અનુયાયીઓ

ગુરુવાર, 28 જાન્યુઆરી, 2016

JETPUR SHAHER TALUKANA VIVIDH VARTMAAN : KASHYAP JOSHI JETPUR JETALSAR

લોહાણા સમાજ જેતપુરનું ગૌરવ 

જેતપુર: શહેરની સેવાભાવી સમર્પણ ગ્રુપ દ્વારા તાજેતરમાં તેમના 21 માં 

પ્રવેશોત્સવ દરમિયાન વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં જલારામ ન્યુઝ એજન્સી(નવાગઢ)ની પુત્રી કૃપાલીએ દેશભક્તિ ગીતમાં 

પ્રથમ અને ચિત્ર સ્પર્ધામાં તૃતીય નંબર મેળવી શહેર અને લોહાણા સમાજનું 

ગૌરવ વધાર્યું છે.                   (કૃપાલીનો ફોટો પણ ઈમેઈલમાં સામેલ છે.)

 

પેઢલાની શાળામાં સોશિયલ સાયન્સ 

એક્ઝીબીશન યોજાયું 

જેતલસર  : જેતલસર નજીકના પેઢલાની ધવલ સ્કુલમાં સોશિયલ સાયન્સ એક્ઝીબીશન 

યોજાયું હતું. જેમાં ઉપસ્થિત વિદ્યાર્થી ભાઈ બહેનોને રાજેશભાઈએ વિજ્ઞાન વિશેની વિગતવાર માહિતીઓ પીરસી હતી. તેઓએ વોલ્કેનો બાયોરીજર્વ અને વાઈલ્ડ લાઈફ સેન્ચુરી વિશે પણ સહ્પ્રદર્શન માહિતીઓથી છાત્રોને વાકેફ કર્યા હતા.. (ફોટો : કશ્યપ જોશી - જેતલસર )

 

પેઢલાના છાત્રોનું કુસ્તી સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન 

જેતલસર : જેતલસર નજીકના પેઢલાની ધવલ સ્કુલમાં તાજેતરમાં જીલ્લા કક્ષાની કુસ્તી

સ્પર્ધા યોજાઈ હતી. ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલ સ્પર્ધામાં ધવલ શાળાના નીખીલ 

ચોવટિયા(દ્વિતીય), જયવીર ભુવા, દર્શ માલવિયા અને મિત બંકાએ (તૃતીય) નંબરો મેળવી શાળાનું ગૌરવ વધારતા સંસ્થાના એમડી દિનેશ ભુવા અને  હિતેશભાઈ ભુવા સહિતના શાળા પરિવારે વિજેતાઓને બિરદાવ્યા હતા.                    (ફોટો : કશ્યપ જોશી - જેતલસર )

 

 

જેતપુરમાં આઉટ સોર્સિંગના કામો માટેના ટેન્ડરોમાં 

મળેલા નીચા ભાવો મંજુર કરવા રજુઆતો..

જેતપુર તા.28

જેતપુર નવાગઢ નગર પાલિકા દ્વારા દર વર્ષે આઉટ સોર્સિંગના કામો માટે ટેન્ડર બહાર પડાય છે. વર્ષે પણ બહાર પડાયેલ ટેન્ડરોમાં પાંચ કંપનીના ટેન્ડરો મળ્યા છે. જેમાં સૌથી નીચા ભાવો હોય તે કંપનીના ભાવો મંજુર કરવા પાલિકા સદસ્ય અશોક મંગલાણીએ માંગ દોહરાવી છે.

બાબતે અશોકભાઈનું કહેવું છે કે શહરેમાં આઉટ સોર્સિંગના કામો માટે પ્રતિ વર્ષ બહાર પડાતા ટેન્ડરમાં જેમના નીચા ભાવો હોય તેઓનું ટેન્ડર પાસ કરી, પાલિકાના હિતને ધ્યાનમાં લેવાય તે જરૂરી છે. કારણ વાતમાં ગેરરીતી થઇ શકે છે. તે એટલા માટે કે પાલિકાના ટેન્ડર માટે ભાવો મોકલનાર પાંચ સંસ્થાઓ પૈકીની ગ્રેવમોર, સકસેસ અને સેક્યુરેડ એમ ત્રણેય સંસ્થાઓએ ભાવોમાં ઈએસઆઈ તેમજ પીએફની રકમ ભરેલી નાં હોય ત્રણેય સંસ્થાઓ આપોઆપ ગેરલાયક ઠરાવી શકાય.  (કશ્યપ જોશી જેતપુર )

 

લોકસભાના સ્પીકરનું જેતપુર પાલિકા પ્રમુખે કર્યું સન્માન 

જેતપુર : તાજેતરમાં અમદાવાદ ખાતે સ્માર્ટ સીટી તથા રોડ રસ્તાની સમજ માટે એક કાયક્રમ યોજાયો હતો. જેમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે લોકસભાના સ્પીકર તેમજ અતિથી તરીકે રાજકોટના ધનસુખ ભંડેરી હાજર રહ્યા હતા. તકે રાજ્યબહારની મહાનગર પાલિકાઓના મેયર, ડેપ્યુટી મેયર અને નગરપાલિકાના પ્રમુખોની હાજરીમાં સુમિત્રા મહાજનનું દ્વારકા પાલિકા પ્રમુખ અને જેતપુર પાલિકા પ્રમુખ શારદાબેન બારોટ દ્વારા મોમેન્ટો આપી સન્માન કરાયું હતું.  (ફોટો : કશ્યપ જોશી - જેતપુર  )

 

 જેતપુરની શાળાએ પ્રજાસત્તાક પર્વ સાથે 

રક્તદાન કેમ્પ-ચેસ સ્પર્ધા યોજી 

જેતપુર : શહેરની  અંકુર શાળામાં પ્રજાસત્તાક પર્વની સાથે રક્તદાન કેમ્પ અને ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાબતે વિગતો આપતા શાળાના હર્ષદભાઈ અને ભદ્રેસભાઈ મહેતાએ જણાવેલ કે પ્રતિ વર્ષના આયોજન  વર્ષે પણ પ્રજાસત્તાક પર્વના દિવસે સૌપ્રથમ ધ્વજવંદન બાદ જેતપુર બ્લડ બેંક અને રાજકોટની ફિલ્ડ માર્શલ બ્લડ બેન્કના સહયોગ વચ્ચે રક્તદાન કેમ્પના આયોજનમાં 50 લોકોએ રક્તદાન કર્યું હતું

જયારે શાળાના છાત્રો વચ્ચે યોજાયેલ ચેસ સ્પર્ધામાં હર્ષા ખુહાં અને વિશાલ મકવાણાએ પોતાના તેજસ્વી મગજ સાબિત કરી પ્રથમ નંબરો મેળવ્યા હતા. (ફોટો : કશ્યપ જોશી જેતપુર)

 

ગુજ.પ્રદેશ પિયત સહભાગી 

સહકારી મહાસંઘના હોદેદારો 

જેતલસર: તાજેતરમાં ગુજરાત પ્રદેશ પિયત સહભાગી સહકારી મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ કાનજીભાઈ ગોરધનભાઈ રાદડિયા(અકાળા, જેતલસર પંથક, તા.જેતપુર)ની રાહબારી તળેખેડાના આણંદ ખાતે  એક બેઠકમાં  અરવલ્લી સહિતના 17 જીલાઓને પ્રતિનિધિત્વ અપાયું હતું. જેમાં જામ જસવંતસિંહ નટવરસિંહ(ઉપપ્રમુખ-મધ્ય ગુજરાત), મંત્રી તરીકે ઉત્તર ગુજરાત સાબરકાંઠાના પટેલ બાબુભાઈ મોતીદાસભાઈ,ને તેમજ નટવરસિંહ એસ.પરમાર(સહમંત્રી-.ગુ.) તથા કારોબારી અધ્યક્ષ તરીકે પટેલ કાન્તિલાલ મણીલાલ((સાયરા) વિગેરેની નીમણુંકો કરવામાં આવી હતી. 

(KASHYAP JOSHI)

 

સરધારપુર ગામે નબળા રોડકામની રાવ

જેતપુર : જેતપુર તાલુકાના સરધારપુર ગામે અનુસુચિત જાતી વિસ્તારમાં સીસી રોડ 

નબળો થયો હોવાની જમન દેસા રાઠોડે જેતપુરના ટીડીઓને ફરિયાદ કરી છે. 

(KASHYAP JOSHI)

 

બુધવાર, 27 જાન્યુઆરી, 2016

અવસાન નોંધ : ૨૭-૧-૨૦૧૬

અવસાન નોંધ : ૨૭-૧-૨૦૧૬

જેતલસર: મૂળ અમરાપર હાલ જેતલસર નિવાસી ગુર્જર સુથાર કાન્તિલાલ લાલજીભાઈ સીતાપરા(ઉ.વ.૭૧) તે કમલેશભાઈ તથા વિપુલભાઈના પિતા, વલ્લભભાઈ, બટુકભાઈ અને મુક્તાબેન વૃજલાલભાઈ ઉમરાડીયા(માણાવદર)ના ભાઈ તેમજ સ્વ.નરસિંહભાઈ, કિશોરભાઈ અને જેસુખભાઈ કરગથરા(ચોકી સોરઠ)ના બનેવી તા.૨૫ ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.૨૯.૧. ને શુક્રવારે, સાંજે ૪ થી ૬, તેમના નિવાસ સ્થાન જેતલસર ગામ ખાતે રાખેલ છે.

કશ્યપ જે. જોશી જેતલસર ૯૯૭૪૨ ૬૨૮૧૨

 

 

જેતપુરના મંડલીકપુર ગામે આજે ત્રિવિધ કાર્યક્રમો

જેતપુરના મંડલીકપુર ગામે

આજે ત્રિવિધ કાર્યક્રમો

જેતપુર તા.

જેતપુર તાલુકાના મંડલીકપુર ગામે આજે તા.૨૮ ના રોજ બપોરથી ત્રિવિધ કાર્યક્ર્રમોનું આયોજન થયું છે. જેમાં બપોરના ૩-૩૦ થી ખેડૂત શિબિર, સહકારી આગેવાનું સન્માન અને રાત્રીના શ્રીનાથજીની જાંખી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગામની ગૌશાળા ખાતે યોજાનાર આ ત્રિવિધ કાર્યક્રમોમાં પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા, જેતપુરના ઉદ્યોગપતિઓ રાજુભાઈ હીરપરા, વિરજીભાઈ વેકરીયા વિગેરે હાજર રહેશે. આ ત્રણેય કાર્યક્રમોમાં જોડાવા આરડીસી બેંક રાજકોટ, ગુજરાત સ્ટેટ કો.ઓ.બેંક અમદાવાદ તથા ઇફકો રાજકોટ સુત્રોનો અનુરોધ છે.

કશ્યપ જોશી જેતલસર ૯૯૭૪૨ ૬૨૮૧૨ 

 

 

 

૧૦ મી ફેબ્રુઆરી સુધીમાં ઘટતું ના કરવામાં આવે તો

જેતલસર જંકશનથી તત્કાલ જેતપુર સુધીના

રોડ બાબતે પ્રજાના આંદોલનાત્મક કાર્યક્રમો..

માર્ગ અને મકાન ખાતાને આવેદન આપી ચીમકી ઉચ્ચારતા જંકશનવાસીઓ

જેતલસર તા. ૨૭

બાર બાર વરસ થયા જેતલસર જંકશનથી જેતપુરના તત્કાલ હનુમાનજી સુધીના રોડને રીપેર કરવા ના ડોકાતા તંત્રની આંખો ઉઘાડવા આજે જેતલસર જંકશનના સરપંચ હનીફ બલોચ સહિતના જંકશનવાસીઓએ માર્ગ અને મકાન તંત્રને એક આવેદન આપી ચીમકી ઉચ્ચારી હતી કે ૧૦-૨-૨૦૧૬ સુધીમાં આ રોડની કાયાપલટ નહિ કરાય તો જંકશનની પ્રજા સંબંધિતોની કચેરી સામે આંદોલન છેડશે.

 

મળતી વિગતો મુજબ જેતપુરના જેતલસર જંકશનથી જેતપુરના ધોરાજી રોડ પર આવેલ તત્કાલ હનુમાનજી સુધીના રોડને રીપેર કરવા અગાઉ એક મહિના પહેલા પણ જંકશન પંચાયતસુત્રોએ જેતપુર સ્થિત લાગતા વળગતા સુત્રોને રજુઆતો કરી હતી. પણ તંત્રે આ ફરિયાદ પરત્વે બેધ્યાનપણું દાખવતા આજે જેતપુર દોડી આવેલા જેતલસર જંકશનના સરપંચ હનીફ બલોચ સહિતના નાગરિકોએ જેતપુરના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ ઉપરાંત રાજકોટ જીલ્લા કલેકટર વિગેરે જગ્યાએ ફેક્સ મારફત તેમજ માર્ગ અને મકાન તંત્રને રૂબરૂ આવેદનો આપી જણાવ્યું હતું કે, આ રોડ બાબતે જ્યારે પણ રજુઆતો કરવામાં આવે છે ત્યારે રોડ નોન પ્લાનમાં હોય, સરકારના પ્લાનમાં લેવો જરૂરી છે. પણ લોકો કહે છે કે આ કામગીરી કોણે કરવાની હોય ? પ્રજાને કે સંબંધિતોને ?

જંકશનથી જેતપુર સમયાંતરે અમુક ઈમરજન્સી દાકતરી સેવા માટે જવાનો આ એકમાત્ર રસ્તો ભારે જર્જરિત બન્યો હોય, તંત્રએ તાકીદે રીપેર કરવાની જરૂર છે. અન્યથા તા.૧૦-૨ ના રોજ રાજકોટ સોમનાથ નેશનલ હાઈવે નવા બ્રીજ પાસે સવારે ૧૦ કલાકે રસ્તા રોકો, તીનબત્તી ચોકથી મામલતદાર કચેરી સુધી મૌન રેલી અને ત્યારબાદ મામલતદાર કચેરી સામે આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરાશે તેવી ચીમકી આવેદનમાં ઉચ્ચારાઈ છે.

માર્ગ અને મકાન તંત્ર શું કહે છે ?

જેતલસર: જેતપુર સ્થિત માર્ગ અને મકાન તંત્રના સોલંકીએ જણાવેલ કે જેતલસર જંકશનના લોકોની ફરિયાદ વાજબી છે. પણ જેતલસર જંકશનથી તત્કાલ જેતપુર સુધીનો રોડ  નોન પ્લાનમાં આવતો હોય તેને સરકારના પ્લાનમાં લેવા વખતો વખત તેઓની કચેરી દ્વારા ઉપરી તંત્રને દરખાસ્ત મોકલાઈ છે. જે હજુ પાસ થઈને આવી નથી, ઉપરાંત નોન પ્લાનમાં આવતા રોડ રસ્તા માટે સરકારમાંથી કોઈ ગ્રાન્ટ પણ મળતી ના હોવાની વાત તેમજ આ રોડને સરકારી પ્લાનમાં લેવડાવવા સ્થાનિક ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા પણ જહેમત ઉઠાવતા હોવાની વાત સોલંકીએ દોહરાવી હતી.

ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતલસર ૯૯૭૪૨ ૬૨૮૧૨ 


સોમવાર, 25 જાન્યુઆરી, 2016

મંદિરના મહંત સહીત હિન્દુઓનું જેતપુરના મામલતદાર, DYSP-પાલિકાના મુખ્ય અધિકારીને પાઠવાયું આવેદન...

જેતપુરના પ્રાચીન મંદિર નજીક જ માંસ-મટનની મહેફિલ !!

મંદિરના મહંત સહીત હિન્દુઓનું જેતપુરના મામલતદાર, 

DYSP-પાલિકાના મુખ્ય અધિકારીને પાઠવાયું આવેદન...

મંદિરના જ બાંધકામમાં ગેરકાયદેસર રૂમો બાંધી આચરાતી હિન્દુઓની લાગણી દુભાવે તેવી ગેરપ્રવુત્તિઓ ટૂંક દિવસોમાંજ બંધ ના કરાવાય તો ૫૦૦ સાધુ સંતો સાથે આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારતા મહંત આત્માનંદજી ! સાધુ સંતોમાં રોષ...

જેતપુર તા.૨૫

જેતપુરમાં ભાદર કાંઠે આવેલ એક અતિ પ્રાચીન મંદિરના એક તત્કાલીન મહંતની ઉદારતાનો લાભ ઉઠાવી મંદિરની ભાડે રાખેલી જગ્યામાં માંસ-મટનનો ખાવામાં ઉપયોગ કરી હિન્દુઓની લાગણી દુભાતી હોય આજે આ મંદિરના મહંત સહિતના સાધુ સંતોએ સ્થાનિક વિભાગીય પોલીસ અધિકારી, પાલિકાના ચીફ ઓફિસર અને મામલતદારને આવેદનો આપી તાત્કાલિક ઘટતું ના કરાય તો આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી.

 

મળતી વિગતો મુજબ જેતપુરના ભાદરના કાંઠે આવેલ અતિ પ્રાચીન શ્રી નૃશિહજી મંદિરની પેટા જગ્યા એટલેકે હિંદુ સ્મશાનની બાજુમાં આવેલ અંદાજીત ૨૦૦૦ વાર જેટલી જગ્યા આ મંદિરના તત્કાલીન મહંતે એક બાવાજીને ગાયોના ઘાસચારાની વ્યવસ્થા માટે આપી હતી.

 

પણ સમય જતા મહંતની ઉદારતાનો દુરુપયોગ કરી આ બાવાજી પરિવારે મકાનો બાંધી અન્યોને ભાડે આપી, માંસ મટન ખુલ્લેઆમ બનાવી, આરોગી હિન્દુઓની લાગણી દુભાવતા હોવાની વાત ત્રાસદાયક બની જતા, આ વાતને વધતી અટકાવવા, કસુરવારો સામે પગલા ભરવા આજે નૃશીહજી મંદિરના મહંતશ્રી આત્માનંદજી બાપુ, ખાખા મઢી મંદિરના પહેલવાનબાપુ, જેતપુર પાલિકા સદસ્યા શારદાબેન એચ. વેગડા સહીત સાધુ સંતો અને સેવાભાવીઓએ આજે પ્રથમ અહીના વિભાગીય પોલીસ અધિકારી પાટીલ, મામલતદાર જીતેન્દ્ર ભોરણીયા તેમજ પાલિકાના ચીફ ઓફિસરને આવેદનો આપ્યા હતા.

 

આવેદનો આપતી વખતે સદસ્યા શારદાબેન તેમજ સાધુ સંતોએ જણાવેલ કે ટૂંક દિવસોમાંજ મંદિર નજીકની આવી પ્રવુત્તિઓ બંધ નહિ કરવામાં આવે તો ન્યાય માટે આંદોલનાત્મક માર્ગો અપનાવાશે.

 

બોક્સ: ગે.કા.કબજેદારો મારવા દોડે છે : મહંત આત્માનંદજી

જેતપુર : મહંત આત્માનંદજીએ પોલીસ, પાલિકા અને મામલતદારને આવેદન આપતી વેળાએ જણાવેલ કે, મંદિરની જગ્યામાં ગેરકાયદેસર કબજો જમાવી બેઠેલા તત્વોને આવી હીન પ્રવુત્તિઓ બંધ કરવા કોઈ વખત ટપારીયે છીએ તો માથાભારે અને ઝનૂની સ્વભાવના તત્વો મારવા દોડે છે. એક તો મંદિરની જમીન છે. ઉપરથી ચોરી ઉપર સીનાજોરી જેવું વર્તન કરે છે. આ બધું તાત્કાલિક બંધ નહિ કરાવાય તો સાધુ સંતોની જમાત આંદોલન કરશે એવું કોઈ નહિ કરે તેવી મહંતે ચીમકી ઉચ્ચારી હતી.

ફોટો અને સમાચાર : કશ્યપ જે.જોશી જેતપુર 


જેતપુરમાં બાંધકામ શાખાની મીઠી નજર તળે.... સરકારી નિયમોને નેવે ચડાવી જિરાફ જેવડા બેરોકટોક બાંધકામો રોકવા માંગ..

જેતપુરમાં બાંધકામ શાખાની મીઠી નજર તળે....

સરકારી નિયમોને નેવે ચડાવી જિરાફ

જેવડા બેરોકટોક બાંધકામો રોકવા માંગ..

પાલિકાના સદસ્ય અશોક મંગલાણીએ જ કર્યા અનેક આક્ષેપો !

જેતપુર તા.૨૫

જેતપુરમાં સરકારી નિયમોને નેવે ચડાવી, સ્થાનિક બાંધકામ શાખાની અમી દ્રષ્ટી તળે ચાલતા મહાકાય બાંધકામો તાકીદે અટકાવવા પાલિકા સદસ્ય અશોક મંગલાણી એ માંગ કરી છે.

 

મળતી વિગતો મુજબ જેતપુર પાલિકાના સદસ્ય અશોક મંગલાણીએ એક ફરિયાદ કરતા જણાવ્યું છે કે હાલના દિવસોમાં જેતપુર શહેરમાં સરકારી નિયમોને ઠેબે ચડાવી અનેક જગ્યાએ બેરોકટોક જિરાફ જેવડા બાંધકામો ચાલી રહ્યા હોય સંબંધિતો દ્વારા વ્યાપક ગેરરીતી આચરાઈ રહી છે.

 

કારણ જેતપુરમાં સરકારી નિયમો મુજબ ત્રણ માળથી વધુ કોઈ બાંધકામ કરી શકાય નહિ. અને આજની તરીકે અનેક નાના અને નબળા લોકોના બાંધકામની અનેક અરજીઓ પેન્ડીંગ પડી હોય, મંજુર ના કરાતી હોય, તો ચાલુ દિવસોમાં મોટા મોટા બાંધકામો કેમ કરી શકાય ? આ વાતમાં સંબંધિતો સામેલ છે કે બિલ્ડરોની પૈસાના જોરે દાદાગીરી ? તે વાત તપાસવા અરજદારની માંગ છે.

અત્રે એ પણ નોંધનીય છે કે જેતપુર શહેરમાં ચાલતા આવા ગેરકાયદેસર બાંધકામો તાત્કાલિક રોકાવવા છેક રાજકોટ ખાતે કલેકટરને રજુઆતો કરાઈ છે. આમછતાં આ પ્રશ્ન કોઈ ધ્યાને ના લેતું હોવાનું સાબિત થઇ રહ્યું છે. બીજી બાજુ પાલિકાના અમુક સુત્રોનું કહેવું છે કે વખતોવખત આવા ગેરકાયદેસર ચાલતા બાંધકામો વાળા આસામીઓને નોટીસો ફટકારાઈ છે. પણ માત્ર નોટીસોથી જ નહિ કડક અમલવારી અમલી બનાવાય તો  "ઘર ફૂટે ઘર જાય"  તેવી કહાવત મુજબ ત્રણ માળથી ઉપરના ગેરકાયદેસર બાંધકામો માટે પાલિકાના ક્યાં સત્તાધીસે કેવું  હિત સાધ્યું ? તે વાત બહાર આવ્યા વગર નહિ રહે તેવું અશોક મંગલાણી જણાવે છે.

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 



રવિવાર, 24 જાન્યુઆરી, 2016

જેતપુરના છ વિસ્તારોમાં પાઇપલાઈનો ગોઠવી પીવાનું પાણી પહોચાડતું તંત્ર !

પરિણામ, જહેમતનું ! માત્ર ૧૫ દિવસમાં રૂ.૧૮ લાખના ખર્ચે...

જેતપુરના છ વિસ્તારોમાં પાઇપલાઈનો
ગોઠવી પીવાનું પાણી પહોચાડતું તંત્ર !

વોટર વર્કસ કમીટીના ચેરમેન જાડેજાની સફળ જહેમતથી ૨ વરસ થયા પાણી
માટે ફાંફા મારતા લત્તાવાસીઓમાં ભારે હરખ. લોકો બોલ્યા બાપુએ પાણી આપ્યું !

જેતપુર તા.૨૫
જેતપુર નગર પાલિકાની વોટર વર્કસ કમિટીના ચેરમેન અજીતસિંહ જાડેજાની સફળ
જહેમત વચ્ચે માત્ર પંદર દિવસમાંજ રૂપિયા ૧૮ લાખના ખર્ચે પીવાના પાણીની
પાઈપલાઈનો પાથરી ૨-૨ વરસ થયા પાણી વિના ટળવળતા શહેરના લત્તાઓમાં પાણી
પહોચાડતા લત્તાવાસીઓમાં રાજીપો છવાયો છે.
મળતી વિગતો મુજબ જેતપુરના અમરનગર રોડ પર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર
વિસ્તારમાં દિન પ્રતિદિન વિકસી રહેલા પટેલ નગર, માસ્તર સોસાઈટી, રામાનંદ
નગર, મંત્રી સોસાઈટી વિગેરે વિસ્તારોમાં છેલ્લા ૨ વરસ થયા પીવાનાં પાણીના
સાંસા હતા. શહેરના અન્ય વિસ્તારોની સાથે ઉપરોક્ત તમામ વિસ્તારોમાં પણ
પીવાનું પાણી પહોચાડવા વોટર વર્કસ કમિટીના ચેરમેન અજીતસિંહ જાડેજાએ
પાલિકા દ્વારા રૂપિયા ૧૮ લાખના ખર્ચે પાઈપલાઈનો પાથરવાની જોરશોરથી કરેલી
કામગીરી માત્ર ૧૫ દિવસમાંજ આટોપાવાઈ દેવી દેવાતા આ વિસ્તારોના લોકોમાં
આનંદનું મોઝું છવાઈ ગયું હતું.
જાડેજાની આવી સંગીન જહેમતથી આજે ઉપરોક્ત છએ વિસ્તારોમાં હાલ દર ત્રણ
દિવસે નિયમિત પાણી મળતું થયું છે. તેઓએ એવું પણ જણાવ્યું છે કે, વોટર
વર્કસ કમિટીના ચેરમેન તરીકે જ્યારથી તેઓની નિમણુંક થઇ છે ત્યારથી શહેરમાં
પાણીની સમસ્યા બને તેટલી વધુ હલ કરવાના પ્રયાસો જારી છે. શહેરમાં ૩૦૦ થી
વધુ લીકેજીંગ અટકાવીને વેડફાતું પાણી બચાવ્યું છે. તો યેનકેન પ્રકારે
પાનીની થતી ચોરી તેઓ દ્વારા જડબેસલાક અટકાવાઈ છે.

બોક્સ: છ મહિનામાં શહેરમાં એકાન્તરા પાણી વિતરણ
જેતપુર: વોટર વર્કસ કમિટીના ચેરમેન અજીતસિંહ જાડેજાએ જણાવેલ કે, જેતપુરના
ફિલ્ટર પ્લાન્ટ ઉપર ભાદર ડેમમાંથી પહોચતો ૧૩ એમેલડી પાણીનો જથ્થો હાલ
શહેરમાં દર ત્રીજા દિવસે પહોચાડાઈ રહ્યો છે. શહેરમાં પાણી વિતરણના ૮૦
ઝોનને લીધે ઘણી જગ્યાએ પાણીનો વેડફાટ થતો હોવાની પ્રજા ફરિયાદો ધ્યાને
આવી છે. ત્યારે શહેરમાં પાણી વિતરણની કુલ ચાર ટાંકીનો આંકડો વધારીને ૭ નો
કરવા પાલિકાએ શહેરના કમરીબાઇ સ્કુલ પાસે, કડવા પાટીદાર સમાજ સેવા ધોરાજી
રોડ અને ફિલ્ટર પ્લાન્ટ એમ ત્રણ જગ્યાએ ૧૨-૧૨ લાખ લીટર પાણીની સંગ્રહ
શક્તિ ધરાવતી ટાંકીઓ નિર્માણ કરવાની ગતિવિધિઓ તેજમાં છે. ત્રણ નવી ટાંકીઓ
બન્યે કુલ સાત પાણીની ટાંકીમાંથી શહેરના ૧૪ વોર્ડમાંના બબ્બે વોર્ડમાં
એકાન્તરા પાણી વિતરણ શક્ય બનશે, પણ આ વાતને સફળ બનાવતા તંત્રને હજુ છ
મહિના લાગશે.
   તેઓએ એમ પણ જણાવેલ કે નવી પાણીની ટાંકીઓ ઉભી થયે ૮૦ ઝોનમાંથી ૩૫-૪૦
દ્વારા પાણી વિતરણ શક્ય બનાવાશે અને આ વાતથી વધુ ઝોન અને લીકેજીંગથી
બગડતા પાણીને અટકાવી શકાશે..

બોક્સ: વડલી ચોક વિસ્તારની સમસ્યા હલ થશે !
જેતપુર : શહેરના વડલી ચોક વિસ્તારમાં ભીડભંજન રોડ પર ચડતા એક જગ્યાએ વરસો
થયા પાણીના એક લીકેજિંગ થી આ વિસ્તારમાં કાયમી ચોમાસા જેવું વાતાવરણ ઉભું
થતું હોય અને પાણીના પાટોડા ભરાયેલ રહેતા હોય રાહદારીઓ અને વાહનચાલકો
ત્રાસી ગયા છે. આ લીકેજીંગ રીપેર કરવા પાલિકા તંત્ર કેમ જાગતું નથી ?
તેવા સવાલના જવાબમાં જાડેજાએ જણાવેલ કે આ જગ્યાએ પાણીની પાઈપલાઈન તૂટવાની
સમસ્યા વધારે હોય, ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન આ લીકેજીન્ગની સમસ્યા હલ
કરવા તંત્ર કટિબદ્ધ છે.

આ સાથે અજીતસિંહ જાડેજાનો ફોટો પણ મોકલેલ છે.
કશ્યપ જે.જોશી જેતપુર જેતલસર 

જેતપુરના છ વિસ્તારોમાં પાઇપલાઈનો ગોઠવી પીવાનું પાણી પહોચાડતું તંત્ર !

પરિણામ, જહેમતનું ! માત્ર ૧૫ દિવસમાં રૂ.૧૮ લાખના ખર્ચે...

જેતપુરના છ વિસ્તારોમાં પાઇપલાઈનો
ગોઠવી પીવાનું પાણી પહોચાડતું તંત્ર !

વોટર વર્કસ કમીટીના ચેરમેન જાડેજાની સફળ જહેમતથી ૨ વરસ થયા પાણી
માટે ફાંફા મારતા લત્તાવાસીઓમાં ભારે હરખ. લોકો બોલ્યા બાપુએ પાણી આપ્યું !

જેતપુર તા.૨૫
જેતપુર નગર પાલિકાની વોટર વર્કસ કમિટીના ચેરમેન અજીતસિંહ જાડેજાની સફળ
જહેમત વચ્ચે માત્ર પંદર દિવસમાંજ રૂપિયા ૧૮ લાખના ખર્ચે પીવાના પાણીની
પાઈપલાઈનો પાથરી ૨-૨ વરસ થયા પાણી વિના ટળવળતા શહેરના લત્તાઓમાં પાણી
પહોચાડતા લત્તાવાસીઓમાં રાજીપો છવાયો છે.
મળતી વિગતો મુજબ જેતપુરના અમરનગર રોડ પર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર
વિસ્તારમાં દિન પ્રતિદિન વિકસી રહેલા પટેલ નગર, માસ્તર સોસાઈટી, રામાનંદ
નગર, મંત્રી સોસાઈટી વિગેરે વિસ્તારોમાં છેલ્લા ૨ વરસ થયા પીવાનાં પાણીના
સાંસા હતા. શહેરના અન્ય વિસ્તારોની સાથે ઉપરોક્ત તમામ વિસ્તારોમાં પણ
પીવાનું પાણી પહોચાડવા વોટર વર્કસ કમિટીના ચેરમેન અજીતસિંહ જાડેજાએ
પાલિકા દ્વારા રૂપિયા ૧૮ લાખના ખર્ચે પાઈપલાઈનો પાથરવાની જોરશોરથી કરેલી
કામગીરી માત્ર ૧૫ દિવસમાંજ આટોપાવાઈ દેવી દેવાતા આ વિસ્તારોના લોકોમાં
આનંદનું મોઝું છવાઈ ગયું હતું.
જાડેજાની આવી સંગીન જહેમતથી આજે ઉપરોક્ત છએ વિસ્તારોમાં હાલ દર ત્રણ
દિવસે નિયમિત પાણી મળતું થયું છે. તેઓએ એવું પણ જણાવ્યું છે કે, વોટર
વર્કસ કમિટીના ચેરમેન તરીકે જ્યારથી તેઓની નિમણુંક થઇ છે ત્યારથી શહેરમાં
પાણીની સમસ્યા બને તેટલી વધુ હલ કરવાના પ્રયાસો જારી છે. શહેરમાં ૩૦૦ થી
વધુ લીકેજીંગ અટકાવીને વેડફાતું પાણી બચાવ્યું છે. તો યેનકેન પ્રકારે
પાનીની થતી ચોરી તેઓ દ્વારા જડબેસલાક અટકાવાઈ છે.

બોક્સ: છ મહિનામાં શહેરમાં એકાન્તરા પાણી વિતરણ
જેતપુર: વોટર વર્કસ કમિટીના ચેરમેન અજીતસિંહ જાડેજાએ જણાવેલ કે, જેતપુરના
ફિલ્ટર પ્લાન્ટ ઉપર ભાદર ડેમમાંથી પહોચતો ૧૩ એમેલડી પાણીનો જથ્થો હાલ
શહેરમાં દર ત્રીજા દિવસે પહોચાડાઈ રહ્યો છે. શહેરમાં પાણી વિતરણના ૮૦
ઝોનને લીધે ઘણી જગ્યાએ પાણીનો વેડફાટ થતો હોવાની પ્રજા ફરિયાદો ધ્યાને
આવી છે. ત્યારે શહેરમાં પાણી વિતરણની કુલ ચાર ટાંકીનો આંકડો વધારીને ૭ નો
કરવા પાલિકાએ શહેરના કમરીબાઇ સ્કુલ પાસે, કડવા પાટીદાર સમાજ સેવા ધોરાજી
રોડ અને ફિલ્ટર પ્લાન્ટ એમ ત્રણ જગ્યાએ ૧૨-૧૨ લાખ લીટર પાણીની સંગ્રહ
શક્તિ ધરાવતી ટાંકીઓ નિર્માણ કરવાની ગતિવિધિઓ તેજમાં છે. ત્રણ નવી ટાંકીઓ
બન્યે કુલ સાત પાણીની ટાંકીમાંથી શહેરના ૧૪ વોર્ડમાંના બબ્બે વોર્ડમાં
એકાન્તરા પાણી વિતરણ શક્ય બનશે, પણ આ વાતને સફળ બનાવતા તંત્રને હજુ છ
મહિના લાગશે.
તેઓએ એમ પણ જણાવેલ કે નવી પાણીની ટાંકીઓ ઉભી થયે ૮૦ ઝોનમાંથી ૩૫-૪૦
દ્વારા પાણી વિતરણ શક્ય બનાવાશે અને આ વાતથી વધુ ઝોન અને લીકેજીંગથી
બગડતા પાણીને અટકાવી શકાશે..

બોક્સ: વડલી ચોક વિસ્તારની સમસ્યા હલ થશે !
જેતપુર : શહેરના વડલી ચોક વિસ્તારમાં ભીડભંજન રોડ પર ચડતા એક જગ્યાએ વરસો
થયા પાણીના એક લીકેજિંગ થી આ વિસ્તારમાં કાયમી ચોમાસા જેવું વાતાવરણ ઉભું
થતું હોય અને પાણીના પાટોડા ભરાયેલ રહેતા હોય રાહદારીઓ અને વાહનચાલકો
ત્રાસી ગયા છે. આ લીકેજીંગ રીપેર કરવા પાલિકા તંત્ર કેમ જાગતું નથી ?
તેવા સવાલના જવાબમાં જાડેજાએ જણાવેલ કે આ જગ્યાએ પાણીની પાઈપલાઈન તૂટવાની
સમસ્યા વધારે હોય, ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન આ લીકેજીન્ગની સમસ્યા હલ
કરવા તંત્ર કટિબદ્ધ છે.

આ સાથે અજીતસિંહ જાડેજાનો ફોટો પણ મોકલેલ છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨૬૨૮૧૨

શનિવાર, 23 જાન્યુઆરી, 2016

જમીનમાં દાટેલી વિદેશી શરાબની 96 બોટલ પકડી પાડી તા.પોલીસ જેતપુર તા.23

જેતપુરના બોરડી સમઢીયાળા ગામના ભરવાડે 
જમીનમાં દાટેલી વિદેશી શરાબની 
96 બોટલ પકડી પાડી તા.પોલીસ 
જેતપુર તા.23
જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા  ગામના એક ભરવાડ યુવાને પોતાના ગામની સીમમાં  સંતાડેલ વિદેશી શરાબની 96
બોટલ પોલીસે પકડી લઇ સુત્રધ્ધારની શોધખોળ આદરી છે.
મળતી વિગતો જેતપુર  પોલીસના જમાદાર મજનુંભાઈ મનાત સહિતના સ્ટાફને બાતમી મળી હતી કે, તાલુકાના બોરડી સમઢીયાળાના ભરવાડ યુવાન સંગ્રામ મંગાએ ગામની સીમમાં કિરીટ પટેલની વાડી નજીકના વોંકળાંમાં વિલાયતી શરાબની બોટલો સંતાડી છે.
દરમિયાન પોલીસે બાતમી વાળી જગ્યાએ તપાસ હાથ ધરતા પોલીસને રૂપિયા 28,800  કિમતની 96 બોટલ વિદેશી શરાબ મળી આવ્યો હતો. પોલીસે આ બોટલો કબજે કરી આ જથ્થાના સુત્રદ્ધાર સંગ્રામની ધરપકડની કવાયત આદરી છે.
જેતલસર જં.ની યુવતી અને અમરનગરના માતા-પુત્રી ભેદી સંજોગોમાં ગુમ 
જેતપુર તા.23 
જેતપુર તાલુકા પોલીસ દફતરે આજે જેતલસર જંકશનની એક યુવતી અને અમરનગરની એક વિધવા માતા પોતાની પુત્રી સાથે ગુમ થયાની જાહેરાત કરાતા પોલીસે તપાસ હાથ ધરી છે. 
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના જેતલસર જંકશનના પોપટપરામાં રહેતા નવનીતભાઈ શામજીભાઈ ભડલીયાએ પોતાની 20 વર્ષની દીકરી આરતી ગત તા. 20 ના રોજ પોતાના ઘરેથી રાત્રીના નીકળી ગયા પછી પરત ફરી નથી. જ્યારે તાલુકાના અમરનગર ગામે રહેતા વિધવા મહિલા રમાબેન મુકેશભાઈ સોલંકી તેમની પુત્રી 2 વર્ષની પુત્રી જ્યોતિ સાથે તા.20 ના રોજ કોઈને જાંણ કર્યા વગર ઘરેથી નીકળી ગયાની પણ જાહેરાત કરાતા પોલીસે બંને બનાવોની તપાસ હાથ ધરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર 99742 62812 


લ્યો..કોઈ...સાવરણી....

લ્યો..કોઈ...સાવરણી....
આવકના રસ્તાઓ અનેક છે, તેમ રાજા હોય કે રંક, મહેલ, મકાન હોઈ કે ઝૂંપડી..મારે તમારે પ્રવર્તમાન સમયની જરૂરિયાતો સાથે પણ સ્વચ્છતા માટે એકાદ, બે સાવરણીઓ ઘરમાં હાથવગી રાખવીજ પડે ! જરૂર છે માત્ર માણસે નાનપ છોડવાની..બસ આવી જ વાતો રજુ કરી પેટિયું રળવા આ ગરીબ યુવાનોએ જ્યારે સાદ પાડ્યો કે ''લ્યો..કોઈ સાવરણી'' ત્યારે ખરીદદારો પણ વગર શરમે સાવરણી લેવા બેસી ગયાનું તસ્વીરમાં દ્રષ્ટિગોચર થાય છે.      
            (ફોટો : કશ્યપ જે.જોષી, જેતલસર..જેતપુર)

ગુરુવાર, 21 જાન્યુઆરી, 2016

નવાગઢમાં ૨ જુગાર દરોડામાં ૪ પકડાયા

નવાગઢમાં ૨ જુગાર દરોડામાં ૪ પકડાયા

જેતપુર તા.૨૧

જેતપુર પોલીસે ગઈકાલે મોડી રાત્રીના નવાગઢના ખાટકીવાસમાં ૨ જુગાર દરોડા પાડી ૪ શખ્શોને રોકડ રૂપિયા ૧૭૬૪૦/- સાથે પકડી પાડ્યા હતા. જ્યારે નાશી છુટેલા ૧ ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી વિગતો મુજબ નવાગઢના ખાટકી વાસમાં રોજ મોટાપાયે જુગાર રમાતો હોવાની બાતમી પરથી જેતપુર પોલીસે ઇકબાલ અબુના રહેણાક મકાન પર જુગાર દરોડો પાડતા રફીક જમાલ, રઝાક અબુ, અમીન ગફાર અને યુસુફ અબુ એમ ચાર શખ્શો તીનપતીનો જુગાર રમતા રોકડ રૂપિયા ૧૦૭૪૦ સાથે પકડાઈ ગયા હતા. જયારે બહારથી માણસો બોલાવી હાજર વરલી ફીચરનો ધંધો કરતો મકાન માલિક ઇકબાલ રોકડ રૂપિયા ૬૯૦૦ મૂકી નાશી છૂટ્યો હતો.

કશ્યપ જે. જોશી જેતપુર 

જેતપુરમાં આજે લોકપ્રિય સદગત વિપ્ર વયોવૃદ્ધને અપાશે પુષ્પાંજલિ

જેતપુરમાં આજે લોકપ્રિય સદગત

વિપ્ર વયોવૃદ્ધને અપાશે પુષ્પાંજલિ

જેતપુર તા.૨૧

જેતપુરમાં રહેતા, બ્રહ્મસમાજ ક્ષેત્રે સૌમાં લોકપ્રિય બનેલા, માજી ટેલીફોન એક્સચેન્જ અધિકારી બટુકભાઈ ખીરાનું ગત ૧૫.૧.ના રોજ સુરત ખાતે બીમારી સબબ અવસાન થતા અહીના બ્રહ્મસમાજે શોકની લાગણી વ્યક્ત કરી છે. બીજીબાજુ સદગત ખીરા અહિની સંસ્થા શ્રી પરશુરામ સેનાના સહખજાનચી તરીકે પણ સેવા આપતા હોય, તેઓને પુષ્પાંજલિ અર્પવાનો એક કાર્યક્રમ આજે તા. ૨૨ નારોજ અહીના પાંચ પીપળા રોડ પર આવેલ જ્ઞાનજ્યોત વિદ્યાલય ખાતે, સાંજે ૫ થી ૬ રાખેલ હોય પરશુરામ સેનાના આગેવાનો, કાર્યકરોએ હાજરી આપવા સંસ્થા પ્રમુખ હિતેશ જોશી, મંત્રી અશોક ઠાકર વી. નો અનુરોધ છે.  

ફોટો : સદગત બટુકભાઈ ખીરાનો છે.

કશ્યપ જોશી જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨ 

 

જેતલસર –ડેડરવા-બાવાપીપળીયા ગામને જોડતા રોડનું રૂા.૬ કરોડના ખર્ચે નવિનીકરણનું ખાતમુહૂર્ત

જેતલસર ડેડરવા-બાવાપીપળીયા ગામને જોડતા રોડનું

રૂા.૬ કરોડના ખર્ચે નવિનીકરણનું ખાતમુહૂર્ત

જેતલસર તા.૨૧ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુર તાલુકાના જેતપુર શહેરની ભાગોળે નેશનલ હાઇવે પરના જેતલસર ગામથી ડેડરવા, બાવાપીપળીયા ગામને જોડતો રસ્તો વિકાસશીલ ઔદ્યોગિક વિસ્તારો અને  તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોના વાહન વ્યવહાર માટે ધોરીનસ સમાન માર્ગ છે. આ માર્ગને પહોળો કરવા અંગે ગ્રામજનો મારફત રજુઆતો થતાં, તે રજુઆતોને ધ્યાનમાં લઇ, રાજયકક્ષાના પ્રવાસન અને પાણી પૂરવઠા મંત્રીશ્રી દ્વારા સરકારશ્રીના માર્ગ અને મકાન વિભાગમાંથી અંદાજે રૂા. ૬ કરોડ મંજૂર કરાવેલ હતાં.

            જેતલસરથી બાવાપીપળીયા સુધીનો અંદાજે ૧૧ કી.મી.ના માર્ગને સ્ટ્રેનથનીંગ અને વાઇડીંગ દ્વારા નવિનીકરણ કરી, પ.પ મીટર પહોળો બનાવી રસ્તા પરના બે નાલાને મેનઓવર બ્રીજમાં રૂપાંતરીત કરવામાં આવશે. સાથો સાથ વરસાદી પાણીથી ગામતળનાં રસ્તામાં થતા નુકશાનને અટકાવવા, જેતલસર અને ડેડરવા ગામના ગામતળના ૫૦૦ મીટર રોડને સી.સી. રોડથી મઢવામાં આવશે.  સરકારશ્રીના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંદાજીત રૂા. ૬ કરોડના ખર્ચે આશરે ૧૧ કી.મી.ના જેતલસરથી ડેડરવા,બાવાપીપળીયા રસ્તાના નવિનીકરણ માટે આજરોજ  માન.રાજયકક્ષા મંત્રીશ્રી જયેશ રાદડીયા દ્વારા ગ્રામજનો, આગેવાનોની હાજરીમાં ડેડરવા ગામે આ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે.

            જેતલસર-ડેડરવાબાવાપીપળીયા રસ્તાનું વાઇડનીંગ અને સ્ટ્રેનથનીંગ દ્વારા નવિનીકરણનું કામ હાથ ધરાતા ગ્રામજનોમાં આનંદની લાંગણી ફેલાઈ છે.

કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 

સિંધી સમાજના અમર શહીદ હેમુ કાલાણીજીને ફૂલમાળા પહેરાવી અર્પી શ્રદ્ધાંજલિ....

ભારતીય સિંધુ સભા જેતપુરના આગેવાનોએ

સિંધી સમાજના અમર શહીદ હેમુ કાલાણીજીને

     ફૂલમાળા પહેરાવી અર્પી શ્રદ્ધાંજલિ....

 જેતપુર તા.૨૧ (કશ્યપ જોશી દ્વારા)

જન સેવાના પાવન મંત્રથી દેશભરમાં પ્રખ્યાત થયેલા સિંધી સમાજના મહાપુરુષ

અમર શહીદ હેમુ કલાણીજીના આજે ગુરુવારે શહીદ દિન નિમિત્તે અહીના ચાંદની ચોક ખાતે ભારતીય સિંધુ સભા જેતપુરના ૧૫૦ જેટલા આગેવાનો, વડીલો, યુવાન કાર્યકરોએ એક શ્રધ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ તકે આ સંસ્થાના પ્રમુખ અશોકભાઈ વધવા, જેતપુર પાલિકાના સદસ્ય અશોકભાઈ મંગલાણી, અશોકભાઈ જેસવાણી, કિશોરભાઈ રામચંદાણી, તારાચંદભાઈ કટારીયા સહિતના આગેવાનોએ શહીદવીરની તસ્વીરને હારતોરા, ફૂલમાળા પહેરાવી, તેમની શહીદગાથા ઉપસ્થિતોને જણાવી શ્રદ્ધાંજલિ અર્પી હતી. અત્રે એ નોંધનીય છે કે જેતપુરના ચાંદની ચોકનું  "શહીદ હેમુ કાલાણી માર્ગ" નામકરણ કરાવવા સિંધી સમાજના આગેવાનોની ગતિવિધિઓ ચાલુ હોવાનું જાણવા મળે છે. 

( ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨)