વર્ગ પણ ભયભીત બન્યો છે. પોલીસે ઘટના સ્થળે દોડી જઈ સીસી ટીવી ફૂટેજના આધારે હુમલાખોરો સુધી પહોંચવાની કવાયત આદરી છે.
 ભેદી રીતે પટેલ દંપતિ પર થયેલા હુમલાની મળતી વિગતો મુજબ શહેરના કોઠારીયા મેઈન રોડ પર આવેલ શ્રીરામ પાર્કની શેરી નં.3માં રહેતા મનસુખભાઈ નાગજીભાઈ વોરા (ઉ.55) અને તેમના પત્ની ભાનુબેન મનસુખભાઈ વોરા (ઉ.50) એમ દંપતિ આજે પોતાના ઘરે હતું.

ત્યારે બપોરના 12 વાગ્યે ફિલ્મી સ્ટાઈલથી ધસી આવેલી એક અજાણી કારમાંથી ઉતરેલા છ શખ્સો મનસુખભાઈના ઘરમાં ઘુસી-તલવાર અને ધોકા વડે મનસુખભાઈ અને ભાનુબેન પર તૂટી પડયા હતા.
 આવા સમયે ‘તમે કોણ છો?’ ‘તમે કયાંથી આવો છો?’, ‘તમો શું કામ અમારા પર હુમલો કરી મારો છો?’ વિગેરે પ્રશ્ર્નોના બુમ બરાડા વચ્ચે પણ મનસુખભાઈ અને ભાનુબેન ઉપર મરણતોલ હુમલો કરતા છએ શખ્સોએ કંઈ પણ બોલ્યા વગર, ઘરમાં ટીવી, ટેબલ, ટીપોઈ, ગાડીના કાચ વિગેરે પર તલવાર અને ધોકાના ઘા કરી તોડફોડ કરી નાશી છૂટયા હતા.
 બીજી બાજુ લોહીલુહાણ દંપતિને પડોશીઓની મદદથી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડી પોલીસને જાણ કરાતા ભકિતનગર પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે.
 ભકિતનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ગઢવી સહિતના કાફલાએ બનાવ સ્થળે નિરીક્ષણ કરી સીસી ફૂટેજ કબજે કરતા આતંક મચાવનાર શખ્સો ખુલ્લા મોઢાએ ધોકા, લાકડી, તલવાર જેવા હથિયારો સાથે મનસુખભાઈ વોરાના મકાનમાં પ્રવેશતા જોવા મળ્યા હોય હુમલાખોરો પકડાઈ જવાની પોલીસે આશા સેવી છે.
 બનાવ સંદર્ભે હુમલાનો ભોગ બનેલા દંપતિના સગા વ્હાલાઓએ વધુ વિગતો આપી હતી કે મનસુખભાઈ પોતાના ઘર નજીક જ ચોકમાં ઈગલ પાન નામની દુકાન ધરાવે છે. સિધીલીટીમાં જીવન જીવનાર વ્યકિત છે. મનસુખભાઈને બે સંતાનોમાં 1 પુત્ર અને 1 પુત્રી છે. જે બન્ને પરણીત છે.
 પુત્ર સંદીપભાઈ ચાટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) હોય તે આ વ્યવસાયની શહેરમાં ઓફીસ ધરાવે છે. અચાનક હુમલાના બનાવથી મનસુખભાઈ અને તેમના પત્ની પ્રભાબેન ભયભીત બની ગયા છે. હાલ બન્ને મધુરમ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે આ ઘટનામાં તમામ પ્રકારના પાસાઓને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પુત્રવધુ પડોશીઓને બોલાવવા દોડયા ત્યાં હુમલાખોરો નાશી ગયા!
 ભર બપોરે દિનદહાડે શ્રીરામ પાર્કમાં પટેલ દંપતિ પર હિચકારો હુમલો થયો ત્યારે ઘરમાં માત્ર ત્રણ સભ્યો હાજર હતા. સાસુ અને સસરા પર થઈ રહેલા હુમલાની અને છ શખ્સોની આતંકની ઘટના સમયે હાજર મિતલબેન સંદિપભાઈ વોરા નામના પુત્રવધુ પડોશીઓની મદદ માટે ઘર બહાર દોડયા હતા પણ ત્યાં સુધીમાં હુમલાખોરો આતંક મચાવી નાસી છૂટયા હોવાનું મિતલબેને જણાવ્યુ હતું.

નિર્દોષ દંપતિ પર હુમલો થઈ ગયાનું પોલીસનું અનુમાન
 રાજકોટ શહેરની પોલીસ માટે પડકાર સમાન આજની પટેલ દંપતિ પરની હુમલાની ઘટનાથી શ્રીરામ પાર્ક વાસીઓ ભયભીત બની ગયા છે. અહીં પોલીસની ધાક ભોંમા ધરબાઈ ગઈ છે તો ગુનેગારોનો ખૌફ સારાયે શહેરમાં ગમે ત્યાં, ગમે ત્યારે આતંક મચાવી રહ્યો હોય પોલીસને મહદઅંશે કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ સુધારવાનો સમય પાકી ગયો હોવાનું જાણકારો કરે છે.
 બીજી બાજુ આજની ઘટનામાં નિર્દોષ પટેલ દંપતિ કુટાઈ ગયાનું પોલીસ અનુમાન કરી તપાસનો દૌર આગળ ધપાવ્યો છે.

હુમલાખોરો ઘર ભૂલ્યા કે દંપતિનું જુનુ વેરઝેર કારણભૂત?
પોલીસને દ્દઢ શંકા: આવો હુમલો કેમ થઈ શકે?
 શ્રીરામ પાર્કમાં મનસુખભાઈ અને પ્રભાબેન પટેલ એમ દંપતિ પર હિચકારા હુમલામાં પોલીસ પણ ચકરાવે ચડી છે. વગર વાંકે આવી રીતે દંપતી પર કેમ હુમલો થઈ શકે? હુમલાખોરો શા માટે હુમલો કરે? હુમલાનું કારણ શું? કે હુમલાખોરો ‘ઘર’ ભૂલી નિર્દોષને હુમલાનો ભોગ બનાવી ગયા? તો પટેલ દંપતિને કોઈ ઝઘડો થયો છે? પૈસાની લેતી દેતી કારણભૂત છે કે બીજા કોઈ વેરઝેરના લીધે તેઓ હુમલાનો ભોગ બન્યા? વિ. બાબતોની પોલીસે તપાસ હાથ ધરી છે.

સ્વ. એડવોકેટ ૨ાજકુમા૨ પ૨મા૨નાં સ્મ૨ણાર્થે નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન મો૨બી ૨ોડ સ્થિત ક્રિકેટ ગ્રાઉન્ડમાં કાલથી ટુર્નામેન્ટનો શુભા૨ંભ થશે

સ્વ. એડવોકેટ ૨ાજકુમા૨ પ૨મા૨નાં સ્મ૨ણાર્થે નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
મો૨બી ૨ોડ સ્થિત ક્રિકેટ ગ્રાઉન્ડમાં કાલથી ટુર્નામેન્ટનો શુભા૨ંભ થશે


૨ાજકોટના સીનીય૨ એડવોકેટ સ્વ. ૨ાજકુમા૨ ક્રિપાલસિંહજી પ૨મા૨ની પુણ્યતિથિ અનુસંધાને સતત ત્રીજા વર્ષ્ો તેમના સ્મ૨ણાર્થે વકીલઓની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સ્વ. ૨ાજકુમા૨સિંહજીના પુત્ર  રૂપ૨ાજસિંહ પ૨મા૨ના સહયોગથી તા.૧૯/૪/૨૦૧૮ તથા તા.૨૦/૪/૨૦૧૮ના ૨ોજ મો૨બી ૨ોડ જકાતનાકા પાસે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં વકીલઓ તથા કોર્ટ સ્ટાફ સહીતની ટીમો વચ્ચે ક૨ાયુ છે.
આ ટુર્નામેન્ટનું ઉદઘાટન ૨ાષ્ટ્રીય લો-કમીશનના સભ્ય અને ૨ાજકોટના સીનીય૨ ધા૨ાશાસ્ત્રી અભયભાઈ ભા૨ાજ તથા બા૨ કાઉન્સીલ ઓફ ગુજ૨ાતના ચે૨મેન દિલીપભાઈ પટેલ ા૨ા ક૨વામા આવશે. તેમજ અતિથી વિશેષ્ા ત૨ીકે ૨ાજકોટના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ આ૨.કે. દેસાઈ  ખાસ ઉપથિત ૨હેશે.

આ આયોજનને ૨ાજકોટના સીનીય૨ ધા૨ાશાસ્ત્રીઓ, લલીતસિંહ શાહી, અનિલભાઈ દેસાઈ (૨ાજકોટ બા૨ એસોસીએશન પ્રમુખ) પિયુષ્ાભાઈ શાહ, સંજયભાઈ વ્યાસ, ગી૨ીશભાઈ ભટ્ટ, મુકેશભાઈ દેસાઈ,  મર્હષ્ાીભાઈ પંડયા, આ૨.એમ઼ વા૨ોત૨ીયા, જયુભાઈ શુકલ, જયુભા ૨ાણા, તરૂણભાઈ કોઠા૨ી, જી.આ૨. ઠાક૨, કમલેશ શાહ, શ્યામલભાઈ સોનપાલ, જયેશ જાની, પ્રશાંત જોષ્ાી, હિતેષ્ા દવે સહીતના તમામ સિનીય૨ એડવોકેટો સહભાગી થયા છે.
આયોજનને સફળ બનાવવા આયોજન કમીટીના અર્જુનભાઈ પટેલ, મનીષ્ાભાઈ ખખ્ખ૨, જે.બી. શાહ, સંદીપ વેક૨ીયા (સેન્ડી), અમિત વ્યાસ, કમલેશ ૨ાવલ, દિપક અંતાણી, ઈન્દુભા ઝાલા, જિતેન્સિંહ જાડેજા, અજય જોષ્ાી, જતીન ઠકક૨, હર્ષ્ાદ બા૨ૈયા, શૈલેષ્ા વનાળીયા, કેતન ભટ્ટી, ૨વિ વાઘેલા, વિ૨ેન વ્યાસ, કેતન પટેલ, ગૌ૨ાંગ માંકડ, અજય પીપળીયા, મનીષ્ા દવે, કુલદિપસિંહ જાડેજા, સહીતના વકીલ મિત્રો જહેમત ઉઠાવી ૨હયા છે.