અનુયાયીઓ

મંગળવાર, 1 મે, 2018

લીમડા ચોકમાં ૨પ.૯૪ લાખની આંગડિયા લૂંટનો ભેદ ઉકેલાયો : ૨ ઝડપાયા


લાખોનુ દેણુ ઉતા૨વા રાજુલાના શખ્સોએ લૂંટનો પ્લાન ઘડયો હતો: મુખ્ય સુત્રધા૨ સહિત બેની શોધખોળ : સૂત્રધા૨ શાહરૂખ જંગલેશ્ર્વ૨માં ૨હેતો હોય આંગડિયા
પેઢીના વ્યવહા૨થી પિ૨ચિત હતો: ૧પ દિવસરેકી કરતો'તો ! : લૂંટની ઘટનાને અંજામ આપી બાઈક પ૨ જ રાજુલા પહોંચી ચારેય અલગ થઈ ગયા હતા : 
આરોપીના ઘ૨માં જમીનમાં દાટેલો લૂંટનો માલ સહિત રૂા. ૧૬.પ૭ લાખનો મુદામાલ કબજે ક૨તી પોલીસ 


શહે૨ના લીમડા ચોક પાસેથી અઠવાડીયા પૂર્વે અક્ષ્ા૨ આંગડીયા પેઢીના કર્મચા૨ીને બોથડ પદાર્થનો ઘા ઝીંકી ૨પ.૯૪ લાખની લુંટ ચલાવવામાં આવી હતી. લુંટની આ ચકચા૨ી ઘટનામાં શહે૨ પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધ૨ી અંતે લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આ પ્રક૨ણમાં ૨ાજુલાના બે શખ્સોની ઘ૨પકડ ક૨ી છે. જેમની પૂછપ૨છ દ૨મ્યાન મુળ ૨ાજુલાના વતની અને હાલ ૨ાજકોટમાં જંગલેશ્ર્વ૨માં ૨હેતા મુખ્યસુત્રધા૨ શાહરૂખે લૂંટનો પ્લાન ઘડયો હતો. લૂંટની આ ઘટનામાં પોલીસે આ૨ોપીના ઘ૨માંથી રૂા. ૨૬.પ૩ લાખનો મુદામાલ કબજે ર્ક્યો છે. તેમજ લૂંટમાં સંડોવાયેલ મુખ્ય સુત્રધા૨ સહિત બે શખ્સોની શોધખોળ હાથ ધ૨ી છે.

ગત સોમવા૨ના ૨ોજ સો૨ઠીયાવાડી સર્કલ પાસે પવનપુત્ર ચોકમાં આવેલ અક્ષ્ા૨ આંગડીયા પેઢીના બે કર્મચા૨ી હી૨ા સહીતના મુદામાલ સાથેના પાર્સલ લઈ સુ૨ત મોકલવા માટે લીમડા ચોક પાસે પહોંચ્યા હતા. ત્યા૨ે અહીં આંગડીયા પેઢીના કર્મચા૨ી બાબુજી ઠાકો૨ પ૨ પાછળથી એક અજાણ્યા શખ્સે બોથડ પદાર્થના ઘા ઝીંકી તેમના હાથમાં ૨હેલ થેલો લુંટી લીધો હતો. આ થેલામાં હી૨ા સહીત રૂા. ૨પ.૯૪ લાખની મતા હતી. 
લુંટની આ ઘટના બાદ શહે૨ ભ૨ની પોલીસ દ્વા૨ા લુંટા૨ુઓને ઝડપી લેવા તપાસ હાથ ધ૨વામાં આવી હતી. ખુદ પોલીસ કમિશ્ર્ન૨ અનુપમ સિંહ ગેહલોતે ઘટના સ્થળે પહોંચી ફ૨ીયાદી પાસેથી લુંંટ અંગેની વિગતો મેળવી તેણે સી.સી.ટી.વી ફુટેજ દેખાડયા હતા. લુંટની આ ઘટનાનો ભેદ ઉકેલવા પોલીસ વિવિધ દિશામાં તપાસ ચલાવી ૨હી હતી દ૨મિયાન સી.સી.ટી.વી. ફુટેજના આધા૨ે પોલીસની લુટા૨ુઓના સગડ પ્રાપ્ત થયા હતા અને અંતે પોલીસે ૨ાજુલામાં પંથકમાં ૨હેતા ભાવેશ ઉર્ફે ભુ૨ો ધનજીભાઈ સ૨વૈયા મોચી (ઉ.વ. ૨૪) ૨હે. સ્વામીના૨ાયણ મંદિ૨ પાછળ ૨ાજુલા તેમજ મુસ્તાક ઉર્ફે મુસો મહમંદભાઈ પાયક ઘાંચી (ઉ.વ. ૨૧) ૨હે. વડલી ૨ોડ ૨ાજુલાની ઘ૨પકડ ક૨ી હતી. અને લુંટનો આ ભેદ ઉકેલી નાખ્યો હતો.

૨પ.૯૪ લાખની આંગણીયા લુંટની ભેદ ઉકેલાયા બાદ આજ૨ોજ પોલીસ કમિશ્ર્ન૨ કચે૨ીમાં લુંટની આ ઘટના અંગે વિગતો આપતા પોલીસ કમિશ્ર્ન૨ અનુપમસિંહ ગેહલોત દ્વા૨ા પ્રેસ કોન્ફ૨ન્સનું આયોજન ક૨ાયું હતું. જેમાં જે.સી.પી. ડી.એસ. ભટ્ટ, ડી.સી.પી. ક૨ણ૨ાજ વાઘેલા, બલ૨ામ મીણા, એ.સી.પી. ક્રાઈમ જયદીપસિંહ સ૨વૈયા, ક્રાઈમ બ્રાંચ પીઆઈ. એચ.એન. ગઢવી, એ.ડીવી. પોલીસ મથકના પી.આઈે. વી.વી. ઓડેદ૨ા, ફોજદા૨ આ૨.સી. કાનમીયા, એચ.એન. ૨ાણા સહિતના હાજ૨ ૨હ્યા હતા.

પોલીસ કમિશ્ર્ન૨ અનુપમસિંહ ગેહલોત વિગત આપતા જણાવ્યું હતું કે ગત સોમવા૨ના થયેલી આંગણીયા લુંટની ઘટના બાદ પોલીસ દ્વા૨ા અલગ-અલગ ચા૨ ટીમો બનાવી આંગણીયા લુંટનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ ચલાવાઈ ૨હ્યો હતો. દ૨મ્યાન સી.સી.ટી.વી. ફુટેજના આધા૨ે આ૨ોપીના સગડ મળ્યા હતા અને તેઓ ૨ાજુલા પંથકના વતની હોવાનું માલુમ પડતા પોલીસની એક ટીમ અહીં પહોંચી હતી. 
પોલીસે સૌ પ્રથમ ભાવેશ ઉર્ફે ભુ૨ાની ઘ૨પકડ ક૨ી હતી. ત્યા૨બાદ તેની પુછપ૨છ ક૨તા અન્ય આ૨ોપી મુશ્તાક ઉર્ફે મુસાના સગડ મળતા તેની ઘ૨પકડ ક૨ાઈ હતી. બાદમાં આ બન્નેની પુછપ૨છ ક૨તા ભાવેશે જણાવ્યું હતું કે લુંટના મુદામાલ આ૨ોપી ઝુબે૨ના ઘ૨ે છુપાવ્યો છે. જેથી પોલીસ ટીમ અહીં વીજ ચેકીંગ ટીમનો સ્વાગ ૨ચી દ૨ોડો પાડયો હતો. પ૨ંતુ આ૨ોપી ઝુબે૨ નાસી છુટવામાં સફળ ૨હ્યો હતો. પોલીસે તેના ઘ૨માંથી જમીનમાં દાટેલો લુંટનો મુદામાલ કબજે ર્ક્યો હતો. જેમાં રૂા. ૩,૯૦૦ ૨ોકડ, મોબાઈલ ફોન સહિતની મતા કબજે ક૨વામાં આવી હતી. 

પકડાયેલા આ૨ોપીઓની પુછપ૨છ દ૨મિયાન એવી વિગત જાણવા મળેલી હતી કે આ૨ોપીઓ પૈકી સુત્રધા૨ શાહરૂખ મુળ ૨ાજુલાના વતની હોય પ૨ંતુ તેણે ૨ાજકોટની યુવતી સાથે પે્રમલગ્ન ર્ક્યા બાદ ૨ાજકોટના જંગલેશ્ર્વ૨ વિસ્તા૨માં ૨હેતો હતો. અને િ૨ક્ષ્ાા ચલાવતો હોય તે અહીંના વિસ્તા૨ોથી વાકેફ હતો. સો૨ઠીયાવાડી નજીક આવેલ અક્ષ્ા૨ આંગણીયા પેઢીના વહીવટથી તે માહીતગા૨ હોય તેણે અન્ય સાથીદા૨ો સાથે મળી લુંટનો પ્લાન ઘડયો હતો. આ પૂર્વે પંદ૨ દિવસ સુધી ૨ેકી પણ ક૨ી હતી. બાદમાં લુંંટની ઘટનામાં અંજામ આપ્યો હતો. આંગણીયા પેઢીના કર્મચા૨ી બાબુજી ઠાકો૨ પ૨ બોથડ પદાર્થનો ઘા પણ શાહરૂખે ઝીંક્યો હતો બાદમાં ચા૨ેય આ૨ોપીઓ ગોંડલ અને ત્યાંથી ૨ાજુલા ત૨ફ નાસી છુટયા હતા. ત્યા૨બાદ પોલીસથી બચવા માટે તેઓ અલગ અલગ જંગલ વિસ્તા૨માં છુપાઈને ૨હેતા હતા. 


વધુમાં જાણવા મળતી વિગતો મુજબ લુંંટની આ ઘટનામાં સંડોવાયેલ ભાવેશ ઉર્ફે ભુ૨ો, મુસ્તાક ઉર્ફે મુસો, ઝુબે૨ અને શાહરૂખ ચા૨ેય પ૨ દેણુ હોય પોતાના પ૨ થયેલી આ લાખોનું દેણું ઉતા૨વા માટે આ મોટો હાથ મા૨વાની ફિ૨ાકમાં હતા. દ૨મિયાન તેમણે આ આંગડીયા લુંટનો પ્લાન ઘડયો હતો. પોલીસે હાલ બે આ૨ોપીઓને ઝડપી લઈ સુત્રધા૨ શાહરૂખ તથા ઝુબે૨ને પકડી પાડવા તપાસ હાથ ધ૨ી છે. 


લુંટનો ભેદ ઉકેલવા માટે આઈ.વે. પ્રોજેકટ આર્શીવાદ સાબીત થયો 
શહે૨ના અમલમાં મુક્વામાં આવેલ આઈ.વે. પ્રોજેકટ વધુ એક વખત પોલીસના ગુનાનો ભેદ ઉકેલવા આર્શીવાદ રૂપ સાબીત થયો છે. લીમડા ચોકમાં થયેલી ૨પ.૯૪ લાખની લુંટની ઘટનાનો ભેદ ઉકેલવા માટે આઈ.વે. પ્રોજેકટ ચાવી રૂપ સાબીત થયો હતો.
૧૦ દિવસ પૂર્વે શાસ્ત્રીનગ૨ નજીક લીમડા ચોક પાસે અક્ષ્ા૨ આંગણીયા પેઢીના કર્મચા૨ીના બોથડ પદાર્થ વડે ઈજા ક૨ી ૨પ.૯૪ લાખની લુંટની ઘટનાનો અંજામ આપવામાં આવ્યો હતો. લુંંટની આ ઘટના બાદ પોલીસે શહે૨ભ૨માં લગાવવામાં આવેલા સી.સી.ટી.વી. કેમે૨ાના ફુટેજ ચકાસ્યા હતા અને આ ફુટેજના આધા૨ે પોલીસના લુંટની આ ઘટનાને ભેદ ઉકેલવા માટે મહત્વની કડી મળી હતી. 


આંગડીયા લુંટનો ભેદ ઉકેલવા અલગ-અલગ ૧૭ ટીમો બનાવાઈ હતી. 
અક્ષ્ા૨ આંગડીયા પેઢીના કર્મચા૨ી પ૨ હુમલો ક૨ી ૨પ.૯૪ લાખની લુંંટની ઘટનાને અંજામ આપ્યા બાદ લુંટા૨ુઓને ઝડપી લેવા શહે૨ભ૨ની પોલીસ કાર્ય૨ત બની હતી આ લુંટનો ભેદ ઉકેલવા અલગ અલગ ૧૭ ટીમો બનાવાઈ હતી. અને અંતે પોલીસની મહેનત ૨ંગ લાવી હોય તેમ આંગડીયા લુંટનો ભેદ ઉકેલવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી. 
અક્ષ્ા૨ આંગડીયા પેઢીના કર્મચા૨ી પ૨ લીમડા ચોક પાસે ગત સોમવા૨ના અજાણ્યા શખ્સોએ બોથડ પદાર્થનો ઘા ઝીંકી ૨પ.૯૪ લાખની લુંંટ ચલાવવામાં આવી હતી. લુંંટની ઘટનાનો ભેદ ઉકેલવા પોલીસ માટે પડકા૨સ્વરૂપ બની ગયુુ હતું. જેથી આ ઘટનાનો ભેદ ઉકેલવા શહે૨ પોલીસ કમિશ્ર્ન૨ અનુપમસિંહ ગેહલોતના વડપણ હેઠળ અલગ-અલગ ૧૭ ટીમો બનાવવામાં આવી હતી. જેમાં ક્રાઈમ બ્રાચની-૬, એસ.ઓ.જીની-૨, એડીવીઝન-૩, પે૨ોલ ફર્લો-૧ તથા અન્ય પોલીસ મથકોની પાંચ ટીમો બનાવવામાં આવી હતી. 


આંગડીયા લુંટની તપાસ દ૨મિયાન ગોંડલમાં 
થયેલ ઘ૨ફોડીનો ભેદ ઉકેલાયો : એક ઝબ્બે 
૨ાજકોટના થયેલી ૨પ.૯૪ લાખની આંગડીયા લુંટનો ભેદ ઉકેલવા પોલીસ તપાસ ચલાવી ૨હી હતી. દ૨મિયાન સી.સી.ટી.વી. ફુટેજ ચેક ક૨તા એક શંકાસ્પદ વ્યક્તિ નજ૨ે પડતા પોલીસે તેને ઝડપી લેતા ગોંડલમાં બસ સ્ટેશન આગળ કોલેજીયન દુકાનોની શટ૨ તોડી થયેલી ૪૦ લાખની ઘ૨ફોડ ચો૨ીમાં નાસતા ફ૨તા આ૨ોપીને ઝડપી લેવામાં સફળતા મળી હતી. 
આંગણીયા લુંટની ઘટના બાદ પોલીસે તપાસ ચલાવી ૨હી હતી દ૨મિયાન ગોંડલમાં સીદીબાદશાહ આ લુંટમાં સંડોવાયેલ હોય તેવી શંકા જતા અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધ૨વામાં આવી હતી. દ૨મિયાન પી.એસ.આઈ. ડી.પી. ઉનડકટ તથા સ્ટાફે આ૨ોપી અબ્દુલ ઈકબાલ ઉર્ફે બોદુભાઈ અલ્લા૨ખા મુળીયા (ઉ.વ. ૨૨) (૨હે. દેવપ૨ા ખાટપા શે૨ી ગોંડલ)ની ઘ૨પકડ ક૨ી હતી. તેની પુછપ૨છ ક૨તા ૧પ દિવસ અગાઉ ગોંડલના બસ સ્ટેશન અગાઉ કોલેજીયન દુકાનમાં થયેલી ચાલીસ લાખની ઘ૨ફોડીમાં તેની સંડોવણી હોવાનું માલુમ પડયુ હતું. પોલીસે તેની પાસેથી રૂા. ૧૩.૨૭ લાખનો મુદામાલ કબજે ર્ક્યો હતો. આ૨ોપી અગાઉ પણ બે વખત ચો૨ીના ગુનામાં સંડોવાઈ ચુક્યો હોવાનું જાણવા મળ્યું છે. 


આંગડીયા લુંટમાં પકડાયેલા બે આરોપીઓનો  ગુનાહિત ભુતકાળ 
શહે૨ના લીમડા ચોક પાસે અક્ષ્ા૨ આંગડીયા પેઢીના ૨પ.૯૪ લાખની લુંટની ઘટનામાં પોલીસે બે આ૨ોપીની ઘ૨પકડ ક૨ી છે. પકડાયેલા બન્ને આ૨ોપીઓ ગુનાહિત ભુતકાળ ધ૨ાવતા હોવાનું માલુમ પડયું છે તેના સાથીદા૨ પણ ગુનાની ટેવ વાળા હોવાનું માલુમ પડયુું છે.અક્ષ્ા૨ આંગડીયા પેઢીના ૨પ.૯૪ લાખની લુંટની ઘટનામાં પોલીસે ૨ાજુલાના ભાવેશ ઉર્ફે ભુ૨ો, ધનજીભાઈ સ૨વૈયા તથા મુશ્તાક ઉર્ફે મુશો, મહમંદ ભાઈ પાયકની ઘ૨પકડ ક૨ી છે. આ૨ોપી ભાવેશ ૨૦૧૨ માં ૨ાજુલાના મા૨ામા૨ીના ગુનામાં તથા મહુવા પોલીસ મથકમાં બળાત્કા૨ના ગુનામાં પકડાઈ ચુક્યો હોવાનું માલુમ પડયું છે. જયા૨ે આ૨ોપી મુશ્તાક ઉર્ફે મુશો ૨૦ દિવસ પૂર્વે મહુવામાં વાહન ચો૨ીના ગુનામાં તથા ત્રણ વર્ષ્ા પૂર્વે અકસ્માતના ગુનામાં પકડાઈ ચુક્યો હોવાનું જાણવા મળ્યું છે. 

ગત સોમવા૨ે લીમડા ચોકમાં થયેલી ૨પ.૯૪ લાખની આંગણીયા લુંટનો ભેદ ઉકેલવા પોલીસને સફળતા મળી છે. પોલીસે આ પ્રક૨ણમાં બે આ૨ોપીને ઝડપી લીધા છે. તસ્વી૨માં પકડાયેલા બન્ને આ૨ોપીઓ તેમજ તેમની પાસેથી કબ્જે ક૨વામાં આવેલ લુંટનો મુદામાલ તથા લુંટની આ ઘટનાનો ભેદ ઉકેલાયા બાદ તે અંગેની માહિતી આપી ૨હેલા પોલીસ કમિશ્ર્ન૨ અનુપમસિંહ ગેહલોત, જે.સી.પી. ડી.એસ. ભટ્ટ, ડી.સી.પી. ક૨ણ૨ાજ વાઘેલા, બલ૨ામ મીણા તથા અન્ય અધિકા૨ીઓ અને પોલીસ સ્ટાફ તસવી૨માં નજ૨ે પડે છે.

ગુરુવાર, 26 એપ્રિલ, 2018

એક અનોખા કલા સાધકો : જુનાગઢમાં રહ્યા છે હવે માત્ર ચાર જીકસો ડીઝાઇનરો

ફર્નિચર ગૃહ સજાવટલાકડાના મંદિરની કોતરણી અને અક્ષરનું
કટીંગ જેવા કામો કરી રોજગારી મેળવે છે કારીગરો


જુનાગઢ તા.૨૫કલાએ કુદરતની અણમોલ ભેટ છે. કલાની સાધના કરીને મેળવાતી રોજગારી બિરદાવવાને લાયક હોય છે. ટેકનોલોજીના આધુનિક યુગમાં કમ્પ્યુટરાઇઝ્ડ ડીઝાઇન આવી ગઇ છે ત્યારે જુનાગઢમાં લાકડા પર ડીઝાઇન કરીને જીકસો કટીંગ કરતા કારીગરો લાકડા પર અવનવા કટીંગ કરીને ગૃહ સજાવટના કામો કરી આપે છે.જુનાગઢમાં વુડન કટીંગ ડીઝાઇનીંગના હવે માત્ર ચાર-પાંચ કારીગરો કામ કરે છે. 

આધુનિક ટેકનોલોજીને લીધે વુડન કટીંગના હસ્તકલાના કારીગરો ઓછા થતાં જાય છે. જુનાગઢના તળાવ દરવાજા વિસ્તારમાં ચારેક કારીગરો જીકસો કટીંગ કરે છે.  પ્લાયવુડ હોય કે સનમાઇકા કે લાકડા પરની કોતરણી આ બધા જ કામ ફટાફટ ડીઝાઇન કરીને કટીંગ કરતા ૨૫ વર્ષ જુના કારીગર અનીલભાઇ મકવાણા કહે છે કેજીકસો કટીંગથી ફર્નિચર સજાવટઘરમાં પૂજાના સ્થળે રાખવામાં આવતા લાકડાના મંદિરોસેફ્ટી ડોર કે બોર્ડ પરના અક્ષરોનું કટીંગ ડીઝાઇન કરીને કરીએ છીએ.

સનમાઇકા પર ચોકથી સિધ્ધહસ્ત કલાકારની જેમ ડિઝાઇનીંગ કરતા અનીલભાઇએ વધુમાં કહયુ કે
દિમાગી કસરત સાથે શોખ હોયતોજ આ કલા પનપે છેવિકસે છે. આ કલામાં દિમાગી મહેનત સાથે કાર્ય કર્યાનો પણ આનંદ મળે છે. કોઇના ઘરના મંદિરની સજાવટમાં આપણી હાથ કારીગરી કે કલાનો ઉપયોગ થાય તે જ અમારા માટે જીવનનો સંતોષ છે. આવા જ એક બીજા જીકસો કટીંગ કારીગરશ્રી પ્રવીણભાઇ વરૂ કહે છે કેલાકડાનું કટીંગ કરવામાં ડીઝાઇન મુજબ સમય લાગે છે. 

અટપટ્ટી અને ઝીણી ડીઝાઇન હોય તો કટીંગમાં ઘણી તકેદારી રાખવી પડે છે. જીકસો કારીગરીની ક્યાંય તાલીમ હોતી નથી. અનુભવથી જ કલાકરો લાકડાનું કટીંગ અને કોતરણી શીખી જાય છે. જુનાગઢના જુદાં જુદાં વિસ્તારમાંથી લોકો ગૃહ સજાવટ કે ફર્નિચરમાં સારા દેખાવ માટે કે મંદિર બનાવવા માટે જીકસો કટીંગ માટે આવતા હોય છે પરંતુ કામ કરાવવા આવનાર આ કારીગરોની હસ્તકલા જોઇને પ્રભાવિત થઇ તેની કલાને બિરદાવે છે. 

અત્યારના આધુનિક સમયમાં કમ્પ્યુટરાઇઝ્ડ ડીઝાઇન આવી ગઇ છે. છતાં પણ હસ્તકલાની ડીઝાઇનનું સ્થાન છે. લાકડા પર કોતરણી કરતા આ ડીઝાઇનરો હવે ગ્રાહકોની ઇચ્છા મુજબ કમ્પ્યુટરાઇઝ્ડ તૈયાર ડીઝાઇન મુજબ પણ કટીંગ કરીને સમય સાથે તાલ મેળવી રોજગારી મેળવી રહ્યા છે.(સંકલન : અર્જૂન પરમારમાહિતી બ્યુરો - જૂનાગઢ)

રવિવાર, 22 એપ્રિલ, 2018

જેતપુર તાલુકા વિસ્તારમાં અપહરણ કરી લાખોનો જીરૂ ભરેલ ટ્રક લુંટી લેવાના બનાવનો ભેદ ઉકેલતી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. તથા જેતપુર તાલુકા પોલીસ

જેતપુર તાલુકા વિસ્તારમાં અપહરણ કરી લાખોનો જીરૂ ભરેલ ટ્રક લુંટી લેવાના બનાવનો ભેદ ઉકેલતી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. તથા જેતપુર તાલુકા પોલીસ

ગઇ તા. ૧૮/૦૪/૨૦૧૮ ના રોજ રાત્રીના સાડા અગીયારેક વાગ્યે રાજેશભાઇ રવજીભાઇ ટાંક પોતાના ટ્રકમાં ગોંડલ માર્કેટીંગ યાર્ડમાંથી  194 ગુણી જીરું કિંમત…રૂ. ૧૪,૫૦.૦૦૦/ના લઇ જુનાગઢ જતા હતા તે દરમ્યાન જેતલસર ચોકડી પાસે છ અજાણ્યા ઇસમોએ આ રાજેશલાઇ ટાંકનું અપહરણ કરી તેની પાસેનો ટ્રક નં, GQA-5787 નો જીરૂ ભરેલ ટ્રક લુટી લઇ પિસ્તોલ જેવુ હથીયાર બતાવી નાશી છુટ્યા હતા.

રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ વડા અંતરીપ સૂદની સુચના મુજબ આ અનડીટેકટ ગુનો શોધી કાઢવા એલ.સી.બી. શાખા રાજકોટ ગ્રામ્યના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. જે.એમ.ચાવડાએ એલ.સી.બી. રટાક સાથે તથા જેતપુર તાલુકા પોલીસના પીએસઆઈ એચ.એ.જાડેજાએ તેઓના સ્ટાફને સાથે આ ગુનો શોધી કાઢવા કવાયતમાં હતા.


દરમ્યાન આજે એલ.સી.બી.ના હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ પી, જાડેજાને, જેતપુર તાલુકાના જેતલસર ગામ પાસેથી જીરૂ ભરેલ ટ્રકનીં લુટ થયેલ તે જીરૂ ઉપલેટા તાલુકાના પડવલા ગામની સીમમાં રહેતા ફારૂક અબ્દુલ સુમરાની વાડીએ ફારૂક સુમરા તથા વસીમ સલીમ સુમરા  (રહે આંબલીયા ગામ તા. જુનાગઢ) તથા ઇમરાન જુસબ ખફી (રહે મસીતિયા તા, જામનગર)વાળાઓ લુ'ટેલ જીરૂના બાચકાઓ સગેવગે કરવાની વેંતરણમાં છે.

આવી બાતમીના આધારે એલસીબી તથા જેતપુર તાલુકા સ્ટાફે  ઉપલેટા તાલુકાના પડવલા ગામની સીમમાં ખાબકતા ત્યાં ફારૂક સુમરાની વાડીમાં  વસીમ સલીમ તથા ઇમરાન જુસબ એમ બંને શખ્સો 11700 કિલો જીરું રૂપિયા 14.50 લાખની કિમતનું સાથે ઝડપાઇ ગયા હતા.

આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી ના ઇન્ચાર્જ પીઆઇ જે.એમ.ચાવડા,  ફોજદાર બી.એન.ચૌધરી, જેતપુર તાલુકા પોસ્ટે.ના પીએસઆઈ હુકુમતસિંહ જાડેજા, પીએસઆઈ જે.વી.વાઢિયા, એલ.સી.બી. સ્ટાફના મહમદ રકીક હબીબભાઇ, મહેશભાઇ જાની, મહિપાલસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ જાડેજા, રવિદેવભાઇ બારડ, બાલકૃષ્ણભાઈ ત્રીવેદી, મયુરસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ સોલંકી, રસિકભાઈ જમોડ, ભાવેશભાઇ મકવાણા, અમુભાઈ વીરડા, રાયધાનભાઈ ડાંગર, વિનયભાઇ રાજપૂત, નરેન્દ્રભાઇ દવે, જેતપુર તાલુકા પોલીસના એ.એસ.આઈ. ગૌત્તમભાઈ ત્રીવેદી, જમાદાર ભુરાભાઈ માલીવાડ, મહિપાલસિંહ ચુડાસમા, મુસ્તાકભાઇ ચૌહાણ, ધર્મેન્દ્રભાઈ ચાવડા, અનીલભાઇ, દિનેશભાઇ, નિલેશભાઈ, પંકજસિંહ જાડેજા વિગેરે રોકાયા હતા.

શનિવાર, 21 એપ્રિલ, 2018

સમુહ લગ્નોત્સવ દ્વારા સામાજિક સમરસતા પ્રસ્થાપિત થઈ છે
-     કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા 

નાના-મોટાનો ભેદભાવ મિટાવતા સમુહ લગ્ન દરેક સમાજ માટે આશીર્વાદરૂપ
-     અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઈ રાદડિયા

સ્વ. સવજીભાઈ કોરાટના સ્મરણાર્થે આયોજિત સમુહ લગ્નોત્સવમાં
૨૫ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા


રાજકોટ તા. ૨૦ એપ્રિલ. જેતપુર જેસીઝ (જે.સી.આઈ.) દ્વારા સ્વ. સવજીભાઈ કોરાટના સ્મરણાર્થે સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ માર્ગ પરિવહન અને શિપીંગ વિભાગના કેન્દ્રીયમંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા તેમજ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઈ રાદડિયા, પૂર્વ મંત્રીશ્રી જશુબેન કોરાટની ઉપસ્થિતિમાં જેતપુર ખાતે યોજાયો હતો. આ લગ્નોત્સવમાં ૨૫ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતાં.

આ પ્રસંગે આયોજિત આશીર્વચન સમારોહમાં કેન્દ્રીયમંત્રીશ્રી માંડવિયાએ નવદપંતીઓને આશીર્વાદ પાઠવતા  જણાવ્યું હતું કે, વિવીધ સેવાભાવી સંસ્થાઓ અને સમાજો દ્વારા યોજાતા ‘સમુહલગ્નોત્સવ’ દ્વારા સામજિક સમરસતા પ્રસ્થાપિત થઈ છે, સાથોસાથ લોકોએ સામાજિક એક્યનું ઉત્તમ ઉદારહણ પૂરું પાડ્યું છે. વિશેષમાં મંત્રીશ્રી માંડવિયાએ નવદંપતીઓને ઉલ્લેખીને જણાવાયું હતું કે, તમો તમારા સામાજિક જીવન સંસારનો પ્રારંભ કરી રહ્યા છો ત્યારે તમારું જીવન સમાજ અને દેશ માટે પ્રેરણારૂપ બને તેવું ઘડવું જોઈએ.


આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે, તમામ સમાજમાં નાનામોટાનો ભેદભાવ મીટાવતા આ સમુહલગ્નોત્સવ દરેક સમાજ માટે આશીર્વાદ રૂપ છે અને સામજિક ક્રાંતિમાં પ્રેરણા સમાન સાબિત થયા છે. સર્વ જ્ઞાતિય સમુહલગ્નોત્સવમાં તમામ વર્ગના લોકો જોડાઈ રહ્યાં છે તે આપણી એકતા અને રાષ્ટ્ર ભાવના ચરિતાર્થ કરે છે.



આ પ્રસંગે સ્વ. સવજીભાઈ કોરાટના ધર્મપત્ની અને ભૂતપૂર્વ મંત્રીશ્રી જશુબેન કોરાટે જણાવેલ કે, મારા પતિદેવના સ્મરણાર્થે સામાજિક કાર્ય કરી અમોને દરેક સમજે હૂફ અને પોતીકાપણું આપ્યું છે. જે અમારે માટે ગૌરવની વાત છે. હું તેમજ અમારો સમગ્ર પરિવાર દરેક સમાજના સુખ-દુ:ખમાં સહભાગી બનવા પ્રયત્નશીલ રહેશુ તેમ વિશેષમાં જણાવ્યું હતું.
ડો,શ્રી ઋત્વિજભાઈ પટેલ,તેમજ શ્રી ડી,કે,સખીયા એ સમુહલગ્નોત્સવ ને બીરદાવ્યો હતો,

-     કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા ની હાજરી મા નવદંપતી ઓને ભુ્ણહત્યા થી દુર રહેવા તેમજ દીકરી-દીકરો સમાન ગણવા સપથ ગ્રહણ કરાવવામા આવેલ ,
જીથુડી હનુમાનજી મંદિરના પૂજ્ય રામરુપદાસજી બાપુએ સમુહલગ્નોત્સવમાં ઉપસ્થિત રહીને નવદંપતીઓને આશીર્વચન પાઠવ્યાં હતાં.

સમુહલગ્નોત્સવ પ્રસંગે   ધારાસભ્યસર્વેશ્રી  દેવાભાઈ માલમ, અગ્રણીઓ શ્રી ઋત્વિજભાઈ પટેલ, શ્રી ડી. કે. સખીયા,    નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કુસુમબેન સખરેલીયા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભાવનાબેન સોલંકી, ,પ્રશાંતભાઈ કોરાટ,દિનેશ ભુવા,સુરેશ સખરેલીયા,કીશોરભાઈ શાહ, સહીત અગ્રણીઓ તેમજ દાતાઓના હસ્તે કરિયાવર પેટે દાતાઓ દ્વારા પ્રાપ્ત થયેલ ૫૫ થી વધુ ઘરવખરીનો સામાન દરેક દંપતીઓને અપર્ણ કરાયો હતો.

કાર્યક્રમના પ્રારંભે જેતપુર જેસીઝના પ્રમુખશ્રી અલ્પેશભાઈ ભુવાએ સૌ મહાનુભાવોનું સ્વાગત કર્યુ હતું. તેમજ સમુહલગ્નોત્સવને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવનાર પ્રો. ચેરેમેન કલ્પેશ સખરેલીયાનું સન્માન કરવામાં આવ્યું હતું. આભારવિધિ દ્રિજેશભાઈ ધડુકે તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી નીતેશભાઈ ઠુંમર અને નરેન્દ્રભાઈ કોટડીયાએ કર્યુ હતું. (બી.ટી.ઠુંમર)

શુક્રવાર, 20 એપ્રિલ, 2018

રાજકોટ સરકારી હોસ્પિટલમાં દવાઓ ખલ્લાસ : ગરીબ દર્દીઓને પડયા પર પાટુ

રાજકોટ સરકારી હોસ્પિટલમાં દવાઓ ખલ્લાસ : ગરીબ દર્દીઓને પડયા પર પાટુ 
જીવદયા પ્રેમીએ સિવિલ હોસ્પિટલના વહિવટ સામે કરેલી રજુઆત : આવેદન આપ્યું 

રાજકોટ તા.20
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને સારવાર માટે અપાતી દવાઓનો જથ્થો ખલ્લાસ થઇ ગયો હોય સામાજીક અને જીવદયા પ્રેમી આગેવાન મુકેશ પટેલે જિલ્લા કલેકટરને રજુઆત કરી છે.
રાજકોટની સિવિલ હોસ્પિટલના વહિવટ મુદે કરેલી રજુઆત એવી છે કે સિવિલ હોસ્પિટલમાં હજારો ગરીબ દર્દીઓ સારવાર લેવા આવે છે ત્યારે પરિસ્થિતિ એવી સર્જાય છે કે દવાઓ મોંઘીદાટ, લોહીના રીપોર્ટો મોંઘાદાટ ન છુટકે ખાનગીમાં કરાવવા પડે છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં લેબોરેટરી વિભાગમાં (1) વિટામીન બી-12 (2) વિટામીન એ-2 જે લોહીની ટકાવારીનો રીપોર્ટ છે જેને સ્પેશ્યલ ટેસ્ટ કહેવામાં આવે છે. જેની કીટ છેલ્લા દોઢ વર્ષથી નથી અને ખાનગી લેબોરેટરીમાં રીપોર્ટની કિંમત રૂા.1400/- છે અને બીજી તરફ જોઇએ તો દવા વિભાગમાં બી.પી.ની દવા, એસીડીટી, ઉલ્ટી સહિતની 14 દવા ખલાસ છે.


આ 14 દવા જેવી કે (1) બી.પી. (2) સોજા ઉતારવાની દવા (3) માનસીક બિમારીની દવા (4) ગર્ભવતી મહિલાઓ માટેની દવા (પ) શકિતની દવા (6) એસીડીટી અને ઉલ્ટીની દવા (7) કૃમિની દવા (8) એન્ટીબાયોટીક દવા (9) શ્ર્વાસના દર્દી માટેની દવા (10) ચામડીની દવા (11) કબજીયાતની દવા (12) બાળકોની દવા (13) થાઇરોઇડ (14) બીપી સહિતની દવાઓ છેલ્લા 2 મહિના થયા છે જ નહી. ત્યારે રાજકોટ જિલ્લા કલેકટર ને મારી લેખીતમાં રજુઆત છે કે તાકીદે ગરીબ દર્દીઓના હિત માટે દવાઓ ઉપલબ્ધ કરાવે તેવી અમારી લાગણી અને માંગણી છે. 

ગુરુવાર, 19 એપ્રિલ, 2018

વિમાનના એન્જિનમાં બ્લાસ્ટ : 30,000 ફૂટ ઉંચે ૧૫૪ ના જીવ પડીકે બંધાયા

વિમાનના એન્જિનમાં બ્લાસ્ટ : 30,000 
ફૂટ ઉંચે ૧૫૪ ના જીવ પડીકે બંધાયા 
વોશિંગ્ટનઃ અમેરિકામાં જમીનથી લગભગ 30,000 ફૂટની ઊંચાઈ પર ઊડી રહેલા એક વિમાનના એન્જિનમાં અચાનક બ્લાસ્ટ થયો. બ્લાસ્ટમાં એક બારીને નુકસાન થવાથી એક યાત્રી બહાર પડવા લાગી, પરંતુ આવી વિકટ પરિસ્થિતિમાં પાઈલોટે હિમ્મત ન હારી અને સુઝબુઝથી યાત્રીઓનો જીવ બચાવ્યો. ઉડાણની સફળતાપૂર્વક ઈમર્જેન્સી લેન્ડીંગ કરાવ્યા બાદ સાઉથવેસ્ટ એરલાઈન્સની મહિલા પાઈલોટની ખૂબ પ્રશંસા કરાઈ રહી છે.
હકીકતમાં આ ઘટના મંગળવારની છે જ્યારે સાઉથવેસ્ટનું વિમાન 1380એ ન્યૂયોર્કથી ડલાસ માટે ઊડાણ ભરી હતી. અમેરિકન નૌસેનામાં ફાઈટર પ્લેનની પાઈલોટ રહી ચૂકેલી ટેમી જો શલ્ટ્સ આ વિમાનની કેપ્ટન અને પાઈલોટ હતી. સ્થાનીક સમય અનુસાર આ ઘટના સવારે 11 વાગ્યાની છે, ચાર કલાકની ફ્લાઈટને ઉડાણ ભર્યાના 20 મિનિટ જ થઈ હતી. આ સમયે વિમાનના જમણા એન્જિનમાં વિસ્ફોટ થયો. વિસ્ફોટ સમયે વિમાન 500 માઈલ પ્રતિ કલાકની ઝડપથી 30,000 ફૂટની ઉંચાઈ પર ઊડી રહ્યું હતું. તેમાં 5 ક્રૂ મેમ્બર સાથે 149 લોકો સવાર હતા. વિમાનના એક ફેનની બ્લેડ તૂટી ગઈ હતી. ઓક્સિજન માસ્ક નીચે આવી ગયા અને વિમાન એક મિનિટમાં હજારો ફૂટ નીચે આવી ગયું. આના તરત બાદ 14માં ક્રમમાં બેઠેલી એક યાત્રી બારીમાંથી બહાર પડલા લાગી.

20 મિનિટ સુધી 30,000 ફૂટની ઉંચાઈ પર યાત્રીઓ ડર અને ચિંતાની સ્થિતિમાં રહ્યા. આ વચ્ચે મહિલા પાઈલોટે જે સાહસનો પરિચય આપ્યો જેની યાત્રીઓ પણ પ્રશંસા કરી રહ્યા છે. તેમણે ફિલાડેલફિયા તરફ વિમાનને ઈમર્જેન્સી લેન્ડીંગ માટે વાળી દીધું. એક યાત્રી ટિમોથી સી બોરમેન (36)એ જણાવ્યું કે, મેં મારી પત્નીનો હાથ પકડી લીધો અને પ્રાર્થના કરવા લાગ્યો. અમને લાગ્યું કે અમે મરવાના છીએ.


વિસ્ફોટ બાદ એક અણીદાર વસ્તુ વિમાન સાથે ટકરાઈ અને વિમાનની બારીને નુકસાન થયું. યાત્રીઓએ જણાવ્યું કે, તેમણે નુકસાન થયેલી બારીમાંથી બહાર પડી રહેલી એક મહિલાને બચાવી. જોકે માથામાં ઈજા લગવાના કારણે બાદમાં મહિલાનું મોત થઈ ગયું. આ ઈમર્જેન્સી સ્થિતિમાં પણ ટેમીએ સંયમથી કામ લીધું અને એર ટ્રાફીક કંટ્રોલરને સમગ્ર માહિતી આપી.

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા હરમિત દેસાઇનું સન્માન

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા હરમિત દેસાઇનું સન્માન  

સુરતના યુવા ખેલાડી હરમિત દેસાઇને ખેલ પ્રતિભા પુરસ્કાર અન્વયે 33 લાખનો ચેક અપાયો 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 21મી કોમન વેલ્થ ગેમ્સ-2018માં ટેબલ ટેનિસ રમતમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનારા સુરતના યુવા ખેલાડી હરમિત દેસાઇને ખેલ પ્રતિભા પુરસ્કાર અન્વયે 33 લાખનો ચેક અર્પણ કર્યો હતો.

હરમિત દેસાઇને ટેબલ ટેનિસની રમતમાં 2015માં વર્લ્ડ ચેમ્પિયનશીપ તથા એશિયન ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવીને ગુજરાતનું ગૌરવ આંતરરાષ્ટ્રિય સ્તરે વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં સમગ્રતયા 1 કરોડ 9 લાખ 96 હજારની સહાય તેમજ પુરસ્કાર રાશિથી સન્માનિત કરવામાં આવ્યા છે.


અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે, વર્તમાન પ્રધાનમંત્રી અને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યની પ્રતિભાવંત ખેલ પ્રતિભાઓને યોગ્ય માર્ગદર્શન-કોચિંગ અને તજ્જ્ઞતા મળી રહે તે હેતુથી 2007થી શકિતદૂત યોજનાનો પ્રારંભ કરાવેલો છે.

તદઅનુસાર રાજ્ય સરકારની શકિતદૂત યોજના અન્વયે હોનહાર ખેલાડીઓને નીડ બેઇઝ સહાય અંતર્ગત જે સહાય આપવામાં આવે છે તેમાં હરમિત દેસાઇને 2007થી 2017-18 સુધી કુલ 60.46 લાખ રૂપિયાની રકમ શકિતદૂત યોજના અંતર્ગત અપાઇ છે. આ ઉપરાંત હરમિત દેસાઇને 16.50 લાખનો ખેલ પ્રતિભા પુરસ્કાર પણ અગાઉ એનાયત કરવામાં આવેલો છે.


શકિતદૂત યોજના અન્વયે 2.50 લાખથી 25 લાખ સુધીની સહાય ખેલાડીને જરૂરિયાત મુજબ ભારતમાં કે ભારત બહાર કોચીંગ વગેરે માટે સરકાર આપે છે. 2007થી 2017-18ના દસકમાં આવા 777 ખેલાડીઓને 15 કરોડ 57 લાખ 59 હજારની સહાય અપાઇ છે.

મુખ્યમંત્રીએ હરમિત દેસાઇને આ ચેક અર્પણ કર્યો તે વેળાએ રમત-ગમત રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ, સચિવ વી. પી. પટેલ, સ્પોટર્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ ડૉ. કાપડીયા, સ્વર્ણિમ ગુજરાત સ્પોટર્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર જતીન સોની તેમજ હરમિત દેસાઇના પરિવારજનો, આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.



કોઠારીયા રોડ પર શ્રીરામ પાર્કમાં દંપતિ પર છ શખ્સોનો હિચકારો હુમલો

કોઠારીયા રોડ પર શ્રીરામ પાર્કમાં દંપતિ 
પર છ શખ્સોનો હિચકારો હુમલો

ઘાયલ દંપતિ ખાનગી હોસ્પિટલમાં દાખલ: કારમાંથી ઉતરી દંપતિ પર ધોકા, તલવારથી તૂટી પડયા: ઘરમાં ટીવી-ગાડીના કાચ તોડી આતંક મચાવ્યો : ઘટનાસ્થળે દોડેલી ભકિતનગર પોલીસે શરૂ કર્યો તપાસનો ધમધમાટ સીસી ફૂટેજના આધારે તપાસ : હુમલાનો ભોગ બનેલ દંપતિ "નિર્દોષ” કુટાઈ ગયાનું પોલીસનું અનુમાન: દંપતિને કોઈની સાથે વેરઝેર નથી! : બપોરના 12/00 વાગ્યે ફિલ્મી સ્ટાઈલમાં કારમાં ધસી આવેલા છ અજાણ્યા શખ્સોના આતંકથી પટેલ દંપતિ ભયભીત: સારવાર હેઠળ












રાજકોટ તા.19
શહેરના કોઠારીયા રોડ પરના શ્રીરામ પાર્કમાં રહેતા એક પટેલ દંપતિ ઉપર છ અજાણ્યા શખ્સો બપોરના બાર વાગ્યાના ટકોરે ધોકા- તલવારથી હિચકારો હુમલો કરતા નાની મોટી ગંભીર ઈજાઓ સાથે દંપતિને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડેલ છે. હુમલાખોર શખ્સોએ જતા જતા ઘરનું ફર્નીચર, ટીવી, ગાડીના કાચ વિગેરે તોડીફોડી આતંક મચાવી નાશી છૂટયા હતા. બનાવથી પડોશી વર્ગ પણ ભયભીત બન્યો છે. પોલીસે ઘટના સ્થળે દોડી જઈ સીસી ટીવી ફૂટેજના આધારે હુમલાખોરો સુધી પહોંચવાની કવાયત આદરી છે.
 ભેદી રીતે પટેલ દંપતિ પર થયેલા હુમલાની મળતી વિગતો મુજબ શહેરના કોઠારીયા મેઈન રોડ પર આવેલ શ્રીરામ પાર્કની શેરી નં.3માં રહેતા મનસુખભાઈ નાગજીભાઈ વોરા (ઉ.55) અને તેમના પત્ની ભાનુબેન મનસુખભાઈ વોરા (ઉ.50) એમ દંપતિ આજે પોતાના ઘરે હતું.

ત્યારે બપોરના 12 વાગ્યે ફિલ્મી સ્ટાઈલથી ધસી આવેલી એક અજાણી કારમાંથી ઉતરેલા છ શખ્સો મનસુખભાઈના ઘરમાં ઘુસી-તલવાર અને ધોકા વડે મનસુખભાઈ અને ભાનુબેન પર તૂટી પડયા હતા.
 આવા સમયે ‘તમે કોણ છો?’ ‘તમે કયાંથી આવો છો?’, ‘તમો શું કામ અમારા પર હુમલો કરી મારો છો?’ વિગેરે પ્રશ્ર્નોના બુમ બરાડા વચ્ચે પણ મનસુખભાઈ અને ભાનુબેન ઉપર મરણતોલ હુમલો કરતા છએ શખ્સોએ કંઈ પણ બોલ્યા વગર, ઘરમાં ટીવી, ટેબલ, ટીપોઈ, ગાડીના કાચ વિગેરે પર તલવાર અને ધોકાના ઘા કરી તોડફોડ કરી નાશી છૂટયા હતા.
 બીજી બાજુ લોહીલુહાણ દંપતિને પડોશીઓની મદદથી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડી પોલીસને જાણ કરાતા ભકિતનગર પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે.
 ભકિતનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ગઢવી સહિતના કાફલાએ બનાવ સ્થળે નિરીક્ષણ કરી સીસી ફૂટેજ કબજે કરતા આતંક મચાવનાર શખ્સો ખુલ્લા મોઢાએ ધોકા, લાકડી, તલવાર જેવા હથિયારો સાથે મનસુખભાઈ વોરાના મકાનમાં પ્રવેશતા જોવા મળ્યા હોય હુમલાખોરો પકડાઈ જવાની પોલીસે આશા સેવી છે.
 બનાવ સંદર્ભે હુમલાનો ભોગ બનેલા દંપતિના સગા વ્હાલાઓએ વધુ વિગતો આપી હતી કે મનસુખભાઈ પોતાના ઘર નજીક જ ચોકમાં ઈગલ પાન નામની દુકાન ધરાવે છે. સિધીલીટીમાં જીવન જીવનાર વ્યકિત છે. મનસુખભાઈને બે સંતાનોમાં 1 પુત્ર અને 1 પુત્રી છે. જે બન્ને પરણીત છે.
 પુત્ર સંદીપભાઈ ચાટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) હોય તે આ વ્યવસાયની શહેરમાં ઓફીસ ધરાવે છે. અચાનક હુમલાના બનાવથી મનસુખભાઈ અને તેમના પત્ની પ્રભાબેન ભયભીત બની ગયા છે. હાલ બન્ને મધુરમ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે આ ઘટનામાં તમામ પ્રકારના પાસાઓને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પુત્રવધુ પડોશીઓને બોલાવવા દોડયા ત્યાં હુમલાખોરો નાશી ગયા!
 ભર બપોરે દિનદહાડે શ્રીરામ પાર્કમાં પટેલ દંપતિ પર હિચકારો હુમલો થયો ત્યારે ઘરમાં માત્ર ત્રણ સભ્યો હાજર હતા. સાસુ અને સસરા પર થઈ રહેલા હુમલાની અને છ શખ્સોની આતંકની ઘટના સમયે હાજર મિતલબેન સંદિપભાઈ વોરા નામના પુત્રવધુ પડોશીઓની મદદ માટે ઘર બહાર દોડયા હતા પણ ત્યાં સુધીમાં હુમલાખોરો આતંક મચાવી નાસી છૂટયા હોવાનું મિતલબેને જણાવ્યુ હતું.

નિર્દોષ દંપતિ પર હુમલો થઈ ગયાનું પોલીસનું અનુમાન
 રાજકોટ શહેરની પોલીસ માટે પડકાર સમાન આજની પટેલ દંપતિ પરની હુમલાની ઘટનાથી શ્રીરામ પાર્ક વાસીઓ ભયભીત બની ગયા છે. અહીં પોલીસની ધાક ભોંમા ધરબાઈ ગઈ છે તો ગુનેગારોનો ખૌફ સારાયે શહેરમાં ગમે ત્યાં, ગમે ત્યારે આતંક મચાવી રહ્યો હોય પોલીસને મહદઅંશે કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ સુધારવાનો સમય પાકી ગયો હોવાનું જાણકારો કરે છે.
 બીજી બાજુ આજની ઘટનામાં નિર્દોષ પટેલ દંપતિ કુટાઈ ગયાનું પોલીસ અનુમાન કરી તપાસનો દૌર આગળ ધપાવ્યો છે.

હુમલાખોરો ઘર ભૂલ્યા કે દંપતિનું જુનુ વેરઝેર કારણભૂત?
પોલીસને દ્દઢ શંકા: આવો હુમલો કેમ થઈ શકે?
 શ્રીરામ પાર્કમાં મનસુખભાઈ અને પ્રભાબેન પટેલ એમ દંપતિ પર હિચકારા હુમલામાં પોલીસ પણ ચકરાવે ચડી છે. વગર વાંકે આવી રીતે દંપતી પર કેમ હુમલો થઈ શકે? હુમલાખોરો શા માટે હુમલો કરે? હુમલાનું કારણ શું? કે હુમલાખોરો ‘ઘર’ ભૂલી નિર્દોષને હુમલાનો ભોગ બનાવી ગયા? તો પટેલ દંપતિને કોઈ ઝઘડો થયો છે? પૈસાની લેતી દેતી કારણભૂત છે કે બીજા કોઈ વેરઝેરના લીધે તેઓ હુમલાનો ભોગ બન્યા? વિ. બાબતોની પોલીસે તપાસ હાથ ધરી છે.

સ્વ. એડવોકેટ ૨ાજકુમા૨ પ૨મા૨નાં સ્મ૨ણાર્થે નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન મો૨બી ૨ોડ સ્થિત ક્રિકેટ ગ્રાઉન્ડમાં કાલથી ટુર્નામેન્ટનો શુભા૨ંભ થશે

સ્વ. એડવોકેટ ૨ાજકુમા૨ પ૨મા૨નાં સ્મ૨ણાર્થે નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
મો૨બી ૨ોડ સ્થિત ક્રિકેટ ગ્રાઉન્ડમાં કાલથી ટુર્નામેન્ટનો શુભા૨ંભ થશે


૨ાજકોટના સીનીય૨ એડવોકેટ સ્વ. ૨ાજકુમા૨ ક્રિપાલસિંહજી પ૨મા૨ની પુણ્યતિથિ અનુસંધાને સતત ત્રીજા વર્ષ્ો તેમના સ્મ૨ણાર્થે વકીલઓની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સ્વ. ૨ાજકુમા૨સિંહજીના પુત્ર  રૂપ૨ાજસિંહ પ૨મા૨ના સહયોગથી તા.૧૯/૪/૨૦૧૮ તથા તા.૨૦/૪/૨૦૧૮ના ૨ોજ મો૨બી ૨ોડ જકાતનાકા પાસે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં વકીલઓ તથા કોર્ટ સ્ટાફ સહીતની ટીમો વચ્ચે ક૨ાયુ છે.
આ ટુર્નામેન્ટનું ઉદઘાટન ૨ાષ્ટ્રીય લો-કમીશનના સભ્ય અને ૨ાજકોટના સીનીય૨ ધા૨ાશાસ્ત્રી અભયભાઈ ભા૨ાજ તથા બા૨ કાઉન્સીલ ઓફ ગુજ૨ાતના ચે૨મેન દિલીપભાઈ પટેલ ા૨ા ક૨વામા આવશે. તેમજ અતિથી વિશેષ્ા ત૨ીકે ૨ાજકોટના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ આ૨.કે. દેસાઈ  ખાસ ઉપથિત ૨હેશે.

આ આયોજનને ૨ાજકોટના સીનીય૨ ધા૨ાશાસ્ત્રીઓ, લલીતસિંહ શાહી, અનિલભાઈ દેસાઈ (૨ાજકોટ બા૨ એસોસીએશન પ્રમુખ) પિયુષ્ાભાઈ શાહ, સંજયભાઈ વ્યાસ, ગી૨ીશભાઈ ભટ્ટ, મુકેશભાઈ દેસાઈ,  મર્હષ્ાીભાઈ પંડયા, આ૨.એમ઼ વા૨ોત૨ીયા, જયુભાઈ શુકલ, જયુભા ૨ાણા, તરૂણભાઈ કોઠા૨ી, જી.આ૨. ઠાક૨, કમલેશ શાહ, શ્યામલભાઈ સોનપાલ, જયેશ જાની, પ્રશાંત જોષ્ાી, હિતેષ્ા દવે સહીતના તમામ સિનીય૨ એડવોકેટો સહભાગી થયા છે.
આયોજનને સફળ બનાવવા આયોજન કમીટીના અર્જુનભાઈ પટેલ, મનીષ્ાભાઈ ખખ્ખ૨, જે.બી. શાહ, સંદીપ વેક૨ીયા (સેન્ડી), અમિત વ્યાસ, કમલેશ ૨ાવલ, દિપક અંતાણી, ઈન્દુભા ઝાલા, જિતેન્સિંહ જાડેજા, અજય જોષ્ાી, જતીન ઠકક૨, હર્ષ્ાદ બા૨ૈયા, શૈલેષ્ા વનાળીયા, કેતન ભટ્ટી, ૨વિ વાઘેલા, વિ૨ેન વ્યાસ, કેતન પટેલ, ગૌ૨ાંગ માંકડ, અજય પીપળીયા, મનીષ્ા દવે, કુલદિપસિંહ જાડેજા, સહીતના વકીલ મિત્રો જહેમત ઉઠાવી ૨હયા છે.

બુધવાર, 18 એપ્રિલ, 2018

જેતપુરમાં કાલે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા
શ્રી પરશુરામ જયંતી ધામધુમથી ઉજવાશે

ત્રણેય કારોબારી સભ્યોને જોડવા SBS પ્રમુખ અશોકભાઈ જોશીનો અનુરોધ

રાજકોટ તા.૧૭
આવતીકાલ તા.૧૮ ના રોજ ભગવાન શ્રી પરશુરામજીની જન્મ જયંતી નિમિતે સમસ્ત બ્રહ્મસમાજ, જેતપુર દ્વારા વિવિધ આયોજનો થયા છે.
જેમાં સૌ પ્રથમ શહેરના મુખ્ય મુક્તિધામ(સ્મશાનઘાટ) ખાતે સવારના ૯-૩૦ થી ૧૦-૩૦ દરમિયાન શ્રી પરશુરામજીની પ્રતિમાની પૂજનવિધિ શાસ્ત્રોક રીતે કરવામાં આવશે.


જે પૂજન વિધિમાં સમસ્ત બ્રહ્મસમાજ જેતપુરના વરિષ્ઠ, મહિલા અને યુવા પાંખ તેમ ત્રણેય કારોબારી પાંખના પ્રમુખશ્રીઓ, અગ્રણીઓ અને સભ્યોમોટી સંખ્યામાં હાજર રહેશે. સાંજના ૭-૩૦ કલાકે ઉપરોક્ત ત્રણેય પાંખના કારોબારી સભ્યોના પરિવારજનોનું ફૂલવાડી રામજી મંદિર રોડ પરની શ્રી સમસ્ત બ્રહ્મ સમાજની વાડી ખાતે સામુહિક ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હોય,

સમસ્તબ્રહ્મ સમાજ જેતપુરના પ્રમુખ અશોકભાઈ કે.જોશી, ચીફ એડવાઈઝર કમલેશભાઈ પંડ્યા, મંત્રી ઉમાંકાન્તભાઈ જોશી, મહિલા પાંખના પ્રમુખ નીતાબેન મહેતા તેમજ બ્રહ્મસમાજ યુવા પાંખના પ્રમુખ રોહિતભાઈ પંડ્યા વિગેરે સવારના પૂજનવિધિ અને સાંજે ભોજન કાર્યક્રમનો લાભ લેવા બ્રહ્મસમાજની વરિષ્ઠ, મહિલા અને યુવા પાંખના કારોબારી સભ્યોને અનુરોધ કરવામાં આવ્યો છે.

સોમવાર, 16 એપ્રિલ, 2018

સરકાર જુએ છે કે તમે કઈ ટીવી ચેનલ કેટલી વાર જોઈ !!

સરકાર જુએ છે કે તમે કઈ ટીવી ચેનલ કેટલી વાર જોઈ !!

માહિતી અને પ્રસારણ મંત્રાલયે નવા ટેલિવિઝન સેટ ટોપ બોક્સમાં એક ચિપ લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ચિપ જણાવશે કે લોકો કઈ ચેનલને જોઈ છે અને કેટલા સમય સુધી જોય છે. મંત્રાલયના એક સીનીયર ઓફિસરે કહ્યું હતું કે આ પગલાનો હેતુ દરેક ચેનલ માટે દર્શકોના વ્યુઅરશીપ ડેટા ભેગા કરવાનો છે. તેનાથી જાહેરાતકર્તા અને DAVP પોતાની એડ માટે સમજી-વિચારીને ખર્ચ કરી શકશે.

જાણવા મળ્યું છે કે DAVP અલગ અલગ મંત્રાલયો અને તેના સંગઠનોની એડ માટે સરકારની એજન્સી છે. મંત્રાલયે TRAIને કહ્યું છે કે, પ્રસ્તાવ એ છે કે DTH ઓપરેટરોને તેમના નવા સેટ ટોપ બોક્સમાં આ ચિપ લગાવવા માટે કહેવામાં આવશે. આ ચિપ જોવાનારી ચેનલો અને તેના સમયના આંકડા આપશે. આ પ્રસ્તાવ DTH લાઈસન્સ સાથે જોડાયેલા ઘણા મુદ્દાઓ પર TRAI તરફથી કરવામાં આવેલી ભલામણ પર મંત્રાલયની પ્રતિક્રિયાનો હિસ્સો હતો.

અધિકારીએ જણાવ્યું છે કે મંત્રાલયને એવું લાગે છે કે દૂરદર્શનની વ્યુઅરશીપને ઓછી કરીને બતાવવામાં આવે છે અને ચિપ લગાવ્યા પછી ચેનલના સાચા વ્યુઅરશીપ આંકડાઓની જાણકારી મળી શકશે. સરકારના આ પગલાંથી દેશમાં બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા(BARC)ની મોનોપોલી પૂરી થી જશે. હાલમાં તેનો કોઈ વિકલ્પ નથી. તે એ નથી બતાવતું કે વ્યુઅરશીપના આંકડા તેમણે કેવી રીતે મળેવ્યા છે અને કયા વિસ્તારમાં સર્વે કરવામાં આવ્યો છે.


આ રીતે મંત્રાલય પોતાના આંકડા મેળવીને બાર્કના આંકડાની સાથે સરખામણી કરતા ખબર પડી જશે કે કયા આંકડા સાચા છે. મંત્રાલયે બાર્કના આંકડાની તપાસ માટે 300 મીટરની ખરીદી કરવાનો વિચાર પણ કર્યો હતો, પરંતુ આટાલા ઓછા મીટર લગાવવાનું શક્ય ન હતું. અધિકારીએ કહ્યું હતું કે બાર્કે લોકોના ટીવી જોવાના આંકડા મેળવવા માટે આશરે 30 હજાર મીટર ટીવી સેટ્સના મધરબોર્ડમાં લગાવ્યા છે.

કોઈ પણ વ્યક્તિ એવું નહીં ચાહશે કે તેમના ટીવીમાં કોઈ પણ વસ્તુ લગાવવામાં આવે પરંતુ બાર્કે આ આરોપોનું ખંડન કરતા કહ્યું છે કે સંયુક્ત ઈન્ડ્સ્ટ્રી બોડી છે જેનું ગઠન સ્ટેક હોલ્ડર્સ, સરકારના પ્રતિનિધિઓ અને TRAI સાથે ચર્ચા કરીને કરવામાં આવ્યો છે.

વડોદરાના રોમેલ સુતરિયાનો CMને પત્ર લખ્યો ફી દૂર ન કરો ત્યાં સુધી ભણીશ નહીં,

વડોદરાના રોમેલ સુતરિયાનો CMને પત્ર લખ્યો 
ફી દૂર ન કરો ત્યાં સુધી ભણીશ નહીં,

12 વર્ષથી ઘર છોડીને લોક આંદોલન ચલાવીને પછી વડોદરા યુનિવર્સિટીમાં રાજકીય ક્ષેત્રનું ભણવા ગયેલા યુવાન રોમેલ સુતરિયાએ કનૈયા કુમાર સાથે મુલાકાત કર્યા બાદ તેમને ફી ભરવા માટે ટર્મિનેટ કરી દેવામાં આયા હતાં. હવે રોમલે જાહેર કર્યું છે કે જ્યાં સુધી ઊંચી ફી નાબુદ નહીં થાય ત્યાં સુધી તે ભણશે નહીં.
આ રહ્યો તેમનો ખુલ્લો પત્ર

માનનીય વિજયભાઈ રુપાણી,
મુખ્યમંત્રી ગુજરાત.

સાહેબ આશા છે કે આપ કુશલ મંગલ જ હશો. અમારા સંગઠનના સાથીયોએ અમદાવાદ કલેક્ટર મારફતે આપને તારીખ 9 એપ્રિલ 2018 ના રોજ માંગણી પત્ર મોકલાવેલું છે. અમારી ટીમ જે 13 નવેમ્બરે આપના નિવાસસ્થાને આપની મુલાકાત માટે આવેલા અને આપે અમારી માંગણીઓ સાંભળી આશ્વાસન આપેલું કે તમામ મુદ્દે કાર્યવાહી કરી નિકાલ કરવા સરકાર કટિબદ્ધ છે. મને તે પણ યાદ છે આપે ત્યારે જ ભવિષ્યવાણી પણ કરેલી કે ડિસેમ્બર 2017ની વિધાનસભાની ચુંટણીઓમાં આપની ભારતીય જનતા પાર્ટીની જ સરકાર બનશે.

આપને પણ ત્યારે તે જાણ હતી કે આપની બેઠકો ઓછી આવશે પરંતુ આપે કહેલું કે 93 કે 94 ધારાસભ્યો ચૂટાશે જે સરકાર બનાવવા પુરતી છે. આપ સંતુષ્ટ જણાતા હતા. આમ તો મને કોઈ રાજકીય પક્ષ સાથે ક્યારેય કોઈ લેવા દેવા રહી નથી. પરંતુ રાજકીય ક્ષેત્રે એમ જરાય નહી કહું કે રસ નથી. કારણ બાળક દુકાનમાં પડેલી બરણીમાં ચોકલેટ જોઈને માં સામે રડે અને ચોકલેટ મળતા ચૂપ થાય તે પણ એક રાજનીતિ જ છે જે આપ સમજતા જ હશો. સરકાર તો પ્રજા માટે માં સમાન જ કહેવાય. મારા મતે પણ ક્યારેક સ્થિતિ સોતેલી માં જેવી ઉભી થાય તો દુ:ખ વધી જાય. માટે જ કહીશ કે હું છેલ્લા ઘણા વર્ષો થી લોકચળવળોનો ભાગ બની ગયો અને નાની ઉંમરથી અર્થાત છેલ્લા 12 વર્ષથી લોક આંદોલનોનું પ્રતિનિધિત્વ કરતો રહ્યો છું.

આપ મારા થી પરિચિત છો જ માટે વધુ કંઈ કહેવુ નથી. અનેક પ્રશ્નોને વાંચા આપવાના પ્રયત્નો અમારુ સંગઠન સતત કરતુ રહ્યુ છે સરકાર અમને વિરોધી સમજી બેસે તે પણ સ્વાભાવિક છે. પરંતુ અહી હું સ્પષ્ટ કરીશ કે હું કોઈનો વિરોધી રહ્યો નથી. હું હંમેશા સત્યના અને ન્યાય ના પક્ષ માં ઉભો રહું છું. લોકોના પ્રશ્નોને વાચા આપવા કરવામાં આવતી રણનીતિને આપ કે અન્ય કોઈ વ્ય્કિત રાજકારણ કહી નજરઅંદાજ કરી શકે છે પરંતુ તેનાથી અમારા જુસ્સા કે હિંમત મા રદ્દી ભર પણ ફેર પડે તેમ નથી. આ એટલા માટે લખી રહ્યો છું કારણ આપના પક્ષના લોકોએ મને વિરોધી માની અનેક ખોટા કેસોમાં ફસાવવાના કાવતરા કર્યા છે.


તે તો ઠીક મારુ ભણતર અટકાવાયુ માત્ર તે કારણથી કે મારી વિચારધારા ભિન્ન છે! હું તો આપના મોદીજીની જેમ વર્ષોથી ઘર પરિવાર છોડી લોકો વચ્ચે સક્રિય સેવા આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું. હવે મારા જેવી વ્યક્તિ ને કોલેજ તત્કાલ ફી જમા કરવાના બહાના બનાવે અને અન્ય છાત્રો ને જે મારા વર્ગમાં હતા જે કોઈ ચોક્કસ (RSS) સંગઠનોથી આવતા હોય તેમને ફી ભરવા મહિનાઓની તક આપવામાં આવે તો તેવો ભેદભાવ મારા જેવો વ્યક્તિ કેવી રીતે સાખી લે? તેનો વિચાર આપે કરવો જોઈતો હતો. સ્વાભાવિક રીતે પોતાના મુદ્દાઓ ને લઈને લડવા નીકળુ તે મને શોભા દે તેમ નથી, છતા મારે અવાજ ઉઠાવવો પડ્યો છે. પરંતુ મારા ભણતરને રાજકીય દ્વેષ રાખી અટકાવવાની હરકતથી મને જે પ્રેરણા મળી તેમા સૌથી અગત્યનુ તે કે ઈન્સ્ટીટ્યુટે બહાનુ બનાવ્યુ કે ફી  જમા ના કરાવી હોવાથી મને કાઢી મુકવામાં આવ્યો છે. આ સાંભળી મારા મગજમા પહેલો વિચાર એ આવ્હયો હતો કે હવે શિક્ષણનો વ્યાપાર તે હદે વધી ગયો છે કે એક વિધ્યાર્થી પાસે ફીસના પૈસા ના હોય તો તે ભણી ના શકે, તે સિદ્ધાંત કે વિચાર સર્વ સામાન્ય બની ગયો છે.

માટે નક્કી કર્યુ છે કે કે.જી. ટુ. પી.જી. જેની માંગ અગાઉ પણ હુ કરતો આવ્યો હતો તે માંગને મજબુત બનાવીશ. ગુજરાતના વાલીઓ, યુવાનો સુધી પહોંચી  સરકાર સમક્ષ લોકતાંત્રિક ઢબે લડત કરી શિક્ષણની નીતિમાં પ્રચલિત વિચાર કે પૈસા ના હોય તો ભણી ના શકો - ને નષ્ટ કરીશ નહીં ત્યા સુધી હું ભણીશ નહીં. કોઈ પણ કોર્સ કે શિક્ષણ સંસ્થાનનો ભાગ નહી બનું. આ પગલુ સમજી વિચારી ને લીધુ છે જાણુ છું મારા એકલા ના પ્રવેશ મુદ્દે આખુ MSU સામે હોત તો પણ હું ભણી લઉં તેટલી તાકાત ધરાવુ છુ. પરંતુ અહીં પ્રશ્ન શિક્ષણ નીતિઓમાં થઈ રહેલા સિદ્ધાંતો સામે સંઘર્ષ નો છે અને હું સ્થાપિત કરવા માંગુ છુ કે કોઈ અમીર હોય કે ગરીબ જે પણ પરિવારમાંથી આવતો હોય દરેક ને ભણવાનો સમાન અધિકાર છે.

જે વિચારને મારે તમારે બધાએ સવિકાર કરવો પડશે અને તેને પ્રત્યક્ષ અમલ કરવા માટે અમે રજુ કરેલી માંગણીઓમાની બે મુખ્ય માંગ સ્વીકાર કરી સરકારે પ્રજાને બતાવવુ પડશે કે સરકાર સમાનતાના સિદ્ધાંતમા માને છે. કહેવુ પડશે કે સરકાર માને કે શિક્ષણના મૂળભૂત અધિકારની રક્ષા માટે સરકાર કટિબદ્ધ છે. આપ માંગ પત્ર જોશો તો આપને જણાશે લોકહિતની માંગ રજુ કરી અમારા સંગઠને ગુજરાતના યુવાનો, ચિટફંડ પિડિતો, બેરોજગારો, પર્યાવરણના પ્રશ્નો ને વાંચા આપવાનો પ્રયત્ન કર્યો છે. જે સંદર્ભે આજે અઠવાડિયુ થવા છતા આપની સરકારે કોઈ પગલા ભર્યા હોય તેની અમોને લેખિતમાં કોઈ જ જાણ કરી નથી. જે દર્શાવે છે કે એક માં આવી તો ના જ હોય કે જે પોતાના બાળકોની માંગણીઓ ને આંખ આળા કાન કરે. માટે મે અગાઉ  પણ જાહેર કરેલું છે તેમ અમારી માંગને લઈ સરકાર યોગ્ય કાર્યવાહી નહીં કરે સમાનતા અને ન્યાયના સિદ્ધાંતને ધ્યાનમાં રાખી યોગ્ય પગલા નહી ભરે તો મારે પ્રાણના જોખમે આમરણ અનસન કરવાની નોબત આવશે અને જે કરવા હું સંપર્ણ પણે કટિબદ્ધ છુ.

માટે ગુજરાતના એક યુવાન તરીકે આપને આ ખુલ્લા પત્ર થકી તે જ કહેવા માંગુ છુ, ગુજરાતનાં યુવાનોની પરીક્ષા લેવાની બંધ કરો અને અમારી માંગોની દિશામાં યોગ્ય પગલા ભરો અમે કોઈ ગેરવ્યાજબી માંગ કરી નથી કે આપની સરકારે આટલુ વિચારવું પડે. જો આપ મારાથી નારાજ હોવ કે મેં આપની સાથે ફોટો પડાવવાની ના પાડી દીધી હતી તો હું ફરી યાદ કરાવીશ કે મે તે સમયે પણ કહેલુ મને લાગશે ત્યારે ચોક્કસ આપ સાથે ફોટો પડાવીશ માટે તે વાતથી વ્યક્તિગત દ્વેષ ના રાખી અમારી માંગણીઓ ઉપર ઝડપથી કાર્યવાહી કરશો તથા ગુજરાતની પ્રજા ને સમાનતા અને ન્યાયના દર્શન કરાવશો તો ચોક્કસ આ દીકરો આપવા વખાણ કરતા નહીં ખચકાય. અને તેમ નહીં થાય તો મજબુરી માં 23 તારીખથી આમરણ અનસન  કરી જીવની બાજી લગાવીશ. આપ માંગણીઓ ઉપર કાર્યવાહી કરો આપ તે દિશામાં આગળ વધો. હવે નક્કી આપે કરવાનુ છે કે આપની સરકાર સમાનતા અને ન્યાયના સિદ્ધાંતને કેન્દ્રમાં રાખી અમારી માંગણીઓ ઉપર કાર્યવાહી કરી એક સાચી પ્રેમાળ માંના દર્શન કરાવશે કે પોતાના બાળકો ને પ્રેમના કરતી માઁ બનશે. નક્કી આપે કરવાનુ છે.

મારુ ભણતર રોકવામાં આવ્યુ છે પરંતુ હવે હું અન્ય યુવાનોના ભણતર ને ધ્યાને રાખી શિક્ષણને કમોડીટી બનાવવાના સિદ્ધાંત સામે લડીશ ત્યાં સુધી જ્યા સુધી ગુજરાતમાં યોગ્ય શિક્ષણ નીતિ, ચિટફંડનાં પિડિતોને ન્યાય, પર્યાવરણની રક્ષા અને બેરોજગાર યુવાનોને રોજગાર આપવાની યોગ્ય નીતિ બવાવવામાં ના આવે.  સાહેબ માઁ બનશો તેવી આશા સાથે આ ખુલ્લો પત્ર આપને લખી રહ્યો છું.

રોમેલ સુતરિયા
(એક આવજ – એક મોર્ચા / વોઈશીસ ઓફ યુથ) 
તારીખ – 16 એપ્રિલ 2018

રાજ્યના અંતરિયાળ જીલ્લાઓમાં સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલોના નિર્માણ માટે ખાનગી હોસ્પીટલોને ૨૫ ટકા સબસીડી અપાશે - મુખ્યમંત્રીશ્રી

શ્રેષ્ઠ આરોગ્ય થકી જ સ્વસ્થ જીવન અને સુખી જીવન પ્રાપ્ત કરી શકાય છે : - મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

રાજકોટ માં તારીખ ૧૫મી એપ્રીલના રોજ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ સ્થિત ઇમ્પીરીયલ હોટલ ખાતે દિવ્યભાસ્કર અને કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલનાં સંયુકત ઉપક્રમે યોજાયેલ સ્વાસ્થ્ય અને કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવાનો હેતુપુર્ણ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે આરોગ્ય પ્રત્યે જાગૃતિ આવે તે માટે મિડીયા અને એન.જી.ઓ, ખાનગી હોસ્પિટલની ઝુંબેશ સમાજમાં નવી પ્રેરણા આપે છે. આ ઝુંબેશ લોકોના સ્વસ્થ જીવનનું ચાલકબળ બનશે. મુખ્યમંત્રીશ્રીએ આ તકે જાહેરાત કરતાં જણાવ્યું કે રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત સિવાયના શહેરોમાં જે ખાનગી કે ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓ સુપર સ્પેશ્યાલીસ્ટ હોસ્પીટલો નિર્માણ કરશે તો તેમને મેડીકલ ઇન્ફ્રાસ્ટ્રકચર-ઇકવીપમેન્ટ ખર્ચની ૨૫ ટકા સબસીડી રાજ્ય સરકાર આપશે. વિનામુલ્યે દર્દિઓની સારવાર કરતી સંસ્થાઓ, હોસ્પીટલનું રિકરીંગ ખર્ચ સરકાર ભોગવશે જેથી સિવિલ હોસ્પીટલો પરનું કામનું ભારણ ઘટશે. 


મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકારની મેડીકલ ક્ષેત્રે શરૂ કરેલ વિવિધ પહેલનો ઉલ્લેખ કરતાં કહયું કે તબીબોની વયમર્યાદા ૬૫ વર્ષ કરવામાં આવી છે અને ૧૯૯૫માં ગુજરાતમાં મેડીકલ સીટ ૮૩૦ હતી જે અત્યારે ૪૦૦૦ કરવામાં આવી છે તે દર્શાવે છે કે રાજ્યમાં ડોકટરોની ઘટ પૂર્ણ કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે. પ્રથમ તબકકામાં ખાનગી હોસ્પીટલ અને સરકારના સહયોગથી શરૂ થનારી સુપર સ્પેશ્યાલીસ્ટ હોસ્પીટલ દાહોદ, પંચમહાલ, અમરેલી સહિતના અંતરિયાળ જીલ્લાઓમાં બનાવવા માટે ગુજરાત સરકારની નવી મેડીકલ પોલીસી ગ્રીનફિલ્ડ, બ્રાઉનફિલ્ડનો અમલ કરાશે.  મુખ્યમંત્રીશ્રીએ કહયું કે રાજ્ય સરકારે ૫૫ લાખ પરિવારોને મા અમૃતમ યોજનાના કાર્ડથી રક્ષિત કરી સારવાર પાછળ ૮૦૦ કરોડનો ખર્ચ કર્યો છે. સરકાર વર્ષે દોઢ લાખ બાળકોનું આરોગ્ય ચેકીંગ કરે છે અને મેઝર ઓપરેશન જરૂર પડયે રાજ્ય બહારની સારામાં સારી હોસ્પીટલમાં કરાવે છે. સરકારી હોસ્પીટલમાં ૩.૭૫ કરોડ લોકો વર્ષે સારવાર મેળવે છે. 


કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના ચેરપર્સન શ્રીમતી ટીનાબેન અંબાણીએ આજના પ્રસંગે પ્રશન્નતાપૂર્વક જણાવ્યું હતું કે ગુજરાત સાથે અમારે પારિવારિક સંબંધ હોઈ ગુજરાત સાથે હંમેશા એક વિશેષ લગાવ રહ્યો છે.  આ હોસ્પિટલ શરુ કરવા પાછળનો ઉદ્દેશ રજુ કરતા શ્રીમતી અંબાણીએ જણાવ્યું હતું કે ભારતીયોને વૈશ્વિક સ્તરની અધ્યતન સારવાર નજીવા દરે મળી રહે તે અર્થે ૨૦૦૯ માં મુંબઈ ખાતે સ્વ. ધીરુભાઈ અંબાણીની યાદમાં અને કોકીલાબેનને સમર્પિત આ હોસ્પિટલ શરુ કરાઈ હતી. સુરત બાદ રાજકોટ ખાતે મેડીકલ સેન્ટર શરુ કરાતા અહીના લોકોને અધ્યતન સારવારનો લાભ મળશે. આ ઉપરાંત આવનારા સમયમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં ૧૮ જેટલા કેન્સર કેર સેન્ટર શરુ કરવા જઈ રહ્યા હોવાનું શ્રીમતી ટીના અંબાણીએ જણાવ્યું હતું.


દૈનિક ભાસ્કર જૂથના એક્ઝીક્યુટીવ ડીરેક્ટરશ્રી ડો.ભરત અગ્રવાલે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે આજના સમયમાં કેન્સર, ન્યુરોલોજી, કરોડરજ્જુ અને બાળકોના રોગો અંગે ખાસ જાગૃતતા લાવવા માટે ભાસ્કર ગ્રુપ અભિયાન શરુ કરવા જઈ રહ્યું છે ત્યારે કોકીલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ દ્વારા તેમના અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેડીકલ ટીમ દ્વારા અધતન સારવાર મળી રહેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો તેમજ ‘રૂપાણી’ અને ‘અંબાણી’ શબ્દ પ્રયોગ દ્વારા ગુજરાત પ્રત્યે તેમનો આદરભાવ વ્યક્ત કર્યો હતો. રાજકોટ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત અને વ્યસન મુકિતનું ભગીરથ કાર્ય કરનાર સંત શ્રી અપૂર્વ સ્વામિએ જણાવ્યું હતું કે ગુજરાતના સપૂત શ્રી ધીરૂભાઇ અંબાણીના પરિવારજનોએ વૈશ્વિક ઉંચાઇ પ્રાપ્ત કર્યા પછી પણ એક સામાન્ય માણસની સ્વસ્થ જીંદગીની ચિંતા કરી છે તે આ પરિવારને મળેલા સંસ્કારનું ભાથુ છે. દિવ્યભાસ્કર  અને કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પીટલ દ્વારા શરૂ કરેલી જનઆરોગ્યની ઝુંબેશથી લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ આવશે. 


પ્રાસંગિક પ્રવચનમાં રાજકોટ દિવ્ય ભાસ્કરના તંત્રીશ્રી દેવેન્દ્રસિંહ પાંજરોલીયાએ ‘સ્વસ્થ જીવન સુખી જીવન’ અભિયાન થકી લોકોને સ્વાસ્થ્ય અંગે જાગૃત્તતા લાવવા અભિયાનની રૂપરેખા આપી હતી. કોકીલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના ડીરેક્ટર શ્રી રામનારાયણે વિડીયો પ્રેઝન્ટેશન દ્વારા હોસ્પિટલ દ્વારા કરવામાં આવતી સારવારની માહિતી આપી હતી. હોસ્પિટલ દ્વારા અધ્યતન સાધનોની મદદથી દર્દીઓને અપાતી શ્રેષ્ઠ સુવિધા, સારવાર અને રાખવામાં આવતા ખ્યાલ અંગે માહિતગાર કર્યા હતાં. 

આ તકે નિષ્ણાંત તબીબો થકી કેન્સર વિશે વિસ્તૃત સમજ પુરી પાડી હતી અને કેન્સર સામે બાથ ભીડીને સામાન્ય જીવન જીવી રહેલા ગુજરાતી ફિલ્મ કલાકાર શ્રી અર્ચન ત્રિવેદી, દિવ્યભાસ્કર સૌરાષ્ટ્રના એડીટર શ્રી કાના બાંટવાએ કેન્સર સામેની લડત અને મનોબળ અંગેના પોતાનાં અનુભવો જણાવ્યા હતાં. ડો. બબીતા હાપાણી સહિતના તબીબોએ પણ દર્દીઓમાં રહેલી મનોબળ અને હિંમતને લીધે થતાં ફાયદા અંગેના તેમના અનુભવોની ચર્ચા કરી હતી. કાર્યક્રમમાં ડો. રામ નારાયણ, ડો. સંતોષ શેટી, ડો. રાજેશ મિસ્ત્રી, ડો.દેશપાંડે, ડો. નંદકર્ણી, ડો. સેવંતી લિમાયે, ડો. કૈાશ્તવ તલપાત્રા, ડો.  મોહિત ભટ, ડો. અનુ અગ્રવાલ, ડો. ગડગીલ, ડો. શાંતનુ શેનઅને સંજય પંડયા સહિતનાં તબીબો ઉપસ્થિત રહયા હતાં.  આ કાર્યક્રમમાં સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય સર્વશ્રી ગોવિંદભાઇ પટેલ, શ્રી અરવિંદભાઇ રૈયાણી, મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, નાયબ મેયર ડો. દર્શિતા શાહ, ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ શ્રી ધનસુખભાઇ ભંડેરી, શ્રીમતિ અંજલિબેન રૂપાણી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, શ્રી રાજુભાઇ ધ્રુવ, શ્રી કમલેશભાઇ મીરાણી, જીલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તા, પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોત, મ્યુનિ. કમિશ્નર શ્રી બંછાનિધી પાની, અધિક નિવાસી કલેકટર શ્રી હર્ષદ વોરા તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહયા હતા. (ફોટો અને મેટર માહિતી બ્યુરો -રાજકોટ)

બહ્મતેજ સંસ્થા દ્વારા શ્રી રાજેન્દ્ર ત્રિવેદીને પરશુરામ એવોર્ડ આપી સન્માનિત કરાયા

રાજકોટ તા. ૧૬  
બહ્મસમાજ એ દરેક સમાજને સાથે લઈ ચાલનારો અને સર્વે સમાજનું હિત જોનાર સમાજ હોવાનું આજ રોજ રાજકોટ ખાતે બ્રહ્મતેજ સંસ્થા દ્વારા આયોજિત સન્માન સમારોહમાં પરશુરામ એવોર્ડ સ્વીકારતા વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદી જણાવ્યું હતું. 

તમામ તળ ગોળ બ્રાહ્મણો એક મંચ પર એકઠા થઈ આ કાર્યક્રમ યોજ્યો હોઈ અધ્યક્ષશ્રી ત્રિવેદીએ આ પ્રયાસને બિરદાવતા કહ્યું હતું કે,  કોઇપણ સમાજ સંગઠન થકી જ સશક્ત બનતો હોય છે. આ સાથે તેમણે બ્રહ્મ સમાજનું ભારતની સંસ્કૃતિ, શિક્ષણ અને વિકાસમાં પ્રદાન અંગે વિસ્તૃત ચિતાર આપ્યો હતો, સાથોસાથ કોઇપણ જ્ઞાની વ્યક્તિ બ્રાહ્મણ હોવાનો અભિભાવ તેમણે વ્યક્ત કર્યો હતો. 


વિવિધ ગોળના બ્રહ્મસમાજ તેમજ સંગઠન દ્વારા શ્રી ત્રિવેદીનું સ્મૃતિચિન્હ આપી સ્વાગત કરાયું હતું. કાયક્રમનો પ્રારંભ વૈદિક શ્લોક સાથે મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય દ્વારા કરાયો હતો  મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાયે પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું. આ પ્રસંગે ઓલ ઇન્ડિયા બાર કાઉન્સિલના સભ્યશ્રી અભયભાઈ ભારદ્વાજ, સંગીત નાટ્ય અકાદમીના ચેરમેનશ્રી પંકજ ભટ્ટ, બાળ વિકાસ આયોગના ચેરમેનશ્રી જાગૃતિબેન પંડ્યા, 


શ્રીમતી અંજલીબેન રૂપાણી, ભુવનેશ્વરી પીઠના અધ્યક્ષશ્રી ઘનશ્યામજી મહારાજ, બ્રહ્મ સમાજના પ્રમુખશ્રી જનાર્દનભાઈ પંડ્યા તેમજ વિવિધ ગોળના પ્રમુખ અને મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતાં. (ફોટો અને મેટર : માહિતી બ્યુરો -રાજકોટ)


રવિવાર, 15 એપ્રિલ, 2018

જેતપુરના નવાગઢમાં પ્રેમી પંખીડાનો સજોડે આપઘાત

રાજકોટ તા.15

જેતપુરના નવાગઢ ધાર વિસ્તારમાં આવેલ ઈદગાહ દરગાહ પાસે રહેતા એક મુસ્લિમ યુવાન અને હિન્દૂ કિશોરીએ સજોડે આત્મહત્યા કરી લીધાની ઘટનાથી અરેરાટી સાથે લત્તામાં શોક ફેલાયો છે. પોલીસે ઘટના સ્થળે દોડી જઈને મૃતકોની લાશો પીએમ માટે સરકારી દવાખાને ખસેડી તપાસ શરુ કરી છે.

મળતી વિગતો મુજબ જેતપુરના નવાગઢના ઇદગાહ દરગાહ પાસે રહેતા રમીજ જુમા લાકડ ઉ.વ.20 અને ભાવના રાજુ વાવડીયા ઉ.વ.16 એમ બંનેએ આજે સવારે રમીજના મકાનમાં સજોડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

પ્રેમસંબંધો લગ્નની વાત સુધી પહોંચી ગયા બાદ બંનેને સમાજ એક થવા નહિ દે તે વાતની દહેશત વચ્ચે આવું પગલું ભરી લીધાના અનુમાન સાથે પોલીસે બંને મૃતકોની લાશ પીએમ માટે સરકારી હોસ્પિટલે ખસેડી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

બનાવથી બંને સમાજમાં શોક અને રોષ વ્યાપ્યો છે. પોલીસે યુવક યુવતીના વાલીઓની વિગતો મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે. બનાવમાં કિશોરી સગીરા હોય અને એક ચર્ચા પ્રમાણે યુવાન પણ પુખ્તતાથી એક વર્ષ દૂર હોય, કેવો અને કોની સામે ગુનો નોંધશે તે સમય જ બતાવશે.

બીજીબાજુ સ્થાનિક સંગઠનોએ આ વાતને "લવ જેહાદ" ની ગણાવી પોલીસતંત્ર ન્યાયિક તપાસ આરંભે તેવી પણ માંગો ઉઠી છે.

શનિવાર, 14 એપ્રિલ, 2018

ફ્રીજનું પાણી પીવાથી થાય છે આવું નુકશાન ! ચેતવા જેવું


ફ્રીજનું પાણી પીવાથી થાય છે આવું નુકશાન ! ચેતવા જેવું 
આજ કાલ તો એટલી ગરમી પડી રહી છે કે તેની વાત જ ના પૂછો. હવે ગરમી છે તો મસ્ત મજાનું ચિલ્ડ પાણી પીવા મળે તો મજા આવી જાય નઈ મિત્રો? ઘરે, ઓફિસ, રેસ્ટરૉમાં જાવ કે પછી કોઈ સગા સંબંધીને ત્યાં જ કેમ ન ગયા હોવ, સૌ પહેલા પાણી સર્વ કરશે અને એ પણ ઠંડું ફ્રિજ વાળું, સાચી વાત ને? આપણે બધા આવું કરતા હોઈએ છીએ, બસ ફ્રિજ ખોલો અને ચિલ્ડ પાણી ગટગટાવી જાઓ અને જો ઘરે કોઈ આવ્યું હોય તો તેને પણ ફ્રિજનું જ પાણી આપતા હોઈએ છીએ. દરેકને ઠંડા પાણી સિવાય ચાલતુ જ નથી, એટલે ઘરમાં લોકોએ માટલું પણ મૂકવાનું બંધ કરી દીધુ છે. તમને ખબર છે કે આ ઠંડા કે બરફ વાળા પાણીથી શરીરને કેટલા નૂકશાન થાય છે? તો જલદીથી જાણી લો આનાં વિશે અને વહેલી તકે ઠંડું પાણી પીવાનું બંધ કરો.


મિત્રો ગમે તેટલી ગરમી પડી રહી હોય, પણ બરફ વાળું કે ફ્રિજમાં મૂકેલું પાણી પીવાનું બંધ કરો. આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શરીરમાં ગરમી ઓછી કરવા અને ખાસ તો ઉનાળાની સિઝનમાં માટલાનું જ પાણી પીવું જોઈએ. આયુર્વેદમાં પણ આ વાત ઉપર ભાર મુકવામાં આવ્યો છે કે ફ્રિજનું પાણી પીવું જ ન જોઈએ. આયુર્વેદમાં ઠંડા પાણી વિશે જણાવવામાં આવ્યું છે કે વ્યક્તિનાં શરીરનું તાપમાન ૩૭ ડિગ્રી સેલ્સિયસ હોય છે. જે ૧૦ ડીગ્રી જેટલાં નીચા તાપમાનનાં પાણીને સહન કરી શકે છે. સામાન્ય રીતે આપણે ૨૭ કે તેનાથી નીચી ડીગ્રી નીચેનાં ઠંડા પાણીને પીતા હોઈએ છીએ.

ગરમી લાગવાથી સૌથી પહેલાં ઠંડું પાણી પીતા હોઇએ છીએ, ત્યારે પેટમાં ઠંડું પાણી જાય છે ત્યારે મુશ્કેલી ઉભી થતી હોય છે. પેટમાં ગયેલ ઠંડું પાણી ઉંધી રીતે અસર કરતું હોય છે, જેમ કે પેટમાં ગરમાશની અનુભૂતિ થતી હોય છે અને ઠંડા પાણીને કારણે પેટ પાણીને ગરમ કરે છે અને પાણી પેટને ઠ્ંડું કરે છે.

હમમમ…વિચારો કે તમે એકદમ ચિલ્ડ પાણી પીધું છે જેનાં કારણે પેટમાં પણ ઠંડકનો અનુભવ થાય છે. પણ તમને ખબર છે આવું થવાથી આની સીધી અસર તમારા હ્રદય પર થતી હોય છે. પેટ અને હ્રદય એક સાથે જોડાયેલા છે અને બરફ વાળું પાણી પીવાથી હ્રદય પણ તે સમયે ઠંડું પડિ જતું હોય છે. તમને એ પણ ખબર હશે કે જ્યારે કોઈ માણસનું મૃત્યુ થયું હોય તો તેમનું શરીર એકદમ બરફ જેવું ઠંડું પડી જાય છે. હવે તમે પણ સમજી લો કે આપણે જે રીતે ફ્રિજનું ચિલ્ડ બરફ વાળુ પાણી પીતા હોઈએ છીએ તેની અસર ધીરે ધીરે શરીરમાં દેખાશે જ. તો સમજીને આજ પછી ફ્રિજનું કે બરફ વાળું પાણી પીવાનું બંધ કરો અને હેલ્ધી લાઈફ અપનાવો.
ભગવાને જે રીત મનુષ્યનાં શરીરની રચના કરી છે તે પ્રમાણે લોહી શરીરને ગરમાશ પુરી પાડે છે. જ્યારે પેટમાં ઠંડું પાણી જાય છે તો પેટ તે પાણીને પણ ગરમ કરશે જ, તેનાથી શરીરનાં દરેક અંગ ઉપર અસર થશે. હવે તમે વિચારો કે શરીરનું આખું લોહી જો પેટમાં જમા થઈ જાય તો શું? સૌથી પહેલા તો દરેક અંગમાં લોહીની ઉણપ સર્જાશે, તેમાં પણ જો મગજને ૩ મિનિટમાં બ્લડ પસાર ન થાય તો તે બંધ પડી શકે છે. આ જ રીતે જો હાર્ટને એકથી દોઠ મિનિટમાં લોહી ન મળે તો તે કામ કરવાનું બંધ કરી દે છે અને અંત્તે વ્યક્તિનું મૃત્યુ થાય છે. આથી જ કહેવાય છે કે ઠંડું પાણી પીવું એ જીવનમાં એક જોખમ સમાન જ છે.
આપણા શરીરમાં બે આંતરડા હોય છે. એક નાનું અને એક મોટું, તેમાંથી મોટા આંતરડાનું કામ શરીર માંથી મળ કાઢવાનું છે. દરેકને ખબર હશે કે મોટું આંતરડું ખુલ્લી પાઈપ જેવું હોય છે. હવે જો તમે ચિલ્ડ પાણી પીવો છો તો મોટા આંતરડા તરત જ સંકોચાઈ જતા હોય છે, જેનાં કારણે આપણી પાચન શક્તિ નબળી પડે છે. હવે પાચન શક્તિ વીક છે તો કૉન્સ્ટિપેશન એટલે કે કબજિયાત થવાની જ છે.
આયુર્વેદમાં કબજિયાતને બધા રોગોનું મૂળ ગણાવવામાં આવ્યું છે. જો તમને પણ સતત કબજિયાતની તકલીફ રહે છે તો સૌથી પહેલા તો ફ્રિજના પાણી પીવાની ટેવને બદલો. આ કબજિયાતનાં કારણે શરીરમાં ધીરે ધીરે અન્ય બીમારીઓ પોતાનું ઘર બનાવે છે. યુરીક એસીડ, કોલેસ્ટ્રોલ, હાર્ટ અને સુગર જેવી અન્ય ગંભીર બીમારીઓ તમને થઈ શકે છે.
વિદેશમાં લોકો ચિલ્ડ પાણીમાં પણ ઉપરથી બરફનાં ટુકડા નાખીને પીતા હોય છે, જેનું પરિણામ જાણીને તમને નવાઈ લાગશે. આવા બરફ વાળા પાણીને કારણે તેમની પાચન શક્તિ સાવ નબળી પડી જાય છે. રોજ સવારે તેઓ કલાક ટોયલેટમાં જ પસાર કરતા હોય છે. તેમનાં ટોયલેટમાં તો કલાક પસાર કરવા માટે તેઓ છાપું, મેગેઝિન કે બુક પણ વાંચતા હોય છે. અમુકનાં બાથરુમમાં તો નાની લાયબ્રેરી પણ હોય છે. જેનાં વિશે વિદેશીઓનું કહેવું છે ક ઈન્ડિઅન સ્ટાઈલ ટોયલેટમાં વધારે સમય સુધી બેસી નથી શકાતું. પેટ બરાબર સાફ ના થવાને કારણે વેસ્ટર્ન ટોયલેટની સીટ પર કલાકોને કલાક બેસવામાં સરળ રહે છે.
આપણા ભારતમાં પણ વર્ષોથી વેસ્ટર્ન ટોયલેટની સુવિધા વધારે જોવા મળે છે. તેમાં પણ અમુક મૂર્ખાઓ બાથરુમમાં લાયબ્રેરી બનાવડાવે છે અને આવું કરીને તેમને લાગે છે કે તેઓ ફૉર્વર્ડ બની ગયા છે. નકલમાં પણ અકલ જોઈએ મિત્રો, વેસ્ટન કન્ટ્રીમાં આ ફેશન ટ્રેન્ડ નથી, એ તેમની મજબૂરી છે. ઠંડા પાણીને કહો ના અને ઘરમાં વસાવો માટીનાં બનેલા ઘડાને, જેમાં પાણી હંમેશા ૩૦ ડીગ્રીની આજુબાજુ જ રહે છે. જે આપણા શરીર માટે ઉત્તમ છે, એટલા માટે આયુર્વેદ પણ કહે છે કે ઘરમાં માટીનો બનેલો ઘડો તો હોવો જ જોઈએ. ઘડાનું પાણી પીવાથી તમને કોઈ નુકસાન નહીં થાય.

માટલાનું પાણી પીવાથી થાય છે ફાયદા –

માટલાનાં પાણીથી આપણી રોગ પ્રતિકારક ક્ષમતા તંદુરસ્ત રહે છે એટલે બીમારીઓ પણ ઓછી થાય છે. માટીમાં ક્ષારીય ગુણ હોય છે, જે શરીરમાં એસિડિટી અને પેટનાં દુખાવાને દૂર કરવામાં મદદરુપ રહે છે. આ સિવાય વાત્ત પિત્તને પણ કંન્ટ્રોલમાં રાખે છે. ઘડાનું પાણી ગર્ભવતી સ્ત્રીઓ અને બાળક માટે ખુબ જ લાભ દાયક છે. તો હવે ઘરમાં જો માટલુ ન હોય તો વસાવ જો અને ગરમી લાગે તો પણ માટલીનું જ પાણી પીજો. તમારા સારા સ્વાસ્થ્ય માટે આ વાત અમે તમને જણાવી. તમે પણ તમારા મિત્રો કે કુટુંબીજનોના સારા સ્વાસ્થ્ય માટે આ વાત તેમને વંચાવો.

શુક્રવાર, 13 એપ્રિલ, 2018

પીઠડીયાના હદપારી શખ્શને પકડી પાડતી વિરપુર (જલારામ) પોલીસ


વીરપુર(જલારામ) પોલીસે ગત મોડી રાત્રીના એક હદપારી શખ્શને પકડી પડી તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગતો મુજબ DGP ગાંધીનગરના કચેરી હુકમ અન્વયે રાખવામાં આવેલ કોમ્બીંગ નાઈટ દરમ્યાન રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક અંતરીપ સૂદ, નાયબ પોલીસ અધિક્ષક - જેતપુર વિભાગ તથા સર્કલ પોલીસ ઈન્સપેક્ટર જેતપુરની સુચના મુજબ વીરપુર પો.સ્ટે વિસ્તારના નાસતા ફરતા, હદપાર થયેલા તેમજ અન્ય આરોપીઓને પકડી પાડવા ગઈકાલે વિરપુર (જલારામ) પો.સ્ટે ના પો.સ.ઈન્સ આર.ડી.ચૌહાણ તથા એએસઆઈ  આર.એ.કાછડ તથા જમાદાર આર.આર.સોલંકી તથા જમાદાર  ડી.જી.વાધેલા પોલીસ કાફલો વોચમાં હતો.



દરમ્યાન વિરપુર (જલારામ) પો.સ્ટે ના પો.સબ.ઈન્સ આર.ડી.ચૌહાણ તથા પોલીસ સ્ટાફે મળેલી બાતમીના આધારે અગાઉ ચોરીમાં પકડાયેલા ઈસમોને તથા નાસતા ફરતા તેમજ હદપારી થયેલા અને ૨ મહિના જેવો સમય હદ્પારીનો બાકી હોવા છતાં પીઠડીયા ગામે રહેતો જીતેન્દ્ર ઉર્ફે ચીનો સવજીભાઈ મકવાણા ઉ.વ. ૩૭ વાળાને સક્ષમ અધિકારીશ્ની મંજુરી વગર પોતાના રહેણાંક ઘરેથી પકડી લેવાયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર જીતેન્દ્ર રાજકોટ સીટી, રાજકોટ ગ્રામ્ય, જુનાગઢ,  પોરબંદર, દેવભૂમિ દ્વારકા, બોટાદ, સુરેન્દ્રનગર તેમજ ભાવનગર એમ સાત થી આઠ જીલ્લામાંથી હદપાર હતો.

પોલીસે તેમની સામે GP Act 142 મુજબ ગુનો નોંધી ધરપકડ કરી ધોરણસરની  કાર્યવાહી કરી હતી. આ કામની આગળની વધુ તપાસ HC આર.આર.સોલંકી ચલાવી રહ્યા છે. વીરપુર જલારામ પોલીસ મથકમાં ચાર્જ સાંભળતાજ ફોજદાર ચૌહાણે ગુનેગારોને પકડી પાડવા હાથ ધરેલી ઝુંબેશ અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હોવાનું જાણવા મળ્યું છે.



ગુરુવાર, 12 એપ્રિલ, 2018

જસદણના ગંજીવાડામાં તીપત્તીનો જુગાર રમતા ૫ પંટરો રોકડ ૧૫ હજાર સાથે ઝડપાયા


જસદણના ગંજીવાડામાં તીપત્તીનો જુગાર રમતા ૫ 
પંટરો રોકડ ૧૫ હજાર સાથે ઝડપાયારાજકોટ 
તા.૧૨ 
જસદણના ગંજીવાડા વિસ્તારમાં બાતમીના આધારે પોલીસે જુગાર દરોડો પાડી ૫ પંટરોને રોકડ રૂપિયા ૧૫૩૭૦/- સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગતો મુજબ જસદણમાં ગંજીવાડા વિસ્તારમાં જાહેરમાં, ફોરેસ્ટ ઓફિસની દીવાલ પાસે સ્ટ્રીટ લાઈટનાં અંજવાળે જુગાર રમાતો હોવાની બાતમી પરથી ગઈ કાલે પોલીસે જુગાર દરોડો પાડતા ત્યાંથી જુગાર રમતા ૫ શખ્શો પકડાઈ ગયા હતા.
જેમાં મગન સાર્દુલ કોળી(નાની લાખાવડ), નાથ મેરામ સાંકળિયા(પોલારપર રોડ), રાજેશ ઉકા સરિયા(નાની લાખાવડ), વસંત લવા કોળી(પોલારપર રોડ) તથા બટુક ભવાન ગોહિલનો સમાવેશ થતો હોવાનું પોલીસ જમાદાર આર.ટી.પરમારે જણાવ્યું હતું.


દેવળકીના યુવાનનું જેતપુરની 
સીમમાં કુવામાં ગબડી પડતા મોત 
રાજકોટ તા.૧૨ 
જેતપુરની સીમ વિસ્તારમાં દેવળકીના યુવાનનું અકસ્માતે કુવામાં પડી જવાથી મોત થયાનું જેતપુર તાલુકા પોલીસમાં નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગતો મુજબ વડીયા તાલુકાના દેવળકી ગામનો યુવાન યોગેશ નરશી પટેલ ઉ.વ.૩૦ ગઈકાલે જેતપુર દેરડી રોડ પર દેરડી ધાર આવાસ ક્વાર્ટર પાછળ આવેલ નીલેશભાઈ બચુંભાઈની વાડીના કુવામાં અક્સમાતે ગબડી પડતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં લઇ જવાયો હતો. 
પણ ફરજ પરના ડો.નીકીતાબેન પડીયાએ યોગેશને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ પરથી જેતપુર તાલુકા પોલીસના ફોજદાર આર.કે.ચાવડાએ તપાસ હાથ ધરી છે. પરિવારના જુવાનજોધ પુત્રનું આમ અચાનક અવસાન થતા પટેલ પરિવારમાં શોકનું મોજું ફેલાયું છે.

ઉપલેટામાંથી હોન્ડાની ઉઠાંતરી
રાજકોટ તા.૧૨ 
આજથી એકાદ મહિના પહેલા ઉપલેટા કોલકી રોડ પરથી ચોરી થઇ ગયેલા બાઈકની ફરિયાદ ગઈકાલે ઉપલેટા પોલીસમાં નોંધાવાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ ઉપલેટા કોલકી રોડ પર આવેલ વેસ્ટર્ન સોસાયટીમાંથી જીજે ૦૩ ઈજે ૯૯૧૧ નંબરનું હોન્ડા કોઈ હરામખોર શખ્શ ચોરી કરી ઉઠાવી ગયાની મયુર રાજપાલ બુટાણી નામના યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવાતા પોલીસ જમાદાર કે.એચ.શ્યારાએ તપાસ હાથ ધરી 
છે. 
જેતપુરમાં દેશી દારૂ દરોડામાં એક પકડાઈ, એક ભાગી ગઈ !
રાજકોટ તા.૧૨ 
જેતપુર શહેર પોલીસે ગઈકાલે જુદી જુદી બે જગ્યાએ દેશી દરોડા પાડતા એક શખ્શ ઝડપાઈ ગયો હતો જ્યારે નાશી છુટેલી એક મહિલાને પકડવા પોલીસે કવાયત આદરી છે. 
મળતી વિગતો મુજબ જેતપુર શહેર પોલીસે ગઈકાલે નાઝાવાલાપરા વિસ્તારમાં રહેતા રાજુ છગન પરમારના ઘર પર દારૂ દરોડો પાડતા ત્યાંથી સાજનબેન રાજુભાઈ નામની મહિલા દેશી દારૂના આથા સાથે પકડાઈ ગઈ હતી.
જ્યારે નગરપાલિકા ફાયર સ્ટેશન પાછળ રહેતી સવિતા જગમાલ કાનાણીના ઘર પર પોલીસે છાપો મારતા ત્યાંથી દેશી દારૂ ઝડપાયો હતો.પણ સવિતા હાથ ના આવી હોય તેણીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું જમાદાર એસ.એન.પરમારે જણાવ્યું હતું. 

ઉમર નાની હોય મૈત્રી કરાર કરી રહ્યા બાદ લગ્નનો સમય નજીક આવતા યુવક યુવતીને મુકે નાશી ગયો

મૈત્રી કરાર તરફ ઢળતી આજની પેઢી સામે લાલબત્તીરૂપ કિસ્સો !



પરિવારની સહમતીથી બંને લગ્ન કરવાની શરતે મૈત્રી કરાર કર્યા હતા : સાધુ વાસવાણી રોડ પર રહેતી યુવતીની ફરિયાદ પરથી યુવક અને તેની માતા સામે ગુનો નોંધાયો 

રાજકોટ તા.૧૨ 
આજની પેઢીમાં મૈત્રી કરાર કરી સાથે રહેવા તરફ ઝુકાવ જોવા મળી રહ્યો છે પરંતુ તેની વરવી બાજુથી તેઓ ભાગ્યેજ પરિચિત હોય છે ત્યારે મૈત્રી કરાર સામે લાલબત્તીરૂપ કિસ્સો રાજકોટમાં બનવા પામ્યો છે.
શહેરના સાધુ વાસવાણી રોડ પર રહેતી યુવતી મૈત્રી કરાર કરી જીવંતિકા નગરમાં રહેતા યુવાન સાથે રહેતી હતી. બંનેની ઉમર નાની હોય, પુખ્ત ઉમરના થતા લગ્ન કરવાની શરતે મૈત્રી કરાર કર્યા હતા પરંતુ બે વર્ષ સાથે રહ્યા બાદ લગ્નનો સમય નજીક આવતા યુવક યુવતીને મૂકી નાશી જતા આ મામલે યુવતીએ આ યુવક અને તેની માતા સામે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 
બનાવની જાણવા મળતી વિગતો મુજબ શહેરના સાધુ વાસવાણી રોડ પર પોતાની માતા સાથે રહેતી યુવતી દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં જીવંતિકા નગર-૨ માં રહેતા જયદીપ હરસુખભાઈ ભીમાણી અને તેમની માતા અરુણાબેન સામે વિશ્વાસઘાતની ફરિયાદ કરવામાં આવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ યુવતી પોતાની સહેલી મારફત જયદીપના સંપર્કમાં આવ્યા બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જે અંગે બંને પરિવારજનોએ જાણ કરી હતી. બાદમાં યુવતીના પિતા હયાત ના હોય, તેના મોટા બાપુ અને યુવકના માતા સહિતના વડીલોની સહમતીથી બંનેએ ગત તા.૨૩-૪-૨૦૧૬ નારોજ મૈત્રી કરાર કર્યા હતા. જે કરારમાં તેવું સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે બંને પુખ્ત વયના થયા બાદ લગ્નગ્રંથી જોડાઈ જશે.
મૈત્રી કરાર થયા બાદ યુગલ સ્વતંત્ર રીતે ભાડાના મકાનમાં રહેતું હતું. દરમિયાન યુવતી લગ્નની ઉમર નજીક હોય, જયદીપને વારંવાર લગ્ન કરી લેવાનું કહેતી હતી. પરંતુ જયદીપ યેનકેન પ્રકારે આ વાતને ટાળી દેતો હતો. ગઈ તા.૧૭.૨.૧૮ નારોજ યુવતી પોતાની માતાના ઘરે ગઈ હતી બાદમાં ઘરે પરત ફરતા જયદીપ પોતાનો સામાન લઇ નાશી ગયો હતો. યુવતી તથા તેમના પરિવારજનોએ જયદીપનો પત્તો લગાવવા તપાસ કરી હતી  પરંતુ તેનો કોઈ પત્તો નહિ મળતા યુવતી સાથે વિશ્વાસઘાત તઃયો હોવાનું માલુમ પડતા આ મામલે યુવતી દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં જયદીપ ભીમાણી તથા તેમની માતા અરુણાબેન સામે ફરિયાદ કરવામાં આવી છે. જે ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે બંને સામે વિશ્વાસઘાત અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બનાવની વધુ તપાસ ફોજદાર વી.સી.પરમારે હાથ ધરી છે.