જેતપુરમાં યોજાયેલ કોંગ્રેસના સશક્તિકારણ સંમેલનમાં
ગુજરાતમાં "બેનની" અને દિલ્હીમાં "ભાઈની" સરકારને
ચાબખા મારતા કોંગ્રેસના આગેવાનો !! પ્રજા સમજી જાય !
જેતપુર તા.27 (કશ્યપ જોશી દ્વારા)
ગઈકાલે જેતપુર ખાતે મળેલા કોંગ્રેસના સશક્તિકારણ સંમેલન દરમિયાન ઉપસ્થિત કોંગ્રેસના આગેવાનો, ધારાસભ્યોએ ગુજરાત અને દિલ્હી સરકાર પર વરસાદની જેમ ચાબખારૂપી તૂટી પડી ઉપસ્થિત લોકોને સમજાવ્યા હતા કે હજુ બહુ મોડું નથી થયું, કમળને રામ રામ કરી પંજાને સાથ દેવા માંડો !!
આ બાબતે મળતી વિગતો મુજબ રવિવારે અહીની પ્રખ્યાત ધાર્મિક જગ્યા ખાખામઢી હનુમાનજી મંદિર ખાતે કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ પાંભરના ખરી જહેમત વચ્ચે મળેલ સશક્તિકરણ સંમેલનમાં કોંગી કાર્યકરો અને આગેવાનો ઉમટી પડ્યા હતા. વરસતા વરસાદ વચ્ચે પણ તાલુકાના ગામડાઓમાંથી જેતપુર દોડી આવેલા આગેવાનો, કાર્યકરોએ વર્તમાન ભાજપ સરકારની રીતિનીતિ પરત્વે ગજબનો રોષ ઠાલવ્યો હતો.
જેતપુરના જગાભાઇની હાકલ અને અનુરોધથી અહી દોડી આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માજી પ્રમુખ સિદ્ધાર્થ પટેલ, જવાહર ચાવડા, સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રભારી રાઘવજીભાઈ પટેલ, માજી સાંસદ કુંવરજીભાઈ બાવળિયા, રાજકોટના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ, રાજકોટ જીલ્લા કોંગ્રેસના પ્રમુખ દિનેશ ચોવટિયા, સ્થાનિક કોંગી આગેવાનો સહેનાઝ્બેન બાબી, નીલેશ પંડયા, ચેતના પારધી , શારદા વેગડા વિગેરે પ્રસંગોચિત વકતવ્યોમાં વર્તમાન સરકારની જાટકણી કાઢી હતી.
ધારાસભ્ય રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, 100 દિવસમાં કાળું નાણું ભારતમાં લાવવાની વાતોના વડા કરનાર વર્તમાન સરકાર આ બાબતે આજે 420 દિવસેય ફીફા ખાંડે છે. રાજકોટના ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવેલ કે નરેન્દ્ર મોદી જેવા ભાઈને દેશની મોટી ગાદી પર બેસાનાર ગુજરાતની પ્રજાને એવી આશા હતી કે તકલીફ પડશે તો ભાઈ આવશે, પણ આ ભાઈને અમેરિકા જવાનું બહુ ગમતું હોય, પીડાતી પ્રજાને ક્યાંથી મળવા આવે ?
અમરેલી પૂરપીડીતોનો કોઈએ ભાવ ના પુંછતા રાજ્યગુરુએ આવું તીર છોડ્યું હતું..
માજી સાંસદ કુવરજી બાવળીયાએ ખેતીપ્રધાન દેશ ભારતના ખેડૂતોને હેરાન કરવામાં વર્તમાન સરકાર કોઈ કચાસ નાં રાખતી હોવાનો આક્ષેપ કર્યો હતો. તો માણાવદરના જવાહર ચાવડાએ પોતાની તેજાબી શૈલીમાં જણાવેલ કે ખેડૂતોને વીજ કનેક્ષનો મેળવામાં ધોળે દિવસે તારા દેખાડતા સંબંધિતો હમણાં કોઈ ઉદ્યોગપતિ વીજ કનેકશનો માંગે તો યુધ્ધના ધોરણે આપી દેવાય છે ! આવો ભેદભાવ શુકામ ? તેવો સવાલ ઉઠાવી વર્તમાન સરકાર પર ચાબખા માર્યા હતા.
બોક્સ: સેંકડો ભાજપીઓ કોંગ્રેસમાં જોડાયા !
જેતપુર: જેતપુર ખાતે કોંગ્રેસના સશક્તિકારણ સંમેલનને સફળ બનાવવામાં મહત્વનો ફાળો ભજવનાર રાજકોટ જીલ્લ કોંગ્રેસ ઉપપ્રમુખ અને જાણીતા દાતા જગદીશભાઈ પાંભરે જણાવેલ કે, વર્તમાન સરકારની નીતિરીતી પ્રજા હવે જાણી ગયી છે. હવે લોકોને છેતરવામાં રસ નથી, લોકોમાં એક એવો સ્વયંભુ જુવાળ ખડો થયો છે કે ભાજપને રામ રામ કરીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. આ વાતની પુષ્ટિ રૂપે રાજકોટ જીલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ચંદુભાઈ શિંગાળા, જેતપુર તાલુકા પંચાયત પ્રમુખના ભરથાર વિપુલ વૈષ્ણવ કે જેઓ નાની ઉમરથીજ ભાજપના ભગવામાં રંગાયેલ તેઓએ, જેતપુર તાલુકા ભાજપના આગેવાન પી.એલ.વસોયા, મંડલીક્પુર ના કિશોર પાદરીયા, કાળુભાઈ ગોહિલ સહીત મોટી સંખ્યામાં આગેવાનોએ ભાજપને તરછોડી કોંગ્રેસને અપનાવી લીધો હતો. સંમેલનના પ્રમુખસ્થાન એવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીની ગેરહાજરી બાબતે જગદીશ પાંભરે જણાવેલ કે નરમ ગરમ તબિયતને હિસાબે સોલંકી આવી શક્યા નહોતા..
બોક્સ: ઓળખી લો આ સુટ, બુટ અને ટાય સજ્જ સરકારને !
જેતપુર: રાજકોટ જીલ્લા ભાજપના માજી મહામંત્રી ચંદુભાઈ શિંગાળાએ રોષભેર જણાવેલ કે ખેડૂતોને પાયમાલી તરફ ધકેલી દેનારી વર્તમાન સરકાર શૂટ બુટ અને ટાયમાં સજ્જ છે, આ સરકાર ખેડૂતોની નહિ પણ માલેતુઝાર ઉદ્યોગપતિઓની છે, હું ખાતો નથી અને ખાવા દેતો નથી તે વાત માત્ર ને માત્ર ભ્રામક છે, લોભામણી વાતો કરના સરકારને પ્રજાની પડી નથી, અરે પ્રજા તો શું અમરેલીના ધારાસભ્ય કે જે વિધાનસભાના સદસ્ય છે અને દેશના વડાપ્રધાન માટે આવા સૌ મિત્રો સરકારના હાથ પગ કહેવાય છતાં, આવા ધારાસભ્યો છેક મરણ પથારી સુધીના આંદોલનો કરે તો ય તેની સામું નાં જોવાય તો આમાં બિચારી પ્રજા સામે કોણ જોવાનું ? તેઓએ કોંગ્રેસના એક વખાણ પણ દોહરાવ્યા હતા કે જયારે તેઓ ભાજપમાં હતા ત્યારે એક આંદોલનમાં રાજકોટમાં મનોહરસિંહ જાડેજા જેવી કોંગ્રેસની હસ્તીઓ ઉપવાસીઓની ખબર અંતર પુછવા આવતી, જયારે અમરેલીના ધારાસભ્ય એક વખત મોતના મુખમાં ધકેલાઈ જાય તે રીતે તાજેતરમાં પુર પીડિતો માટે આંદોલન છેડ્યું, પણ ભાજપનો કોઈ આગેવાન તેમની ખબર કાઢવા નાં ફરક્યો !! આવી સરકાર સાથે રહેવાની બદલે છેડો જ ફાડી નંખાય ! શાયદ આવી ભાવનાઓથી જ કોંગ્રેસમાં ભાજપના આગેવાનો જોડાઈ રહ્યા છે.
------------
ટૂંકમાં જેતપુર ખાતે યોજાયેલ કોંગ્રેસના સશક્તિકારણ સંમેલનમાં ગુજરાતમાં "બેનની" અને દિલ્હીમાં "ભાઈની" સરકાર પર ચાબખા મારવાની તક કોંગ્રેસના આવેવાનોએ ચુકી નહોતી તેવું કહેવું ઉચિત જણાય છે.
ફોટો અને સમાચાર કશ્યપ જે. જોશી જેતપુર 9974262812