અનુયાયીઓ

ગુરુવાર, 29 ઑક્ટોબર, 2015

રૂપિયા અઢી લાખની રોજમદારી જતી કરીને ૫૦૦ લોકોએ જેતપુરના ખાંટ-કોળી-બાવાજીના મુક્તિધામમાં હાથ ધરાયેલ સામુહિક સ્વચ્છતા અભિયાન !!

રૂપિયા અઢી લાખની રોજમદારી જતી કરીને ૫૦૦ લોકોએ 
જેતપુરના ખાંટ-કોળી-બાવાજીના મુક્તિધામમાં 
હાથ ધરાયેલ  સામુહિક સ્વચ્છતા અભિયાન !!
જેતપુરમાં કદાચિત સૌ પ્રથમ ગણાવાઈ રહેલા આ સ્વચ્છતા અભિયાનમાં અબાલ વૃદ્ધ સૌ જોડાયા !
અગાઉ માત્ર ફોટા માટે સ્વચ્છતા અભિયાન હાથ ધરનાર સેવાભાવીઓને રીતસરનું નીચાજોણું !!?

જેતપુર તા.૨૯(કશ્યપ જોશી દ્વારા)
જેતપુરમાં અત્યાર સુધીમાં ક્યારેય સ્વચ્છતા અભિયાન હાથ ના ધરાયું હોય તેવું સ્વચ્છતા અભિયાન પોતાના મુક્તિધામમાં હાથ ધરીને શહેરના ખાંટ, કોળી અને બાવાજી જ્ઞાતિઓના પરિવારજનોએ એકતા તો ઠીક, પણ આ બાબતે અગાઉ માત્ર ને માત્ર ફોટા પડાવી ચુકેલા સેવાભાવીઓ કે આગેવાનોને ભોંઠપનો સામનો કરવો પડે તેવી વાત વાત સાબિત થઇ હતી.

સૌથી વિચિત્ર, જ્ઞાતિ પ્રત્યેની સામુહિક એકતા અને ખરા દિલે, આવકને પણ ''લેટ ગો'' કરી હાથ ધરાયેલા સ્વચ્છતા અભિયાનની વિગતો જોઈએ તો અહીના ભાદર નદીના જુના પુલ પાસે ખાંટ, કોળી અને બાવાજી જ્ઞાતિજનોનું મુક્તિધામ(સ્મશાન ગૃહ) આવેલું છે. આ જગ્યાએ આ ત્રણેય જ્ઞાતિના અનેક દિવંગત આત્માઓની સમાધિઓ, ખાંભીઓ ઉભી છે.

આ મુક્તિધામ ખુદ એટલું ભયંકર ગંદકી અને કચરાના સામ્રાજ્ય વચ્ચે આવી જતા ત્રણેય જ્ઞાતિઓના આગેવાનો, યુવાનો, નાના ભાઈ બહેનો, અબાલ વૃદ્ધ સૌએ સરકારની સ્વચ્છતા અભિયાનની વાતને અસરકારક રીતે પાર પાડવા નક્કી કરી લીધું ! ખાસ કરીને રજાના દિવસે આવું અભિયાન હાથ ધરાઈ તેવી પ્રારંભિક ચર્ચાઓને ફગાવી દઈ, આ ત્રણેય સમાજના યુવાન ભાઈ બહેનો મળી સૌએ કહ્યું કે આવું તો બધા કરે, આપણે કઈક અનોખું કરીએ !

બસ, આ વાતને વળગી રહેલા આ ત્રણેય સમાજના અબાલ વૃદ્ધ સૌએ પોતપોતાની રોજગારીના ચાલુ દિવસે એટલેકે રવિવાર કે બુધવારને ધ્યાને લીધા વગર, આજે ગુરુવારે સવારના ૮-૩૦ વાગ્યાથીજ તેઓના મુક્તિધામમાં સ્વચ્છતા અભિયાન આદરી દેતા જોત જોતામાં બાળકો, નાની બાળાઓ, યુવાન મળી અબાલ વૃદ્ધ સૌએ ''સાથી હાથ બઢાંના'' જેવી કહાવત સાબિત કરીને અનન્ય સેવા અન્યોને બતાવી હતી.જે કદાચિત અગાઉ માત્ર ફોટા પડાવી સ્વચ્છતા હાથ ધરી હોવાનો ઓડકાર ખાતા તમને નીચાજોણું અને ભોંઠા ના પડાવી ગઈ હોય તો જ નવાઈ !!
બોક્સ: રૂપિયા ૫૦૦ રોજ જતું કરીને આવ્યા છીએ !!
જેતપુર: ખાંટ,કોળી અને બાવાજીના સ્મશાનગૃહમાં હાથ ધરાયેલ સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલ તમામ મજદૂર વર્ગના યુવાનો, બહેનો અને વૃદ્ધોને બતાવતા આ સમાજના યુવાન આગેવાનો અને કાર્યકરોએ જણાવેલ કે, ભાઈ ખેતીનું મોસમ કામ ચાલુ હોય તેમ અહી મુક્તિધામમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરી રહેલા તમામ રૂપિયા ૫૦૦/- રોજ મેળવતા મજદૂર વર્ગના લોકો છે. સમાજની એકતા દર્શાવવા અને સમાજના મુક્તીધામને સ્વચ્છ કરવા તમામ પોતપોતાની એક દિવસની રોજગારી છોડીને અહી આવ્યા છે. આ વાતમાં રોજમદારીનો આંકડો જોઈએ તો રૂપિયા અઢી લાખ વેતન છોડી, ગુમાવી હાથ ધરાયેલ સ્વચ્છતા અભિયાન અન્યોને ચોક્કસ શીખ આપશે !
બોક્સ: અમારા  મુક્તિધામમાં પાલિકા કચરો ના ઠાલવે...
જેતપુર : ખાંટ, કોળી અને બાવાજી સમાજના આગેવાનો, યુવાનો અને કાર્યકરોએ એક દુખ વ્યક્ત કર્યું હતું કે પાલિકા તંત્ર ગામનો ઉસેડેલ કચરો સમયાંતરે તેઓના મુક્તિધામમાં ઠાલવી જાય છે. આમ થવાથી મુક્તિધામમાં કાં તો દિવંગતોને દફ્નાવાની જગ્યા નથી રહેતી અથવાતો ખાંભીઓની ગરિમા જળવાતી ના હોય તેમ કચરા નીચે ખાંભીઓ બુરાઈ જાય છે. પાલિકા તંત્ર હવેથી આ જગ્યાએ કચરો ના ઠાલવે તેવી આ ત્રણેય સમાજની માંગ છે.

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર ૯૮૯૮૮૪૮૫૮૪ 

મંગળવાર, 27 ઑક્ટોબર, 2015

જેતપુર તાલુકાના જૂની સાંકળી ગામની સહકારી મંડળીના આગેવાને કરોડનું ફૂલેકું ફેરવ્યાની લોકચર્ચાથી સહકારી આગેવાનો સમાધાનની વેંતરણમાં !?

જેતપુર તાલુકાના જૂની સાંકળી ગામની સહકારી મંડળીના 
આગેવાને કરોડનું ફૂલેકું ફેરવ્યાની લોકચર્ચાથી 
સહકારી આગેવાનો સમાધાનની વેંતરણમાં !?
જેતપુર તા.૨૭ 
જેતપુર તાલુકાના જૂની સાંકળી ગામની સહકારી મંડળી સાથે સંકળાયેલ એક હોદેદારે કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવ્યાની ખેડૂતમાં ઉઠેલી ફરિયાદને તાકીદે તપાસવા ખેડૂતોના મૂંગા મોએ માંગો ઉઠી છે.

છેલ્લા એક અઠવાડિયા થયા ખેડૂતોમાં મચેલી બુમરાણની એવી લોકચર્ચાઓ ચાલી રહી છે કે જેતપુર તાલુકાના જૂની સાંકળી ગામની સહકારી મંડળીમાં એક હોદેદારોએ જીવિત અને મૃત ખેડૂતોના નામે આશરે એકાદ કરોડ રૂપિયાની ધિરાણની રકમની ઉચાપત કરી રફુચક્કર થઇ જતા અનેક ખેડૂતો ''પડ્યા ઉપર પાટુ'' જેવી કહાવાતનો વાસ્તવિકરૂપે સામનો કરી રહ્યા છે.
આ બાબતે જાણકારો કહે છે સહકારી મંડળીના આ આગેવાને આશરે ૧૦૦ થી ૧૫૦ ખેડૂતોના નામે ધિરાણ મંજુર કરાવી ગપચાવી જવાની હીન પ્રેરવી ખેડૂતોના ધ્યાને આવતા આ પ્રશ્ન છેલ્લા એક અઠવાડિયા થયા સાંકળીવાસીઓની જીભે ચડ્યો હોય, આ પ્રકરણને ભોમાં ભંડારી દેવાના અને સમાધાનકારી વલણને અપનાવવાના આશય સાથે સહકારીક્ષેત્રના માંધાતાઓએ ઝુંકાવ્યું છે. 

જૂની સાંકળી ગ્રામ પંચાયત સાથે સંકળાયેલ મહિલાના પ્રવીણભાઈ નામના પતિએ જણાવેલ કે હા, ગામમાં આવી ઘટના બની છે, સહકારી આગેવાનો સાથે બેઠકોનો દૌર ચાલુ છે, એક લોકચર્ચા મુજબ આ પ્રકરણમાં કસુરવાર સહકારી આગેવાનને ઉચાપત કરેલી રકમનો ટાંગામેળ કરવા બે થી અઢી માસનો સમય દેવામાં આવ્યો છે. તો જૂની સાંકળી સહકારી મંડળીનાં નિકટત્તમ સુત્રોએ જણાવેલ કે ખેડૂતોના ધિરાણમાં ગોટાળો સર્જનાર સહકારી આવેવાને હાલ હોદા પરથી (રાજીનામું લઇ લેવાયું છે !) દુર કરાયા છે.
ત્યારે સમય જ બતાવશે કે સહકારી આગેવાનોને પણ ધંધે લગાડનાર આ પ્રકરણનો ખેડૂતો માટે કેવો અંત હશે ? સુખાંત કે દુખાંત ?? આ બાબતે જે હોય તે પણ આજે એક અઠવાડિયા પછી પણ આ બારમાં કોઈ પોલીસ ફરિયાદ ના થઇ હોવાનું જેતપુર તાલુકા પોલીસ જણાવે છે.
બોક્સ: દુકાળમાં અધિક માસ, જાયે તો જાયે કહા ? 
  ખેડૂતો બીચારવાસ્થામાં !!? 
જેતપુર : જૂની સાંકળીની સહકારી મંડળીમાં ખેડૂતો સાથે થયેલી ઠગાઈ જેવી આ વાતનો વસવસો વ્યક્ત કરતા અમુક ખેડૂતોએ જણાવેલ કે, ભાઈ એક બાજુ કુદરતે રુઠીને ધાર્યો વરસાદ ના વરસાવતા ખેડૂતો દુષ્કાળ જેવી ભયંકર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, બીજી બાજુ માનવ સર્જિત આવા કૌભાંડમાં ઘેરાયેલી જૂની સાંકળીની સહકારી મંડળીના ખાતેદાર ખેડૂતો ''પડ્યા ઉપર પાટુ, દુકાળમાં અધિક માસ જેવી કહાવાતનો ભોગ બન્યા હોય, પ્રકરણમાં ન્યાયી તપાસ માટે સબકો સન્મતિ દે ભગવાન.
(કશ્યપ જે.જોશી - જેતલસર - જેતપુર ) ૯૯૭૪૨૬૨૮૧૨ 

સોમવાર, 26 ઑક્ટોબર, 2015

જેતપુરના એલપીએસ ગ્રુપ ત્રીદિવસીય શરદોત્સવમાં ખેલતા શહેરી ખેલૈયાઓ

જેતપુરના એલપીએસ ગ્રુપ ત્રીદિવસીય

શરદોત્સવમાં ખેલતા શહેરી ખેલૈયાઓ

જેતપુર તા.૨૬

જેતપુરમાં સતત ૭ માં વર્ષે પટેલ સમાજના ભાઈ બહેનો માટે લેઉવા પટેલ ગ્રુપ દ્વારા ત્રિદિવસીય શરદોત્સવનું આયોજન કરાયું છે. તા.૨૫ થી શરુ થયેલ શરદોત્સવનો આજે ૨૭ મી એ છેલ્લો દિવસ છે. અહી આયોજકોના કહેવા મુજબ મન મુકીને પટેલ સમાજના ભાઈ બહેનો દાંડિયાના તાલે ઝૂમી રહ્યા છે. જુનાગઢ રોડ પર ચમુદા માતાજીના મંદિર સામેના શિવકૃપા નગરમાં ચાલતા આ દાંડિયારાસના આયોજનને બિરદાવવા રાજ્ય મંત્રી જયેશભાઈ રાદડિયા, તેમજ સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત થઇ રહ્યા છે. આજે આયોજનના અંતિમ દિવસે પણ પટેલ સમાજના ભાઈ બહેનોએ રાસ ગરબા રમવા આયોજક ટીમે અનુરોધ કર્યો છે.


ફોટો અને સમાચાર : કશ્યપ જે.જોશી જેતપુર 


૪ વિધવા મહિલાઓની સહાય ૨ વર્ષ થયા બંધ કરી દેવાતા રજુઆતો..

જેતપુર તાલુકાના ચારણીયા ગામની

૪  વિધવા મહિલાઓની સહાય ૨ વર્ષ

થયા બંધ કરી દેવાતા રજુઆતો...

જેતપુર તા. ૨૬

જેતપુર તાલુકાના ચારણીયા ગામની ૩ વિધવા મહિલાઓની વિધવા સહાય છેલ્લા ૨ વર્ષ થયા બંધ કરી દેવતા વિધવા મહિલાઓને મદદ કરવા ઇચ્છુકોએ લાગતા વળગતા સત્તાધીશોને રજુઆતો કરી છે.

આ અંગે ચારણીયાના રઘુભાઈ જીવાભાઈ રાઠોડે જેતપુરના મામલતદાર, કલેકટર તેમજ ગોંડલ હેડ પોસ્ટ ઓફીસ કાર્યવાહકોને લેખિત રજુઆતો કરી જણાવેલ છે કે તેઓના ગામના મંજુલાબેન મેસુરીયા(ખાતા નંબર ૨૦૦૧૮૦), સવિતાબેન રાઠોડ(૨૦૦૫૧૫),  મુક્તાબેન સોલંકી(ખાતા નંબર ૨૦૧૫૫૦)ને તથા મુક્તાબેન એલ.(ખાતા નંબર ૨૦૧૮૪૧) મળતી નિરાધાર વિધવા પુનઃ વસવાય માટેની નાણાકીય વિધવા સહાય છેલ્લા ૨ વર્ષ થયા મળતી બંધ થઇ ગઈ છે. લાભાર્થી વિધવા મહિલાઓએ જણાવેલ કે તેઓને ક્યા કારણસર સહાય બંધ કરાઈ ?  આ બાબતે સંબંધિતોને રજુઆતો કરાતા ક્યાયથી પણ કોઈ યોગ્ય જવાબ મળતો ના હોવાનો રઘુભાઈનો આક્ષેપ લાગતા વળગતા ઉચ્ચ સત્તાધીશોએ તપાસવો જોઈએ તેવી માંગ કરાઈ છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨ ૬૨૮૧૨ 

રવિવાર, 25 ઑક્ટોબર, 2015

જેતપુર તાલુકાના ખજૂરીગુંદાળા ગામે ભૂગર્ભ ગટરના રોડ-રસ્તા પર ફેલાતા પાણીથી પ્રજા હેરાન પરેશાન, તંત્ર ઘોર નિંદ્રામાં !??

જેતપુર તાલુકાના ખજૂરીગુંદાળા ગામે

ભૂગર્ભ ગટરના રોડ-રસ્તા પર ફેલાતા પાણીથી 

પ્રજા હેરાન પરેશાન, તંત્ર ઘોર નિંદ્રામાં !??

લોકો કહે છે કે આ સમસ્યા તાકીદે નહિ નીવારાય તો ગ્રામજનો રોગચાળાનો ચોક્કસ ભોગ બનશે

 

જેતપુર તા.૨૫ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુર તાલુકાના ખજૂરી ગુંદાળા ગામે સ્થાનિક સત્તાધીશોની અણઆવડતને લીધે કઢાયેલા ભૂગર્ભ ગટરના પાણી રોડ રસ્તા પર ઉભરાતા હોવાની સમસ્યાથી કંટાળી ગયેલા લોકોએ પત્રકારો સમક્ષ સંબંધિતો સામે ખુલ્લેઆમ આક્ષેપો કરી, આ સમસ્યા નહિ નીવારાય તો ગ્રામજનો ભયંકર રોગચાળાનો ભોગ બની જશે તેવી દહેશત વ્યક્ત કરી હતી.

 

મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના ખજૂરી ગુંદાળા ગામે ભૂગર્ભ ગટરના પાણી વર્ષો થયા રોડ રસ્તા પર આવી જતા હોય અને બેસુમાર ગંદકી ફેલાતી હોવાની સમસ્યા વિકરાળ બની જતા ગ્રામજનોએ સામુહિકરૂપમાં આ વાતનો વિરોધ વ્યક્ત કરી લાગતા વળગતા તંત્રોની ભૂગર્ભ ગટરના પાણી કઢાવવાની અણઆવડતની આકરી ટીકા કરી હતી.

 

ગામની આ સમસ્યા પરત્વે જેતપુર તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન ગુંદણીયા, માજી તાલુકા પંચાયત પ્રમુખ પી.એલ.વસોયા વિગેરેએ આ પ્રશ્નને વર્ષોજુનો ગણાવી રાજકોટ જીલ્લા કલેકટર સહિતના સત્તાધીશોને સમયાંતરે રજુઆતો કરાતી હોવા છતાં કોઈ કાર્યવાહી હાથ ધરાતી ના હોવાના આક્ષેપો કર્યા હતા.

 

ગામ લોકોએ એવી પણ ફરિયાદ કરી હતી કે આજે સરકાર સ્વચ્છતા અભિયાનો પાછળ કરોડો રૂપિયા ખર્ચીને જન જાગૃતિ માટે અથાગ પ્રયાસો કરી, મહદઅંશે રોગચાળાને દુર ભગાડે તેવા સ્વચ્છતાના પગલાઓ ભરી રહી છે, ત્યારે ખજૂરી ગુંદાળા જેવા ગામોમાં ભૂગર્ભ ગટરોના ગંધાતા પાણી રોડ-રસ્તા પર આવીને પ્રજાના આરોગ્ય પર ખતરો પેદા કરી રહ્યા હોય, ઉચ્ચ સરકારી તંત્રોએ જાગીને ખજૂરી ગુંદાળા ગામની સમસ્યા હલ કરવી જોઈએ.

 

બોક્સ: રહેણાંક વિસ્તારમાં ગટરોના પાણી ઉભરાય છે !!

જેતપુર : ખજૂરી ગુંદાળાવાસીઓએ એકીસુરે ફરિયાદ કરતા જણાવેલ કે સહજ રીતે કોઈ ગામોમાં ભૂગર્ભ ગટરોના પાણીનો નિકાલ  ગામ બહાર, નજીકના નદી નાળામાં કરાતો હોય છે, પણ અહી સંબંધીતોએ રહેણાંક વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણી કાઢ્યા હોય, કાયમી ગંદકીભર્યા વાતાવરમાં જીવતી પ્રજા અનેક રોગોનો નિશાન બની રહી છે. સમસ્ત ગ્રામજનો આ બાબતે કોઈ અસરકારક આંદોલન છેડી બેસે તે પહેલા ઘટતું કરાય તેવી ગ્રામજનોએ માંગ દોહરાવી હતી.

(ફોટો : કશ્યપ જોશી જેતપુર )

 

 

 

 

 

જેતપુરમાં આરએસએસની રેલી નીકળી

જેતપુર : પ્રતિ વર્ષે દસેરા નિમિત્તે શ્રી રામચંદ્ર ભગવાનના લંકેશ સામેના વિજયોત્સવના માનમાં ભારતભરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા પ્રત્યેક શહેરોમાં બેન્ડવાજા સાથે રેલીનું આયોજન કરાય છે. જેતપુરમાં પણ સ્થાનિક આરઆરએસ દ્વારા એક રેલી યોજાઈ હતી જે શહેરના તમામ રાજમાર્ગો પર ફરી હતી

(ફોટો : કશ્યપ જોશી જેતપુર )

 

..............અવસાન નોંધ...........

જેતપુર : સ્વ.મુળજીભાઈ કલ્યાણજીભાઈ પોપટ(થલીવાળા)ના પુત્ર કિરીટભાઈ પોપટ(ઉ.વ.૪૫) તે ચીમનભાઈ અને દીપકભાઈના મોટાભાઈ તા.૨૫ ના રોજ અવસાન પામ્યા છે. બેસણું તા.૨૬ ને સોમવારે, બપોરે ૩ થી ૫, જૂની લોહાણા મહાજન વાડી, ફૂલવાડી, જેતપુર ખાતે રાખેલ છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨૬૨૮૧૨

 

 

                                   

શનિવાર, 24 ઑક્ટોબર, 2015

જેતપુરમાં તાજીયા વિસર્જિત થયા

જેતપુરમાં તાજીયા વિસર્જિત થયા 
જેતપુર તા.૨૪ (કશ્યપ જોશી દ્વારા)
ગઈકાલે જેતપુરમાં તાજીયાના જુલુસ ફર્યા બાદ પોતપોતાના ઈમામખાનામાં પહોચ્યા બાદ આજે ફરી તાજીયાના જુલુસ યા ઈમામના નારા સાથે નીકળ્યા હતા. ખાસ કરીને આજના દિવસે આશુરાનું મહત્વ હોય, અહીની તમામ મસ્જિદોમાં સવારે મુસ્લિમ બિરાદરો દ્વારા વિશેષ નમાઝ પઢવામાં આવી હતી. કલાત્મક તાજીયા નિહાળવા મુસ્લિમ બિરાદરો ઉપરાંત હિંદુ લોકો પણ આસ્થાભેર રોડ રસ્તા પર આવી ગયા હતા.આજે મુસ્લિમ બિરાદરોએ અહી શોકમય અવસ્થામાં પરસ્પર એકબીજાને દુઆ ગુજારી, ક્ષમાયાચના કરી કરબલાની સ્મૃતિમાં શહીદ દિનની ભવ્ય અંજલી અર્પિત કરી હતી. મોડી રાત્રીના અહીના તાજીયા શહેર ઉપરાંત આજુબાજુના શહેરોમાં વિસર્જિત કરાયા હતા.
ફોટો અને સમાચાર કશ્યપ જે. જોશી જેતલસર 

શુક્રવાર, 23 ઑક્ટોબર, 2015

જેતપુરમાં ડ્રેસ મટીરીયલ્સના વેપારી પર માજી સુધરાઈ સભ્યના પુત્રનો લોખંડના સળિયા વતી હુમલો

જેતપુરમાં ડ્રેસ મટીરીયલ્સના વેપારી પર માજી સુધરાઈ 
સભ્યના પુત્રનો લોખંડના સળિયા વતી હુમલો
જેતપુર તા. ૨૩
જેતપુરમાં આજે રાત્રે પૈસાની ઉઘરાણી બાબતે બોલાચાલી દરમિયાન જેતપુર પાલિકાના માજી સદસ્યના પુત્ર એવા  સિંધી યુવાને ડ્રેસ મટીરીયલ્સના સિંધી વેપારી પર લોખંડના સળિયા વતી હુમલો કરી દેતા વેપારીને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે અહીની સરકારી હોસ્પીટલે ખસેડેલ છે.

આ અંગે માહિતી આપતા જેતપુર શહેર પોલીસના પીએસઓ ડી.ડી. પારધીએ જણાવેલ કે શહેરના લાદી રોડ પર ડ્રેસ મટીરીયલ્સ ની દુકાન ધરાવતા લક્ષ્મણભાઈ આસાનંદભાઈ ખટવાણી પીવું અશ્વિન રામચંદાણી પાસે પૈસા માંગતા હોય, આજે ઉઘરાણી કરતા ઉશ્કેરાયેલા પીવુએ લક્ષ્મણભાઈને લોખંડનો સળીયો માથા તેમજ ગરદન પર ફટકારી દઈ લોહીજાણ કરી દેતા ઈજાગ્રસ્ત વેપારીને સારવાર માટે અહીના સરકારી દવાખાને ખસેડેલ છે. પોલીસ પાસેથી વધુમાં મળતી વિગતો મુજબ હુમલાખોર યુવાન જેતપુર પાલિકાના માજી સદસ્ય અશ્વિન શ્રીચંદભાઈ રામચંદાણીનો પુત્ર છે. પોલીસે વેપારીની ફરિયાદ પરથી ધોરણસરની કાર્યવાહી  હાથ ધરી છે.
કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 



જેતપુરમાં તાજીયાના જુલુસ નીકળ્યા

જેતપુરમાં તાજીયાના જુલુસ નીકળ્યા 
જેતપુર તા.૨૩
મહોર્રમ માસ દરમિયાન છેલ્લા નવ દિવસ થયા જેતપુરના મુસ્લિમ બિરાદરો દ્વારા બનાવાતા તાજીયા આજે પોતપોતાના માતમમાં આવ્યા હતા. શહેરના મહાત્મા ગાંધી રોડ પર યા ઈમામના નારા સાથે ફરેલા અવનવા કલાત્મક તાજીયા સાથે મુસ્લિમ બિરાદરો આવતીકાલે આસુરા મનાવશે. આ સમયે એટલેકે સવારે શહેરની તમામ મસ્જીદોમાં વિશેષ નમાઝ પઢવામાં આવશે. ત્યાર બાદ સ્વજનો ગુમાવેલા મુસ્લિમ બિરાદરો કબ્રસ્તાને પહોચી પોત પોતાના સદગત આત્માઓના શ્રાધ તર્પણ કરશે. એક ખાસ મળતી વાત મુજબ આજે અને કાલે મુસ્લિમ બિરાદરો આસુરનો રોઝું પાળશે. જે રોઝું ખોલવા અને ઈમામોની સ્મૃતિમાં ઇસાલે સવાબ કરવા માટે અનેક જગ્યાએ નીયાઝ્નું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ મુસ્લિમ વિસ્તારો સહિતના માર્ગો પર સબીલો ઉભી કરાઈ છે. આજે તા(જીયા જુલુસરૂપે ફર્યા બાદ સવારે માતમમાં આવી બપોરે માતામ્માંથી ઉઠી રાત્રીના વિસર્જિત પામશે.
ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 

જેતપુરના ધરાશાસ્ત્રીનો તેમનાજ મકાનમાંથી મૃતદેહ મળતા ચકચાર: લાશ ફોરેન્સિકમાં મોકલાઈ


જેતપુરના ધરાશાસ્ત્રીનો તેમનાજ મકાનમાંથી 
મૃતદેહ મળતા ચકચાર: લાશ ફોરેન્સિકમાં મોકલાઈ 

જેતપુર તા.૨૩ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરના એક જાણીતા ધારાશાસ્ત્રી જગદીશ રામાણીની લાશ તેમનાજ ઘરમાંથી કોહવાઈ ગયેલી હાલતમાં મળતી આવતા ચકચાર જાગી છે. જો કે પોલીસે આ શંકાસ્પદ લાશને પીએમ માટે રાજકોટ ખાતે ફોરેન્સીકમાં મોકલી હોવાનું પોલીસ જણાવે છે.

મળતી વિગતો મુજબ અહીના અમરનગર રોડ પર આવેલ કદમ એપાર્ટમેન્ટમાં બ્લોક નંબર ૧૦૨ નો દરવાજો છેલ્લા બે ત્રણ દિવસ થયા બંધ હોય અને રૂમના દરવાજા વાતે બદબૂ ફેલાતી હોય, અચરજ સાથે પાડોશીઓએ જગદીશભાઈ રામજીભાઈ રામાણીના અન્ય પરિવારજનોને જાણ કરી દરવાજો ખોલાવતા અંદર જગદીશભાઈની આશરે ૨ દિવસની કોહવાઈ ગયેલી લાશ મળતા પડોશીઓ સહિતના સ્વજનો સ્તબ્ધ થઇ ગયા હતા. 
દરમિયાણ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ પીએમ માટે અહીના સરકારી દવાખાને ખસેડેલ. પણ ત્યાં તબીબીસુત્રોના કહેવા અનુસાર કોહવાઈ ગયેલી લાશને પીએમ માટે રાજકોટ ફોરેન્સિક લેબો.માં મોકલી છે.
પોલીસને પ્રાથમિક વિગતો મળી હતી કે જગદીશભાઈ વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલ હતા. તેમજ લોકચર્ચાઓ મુજબ બબ્બેવાર લગ્ન સંબંધોમાં ભંગાણ સર્જાયા હોય, ગુમસુમ અવસ્થામાં એકલવાયું જીવન જીવતા હતા. પાડોશીએ એવી પણ વિગત આપી હતી કે છેલ્લા એક અઠવાડિયા થયા તો જગદીશભાઈ પોતાના ઘરની બહાર નીકળતા ના હતા, તેમજ ખોરાક પણ બંધ કરી દીધો હતો. 
પોલીસે બનાવની ઊંડી તપાસ હાથ ધરી છે.
કશ્યપ જે. જોશી પ્રતિનિધિ જેતપુર જેતલસર ૯૯૭૪૨૬૨૮૧૨ 

રાજકોટ સ્થિત પોલીસ હેડકવાર્ટરમાં ફરજ મૌકુફી પીરીયડમાં ફરજ બજાવતા

ફોજદાર રાજભા ચુડાસમા ઉપર જેતપુરમાં  હુમલો કરતા બે શખ્શો : માથામાં કડું જીંકયુ !

સાઈડ આપવા જેવી વાતમાં લાજવાને બદલે ગાજેલા બે શખ્શો ફોજદાર પર તૂટી પડ્યા !!

તસવીરોમાં ૨ હુમલાખોર યુવાનો પણ છે.

 

ઓરોજીનલ ફોટો: કશ્યપ જોશી જેતપુર

 

ફોજદાર રાજભા ચુડાસમા ઉપર જેતપુરમાં હુમલો કરતા બે શખ્શો : માથામાં કડું જીંકયુ !

રાજકોટ સ્થિત પોલીસ હેડકવાર્ટરમાં ફરજ મૌકુફી પીરીયડમાં ફરજ બજાવતા

ફોજદાર રાજભા ચુડાસમા ઉપર જેતપુરમાં  હુમલો 

કરતા બે શખ્શો : માથામાં કડું જીંકયુ !

સાઈડ આપવા જેવી વાતમાં લાજવાને બદલે ગાજેલા બે શખ્શો ફોજદાર પર તૂટી પડ્યા !!

જેતપુર તા. ૨૩  (કશ્યપ જોશી દ્વારા)

જેતપુરમાં આજે સવારે બે ભરવાડ શખ્શોએ રાજકોટ સ્થિત પોલીસ હેડકવાર્ટરમાં ફરજ મૌકુફી પીરીયડમાં ફરજ બજાવતા ફોજદાર ચુડાસમા ઉપર નજીવી બાબતે હુમલો કરી ઈજા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા ચકચાર જાગી છે.

 

મળતી વિગતો મુજબ જેતપુરમાં રહેતા અને હાલ રાજકોટ ખાતે પોલીસ હેડક્વાર્ટર ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ પરબતસિંહ ચુડાસમા આજે રાજકોટથી પોતાની કાર લઈને જેતપુર આવી રહ્યા હતા ત્યારે નવાગઢથી જીજે ૦૩ એચ કયું ૮૬૦૬ નંબરના બે બાઈક સવારોને હોર્ન મારવા છતાં સાઈડ ના આપતા ટપારવા ગયેલા રાજભા ચુડાસમા પર બંને શખ્શો તૂટી પડ્યા હતા.

જેમાં પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ એકે ધક્કો મારીને પછાડી દઈને અને બીજાએ માથામાં કડું મારી ઈજા કરતા ફોજદારને તાત્કાલિક અહીની સરકારી હોસ્પીટલે ખસેડ્યા હતા. જ્યાં તબીબી સુત્રોના જણાવ્યા અનુસાર રાજભા ચુડાસમાને માથામાં ચાર પાંચ ટાંકા લેવાની સારવાર અપાઈ હતી.

બનાવ જેતપુરના બસ સ્ટેન્ડ સામેજ વિશાલ ટ્રાવેલ્સ નજીક બનતા માણસોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. સાડા ડ્રેસમાં રહેલા ફોજદાર પર આમ સરેઆમ હુમલો થતા શહેરમાં તરેહ તરેહની ચર્ચાઓ જાગી હતી. અંતે આ મામલો પોલીસમાં પહોચતા પોલીસે રાજભા ચુડાસમાની ફરિયાદ પરથી, નવાગઢના બે શખ્શો ભરત સુધા મોરી અને ગોગન પાંચા મુશળ સામે આઈપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨) મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ પ્રકરણમાં સમાધાન થઇ ગયાની ચર્ચાઓ પર પરદો પાડતા જેતપુર શહેર પોલીસ મથકના પીએસઓ સુરેશભાઈ પટેલે જણાવેલ કે, ના કોઈ સમાધાન થયું નથી, ઈજાગ્રસ્તની ફરિયાદ પરથી ૨ શખ્શો સામે ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

(કશ્યપ જે. જોશી જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨ )

 

 

જેતપુરના તીનબત્તી ચોક વિસ્તારમાં 

કાર યુવાનને હડફેટે લઇ ઝાડ સાથે ભટકાઈ 

અકસ્માત સર્જી ચાલક નાશી છૂટ્યો !

જેતપુર તા.૨૩  (કશ્યપ જોશી દ્વારા)

જેતપુરમાં આજે બપોરે સર્જાયેલ એક વિચિત્ર કાર અકસ્માતમાં એક યુવાનને ઈજા થતા સારવાર માટે દવાખાને ખસેડાયો હતો. પોલીસે અકસ્માત સર્જી નાશી છુટેલા ચાલકને પકડવા ચક્રો ગતીમાન કર્યા છે.

મળતી વિગતો મુજબ જેતપુરના તીનબત્તી ચોક વિસ્તારમાંથી પસાર થયેલી જીજે ૫ સીએ 4115     નંબરની કાર ચાલકે અચાનક ડ્રાઈવિંગ પરનો કાબુ ગુમાવતા કાર કોર્ટ નાઝીકના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ બનાવમાં રસ્તે ચાલીને જતો સંજય જેન્તી સોલંકી (ઉ.વ.૨૪-રહે.વિરાશક્તિ મંદિર વિસ્તાર, ધોરાજી રોડ જેતપુર) નામનો યુવાન હડફેટે ચડી જતા તેમને સારવાર માટે અહીની સરકારી દવાખાને ખસેડેલ. પોલીસ તપાસ દરમિયાન કારમાં જયદીપ આર. પટેલ(રહે.ચારણીયા) તથા ભૂપત પટેલ બેઠેલા હોવાનું તેમજ કાર ચાલક ઉમેશ હોવાનું અને નાશી છૂટ્યો હોવાનું પોલીસે જણાવેલ. પોલીસે ઈજાગ્રસ્ત યુવાનની ફરિયાદ પરથી અકસ્માત સર્જનાર કાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(કશ્યપ જે. જોશી જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨ )

 

 

 

 

 

 

 

થોડા સમય પહેલાજ બનેલો રોડ ખખડધજ બની ગયો, બોલો !

જેતપુરના બોરડીસમઢીયાળાથી રૂપાવટી 

સુધીના બિસ્માર રોડને રીપેર કરવા માંગ

જેતપુર તા.૨૩ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળાથી રૂપાવટી ગામ તરફ જવાનો રસ્તો હાલ અત્યંત બિસ્માર બન્યો હોય, વાહનચાલકો ત્રાસી ગયા છે.

આ બાબતે રાજકોટ જીલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ જગદીશભાઈ પાંભર જણાવે છે કે, જેતલસર થી રૂપાવટી ગામ જવાનો જેમ પાકો રસ્તો છે તેમ તાલુકાના બોરડીસમઢીયાળાથી રૂપાવટી જવાનો પણ રોડ બન્યો છે. પણ આ રોડ બન્યાને થોડા સમયમાંજ જર્જરિત બની ગયો હોય,સંબંધિત સરકારી તંત્રોએ આ રોડ સામું કદી ના  જોયું હોય, આ રોડ એટલી હદે બિસ્માર બન્યો છે કે વાહનચાલકો ત્રાસી ગયા છે. આ રોડ પર ચાલનારા વાહનચાલકોનું કહેવું છે કે આ રોડ પર એટલા બધા ખાડા પડી ગયા છે કે તારવી તારવીને થાકી જવાય છે અને ઘણી વખત તો ખાડા તારવામાં ધ્યાન હોય ત્યાં સામેના વાહનો સાથે અથડાઈ પડાઈ છે. આ રોડની તાકીદે બિસ્માર હાલત સુધારાય તેવી માંગ કરાઈ છે.

(કશ્યપ જે. જોશી જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨ )

 

 

 

 

 

 

 

ખજૂરી હડમતીયા ચોકડી પર અણઉકેલ પ્રશ્નો બાબતે ચક્કાજામ કરનાર સાંકારોળાના સરપંચ સહીત ૧૫ ની અટકાયત

ખજૂરી હડમતીયા ચોકડી પર અણઉકેલ પ્રશ્નો બાબતે ચક્કાજામ કરનાર

સાંકારોળાના સરપંચ સહીત ૧૫ ની અટકાયત

જો કે સંબંધિત માર્ગ અને મકાન ખાતાના અધિકારીઓએ ઘટના સ્થળે દોડી આવી ગેરરીતીયુક્ત બનેલા રોડની તપાસ કરવાની અને એક રોડ વહેલો બનાવવાની ખાતરી આપ્યાનું જણાવતા સરપંચ સોજીત્રા....


જેતપુર તા.૨૩  (કશ્યપ જોશી દ્વારા)

"ચાલો યુવાનો મારી સાથે, અધિકારીઓ દોડી આવશે તમારી પાસે !" તેવું સુત્ર તરતું મૂકી ભેસાણ તાલુકાના સાંકરોળા ગામના સરપંચ પ્રવીણ સોજીત્રાએ આજે પોતાના અણઉકેલ પ્રશ્નો બાબતે ખજૂરી હડમતીયા ચોકડી પર સફળ ચક્કાજામ કાર્યક્રમ કરી દીધા બાદ સરપંચ સહીત ૧૫ લોકોની ભેસાણ પોલીસે અટકાયત કરી છોડી મુક્યા હતા.

મળતી વિગતો મુજબ ભેસાણ તાલુકાના સાંકરોળા ગામના સરપંચ પ્રવીણભાઈ સોજીત્રા દ્વારા ભૂતકાળમાં અનેક વખત રજુઆતો પછી પણ ભેસાણ, જુનાગઢના લાગતા વળગતા માર્ગ અને મકાનખાતાના અધિકારીઓએ મળતી વિગતો મુજબ  ખજૂરી હડમતીયાથી સાંકરોળા સુધીના રોડકામમાં વ્યાપક ગેરરીતી બાબતે કોઈ તપાસ કરાવી નહોતી.

      તેમજ ખજૂરી હડમતીયાથી હનુમાન ખીજડીયા સુધીનો ૧૦ માસ પહેલા જ બનાવાયેલ સીસી રોડ તૂટી જતા આ રોડ કામમાં વ્યાપક ગેરરીતી છતી થઇ હોવા છતાં તંત્રે રીતસરના આંખ મીચામણા કર્યા હતા. જયારે સાંકરોળા ગામથી જેતપુર વિગેરે તરફ જવા માટે અત્યંત જરૂરી એવો ખજૂરી હડમતીયાથી જેતપુરના દેવકીગાલોળ સુધીનો રસ્તો મંજુર થયેલા રોડની કામગીરી ચાલુ કરવા અંગે અને આ રોડ પર ઉભેલા વૃક્ષોની નડતરરૂપ ડાળીઓ દુર કરવાની  અવારનવાર રજુઆતો ધ્યાને લેવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોય, આ ત્રણેય પ્રશ્નો હલ કરાવવાના વિરોધમાં આજે તા.૨૩ ના રોજ સાંકરોળાના સરપંચ પ્રવીણ સોજીત્રા મોટીસંખ્યામાં ત્રણ-ચાર ગામોના આગેવાનો સાથે ખજૂરી હડમતીયા ચોકડી પર સવારના નવેક વાગ્યાની આસપાસ પહોચી જઈ તેઓએ સત્તાધીસોને લેખિત રજુઆતો કરી ઘડેલો ચક્કાજામનો કાર્યક્રમ સુપેરે પાર પાડી તેઓની માંગણીઓ હલ કરવા સુત્રોચ્ચાર કર્યા હતા.

 

આ તકે મારતે ઘોડે દોડી આવેલી ભેસાણ તાલુકા પોલીસે સંકારોલાના સરપંચ સહીત ૧૫ આગેવાનોની અટકાયત કરી હતી. જો કે આ પહેલા જુનાગઢ માર્ગ અને મકાન ખાતાના ઈજનેરો ખજૂરી ચોકડી ખાતે દોડી આવી આંદોલનકર્તાઓને સાંભળી ઉપરોક્ત બંને ગેરરીતિઓથી બનેલા રોડની તપાસ કરવા તેમજ મંજુર થયેલ હડમતીયાથી દેવકી સુધીના રોડનું કામ બને તેટલું વહેલું શરુ કરાવવાની ખાતરી આપતા ચક્કાજામ કરનાર આગેવાનોમાં આનંદ સાથે રાહતની લાગણી છવાઈ હતી.

 

ફોટો અને સમાચાર કશ્યપ જોશી જેતલસર 

બુધવાર, 21 ઑક્ટોબર, 2015

જેતપુરમાં સરકારી નિયમોને નેવે ચડાવી ધમધમતી ફટાકડાની દુકાનો કોઈ અકસ્માત સર્જશે ??

જેતપુરમાં સરકારી નિયમોને નેવે ચડાવી ધમધમતી 
ફટાકડાની દુકાનો કોઈ અકસ્માત સર્જશે ??
પ્રતિવર્ષે ફટાકડાની દુકાનોની બાઝાર ઉભી કરવા માંગ કરાય છે, પણ કઈ કરાતું નથી !!

જેતપુર તા.૨૧ (કશ્યપ જોશી દ્વારા) 
જેતપુર શહેરમાં પ્રતિવર્ષે ફટાકડાની દુકાનો ભરચક વિસ્તારોમાં પણ શાકભાજીઓની રેકડીઓની માફક ખુલી જતી હોય, વેપારીઓ દ્વ્રારા સરેઆમ સરકારી નિયમોનો ભંગ થતો હોવાની શહેરીજનોના મૂંગા મોંએ ઉઠેલી ફરિયાદ સરકારી તંત્રોએ ધ્યાને લેવી જરૂરી છે.
મળતી વિગતો મુજબ એકદમ નેરો સીટી એવા જેતપુર શહેરમાં મોટાભાગની બઝારો ખુબ સાંકળી છે. આવી બઝારો અને શહેરના અમુક જાહેર માર્ગો પર દર વર્ષે સરકારી નિયમોને નેવે ચડાવી ફટાકડાની દુકાનો ખુલી જતી હોય, અહીના નાગરિકોમાં અસલામતીનો ભય ફેલાયો છે. સૌથી દુખની વાત એ છે કે જેતપુર શહેરમાં પ્રતિ વર્ષે ફટાકડાની ખાસ અલાયદી જગ્યાએ માર્કેટ ઉભી કરવાની માંગ થઇ રહી છે. પણ કહેવાય છે જે સરકારી તંત્રોની આ બાબતે તકેદારી રાખવાની ફરજ છે તેઓ ભારોભાર આળસ દાખવતા હોય, જલ્દી કામાઈ લેવાની ગણત્રીઓમાં જીવતા વેપારીઓ પોતાની મનસુફી મુજબ ફટાકડાની દુકાનો ખોલીને પ્રજાની અસલામતી પેદા કરી રહ્યા છે. એટલુજ નહિ શહેરમાં અમુક સાંકડા રોડ રસ્તા પર બહાર સ્ટોલ ઉભા કરી આવા વેપારીઓ ટ્રાફિકની સમસ્યા પણ પેદા કરતા હોય, પોલીસ, મામલતદાર અને નગર પાલિકાએ પ્રજાની ફરિયાદ ધ્યાને લેવી જરૂરી હોવાનું જાગૃત માણસો કહે છે.
આ બાબતે જે હોય તે પણ સરકારી તંત્રો આ વર્ષે કોઈ કડક અમલવારી કરાવી ફટાકડાની દુકાનોની માર્કેટ શહેર થી અલગ સ્થાપે તે જરૂરી છે.

------------------------
જેતપુર તાલુકાના મોણપર ગામે ગેરકાયદે ધમધમતા 
સાડી ધોલાઈ ઘાટો દુર કરવા ઉપસરપંચની માંગ....
જેતપુર તા.૨૧ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર તાલુકાના મોણપર ગામે વર્ષો થયા ગેરકાયદે ધમધમતા સાડી ધોલાઈઘાટો તાત્કાલિક તોડી પાડી ફેલાતા પાણી પ્રદુષણને હલ કરવા મોણપર ગામના ઉપસરપંચ પ્રતાપભાઈ જીલુભાઈ ધાધલે માંગ કરી છે.
જેતપુરની પ્રાદેશિક પ્રદુષણ નિયંત્રણ કચેરી, ગાંધીનગર ખાતે રિજ્યોનલ ઓફિસર, જીલ્લા કલેકટર, ડેપ્યુટી કલેકટર તેમજ જેતપુરના મામલતદારને ઉદેશીને કરાયેલ લેખિત ફરિયાદમાં મોણપર ગામના ઉપસરપંચ પ્રતાપભાઈ ધાધલે જણાવ્યું છે કે, જેતપુર તાલુકાના મોણપર ગામે વર્ષો થયા ચાલતા સાડી ધોલાઈ ઘાટો, પ્રોસેસ હાઉસોના ઝેરી પ્રદુષણ યુક્ત પાણીથી ભાદર નદીના પાણી પ્રદુષિત થઇ ગયા છે. આજુબાજુની જમીનોની ફળદ્રુપતા પણ ઘટી ગઈ છે, તો અબોલ પશુઓ અને જળચરો પણ સમયાંતરે પ્રદુષિત પાણીથી મોતને ભેટી રહ્યા છે. લોકોમાં કાયમી માંદગી ઘર કરી ગઈ છે. અરજદારે રજુઆતમાં એવી પણ ભીતિ વ્યક્ત કરી છે કે જો આમને આમ પાણી પ્રદુષણ ફેલાવાનું ચાલુ રહેશે તો તેઓની આવનારી પેઢીના નશીબમાં બંજર જમીન સિવાય કશું હાથમાં નહિ આવે, પરિણામે ખેતી ભૂતકાળ બની જશે. 
પણ ગુજરાત હાઈકોર્ટના સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નંબર ૨૫૪/૨૦૦૯ ના ઓરલ ઓર્ડરનું ઉલંઘન થતું અટકાવાય તો પ્રદુષણ ફેલાતું અટકે તેવું રાજુઆતકર્તાનું કહેવું છે.
કશ્યપ જોશી જેતપુર જેતલસર 


અમરનગર ગામે અન્નપુર્ણા માતાજીનો ૯૨ મો જન્મદિન ઉજવતા સેંકડો ભાવિકો

અમરનગર ગામે અન્નપુર્ણા માતાજીનો

૯૨ મો જન્મદિન ઉજવતા સેંકડો ભાવિકો

જેતપુર તા.૨૧ (કશ્યપ જોશી દ્વારા)

તાજેતરમાં જેતપુર તાલુકાના અમરનગર ગામે આવેલા આનંદ આશ્રમ ખાતે સદગુરુ દેવ શ્રી અન્નપુર્ણા માતાજીનો ૯૨ જન્મ દિવસ અસંખ્ય ભાવિકો દ્વારા ધામધૂમથી ઉજવાયો હતો. આ દિવસે સવારથી જ ભાવિકોએ મહાઆરતી, દર્શન અને બપોરે સામુહિક પ્રસાદનો લાભ લીધો હોવાનું આશ્રમના હંસાગીરી અન્નપુર્ણાગીરીએ જણાવ્યું હતું.

 

અમરનગરમાં આદર્શ ધૂન મંડળની સરાહના

જેતપુર તા.૨૧  (કશ્યપ જોશી દ્વારા)

જેતપુર તાલુકાના અમરનગર ગામે છેલ્લા ૬ વર્ષથી કાર્યરત આદર્શ ધૂન મંડળ ગ્રામજનોમાં સરાહનાપાત્ર બન્યું છે. દર વર્ષની જેમ આ વરસે પણ નવરાત્રી દરમિયાન ગામના દરેક પરિવારોના મઢમાં જઈને ધૂન કીર્તનની રમઝટ બોલાવી હતી. ગરબીના ચોકમાં પણ આ ધૂન મંડળના સભ્યો અનન્ય રાગથી ગરબાઓ ગાઈને ભાવિકોને જકડી રાખ્યા હતા. આ મંડળ દ્વારા દર પૂનમે સત્સંગ, ધૂન કીર્તનનું આયોજન કરવામાં આવે છે, કોઈની પાસે ફંડ ફાળા મંગાતા નથી, હૈયે વસે તેવી અને તેટલી મળતી સખાવતોથી મંડળના મુખ્ય કાર્યકર દેવીદાસભાઈ સોલંકી, વિરજીભાઈ પરમાર, મુળુભાઈ ગોવાળિયા, ધીરુભાઈ રાજ્યગુરુ, રાજુભાઈ ગુજરાતી, જયંતીભાઈ વેકરીયા તથા અલ્પેશ પરમાર વી. ખુશ હોવાનું ગામના સામાજિક આગેવાન બી.કે.જયસ્વાલ જણાવે છે.

 

 

જેતપુરના સ્ટેશનવાવડી ગામનું આકર્ષણ

જય ખોડિયાર ગરબી મંડળ

જેતપુર તા.૨૧  (કશ્યપ જોશી દ્વારા)

જેતપુર તાલુકાના સ્ટેશન વાવડી ગામે જય ખોડિયાર ગરબી મંડળની બાળાઓ પ્રાચીન અર્વાચીન રાસ ગરબાઓની ધૂમ મચાવી રહી છે. અહી રમાતા રાસ ગરબાથી ગ્રામજનો અને ભાવિકો ભારે ખુશ હોવાનું રોહિતભાઈ ગીરધરભાઈ ભટ્ટી જણાવે છે.

 

 

૨ રોડના કામોમાં ગેરરીતી અને ૧ રોડ બનાવાતો ના હોય, વિરોધ કરવા

આવતીકાલે  સાંકરોળાના સરપંચ ૩ ગામોના ૮૦૦ લોકોને સાથે રાખી આવતીકાલે ખજૂરી હડમતીયા ચોકડી રોડને કરશે ચક્કાજામ

જેતપુર તા.૨૧ (કશ્યપ જોશી દ્વારા)

જુનાગઢ જીલ્લાના સંબંધિતોને અનેક વખત રજુઆતો કરાઈ હોવા છતાં ભેસાણ પંથકના બે રોડકામની ગેરરીતીની તપાસ ના થતી હોય તેમજ એક રોડ મંજુર થયો હોવા છતાં તંત્ર દાદ આપતું ના હોવાની વાતના વિરોધમાં આવતીકાલ તા. ૨૩ ના રોજ સાંકરોળાના સરપંચ ૩ ગામોના ૮૦૦ જેટલા લોકોને સાથે રાખીને ખજૂરી હડમતીયા ચોકડી રોડ પર ચક્કાજામ કાર્યક્રમ યોજશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

 

મળતી વિગતો મુજબ  ખજૂરી હડમતીયાથી સાંકરોળા સુધીના રોડકામમાં વ્યાપક ગેરરીતી અંગે લાગતા વળગતા સત્તાધીસોને સાંકરોળાના સરપંચ પ્રવીણ સોજીત્રાએ તા.૨૨-૨-૧૪, ૧૯-૫-૧૪, ૨૨-૭-૧૪, ૩૦-૧૦-૧૪ તથા ૧૫-૧૦-૨૦૧૫ નારોજ રજુઆતો કરી હોવા છતાં કોઈએ કોઈ પ્રકારનું ધ્યાન આપ્યું નથી.

 

ખજૂરી હડમતીયાથી હનુમાન ખીજડીયા સુધીનો ૧૦ માસ પહેલા જ બનાવાયેલ સીસી રોડ તૂટી જતા અનેક વખત રજુઆતો કરાઈ પણ સંબંધિત માર્ગ અને મકાન ખાતું મુક, બધીર અને સુરદાસની ભૂમિકા ભજવતું હોવાનો સરપંચનો આક્ષેપ છે.

 

તેમજ સાંકરોળા ગામથી જેતપુર વિગેરે તરફ જવા માટે અત્યંત જરૂરી એવો ખજૂરી હડમતીયાથી જેતપુરના દેવકીગાલોળ સુધીનો રસ્તો મંજુર થયેલા રોડની કામગીરી ચાલુ કરવા અંગે અને આ રોડ પર ઉભેલા વૃક્ષોની નડતરરૂપ ડાળીઓ દુર કરવાની  અવારનવાર રજુઆતો ધ્યાને લેવાતી ના હોય આ તમામ બાબતોએ ન્યાય મેળવવાની માંગ સાથે આજે તા.૨૨-૧૦. સુધીમાં સંબંધિતો કઈ ઘટતું નહિ કરે તો આવતીકાલ તા.૨૩.૧૦ ના રોજ સવારે, ૯-૦૦ કલાકે, ખજૂરી હડમતીયાની ચોકડી પર સાંકરોળાના સરપંચ પ્રવીણભાઈ સોજીત્રા ખજૂરી હડમતીયા, બરવાળા અને ઢોળવા એમ ત્રણ ગામોના ૮૦૦ લોકોને સાથે રાખી રસ્તા રોકો આંદોલન કરી ચક્કાજામ કરશે તેવી ચીમકી ઉચ્ચારતી લેખિત રજૂઆત જુનાગઢ જીલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેર, જુનાગઢના કલેકટર, ભેસાણના મામલતદાર વિગેરેને કરી છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨ ૬૨૮૧૨