LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
રવિવાર, 22 નવેમ્બર, 2015
અવસાન નોંધ : ૨૨-૧૧-૨૦૧૫
જેતપુર તાલુકા-જીલ્લા પંચાયતની ચુંટણીમાં બે બાહુબલીની ટક્કર
જેતપુર તાલુકાના ૯૭૦૫૮ મતદારો તાલુકા પંચાયતની ૨૦ બેઠકોના ૬૧, જીલ્લા પંચાયતની ૪ બેઠકોના ૧૨ ઉમેદવારોના ભાવિનો કરશે ફેંસલો !
શુક્રવાર, 20 નવેમ્બર, 2015
અવસાન નોંધ :
જેતપુરના નવાગઢના શ્રી વિષ્ણુ ભગવાનના પીઠડીયાના તુલસીજી સાથે ધામધુમથી વિવાહ
નવાગઢ-પીઠડીયાની ધર્મપ્રેમી જનતામાં પ્રભુ વિવાહ ઉજવવા ભારે થનગનાટ
જેતપુરના નવાગઢના શ્રી વિષ્ણુ ભગવાનના
પીઠડીયાના તુલસીજી સાથે ધામધુમથી વિવાહ
જેતપુર તા.૨૦ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરના નવાગઢમાંથી કાર્તિક પૂર્ણિમાના શુભ દિને એટલે દેવદિવાળીના પાવન દિવસે ભગવાન શ્રી વિષ્ણુ સોળે સણગાર સજીને વાજતે ગાજતે જેતપુર પંથકના પીઠડીયા ગામે તુલશીજીના આંગણે પહોંચશે, પ્રભુના આ અનન્ય લગ્નની તૈયારીઓ માટે નવાગઢને અદકેરા રૂપથી શણગારાય રહ્યું છે.
નવાગઢ અત્યારે શ્રી વિષ્ણુભૂમિમાં ફેરવાઇ ગયું છે, કારણ અહી કોઈ પામર માનવી નહિ પણ પ્રભુના લગ્ન ઉજવાઈ રહ્યા છે. આ માટે નવાગઢ પટેલ ચોકમાં તડામાર તૈયારીઓ આરંભી દેવાઈ છે. કંકોત્રીઓ વિતરણ થઇ રહી છે, આ લગ્નની તમામ બાબત વિધીવત કરાય છે. તા.૨૨ના પ્રભુના લગનીયા લેવાશે તે પહેલા તા.૨૧ના સાંજે ૫ થી ૬ શ્રી રામજી મંદિર ખાતે સાંજીના ગીત ગવાશે, તા.૨૨ને સવારે ૯ કલાકે મંડપ મૂર્હત અને બપોરે ૧.૩૦ કલાકે વાજતે ગાજતે ભગવાન શ્રી વિષ્ણુજી પાલખીમાં બેસી જાનરૂપે પ્રસ્થાન કરશે. ભગવાન શ્રી વિષ્ણુજી એટલે કે વરપક્ષે નવાગઢના નેહલબેન તથા કલ્પેશભાઇ કિરીટભાઇ જાગાણી રહેશે.
જ્યારે જેતપુર પંથકના પીઠડીયા ગામે ભગવાન શ્રી વિષ્ણુની જાનને સત્કારવા માતા ભગવતી તુલશીવૃંદાના કન્યા પક્ષે રણજીતભાઇ ગીજુભાઇ ધાધલ ખડે પગે રહેશે. નવાગઢના પ્રજાજનો આ લગ્નને ધામધુમથી ઉજવવા થનગની રહ્યા છે. તો પીઠડીયા ગામપણ આ મહામોંઘી જાનને સત્કારવા અધીરા બન્યા છે.
બોક્સ: તુલશીજીનું અનેક રીતે મહાત્મય...
આપણા પુરાણોમાં તુલશીજીને લક્ષ્મીનું રૂપ ગણાવાયું છે, માટે જ કારતક સુદ એકાદશી કે પુનમના દિવસે ભગવાન શ્રી વિષ્ણુના લગ્ન તુલશીજી સાથે કરવામાં આવે છે, ધાર્મિક ગ્રંથોમાં પણ તુલશીજીનું વિશીષ્ટ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. અને તેમાં કાર્તિકમાસમાં તેનુ મહત્વ ઘણું વધારે છે. એવું કહેવાય છે કે, આ માસમાં હંમેશા ભક્તિથી જે તુલશીજીનું દર્શન કરે છે, સ્થર્શ કરે છે, ધ્યાન કરે છે, વાવે છે, જલ પાય છે, કે નમસ્કાર કે સ્મૃતિ કરે છે એમ આ નવ પ્રકારે જે તુલશીજીની સેવા કરે છે તેવો હજારો યુગો સુધી વૈકુંઠમાં સ્થાન મેળવે છે. આથી જ ઘરના આંગણામાં તુલશીજીનો ક્યારો રાખવામાં આવે છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨૬૨૮૧૨
ગુરુવાર, 19 નવેમ્બર, 2015
જેતપુરના એસટી વર્કસ ડેપોમાંથી નીકળતી બસે ૨ ને હડફેટે લેતા એક ગંભીર
જેતપુરના વીરપુરમાં જલારામબાપાનાં મંદિરને ફૂંકી મારવાનો ધમકી પત્ર મળતા ખળભળાટ
જેતપુરના બાવાવાળાપરામાં આવેલ નાની હવેલીમાંથી સેવકે લીધેલી... રૂપિયા ૬૫૧/-ની રાજભોગ પ્રસાદી વાસી નીકળતા ચકચાર..સેવકોમાં હાયકારા સાથે રાવ !!
જેતપુરના બાવાવાળાપરામાં આવેલ નાની હવેલીમાંથી સેવકે લીધેલી...
રૂપિયા ૬૫૧/-ની રાજભોગ પ્રસાદી વાસી નીકળતા
ચકચાર..સેવકોમાં હાયકારા સાથે રાવ !!
જો કે હવેલીના મુખીયાજીએ કહ્યું કે આ વાત સત્યથી વેગળી છે !!
જેતપુર તા.૧૯ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરમાં ગુરુવારે અહીની એક નાની હવેલીમાંથી સેવકે મેળવેલ પ્રસાદી વાસી ધાબડી દેવાયાની જેતપુરના મામલતદાર સહિતના સત્તાવાળાઓને લેખિત રજૂઆત કરતા સારાયે શહેરમાં ખળભળાટ મચી ગયો છે. જો કે હવેલી સુત્રોએ આ વાતને સત્યને વેગળી તે વેગળી ગણાવી ધર્મના સ્થાનને
બદનામ કરવાનો કારસો હોવાની વાત જણાવી હતી.
આ બાબતે જે હોય તે પણ જેતપુરના શાંતિનગરમાં રહેતા હિતેશભાઈ મોદીના પુત્રી હેમાલીબેન ગુરુવારના રોજ અહીના બાવાવાળાપરા વિસ્તારમાં આવેલ શ્રી મથુરેશજી પુષ્ટિ માર્ગીય હવેલીમાંથી રૂપિયા ૬૫૧/- જમા કરાવી અન્નકૂટભોગની પ્રસાદી મેળવી હતી.
ધાર્મિક આસ્થાઓ સાથે પ્રસાદી મળ્યાના આનંદમાં રાચતા મોદી પરિવારની આ દીકરી જ્યારે પોતાના ઘરે લઈને જોયું તો હેમાલીને ધર્મના અંચળા હેઠળ પ્રસાદનો વેપલો થતો હોવાનો અહેસાસ ત્યારે થયો કે હવેલીની ભાષામાં બોલાતી આ રાજભોગ પ્રસાદી બિન ખાવાલાયક નીકળતા હેમાલીના પિતા હિતેશભાઈએ સૌ પ્રથમ સ્થાનિક અખબારનાવેશોને બોલાવી તેઓની સાથે પ્રસાદી બાબતે થયેલ અન્યાય, મજાકશની વિગતો વર્ણવી હતી.
દરમિયાન અખાદ્ય પ્રસાદી મેળવનાર મોદી પરિવારે નાની હવેલીના સંબંધિતોની ભયંકર બેદરકારીને તપાસવાની માંગ કરતી એક લેખિત ફરિયાદ, જેતપુર નવાગઢ નગર પાલિકના પ્રમુખ અને ચીફ ઓફિસર, મામલતદાર, રાજકોટ જીલ્લા કલેકટર અને રાજકોટ ગાંધીનગર સ્થિત ફૂડ એન્ડ ડ્રગ ખાતાને જાણ કરતા શહેરભરમાં હવેલીના અનુયાયીઓ, સેવકોના મુખેથી હાયકારો નીકળી ગયો છે.
ફરિયાદી હેમાલી હિતેશભાઈ મોદીએ એવું પણ લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે આ બાબતે તેઓએ હવેલીના લાગતા વળગતાઓને રૂબરૂ તેમજ ટેલીફોનીક રજુઆતો કરતા એવા ઉડાઉ જવાબો મળ્યા હતા કે '' પોસાતું હોય તો પ્રસાદી લેવા આવવી, નહીતર નહિ !!'' મતલબ કે લાજવાને બદલે ગાજેલા આ હવેલીના રસોડા વિભાગના સેવકો તેમજ મુખ્યાજીની આંખો ખોલવા મોદી પારવાર મેદાને પડ્યો હોવાની વાત ટોક ઓફ ધી ટાઉન બની છે. બીજીબાજુ શહેરની બે ત્રણ હવેલીઓ સાથે સંકળાયેલા સેવકો, અનુયાયીઓ વિગેરે જણાવેલ કે ફરિયાદીને કોઈ વાતની ગેર સમજ થઇ હોવી જોઈએ હજારો શ્રદ્ધાળુઓનું આસ્થા સ્થાન એવી આ હવેલીમાં પ્રસાદી બાબતે આવું ના બની શકે, કારણ રોજ બરોજ અસંખ્ય સેવકો પ્રસાદી લઇ જતા હોય, એક માત્ર હિતેશભાઈ મોદી સિવાય કોઈની ક્યાંયથી ફરિયાદ મળી નથી.
હવેલીના મુખીયાજી શું કહે છે ?
જેતપુર : જેતપુરના જાગૃત નાગરિક હિતેશભાઈ મોદીએ વાસી પ્રસાદી બાબતે સત્તાધીશોને કરેલી રજૂઆતની સત્યતા ખાળવા હવેલીની લેવાયેલ મુલાકાત દરમિયાન હવેલીના મુખ્યાજી શાલીગ્રામજીએ જણાવેલ કે ફરિયાદીની પ્રસાદી પરત્વેની ફરિયાદ એકદમ ખોટી છે. હવેલીમાં કોઈ દિવસ કોઈ પ્રસાદી કે ભોગ પડતર રખાતો નથી, રોજ બનાવાય છે. સૌ પ્રથમ આવી પ્રસાદી મુખ્યાજી સહિતના સાતેક સેવકો લઈને પછી હવેલી બહારના સેવકોને આ હવેલી સંપ્રદાયના રીત રીવાજ મુજબ પારણા ઝુલાવાયા બાદ પ્રસાદી ભેટ અપાતી હોય છે, આ વાતમાં હિતેશભાઈ મોદીએ રૂપિયા ૬૫૧/- જમા કરાવી રાજભોગ પ્રસાદી ટીફીન મારફતે લીધી હતી. તેમાં દૂધીનું શાક, દાળ, ભાત, પૂરી અને મોહનથાળ નામની મીઠાઈનો સમાવેશ થતો હતો. આ તમામ પ્રસાદી સુવ્યવસ્થિત અને ખાવા લાયકજ હતી. ફરિયાદીના અન્ય એક આક્ષેપ મુજબ પ્રસાદીના પૈસા સ્વીકાર્યાની રસીદ જયારે પ્રસાદી લેવા સેવક આવે ત્યારે એટલા માટે ફાડી નખાય છે કે કોઈ સેવક બીજીવાર પ્રસાદી લેવા ના આવી શકે, રસીદ ફાડવાનો હવેલીનો વર્ષો જુનો રીવાજ છે.
આ હવેલી સાથે સંકળાયેલ ગોરધનભાઈ નામના ચુસ્ત સેવક અને અનુયાયીએ જણાવેલ કે જેતપુરમાં મરઝાદી સેવકો અને અનુયાયીઓ માટે ગૌરવ સમાન બાવાવાળાપરાની માથુરેશજીની હવેલીમાં પ્રસાદી બાબતે આવો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી. ધાર્મિક સ્થળો બને તેટલા ઓછા બદનામ થાય તે જોવાની પ્રત્યેક જેતપુરવાસીઓની ફરજ છે. બાકી તો આ વાતમાં હવેલીમાં બેઠેલા જગદપિતા ઠાકોરજી જાણે !!
ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર
ફોટો વિગત : બાવાવાળાપરા વિસ્તારની હવેલી, ફરિયાદી હિતેશ મોદીની પુત્રી હેમાલી પ્રસાદીના ટીફીન સાથે તથા જે પ્રસાદી વાસી હોવાની ફરિયાદ ઉઠી છે તે ખુલા ટીફીનમાં દેખાય છે.
-----------------------------------------------------------------------------------------------
લુણીધાર ખાતે વ્યાસ પરિવારનો યજ્ઞ
જેતલસર : સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ વ્યાસ પરિવાના લુણીધાર ખાતે બિરાજતા કુળદેવીના મંદિરે તા.૨૧ અને ૨૨ નવેમ્બર એમ દિવસ નડિયાદના શાસ્ત્રી ભદ્રેશભાઈ વ્યાસના આચાર્યપદે હોમ હવન, પરિવારનું સ્નેહમિલન, વિદ્યાર્થી સત્કાર સમારંભ એમ ત્રિવિધ કાર્યક્રમોના આયોજનો કરાયા હોય, વ્યાસ પરિવારજનોએ હાજરી આપવા અનુરોધ કરાયો છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨ ૬૨૮૧૨
અવસાન નોંધ :
જેતપુર: પટેલ પાચાભાઈ કરમશીભાઈ સખીયા(ઉ.વ.૭૫) તે જયેશભાઈ બટેટાવાળાના પિતા તથા ક્રિશના દાદા તા.૧૯ ના રોજ અવસાન પામ્યા છે. બેસણું ૨૧ ને શનિવારે, સાંજે ૪ થી ૬, તેમના નિવાસસ્થાન, ડોબરિયા વાડી, મુરલીધર, જેમીનીવાળી શેરી, જેતપુર ખાતે રાખેલ છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨ ૬૨૮૧૨
મંગળવાર, 17 નવેમ્બર, 2015
ખજૂરી ગુંદાળા નજીકના સુરવો ડેમમાં ડૂબી જતા કરુણ મોત
: જેતપુરમાં જલારામ જયંતી ધામધૂમથી ઉજવાશે
ખારચિયાની યુવતી ભેદી સંજોગોમાં ગુમ..
જેતપુર તા.૧૭ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર તાલુકાના ખારચિયા ગામમાંથી રમેશભાઈ મોહનભાઈ ભેડાની ૧૯ વર્ષની સંગીતા ૮ મી નવેમ્બરે કોઈને કહ્યા વગર ઘરેથી ભેદી સંજોગોમાં ગુમ થઇ છે. જે આજ દિન સુધી નહિ મળતા તાલુકા પોલીસમાં જાણ કરાઈ છે.
જેતપુરમાંથી બાઈકની ઉઠાંતરી
જેતપુર તા.૧૭
જેતપુરના ગુજરાતીની વાડી વિસ્તારમાંથી જિજે૩ સી જે ૪૬૯૯ નંબરનું હોન્ડા કોઈ ચોરી કરી લઇ ગયાની મોહનભાઈ પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જેતપુરમાંથી જુગાર રમતા ૪ પકડાયા
જેતપુર તા.૧૭
ચોક્કસ બાતમીના આધારે જેતપુર પોલીસે અહીના ગોપાવાડી વિસ્તારમાં જુગાર દરોડો પાડતા જાહેરમાં જુગાર રમી રહેલા સાહિલ મધુસુદન, હરસુખ ભોવાન, જયેશ નરોત્તમ અને દીપક મનું એમ ચારેયને રોકડ રૂપિયા ૧૦૯૯૦/- સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જેતપુરમાં જલારામ જયંતી ધામધૂમથી ઉજવાશે
જેતપુર તા.૧૭ (કશ્યપ જોશી દ્વારા)
આવતીકાલ જગ વિખ્યાત સંત પૂજ્ય જલારામબાપાની ૨૧૬ મી જન્મ જયંતી ધામધૂમથી ઉજવવા જેતપુરના લોહાણા સમાજ થનગની રહ્યો છે. આ માટે તમામ લોહાણા જ્ઞાતિજનોએ પોતપોતાના રહેણાંક મકાનોના પ્રાંગણમાં જલારામબાપા સહિતની વિવિધ રંગોળીઓ દોરી છે. અહીના જુનાગઢ રોડ પર આવેલ પુજ્ય જલારામબાપના મંદિર ખાતે અનેકવિધ કાર્યક્રમોના આયોજનો થયા છે. શહેરમાંથી શોભાયાત્રા પણ કઢાશે. સામુહિક પ્રસાદ પણ યોજાશે. અનેક લોહાણા પરિજનો જેતપુરમાં તેમજ વીરપુર ખાતે બાપાની જન્મજયંતી ઉજવવા ઉત્સાહી બન્યા છે.
સંત શિરોમણી જલારામ બાપના મુખ્ય મંદિર એવા વીરપુરની વાત કરીએ તો છેલ્લા ચારેક દિવસ થયા સૌરાષ્ટ્રના મોટા ભાગના રસ્તાઓ પરનો રાહદારીઓ ઉપરાંત વાહનોનો પ્રવાહ વીરપુર તરફ વળી રહ્યો છે. આજુબાજુના નાના મોટા શહેરો ઉપરાંત સુરત, બરોડા, અમદાવાદ ખાતેથી સેવકો અને ભક્તોનો સાગર વીરપુરમાં ઘુઘવાટા મારી રહ્યો છે. લાખો ભક્તો વીરપુરમાં ગોઠવાઈ ગયા છે. અહીના એકોએક આરામગૃહો હાઉસફુલ્લ થઇ ગયા છે. માણસોની કીડીયારું જેવી અવસ્થામાં કોઈ ગેરવ્યવસ્થા ના ઉભી થાય તે માટે મંદિર સંચાલકો, સ્થાનિક પોલીસ પ્રશાશન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. લોહાણા જ્ઞાતિજનોની ભાષામાં કહીએ તો તેઓ બધા બીજી દિવાળી જેવી પૂજ્ય બાપાની જન્મજયંતી માટે આનંદ વિભોર બન્યા છે.
''દેને કો ટુકડા ભલા, લેને કો હરી નામ'' જેવી કહાવાતથી વિશ્વભરમાં ભક્તો ધરાવતા પૂજ્ય બાપાની જન્મ જયંતી ઉજવવા જેતપુર, વીરપુરવાસીઓ આવતીકાલ રીતસરના જલારામમય બની જશે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર
જેતપુરના રેશમડીગાલોલ ગામના વણકરવાસમાં ફેલાઈ રહેલી દારૂની બદી દુર કરવા વર્તમાન પંચાયત સભ્ય, માજી સરપંચ સહિતના લોકોની ઉગ્ર માંગ..
જેતપુરના રેશમડીગાલોલ ગામના વણકરવાસમાં ફેલાઈ રહેલી
દારૂની બદી દુર કરવા વર્તમાન પંચાયત સભ્ય,
માજી સરપંચ સહિતના લોકોની ઉગ્ર માંગ..
લાત્તાવાસીઓની દહેશત, તો બાળકો-યુવાનો નશીલા બની બરબાદીમાં ધકેલાઈ જશે !
જેતપુર તા.17 (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર તાલુકાના રેશમડી ગાલોલ ગામે વણકરવાસમાં અમુક ઈસમો દ્વારા ફેલાવાતી દારૂની બદી તાકીદે દુર કરવા ગામના માજી સરપંચ અને વર્તમાન પંચાયત સભ્ય સહિતના લત્તાવાસીઓએ જેતપુર તાલુકા પોલીસ, રાજકોટ જીલ્લા પોલીસવડા સહિતના સત્તાધીસોને લેખિત રજૂઆત કરી છે.
આ બાબતે રેશમડીગાલોલના માજી સરપંચ સોમાભાઈ જીવાભાઈ બગડા, વર્તમાન પંચાયત સભ્ય ભલાભાઈ પીઠાભાઈ મકવાણા, અનીલ નાથા વેગડા, અશ્વિન લુહાર, મંજુલાબેન દાનાભાઈ, કલુબેન વેગડા, વિગેરે 40 લત્તાવાસીઓએ જેતપુર તાલુકા પોલીસને ઉદેસીને રજૂઆત કરતા જણાવેલ છે કે તેઓના વણકરવાસમાં લાંબા સમય થયા પાંચ થી છ શખ્શો દેશી દારુ બનાવવા ઉપરાંત બહારથી મંગાવી વેચાણ કરતા હોય, આ વિસ્તારના નાના મોટા યુવાનો આ ભયંકર દારૂની બદીમાં સપડાઈને પાયમાલી તરફ ધકેલાઈ રહ્યા છે.
લત્તાવાસીઓએ એક એવી દહેશત વ્યક્ત કરી છે કે જો જેતપુર તાલુકા પોલીસ આ તમામ શખ્શોને પકડી પાડી યોગ્ય કાર્યવાહી નહિ કરે તે દારુ દુષણના અજગર ભરડામાં ફસાઈ જઈ પોતાના પરિવારજનો અને બાળકો માટે બરબાદીનું કારણ બની જશે. રજૂઆતકર્તાઓએ એક એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો છે કે ગઈ તા.11.11.2015 ના રોજ આ અંગેની લિખિત ફરિયાદ જેતપુર તાલુકા પોલીસને રૂબરૂ કરાઈ હોવા છતાં આજદિન સુધી સંબંધિત પોલીસે કોઈ કાર્યવાહી નાં કરી હોય, દારુ બનાવતા અને વેંચતા તત્વોને પ્રોત્સાહન મળી રહ્યું છે.
કશ્યપ જે. જોશી જેતપુર
સોમવાર, 16 નવેમ્બર, 2015
કોઇ ગુટખા ખાતું નથી
ગુજરાતના આ ગામમાં કોઇ પણ ગુટખા વેચતું નથી કે ખાતું નથી
>
> ગુજરાત સરકારે ઓગસ્ટ ૨૦૧૩ માં ગુજરાતમાં ગુટખા બંદી લાદી હતી પણ કચ્છ ના રાપર તાલુકાના બાલાસર ગામમાં છેલ્લા ૧૯ વર્ષથી ગુટકાની પડીકી જેવા વ્યસનોને તિલાંજલિ અપાઇ ચૂકી છે. અહીં કોઈ પણ વ્યક્તી ગુટખા વેંચાતી પણ નથી અને ખાતી પણ નથી. મૂળ કચ્છીઓ સાથે જોડાયેલી માનવ સંસ્થા કરેલા સંકલ્પના લીધે ગામના લોકોને કૃત્રિમ રીતે આરોગ્યને થતી અસરો સામે રક્ષણ મેળવી શકાઇ રહ્યું છે. માનવ સંસ્થાના કાર્યકરો ની અથાગ મહેનત ને લીધે આજે આ સંકલ્પ ની સારી અસર જોવા મળી રહી છે. (Courtesy : Divya Bhaskar)
>
Fwd: લોકચર્ચા અપડેટ્સ ૧૬-૧૧
From: kashyap joshi <kkumarjoshi@gmail.com>
Date: Mon, Nov 16, 2015 at 9:49 PM
Subject: લોકચર્ચા અપડેટ્સ ૧૬-૧૧
To: kashyapj joshij <kkumarjoshi@gmail.com>, kashyapj joshij <kashyapjoshipatrakar@yahoo.com>, Atul Chotai <kasumbo@yahoo.co.in>
રાજકોટના બે વેપારીઓ પાસેથી રૂ.૭૫૦૦ ની લુંટ ચલાવતા કાઠી બાપુ ! દંડ આપવો પડશે કહી લુંટ્યા !!
જેતપુર તાલુકા પંચાયતની ૨૦ બેઠકો પર ૫૩ મુરતિયાઓ વચ્ચે ખેલાશે ચુંટણી જંગ..
રવિવાર, 15 નવેમ્બર, 2015
જેતપુરના નવાગઢમાં લોકલ ક્રાઈમ બ્રાંચ ત્રાટકી વિદેશી શરાબની ૧૦૮ સાથે એકને ઝડપી લીધો
જેતપુરના નવાગઢમાં લોકલ ક્રાઈમ બ્રાંચ ત્રાટકી
વિદેશી શરાબની ૧૦૮ સાથે એકને ઝડપી લીધો
જેતપુર તા.૧૫
જેતપુરના નવાગઢ વિસ્તારમાં આજે બપોરે રાજકોટની લોકલ ક્રાઈમ બ્રાન્ચના નારણભાઈ આહિરે દરોડો પાડી એક મુસ્લિમ યુવાનના રહેણાંક મકાનમાંથી વિલાયતી શરાબની ૧૦૮ બોટલ સાથે ધરપકડ કરી હતી.
મળતી વિગતો મુજબ જેતપુરના નવાગઢમાં સાગર ટ્રાન્સપોર્ટ વાળી શેરીમાં રહેતો રાહિલ ઉર્ફે ભૂરો અનવર સુમરા નામનો યુવાન વિલાયતી શરાબ વેંચતો હોવાની બાતમીના આધારે આજે બપોરે એલસીબીના નારણભાઈએ ભુરાના મકાન પર દરોડો પાડતા પોલીસને રૂપિયા ૪૮૦૦૦ ની કિમતની વિદેશી શરાબની ૧૦૮ બોટલ મળી આવી હતી. પોલીસે ભૂરાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર
જેતલસર જંકશનમાં નિવૃત રેલ કર્મીઓનું સ્નેહમિલન મળ્યું...
કર્મીઓનું સ્નેહમિલન મળ્યું...
જેતલસર તા.૧૫
જેતલસર જંકશન ખાતે નિવૃત રેલ કર્મચારીઓનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં રાજકોટના ભીમજીભાઈ તથા અખેરાજ્ભાઈ, જંકશનના બાબુભાઈ જેઠવા, ડાયાભાઇ, નગીનભાઈ સહિતના નિવૃત રેલ કર્મીઓએ હાજર રહી એકબીજાને નુતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર ૯૯૭૪૨ ૬૨૮૧૨
JETALSAR JUNCTION : AVSAAN NONDH 15-11-205
અવસાન નોંધ : ૧૫-૧૧-૧૫
જેતલસર: જેતલસર જંકશન નિવાસી હરસુખભાઈ(ટીલાભાઈ) મણીભાઈ જોટંગીયા(ઉ.વ.૫૯) તે જયેશભાઈ, ભાવેશભાઈ અને સંગીતાબેનના પિતા, જેન્તીભાઈ, દિનેશભાઈ, રાજુભાઈ, વિજયભાઈના મોટાભાઈ, પ્રવીણભાઈના સસરા તા.૧૫ ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.૧૯ ને ગુરુવારે, સાંજે ૪ થી ૬, તેમના નિવાસસ્થાન, જેતલસર જંકશન ખાતે રાખેલ છે.
કશ્યપ જે. જોશી જેતલસર – ૯૯૭૪૨ ૬૨૮૧૨
મંગળવાર, 10 નવેમ્બર, 2015
જેતપુર તાલુકા પંચાયતની બેઠક માટે ભાજપના ૩૯-કોંગ્રેસના ૩૮ સહીત ૯૩ ઉમેદવારોએ ભરેલા ફોર્મ્સની હવે ૧૪મીએ ચકાસણી....
જેતપુર તાલુકા પંચાયતની બેઠક માટે
ભાજપના ૩૯-કોંગ્રેસના ૩૮ સહીત ૯૩ ઉમેદવારોએ
ભરેલા ફોર્મ્સની હવે ૧૪મીએ ચકાસણી....
જેતપુર તા.૧૦
જેતપુર તાલુકા પંચાયતની ૨૦ બેઠકોની આગામી ૨૯ મીએ યોજાનાર ચુંટણી માટે ઉમેદવારી નોંધાવવાના આજે છેલ્લા દિવસે ભાજપમાં વધુ ૧૯ ઉમેવારોએ ફોર્મ ભરતા કુલ ૩૯ ઉમેદવારો, કોંગ્રેસમાં આજે વધુ ૧૮ ઉમેદવારોએ ઝુન્કાવતા ૩૮ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.
અ સિવાય ૧૩ અપક્ષ અને ૩ બસપાના ઉમેદવારોએ ફોર્મ ભરતા હાલ કુલ ૯૩ ઉમેદવારોએ પોત પોતાનું રીતસરનું નશીબ અજમાવવા જેતપુર તાલુકા પંચાયતની ચુંટણીમાં ઝુંકાવ્યું છે.
આ તમામ ઉમેદવારી ફોર્મ્સ આગામી ૧૪ મી નવેમ્બરે ચકાસાશે. ૧૬ મી તારીખે ફોર્મ પાછા ખેંચવાનું જાહેર થયું છે. ૨૯ મીએ ચુંટણી અને ૨ જી ડિસેમ્બરે મત ગણના હોવાનું સ્થાનિક મામલતદાર સુત્રો અને તાલુકા પંચાયત સુત્રોએ જણાવ્યું હતું.
અત્ર્રે એ નોંધનીય છે કે જેતપુર તાલુકા પંચાયતની ચુંટણી સંસદ કે ધારાસભાની હોય તેવું વાતાવરણ ઉમેદવારો અને સમર્થકોએ અહી ખડું કર્યું છે. અહી દરેક ઉમેદવાર હરીફને ભરી પીવા પોતાનાથી બનતા ચોકઠાં ગોઠવી રહ્યા છે. અસદભાઈ બાબી જેવા અનુભવી રાજકીય આગેવાનો કહે છે કે બિહારવાળી જેતપુર તાલુકા પંચાયતની બેઠકોમાં કરવા કોગીજનો મેદાને પડ્યા છે.
તો અનામત માંગણી સ્વીકારવાને બદલે સરકારે પાટીદાર નેતા સામે રાષ્ટ્ર-અને રાજદ્રોહના પોલીસ કેઈસો નોંધી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવાની વાતથી ભારે રોષે ભરાયેલા લોકો કમળને ખીલતા પહેલાજ મૂરઝાવી દેવાના તનતોડ પ્રયાસો કરી રહ્યા છે.
જો કે જેતપુર તાલુકા પંચાયતની ૨૦ બેઠકો પર ખરેખર કોની કોની વચ્ચે સીધો ચુંટણી જંગ ખેલાશે તે ૧૬ મી નવેમ્બર પછી ચિત્ર સ્પષ્ટ થશે.
કશ્યપ જે. જોશી જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨

















































