અનુયાયીઓ

બુધવાર, 2 ડિસેમ્બર, 2015

જેતપુર તાલુકા પંચાયતની ૨૦ બેઠકોમાંની ૧૫ બેઠકોમાં કમળને કચડતો "હાથ" જીલ્લા પંચાયતની ચારેય બેઠકો કબજે કરતી કોંગ્રેસ જેતપુર તાલુકા પંચાયતની માત્ર ૪ બેઠક પર કમળ ખીલ્યું, ૧ બેઠક પર અપક્ષનો વટ સાબિત

જેતપુર તાલુકા પંચાયતની ૨૦ બેઠકોમાંની ૧૫ બેઠકોમાં કમળને કચડતો "હાથ"
જીલ્લા પંચાયતની ચારેય બેઠકો કબજે કરતી કોંગ્રેસ 
જેતપુર તાલુકા પંચાયતની માત્ર ૪ બેઠક પર કમળ ખીલ્યું, ૧ બેઠક પર અપક્ષનો વટ સાબિત

જેતપુર તા.૨ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર તાલુકા પંચાયતની ૧૯ બેઠક અને રાજકોટ જીલ્લા પંચાયતની ૪ બેઠકોના આજે મત ગણતરી દરમિયાન જાહેર થયેલા પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીના સુપડા સાફ કરી કોંગ્રેસે તમામ ચારેય બેઠક પર અને તાલુકા પંચાયતની ૧૫ બેઠકો પર હાથને જીતાડ્યાની વાતે અનેક રાજકીય માંધાતાઓની ગણતરીઓને ઉધી પાડી દીધી હતી. તો વાડાસડા બેઠક પર અપક્ષ ઉમેદવારે જીતી બતાડી રાષ્ટ્રીય પક્ષોના હરીફ ઉમેદવારોને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

આજે સવારથીજ મત ગણતરી સ્થળ એવા જેતપુરમાં જુનાગઢ રોડ પર લાયનસ સ્કુલ ખાતે ત્રણેય  મોટા રાજકીય પક્ષો ઉપરાંત અપક્ષોના ઉમેદવારો પોત પોતાના સમર્થકો સાથે ઉપસ્થિત થતા અહી મેળા જેવા વાતાવરણને કોઈ માથાકૂટનું ગ્રહણ ના લાગે તે માટે શહેર તાલુકા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રખાયો હતો.

રાજકોટ જીલ્લા પંચાયતની ર બેઠકોના પરીણામ સૌ પ્રથમ જાહેર થયા હતા. જેમાં  થાણા ગાલોળની બેઠક પર ભાજપના નેતા અને વર્તમાન જીલ્લા પંચાયત ઉપ પ્રમુખ પી. જી. કયાડાને હરાવી  કોંગ્રેસના ઉમેદવાર ધીરૂભાઇ ભગવાનજીભાઇ પાઘડારે રર૮૦ મતથી હરાવ્‍યા હતા.
   
જયારે બોરડી સમઢીયાળાની બેઠક પરના ભાજપના ઉમેદવાર નીતાબેન રમેશભાઇ રૈયાણીને  કોંગ્રેસના ઉમેદવાર 
હંસાબેન વિપુભાઇ વૈશ્‍નવે  ર૪રપ મતથી પરાજય આપી પંજાને મજબુત બનાવ્યો હતો. 
તેવી જ રીતે વિરપુર જીલ્લા પંચાયતની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ગોરધનભાઈ ધામેલીયાને હરાવી વિપુલભાઈ ધડુક તેમજ પેઢલાની બેઠક ઉપર ભાજપના સુભાષભાઈ બાંભરોલીયાને પણ હરાવી  કોંગ્રેસના  કિશોરભાઈ પોપટભાઈ પાદરીયાએ જીત હાંસલ કરતા જીલ્લા પંચાયતની જેતપુરની ૪ બેઠકોમાં ભાજપના સુપડા સાફ થઈ જતા ભાજપ છાવણી માતમમાં ફેરવાઈ ગઈ હતી.
 અત્રે નોંધનીય છે કે, ઈવીએમમાં નોટાના બટનનો પણ દરેક ગ્રામ્‍ય વિસ્‍તારોના મતદારોએ ભરપુર ઉપયોગ કર્યો હતો. જેમા જીલ્લા પંચાયતની બોરડી સમઢીયાળાની સીટના ચાંપરાજપુર ગામે સૌથી વધુ ૨૬૬ મતદારોએ નોટા દબાવી કોઈ પણ ઉમેદવારને પસંદ નહોતા કર્યા !

-------------------------------------------
જેતપુર મત વિસ્તારમાં રાજકોટ જીલ્લા પંચાયતની
ચારેય બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો જીત્યા 
------------------------------------------
૬ - બોરડી સમઢીયાળા બેઠક : 
હંસાબેન વિપુલભાઈ વૈષ્ણવ(જેતલસર) કોંગ્રેસ ૭૯૯૩ મતો મેળવી હરીફથી ૨૪૩૪ મતથી વિજય મેળવ્યો 
નીતાબેન રમેશભાઈ રૈયાણી(જેતલસર), ૫૫૫૯ 



૩૬ - વીરપુર(જલારમાં) બેઠક : 
ગોરધનભાઈ પોપટભાઈ ધામેલીયા(વીરપુર)ભાજપ ૬૦૦૦ 
રામજીભાઈ બચુભાઈ સરવૈયા(ઉમરાળી) ૬૬૯ 
વિપુલભાઈ ભીખુભાઈ ધડુક(પીઠડીયા) કોંગ્રેસ ૭૩૪૪ મત મેળવી હરીફથી ૧૩૪૪ મતે વિજય 
જનકભાઈ રવજીભાઈ ડોબરિયા(વીરપુર) અપક્ષ ૩૩૨૫ 
૨૦૮ મતદારોએ નોટા બટન દબાવ્યું 

૩૩ - થાણાગાલોળ બેઠક :
ધીરુભાઈ ભગવાનજીભાઈ પાઘદાર(ચારણ સમઢીયાળા) કોંગ્રેસ ૮૯૧૯ મત મેળવીને ૨૨૮૦ માટે હરીફ સામે વિજય મેળવ્યો 
પ્રવીણભાઈ ગોગનભાઈ કયાડા(દેવકીગાલોળ)ભાજપ ૬૬૩૯ મત મળ્યા.

૨૫ - પેઢલા બેઠક : 
કિશોરભાઈ પોપટભાઈ પાદરીયા(મંડલીકપુર )કોંગ્રેસ ૭૭૬૪ મત  ૨૩૨૯ મતે વિજય 
શુભાશ્ચન્દ્ર કે.બામ્ભ્રોલીયા(લુણાગરા) ૫૪૩૫ 
કેશુભાઈ હીરાભાઈ સરવૈયા(મંડલીકપુર ) અપક્ષ ૭૭૨ 
ગોવિંદ પ્રાગજી ડોબરિયા(સરધારપુર) ૧૨૯૪ મત
-------------------------------------------------------------------------------------------------------


જેતપુર તાલુકા પંચાયતની ૨૦ બેઠકો પર કોણ કોણ ઉમેદવારો ?
--------------------------------------------------
પેઢલા બેઠક :
અમરાભાઈ દાનાભાઈ સારીખડા(પેઢલા)ભાજપ ૬૦૯ મત 
અશોક હમીર વાલેરા(પેઢલા)કોંગ્રેસ ૧૬૯૬ મત મેળવી મુખ્ય હરીફ સામે ૧૦૮૭ મતે વિજય મેળવ્યો 
કાન્તિલાલ દેવાભાઈ બગડા(ટીંબડી),૩૯ મત 
જગદીશભાઈ ધનજીભાઈ વાલેરા(પેઢલા),૪૫ 
રૂડાભાઈ બધાભાઈ સિંગલ(જૂની સાંકળી),૯૦ 
આ બેઠક પર ૪૨ મતદારોએ નોટા દબાવ્યું 


૫ - ચારણીયા બેઠક :
જાગૃતિબેન ભાવેશભાઈ હિરપરા(ચારણીયા) કોંગ્રેસ ૧૭૦૭ મતો મેળવ્યા અને હરીફને ૫૩૬ મતે વિજય મેળવ્યો 
નિર્મલાબેન ભાનુભાઈ પાઘદાર(ચારણ સમઢીયાળા) ભાજપ ૧૧૭૧ 
૮૦ મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો 


૬ - દેવકી ગાલોળ બેઠક :
કંચનબેન રઘુભાઈ કયાડા(દેવકી ગાલોળ) કોંગ્રેસ ૧૩૮૯ મત 
ધારાબેન સુરેશભાઈ કયાડા(દેવકી ગાલોળ),૧૬૦૩ મત મેળવી ભાજપના ઉમેદવારે કોંગી ઉમેદવારને હરાવ્યા 
રેખાબેન કમલેશભાઈ ખુમાણ(ખારચિયા) અપક્ષ ૫૪૦ મત 
નોટા ૬૩ મતદારોએ દબાવ્યું 


૧૦ - ખીરસરા બેઠક :
ચંદ્રિકાબેન ભરતભાઈ કોરાટ(દેરડી) કોંગ્રેસ ૧૭૯૧ મત મેળવી પ્રતીસ્પર્ધીથી ૬૫૯ મતે વિજય મેળવ્યો 
નીતાબેન દિનકરભાઈ ગુંદણીયા(ખજૂરી ગુંદાળા)ભાજપ, ૧૧૩૨ 


૧૫ - પીઠડીયા બેઠક :
દામજીભાઈ કાનજીભાઈ સખીયા(પીઠડીયા) કોંગ્રેસ ૧૬૨૮ મત ૬૧૫ મતે વિજય 
નારદભાઈ શંભુભાઈ દાવરા(પીઠડીયા) ભાજપ ૧૦૧૩ 
વજુભાઈ ખીમજીભાઈ ધડુક(પીઠડીયા) અપક્ષ 202
શાન્તીરામભાઈ પ્રભુદાસભાઈ ગોન્ડલીયા(સેલુકા) અપક્ષ ૬૬૪ 
૬૬ મતદારો નોટા 


૧૬ - થાણાગાલોળ બેઠક :
મુકેશ બચું ઉંધાડ(થાણાગાલોળ) કોંગ્રેસ ૧૮૪૮ હરીફથી ૩૪૪ મતે વિજય 
અશોક ભગવાનજી ઉંધાડ(થાણાગાલોળ)ભાજપ ૧૫૦૪ ભાજપ 
ભરત દામજી વઘાસીયા(રેશમડીગાલોળ)૩૨ 
હીરાલાલ નારણભાઈ મકવાણા(થાણાગાલોળ) ૨૧૭ 
૫૫ મતદારોએ નોટા બટન દબાવ્યું 


૧૭ - ઉમરાળી બેઠક :
ગોપાલ હરેશ મકવાણા(ઉમરાળી) કોંગ્રેસ  ૬૧૨ 
ભાવનાબેન ભુપતભાઈ સોલંકી(વાળાડુંગરા) ભાજપ ૧૭૧૬ મત ૧૧૦૪ મતે વિજય 
ગાંડુ કરશન રાઠોડ(વાળાડુંગરા) અપક્ષ ૫૩૪ 
નીલેશ નારણ વિરડીયા(ઉમરાળી) અપક્ષ ૧૨૨૦ 
૫૩ મતદારોએ નોટાને મત આપ્યો 


૧૮ - વાડાસડા બેઠક :
ચંદુભાઈ રવજીભાઈ કરકર(વાડાસડા)અપક્ષ ઉમેદવારે ૧૨૩૪ મત મેળવી વિજય હાંસલ કર્યો 
ભરતભાઈ જીલુભાઈ ધાધલ(મોણપર) કોંગ્રેસ ૭૦૯ 
મનસુખભાઈ રુખડભાઈ યાદવ(ખજૂરી ગુંદાળા) બસપા ૩૧૭ 
સુરેશભાઈ ભીખાભાઈ શિંગાળા(વાડાસડા),ભાજપ ૯૩૧ મત 
૭૦ મતદારોએ નોટા 



૧૯ - વીરપુર બેઠક :
વેલજીભાઈ જીવાભાઈ સરવૈયા(વીરપુર) ભાજપ ૧૧૩૯ 
હીનાબેન રાજેશભાઈ બારૈયા(વીરપુર) કોંગ્રેસ ૨૫૪૬ મત મેળવી ૧૪૦૭ 
૧૯૫ મતદારોએ નોટા દબાવ્યું 


૨૦ - વીરપુર બેઠક :
દિનેશભાઈ રવજીભાઈ વઘાસીયા(વીરપુર) ભાજપ ૧૩૪૮ MAT
સંજયભાઈ ચંદુભાઈ વઘાસીયા(વીરપુર) કોંગ્રેસ ૧૪૩૧ મત  ૮૩ મતે જીત 
૧૫૫ મતદારોએ નોટા 


૨ - આરબ ટીંબડી બેઠક :
ઉષાબેન હરસુખભાઈ ગુજરાતી(બાવા પીપળીયા) કોંગ્રેસ ૧૫૬૯ મત મેળવી ૬૯૩ મતે વિજય 
લાભુબેન સુરેશભાઈ મોરબીયા(આરબ ટીંબડી) ભાજપ ૮૭૬ 
૭૮ મતદારોએ નોટા દબાવ્યું 


૩ - બોરડી સમઢીયાળા બેઠક :
હંસાબેન દેવશીભાઈ રાઠોડ(બોરડી સમઢીયાળા) કોંગ્રેસ ૧૩૧૯ મત મેળવી ૨૪૪ મતે વિજય 
કાંતાબેન ભીમાભાઇ ગોહેલ(બોરડી સમઢીયાળા) ભાજપ ૧૦૭૫ 
લાભુબેન માધાભાઈ વેગડા(ચાંપરાજપુર) અપક્ષ ૯૮ 
૪૫ મતદારો નોટા 


૪ - ચાંપરાજપુર બેઠક :
કાનજીભાઈ ભીખાભાઈ મકવાણા(ડેડરવા) ભાજપ ૮૭૦ મત 
જયેશભાઈ અરજણભાઈ મકવાણા(ડેડરવા) કોંગ્રેસ ૧૩૫૫ હરીફથી ૪૮૫ મતે વિજય 
આલિંગભાઈ મેરામભાઇ બસિયા(ચાંપરાજપુર) ૮૩૬ 
૮૭ મતદારોએ નોટા દબાવ્યું 


૭ - જેતલસર ગામ બેઠક :
કિરણબેન સુરેશભાઈ ભુવા(જેતલસર) કોંગ્રેસ ૧૭૯૯ મત મેળવી હરીફથી ૭૧૭ મતે વિજય મેળવ્યો 
ક્રિષ્નાબેન રાજેશભાઈ ભુવા(જેતલસર) ભાજપ 1282
ઇન્દુબેન મુકેશભાઈ અગ્રાવત અપક્ષ ૧૨૦ 
વિદ્યાબેન બચુભાઈ મુળિયા(પેઢલા),અપક્ષ 100
સોનલબેન દિનેશભાઈ ભુવા(જેતલસર)૨૩૦ અપક્ષ 
૫૨ મતદારોએ નોટા દબાવ્યું 


૮ - જેતલસર જંકશન બેઠક :
આરતીબેન રોહિતભાઈ સરવૈયા કોંગ્રેસ ૧૩૧૮ મત મેળવી હરીફથી ૩૭૫ મતે વિજય 
રસીલાબેન મનસુખભાઈ ડાભી ભાજપ ૯૪૩
૫૨ મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો 


૯ -કેરાળી બેઠક :
મંજુલાબેન આંબાભાઈ પરમાર(કેરાળી) કોંગ્રેસ ૧૮૫૫ મત ૭૭૫ માટે હરીફથી વિજય 
સગુણાબેન રમેશભાઈ વામજા(પ્રેમગઢ) ભાજપ ૧૦૮૦ 
ગીતાબેન ભરતભાઈ ઠોળીયા(પ્રેમગઢ) અપક્ષ 283
દિવાળીબેન પોપટભાઈ મકવાણા(કેરાળી)અપક્ષ ૨૦ 
આ બેઠક પર ૪૮ મતદારોએ નોટાને મહત્વ આપ્યું..


૧૧ - મેવાસા બેઠક :
પ્રભાબેન રઘુભાઈ સાવલિયા(મેવાસા) ભાજપ ૧૦૮૦ મત મેળવ્યા અને હરીફથી ૯૨ મતે વિજય 
શિલ્પાબેન કેતનભાઈ હિરપરા(મેવાસા)કોંગ્રેસ ૯૮૮ 
લક્ષ્મીબેન ખોડાભાઈ ટાલિયા(મેવાસા) અપક્ષ ૫૦૧ 
હીનાબેન પ્રતાપભાઈ લાલુ(રબારીકા),૫૦૬ અપક્ષ 
૬૦ મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો 


૧૨ - મોટાગુંદાળા બેઠક :
પ્રિયાબેન ગોપાલભાઈ કોટડીયા(મોટા ગુંદાળા) કોંગ્રેસ ૧૫૦૮ મત મેળવી હરીફથી 
સવિતાબેન રમેશભાઈ અમીપરા(મોટાગુંદાળા) ભાજપ 936
કાંતાબેન રાજેશભાઈ સેંજલિયા(મંડલીકપુર) અપક્ષ ૬૫૪ 
૬૮ મતદારોએ નોટા દબાવ્યું 


૧૩ - પાંચપીપળા બેઠક 
જગદીશભાઈ શંભુભાઈ હિરપરા(પાંચ પીપળા) કોંગ્રેસ ૧૭૦૪ મત મેળવી હરીફથી ૨૮૮ મતે વિજય 
રમેશભાઈ નાથાભાઈ મુળિયા(પાંચ પીપળા) ભાજપ 1416
ગોવિંદભાઈ પ્રાગજીભાઈ ડોબરિયા(સરધારપુર)૧૬૦ અપક્ષ 
૭૦ મતદારો નોટાને દબાવ્યું 

----------------------------------------------------------------------------------------------------------------

આજના ચુંટણી પરિણામોથી ચર્ચાતી વિગતો મુજબ રાજકોટ જીલ્લા પંચાયતની થાણાગાલોળ  બેઠક પર ભાજપના જીલ્લા ઉપપ્રમુખ પ્રવીણ ગોગન કયાડાને પરાસ્ત કરી  કોંગ્રેસના ધીરુભાઈ ભગવાનજીભાઈ પાઘડારે વિજય મેળવી ચમત્કાર સર્જ્યો હતો. તો વીરપુર જુના કોંગી અને નવા ભાજપી ગોરધન ધામેલીયાને ધોબી પછડાટ આપી કોંગ્રેસના વિપુલ ધડુકે અચરજ સર્જ્યું હતું. જેતપુર તાલુકા પંચાયતની ૧૯ બેઠકો (બેઠકો ૨૦ છે પણ અગાઉ એક અમરનગર ભાજપના ઉમેદવાર રસીલાબેન વસોયા બિનહરીફ થઇ ગયા હતા) માં ૧૫ બેઠકો કોંગ્રેસે કબજે કરી તેમાં પાટીદાર ફેક્ટરને ચોક્કસ પ્રાધાન્ય અપાયું હોવાનું જણાય છે પણ કોંગી આગેવાન અને દાતા જગદીશભાઈ પામ્ભરનું ટીમવર્ક પણ ભારે કામ કરી ગયાનું કહેવું અનુચિત નથી. ભાજપના આગેવાનો સભામાં પણ અવાજ પણ કાઢી નહોતા શકતા અને તેને લીધેજ ભાજપે પછડાટ સહવી પડી છે. જ્યારે જેતપુરની જીલ્લા પંચાયતની ૪  બેઠકો પર પણ જગાભાઇનું ફેક્ટર કામ કરી જતા ચારેય બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ કમળ ખીલે તે પહેલાજ મૂરઝાવી દીધું છે. સમગ્ર બેઠકોના પરિણામોના આંકડાઓ સ્થાનિક પત્રકારોને પુરા પાડવા જેતપુરના માલતદાર જીતેન્દ્ર ભોરણીયા, નાયબ મામલતદાર નીખીલ મેહતા વિગેરે સ્ટાફે સંગીન સહયોગ આપ્યો હતો.

વિજેતા તમામ કોંગી ઉમેદવારોએ જીતનો જશ્ન ઉજવવા આતશબાજી યોજી વિજય સરઘસ કાઢી અહીના સરદાર ચોક વિસ્તારમાં શ્રી સરદાર પટેલની પ્રતિમાને હારતોરા કર્યા હતા.

ફોટો  અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતપુર જેતલસ

રવિવાર, 29 નવેમ્બર, 2015

જેતલસર મતદાન ફોટોલાઈન : JETALSA VOTING PHOTO LINE PHOTO BY KASHYAP JOSHI

રાજકોટ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠક પર આજે બપોરના અઢી વાગ્યા સુધી ૩૫ ટકા જેવું ધીન્ગું મતદાન થયું હતું.
મતદારો વોટીંગ સ્થળે બોલતા નજરે પડ્યા હતા કે ફૂલથી દુર રહીને 
હાથને મજબુત બનાવવો છે. પ્રસ્તુત તસ્વીરમાં વોટીંગ કરવા ઉભેલા 
અને કરી ચુકેલા મતદારો, પોલીસ બંદોબસ્ત વિગેરે દેખાય છે.
                                ફોટો :કશ્યપ જોશી જેતલસર ૯૯૭૪૨ ૬૨૮૧૨ 




શનિવાર, 28 નવેમ્બર, 2015

કશ્યપ જોશી જેતપુર


પોલીસના ડરથી ભાગવા જતી શરાબ ભરેલી ટ્રકે કારને ચીખલી નજીક હડફેટે લેતા.... 
મૂળ જેતપુરના અને અમદાવાદ સ્થાયી થયેલ યુવાન 
ઉદ્યોગપતિનું પત્ની અને ડ્રાઈવર સહીત કરુણ મોતથી અરેરાટી 
અકસ્માત સર્જનાર ટ્રકે પીછો કરી રહેલ પોલીસની મોબાઈલ વાનને પણ હડફેટે લેતા 3 પોલીસમેન ઘાયલ: દીપાવલી પર્વ જેતપુર ઉજવીને હિતેશભાઈ અમદાવાદ ગયા હતા. ત્યાંથી બહેનના લગ્ન પ્રસંગે મુબઈ જતા હતા ત્યારે બેનેલી કરુણાંતિકા !
ત્રણ જિંદગીને ખલ્લાસ કરી દેનાર ટ્રક અકસ્માતની ઘટનામાં ઉદ્યોગપતિની ૪ વર્ષની પુર્ત્રીને થયેલી ગંભીર ઈજાઓ 

જેતપુર તા.૨૮ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરના નવાગઢ વિસ્તારમાં વરસો પહેલા ઈલોરા ડાઈંગ ધરાવતા  કિશોરભાઈ બોસમીયાની અમદાવાદ સ્થિત પરણિત પુત્રીનું તેણીના બિજનેસમેન પતિ અને ડ્રાઈવર સાથે ચીખલી નજીક ટ્રકે સર્જેલા ગમખ્વાર અકસ્માતમાં મોત થતા જેતપુર અને અમદાવાદ સ્થિત ઉદ્યોગપતિ વર્તુળોમાં શોક સાથે અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે શરાબ ભરેલી ટ્રકનો પીછો કરતા ટ્રકે કારનો ભુક્કો બોલાવી પોલીસ વાનને  પણ હડફેટે લીધી હતી.

મળતી વિગતો મુજબ મૂળ જેતપુરના  લાખાવાળા દરબારગઢ વિસ્‍તારનાં રહીશ હિતેશભાઈ  જયચંદભાઇ ચીતલીયા (ઉ.૪૫) જેતપુર માદરે વતનમાં દિવાળી ઉજવીને બે ત્રણ  દિવસ પહેલા જ અમદાવાદ પોતાના ઘરે  પહોચ્‍યા હતા. દરમિયાન હિતેશભાઇ તેમના પત્‍ની અંજલીબેન અને ચાર વર્ષની પુત્રી આયુષિને ચાર પાંચ  દિવસ પહેલાજ  જ નવી ખરીદેલી  કારમાં જેતપુરનાં ભાવેશભાઇ રમેશભાઇ ઉર્ફે પીન્‍ટુ રમેશભાઇ જોષીને ડ્રાઇવર તરીકે સાથે લઇ મુંબઇ ખાતે તેમના બહેનના લગ્ન પ્રસંગમાં જવા નિકળ્‍યા હતા. 

પણ કુદરતને ઈમ્પોર્ટ-એક્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલ બીજ્નેશમેન 
હિતેશભાઈના પરિવારનો જાણે આનંદ ના જોવાયો હોય તેમ  હિતેશભાઇની કાર સુરતના  ચીખલી ગામ નજીક પહોંચી ત્‍યારે સામેથી રોંગ સાઈડમાંથી પુરપાટ ઝડપે નીકળેલા ટ્રકે  હડફેટે લઇ ભુક્કો કરી નાખતા કારમાં બેઠેલા હિતેશભાઈ, તેમની પત્ની અંજલીબેન એમ ત્રણેયના કરુણ મોત નીપજયા હતા. જયારે ચાર વર્ષીય પુત્રી આયુશીને નાની મોટી ઈજાઓ સાથે સુરતની હોસ્પીટલમાં ખસેડાઈ હતી.
ગમખ્વાર અકસ્માતની અચરજ પમાડે તેવી એવી વિગતો મળી હતી કે જે ટ્રકે મૂળ જેતપુરના અને હાલ અમદાવાદ સ્થાયી થયેલ યુવાન ઉધોગપતિ સહીત ત્રણની જીંદગી ખલ્લાસ કરી નાખી તે ટ્રક વિલાયતી શરાબથી લોડેડ હતો. અને આ ટ્રકનો પોલીસ પીછો કરી રહી હતી. પણ ટ્રક ચાલકે સૌ પ્રથમ અમદાવાદના હિતેશભાઈ ની કારને હડફેટે લઇ પોલીસ મોબાઈલને પણ હડફેટે લેતા તેમાં બેઠેલા ત્રણ પોલીસ જવાનોને પણ ઈજાઓ થઇ હોવાના અહેવાલો મળે છે.
   ઉકત ઘટનાની જેતપુરમાં જાણ થતાજ અહીના ઉધોગપતિ વર્તુળોમાં શોક વ્યાપી ગયો છે. આ લખાય છે ત્યારે મૃતક ઉદ્યોગપતીના નિકટતમ વર્તુળોએ જણાવેલ કે હિતેશભાઈ અને તેમના પત્ની અન્જલીબેનના મૃતદેહો અમદાવાદ ખાતે જ લઇ આવીને ત્યાં અંત્યેષ્ટિ આટોપી દેવાઈ છે. જયારે ભાવેસનો મૃતદેહ જેતપુર મોડી રાત્રે આવશે.

ફોટો : કશ્યપ જોશી જેતપુર 
મૃતક ચિતલીયા દંપતી નજરે પડે છે.

શુક્રવાર, 27 નવેમ્બર, 2015

બબ્બે પુત્રોને રઝળાવી પરપુરુષ સાથે નાશી ગયેલી પત્નીને શોધતો પતિ ! છુટાછેડા ભલે માંગી લે, પણ એકવાર ઘરે આવી બાળકો સામે તો જો ! ભટકતા પતિનો વસવસો !!

બબ્બે પુત્રોને રઝળાવી પરપુરુષ સાથે નાશી ગયેલી પત્નીને શોધતો પતિ !



છુટાછેડા ભલે માંગી લે, પણ એકવાર ઘરે આવી 


બાળકો સામે તો જો ! ભટકતા પતિનો વસવસો !!


રોકકળ કરતા વિષ્ણુ અને દક્ષને છાના રાખવા માંની હુંફ જોઈએ, બીજા વગડાના વા !


જેતપુર તા.૨૭  (કશ્યપ જોશી દ્વારા)


જેતપુરમાં રહેતા એક કોળી યુવાનને અને પોતાના બે માસુમ પુત્રોને તરછોડી પર પુરુષ સાથે 


નાશી છુટેલી કોળી પરિણીતાને 


શોધતો પતિ એવો કોળી યુવાન આજે અખબારનવેશોની અદાલતમાં જઈને પોતાની આપવીતી 


વર્ણવતા ઉપસ્થિતોને કંપારી છૂટી 


ગઈ હતી.


૭-૭ વરસના લગ્નના વહાણા વીતી ગયા બાદ કોળી પરિણીતાને શું કબુદ્ધિ સુજી કે ભરથાર અને 


બે માસૂમોને રઝળાવી ગઈ ? 


આવું કેમ બન્યું તેની વિગતો આપતા દિનેશભાઈ બચુભાઈ મકવાણા નામના કોળી યુવાનની 


આંખો અશ્રુઓથી અને ગળું શ્વાસોસ્વાસથી ભરાઈ ગયું હતું.


દિનેશે જણાવેલ કે, પોતે જેતપુરના જુના પાંચ પીપળા રોડ પર રહીને મકાનોના બાંધકામ 


દરમિયાન સેન્ટીંગનું મજુરી કામ કરી  જીવનનું ગાડું ગબડાવ્યે જાય છે. પત્ની શીતલ સાથે લગ્ન 


કાર્ય બાદ છેલ્લા ૭ વર્ષના ગાળા દરમીયાન બે પુત્રો વિષ્ણુ(ઉ.વ.૪) અને દક્ષ(ઉ.વ.૨) રતન 


સમા શીતલે જન્મી પરિવારમાં હસીખુશીનો ખજાનો ઉભો કર્યો હતો.


શીતલને સાસરીયે કોઈ દુઃખ કે પીડા નહોતી, આમ છતાં કોઈની કુસંગત નડી ગઈ હોય કે શું ? તે 


રામ જાણે પણ એકવાર નહિ 


બબ્બેવાર શીતલ તેમના પિયરીયાના રહેણાક વિસ્તાર એવા ભોજધારમાં રહેતા પરેશ નામના 


યુવાન સાથે પ્રેમસંબંધમાં નાશી 


ગઈ છે.



પ્રથમ વખત શીતલે આવું પગલું ભરતા દીનેશના વડીલોએ સમજાવી શીતલને પાછી ઘર 


લાવ્યા હતા. અને માત્ર પાંચેક દિવસ 


સાસરીયે રહી શીતલ ગઈ તા.૯-૧૧-૨૦૧૫ ના રોજ પાછી પરેશ સાથે નાશી છૂટી છે જેનો આજ 


સુધી કઈ પત્તો લાગ્યો નથી.


આ બારાની જેતપુર શહેર પોલીસમાં ગુમસુધા શીતલની જાણ કરાઈ હતી. પણ પોલીસને મળી 


નહોતી. હવે દિનેશ કહે છે કે તેમની પત્ની ભોજદાર ખાતે રહેતો તેમનો પ્રેમી પરેશના ઘરમાં રહે 


છે. પોલીસ કહે છે કે જ્યારે પ્રથમ વખત શીતલ ભાગી ત્યારે 


દિનેશના ચાર પાંચ વડીલોએ તમામ બાબતોની સ્પષ્ટતા કરીને શીતલને ઘરે લાવવાની જરૂર 


હતી. તેને બદલે માત્ર માફામાફીની વાતો કરીને શીતલને પુનઃ સાસરીયે લવાતા તેણીને બીજી 


વખત નાશી છૂટવાની તક મળી છે. કાયદો કહે છે કે એકવખત લગ્ન થઇ ગયા પછી કે છોકરો કે 


છોકરીને બીજે ક્યાય લગ્ન કરવા હોય તો પહેલા પ્રથમ લગ્નનો છૂટાછેડા દ્વારા અંત લાવવો 


જોઈએ, અને જ્યાં સુધી આ કાયદેસરની કાર્યવાહી ના આટોપાય ત્યાં 


સુધી છોકરો કે છોકરી એમ બંનેમાંથી કોઈ ક્યાય કોઈની સાથે લગ્ન ના કરી શકે.


ત્યારે જેતપુરના આ યુવાન દિનેશ સાથે પત્ની શીતલે વજ્રઘાત સમાન અજુગતું પગલું તો ભર્યું જ 


છે. કાયદાની ભાષામાં શીતલ  કસુરવાર સાબિત થઇ શકે. અને તેમને ઘરમાં બેસાડનાર પરેશ 


પણ કાયદાની ચુંગાલમાં ફસાઈ શકે. પણ ગરીબનું કોઈ હમદર્દી  હોતું નથી તેવું લાગણીસભર 


અવસ્થામાં દિનેશે જણાવેલ.



પત્ની ગુમાવનાર દિનેશ મકવાણા શું કહે છે ?


જેતપુર : દિનેશ બચું મકવાણા નામના કોળી યુવાને કહેલ કે ભલે શીતલ તેમની સાથે ના રહેવા 


માંગે, અને છૂટાછેડા ભલે માંગી લ્યે, પણ એકવાર રોકકળ કરતા વિષ્ણુ અને દક્ષને છાના રાખવા 


પોતાના ઘરે આવે..અને લગ્ન વિચ્છેદના કાગળો પર સહી કરી આપે એટલે તેણી(શીતલ) અને 


હું(દિનેશ) બંને એકમેકથી છુટા પડી જીવનની દુઃખી પળોને દુર કરીએ. અન્યથા ના છુટકે 


શીતલને ભગાડી જનાર પરેશ નામના યુવાન સામે મજબૂરીવશ કોર્ટમાં ફરિયાદ કરવી પડશે.




ફોટો અને સમાચાર કશ્યપ જે. જોશી   જેતપુર 


ફોટો વિગત : અમે બે અમારા બે એવી કહાવતની ખુશીને છિન્નભિન્ન કરી પરપુરુષ એવા પ્રેમી 


સાથે નાશી ગયેલ શીતલ, તેનો પતિ દિનેશ, બે માસુમ બાળકો અને દુઃખી પરિવાર દેખાય છે.




KASHYAP JOSHI URGENT METTER KASHYAP JOSHI જેતલસર જંકશનના પોપટપરા વિસ્તાર પ્રત્યે સંબંધિતોનું ઓરમાયું વર્તન, કોઈ સીસી રોડ બનાવાયા નથી, પાણી અનિયમિત મળે છે !!


જેતલસર જંકશનના પોપટપરા વિસ્તાર પ્રત્યે 

સંબંધિતોનું ઓરમાયું વર્તન, કોઈ સીસી રોડ 

બનાવાયા નથી, પાણી અનિયમિત મળે છે !!


જેતલસર તા.૧૪ 

જેતલસર જંકશનના પોપટપરા વિસ્તારની પ્રજા સાથે વિકાસના કામો  પ્રત્યે પંચાયતસુત્રો રીતસરનું ઓરમાયું વર્તન દાખવતા હોવાની ફરિયાદ ઉઠી છે.

આ બાબતે માધુભાઈ નાથાભાઈ જેઠવા જણાવે છે કે તેઓના પોપટપરા વિસ્તારમાં એક પણ જગ્યાએ તંત્ર એ સીસી રોડ બનાવ્યા ના હોય, પ્રજા ધુલિયા રસ્તાઓથી ત્રાસી ગઈ છે.

આ વિસ્તારમાં અનેક જગ્યાએ પીવાના પાણી વિતરણ કરતી પાઈપલાઈનો તૂટી ગઈ હોય, પાણી અપૂરતું તેમજ ત્રણ ચાર દિવસે અનિયમિત મળે છે. આ બાબતે અનેક વખતની રજૂઆત પછી પણ લાગતા વળગતા પંચાયતસુત્રો પોપટપરા વિસ્તાર જાણે કોઈ પાકિસ્તાનનો ભાગ હોય તેવું ઓરમાયું વર્તન દાખવે છે.

માધુભાઈએ રોષભેર જણાવેલ છે કે તેઓની ઉપરોક્ત પ્રશ્નોની વર્ષો જૂની માંગ સંતોષાય તેવી ખાતરી આપનાર ઉમેદવારને જ મત અપાશે. અને આ બાબતે કોઈ જવાબ નહિ આપે તો રજૂઆતકરનાર તેમના સમર્થકોને પણ મતદાન થી આઘા રાખશે.                                       (કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર(૯૯૭૪૨ ૬૨૮૧૨)


AVSAAN NONDH NAVI SAANKALI BY KASHYAP JOSHI JETALSAR JETPUR 99742 62812

અવસાન નોંધ : જેતલસર : ૨૭/૧૧/૧૫

જેતલસર: નવી સાંકળી નિવાસી મેવાડા સુથાર લવજીભાઈ મોહનભાઈ ગૌતમીના પત્ની મધુબેન(ઉ.વ.૬૨) તે અનિલભાઈ ધરમશીભાઈ ગૌતમીના કાકી તા.૨૬ ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.૩૦ ને સોમવારે, બપોરે ૩ થી ૫, તેમના નિવાસસ્થાન, ચોરા પાસે, નવી સાંકળી ખાતે રાખેલ છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર(૯૯૭૪૨ ૬૨૮૧૨)





 

JETPUR AVSAANNONDH KASHYAP JOSHI

અવસાન નોંધ : ૨૭/૧૧/૨૦૧૫

જેતપુર: બારોટ ચુનીલાલ ધીરજલાલ પાલનપુરા(ઉ.વ.૮૫) તે મહેશભાઈ, જીતુભાઈના પિતા તા.૨૬ ના રોજ અવસાન પામેલ છે. ઉઠમણું તા.૩૦ ના રોજ, સાંજે ૪ થી ૬, તેમના નિવાસસ્થાન, અમરનગર રોડ, પટેલનગર, વિવેકાનંદ હાઈસ્કુલ પાસે, જેતપુર ખાતે રાખેલ છે. (કશ્યપ જે. જોશી જેતપુર-જેતલસર-૯૯૭૪૨ ૬૨૮૧૨)








 

ગુરુવાર, 26 નવેમ્બર, 2015

KASHYAP JOSHI AVSAN NONDH JETALSAR DEDARVA

અવસાન નોંધ : ૨૬-૧૧-૨૦૧૫  

ડેડરવા રામજી મંદિરના પૂજારીનું અવસાન...

જેતલસર: ડેડરવા શ્રી રામજી મંદિરના પુજારી સાધુ દ્વારકાદાસભાઈ કાશીરામભાઈ યોગાનંદ(ઉ.વ.૮૩) તે ગિરધરદાસભાઈના મોટાભાઈ, સેવાદાસભાઈ(જુનાગઢ), રોહિતભાઈ(જેતપુર), ચેતનભાઈ(જુનાગઢ), રઘુવીરદાસભાઈ અને રમેશભાઈ(જેતપુર), વિરેન્દ્રભાઈ(ધોળકા) તથા ગીતાબેન રમેશકુમાર દેવમુરારી(જુનાગઢ)ના પિતા, ગીરીશભાઈ અને શશીકાંતભાઈના મોટાબાપુજી તેમજ મનહરભાઈ નિમાવત(વંથલી)ના મામા તા.૨૬ ના રોજ શ્રીરામશરણ પામેલ છે. બેસણું તા.૨૮ ને શનિવારે, બપોરે ૩ થી ૫, તેમના નિવાસસ્થાને, ડેડરવા ખાતે રાખેલ છે.

કશ્યપ જે. જોશી જેતપુર ૯૯૭૪૨ ૬૨૮૧૨




​ 







જેતપુર તાલુકાના ગામોમાં ફ્લેગ માર્ચ યોજાઈ

જેતપુર તાલુકાના ગામોમાં ફ્લેગ માર્ચ યોજાઈ 

જેતપુર તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની આગામી ૨૯ મી નવેમ્બરે યોજાનાર ચુંટણી અનુસંધાને આજે જેતપુર તાલુકા પોલીસના પીએસઆઈ કરમટીયાના માર્ગદર્શન હેઠળ બીએસએફ, એસઆરપી-પેરામીલીટરી ફોર્સના જવાનોએ તાલુકાના જેતલસર, વાડાસડા, વીરપુર, દેવકીગાલોલ વિગેરે મોટા ગામોમાં ફ્લેગ માર્ચ યોજી મતદારોને કોઈ પણ ભય વગર કીમતી મતદાનનો અવસર ના ચૂકવા અનુરોધ કર્યો હતો અને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.

ફોટો: કશ્યપ જોશી જેતપુર 


અવસાન નોંધ : ૨૬-૧૧-૨૦૧૫ AVSAANNONDH JETPUR




અવસાન નોંધ : ૨૬-૧૧-૨૦૧૫

જેતપુર: મૂળ સ્ટેશનવાવડી(તા.જેતપુર), હાલ સુરત નિવાસી ગીરધરભાઈ ભટ્ટી(અખબારી વિતરક)ના નાનાભાઈ હરસુખભાઈ ભટ્ટીના પત્ની મંજુબેન(ઉ.વ.૫૧) તે નયનભાઈના માતુશ્રી તથા રોહિતભાઈના કાકી તા.૨૫ ના રોજ અવસાન પામ્યા છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર < ૯૯૭૪૨૬૨૮૧૨ 

બુધવાર, 25 નવેમ્બર, 2015

LOKCHARCHA UPDATES 25-11-2015

જેતપુરમાં આજે સ્‍વ.સવજીભાઇ કોરાટની પૂણ્‍યતિથિ નિમિતે વિવિધ કાર્યક્રમો

જેતપુરમાં આજે સ્‍વ.સવજીભાઇ કોરાટની 

પૂણ્‍યતિથિ નિમિતે વિવિધ કાર્યક્રમો

રકતદાન કેમ્‍પ, દંતયજ્ઞ,સ્ત્રીરોગ નિદાન કેમ્‍પ તથા લોકડાયરાનું આયોજન

જેતપુર તા.૨૫ (કશ્યપ જોશી દ્વારા)    

જેતપુરના પુર્વ કેબીનેટ મંત્રી  સ્‍વ.સવજીભાઇ કોરાટની તા.૨૬ મી નવેમ્બરના રોજ  ૧૭મી પુણ્‍યતીથી  નિમિતે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. તેઓની  વિદાય બાદ તેમના ધર્મપત્ની જશુમતીબેન સવજીભાઇના અધુરા કાર્યો પુર્ણ કરવાની નેમ સાથે રાજકારણમાં પદાર્પણ કર્યુ. જસુબેને  પણ મંત્રી તરીકે સેવા આપેલ.

સ્‍વ.સવજીભાઇ કોરાટની અનન્ય સુવાસ આજે  ૧૭ વર્ષ પછી પણ લોકોમાં ગુંજી રહી છે. અને એટલેજ તા.ર૬-૧૧-૧પ ગુરૂવારના રોજ શહેરની સંસ્થાઓ  દ્વારા વિવિધ આયોજન કરવામાં આવેલ છે. જેમાં લાયન્‍સ કલબ દ્વારા વિનામૂલ્‍યે દંત ચિકિત્‍સા સારવાર અને રકતદાન કેમ્‍પ સવારે ૯ થી ૧ દરમિયાન, તેમજ જે.સી. દ્વારા સ્ત્રીરોગ નિદાન કેમ્‍પનું આયોજન સવજીભાઇ કોરાટ હોસ્‍પિટલ (કોઠારી મેટરનીટી કોર્ટની બાજુમાં કરવામાં આવેલ છે. જેમાં જેતપુર મેડીકલ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ બલ્‍ડ બેંકની ટીમ સેવા આપશે. રાત્રીના ૯ કલાકે શ્રી સવજીભાઇ કોરાટ કલ્‍યાણકારી મંડલી દ્વારા સ્વ. સવજીભાઈના માદરે વતન એવા જુની સાંકળી ગામે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્‍યુ છે. જેમાં મનસુખભાઇ વસોયા (ખીલોરીવાળા), પુનીબેન ગોંડલીયા, જાગૃતિબેન ગોહિલ, વિપુલભાઇ પટેલ પોત પોતાની કલા પીરસી ડાયરાપ્રેમી જનતાને ડોલાવશે.

   આ કાર્યક્રમમાં રાજય મંત્રી જયેશભાઇ રાદડીયા, વિઠ્ઠલભાઇ રાદડીયા (સાંસદ), નાગદાનભાઇ ચાવડા (જીલ્લા ભાજપ પ્રમુખ), જેન્‍તીભાઇ ઢોલ, ગોવિંદભાઇ રાણપરીયા, દિલીપભાઇ ગાંધી, ભાનુભાઇ મહેતા, રવિભાઇ આંબલીયા (જેતપુર ચેમ્‍બર્સ પ્રમુખ)શારદાબેન બારોટ (ન.પા.પ્રમુખ), પ્રશાંત કોરાટ, રાજુભાઇ પટેલ, નીતાબેન ગુંદારીયા, દિનેશભાઇ ભુવા (વોર્ડ ચેરમેન)સહિત શહેરના અગ્રણીઓ ઉદ્યોગપતિઓ, રાજકીય આગેવાનો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેશે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 

   


રવિવાર, 22 નવેમ્બર, 2015

અવસાન નોંધ : ૨૨-૧૧-૨૦૧૫

અવસાન નોંધ : ૨૨-૧૧-૨૦૧૫ 
જેતલસર :
               જેતલસર(જંકશન) નિવાસી નિવૃત રેલ કર્મચારી નટવરલાલ ઓધવજીભાઈ જોશીના પત્ની હંસાબેન(ઉ.વ.૭૬) તે ગીતાબેનના માતુશ્રી તા.૨૧ ના રોજ અવસાન પામેલ છે.
                                                    કશ્યપ જે.જોશી જેતપુર જેતલસર

જેતપુરના સ્ટેશનવાવડી ગામે તુલસી વિવાહની ઉજવણી
જેતપુર તા.૨૨
જેતપુર તાલુકાના સ્ટેશન વાવડી ગામે આજે શ્રી ખારેશ્વર મહાદેવ મંદિર ખાતે સમસ્ત ગ્રામજનો દ્વારા શ્રી તુલસીવિવાહ ધામધુમથી ઉજવાયા હોવાનું ગામના સરપંચ શિવલાલભાઈ ભુવાએ જણાવ્યું હતું.
(ફોટો : હિતેશ સાવલિયા જેતપુર ) 
 

જેતપુર તાલુકા-જીલ્લા પંચાયતની ચુંટણીમાં બે બાહુબલીની ટક્કર

મતદારો કહે છે વિઠ્ઠલભાઈ કમળ મુરઝાવા નહિ ધ્યે, જગાભાઇ હાથને નબળો નહિ પડવા ધ્યે !!
જેતપુર તાલુકા-જીલ્લા પંચાયતની ચુંટણીમાં બે બાહુબલીની ટક્કર
જેતપુર તા.૨૨ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર તાલુકા અને જીલ્લા પંચાયતની ચૂંટણીમાં ભલે ઉમેદવારો કાટેકી ટક્કર જેવો જંગ ખેલી રહ્યા હોય, હકીકતમાં ઉમેદવારોને સાઈડમાં રાખીએ તો અહીનો ચુંટણી જંગ ભાજપના વિઠ્ઠલભાઈ રાદડિયા અને કોંગ્રેસના જગદીશભાઈ પાંભર એમ બે બાહુબલીઓ વચ્ચેનું ધમાસાણ હોવાનું રાજકીય આગેવાનો કહે છે. 
બંને રાષ્ટ્રીય પક્ષોના જોરસોરથી થઇ રહેલા પ્રચાર પણ બંને પક્ષોના વજનદાર ઉમેદવારો પક્ષપલટો કરી એકાબીજા પક્ષો સામે બળાપો કાઢી રહ્યા છે.
પોરબંદરના સાંસદ અને રાજ્ય મંત્રી જયેશભાઈના પિતા વિઠ્ઠલભાઈ રાદડિયા એવું કહી રહ્યા છે કે, અનામત મળી જવાની આશાએ મતદારો હાથને મજબુત બનાવવા મથશે તો આ માન્યતા ખોટી પડશે. જયારે શહેરના ઉદ્યોગપતિ અને દાતા જગદીશભાઈ પાંભર કહે છે કે જેતપુર તાલુકામાં સહકારી મંડળીઓમાં થયેલા વ્યાપક ગોટાળાઓ જમીનમાં ધરબી દઈ ખેડૂતો સાથેજ અન્યાયી પગલું ભરાવતી કમળની સરકારને હવે જાકારો આપવાનો સમય પાકી ગયો છે. અને એટલેજ ભાજપને બાય બાય કરી અનેક સહકારી આગેવાનો, hyapકાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસના આ આગેવાને જેતપુર તાલુકાભરમાં રેશમડી ગાલોળ, બોરડી સમઢીયાળા, દેવકી ગાલોળ, કેરાલી વેગેરે ગામોમાં રાત્રીના જઈને સભાઓ યોજતા તેઓના હરીફ પક્ષને માણસોએ રીતસરનો વગોવી હાથને જંગી બહુમતીથી જીતાડવાના કોલ આપ્યા છે. તો ભાજપના આગેવાનો કહે છે કે, જેતપુર તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની બેઠકો પર કમળને મુરઝાવા નહિ દઈએ.

આ લખાય છે ત્યારે રેશમડી ગાલોળમાં સભા દરમિયાન જીલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ જગદીશ પાંભર, નીલેશ પંડયા, ધીરુભાઈ અને ભાનુભાઈ પાઘદાર વિગેરે આગેવાનોની હાજરીમાં થાણાગાલોળ બેઠકના અપક્ષ ઉમેદવાર ભરતભાઈ વઘાસીયાએ  પોતાના સમર્થકોની સાથે કોંગ્રેસના ઉમેદવારોને ટેકો જાહેર કરી દીધો છે. દાવા પ્રતિદાવા સાથે બંને પક્ષના આ બંને બાહુબલીઓએ પોતપોતાની તાકાત કામે લગાડી પોતાના ઉમેદવારોને જીતાડવા કમ્મર કસી રહ્યા છે. ૨૯ મી નવેમ્બરે ચૂંટણી બાદ એવીએમ મશીનમાં કેદ ઉમેદવારોના નશીબ કેવા સાબિત થશે ? કોણ જીતશે કે હારશે ? તે મતગણનાના દિવસે સાબિત થઇ જશે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 



જેતપુર તાલુકાના ૯૭૦૫૮ મતદારો તાલુકા પંચાયતની ૨૦ બેઠકોના ૬૧, જીલ્લા પંચાયતની ૪ બેઠકોના ૧૨ ઉમેદવારોના ભાવિનો કરશે ફેંસલો !

જેતપુર તાલુકાના ૯૭૦૫૮ મતદારો 
તાલુકા પંચાયતની ૨૦ બેઠકોના ૬૧, જીલ્લા પંચાયતની 
૪ બેઠકોના ૧૨ ઉમેદવારોના ભાવિનો કરશે ફેંસલો !
જો કે પાટીદાર અનામત ફેક્ટર કામ કરી જશે તો ખાટશે કોંગ્રેસ, હારશે ભાજપ ??

જેતપુર તા. ૨૨ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર તાલુકા પંચાયતની ૨૦ બેઠકો અને રાજકોટ જીલ્લા પંચાયતની ૪ બેઠકોની આગામી ૨૯ મી નવેમ્બરે યોજાનાર ચુંટણીમાં એકાબીજાને હરાવવા મુખ્ય રાષ્ટ્રીય પક્ષો ઉપરાંત અપક્સ ઉમેદવારોએ મતદારો સમક્ષ રીતસરની કવાયત આદરી પોત પોતાને સૌપ્રથમ વાર અથવા તો વધુ એકવાર તક અને મત આપવાની માંગણીઓ દોહરાવી રહ્યા હોય, મતદારો ઉચાટ ભરેલી હાલતમાં હાલ તો તમામ ઉમેદવારોને મત આપવાની હા પાડી રહ્યા છે. વર્ષો જૂની એક લોકવાયકાને ધ્યાને લઇએ તો '' મતદારો બધા ઉમેદવારોના ગાંઠીયા-ભજીયા ખાય, પણ મત કોને આપશે તે વાત કોઈ ના કળી શકે. આમછતાં બુદ્ધિજીવી રાજકારણીઓના એવા અનુમાનોને અત્યારે પ્રબળ બળ મળી રહ્યું છે કે, અનામતથી નારાઝ પાટીદારો, પોતાનો હક્ક મેળવવા વર્તમાન સરકારથી નારાઝગી જતાવે અને ચમત્કાર સર્જે તો ''પંજો'' ''ફૂલ''ની હાલત બગડી નાંખે તેવી શક્યતાઓ બળવત્તર બની શકે !?

જો કે ચુંટણી પરિણામો દરમિયાન જ આવા તમામ પ્રશ્નાર્થો, જે તે પક્ષની હાર જીતના ઉદ્ગારો કે પૂર્ણવિરામમાં ફેરવાઈ જતા હોવાની વાત પણ મારે, તમારે અને આપણે સૌએ સ્વીકારવા સિવાય પણ છૂટકો નથી. ઉમેદવારો અને મતદારોની ચુંટણી અને મતદાન પરત્વેની આવી માનસિક સ્થિતિ જેતપુર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચુંટણીઓ પર નજર કરીએ તો જેતપુર તાલુકા  જેતપુર તાલુકા પંચાયતની કુલ ૨૦ બેઠકો( જો કે એક બેઠક અમરનગર બિનહરીફ(ભાજપ) થઇ ગઈ છે) ના ૬૧ ઉમેદવારો અને રાજકોટ જીલ્લા પંચાયતની ૪ બેઠકો પર ઉમેદવારી નોંધાવી ચુંટણી લડનારા ૧૨ ઉમેદવારોના હાર જીતનો ફેંસલો આગામી ૨૯-૧૧-૨૦૧૫ નારોજ જેતપુર તાલુકાના ૯૭૦૫૮(સત્તાનું હજાર, અઠ્ઠાવન ) મતદારો કરશે. 

-------------------------------------------
જેતપુર મત વિસ્તારમાં રાજકોટ જીલ્લા પંચાયતની
૪ બેઠકો પર કોણ કોણ લડશે ચુંટણી !
------------------------------------------
૬ - બોરડી સમઢીયાળા બેઠક : 
નીતાબેન રમેશભાઈ રૈયાણી(જેતલસર), 
હંસાબેન વિપુલભાઈ વૈષ્ણવ(જેતલસર)

૩૬ - વીરપુર(જલારમાં) બેઠક : 
ગોરધનભાઈ પોપટભાઈ ધામેલીયા(વીરપુર), 
રામજીભાઈ બચુભાઈ સરવૈયા(ઉમરાળી), 
વિપુલભાઈ ભીખુભાઈ ધડુક(પીઠડીયા), 
જનકભાઈ રવજીભાઈ ડોબરિયા(વીરપુર)

૩૩ - થાણાગાલોળ બેઠક :
ધીરુભાઈ ભગવાનજીભાઈ પાઘદાર(ચારણ સમઢીયાળા)
પ્રવીણભાઈ ગોગનભાઈ કયાડા(દેવકીગાલોળ)

૨૫ - પેઢલા બેઠક : 
કિશોરભાઈ પોપટભાઈ પાદરીયા(મંડલીકપુર ),
શુભાશ્ચન્દ્ર કે.બામ્ભ્રોલીયા(લુણાગરા),
કેશુભાઈ હીરાભાઈ સરવૈયા(મંડલીકપુર ),
ગોવિંદ પ્રાગજી ડોબરિયા(સરધારપુર)
-------------------------------------------------------------------------------------------------------


જેતપુર તાલુકા પંચાયતની ૨૦ બેઠકો પર કોણ કોણ ઉમેદવારો ?
--------------------------------------------------
પેઢલા બેઠક :
અમરાભાઈ દાનાભાઈ સારીખડા(પેઢલા),
અશોક હમીર વાલેરા(પેઢલા)
કાન્તિલાલ દેવાભાઈ બગડા(ટીંબડી),
જગદીશભાઈ ધનજીભાઈ વાલેરા(પેઢલા),
રૂડાભાઈ બધાભાઈ સિંગલ(જૂની સાંકળી),


૫ - ચારણીયા બેઠક :
જાગૃતિબેન ભાવેશભાઈ હિરપરા(ચારણીયા),
નિર્મલાબેન ભાનુભાઈ પાઘદાર(ચારણ સમઢીયાળા)


૬ - દેવકી ગાલોળ બેઠક :
કંચનબેન રઘુભાઈ કયાડા(દેવકી ગાલોળ),
ધારાબેન સુરેશભાઈ કયાડા(દેવકી ગાલોળ),
રેખાબેન કમલેશભાઈ ખુમાણ(ખારચિયા)


૧૦ - ખીરસરા બેઠક :
ચંદ્રિકાબેન ભરતભાઈ કોરાટ(દેરડી),
નીતાબેન દિનકરભાઈ ગુંદણીયા(ખજૂરી ગુંદાળા)


૧૫ - પીઠડીયા બેઠક :
દામજીભાઈ કાનજીભાઈ સખીયા(પીઠડીયા),
નારાદભાઈ શંભુભાઈ દાવરા(પીઠડીયા),
વજુભાઈ ખીમજીભાઈ ધડુક(પીઠડીયા),
શાન્તીરામભાઈ પ્રભુદાસભાઈ ગોન્ડલીયા(સેલુકા)


૧૬ - થાણાગાલોળ બેઠક :
અશોક ભગવાનજી ઉંધાડ(થાણાગાલોળ),
મુકેશ બચું ઉંધાડ(થાણાગાલોળ),
ભરત દામજી વઘાસીયા(રેશમડીગાલોળ),
હીરાલાલ નારણભાઈ મકવાણા(થાણાગાલોળ) 


૧૭ - ઉમરાળી બેઠક :
ગોપાલ હરેશ મકવાણા(ઉમરાળી)
ભાવનાબેન ભુપતભાઈ સોલંકી(વાળાડુંગરા),
ગાંડુ કરશન રાઠોડ(વાળાડુંગરા),
નીલેશ નારણ વિરડીયા(ઉમરાળી)


૧૮ - વાડાસડા બેઠક :
ભરતભાઈ જીલુભાઈ ધાધલ(મોણપર),
મનસુખભાઈ રુખડભાઈ યાદવ(ખજૂરી ગુંદાળા),
સુરેશભાઈ ભીખાભાઈ શિંગાળા(વાડાસડા),
ચંદુભાઈ રવજીભાઈ કરકર(વાડાસડા)


૧૯ - વીરપુર બેઠક :
વેલજીભાઈ જીવાભાઈ સરવૈયા(વીરપુર),
હીનાબેન રાજેશભાઈ બારૈયા(વીરપુર)


૨૦ - વીરપુર બેઠક :
દિનેશભાઈ રવજીભાઈ વઘાસીયા(વીરપુર),
સંજયભાઈ ચંદુભાઈ વઘાસીયા(વીરપુર)


૨ - આરબ ટીંબડી બેઠક :
ઉષાબેન હરસુખભાઈ ગુજરાતી(બાવા પીપળીયા),
લાભુબેન સુરેશભાઈ મોરબીયા(આરબ ટીંબડી)


૩ - બોરડી સમઢીયાળા બેઠક :
કાંતાબેન ભીમાભાઇ ગોહેલ(બોરડી સમઢીયાળા)
હંસાબેન દેવશીભાઈ રાઠોડ(બોરડી સમઢીયાળા)
લાભુબેન માધાભાઈ વેગડા(ચાંપરાજપુર)


૪ - ચાંપરાજપુર બેઠક :
કાનજીભાઈ ભીખાભાઈ મકવાણા(ડેડરવા) 
જયેશભાઈ અરજણભાઈ મકવાણા(ડેડરવા) 
આલિંગભાઈ મેરામભાઇ બસિયા(ચાંપરાજપુર)


૭ - જેતલસર ગામ બેઠક :
કિરણબેન સુરેશભાઈ ભુવા(જેતલસર)
ક્રિષ્નાબેન રાજેશભાઈ ભુવા(જેતલસર)
ઇન્દુબેન મુકેશભાઈ અગ્રાવત,
વિદ્યાબેન બચુભાઈ મુળિયા(પેઢલા),
સોનલબેન દિનેશભાઈ ભુવા(જેતલસર)


૮ - જેતલસર જંકશન બેઠક :
આરતીબેન રોહિતભાઈ સરવૈયા
રસીલાબેન મનસુખભાઈ ડાભી


૯ -કેરાળી બેઠક :
મંજુલાબેન આંબાભાઈ પરમાર(કેરાળી),
સગુણાબેન રમેશભાઈ વામજા(પ્રેમગઢ),
ગીતાબેન ભરતભાઈ ઠોળીયા(પ્રેમગઢ),
દિવાળીબેન પોપટભાઈ મકવાણા(કેરાળી)


૧૧ - મેવાસા બેઠક :
પ્રભાબેન રઘુભાઈ સાવલિયા(મેવાસા),
શિલ્પાબેન કેતનભાઈ હિરપરા(મેવાસા),
લક્ષ્મીબેન ખોડાભાઈ ટાલિયા(મેવાસા),
હીનાબેન પ્રતાપભાઈ લાલુ(રબારીકા),


૧૨ - મોટાગુંદાળા બેઠક :
પ્રિયાબેન ગોપાલભાઈ કોટડીયા(મોટા ગુંદાળા),
સવિતાબેન રમેશભાઈ અમીપરા(મોટાગુંદાળા)
કાંતાબેન રાજેશભાઈ સેંજલિયા(મંડલીકપુર)


૧૩ - પાંચપીપળા બેઠક 
જગદીશભાઈ શંભુભાઈ હિરપરા(પાંચ પીપળા,
રમેશભાઈ નાથાભાઈ મુળિયા(પાંચ પીપળા)
ગોવિંદભાઈ પ્રાગજીભાઈ ડોબરિયા(સરધારપુર)

----------------------------------------------------------------------------------------------------------------


કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર