અનુયાયીઓ

સોમવાર, 20 જુલાઈ, 2015

જેતપુરના જુનાગઢ રોડ પર સુઝુકી શોરૂમના તાળા તોડી રૂ.1.93 લાખ રોકડની ચોરી..

જેતપુરના જુનાગઢ રોડ પર સુઝુકી શોરૂમના
તાળા તોડી રૂ.1.93 લાખ રોકડની ચોરી.. 
જેતપુર તા.20
જેતપુર શહેરના જુનાગઢ રોડ પર એક વાહનના શોરૂમના તાળા તોડી કોઈ તસ્કરો રૂપિયા 1.93 લાખ ઉઠાવી ગયાની શહેર દફતરે ફરિયાદ નોંધાતા પોલીસે ગુના શોધક સ્વાન અને ફોરેન્સિક લેબો.સુત્રોની મદદ મંગાઈ હોવાનું જાણવા મળે છે.

બનાવની મળતી વિગતો મુજબ તા.18-7-15 થી 20-7-15 દરમિયાન અષાઢી બીજ અને રવિવારને હિસાબે બંધ રહેલા જેતપુરના જુનાગઢ રોડ પર આવેલ સુઝુકી મોટર સાઈકલ શો રૂમની પાછળ આવેલ સર્વિસ સેન્ટરમાં પ્રવેશી, શોરૂમના તાળા તોડી કોઈ નિશાચરો રૂપિયા 193305-00 રોકડ ઉઠાંતરી કરી ગયા હતા.
બનાવની સંજય કાળા સોલંકી(રહે.જોનપુર, તાલુકો કેશોદ)ની ફરિયાદ પરથી પોલીસ ઇન્સ્પેકટર ગોહિલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અત્રે એ નોંધનીય છે કે જેતપુર શહેર પોલીસ સ્ટેશનનો જ્યારે પણ સંપર્ક કરાય છે ત્યારે ફરજ પરના પીએસઓ ને બદલે કોઈ અન્ય પોલીસમેન ફોન ઉઠાવતા હોય શાંતિ છે શાંતિ છે તેવા સ્થાનિક પત્રકારોને જવાબ મળતા હોવાનો અહી કચવાટ પેદા થયો છે. આજે પણ આવી મોટી ચોરી શહેર પોલીસ દફતરે બપોરના નોંધાઈ ગઈ હોવા છતાં 5-30 કલાકે શહેર પોલીસનો ફોન ઉઠાવનાર પોલીસમેને શાંતિની કેસેટ વગાડી હોવાની પત્રકારોની ફરિયાદ છે.

અત્રે એ પણ નોંધનીય છે કે અગાઉ આ પ્રશ્ને જ રાજકોટ જીલ્લા પોલીસ વડાને પણ ફરિયાદ કરી ત્યારે સ્થાનીક પીઆઈ ગોહિલે આ બાબતે કડક સૂચનાઓ આપી હતી કે પત્રકારોને સાચી અને નિયમિત વિગતો આપતા રહો. પણ આ બધું થોડો સમય જ ચાલ્યું હોય, પીઆઈ ગોહિલે પુનઃ કડક થવાની જરૂર હોવાનું પત્રકારો જણાવે છે.

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812


શુક્રવાર, 17 જુલાઈ, 2015

વીરપુરની કિશોરીનું દાઝી જતા મોત, વિરપુરના યુવાને ઝેરી પી લેતા ગંભીર

વીરપુરની કિશોરીનું દાઝી જતા મોત 
જેતપુર તા.17
જેતપુરના વીરપુર(જલારામ)ના જુના દલિત વાસમાં રહેતી પારૂબેન ચાવડા નામની 16 વર્ષની કિશોરી આજે પોતાના ઘરે અગ્મ્યોકારણોસર દાઝી જઈને મોત પામતા તેણીની ડેડબોડી પીએમ માટે  આરોગ્ય કેન્દ્રમાં લવાઈ હતી. જ્યાં ફરાઝ પરના તબીબની જાણ પરથી વીરપુર પોલીસે ધોરણ કાર્યવાહી હાથ ધરી છે.

વિરપુરના  યુવાને ઝેરી પી લેતા ગંભીર 
જેતપુર તા.17
વિરપુરના એક યુવાને ઝેરી દવા પી લેતા તેમને વધુ સારવાર માટે વીરપુરથી રાજકોટ ખાસેદાયોહોવાનું વીરપુર પોલીસ જણાવે છે.
પ્રાપ્ત વિગતો મુજબ વિરપુરના જલારામનગરમાં રહેતા ઉમેશ બચું ચુડાસમા ઉ.વ.23 એ કોઈ અગ્મ્યો કારણોસર તેમના ઘરે ઝેરી દવા પી લેતા પ્રાથમિક સારવાર વીરપુર અપાવી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું વીરપુર પોલીસ જણાવે છે.
કશ્યપ જોશી જેતપુર 9974262812


જેતપુર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે રવી આંબલીયાની વરણી

જેતપુર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે રવી આંબલીયાની વરણી 
જેતપુર તા.17
તાજેતરમાં જેતપુર ચેમ્બર ઓફ કોમર્સની નવી કારોબારીની થયેલી વરણીઓમાં પ્રમુખ તરીકે રવીભાઈ આંબલીયાની વરણી કરાઈ હતી.
મળતી વિગતો મુજબ તાજેતરમાં જેતપુર ચેમ્બર્સ ઓફ કોમર્સની સને 2015 થી 2018 સુધીની નવી કારોબારીની રચના માટે બેઠક મળી હતી. જેમાં પ્રમુખ તરીકે રવિભાઈ જે. આંબલીયા, વસંતભાઈ પટેલ(ઉપપ્રમુખ), છગનભાઈ ઉસદડીયા(ઉપપ્રમુખ) તથા સેક્રેટરી તરીકે હરેશભાઈ ગઢિયાની વરણીઓ કરાઈ હતી. જ્યારે આમંત્રિત સભ્યો તરીકે રાજુભાઈ પટેલ, બળવંતભાઈ ધામી, પ્રવીણ નંદાણિયા, જયંતીભાઈ રામોલીયા, હંસરાજભાઈ ખાચરીયા તથા બીપીનભાઈ ઠુંમરની વરણી કરવામાં આવી હોવાનું નવા પ્રમુખ રવિ આંબલીયા જણાવે છે. અત્રે એ નોંધનીય છે કે જેતપુર ચેમ્બરના નવા વરાયેલા પ્રમુખ રવિભાઈ શહેરમાં અનેકવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે. ખોડલધામ ટ્રસ્ટ - જેતપુરના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. તો એક મોટા ગજાના કારખાનેદાર-ઉદ્યોગપતિ તરીકે દેશ વિદેશમાં, આફ્રિકન કન્ટ્રીમાં વ્યવસાય ક્ષેત્રે ઘરોબો ધરાવી રહ્યા હોય, તેઓની ચેમ્બર પ્રમુખ તરીકે નિમણુક થતાજ તેઓને સૌ વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ આવકાર્યા છે.

આ મેટર રવિભાઈના ફોટો સાથે લેવા વિનંતી છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 

જેતપુરમાં ગાયત્રી મંદિરે અધિક માસની ઉત્સાહભેર ઉજવણી, 56 ભોગ ભોગ ધરાયો

જેતપુરમાં ગાયત્રી મંદિરે અધિક માસની 
ઉત્સાહભેર ઉજવણી, 56 ભોગ ભોગ ધરાયો 
જેતપુર તા.17
જેતપુરના કોટડીયા વાડી વિસ્તારમાં આવેલ શ્રી ગાયત્રી શક્તિપીઠના પ્રાંગણમાં લત્તાના ભાવનાશીલ, ધાર્મિક બહેનો-ગોપીઓ દ્વારા અધિક માસ દરમિયાન આખો મહિનો પુરુષોત્તમ પ્રભુની સ્થાપના કરી પૂજન, અર્ચન, સત્સંગ ભક્તિભાવથી કરવામાં આવેલ.અધિક માસના અંતિમ દિવસે પુરુષોત્તમ ભગવાનને છપ્પન ભોગ ધરાવીને ગોપીઓએ પુણ્યનું ભાથું બાંધ્યું હોવાનું ગાયત્રી પરિજન બી.બી.ભીમજીયાણી અને ગાંડુભાઈ સાવલીયાએ જણાવ્યું હતું..
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812



સમસ્ત બ્રહ્મસમાજ જેતપુર શહેર-તાલુકા દ્વારા કાલે સરસ્વતિ સત્કાર-નોટબુક વિતરણ થશે

સમસ્ત બ્રહ્મસમાજ જેતપુર શહેર-તાલુકા દ્વારા 
કાલે સરસ્વતિ સત્કાર-નોટબુક વિતરણ થશે 
જેતપુર તા.17            (કશ્યપ જોશી દ્વારા)                                                      
આવતીકાલ તા.19  રવીવારે જેતપુર ખાતે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થી ભાઈ બહેનોને સત્કારવાના તેમજ નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદના અર્થશાસ્ત્રી વિશારદ ડો.જયનારાયણ વ્યાસ, રાજ્ય મંત્રી જયેશ રાદડિયા, માજી ધારાસભ્ય જસુબેન કોરત સહિતના મુખ્ય મહેમાનોની હાજરીમાં, અતિથી વિશેષ જસુમતીબેન ધીરજલાલ રાવલ, કાળુભાઈ જોશી(સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ), વી.આઈ.પંડ્યા, શૈલેશભાઈ દવે(જુનાગઢ), હર્ષદ ભાઈ મહેતા અને રાવલ, જીતુભાઈ મહેતા(રાજકોટ), અશ્વિનભાઈ મહેતા(વડિયા)વિગેરેની ઉપસ્થિતિ વચ્ચે જેતપુરના નાયબ મામલતદાર નીખીલ મહેતાના હસ્તે ઉદ્ઘાટિત થનાર આ કાર્યક્રમમાં શહેર તેમજ તાલુકા વિસ્તારમાં વસતા બ્રહ્મસમાજના તેજસ્વી છાત્રોને પ્રોત્સાહક ઇનામોથી નવાજીને નોટબુક વિતરણ કરાશે..
શહેરના રામજી મંદિર રોડ પર આવેલ બ્રહ્મસમાજની વાડી ખાતે સાંજે 3 થી 6 દરમિયાન યોજાનાર આ બંને કાર્યક્રમોનો લાભ લેવા બ્રહ્મસમાજના ચીફ એડવાઈઝર વી.આઈ.પંડયા દ્વારા ભૂદેવોને અનુરોધ છે. તેમજ અ કાર્યક્રમોને સફળ બનાવવા પ્રો. ચેરમેન નરેન્દ્રભાઈ જાની, પ્રવીણભાઈ વ્યાસ, હિતેશ રાવલ, આશિષ પંડયા, ઉપેન્દ્ર વ્યાસ, કાળુભાઈ જોશી વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
(કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર - 9974262812)





ગુરુવાર, 16 જુલાઈ, 2015

પેઢલા નજીક કાર હડફેટે બાઈક સવારનું મોત

પેઢલા નજીક કાર હડફેટે બાઈક સવારનું મોત 
જેતપુર તા.16
જેતપુરના પેઢલા નજીક આજે એક કાર ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક સવારનું મુત થયાનું તાલુકા પોલીસ દફતરે નોંધાયું છે.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના પાંચપીપળા ગામના માધાભાઈ લાલજીભાઈ સુવાગીયા આજે સવારે તાલુકાના પેઢલા ગામ નજીક પોતાનું બાઈક લઈને નીકળ્યા ત્યારે પુરપાટ ઝડપે નીકળેલ જીજે 11 એચ 5595 ના ચાલકે માધાભાઈને હડફેટે લેતા તેમનું ઘટના સ્થળેજ કરુણ મોત થયું હતું.
બનાવની મૃતક માધાભાઈના ભાઈ ભૂપત ભાઈ લાલજીભાઈ સુવાગીયાની ફરિયાદ પરથી જેતપુર તાલુકા ફોજદાર ગોહિલે કાર ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જેતપુરના રેશમડીગાલોળમાં જુગાર દરોડો 
રોકડ 11 હાજર સાથે 7 તાસ્પ્રેમી પકડાયા
જેતપુર તા.16
ગઈ મોડી રાત્રીના જેતપુર તાલુકાના રેશમડીગાલોળ ગામે જેતપુર તાલુકા પોલીસે જુગાર દરોડો પાડી 7 શખ્શોને રોકડ રૂપિયા 11 હજાર સાથે પકડી પાડ્યા હતા.
મળતી  વિગતો મુજબ તાલુકાના રેશમડીગાલોલ ગામે લાંબા સમય થયા રોજ રાત્રીના જુગાર રમાતો હોવાની બાતમી પરથી જેતપુર તાલુકા પોલીસના ફોજરદારો કરમટીયા અને ગોહિલે સ્ટાફને સાથે રાખી ગત રાત્રીના જુગાર દરોડો પાડતા કાંતિ વજુ, રસિક જગન્નાથ, મનસુખ રવજી, હમીર સોમાં, ભાવેશ રાવજી, વિપુલ અમરૂ, પુંજા લક્ષ્મણ, વી શખ્શો રોકડ રૂપિયા 11600/- સાથે પકડાઈ ગયા હતા.

ખીરસરાની પરિણીતાએ સાસરીયાઓના ત્રાસથી કેરોસીન પીધું 
જેતપુર તા.16
જેતપુર તાલુકાના ખીરસરા ગામની પરિણીતા અલ્પાબેન રમેશભાઈ રાઠોડ એ પતિ ઉપરાંત સસરા, ભીખાભાઈ, સાસુ સવિતાબેન વિગેરે રસોઈ કરતા નાં આવડતી હોય, વિગેરે બાબતે છેલ્લા ત્રણ વર્ષ થયા શારીરિક માનશીક ત્રાસ આપતા હોય કંટાળી જઈ આજે પોતાના ઘરે કેરોસીન પી લેતા સારવાર માટે અલ્પાને દવાખાને ખસેડાઈ હતી. બનાવની ફરિયાદ પરથી તાલુકા પોલીસે પરિણીતાના સાસરિયાઓ સામે ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812

બુધવાર, 15 જુલાઈ, 2015

નવાગઢની સગીરા પર દુસ્કર્મ આચરાયું

નવાગઢની સગીરા પર દુસ્કર્મ આચરાયું 
જેતપુર તા.15
નવાગઢની એક સગીરા પર છેલ્લા એક વરસ થયા દુષ્કર્મ આચરતું હોવાની આજે શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાવતા પોલીસે ઢગાને પકડવા કવાયત આદરી છે.
મળતી વિગતો મુજબ જેતપુરના નવાગઢમાં ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતી એક દેવીપુજક સગીરાને ધાક ધમકીઓ આપી પડોશમાં જ રહેતો ધવલ બીજલ નામનો દેવીપુજક છેલ્લા 1 વર્ષ થયા દુષ્કર્મ આચરતો હોવાની સગીરાની આપવીતી સાંભળીને ઉકળી ઉઠેલી સગીરાની માતાએ આજે જેતપુર શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવતા ફોજદાર ચૌહાણે ઢગા ધવલને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. 
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812

મંગળવાર, 14 જુલાઈ, 2015

ફોટો અને સમાચાર : હિતેશ સાવલિયા જેતપુર 9898848584

ગાયત્રી શક્તિ પીઠ જેતપુર દ્વારા બાળકોને સત્કારાયા
જેતપુર તા.14
જેતપુરના કોટડીયા વાડી ખાતે આવેલ શ્રી ગાયત્રી મંદિર(ગાયત્રી શક્તિ પીઠ) દ્વારા તાજેતરમાં તેજસ્વી બાળકોને સન્માની પ્રોત્સાહક ઇનામો અપાયા હતા. આ તકે પ્રવીણભાઈ રાવરાણી, ઉપેન્દ્ર વ્યાસ તેમજ બી.બી.ભીમજીયાણી સહિતના ગાયત્રી પરિજનોએ બાળકોનો ઉત્સાહ વધારી સત્કાર્યા હતા.
ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 9974262812

જેતપુરની ગોપીઓએ યોજ્યો કાનગોપી રાસ 
જેતપુર : ગઈકાલે જેતપુરના કોટડીયા વાડી વિસ્તારની ભાવીકાઓ ગોપી બહેનોએ કાનગોપી રાસનું આયોજન કરી મહોલ્લાવાસીઓને જકડી રાખ્યા હતા. 
ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 9974262812
જેતપુરનું ગૌરવ 
જેતપુર: જેતપુરમાં રહેતા અને જુનાગઢની ઓમ એન્જી.કોલેજમાં અભ્યાસ કરતા મોહિત બાબરીયાએ જીટીયુ દ્વારા જાહેર થયેલ પરિણામ અંતર્ગત 10 માંથી 10 એસપીઆઈ મેળવી ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમે આવી સમસ્ત લેઉવા પટેલ સમાજ જેતપુરનું ગૌરવ વધારેલ છે. 
ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 9974262812
અવસાન નોંધ :
જેતપુર: રાજકોટ નિવાસી જીતેન્દ્રભાઈ હસમુખભાઈ ભટ્ટ(ઉ.વ.42) તે વિનોદરાઈ મણિશંકર ઠાકરના જમાઈ તેમજ નીલેશભાઈ અને હરેશભાઈના બનેવી તા.10.7. ના રોજ અવસાન પામેલ છે.બેસણું તા.17 ને શુક્રવારે, સાંજે 4 થી 6, ખોડપરા, ગોપાવાડી, શેરી નં.આઈ/9 જેતપુર ખાતે રાખેલ છે.
ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 9974262812

સોમવાર, 13 જુલાઈ, 2015

જેતપુરની ખાનગી સ્કુલના 2 શિક્ષકોએ 2 બાળકોને માર મારતા વાલીઓમાં રોષ

જેતપુરની ખાનગી સ્કુલના 2 શિક્ષકોએ 
2 બાળકોને માર મારતા વાલીઓમાં રોષ 
જેતપુર તા.13 (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરની ખાનગી સ્કુલના  2 માસ્તરોએ આજે 2 બાળકોને માર મારતા સરકારી હોસ્પિટલ બિછાનેથી મારનો ભોગ બનેલા બાળકોના વાલીએ પોલીસ ઉપરાંત પત્રકારોને  બોલાવી વિગતો આપતા ચકચાર જાગી હતી.
મળતી વિગતો મુજબ જેતપુરમાં આવેલી અને ફી વધારા મુદ્દે વાલીઓને મચક નાં આપનારી એક ખાનગી સ્કુલના  બે વિદ્યાર્થીઓ સગા ભાઈઓ બામન અબ્બાસભાઈ શબ્બરભાઈ (ઉ.વ.10 - ધો.5) તથા બામન હુસેન શબ્બરભાઈ(રહે.લાદી રોડ, નગીના મસ્જીદ સામે, દાઉદી એપાર્ટમેન્ટ, બ્લોક નંબર-3) એમ બંને ભાઈઓને શાળાના શિક્ષકો સંદીપ સર અને વિઘ્નેશ સર એમ બંનેએ તમાચા મારી, ચીંટીયા ભરી, કાન ખેંચી માર મારતા આ બંને બાળકોને વાલી સબ્બર હાતિમભાઈ બામન એ  સરકારી હોસ્પીટલમાં દાખલ કર્યા હતા. 
હોસ્પિટલ ખાતે પોતાના બાળકોના ગાલે ચાંભા બતાવી બાળકોના પિતાએ રોષભેર જણાવેલ કે ત્રણ ચાર દિવસ પહેલા પણ પોતાના પુત્રોને ઉપરોક્ત શિક્ષકોએ ફટકાર્યા હતા. પણ ડરના માર્યા બાળકોએ ઘરે વાત કરી નહોતી, જ્યારે આ વાતનું આજે પુનરાવર્તન થતા, હવે આ વાત સહન ના કરી સૌની સમક્ષ આ ઘટના મુકવી ઉચિત લાગી છે. બીજીબાજુ શાળા સંચાલક એ આ ઘટના તપાસી સંબંધિત શિક્ષકોને કોઈ પણ બાળકને માર ના મારવાની સુચના આપી હોવાની વાત દોહરાવી હતી.

બોક્સ: ફી વધારા મુદ્દે પણ ગાજી હતી આ શાળા !!
જેતપુર : જેતપુરના ઉપરોક્ત બંને બાળકોને ખાનગી શાળાના શિક્ષકોએ માર માર્યા હોવાની ઘટના જાણી ગયેલા જેતપુર વાલી મંડળના ઉપપ્રમુખ મહમદ સાંઘ હોસ્પિટલ દોડી આવી પત્રકારો સમક્ષ એવી ફરિયાદો ઉચ્ચારી હતી કે ફી વધારા મુદ્દે પણ વાલીઓ સાથે રકઝક કરી  વિવાદોના વમળમાં રહેતી ઉક્ત શાળાના શિક્ષકો હવે આવી રીતે બાળકોને મારવા માંડ્યા હોય, સંબંધિતો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. 

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતપુર 9974262812
માત્ર કાર્યાલયની જાણ માટે :
સ્કુલનું નામ સ્પેસ ઈંગ્લીશ સ્કુલ છે. આપણી પાસે હોસ્પીટલમાં દાખલ બાળકોનું, વાલીનું અને વાલીમંડળના ઉપપ્રમુખનું વિડીઓ રેકોર્ડીંગ છે.

ડેડરવાની યુવતીએ ગળાફાંસો ખાઈ જીંદગી ટૂંકાવી

પિતાએ કરેલી સગાઇ પસંદ નાં હોય
ડેડરવાની યુવતીએ  ગળાફાંસો ખાઈ જીંદગી ટૂંકાવી 
જેતપુર તા.13
જેતલસર પંથકના ડેડરવા ગામની એક ખાંટ યુવતીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાની ઘટનાથી નાનકડા એવા આ ગામમાં અરેરાટી સાથે શોક વ્યાપ્યો હતો.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના ડેડરવા ગામે રહેતા કાનજીભાઈ કચરાભાઈ મકવાણાની ચાર સંતાનોમાં બીજા નંબરની પુત્રી શીતલ ઉ.વ.21 એ આજે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીંદગી ટૂંકાવી નાખ્યાની ઘટના બનતા ગામના સરપંચ મનજીભાઈ મકવાણા, ઉપસરપંચ જેન્તીભાઈ મકવાણા, સ્વાભાવી  આગેવાન રમેશભાઈ મુળિયા વિગેરે દોડી મૃતક શીતલની ડેડબોડી જેતપુરની સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે લાવ્યા હતા.
મૃતક યુવતીના પિતા કાનજીભાઈએ પોલીસને વિગતો આપી હતી કે પોતાની પુત્રી શીતલની સગાઇ મેંદરડા તાલુકાના હિરણવેલ ગામના મેહુલ નામના યુવાન સાથે ત્રણ ચાર મહિના પહેલ સગાઇ થઇ હતી. પણ છેલ્લા ત્રણ ચાર દિવસ થયા શીતલ હિરણવેલ ગામ બહુ દુર થતું હોય, સગાઇ તોડી નાખવાની વાતો ઘરમાં દોહરાવતી હતી. તેણીની સ્વર્ગીય માતા શારદાબેનની ગેરહાજરીમાં બીજા પાત્રની શોધમાં હતા, પરંતુ અમોને શું ખબર કે મારી દીકરી આવું પગલું ભરી લેશે ?? આટલું કહેતા ભાંગી પડેલા પિતા કાનજીભાઈની કેફિયત પરથી જેતપુર તાલુકા પોલીસના જમાદાર મજનુંભાઈ મનાતે  ધોરણસરની કાર્યવાહી હાથ ધરી 

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812 

માત્ર કાર્યાલયની જાણ ખાતર :
મેંદરડા તાલુકાના હિરણવેલ ગામના જગાભાઇ જીણાભાઇ ચાવડાના પુત્ર મેહુલ સાથે શીતલની સગાઇ થઇ હતી.
સમાચારમાં આપણે આ આખું નામ લઈશું તો બિચારો મેહુલ આજીવન કુંવારો રહી જશે !!


શુક્રવાર, 10 જુલાઈ, 2015

ભાદર નદીના સામા કાંઠે જવાની ધાબી તૂટી જતા ઉદ્યોગપતિઓ સહીત પ્રજા હેરાન પરેશાન

ભાદર નદીના સામા કાંઠે જવાની ધાબી તૂટી જતા 
ઉદ્યોગપતિઓ સહીત પ્રજા હેરાન પરેશાન 
ગોંડલ દરવાજા અને ભાદર સામાં કાંઠા વિસ્તારો વિખુટા પડી ગયા : ભારે વરસાદે સર્જી ઉપાધી !
જેતપુર તા.10
 ચોમાસાની શરૂઆતમાજ વરસાદે જેતપુરના અમુક ગામોમાં હોનારત જેવી  સ્થિતિ પેદા કરતા જનજીવન મુશ્કેલીમાં મુકાયું હતું. તાલુકાના વાડાસડા, ખીરસરા, અમરનગર વિગેરે ગામોના ચેકડેમો, નદી, નાલા અને તળાવો તેમજ વોંકળામાં ભારે પાણીનો ભરાવો થતા આ તમામ ઘસમસતા પાણી જેતપુર સુધી પહોચી ભાદર નદીમાં ભળતા, ભાદર નદીમાં ઘોડાપુર આવ્યા હતા.
આવા ઘોડાપૂરમાં જેતપુરના ગોંડળ દરવાજા વિસ્તારથી ભાદર નદીના સામા કાંઠે જવા બનાવાયેલી ધાબી ધરાસયી થઇ જતા બંને વિસ્તારો એકમેકથી વાહન વ્યવહાર માટે વિખુટા પડી ગયા છે.
નદીની ધાબી તૂટી જતા સામાકાંઠાની પ્રજા ઉપરાંત અનેક સાડી કારખાના આવેલા હોય, આ સાડી એકમો પર પહોચવા ઉદ્યોગપતિઓ તેમ કારીગર વર્ગને ભારે હાલાકી ભોગવવી પડે છે.
કોઈ નાનું વાહન પણ તૂટેલી ધાબી પરથી પસાર થઇ શકતું નથી. રાહદારીઓ જોખમ ખેડી ધાબીની પાતળી દીવાલ પર ચાલી સામા કાંઠે અને સામા કાંઠેથી ગોંડલ દરવાજા વિસ્તારમાં આવી રહ્યા છે. સામા કાંઠા વિસ્તારમાં જવા માટે રેલવેના જુના પુલ ઉપરથી જઈ શકાય પણ તે બહુ  અંતર થઇ જતું હોય, ગરીબ તેમજ મધ્યમ વર્ગીય પ્રજાને ભારે હાલાકી ભગાવવી પડે છે.
આ બાબતે લાગતા વળગતા સત્તાધીસો તાકીદે ભાદર નદીની તૂટેલી ધાબી રીપેર કરાવે તેવી પ્રજા માંગ પ્રબળ બની છે.
ફોટો અને સમાચાર કશ્યપ જે. જોશી જેતપુર 9974262812

વાલ્મિકી વૃદ્ધાને 100 ચો.પ્લોટની સનદ આપવામાં પંચાયત તંત્રના 7-7 વર્ષથી રીતસરના ઠાગાઠૈયા !

જેતપુર તાલુકાના ચારણ સમઢીયાળા ગામના 
વાલ્મિકી વૃદ્ધાને 100 ચો.પ્લોટની સનદ આપવામાં 
પંચાયત તંત્રના 7-7 વર્ષથી રીતસરના ઠાગાઠૈયા !
10 દિવસમાં ઘટતું ના કરાય તો જેતપુર તાલુકા પંચાયત કચેરી સામે આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારતા વૃધાના પરિવારજનો 
જેતપુર તા.10  (કશ્યપ જોશી દ્વારા )
જેતપુર તાલુકાના ચારણ સમઢીયાળા ગામના એક વાલ્મીકી સમાજના વિધવા વૃદ્ધાને ગામનું પંચાયત તંત્ર 100 વાર પ્લોટની સનદ આપવામાં 7-7 વર્ષ થયા  મુહુર્ત શોધતું હોય, જો તાત્કાલિક આ પ્રશ્નનું નિવારણ નાં આવે તો આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારાઈ છે.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના ચારણ સમઢીયાળા ગામે રહેતા વાલ્મીકી સમાજના વિધવા વૃધ્ધા શાંતાબેન નાથાભાઈ ઘાવરીને સરકાર-પંચાયત દ્વારા 100 ચો.વાર પ્લોટ વિસ્તારમાં ઘરથાળનો મફત પ્લોટ મળ્યો છે.

આ વાતને 7 વર્ષના વહાણા વીતી ગયા પણ પોતાના પ્લોટની માલિકી બતાવતી પ્લોટની સનદ શાંતાબેનને  આપવામાં સ્થાનિક પંચાયત તંત્ર રીતસરના ઠાગા ઠૈયા કરતુ હોય, આ વૃદ્ધા ઉપરાંત પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો છે.

આ બાબતે શાંતાબેનના પુત્ર અશોક ઘાવરી જણાવે છે કે આ બાબતે તેમના માતાના નામનો પ્લોટ સને 2007 ની 15 જાન્યુઆરીની લેન્ડ કમિટીમાં મંજુર થઇ ગયો છે. તા. 2.2.2007 ના રોજ પ્લોટ ફાળવવાનો હુકમ થઇ ગયો છે. સને 2009 ના વર્ષ દરમિયાન સ્થાનિક પંચાયતસુત્રોએ શાંતાબેનના પ્લોટની માપણી પણ કરી દીધી હતી. પણ આજે સાત વર્ષ પછી પણ સંબંધિત તંત્ર કોઈ વાજબી જવાબો આપતું નાં હોય, હવે 10 દિવસમાં સનદ નાં મળે તો જેતપુર તાલુકા પંચાયત કચેરી સામે ઉપવાસ આંદોલન છેડવાની શાંતાબેન અને તેમના પરિવારજનોએ ચીમકી ઉચ્ચારી છે.
બોક્સ: તલાટી મંત્રી અને ટીડીઓએ શું કહ્યું-કર્યું ??
જેતપુર : આ બાબતે ચારણ સમઢીયાળાના તલાટી મંત્રી ચૌધરીએ જણાવેલ કે શાંતાબેનને જ્યાં પ્લોટ મળ્યો છે તે બદલવાની વાત હોય, અને ગામના રીત-રસમો મુજબ દલીત અરજદારને દલિત(વણકરવાસ), વાલ્મીકી અરજદારને(વાલ્મિકીવાસ) માં મકાનો કે પ્લોટ ફાળવાતા આવતા હોવાની પરંપરા જાળવી રાખવા શાન્તાબેનનો પ્લોટ ફેરવવાની વાત ચાલી રહી છે. જયારે જેતપુરના ટીડીઓએ તા.29.10.2014 ના નં.ભૂમિહીન-વશી-905-14 ના પત્રથી સ્થાનિક ગ્રામ પંચાયતને તાકીદ કરી હતી કે અરજદારનો પ્લોટ મંજુર થયો હોય, અરજદારને પ્લોટની સનદ મળી ના હોય, પત્ર મળ્યે અરજદારને પ્લૂતના કબ્જા સોંપી, સનદ તૈયાર કરી તાલુકા પંચાયત કચેરીમાં તાત્કાલિક રજુ કરવા.

તાક: આ સાથે પ્લોટની સનદ માટે દર દર ભટકતા શાંતાબેન ધાવરીનો ફોટો મોકલેલ છે.
ફોટો અને સમાચાર : કશ્યપ જે.જોશી  જેતપુર-જેતલસર 9974262812

ગુરુવાર, 9 જુલાઈ, 2015

અવસાન નોંધ :


જેતપુર ચેમ્બર ઓફ કોમર્સની આગામી 17 મી જુલાઈએ ચુંટણી

જેતપુર ચેમ્બર ઓફ કોમર્સની આગામી 17 મી જુલાઈએ ચુંટણી 
જેતપુર તા.9
આગામી 17 મી જુલાઈએ જેતપુર ચેમ્બર ઓફ કોમર્સની સને 2015 થી 2018 ના વર્ષ માટેની ચુંટણી ઘોષિત કરાઈ છે. આ માટે આજે તા.10 ઉમેદવારી ફોર્મ વિતરણનો છેલ્લો દિવસ છે. તા.11 ના રોજ ઉમેદવારી પત્રો સ્વીકારાશે, તા.12 ના રોજ ઉમેદવારી પત્રો ચકાસાશે, તા. 13 ના રોજ ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની તારીખ નક્કી કરાઈ છે. જયારે તા.17.7. ના રોજ અહીના જુનાગઢ રોડ ઉપર આવેલ રોટરી હોલ ખાતે બપોરના 2 થી 7 દરમિયાન મતદાન નક્કી કરાયું હોવાનું જેતપુર ચેમ્બરના સેક્રેટરી જણાવે છે.
હિતેશ સાવલિયા જેતપુર 

જેતપુરમાં કાલે પ્રજાપતિ જ્ઞાતિના તેજસ્વી છાત્રોનો સત્કાર સમારંભ 
જેતપુર તા.9
આવતીકાલ તા.11 ના રોજ અહીના ભાદર રોડ પર આવેલ પ્રભુવાડી ખાતે વરિયા વૈષ્ણવ પ્રજાપતિ જ્ઞાતિના તેજસ્વી છાત્રોને સત્કારવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય મંત્રી જયેશ રાદડિયા, પાલિકા પ્રમુખ રમાબેન મકવાણા, યાર્ડ ચેરમેન દિનેશ ભુવા, ઉદ્યોગપતિ જયંતીભાઈ રામોલીયા વિગેરે હાજર રહી આયોજકો અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારશે..

નવાગઢમાં અપૂરતી સેવાઓની ફરિયાદ કરાઈ 
જેતપુર તા.9
જેતપુરના નવાગઢના ખાટકીવાળમાં અપૂરતું પાણી, લાઈટ, સફાઈ અને રોડ રસ્તા પરત્વે અજીમુદ્દીન ફખરુદ્દીન કાદરીએ સંબંધિતોને ફરિયાદ કરી છે. આ બાબતે પાલિકા પ્રમુખે જણાવેલ કે થોડા દિવસો પહેલાજ નવાગઢમાં જરૂરીયાતવાળા વિસ્તારોમાં પાણીની પાઈપ લાઈન નખાઇ છે. ગંદકી હટાવવા પાલિકા તંત્રના સાધનો  ક્રમશ બધા વિસ્તારોમાં ફરી રહ્યા છે. વરસાદી તારાજીમાં ઘણા વિસ્તારોમાં આવી પરિસ્થિતિ ઉભી થઇ હોય, લોકોનો સહકાર જરૂરી છે.

જેતપુરના પછાત વિસ્તારોમાં 2000 દફતર વિતરણ કરાયા 
જેતપુર તા.9
જેતપુરના વોર્ડ નંબર 3 અને 14 માં આવતા પછાત વિસ્તારો જેવા કે ગોંદરા, ગોંડલ દરવાજા, દલીતવાસ, ભાદર સામા કાંઠો, હાર્વો ઘાટ વિગેરે વિસ્તારોમાં રાજકોટ જીલ્લા ડેરીના સહયોગથી બાળકોને નોટબૂક, વોટર બેગ્સ, નાસ્તા બોક્સ, કંપાસ વી વસ્તુઓ સાથેના 2000 દફતર દીપક લુણી, કિરણ લુણી તેમજ પાલિકા પ્રમુખ રમાબેન મકવાણાના હસ્તે વિતરણ કરાયા હોવાનું જણાવ્યું છે. 
ફોટો : કશ્યપ જોશી  : સમાચાર : કશ્યપ જોશી : જેતપુર : 9974262812


જેતપુરમાં આજથી શ્રીમદ સત્સંગીજીવન સપ્તાહ પારાયણનો પ્રારંભ..

જેતપુરમાં આજથી શ્રીમદ સત્સંગીજીવન 
સપ્તાહ પારાયણનો પ્રારંભ.. 
જેતપુર તા.9
અમરેલીના પરમ પૂજ્ય શ્રી ભક્તિસંભવદાસજી સ્વામીના આશીર્વાદ વચ્ચે આવતીકાલ તા.10.7. થી જેતપુર સત્સંગ સમાજના સર્વે મોક્ષાર્થી જીવાત્માઓની લાગણી અને ઉત્સાહને ધ્યાને લઇને અહીના ગાયત્રી મંદિર નજીકની કોટડીયા વાડી ખાતે સાત દિવસીય શ્રીમદ સત્સંગીજીવન સપ્તાહ પારાયણનો શુભારંભ થશે. 
કથાના વક્તા પદે શ્રી સુક્સ્વરૂપદાસ સ્વામી અને પ.પુ.શા.શ્રી હરી સ્વરુપુદાસ સ્વામી પોતાની આગવી શૈલીમાં કથાનું સત્સંગીઓને કથાનું રસપાન કરાવશે. કથા દરમિયાન તા.11 ની રાત્રીના ઘનશ્યામ મહોત્સવ, તા.12 ની રાત્રીના અમર્રેલી મંદિર બાળયુવક મંડળનો સાંસ્ક્રતિક કાર્યક્રમ, તા.13 ની રાત્રીના ગાડી પટ્ટાભિષેક, તથા તા.15 ની સાંજે અન્નકૂટ ઉત્સવ વી. પ્રસંગો ધામધૂમથી ઉજવવાના હોય, કથાના યજમાન અ.ની. મૃગેશ રમેશભાઈ રાણાભાઈ મકવાણા તથા ગોપાલમુનીદાસ સ્વામીએ સત્સંગીઓને અનુરોધ કરેલ છે.
ફોટો: કશ્યપ જોશી  : સમાચાર : કશ્યપ જોશી  : જેતપુર : 99742 62812


જેતપુરના ગોંદરા વિસ્તારમાં કબ્રસ્તાનવાળો પુલ અને વોંકળાની આરસીસી રેલીંગનું કામ શરુ કરાયું

જેતપુરના ગોંદરા વિસ્તારમાં કબ્રસ્તાનવાળો પુલ 
અને વોંકળાની આરસીસી રેલીંગનું કામ શરુ કરાયું
જેતપુર તા.9
ભારે વરસાદથી જેતપુરના ગોંદરા વિસ્તારમાં કબ્રસ્તાનવાળો પુલ અને વોંકળામાં ભારે નુકશાની થઇ હતી. પુલને પૂર્વવત કરવા અને વોંકળા કાંઠે બંને બાજુ આરસીસી દીવાલો બનાવાનું શરુ કરાયું છે.
આ બાબતે વિગતો આપતા જેતપુર નગર પાલિકાના પ્રમુખ રમાબેન મકવાણાએ જણાવેલ કે ગોંદરા વિસ્તારમાં ભારે વરસાદી પાણીએ તારાજી સર્જતા કબ્રસ્તાન વાળું પુલ ખળભળી તૂટી જતા તેને પૂર્વવત કરવા તેમજ વોંકળાની બંને બાજુ આરસીસી દીવાલ ઉભી કરવા નગર પાલિકાએ સ્વભંડોળમાંથી રૂપિયા 25 લાખ ફાળવી યુધ્ધના ધોરણે કામગીરી ચાલુ કરી છે. 
ફોટો : કશ્યપ જોશી  : સમાચાર : કશ્યપ જોશી  : જેતપુર : 9974262812
 

સાડા છ માસે જન્મેલ બાળકી અત્યારે ભારે તંદુરસ્ત

જેતપુરમાં ખાનગી હોસ્પીટલના તબીબની સરાહનીય મહેનત વચ્ચે 
સાડા છ માસે જન્મેલ બાળકી અત્યારે ભારે તંદુરસ્ત
તબીબ સીતાપરા કહે છે કે બેદરકારી દાખવાઈ હોત તો બાળકી ધરતી પર નહિ સ્વર્ગમાં હોત !
જેતપુર તા.9 (કશ્યપ જોશી દ્વારા )
જેતપુરમાં બાળકોના તબીબ સીતાપરાએ મહામહેનતે સરાહનીય ફરજ વચ્ચે એક મહિલાને સાડા છ માસના સમયમાંજ પ્રસુતિ કરાવેલી બાળકી અત્યારે ભારે તંદુરસ્ત અને ગેન્ગેટીયા કરતી હોવાની વિગતો મળી રહી છે.

સામાન્યતઃ નવ મહિનેજ મહિલાઓને કરાવતી પ્રસુતિની વાતથી સૌ વાકેફ હોય છે. અધૂરા મહિના એટલેકે નવ મહિના પહેલાની પ્રસુતિના અસંખ્ય કિસ્સાઓમાં જન્મ પામનાર બાળક કે બાળકીના મોત થતા આવતા હોવાની ઘટનાઓમાં પણ ઘણાં દંપતીઓ દુઃખી થયા હોવાના દાખલાઓ ગણીએ તેટલા ઓછા પડે તેમ છે.

પણ અધૂરા મહીનેજ ખુબ પ્રસવ વેદના વચ્ચે કોઈ મહિલાની ભયમુક્ત વાતાવરણમાં પ્રસુતિ કરાવાય અને જન્મ પામનાર બાળકી કે બાળક તંદુરસ્તી સાથે ઉવાં..ઉવાં કરી જન્મદાત્રી અને ઉપસ્થિતોને રાજી કરી દે તો આ વાતને પણ મારે, તમારે કુદરતી ચમત્કાર જ ગણવો પડે ! આવોજ ચમત્કાર હકીકતમાં બદલવા અહીના ખાનગી તબીબને જે મહેનત કરવી પડી તેની શહેરની તબીબી આલમમાં સરાહના થઇ રહી છે.

કિસ્સો જોઈએ તો મૂળ પોરબંદરના હાલ રાજકોટ રહેતા બીપીનભાઈ ડાભીના પત્ની દક્ષાબેન(રહે.પેઢલા, તા.જેતપુર) ને પ્રેગ્નન્સીના સાડા છ માસના સમયમાંજ પ્રસવ વેદના ઉપાડતા અહીની બાળકોની ખાનગી હોસ્પીટલમાં તા.20.6.2015 ના રોજ દાખલ કરાયા હતા. આ હોસ્પીટલના તબીબે બેદરકારી દાખવ્યા વગર, વિનાવિલંબે પ્રસુતિની કાર્યવાહી હાથ ધરતા દક્ષાબેનને 890 ગ્રામ વજનની લક્ષ્મીરૂપ બાળકી અવતરી હતી !

તબીબે પણ અચરજ સાથે આ ટબુકડીનું સ્વાસ્થ્ય જલ્દી કેમ સુધારે ? અને બચાવી કેમ શકાય ? તે અંગેની દાકતરી સારવાર શરુ કરી દીધી પણ પરિવારજનોને બાળકીનું શરીર બીવડાવી ગયું હોય તેમ 890 ગ્રામમાંથી બાળકીનું વજન 780 ગ્રામ થઇ જતા તબીબી વર્તુળો ઉપરાંત પરિવારજનોના ચહેરાઓ ઉપર ચિંતાની લકીરો ખેંચાઈ ગઈ હતી. પણ ઘણી વખત મનુષ્યના જીવન મરણ વચ્ચે એક તબીબ મહત્વનો ભાગ ભજવી જીંદગી બચાવી સૌને ખુશી બક્ષે તેવી વાત જેતપુરના ખાનગી તબીબે સાબિત કરી બાળકીનું વજન અને સંપૂર્ણ સ્વાસ્થ્ય પૂર્વવત કરી પરિવારજનોને સોંપી હોસ્પિટલમાંથી વિદાય આપતા ઉપસ્થિતો હર્ષાશ્રુ રોકી શક્યા નહોતા !!

બોક્સ: તો...બાળકી ધરતી પર નહિ સ્વર્ગમાં હોત !!
જેતપુર : અધૂરા મહીને એટલે કે સાડા છ મહીને દક્ષાબેન ડાભીની પ્રસુતિ કરાવી બાળકીને બચાવવા ઊંચક જીવે તબીબી પ્રકિયા કરનાર ડો. સ્નેહલ સીતાપરા અને ડો. રિદ્ધિ સીતાપરાએ જણાવેલ કે સ્ટાફના ક્રિષ્નાબેન, કૃપાબેન, રઘુભાઈ, ભાવેશભાઈ, નીરવભાઈ અને નરેશભાઈ એમ તમામની બનતી મદદથી આદરાયેલ ફરજ-સેવામાં કોઈ કચાસ રાખી નહોતી, બેદરકારી દાખવી હોત તો બાળકી "ધરતી" પર નહિ "સ્વર્ગમાં હોત !!
ફોટો કશ્યપ જોશી   : સમાચાર કશ્યપ જોશી  : જેતપુર : 9974262812 


બુધવાર, 8 જુલાઈ, 2015

જેતપુરની ખાનગી હોસ્પીટલમાં દર્દીનું ખિસ્સું કપાયું ! આરોપી ટેણીયા હતા એટલે પોલીસે જવા દીધા !!

જેતપુરની ખાનગી હોસ્પીટલમાં દર્દીનું ખિસ્સું કપાયું !
આરોપી ટેણીયા હતા એટલે પોલીસે જવા દીધા !!
જેતપુર તા.8
જેતપુરના કણકીયા પ્લોટ વિસ્તારની એક ખાનગી હોસ્પીટલમાં મેડીકલ સ્ટોરમાં બીલ ચુકવવામાં વ્યસ્ત એક દર્દીનું ગજવું હળવું કરી એક ટાબરિયો ભાગવા ગયો પણ પકડાઈ ગયો હતો. થોડી ઢોલ થપાટ બાદ આ બનાવમાં વધુ બે એટલે કે ત્રણ ટેણીયાની ત્રિપુટી પકડાવા પામી હતી. પણ ત્રણેય સગીર હોય પોલીસે રહેમરાહ રાખી જવા દીધાની વાત ચર્ચાસ્પદ બની છે.
મળતી વિગતો મુજબ વડીયાના હનુમાન ખીજડીયા ગામનો આહીર આશિષ કરશનભાઈ આજે પોતાના પિતાની પગની સારવાર માટે અહીના કણકીયા પ્લોટમાં આવેલી સંજીવની નામની હોસ્પીટલમાં લઈને આવ્યો હતો.
દરમીયાન જતી વેળાએ દવાખાનાન મેડીકલ સ્ટોરમાં આશિષ બીલની રકમ ચુકવવામાં વ્યસ્ત હતો ત્યારે એક આઠ-નવ વર્ષના ટાબરીયાએ આશિષના શર્ટના ઉપરના ગજવામાંથી રૂપિયા 2700/- સેરવી ભાગવા ગયો હતો. પણ તે પકડાઈ ગયો હતો.
દરમિયાન થોડી ધોલથપાટ વચ્ચે ટાબરિયાએ તેઓ 3 ટેણીયા હોવાની કબુલાત આપતા દવાખાનાન તુષાર પટેલ નામના યુવાને પકડાયેલ ટાબરિયાની વિગતો પરથી અન્ય બે ને પણ મોટર સાઈકલમાં બેસાડી, દવાખાને લઇ આવી પોલીસને સોપી દીધા હતા.
ઘટના સ્થળે દોડી આવેલી પોલીસ ત્રણેયને ગાડીમાં બેસાડી પોલીસથાણે  લઇ ગયા હતા. પણ ત્રણેય અત્યંત ગરીબ વર્ગના અને સગીર હોય, ગુનો નોંધી શકાય તેમ ના હોય, પોલીસે ત્રણેયને છોડી મુક્યા હતા. બીજીબાજુ આ ત્રિપુટી પોલીસમાંથી છૂટીને બીજાના ગજવા હળવા નહિ કરે તેની શું ખાતરી ? તેવા પ્રશ્ન સાથે આ દવાખાનામાં અન્ય દર્દીઓ પણ પોત પોતાના ગજવા સલામત કરતા દેખાયા હતા.
કશ્યપ જે. જોશી જેતપુર 9974262812

પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ગાંધીનગર સ્થિત વિજીલન્સ જેતપુર પંથકમાં ત્રાટકી, 3 કારખાનેદારો સામે પોલીસમાં ફરિયાદ....

ભાટગામ ખાતે સાડી ધોલાઈ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોવા છતાં, બેરોકટોક ચારે બાજુ ધોવાતી સાડી !
પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ગાંધીનગર સ્થિત વિજીલન્સ જેતપુર 
પંથકમાં ત્રાટકી, 3 કારખાનેદારો સામે પોલીસમાં ફરિયાદ....
પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ટીમે જેતપુરના જેપુર ગામ નજીકમાં ગેરકાયદેસર સાડી ધોતા 3 વાહનો, 4500 સાડીઓ કબજે કરી 
3 કારખાનેદારો સામે વીરપુર પોલીસમાં નોંધાવી ફરિયાદો : તંત્ર કહે છે કે ઘાટ સાંજે તોડીએ  સવારે પાછા ચણાય જાય છે !

જેતપુર તા.8
જેતપુરના 3 કારખાનેદારોની  પર્યાવરણને નુકશાન થાય તે રીતે ધોવાતી સાડીઓ અને વાહનો કબજે કરી ગાંધીનગર સ્થિત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની વિજીલન્સ ટીમના સુપ્રીન્ટેન્ડેન્ટ એન્જીનીયર વાછાણીએ સ્થાનિક પાણી પ્રદુષણ નિયંત્રણ બોર્ડના કાર્યવાહકોને અંધારામાં રાખી, પોલીસ ફરિયાદો નોંધાવી કડક કાર્યવાહી કરતા, જેતપુર પંથકમાં ગેરકાયદેસર સાડી ધોલાઈઘાટ ચલાવતા કારખાનેદારોમાં ફફડાટ ફેલાયો છે.

મળતી વિગતો મુજબ દેશ વિદેશમાં પ્રખ્યાત એવા જેતપુરના સાડી સાદી ઉદ્યોગનું લાલ પાણી પ્રદુષણ સદંતર મિટાવી દેવાના આશય સાથે જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એશોશીયેષણ દ્વારા જેતલસરથી આગળ, ભેસાણ તાલુકાના ભાટગામ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે , સરકારી મદદ વચ્ચે અદ્યતન સાડી ધોલાઈ ટ્રીટમેંટ પ્લાન્ટ બનાવાયો છે.

આ ટ્રીટમેંટ પ્લાન ખુલ્લો મુકાયો ત્યારે સરકારી પ્રધાન, પદાધિકારીઓ તેમજ પાણી પ્રદુષણ બોર્ડના ટોપ ટુ બોટમ સુધીના અધિકારીઓની હાજરીમાં ઉપસ્થિત તમામ કારખાનેદારો, ઉદ્યોગપતિઓની હાજરીમાં જાહેર કરાયું હતું કે તમામ કારખાનેદારોએ પોત પોતાના કારખાનામાં પ્રિન્ટ થતી સાડીઓ અહીજ (ભાટગામ ) જ લાવવી અન્યથા કાયદેસરની કાર્યવાહી કરવામાં કોઈ કચાસ નહિ રખાય.

આમ છતાં અમુક નાના કારખાનેદારો કોણ જાણે ભાટગામના ટ્રીટમેંટ પ્લાન્ટમાં જોડાઈ નથી શકતા કે જાણીજોઇને પ્રદુષણ ફેલાવી જેતપુરના સાડી ઉદ્યોગનું પતન નોતરવા નિમિત્ત બની રહ્યા છે ? તે સમજાયા વગરની વાત અમુક કારખાનેદારો કોઈનું માનતા ના હોય( સ્થાનિક પ્રદુષણ નિયંત્રણ કચેરીના સતાવાળાઓને રાજી રાખી !?) બેરોકટોક ગમે ત્યાં નદી નાળામાં કે કોઈના વાડી ખેતરોમાં સાડી ધોલાઈ કરી પર્યાવરણને નુકશાન પહોચે તે રીતે પાણી છોડતા હોવાની છેક ગાંધીનગર ખાતે ફરિયાદો થતા,
આજે સવારથી જ ગાંધીનગર પ્રદુષણ નિયંત્રણની વિજીલન્સ ટીમના સુપ્રી.એન્જી. વાછાણી પોતાના કાફલા સાથે, સ્થાનિક તંત્રને અંધારામાં સુતું રાખી જેતપુર પંથકમાં ત્રાટકતા, તાલુકના જેપુર ગામ નજીકની નદીમાં સાડી ધોતા 3 વાહનો 4500 સાડીઓ સાથે પકડાઈ ગયા હતા. જે બાબતે મળતી વિગતો મુજબ દીપવીન ઈન્ડસ્ટ્રીજ(ગઢની રાંગ ) ના સચાલાકોનો જીઆરપી 5442 નંબરનો મેટાડોર અને તેમાં રહેલી 1500 સાડી, જોન્સન ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ (ચામ્પ્રાજ્પુર રોડ)ના સંચાલકોનો જીજ3એક્સ 1826 નંબરનો મેટાડોર અને તેમાં રહેલી 1500 સાડીઓ તથા જલદર્શન ડાઈંગના સંચાલકોનો જીઆરપી 5220 નંબરનો મેટાડોર 1500 સાથે કબજે કરી ત્રણેય સામે વીરપુર પોલીસ સ્ટેશનમાં જેતપુર પ્રદુષણ નિયંત્રણ કચેરીના  નાયબ ઈજનેર પ્રવિણચંદ્ર બાબુલાલ કટેશીયાને ફરિયાદી બનાવી ગુનાઓ નોંધાવતા ચકચાર જાગી છે. વીરપુર પોલીસના ફોજદાર જોશીએ  ફરિયાદ મુજબ ત્રણેય મેટાડોરની કીમત રૂપિયા 1-1-1 લાખ એટલેકે 3 લાખના વાહનો અને 1500-1500-1500 મળી કુલ રૂપિયા 6 લાખની સાડીઓ કબજે કરી ધોરણસરની વિધિ હાથ ધરી છે.

બોક્સ: એક કારખાનેદારનું બધું લીગલી નીકળ્યું !
જેતપુર : આ લખાય છે ત્યારે રાત્રીના પોણા આઠ વાગ્યે પોલીસ અને આધારભૂત વર્તુળોમાંથી એવી વિગતો સાંપડી હતી કે દીપવીન ઇન્ડ. ના સંચાલકો પાસસે સાડી ધોલાઈ ઘાટનું કાયદેસર કન્સાઈન હોય તેઓનું મેટાડોર તથા સાડીઓ તેઓ બધું લીગલી કાગળો રજુ કરી વીરપુર પોલીસ પાસેથી છોડાવી આવ્યા છે. પણ એક વખત પોલીસમાં એફઆઈઆર થયા પછી બધું કોર્ટ મારફતે જ મળી શકે તે વાતે અનેક ચર્ચાઓ જન્માવી છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812





અવસાન નોંધ :

અવસાન નોંધ :
જેતપુર : લુહાર સ્વ.પ્રાણલાલ ઘુસાભાઈ ડોડીયાના જમાઈ પંકજકુમાર દેવજીભાઈ પીઠવા(ઉ.વ.45) તા.4.7. અવસાન પામ્યા છે. બેસણું તા.9 ને ગુરુવારે, સાંજે 4-30 થી 6-00, ગાયત્રી મંદિર કોટડીયાવાડી પાસે, જેતપુર ખાતે રાખેલ છે.


કશ્યપ જે. જોશી જેતપુર
​જેતલસર 9974262812

JETPURMA KAAMDHENU GAU RAKSHK GRUPU DWARA MORBI PASHU ATYACHAR SAAME MAM...





JETPURMA AAJE KAAMDHENU GAU RAKSHAK GROUP-TRUST ANE STUDENT UNION NA SANYUKT UPKRAME MORBIMA PASHUO PAR ATYAACHAR AACHARNAAR HARAMKHOR TOLKINE TAATKALIK ZABBE KARI AAKRI SAJA KARVAANI MAANG SAATHE EK RAILY NU AAYOJAN KARAYU HATU. JE SHAHERNA RAAJ MARGO PAR FARI HATI..TYAARBAAD AHINA MAMLATDAR JITENDRABHAI BHORANIYANE AAVEDAN AAPI GHATATU KARAVVANI GAU BHAKTO TEMAJ VIDHYAARTHI AAGEVAANOE MAANG KARI HATI.

001 - KASHYAP JOSHI JETPUR 9974262812

મોરબીમાં પશુઓ પરના અત્યાચારના વિરોધમાં જેતપુરમાં કામધેનું ગૌ રક્ષક ગ્રુપ - સ્ટુડંટ યુનિયન દ્વારા મામલતદારને અપાયું આવેદન..

http://www.sendspace.com/filegroup/Z%2B6JuCUvf4gdOXtjPqr5yrjc1N6zi2T0



મોરબીમાં પશુઓ પરના અત્યાચારના વિરોધમાં જેતપુરમાં 
કામધેનું ગૌ રક્ષક ગ્રુપ - સ્ટુડંટ યુનિયન 
દ્વારા મામલતદારને અપાયું આવેદન..
જેતપુર તા.8
મોરબીમાં પશુ પર આચરાયેલ અમાનવીય અત્યાચારના વિરોધમાં આજે કામધેનું ગૌ રક્ષક ગ્રુપ અને સ્ટુડંટ યુનિયનના ગૌસેવા પ્રેમીઓએ એક રેલી યોજી જેતપુરના મામલતદારને આવેદન આપ્યું હતું.

મળતી વિગતો મુજબ તાજેતરમાં મોરબી ખાતે પાંચથી વધુ પશુઓ ઉપર કોઈ હરામખોર ટોળકીએ એસીડ છાંટવા ઉપરાંત તલવાર અને ધારિયાના ઘા ઝીંકી અમાનવીય કૃત્ય આચરતા આ વાતના જેતપુરના ગૌસેવા પ્રેમીઓમાં ઘેર પડઘા પડ્યા હતા. 
પશુઓ પર આમ આવી રીતે નિર્દયપણું રાખનાર તત્વોને તાકીદે પકડી પાડી આકરી સજા કરવાની માંગ સાથે આજે કામધેનું ગૌ રક્ષક ગ્રુપ ટ્રસ્ટ જેતપુરના કિશોર ગેવરીયા, ગોપાલ ડોબરિયા, ભાવેશ બાલધા, પંકજ સોલંકી, મુકેશ પટોળીયા, સતીશ ગોંડલિયા, રવિ ભડલીયા, અમિત ટાંક, નરેન્દ્ર લાખાણી, દીપક પટોળીયા, સાગર મોરબીયા, રાહુલ ભુવા, 

સ્ટુડંટ યુનિયનના મયુર સરવૈયા, રવિ વઘાસીયા, ચીરાગ ગોહેલ-દોમડીયા, પીયુષ ભુવા, લાલજી વઘાસીયા, હિન્દ ગૌ રક્ષક ગ્રુપના સંજય ટોળીયા, કપિલ ભટ્ટ, હિતેશ ડાભી, ચિરાગ જોશી વિગેરે એ અહીના જુનાગઢ રોડ પરની કોલેજ ખાતેથી એક બાઈક રેલી યોજી હતી. જે તીનબત્તી ચોક, મહાત્મા  ગાંધી રોડ, ભીડભંજન મહાદેવ રોડ, ખોડપરા મેઈન રોડ થઈને મામલતદાર કચેરીએ પહોચી હતી.

મામલતદાર કચેરીના પ્રાંગણમાં ઉપરોક્ત તમામ ગૌભક્તોએ ગૌવંશ અત્યાચાર અને હત્યા બંધ કરવો, પશુઓ પણ આત્યાચાર કરનાર હરામખોર ટોળકીને તાકીદે ઝેર કરી જાહેરમાં આકરી સજા કરો  વી. માંગો દોહરાવતા સુત્રોચ્ચાર કરી મામલતદાર જીતેન્દ્ર ભોરણીયાને આવેદન પાઠવ્યુ હતું.

મામલતદારને આવેદન આપનાર તમામ ગૌ ભક્તોએ એકીસુરે જણાવેલ કે ઈશ્વરે જેને કોઈ વાચા આપી નથી, માનવીની જેમ કોઈ પણ પ્રકારના કાળા-ધોળા કરવાની કે કાવાદાવા રમવાની શક્તિ નથી અર્પી અને એકદમ મૂંગા પશુઓ તરીકે જન્મ આપ્યો છે તેને આજનો પામર માનવી રાક્ષસી વૃત્તિ આચરી હેરાન કરે, એસીડ છાંટે, તલવાર, ધારિયાના ઘા ઝીંકી ઘાયલ કરે તે વાત એક હિન્દુના સુપુત્રો તરીકે અમો સ્વીકારી શકીએ નહિ. આવું હીન કૃત્ય કરનાર મોરબીના તત્વોને બને તેટલા જલ્દી પકડાવાની માંગ કરતુ આમારું આવેદન છે. મામલતદારે આવેદન સ્વીકારી પોતાની કક્ષાએથી ઘટતી કાર્યવાહી કરવાની ખાતરી આપી હોવાનું ગૌ સેવકો કિશોર ગેવરીયા અને ગોપાલ ડોબરીયાએ જણાવ્યું હતું...
કશ્યપ જોશી જેતપુર 9974262812

માત્ર જાણ : ઉપરની ત્રણેય લીન્ક્સ આ 
મેટરની વિડીયો ક્લિપ્સ છે.કશ્યપ જોશી જેતપુર 

મંગળવાર, 7 જુલાઈ, 2015

જુનાગઢના 2 યુવાનો દારૂ-બીયર સાથે પકડાયા

જુનાગઢના 2 યુવાનો 
દારૂ-બીયર સાથે પકડાયા 
જેતપુર તા.7
જેતલસર નજીકના ચોકી ધાર પાસેથી નંબર વગરના મોટર સાઈકલને રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ ભુરાભાઈ માલીવાડે રોકી પૂંછપરછ કરતા ચાલક અને પાછળ બેઠેલ એમ બંને ગેંગેફેંફે કરવા લાગ્યા હતા. દરમિયાન પોલીસે એવિયેટર મોટર સાઈકલની ડીકી ખોલી તપાસતા તેમાંથી 2 વિલાયતી શરાબની બોટલ અને 8 બીયરના ટીન  મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂપિયા 52400 ના મુદામાલ સાથે જુનાગઢના શક્કરબાગ નજીકના રામદેવપરામાં રહેતા ઇદ્રીશ આમદ સંધી અને અશરફ રફીક ઘાંચી એમ બંનેની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કશ્યપ જોશી જેતપુર જેતલસર 

અવસાન નોંધ